Tuesday, August 9, 2016

ટેક ઓફઃ બીજાઓના મળમૂત્ર ચૂંથવા એ જીવન કેવી રીતે હોઈ શકે?

 સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - બુધવાર  - ૧૦ ઓગસ્ટ  ૨૦૧૬

ટેક ઓફ

ગાંધીજીએ છેક્ ૧૯૧૭માં બીજાઓનાં મળમૂત્ર સાફ કરવાના કુરિવાજ અને અસ્પૃશ્યતાના વિરોધમાં તીવ્ર સ્વરે અવાજ ઉઠાવવાનું શરુ કરેલું. એક્ સદૃી વીતી ગઈ છે, છતાંય માનવીના આત્મસન્માન અને ગરિમાને હણી નાખે એવી આ કુપ્રથા  દૃેશમાંથી સંપૂર્ણપણે નાબૂદૃ થવાનું નામ લેતી નથી. 


ગુજરાતમાં ઊના કાંડના પગલે દૃલિતોનો વિરોધ મહાસંમેલનનું સ્વરુપ ધારણ કરી રહ્યો હતો ત્યારે, ત્રીસ હજાર કરતાંય વધારે દૃલિતો મરેલાં પશુને હાથ સુધ્ધાં ન લગાડવાના સામૂહિક શપથ લઈ રહ્યા હતા ત્યારે અને સમાજસુધારનાં આ જ પ્રકારનાં ઑર રાજ્યવ્યાપી પગલાં ભરવાનાં આયોજનો થઈ રહ્યા ત્યારે સમાંતરે એક સૂચક ઘટના બની ગઈ. બેઝવાડા વિલ્સનને મેગ્સેસે અવોર્ડના વિજેતા તરીકે ઘોષિત કરવામાં આવ્યા, એેમનાં જીવનભરના સંઘર્ષ તેમજ પરિણામકારક કામગીરી બદૃલ. પબ્લિક સર્વિસ, કમ્યુનિટી લીડરશિપ, પત્રકારત્વ, કળા-સાહિત્ય વગેરે ક્ષેત્રોમાં અસાધારણ કામગીરી કરનારાઓને સાઠેક વર્ષથી આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય અવોર્ડ દ્વારા પુરુસ્કત કરવામાં આવે છે.

કોણ છે બેઝવાડા વિલ્સન? આ એક એવો દૃલિત માણસ છે જે તકવાદૃી, પ્રદૃર્શનવાદૃી કે તકલાદૃી એકિટવિઝમથી જોજનો દૃૂર છે અને જે ‘કર્મશીલ શબ્દૃને ખરેખર સાર્થક કરે છે. એમનું નક્કર જીવનકાર્ય એમની અંગત અને જ્ઞાતિગત પીડામાંથી જન્મ્યું છે. મેલું ઉપાડવાની કુપ્રથા સામે તેઓ ત્રણ દૃાયકાઓથી સતત લડતા આવ્યા છે. મેલું ઉપાડવાનો શાબ્દિૃક અર્થ થાય છે, અન્યોનાં મળમૂત્રને સાવરણા, પતરાં કે હાથેથી સાફ કરી, મળમૂત્રથી છલકાતા ડબ્બા, તગારા યા બાલ્દૃીને હાથેથી ઊંચક્ી અથવા રીતસર માથા પર ચડાવી, કશેક ઠાલવી તેનો નિકાલ કરવો. નવી પેઢીએ કદૃાચ ડબ્બાવાળા જાજરુ જોયા પણ નહીં હોય, પણ આ દૃેસી સ્ટાઈલના એવા ટોઈલેટ છે જેમાં મળમૂત્રના નિકાલના નામે નીચે કેવળ એક પતરાના ડબ્બો મૂકેલો હોય છે. માણસનાં ઉત્સર્ગ દ્વવ્યો સીધા તે ડબ્બામાં પડે છે. સફાઈકામદૃાર ઘરેઘરે ફરીને ઘરોના પાછળના હિસ્સામાં જઈ, નીચે વળી ડબ્બો ઉઠાવે, ઠેલણગાડીમાં તે ઠાલવી ખાલી ડબ્બાને પાછો મૂળ જગ્યાએ ગોઠવે ને પછી ઠેલણગાડી આખી મળમૂત્રથી છલકાઈ જાય એટલે યોગ્ય જગ્યાએ તેનો નિકાલ કરી આવે.અન્યોનાં મળમૂત્રને સાફ કરવાની ક્રિયાને અંગ્રેજીમાં મેન્યુઅલ સ્કેવેન્જિંગ કહે છે. ખુહ્લલામાં શૌચક્રિયા કરવા બેસી જતા લોકોએ ખરાબ કરેલી જગ્યા, પબ્લિક ટોઈલેટ્સ તેમજ માથું ફાટી જાય એવી ભયાનક દૃુર્ગંધ મારતી સેપ્ટિક ટેન્કમાં ઉતરીને સફાઈ કરવાની ક્રિયા મેન્યુઅલ સ્કેવેન્જિંગનું સ્વરુપ છે. શહેરોની ડ્રેનેજ સિસ્ટમમાં ઈન્ડસ્ટ્રિઅલ વેસ્ટ અને અન્ય પ્રકારના કચરાની સાથે મળમૂત્ર પણ વહેતાં હોય છે. પ્લાસ્ટિક પદૃાર્થો ફસાઈ જવાથી ક્યાંક જામ થઈ જાય તો તેને મેન્યુઅલી ઠીક કરવા ઘણી વાર માણસને મેન-હૉલ દ્વારા અંદૃર ઉતારવો પડે છે. આ પણ મેન્યુઅલ સ્કેવેન્જિંગ છે. બીજાઓનું મેલું સાફ કરવાનું અત્યંત ઘૃણાસ્પદૃ અને હીણપતભર્યું કામ ભારતમાં હજારો વર્ષોથી પરંગરાગત રીતે અમુક ચોક્કસ દૃલિત જ્ઞાતિઓના ભાગે આવ્યું છે. બીજાઓની ગંદૃકી સાફ કરનારાઓ પાછા અસ્પૃશ્ય ગણાય, તેમને નીચી દૃષ્ટિએ જોવામાં આવે. ગાંધીજી  છેક ૧૯૧૭માં બીજાઓનું મેલું સાફ કરવાના કુરિવાજ અને અસ્પૃશ્યતાના વિરોધમાં તીવ્ર સ્વરે અવાજ ઉઠાવવાનું શરુ કરેલું. સો વર્ષના વહાણાં વીતી ગયાં છે, બેઝવાડા વિલ્સન જેવા કર્મશીલો આ દિૃશામાં એકધારું કામ કરતા રહ્યા છે છતાંય મેન્યુઅલ સ્કેવેન્જિંગ આપણા દૃેશમાં આજેય અસ્તિત્ત્વ ધરાવે છે.

સુધરેલા શહેરીઓને તરત સામો સવાલ કરવાનું મન થાય કે આજે હવે ડબ્બા સંડાસ રહ્યા જ નથી ત્યારે તે સાફ કરવાનો પ્રશ્ર્ન જ ક્યાં છે? આના જવાબમાં થોડા સરકારી આંકડા સાંભળી લો. કાસ્ટ સેન્સસ ૨૦૧૧ પ્રમાણે, ભારતમાં ૭.૯ લાખ જાજરુ અન્યો દ્વારા હાથેથી સાફ કરવામાં આવે છે. આમાંથી ૫.૯ લાખ જાજરુ ગ્રામ્ય વિસ્તારોમાં અને લગભગ બે લાખ જાજરુ શહેર વિસ્તારમાં આવેલાં છે. આ ઉપરાંત દૃેશમાં ૧૩.૯ લાખ જાજરુ એવાં છે જેના મળમૂત્રનો નિકાલ સીધો ડ્રેનેજ સિસ્ટમમાં થાય છે. છેલ્લાં પાંચ વર્ષ દૃરમિયાન આ ઓફિશિયલ આંકડામાં થોડી વધઘટ થઈ હશે, પણ સાયન્ટિફિક વેસ્ટ મેનેજમેન્ટના અભાવે આ તમામ જાજરુ ઉપરાંત સેપ્ટિક ટેન્ક, ગંદૃા નાળા અને ખાડાની  સાફસફાઈ આજે પણ મેન્યુઅલ સ્કેવેન્જિંગ દ્વારા જ શક્ય બને છે તે હકીકત છે.  પચાસ વર્ષીય બેઝવાડા વિલ્સન મૂળ કર્ણાટકના. થોતી નામની અશ્પૃશ્ય ગણાતી જ્ઞાતિમાં તેમનો જન્મ. મેલું સાફ કરવું તે આ જાતિના લોકોનું પરંપરાગત કામ છે. વિલ્સનના મા-બાપ અને મોટા ભાઈ આ જ કામ કરતાં. થોતી શબ્દૃનો સમાનાર્થી ગુજરાતી શબ્દૃ હવે જાહેરમાં બોલાતો કે લખાતો નથી. વિલ્સન નાના હતા ત્યારે માતાપિતાને પૂછતા કે બધા આપણને થોતી-થોતી કેમ કહ્યા કહે છે? માબાપ એને સમજાવી દૃેતાં કે બેટા, આપણા ઘરની પાછળ કચરાનો મોટો ગંજ ખડકાયેલો રહે છેને, એટલે લોકો આપણને થોતી કહીને બોલાવે છે.

વિલ્સન કર્ણાટકના કોલાર ગોલ્ડ્સ ફિલ્ડ નામની જગ્યાએ સફાઈકર્મચારીઓ માટેની કોલોનીમાં મોટા થયા છે. સીધીસાદૃી, ટેબલખુરસી વગરની નાનકડી નિશાળમાં અન્ય સફાઈકર્મચારીઓનાં સંતાનોની સાથે ભણતાં. વિલ્સનની મા ઈચ્છતી દૃીકરો ખૂબ ભણે કે જેથી એણે લોકોનાં મેલાં ઉપાડવાનું કામ ન કરવું પડે. પાંચમા ધોરણથી સ્કૂલ બદૃલી. વર્ષના પહેલા દિૃવસે સૌએ ઊભા થઈને પોતાની ઓળખાણ આપવાની હતી. વિલ્સન માથું નીચું કરીને છુપાઈ ગયા કે જેથી પોતે કઈ જાતિના છે ને પોતાનાં માબાપ શું કામ કરે છે તે બોલવું ન પડે. પણ હકીકત ક્યાં સુધી છુપાવી શકાય? વિલ્સન સાથે સ્કૂલમાં આભડછેટ શરુ થઈ ગઈ. એમણે સ્કૂલે જવાનું જ બંધ કરી દૃીધું. જેમતેમ કરીને ભણતા રહ્યા. દૃસમું ધોરણ પાસ કર્યું. એક દિૃવસ મોટા ભાઈએ કહ્યું: તું હવે મોટો થઈ ગયો છે, તારે હવે કમાવાનું શરુ કરી દૃેવું જોઈએ. વિલ્સન મોટા ભાઈ સાથે એમ્પલોયમેન્ટ એકસચેન્જમાં નામ નોંધાવવા ગયા. કલર્કે ફોર્મમાં વિગતો લખી. કામના પ્રકારનું ખાનું પણ પૂછ્યા વગર જાતે ભરી નાખ્યું. વિલ્સને કહ્યું: સાહેબ, તમે કામના પ્રકારમાં શું લખ્યું છે તે મને બતાવો તો ખરા. કલર્ક તાડૂક્યો: એમાં જોવાનું શું છે? તું ફલાણી જાતિમાં જન્મ્યો છે એટલે તારે સફાઈકર્મચારી જ બનવાનું હોયને! વિલ્સનને આંચકો લાગ્યો. એમણે ફોર્મ કલર્કના હાથમાંથી આંચકી લઈ એમની સામે જ ફાડી નાખ્યું. વિલ્સન આગળ જતાં પોલિટિકલ સાયન્સ સાથે ગ્રેજ્યુએટ થયા, પણ િંજદૃગીમાં ફરી ક્યારેય એમ્પ્લોયમેન્ટ એકસચેન્જનાં પગથિયાં ન ચડ્યા.

૧૯૮૬ના અરસામાં એમણે થોડુંઘણું કમ્યુનિટી વર્ક શરુ કરેલું. તેમણે એમણે નક્કી કયુર્ર્ કે હું સ્વીપર્સ કોલોનીના છોકરાઓને મફત ભણાવીશ. છોકરાઓ ભણવા તો આવતા પણ પછી એકાએક આવતા બંધ થઈ જતા. કારણ પૂછતા છોકરાઓ જવાબ આપ્યો: અમારાં માબાપ બેય દૃારુના બંધાણી છે. તેમની પાસે અમને ભણાવવાના પૈસા નથી. વિલ્સનને તેમના માબાપને કહ્યું: તમે દિૃવસરાત દૃારુ પીને જે પૈસા બરબાદૃ કરો છો તે  છોકરાવના ભણતર પાછળ કેમ ખર્ચતા નથી? વાલીઓએ આપ્યો કે ભાઈ, અમારું કામ જ એવું છે કે દૃારુ પીધા વગર થઈ શકતું નથી. વિલ્સન સારી રીતે જાણતા હતા કે તેઓ શું કામ કરે છે, પણ તેમણે ન તો પોતે ક્યારેય આ કામ કર્યું હતું કે નહોતા પોતાનાં માતાપિતા કે ભાઈને આ કામ કરતાં નરી આંખે જોયા હતા.

એક દિૃવસ વિલ્સને જાતે જઈને સ્વીપરોની કામગીરી જોવાનું નક્કી કર્યું. તેમણે જોયું કે કમ્યુનિટી ટોઈલેટ યા તો શુષ્ક શૌચાલયની વાડા જેવા બાંધેલી જગ્યામાં લોકો આવીને મળત્યાગ કરીને જતા રહે છે. પછી સફાઈકામદૃાર સાવરણો લઈને આવે, સૂપડીથી મળ બાલ્દૃીમાં નાખે અને બાલ્દૃી બહાર ખાડામાં ઠાલવી દૃે. સમયાંતરે ટ્રેકટર-ટેન્કર આવે એટલે પેલી ટાંકીમાં જમા થયેલું તમામ હ્મુમન વેસ્ટ  ટેન્કરમાં ટ્રાન્સફર કરવામાં આવે. આખરે મળમૂત્રને શહેરની બહાર સલામત રીતે ડિસ્પોઝ કરી દૃેવામાં આવે. એક સદૃી કરતાં વધારે સમયથી આ સિસ્ટમ સજ્જડ ગોઠવાયેલી હતી.

કલ્પના કરો કે જે વસ્તુ આપણને વાંચવામાં ત્રાસ થાય છે તેને કરવામાં કેટલો ત્રાસ થતો હશે. વિલ્સને જોયું કે એક કર્મચારીની બાલ્દૃી હાથમાંથી છટકીને વિષ્ટા ભરેલી ટાંકીમાં ઊંડે જતી રહી. બાલ્દૃી વગર કામ કેવી રીતે થાય? કર્મચારીએ ઝાઝું વિચાર્યા વિના શર્ટની બાંય ઊંચી ચડાવી એ બન્ને હાથ મળથી છલોછલ ટાંકીમાં નાખીને બાલ્દૃી શોધવા લાગ્યો. બીજા કર્મચારીઓ તેને મદૃદૃ કરવા લાગ્યા. વિલ્સને તેમને રોક્યા: અરે અરે, આ શું કરો છો તમે લોકો? સફાઈકામદૃારો ગુસ્સે થઈ ગયા: તું શું કામ અમારી પાછળ પડ્યો છે? આ જ અમારું કામ છે, અમારું  જીવન છે! આ કામ નહીં કરીએ તો જે બે પૈસા મળશે તે પણ બંધ થઈ જશે. પછી ખાઈશું શું? અમને કોણ બીજું કામ આપવાનું છે? કોણ અમારું સાંભળવાનું છે?


વિલ્સન ઝાટકો ખાઈ ગયા. બીજાઓના મળમૂત્રને ચૂંથવા એ જીવન કેવી રીતે હોઈ શકે? કોઈનું મેલું ઉઠાવવું અમાનવીય અને િંનદૃનીય કામ છે. તેના પર પૂર્ણવિરામ મૂકાવું જ જોઈએ. આ ઘટનાએ વિલ્સનના જીવનને નિશ્ર્ચિત વણાંક આપી દૃીધો. એમણે નક્કી કર્યું કે હું ગામે ગામ ફરીને સફાઈકર્મચારીઓને મળીશ, આ કામ ન કરવા માટે સમજાવીશ અને તેમના ઉત્થાન માટે મારાથી બનતી કોશિશ કરીશ. વિલ્સને પોતાની રીતે સર્વે કર્યો. સફાઈકર્મચારીઓના અને તેમની કામગીરીના ફોટા પાડ્યા. લાગતાવળગતા અધિકારીઓને કાગળો લખવાનુું શરું કર્યું. તત્કાલીન વડાપ્રધાનને પણ પત્ર લખ્યો. કેવી રીતે લખવું તેની ગતાગમ નહોતી તોય સીધીસાદૃી ભાષામાં લખ્યું કે, ‘ડિયર પ્રાઈમ મિનિસ્ટર, અમારે ત્યાં હજુય મેલું ઉપાડવાની પ્રથા ચાલે છે, જે બહુ ખોટું છે. મહેરબાની કરીને તે બંધ કરાવો. લિખિતંગ વિલ્સન. બસ, આટલું જ. સ્થાનિક મુખ્યમંત્રી, અન્ય પ્રધાનોને પત્રો લખ્યા. પ્રેસવાળાઓને ઈન્વોહ્લવ કર્યા. ખાસ્સી ધમાલ મચી ગઈ. આ બધાનું પરિણામ એ આવ્યું કે કેટલાય શુષ્ક શૌચાલયનો કાયદૃેસર રીતે નાશ કરવામાં આવ્યો અને કર્ણાટકના કોલાર ગોલ્ડ ફિલ્ડ્સના ૧૦૭ સફાઈકર્મચારીઓને રિહેબિલિટેટ કરવાની ગતિવિધિ શરુ થઈ ગઈ.

વિલ્સનની યાત્રાની આ શરુઆત હતી. આટલા વર્ષોમાં અનેક ચડાવઉતાર આવ્યા છે, પણ હજુય મંઝિલ આંખ સામે દૃેખાતી નથી. મેલું ઉપાડવા કે ઉપડાવવા વિરુદ્ધ રાષ્ટ્રવ્યાપી કાયદૃો પસાર થઈ ચુક્યો છે તો છતાંય માણસની ગરિમાને હણી નાખતી આ કુપ્રથા ભલે ઓછી માત્રામાં પણ આજેય આપણા દૃેશમાં અસ્તિત્ત્વ ધરાવે છે. કેમ તેના પર સજ્જડ પૂર્ણવિરામ મૂકાતું નથી? ક્ેમ દૃલિતોનો અમુક્ વર્ગ ખુદૃ તેમાંથી બહાર આવવા માગતો નથી? મેલું ઉપાડવાના વાસ્તવની કેટલીક વિચારતા કરી મૂકે, ચોંકાવી દૃે તેવી વાતો હવે પછી જોઈશું, આવતા બુધવારે.

0 0 0

2 comments:

  1. એક દલિત તરીકે આ post બદલ આભાર આપનો

    ReplyDelete