Sunday, June 26, 2016

મલ્ટિપ્લેક્સ : એક વોચમેનની ફ્લ્મિી સફરઃ બિંદીયાથી બચ્ચન સુધી

Sandesh - Sanskar Purti - 26 June 2016


મલ્ટિપ્લેક્સ

જબરી ભેદી છે આ અભિનયક્ષમતા નામની વસ્તુ. તે કયારે, કોનામાં, શા માટે અને શી રીતે પ્રગટી જાય છે એની કયાં કોઈને ખબર પડે છે? પુત્રનાં લક્ષણ પારણામાં દેખાય જ તે કંઈ જરૂરી નથી. જો એમ જ હોત તો ગંદીગોબરી ફ્લ્મિો જોઈને મોટો થયેલો નવાઝુદ્દીન નામનો છોકરો આગળ જતાં અફલાતૂન એક્ટર નહીં પણ કશુંક ભળતું જ બન્યો હોત.




'યુપીના મારા બુધના ગામમાં સિનેમા હૉલના નામે એક પતરાવાળું કચુંપાકું મકાન જ હતું. એમાં ફ્ક્ત સી-ગ્રેડની ફ્લ્મિો લાગતી. 'રંગા ખુશ', 'બિંદીયા ઔર બંદૂક' ને એ ટાઈપનાં ટાઈટલ હોય. કયારેક ટોકીઝવાળા ફ્લ્મિની વચ્ચે પોર્નોગ્રાફીની કિલપ ઘુસાડી દેતા. હું ને મારા દોસ્તારો ટોકીઝની બહાર શો પૂરો થાય એની રાહ જોતા ઊભા રહેતા. લોકો બહાર નીક્ળે એટલે એમને અધીરાઈથી પૂછતાઃ આમાં (નાગડાપૂગડા) સીન-બીન નાખ્યાં છે કેજો નાખ્યાં હોય તો ફ્લ્મિ જોવાની! બસહું આવી બધી ફ્લ્મિો જોઈને મોટો થયો છું! 


આજે ભારતના સર્વશ્રેષ્ઠ અભિનેતાઓમાં જેની ગણના થાય છે એ નવાઝુદ્દીન સિદ્દીકીના આ શબ્દો છે! ખરેખર, જબરી ભેદી છે આ અભિનયક્ષમતા નામની વસ્તુ. તે કયારે, કોનામાં, શા માટે અને શી રીતે પ્રગટી જાય છે એની કયાં કોઈને ખબર પડે છે? પુત્રનાં લક્ષણ પારણામાં દેખાય જ તે કંઈ જરૂરી નથી. જો એમ જ હોત તો આવી ગંદીગોબરી ફ્લ્મિો જોઈને મોટો થયેલો નવાઝુદ્દીન નામનો છોકરો આગળ જતાં કોણ જાણે શું બન્યો હોત. 
જોકે સાવ એવુંય નહોતું કે નવાઝુદ્દીને તરુણાવસ્થામાં ફ્ક્ત ન જોવા જેવી ફ્લ્મિો જ જોઈ છે. એમનાં બુધના ગામથી ચાલીસ ક્લિોમીટરના અંતરે મુઝફ્ફરનગર શહેરમાં સારાં માંહૃાલી રેગ્યુલર હિન્દી ફ્લ્મિો લાગતી. આજની તારીખેય નવાઝુદ્દીનનાં બુઢાં માબાપ દીકરાની ફ્લ્મિ જોવી હોય તો બુધનાથી છેક મુઝફ્ફરનગર સુધી લાંબાં થાય છે. નવાઝના પિતાજી ખેતીકામ કરતા. આજે ય કરે છે. નવાઝુદ્દીનને નાનાં આઠ ભાઈ-બહેનો. કુલ સાત ભાઈઓ, બે બહેનો. જેમતેમ કરીને બધાં ભણ્યાં ખરાં. મારાં ગામમાં ત્રણ જ વસ્તુની બોલબાલા છે - ગેહૂં, ગન્ના અને ગન (ઘઉં, શેરડી અને બંદૂક), નવાઝુદ્દીન સિદ્દીકી એક મુલાકાતમાં ક્હે છે, 'અમારે ત્યાં ગન ક્લ્ચરની બોલબાલા છે. મર્ડર, લૂંટફાટ, ચોરી વગેરે બહુ સામાન્ય વાત ગણાય. વચ્ચે હું એકાદ અઠવાડિયું મારે ગામ ગયેલો. આ સાત દિવસમાં હત્યાના છ ક્સ્સિા બન્યા. આમાંના મોટા ભાગના ક્સ્સિા ઑનર ક્લિીંગના હતા. પોલીસ પણ આવી બાબતોમાં વચ્ચે પડતી નથી. લૉ-એન્ડ-ઓર્ડર જેવું ક્શું છે જ નહીં. આવા માહોલથી બચવા માટે જ મેં ગામ છોડયું હતું.' 
નવાઝુદ્દીન બીએસસી વિથ કેમિસ્ટ્રી કરી રહૃાા હતા. અધવચ્ચેથી વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં શિફ્ટ થયા. ભણતર પૂરું કરીને વડોદરામાં જ એક પેટ્રોકેમિક્લ ક્ંપનીમાં નોકરી કરવા માંડયા. એ જ અરસામાં એમને સમજાવા માંડયું હતું કે આપણે ખોટી લાઈનમાં આવી ગયા છીએ. નવાઝુદ્દીન વડોદરા છોડીને દિલ્હીમાં ચાલ્યા ગયા, પોતાના દોસ્તો પાસે. એક વાર યોગાનુયોગે કોઈ નાટક જોવાનો અવસર ઊભો થયો.
  
'હું તો નાટક જોઈને હું જબરો પ્રભાવિત થઈ ગયો હતો!' તેઓ ક્હે છે, 'જે આંખ સામે, મંચ પર ભજવાતું હતું એ અસલી હતું. ઉલઝન નામનાં એક નાટક્માં મનોજ બાજપાઈ એમાં મુખ્ય ભૂમિકા ભજવતા હતા. ઓડિયન્સ સાથેની એમની જે કેમિસ્ટ્રી બની હતી તે જોઈને હું આભો થઈ ગયો. મનોજ રડે તો ઓડિયન્સ પણ રડે, મનોજ હસે તો ઓડિયન્સ પણ હસે. મને થયું કે આ તો મારું બેટું જબરું છે. સ્ટેજ પર એક્ટિંગ કરવી એ એક્ટર માટે બોડી સ્કેન કરાવવા જેવું છે. ઓડિયન્સ તમારું બધ્ધેબધ્ધું જોઈ શકે છે, ફીલ કરી શકે છે. મંચ પર થતો અભિનય એક ન્યુડ આર્ટ છે. નાટક જોતી વખતે ઓડિયન્સને એક્ટરનું બેક્ગ્રાઉન્ડ શું છે, એ કોણ છે, કયાંથી આવ્યો છે, કોનો દીકરો છે એવી ક્શી જ પરવા હોતી નથી. જેવી એક્ટરની એક્ટિંગ, એવો ઓડિયન્સનો રિસ્પોન્સ. મને જબરદસ્ત ખેંચાણ થયું આ વસ્તુથી.' 
દિલ્હીના પહેલાં છ મહિનામાં નવાઝુદ્દીને સિત્તેર જેટલાં નાટકે જોઈ નાખ્યાં. એમને સમજાઈ ગયું કે મારે લાઈફ્માં આ જ કામ કરવાનું છે - થિયેટરમાં લાઈવ ઓડિયન્સ સામે એકિટંગ! ખબર નહોતી કે પોતે અભિનય કરી શક્શે કે નહી છતાંય એક થિયેટર ગ્રૂપ જોઈન કરી લીધું. શરૂઆત, નેચરલી, બેક્સ્ટેજથી થઈ. ક્લાકારોને ચા-પાણી આપવાના, જગ્યા વાળીચોળીને સાફ્ કરવાની, વગેરે. સ્ટ્રીટ-પ્લે ર્ક્યા. દિલ્હીમાં ટકી રહેવા માટે થોડુંઘણું ક્માવું તો પડે જ. એક જગ્યાએ નાઈટ વોચમેનની નોકરી મળી શકે તેમ હતી. લઈ લીધી. રાતે વોચમેન તરીકે ફરજ બજાવવાની, દિવસે નાટકે કરવાનાં. નાસ્તામાં ચા-બિસ્ક્ટિ, લંચમાં ચા-બિસ્ક્ટિ ને રાતે ડિનરમાં પણ ચા-બિસ્ક્ટિ.  થિયેટરનો ચટકો લાગ્યો હોય એવા લોકો માટે દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ્ ડ્રામા (એનએસડી) અલ્ટિમેટ જગ્યા છે. એનએસડીમાં એડમિશન લેવું અતિ મુશ્કેલ કામ ગણાય છે. ઈવન મનોજ વાજપાઈને ત્રણ-ચાર વાર ટ્રાય ર્ક્યા પછી પણ અહીં એડમિશન નહોતું મળ્યું. સદનસીબે નવાઝુદ્દીનને મળી ગયું. એનએસડીમાં નવાઝુદ્દીન સામે અભિનયની નવી દુનિયા ખૂલી ગઈ. એમને ભાન થયું કે પોતે ઈન્ટેન્સ અને ભારે રોલ પણ કરી શકે છે.  
૧૯૯૬માં એનએસડીમાં કોર્સ પૂરો થઈ ગયા પછી દિલ્હીમાં નાટકે કરવાનું ચાલુ રાખ્યું. દિલ્હીની થિયેટર સરક્ટિ પૈસાના મામલામાં કાયમ ગરીબ રહી છે. દિલ્હીનાં બધું મળીને સાતેક વર્ષ ગાળ્યાં, જેમાંના મોટા ભાગનો સમય કંગાલિયતમાં વીત્યો. આમ છતાંય એક્ટિંગ-બેક્ટિંગના ધખારા છોડીને બીએસસી કેમિસ્ટ્રીની ડિગ્રીના જોરે ચુપચાપ નોકરી કરવાનો વિચાર સુધ્ધાં નહોતો આવતો.
'કરીશ તો એક્ટિંગ જ, નહીં તો ભૂખે મરીશ! પછી વિચાર આવ્યો કે, જો ભૂખે જ મરવાનું હોય તો મુંબઈ જઈને મરું. મુંબઈમાં થિયેટર ઉપરાંત ટીવી છે, સિનેમા છે. મારા જેવાને કયાંક ને કયાંક તો કામ મળી જ જશે.'  
એમ આસાનીથી કામ મળી જતું હોત તો પૂછવું જ શું. પહેલાં દિલ્હીએ સ્ટ્રગલ કરાવી, હવે મુંબઈએ વારો કઢયો. નવાઝુદ્દીને ટીવી સિરિયલોમાં ટ્રાય કરી જોઈ. ટીવી પર એ સમયે એક્તા ક્પૂરની ઝાક્ઝમાળભરી સિરિયલો રાજ કરતી હતી. ગોરા-ચીટ્ટા છોકરાઓ હીરો બનતા (આજની તારીખેય આવા છોકરાઓ જ મેઈન લીડ કરે છે). નવાઝુદ્દીન જેવા અતિ મામૂલી દેખાવવાળા માણસને કોણ ઊભું રાખે? એક વાર નસીબજોગે કયાંક ભિખારીના રોલ માટે એક્ટરની જરૂર પડી, પણ આ રોલ માટે નવાઝુદ્દીનના છ ફૂટ ઊંચા બોડી-બિલ્ડર દોસ્તને સિલેકટ કરવામાં આવ્યો! નવાઝુદ્દીનને સમજાઈ ગયું કે આ હિન્દી સિરિયલોની દુનિયા મારા માટે નથી.  
એમણે ફ્લ્મિો તરફ્ નજર દોડાવી. તેઓ પ્રોડક્શન હાઉસીસની બહાર ચૂપચાપ ઊભા રહે. કામ માગવામાં શરમ આવે એટલે મનોમન પ્રાર્થના કરતા રહે કે કોઈ ડિરેક્ટર-પ્રોડયુસર અહીંથી પસાર થાય ને મારા પર ધ્યાન જાય ને મને સામેથી બોલાવીને કામ આપે! આવું કયારેય બન્યું નહીં. હા, એક વાર આશા જરૂર બંધાઈ હતી. એ જમાનામાં નવાઝુદ્દીનને મોબાઈલ ફોન પરવડતો નહીં એટલે પેજર રાખતા. એક વાર તેઓ બસમાં ક્શેક જઈ રહૃાા હતા ત્યારે પેજર પર મેસેજ આવ્યોઃ પ્લીઝ કોલ ઈમિડીએટલી. મેસેજ મોક્લનારનું નામ હતુંં, સુભાષ ઘાઈ! નવાઝુદ્દીન રોમાંચિત થઈ ગયા. બસમાંથી ઉતરીને એસટીડી-પીસીઓનું બૂથ શોધ્યું એટલી વારમાં તો મનમાં હજાર જાતનાં સપનાં જોઈ નાખ્યાં. ધડક્તા હૃદયે ફોન ર્ક્યો. સામેના છેડે એમનો જ કોઈ ટિખળી દોસ્ત નીક્ળ્યો. નવાઝુદ્દીનની ટાંગ ખેંચવા માટે એણે પેલો ખોટેખોટો મેસેજ મોક્લ્યો હતો. નવાઝુદ્દીનનું દિલ તૂટી ગયું. 

આવા અપમાનજનક સમયમાં પણ નવાઝુદ્દીનને પાછા ઉત્તરપ્રદેશ વતન ભાગી જવાનું મન થતું નહોતું. કેવી રીતે થાય? ત્યાં દોસ્તારો-સગાસંબંધીઓ મેણાંટોણાં મારવા માટે તૈયાર જ બેઠા હતાઃ ચલા મુરારિ હીરો બનને... આવ્યો મોટો હીરો બનવાવાળો! હવે તો વટનો સવાલ હતો. સ્ટ્રગલ ચાલુ રહી. જો માણસમાં ખરેખર દમ હોય તો સંઘર્ષ એને તોડી શક્તો નથી, બલકે એને મજબૂત બનાવી દે છે. નવાઝુદ્દીનના ક્સ્સિામાં પણ એવું જ બન્યું. ધીમે ધીમે ફ્લ્મિોમાં ટોળાનાં સીનમાં ઊભા રહેવાનો ચાન્સ મળવા લાગ્યો. કયારેક પાસિંગ શોટ (હીરો-હીરોઈનની આસપાસ પસાર થતા લોકો તરીકે)માં કેમેરા સામે આવવાની તક મળતી. ક્રમશઃ સમયગાળો વધતો ગયો. 'સરફરોશ' (૧૯૯૯)માં ૪૦ સેક્ન્ડનો રોલ મળ્યો. મનોજ બાજપાઈની 'શૂલ' (૧૯૯૯)માં ટચુક્ડો વેઈટરનો રોલ મળ્યો. 'મુન્નાભાઈ એમબીબીએસ' (૨૦૦૩)માં પાકીટમારનો એકાદ મિનિટનો રોલ મળ્યો.  
એક વાર રામગોપાલ વર્માની 'સત્યા'ના સેટ પર ફ્લ્મિના લેખક અનુરાગ ક્શ્યપ સાથે ભેટો થઈ ગયો. અનુરાગ ખુદ એ વખતે ફ્લ્મિ ડિરેક્ટર તરીકે બ્રેક મેળવવા માટે સ્ટ્રગલ કરી રહૃાા હતા. નવાઝુદ્દીનનો 'સરફરોશ'વાળો સીન એમને યાદ હતો. નવાઝુદ્દીને એમની સામે પોતાનાં કોઈ નાટક્નો એકાદ સીન ભજવી બતાવ્યો. પ્રભાવિત થયેલા અનુરાગે ક્હૃાું: દોસ્ત, મારી ફ્લ્મિનો મેળ પડશે તો હું ચોક્કસ તને કામ આપીશ. અનુરાગે વચન પાળી બતાવ્યું. એમણે 'બ્લેક ફ્રાઈડે' (૨૦૦૭) બનાવી ત્યારે નવાઝુદ્દીનને વ્યવસ્થિત રોલ આપ્યો. નવાઝુદ્દીનનો આ પહેલો પ્રોપર રોલ. ક્મનસીબે આ ફ્લ્મિ બૅન થઈ ગઈ.  
પણ આ એ સમયગાળો હતો જ્યારે હિન્દી સિનેમા કરવટ બદલી રહી હતી. મલ્ટિપ્લેકસ ક્લ્ચરને કારણે અલગ સેન્સિબિલિટીવાળા ડિરેક્ટરો વેગળા પ્રકરની સ્મોલ બજેટ ફ્લ્મિો બનાવી શક્તા હતા. નવાઝુદ્દીનને આ પરિવર્તન ભરપૂર લાભ મળ્યો. એમણે 'પતંગ' અને 'મિસ લવલી' જેવી આર્ટહાઉસ ફ્લ્મિો કરી જે ફ્લ્મિ ફેસ્ટિવલ સરક્ટિમાં ખૂબ વખણાઈ. રેગ્યુલર પ્રેક્ષકેએ નવાઝુદ્દીનને વ્યવસ્થિત રીતે પહેલી વાર જોતા 'પિપલી લાઈવ' (૨૦૦૯)માં. ત્યાર બાદ યશરાજ બેનરની 'ન્યુ યોર્ક' (૨૦૦૯) આવી, વિદ્યા બાલનવાળી 'ક્હાની' (૨૦૧૧) આવી. આ સિવાય પણ બીજી ઘણી ફ્લ્મિો આવી. બોલિવૂડમાં નવાઝુદ્દીનની ઓળખ બનવા લાગી. ઓડિયન્સ એમને નામથી ને ચહેરાથી ઓળખવા લાગ્યા. ૨૦૧૧-'૧૨માં આવેલી અનુરાગ ક્શ્યપના 'ગેંગ્સ ઓફ્ વાસેપુર'ના બન્ને ભાગથી સમજોને કે નવાઝુદ્દીન સિદ્દીકી બોલિવૂડમાં સજ્જડ રીતે પ્રસ્થાપિત થઈ ગયા.  
નવાઝુદ્દીનનો આશ્ચર્યકારક વિજય તો ત્યારે થયો ગણાય જ્યારે સલમાન ખાનની 'કિક' (૨૦૧૪) જેવી મેઈનસ્ટ્રીમ મસાલા ફ્લ્મિમાં એમને વિલનનો રોલ મળ્યો. એ જ વર્ષે આવેલી 'બદલાપુર' અને 'બજરંગી ભાઈજાન' જેવી બ્રિલિયન્ટ અને હિટ ફ્લ્મિોમાં નવાઝુદ્દીનનાં મસ્ત પર્ફોર્મન્સ જોઈને ઓડિયન્સ નવેસરથી એમના પ્રેમમાં પડયું. એક જમાનામાં જેમની ફ્લ્મિનાં પોસ્ટરો જોઈને ફેન્ટસીની દુનિયામાં ખોવાઈ જતા હતા એવા અમિતાભ બચ્ચનની 'તીન' (૨૦૧૬)માં એમને સમક્ક્ષ રોલ મળ્યો. ગયા શુક્રવારે રિલીઝ થયેલી અનુરાગ ક્શ્યપની 'રામન રાઘવ ૨.૦'માં નવાઝુદ્દીન ટાઈટલ રોલ નિભાવે છે. હવે પછી શાહરૂખ ખાન સાથે 'રઈસ'માં દેખાશે,ઓલરેડી વિવાદમાં ઘેરાઈ ચૂકેલી અને ગુજરાતની પૃષ્ઠભૂમિ ધરાવતી 'હરામખોર' નામની ફ્લ્મિમાં ટીનએજ ક્ન્યા સાથે અનૈતિક સંબંધ બાંધનારા ટીચરના રોલમાં દેખાશે. આજે નવાઝુદ્દીન સિદ્દીકી જાહેરાતોમાં દેખાય છે, બ્રાન્ડ એન્ડર્સોમેન્ટ કરે છે. જેનું નાટક જોઈને એકટર બનવાની પ્રેરણા મળી હતી એવા મનોજ બાજપાઈ કરતાં ય આજે નવાઝુદ્દીન સિદ્દીકી આજે આગળ નીક્ળી ગયા હોય તેવી છાપ ઊભી થાય છે.  
નવાઝુદ્દીન સિદ્દીકી ક્હે છે, 'ફ્લ્મિોમાં મને કંઈ રાતોરાત સફ્ળતા મળી નથી. મને કંઈ લોટરી લાગી નથી. અત્યારે જ્યાં છું ત્યાં પહોંચવા માટે મેં ખૂબ ભોગ આપ્યો છે ને પાર વગરના રિજેક્શન સહ્યા છે. ક્દાચ હું ખુદ સફ્ળતા માટે તૈયાર નહોતો. મને આખી ગેમ ધીમે ધીમે સમજાઈ છે, પણ ત્યાં સુધીમાં વર્ષો વીતી ગયાં હતાં.'
ખેર, આજે નવાઝુદ્દિન સિદ્દીકીની ગાડી ટોપ ગિયરમાં દોડી રહી છે. આવનારાં ઘણાં વર્ષો સુધી એમની ગાડી ધીમી પડે એવા આસાર નથી.
0 0 0 

Sunday, June 19, 2016

મલ્ટિપ્લેક્સ: 'શાંત થા, નીરવ.... થઈ જશે!'

Sandesh - Sanskar Purti - 19 June 2016

મલ્ટિપ્લેક્સ

ફિલ્મમેકર બનવા માટે કોઈ સારી ફિલ્મ ઈન્સ્ટિટ્યુટમાં એડમિશન લઈને કોર્સ કરવાનું કે કોઈના આસિસ્ટન્ટ ડિરેક્ટર બનીને અનુભવ મેળવવાનું સારું જ છે, પણ ફરજિયાત નથી. જો ભયાનક ગાંડપણ હોય, પ્રતિભા હોય, થાક્યા વગર મહેનત કરી શકવાની ક્ષમતા હોય અને આત્મવિશ્ર્વાસની કમી ન હોય તો ફિલ્મો જોઈજોઈને તેમજ અેકલવ્યની જેમ એકલા-એકલા અભ્યાસ કરીને સારા ફિલ્મમેકર બની શકાય છે. આજકાલ તરખાટ મચાવી રહેલી 'થઈ જશે!' ફિલ્મના રાઈટર-ડિરેક્ટર નીરવ બારોટના કિસ્સા પરથી આ વાત ફરી એક વાર સાબિત થઈ છે.   





'ઈ જશે!ફ્લ્મિના વખાણ સાંભળીને તમારા મનમાં કુતૂહલ કૂદાકૂદ કરવા લાગ્યું છે એટલે તેને શાંત કરવા સૌથી પહેલાં તો કાંદિવલીના 'મિલાપથિયેટરમાં જાઓ છો. હાઉસફુલ. ત્યાંથી મુંબઈના ગાંડા ટ્રાફ્ક્મિાં જેમતેમ રસ્તો કરતાં કરતાં તમે મલાડના મૂવીટાઈમ મલ્ટિપ્લેકસ પહોંચો છો. હાઉસફુલ. ફાયનલીતમે ગોરેગાંવમાં આવેલા 'ધ હબમલ્ટિપ્લેકસમાં અતિ લેટનાઈટ શોની ટિક્ટિ ઓનલાઈન બુક કરો છો. આ ઓડિટોરિયમ પણ ઓલમોસ્ટ હાઉસફુલ થવાની અણી પર છે. જોકે ટિક્ટિ મળી ગઈ એટલે તમારાં જીવને નિરાંત થાય છે. તમને થાય કે મારું બેટું આ તો જબરું છેએક ફ્લ્મિ જોવા માટે આટલી બધી સ્ટ્રગલ ક્રવાનીથિયેટરે-થિયેટરે ભટક્વાનું?


ખેર. 'થઈ જશે!'નો શો પૂરો થયા પછી મધરાતે દોઢેક વાગે ઘરે પહોંચો છો ત્યારે તમારા મનમાં સંતોષ છવાયેલો હોય છે. આ એવો કિંમતી સંતોષ છે જે બહુ ગાજેલી હિન્દી ફ્લ્મિો કે ઈવન અંગ્રેજી ફ્લ્મિોમાંથી પણ દર વખતે મળતો નથી. 

શું છે 'થઈ જશે!'માં? 
જેતપુરથી આવેલો એક યુવાન અમદાવાદમાં ભણીગણીને જોબ કરી રહૃાો છે. એને હવે અમદાવાદમાં ઠરીઠામ થવું છે. એ કંઈકેટલાય ફ્લેટ્સ જુએ છે, બેન્ક્ની હોમલોન માટે પાગલની જેમ ધક્કા ખાય છે, ગમે તેમ કરીને પૈસાનો મેળ કરે છે, અણધારી મુસીબતોને કારણે લગભગ ભાંગી પડવાની ધાર સુધી પહોંચી જાય છે પણ છેલ્લે સ્વાભિમાનપૂર્વક ખુદના આશિયાનામાં શિફ્ટ થાય છે. બસ, આટલી જ વાત. સાદી અને સીધી. પણ આ સ્ટોરી આઈડિયા જ ફ્લ્મિનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ પૂરવાર થયો છે. આપણામાંના મોટા ભાગના લોકોએ આ સંઘર્ષ કાં તો ખુદ ર્ક્યો છે અથવા સંઘર્ષના સાક્ષી બન્યા છે. તેથી ઓડિયન્સનું ફ્લ્મિનાં ક્થાનક સાથે ત્વરિત અને મજબૂત સંધાન થઈ જાય છે. અડધી બાજી તો ત્યાં જ જીતાઈ જાય છે. બાકીની ક્સર આત્મવિશ્વાસભર્યું ડિરેક્શન, અસરકરક્ પર્ફોર્મન્સિસ, અફ્લાતૂન સિનેમેટોગ્રાફી અને મજાનાં ગીતો પૂરી કરે છે.
વેેલ, 'થઈ જશે!' કંઈ બત્રીસ-લક્ષણી કે પરફેકટ ફ્લ્મિ નથી. આપણે આના કરતાં બહેતર સ્ક્રીનપ્લેવાળી અને વધારે સ્મૂધ ગતિથી વહેતી અર્બન ગુજરાતી ફ્લ્મિો માણી ચુકયા છીએ, ભલે, પણ 'થઈ જશે!' એટલી દમદાર તો છે જ કે છેલ્લાં ચાર વર્ષથી ગુજરાતી સિનેમાનો જે ન્યુ વેવ શરૃ થયો છે તેની ટોપ-ફઈવ યા ટોપ-સેવન ફ્લ્મિોની સૂચિમાં હકથી બેસી શકે.     
ફ્લ્મિના નાયકની જેમ ફ્લ્મિના રાઈટર-ડિરેકટર નીરવ બારોટ પણ જેતપુરથી અમદાવાદ આવ્યા હતા, વર્ષો સુધી ભાડાનાં ઘરમાં રહૃાા હતા અને પછી ઘરનું ઘર ખરીદીને ઠરીઠામ થયા છે. ફ્લ્મિમેકર જ્યારે પોતાની ફ્લ્મિમાં આત્મક્થાના ટુક્ડા મુકે છે ત્યારે આખી વાત વધારે આત્મીય અને પ્રામાણિક બની જતી હોય છે.

'મને પહેલેથી જ અમદાવાદનું બહુ એટ્રેકશન,' નીરવ બારોટ શરુઆત કરે છે, 'મારું આખું સર્કલ જેતપુરમાં છે, પણ મારે ત્યાં તો નહોતું જ રહેવું. કોલેજના છ મહિના કરીને પંદર વર્ષ પહેલાં હું અમદાવાદ આવી ગયો. આગળનું ભણવાનું કોરસ્પોન્ડન્સથી ચાલુ રાખ્યું, પણ બીકોમની ડિગ્રી તો ન જ મેળવી શકયો. મારે ફ્લ્મિલાઈનમાં જવું છે, સ્ટોરીટેલર બનવું છે, વાર્તાઓ ક્હેવી છે એવી સભાનતા મારામાં નાની ઉંમરથી આવી ગઈ હતી.'
સહેજે સવાલ થાય કે માણસને ફ્લ્મિલાઈનમાં આગળ વધવું હોય તો એ મુંબઈ જાય, અમદાવાદ શા માટે જાય? અને તે પણ પંદર વર્ષ પહેલાંના અમદાવાદમાં?
'આનું કારણ મારા રાજુમામા છે - રાજુ બારોટ,' નીરવ ક્હે છે, 'તેઓ લોક્ક્લાકાર હતા. બહુ હેન્ડસમ માણસ. એમને કોઈ ગુજરાતી ફ્લ્મિમાં હીરોના રોલની ઓફર થયેલી. હું એમની સાથે શૂટિંગમાં જતો. મને બહુ મજા આવતી આખી પ્રોસેસ જોવામાં. ૨૦૦૨-'૦૩ની આ વાત. એ વખતે હું હોઈશ બાવીસેક વર્ષનો. તે ફ્લ્મિ તો ખેર, કેઈ કારણસર રિલીઝ ન થઈ શકી. પછી મારા મામાનું હાર્ટએટેક્થી અણધાર્યું અવસાન થઈ ગયું. માંડ પાંત્રીસ વર્ષની ઉંમર હતી. એમના મૃત્યુએ અમને હચમચાવી મૂકયા હતા.'
નીરવનાં નિશામામી - નિશા બારોટ - ગુજરાતી ફ્લ્મિોના પ્લેબેક સિંગર છે. પોતાની ફ્લ્મિોનાં પ્રિમીયરમાં તેઓ નીરવને સાથે લઈ જાય. મોટા ભાગની ફ્લ્મિોમાં નીરવને ખાસ મજા ન પડતી. અસંતોષ રહી જતો. એમને થયા કરે કે ગુજરાતી ફ્લ્મિોની સ્થિતિ બદલાવી જોઈએ, ગણવત્તાનું સ્તર ઊંચકાવું જોઈએ. નિશા બારોટની ભલામણથી એમને હિતેનકુમારની  'ભડનો દીકરો' નામની ફ્લ્મિમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરવાનો નીરવને મોકો મળ્યો. ડિરેક્ટર હતા, હિતુ પટેલ. એક ફ્લ્મિ શી રીતે બને છે તેની સૌથી પહેલી વાર પ્રેક્ટિક્લ સમજણ નીરવને આ અનુભવ પરથી મળી. 

'એ વર્ષોમાં હું મારા ત્રણ દોસ્તારો સાથે એલડી એન્જિનિયરિંગ કોલેજ નજીક્ આવેલા શેફાલી નામના અપાર્ટમેન્ટમાં રહેતો,' નીરવ બારોટ કહે છે, 'દોસ્તારો ભણતા ને હું કોલ સેન્ટરમાં જોબ કરતો. ચાર-પાંચ હજારના પગારથી શરુઆત કરી હતી. ઘરની આર્થિક્ હાલત ખાસ ઠીક નહોતી એટલે ઘરે પૈસા પણ મોક્લતો. ખૂબ સ્ટ્રગલ કરી છે. એક્ ચોક્કસ કોલ સેન્ટરમાં જોબ લેવાનું કારણ એ હતું કે ત્યાં રાતે ર્ક્મચારીઓને જમાડવામાં આવતા. પાણીમાં બોળી બોળીને બિસ્ક્ટિ ખાધા હોય એવા દિવસો ય કાઢયા છે. જોકે પરિવારમાં કોઈને હું મારી તંગ પરિસ્થિતિનો ભાસ સુદ્ધાં ન થવા દેતો.'
ઈર્મ્ફ્મેશન ટેક્નોલોજીનાં ક્ષેત્રમાં પ્રવેશ આ જ તબક્કે થયો. મિત્રો પાસેથી એસઈઓ (સર્ચ એન્જિન ઓપ્ટિમાઈઝેશન)ની આંટીઘૂંટી શીખીને નીરવ એક ક્ંપનીમાં એકિઝકયુટિવ તરીકે જોડાયા. દીકરો હવે સારું ક્માવા લાગ્યો હતો એટલે મા-બાપે અમદાવાદમાં વસતા જ્ઞાાતિના એક સુખી પરિવારની એમબીએ થયેલી ક્ન્યા સાથે એમની સગાઈ કરી.  
'મેં સેજલને ક્હેલું કે આજે ભલે હું આઈટી ઈન્ડસ્ટ્રીમાં રહૃાો, પણ મારું સપનું તો ફ્લ્મિો બનાવવાનું છે. સેજલને તેની સામે કેઈ જ વિરોધ નહોતો.'
સગાઈ પછી, ૨૦૦૯-'૧૦માં હું રાજુ બારોટના 'હા, મેં તને ચાહી છે જિંદગી' નામના નાટક માટે બેક્સ્ટેજ ર્ક્યુંં. 'ભડનો દીકરો' ફ્લ્મિના ડિરેકટરને આસિસ્ટ  કરવા અને એક નાટક્નું બેકસ્ટેજ કરવું - અભિનયના ક્ષેત્રનો નીરવનો આટલો જ ર્ફ્સ્ટહેન્ડ અનુભવ. પદ્ધતિસરની તાલીમ માટે પુનાની ફ્લ્મિ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટયુટ ઓફ્ ઈન્ડિયા (એફ્ટીઆઈઆઈ)માં એડમિશન લેવાની ઈચ્છા હતી, પણ ગ્રેજ્યુએશનની ડિગ્રી નહોતી એટલે તે શકય નહોતું. હવે એક જ વિક્લ્પ બચતો હતો - સેલ્ફ્સ્ટડી.

'ફ્લ્મિમેકિંગને લગતું જે કંઈ સાહિત્ય અને વિડીયો ઓનલાઈન અવેલેબલ હતાં તે બધું મેં ધ્યાનપૂર્વક્ વાંચવાનું-જોવાનું શરુ ર્ક્યું,' નીરવ ક્હે છે, 'દેશવિદેશની ફ્લ્મિો જોવાની ચાલુ કરી. તમે માનશો, અમુક્ ફ્લ્મિો મેં ચાલીસ-પચાસ વાર જોઈ છે, એક સ્ટુડન્ટની જેમ! રાઈટર-ડિરેકટરે કઈ રીતે સ્ક્રિપ્ટિંગ ર્ક્યું હશે, અમુક વાત અમુક જ રીતે મૂક્વા પાછળ એમની શી થોટ-પ્રોસેસ હશે, અમુક જ એંગલથી શોટ શા માટે લીધો હશે વગેરે જેવા ક્ંઈકેટલાય પ્રશ્નોના જવાબ હું મારી રીતે શોધવાની કેશિશ કરતો. મારી ડાયરીમાં નોટ્સ ટપકાવતો જતો ને પછી નવી સમજણ સાથે ફ્લ્મિ નવેસરથી જોતો. મેં જોયું કે રાજકુમાર હિરાણી, ઈમ્યિયાઝ અલી, સ્ટીવન સ્પિલબર્ગ જેવા ફ્લ્મિમેર્ક્સ પેશનેટ લોકો છે, ફ્લ્મિો બનાવવાનું ઝનૂન એમની ભીતરથી પેદા થયું છે. ઈમ્તિયાઝ કે સ્પિલબર્ગ કયારેય ફ્લ્મિ-સ્કૂલમાં ભણ્યા નથી. મને થયું કે જેમ હું સર્ચ એન્જિન ઓપ્ટિમાઈઝેશનનું કામ વગર ડિગ્રીએ શીખી ગયો હતો એમ ફ્લ્મિો બનાવતાં પણ શીખી જ જઈશ.'
દરમિયાન લગ્ન થયાં. ૨૦૧૧ના અંતમાં અમદાવાદમાં પોતાનું ઘરનું ઘર ખરીદ્યું. કાર ખરીદી. 'થઈ જશે!'નાં માબાપ મનોજ જોશી અને કુમકુમ દાસની માફ્ક્ નીરવનાં મમ્મી-પપ્પા પણ ઓલરેડી અમદાવાદ આવીને ત્રણચાર વર્ષ ભાડાનાં ઘરમાં રહી ચુકયાં હતાં. ઘર ખરીદતી વખતે એજન્ટો, મકાનમાલિકે, બિલ્ડરો, હોમલોન આપતી બેન્કો વગેરેના જે જાતજાતના અનુભવો સૌને થતા હોય છે તે નીરવને પણ થયા. દોસ્તોની ઘર-ખરીદીના અનુભવો પણ હાથવગા હતા. તેના આધારે ૨૦૧૨ની શરુઆતમાં નીરવે ફ્લ્મિ લખવાની શરુ કરી. ટાઈટલ આપ્યું, 'ઘરનું ઘર'. અડધે પહોંચ્યા પછી બીજું ટાઈટલ આપ્યું - 'ધરતીનો છેડો'. સ્ક્રીનપ્લે લખતાં પહેલાં નીરવે ઝીણી ઝીણી ડિટેલિંગ સાથે બસ્સો-અઢીસો પાનાંની નવલક્થા જેવું લખી નાખ્યું હતું. અગાઉ પર્સનલ ડાયરીમાં તેઓ કયારેક્ કવિતા જેવું લખતા. એમ તો સ્વર્ગસ્થ રાજુમામાની જીવનક્થા લખવાનું પણ શરુ કરેલું. લેખનક્રિયાનો નીરવને આટલો જ અનુભવ. 

'લખવાના મામલામાં હું બહુ ખરાબ છું!' નીરવ હસે છે, 'સ્ક્રિપ્ટ લખતો હતો ત્યારે કેટલીય વાર એવું બનતું કે સીનમાં શું ક્હેવું છે તે ખબર હોય, પણ સીનને ક્ઈ રીતે ક્રેક કરવો ને કાગળ પર ઊતારવો તે ન સમજાય. દિમાગ આઈડિયાઝથી ફાટ-ફાટ થતું હોય પણ સીનનું લખાણ જામે જ નહીં. આવું થાય એટલે હું રીતસર માથાં પછાડું, દીવાલ પર મુક્કા મારવા લાગું. પછી અરીસા સામે ઊભો રહીને ખુદને શાંત કરવાની કેશિશ કરું અને મારી જાત સાથે વાતો કરું કે, 'ભાઈ નીરવ, ટાઢો પડ. શું કામ આટલો અધીરો થાય છે? જરા નિરાંત રાખ અને શાંતિથી વિચાર. બધું થઈ જશે.' આમ કરવાથી મન ખરેખર શાંત થાય. હું પાછો લખવા બેસી જાઉં. મેં જોયું કે એવાં કેટલાંય સીન હતાં જેના એન્ડમાં 'થઈ જશે'વાળી ફીલિંગ રીપીટ થયા કરતી હતી. મને થયું કે બોસ, આ 'થઈ જશે'વાળી વાતમાં સોલિડ દમ છે. ગજબની પોઝિટિવિટી મળે છે આ બે શબ્દોમાંથી. મેં કાગળ પર 'થઈ જશે!' શબ્દો લખીને મોબાઈલથી એનો ફોટો પાડી લીધો. મેં અગાઉ વિચારી રાખેલાં બન્ને ટાઈટલ આમેય ખાસ ગમતાં નહોતાં. મને થયું કે યેસઆ જ તો છે મારી ફ્લ્મિનું પરફેકટ ટાઈટલ - 'થઈ જશે!''   
નીરવને માત્ર ટાઈટલ જ નહીં, પરંતુ ફ્લ્મિની સેન્ટ્રલ થીમ પણ મળી ગઈ. લેખન જેવી ક્રિયેટિવ પ્રોસેસમાં આગળ વધવાનું સૂઝતું ન હોય ત્યારે જો અણીના સમયે યોગ્ય ચાવી જડી જાય તો આખી દિશા ખૂલી જતી હોય છે. 'થઈ જશે' શબ્દપ્રયોગમાં જાણે ફ્લ્મિનું આખું સ્ટ્રકચર છૂપાયેલું હતું.
દરમિયાન જૂન, ૨૦૧૨માં અભિષેક જૈનની 'કેવી રીતે જઈશ?' રિલીઝ થઈ. નીરવ તો આ ફ્લ્મિનું ટ્રેલર જોઈને જ પુલિક્ત થઈ ગયેલા. એમને થયું કે પોતે ગુજરાતી સિનેમાની જે ગુણવત્તાનું સપનું જુએ છે તે આ જ તો છે! નીરવ ક્હે છે, 'જાણે હું ય 'કેવી રીતે જઈશ?'નો ટીમ-મેમ્બર હોઉં રીતે મેં જોરશોરથી ફ્લ્મિને પ્રમોટ કરવા માંડી હતી! એક્ મૉલમાં ફ્લ્મિના મ્યુઝિક્ લોન્ચ વખતે બીજા કેટલાય ચાહકોની જેમ અભિષેક જૈનને મળેલો પણ ખરો. એમની આ પહેલી ફ્લ્મિે ગુજરાતી સિનેમામાં એક માહોલ બનાવી નાખ્યો.'
બીજો તીવ્ર પ્રભાવ પાડયો વિજયગિરિ ગોસ્વામીની 'પ્રેમજી' ફ્લ્મિના અનુભવે. નીરવ ક્હે છે, 'હું આ ફ્લ્મિના માર્કેટિંગ સાથે સંક્ળાયેલો હતો. વિજયની ધગશ જોઈને, જે રીતે એણે સારી ક્માણી છોડીને ફ્લ્મિમેકર બનવાનું  રિસ્ક લીધું હતું તે જોઈને મને સોલિડ ધક્કો લાગ્યો. મેં વિચારી લીધું કે બસ, હવે ગમે તે થાય, 'થઈ જશે!' તો હું બનાવીને જ રહીશ.
Nirva Barot with Malhar Thakar and Monal Gajjar 

એક લાખના પગારવાળી જોબ છોડવાનો નિર્ણય લેવો સહેલો ન જ હોય. અત્યાર સુધી રાતોની રાતો જાગીને ઓફ્સિની બહાર, કારમાં, સોસાયટીના ગાર્ડનમાં ખોળામાં લેપટોપ લઈને લખ-લખ-લખ ર્ક્યું હતું, પણ હવે ચોવીસે ક્લાક ફ્લ્મિ માટે ફાળવવાનો સમય આવી ગયો હતો. ઓકટોબર ૨૦૧૫માં આઈટી ઈન્ડસ્ટ્રીને અલવિદા ક્હીને ફ્લ્મિની ટીમ બનાવવાની શરુઆત કરી. મનોજ જોશી જેવા સિનિયર એકટર સ્ક્રિપ્ટનું નરેશન સાંભળીને ક્ન્વિન્સ થઈ ગયા. પ્રોડયુસર અજય પટેલ મેદાનમાં ઉતર્યા. જય ભટ્ટે સ્ક્રીનપ્લેને વધારે સુરેખ બનાવ્યો. પ્રયાગ દવેએ સંવાદો લખ્યા. 'છેલ્લો દિવસ' પછી હોટ-એન્ડ-હેપનિંગ બની ગયેલા મલ્હાર ઠાકરને હીરો તરીકે કાસ્ટ કરવામાં આવ્યા. દક્ષિણમાં ઓલરેડી સાતઆઠ ફ્લ્મિોની હિરોઈન બની ચુકેલાં સુપર કયુટ મોનલ ગજ્જર નાયિક બન્યાં. તપન વ્યાસે  સિનેમેટોગ્રાફી સંભાળી. હેમાંગ ધોળક્યિાએ સંગીત આપ્યું. જુદા જુદા ૪૮ લોકેશન પર ૩૧ દિવસમાં ભરપૂર આત્મવિશ્વાસ સાથે ફ્લ્મિ શૂટ થઈ. નીરવ પંચાલે તે એડિટ કરી. ત્રીજી જૂને રિલીઝ થઈ અને રિઝલ્ટ આપણી સામે છે.
'મને હજુ માન્યામાં નથી આવતું કે મેં ખરેખર ફ્લ્મિ બનાવી નાખી છે ને થિયેટરોમાં તે હાઉસફુલ જઈ રહી છે!' નીરવ સમાપન ક્રે છે, 'બસ, હવે બિઝનેસ બ્રેક-ઈવન પર પહોંચે ને પ્રોડયુસરનો ખર્ચ રિક્વર થઈ જાય એટલે ગંગા નાહૃાા.'
થઈ જશે, નીરવ બારોટ, આ પણ થઈ જશે! ટચવૂડ.
0 0 0 

Wednesday, June 15, 2016

ટેક ઓફ : ઉડતા ફૂટબોલ : પંજાબનાં એક ગામે ડ્રગ્ઝના દૈત્યનો મુકાબલો શી રીતે કર્યો?

Sandesh - Ardh Saptahik Purti - 15 June 2016
ટેક ઓફ 
 સાદો સિદ્ધાંત છેઃ જુવાનિયાઓમાં સ્પોર્ટ્સનાં માધ્યમ દ્વારા એટલું પેશન, આત્મસન્માન તેમજ વિશ્વાસ જગાવી દો કે તેમને બીજા કોઈ નશાનો વિચાર જ ન આવે. ધારો કે તેમને કોઈ બંધાણનો ચસકો લાગી ચૂકયો હોય તોય એમાંથી ધીમે ધીમે તેમાંથી બહાર આવતા જાય. યુવાનોને ડ્રગ્ઝના દૂષણથી બચાવવા માટે પંજાબના રુરકા કલાન નામનાં ગામે સ્પોર્ટ્સનો સફળ ઉપયોગ કરી જાણ્યો છે.



'ઉડતા પંજાબ' ફિલ્મ કેટલાય દિવસોથી ચર્ચામાં છે. નશીલી દવા યા ડ્રગ્ઝની સમસ્યા નવેસરથી એકદમ પ્રકાશમાં આવી છે. આ સંદર્ભમાં પંજાબના જલંધર જિલ્લામાં આવેલા રુરકા કલામ નામનાં નાનકડાં ગામની વાત કરવી છે.
વર્ષ હશે ૧૯૯૭નું. બાવીસ વર્ષનો ગુરુમંગલદાસ સોની નામનો એક સ્થાનિક જુવાનિયો તાજો તાજો ઈલેક્ટ્રોનિકસ એન્જિનિયર બન્યો હતો. એને હજુ આગળ ભણવાની હોંશ હતી. સદભાગ્યે એને અમેરિકાની મિશિગન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં એડમિશન પણ મળી ગયું હતું. આ ઉંમરે જુવાનિયાઓ જોતાં હોય એવાં બધાં સપનાં એ પણ જોઈ રહ્યો હતો. એયને અમેરિકાની ડિગ્રી લઈને ત્યાં જ સેટલ થઈ જઈશ, તગડા પગારવાળી જોબ હશે, વૈભવી લાઈફસ્ટાઈલ હશે, લાઈફ મસ્ત સેટ થઈ જશે. એના મનમાં એવું ય હતું કે અમેરિકાથી પિતાજીને પૈસા મોકલતો રહીશ. પિતાજી એમાંથી પરિવાર માટે અને ગામના કલ્યાણ માટે પૈસા ખર્ચતા રહેશે.
પ્લાન સરળ અને મજાનો હતો, પણ ગુરુમંગલદાસે છેલ્લી ઘડીએ અમેરિકા જવાનું માંડી વાળ્યું. એણે જોયું કે વતનને એના પૈસાની નહીં, પણ પરસેવાની, શારીરિક હાજરીની અને દ્રષ્ટિની વધારે જરૂર છે. ગુરુમંગલદાસનું મન બદલી જવાનું કારણ ગામના જુવાનિયા હતા. તેઓ નશીલી દવાના બંધાણી થઈ ચૂક્યા હતા. તેમની હાલત બદથી બદતર થઈ રહી હતી. ખાસ કરીને ગામના ખેતમજૂરોના સંતાનો નશીલી દવાઓના બહુ જલદી શિકાર બની રહ્યા હતા. આખા પંજાબની આ હાલત હતી. પંજાબનો યુવાવર્ગનો થથરી જવાય એવડો તોતિંગ હિસ્સો વત્તેઓછે અંશે ડ્રગ્ઝની લપેટમાં આવી ચૂક્યો હતો. આમાં ગરીબથી લઈને તવંગર સુધીના બધા આવી ગયા. ડ્રગ્ઝને કારણે થતાં મૃત્યુનું પ્રમાણ ભયજનક રીતે વધી ગયું હતું. એક અહેવાલ પ્રમાણે આજે ય આખા દેશની એવરેજની તુલનામાં પંજાબમાં નશીલી દવાનો  વપરાશ નવ ગણો વધારે છે. પંજાબની સરહદ નશીલી દવાઓનું સૌથી મહત્ત્વનું એન્ટ્રી પોઈન્ટ ગણાય છે. પાકિસ્તાનમાંથી ઘુસાડવામાં આવતી ડ્રગ્ઝ વાયા પંજાબ થઈને પછી આખા દેશમાં સરક્યુલેટ થાય છે. આ આતંકવાદી પ્રવૃત્તિઓનો જ એક હિસ્સો છે.
જુવાનિયાઓને નશીલી દવાના બંધાણમાંથી બહાર કાઢવાનો ઉપાય ગુરુમંગલદાસને રમતગમતમાં દેખાયો. એક જમાનામાં રુરકા કલાન સ્પોર્ટ્સમાં ખૂબ આગળ હતું. કમનસીબે ગામનો રમતગમતનો માહોલ ક્રમશઃ મંદ થતો ગયો. ૧૯૯૦ના દશક સુધીમાં તો સ્પોર્ટ્સ પ્રત્યેનું આકર્ષણ સાવ ઓસરી ચૂકયું હતું. જુવાનિયાઓ ડ્રગ્ઝમાંથી ઊંચા આવે તો રમતગમત વિશે કંઈક વિચારેને. ગુરુમંગલદાસને લાગ્યું કે ગામમાં સ્પોર્ટ્સ કલ્ચરને પાછું જીવતું કરવું પડશે અને બાળકો-યુવાનોને રમતગમત સાથે જોડવાં પડશે.
કોઈપણ કામ નાણાં વગર થતું નથી. ગુરુમંગલદાસ અને એમના દોસ્તારો કશીક સ્પર્ધામાં ઈનામ તરીકે એક લાખ રૂપિયા જીત્યા હતા. ગુરુમંગલદાસે સૌને કન્વિન્સ કર્યા કે આ પૈસા સરખે ભાગે વહેંચી લેવાને બદલે એમાંથી ગામમાં ફૂટબોલ ગ્રાઉન્ડ તૈયાર કરીએ ને બીજી સુવિધાઓ ઊભી કરીએ. ગુરુમંગલદાસને ખુદને ફૂટબોલનો જબરો શોખ રહ્યો છે. પોતાની કોલેજમાં તેઓ સ્પોર્ટ્સ સ્ટાર ગણાતા. એમના પિતાજીએ બાપીકી જમીનનો એક મોટો ટુકડો ગામના નામે કરી આપ્યો. જમીન ઉબડખાબડ હતી ને તેના પર ઝાડી-ઝાંખરાં ઊગી નીકળ્યાં હતાં. ગામના ખેડૂતોને મદદની અપીલ કરવામાં આવી. ખેડૂતો શ્રમદાન કરવા તૈયાર થયા. તેમણે પરસેવો રેડીને મેદાનને સમથળ કરી આપ્યું. છેક વીસ કિલોમીટર દૂરથી માટી ઊંચકી લાવવામાં આવતી. જોતજોતામાં સરસ મજાનું ફૂટબોલ ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયું.

મેદાન તો બન્યું, પણ લોકો ત્યાં રમવા પણ આવવા જોઈએને. કેટલાંય વાલીઓ સ્પોર્ટ્સને સમયનો વેડફાટ ગણે છે. આ ખોટું છે. ડ્રગ્ઝની કે બીજી કોઈ સમસ્યાથી છૂટવા માટે જ નહીં, પણ સામાન્ય સંજોગોમાં ય ખેલકૂદ ખૂબ જરૂરી છે. બાળકના શારીરિક અને મનોવૈજ્ઞાાનિક એમ બંને પ્રકારના વિકાસ માટે પણ ખેલકૂદનું ખૂબ મહત્ત્વ છે. સ્પોર્ટ્સ બાળકને જીતતાં જ નહીં, હારતાં પણ શીખવે છે. હારને ખેલદિલીપૂર્વક પચાવતાં શીખવે છે. મેચમાં કયારેક જીત થાય તો કયારેક હાર પણ થાય. એકવાર મેચ હારી ગયા તો શું થયું, નાહિંમત થયા વગર વધારે પ્રેક્ટિસ કરવાની, ફરીથી મેદાનમાં ઊતરવાનું, ફરીથી લડત આપવાની ને જીતી બતાવવાનું. સ્પોર્ટ્સને લીધે બાળકોને નાનપણમાં મળેલા આ સંસ્કાર આગળ જતાં જીવનનાં તમામ ક્ષેત્રોમાં કામ આવે છે.
ગુરુમંગલદાસને રુરકા કલાનના બચ્ચાઓમાં ફૂટબોલપ્રેમ પાછો જગાડવો હતો. એમણે વાલીઓને સમજાવ્યા, સ્કૂલોમાં જઈને શિક્ષકો-પ્રિન્સિપાલોને મળ્યા. નવા તૈયાર થયેલા ફૂટબોલ ગ્રાઉન્ડ પર ધીમે ધીમે છોકરાઓ રમવા આવવા લાગ્યા. દલિત પરિવારોને સમજાવવાનું વિશેષ મુશ્કેલ સાબિત થતું હતું. પણ ધીમેધીમે તેમનાં સંતાનો ય આવવાં લાગ્યાં. સારા કોચની વ્યવસ્થા કરવામાં આવી. ગામમાં રમતગમતનો માહોલ બનવા માંડયો. નવરાશના સમયમાં ડ્રગ્ઝ તરફ આકર્ષાતા તરુણો-યુવાનો હવે ફૂટબોલ ગ્રાઉન્ડ પર પરસેવો પાડતા થયા. યુવાનોની ધોધમાર ઊર્જાને વહેવા માટે એક સરસ દિશા સાંપડી. અમુક બાળકો બહુ સારું ફૂટબોલ રમી શકે તેમ હતા, પણ તેમને રહેવાની અને ખાવાપીવાની સમસ્યા હતી. સારા આશાસ્પદ ખેલાડીઓને ગુરુમંગલદાસ અને એમનાં પત્ની પોતાનાં ઘરે રાખતા.
રુરકા કલાન ગામના ખૂબ બધા લોકો અમેરિકા-કેનેડામાં સ્થાયી થયા છે. તેમના તરફથી સારી એવી આર્થિક મદદ મળવાની શરૂઆત થઈ. એ નોન-રેસિડન્ટ-પંજાબીઓ સારી રીતે જાણે છે કે જુવાનિયાઓને સાચી દિશામાં વ્યસ્ત રાખવા હશે તો ખેલકૂદ કરતાં બહેતર કોઈ વિકલ્પ નથી. ૨૦૦૧માં રુરકા કલાનમાં એક રેસિડેન્શિયલ ફૂટબોલ એકેડેમી સ્થાપવામાં આવી. એને નામ આપવામાં આવ્યું, વાયએફસી (યૂથ ફૂટબોલ કલબ). દર વર્ષે સૌથી આશાસ્પદ એવા વીસથી પચ્ચીસ ખેલાડીઓને પસંદ કરીને તેમને એકડેમીમાં એડમિશન આપવાનું શરૂ થયું. છોકરાઓએ અહીં જ રહેવાનું, ખાવાનું-પીવાનું ને ફૂટબોલની રમતમાં હોશિયાર બનવાનું. એમના ભણતરનો ખર્ચ પણ એકેડેમી જ ઉઠાવે. વાયએફસીને મળતા ભંડોળનો વહીવટ વ્યવસ્થિતપણે થઈ શકે તે માટે ૨૦૦૩માં રજિસ્ટર્ડ સોસાયટી બનાવવામાં આવી.
રુરકા કલામની ફૂટબોલ ટીમે અલગ અલગ ટૂર્નામેન્ટોમાં ભાગ લેવાનું શરૂ કર્યું. સરસ પરિણામો દેખાવાં લાગ્યાં. છોકરાઓ પ્રોત્સાહિત થતા ગયા. સિનિયર ફૂટબોલ ટીમનું પર્ફોર્મન્સ ઉત્તરોત્તર નીખરતું ગયું તેઓ જે પ્રાઈઝમની લાવતા તેને સ્પોર્ટ્સના વિકાસ માટે જ ઉપયોગમાં લેવાતું.

એક બાજુ પંજાબનું યૂથ ડ્રગ્ઝમાં બરબાદ થઈ રહ્યું હતુ, જયારે બીજી બાજુ રુરકા કલાન નામના આ નાનકડાં ગામના પંજાબી છોકરાઓ ફૂટબોલના દિવ્ય નશામાં રમમાણ રહીને સિદ્ધિઓ પ્રાપ્ત કરતા હતા. અહીં ડ્રગ્ઝની સમસ્યા નક્કરપણે ઘટી રહી હતી. જેમ ખરાબ વસ્તુ તરત ફેલાય છે એમ સારી વસ્તુ પણ પ્રસર્યા વગર રહેતી નથી. રુરકા કલાનના સ્પોર્ટ્સ કલ્ચરને એક આદર્શ મોડલ તરીકે જોવામાં આવ્યું. યૂથ ફોર ચેન્જ ઇનિશિયેટિવની લોકપ્રિયતા આજુબાજુનાં ગામડામાં પણ ફેલાઈ. ત્યાંથી માગ ઊઠી કે અમારે ત્યાં પણ આવું કેન્દ્ર ખોલો. આજની તારીખે પંજાબમાં યુથ ફોર ચેન્જનાં બાર કેન્દ્રો ધમધમે છે. તમામ કેન્દ્રોમાં બાળકોને સ્પોર્ટ્સ કિટ આપવામાં આવે છે. અનુભવી કોચ દ્વારા તાલીમ અપાય છે અને સ્પોર્ટ્સ કેમ્પનાં આયોજન થાય છે.
છોકરાઓ જો ફૂટબોલમાં સારો દેખાવ કરતા હોય તો છોકરીઓ શા માટે પાછળ રહે? છોકરીઓ એકેડેમી ઓફિસમાં આવીને પૃચ્છા કરવા લાગીઃ તમે અમારા માટે કેમ કશું કરતા નથી? કેનેડાથી આવેલી એક યુવતીએ બીડું ઝડપ્યું. ગામની છોકરીઓ માટે ટ્રેનિંગ પ્રોગ્રામનાં આયોજન શરૂ કર્યાં. ગામડાગામમાં મહિલાકોચ તો ક્યાંથી હોય. આથી જેન્ટ્સ કોચ છોકરીઓને તાલીમ આપતા. આપણા સમાજમાં અમુક ટિપિકલ સમસ્યાઓ ઊભી થતી હોય છે. પોાતાની દીકરીઓ ફૂટબોલની ટ્રેનિંગ માટે સ્કૂલ પૂરી થયા પછી સાંજે મોડે સુધી ઘરની બહાર રહે અને જેન્ટ્સ કોચ પાસેથી તાલીમ લે તેની સામે રૂઢિચુસ્ત વાલીઓને વાંધો પડવા લાગ્યો. આ સમસ્યાનો ય તોડ કાઢવામાં આવ્યો. છોકરીઓને સાંજે બોલાવવાની જ નહીં. એમને સ્કૂલ-ટાઈમ દરમિયાન ટ્રેઇનિંગ આપવાની. 
રુરકા ક્લાનમાં આજે ફૂટબોલ કલ્ચર એટલું વિકસી ગયું છે કે, ગામનાં સોએક જેટલાં પરિવારોનો જીવનનિર્વાહ ફૂટબોલને લીધે ચાલે છે. અહીંના ખેલાડીઓની ઉપલબ્ધિઓ પણ જેવી તેવી નથી. રુરકા કલાનની સ્પોર્ટ્સ એકેડેમીમાં તૈયાર થયેલા અનવર અલી નામના ખેલાડી દેશના સૌથી સફળ અને મોંઘા ફૂટબોલ-સ્ટાર્સમાં સ્થાન પામે છે. અહીંના ૧૦૦ કરતાં વધારે ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે અલગ અલગ કેટેગરીમાં રમી ચૂક્યા છે અને ૧૫ વખત ભારતનું ઈન્ટરનેશનલ લેવલ પર પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. ૨૦૧૦ માં સાઉથ આફ્રિકામાં યોજાયેલા 'સ્ટ્રીટ ચાઈલ્ડ વર્લ્ડ કપ'માં પણ ભારત તરફથી રુરકા કલામની ટીમને મોકલવામાં આવી હતી.
Anwar Ali

એક તબક્કે અમેરિકા સેટલ થઈને હાઈ-ફાઈ જિંદગી જીવવાનું શમણું જોનારા ગુરમંગલદાસ સોનીએ આખી જિંદગી પોતાના વતનની યુવા પેઢી માટે અર્પણ કરી દીધી છે. તેઓ કહે છે, 'બાળકો માટે બાર વર્ષ સુધીની ઉંમર રમતગમત શીખવાનો ગોલ્ડન પિરિયડ ગણાય. આપણે ત્યાં તો છોકરાઓ ફૂટબોલ રમવાની શરૂઆત જ પંદરેક વર્ષે કરે છે. ખરેખર તો સાવ નાનપણથી જ બચ્ચાઓને સ્પોર્ટ્સ તરફ વાળી દેવા જોઈએ. સ્પોર્ટ્સ જીવનશૈલીનો એક ભાગ હોવો જોઈએ. ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ માટે સ્પોર્ટ્સ કરતાં ચડિયાતું બીજું કશું નથી. મેડલો તો પછી આપોઆપ આવશે.'
આ તો ખેર જનરલ વાતો થઈ, પણ સ્પોર્ટ્સ કલ્ચરને લીધે રુરકા કલાન અને તેની આસપાસનાં
Gurumangal Das Soni
ગામોમાં વસતા કેટલાય જુવાનિયોઓ ડ્રગ્ઝના સકંજામાં આવતા બચી શક્યા છે તે બહુ મોટી વાત છે. યુવાનોને ડ્રગ્ઝના દૂષણથી બચાવવા માટે સ્પોર્ટ્સનો અસરકારક માધ્યમ તરીકે ઉપયોગ કરવાના પ્રયોગો દુનિયાભરમાં થાય છે. જેમ કે, બોલિવિયામાં તાહૂચી ફૂટબોલ કલબ શરૂ થઈ હતી, જેનો હજારો ગરીબ બાળકો લાભ ઉઠાવી ચૂકયા છે. નૈરોબી અને દુનિયાના બીજા ભાગોમાં પણ આવાં ઘણાં ઈનિશિયેટિવ લેવામાં આવે છે. યંગસ્ટર્સને છોકરાઓને ડ્રગ્ઝથી દૂર રાખીને સતત બહેતર પર્ફોર્મન્સ અને ઈમ્પ્રુવમેન્ટની દિશામાં વાળવામાં આવે છે. આ પ્રયાસોની ફિલોસોફી એક જ હોય છેઃ જુવાનિયાઓમાં સ્પોર્ટ્સનાં માધ્યમ દ્વારા એટલું પેશન, આત્મસન્માન તેમજ વિશ્વાસ જગાવી દો કે તેમને બીજા કોઈ નશાનો વિચાર જ ન આવે. ધારો કે તેમને કોઈ બંધાણનો ચસકો લાગી ચૂકયો હોય તોય એમાંથી ધીમે ધીમે તેમાંથી બહાર આવતા જાય.

પંજાબમાં કે દેશના બીજા કોઈ પણ ભાગમાં યુંવાધનને સાચા રસ્તે વાળવું હોય તો વાયએફસી-રુરકા કલાન જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવી જોઈએ. ફિલ્મો પર કાતર ચલાવવા જેવી બેવકૂફ ચેષ્ટાઓથી કશું નહી વળે.
0 0 0 

Tuesday, June 7, 2016

ટેક ઓફ: આ સદીની સૌથી હિટ-એન્ડ-હોટ જોબ કઈ?

Sandesh - Ardh Saptahik purti - 8 June 2016
ટેક ઓફ
એવું કયું ક્ષેત્ર છે જેમાં આવનારા દાયકાઓમાં પ્રોફેશનલ્સ સતત ડિમાન્ડમાં રહેવાના છે? એવું કયું ફ્લ્ડિ છે જેમાં કરીઅર બનાવવાથી પૈસેટકે સુખી થઈ જવાની લગભગ ગેરંટી મળી શકે તેમ છે? શું આ પ્રશ્નોનો ઉત્તર 'ડેટા સાયન્સ'માં છૂપાયેલો છે?

'ડેટા સાયન્ટિસ્ટઃ ધ સેકસીએસ્ટ જોબ ઓફ્ ધ ટ્વેન્ટી-ર્ફ્સ્ટ સેન્ચુરી.'


'હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂ' મેગેઝિનના ઓકટોબર ૨૦૧૨ના અંકમાં છપાયેલા આ લેખનું તરત નજર ખેંચાય એવું મથાળું છે. આ સદીની બેસ્ટમબેસ્ટ જોબ કઈ છે? એવું કયું કામ છે જેમાં આવનારા દાયકાઓમાં  પ્રોફેશનલ્સ સતત ડિમાન્ડમાં રહેવાના છે? એવું કયું ફ્લ્ડિ છે જેમાં કરીઅર બનાવીએ તો પૈસેટકે સુખી થઈ જવાની લગભગ ગેરંટી મળી શકે તેમ છે? સાંભળતા જ કાન સતર્ક થઈ જાય તેવા આ સવાલોનો જવાબ પણ પેલા લેખના મથાળામાં જ આપી દેવાયો છેઃ 
ડેટા સાયન્ટિસ્ટની જોબ!
યાદ રહે, 'હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂ' મેગેઝિનની આંતરરાષ્ટ્રીય સ્તરે ઊંચી પ્રતિષ્ઠા છે. એમાં છપાતા લેખો જે-તે ક્ષેત્રના મહારથીઓ દ્વારા સંપૂર્ણ નિષ્ઠાથી જવાબદારીપૂર્વક લખાતા હોવાથી તેને બહુ જ ગંભીરતાથી લેવામાં આવે છે. તેથી જ ડેટા સાયન્ટિસ્ટવાળી ઉદ્ઘોષણાને લીધે દુનિયાભરમાં સારી એવી ચર્ચા ચાલી. 'હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂ'વાળા લેખના સાડાત્રણ વર્ષ પછી, હમણાંં ગ્લાસડોર ડોટકોમ નામની વેબસાઈટે ડેટા સાયન્ટિસ્ટના કામને 'બેસ્ટ જોબ આફ્ ધ યર'નું બિરુદ આપ્યું. ગ્લાસડોર એક અમેરિકન વેબસાઈટ છે જેના ક્ન્ટેન્ટને પણ બિલોરી કાચ હેઠળ મૂકીને ધ્યાનપૂર્વક જોવાય છે, કેમ કે જુદી જુદી કોર્પોરેટ કંપનીઓના ભૂતપૂર્વ અથવા વર્તમાન અધિકારીઓ પોતાનું નામ જાહેર કર્યા વિના પોતપોતાની કંપનીઓ તેમજ મેનેજમેન્ટનું અહીં રિવ્યુ કરતા હોય છે.
ડેટા સાયન્ટિસ્ટ અથવા ડેટા સાયન્સ એટલે એકઝેકટલી શું? સાદી ભાષામાં કહીએ તો, કોઈ કંપની કે બિઝનેસને વિકસાવવા માટે,પાક્કું પ્લાનિંગ કરવું પડે. આ પ્લાનિંગ માટે જાતજાતની વિગતો એકઠી કરવી પડે. એક સાદું ઉદાહરણ લઈએ. ધારો કે અમદાવાદમાં તમારો કપડાંનો શો-રૂમ છે જેમાં બાળકોનાં કપડાં વેચાય છે. તમારી ખુદની ફેક્ટરીમાં જ શો-રૂમનો ઘણોખરો માલ બને છે. તમે મહેનતુ  અને મહત્ત્વાકાંક્ષી છો એટલે તમારી ઇચ્છા છે કે ધીમે ધીમે ગુજરાતનાં બધાં મોટાં શહેરોમાં શો-રૂમની બ્રાન્ચ ખોલવી અને એમાં બાળકોનાં જ નહીં, મહિલા અને પુરુષોનાં કપડાં પણ વેચવાં. પછીના તબક્કામાં મુંબઈ, પુના, નાસિક જેવાં મહારાષ્ટ્રનાં શહેરોમાં અને ત્યાર બાદ અન્ય રાજ્યો તરફ્ નજર દોડાવવી.
સરસ પ્લાન છે. હવે, આ પ્લાન અમલમાં મૂકવા માટે તમારી પાસે ઘણી બધી માહિતી હોવી જોઈએ. જેમ કે, જો તમે બાળકો ઉપરાંત લેડીઝ અને જેન્ટ્સ ગારમેન્ટ્સનું પણ ઉત્પાદન કરો તો તમારી ફેકટરીમાં કેટલાં નવાં મશીન મૂકવાં પડે, કેટલા વધારાના માણસોને લેવા પડેશો-રૂમની ઉપર નવો માળ બનાવીએ તો કેટલો ખર્ચ થાય, બીજાં શહેરોમાં બ્રાન્ચ ખોલીએ તો કેટલું ઈન્વેસ્ટમેન્ટ કરવું પડે, કેટલો મેન-પાવર જોઈએ, કયારે બ્રેક-ઈવન થાય, ગુજરાત સિવાયનાં રાજ્યોના ગ્રાહકોની મેન્ટાલિટી કેવી છે, તેમને કઈ રીતે આકર્ષવા, ધારો કે કોઈક બ્રાન્ચ નુકસાનીમાં ચાલતી હોય તો આ નુકસાન કેવી રીતે સરભર કરવું વગેરે. આથી તમે જાતજાતનાં કવોટેશન્સ મગાવો છો અને તેનો અભ્યાસ કરો છો. કપડાંના શો-રૂમને ડેવલપ કરવા માટે આટલું બધું પ્લાનિંગ કરવું પડતું હોય તો વિચાર કરો કે દેશ-દુનિયામાં પથારો પાથરીને બેઠેલી જાયન્ટ કંપનીઓએ કેટલાં બધાં પરિબળો ધ્યાનમાં લેવા પડે. એક હદ સુધી માણસ પોતાનાં કૌશલ્ય, કોઠાસૂઝ અને અનુભવના આધારે નિર્ણયો લઈ શકે, પણ કામનો વ્યાપ ખૂબ મોટો હોય ત્યારે જાતજાતની વિગતો એકઠી કરવા માટે અને તેનું વિશ્લેષણ કરવા માટે વૈજ્ઞાાનિક પદ્ધતિઓની મદદ લીધા વગર ચાલે નહીં.         
ડેટા સાયન્સની જરૂર અહીં જ પડે છે. ડેટા સાયન્સ એટલે માહિતીના ખડકલામાં છૂપાયેલી પેટર્ન સમજવી, તેનો અર્થ સમજવો અને જુદી જુદી વિધિઓ (પ્રોસેસ) તેમજ સિસ્ટમ દ્વારા ઉપયોગી જાણકારી નિચોવીને અલગ તારવવી. તેના આધારે બિઝનેસ ડેવલપ કરવાની નવી નવી સ્ટ્રેટેજી વિચારવી, વિકાસના રસ્તે આગળ વધતા હોઈશું ત્યારે ભવિષ્યમાં કેવા પડકારો ઊભા થઈ શકે તેમ છે અને તે પડકારોને ઝીલવા માટે શું શું કરવું પડે તેમ છે તેનો આગોતરો અંદાજ મેળવવો.
કંપનીના કામકાજને લગતો ડેટા ખોદી ખોદીને એકઠો કરનાર, આંકડાની માયાજાળમાં અટવાયા વગર ભવિષ્યનું સંભવિત ચિત્ર જોઈ શકનાર અને ભાવિ કટોકટીમાંથી હેમખેમ પહોંચી વળવા માટે ઉપાયો સૂચવનાર એકસપર્ટ એટલે ડેટા સાયન્ટિસ્ટ.

ડેટા સાયન્ટિસ્ટ કોણ બની શકે? કમ્પ્યુટર કોડિંગ આવડવું તે પહેલી જરૂરિયાત છે. આ ક્ષેજ્ઞાના તજજ્ઞાો કહે છે કે જો માણસ ડેટા હેકર, કમ્યુનિકેટર અને એડવાઈઝરના કોમ્બિનેશન જેવો હોય તો આ ક્ષેત્રમાં ખૂબ સફળ થઈ શકે. આજે ફેસબુક કંપનીમાં ડેટા સાયન્ટિસ્ટનો વાર્ષિક પગાર સરેરાશ ૧ લાખ ૩૩ હજાર ડોલર (લગભગ ૯૦ લાખ રુપિયા, મહિનાના લગભગ સાડાસાત લાખ રૂપિયા) જેટલો છે. એપલ કંપનીમાં ડેટા સાયન્ટિસ્ટ વર્ષે એક કરોડ કરતાં વધારે રૂપિયાનો પગાર મેળવે છે. ટ્વિટર, આઈબીએમ,માઈક્રોસોફ્ટ વગેરેમાં પણ ડેટા સાયન્ટિસ્ટોના પગારની આ જ રેન્જ છે. આ આંકડા અમેરિકન કંપનીઓના હોવા છતાં કામના છે,કેમ કે તેના પરથી ઈર્ન્ફ્મેશન ટેક્નોલોજી (આઈટી) સેકટરમાં વિશ્વસ્તરે જે ચિત્ર ઊભું થઈ રહૃાું છે એનો અંદાજ મળે છે.
આજે તમે નોકરીઓ શોધી આપતી ભારતીય વેબસાઈટ્સ પર 'ડેટા સાયન્ટિસ્ટ્સ જોઈએ છે' પ્રકારની જાહેરાત જુઓ તો વર્ષે એમાં બીઈ - બીટેક - બીએસસી - એમસીએ જેવી ડિગ્રી, આઈટી પ્રોગ્રામિંગ - એસકયુએલ - ટેબ્લો - પાયથન -એસપીએસએસ - હડૂપ - આર - સીપ્લસપ્લસ ઉપરાંત ફાયનાન્શિયલ ફેરકાસ્ટિંગ, ડેટા માઈનિંગ, સ્ટેટિસ્ટિકલ મોડલિંગ વેગેેરેની આવડત ઉપરાંત થોડાંઘણાં વર્ષોનો અનુભવ માગ્યો હોય છે. એ તો જેવી કંપની, જેવી જરૂરિયાત ને જેવું પેકેજ. આપણે ત્યાં ડેટા સાયન્ટિસ્ટ્સની તાલીમ આપતી કેટલીય ઈન્સ્ટિટયુટ્સ કાર્યરત છે. ડેટા સાયન્ટિસ્ટ માટેના પોસ્ટ ગ્રેજ્યુએટ સર્ટિફ્કિેટ કોર્સ પણ થાય છે. અલબત્ત,કોઈ પણ સંસ્થા અને તેના દ્વારા ઓફર થતા કોર્સમાં કેટલું વિત્ત છે તે સતર્કપણે ચકાસવું રહૃાું.
ડેટા સાયન્ટિસ્ટોની જરૂર માત્ર વિરાટ મલ્ટિનેશનલોને જ નહીં, સ્ટાર્ટ-અપ્સને પણ પડે છે. જેમ જેમ સાયન્સ તથા  ટેક્નોલોજીનો વિકાસ થતો જાય છે અને ડિજિટલ માધ્યમો વધુ ને વધુ શકિતશાળી બનતા જાય છે તેમ તેમ બિઝનેસનાં સમીકરણો બદલાતાં જાય છે.ડેટા સાયન્ટિસ્ટોને અપોઈન્ટ કરવાની શરૂઆત ક્રનારી ક્ંપનીઓમાં એક્ નામ યાહૂનું છે. ડિસ્ટ્રિબ્યુટેડ ફઈલ સિસ્ટમ પ્રોસેસિંગ,કલાઉડ ક્મ્પ્યુટિંગ, ડેટા વિઝ્યુઅલાઈઝેશન વગેેરે માટે માટે હડૂપ (Hadoop) ફ્રેમવર્ક પ્રચલિત છે. હડૂપને ડેપલપ કરવામાં યાહૂના ડેટા સાયન્ટિસ્ટોએ મોટી ભૂમિક ભજવી હતી.  હડૂપ પ્રોજેક્ટ્સનું પ્રોગ્રામિંગ કરવા માટે ફેસબુક્ના ડેટા સાયન્ટિસ્ટોએ હાઈવ લેંગ્વેજ વિકસાવી. ગૂગલ,અમેઝોન, માઈક્રોસોફ્ટ, વોલમાર્ટ, ઈબે, લિન્કડ્ઈન અને ટ્વિટર જેવી ક્ંપનીઓના ડેટા સાયન્ટિસ્ટોએ પણ આધુનિક્ ડેટા સાયન્સ વિકસાવવામાં યથાશકિત ફળો નોંધાવ્યો છે.



ગ્લાસડોરના ઈકેનોમિસ્ટ એન્ડ્રુ ચેમ્બરલીન ક્હે છે તેમ, બિઝનેસવર્લ્ડમાં હજુ થોડાં વર્ષો અગાઉ સુધી ડેટા મેનેજમેન્ટ સરળ હતું. ક્મ્પ્યુટર સ્ક્રીન પર થોડાંક્ ફેલ્ડરો ને ફઈલો ખોલો એટલે એટલે તમને આખું ચિત્ર મળી જાય. હવે એવું નથી રહૃાું. આજકલ બધી ક્ંપનીઓ ઓનલાઈન પ્રેઝન્સ ધરાવે છે. આ સૌને એવા પ્રોફેશનલ્સની જરૂર પડે છે જેમને ડેટા મેનેજ કરતાં, સ્ટોર કરતાં અને એનેલઆઈઝ કરતાં આવડતું હોય. આ ડેટાના આધારે વ્યવસ્થિત ઈનસાઈટ મળે તે પછી જ મહત્ત્વના બિઝનેસ ડિસીઝન્સ લેવાય છે. 
ગયા વર્ષે અમેરિકના બોસ્ટન શહેરમાં 'બિગ ડેટા પેનલ' નામની ઈવેન્ટ ગોઠવાઈ હતી. સિલિકોન વેલીમાં મોટું નામ ધરાવતા તમામ વકતાઓએ પોતાની સ્પીચમાં એક્ જ વાત કરી કે કવોલિફઈડ ડેટા સાયન્ટિસ્ટોની ભારે તંગી છે જેની સીધી અસર બિઝનેસ પર પડે છે. બીજી વાત તેમણે એ ક્હી કે જો તમે તમારી ક્ંપનીમાં ડેટા સાયન્ટિસ્ટ અપોઈન્ટ ન ર્ક્યા હોય તો ઓલરેડી મોડું થઈ ચૂકયું છે તેમ સમજો!
એક્ તક્લીફ્ એ છે કે, ડેટા સાયન્ટિસ્ટની એક્દમ સુરેખ વ્યાખ્યા હજુ સુધી બની જ નથી. ડેટા સાયન્ટિસ્ટ તરીકે કામ કરનાર પ્રોફેશનલ સ્ટેટિસ્ટિક્લ એનેલેસિસ, પ્રિડિક્ટીવ મોડલિંગ અને ક્મ્પ્યુટર પ્રોગ્રામિંગ જાણતો હોવો જોઈએ તેવી અપેક્ષા રખાય છે. વળી, એનું ક્મ્યુનિકેશન સરસ હોવું જોઈએ. જો તેનામાં થોડીક ક્લાકાર જેવી દ્રષ્ટિ પણ હોય તો  તો સોનામાં સુગંધ ભળે. દિલ્હી કોલેજ ઓફ્ એન્જિનીયરિંગમાંથી ડિગ્રી લીધા બાદ આઈબીએમમાં વાઈસ પ્રેસિડેન્ટ રહૃાા પછી હાલ અડોબીમાં વાઈસ પ્રેસિડેન્ટ ઓફ્ આર્કિટેક્ચર તરીકે કામ કરતાં અંજુલ ભાંભરી તો ત્યાં સુધી કહે છે કે, ડેટા સાયન્ટિસ્ટ એટલે થોડોક એનેલિસ્ટ ને થોડોક આર્ટિસ્ટ!   
દરેક્ ક્ષેત્રમાં ટીકાકરો પણ હોવાના જ. આઈટી ક્ષેત્રના ક્ડક ટીકાકરો ક્હે છે કે, ડેટા સાયન્સ કે ડેટા સાયન્ટિસ્ટ ફરતે વધારે પડતી હાઈપ ઊભી કરી નાખવામાં આવી છે અને આ શબ્દપ્રયોગોનો દુરુપયોગ થઈ રહૃાો છે. ઘણા અભ્યાસુઓ ક્હે છે કે જેને ડેટા સાયન્સ... ડેટા સાયન્સ કહીને માથે ચડાવવામાં આવે છે તે વાસ્તવમાં  સ્ટેટિસ્ટિક્સ જ છે. આંક્ડાશાસ્ત્ર એ જ ડેટા સાયન્સ. સ્ટેટિસ્ટિક્સની વિદ્યા તો સદીઓથી ચલણમાં છે. હવે ડિજિટલ અને બીજાં જાતજાતનાં માધ્યમો વધી જવાને કારણે ચિક્કાર માત્રામાં ડેટા એક્ત્રિત થવા માંડયો હોય તો માત્ર એટલા ખાતર કંઈ ડેટા સાયન્સ કે ડેટા સાયન્ટિસ્ટ જેવા નવા ફેન્સી શબ્દપ્રયોગો વહેતા મૂક્વાની જરૂર નથી.  
એ જે હોય તે. આપણે શબ્દોની ભુલભુલામણીમાં ન પડીએ. ઇર્ન્ફ્મેશન ટેક્નોલોજીનું વર્તમાન અને ભવિષ્ય બન્ને ઉજળાં છે તે પરમ સત્ય છે. ડેટા સાયન્સનું ક્ષેત્ર અને ડેટા સાયન્ટિસ્ટની જોબ આખી સદી માટે હોટેસ્ટ પુરવાર થાય કે ન થાય, પણ આવનારા ઘણા દાયક માટે એ ઈન-થિંગ રહેવાનાં છે એટલું તો નક્કી. 0 0 0 

Sunday, June 5, 2016

મલ્ટિપ્લેક્સ: મલ્ટિ-ટાસ્કિંગના મહારાજા

Sandesh - Sanskar Purti - 5 June 2016

મલ્ટિપ્લેક્સ


એન્જીનીયરિંગ, એમબીએ જેવાં ક્ષેત્રો અને અભિનય-લેખન-સંગીત જેવાં કળાનાં ક્ષેત્રો વચ્ચે હંમેશાં બાપે માર્યા વેર જ હોય એવું કોણે કહ્યું? ટેલેન્ટેડ યુવા અભિનેતા પ્રતીક ગાંધી  આ બન્ને ફિલ્ડ્સ સાથે મીઠા સંબંધો ધરાવે છે. રિલાયન્સ જેવા જાયન્ટ ગ્રૂપમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે જવાબદારીભરી ફુલટાઈમ જોબ કરતાં કરતાં પ્રતીકે રંગભૂમિ ઉપરાંત ગુજરાતી સિનેમામાં પણ માનભર્યું સ્થાન મેળવ્યું છે. આવું કમાલનું સંતુલન તેઓ શી રીતે બનાવી શકે છે? ચંદ્રકાંત બક્ષીથી મહાત્મા ગાંધી સુધીના કેટલાંય જટિલ પાત્રોને રંગમંચ પર પ્રભાવશાળી રીતે સાકાર કરનારા અને આગામી શુક્રવારે મુંબઈ સ્થિત પૃથ્વી થિયેટરમાં એક અનોખો વિક્રમ બનાવવા જઈ રહેલા પ્રતીક ગાંધી સ્વયં એક ઈન્ટરેસ્ટિંગ કેસ-સ્ટડી છે. 




લેખની શરૂઆતમાં જ એક સ્પષ્ટતા. આજનો લેખ જેમના વિશે લખાયો છે એ અફ્લાતૂન એકટર પ્રતીક ગાંધી સાથે આ લખનાર પ્રોફેશનલ-ક્રિયેટિવ સ્તરે ભૂતકાળમાં સંક્ળાઈ ચૂકયો છે. પોતાનાં વર્તુળની વ્યકિતને લેખના વિષય તરીકે પસંદગી કરવી જરા પેચીદી બાબત છેકેમ કે આવી સ્થિતિમાં કોલમનિસ્ટની નૈતિક્તા પર જોખમ ઊભું થઈ શકે. આની સાથે એ વાત પણ એટલી જ સાચી કે માણસ તમારો પરિચિત હોય તો તે કંઈ એનો 'વાંકનથી. શ્રેષ્ઠતાની ઉપાસના કરતા કોઈ પણ ક્લાકારની સિદ્ધિ અને એની ક્રિયેટિવ પ્રોસેસ વિશે વિગતે વાત થવી જ જોઈએ. એમાંય એ જ્યારે વિક્રમ સર્જવા જઈ રહૃાા હોય ત્યારે તો ખાસ. 

શું છે આ વિક્રમ?
રંગભૂમિ પર વર્ષોથી ઉત્તમોત્તમ પર્ફોર્મન્સિસ આપતા રહેલા અને મસ્તમજાની 'બે યારફ્લ્મિના લીડ એક્ટર તરીકે નાટકે ન જોતાં ગુજરાતી ઓડિયન્સ સુધી પણ પહોંચી ચૂકેલા પ્રતીક ગાંધીની ટૂંક સમયમાં એમની બીજી મહત્ત્વાકાંક્ષી ગુજરાતી ફ્લ્મિ આવી રહી છે - 'રોંગસાઈડ રાજુ'. પણ તેની પહેલાંદસમી જૂને એટલે કે આવતા શુક્રવારેમુંબઈના પૃથ્વી થિયેટરમાં તેમનાં હિટ નાટક 'મોહનનો મસાલો'ના ત્રણ શોઝ થવાના છે. મોહનદાસ કરમચંદ ગાંધી નામના આમ તો સાવ સાધારણ લાગતા કઠિયાવાડી જુવાનમાં એવું તો શું હતું કે તેઓ આગળ જતાં મહાત્મા બન્યાઆ મુદ્દાને મનોરંજક રીતે પેશ કરતું આ નાટક વન-મેન-શો છે. પ્રતીક સતત પોણી-બે ક્લાક સુધી આ અત્યંત જટિલ કિરદારને એવી રીતે પર્ફોર્મ કરે છે કે પ્રેક્ષકે તેની જગ્યા પરથી ચસકી ન શકે. મનોજ શાહ નાટક્ના ડિરેક્ટર-પ્રોડયુસર છેતેજસ્વી યુવા લેખક ઈશાન દોશી લેખક છે અને સત્ય મહેતાએ તે સંવર્ધિત ર્ક્યું છે. 'મોહનનો મસાલોનાટક્ની હિન્દી અને અંગ્રેજી આવૃત્તિ પણ બની ચૂકી છે. ત્રણેય ભાષાના શો દેશ-દુનિયામાં યોજાતા રહે છે. આવતા શુક્રવારે વિક્રમસર્જક વાત એ બનવાની છે કે ત્રણેય ભાષાના શોઝ બેક-ટુ-બેક યોજાવાના છે. પહેલાં ગુજરાતીપછી હિન્દી અને છેલ્લે ઇંગ્લિશ. એક જ ક્લાકારએક જ સ્થળેએક જ દિવસમાં,એક જ નાટક્ના ત્રણ ભાષાઓમાં ફુલ-લેન્થ વન-મેન-શો કરે એવું ભારતીય રંગભૂમિ પર અગાઉ કયારેય બન્યું નથી! લિમકા બુક ઓફ્ રેકેર્ડ્સવાળાઓએ ઓલરેડી પોતાની ગતિવિધિ શરૂ કરી દીધી છે.


મોહનનો મસાલો / मोहन का मसाला / Mohan's Masala

પ્રતીક ગાંધી સ્વયં એક બહુ જ ઈન્ટરેસ્ટિંગ કેસ-સ્ટડી છે. લગભગ સર્વાનુમતે એવું સ્વીકારી લેવામાં આવ્યું છે કે માણસ જેન્યુઈન ક્લાકાર હોય - પછી તેનું ક્ષેત્ર અભિનયલેખનસંગીતચિત્રક્ળા કે બીજું કંઈ પણ હોઈ શકે - તો સફ્ળ થવા માટે એણે માત્ર પોતાની ટેલેન્ટ પર ફોક્સ કરવું જોઈએ. જો એ રૂટિન નોકરી - ધંધાના ચક્કરમાં પડશે તો દુઃખી દુઃખી થઈ જશે ને ઘરનો કે ઘાટનો કયાંયનો નહીં રહે. મોટે ભાગે આવું બનતું પણ હોય છેપરંતુ આજે જેમનો એક અભિનેતા તરીકે ચારેકોર મહિમા થઈ રહ્યો છે એ પ્રતીક ગાંધી એક સિનિયર કોર્પોરેટ પ્રોફેશનલ પણ છે. રિલાયન્સ જેવા જાયન્ટ ગ્રૂપમાં તેઓ ડેપ્યુટી જનરલ મેનેજર (ઈન્ડસ્ટ્રિઅલ એન્જિનિયરિંગ કોર્પોેરેટ એચઆર) તરીકે જવાબદારીભરી  ફુલટાઈમ કામગીરી બજાવી રહૃાા છે. પ્રતીક એક એવા સફ્ળ આર્ટિસ્ટ છે જેને એન્જિનીયર તરીકે પણ હંમેશાં મોજ પડી છે! યાદ રહેકોઈ હળવી ને સલામત સરકારી નોકરી કરતાં કરતાં સાઈડમાં અભિનય-લેખન વગેરે કરતાં રહેવું તે એક વાત છે, પણ કોર્પોરેટ જગતની ગળાકાપ સ્પર્ધા વચ્ચે ખુદને પુરવાર કરતાં રહીનેસતત પ્રમોટ થતા જઈને સમાંતરે અભિનયજગતમાં પણ પોતાની ધાક પેદા કરવી તે તદ્દન જુદી જ બાબત છે.     
'મને કયારેય એક સમયે એક જ વસ્તુ કરતાં આવડયું જ નથી!પ્રતીક ગાંધી સ્મિતપૂર્વક ક્હે છે,  'ક્દાચ મારી પ્રકૃતિ જ એવી છે.'
આ પ્રકૃતિ ઘડાવા પાછળ ક્દાચ સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય કારણભૂત હોઈ શકે. સુરતમાં જન્મેલા પ્રતીક પહેલાં સાત ધોરણ આ સ્કૂલમાં ભણ્યા છે. 'સ્કૂલનાં નામમાં 'પ્રવૃત્તિશબ્દ એટલા માટે હતો કે અમને રેગ્યુલર વિષયો ભણવા ઉપરાંત સુથારીકામખેતીકામવણાટકામસંગીત જેવા વિષયોની પ્રેક્ટિક્લ પરીક્ષાઓમાં પણ ફરજિયાત પાસ થવું પડતું,' પ્રતીક ક્હે છે, 'અમારી સ્કૂલનું પોતાનું ખેતર હતું જ્યાં અમે કોદાળી-પાવડા લઈને પહોંચી જતા. પહેલા-બીજા ધોરણમાં અમે કોથમીરલીમડો ને એવું બધું વાવતા. તે ઊગે એટલે અમારા ટીચર સૌને થોડું થોડું આપે અને ક્હે પણ ખરા કે તમે ખેતરમાં જે મહેનત કરી હતી તેનું આ ફ્ળ છે. ચોથા-પાંચમા ધોરણમાં અમારા હાથમાં કરવત-હથોડી આપી દેવામાં આવેલીસુથારીકામ શીખવા! મને યાદ છેસાતમા ધોરણમાં અમે ચાર છોકરાઓએ સાથે મળીને લાક્ડાનું ટેબલ બનાવેલું. અમે રૂ પણ કાંતતા અને શર્ટ પર બટન ટાંક્વાનું પણ શીખતા. સ્કૂલના એન્યુઅલ ફ્ંક્શનમાં બચ્ચાઓએ નાટક પણ જાતે જ તૈયાર કરવાનું. મારી સ્કૂલના આ પ્રકારના ક્લ્ચરને લીધે હું ખૂબ ઘડાયો છું. હવે જોકે જીવનભારતી રેગ્યુલર સ્કૂલ બની ગઈ છે.'
'કલ્લુ-બલ્લુ': બાળકલાકાર પ્રતીક પોલીસની વેશભૂષામાં
પ્રાઈમરી સ્કૂલનાં આ વર્ષોમાં પ્રતીકે કરેલું 'ક્લ્લુ-બલ્લુ' નામનું પહેલું પ્રોપર નાટકરાધર નૃત્યનાટિકા દૂરદર્શન પર ટેલિકસ્ટ થયું હતું. આઠમા ધોરણથી સુરત-અડાજણની શ્રી વી.ડી. દેસાઈ વાડીવાલા સ્કૂલમાં ટ્રાન્સફર થઈ. પ્રતીક્ના પિતાજી જયંત ગાંધી આ સ્કૂલમાં ગુજરાતી-અંગ્રેજીના ટીચર. પ્રતીક ક્હે છે, 'અમારા ફેમિલીમાં બધા ટીચર જ છે. મારાં મમ્મી (રીટા ગાંધી) પણ નર્સરીમાં ટીચર હતાં. પર્ફોર્મિંગ આર્ટ્સમાં સૌને રસ. પપ્પા એમના જમાનામાં વૈજયંતિમાલા પાસે ભરતનાટયમ શીખતા અને બહુ સરસ રીતે ફોક-ડાન્સ કેરિયોગ્રાફ કરતા. જોકે અભિનયના ક્ષેત્રમાં જવાવાળો અમારી ફેમિલીમાંથી હું પહેલો છું.'
નવી સ્કૂલમાં 'આઝાદીની ગૌરવગાથાનામના ફુલ-લેન્થ મ્યુઝિક્લ ડ્રામા તૈયાર કરાવવા માટે મુંબઈના જાણીતા રંગર્ક્મી નટખટ જયુને ખાસ તેડાવવામાં આવ્યા હતા. નાનક્ડા પ્રતીક્ને સૂત્રધારની ચાવીરૂપ ભૂમિકા માટે પસંદ કરવામાં આવેલા. પ્રતીક અને બીજા એક છોકરાને નાટક્ની ટ્રેનિંગના ભાગરૂપે નટખટ જયુએ સુરતમાં એક મહિના સુધી પોતાની સાથે રાખીને ખૂબ બધું શીખવ્યું હતું. પ્રોફેશનલ થિયેટર આર્ટિસ્ટ સાથેનો પ્રતીક્નો આ પહેલો સંપર્ક. 
પ્રતીક્ને નાટક-સંગીત-ડાન્સ ઉપરાંત ગણિત-વિજ્ઞાનમાં ય બહુ મજા પડતી. ભણવામાં હોશિયાર હોય એવા કોઈ પણ સ્ટુડન્ટની માફક્ પ્રતીકે પણ બારમા પછી મેડિક્લ યા તો એન્જિનીયરિંગમાં જવાનું નક્કી કરી નાખ્યું હતું. મા-બાપનું કોઈ દબાણ નહોતું. ડિગ્રીમાં એડમિશન ન મળી શક્યું એટલે સુરતની ગાંધી કોલેજમાં મિકેનિક્લ એન્જિનિયરીંગમાં ડિપ્લોમા કરવા માંડ્યા.

અમારી કોલેજમાં થિયેટરનો માહોલ નહોતો એટલે પપ્પાએ મને ક્શ્યપ જોશીના આશિયાના પરિવાર નામના થિયેટર ગ્રૂપમાં મૂક્યો. દર વર્ષે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી નાટ્યસ્પર્ધાઓ યોજાય છે. આવી એક કોમ્પિટીશનમાં અરણ્ય રુદનનામના નાટક્માં હું દરબાર બન્યો હતો ને એમાં મારે એક જ લાઈન બોલવાની હતી - આ રહૃાો તમારો ગુનેગાર.બસ, આટલું જ!


ડિપ્લોમા ડિસ્ટિંકશન સાથે પાસ ર્ક્યા બાદ ઈન્ડસ્ટ્રીઅલ માર્કેટિંગની જોબ લીધી. પૈસા એક્ઠા ર્ક્યા ને એમાંથી ઘૂલિયાની એક એન્જિનીયરિંગની કોલેજના ડિગ્રી કોર્સની એડમિશન ફી ભરી. ઓલરેડી ડિપ્લોમા ર્ક્યો હતો એટલે મિકેનિક્લ એન્જિનીયરિંગના ડિગ્રી કોર્સમાં ભણવાની પ્રતીક્ને વિશેષ મજા આવતી હતી. વીકએન્ડમાં સુરત આવવાનું, નાટકેનાં રિહર્સલ કરવાના અને ભજવવાના. હોસ્ટેલમાં રહેતા છોકરાઓ જલસા કરવામાં અને વેકેશનમાં રખડી ખાવામાં ઉસ્તાદ હોય છે, પણ પ્રતીક વેકેશનમાં દોઢ-બે મહિના ઘરે આવે ત્યારે પણ નાના-નાના પ્રોજેકટ્‌સ કે શોર્ટ-ટાઈમ જોબ્સ કરી લેતા.

મને નવરા બેસી રહેવાનું ફાવતું જ નથી,’ પ્રતીક ક્હે છે, ‘પપ્પાને મેં ખૂબ મહેનત કરતાં જોયા છે. મારાં નાની હંમેશાં ક્હેતાં કે બધાને કામા (એટલે કે કામઢા લોકો) વહાલા હોય, ધામા (નવરાધૂપ બેસી રહેતા લોકો) વહાલા ન હોય. આ વાત મારા દિમાગમાં છપાઈ ગઈ છે.

સુરતમાં શો કરવા આવતા મુંબઈનાં મેઈનસ્ટ્રીમ નાટકોની ભવ્યતા અને પ્રોફેશનલ અપ્રોચ જોઈને ધીમે ધીમે એક વાતે સ્પષ્ટતા થઈ રહી હતી કે જો થિયેટરમાં આગળ વધવું હશે તો સુરતથી બહાર નીક્ળવું પડશે. ફાયનલ યરની એકઝામ પછી પ્રતીક સીધા મુંબઈ આવી ગયા. જૂન ૨૦૦૪ની આ વાત. સંબંધીને ત્યાં રહેવાનું શરુ ર્ક્યું. પ્રોડ્યુસર અને પીઆર પ્રોફેશનલ મનહર ગઢિયાએ મુંબઈની ક્મર્શિયલ સરક્ટિના કેટલાક લોકો સાથે એમનો ભેટો કરાવ્યો. થોડા અરસા પછી ફિરોઝ ભગત - અપરા મહેતાનાં આ પાર કે પેલે પારનાટક્માં રોલ મળ્યો. વિપ્રા રાવલ પણ ટીમમાં હતાં. આ નાટકે અઢીસો શો ર્ક્યા. ખૂબ શીખવા મળ્યું. જોકે પ્રતીક્ને તે પહેલું અને છેલ્લું પ્રોફેશનલ નાટક બની રહૃાું. કમસે કમ અત્યાર સુધી તો ખરું જ. 


નાટક્ના શો રાત્રે હોય. આખો દિવસ કરવું શું? જોબ! બે મહિનાનો એક પ્રોજેકટ તો ફ્રીલાન્સ એન્જિનીયર તરીકે આ પાર કે પેલે પારની પહેલાં જ કરી લીધો હતો. પછી કઝિન સાથે મળીને વોટર ટેન્કસ કલીન કરવાની એજન્સી શરુ કરી.  રેસિડેન્શિયલ બિલ્ડિંગો પર મોબાઈલના ટાવર ઊભા કરવાના કોન્ટ્રેકટ લીધા, ફ્રીલાન્સર તરીકે એન્જિનીયરિંગ પ્રોજેકટ્‌સ પણ ર્ક્યા.

મને ક્હેવામાં આવતું કે તું આ રીતે આડાઅવળાં કામ કરતો રહીશ તો એકિટંગની કરીઅર પર શી રીતે કોન્સન્ટ્રેટ કરી શકીશ? માત્ર અભિનય સિવાય બીજું ક્શું જ ન કરવાની કોશિશ પણ મેં કરી જોઈ હતી, પણ પાંચ-છ મહિના એવા ગયા જ્યારે મારી પાસે ક્શું જ કામ નહોતું. સર્વાઈવલનો સવાલ હતો. હું સમજતો હતો કે જો હું મુંબઈમાં ટકી રહીશ તો જ મને કામ મળશે ને તો જ આ શહેરમાં સ્થાયી થઈ શકીશ. કોઈ પણ ફિલ્ડમાં સફળ થવું હોય તો ટકી રહેવું પડે, કામને વળગી રહેવું પડે. મારા કઝિનની ઈવેન્ટ મેનેજમેન્ટ ક્પની હતી. એણે મને નાની-મોટી ઈવેન્ટ્‌સનું કોમ્પેયરિંગ કરવાનું કામ આપવા માંડ્યું. બચ્ચાની બર્થ-ડે પાર્ટી હોય, કોઈ બિલ્ડિંગની અગાસી પર ગેધરિંગ હોય, જુહુ જિમખાના- ખાર જિમખાના વગેરેમાં ક્શીક ઈવેન્ટ હોય તો હું કોમ્પેઅર તરીકે જતો. આ રીતે હું ક્રાઉડ સાથે ડીલ કરતાં શીખ્યો. મને બહુ મજા આવે છે આ કામમાં. ઈન ફેકટ, હું આજેય ક્યારેક ક્યારેક કોમ્પેઅરિંગ કરી લઉં છું.’ 

દરમિયાન મનોજ શાહનું મરીઝનાટક જોવાનું બન્યું. ધર્મેન્દ્ર ગોહિલનું પર્ફોર્મન્સ જોઈને પ્રતીક્ને જાણે બ્રહ્મજ્ઞાન લાધ્યુંઃ આ કરેકટ છે. આવું જ કરાય! ધમેન્દ્રે એમની ઓળખાણ મનોજ શાહ સાથે કરાવી. મનોજ શાહે માસ્ટર મેસ્ટ્રો સ્વામીનામના પાંત્રીસ-ચાલીસ આર્ટિસ્ટોવાળાં મૂંગા એકસપેરિમેન્ટલ નાટક્માં એક રોલ આપ્યો. પ્રતીકે આમાં સ્ટેજ પર એક્રોબેટિકસ અને ડાન્સ કરવાનો હતો. આ શરુઆત હતી એક એકટર અને એક ડિરેકટર વચ્ચેના લાંબા તેમજ સંતોષકારક અેવા નક્કર સંબંધની. પ્રતીકે કરેલું આઈડિયાઝ અનલિમિટેડ બેનરનું બીજું નાટક એટલે અપૂર્વ અવસર’, જેમાં ધર્મેન્દ્ર ગોહિલની સાથે પ્રતીક ગાંધી અને પુલક્તિ સોલંકી પણ લાજવાબ અભિનય ર્ક્યો. આ નાટક દેશ-વિદેશમાં ખૂબ ચાલ્યું. પ્રતીક આમાં છ-સાત ભુમિકા ભજવતા હતા. ત્યાર બાદ જૂજવા રુપ અનંત ભાસેઅને અન્ય નાટકો આવ્યા. ૨૦૦૮માં રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં જોબ સ્વીકારી અને જિંદગીએ નવો લય પક્ડ્યો. 

'અમરફળ'

એક વાત બિલકુલ કલીયર થઈ ગઈ હતી કે મેઈનસ્ટ્રીમ ક્મર્શિયલ નાટકો કરવાનો ઓપ્શન હવે મારી પાસે રહેવાનો નથી કેમ કે એમાં બહારગામ ટૂર કરવાની હોય જે જોબને કારણે શક્ય ન બને,’ પ્રતીક ક્હે છે, ‘આથી હું સમાંતર રંગભૂમિને જ એકસપ્લોર કરી શકું તેમ હતો.

સમાંતર રંગભૂમિ પર પણ સરસ નાટકોમાં સારા રોલ મળવા જોઈએ. પ્રતીકે ફુલટાઈમ જોબને બેલેન્સ કરતાં કરતાં અમે બધા સાથે તો દુનિયા લઈએ માથે’, ‘મેરા પિયા ગયો રંગૂન’, ‘અમરફળ’, ‘માસ્ટર મેડમ’  જેવાં ઘણાં નાટકો ર્ક્યા. સાત તરી એક્વીસ’ (પાર્ટ વન અને ટુ) અને છ ચોક્ ચોવીસથી મોનોલોગની શૃંખલા શરુ થઈ. પહેલું શિખર આવ્યું હું, ચંદ્રકાંત બક્ષી’ નાટકથી. પ્રતીક્ને ઘર અને છેક નવી મુંબઈ ખાતે આવેલી ઓફિસ વચ્ચે આવ-જા કરવામાં રોજ ત્રણ-ચાર ક્લાક થઈ જાય. રિર્હસલ શરુ થયા એટલે પ્રતીકે કાર ડ્રાઈવ કરવાને બદલે લોક્લ ટ્રેનમાં આવ-જા કરવાનું શરુ કરી દીધું. આખો દિવસ ઓફિસમાં કામ ર્ક્યા પછી પાછા ફરતી વખતે લોકલ ટ્રેનની ચિક્કાર ભીડમાં એક હાથે હેન્ડલ પક્ડ્યું હોય ને બીજા હાથમાં નાટક્ની ફાઈલ ઝાલી હોય. ડાયલોગ્ઝ વાંચવાના ને યાદ કરતા જવાના. પાર્લા સ્ટેશને રાત્રે નવ-સાડાનવે રેબઝેબ ઉતરીને સીધા રિહર્સલ પર પહોંચવાનું. મનોજ શાહ એમને ક્હે કે ભાઈ, જરા થાક ખાઈ લે, ચા-નાસ્તો કરી લે, તો પ્રતીક્નો જવાબ હોયઃ ના, સર. આપણે શરુ કરી દઈએ! ને પછી તરત પોતાની પોઝિશન લઈને ફટ-ફટ-ફટ કરતાં ડાયલોગ્ઝ બોલવા માંડે.  



મને સતત એ વાતની સભાનતા રહેતી હોય છે કે મારી ઓફિસના ટાઈમિંગ સાચવવા માટે ડિરેકટર રાત્રે આટલા મોડા રિહર્સલ ગોઠવે છે,’ પ્રતીક ક્હે છે, ‘મને થિયેટરની જરુર છે, થિયેટરની મારી જરુર નથી. હું તૈયારી વગર રિહર્સલ પર પહોંચું તે કેવી રીતે ચાલે?’

રિહર્સલના તે સમયગાળા દરમિયાન ક્યારેક મનોજ શાહ પોરસાઈને કહેતા, 'ચંદ્રકાંત બક્ષી પોતાના અલકા સ્ટોરમાં સવારના નવથી રાત્રે દસ સુધી મહેનત કરતા, જ્યારે મારા બક્ષીબાબુ (પ્રતીક) સવારના નવથી રાતના સાડાઅગિયાર સુધી પરસેવો પાડે છે!

હું, ચંદ્રકાંત બક્ષી’ નાટકે પ્રતીક્ને એક જુદી જ ભ્રમણક્ક્ષામાં મૂકી દીધા. તે પછી બે યારદ્વારા ફિલ્મોમાં ગ્રાન્ડ એન્ટ્રી મારી. આ ફિલ્મ ન્યુ વેવ ગુજરાતી સિનેમામાં સીમાચિહ્ન રુપ પૂરવાર થયું. ત્યાર બાદ આવ્યું મોહનનો મસાલો’. જૂન મહિનાના પ્રારંભમાં સાબરમતી જેલમાં સેંકડો કેદીઓ સામે આ નાટક ભજવવાનો અનુભવ ગજબનો રહ્યો. લેખના પ્રારંભમાં નોંધ્યું તેમ, આગામી શુક્રવારે એટલે કે દસમી જૂને પ્રતીક આ એક એકપાત્રીય ફુલલેન્થ નાટક બેક-ટુ-બેક ત્રણ ભાષાઓમાં ભજવીને એક રેકોર્ડ બનાવવા જઈ રહૃાા છે. વચ્ચે ઓફિસમાંથી ફરી એક વાર લાંબી રજાઓ લઈને ગુજરાતી થ્રિલર રોંગસાઈડ રાજુનું શૂટિંગ પતાવ્યું. આ મહત્ત્વાકંક્ષી ફિલ્મ અભિષેક જૈનના પ્રોડકશન હાઉસ તેમજ અનુરાગ ક્શ્યપ એન્ડ પાર્ટીના ફેન્ટમ ફિલ્મ્સ બેનર દ્વારા સંયુકતપણે હેઠળ મિખિલ મુસળેના ડિરેકશનમાં તૈયાર થઈ રહી છે.

પ્રતીક ફિટનેસ ફ્રીક છે. આટલા વ્યસ્ત શેડ્યુલ વચ્ચે પણ જો રોજ એકાદ ક્લાક એકસરસાઈઝ ન કરે તો એમને ચેન પડતું નથી! ભરપૂર પરિશ્રમ કરવાની ક્ષમતા, ક્ડક શિસ્તપાલન અને સાલસ સ્વભાવ પ્રતીક્ને અન્યો કરતાં જુદા પાડે છે. પ્રતીક્નાં પત્ની ભામિની ગાંધી તો એમનું ય માથું ભાંગે એવાં તગડાં એકટ્રેસ છે જે હાલ વેઈટિંગ રુમ્સનાટક દ્વારા તરંગો સજી રહૃાાં છે. ભામિની સાથે બે પાત્રોવાળું નાટક કરવાની પ્રતીક્ને તીવ્ર ઈચ્છા છે. નેચરલી. 


શું જોબ કરવાને બદલે પ્રતીક શરુઆતથી જ જીદપૂર્વક ફક્ત અને ફક્ત અભિનયજગતમાં રમમાણ રહ્યા હોત તો શું એક એક્ટર તરીકે આજે હાંસલ કર્યું છે એના કરતાં અનેકગણું વધારે પ્રાપ્ત કરી શક્યા હોત? ખબર નથી. આનાથી ઊલટું, ધારો કે તેમણે ફકત કોપોર્રેટ કરીઅર પર સમગ્ર શક્તિઓ કેન્દ્રિત કરી હોત તો તેઓ તે ક્ષેત્રમાં ઘણા વધારે આગળ વધી ગયા હોત? આનો જવાબ પણ આપણે જાણતા નથી. કદાચ આ 'જો-અને-તો'વાળા સવાલોનો કશો મતલબ હોતો નથી. જે છે તે આપણી આંખ સામે છે. જે કંઈ બન્યું છે તે સુંદર છે, ઉત્તમ છે. હું તો કેવળ એક્ટર / રાઈટર / સિંગર / વોટેવર બનવા સ્રર્જાયો છું એવું માની લઈને પોતાનું ભણતર, ડિગ્રી વગેરે તોડી-છોડી દઈને સ્ટ્રગલર તરીકે હેરાનપરેશાન થતા જુવાનિયાઓ માટે પ્રતીક એક ઉદાહરણ બની શકે તેમ છે. પ્રતીક ગાંધીના કેસ પરથી સમજાય છે કે પોતાનાં પેશનને ફોલો કરવા માટે, ખુદની ક્રિયેટિવ ભૂખ શમાવવા માટે આર્થિક સલામતી આપતી નિશ્ર્ચિત પગારવાળી જોબ કે કરીઅરને લાત મારવાની હંમેશાં જરુર હોતી નથી. તમારામાં ટેલેન્ટ હશે, મહેનત કરવાની તાકાત હશે અને નસીબયોગે સારી તકો મળતી રહેશે તો તમે તમે ફુલટાઈમ જોબ કરતાં કરતાં પણ આર્ટિસ્ટ તરીકે આકર્ષક રીતે વિકસી શકો છો. અલબત્ત, સૌની તાસીર અને ક્ષમતા જુદી જુદી હોય છે. સૌએ ખુદના માંહ્યલાનો અવાજ સાંભળીને સમજદારીપૂર્વક પગલાં ભરવાં પડે  છે.  



મુંબઈમાં બે વર્ષ પહેલાં ઘર ખરીદી લીધું છે,’ પ્રતીક્ ગાંધી સમાપન કરે છે, ‘હવે હું કોર્પોરેટ વર્લ્ડને અલવિદા ક્હેવાનું વિચારી શકું છું. હવે મારા માટે નાઉ-ઓર-નેવર જેવી સ્થિતિ આવી ગઈ છે. અલબત્ત, ફકત એકિટંગ કરીને સંતોષ માની લઉં એવો મારો સ્વભાવ નથી. કોર્પોરેટ ફિલ્ડના મારાં આટલાં વર્ષોના અનુભવને આધારે ક્ન્સલ્ટન્સી ફર્મ જેવું સાઈડમાં જરુર શરુ કરીશ.
   

ઓલ ધ બેસ્ટ, પ્રતીક. 
0 0 0