Tuesday, August 30, 2016

‘કવિ' શબ્દ હવેથી અમે જાળવીને વાપરીશું...

સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - બુધવાર  - 3૧ ઓગસ્ટ  ૨૦૧૬ 

ટેક ઓફ

રવીન્દ્રનાથ ટાગોર અને ઝવેરચંદ મેઘાણી ભલે સમકાલીન ગણાય, પણ ઉંમરમાં મેઘાણી કરતાં ટાગોર ૩૫ વર્ષ મોટા. મેઘાણી પર કવિવરનો કેવો પ્રભાવ હતો? આ બન્ને શબ્દસ્વામીઓ વચ્ચે સંબંધ કેવી  રીતે સ્થપાયો અને વિસ્તર્યો હતો? 


ઝવેરચંદ મેઘાણી

ભારતના બે ઉત્તમોત્તમ સાહિત્યપુરુષોનાં જન્મ-મૃત્યુદિન ઓગસ્ટ મહિનામાં પડે છે. રવીન્દ્રનાથ ટાગોરનો મૃત્યુદિન ૭ ઓગસ્ટ હતો, જ્યારે ઝવેરચંદ મેઘાણીનો જન્મદિન હજુ ત્રણ દિૃવસ પહેલાં જ ગયો - ૨૮ ઓગસ્ટ. ટાગોરે ૮૦ વર્ષની ભરપૂર ઉંમરે દૃેહ છોડ્યો હતો.  એમના અવસાન બાદ છ વર્ષે, ૧૯૪૭માં, મેઘાણીનુ નિધન થયું.

(નોંધઃ આજના 'સંદેશ' અખબારમાં છપાયેલા આ લેખમાં હકીકતદોષ રહી ગયો છે. 28 ઓગસ્ટનો ઉલ્લેખ મેઘાણીના જન્મદિનને બદલે મૃત્યુદિન તરીકે થયો છે. સ્લિપ-ઓફ-પેન  (અથવા કી-બોર્ડ) આને જ કહેતા હશે. ક્ષમસ્વ.)  

આ બન્ને શબ્દૃસ્વામીઓ ભલે સમકાલીન ગણાય, પણ ઉંમરમાં મેઘાણી કરતાં ટાગોર ૩૫ વર્ષ મોટા. મેઘાણી પર કવિવરનો કેવો પ્રભાવ હતો? તેમની વચ્ચે કેવી રીતે પ્રત્યક્ષ સંબંધ સ્થપાયેલો અને વિકસેલો? આ સવાલોના જવાબમાં ઝવેરચંદૃના પૌત્ર પિનાકી મેઘાણીએ તારવેલી વિગતો ખરેખર માણવા જેવી છે.
ઝવેરચંદૃ મેઘાણીના મોટા ભાઈ કલકત્તામાં સ્થાયી થયા હતા. તેઓ બીમાર પડતા બાવીસ વર્ષના જુવાનજોધ મેઘાણીએ ૧૯૧૮માં ઓિંચતા કલકત્તા જવું પડેલું. રોકાણ લંબાતા જીવણલાલ એન્ડ કંપની નામની એલ્યુમિનિયમનાં વાસણો બનાવતા કારખાનામાં કામ કરવા લાગ્યા. રસ્તાઓ પર ફરતા હોય ત્યારે એમની આંખો દૃુકાનોના સાઈનબોર્ડ્સ પર સરકતી રહે. બંગાળી અક્ષરો સાથે પરિચય કેળવાતો ગયો. સભાનતાપૂર્વક બંગાળી ભાષા શીખવાનું શરુ કર્યુ. ક્રમશ: બંગાળી સાહિત્યના સીધા સંપર્કમાં આવવાનું થયું. કવિવર રવીન્દ્રનાથ ટાગોર અને તેમના સાહિત્ય પ્રત્યે આદૃરભાવ કેળવાવો સ્વાભાવિક હતો.

મેઘાણીની સર્વપ્રથમ પ્રકાશિત પુસ્તક ‘કુરબાનીની કથાઓ'ના મૂળમાં ટાગોર જ છેને. ૧૯૦૦મા ટાગોરનું ‘કથા ઉ કાહિની' નામનું પુસ્તક પ્રગટ થયેલું. તેમાં એમણે શીખ, રાજપૂત, બૌદ્ધ, મરાઠા નરબંકાઓના સ્વાર્પણ તેમજ ત્યાગને ઉજાગર કરતા કથાગીતો લખ્યાં હતાં. મેઘાણીએ એમાંથી અઢાર ચોટદૃાર ઘટનાઓ પસંદૃ કરી, તેને ગદ્ય સ્વરુપમાં આપી, ‘કુરબાની કથાઓ'માં સંગ્રહિત કરી. ટાગોરનું ઋણ સ્વીકારતાં મેઘાણીએ લખ્યું છે: ‘આ મારું પહેલું પુસ્તક છે એટલું જ કહેવું બસ નથી. આ પુસ્તકે મારા માટે વાચકજગતમાં અજવાળું કરી આપ્યું એ ગુણ હું કેમ ભુલી શકું?'

Meghani with Nandlal Bose


ટાગોર અને મેઘાણીનો સૌથી પહેલો વ્યવસ્થિત મેળાપ કલકત્તામાં નહીં, પણ મુંબઈમાં થયો હતો, ૧૯૩૩માં. કવિવરના અંતરંગ સાથી અને વિખ્યાત ચિત્રકાર નંદૃલાલ બોઝે ખાસ ભલામણ કરેલી: ઝવેરચંદૃ મેઘાણીને મળીને ગુજરાતના લોકસાહિત્યનો આસ્વાદૃ ખાસ માણવા જેવો છેે! ટાગોરના ગુજરાતી શિષ્યો બચુભાઈ શુકલ અને પિનાકીન ત્રિવેદૃીએ મુલાકાત ગોઠવી. નિર્ધારિત દિૃવસે સવારના સાડાસાત વાગે ફોર્ટ સ્થિત સર દૃોરાબજી ટાટા પેલેસમાં ઉતરેલા ટાગોરને મળવા મેઘાણી પહોંચી ગયા. મુલાકાત માટે માંડ અડધો કલાક ફાળવવામાં આવેલો, પણ આટલા ઓછા સમયમાંં મેઘાણીની ધોધમાર પ્રતિભા કેવી રીતે ઝીલાય? ગુજરાતના લોકસાહિત્ય, લોકજીવન અને લોકસંસ્કૃતિની શૌર્ય-શૃંગારથી ભરપૂર વાતો તેમજ લોકગીતોની મેઘાણીએ એવી તો રમઝટ બોલાવી કે ટાગોર પ્રસન્ન થઈ ગયા. મેઘાણીએ ગુજરાત અને બંગાળનાં લોકગીતોની તુલનાત્મક વાતો પણ કરી. ટાગોર ઝુમી ઉઠ્યા. સપાટામાં દૃોઢ કલાક વીતી ગયો.

બે સાચા સાહિત્યસંગીઓનો સંવાદૃ સોળે કળાએ ખીહ્લયો હતો બરાબર તે જ વખતે તેજલિસોટા જેવી એક માનુની  પ્રગટ થઈ. એ હતાં સરોજિની નાયડુ. કવિવરે એમને નવ વાગ્યાનો સમય આપેલો. મુલાકાત-ખંડમાં જે પ્રકારનો માહોલ છવાયેલો હતો તેના પરથી સરોજિની નાયડુ તરત પરિસ્થિતિ કળી ગયાં. એમણે કહ્યું, ‘આવી રસભરી ગોઠડીમાં ભંગ પાડતા મારો જીવ ચાલતો નથી. મારો સમય હું મેઘાણીને ફાળવું છું!' જતાં જતાં તેઓ ભલામણ સુધ્ધાં કરતાં ગયાં કે મેઘાણીને તો ખુદૃ ગાંધીજીએ ‘રાષ્ટ્રીય શાયરનું બિરુદૃ આપ્યું છે એટલે ગુરુદૃેવ, મેઘાણી પાસેથી એમણે રચેલાં દૃેશપ્રેમનાં ગીતો ખાસ સાંભળજો!

બોલપુર રેલવે સ્ટેશન પર ઝવેરચંદ મેઘાણીનું ભાવભીનું સ્વાગત 

વાતવાતમાં ટાગોરે કહ્યું કે હું કાઠિયાવાડ બે વાર આવી ગયો છું. વિરમગામ વટાવતાંની સાથે જ જે રીતે છોગાળી પાઘડીઓ અને હવામાં ઉડ-ઉડ કરતી ઓઢણીઓ દૃેખાવા લાગી હતી ને જોતાં લાગતું હતું કે જાણે હું કોઈક રંગપ્રેમી પ્રદૃેશમાં આવી ગયો છું!  મેઘાણીએ કહેલું: ‘ગુરુદૃેવ, બેય વખતે તમે કાઠિયાવાડી રાજવીઓના મહેમાન બનીને આવ્યા હતા એટલે તળપદૃું લોકજીવન તમારાથી દૃૂર રહી ગયું. હવે ત્રીજી વાર આવો ત્યારે એવી રીતે આવજો કે જેથી આ ભૂમિના લોકસંસ્કાર અને લોકવાણીથી નિકટ રહી શકાય. કાઠિયાવાડ તમને નિતનવાં ગીતો, કાવ્યો અને કથાઓની અખૂટ સામગ્રી આપશે...'

ટાગોરે જવાબ આપ્યો, ‘કાઠિયાવાડ આવવાનું મન તો બહુ છે, પણ હવે તો કોણ જાણે... પણ એમ કર, તું જ શાંતિનિકેતન આવ. આપણે બેઉ ગુજરાતી અને બંગાળી લોકગીતોની મેળવણી કરીશું ને ચૂંટીને અંગ્રેજી અનુવાદૃ સાથે પ્રગટ કરીશું. જરુર આવ તું... પણ હા, શિયાળામાં આવજે. ઉનાળો અમારે ત્યાં બહુ આકરો.'

આ ઠાલી ઔપચારિકતા નહોતી. કલકત્તા પરત ગયા બાદૃ ગુરુદૃેવે નંદૃલાલ બોઝ મારફતે મેઘાણીને શાંતિનિકેતન આવવાનું વિધિસર નિમંત્રણ મોકલ્યું હતું. જોકે ટાગોર-મેઘાણીની પહેલી અને બીજી મુલાકાત વચ્ચે આઠ વર્ષનાં વહાણાં વાઈ ગયાં. ૧૯૪૧માં શાંતિનિકેતનના વિદ્યાર્થી સંગઠન તરફથી ગુજરાતનાં લોકસાહિત્ય અને લોકગીતો પર ચાર વ્યાખ્યાન આપવા માટે મેઘાણીને ફરી આમંત્રણ મળ્યું. મેઘાણી મૂંઝવણમાં મૂકાયા. એક બાજુ તેઓ ગુજરાતના લોકસાહિત્યને આંતરપ્રાંતીય દૃુનિયામાં લઈ જવા માગતા હતા. એમને ખાતરી હતી કે અન્ય પ્રાંતોના લોકસાહિત્યની સરખામણીમાં આપણું સાહિત્ય જરાય ઊતરતું પૂરવાર નહીં થાય. બીજી તરફ તેમના મનમાં સંકોચ મિશ્રિત ડર હતો કે એક વિશ્ર્વકવિના ગાને રસાયેલી ને પોષાયેલી શાંતિનિકેતન જેવી મહાન સંસ્થા સામે હું ખડો રહી શકીશ? છેવટે તેમણે નક્કી કર્યું: ‘હું ટાગોરનો કરજદૃાર છું. આઠ વર્ષનું વ્યાજ ચડ્યું છે. મારા ઈષ્ટ વિષયનું શ્રેય, તેમ મારી પ્રગતિશીલતાની કસોટી પણ ત્યાં જઈ સુવર્ણતુલાએ ચડી તોળાવામાં જ છે.'

મેઘાણી.. રતન-કુટિર પાસે
આખરે નિમંત્રણને નમ્ર સ્વીકાર કરીને મેઘાણીએ ૧૨ માર્ચ ૧૯૪૧ના રોજ ટાગોરની કર્મભૂમિ શાંતિનિકેતનમાં પગ મૂક્યો. બોલપુર એમનું ભાવભીનુ સ્વાગત કરવામાં આવ્યુંં. એકદૃમ ખાસ ગણાતા યુરોપિયન ગેસ્ટહાઉસ ‘રતન-કુટિર'માં એમને માનભેર ઉતારો અપાયો. શાંતિનિકેતનના નવ દિૃવસના રોકાણ દૃરમિયાન  મેઘાણીએ અંગ્રેજીમાં ચાર પ્રવચનો આપ્યાં: ફોક સોંગ્સ ઓફ ગુજરાત, ટેલ્સ ટોલ્ડ ઈન વર્સ (ગરબા-ગીતોમાં નિરુપાયેલી જીવનકથાઓ), ધ બાર્ડિક લોર (ચારણી વાણી) અને ફોકલોર: અ લિિંવગ ફોર્સ (લોકસાહિત્ય: એક જીવંત શકિત).


શાંતિનિકેતનનનાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ  સાથે ઝવેરચંદ મેઘાણી


ઓડિયન્સમાં યુપી અને આંધ્રનાં, હિમાલય અને િંસહલદ્વિપનાં, રાજપુતાના અને પંજાબ-િંસધ-બિહારનાં યુવાન વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ હતાં. ચીન, જાવા અને સુમાત્રાના સ્ટુડન્ટ્સ પણ હતા. વ્યાખ્યાનોની પૂર્વભૂમિકા બાંધતા મેઘાણીએ કહ્યું, 'મારા ગુજરાતના નવઘડતરમાં જે થોડાં બળો કામ કરી રહેલ છે તે પૈકીનું એક આ લોકસાહિત્ય. મારી જન્મદૃાત્રી ગુજરાતના ભૂતકાળનો પરિચય દૃેનાર આ લોકસાહિત્યે ઈતિહાસને દૃફતરે ન સચવાઈ શકેલી એવી કેટલીક વાતો જનેતાની અદૃાથી ચીંથરીઓમાં સાચવી રાખી છે, પણ ગુજરાતની કોઈ ગર્વિષ્ઠ વિશિષ્ટતા દૃેખાડવા, ગુજરાતના ન્યારાપણાના બણગાં ફૂંકવા હું નથી આવ્યો. લોકવાણીનો ઝોક સહિયારાપણા પર હોય છે. એમાં હુંકાર નથી. હું તો આવું છું ગુરુદૃેવે દૃીધેલ નોતરાના જવાબમાં, લોકવાણીની સમાનતા પકડવા, ટુ કમ્પેર નોટ્સ.'

મેઘાણીના ગાનમિશ્રિત વ્યાખ્યાનોએ ઉપસ્થિત રહેલા દૃેશવિદૃેશના આ સેંકડો વિદ્યાર્થીઓ ઉપરાંત અધ્યાપકોેને પણ મુગ્ધ કર્યા. મેઘાણી પછી એક જગ્યાએ નોંધ્યું છે:

‘...શાંતિથી સહુ સાંભળતા હતા. મારી અને શ્રોતાઓની વચ્ચે એક ભૂમિકા ઊભી થઈ ગઈ ને એ ઝાંખા પ્રકાશમાં મેં નિહાળ્યા અનેક ઉત્કંઠિત, પુલકિત, પારદૃર્શક, પ્રેમલ યુવાન ચહેરાઓ. આસ્થા અને આદૃર તેમના પર પથરાયાં હતાં. એક અજાણ્યા ગુજરાતીની આવડી મોટી ઘૃષ્ટતા પ્રત્યે રંજ માત્ર તુચ્છકાર કે સંકુચિતતા મેં તે ચહેરાઓ પર દૃીઠી નહીં. મારો ડર ગયો.'



શાંતિનિકેતનનનાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ  સાથે ઝવેરચંદ મેઘાણી


મેઘાણી શાંતિનિકેતન હતા એ અરસામાં ગુરુદૃેવ બહુ જ અશકત અને પથારીવશ હતા. ઝાઝું જોઈ કે સાંભળી શકતા નહીં. નંદૃલાલ બોઝે મેઘાણીને કહ્યું, ‘ચાલો, કવિવરને મળવા. અશકિતને કારણે થોડાંને જ મળે છે, પણ તમને મળીને રાજી થશે. મેઘાણીએ કહ્યું, 'મારે એમની શકિત નથી બગાડવી. કોઈક વધારે મહત્ત્વના કાર્યમાં એ ખપ લાગશે. નંદૃલાલ બોઝ સાથે ગુરુદૃયાલ મલ્લિકે પણ અતિ આગ્રહ કર્યો એટલે મેઘાણી ગુરુદૃેવના તે વખતના નિવાસસ્થાન ‘શ્યામલી'ના પગથિયાં સુધી જઈ, ત્યાંથી જ ચરણરજ લઈને પાછા ફર્યા. જતાં જતાં સંદૃેશો છોડતા ગયા: ‘ગુરુદૃેવને કહેજો, મેઘાણી આવેલ ને આપને આપેલ વચન નિભાવીને ગયેલ છે...'

૧૯૪૧ના માર્ચમાં મેઘાણીએ શાંતિનિકેતનની મુલાકાત લીધી ને એના ફકત સાડાચાર મહિના પછી, ૭ ઓગસ્ટ ૧૯૪૧ના રોજ રવીન્દ્રનાથ ટાગોરનું મૃત્યુ થયું. મેઘાણી ખૂબ આઘાત પામ્યા. કવિવરને ભાવપૂર્વ અંજલિ આપતા એમણે લખ્યું હતું: ‘તમે કવિ હતા. ‘કવિ' શબ્દૃ હવેથી અમે જાળવીને વાપરશું.'

૧૯૨૦માં કલકત્તામાં ટાગોરના મુખેથી એમનું લોકપ્રિય કાવ્ય ‘નવવર્ષા સાંભળ્યું હતું. એ કાવ્ય સતત મેઘાણીના મન-હૃદૃયમાં રમતું રહ્યું હતું. આખરે ટાગોરના મૃત્યુનાં ત્રણ વર્ષ બાદૃ, ૧૯૪૪માં, મેઘાણીએ તે કાવ્યનો ગુજરાતીમાં અનુવાદૃ નહીં, પણ અનુસર્જન કર્યું. આ એ જ ગીત છે જે સાંભળીને આપણે આજની તારીખે પણ થનગની ઉઠીએ છીએ: 'મન મોર બની થનગાટ કરે...'  આ ગીત વાસ્તવમાં ટાગોરની ત્રીજી પુુણ્યતિથિએ પ્રગટ કરેલાં ‘રવીન્દ્ર વીણા' પુસ્તકનો અંશ છે. મેઘાણીએ આ પુસ્તકમાં ૬૪ જેટલાં રવીન્દ્ર-કાવ્યોને ગુજરાતીમાં અવતાર્યાં, જેમાં 'મન મોર બની થનગાટ કરે' ઉપરાંત ‘ગાજે ગગને મેહુલિયો રે', ‘આવજો આવજો વાલી બા', ‘કોઈ દૃી સાંભરે નૈ', ‘ગામના લોકો મૂરખા રે એને કાળવી કે'તા રે' જેવી અન્ય જાણીતી રચનાઓ પણ છે.

મેઘાણી પચાસ વર્ષ જીવ્યા હતા. ફકત પચાસ વર્ષ! જે માણસ આટલા ટૂંકા જીવનમાં આટલું વિરાટ કામ કરી શક્યો એ જો ટાગોરની માફક  દૃીર્ઘાયુષ પામ્યો હોત તો આજે ગુજરાતી સાહિત્ય કેટલું વધારે સમૃદ્ધ હોત તે મીઠી કલ્પનાનો વિષય છે.

0 0 0

Wednesday, August 24, 2016

ટેક ઓફ: વહાબીઝમ અને સલાફીઝમ: અધર્મ, આતંક અને આત્યંતિકતાની વચ્ચે...

સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ  - ૨4 ઓગસ્ટ ૨૦૧૬ 

ટેક ઓફ

દૃુનિયામાં ચારે બાજુ જે આતંકવાદ ફેલાયો છે એનો મુખ્ય સોર્સ વહાબી  વિચારધારા છે એવું યુરોપિઅન પાર્લામેન્ટે આઈડેન્ટિફાઈ કર્યું છે. આઈએસઆઈએસ જેવું સૌથી આતંકવાદૃી જુથ સલાફી વિચારધારાને અનુસરે છે. શું છે આ વહાબી અને સલાફી વિચારધારાઓ?





લ-કાયદૃા, આઈએસઆઈએસ જેવાં ખતરનાક આતંકવાદૃી જુથો અને બે પગ વચ્ચે પૂંછડી દૃબાવીને વિદૃેશમાં લપાઈ ગયેલા ઝકિર નાઈક નામના નઠારા માણસનાં અધમ કારનામાને કારણે બે શબ્દૃો એકદૃમ ચર્ચામાં આવી ગયા છે - વહાબીઝમ અને સલાફીઝમ. દૃુનિયામાં ચારે તરફ જે આતંકવાદૃ ફેલાયો છે એનો મુખ્ય સોર્સ વહાબી  વિચારધારા છે એવું ખુદૃ યુરોપિઅન પાર્લામેન્ટે આઈડેન્ટિફાઈ કર્યું છે. આઈએસઆઈએસ જેવું સૌથી આતંકવાદૃી જુથ સલાફી વિચારધારાને અનુસરે છે. શું છે આ વહાબી અને સલાફી વિચારધારાઓ? સમજવાનો પ્રયત્ન કરીએ.

વહાબી વિચારધારાના જનક મોહમ્મદૃ ઈબ્ન અબ્દૃ અલ-વહાબ ગણાય છે. અઢારમી સદૃીમાં તેઓ સાઉદૃી એરેબિયાના રણપ્રદૃેશમાં લગભગ વણઝારા જેવું જીવન જીવતા વસતા મુસ્લિમોને ઈસ્લામના પુનરુત્થાન વિશે ઉપદૃેશ આપતા. તેમનું માનવું હતું કે  વિદૃેશી આક્રમણો (યુરોપના આધુનિકવાદૃને પણ તેઓ વિદૃેશી આક્રમણનું જ એક સ્વરુપ ગણતા હતા) ઉપરાંત ઈસ્લામની કેટલીક પ્રચલિત માન્યતાઓને લીધે ઓરિજિનલ ઈસ્લામનું સૂક્ષ્મપણે ધોવાણ થઈ રહ્યું છે. ઈસ્લામનું પુનરુત્થાન કરવું હોય તો આ સઘળી અસરોને જડમૂળથી ઉખાડીને ફેંકી દૃેવી પડે. ઈબ્ન અબ્દૃ અલ-વહાબીનું સ્પષ્ટ માનવું હતું કે પૃથ્વી પરની સમગ્ર માનવજાતિ માટે ભગવાન એક જ છે - અલ્લાહ. આ સિવાય બીજા કોઈ ભગવાન હોઈ જ ન શકે. ક્રમશ: એમના ઉપદૃેશોમાં જિહાદૃને વધારે પડતું મહત્ત્વ મળવા લાગ્યું. જિહાદૃ શબ્દૃના બે અર્થ થાય છે. એક તો, ખુદૃનાં પાપો અને નબળાઈઓ સામેનો આધ્યાત્મિક સંઘર્ષ અને બીજો, અલ્લાહમાં ન માનનારાઓ સામે યુદ્ધ.

ઈબ્ન અબ્દૃ અલ-વહાબ ૮૯ વર્ષ જીવ્યા - ૧૭૦૩થી ૧૭૯૨. તેમના અનુયાયીઓ વહાબી કહેવાયા. અઢારમી સદૃીના મધ્યથી તેમને આરબ શાસકોનો રાજકીય સપોર્ટ મળવા લાગ્યો હતો. વહાબીઓ વધુ ને વધુ તાકાતવાન બનતા ગયા એનાં બે કારણ છે. એક તો, સાઉદૃીનું તૈલી નાણું અને બીજું, ઈસ્લામમાં જેને સૌથી પવિત્ર સ્થાન ગણવામાં આવ્યાં છે તે મક્કા અને મદૃીનાનો કારભાર સાઉદૃી એરેબિયાના હાથમાં હોવો. હવે મિડીયામાં જાહેર થયેલા થોડા આંકડા જાણી લો. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે અંદૃાજ લગાવ્યો છે કે છેલ્લા ચાર દૃાયકામાં સાઉદૃી એરેબિયાએ દૃુનિયાભરમાં ફેલાયેલા અમુક મુસ્લિમ ચેરિટેબલ ફાઉન્ડેશન્સ એટલે કે સંસ્થાઓને ૧૦ બિલિયન ડોલર (લગભગ ૬૭૩ અબજ રુપિયા) કરતાંય વધારે નાણાંની ખેરાત કરી છે. શા માટે? આ સંસ્થાઓ મેઈનસ્ટ્રીમ સુન્ની ઈસ્લામને કટ્ટરવાદૃી વહાબીઝમમાં કન્વર્ટ કરવાની કોશિશ કરી શકે, તે માટે. દૃુનિયાના ૮૫ ટકા કરતાં વધારે મુસ્લિમો  સુન્ની છે. સુન્નીઓ સામાન્યપણે ભૌતિક જગત પર ઈશ્ર્વરની સર્વોપરીતા, રાજકારણ અને સમાજજીવન પર ભાર આપે છે, જ્યારે શિયા સંપ્રદૃાયમાં શહાદૃત અને ભોગ આપવાનો વિશેષ મહિમા છે. આરબ દૃેશો, તુર્કી, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદૃેશ, મલેશિયા, ઈન્ડોનેશિયામાં વસતા બહુમતી મુસ્લિમો સુન્ની છે, જ્યારે ઈરાક, ઈરાન અને બહેરીનમાં શિયા મુસ્લિમોનું પ્રમાણ વધારે છે.

સાઉદૃી એરેબિયાએ ચાલીસ વર્ષમાં ૧૦ બિલિયન ડોલર વહાબી વિચારધારાના પ્રચાર માટે ખર્ચ્યા છે તે વાત કરતાંય વધારે ગંભીર બાતમી તો આ છે: યુરોપિઅન યુનિયનના ઈન્ટેલિજન્સ એકસપર્ટ્સનું કહેવું છે કે આ અધધધ નાણાનો ૧૫થી ૨૦ ટકા હિસ્સો અલ-કાયદૃા પ્રકારના ખતરનાક જિહાદૃી આતંકવાદૃી જુથો તરફ ડાઈવર્ટ કરી દૃેવામાં આવ્યો છે. આતંકવાદૃી જુથો પાસે આધુનિક શસ્ત્રોઅસ્ત્રો વસાવવાના, ઊભરતા આતંકવાદૃીઓને ટ્રેિંનગ આપવાના તેમજ પોતાનો આંતરરાષ્ટ્રીય કારભાર ચલાવવાનાં નાણાં ક્યાંથી આવે છે તે વાતનો તાળો હવે મળે છે?



હવે સલાફીઝમ શું છે તે જોઈએ. સલાફી શબ્દૃ અસ-સલાફ અસ-સલીહીન પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે પુરાણી મુસ્લિમ કોમના પવિત્ર વારસદૃારો. સલાફી વિચારધારાનો જન્મ ઓગણીસમી સદૃીમાં ઈજિપ્તના કરો શહેરમાં આવેલી અલ-અઝહર યુનિવર્સિટીમાં એક બૌદ્ધિક ચળવળના ભાગરુપે થયો હોવાનું મનાય છે. મુહમ્મદૃ અબ્દૃુહ (૧૮૪૯-૧૯૦૫), જમાલ અલ-દિૃન અલ-અફઘાની અને રશિદૃ રિદૃા આ ચળવળના નેતા હતા. સલાફીઓ માને છે કે અગાઉના મુસ્લિમો ઈસ્લામનો મૂળ અર્થ સમજી શક્યા હતા અને તે અનુસાર સાચું ધર્મપાલન કરતા હતા, પણ ધીમે ધીમે ભેળસેળ થવા માંડી અને ઈસ્લામ ધર્મ પોતાના મૂળ રસ્તાથી ભટકી ગયો. સલાફીઓનો ઉદ્દેશ આ હતો: ઓરિજિનલ ઈસ્લામનું નવેસરથી અર્થઘટન કરવું અને સંભવત: ઈસ્લામને મોડર્ન ઘાટ આપવો.

સલાફીઓ ઈસ્લામના અત્યંત કડક અર્થઘટનમાં (જે એમની દૃષ્ટિએ સાચું અને અંતિમ અર્થઘટન છે) તેમજ તેેના પાલનમાં માને છે. તેમના માટે મધ્યમમાર્ગ કે વૈકલ્પિક વિચારધારા જેવું કશું છે જ નહીં. માણસ મુસ્લિમ હોય કે નોન-મુસ્લિમ હોય, જો એ સલાફીઓના અર્થઘટન મુજબના ઈસ્લમાનને અનુસરવા માગતો ન હોય તો એ આકરામાં આકરી સજાને પાત્ર બની જાય છે. સલાફીઓનો સંદૃેશો સ્પષ્ટ છે: સલાફી વિચારધારા જ ઈસ્લામનું સૌથી શુદ્ધ સ્વરુપ છે અને એને દૃેશ કે સંસ્કૃતિ સાથે કશું લાગતુંવળગતું નથી. \

આમ, વહાબી વિચારધારા અને સલાફી વિચારધારા ભલે એકમેકના પ્રતિબિંબ જેવી લાગતી હોય, પણ તે અલગ અલગ રીતે આકાર પામી છે. ઈજિપ્તમાં જન્મેલી સલાફી વિચારધારા િંકગ ફૈઝલના શાસન દૃરમિયાન સાઉદૃી એરેબિયા પહોંચી. વહાબી વિચારધારા આધુનિક અસરોનો સંપૂર્ણપણે અસ્વીકાર કરે છે, જ્યારે સલાફી વિચારધારા ઈસ્લામના મૂળ સ્વરુપ સાથે આધુનિકતાને જોડવા માગે છે. એક વાત બન્નેમાં કોમન છે: ઈસ્લામના કેટલાક પ્રચલિત ઉપદૃેશ અને શિક્ષણ, કે જેમાં અન્ય ધર્મોનો આદૃર કરવાની વાત સામેલ છે, તેનો સંપૂર્ણ ત્યાગ અને તેને બદૃલે ઈસ્લામનું ફંડામેન્ટલિસ્ટ અર્થઘટન. અલબત્ત, વહાબીઓ અને સલાફીઓમાં બધા અનિવાર્યપણે આત્યંતિક જ હોય છે એવુંય નથી. આ બન્ને વિચારધારાઓમાં અમનના અિંહસક માર્ગે ચાલનારાઓથી માંડીને ખૂંખાર જિદૃાહીઓ સુધીની આખી રેન્જ છે.

૧૯૮૦ના દૃાયકા દૃરમ્યાન મુસ્લિમ યુવાવર્ગનો એક હિસ્સો નવાં સ્વરુપે ઊભરેલા વહાબીઓનાં જુથ ગ્રુપ્સ) તરફ આકર્ષાવા લાગ્યો હતો. આ એવાં જુથો હતા જેમણે સલાફી વિચારધારાના અમુક ટુકડાઓને પણ અપનાવ્યા હતા, જે  સામાજિક ન્યાય ઝંખતા હતા અને જે (તેમની દૃષ્ટિએ) કુરાનમાં સૂચવેલી સજાઓનો અમલ કરવા માગતા હતા. તેઓ બેધડક આત્મઘાતી હુમલા કરી જાણે છે. માણસને પોતાનો જીવ સૌથી વધારે વહાલો હોય છે. મોતનો ભય દૃેખાડીને એના પર બ્રેક મારી શકાય છે અથવા એ જાતે અટકીને પાછો વળી જાય છે, પણ જેનામાંથી મરવાનો ડર જ નાબૂદૃ થઈ ગયો હોય તેનું શું કરવું? આવો માણસ ઠંડા કલેજે ભયાનકમાં ભયાનક કાંડને અંજામ આપી શકે છે. દૃેખીતું છે ક્ે ધર્મના નામે આત્મઘાતી હુમલા કરવા તત્પર રહેતાં આવાં ઝનૂની સ્ત્રી-પુરુષોના જોરે જ આ ટેરરિસ્ટ ગુ્રપ્સ આટલા ઘાતક બની ગયા છે.

સલાફીઝમને યુરોપમાં સૌથી વધારે ઝડપે વિકસી રહેલી ઈસ્લામિક મુવમેન્ટ ગણવામાં આવે છે. જર્મનીમાં સક્રિય સલાફિસ્ટોની સંખ્યા ૨૦૧૨થી ૨૦૧૫ દૃરમિયાન ૩૮૦૦થી વધીને ૬૩૦૦ જેટલી થઈ ગઈ છે એવો અંદૃાજ  છે. સલાફિસ્ટ જુથોમાં જોડાતા પુરુષો પૈકીના મોટા ભાગના ૧૮ થી ૩૦ વર્ષના હોય છે. મોટે ભાગે એમનાં પરિવારો બીજા દૃેશોમાંથી આવ્યા હોય છે અને નવા યુરોપિયન માહોલમાં બે છેડા ભેગા કરવા સંઘર્ષ કરતા હોય છે. આવાં ઘરોમાંથી આવતા જુવાનિયાઓને સલાફી જુથો ચલાવનારાઓ હૂંફનો અનુભવ કરાવે છે, તેમને જીવન જીવવાનો નવો હેતુ અને દિૃશા આપે છે. તેમના મનમાં એવું ભૂસું ભરાવે છે કે આજે તમે ભલે સમાજના નીચલા સ્તરે રહ્યા,  પણ જો સલાફી વિચારધારા પ્રમાણે ચાલશો ને ભવિષ્યમાં સલાફીઓનું રાજ સ્થપાયું તો તમે સૌથી ટોપ પર હશો!



ઈજિપ્તની ૮ કરોડ ૨૦ લાખની વસ્તીમાં ૫૦ થી ૬૦ લાખ લોકો સલાફી હોવાનો અંદૃાજ છે. બ્રિટનની યુનિવર્સિટીઓમાં પણ સલાફી વિચારધારા ઉત્તરોત્તર પોપ્યુલર બની રહી હોવાનું સ્થાનિક શાસકોનું નિરીક્ષણ છે. ચીનમાં પણ છેલ્લા કેટલાક દૃાયકાઓ દૃરમિયાન સલાફીઓએ હાજરી પૂરાવી છે. તેઓ હવે ચીની પ્રશાસનના ધ્યાનમાં આવી ગયા છે. ખાસ કરીને નાઈન-ઈલેવનના હુમલા પછી સલાફી જુથોની હિલચાલ પર ચાંપતી નજર રાખવામાં આવે છે. નોંધવા જેવી વાત એ છે કે દૃુનિયાભરના સલાફીઓને આવરી લેતું કોઈ એક આંતરરાષ્ટ્રીય સંગઠન કાર્યરત નથી. સલાફીઓના અલગ અગલ જુથો દૃુનિયાના જુદૃા જુદૃા હિસ્સાઓમાં પોતપોતાની રીતે એકિટવ છે. આમાંનું કોઈ જુથ બીજા જુથને જવાબદૃાર નથી કે કોઈની સાથે બંધાયેલું નથી.

ઈસ્લામમાં માનનારા જ સાચા, અને એ પણ શાંતિ અને ભાઈચારાની કદૃર કરતા ઈસ્લામમાં નહીં, પણ અમે જેવી રીતે ઈસ્લામનું અર્થઘટન કરીએ છીએ એમાં માનનારા, બાકી બધા ખોટા અને તેથી સજાને પાત્ર. આત્યંતિક વહાબી અને સલાફી વિચારાધારાનો આ અર્ક છે. આનો મુકાબલો ક્રવા માટે રાજક્ીય તાકતો જેટલું જ જોર અમન તેમજ  પ્રેમભાવમાં સક્રિય શ્રદ્ધા ધરાવતાં ડાહ્યાં, પ્રગતિશીલ, સુશિક્ષિત અને સ્વસ્થ મુસ્લિમ ભાઈબહેનો અને આગેવાનોએ પણ લગાવવું પડશે.  જો એમ નહીં થાય તો આ પાગલ લોકો ધરતીને નરક બનાવી મૂકશે.

૦ ૦ ૦

Tuesday, August 16, 2016

ટેક ઓફ: મેલું ઉપાડવું: જે દૃેખાતું નથી એનું અસ્તિત્ત્વ પણ નથી?

સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - ૧૭ ઓગસ્ટ ૨૦૧૬ 

ટેક ઓફ

આજે અસંખ્ય દૃલિતો માટે મેલું ઉપાડવાનું કામ ભૂતકાળ બની ગયું છે. એમનાં સંતાનો ઊંચી ડિગ્રીઓ મેળવે છે ને જીવનમાં ખૂબ આગળ વધે છે તે હકીકત છે... પણ માત્ર આ જ હકીકત નથી. અતીતના અટકી ગયેલા અતિદૃલિતોનું વાસ્તવ પણ આપણે સ્વીકારવું પડશે. અતિદૃલિતો, દૃલિતો અને સવર્ણો સૌએ પોતાની માનસિકતા બદૃલવી પડશે. 



‘અદૃશ્ય ભારત.'
ભાષા સિંહ નામનાં સામાજિક નિસ્બત ધરાવતાં  એક મહેનતુ પત્રકારે લખેલાં હિન્દૃી પુસ્તકનું આ શીર્ષક છે, જેની ટેગલાઈન વધારે ધારદૃાર છે - 'મૈલા ઢોને કે બજબજાતે યથાર્થ સે મુઠભેડ.

મૈલા ઢોના એટલે મેલું ઉપાડવું. બીજાઓનાં મળમૂત્ર સાફ કરવા. બીજાઓનાં મળમૂત્ર સાફ કરવાનું અતિ હીણપતભર્યું, ઘૃણાસ્પદૃ અને માણસના આત્મસન્માનને હણી નાખતું કામ ભારતમાં અતિદૃલિત ગણાતી આવતી કેટલીક જાતિઓ સદૃીઓથી કરતી આવી છે. ડબ્બા સંડાસ (જેમાં મળમૂત્ર સીધા નીચે રાખેલા ડબ્બામાં પડે, જે સફાઈકામદૃારો પછી ઊંચકીને લઈ જાય), વાડા સંડાસ અથવા શુષ્ક શૌચાલય (જાજરુના નામે ચાર દૃીવાલ ઊભી કરીને તૈયાર કરવામાં આવેલી વાડા જેવી જગ્યા, જેમાં લોકો આવી-આવીને મળત્યાગ કરીને જતા જાય. સફાઈકામદૃાર પછી તેને સાફ કરે), જાહેર શૌચાલયો, સેપ્ટિક ટેન્કો વગેરેને સાફ કરવાનું કામ કરતાં આ લોકો પાછા અશ્પૃશ્ય ગણાય એટલે સમાજના અન્ય વર્ગો એમને દૃૂર રાખે, એમની સાથે અપમાનજનક વર્તન કરે, હડધૂત કરે.

‘અરે પણ આ બધી તો ભૂતકાળની વાતો છે. હવે આપણે ત્યાં ક્યાં અશ્પૃશ્યતા કે મેલું ઉપાડવા જેવાં દૃૂષણો રહ્યા છે?' આવા નિર્દૃોષ સવાલ કરનારાઓના લાભાર્થે સૌથી પહેલાં તો ગયા બુધવારે ટાંકેલા આંકડા ફરી એક વાર નોંધી લઈએ. કાસ્ટ સેન્સસ ૨૦૧૧ પ્રમાણે, ભારતમાં ૭.૯ લાખ જાજરુ અન્યો દ્વારા હાથેથી સાફ કરવામાં આવે છે. આમાંથી ૫.૯ લાખ જાજરુ ગ્રામ્ય વિસ્તારોમાં અને લગભગ બે લાખ જાજરુ શહેર વિસ્તારમાં આવેલાં છે. યાદૃ રહે, આ સરકારે ખુદૃે બહાર પાડેલા આંકડા છે. બિનસરકારી આંકડા આના કરતાં મોટા હોઈ શકે.

આપણે વાત માંડી હતી દૃલિત પરિવારમાં જન્મેલા, પારકા લોકોનાં મળમૂત્ર સાફ કરવાની કામગીરી (આપણે પ્રથા કે કુપ્રથાને બદૃલે કામગીરી શબ્દૃ વાપરીશું) વિરુદ્ધ ત્રણ દૃાયકાઓથી સતત લડતા રહેલા અને તાજેતરમાં મેગ્સેસે અવોર્ડના વિજેતા તરીકે ઘોષિત કરવામાં આવેલા બેઝવાડા વિલ્સન નામના જેન્યુઈન કર્મશીલની. ૧૯૮૬-૮૭માં તેમના પ્રયત્નોને લીધે પહેલી વાર સરકાર અને મિડીયા હલ્યાં, કર્ણાટકની એક સફાઈકર્મચારીઓની વસાહતમાં રહેતા દૃલિતોને રિહેબિલીટેટ કરવાની (અન્ય કામકાજમાં જોતરવાની) તજવીજ શરુ થઈ. છેલ્લાં પચ્ચીસ-સત્તાવીસ વર્ષથી વિલ્સન જિપ્સીની જેમ ભારતભરમાં ફરતા રહે છે, જ્યાં મેલું ઉપાડવાનું કામ થતું હોય ત્યાં જાતમુલાકાત લે છે. તેઓ સફાઈકામદૃારો સાથે વાતચીત કરે, સમજાવે, તેમની તસવીરો ખેંચે, ડોક્યુમેન્ટેશન કરે અને ડેટા સરકારને પહોંચાડે. સફાઈ કર્મચારી આંદૃોલન (એસકેએ)ના સ્થાપક અને નેશનલ કન્વિનર તરીકે વિહ્લસન અને તેમના સાથીઓ એકધારા પ્રયત્નોને કારણે ૧૯૯૩માં સરકારે એમ્પ્લોયમેન્ટ ઓફ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ કન્સ્ટ્રકશન ઓફ ડ્રાય લેટ્રીન્સ (પ્રોહિબિશન) એકટ બનાવ્યો. તે અનુસાર શુષ્ક શૌચાલયનું બાંધકામ અને મેન્યુઅલ સ્કેવેન્જિંગ એટલે કે મેલું ઉપડાવવું અને ઉપાડવું ગેરકાયદૃે બન્યા.

તો શું કાયદૃો બન્યો એટલે મેલું ઉપાડવાના આખી સમસ્યા સોલ્વ થઈ ગઈ? કાયદૃામાં એવી તાકાત હોત તો જોઈએ જ શું. સરકારે ડિસ્ટ્રીકટ કલેકટરના હાથમાં સત્તા મૂકી હતી કે કાયદૃાનું ઉલ્લંઘન કરનાર સામે એ ત્વરિત પગલાં ભરી શકે, એને સજા ફરમાવી શકે, પણ ૧૯૯૩ થી ૨૦૧૨ સુધીમાં દૃેશના એક પર ડિસ્ટ્રિકટ કલેકટરે એક પણ માણસ સામે કેસ દૃાખલ ન કર્યો! કાયદૃાનું સૌથી વધારે ઉલ્લંઘન તો ખુદૃ સરકાર દ્વારા જ થતું રહ્યું. રેલવે મુસાફરી કરતા અસંખ્ય લોકો ટ્રેનમાં જાજરુએ જાય ત્યારે મળ સીધો નીચે પાટા પર પડે છે. તે દૃૂર કરનાર માટે સરકાર પોતે જ સફાઈકર્મચારીઓને નોકરીએ રાખે છે યા તો કોન્ટ્રે્કટ આપે છે. મ્યુનિસિપાલિટીઓ કમ્યુનિટી લેટ્રીન્સની સફાઈ માટે સફાઈકામદૃારોની ભરતી કરતી રહી. સૌથી રમૂજીકરુણ કિસ્સો તો નિઝામાબાદૃમાં બન્યો. અહીંના કોર્ટ કોમ્પલેકસમાં જ એક ડ્રાય લેટ્રીન હતું. તેને તોડી પાડવાનું કામ હાથ ધરવામાં આવ્યું તો સ્વયં કોર્ટે લિખિતમાં આ કામ અટકાવવાનો આદૃેશ આપ્યો! વિહ્લસન અને એમની ટીમે સુપ્રીમ કોર્ટને પત્ર લખીને ફરિયાદૃ કરી કે સ્થાનિક અદૃાલત પોતે જ  કાયદૃાનો ભંગ કરી રહી છે. સુપ્રીમ કોર્ટેે ચોવીસ કલાકમાં તે ડ્રાય લેટ્રીનને તોડી પાડવાનો આદૃેશ આપ્યો!



સરકારી સ્તરે આ હાલત હોય ત્યારે સામાજિક સ્તરે શું હાલત હોય તે સમજી શકાય તેમ છે. ચિત્તોડ જિલ્લાનાં ગામડાગામની કેટલીક સ્ત્રીઓએ એક કાર્યક્રમમાં પોતાની કથની સંભળાવી હતી જેમાં આખા ભારતની હાલતનો પડઘો પડે છે. હજુ થોડાં વર્ષ પહેલાં સુધી મેલું ઉપાડવાનું કામ કરતી આ મહિલાઓ કહે છે કે અમારાં સંતાનો અમારાથી દૃૂર દૃૂર ભાગતાં કેમ કે અમારાં શરીરમાંથી આવતી મળમૂત્રની વાસ એમનાથી સહન ન થતી. એમને અમારી શરમ આવતી અને કહ્યા કરતાં કે મા, દિૃવસમાં તું પાંચ-છ વાર નહાતી કેમ નથી? જેનાં સંડાસ સાફ કરતા હોઈએ તે ઘરની સ્ત્રીઓ આગલા દિૃવસની વધેલી વાસી રોટલી અમારા હાથમાં ન આપે, પણ નીચે ફેંકે. અમારે જમીન પર પડેલી રોટલી ઉંચકી લેવાની. ગામના કૂવાનું પાણી જોઈતું હોય તો બીજા બધા પાણી ભરી ન લે ત્યાં સુધી  કલાકો સુધી રાહ જોવાની. કાં તો અમને એવી જગ્યાએથી પાણી ભરવાનું કહેવામાં આવે જેમાં ક્યારેક મરેલાં પશુપક્ષીની લાશો તરતી હોય. મંદિૃરોમાં એ લોકોના પૂજાપાઠ ચાલતા હોય તો અમારાથી પગથિયાં પણ ન ચડાય. અમે પછી બહારથી જ ભગવાને માથું નમાવીને નીકળી જઈએ.

બીજાઓનું મેલું સાફ કરવું ગેરકાયદૃેસર છે એની ખબર પડતાં આમાંની કેટલીક મહિલાઓએ સિસ્ટમની સામે થવાનો નિર્ણય લીધો. જે સુંડલામાં તેઓ મળ-કચરો ભરતાં હતાં તે સુંડલા સળગાવી નાખ્યાં. એમણે મેલું સાફ કરવાની ના પાડી એટલે ગામવાળાઓ હેરાન કરવાનું શરુ કર્યું. એમને ટોન્ટ મારવા લાગ્યા કે તમે સફાઈ નહીં કરો તો જાશો ક્યાં? કરિયાણાની દૃુકાનેથી એમને કરિયાણું ન મળે. કેશકર્તનની દૃુકાને વાળ ન કાપે. અરે, દૃાયણ એમની મહિલાઓની સુવાવડ કરવા પણ ન આવે. સ્વજનનું મોત થાય તો ગામનું સ્મશાન વાપરી ન શકાય. લાશ બાળવા કશેક દૃૂર જવું પડે. ગામમાં કામ મળતું બંધ થયું એટલે એમણે કામની શોધમાં ૧૪-૧૫ કિલોમીટર દૃૂર બીજાં ગામે જવું પડતું. મહિલાઓ આખરે હિંમત કરીને અન્યાયકર્તાઓ સામે કેસ ઠોકી દૃીધો. પોતાના પર થઈ લઈ રહેલા ભેદૃભાવનો વિડીયો ઉતાર્યો. તેઓ કેસ જીતી ગયા. ગામલોકોએ પછી નછૂટકે અમને કામ આપવું પડ્યું ને અમારી સાથે માણસ જેવો વહેવાર કરવો પડ્યો.

પણ આ તો બીજા રાજ્યની વાત છે, આપણા ગુજરાતમાં આવું કશું બનતું નથી એવું કહેનારાઓએ લેખની શરુઆતમાં જેને ઉલ્લેખ કર્યો છે તે ‘અદૃશ્ય ભારત' પુસ્તકમાંથી ગુજરાત વિશેનું પ્રકરણ વાંચવું જોઈએ. ગુજરાતમાં મોદૃી સરકાર હતી ત્યારે ગુજરાતને ‘નિર્મલ રાજ્ય' ઘોષિત કરીને દૃાવો કરવામાં આવ્યો હતો કે અમારે ત્યાં મેલું ઉપાડવાની કુપ્રથા નાબૂદૃ થઈ ગઈ છે. જોકે ૨૦૦૬ થી ૨૦૦૯ દૃરમિયાન જમીની સ્તર પર અભ્યાસ થયા, સર્વે કરવામાં આવ્યા અને સરકારી દૃાવા પોકળ સાબિત થયા. લેખિકા ભાષા સિંહે નોંધ્યું છે તે પ્રમાણે ૨૦૦૬માં તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદૃીએ મુંબઈની ટાટા ઈન્સ્ટિટ્યુટ ઓફ સોશિયલ સાયન્સીસને ગુજરાતમાં મેલું ઉપાડવાની સ્થિતિ વિશે એક રિપોર્ટ તૈયાર કરવાનું કામ સોંપ્યું હતું. ૩૦ સપ્ટેમ્બર ૨૦૦૬ના રોજ આ રિપોર્ટ સરકારને સુપરત કરવામાં આવ્યો, પણ સરકારે ન તેનો સ્વીકાર કર્યો કે ન તેની વિગતો બહાર પાડી. છાનબીન પછી આખરે ખબર પડી કે રિપોર્ટમાં માત્ર એ ગામડાંનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેની વસ્તી દૃસ હજાર કરતાં વધારે હોય. આ માપદૃંડ અનુસાર જ્યાં મેલું ઉપાડવાનું પ્રથા ચાલતી હતી એવાં મોટા ભાગનાં ગામડાંને રિપોર્ટમાં ગણતરીમાં જ લેવાયાં નહોતાં. રિપોર્ટમાં લખાયું હતું કે (૨૦૦૬ સુધીમાં) ગુજરાતનાં ૨૪૫૬ પરિવારો જ  મેલું ઉપાડવાનું કામ કરે છે. દૃલિત સંગઠનોનું કહેવું હતું કે ગુજરાતના ૧૮,૫૦૦ ગામડાંમાંથી ૧૨,૫૦૦ ગામડાંમાં દૃલિત સમુદૃાયો રહે છે. સિલેકિટવ બનવાને બદૃલે આ તમામને ધ્યાનમાં લો તો જ સાચી તસવીર સામે આવે. નવસર્જન સંસ્થાએ ૨૦૦૬માં ગુજરાતમાં મેલું ઉપાડનારોની સંખ્યા ૫૫,૦૦૦ જેટલી આંકી હતી. છેલ્લા એક દૃાયકામાં આ આંકડો ધડામ્ કરતો શૂન્ય પર પહોંચી ગયો હશે એવું માની લઈએ એટલા ભોળા તો આપણે નથી જ.

Bezwada Wilson

બેઝવાડા વિલ્સનના અંદૃાજ પ્રમાણે ૨૦૧૨માં ભારતમાં મેલું ઉપાડતાં પરિવારોની સંખ્યા ૧૩ લાખ જેટલી હતી. દૃેશમાંથી મેલું ઉપાડવાની કામગીરીનો સંદૃતર સફાયો કરી નાખવા માટે સરકારે અત્યાર સુધીમાં ૧૫ કરતાં વધારે વખત ડેડલાઈન પાછળ ઠેલી છે. છેલ્લે ૨૦૧૨ની ૧૫ ઓગસ્ટે દિૃલ્હીના લાલ કિહ્લલા પરથી પ્રવચન આપતી વખતે તત્કાલીન વડાપ્રધાન મનમોહન િંસહે સ્વયં દૃેશમાં હજુય મેન્યુઅલ સ્કેવેન્જિંગ થાય છે એવું સ્વીકારીને તેને સંપૂર્ણપણે નાબુદૃ કરવાનો ઈરાદૃો વ્યકત કર્યો હતો.

વિલ્સન પૂછે છે, ‘આપણે કોમનવેલ્થ ગેમ્સ કે બીજી પ્રેસ્ટિજિયસ ઈવેન્ટ્સ ગોઠવીએ છીએ ત્યારે કઈ રીતે યેનકેન પ્રકારેણ ડેડલાઈનનું પાલન કરીએ છીએ? ત્યારે કેમ અતિવૃષ્ટિ થાય, કરપ્શન કે એવું કશું જ નડતું નથી? તો પછી મેલું ઉપાડવા જેવી જઘન્ય કુપ્રથાની નાબૂદૃી માટેની ડેડલાઈન શા માટે સતત પાછળ ઠેલાતી રહે છે?'

મેલું ઉપાડતા અમુક દૃલિતોએ પણ પોતાની માનસિકતા બદૃલવાની, પોતાના આત્મસન્માનને વધારે મજબૂત બનાવવાની જરુર છે. તેઓ શા માટે વાસી ખાવાનું લેવા માટે હજુય બીજાઓનાં ઘરે જાય છે? શા માટે ગટરમાં ઉતરતી વખતે સરકાર દ્વારા અપાતી માસ્ક વગેરે પહેરતાં નથી ને અકસ્માતનો ભોગ બને છે? શા માટે એમને અપાયેલાં સારાં રહેણાંકમાં રહેવા જવાને બદૃલે જુની ઓરડીમાં સાંકડમોંકડ રહેવાનું પસંદૃ કરે છે?



આજે અસંખ્ય દૃલિતો માટે આ કામ ભૂતકાળ બની ગયું છે. તેઓ અન્ય રિસ્પેકટેબલ કામો કરે છે, એમનાં સંતાનો મેલું ઉપાડવાના કોન્સેપ્ટ માત્રથી જોજનો દૃૂર છે, તેઓ ભણે છે, ઊંચી ડિગ્રીઓ મેળવે છે ને જીવનમાં ખૂબ આગળ વધે છે તે હકીકત છે... પણ માત્ર આ જ હકીકત નથી. અતીતના અટકી ગયેલા દૃલિતોનું વાસ્તવ પણ આપણે સ્વીકારવું પડશે. અતિદૃલિતો, દૃલિતો અને સવર્ણો સૌએ પોતાની માનસિકતા બદૃલવી પડશે.

ધારો કે કાલથી મેલું ઉપાડવાનું કામ એક ઝાટકે બંધ કરી નાખવામાં આવે તો એના વિકલ્પ તરીકે આપણી પાસે શું છે? નવસર્જન સંસ્થાના સ્થાપક અને દૃાયકોઓથી દૃલિતોના ઉત્થાન માટે કામ કરી રહેલા માર્ટિન મેકવાન કહે છે, ‘આપણે અંતરિક્ષમાં જઈ આવ્યા, જાતજાતના આવિષ્કારો કર્યાં તો શું મેલું સાફ કરવા માટેની ટેકનોલોજી ન અપનાવી શકીએ? વિદૃેશોમાં આ બધું શી રીતે થાય છે?'

આખા દૃેશમાંથી મેલું ઉપાડવાની કામગીરી સંપૂર્ણપણે દૃૂર થવામાં કેટલો સમય લાગે એમ છે?

‘સમજોને, સિત્તેર-એંસી વર્ષ...' માર્ટિન મેકવાન જવાબ આપે છે.

આ સમયગાળો થથરાવી મૂકે તેવો છે...  

0 0 0

Sunday, August 14, 2016

મલ્ટિપ્લેક્સ: આશુતોષે નિષ્ફ્ળતાને હંમેશાં સ્પ્રિંગ બોર્ડ તરીકે વાપરી છે…



Sandesh - Sanskaar Purti - 14 Aug 2016

મલ્ટિપ્લેક્સ
મોહેન્જો દારો આશુતોષ ગોવારીકરની છેલ્લી બે ફ્લ્મિોની તે માફ્ક નિરાશાજનક સાબિત થશે તો ય એમનાં નામનું નાહી નાખવાની જરૂર નથી. આ એવો કલાકાર છે જેનો માંહોલ હજુ સુધી ‘કરપ્ટ’ થયો નથી… અને ચોખ્ખો માંહોલ ધરાવતો ટેલેન્ટેડ માણસ ગમે ત્યારે ચમત્કાર સર્જી શકતો હોય છે!



સિનેમાને પૈસા રળી આપતા ધંધા તરીકે નહીં પણ ઉત્તમ કળાસ્વરૂપ તરીકે ટ્રીટ કરતા ફ્લ્મિમેકરો હંમેશાં લઘુમતીમાં હોવાના. આશુતોષ એમાંના એક. હિન્દી ફ્લ્મિ ઈન્ડસ્ટ્રીના સૌથી પ્રતિભાશાળી, એલિટ અને સૌથી એકસકલુઝિવ ડિરેકટરોનું લિસ્ટ બનાવવામાં આવે તો તેમાં આશુતોષ ગોવારીકરને અનિવાર્યપણે ઊંચા પાયદાન પર મૂકવા પડે. એમણે જિંદગીમાં ફ્કત એક ‘લગાન’ (૨૦૦૧) જ બનાવી હોત અને આના સિવાય બીજું કશું જ કામ કર્યું ન હોત તો પણ હિન્દી સિનેમાનો ઈતિહાસ એમને હંમેશાં યાદ રાખત.
આશુતોષે જોકે ‘લગાન’ની પહેલાં અને પછી બીજું ઘણું કામ કર્યું છે. ‘સ્વદેસ’ (૨૦૦૪) શાહરુખ ખાનની શ્રેષ્ઠતમ ફ્લ્મિોમાંની એક ગણાય છે, જે ‘લગાન’ પછી આવી. ત્યાર બાદ રિતિક રોશન-ઐશ્વર્યા રાયની સુપરહિટ ‘જોધા-અકબર’ (૨૦૦૮) આવી. એમ તો અત્યંત નિરાશાજનક ‘વોટ્સ યોર રાશિ?’ (૨૦૦૯) અને લોકોનાં ચિત્તમાં જેનું ટાઈટલ, એકાદું વિઝ્યુઅલ કે ગીતની એકાદ કડી સુધ્ધાં નોંધાઈ નથી એવી અભિષેક બચ્ચન-દિપિકા પદુકોણની ભયંકર નિષ્ફ્ળ નિવડેલી ‘ખેલેંગે હમ જી જાન સ’ (૨૦૧૦) પણ આશુતોષ ગોવારીકરે જ બનાવી છે. છેલ્લે એમણે પ્રોડયૂસ કરેલી ‘એવરેસ્ટ’ (૨૦૧૫) નામની ટીવી સિરીઝ પાસેથી ઠીક ઠીક અપેક્ષાઓ હતી, પણ આ સીરિયલ પણ આશ્ચર્ય થાય તેટલી હદે મામૂલી સાબિત થઈ. આશુતોષના ચાહકો વિચારમાં પડી ગયેલા કે બાવન વર્ષીય ગોવારીકરસાહેબ પોતાનો મિડાસ ટચ ઉત્તરોત્તર ગુમાવી રહ્યા છે કે શું? શું એમની ક્રિયેટિવિટી અને સફ્ળતાનો ધડાધડ નીચે ઉતરી રહેલો ગ્રાફ્ ‘મોહેન્જો દારો’થી પાછો ઉપર ચડશે? ‘મોહેન્જો દારા’ આ શુક્રવારે ઓલરેડી રિલીઝ થઈ ચૂકી છે એટલે આ સવાલોના જવાબ મહદ્દઅંશે આપણને મળી ચૂકયા હશે.
(તાજા કલમઃ 'મોહેન્જો દારો' રિલીઝ થઈ ચુકી છે. ફિલ્મે ઓડિયન્સ અને સમીક્ષકો સૌને અપેક્ષાભંગ કર્યો છે. અફ કોર્સ, આશુતોષની છેલ્લી બે ફિલ્મો 'વોટ્સ યોર રાશિ?' અને 'ખેલેંગે હમ જી જાન સે' કરતાં આ ફિલ્મ અનેક ગણી સુંદર છે, હૃતિકે અફલાતૂન પર્ફોમન્સ આપ્યું છે, ફિલ્મ વિઝ્યુઅલી મસ્ત લાગે છે વગેરે, પણ નબળી સ્ટોરીને કારણે ફિલ્મ જમાવટ કરતી નથી. એક્સાઈમેન્ટની જોરદાર કમી છે. જોતાં જ મોંમાં પાણી આવી જાય પણ વાનગી ખાતાં ખબર પડે કે આમાં તો મારું બેટું મીઠું નાખવાનું જ ભુલાઈ ગયું છે યા તો બહુ ઓછું નમક પડ્યું છે ત્યારે કેવી ફીલિંગ થાય? બસ, 'મોહેન્જો દારો' જોતી વખતે અને જોયા પછી એક્ઝેક્ટલી આવી જ લાગણી જાગે છે.) 
આશુતોષના હવે પછીનાં કરીઅરમાં ગ્રાફ્ વિશે અટકળ બાંધતા પહેલાં એમની કારકિર્દીની શરૂઆતના તબક્કાનું સિંહાવલોકન કરી લેવું જોઈએ. આશુતોષ મૂળ તો અભિનેતા. કોલેજનાં વર્ષોમાં તેમનું ધ્યાન ભણવામાં ઓછું ને નાટક-ચેટક તેમજ ઈન્ટરકોલેજિયેટ કોમ્પિટીશન પર વધારે રહેતું. આવી જ કોઈ એકિટવિટી દરમિયાન ફ્લિમમેકર કેતન મહેતાનું ધ્યાન આ વાંકળિયા વાળવાળા અને બહુ જ કયુટ સ્માઈલ ધરાવતા લંબૂશ છોકરા પર પડી. કેતન મહેતાએ એમને પોતાની ‘હોલી’ (૧૯૮૪) નામની ઓફ્બીટ ફ્લ્મિમાં રોલ આપ્યો. કોલેજમાં થતા રેગિંગના થીમવાળી આ ફ્લ્મિનાં સેટ પર આશુતોષનો ભેટો એક નવાસવા એકટર સાથે થયો. એ છોકરો ગુજરાતી નાટકોમાં બેકસ્ટેજ વગેરે કરતો હતો ને એનેય એકટર બનવાનાં ધખારા હતા. આ છોકરાનું નામ હતું, આમિર ખાન.

આમિર તો ફ્લ્મિી પરિવારનું ફરજંદ હતો એટલે એને ‘કયામત સે કયામત તક’થી રીતસર હીરો તરીકે લોન્ચ કરવામાં આવ્યો. પહેલી જ ફ્લ્મિથી એ સ્ટાર બની ગયો ને સમયની સાથે ઈન્ડસ્ટ્રીમાં એનું સ્થાન મજબૂત બનતું ગયું. આ બાજુ આશુતોષ સફ્ળતા માટે હવાતિયાં મારતા રહૃાા. એમણે ‘સરકસ’ (૧૯૮૯) નામની સીરિયલ કરી (જેમાં એનો ભેટો ઓર એક ટેલેન્ટેડ નવા એકટર સાથે થયો હતો. એ દિલ્હીથી પોતાનું નસીબ અજમાવવા મુંબઈ આવ્યો હતો અને એનું નામ હતું શાહરૂખ ખાન), જે હજુ સુધી ખતમ થવાનું નામ લેતી નથી તે ‘સીઆઈડી’ સીરિયલમાં ય આશુતોષે થોડા એપિસોડ્સ કર્યા (૧૯૯૮). ‘નામ’ (૧૯૮૬), ‘સલીમ લંગડે પે મત રો’ (૧૯૮૯), ‘ચમત્કાર’ (૧૯૯૨), ‘કભી હાં કભી ના’ (૧૯૯૩) જેવી ફ્લ્મિોમાં નાના નાના રોલ્સ કર્યા, ખૂબ કોશિશો કરી, પણ આશુતોષ એક એકટર તરીકે ઈન્ડસ્ટ્રીમાં ખુદને એસ્ટાબ્લિશ ન જ કરી શકયા.
એકટર તરીકે પોતાનું ખાસ કોઈ ભવિષ્ય નથી તે સત્ય આશુતોષને સમજાઈ ચુકયું હતું, પણ વાઘે લોહી ચાખી લીધું હતું. એમણે નક્કી કરી નાખ્યું હતું કે સિનેમા-ટીવી જ મારી દુનિયા છે. કરીઅર તો હું આ જ લાઈનમાં બનાવીશ. એકટર તરીકે કામ કરતી વખતે સેટ પર આશુતોષને ડિરેકટોને આસિસ્ટ કરવાની ખૂબ મજા પડતી. પોતાનો શોટ પૂરો થતાં જ તેઓ જાણે અનઓફ્શિીયલ આસિસ્ટન્ટ ડિરેકટર બની જતા. બીજા એકટરોને કયૂ આપવી, કલેપ આપવી વગેરે જેવાં કામો તેઓ કરતા રહેતા. ડિરેકટરો અને ટેકનિશીયનોને જાતજાતનાં સવાલો પૂછે, જાણવાની-સમજવાની કોશિશ કરે. આમ, ફ્લ્મિમેકિંગની એ-બી-સી-ડી આશુતોષ અનાયાસે શીખતા ગયા. અમોલ પાલેકર (જેની ‘કચ્ચી ધૂપ’ નામની ટીનેજરો માટેની મસ્ત સીરિયલમાં આશુતોષે અભિનય કરેલો), સઈદ મિરઝા, મહેશ ભટ્ટ, કુંદન શાહ જેવા કાબેલ ડિરેકટરો સાથે આશુતોષે એકટર તરીકે કામ કર્ર્યુ છે. આમ જુઓ તો આમાંનાં કોઈ આશુતોષના ગુરુ નથી. આશુતોષ એકલવ્યની જેમ સીરિયલ તેમજ ફ્લ્મિમેકિંગની પ્રોસેસ શીખ્યા છે. આશુતોષમાં જોકે એકલવ્યભાવ ગેરહાજર હતો. તેઓ માનતા કે હું જ મારો ગુરુ છું, હું બધું આપબળે શીખ્યો છું. આ પ્રકારનો આત્મવિશ્વાસ જ નહીં, તુમાખી પણ એમનામાં હતાં. આશુતોષે પોતાનું ભવિષ્ય નવેસરથી રિ-ડિફઈન કર્યું: એકટર તરીકે આગળ વધી શકાય તેમ નથી તો શું થઈ ગયું, હું ડિરેકટર બનીશ!
સહાયક દિગ્દર્શક તરીકેનો કોઈ નોર્મલ અનુભવ ન હોવા છતાં એકટર તરીકે નિષ્ફ્ળ ગયેલા આશુતોષને ૨૮ વર્ષની ઉંમરે ડિરેકટર તરીકે પહેલો બ્રેક મળ્યો. તે ફ્લ્મિ હતી, ‘પહલા નશા’ (૧૯૯૨). દીપક તિજોરી, રવિના ટંડન અને પૂજા ભટ્ટે એમાં એકિટંગ કરી. આ મર્ડર મિસ્ટરી બોકસઓફ્સિ પર ન ચાલી ને રિવ્યૂઅરોએ તેને ધોઈ નાખી. આશુતોષ ની હિંમત ન થઈ. તેમણે ‘બાઝી’ (૧૯૯૫) નામની બીજી ફ્લ્મિ બનાવી, જે હોલીવૂડની ‘ડાઈ હાડૅ’ પર આધારિત હતી. બોલીવૂડમાં મસ્ત રીતે સેટ થઈ ગયેલા આમિર ખાન તેમાં હીરો હતા. આશુતોષે ધ્યાન રાખ્યું કે ‘બાઝી’ બનાવતી વખતે એક પણ ફ્લ્મિી મસાલો ભુલાઈ જવો ન જોઈએ. મારધાડ, નાચગાના, એકશન-ઈમોશન બધું જ તેમણે સારી પેઠે ભભરાવ્યું. અરે, આમિર પાસે છોકરીનો વેશ ધારણ કરાવીને સેકસી ડાન્સ પણ કરાવ્યો. પરિણામ? ફ્લોપ. આ મસાલા ફ્લ્મિ ન ઓડિયન્સને ગમી, ન વિવેચકોેએ વખાણી. ડિરેકટર તરીકે બનાવેલી બન્ને ફ્લ્મિો ઉપરાછાપરી ફ્લોપ. હવે? એકટરની જેમ ડિરેકટર તરીકેના ભવિષ્ય પણ પણ તાળું લાગી જશે?
આમિરે ‘બાઝી’માં કામ જરૂર ર્ક્યું, પણ એમની સેન્સિબિલિટી સાથે આ ફ્લ્મિ જરાય મેચ થતી નહોતી. ઈવન આશુતોષ પણ ક્રિએટિવ લેવલ પર ‘બાઝી’થી સંતુષ્ટ નહોતા. તેઓ જાણતા હતાં કે મારધાડ ટાઈપના કમર્શિયલ મસાલાનો ઓવરડોઝ હું ફ્ક્ત બોકસઓફ્સિને ધ્યાનમાં રાખીને કરી રહૃાો છું. જોકે ‘બાઝી’ને કારણે એક સરસ વાત બની. આમિરને સમજાયું કે આશુતોષે ‘બાઝી’ બનાવવામાં લોચા માર્યા છે, પણ આ છોકરો છે ભારે તેજસ્વી. આમિર આશુતોષને કહેતા,’આશુ, તું જે કંઈ બનાવી રહૃાો છે તેમાં તું ખુદ કન્વિન્સ્ડ નથી, તો ઓડિયન્સ કયાંથી કન્વિન્સ થવાનું? જો ડિરેકટર તરીકે તારામાં સેલ્ફ્-બિલીફ્ નહીં હોય, જો તું હિંમત નહીં કરે તો તું કયારેય સારો ડિરેકટર નહીં બની શકે.’
આશુતોષને જોકે આવી બધી શિખામણોની જરૂર જ નહોતી. આશુતોષ ખુદ અનુભવે સમજી ચુકયાં હતા કે મારે મારો અપ્રોચ બદલવો પડશે. જે થતું હોય છે તે સારા માટે થતું હોય છે. જો ‘બાઝી’ કે ‘પહલા નશા’ આ બેમાંથી એકાદ ફ્લ્મિ પણ ચાલી ગઈ હોત તો આશુતોષ કયારેય ‘લગાન’ જેવો માસ્ટરપીસ શકયા ન હોત. તેમને નિષ્ફ્ળતાનાં મોટા ઝટકા લાગ્યા ન હોત તો તેઓ ‘બાઝી’ – ‘પહલા નશા’ ટાઈપની મામૂલી ફ્લ્મિો બનાવ્યા કરત. ડિરેકટર તરીકેની પોતાની બન્ને ફ્લ્મિો ઊંધાં મોંએ પછડાઈ એટલે આશુતોષે આત્મમંથન કરવું પડયું, ક્રિએટિવ ગુપ્તવાસમાં જતા રહેવું પડયું. આખરે માનસિક સ્પષ્ટતા થઈ. એમણે નક્કી કર્યું કે હવે હું બોકસઓફ્સિને ધ્યાનમાં રાખીને ફ્લ્મિ નહીં જ બનાવું. આ બધાં ઉધામા મેં કરી લીધા છે ને એનું પરિણામ પણ જોઈ લીધું છે. બોકસઓફ્સિનું કયાં કશું નક્કી હોય છે? ઓડિયન્સને શું ગમશે તેની કલ્પનાઓ કરીને હવામાં તીર ચલાવવાને બદલે મને ખુદને ગમે એવી ફ્લ્મિો કેમ ન બનાવું? હું ટ્રેન્ડને નહીં અનુસરું. રિસ્ક ઉઠાવવું પડે તો ઉઠાવીશ. મહાન ફ્લ્મિમેકરોએ કયારે બોકસઓફ્સિને ગણકારી હતી? પોતાનાં સપનાંની દુનિયામાં વિહરતા કવિની વાત કરતી ‘પ્યાસા’ કે કલકત્તામાં હાથરિક્ષા ચલાવતા ગરીબ માણસની ‘દો બીઘા જમીન’ લેન્ડમાર્ક ફ્લ્મિો બનશે એવું કોણે કહ્યું હતું? તો બસ, હું પણ એવી જ ફ્લ્મિ બનાવીશ, જેમાં મને ખૂદને ભરપૂર શ્રદ્ધા હોય. જેમાં મારું મન માનતું ન હોય તેવી સ્ક્રિપ્ટને હાથ પણ નહીં લગાડું.

આ પ્રકારના ખુન્નસ સાથે આશુતોષે ૧૯૯૬નાં ઓકટોબરમાં સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કર્યું. આ સ્ક્રિપ્ટ પરથી જે ફ્લ્મિ બની તે જ ‘લગાન’ (૨૦૦૧). હિન્દી સિનેમાની આ સર્વકાલિન કલાસિક ફ્લ્મિ ખરેખર કેવી રીતે બની તે વિશે આખું પુસ્તક લખાયું છે.
સો વાતની એક વાત. જો ‘મોહેન્જો દારો’ મસ્તમજાની પુરવાર થશે (જે કમનસીબે નથી થઈ) તો એ અપેક્ષિત ગણાશે. ધારો કે તે આશુતોષની છેલ્લી બે ફ્લ્મિોની તે માફ્ક નિરાશાજનક સાબિત થશે તો ય આશુતોષનાં નામનું નાહી નાખવાની જરૂર નથી. આ એવો કલાકાર છે જેનો માંહોલ હજુ સુધી ‘કરપ્ટ’ થયો નથી… અને ચોખ્ખો માંહોલ ધરાવતો ટેલેન્ટેડ માણસ ગમે ત્યારે ચમત્કાર સર્જી શકતો હોય છે!
શો-સ્ટોપર
મને બીજું કોઈ કામ કરતાં કયારેય આવડયું જ નથી. હું જાતજાતનાં  ઉંધામાં કરવાનાં ટ્રાય કરતો, પણ દર વખતે ઊંધા મોંએ પછડાતો એટલે ચુપચાપ પાછો એકિટંગ કરવા માંડતો.
– મનોજ બાજપાઈ

Tuesday, August 9, 2016

ટેક ઓફઃ બીજાઓના મળમૂત્ર ચૂંથવા એ જીવન કેવી રીતે હોઈ શકે?

 સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - બુધવાર  - ૧૦ ઓગસ્ટ  ૨૦૧૬

ટેક ઓફ

ગાંધીજીએ છેક્ ૧૯૧૭માં બીજાઓનાં મળમૂત્ર સાફ કરવાના કુરિવાજ અને અસ્પૃશ્યતાના વિરોધમાં તીવ્ર સ્વરે અવાજ ઉઠાવવાનું શરુ કરેલું. એક્ સદૃી વીતી ગઈ છે, છતાંય માનવીના આત્મસન્માન અને ગરિમાને હણી નાખે એવી આ કુપ્રથા  દૃેશમાંથી સંપૂર્ણપણે નાબૂદૃ થવાનું નામ લેતી નથી. 






ગુજરાતમાં ઊના કાંડના પગલે દૃલિતોનો વિરોધ મહાસંમેલનનું સ્વરુપ ધારણ કરી રહ્યો હતો ત્યારે, ત્રીસ હજાર કરતાંય વધારે દૃલિતો મરેલાં પશુને હાથ સુધ્ધાં ન લગાડવાના સામૂહિક શપથ લઈ રહ્યા હતા ત્યારે અને સમાજસુધારનાં આ જ પ્રકારનાં ઑર રાજ્યવ્યાપી પગલાં ભરવાનાં આયોજનો થઈ રહ્યા ત્યારે સમાંતરે એક સૂચક ઘટના બની ગઈ. બેઝવાડા વિલ્સનને મેગ્સેસે અવોર્ડના વિજેતા તરીકે ઘોષિત કરવામાં આવ્યા, એેમનાં જીવનભરના સંઘર્ષ તેમજ પરિણામકારક કામગીરી બદૃલ. પબ્લિક સર્વિસ, કમ્યુનિટી લીડરશિપ, પત્રકારત્વ, કળા-સાહિત્ય વગેરે ક્ષેત્રોમાં અસાધારણ કામગીરી કરનારાઓને સાઠેક વર્ષથી આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય અવોર્ડ દ્વારા પુરુસ્કત કરવામાં આવે છે.

કોણ છે બેઝવાડા વિલ્સન? આ એક એવો દૃલિત માણસ છે જે તકવાદૃી, પ્રદૃર્શનવાદૃી કે તકલાદૃી એકિટવિઝમથી જોજનો દૃૂર છે અને જે ‘કર્મશીલ શબ્દૃને ખરેખર સાર્થક કરે છે. એમનું નક્કર જીવનકાર્ય એમની અંગત અને જ્ઞાતિગત પીડામાંથી જન્મ્યું છે. મેલું ઉપાડવાની કુપ્રથા સામે તેઓ ત્રણ દૃાયકાઓથી સતત લડતા આવ્યા છે. મેલું ઉપાડવાનો શાબ્દિૃક અર્થ થાય છે, અન્યોનાં મળમૂત્રને સાવરણા, પતરાં કે હાથેથી સાફ કરી, મળમૂત્રથી છલકાતા ડબ્બા, તગારા યા બાલ્દૃીને હાથેથી ઊંચક્ી અથવા રીતસર માથા પર ચડાવી, કશેક ઠાલવી તેનો નિકાલ કરવો. નવી પેઢીએ કદૃાચ ડબ્બાવાળા જાજરુ જોયા પણ નહીં હોય, પણ આ દૃેસી સ્ટાઈલના એવા ટોઈલેટ છે જેમાં મળમૂત્રના નિકાલના નામે નીચે કેવળ એક પતરાના ડબ્બો મૂકેલો હોય છે. માણસનાં ઉત્સર્ગ દ્વવ્યો સીધા તે ડબ્બામાં પડે છે. સફાઈકામદૃાર ઘરેઘરે ફરીને ઘરોના પાછળના હિસ્સામાં જઈ, નીચે વળી ડબ્બો ઉઠાવે, ઠેલણગાડીમાં તે ઠાલવી ખાલી ડબ્બાને પાછો મૂળ જગ્યાએ ગોઠવે ને પછી ઠેલણગાડી આખી મળમૂત્રથી છલકાઈ જાય એટલે યોગ્ય જગ્યાએ તેનો નિકાલ કરી આવે.



અન્યોનાં મળમૂત્રને સાફ કરવાની ક્રિયાને અંગ્રેજીમાં મેન્યુઅલ સ્કેવેન્જિંગ કહે છે. ખુહ્લલામાં શૌચક્રિયા કરવા બેસી જતા લોકોએ ખરાબ કરેલી જગ્યા, પબ્લિક ટોઈલેટ્સ તેમજ માથું ફાટી જાય એવી ભયાનક દૃુર્ગંધ મારતી સેપ્ટિક ટેન્કમાં ઉતરીને સફાઈ કરવાની ક્રિયા મેન્યુઅલ સ્કેવેન્જિંગનું સ્વરુપ છે. શહેરોની ડ્રેનેજ સિસ્ટમમાં ઈન્ડસ્ટ્રિઅલ વેસ્ટ અને અન્ય પ્રકારના કચરાની સાથે મળમૂત્ર પણ વહેતાં હોય છે. પ્લાસ્ટિક પદૃાર્થો ફસાઈ જવાથી ક્યાંક જામ થઈ જાય તો તેને મેન્યુઅલી ઠીક કરવા ઘણી વાર માણસને મેન-હૉલ દ્વારા અંદૃર ઉતારવો પડે છે. આ પણ મેન્યુઅલ સ્કેવેન્જિંગ છે. બીજાઓનું મેલું સાફ કરવાનું અત્યંત ઘૃણાસ્પદૃ અને હીણપતભર્યું કામ ભારતમાં હજારો વર્ષોથી પરંગરાગત રીતે અમુક ચોક્કસ દૃલિત જ્ઞાતિઓના ભાગે આવ્યું છે. બીજાઓની ગંદૃકી સાફ કરનારાઓ પાછા અસ્પૃશ્ય ગણાય, તેમને નીચી દૃષ્ટિએ જોવામાં આવે. ગાંધીજી  છેક ૧૯૧૭માં બીજાઓનું મેલું સાફ કરવાના કુરિવાજ અને અસ્પૃશ્યતાના વિરોધમાં તીવ્ર સ્વરે અવાજ ઉઠાવવાનું શરુ કરેલું. સો વર્ષના વહાણાં વીતી ગયાં છે, બેઝવાડા વિલ્સન જેવા કર્મશીલો આ દિૃશામાં એકધારું કામ કરતા રહ્યા છે છતાંય મેન્યુઅલ સ્કેવેન્જિંગ આપણા દૃેશમાં આજેય અસ્તિત્ત્વ ધરાવે છે.

સુધરેલા શહેરીઓને તરત સામો સવાલ કરવાનું મન થાય કે આજે હવે ડબ્બા સંડાસ રહ્યા જ નથી ત્યારે તે સાફ કરવાનો પ્રશ્ર્ન જ ક્યાં છે? આના જવાબમાં થોડા સરકારી આંકડા સાંભળી લો. કાસ્ટ સેન્સસ ૨૦૧૧ પ્રમાણે, ભારતમાં ૭.૯ લાખ જાજરુ અન્યો દ્વારા હાથેથી સાફ કરવામાં આવે છે. આમાંથી ૫.૯ લાખ જાજરુ ગ્રામ્ય વિસ્તારોમાં અને લગભગ બે લાખ જાજરુ શહેર વિસ્તારમાં આવેલાં છે. આ ઉપરાંત દૃેશમાં ૧૩.૯ લાખ જાજરુ એવાં છે જેના મળમૂત્રનો નિકાલ સીધો ડ્રેનેજ સિસ્ટમમાં થાય છે. છેલ્લાં પાંચ વર્ષ દૃરમિયાન આ ઓફિશિયલ આંકડામાં થોડી વધઘટ થઈ હશે, પણ સાયન્ટિફિક વેસ્ટ મેનેજમેન્ટના અભાવે આ તમામ જાજરુ ઉપરાંત સેપ્ટિક ટેન્ક, ગંદૃા નાળા અને ખાડાની  સાફસફાઈ આજે પણ મેન્યુઅલ સ્કેવેન્જિંગ દ્વારા જ શક્ય બને છે તે હકીકત છે.  



પચાસ વર્ષીય બેઝવાડા વિલ્સન મૂળ કર્ણાટકના. થોતી નામની અશ્પૃશ્ય ગણાતી જ્ઞાતિમાં તેમનો જન્મ. મેલું સાફ કરવું તે આ જાતિના લોકોનું પરંપરાગત કામ છે. વિલ્સનના મા-બાપ અને મોટા ભાઈ આ જ કામ કરતાં. થોતી શબ્દૃનો સમાનાર્થી ગુજરાતી શબ્દૃ હવે જાહેરમાં બોલાતો કે લખાતો નથી. વિલ્સન નાના હતા ત્યારે માતાપિતાને પૂછતા કે બધા આપણને થોતી-થોતી કેમ કહ્યા કહે છે? માબાપ એને સમજાવી દૃેતાં કે બેટા, આપણા ઘરની પાછળ કચરાનો મોટો ગંજ ખડકાયેલો રહે છેને, એટલે લોકો આપણને થોતી કહીને બોલાવે છે.

વિલ્સન કર્ણાટકના કોલાર ગોલ્ડ્સ ફિલ્ડ નામની જગ્યાએ સફાઈકર્મચારીઓ માટેની કોલોનીમાં મોટા થયા છે. સીધીસાદૃી, ટેબલખુરસી વગરની નાનકડી નિશાળમાં અન્ય સફાઈકર્મચારીઓનાં સંતાનોની સાથે ભણતાં. વિલ્સનની મા ઈચ્છતી દૃીકરો ખૂબ ભણે કે જેથી એણે લોકોનાં મેલાં ઉપાડવાનું કામ ન કરવું પડે. પાંચમા ધોરણથી સ્કૂલ બદૃલી. વર્ષના પહેલા દિૃવસે સૌએ ઊભા થઈને પોતાની ઓળખાણ આપવાની હતી. વિલ્સન માથું નીચું કરીને છુપાઈ ગયા કે જેથી પોતે કઈ જાતિના છે ને પોતાનાં માબાપ શું કામ કરે છે તે બોલવું ન પડે. પણ હકીકત ક્યાં સુધી છુપાવી શકાય? વિલ્સન સાથે સ્કૂલમાં આભડછેટ શરુ થઈ ગઈ. એમણે સ્કૂલે જવાનું જ બંધ કરી દૃીધું. જેમતેમ કરીને ભણતા રહ્યા. દૃસમું ધોરણ પાસ કર્યું. એક દિૃવસ મોટા ભાઈએ કહ્યું: તું હવે મોટો થઈ ગયો છે, તારે હવે કમાવાનું શરુ કરી દૃેવું જોઈએ. વિલ્સન મોટા ભાઈ સાથે એમ્પલોયમેન્ટ એકસચેન્જમાં નામ નોંધાવવા ગયા. કલર્કે ફોર્મમાં વિગતો લખી. કામના પ્રકારનું ખાનું પણ પૂછ્યા વગર જાતે ભરી નાખ્યું. વિલ્સને કહ્યું: સાહેબ, તમે કામના પ્રકારમાં શું લખ્યું છે તે મને બતાવો તો ખરા. કલર્ક તાડૂક્યો: એમાં જોવાનું શું છે? તું ફલાણી જાતિમાં જન્મ્યો છે એટલે તારે સફાઈકર્મચારી જ બનવાનું હોયને! વિલ્સનને આંચકો લાગ્યો. એમણે ફોર્મ કલર્કના હાથમાંથી આંચકી લઈ એમની સામે જ ફાડી નાખ્યું. વિલ્સન આગળ જતાં પોલિટિકલ સાયન્સ સાથે ગ્રેજ્યુએટ થયા, પણ િંજદૃગીમાં ફરી ક્યારેય એમ્પ્લોયમેન્ટ એકસચેન્જનાં પગથિયાં ન ચડ્યા.

૧૯૮૬ના અરસામાં એમણે થોડુંઘણું કમ્યુનિટી વર્ક શરુ કરેલું. તેમણે એમણે નક્કી કયુર્ર્ કે હું સ્વીપર્સ કોલોનીના છોકરાઓને મફત ભણાવીશ. છોકરાઓ ભણવા તો આવતા પણ પછી એકાએક આવતા બંધ થઈ જતા. કારણ પૂછતા છોકરાઓ જવાબ આપ્યો: અમારાં માબાપ બેય દૃારુના બંધાણી છે. તેમની પાસે અમને ભણાવવાના પૈસા નથી. વિલ્સનને તેમના માબાપને કહ્યું: તમે દિૃવસરાત દૃારુ પીને જે પૈસા બરબાદૃ કરો છો તે  છોકરાવના ભણતર પાછળ કેમ ખર્ચતા નથી? વાલીઓએ આપ્યો કે ભાઈ, અમારું કામ જ એવું છે કે દૃારુ પીધા વગર થઈ શકતું નથી. વિલ્સન સારી રીતે જાણતા હતા કે તેઓ શું કામ કરે છે, પણ તેમણે ન તો પોતે ક્યારેય આ કામ કર્યું હતું કે નહોતા પોતાનાં માતાપિતા કે ભાઈને આ કામ કરતાં નરી આંખે જોયા હતા.

એક દિૃવસ વિલ્સને જાતે જઈને સ્વીપરોની કામગીરી જોવાનું નક્કી કર્યું. તેમણે જોયું કે કમ્યુનિટી ટોઈલેટ યા તો શુષ્ક શૌચાલયની વાડા જેવા બાંધેલી જગ્યામાં લોકો આવીને મળત્યાગ કરીને જતા રહે છે. પછી સફાઈકામદૃાર સાવરણો લઈને આવે, સૂપડીથી મળ બાલ્દૃીમાં નાખે અને બાલ્દૃી બહાર ખાડામાં ઠાલવી દૃે. સમયાંતરે ટ્રેકટર-ટેન્કર આવે એટલે પેલી ટાંકીમાં જમા થયેલું તમામ હ્મુમન વેસ્ટ  ટેન્કરમાં ટ્રાન્સફર કરવામાં આવે. આખરે મળમૂત્રને શહેરની બહાર સલામત રીતે ડિસ્પોઝ કરી દૃેવામાં આવે. એક સદૃી કરતાં વધારે સમયથી આ સિસ્ટમ સજ્જડ ગોઠવાયેલી હતી.

કલ્પના કરો કે જે વસ્તુ આપણને વાંચવામાં ત્રાસ થાય છે તેને કરવામાં કેટલો ત્રાસ થતો હશે. વિલ્સને જોયું કે એક કર્મચારીની બાલ્દૃી હાથમાંથી છટકીને વિષ્ટા ભરેલી ટાંકીમાં ઊંડે જતી રહી. બાલ્દૃી વગર કામ કેવી રીતે થાય? કર્મચારીએ ઝાઝું વિચાર્યા વિના શર્ટની બાંય ઊંચી ચડાવી એ બન્ને હાથ મળથી છલોછલ ટાંકીમાં નાખીને બાલ્દૃી શોધવા લાગ્યો. બીજા કર્મચારીઓ તેને મદૃદૃ કરવા લાગ્યા. વિલ્સને તેમને રોક્યા: અરે અરે, આ શું કરો છો તમે લોકો? સફાઈકામદૃારો ગુસ્સે થઈ ગયા: તું શું કામ અમારી પાછળ પડ્યો છે? આ જ અમારું કામ છે, અમારું  જીવન છે! આ કામ નહીં કરીએ તો જે બે પૈસા મળશે તે પણ બંધ થઈ જશે. પછી ખાઈશું શું? અમને કોણ બીજું કામ આપવાનું છે? કોણ અમારું સાંભળવાનું છે?


વિલ્સન ઝાટકો ખાઈ ગયા. બીજાઓના મળમૂત્રને ચૂંથવા એ જીવન કેવી રીતે હોઈ શકે? કોઈનું મેલું ઉઠાવવું અમાનવીય અને િંનદૃનીય કામ છે. તેના પર પૂર્ણવિરામ મૂકાવું જ જોઈએ. આ ઘટનાએ વિલ્સનના જીવનને નિશ્ર્ચિત વણાંક આપી દૃીધો. એમણે નક્કી કર્યું કે હું ગામે ગામ ફરીને સફાઈકર્મચારીઓને મળીશ, આ કામ ન કરવા માટે સમજાવીશ અને તેમના ઉત્થાન માટે મારાથી બનતી કોશિશ કરીશ. વિલ્સને પોતાની રીતે સર્વે કર્યો. સફાઈકર્મચારીઓના અને તેમની કામગીરીના ફોટા પાડ્યા. લાગતાવળગતા અધિકારીઓને કાગળો લખવાનુું શરું કર્યું. તત્કાલીન વડાપ્રધાનને પણ પત્ર લખ્યો. કેવી રીતે લખવું તેની ગતાગમ નહોતી તોય સીધીસાદૃી ભાષામાં લખ્યું કે, ‘ડિયર પ્રાઈમ મિનિસ્ટર, અમારે ત્યાં હજુય મેલું ઉપાડવાની પ્રથા ચાલે છે, જે બહુ ખોટું છે. મહેરબાની કરીને તે બંધ કરાવો. લિખિતંગ વિલ્સન. બસ, આટલું જ. સ્થાનિક મુખ્યમંત્રી, અન્ય પ્રધાનોને પત્રો લખ્યા. પ્રેસવાળાઓને ઈન્વોહ્લવ કર્યા. ખાસ્સી ધમાલ મચી ગઈ. આ બધાનું પરિણામ એ આવ્યું કે કેટલાય શુષ્ક શૌચાલયનો કાયદૃેસર રીતે નાશ કરવામાં આવ્યો અને કર્ણાટકના કોલાર ગોલ્ડ ફિલ્ડ્સના ૧૦૭ સફાઈકર્મચારીઓને રિહેબિલિટેટ કરવાની ગતિવિધિ શરુ થઈ ગઈ.

વિલ્સનની યાત્રાની આ શરુઆત હતી. આટલા વર્ષોમાં અનેક ચડાવઉતાર આવ્યા છે, પણ હજુય મંઝિલ આંખ સામે દૃેખાતી નથી. મેલું ઉપાડવા કે ઉપડાવવા વિરુદ્ધ રાષ્ટ્રવ્યાપી કાયદૃો પસાર થઈ ચુક્યો છે તો છતાંય માણસની ગરિમાને હણી નાખતી આ કુપ્રથા ભલે ઓછી માત્રામાં પણ આજેય આપણા દૃેશમાં અસ્તિત્ત્વ ધરાવે છે. કેમ તેના પર સજ્જડ પૂર્ણવિરામ મૂકાતું નથી? ક્ેમ દૃલિતોનો અમુક્ વર્ગ ખુદૃ તેમાંથી બહાર આવવા માગતો નથી? મેલું ઉપાડવાના વાસ્તવની કેટલીક વિચારતા કરી મૂકે, ચોંકાવી દૃે તેવી વાતો હવે પછી જોઈશું, આવતા બુધવારે.

0 0 0

Monday, August 8, 2016

મલ્ટિપ્લેકસઃ બિગ ફ્રેન્ડલી રાઈટર!

Sandesh - Sanskar Purti - 7 Aug 2016
મલ્ટિપ્લેક્સ
આજ સુધીમાં જેમનાં પુસ્તકોની વીસ કરોડ કરતાંય વધારે નકલો વેચાઈ ચુકી છે એવા બ્રિટીશ બેસ્ટસેલિંગ લેખક રોઆલ્ડ દાલની ઓર એક કૃતિ 'ધ બીએફજી'ને ફિલ્મનું સ્વરુપ મળ્યું છે. રોઆલ્ડ દાલે કેમ એવો નિર્ધાર કર્યો હતો કે પોતે જીવતા છે ત્યાં સુધી ખુદનાં એક પણ પુસ્તક પરથી ફિલ્મ નહીં જ બનવા દેu? 

સ્ટીવન સ્પિલબર્ગે ડિરેકટ કરેલી કોઈ પણ ફ્લ્મિ રિલીઝ થાય એટલે એમના ચાહકોને જાણે કોઈ ઉત્સવ આવ્યો હોય એવો આનંદ થાય છે. કાન ફ્લ્મિ ફેસ્ટિવલમાં પ્રીમિયર થયા બાદ, અમેરિકા સહિત અન્ય દેશોમાં રિલીઝ થયા બાદ સ્પિલબર્ગની લેટેસ્ટ ફ્લ્મિ ‘ધ બીએફ્જી’ આખરે આપણે ત્યાં રિલીઝ થઈ ખરી. બાળકથાઓ લખવામાં જેમની ગજબની માસ્ટરી રહી છે.એવા બ્રિટિશ લેખક રોઆલ્ડ દાલનાં આ જ નામનાં પુસ્તક પરથી આ ફ્લ્મિ બની છે. (રોઆલ્ડની અટક દાલ છે, ડાલ છે કે દ્હાલ છે તે મામલે ઝાઝું કન્ફ્યુઝ ન થવું. એ લોકોને હજુ ‘ગાંધી’ જેવી વર્લ્ડફેમસ અટકનો સાચો ઉચ્ચાર કરતાં આવડયું નથી. દાયકાઓથી તેઓ ‘મિસ્ટર ગૅન્ડી… મિસ્ટર ગૅન્ડી’ કર્યા કરે છે. તો પછી આપણે શું કામ ટેન્શન લેવાનું?)
શું છે ‘ધ બીએફ્જી’માં? સોફી નામની આઠ-દસ વર્ષની એક મીઠડી બેબલી છે. અનાથાશ્રમમાં બીજા અનાથ બચ્ચાઓ સાથે એ રહે છે. એને અનિદ્રાની બીમારી છે, એટલે આખી રાત ભૂતની જેમ અનાથાશ્રમમાં ર્ફ્યા કરે છે ને પથારીમાં ગોદડું ઓઢીને ટોર્ચના અજવાળે વાર્તાની ચોપડીઓ વાંચતી રહે છે. એકવાર મધરાતે ત્રણેક વાગે ચોવીસ ફૂટ ઊંચો એવો રાક્ષસી બુઢો માણસ, ફ્રુટ કેકમાંથી જાણે ચેરી ઉપાડતો હોય તેમ, અનાથાશ્રમનાં દરવાજામાંથી હાથ નાખીને સોફીને ઊંચકીને ભાગી જાય છે. એના જાયન્ટલેન્ડમાં એના જેવા બીજા કેટલાંય રાક્ષસી કદના જીવો રહે છે. ર્ફ્ક એટલો છે કે એ બધા માનવભક્ષી છે, દુષ્ટ છે, જ્યારે આ બુઢો ભલો અને ફ્રેન્ડલી છે. સોફી એને ‘બીએફ્જી' (બિગ ફ્રેન્ડલી જાયન્ટ) એવું નામ આપે છે. બીએફ્જીનું કામ છે, લોકોનાં સપનાં પકડવાનું. પછી તો પાક્કાં દોસ્તાર બની ગયેલાં સોફી અને બીએફ્જી અજબગજબનાં કારનામા કરે છે. ઇંગ્લેન્ડની રાણીને વિશ્વાસમાં લઈને તેઓ જાયન્ટલેન્ડના માનવભક્ષી જીવોને પકડાવી દે છે ને છેલ્લે સૌ ખાઈ, પીને લિટરલી રાજ કરે છે.
વાર્તા તો સરસ છે. ફ્લ્મિ કેવી બની છે? વેલ, ફ્લ્મિમાં ચકિત થઈ જવાય એવાં અદ્ભુત વિઝ્યુઅલ્સ છે, સૌની એકિટંગ સરસ છે, મોશન કેપ્ચરિંગનો સરસ ઉપયોગ થયો છે, હ્યુમર પણ સારું છે, પણ કોણ જાણે કેમ, સાક્ષાત સ્ટીવન સ્પિલબર્ગે ડિરેકટ કરી હોવા છતાં ‘ધ બીએફ્જી’ એમની અગાઉની ફ્લ્મિો જેવી જમાવટ કરી શકતી નથી. ‘જુરાસિક પાર્ક’, ‘ઈટી’, ‘જૉઝ’ વગેરેમાં આપણે જેમ ખુરશી સાથે જડાઈને અધ્ધર શ્વાસે પહેલેથી છેલ્લે સુધી આંખો ફાડીને ફ્લ્મિ જોયા કરતાં હતા એવું ‘ધ બીએફ્જી’માં બનતું નથી. એકસાઈટમેન્ટ અને રોમાંચ ખાસ્સા ઓછાં પડે છે. ઈનફેકટ, જો આપણે હિન્દી ફ્લ્મિોની જેમ ‘ધ બીએફ્જી’ના બે ભાગ પાડીએ તો ર્ફ્સ્ટ હાફ્ ખાસ્સો ઠંડો પુરવાર થાય છે. કદાચ એ જ કારણ છે કે ‘ધ બીએફ્જી’ સ્ટીવન સ્પિલબર્ગની સૌથી ઓછું બોકસઓફ્સિ કલેકશન કરી શકનારી ફ્લ્મિોમાંની એક બનીને રહી ગઈ છે. ઠીક છે, દરેક બોલમાં સિકસર ન પણ લાગે.
રોઆલ્ડ દાલે જોકે પોતાની લેખક તરીકેની કરીઅરમાં સતત ફ્ટકાબાજી કરી છે. લેખક તો પછી બન્યા. મૂળ તેઓ ઇંગ્લેન્ડના એરફોર્સમાં પાઈલટ હતા. બીજા વિશ્વયુદ્ધમાં ફાઈટર પ્લેન ઉડાડતા. પ્રમોટ થઈને તેઓ વિંગ કમાન્ડરના હોદ્દા સુધી પહોંચ્યા હતા. એમની ખરી ઓળખ જોકે લેખક બન્યાં પછી ઊભી થઈ. બાળકો-કિશોરોને ધ્યાનમાં રાખીને લખેેલાં પુસ્તકોએ એમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી. એમ તો એમણે વયસ્કો માટે પણ વાર્તાઓ લખી છે ને ફ્લ્મિોના સ્ક્રીનપ્લે પણ લખ્યા છે. જેમ કે, એમનાં નામે ‘યુ ઓન્લી લિવ ટ્વાઈસ’ અને ‘ચિટ્ટી ચિટ્ટી બેન્ગ બેન્ગ’ જેવી જેમ્સ બોન્ડની બબ્બે ફ્લ્મિો બોલે છે. એમણે પોતાનાં ‘ચાર્લી એન્ડ ચોકલેટ ફેકટરી’ પુસ્તક પરથી સ્ક્રિપ્ટ લખવાનું શરુ કર્યું હતું, પણ ડેડલાઈન પર કામ પૂરું ન કરી શકયાં એટલે બીજા કોઈએ સ્ક્રિપ્ટ નવેસરથી લખી નાખી. તેના પરથી બનેલી ’વિલી વોન્કા એન્ડ ધ ચોકલેટ ફેકટરી’ નામની ફ્લ્મિ ૧૯૭૧માં રિલીઝ થઈ. ફ્લ્મિ જોઈને રોઆલ્ડનું દિમાગ ખરાબ થઈ ગયું. તેમણે જાહેર કરી દીધું કે આ ફ્લ્મિને હું મારાં પુસ્તક પરથી બનેલી ગણતો જ નથી. એમણે નક્કી કરી નાખ્યું કે જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી મારાં એક પણ પુસ્તક પરથી ફ્લ્મિ નહીં જ બનવા દઉં!
Steven Spielberg
૧૯૯૦માં ૭૪ વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું. ૧૯૯૧માં ‘હોમ અલોન’ ફ્લ્મિ આવી જે સુપરડુપર હિટ થઈ. બાળકને કેન્દ્રમાં રાખતી ફેમિલી ફ્લ્મિોમાં હોલિવૂડના સ્ટુડિયોવાળાઓને જોરદાર કસ દેખાયો. આ જૉનરમાં રોઆલ્ડનાં પુસ્તકો મસ્ત બંધ બેસે છે એટલે એની સોલિડ ડિમાન્ડ નીકળી, પણ રોઆલ્ડનાં વિધવા ફેલિસિટીએ નક્કી કરી નાખ્યું હતું કે હું મારા હસબન્ડની ઈચ્છાને માન આપીને પુસ્તકોના રાઈટ્સ નહીં વેચું. નાહકનાં અનાડી ફ્લ્મિમેકરો સોનાની લગડી જેવાં કલાસિક પુસ્તકોની વાટ લગાડી દેશે. રોઆલ્ડના પ્રકાશક (પેંગ્વિન)ને રોઆલ્ડનાં પુસ્તકો પરથી ફ્લ્મિો બને તેમાં ખૂબ રસ હતો. નેચરલી. તેમણે શ્રીમતી રોઆલ્ડ સાથે મીટિંગો કરી ખૂબ મનાવ્યા. માઈકલ સિગલ નામના અનુભવી લિટરરી એજન્ટ પણ મીટિંગોમાં હાજર રહેતા. આખરે ફેલિસિટી પુસ્તકોનાં અધિકાર વેચવા તૈયાર થયાં. સૌ એવા નિર્ણય પર પહોંચ્યા કે આપણે પુસ્તકના રાઈટ્સ સીધા સ્ટુડિયોને નહીં વેચવાના. એને બદલે આપણે એવા ડિરેકટરની રાહ જોવાની જેને રોઆલ્ડની વાર્તાઓ માટે ખરેખર દિલથી લગાવ હોય. વળી, ડીલ કરતી વખતે જ ચોખવટ કરી લેવાની કે ફ્લ્મિ હિટ થાય તોય સિકવલ નહીં જ બને. દેખીતું છે કે સિકવલ લખનારાં બીજા કોઈ હોવાના. રોઆલ્ડે ઘડેલી પાત્રસૃષ્ટિ શા માટે બીજા કોઈને સોંપવી? આ પ્રકારની શરત મૂકવી બહુ મોટી વાત છે, કેમ કે હોલિવૂડ તો હિટ ફ્લ્મિોની સિકવલો અને સિરીઝો માટે જાણીતું છે.
બસ, ત્યારથી રોઆલ્ડનાં પુસ્તકો પરથી ફ્લ્મિો બનાવવાનો કારભાર માઈકલ સિગલ સંભાળે છે. ૧૯૯૬માં ‘જેમ્સ એન્ડ ધ જાયન્ટ પીચ’ ફ્લ્મિ આવી. એ જ વર્ષેે ચમત્કારિક શકિતઓ ધરાવતી બાળકીની વાત કહેતી ’મટિલ્ડા’ પણ આવી. ૨૦૦૫માં ટિમ બર્ટને ‘ચાર્લી એન્ડ ધ ચોકલેટ ફેકટરી’ની રિમેક બનાવી, જે બમ્પર હિટ થઈ. આ એક જ ફ્લ્મિે ૨૦૬ મિલિયન ડોલરનો અધધધ બિઝનેસ કર્યો. જ્હોની ડેપને ચમકાવતી આ ફ્લ્મિ રોઆલ્ડનાં પુસ્તક પરથી બનેલી સૌથી સફ્ળ ફ્લ્મિ છે. આપણે ત્યાં ટીવી પર તે સતત ટેલિકાસ્ટ થતી રહે છે. ત્યાર બાદ વેસ એન્ડરસને ‘ધ ફેન્ટેસ્ટિંક મિસ્ટર ફોકસ’ બનાવી અને ત્યાર બાદ સ્ટીવન સ્પિલબર્ગેે ‘ધ બીએફ્જી’ પર હાથ અજમાવ્યો.
આબાલવૃદ્ધ સૌને ગમે તેવી ફ્લ્મિ બનાવવી જેટલી અઘરી છે, એટલું જ અથવા કદાચ એના કરતાંય વધારે અઘરું કામ બાળકોને જોરદાર અપીલ કરે તેવી વાર્તાની ચોપડી લખવાનું છે. ઈનફેકટ, ટાર્ગેટ ઓડિયન્સનું એજગ્રુપ ગમે તે હોય, ફ્કિશન લખવું સ્વયં એક કઠિન કામ છે. રોનાલ્ડ દાલે લેખક બનવા માગતા ઉત્સાહીઓને સરસ ટિપ્સ આપી છે. લો, તમેય વાંચોઃ

૧. સૌથી પહેલાં તો, તમારી પાસે સોલિડ કલ્પનાશકિત હોવી જોઈએ.
૨. તમને સરસ લખતા આવડતું હોવું જોઈએ. સરસ લખવાનો મતલબ છે, તમારામાં કલમ (કે કી-બોર્ડ) દ્વારા વાચકનાં દિમાગમાં ચિત્ર ખડું કરી શકવાની કાબેલિયત હોવી જોઈએ. બધામાં આ કૌશલ્ય હોતું નથી. લેખનકળા એક કુદરતી વરદાન છે, જે કાં તો તમને મળ્યું હોય અથવા તો ન મળ્યું હોય.
૩. તમારામાં સ્ટેમિના હોવો જોઈએ. સ્ટેમિનાનો અર્થ છે, તમે જે લખવાનું શરૂ કર્યું હોય તે પૂરૂં ન થાય ત્યાં સુધી તંત ન છોડવો. કલાકોના કલાકો, દિવસોના દિવસો, અઠવાડિયાના અઠવાડિયા અને મહિનાઓના મહિના સુધી, ટૂંકમાં, ધી એન્ડ સુધી પહોંચી ન જવાય ત્યાં સુધી થાકયાં વગર એકધારું લખતાં જ રહેવું.
૪. તમારે પરફેકશનિસ્ટ બનવું પડે. તમે જે કંઈ લખ્યું હોય તેનાથી તમને કયારેય સંતોષ થવો ન જોઈએ. ફરી ફરીને રિ-રાઈટ કરવું. તમારી વાર્તાને શકય એટલો સારામાં સારો ઘાટ ન મળે ત્યાં સુધી મઠાર્યા જ કરવી.
૫. તમારામાં સ્વયં-શિસ્તનો ગુણ હોવો અનિવાર્ય છે. તમે લખતાં હશો ત્યારે એકલા હોવાના. કોઈએ તમને લખવાની નોકરીએ રાખ્યાં નથી. કોઈ તમારી હાજરી પૂરવા આવવાનું નથી. તમે લખવામાં ઠાગાઠૈયા કરતા હશો તો પણ કોઈ તમને ટોકવાનું નથી. ટૂંકમાં, તમારે તમારી જાત પાસેથી ચાબુક લઈને કામ કઢાવવું પડશે.
૬. તમારામાં સારું સેન્સ-ઓફ્-હ્યુમર હોવું જોઈએ. જો તમે પુખ્ત વાચકો માટે લખતાં હો તો અલગ વાત છે, બાકી બાળકો-કિશોરો માટે લખતાં હો તો રમૂજવૃત્તિ ખૂબ જરુરી બની જવાની.
૭. નમ્રતાનો ગુણ હોવો ખૂબ જરૂરી છે. જો લેખક વિચારવા માંડે કે પોતે ફ્લાણુંઢીંકણું લખીને મોટો મીર માર્યો છે, તો એનું પતન નિશ્ચિત છે એમ જાણવું.
આ સાત સોનેરી સલાહો ઊભરતા જ નહીં, ઘડાયેલા લેખકોએ પણ મઢાવીને રાખવા જેવી છે!
શો-સ્ટોપર
ઉત્તમ ડિરેક્ટરો વૃદ્ધ થઈ જાય તો પણ તેમની ફ્લ્મિો બનાવવાનું પેશન અકબંધ રહેતું હોય છે. સ્ટુડિયોવાળા તેમને હાયર કરે તો તેઓ જાણે કોઈ પ્રાચીનકાળની ચીજ હોય તેવી રીતે તેમને ટ્રીટ કરતાં હોય છે. આથી મેં નક્કી કહી નાખ્યું કે હું પ્રાચીન કાળની ચીજ તો નહીં જ બનું! હું સતત મારી જાતને રિલેવન્ટ રાખીશ કે જેથી નવી પેઢીના પ્રોડયૂસરો-કલાકારો મને જૂનાં જોગીની જેમ ન જુએ.
– સ્ટીવન સ્પિલબર્ગ
0 0 0 

Saturday, August 6, 2016

વડોદરાના મહારાજા સયાજીરાવે એવું તો શું કર્યું કે પ્રજા હજી તેમને યાદ કરે છે?

 ચિત્રલેખા -  જુલાઈ ૨૦૧૬ 

 કોલમ: વાંચવા જેવું 

જગતભરના ઈતિહાસ પર નજર કરો તો છેલ્લાં એક હજાર વર્ષમાં ફક્ત પાંચ જ શાસકોને જ દીર્ઘ શાસનનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે - ફ્રાન્સના લુઈ ચૌદમા ૭૨ વર્ષ, ઓસ્ટ્રિયાના ફ્રાન્સિસ ૬૮ વર્ષ અને ઈંગ્લેન્ડના જ્યોર્જ ત્રીજા ૬૭ વર્ષ, બ્રિટનના સમ્રાજ્ઞી ૬૪ વર્ષ અને પાંચમા શ્રીમંત સયાજીરાવ ત્રીજા ૬૪ વર્ષ. હિન્દુસ્તાનના ઈતિહાસમાં તો આ આવી એકમાત્ર ઘટના છે.


                                             
રા કલ્પના કરો. નાસિક પાસેનાં નાનકડાં કવલણા ગામમાં કાશીરાવ નામના સામાન્ય જાગીરદાર વસે છે. એમનો ગોપાળરાવ નામનો દીકરો આખો દિવસ રમ્યા કરે અને ગાયો ચરાવવાનું કામ કરે. કિશોર બાર વર્ષનો થાય છે ને અચાનક એક પ્રતિષ્ઠિત રાજઘરાના દ્વારા એને દત્તક લઈને રાજમહેલમાં રાખવામાં આવે છે. સગાસંબંધીઓ તો ઠીક, જન્મ આપનાર સગાં માતા-પિતાને મળવાની પણ એને મનાઈ છે. એને પદ્ધતિસરનું શિક્ષણ અને રાજકાજની તાલીમ આપવાનું શરુ થઈ જાય છે. છ જ વર્ષની સઘન તાલીમ બાદ ફક્ત અઢાર વર્ષની વયે તેનો રાજ્યાભિષેક થાય છે. આ લબરમૂછિયો જુવાન એટલે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા!

 મહારાજા સયાજીરાવ ત્રીજા એક ઉત્કૃષ્ટ રાજવી હતા તે સર્વસ્વીકૃત સત્ય છે, પણ એમ.એસ. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર રહી ચુકેલા લૉર્ડ ભીખુ પારેખ કહે છે એમ, સયાજીરાવ ગાયકવાડની બહુમુખી પ્રતિભાને આપણે સંપૂર્ણપણે મુલવી શક્યા નથી. ખાસ કરીને ન્યાય ક્ષેત્રે તેમણે જે અદભુત કામગીરી કરી છે તેના વિશે વ્યવસ્થિત દસ્તાવેજીકરણ થયું નથી. એક વ્યક્તિએ એકલા હાથે એવું તો શું કર્યું કે પ્રજા હજી તેમના ગુણોને યાદ કરે છે? સયાજીરાવના શાસનકાળ દરમિયાન કાયદાઓ શી રીતે ઘડાયા? તેમાં ક્રમશ: સુધારા ક્યારે અને શા કારણે થયા? આ બધા પ્રશ્ર્નોના જવાબોનું શોધવાનો પ્રયાસ આજનાં પુસ્તકમાં થયો છે.

Maharaja Sayajirao Gaekwad III in his childhood

 લેખક કહે છે કે શ્રીમંત સયાજીરાવ ત્રીજા અગાઉના ૧૫૦ વર્ષનો ઈતિહાસ ગાયકવાડી શાસનનો અંધકારયુગ તરીકે ઓળખાતો હતો અને તે પછીના ૧૦૦ વર્ષ શ્રીમંત સયાજીરાવ ત્રીજાએ મેળવેલ સિદ્ધિઓમાં વૃદ્ધિ તો ન થઈ શકી, પરંતુ તેમની જાળવણીમાં પૂરતું ધ્યાન આપી શકાયું નથી. આ સંદર્ભે સયાજીરાવ ત્રીજાના ૬૪ વર્ષના સુદીર્ઘ શાસનની પ્રશંસા થાય તે બૌદ્ધિક અભિગમથી પણ સ્વીકૃત અને આવકાર્ય છે. જગતભરના ઈતિહાસ પર નજર કરો તો છેલ્લાં એક હજાર વર્ષમાં ફક્ત પાંચ જ શાસકોને આવું દીર્ઘ શાસનનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે - ફ્રાન્સના લુઈ ચૌદમા ૭૨ વર્ષ, ઓસ્ટ્રિયાના ફ્રાન્સિસ ૬૮ વર્ષ અને ઈંગ્લેન્ડના જ્યોર્જ ત્રીજા ૬૭ વર્ષ, બ્રિટનના સમ્રાજ્ઞી ૬૪ વર્ષ અને પાંચમા શ્રીમંત સયાજીરાવ ત્રીજા ૬૪ વર્ષ. હિન્દુસ્તાનના ઈતિહાસમાં તો આ આવી એકમાત્ર ઘટના છે.

 મહારાજા સયાજીવરાવ ત્રીજાના શાસન પહેલાં વડોદરાની કેવી સ્થિતિ હતી? ઓરિએન્ટલ મેમરીઝ લખનાર પ્રવાસી ફાર્બસે નોધ્યું છે કે, ‘વડોદરા દેખાવમાં સાધારણ અને ધૂળિયું શહેર હતું. જીવનની મુખ્ય જરુરિયાતના ફાંફા હતા. પુસ્તકાલયો કે અજાયબ ઘરોની તો વાત જ શી કરવી?... જમીનની માપણી કરવાના મુદ્દે પીલવાઈમાં હિંસા. સેના મોકલવી પડી.... ખેડૂતો પર અસહ્ય કર. તેથી તેમની સ્થિતિ દયનીય... રાજઘરાનામાં વારંવાર વિષપ્રયોગ થતા... સરદારો અને ગાયકવાડી અધિકારીઓ વચ્ચેના મતભેદોથી વારંવાર હુલ્લડ થવાનો ડર.’

 શ્રીમંત સયાજીરાવ સિંહાસન પર બેઠા એટલે એમને તાલીમ આપનાર સર ટી. માધવરાવે બ્રિટિશ ન્યાયપદ્ધતિ અનુસાર ન્યાયતંત્રમાં સુધારા શરુ કર્યા. શ્રીમંત સયાજીરાવે જોકે હિંમતપૂર્વક એક એવો અણધાર્યું પગલું ભર્યું જે સર ટી. માધવરાવ અને બ્રિટિશરોને જરાય પસંદ ન પડ્યું. તે હતું, વહીવટતંત્ર અને ન્યાયતંત્રને જુદા પાડવાનું પગલું. અંગ્રેજોની ઈચ્છા એવી હતી કે સરકાર જેમ બીજાં ખાતાં સંભાળે છે તેમ ન્યાયખાતું પણ સંભાળે. આમ, ફરિયાદી પણ પોતે ને ન્યાયાધીશ પણ પોતે. સયાજીરાવ ત્રીજાને આ મંજુર નહોતું. એમને તો આદર્શ ન્યાય વ્યવસ્થા સ્થાપવી હતી. એમણે ઈન્સાફી કાર્યવાહીને વહીવટી અધિકારીઓથી અળગી કરીને સ્વતંત્ર માળખું તૈયાર કરાવ્યું. શ્રીમંત સયાજીરાવે સ્વયં અંગ્રેજોના અન્યાય સહન કર્યા નથી. આથી જ તેઓ બીજાઓને ન્યાય અપાવી શકવા માટે સમર્થ બન્યા.

Nyay Mandir, Vadodara

 એમણે વિદ્વાન અને અનુભવી સજ્જનોનો સાથ લઈને ઉત્તમ કાયદાઓના સર્જન કરવાનું કામ શરુ કર્યું. એમણે સાદો નિયમ અપનાવેલો: કાયદા બને એટલા સરળ રાખવા કે જેથી અસરકારક અમલ થઈ શકે. વળી, કાયદા શાસકની ઈચ્છા મુજબ નહીં, પણ પ્રજાના હિત અને અપેક્ષાઓને સંતોષે એવા હોવા જોઈએ.

 રાજ્યની અદાલતો માટે ૧૮૯૬માં એ જમાનાના ૭ લાખ ૪૩ હજાર ૬૬૬ રુપિયાના ખર્ચે અફલાતૂન ભવનનું નિર્માણ કરાવવામાં આવ્યું. ઈમારત કરતાંય એને આપેલું નામ વધારે અદભુત હતું - ‘ન્યાયમંદિર’. આ નામાભિધાનને કારણે ઈમારતની બાહ્ય સુંદરતાની સાથે પવિત્રતાનો ભાવ આપોઆપ જોડાઈ ગયો! રાજ્યના શાસનમાં પ્રજા પૂરતી ભાગીદારી કરી શકે તેવા ઉદ્દેશ સાથે સયાજીરાવે નીમેલી સમિતિએ ૧૯૧૭માં વડોદરા રાજ્ય પ્રજામંડળનું પ્રથમ બંધારણ ઘડ્યું. પ્રજામંડળના વહીવટ માટે અલાયદી ઈમારતનું નિર્માણ કરાવ્યું. આ ઈમારત એટલે કોઠી કચેરી જેમાં આજે સો વર્ષ પછી પણ ધમધમે છે.

 શ્રીમંત સયાજીરાવે સામાજિક કુરિવાજો વિરુદ્ધ હિંમતવાન પગલાં ભરીને હિન્દુ લગ્ન સંબંધી કાયદો, હિન્દુ વિધવા વિવાહ, હિન્દુ લગ્ન વિચ્છેદ, બાળલગ્ન પ્રતિબંધક અને ધાર્મિક સ્વાતંત્ર્ય સંબંધિત ક્રાંતિકારી કાયદા અમલમાં મૂક્યા. પુરોહિત એક્ટ ૧૯૧૫ હેઠળ પુરોહિત લગ્નની જુદી જુદી વિધિઓ અને એનાં સૂચિતાર્થ જો વર-ક્ન્યાને સાદી ગુજરાતી ભાષામાં સમજાવી ન શકે તો પુરોહિતને દંડ દઈ શકાતો! શાસ્ત્રનો જાણકાર એવી બ્રાહ્મણ સિવાયની જ્ઞાતિની વ્યક્તિ પુરોહિતનો દરજ્જો પ્રાપ્ત કરી શકતી.

 અંગ્રેજીમાં ચાલતા ન્યાયના કામકાજમાં આમજનતાને શી ગતાગમ પડે? સયાજીરાવે કાયદાઓને ગુજરાતીમાં ઉપલબ્ધ કરાવ્યા. કાયદાની ચોપડીમાં પ્રત્યેક પાનાં પર મૂળ અંગ્રેજી લખાણ અને સામે એનો ગુજરાતી અનુવાદ. વળી, અનુવાદ દેવનાગરી લિપિમાં છપાયેલો હોય કે જેથી હિન્દીભાષી પણ તે વાંચી શકે. વાત નાની છે, પણ મહત્ત્વની છે.
 
 ખૂબ બધી વાતો છે પુસ્તકમાં. લેખકે સયાજીરાવને કેન્દ્રમાં રાખીને ખરેખર તો ખૂબીપૂર્વક વડોદરાની નગરકથા આલેખી છે. ચિક્કાર તસવીરોવાળું અને સુઘડ લે-આઉટ ધરાવતું આ સુંદર પુસ્તક જેટલું રસપ્રદ છે એટલું ઉપયોગી પણ છે.    0000

 ન્યાયના શ્રીમંત - સયાજીવરાવ ગાયકવાડ (ત્રીજા) શ્રેષ્ઠ               
લેખક-સંપાદક: તુષાર વ્યાસ       

પ્રકાશન: પ્રકાશન વિભાગ, મહારાજા સયાજીરાવ 
યુનિર્વસિટી ઓફ વડોદરા, ફતેહગંજ, વડોદરા
 ફોન: (૦૬૫)૨૩૨૨૫૫૬ 
 કિંમત:  Rs. ૩૫૦ /
  પૃષ્ઠ: ૧૬૦

 ૦  ૦ ૦

Thursday, August 4, 2016

મલ્ટિપ્લેક્સઃ પ્રીટી મેન

સંદૃેશ - સંસ્કાર પૂર્તિ - ૩૧ જુલાઈ ૨૦૧૬

મલ્ટિપ્લેક્સ

 હોલિવૂડની સૌથી લોકપ્રિય, સૌથી સફળ અને સદૃાબહાર રોમેન્ટિક ફિલ્મોની ચર્ચા થાય  છે ત્યારે ‘પ્રીટી વુમન'ના ઉલ્લેખ વગર વાત પૂરી થઈ શકતી નથી. તેના ડિરેકટર ગેરી માર્શલ તાજેતરમાં મૃત્યુ પામ્યા. સડકછાપ રુપજીવિની અને ધનાઢ્ય બિઝનેસમેનની લવસ્ટોરીવાળી ‘પ્રીટી વુમન'ની નિર્માણકથા ફિલ્મ જેટલી જ ઈન્ટરેસ્ટિંગ છે.


મેરિકાના સિનિયર ફિલ્મમેકર ગેરી માર્શલનું તાજેતરમાં ૮૧ વર્ષની ઉંમરે અવસાન થયું ત્યારે એમના આત્માની શાંતિ માટે હોલિવૂડની સેલિબ્રિટીઓએ ધડાધડ ટ્વિટ કરી નાખ્યાં હતાં. જરુરી નથી કે બધ્ધેબધ્ધાં ટ્વિટ્સ ઠાલી ઔપચારિકતા માટે જ કરવામાં આવ્યા હોય. હળવીફુલ પ્રકૃતિ ધરાવતા ગેરી માર્શલ ફિલ્મી વર્તુળમાં ખાસ્સા પોપ્યુલર હતા. એમના બાયોડેટામાં ‘પ્રીટી વુુમન' જેવી સુપરડુપર અને એવરગ્રીન રોમેન્ટિક ફિલ્મ બોલે છે. અલબત્ત, ગેરી માર્શલને ભલે વૂડી એલન કક્ષાના માસ્ટર ફિલ્મમેકરોની પંગતમાં બેસાડી ન શકાય, પણ એમણે જુલિયા રોબર્ટ્સ અને રોબિન વિલિયમ્સ જેવી કેટલીય પ્રતિભાઓની કરીઅર બનાવવામાં સિંંહફાળો આપ્યો છે તે હકીકત છે. ગેરીની ચાર ફિલ્મોમાં કામ કરનાર જુલિયા ખુદૃને એમની ‘ફેક કિડ' (સારી ભાષામાં, માનસપુત્રી) ગણાવે છે.

‘પ્રીટી વુમન' ગેરી માર્શલ અને જુલિયા રોબર્ટ્સ બન્નેની કરીઅરની સફળતમ ફિલ્મ. ૧૯૯૦માં રિલીઝ થયેલી આ ફિલ્મ બજેટ હતું એ જમાનામાં ૧૪ મિલિયન ડોલર અને એણે બિઝનેસ કર્યો ૪૬૩ મિલિયનનો, મતલબ કે રોકેલા નાણાં કરતાં ૩૪ ગણો વધારે! ગેરીએ ૩૪ વર્ષની ફિલ્મી કરીઅરમાં ‘પ્રીટી વુમન' ઉપરાંત ‘રનઅવે બ્રાઈડ', ‘પ્રિન્સેસ ડાયરીઝ', ‘વેલેન્ટાઈન્સ ડે' (જેમાં એમણે લગભગ અડધા હોલિવૂડને કાસ્ટ કર્યું હતું) જેવી કુલ ૧૮ ફિલ્મો ડિરેકટ કરી હતી. છેલ્લી 'મધર્સ ડે' તો હમણાં એપ્રિલમાં જ રિલીઝ થઈ હતી. હલકીફુલકી રોમેન્ટિક કોમેડી બનાવવામાં ગેરીની હથોટી હતી.

ફિલ્મોમાં આવતા પહેલાં ગેરીએ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં રાઈટર-પ્રોડ્યુસર તરીકે વીસ વર્ષનો અનુભવ લીધો હતો. શરુઆત એમણે સ્ટેન્ડઅપ કોમેડિયનને જોકસ લખી આપનાર લેખક તરીકે કરી હતી. પછી ‘ધ ટુનાઈટ શો' જેવા સફળ ટીવી શો માટે સ્ક્રિપ્ટ લખવાનું શરુ કર્યું. ત્યાર બાદૃ ‘ધ ઑડ કપલ', ‘હેપી ડેઝ' જેવી કેટલીય સિરીયલો લખી અને એમાંની કેટલીક પ્રોડ્યુસ પણ કરી. ટીવી પર કામ કરીને કંટાળ્યા એટલે સિનેમા તરફ નજર દૃોડાવી અને ફિલ્મડિરેકટર તરીકે પણ સફળ થયા.

શું હતું ‘પ્રીટી વુમન'? વિવિયન નામની એક જુવાન સડકછાપ વેશ્યા છે (અંગ્રેજીમાં જેને હૂકર કહે છે તે, જુલિયા રોબર્ટ્સ). ભડકામણા કપડાં પહેરીને એ એક વાર લોસ એન્જલસની સડકો પર ગ્રાહકની શોધમાં રખડતી હોય છે ત્યારે એનો ભેટો એડવર્ડ નામના એક અત્યંત ધનાઢ્ય બિઝનેસમેન સાથે થઈ જાય છે. બન્ને વચ્ચે સોદૃો થાય છે. પેલો કહે છે: હું છ દિૃવસ આ શહેરમાં રહેવાનો છું. મને રાત-દિૃવસ કંપની આપીશ? એક રાતના ત્રણસો ડોલરના હિસાબે છ રાતના તને અઢારસો ડોલર ગણી આપીશ. બોલ, છે મંજૂર? વિવિયન કહે છે: પણ હું દિૃવસમાં ય તારી સાથે હોઈશને. દિૃવસના પૈસા તારે એકસ્ટ્રા આપવા પડશે. એડવર્ડ કહે છે: ઓકે.

'પ્રીટી વુમન'ના સેટ પર જુલિયા રોબર્ટ્સ અને રિચર્ડ ગેરને સીન સમજાવી રહેલા ગેરી માર્શલ 

આ છ દિૃવસ અને છ રાત દૃરમિયાન બન્ને વચ્ચે માત્ર શરીરનો નહીં, લાગણીનો સંબંધ પણ બંધાય છે. તેમની વચ્ચે નોકઝોંક પણ થાય છે ને ઝઘડીને વિખૂટા પડે છે. પછી બેયને અહેસાસ  થાય છે કે સામેનાં પાત્રને લીધે પોતાનું જીવન વધારે સમૃદ્ધ, વધારે સભર બન્યું છે. વિવિયને વેશ્યાવૃત્તિને હંમેશ માટે છોડીને આગળ ભણવાનો નિર્ણય લે છે, જ્યારે એડવર્ડ પણ પોતાની કેટલીક કમીઓને સુધારવાની કોશિશ કરવાનું નક્કી કરે છે. આખરે બન્ને  પ્રેમીઓનું મિલન થાય છે ને ખાઈ, પીને રાજ કરે છે.

આ ફીલ ગુડ ફિલ્મની પડદૃા પાછળની નિર્માણકથા પણ ખાસ્સી ઈન્ટરેસ્ટિંગ છે. ડિઝની સ્ટુડિયોએ આ વિષય પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું ત્યારે શરુઆતમાં મૂળ વાર્તા અલગ હતી. ઓરિજિનલ ડ્રાફ્ટમાં વિવિયનને ચાલીસની થવા આવેલી ખખડી ગયેલી વેશ્યા બતાવવામાં આવેલી. આ વેશ્યા ડ્રગ્ઝની બંધાણી છે અને એેને ડિઝનીલેન્ડ જવાનું ખૂબ મન છે. બિઝનેસમેન એની સામે શરત મૂકે છે કે જો તારે મારી સાથે રહેવું હોય તો અઠવાડિયા સુધી નશીલી દૃવાને હાથ સુધ્ધાં નહીં લગાડવાનો. ફિલ્મનો એન્ડ એવો હતો કે એડવર્ડ રોષે ભરાઈને વિવિયનને કારમાંથી ઉતારી દૃઈને રવાના થઈ જાય છે અને પેલી ડિઝનીલેન્ડ જવા બસ પકડે છે. ડિઝનીના સાહેબોએ ગેરીને કહ્યું: જુઓ, ફિલ્મની સ્ક્રિપ્ટ તો રેડી છે, પણ છેલ્લે છેલ્લે તે બહુ ડાર્ક બની જાય છે. તમે એને હળકીફુલકી મોડર્ન લવસ્ટોરીમાં કન્વર્ટ કરી શકશો? ગેરી કહે: ઓકે. સ્ક્રિપ્ટ નવેસરથી લખવામાં આવી. ઓરિજિનલ ટાઈટલ ‘થ્રી થાઉઝન્ડ ડોલર' બદૃલીને ‘પ્રીટી વુમન' કરવામાં આવ્યું.

ટાઈટલ રોલ માટે શેરોન સ્ટોન, મિશેલ ફાયફર, જિના ડેવિસ, મડોના, બો ડેરેક, એમા થોમ્પસન, બ્રિજેટ ફોન્ડા, કિમ બેસિન્જર સહિતની કંઈકેટલીય અભિનેત્રીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. કોઈકને આ રોલ વધારે પડતો બોલ્ડ લાગ્યો. કોઈ ઉંમરમાં કાં તો નાની પડતી હતી યા તો મોટી પડતી હતી. કોઈ વિકલ્પ ન બચ્યો એટલે આખરે  જુલિયા રોબર્ટ્સને લેવી પડી. તે વખતે એકવીસ વર્ષની જુલિયા હોલિવૂડમાં સાવ નવીસવી હતી. એને અગાઉ‘સ્ટીલ મેગ્નોલિઆસ' નામની ફિલ્મ માટે ઓસ્કર નોમિનેશન જરુર મળ્યું હતું, પણ હોલિવૂડમાં કે હોલિવૂડની બહાર એનું નહોતું નામ બન્યું કે નહોતી એની કોઈ ઈમેજ ઊભી થઈ.

હીરો માટે  ક્રિસ્ટોફર રિવ, ડેન્ઝલ વોિંશગ્ટન, ડેનિયલ જેવા કેટલાય એકટરનો વિચાર કરવામાં આવ્યો હતો. અરે, અલ પચીનોએ તો રિડીંગ રિહર્સલ્સ સુધ્ધાં કર્યાં હતાં, પણ પણ એમણે કોઈક કારણસર ના પાડી દૃીધી. એક વાર ચાર્લ્સ ગ્રોડિન નામના એકટર સાથે જુલિયા રોબર્ટ્સનો સ્ક્રીન ટેસ્ટ લેવાનો હતો. ગેરીએ કહ્યું, ‘જુલિયા, સાંભળ. આ ચાર્લ્સ ગ્રોડિન તારા કરતાં કમસે કમ દૃસ ગણો વધારે ફની માણસ છે. આપણે અત્યારે સ્ક્રીનટેસ્ટમાં જે સીન કરવાનાં છીએ એમાં તું સહેજ ઢીલી પડીશ તો પણ એ તને કાચોકાચો ખાઈ જશે ને તું સીનમાં દૃેખાઈશ પણ નહીં. એ તને ડોમિનેટ ન કરી જાય તે જોવાની જવાબદૃારી તારી.' રિહર્સલ બાદૃ શૂટિંગ શરુ થયું. ગરીએ જોયું કે જુલિયા ચાર્લ્સને બરાબર ટક્કર આપે છે. ગરીના મનમાં જુલિયા માટે એવી છાપ ગંભીર પ્રકૃતિની છોકરી તરીકે પડી હતી, પણ કેમેરા ચાલુ થતાં જ એ બહુ જ ચાર્મિંગ, રમતિયાળ અને જીવંત બની જતી હતી.

બન્યું એવું કે ચાર્લ્સ ગ્રોડિન ‘પ્રીટી  વુમન' ન કરી શક્યા એટલે હીરોની શોધ પાછી આગળ વધી. એકટરો સાથે મીટીંગ કરવાની હોય ત્યારે ગેરી હંમેશાં જુલિયાને પોતાની સાથે લઈ જતા. એક વાર બન્ને રિચર્ડ ગેરને મળવા ગયાં.  ચાલુ મીટીંગે ગેરી ઓિંચતા ઊભા થયા ને ‘હું જરા કૉફી લઈને આવું છું' એમ કહીને નીકળી ગયાં. થોડે દૃૂરથી જઈને એમણે જુલિયા-રિચર્ડ તરફ નજર કરી. તેઓ સમજવા માગતા હતા કે પોતાની ગેરહાજરીમાં આ બન્ને એકબીજા સાથે કમ્ફર્ટેબલ છે કે નહીં? ભલે દૃૂરથી એકેય અક્ષર સંભળાતો નથી,  પણ વાતચીત કરતી વખતે બેયની બૉડી લેંગ્વેજ કેવી છે? એમની વચ્ચે સરસ કેમિસ્ટ્રી રચાય એવી શક્યતા  દૃેખાય છે? ગેરીને આ બધા સવાલના જવાબમાં ‘હા'માં મળ્યો. ગરીની અનુભવી આંખે જોઈ લીધું કે બેયની જોડી સ્ક્રીન પર સરસ લાગશે!

એવું જ થયું.

શૂટિંગ દૃરમિયાન રિચર્ડ કેટલીય વાર મીઠી ફરિયાદૃ કરતા કે ગેરી, આ જુલિયા તો ગજબની છે. કેટલું અદૃભુત કામ કરે છે. એ એકલી જ કાફી છે આખી ફિલ્મને ઊંચકી જવા માટે. તમારે હીરોની જરુર જ શી છે? ગેરી માર્શલે પછી કબૂલ્યું હતું કે રિચર્ડ ગેરની જગ્યાએ કોઈ સાધારણ એકટર હોત તો જુલિયા આખી ફિલ્મ પર છવાઈ જાય છે એ વાતે વિરોધ કર્યો હોત, પોતાના રોલને જુલિયાના રોલ કરતાં વધારે દૃમદૃાર બનાવવા જાતજાતના ઉધામા કર્યા હોત, પણ રિચર્ડ ગેરે એવું કશું જ ન કર્યું. એમણે ઈન્સિક્યોર થયા વગર  જુલિયાને ઉડવા માટે પૂરતી મોકળાશ આપી. રિઝલ્ટ આપણી સામે છે.



સડકછાપ વેશ્યાનો અભિનય કરતી વખતે જો નબળી એકટ્રેસ હોય તો કિરદૃારને ચીપ કે વલ્ગર બનતાં જરાય વાર ન લાગે, પણ જુલિયાએ આ પાત્રને એવી રીતે ભજવ્યું છે કે હીરોની સાથે સાથે ઓડિયન્સ પણ એના પ્રેમમાં પડી જાય છે. રુપજિવીનીનું પાત્ર હોવા છતાં જુલિયાએ એક સ્ત્રી તરીકેની ગરિમા સતત જાળવી રાખી છે.

‘પ્રીટી વુમન'ની જબરદૃસ્ત સફળતાને લીધે જુલિયા રોબર્ટ્સ રાતોરાત ગ્લોબલ સુપરસ્ટાર બની ગઈ. મેરીલ સ્ટ્રીપ જેવી મેરીલ સ્ટ્રીપને પાછળ રાખીને જુલિયાએ આ ફિલ્મ માટે બેસ્ટ એકટ્રેસનો ઓસ્કર અવોર્ડ જીતી લીધો. વર્ષો સુધી હોલિવૂડની ટોચની એકટ્રેસ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખીને અને એકએકથી ચડિયાતી ફિલ્મો કરીને એણે પૂરવાર કર્યું કે એ કંઈ વન-ફિલ્મ-વંડર નહોતી. ‘પ્રીટી વુમન'ને લીધે હીરો રિચર્ડ ગેરની કરીઅરને નવું ઈંધણ મળ્યું. આ ફિલ્મ પ્રેક્ષકોને એટલી બધી ગમી કે હોલિવૂડની સૌથી લોકપ્રિય, સૌથી સફળ અને સદૃાબહાર રોમેન્ટિક ફિહ્લમોની ચર્ચા થાય  છે ત્યારે ‘પ્રીટી વુમન'ના ઉલ્લેખ વગર વાત પૂરી થઈ શકતી નથી.

દૃરેક નોંધપાત્ર ડિરેકટરની કરીઅરમાં ઘણું કરીને એક એવી ફિલ્મ જરુર હોય છે જે એના માટે સજ્જડ રેફરન્સ પોઈન્ટ બની જાય. આ ન્યાયે ગેરી માર્શલ હંમેશાં ‘પ્રીટી વુમન'ના ડિરેકટર તરીકે યાદૃ રહેવાના.

શો-સ્ટોપર

ગેરી વહાલથી ભેટે ત્યારે મને એટલી હૂંફ અને સલામતીનો અનુભવ થાય છે કે મને ક્યારેક રડવાનું મન થઈ જાય છે.

- જુલિયા રોબર્ટ્સ (ગેરી માર્શલના મૃત્યુના થોડાં મહિનાઓ પહેલાં)
         

Tuesday, August 2, 2016

મલ્ટિપ્લેક્સઃ ઈટ, પ્રે, લવ, ડિવોર્સ!

સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - બુધવાર  - ૩ ઓગસ્ટ  ૨૦૧૬

ટેક ઓફ

સાચો લાઈફ-પાર્ટનર અને અદભુત લગ્નસંબંધની મીઠીમધુર અને અંતરંગ વાતો કરતાં ને તે વિશે દુનિયાને સલાહો આપતાં ‘ઈટ, પ્રે, લવ'નાં લેખિકા એલિઝાબેથ ગિલ્બર્ટે એકાએક ડિવોર્સની ઘોષણા કરતાં અનેક સવાલો ખડા થયા છે. એલિઝાબેથ શું ખરેખર એક પ્રામાણિક અને પારદર્શક સ્ત્રી છે? કે પછી તેઓ સ્ક્રિપ્ટની ડિમાન્ડ પ્રમાણે છળભર્યું જીવન જીવી રહ્યાં છે?



મુદ્દા પર આવતા પહેલાં સૌથી પહેલાં તો ઈકારસ નામનાં એક ગ્રીક મનુષ્યપાત્રને ઓળખી લો. ઈકારસના પિતાએ પીંછા અને મીણ વડે એની પાંખો બનાવી આપી હતી. પિતાએ  સૂચના આપી હતી કે દીકરા, તું બહુ નીચે ય ન ઉડતો કે બહુ ઊંચે પણ ન ઉડતો. નીચે ઉડીશ તો દૃરિયાનાં ઊછળતાં મોજાંથી તારી પાંખો ભીની થઈ જશે ને તું સમુદ્રના પાણીમાં પડીને ડૂબી જઈશ. જો તું બહુ ઊંચે ઉડીશ તો સૂરજના આકરા તાપથી તારી પાંખોનું મીણ પીગળી જશે. ઈકારસમાં વધારે પડતું ગુમાન હતું. એણે પિતાની સૂચના કાને ન ધરી. એ આકાશમાં ખૂબ ઊંચે ઉડ્યો. સૂર્યપ્રકાશને લીધે એની પાંખોનું મીણ પીગળી ગયું, એનું ઉડ્ડયન અટકી ગયું ને એ આકાશમાંથી સીધો સમુદ્રમાં ખાબકીને મૃત્યુ પામ્યો. આ પ્રતીકાત્મક વાર્તાનો સૂર એ છે માણસે એકસટ્રીમ પર નહીં જીવવાનું. મધ્યમમાર્ગ પસંદૃ કરવો. સાવ ઢીલાઢાલા થઈને જીવશો તો ય મોત નિશ્ર્ચિત છે અને ઓવર-કોન્ફિડન્સમાં રહેશો તોય મરવાનું પાક્કું છે.

હજુય મુદ્દા પર આવતા પહેલાં જેક ગિલ્બર્ટ નામના અમેરિક્ન કવિનાં એક કાવ્ય પર નજર ઘુમાવો. કવિતાનું શીર્ષક્ છે, ‘ફેઈિંલગ એન્ડ ફ્લાઈંગ' અર્થાત નિષ્ફળ જવું અને ઉડવું. હવે કવિતાનો મુકત ભાવાનુવાદ જુઓ -

બધા ભુલી જાય છે કે ઈકારસ ભલે મોતને ભેટ્યો પણ એ ઉડ્યો હતો જરુર.
પ્રેમ અને લગ્નનું પણ એવું જ છે. 
પ્રેમ ખતમ થઈ જાય અથવા લગ્ન પડી ભાંગે ત્યારે બધા કહેવા લાગે છે કે 
અમને તો પહેલેથી જ ખબર હતી કે આ સંબંધ લાંબો નહીં ટકે.
બન્ને શાણાં અને સમજદૃાર હતાં તોય એમને કેમ સમજાયું નહીં હોય?  
પણ જો દિૃલ કહેતું હોય કે સંબંધ બાંધવો જ છે તો ભરપૂર તીવ્રતા સાથે બાંધવો. 
 ક્યારેક આકાશમાં અમુક તારા એટલા જોરથી પ્રકાશી ઉઠે છે કે 
જાણકાર તરત કહેશે કે આ તારો ટૂંક સમયમાં ખરી પડવાનો. 
હું સવારે એને પથારીમાં ગાઢ નિદ્રામાં જોતો 
ત્યારે એ અત્યંત માસૂમ લાગતી  
જાણે પરોઢિયાનાં ઝાકળિંબદૃુઓ વચ્ચે ઊભેલું હરણ. 
બપોરે એ દૃરિયામાંથી નહાઈને બહાર નીકળતી ત્યારે  
એની પાછળ ફેલાયેલા બ્લુ સમુદ્ર અને વિરાટ આસમાનને હું તાકી રહેતો.  
જમતાં જમતાં એ વાતો કરતી હોય ત્યારે 
હું એને રસપૂર્વક સાંભળતો. 
અમારાં લગ્ન નિષ્ફળ ગયાં છે એવું કેવી રીતે કહી શકાય? 
હું માનું છું કે ઈકારસ ઉડવામાં નિષ્ફળ નહોતો ગયો. 
બસ, એની વિજયક્ષણ પર પૂર્ણવિરામ મૂકાયું, એટલું જ.




એક મહિના પહેલાં અમેરિકાની બેસ્ટસેલર લેખિકા એલિઝાબેઝ ગિલ્બર્ટે પોતાનાં ફેસબુક પેજ પર બહુ જ સંયત શબ્દૃોમાં ઘોષણા કરી હતી:

‘હું અને મારો હસબન્ડ બાર વર્ષનાં લગ્નજીવન બાદૃ આપસી સહમતીથી છૂટા પડી રહ્યાં છીએ. છૂટા પડવાનાં અમારાં કારણો બહુ જ અંગત છે. આ નજુક સમયમાં તમે મારી પ્રાઈવસીને જાળવી રાખવામાં મદૃદૃ કરશો એવી આશા રાખું છું. ધિસ ઈઝ અ સ્ટોરી આઈ એમ લિવિંગ - નોટ અ સ્ટોરી ધેટ આઈ એમ ટેલિંગ. (અર્થાત્, આ કંઈ અગાઉ બની ચુકેલી ઘટના નથી. હું આ ક્ષણે આ ઘટનાને જીવી રહી છું, તેમાંથી પસાર થઈ રહી છું.'

આટલું કહીને લેખિકાએ જેક ગિલ્બર્ટની ઉપર ટાંકેલી ઈકારસવાળી કવિતા ફેસબુક પર શેર કરી. સાથે ઉમેર્યું કે અત્યારે મારી સાથે જે કંઈ બની રહ્યું છે તેમાં ટકી રહેવા માટે આ કવિતા મને ખૂબ મદદ કરી રહી છે.

ડિવોર્સ થવા એ કંઈ નવા નવાઈની વાત નથી, પણ એલિઝાબેથ ગિલ્બર્ટના ડિવોર્સના સમાચારથી દૃુનિયાભરમાં ફેલાયેલા એમના લાખો ચાહકો, પ્રકાશનજગત અને સેલિબ્રિટી સરકિટને આંચકો લાગ્યો તેમજ આશ્ર્ચર્ય, કન્ફ્યુઝન અને છેતરાઈ ગયાની મિશ્ર લાગણી ફેલાઈ ગઈ. આવું બનવું સ્વાભાવિક પણ છે. જે લેખિકાએ ‘ઈટ, પ્રે, લવ' જેવું અફલાતૂન આત્મકથનાત્મક પુસ્તક લખ્યું હોય અને જેેણે પોતાનાં લખાણોમાં, ઈન્ટરવ્યુઝમાં, જાહેર પ્રસંગોમાં અને સોશિયલ મિડીયામાં સતત પોતાનાં અદૃભુત લગ્નજીવન વિશે મધમીઠી વાતો કરી હોય એ ઓચિંતા પોતાના ડિવોર્સની ઘોષણા કરે ત્યારે ઝટકો તો લાગે જ.

‘ઈટ, પ્રે, લવ' વિશે આપણે અગાઉ એકાધિક વખત વાત કરી ચુક્યા છીએ છતાં ફરી એક વાર ટૂંકમાં યાદ કરી લઈએ કે બત્રીસ વર્ષની ઉંમરે પહેલા પતિ સાથે છૂટાછેડા થયેલા ત્યારે એલિઝાબેથ તૂટી ગયાં હતાં (હમણાં થયા તે ડિવોર્સ નંબર ટુ છે). માનસિક રીતે, લાગણીના સ્તરે, આર્થિક સ્તરે, બધી રીતે. એમના પ્રકાશકે એમને ઓફર આપી: તમે અમારા ખર્ચે એક વર્ષ દૃુનિયા ફરો, અનુભવ લો અને પાછા આવીને તમારી આત્મકથા પ્રકારનું પ્રવાસવર્ણન લખો. એલિઝાબેથ પહેલાં ચાર મહિના ઈટાલી રહ્યાં, ખૂબ ખાધું-પીધું, દૃોસ્તો બનાવ્યાં. એમની (પહેલા) ડિવોર્સની પીડા આંશિક રીતે હળવી થઈ. પછીના ચાર મહિના તેઓ મુંબઈ નજીક એક આશ્રમમાં રહ્યાં. અહીં યોગસાધના કરી, આધ્યાત્મિકતાની એબીસીડી જાણી. છેલ્લાં ચાર મહિના બાલી (ઈન્ડોનેશિયા)માં ગાળ્યાં. અહીં એમનો ભેટો પોતાના કરતાં સોળ વર્ષ મોટા ફેલિપ નામના બ્રાઝિલિયન આદૃમી સાથે થયો (સાચું નામ જોઝ નુનીસ). એ ડિવોર્સી હતો. એલિઝાબેથને આ પુરુષ અદૃભુત લાગ્યો. જાણે પોતાનો સૉલ-મેટ મળી ગયો હોય, પોતે જેને મેળવવા માટે આખી જિંદગી ઝંખના કરી હતી તે સાચો પ્રેમ પામી લીધો હોય એવી તીવ્ર અનુભૂતિ એમને થઈ. થોડા સમય પછી એલિઝાબેથ અને ફેલિપ પરણી ગયાં. આમ, એક વર્ષની પેઈડ લીવનો સુંદર અંત આવ્યો.

આ આખી વાત ભારે અરસકારક રીતે અલિઝાબેથ ગિલ્બર્ટે ‘ઈટ, પ્રે, લવ' પુસ્તકમાં લખી છે. પુસ્તકનો સૂર એ છે કે એક સંબંધ તૂટે એટલે કંઈ આખેઆખું જીવન અટકી પડતું નથી. સંબંધ તૂટશે એટલે ભયાનક દૃુખ થશે જ. પેટ ભરાઈને દૃુખી થઈ લેવાનું, પણ પછી ઊભા થઈ જવાનું. આત્મવિશ્ર્વાસ સાથે, ગરિમા જળવીને અને માથું ઊંચું રાખીને દૃુખમાંથી બહાર આવી જવાનું. લઘુતાગ્રંથિ કે ગિલ્ટ કે શરમ બિલકુલ નહીં રાખવાનાં. દૃુનિયા ખૂબ મોટી છે. જો તમે ખુદૃને પ્રેમ કરતા હશો અને જો તમારું નસીબ સાથ આપતું હશે તો તમને હૃદૃયનાં ઊંડાણથી પ્રેમ કરવાવાળો સાચો સાથી યા સોલ-મેટ મળશે જ. ૨૦૦૬માં પુસ્તક બહાર પડતાં જ સુપરડુપર હિટ પૂરવાર થયું. આ પુસ્તકે પ્રેમ કે લગ્નસંબંધમાં પીડા અનુભવી રહેલા તેમજ ડિવોર્સને લીધે દૃુખીદૃુખી થઈ ગયેલા અસંખ્ય લોકોને પ્રેરણા આપી. ત્રીસેક જેટલી ભાષામાં એના અનુવાદૃો થયા. લાખો નકલો વેચાઈ. પુસ્તક પરથી હોલિવૂડના ટોપ સ્ટાર્સને ચમકાવતી ફિલ્મ બની. ‘ટાઈમ' મેગેઝિનના દૃુનિયાનાં ૧૦૦ સૌથી પ્રભાવશાળી લોકોનાં લિસ્ટમાં એલિઝાબેથને સ્થાન મળ્યું. અમુક ટુર ઓપરેટરો રીતસર ‘ઈટ પ્રે લવ' ટુરનાં આયોજન કરવા માંડ્યા, જેમાં એલિઝાબેથ ઈટાલી-ઈન્ડિયા-બાલીમાં જ્યાં જ્યાં રહ્યાં હતાં તે સ્થળો કવર કરવામાં આવતાં! હજુ ચાર મહિના પહેલાં જ ‘ઈટ પ્રે લવ મેઈડ મી ડુ ઈટ' નામનું સિક્વલ પ્રકારનું પુસ્તક સુધ્ધાં બહાર પડ્યું, જેમાં ૪૭ સ્ત્રીઓએ એલિઝાબેથની બુકમાંથી પ્રેરણા લઈને શી રીતે પોતાના જીવનને નવેસરથી ઊભું કર્યું એની વાતો લખી છે!


‘ઈટ પ્રે લવ' પુસ્તકે રીતસર એલિઝાબેથની લાઈફ બનાવી નાખી. દૃુનિયાભરમાં ફરવાનું, લેકચર આપવાના, ચાહકોને મળવાનું, બેન્ક બેલેન્સ તગડી બનાવવાની. એમની વાતો, મુલાકાતો અને લખાણો પરથી સતત એ વાત ઘૂંટાતી રહી કે સંબંધમાં એકવાર ભાંગતૂટ થઈ હોય તો પણ સાચો પ્રેમ અને સાચો લાઈફ-પાર્ટનર મળવાે શક્ય છે, લગ્ન પછી પ્રિય પાત્ર સાથે અત્યંત સુમેળભર્યું જીવન જીવવું શક્ય છે. એલિઝાબેથ ખુદ આ વાતનું જીવતુંજાગતું ઉદૃાહરણ બની ગયાં. એક વાર ઓપ્રા વિન્ફ્રેને આપેલા ટીવી ઈન્ટરવ્યુમાં એલિઝાબેથે હસું-હસું ચહેરે વાત કરી હતી કે, ‘યુ નો વોટ, મારો હસબન્ડ શું કહે છે? એ કહે છે કે સ્ત્રીનું સ્થાન કિચનમાં જ છે. કેવી રીતે? સ્ત્રીએ મસ્ત વાઈનનો ગ્લાસ લઈને કિચનમાં જવાનું, ખુરસી ખેંચવાની અને પછી પગ પર પગ ચડાવીને પોતાના માટે રાંધી રહેલા પુરુષને જોયા કરવાનો! હું સાંજે ઘરે આવું એટલે મારો વર એકઝેકટલી આ જ રીતે મને કિચનમાં બેસાડે છે ને પછી પ્રેમથી કહે કે લિઝ, ચાલ હવે બોલ, આજે આખા દિૃવસમાં શું શું થયું? મને બધી વાત કર. મારે સાંભળવું છે! ને પછી હું વાઈનનાં સિપ લેતી બોલતી જાઉં ને એ રાંધતો રાંધતો ભારે રસપૂર્વક મારી વાતો સાંભળતો રહે...'

આ જ ઈન્ટરવ્યુમાં એલિઝાબેથે આગળ કહેલું, 'મને ઘણી વાર વિચાર આવે છે કે મેં એવું તે શું મહાન કરી નાખ્યું છે કે મને આવો પતિ ને આવું ઉત્કૃષ્ટ જીવન મળ્યું? મારી ફ્રેન્ડે એક વાર મને સમજાવેલું કે લિઝ, તું ખુદૃ તારી જાતને એટલા માન  અને ગરિમાથી ટ્રીટ કરે છે કે તારી આસપાસના લોકો આપોઆપ તને આ રીતે ટ્રીટ કરવા પ્રેરાય છે.'

એક આદર્શ પ્રેમસંબંધ અને આદર્શ લગ્નજીવનની સજ્જડ ઈમેજ બનતી જતી હતી ત્યાં એકાએક, કશા જ પૂર્વસંકેત વગર ધડામ કરતા સમાચાર આવે છે કે એલિઝાબેથ ગિલ્બર્ટ અને જોઝ નુનીસ ડિવોર્સ લઈ રહ્યાં છે!

એલિઝાબેથના ચાહકોનું માથું ચકરાઈ જવું સ્વાભાવિક છે. જો વાત છેક ડિવોર્સ સુધી પહોંચી ગઈ હતી તો એલિઝાબેથ એકધારી લગ્નજીવનની મીઠી મધુરી વાતો કર્યાં કરતાં હતાં તે શું હતું? ડિવોર્સનો નિર્ણય કંઈ રાતોરાત તો નહીં લેવાયો હોય. ધીમે ધીમે બધું બિલ્ડ-અપ થઈ રહ્યું હશે. તો પછી, વાચકો સાથે કાયમ બધી વાતો શેર કરતાં એલિઝાબેથે આ વસ્તુ કેમ છુપાવી? હજુ થોડા મહિનાઓ પહેલાં જ ‘ઈટ, પ્રે, લવ'નાં પ્રકાશનને દસ વર્ષ પૂરાં થયાં ત્યારે સ્પેશિયલ એડિશન બહાર પાડવામાં આવી હતી, દૃુનિયાભરમાં સેમિનાર યોજાયા હતા, પેલું 'ઈટ પ્રે લવ મેડ મી ડુ ઈટ' નામનું નવું પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું ને મોટા પાયે તેની પબ્લિસિટી કરવામાં આવી. ટીવી પર કંઈકેટલાય ઈન્ટરવ્યુ આવ્યા હતા. તે વખતે પણ એલિઝાબેથે સુષ્ઠુ સુષ્ઠુ વાતો જ કરી હતી. અરે, હજુ ત્રણ મહિના પહેલાં જ એલિઝાબેથે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે અમારું લગ્નજીવન મસ્ત ચાલી રહ્યું છે... વી આર પ્રીટી સ્ટેડી!

અલિઝાબેથને ટીકાકારોને જલસો પડી ગયો છે. તેઓ કહે છે કે અમે તો ગયા વર્ષે એલિઝાબેથ અને જોઝે એમની દૃુકાન તેમજ ઈટાલિયન શૈલીનું ભવ્ય મકાન વેચવા કાઢ્યાં હતાં ત્યારે જ સમજી ગયા હતા કે કંઈક લોચો છે. એલિઝાબેથ ચહેરા પર સ્માઈલ ચીપકાવીને ડાહી ડાહી વાતો કરતાં રહ્યાં ને સુંદર પ્રેમભર્યું જીવન શી રીતે જીવવું તે વિશે લોકોને સુફિયાણી સલાહો આપતાં રહ્યાં, કેમ કે તે ‘સ્ક્રિપ્ટ કી ડિમાન્ડ' હતી, એમણે ‘ઈટ, પ્રે, લવ મેડ મી ડુ ઈટ' પુ્સ્તક વેચવાનું હતી ને ખૂબ બધી ઈવેન્ટ્સ કરવાની હતી. આથી એમણે ખેંચાય એટલું ખેંચ્યા કર્યુ્ં. ડિવોર્સ એના માટે પર્સનલ નહીં, પણ પ્રોફેશનલ ડિઝાસ્ટર છે. છૂટાછેડાને લીધે ‘ઈટ પ્રે લવ'ની આખી થિયરી જ સમૂળગી ખોટી પડી છે.  



જોકે એલિઝાબેથના વફાદૃાર ચાહકો આવું માનતા નથી. એમનું કહે છે કે સંબંધમાં બંધાયેલી બે વ્યકિત અલગ પડે તેનો અર્થ એવો નહીં કે આખો સંબંધ જ ખોટો હતો. આખરે વાત તો જાત સાથે અને એકબીજા સાથે સચ્ચાઈપૂર્વક વર્તવાની છે. અઠંગ ચાહકો તો એલિઝાબેથે જે શાલીનતાથી ડિવોર્સની વાત જાહેર કરી છે તેનાથી ઑર પ્રભાવિત થયા છે. ઈકારસની જેમ જોઝ સાથેનો સંબંધ ભલે ડૂબી ગયો, પણ બન્નેનું ઉડ્ડયન સાચું હતું, પ્રામાણિક હતું, ભરપૂર પેશનવાળું હતું. આ ઉડ્ડયન ઝાઝું ન ટક્યું તે અલગ વાત થઈ.

ટૂંકમાં, લગ્નના મામલામાં કશું નક્કી નથી હોતું. તમે ખોટી વ્યકિત સાથે પરણો કે સાચી વ્યક્તિ સાથે પરણો, ડિવોર્સ આ બન્ને કેસમાં શક્ય છે! એલિઝાબેથ ગિલ્બર્ટે એકાએક ડિવોર્સની ઘોષણા કરતાં અનેક સવાલો ખડા થયા છે.  શું તેઓ પોતાની ઈમેજના ગુલામ બની ગયાં છે? સફળતાનાં મોજાં પર સતત સવાર રહેવા માટે અને પોતે જે આભા ઊભી કરી છે તેને જાળવી રાખવા માટે છળભર્યું જીવન જીવતાં રહ્યાં છે? તેઓ જે જીવે છે એવું જ લખે છે કે પછી અમુક પ્રકારનું લખી શકાય તે માટે હાથે કરીને અનુભવો 'ઊભા' કરે છે? કે પછી, તેઓ ખરેખર એક પ્રામાણિક અને પારદર્શક સ્ત્રી છે અને ખુદવફાઈને સાચું જીવન જીવવા માટેની પૂર્વશરત ગણે છે? શક્ય છે કે હવે પછી કદાચ એલિઝાબેથ મિસ્ટર રાઈટ સાથેનું લગ્નજીવન પણ કેમ ન ટક્યું તે વિશે ઓર એક નવું સિકવલ ટાઈપનું પુસ્તક લખે અને તેનું શીર્ષક રાખે - ‘ઈટ, પ્રે, લવ, મેરેજ, ડિવોર્સ'!

0 0 0