Showing posts with label Youtube. Show all posts
Showing posts with label Youtube. Show all posts

Wednesday, June 3, 2020

ગાળ, સેક્સ અને ‘ન્યુ નૉર્મલ’


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 30 May 2020

મલ્ટિપ્લેક્સ

ગંદામાં ગંદી ગાળો હવે મેઇનસ્ટ્રીમ મનોરંજનનો ભાગ છે. ક્રમશઃ અર્ધ અને પૂર્ણ નગ્નતા પણ મેઇનસ્ટ્રીમ બનતી જવાની.

વીરુ ઉર્ફ ધર્મેન્દ્ર ગુસ્સાથી ફાટફાટ થઈ રહ્યો છે. જો એનું ચાલે તો એ ગબ્બરસિંહને જીવતો ચીરી નાખે, પણ એ લાચાર છે. આથી પોતાનો લાવા જેવો ક્રોધ તે આ રીતે વ્યક્ત કરે છેઃ
કૂત્તે... કમીને... મૈં તેરા ખૂન પી જાઉંગા...
બસ, આટલું જ. આજથી 45 વર્ષ પહેલાં આવેલી શોલે ફિલ્મનો આ સીન છે. અગાઉ હિન્દી ફિલ્મોમાં પુરુષો સખ્ખત મારપીટ કરતા હોય તો પણ એમના ક્રોધની શાબ્દિક અભિવ્યક્તિ કૂત્તે, કમીને, હરામી અને ગંદી નાલી કે કીડે પર અટકી જતી. ઇવન સડકછાપ ટપોરીઓના મોઢેથી ગાળ ન નીકળતી. આજે આપણે આ ફિલ્મો જોઈએ ત્યારે થાય કે આહા, કેવા સંસ્કારી પુરુષો છે!
...અને પછી તમે કમ્પ્યુટર કે મોબાઇલ પર ભારતના સૌથી લોકપ્રિય યુટ્યુર્સમાં સ્થાન પામતા કૅરી મિનાટી, આશીષ ચંચલાની કે બીબી કી વાઇન્સ (ભુવન બામ)નો કોઈ પણ વિડીયો ચાલુ કરો છો. અહીં ત્રિઅક્ષરી, ચતુરાક્ષરી કે પંચાક્ષરી ગાળોનો મુશળધાર વરસાદ વરસે છે. વાતે-વાતે ને વાક્યે-વાક્યે મા-બહેનની ગાળો, પ્રાંત-પ્રાંતની ગાળો, જિંદગીમાં ક્યારેય સાંભળી ન હોય તેવી અવનવી, ગ્રાફિકલ ને ક્રિયેટિવ ગાળોની અહીં રેલમછેમ છે. એક સમય હતો જ્યારે ફિલ્મમાં જરાક અમથો અભદ્ર શબ્દપ્રયોગ થયો હોય તો પબ્લિક અને મિડીયા અશ્લીલ... અશ્લીલ કરીને કાગારોળ મચાવી મૂકતાં. તે ઑફલાઇન મનોરંજનનો યુગ હતો. આજના ઓનલાઇન કોન્ટેન્ટની ડિક્શનરીમાં અશ્લીલ કે બીભત્સ જેવા શબ્દો જ નથી. યુટ્યુબની ચેનલો હોય, સ્ટેન્ડ-અપ કોમેડી હોય કે પાતાળલોક અને મિરઝાપુર જેવા વેબ શોઝ હોય, અહીં બધું જ બોલી શકાય છે, બધું જ દેખાડી શકાય છે. અહીં બધું જ સ્વીકાર્ય છે. અભદ્રતા, અસંસ્કાર.. એ વળી શું? એક સમયે જે સાંભળીને શાલીન લોકોના કાનમાંથી કીડા ખરી પડતા હતા તે ગંદામાં ગંદી ગાળો હવે મેઇનસ્ટ્રીમ મનોરંજનનો ભાગ છે. આ ગાળો સાંભળીને હવે કોઈના પેટનું પાણી પણ હલતું નથી. ગાળો હવે ન્યુ નૉર્મલ છે!

ગાળ બોલવી જેમના માટે કોઈ ઈશ્યુ જ નથી તેવા આ યુટ્યુબર્સ અને સ્ટેન્ડ-અપ કોમેડીઅન્સ આજના સ્ટાર્સ છે, રોલ મોડલ છે. તેમને દેશ-વિદેશમાં શોઝ માટે, હાઇ પ્રોફાઇલ ઇવેન્ટ્સમાં ભાગ લેવા માટે આમંત્રણો મળે છે. ભુવન બામ જેવો યુટ્યુબર ગ્લોસી અંગ્રેજી મૅગેઝિનોનાં કવરપેજ પર ચમકે છે. વિશ્વકક્ષાના ફિલ્મી હસ્તીઓના ઇન્ટરવ્યુ કરતાં અનુપમા ચોપડા અને રાજીવ મસંદ જેવાં ટોચનાં એન્ટરટેઇનમેન્ટ જર્નલિસ્ટ્સ ભુવન બામને પણ એટલા જ માનપાન આપે છે ને શોખથી એમની લાંબી મુલાકાતો લઈ પોતાની ચેનલો પર અપલોડ છે. ટોચના યુટ્યુબર્સના વિડીયોઝને લાખો-કરોડો વ્યુઝ મળે છે એટલે શાહરૂખ ખાન અને અક્ષય કુમાર જેવા સુપરસ્ટાર્સ સુધ્ધાં પોતાની ફિલ્મોનું પ્રમોશન કરવા આ યુટ્યુબર્સની ચેનલો પર હોંશે હોંશે પહોંચી જાય છે. જુદી જુદી કંપનીઓ સૌથી પોપ્યુલર યુટ્યુબર્સ સાથે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે લાખો રૂપિયાની ડીલ કરે છે. આ બધા માત્ર યુટ્યુબર કે સ્ટેન્ડ-અપ કોમેડીઅન નથી, તેઓ ઇન્ફ્લુઅર્સ પણ છે, તેઓ લોકોનો અભિપ્રાય ઘડે છે, ઑડિયન્સ પર તેમના કોન્ટેન્ટનો પ્રભાવ પડે છે. સહજપણે પણ અતીશય ગાળો બોલતા સફળ યુટ્યુબર્સ અને સ્ટેન્ડ-અપ કોમેડીઅનનું સેલિબ્રિટી હોવું તે આજનું ન્યુ નૉર્મલ છે.    
હજુ થોડાં વર્ષ પહેલાં સુધી હીરો અને હિરોઈન સ્ક્રીન પર ચુંબન કરતાં તો હોબાળો મચી જતો. છાપાં-મૅગેઝિનોમાં દિવસોના દિવસો સુધી તેની ચર્ચા થતી. પાંચ-દસ સેકન્ડનો એક કિસિંગ સીન જાણે લોહચુંબકની જેમ પ્રેક્ષકોને ખેંચી લાવવાનો હોય તેમ ફિલ્મમેકરો આ દશ્ય ફરતે પુષ્કળ હાઇપ ઊભી કરતા. આજે નેટફ્લિક્સ, અમેઝોન પ્રાઇમ, મેક્સપ્લેયર જેવા ઓટીટી પ્લૅટફૉર્મ્સ પર મૂકાતા ઇન્ડિયન વેબ શોઝમાં સેક્સનાં દશ્યોની ભરમાર હોય છે. ચુંબન ભૂલી જાઓ, હવે સંભોગસૂચક દશ્યો પણ કૉમન બની રહ્યાં છે. સેક્સનાં ઉત્કટ દશ્યો હવે ન્યુ નૉર્મલ છે.
જે પશ્ચિમની એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં થાય છે તે વહેલામોડું આપણે ત્યાં થવાનું જ છે. હોલિવુડની ફિલ્મોમાં એફ-વર્ડ છૂટથી બોલાતો જોઈને એક સમયે આપણે ત્યાં લોકોને હેરત થતી. ખાસ હીરો-હિરોઈનને છૂટથી રોમાન્સ કરતાં જોવા લોકો ફોરેનની ફિલ્મો જોતાં. અમુક અપવાદને બાદ કરતાં આજનાં આપણા લગભગ તમામ હીરો-હિરોઈનોને સ્ક્રીન પર કિસિંગથી માંડીને માપસરનો રોમાન્સ કરવામાં કશો છોછ નથી. નગ્નતાના મામલામાં, અફ કોર્સ, ડિજિટલ કોન્ટેન્ટ ઘણું આગળ છે. આજે સેક્રેડ ગેમ્સ જેવા ભારતીય શોમાં નાયિકા કૅમેરા સામે પોતાનાં સ્તનોને સંપૂર્ણપણે નિર્વસ્ત્ર કરી શકે છે. થોડો સમય જવા દો. નાની અને મોટી સ્ક્રીન પર ક્રમશઃ અર્ધ નગ્નતા અને પૂર્ણ નગ્નતા પણ ન્યુ નૉર્મલ ગણાવા લાગશે.
પરિવર્તનોને રોકી શકાતાં નથી. નૈતિકતાની ફૂટપટ્ટી, મનોરંજનની વ્યાખ્યા, શું સ્વીકાર્ય છે ને શું અસ્વીકાર્ય છે એના માપદંડો, શૉક વેલ્યુની તીવ્રતા – આ બધું જ સમયની સાથે બદલાય છે. આપણે ફક્ત સ્વીકારી લેવું પડે છે. સારું કે નરસું બધું જ મને-કમને સ્વીકારી લેવું તે પણ કદાચ ન્યુ નૉર્મલનું જ એક સ્વરૂપ છે!     
0 0 0  





Wednesday, May 27, 2020

યુટ્યુબ ચડે કે ટિકટોક?


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 24 March 2020

મલ્ટિપ્લેક્સ
આ લોકપ્રિય પ્લેટફૉર્મ્સ વચ્ચે ફાટી નીકળેલા જોરદાર રમખાણે એક વાત પુનઃ સાબિત કરી આપી છે કે ભવિષ્ય પર વિડીયો કોન્ટેન્ટ રાજ કરવાનું છે


વું ઘમાસાણ સાયબરયુદ્ધ અથવા કહો કે સોશિયલ મિડીયા યુદ્ધ આપણે અગાઉ ક્યારેય નહોતું ભાળ્યું. બે પ્રતિસ્પર્ધીઓ છે. એક બાજુ છે, અમિર સિદ્દીકી નામનો મુંબઇનો જુવાનિયો કે જે ટિકટોકનું પ્રતિનિધિત્વ કરે છે. બીજી તરફ છે, કૅરી મિનાટી ઉર્ફ અજેય નાગર નામનો ફરિદાબાદનો યુવાન કે જે યુટ્યુબનું પ્રતિનિધિત્વ કરે છે. ટિકટોક નામની મહામાયા વિશે તમે હજુ સુધી અજાણ હો તો જાણી લો કે આ એક અત્યંત પોપ્યુલર વિડીયો-શૅરિંગ પ્લેટફૉર્મ છે, જેના પર તમે પંદર સેકન્ડથી લઈને એક મિનિટ સુધીના ગીત-સંગીત-ડાન્સ-અભિનય-કૉમેડી કે એવા કોઈ પણ પ્રકારના વિડીયો અપલોડ કરીને દુનિયા સાથે શૅર કરી શકો છો. જેમણે પોતાના મોબાઇલમાં ટિકટોક ઍપ ડાઉનલોડ કરી હોય તે લોકો આ વિડીયોને લાઇક્સ આપે, કમેન્ટ કરે, વિડીયો બનાવનાર વ્યક્તિના ફૉલોઅર બને. અમિર સિદ્દીકીને ટિકટોક પર 3.7 મિલિયન અથવા 37 લાખ લોકો ફૉલો કરે છે, જ્યારે કૅરી મિનાટીની યુટ્યુબ ચેનલને 19.7 મિલિયન (1 કરોડ 97 લાખ) લોકોએ સબસ્ક્રાઇબ કરી છે.  
બન્યું એવું કે મે મહિનાની શરૂઆતમાં અમિર સિદ્દીકીએ પોતાના એક વિડીયોમાં યુટ્યુબર્સને ખૂબ ખરીખોટી સંભળાવી. એણે કહ્યું કે તમારા યુટ્યુબ કરતાં અમારું ટિકટોક ક્યાંય વધારે સારું છે. અમારા ટિકટોક-સમાજ જેવી એકતા તમને સાયબરજગતમાં બીજે ક્યાંય જોવા નહીં મળે. તમે ટિકટોકવાળા તો અમારા કોન્ટેન્ટની કૉપી કરો છો, વગેરે.
અમિરની આ ટિપ્પણીઓ સાંભળીને કૅરી મિનાટીને હાડોહાડ લાગી આવ્યું. એક સણસણતો જવાબી વિડીયો બનાવીને એ 14 મેના રોજ રણમેદાનમાં કૂદી પડ્યો. કૅરી મિનાટી આમેય બીજાઓને રોસ્ટ કરવા માટે જાણીતો છે. એ સેલિબ્રિટીઓ, બીજા શોઝ વગેરેની એકધારો ધોલાઈ કરતો હોય છે. એટલે જ તો યુટ્યુબ પર એ આટલો પોપ્યુલર બન્યો છે. પોતાના નવા વિડીયોમાં એણે અમિર સિદ્દીકીની એકેએક વાતનો કચકચાવીને જવાબ આપ્યો. અમિરને રોસ્ટ કરવામાં એ પ્રમાણભાન ચૂકીને ન બોલવાનું પણ બોલ્યો.

પત્યું. યુટ્યુબ અને ટિકટોક પર જાણે એટમ બોમ્બ ફૂટ્યો હોય તેવો માહોલ સર્જાઈ ગયો. કૅરી મિનાટીનો વિડીયો જોઈને આખેઆખું ટિકટોક ખળભળી ઉઠ્યું. કૅરીના વફાદાર ચાહકોએ આઇ સપોર્ટ કૅરી મિનાટી અને જસ્ટિસ ફોર કૅરી હેશટેગ સાથે એવો કાગારોળ મચાવ્યો કે ટ્વિટર પર તે ટ્રેન્ડિંગ થવા લાગ્યાં. કૅરી મિનાટીનો યટ્યુબ વિડીયો એવો વાઇરલ થયો કે એના વ્યુઝની સંખ્યા 78 મિલિયનના આંકડાને વટાવી  ગઈ. બે-ત્રણ દિવસમાં 7 કરોડ 80 લાખ વ્યુઝ કોને કહેવાય! આ વિડીયોએ યુટ્યુબ પર લોકપ્રિયતાના અગાઉના રેકોર્ડ્ઝ તોડી નાખ્યા. કૅરી મિનાટીની ચેનલને સબસ્ક્રાઇબ કરનારાઓની સંખ્યા હજારો કે લાખોમાં નહીં, મિલિયન્સમાં વધી ગઈ. આ લેખ 29 મે 2020ના રોજ બપોરે 12 વાગે અપડેટ થઈ રહ્યો છે ત્યારે કૅરી મિનાટીના સબસ્ક્રાઇબર્સની સંખ્યા, અગાઉ નોંધ્યું તેમ, 19.7 મિલિયન છે. કૅરી મિનાટી ભારતનો બીજા નંબરનો સૌથી પોપ્યુલર યુટ્યુબર બની ગયો છે. નંબર વન પોઝિશન પર અમિત બધના નામનો કોમિક યુટ્યુબર છે. એના સબસ્ક્રાઇબર્સની સંખ્યા 20.1 મિલિયન છે. કૅરી કરતાં થોડાક જ વધારે. કૅરી ઓલરેડી આશીષ ચંચલાણીને પછાડીને પાછળ રાખી દીધા છે. આશીષ નંબર થ્રી પોઝિશન પર છે - 18.5 મિલિયન. યુટ્યુબનો બેતાજ બાદશાહ ગણાતો ભુવન બામે (બીબી કી વાઇન્સ)  સિંહાસન ક્યારનું ખાલી કરી  નાખ્યું છે.  17.8 મિલિયન ફૉલોઅર્સ સાથે હવે નંબર ફોર પર પહોંચી ગયો છે.
અસલી ક્લાઇમેક્સ, રાધર, એન્ટિ-ક્લાઇમેક્સ તો ત્યારે આવી જ્યારે યુટ્યુબે કૅરી મિનાટીના આ વિડીયોને પ્લેટફૉર્મ પરથી હટાવી દીધો. યુટ્યુબના સાહેબોને લાગ્યું કે આ વિડીયોએ બિનજરૂરી નેગેટિવિટી પેદા કરી નાખી છે. કૅરીએ એવા મતલબની કમેન્ટ કરી હતી કે ટિકટોક વિડીયો બનાવવાવાળા અભણ, ગમાર ને ગરીબ હોય છે. ગૅ (કે હિજડા) શબ્દનો એણે ગાળની જેમ ઉપયોગ કર્યો હતો. વળી, છોકરાઓ કરતાં છોકરીઓ કમજોર છે એવા મતલબની જાતિવાદી ટિપ્પણી પણ કરી હતી. આ બધું દેખીતી રીતે જ પોલિટિકલી ઇનકરેક્ટ હતું. જોકે વિડીયો ડિલીટ થયો ત્યાં સુધીમાં પ્રિન્ટ મિડીયા તેમજ જુદી જુદી વેબસાઇટ્સ પર તેની ખૂબ ચર્ચા થઈ ગઈ. ઇવન યુટ્યુબ પર કેટલાંય રિએક્શન વિડીયો બની ગયા. હજુય મૂળ વિડીયોના છૂટાછવાયા ટુકડા ઓનલાઇન અવેલેબલ છે.
યુટ્યુબ અને ટિકટોક બન્ને વિડીયો-શૅરિંગ પ્લેટફૉર્મ્સ છે તે બરાબર છે, પણ બન્નેની તાસીર એકબીજા કરતાં સાવ જુદી છે. યુટ્યુબ પર જે-તે વિષય પર વિસ્તારપૂર્વક વાત થઈ શકે છે, જ્યારે મહત્તમ એક મિનિટની સમયમર્યાદા ધરાવતા ટિકટોક વિડીયોઝ ચ્યુંઇગ ગમ જેવા છે. તમારી આંખો એક પછી એક વિડીયો નોનસ્ટોપ ચાવ્યા કરે, પણ એમાંથી કંઈ સત્ત્વ ન મળે. એવું નથી કે યુટ્યુબ પર બધું સારું-સારું જ છે. અહીં પુષ્કળ માત્રામાં કચરો ઠલવાયેલો છે જ, પરંતુ યુટ્યુબ પર મનોરંજનથી લઈને માહિતી સુઘીનું અને અઘ્યાત્મથી લઈને એકેડેમિક્સ સુધીનું સત્ત્વશીલ કોન્ટેન્ટ પણ પ્રચુર માત્રામાં સંઘરાયેલું છે. એમ તો ટિકટોક પર પણ ક્યારેક પ્રતિભાના ચમકારા ક્યારેક દેખાઈ જતા હોય છે.
કૅરી મિનાટી અને ભુવન બામ જેવા યુટ્યુબરોએ શહેરી ભારતીયોના કલ્ચરલ ફેબ્રિક પર કેવી અસર કરી છે તેની વાત પછી કરીશું, પણ અત્યારનો મુદ્દો એ છે કે આવનારા સમય પર વિડીયો કોન્ટેન્ટનો જોરદાર દબદબો રહેવાનો છે એવું આ કન્ટ્રોવર્સીએ ફરી એક વાર પુરવાર કરી દીધું છે. વિડીયો અને ઑડિયો કોન્ટેન્ટની સામે કાગળ પર છપાયેલા શબ્દો પોતાના દમ પર છાતી કાઢીને કેવી ઊભા રહે છે તે હવે જોવાનું છે.         
000




Saturday, December 10, 2016

ડિજિટલી યોર્સ!

Sandesh - Sanskaar Purti - 11 Dec 2016
મલ્ટિપ્લેક્સ
અમેરિકામાં ફ્કિશન જોનરમાં ઉત્તમોત્તમ કામ આજે ફ્લ્મિોમાં નહીં, પણ ટીવી પર થઈ રહ્યું છે. તબલાતોડ ગુણવત્તા ધરાવતા 'બ્રેકિંગ બેડ' અને 'ગેમ ઓફ થ્રોન્સ' જેવા અમેરિકન શોઝ માણી શકતી આજની ૧૬થી ૪૦ વર્ષની શહેરી સોફ્સ્ટિીકેટેડ પેઢીને ચીલાચાલુ હિન્દી સીરિયલો શા માટે ગમે? બસ, ટીવીની આ ખામીને સરભર કરવાના આશય સાથે જ વેબ શ્રેણીઓ ત્રાટકી છે.

‘તો હવે આપણે પહેલાં બે એપિસોડ્સ બેક-ટુ-બેક જોઈએ?’ મુંબઈમાં જુહુ સ્થિત એક મલ્ટિપ્લેકસના હકડેઠઠ ભરાયેલા ઓડિટોરિયમમાં એક ઘેઘૂર દાઢીધારી આદમી કોડલેસ માઈક્રોફોન પર ઓડિયન્સને કહી રહૃાો હતો, ‘…એન્ડ આઈ હોપ કે આ મલ્ટિપ્લેકસવાળા અત્યારે રાષ્ટ્રગીત પ્લે ન કરેે!’
જનગણમન વિશે ઘસાતી કમેન્ટ? જો કે તે સાંભળીને ઓડિયન્સમાં ટેન્શન પ્રસરવાને બદલે ખડખડાટ હાસ્યનું મોજું ફરી વળે છે. દેખીતું છે. ઓડિટોરિયમમાં આમેય ‘પોલિટિકલી ઇન્કરેકટ’ કહેવાય એવા કન્ટેન્ટને સેલિબ્રેટ કરનારાઓનો શંભુમેળો ભરાયો છે એટલે આવી મજાકો તો થવાની જ.
અવસર છે, યુ-ટયૂબ અને સ્માર્ટ ફોન્સ અને વાઈફાઈની દુનિયામાં રમમાણ રહેનારાઓની ફેવરિટ ઓનલાઇન ડિજિટલ એન્ટરટેઇનમેન્ટ ચેનલ ધ વાઇરલ ફિવર (ટીવીએફ્)ની નવીનક્કોર વેબ સિરીઝ ‘હ્યુમરસલી યોર્સ’ના લોન્ચિંગનું. મજા જુઓ. ટીવીએફ્ની એપ પર અને પછી યુ-ટયૂબ પર આ સિરીઝના એપિસોડ્સ દુનિયાભરના લોકો એક પણ પૈસો ખર્ચ્યા વગર પોતપોતાના મોબાઈલ કે કમ્પ્યૂટર સ્ક્રીન પર મફ્તમાં જોવાના છે, પણ એનું લોન્ચિંગ એક શાનદાર મલ્ટિપ્લેકસમાં ગોઠવાયું છે ને પહેલાં બે એપિસોડ્સનું સ્ક્રીનિંગ બોલિવૂડ-હોલિવૂડની કોઈ બ્લોકબસ્ટર ફ્લ્મિની જેમ મોટા પડદા પર થઈ રહ્યું છે. આ આખી વાત સૂચક છે, વેબ સિરીઝની વધી રહેલાં કદ તેમજ લોકપ્રિયતાના પ્રતીક જેવી છે.
ભલું થજો ઇન્ટરનેટનું કે આપણે હવે અપોઇન્ટમેન્ટ વ્યુઈંગના મોહતાજ રહૃાા નથી. રોજ રાતે સાડાઆઠ કે નવ કે સાડાનવ વાગે આખો પરિવાર મનગમતી સીરિયલો જોવા ટીવી સામે ગોઠવાઈ જાય તેને અપોઇન્ટમેન્ટ વ્યુઈંગ કહે છે. આમાં ઘરના યુવાનો જોકે મોટા પ્રમાણમાં ગેરહાજર રહેતા હોય છે. તેમને સાસ-બહુના ઝઘડામાં કે નાગણી બની જતી સ્ત્રીમાં રસ પડતો નથી. જનરલ એન્ટરટેઇનમેન્ટ ચેનલો પર વર્ષોથી જે પ્રકારના ફ્કિશન શોઝ આવે છે એની સાથે ખાસ કરીને શહેરનો યુવાવર્ગ આઇડેન્ટિફાય કરી શકતો નથી. ટીવી પર તેઓ ક્રિકેટ જોશે, તે સિવાય બહુ બહુ તો કોમેડી શોઝ, ડાન્સ અને મ્યુઝિકના ટેલેન્ટ-રિયાલિટી શોઝ, ‘ખતરોં કે ખિલાડી’ અને ‘રોડીઝ’ જેવું જોશે. યુવાનોને જકડી રાખે એવા, એમના જેવી ભાષા બોલતા, એમની માનસિકતા – સંઘર્ષો – સપનાં – મૂંઝવણોનું પ્રતિબિંબ પાડતા ફ્કિશન શોઝ જાણે બનતા જ નથી. કયારેક ‘ટ્વેન્ટીફેર’ જેવો શો આવી જાય છે, પણ તે અપવાદરૂપ હોવાના. અંગ્રેજી ભાષા સાથે પાક્કી દોસ્તી ધરાવતું યંગ ઓડિયન્સ આજે ઝી કેફે અને સ્ટાર વર્લ્ડ જેવી ચેનલો પર કે પછી ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરીને ‘બ્રેકિંગ બેડ’ અને ‘ગેમ્સ ઓફ્ થ્રોન્સ’ જેવા અમેરિકન શોઝ જુએ છે. ‘ફ્રેન્ડ્ઝ’ અને ‘બિગ બેન્ગ થિયરી’ જોતાં તેઓ થાકતા નથી. અમેરિકન ટીવીનો અત્યારે સુવર્ણકાળ ચાલી રહૃાો છે. અમેરિકામાં ફ્કિશન જોનરમાં ઉત્તમોત્તમ કામ આજે ફ્લ્મિોમાં નહીં, પણ ટીવી પર થઈ રહ્યું છે. તબલાતોડ ગુણવત્તા ધરાવતા અમેરિકન શોઝ માણી શકતી આજની ૧૬થી ૪૦ વર્ષની શહેરી સોફ્સ્ટિીકેટેડ પેઢીને ચીલાચાલુ હિન્દી સીરિયલો શા માટે ગમે?
બસ, ટીવીની આ ખામીને સરભર કરવાના આશય સાથે જ વેબ શ્રેણીઓ ત્રાટકી છે. વેબ શ્રેણીઓના અર્બન પાત્રો અડધું અંગ્રેજી-અડધી હિન્દી ભાષા બોલે છે, એવી જ ભાષામાં વિચારે છે. નિવડી ચૂકેલી વેબ સિરીઝમાં લખાણ સ્માર્ટ અને ફ્રેશ હોય છે, અભિનય સાચુક્લો હોય છે, તમામ તો નહીં પણ ઘણી બધી સિચ્યુએશન્સ જીવાતા જીવનની ઠીક ઠીક નજીક હોય છે. તેથી જ યુવા ઓડિયન્સને વેબ સિરીઝના પાત્રો પાતાનાં જેવા લાગે છે.
વેબ સિરીઝ માણવા માટે તમારે બે જ વસ્તુ જોઈએ – એક, મોબાઈલ ફોન અથવા કમ્પ્યૂટર અને બીજું, ઇન્ટરનેટ. બસ, પછી તમે તમારી અનુકૂળતાએ અને તમારા સમયે યુ-ટયૂબ પર કે જે-તે વેબ ચેનલની એપ પર તમારી મનપસંદ વેબ સીરિયલ જોઈ શકો છો. છેલ્લા કેટલાક સમયથી કોમેડીની, અને એમાંય સ્ટેન્ડ-અપ કોમેડીની ડિમાન્ડ ખાસી વધી છે. લોકો હવે કોમેડીની વધારે કદર કરે છે, વધારે ગંભીરતા લે છે. આથી વેબ સિરીઝમાં, પછી ભલે એ કેમેડી શો હોય કે સુવ્યાખ્યાયિત પાત્રો અને વાર્તાવાળો ફ્કિશન શો હોય, તેમાં રમૂજનું તત્ત્વ કેન્દ્રમાં રહે છે.

ટીવીએફ્ ચેનલે ૨૦૧૪માં ‘પરમેનન્ટ રૂમમેટ્સ’ બનાવી હતી. લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપથી બંધાયેલા અને પરણું-પરણું થઈ રહેલા એક અર્બન કપલની એમાં મજેદાર વાત હતી. ભારતની આ પહેલી સુપર સક્સેસફુલ ઓરિજિનલ વેબ સિરીઝ. તેનું લખાણ, પર્ફેર્મન્સીસ, ડિરેકશન અને ઓવરઓલ અપીલ એટલા તગડા હતા કે વેબ શ્રેણીઓની ગુણવત્તા માટે તેણે આપોઆપ એક માપદંડ સ્થાપી આપ્યો. ૨૦૧૫માં ટીવીએફ્ ‘પિચર્સ’ લઈને આવ્યું. એમાં સ્ટાર્ટ-અપ શરૂ કરવા માટે ઉધામા કરી રહેલા ટેકી યંગસ્ટર્સની કહાણી જોઈને ઓડિયન્સને મોજ પડી ગઈ. યશરાજ જેવા હિન્દી સિનેમાના અગ્રગણ્ય બેનરે ડિજિટલ વર્લ્ડમાં ભુસકો માર્યો અને ‘મેન્સ વર્લ્ડ’ (૨૦૧૫) કરતાંય ખાસ તો તેના પછીની ‘બેન્ગ બાજા બારાત’ (૨૦૧૬) નામની વેબ સિરીઝથી બનાવીને તરખાટ મચાવ્યો. વાત એ જ શાદી-બ્યાહની, પણ અંદાજ સાવ નિરાળો. આ વર્ષે ટીવીએફ્, કે જેણે હવે કાયદેસરના ડિજિટલ પ્રોડકશન હાઉસ અથવા તો સ્ટુડિયો તરીકે સજ્જડ શાખ બનાવી લીધી છે, તે ‘પરમેનેન્ટ રૂમમેટ્સ’ની બીજી સિઝન ઉપરાંત ભાઈ-બહેનોની અતરંગી રોડ-ટ્રિપવાળી ‘ટ્રિપલિંગ’ લઈને આવ્યું. આ બાજુ યશરાજના વાય ફ્લ્મ્સિ ડિપાર્ટમેન્ટે આ વર્ષે ‘લવ શોટ્સ’, ‘લેડીઝ રૂમ’ અને ‘સેકસ ચેટ વિથ પપ્પુ એન્ડ પાપા’ પણ બનાવી. આ સિવાય સ્વૂપવૂપ વેબચેનલની ‘બેક્ડ’, અર્રેની ‘આયેશા – માય વર્ચ્યુઅલ ગર્લફ્રેન્ડ’, બ્લશની ‘અલિશા’ વગેરે સિરીઝ પણ ખૂબ ચાલી. વેબ સિરીઝની લોકપ્રિયતાનો અંદાજ એના પરથી માંડી શકાય છે કે અત્યાર સુધીમાં ૪૨ વેબ સિરીઝ ઓલરેડી બહાર પડી ચૂકી છે ને બીજી કેટલીય બની રહી છે.
યુ-ટયૂબ ચેનલોની વાત ચાલતી હોય તો ખરેખર તો એઆઈબીનો ઉલ્લેખ સૌથી પહેલાં કરવો જોઈએ (એઆઈબીનું ફુલ ફેર્મ અહીં ટાંકીશું તો કેટલાકની સુરુચિનો ભંગ થઈ જશે), કારણ કે એઆઈબી શરૂ કરનાર તન્મય ભટ, ગુરસિમરન ખંબા, રોહન જોશી અને આશિષ શાકયાને ભારતની વેબ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીના પાયોનિયર યા તો ‘બિગ ડેડીઝ’ ક્હી શકય. (ડિજિટલ સ્પેસમાં ચાલી રહેલી આ બધી ગતિવિધિઓનું કદ ‘ઇન્ડસ્ટ્રી’ શબ્દ વાપરી શકાય એવડું થયું છે કે નહીં તે અલગ મુદ્દો છે.) એઆઈબીની અદકપાંસળી ટીમ અતિ ઉત્સાહમાં આવી જઈને કયારેક ન કરવાના કામ પણ કરી બેસે છે. યાદ કરો, કરણ જોહર-રણવીર સિંહ-અર્જુન કપૂરના સંગાથમાં કરેલો પેલો રોસ્ટ શો અને લતા મંગેશકર-સચિન તેંડુલકરની મજાક ઉડાવતો પેલો સ્નેપચેટ વીડિયો. આંકડા કહે છે કે માર્ચ ૨૦૧૫ સુધીમાં એઆઇબીની યુ-ટયૂબ ચેનલને ૧૦ કરોડ વ્યુઝ મળી ચૂકયા હતા અને મે ૨૦૧૬ સુધીમાં એમના સબસ્ક્રાઇબર્સનો આંકડો ૧૬ લાખને વટાવી ચૂકયો હતો. ટીવીએફના સબસ્ક્રાઈબર્સની સંખ્યા 20 લાખના આંકડાને વટાવી ચુક્યો છે. 

ડિજિટલ સ્પેસમાં ઘણા નવા ખેલાડીઓ આવી રહૃાા છે. એમાં સોની ચેનલની ગુજરાતી વેબ ચેનલ (જેની ‘કાચો પાપડ પાક્કો પાપડ’ સિરીઝ હાલ પોસ્ટ પ્રોડક્શનના તબક્કમાં છે) પણ આવી ગઈ અને એકતા કપૂરનો સમાવેશ પણ થઈ ગયો. એકતાએ હમણાં એક જગ્યાએ સરસ વાત કહી કે, ‘આપણે પરિવારની સાથે બેસીને ટીવી પર એક વસ્તુ જોઈએ છીએ, થિયેટરમાં બસો-પાંચસો લોકોના સંગાથમાં બીજી વસ્તુ જોઈએ છીએ અને ઘરના એકાંતમાં પોતાના કમ્પ્યૂટર પર ત્રીજી વસ્તુ જોઈએ છીએ. એક ફેમિલી વ્યુઈંગ છે, બીજું કમ્યુનિટી વ્યુઇંગ છે અને ત્રીજું ઇન્ડીવિજ્યુઅલ વ્યુઇંગ છે. આ ત્રણેય પ્રકારના કન્ટેન્ટનું સ્વરૂપ જુદું જુદું હોવાનું. અમે ટીવી અને ફ્લ્મિો માટે કન્ટેન્ટ બનાવી ચૂકયા છીએ. હવે વારો વેબ કન્ટેન્ટ ક્રિયેટ કરવાનો છે. હું વધારે તો કશું નહીં કહું, પણ એટલું જરૂર કહીશ કે તે ખાસ્સું શોકિંગ હોવાનું.’
ભારતમાં વેબ ક્ન્ટેન્ટનું ક્ષેત્ર આવનારા સમયમાં એક્ઝકેટલી કેવો આકર ધારણ કરશે તે વિશે છાતી ઠોકીને કોઈ ક્હી શકે તેમ નથી. સૌ અખતરાં કરી રહૃાા છે. વેબ શ્રેણીઓ ઓલરેડી રિપિટિટીવ બની રહી છે. બેફામ જીવન જીવતાં, છૂટથી દેસી-વિદેશી ગાળો બોલતાં, દારૂ પીતાં, એક કરતાં વધારે પાર્ટનર સાથે સેકસ માણી ચૂકેલા અથવા માણી રહેલા વરણાગી યુવાન-યુવતીઓ – આ વધુ પડતાં વેસ્ટર્નાઇઝ્ડ કિરદારો હવે ક્યારેક બનાવટી અને બોરિંગ લાગે છે. વેબ ક્ન્ટેન્ટનું જે સુનામી આવી રહ્યું છે તેમાં ક્ચરો પણ પ્રચંડ પ્રમાણમાં હોવાનો.
આખરે તો જે ખરેખર સારું હશે એ જ ચાલશે ને લોક્પ્રિય બનશે. પહેલાં આપણી પાસે ફ્કત ફ્લ્મિ સ્ટાર્સ હતા, પછી ટીવી સ્ટાર્સ આવ્યા, હવે ડિજિટલ સ્ટાર્સ પણ આવી ગયા છે. આજે સુમિત વ્યાસ અને નિધિ સિંહ (પરમેનન્ટ રૂમમેટ્સ, ટ્રિપલિંગ), અંગીરા ધર (બેન્ગ બાજા બારાત), નવીન કસ્તુરીયા (પિચર્સ), તન્મય ભટ, વગેરે સેલિબ્રિટી સ્ટેટસ ભોગવે છે. આ લિસ્ટમાં હવે એક ઓર નામ ઉમેરાવાનું છે – વિપુલ ગોયલ. મુંબઈના મલ્ટિપ્લેકસમાં પેલા દાઢીધારી મનુષ્યે (અરુણભ કુમાર, ટીવીએફ્ના ફાઉન્ડનર અને ચીફ્ એકિઝકયુટિવ ઓફ્સિર નહીં, પણ ચીફ્ એકસપેરિમેન્ટ ઓફ્સિર) ‘હ્યુમરસલી યોર્સ’ નામની જે બ્રાન્ડ-ન્યૂ વેબ સિરીઝનું લોન્ચિંગ કર્યું તેમાં વિપુલ ગોયલ મુખ્ય ભૂમિકા ભજવે છે. શોની રાઇટિંગ ટીમમાં પણ તેઓ સામેલ છે. સ્ટેન્ડઅપ કોમેડીઅનોની જિંદગીનો રમૂજી કલોઝઅપ આ શોમાં લેવાયો છે. પહેલાં બે એપિસોડ્સ જબરા એન્ટરટેનિંગ છે. ટીવીએફ પ્લે એપ જો હજુ સુધી ડાઉનલોડ ન ક્રી હોય તો કરી લેજો કેમ કે ‘હ્યુમરસલી યોર્સ’ સિરીઝ આજથી શરૂ થઈ રહી છે. જો જો. મજ્જા પડશે. 
0 0 0 

Wednesday, April 20, 2016

ટેક ઓફઃ કોણ છે તમારો ફેવરિટ યુટ્યુબર?

Sandesh - Ardh Sapthik purti - 20 April 2016
ટેક ઓફ
એમટીવીનો દબદબો ભૂતકાળ બની ચુક્યો છે. જમાનો ડિજિટલ સ્ટાર્સનો છે. યુટ્યુબ પર પોતાની સુપરહિટ ચેનલ ચલાવતા સુપરસ્માર્ટ જુવાનિયા નવી પેઢીના લેટેસ્ટ રોલમોડલ બની ચુક્યા છે.
(From L to R) PewDiePie, Lilly Singh and Yo Yo Gujarati  

બાર-તેર વર્ષનો એક છોકરો  કેટલાય મહિનાઓથી અઘીરાઈપૂર્વક રાહ જોઈ રહૃાો છે કે કયારે એની એકઝામ પૂરી થાય ને કયારે સમર વેકેશન શરૂ થાય. નાએનાં મમ્મી-પપ્પાએ એને કોઈ ફેન્સી હિલસ્ટેશન પર કે ડિઝનીલેન્ડ લઈ જવાનું પ્રોમિસ આપ્યું નથી. વેકેશન માટેની એની ભયંકર તાલાવેલીનું કારણ જૂદું છે.  
'આઈ વોન્ટ ટુ બી અ સક્સેસફુલ યુટયુબર!છોકરો એક દિવસ થનગન થનગન થતો ઘોષણા કરે છે, 'જસ્ટ લાઈક પ્યુડીપાઈ એન્ડ સ્મોશ!  
છોકરાનાં મા-બાપ એકબીજાનાં મોં સામે તાકે છે. આ શું બોલે છે છોકરોપ્યુડીપાઈ અને સ્મોશ એટલેમાં-બાપ ખુદ ટીનેજમાંથી જુવાનીમાં પ્રવેશી રહૃાાં હતાં ત્યારે એમટીવી જનરેશનનો હિસ્સો હતાં અને માઈકલ જેક્સનમડોના અને મારિયા કૅરીનાં મ્યુઝિક પર ઝૂમતાં હતાં. આજે એમટીવીનો દબદબો ભૂતકાળ બની ચૂકયો છે. મડોનાનાં સમયના પોપસ્ટાર્સ હવે લગભગ અપ્રસ્તુત બની ચૂકયાં છે. આજે જમાનો પ્યુડીપાઈનો છે. પ્યુડીપાઈ એ છવ્વીસ વર્ષના ફિલિક્સ નામના એક જર્મન-બ્રિટિશ યુવાનનું તખલ્લુસ છે. એ પોપસ્ટાર કે રોકસ્ટાર નહીંપણ ડિજિટલ સ્ટાર છે. યુટયુબ પર એની ચેનલ ધમધમે છે. જાતજાતની વીડિયો ગેમ્સ રમતાં રમતાં એ રમૂજી ઢબથી કોમેન્ટરી આપે છે અને પોતાના આ વીડિયોને એ ખુદની યુટયુબ ચેનલ પર અપલોડ કરે છે. યુટયુબની આ નંબર વન ચેનલ છેજેને દુનિયાભરના ચાર કરોડ ત્રીસ લાખ કરતાં વધારે લોકોએખાસ કરીને ટીનેજર્સ-યંગસ્ટર્સેસબસ્ક્રાઈબ કરી છે. પ્યુડીપાઈ યુટયુબરો લેટેસ્ટ યુથ આઈકન છેનવી પેઢીનાે બ્રાન્ડ-ન્યુ રોલમોડલ છે. 
સ્મોશ એ ઈયાન અને એન્થની નામના બે અમેરિકન યુવાનોની જોડીનું સંયુકત નામ છે. તેઓ કોમેડિયન છે. જાતજાતના વિષય પર રમૂજી વીડિયો બનાવીને યુટયુબ પર શૅર કરતા રહે છે. યુટયુબની સૌથી પોપ્યુલર ચેનલના લેટેસ્ટ લિસ્ટમાં સ્મોશનો ક્રમ ચોથો છે. એના સબસ્ક્રાઈબર્સનો આંકડો બે કરોડ ૧૦ લાખ જેટલો છે. અમેરિકાના લોસ એન્જલસ શહેરમાં રહેતી લિલી સિંહ નામની એનઆરઆઈ પંજાબી યુવતીની સુપરવૂમન નામની ચેનલ પણ યુટયુબ પર સુપરહિટ છે. અઠવાડિયામાં બે વખત એ નવા નવા મસ્ત રમૂજી વીડિયો અપલોડ કરતી રહે છે. એણે ૨૦૧૦માં પોતાની ચેનલ શરૂ કરી હતી. પાંચ વર્ષમાં એના વીડિયોઝને કુલ એક અબજ વ્યૂ મળી ચૂકયા હતા (એટલે કે જોવાઈ ચૂકયા હતા) અને સબસ્ક્રાઈબર્સની સંખ્યા ૮૦ લાખ પર પહોંચી ચૂકી હતી. ૨૦૧૫માં 'ફેબર્સમેગેઝિને વર્લ્ડ્ઝ હાયેસ્ટ પેઈડ યુટયુબ સ્ટાર્સનુું લિસ્ટ જાહેર કરેલું જેમાં લિલી આઠમા ક્રમે હતી. ગયા એક વર્ષમાં એની કમાણી ૩ મિલિયન ડોલર એટલે કે લગભગ વીસ કરોડ રૂપિયા જેટલી હતી. સૌથી વધારે કમાણીઅફ્કોર્સનંબર-વન યુટયુબર પ્યુડીપાઈએ કરી હતી - પૂરા પંદર મિલિયન ડોલર્સ એટલે કેલગભગ ૮૦ કરોડ રૂપિયા! જુદી જુદી બ્રાન્ડ્સ સાથે થયેલા ટાઈ-અપ્સ તેમજ વીડિયો પર મૂકાતી એડ્સ આ કમાણી નક્કી કરે છે. 

ડિજિટલ ક્રાંતિએ મનોરંજનની દુનિયાનાં સમીકરણો બદલી નાંખ્યાં છે. આજે તમે ફિલ્મોમાં કામ કરો કે ટીવી પર દેખાઓ તો જ ફેમસ બની શકો તે જરૂરી નથી. આજે કોઈ પણ વ્યકિત સાદા વીડિયો-કેમેરા કે ઈવન સ્માર્ટફોનથી વીડિયો બનાવવાની શરૂઆત કરી શકે છે. જો એેનામાં ખરેખર ટેલેન્ટ હશે અને એકધારા અફ્લાતૂન વીડિયો બનાવી શકશે તો ઈન્ટરનેશનલ સ્ટાર બનીને એ કરોડો કમાઈ શકે છે! યુટયુબને લીધે એન્ટરટેઈન્મન્ટ વર્લ્ડમાં લોકશાહી સ્થાપાઈ ગઈ છે. તમારે હવે કોઈ પ્રોડયુસર-ડિરેકટર,ટીવી ચેનલમોટા બેનરમોટા બજેટનેટવર્ક કે કનેકશન્સના મોતાજ થવાની જરૂર નથી. તમે પોતે જ તમારું કન્ટેન્ટ લખોખુદના ઘરમાં ખુદના કેમેરાથી શૂટિંગ કરોસારી રીતે એડિટ કરો અને પછી એક પણ પૈસો ખર્ચ્યા વગર ઈન્ટરનેટ પર અપલોડ કરી દો. જો વીડિયોમાં દમ હશે તો તમને ઓડિયન્સ મળ્યા વગર રહેશે નહીં.  
જસ્ટિન બીબર તરુણાવસ્થામાં જ પોપસ્ટાર તરીકે વર્લ્ડફેમસ થઈ ચૂકયો હતો. જસ્ટિન યુટયુબની પેદાશ છે. એ સાવ નાનો હતો ત્યારથી સરસ ગાતો-વગાડતો. એની મમ્મી એના વીડિયો બનાવી-બનાવીને યુટયુબ પર અપલોડ કર્યા કરતી કે જેથી દોસ્તો અને સગાંવહાલાં તે જોઈ શકે. કોઈ મ્યુઝિક કંપનીના સાહેબનું ધ્યાન આ વીડિયો પર પડયું. એને છોકરામાં વિત્ત દેખાયું. મ્યુઝિક કંપનીએ જસ્ટિનને ઊંચકી લીધોએનું મ્યુઝિક આલબમ બહાર પાડયું. રેસ્ટ ઈઝ હિસ્ટ્રી!  
લેખની શરૂઆતમાં જેની વાત કરી એ પ્યુડીપાઈ સ્વીડનમાં જન્મ્યો છે ને મોટો થયો છે. એ સ્કૂલમાં ભણતો ત્યારે કલાસ બંક કરીને ઈન્ટરનેટ કાફેમાં જઈને કલાકો સુધી વીડિયો ગેમ્સ રમ્યા કરતો. ઈન્ડસ્ટ્રીઅલ ઈકોનોમિકસનું ભણવા એણે કોલેજમાં એડમિશન તો લીધુંપણ પછી ભણતર અધૂરું છોડીને ફુલટાઈમ યુટયુબર બની ગયો. ટેન્શનમાં આવી ગયેલાં એનાં મા-બાપને સમજાતું નહોતું કે છોકરો આખો દિવસ વીડિયો ગેમ્સ રમતાં રમતાં કેમેરા સામે શું બબડયા કરે છે. એના આ જ ગેમિંગ વીડિયોઝે એને ડિજિટલ વર્લ્ડનો સ્ટાર બનાવી દીધો.  
લિલી સિંહ કોલેજકાળમાં ડિપ્રેશનનો ભોગ બની ગઈ હતી. આ માનસિક બીમારીથી બચવા એણે રમૂજી વીડિયો બનાવી-બનાવીને યુટયુબ પર અપલોડ કરવાનું શરૂ કર્યું હતું. એ રોજબરોજના જીવનમાં બનતી નાની નાની ઘટનાઓને પોતાના વીડિયોના વિષય બનાવે છેજેમ કે, 'હાઉ ગર્લ્સ ગેટ રેડી' (છોકરીઓ તૈયાર થવામાં કેવી લપ કરતી હોય છે), 'ટાઈપ્સ ઓફ્ ફાર્ટ્સ' (અલગ અલગ પ્રકારની વા-છૂટ), 'હાઉ માય પેરેન્ટ્સ ફાઈટ' (મારાં મા-બાપ કેવી રીતે ઝઘડે છે. પોતાની ચેનલ પર મા-બાપનાં કેરેકટર્સ પણ લિલી પોતે જ ભજવે છે. આ પંજાબી કિરદાર પણ સારાં એવાં પોપ્યુલર છે)વગેરે. લિલી સ્ટેન્ડ-અપ કોમેડિયન પણ છે. સફ્ળ યુટયુબર બની ગયા પછી એ ગ્લોબલ પોપસ્ટાર્સની માફ્ક રીતસર વર્લ્ડટૂર કરતી થઈ ગઈ છે. શરૂઆત ભલે હોમ વીડિયોથી થઈ હોયપણ સફ્ળતા મળે પછી આ ટોચના ફુલટાઈમ યુટયુબર્સનો કારભાર સંભાળવા માટે આખી પ્રોફેશનલ ટીમ કામ કરતી થઈ જાય છે. 
યુટયુબ પર આંતરરાષ્ટ્રીય સ્તરે અંગ્રેજી ચેનલો જ સુપરહિટ થાય છે એવું નથી. હાલ દુનિયાનો બીજા નંબરનો સૌથી પોપ્યુલર યુટયુબર હોલાસોયજર્મન જર્મન ભાષામાં પોતાની ચેનલ ચલાવે છે.  

સૌથી વધારે જોવાતી ભારતીય યુટયુબ ચેનલ્સ કઈ છેલગભગ તમામ મુખ્ય એન્ટરટેઈનમેન્ટ ટીવી ચેનલો ઉપરાંત ટી-સિરીઝ જેવી કંપનીઓયશરાજ જેવાં બોલિવૂડનાં બેનરો વગેરે પોતપોતાની યુટયુબ ચેનલ ચલાવે છે, પણ વ્યકિતગત ધોરણે તૈયાર થતી મોસ્ટ પોપ્યુલર યુટયુબ કઈ કઈ છે?
એક ઘોષિત થયેલી સૂચિ પ્રમાણેએઆઈબી નિર્વિવાદપણે ભારતમાં નંબર વન છે. (એઆઈબીનું ફુલ ફોર્મ લખીશું તો ચોખલિયાઓની સુરુચિ ભંગ થઈ જશે!) એઆઈબીના મશ્કરાઓનું હૃાુમર ખરેખર ધારદાર હોય છે. આ ચેનલની નામના એટલી હદે વધી ગઈ કે ઈવન સ્ટાર પ્લસ અને સ્ટાર વર્લ્ડ ચેનલે વચ્ચે એમની પાસે 'ઓન એર વિથ એઆઈબીનામનો મસ્તમજાનો દ્વિભાષી વીકલી શો કરાવ્યો હતો. બીજા નંબર પર છે, 'ધ વાઈરલ ફીવર'. લાઈફસ્ટાઈલરાજકારણફ્લ્મિો વગેરે વિષયો પર તેઓ વ્યંગાત્મક વીડિયોઝ બનાવે છે. એકલા ૨૦૧૫માં તેના ૪,૩૬,૦૦૦ નવા સબસ્ક્રાઈબર્સ નોંધાયા હતા.  
યુટયુબ પર માત્ર ઠઠ્ઠામશ્કરી ને હાહાહીહી જ ચાલે છે એવું નથી. ભારતની ટોપ ટેન યુટયુબ ચેનલોમાંથી ત્રણ કૂકિંગને લગતી છે. તેમાં પહેલા છે સંજીવ કપૂર જે ઓલરેડી સેલિબ્રિટી સુપર શેફ્ તરીકે સ્થાપિત થઈ ચૂકયા છે. બીજા સંજય થુમ્મા નામના શેફ્ (વેનશેફ્) જે એનઆરઆઈ ઓડિયન્સમાં વધારે પોપ્યુલર છે. ત્રીજા નિશા મધુલિકાજે હિન્દીમાં આસાન વેજિટેરીઅન રેસિપીઓ પોતાની ચેનલ પર શૅર કરે છે. એન્જિનીયરમાંથી ફેશન બ્લોગર બનેલાં શ્રુતિ અર્જુન આનંદ નામનાં બીજાં માનુનીએ લગ્ન પછી પોતાની યુટયુબ ચેનલ શરૂ કરી હતી. તેમાં એે હેરસ્ટાઈલ અને મેકઅપ વિશે જાતજાતની ટિપ્સ આપે છે. ગીકી રંજિત નામની ચેનલ પર મોબાઈલવીડિયો કેમેરા જેવાં ગેજેટ્સનાં લેટેસ્ટ મોડલના રિવ્યૂ રજૂ થાય છે. ટોપ ટેન ઈન્ડિયન યુટયુબ ચેનલ્સમાં ટેક્નોલોજી સંબંધિત આ એકમાત્ર ચેનલ છે. મોબાઈલનું કયું મોડલ સારું ને કયું નકામું તે જાણવા માટે આ ચેનલ કામની છે. આ સિવાય વીર દાસ જેવા બીજા ઘણા યુટયુબર્સ પણ ખાસ્સા પોપ્યુલર છે.  
સંદીપ મહેશ્વરીના મોટિવેશનલ છતાંય હળવાફુલ હિન્દી વીડિયો ખૂબ જોવાય છે. આધ્યાત્મિક ચેનલોમાં પણ કેટલી બધી વેરાયટી જોવા મળે છે. જગ્ગી સદગુરુના પાંચ-દસ-પંદર મિનિટના વીડિયો બેેચેન બની ગયેલાં મન-હૃદયને શાંત કરી નાંખે એવા પાવરફુલ હોય છે.  
યુટયુબ પર યશરાજની અફલાતૂન 'બેન્ગ બાજા બારાત' (બેન્ડ નહીં પણ બેન્ગ) જેવી કેટલીય વેબ સિરીઝ પણ અવેલેબલ છે,પરંતુ વ્યક્તિગત ચેનલો અને વેબ સિરીઝ વચ્ચે કન્ફ્યુઝ થવા જેવું નથી. વેબ સિરીઝ વાસ્તવમાં ટીવી સિરીયલના વિકલ્પ જેવો ફિકશન શો છે. એનાં પ્રોડક્શનમાં ખૂબ બધી તામજામ હોય છે અને બજેટ મોટાં હોય છે  ઇન્ડિવિડયુલ યુટયુબર તો ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારા વીડિયો બનાવી જાણે છે.  

Brahma Raval manages Yo Yo Gujarati channel single handedly  

જેમ કેયો યો ગુજરાતી. અમદાવાદ સ્થિત બ્રહ્મ રાવલની યો યો ગુજરાતી ચેનલ ખડખડાટ હસાવી દે તેવી રમૂજી અને કલ્પનાશીલ છે. હોલિવૂડ અને બોલિવૂડની ફિલ્મોનાં દશ્યો પર તેઓ ટિપિકલ કાઠિયાવાડી-અમદાવાદી લહેકામાં બોલાયેલા હૃાુમરસ સંવાદો ફિટ કરે છે. એક જ વર્ષમાં આ ચેનલના પચાસેક જેટલા વીડિયોેને ૩૫ લાખ વ્યુઝ મળી ચૂકયા છે. વોટ્સએપ પર ફેરવર્ડ થતા વીડિયો જોનારાઓની સંખ્યા સંભવતઃ આના કરતાં ઘણી વધારે હોવાની.  
'સ્ક્રિપ્ટિંગથી માંડીને એડિટિંગ સુધીનું બધું જ હું જાતે કરું છું,' બ્રહ્મ રાવલ કહે છે,' ડબિંગ આર્ટિસ્ટોને હાયર કરવા પોસાય તેમ નથી એટલે તમામ કિરદારોનું ડબિંગ પણ હું જ કરી નાંખું છું. ઈવન સ્ત્રીપાત્રોનું ડબિંગ પણ! એક્ચ્યુઅલીહું મારા નોર્મલ અવાજમાં સંવાદો બોલું છું અને પછી અવાજને અલગ અલગ રીતે મોડયુલેટ કરું છું એટલે જાણે જુદી જુદી વ્યકિતઓએ ડાયલોગ ડબ કર્યા હોય એવી અસર ઊભી થાય છે.'  
યો યો ગુજરાતી ચેનલનો મોટો પ્લસ એ છે કેતેમાં કયાંય કશુંય અભદ્ર હોતું નથી. કોમેડી ફેકટરી નામની ગુજરાતી ચેનલ પણ ખાસ્સી જોવાય છે. ઐશ્વર્યા મઝુમદારની યુટયુબ ચેનલ એ કેવી કમાલની ગાયિકા છે તે હકીકતનું પ્રતીક છે. એની સંગીતમય ચેનલ પર તમે કલાકો સુધી રમમાણ રહી શકો છો. ઐશ્વર્યાએ જોકે પોતાની ચેનલને વધારે સારી રીતે મેનેજ કરવાની જરૂર છે,કેમ કે એના કેટલાય ઉત્તમ વીડિયો એની પર્સનલ ચેનલની બહાર અન્યત્ર વેરાયેલા છે.  

ફેસબુક અને ટ્વિટરની માફક યુટયુબ પણ બેધારી તલવાર જેવી વેબસાઈટ છે. અહીં ક્રિયેટિવિટીકલ્પનાશીલતાબુદ્ધિમત્તાવિસ્મયરમૂજ અને માહિતીનો આખો મહાસાગર ઊછળે છેતો સાથે સાથે અશ્લીલતાથી છલકાતું મટિરિયલ પણ વિપુલ માત્રામાં ખદબદે છે. પ્યુડીપાઈ જેવા દુુનિયાના નંબર વન યુટયુબર પર પણ સારાં એવાં માછલાં ધોવાઈ ચૂકયાં છે કેમ કે એ પોતાના વીડિયોઝમાં છૂટથી ગાળાગાળી કરતો હોય છે. યુટયુબ સાથે કામ પાર પાડતી વખતે સેલ્ફ સેન્સરશિપ જાળવીને સારા-નરસાનો ભેદ કરવો જરૂરી છે. ટીનેજરો અને જુવાનિયાઓએ ખાસ!
0 0 0 

Wednesday, October 30, 2013

ટેક ઓફ : ફેસબુક ફ્રેન્ડ સાથે હવાઈયાત્રા

Sandesh - Ardh Saptahik Purti - 30 November 2013

ટેક ઓફ

દુનિયાભરની એરલાઈન કંપનીઓ ફેસબુક અને ટ્વિટર જેવાં સોશિયલ મીડિયાનો શી રીતે અસરકારક ઉપયોગ કરે છે?


દિવાળીના દિવસોમાં યા તો રજાઓમાં લોકોને બહારગામ જવાનું શૂરાતન ચડે છે. છેલ્લી ઘડીએ આઉટસ્ટેશન ટ્રેનોનું રિઝર્વેશન મળવું લગભગ અશક્યવત્ બની જાય છે. લકઝરી બસો પેક જવા માંડે છે. ફ્લાઈટ્સની ટિકિટોના ભાવ પર ફર્ક વર્તાય છે. આપણે ત્યાં ટ્રેનયાત્રા, લકઝરી બસની મુસાફરી અને હવાઈ પ્રવાસ પર સોશિયલ મીડિયાનો પડછાયો ખાસ પડયો નથી, પણ વિદેશમાં ફેસબુક અને ટ્વિટરે એરલાઈન્સ કંપનીઓનો કમ્યુનિકેશન એપ્રોચ બદલી નાખ્યો છે. સોશિયલ મીડિયાનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે તે બિલકુલ ફ્રી છે. કંપનીઓએ તેનો ઉપયોગ કરવા માટે, ફોર અ ચેન્જ, તોતિંગ એડવર્ટાઈઝિંગ બજેટ ફાળવવું પડતું નથી! વિશ્વની કેટલીક એરલાઈન્સ કંપનીઓ પોતાની બ્રાન્ડને પ્રમોટ કરવા માટે ફેસબુક-ટ્વિટરનો કેવી રીતે અસરકારક ઉપયોગ કરે છે?  
કેએલએમ નામની ડચ એરલાઈન કંપની ઓનલાઈન પબ્લિક રિલેશનમાં ઉસ્તાદ ગણાય છે. તેણે 'મીટ એન્ડ સીટ' નામની સર્વિસ લોન્ચ કરી છે. ધારો કે તમારે આઠ-દસ-પંદર કલાકની લાંબી ફ્લાઈટ લેવાની છે. આવી સ્થિતિમાં જો સહપ્રવાસી મજાનો (કે મજાની) હોય તો ફ્લાઈટ ઓછી બોરિંગ બને. 'મીટ એન્ડ સીટ' સર્વિસ દ્વારા તમે તમારી આજુબાજુની સીટવાળા હમસફર પસંદ કરી શકો છો. શી રીતે? તેમના ફેસબુક અને લાઇક્ડ-ઈન એકાઉન્ટ ચેક કરીને. જે-તે દિવસની ચોક્કસ ફ્લાઈટમાં પ્રવાસ કરનારાઓનાં નામ અને ડેટા મળી જાય એટલે તમારે માત્ર થોડું ર્સિંફગ કરવાનું રહે. એકસરખા રસ-રુચિવાળા લોકોને અલગ તારવીને તમે એરલાઈનને આગોતરી જાણ કરી દો એટલે તમને અગલબગલની સીટ્સ પર મનગમતા પ્રવાસીઓ મળે. આ સર્વિસ સુપરહિટ પુરવાર થઈ છે. તેના વિશે પ્રવાસીઓએ પુષ્કળ ટ્વિટસ અને રિ-ટ્વિટસ કર્યા છે. કેટલાય લોકો ખાસ આ 'મીટ એન્ડ સીટ' સર્વિસ ટ્રાય કરવા માટે જે કેએલએમ એરલાઈન્સ પસંદ કરે છે.
કેએલએમવાળા આટલેથી અટકી જાય તેમ નથી. તેઓ વચ્ચે વચ્ચે પ્રવાસીઓના સોશિયલ મીડિયા પ્રોફાઈલ ચેક કરીને તેમની રસરુચિ જાણી લે ને પછી સરસ મજાની સરપ્રાઈઝ ગિફ્ટ તૈયાર રાખે. માનો કે તમારા ફેસબુક પ્રોફાઈલ પરથી સ્પષ્ટ વર્તાતું હોય કે તમે બેસ્ટસેલર નવલકથાઓ વાંચવાના શોખીન છો યા તો વિશ્વસિનેમાની ક્લાસિક ફિલ્મો જોવાના રસિયા છો. કેએલએમનો સ્ટાફ તમારા માટે સરસ મજાની કિતાબ કે ડીવીડી ગિફ્ટ-રેપ કરીને રેડી રાખે અને જેવા તમે બોર્ડિંગ પાસ લેવા જાઓ કે તરત મનગમતી ભેટ આપીને તમને સરપ્રાઈઝ કરી દે. આ રીતે ખુશખુશાલ થઈ ગયેલો કસ્ટમર પછી ટ્વિટ કરીને કે ફેસબુક સ્ટેટસ અપડેટ કરીને પોતાનો હરખ આખી દુનિયા સાથે શેર કરવાનો જ છે. સંતુષ્ટ કસ્ટમર દ્વારા સ્વેચ્છાએ કરવામાં આવતું પ્રમોશન હંમેશાં સૌથી અસરકારક હોવાનું.

સ્પાનએર નામની સ્પેનિશ એરલાઈન કંપનીએ ગિફ્ટવાળા આઈડિયાને જુદી રીતે અજમાવ્યો હતો. ફ્લાઈટમાં જાહેરાત કરવામાં આવે કે લેન્ડ થયા પછી ક્ન્વેયર બેલ્ટ પર તમારાં બેગ-બિસ્તરાંની સાથે એક વધારાની આઈટમ પણ હશે, તે કલેક્ટ કરવાનું ન ભૂલતા. આ વધારાની આઈટમ એટલે સરપ્રાઈઝ ગિફટ. પેસેન્જર પોતાના નામવાળી ભેટને ઊંચકે અને ખોલે તે બધું શૂટ કરી લેવામાં આવે. આનંદિત પ્રવાસીઓની પ્રતિક્રિયાઓને પછી યુ-ટયુબ પર અપલોડ કરવામાં આવે!
અમુક લોકો ફેસબુક- ટ્વિટર-વોટ્સપના એટલા બંધાણી થઈ ગયા હોય છે કે ફ્લાઈટ દરમિયાન કલાકો સુધી મોબાઈલ સ્વિચ-ઓફ રાખવાનું તેમને બહુ ભારે પડી જાય છે. આવા મહાનુભાવો માટે જર્મનીની લુફથાન્સા એરલાઈન્સે 'માયસ્કાયસ્ટેટસ' નામની એપ્લિકેશન તૈયાર કરી છે. એના થકી તમે જમીનથી હજારો ફૂટ અધ્ધર હવામાં તરતા હો ત્યારે પણ સોશિયલ નેટવર્કસ અપડેટ કરી શકો છે. તે માટે ફ્લાઈટ ટેક્-ઓફ કરે તે પહેલાં આ એપ્લિકેશન ઓન કરી દેવાની. ડિપાર્ચર ટાઈમ, એરાઈવલ ટાઈમ, તમે હવામાં કેટલી ઊંચાઈ પર છો, એક્ઝેક્ટલી કયા શહેર કે દેશ ઉપરથી પસાર થઈ રહ્યા છો આ બધું જ આપોઆપ તમારા ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટમાં અપડેટ થતું રહે. સાથે સાથે લુફથાન્સાને તમારા એકાઉન્ટ્સ થકી મફત પબ્લિસિટી પણ મળતી જાય. માનો કે તમે તમારાં લોકેશન વિશે પળેપળની રનિંગ કોમેન્ટરી લોકોને સંભળાવવા માગતા ન હો તો એપ્લિકેશન ઓફ કરી દેવાની. સિમ્પલ.
અમેરિકન એરલાઈન્સે પોતાની ત્રીસમી એનિવર્સરી નિમિત્તે 'ટ્વિટ ટુ વિન ૩૦કે' નામની ટ્વિટર કોન્ટેસ્ટ રાખી હતી. સ્પર્ધા લોન્ચ થઈ એના એક જ અઠવાડિયામાં કોન્ટેસ્ટની લિન્કને ટ્વિટર થકી ૧૮ હજાર ક્લિક મળી. એસ્ટોનિઅન એર કંપનીએ 'એરસ્કોર'નામનો લોયલ્ટી પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો. પ્રવાસી એરલાઈનની ફેસબુક એપ પર જઈને ટિકિટ બુક કરે અને પોતાનો અનુભવ શેર કરે એટલે એને પોઈન્ટ્સ મળતા જાય. અમુક પોઈન્ટ્સ થાય એટલે પ્રવાસી હલવાનું નામ ન લેતી કતારમાં સમય વેડફવાને બદલે રોફપૂર્વક ફાસ્ટ-સિક્યોરિટી લેનનો ઉપયોગ કરી શકે. આમ તો આ સાવ સાદી વસ્તુ ગણાય, પણ આ પ્રોગ્રામ લોન્ચ થયો એના દસ જ દિવસમાં એની લાખો ફેસબુક ઈમ્પ્રેશન નોંધાઈ ગઈ હતી.

કોઈ પણ એરલાઈન નવો રૂટ લોન્ચ કરે ત્યારે એના વિશે હાઈપ પેદા કરવામાં બહુ મહેનત કરવી પડતી હોય છે. ફિનએર કંપનીએ એક લાંબો રૂટ શરૂ કર્યો ત્યારે તેના પ્રમોશન માટે નવતર રસ્તો અપનાવ્યો હતો. શરૂઆતની ફ્લાઈટ એન્ગ્રી બર્ડના અઠંગ ચાહકોથી ભરી દેવામાં આવી. પંદર કલાકની ફ્લાઈટ દરમિયાન તેમણે સતત એન્ગ્રી બર્ડની ગેઇમ રમવાની હતી. મુસાફરોને મજા પડી ગઈ. એક તો ફ્રી સરભરા માણવાની ને વધારામાં પોતાની ફેવરિટ ગેઇમ રમવાની. એરલાઈન્સની આ તરકીબ કામિયાબ થઈ અને નવા રૂટ વિશે ફટાક કરતી ખૂબ બધી પબ્લિસિટી થઈ ગઈ.         
અમેરિકાની ડેલ્ટા એરલાઈને ૨૦૧૦માં ફેસબુક બુકિંગ એન્જિન લોન્ચ કરી નાખ્યું હતું. ત્યાર બાદ મલેશિયા એરલાઈન્સ અને અલાસ્કા એરલાઈન્સે ફેસબુક દ્વારા બુકિંગ કરવાનું શરૂ કર્યું. વિશ્વની સૌથી મોટી લો-કોસ્ટ કરિયર ગણાતી અમેરિકાની સાઉથ વેસ્ટ એરલાઈન્સ છેક ૨૦૦૬થી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહી છે. આ કંપનીની સોશિયલ મીડિયા સ્ટ્રેટેજીની દુનિયાભરની કંપનીઓએ નકલ કરી છે. એક અંદાજ પ્રમાણે દર મહિને એક કરોડ ૨૦ લાખ લોકો સાઉથવેસ્ટ એરલાઈન્સની વેબસાઈટની મુલાકાત લે છે. તેના ૧૦ લાખ ટ્વિટર ફોલોઅર્સ છે. કુલ ૧૩ લાખ લોકોએ ફેસબુક પર તેનાં જુદાં જુદાં પેજીસને લાઈક કર્યાં છે. સાઉથવેસ્ટની ફ્લાઈટ્સ સતત મોનિટર થાય છે, પ્રત્યેક કલાકે ફ્લાઈટ્સનાં સ્ટેટસ અપડેટ થાય છે. આટલી બધી ઓનલાઈન એક્ટિવિટી કરવા માટે સાઉથવેસ્ટ એરલાઈન્સે મોટી ફોજ રાખી હશે ખરું? ના, આ સઘળું કામ ફક્ત પાંચ લોકો સંભાળે છે!
લોકો સાથે સીધો પનારો પાડતી કંપનીઓ સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરવાની જ છે. આપણી એરલાઈન્સ કંપનીઓ આ મામલામાં પાછળ રહી ગઈ છે. ભારતીય રેલવેએ કમસેકમ રાજધાની અને શતાબ્દી જેવી ટ્રેનો માટે સોશિયલ મીડિયાનો ઈનોવેટિવ ઉપયોગ કરવો જોઈએ. આઈઆરસીટીસી ડોટકોમ પરથી ટિકિટ બુક કર્યા પછી ટ્રેનના એરકન્ડિશન્ડ કંપાર્ટમેન્ટમાં લંચ કે ડિનર સાથે અચાનક તમારી ફેવરિટ કેક પીરસવામાં આવે યા તો તમે જે શહેરની મુલાકાત લીધી હોય ત્યાંની પ્રસિદ્ધ જગ્યાની (ઉદાહરણ તરીકે, તાજમહાલ) પ્રતિકૃતિ સરપ્રાઈઝ ગિફ્ટ તરીકે આપવામાં આવે તો તમારા ચહેરા પર સ્મિત આવે કે નહીં!?
0 0 0