Saturday, October 13, 2018

#MeToo અને રશોમોન ઇફેક્ટઃ તારું સત્ય વિરુદ્ધ મારું સત્ય

દિવ્ય ભાસ્કર - રસરંગ પૂર્તિ, રવિવાર - 14 ઓક્ટોબર 2018
મલ્ટિપ્લેક્સ
સત્ય સાપેક્ષ અને બહુપરિમાણી છે. જાતીય શોષણનો ભોગ બનેલી સ્ત્રીઓની પીડાનું અંતિમ સત્ય શું છે?

ચાલો, મોડી તો મોડી, પણ ભારતમાં મી ટુ મૂવમેન્ટ શરૂ થઈ ખરી. નાના પાટેકર, આલોક નાથ, ક્વીન ફિલ્મના ડિરેક્ટર વિકાસ બહલ, ચેતન ભગત, કૈલાસ ખેર વગેરે જેવી ફિલ્મી દુનિયા સાથે સંકળાયેલી હસ્તીઓનાં નામ મહિલાઓનું જાતીય શોષણ કરનારા અભદ્ર પુરુષ તરીકે ઊછળ્યાં ને  આપણે આંચકો ખાઈ ગયા. સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો ભોગ બનેલી મહિલાઓ પોતાનું મોઢું ખોલે એ સારું જ છે. સ્ત્રીની ગરિમા જાળવી ન શકતા પુરુષોના બદવર્તનનો બચાવ ન જ હોઈ શકે. આ એક વાત થઈ. સમાંતરે બીજો અભિગમ એવો છે કે જ્યાં સુધી પૂરી છાનબીન ન થાય, ગુનો પૂરવાર ન થાય અને સંપૂર્ણ સત્ય સામે ન આવે ત્યાં સુધી જેના પર આક્ષેપ થયો છે એ પુરુષને દોષી માની લેવાની ઉતાવળ ન કરાય.

એક ઘટનાને એક સાથે અનેક દષ્ટિકોણથી જોઈ શકાતી હોય છે. સત્ય આખરે તો એક સાપેક્ષ વસ્તુ છે... અને સૌનું પોતપોતાનું સત્ય હોય છે! વર્ષો પછી, ઇવન દાયકાઓ પછી ઓચિંતા અતીતનું તળ ફાડીને સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ઘટના સપાટી પર આવે ત્યાં સુધીમાં એના અમુક રંગ બદલી ગયા હોય, કદાચ એનો આકાર ઓળખી શકાય એવો રહ્યો ન હોય, એવું બને? આ સંદર્ભમાં એક અફલાતૂન જપાની ફિલ્મની વાત કરવી છે. વિશ્વસિનેમામાં ઓલ-ટાઇમ-ક્લાસિક ગણાતી રશોમોન નામની ફિલ્મ છેક 1950માં રિલીઝ થઈ હતી. આમ છતાં કથાવસ્તુની દષ્ટિએ તે આજની તારીખે પણ એટલી જ રિલેવન્ટ અને મોડર્ન લાગે છે.  

એવું તે શું છે એવરગ્રીન રશોમોનમાં? જપાની ભાષામાંરશોમોન એટલે દ્વાર. ફિલ્મની કહાણી ટૂંકમાં જોઈએ. એક વરસાદી દિવસે એક ગામની બહાર ખંડિયરમાં એક કઠિયારોસાધુ અને ગામવાસી એક આંચકાજનક ઘટના વિશે ચર્ચા કરી રહ્યા છેત્રણ દિવસ પહેલાં કઠિયારાએ જંગલમાં એક સમુરાઈ એટલે કે યોદ્ધાની લાશ જોઈ હતીસામુરાઈ હત્યા થઈ એ દિવસે એને એની પત્ની સાથે જંગલ તરફ જતા સાધુએ જોયા હતાસાધુ અને કઠિયારા બન્નેને કોર્ટમાં બોલાવવામાં આવેલાકોર્ટમાં તજોમારુ નામના જંગલના રાજા કહેવાતા ખૂંખાર ડાકુને પણ કોર્ટમાં પેશ કરવામાં આવ્યો હતો.  એના પર આરોપ હતો કે એણે સમુરાઈની હત્યા કરી છે અને એની પત્ની પર બળાત્કાર પણ કર્યો છેડાકુસ્ત્રી અને એક ભૂવાના માધ્યમથી મૃત સમુરાઈનો આત્મા જુબાની આપે છે. વિચિત્ર વાત એ છે કે ત્રણેયની કથની એેકબીજા કરતાં સાવ જુદી અને વિરોધાભાસી છે!



સૌથી પહેલાં ડાકુની જુબાની સાંભળોએ કહે છે કે હું સમુરાઈને જુના જમાનાની એક કિમતી તલવારની લાલચ આપીને જંગલમાં ઊંડે ઊંડે લઈ જઈ એને બાંધી દીધોએની પત્નીએ શરુઆતમાં ખુદને બચાવવાની બહુ કોશિશ કરીપણ આખરે  મારા પુરુષાતનથી મોહિત થઈને મને વશ થઈ ગઈપછી કહેતમે બન્ને પુરુષો હાથોહાથની લડાઈ કરો. જે જીતશે એ મારો માલિકએની સાથે હું ચાલી નીકળીશમેં સમુરાઈને મુક્ત કર્યોઅમારી વચ્ચે જીવસટોસટની લડાઈ થઈએમાં હું વિજયી સાબિત થયોપણ ત્યાં સુધીમાં આ સ્ત્રી લાગ જોઈને નાસી ગઈ હતી

સ્ત્રી રડતીકકડતી કંઈક અલગ જ વાત કરે છેએ કહે છે કે આ નરાધમ ડાકુએ મારા ધણીને બંદીવાન બનાવ્યો અને એના દેખતા મારા પર બળાત્કાર કર્યોમારું શરીર અભડાઈ ગયું. મેં પતિની ખૂબ માફી માગીપણ એણે નજર ફેરવી લીધીમેં એના હાથ ખોલ્યા અને કાકલૂદી કરી કે હવે મારે જીવીને શું કરવું છેતમે મારો જીવ લઈ લોપતિ કંઈ ન બોલ્યોપણ એના ચહેરા પરથી લાગતું હતું કે એને મારા પ્રત્યે નફરત થઈ ગઈ છેહું બેહોશ થઈને ઢળી પડી. ભાનમાં આવી ત્યારે શું જોઉં છુંમારા પતિની છાતીમાં કટારી હૂલાવી દેવામાં આવી છે... 

હવે આવે છે મૃત સમુરાઈનો વારોકોર્ટમાં ભૂવો બોલાવવામાં આવે છેએના થકી સમુરાઈનો આત્મા જુબાની આપે છે કે ડાકુએ મારી પત્ની પર બળાત્કાર કર્યોપછી એને કહ્યુંઆવા નબળા ધણી સાથે રહીને તું શું કરીશએના કરતાં ચાલ મારી સાથેમારી સ્ત્રી તૈયાર થઈ ગઈકહેહું તારી સાથે આવીશપણ એની પહેલાં તારે મારા ધણીને મારી નાખવો પડશેએ જીવતો હશે તો હું બે પુરુષોની જાગીર ગણાઈશ અને એ વાતનો બોજ આખી જિંદગી રહ્યા કરશેઆ સાંભળીને ડાકુ જેવો ડાકુ પણ ચોંકી ઉઠ્યોએણે મને (સમુરાઈનેપૂછ્યુંસાંભળ્યું તારી પત્ની શું બોલી તેબોલ શું કરું એનુંમારી નાખું કે છોડી મૂકુંસ્ત્રી છટકી ગઈડાકુએ મને મુક્ત કરી દીધોપણ પત્નીની બેવફાઈનો આઘાત એટલો તીવ્ર હતો કે મેં એની કટારી મારા શરીરમાં ખોંસીને જીવ દઈ દીધો.

હવે કઠિયારો પેલા સાધુ અને ગામવાસીને કહે છે કે આ ત્રણેય ખોટું બોલે છેહકીકત શી છે એ હું જાણું છું કારણ મેં બઘું સગ્ગી આંખે છૂપાઈને જોયું છેબન્યું હતું એવું કે સ્ત્રી પર બળાત્કાર કર્યા પછી ડાકુએ એને કહ્યું કે તું સમુરાઈને પડતો મૂકમને પરણી જાસ્ત્રીએ પતિના હાથ ખોલ્યામુક્ત થયા પછીય સમુરાઈએ કશું ન કર્યુંસ્ત્રીએ બન્ને પુરુષોને બરાબરનું સંભળાવ્યુંકહ્યું કે તમે બન્ને સાવ નમાલા છોમારો પ્રેમ પામવા માટે એકબીજા સાથે યુદ્ધ પણ કરી શકતા નથીસ્ત્રીએ બન્નેને ઉશ્કેર્યાં તો ખરાપણ ડાકુ અને સમુરાઈ એકબીજા સામે બાથ ભીડતા ગભરાતા હતાબન્નેએ લડવાનું ફક્ત નાટક કર્યુંછતાંય કોઈક રીતે ડાકુના હાથે સમુરાઈની હત્યા થઈ ગઈદરમિયાન સ્ત્રી નાસી ગઈડાકુ પણ પોતાની તલવાર લઈને લંગડાતો લંગડાતો ચાલ્યો ગયો

સચ્ચાઈ શું હતીખરેખર શું બન્યું હતુંકોણ કેટલી માત્રામાં ખોટું બોલતું હતુંશા માટેફિલ્મના અંતમાં ફરી એક નાનો ટ્વિસ્ટ આવે છે જેના પરથી ખ્યાલ આવે છે કે ઈવન કઠિયારાનું વર્ઝન પણ પૂરેપૂરી સાચી નથી



માસ્ટર ફિલ્મમેકર અકિરા કુરોસાવાએ બે ટૂંકી વાર્તાઓના આધારે રશોમોનની સ્ક્રિપ્ટ લખી હતીઆ ફિલ્મ થકી ઈન્ટરનેશનલ ઓડિયન્સ પહેલી વાર કુરોસાવાનાં કામથી પરિચિત થયુંએટલું જ નહીંતેમનું ફેન બની ગયું.  આ ફિલ્મને ધ મોસ્ટ આઉટસ્ટેન્ડિંગ ફોરેન લેંગ્વેજ ફિલ્મ હોવાના નાતે ઓનરરી એકેડેમી અવોર્ડ પણ મળ્યો.

રશોમોન ફિલ્મનું પુષ્કળ વિશ્લેષણ થયું છેઆ ફિલ્મમાં ખૂબ બધાં સિમ્બોલ્સ એટલે કે પ્રતીકોનો ઉપયોગ થયો છેઉદાહરણ તરીકેઅશુભ અને પાપ કુરોસાવાએ પ્રકાશની ગેરહાજરી વડે દર્શાવી છેજેમ કેસ્ત્રી જ્યારે પરાયા પુરુષને વશ થઈ રહી હોય ત્યારે સૂરજ અસ્ત થતો દેખાડ્યો છેકુરોસાવા એક સાથે વધારે કેમેરાથી દશ્યો શૂટ કરતા કે જેથી એડિટિંગ કરવામાં પુષ્કળ મોકળાશ રહેફિલ્મનાં શૂટિંગ દરમિયાન ટીમના સભ્યો સતત પૂછતા રહેતા હતા કે સરઆપણે ફિલ્મની વાર્તામાં ચાર વિરોધાભાસી વર્ઝન દેખાડયા તો ખરાપણ ખરેખર શું બન્યું હતું એ અમને તો કહોકુરોસાવાનો જવાબ એક જ રહેતો કે આ મુદ્દો મહત્ત્વનો છે જ નહીંવાત છે મલ્ટિપલ રિયાલિટીઝનીએક સત્યને પકડવાને બદલે તેના અલગ અલગ સંભવિત રંગોને એક્સપ્લોર કરવાની.

મી ટુ મૂવમેન્ટમાં જોડાનારી મહિલાઓ પ્રત્યે આપણી સંપૂર્ણ હમદર્દી છે જ, પણ શું જે ઘટનાઓ સામે આવી રહી છે એના સત્યને બ્લેક-એન્ડ-વ્હાઇટમાં જોવું જોઈએ? કે પછી, આ બે અંતિમો વચ્ચેના ગ્રે શેડ્ઝ પર પણ ધ્યાન આપવું જોઈએ?    

0 0 0

No comments:

Post a Comment