સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - બુધવાર - ૧૩ ડિસેમ્બર ૨૦૧૭
ટેક ઓફ
કારને સહેજ દૃૂર સાઇડમાં પાર્ક કરીને, મેનીક્યોર કરેલી આંગળી પર કાળું ટપકું મૂકાવીને વોટિંગ કરતી શહેરની આધુનિકાઓ કે સાડલાનો છેડો માથા પર ખેંચીને મતદૃાન કરતી ગામડાગામની મહિલાઓનાં દૃશ્યો આજે ચૂંટણીપ્રક્રિયાનાં સર્વસામાન્ય દૃશ્યોે છે, પણ આ સ્થિતિ હંમેશાં નહોતી. દૃુનિયાભરના દૃેશોમાં સામાન્યત: સ્ત્રીઓને મતદૃાન કરવાનો અધિકાર પુરુષો કરતાં મોડો મળ્યો છે.
તો, ગુજરાતની ચૂંટણીના બીજા તબકકા હેઠળ આવતી કાલે મતદૃાન થશે. ગુજરાતના કુલ પુરુષ મતદૃારોનો ઓફિશિયલ આંકડો ૨,૨૫,૫૭,૦૩૨ છે. કુલ સ્ત્રી મતદૃારોની સંખ્યા છે ૨,૦૭,૫૭,૦૩૨. જે સંપૂર્ણ નર પણ નથી કે સંપૂર્ણ માદૃા પણ નથી એવા થર્ડ જેન્ડર મતદૃાતાઓની સંખ્યા ૧૬૯ છે! કુલ મતદૃારો: ૪,૩૩,૧૧,૩૨૧.
કારને સહેજ દૃૂર સાઇડમાં પાર્ક કરીને, મેનીક્યોર કરેલી આંગળી પર કાળું ટપકું મૂકાવીને વોટિંગ કરતી શહેરની આધુનિકાઓ કે સાડલાનો છેડો માથા પર ખેંચીને મતદૃાન કરતી ગામડાગામની મહિલાઓનાં દૃશ્યો આજે ચૂંટણીપ્રક્રિયાનાં સર્વસામાન્ય દૃશ્યોે છે, પણ આ સ્થિતિ હંમેશાં નહોતી. દૃુનિયાભરના દૃેશોમાં સામાન્યત: સ્ત્રીઓને મતદૃાન કરવાનો અધિકાર પુરુષો કરતાં મોડો મળ્યો છે. સ્ત્રીઓને મતાધિકાર આપનાર દૃુનિયાનો સૌથી પહેલો દૃેશ ન્યુઝીલેન્ડ છે. ૧૮૯૩માં, એટલે કે આજથી લગભગ સવાસો વર્ષ પહેલાં, બ્રિટીશરોમાં તાબા હેઠળના ન્યુઝીલેન્ડમાં કાયદૃો બનાવવામાં આવ્યો કે સ્ત્રી મતદૃાન કરી શકશે, પણ પાર્લામેન્ટની ચૂંટણી લડી નહીં શકે! પછીના વર્ષે, ૧૮૯૪માં ઓસ્ટ્રેલિયાએ કાયદૃો બનાવ્યો કે સ્ત્રીઓ મતદૃાન પણ કરી શકશે અને પાર્લામેન્ટની ચૂંટણી માટે ઉમેદૃવારી પણ નોંધાવી શકશે.
સ્ત્રીઓ અને પુરુષો બન્નેને એકસાથે મતાધિકાર આપનાર ફિનલેન્ડ દૃુનિયાનો પહેલો દૃેશ બન્યો, ૧૯૦૬માં. સ્ત્રીઓને મતાધિકાર પ્રદૃાન કરનાર આ પહેલો યુરોપિયન દૃેશ હતો. દૃુનિયાની સૌથી પહેલી મહિલા સાંસદૃ પણ ફિનલેન્ડની વતની હતી (૧૯૦૭). મહિલાઓને મતાધિકાર પ્રદૃાન કરનાર છેલ્લો યુરોપિયન દૃેશ સ્વિત્ઝર્લેન્ડ હતો. આ ગ્લેમરસ બર્ફીલા દૃેશમાં છેક ફેબ્રુઆરી ૧૯૭૧માં સ્ત્રીઓને રાઇટ-ટુ-વોટ મળ્યો. અગાઉ ૧૯૫૯માં મહિલાઓને મતાધિકાર આપવો જોઈએ કે નહીં તે માટેનો જનમત લેવામાં આવ્યો હતો ત્યારે ૬૭ ટકા સ્વિસ પુરુષોએ અભિપ્રાય આપ્યો હતો કે ના, સ્વિસ મહિલાઓને મતાધિકાર આપવાની કશી જરુર નથી! અમેરિકન મહિલાઓ ૧૯૨૦થી વોટ આપતી થઈ.
ભારતમાં મહિલાઓના મતાધિકારનો ઇતિહાસ શો છે? આ સંદૃર્ભમાં સૌથી પહેલાં તો આ બે અંગ્રેજ અધિકારીઓને યાદૃ કરવા જોઈએ - લોર્ડ એડવિન મોન્ટેગ્યુ કે જે સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા હતા અને બીજા, લોર્ડ ચેમ્સફોર્ડ કે જે તે સમયના વાઇસરોય હતા. ભારતમાં તે વખતે સ્વરાજની માગણી વધુ ને વધુ ઊંચા અવાજે થવા માંડી હતી. આની પ્રતિક્રિયામાં ઉદૃારમતવાદૃી મોન્ટેગ્યુએ બ્રિટિશ કેબિનેટ સામે ‘ધ ગ્રેજ્યુઅલ ડેવલપમેન્ટ ઓફ ફ્રી ઇન્સ્ટિટ્યુશન ઇન ઇન્ડિયા વિથ અ વ્યુ ટુ અલ્ટિમેટ સેલ્ફ ગવર્મેન્ટ', એટલે કે સાદૃી ભાષામાં, ભારતમાં સંપૂર્ણ સ્વરાજ સ્થપાય તે લક્ષ્યને ધ્યાનમાં રાખીને ધીમે ધીમે સ્વતંત્ર રાજકીય સંસ્થાઓની સ્થાપનાની શરુઆત કરવાનો પ્રસ્તાવ મૂક્યો.
લંડનમાં બેઠેલા રાજકારણીઓને, ખાસ કરીને લોર્ડ કર્ઝનને મોન્ટેગ્યુનો આ પ્રસ્તાવ કડવો લાગ્યો. મોન્ટેગ્યુનો પ્રસ્તાવ માન્ય ન થયો, લોર્ડ કર્ઝને રજૂ કરેલો વૈકલ્પિક પ્રસ્તાવ સ્વીકારાઈ ગયો. લોર્ડ કર્ઝને પોતાના પ્રસ્તાવમાં સેલ્ફ-ગવર્મેન્ટ (સ્વરાજ)ની નહીં, પણ માત્ર ગવર્મેન્ટની વાત કરી હતી. આ રીતે ભારતમાં બાઇકેમેરલ (દ્વિપક્ષી) સેન્ટ્રલ લેજિસ્લેચરની સ્થાપના થઈ, જેમાં થોડાક ભારતીય મિનિસ્ટરોની નિમણૂક પણ કરવામાં આવી. આપણી આજની લોકસભા અને રાજ્યસભાનાં બીજ આ રીતે રોપાયાં. મોન્ટફોર્ડ રિફોર્મ્સ (યા તો મોન્ટફોર્ડના સુધારા, ૧૯૧૭) અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એકટ (૧૯૧૯) અનેક રીતે મહત્ત્વપૂર્ણ સાબિત થયા.
આપણે આજે જેમ પાસવર્ડમાં ઘણીવાર પહેલાં ચાર અક્ષર નામના અને છેલ્લા ચાર અક્ષર અટકના વપરાય છે તેમ ‘મોન્ટફોર્ડ' શબ્દૃ પણ બે અલગ અલગ ઓળખનું જોડકું છે. મોન્ટ એટલે લોર્ડ મોન્ટેગ્યુ અને ફોર્ડ એટલે લોર્ડ ચેમ્સફોર્ડ. અગાઉ નોંધ્યું તેમ, મોન્ટેગ્યુ ભારત આવ્યા ત્યારે ચેમ્સફોર્ડ ભારતના વાઇસરોય હતા. રાજકીય સુધારા લાગુ પાડતા પહેલાં તેઓ ભારતની પ્રવર્તમાન મિજાજનો ઝીણવટભર્યો અભ્યાસ કરવા માગતા હતા. કેટલીક મહિલા અગ્રણીઓને આમાં સ્ત્રીઓ માટે રાજકીય અધિકારોની માગણી કરવાની ફાંકડી તક દૃેખાઈ. સરોજિની નાયડુની નેતાગીરી હેઠળ મહિલાઓના એક પ્રતિનિધિમંડળે મોન્ટેગ્યુ અને ચેમ્સફોર્ડ સાથે મિટીંગ કરી. કોણ કોણ હતું આ પ્રતિનિધિમંડળમાં? એની બેસન્ટ, માર્ગારેટ કઝિન્સ, ડોરોથી જિનારાજાડસા, બેગમ હસરત મોહિની, ડો. જોશી, રાણી રાજવાડે, હીરાબાઈ અરદૃેસર ટાટા, એમની દૃીકરી મિથાન ટાટા, રમાબાઈ રાનડે, સરલાદૃેવી ચટ્ટોપાધ્યાય અને ઉમા નેહરુ.
એની બેસન્ટ, માર્ગારેટ કઝિન્સ અને ડોરોથી જિનારાજાડસાએ સમય પારખીને વીમેન્સ ઇન્ડિયન અસોસિએશનની સ્થાપના કરી. આ ત્રણેય થિયોસોફિકલ સોસાયટી સાથે સંકળાયેલી આઇરિશ મહિલાઓ હતી. આયરલેન્ડ મેં તે વખતે મહિલાઓને મતાધિકાર મળી ચુકયો હતો. મતાધિકારનો જેટલો અને જેવો અધિકાર ભારતીય પુરુષોનો હશે એવો અને એટલો જ અધિકાર ભારતીય મહિલાઓને પણ મળવો જોઈએ એવા મતલબનો પત્ર લખવામાં આવ્યો, તેના પર ભારતના જુદૃા જુદૃા હિસ્સાઓમાં કાર્યરત એવી ત્રેવીસ મહિલા અગ્રણીઓની સહી લેવામાં આવી. તે પત્ર પછી મોન્ટેગ્યુ અને ચેમ્સફોર્ડને સુપરત કરવામાં આવ્યો. યાદૃ રહે, ભારતીય મહિલાઓના રાજકીય અધિકારની માગણી ત્યારે થઈ રહી જ્યારે હજુ અમેરિકા અને યુરોપના કેટલાય દૃેશોની મહિલાઓને પણ મતાધિકાર અપાયો નહોતો!
એની બેસન્ટના અધ્યક્ષપદૃે ૧૯૧૭માં કલકત્તામાં યોજેયેલી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની મહિલાઓના મતાધિકારની આ ડિમાન્ડ દૃોહરાવવામાં આવી. મુસ્લિમ લીગે ટેકો આપ્યો. આ ડિમાન્ડની પ્રતિક્રિયારુપે પરિસ્થિતિનો તાગ મેળવવા સાઉથબોરો ફ્રેન્ચાઇઝી કમિટીના સભ્યો ૧૯૧૮માં ભારતના પ્રવાસે આવ્યા. શરુઆતમાં તેમને એવું જરુર લાગ્યું કે ભારતીય મહિલાઓ હજુ મતાધિકાર માટે તૈયાર નથી, પણ સમગ્રપણે તેમને મહિલાઓની આ માગણી સ્વીકાર્ય લાગી. જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટીએ ભારતીય મહિલાઓના મતાધિકારને માન્યતા આપી. જોેકે લટકામાં એવું પણ ઉમેર્યું કે આ મતાધિકારનો અમલ કયારથી શરુ કરવો તે નક્કી કરવાનો અધિકાર પ્રાંતીય વિધાનસભાનો રહેશે.
પહેલ ત્રાવણકોર-કોચીને કરી. ૧૯૨૦માં ત્રાવણકોર-કોચીન રજવાડાની સ્ત્રીઓ મત આપવાનો અધિકાર ધરાવતી ભારતની સર્વપ્રથમ મહિલાઓ બની. ૧૯૨૧માં મદ્રાસ અને બોમ્બે સ્ટેટે આ નવા સુધારાનું અનુસરણ કર્યું. ધીમે ધીમે અન્ય પ્રાંતો પણ જોડાયા. ૧૯૨૬માં કમલાદૃેવી ચટ્ટોપાધ્યાય મદ્રાસ લેજિસ્લેટિવ કાઉન્સિલની ચૂંટણીમાં ઊભાં રહ્યાં. બહુ ઓછા માર્જિનથી તેઓ હાર્યાં, પણ ચૂંટણી લડનાર ભારતની સર્વપ્રથમ મહિલા હોવાનું બહુમાન તેમના નામે નોંધાઈ ગયું! ભારતનાં સર્વપ્રથમ ચૂંટાયેલાં લેજિસ્લેટર કાઉન્સિલર ડો. મુથુલક્ષ્મી રેડ્ડી બન્યાં, ૧૯૨૭માં, મદ્રાસમાં. દૃેવદૃાસી કુપ્રથા નાબૂદૃ કરવામાં ડો. મુથુલક્ષ્મી રેડ્ડીનું મોટું યોગદૃાન છે. આ શરુઆત હતી, ભારતીય મહિલાઓના રાજકીય યાત્રાની, જે ૧૯૬૬માં ઇંદિૃરા ગાંધી દૃેશનાં પહેલીવાર વડાંપ્રધાન બન્યાં ત્યારે ચરમસીમા પર પહોંચી ગઈ. આવતી કાલે વોટિંગ કરવા જાઓ ત્યારે કતારમાં મતદૃાતા મહિલાઓને જોઈને ઇતિહાસનો આ ટુકડો યાદૃ કરજો.
બાય ધ વે, સ્ત્રીઓને મતાધિકાર આપનાર દૃુનિયાનો સૌથી છેલ્લો દૃેશ કયો? સાઉદૃી એરેબિયા. સાઉદૃી મહિલાઓને સૌથી પહેલી વાર મ્યુનિસિપાલિટીની ચૂંટણીઓમાં મત આપવાનો હક છેક હમણાં આપવામાં આવ્યો, ડિસેમ્બર ૨૦૧૫માં!
000

No comments:
Post a Comment