Sandesh - Ardh Saptahik Purti - 26 Oct 2016
સાહિત્યનું નોબલ પ્રાઈઝ જીતી જનાર ગીતકાર-સંગીતકાર-ગાયક બોબ ડિલન માટે ઘણી વાર ‘શેકસપિયર ઓફ્ અવર ટાઈમ’ એવો શબ્દપ્રયોગ કરવામાં આવે છે. બોબ, શેકસપિયર જેટલા મહાન છે તે અર્થમાં નહીં, પણ શેકસપિયરની માફ્ક તેઓ પણ પર્ર્ફાેિંમગ આર્ટિસ્ટ છે, તે અર્થમાં. શેકસપિયરની મોટા ભાગની કૃતિઓ વાંચવા માટે નહીં, પણ સાંભળવા અને જોવા માટે રચાયેલી હતી. બોબ ડિલનનું પણ એમ જ છે.
‘અમેરિકન ગીતોની મહાન પરંપરામાં નાવીન્યપૂર્ણ કાવ્યાત્મક અભિવ્યકિતઓનું સર્જન કરવા બદલ સાહિત્યના નોબલ પુરસ્કાર માટે બોબ ડિલનની પસંદગી કરવામાં આવે છે…’
૧૩ ઓકટોબરે આ સત્તાવાર ઘોષણા થઈ ત્યારે કેટલાય લોકોના મનમાં સવાલ જાગ્યા હતાઃ નોબલ પ્રાઈઝ? બોબ ડિલનને? પણ એ કયાં સાહિત્યકાર છે? એ તો સિંગર છે, મ્યુઝિકલ આલબમો બહાર પાડે છે, સ્ટેજ પર લબૂક ઝબૂક ડિસ્કો લાઈટ્સ વચ્ચે હાથમાં ગિટાર પકડીને પર્ફેર્મન્સીસ આપે છે. પોતાના ગીતો જાતે લખે છે એટલે બહુ બહુ તો એમને ગીતકાર કહી શકાય… પણ આ બધા માટે સાહિત્યનું નોબલ પ્રાઈઝ?
આવા પ્રશ્નો એ લોકોને જ થયા છે જે બોબ ડિલનના કામ અને પ્રદાનને સમજતા નથી. બાકી જાણકારો અને બોબ ડિલનની કરિયરને રસપૂર્વક ફેલો કરનારાઓ તો આ અનાઉન્સમેન્ટથી પુલકિત થઈ ગયા છે. મજા જુઓ. દુનિયાભરના મીડિયાએ ફ્ટાફ્ટ આ સમાચાર ચમકાવ્યા, પણ આ લખાઈ રહૃાું છે ત્યાં સુધી, એટલે કે અનાઉન્સમેન્ટના સાત દિવસ પછીય ખુદ બોબ ડિલને નથી ખુશી જાહેર કરી છે કે ન અસ્વીકૃતિ. નોબલ કમિટી ઘાંઘી થઈને ટેલિફેન પર એમનો સંપર્ક સ્થાપવાની કોશિશ કરતી રહી. આખરે માંડ એમના કોઈ મેનેજર પ્રકારની વ્યકિત સાથે ઇ-મેલ દ્વારા થોડું કોમ્યુનિકેશન થઈ શકયું. ખુદ બોબ ડિલને તો કોઈ જાતની પ્રતિક્રિયા નથી જ આપી. અતરંગી મિજાજના કલાકારોની વાત જ નિરાળી છે, બીજું શું!
વાત સાહિત્યની હોય કે બીજા કોઈ ક્રિયેટિવ ક્ષેત્રની, સમયની સાથે વ્યાખ્યાઓ બદલાતી રહે છે, સીમાડા નવેસરથી ડિફઈન થતા રહે છે. સાહિત્ય એટલે માત્ર લખાતા અને વંચાતા શબ્દો જ નહીં, પણ શબ્દો સાથે પનારો પાડતાં તમામ ક્રિયેટિવ એકસપ્રેશન્સ, જે માણસના મન અને માંહૃાલા સ્પર્શી શકતા હોય, એની સમજને વધારે વિસ્તારી શકતા હોય, એની ચેતનાને ઊંચે લઈ જઈ શકતા હોય તે સઘળું સાહિત્ય છે! અંગ્રેજી કવિતાની ગંભીર એકેડેમિક ચર્ચા ચાલતી હોય ત્યારે વર્ષોથી બોબ ડિલનનો ઉલ્લેખ થતો આવ્યો છે અને લગભગ દર વખતે બોબને ‘કવિ’ તરીકે સ્વીકાર કરવામાં વિરોધીઓ પોતાનો મત વ્યકત કરતા આવ્યા છે. નોબલ કમિટીના આ બોલ્ડ ડિસિઝન પછી આ વાંકદેખાઓની બોલતી ક્મસે કમ હાલ પૂરતી બંધ થઈ ગઈ છે.
બોબ ડિલન માટે ઘણી વાર ‘શેકસપિયર ઓફ્ અવર ટાઈમ’ એવો શબ્દપ્રયોગ કરવામાં આવે છે. બોબ, શેકસપિયર જેટલા મહાન છે તે અર્થમાં નહીં, પણ શેકસપિયરની માફ્ક તેઓ પણ પર્ર્ફાેિંમગ આર્ટિસ્ટ છે, તે અર્થમાં. શેકસપિયરની મોટા ભાગની કૃતિઓ વાંચવા માટે નહીં, પણ સાંભળવા અને જોવા માટે રચાયેલી હતી. બોબ ડિલનનું પણ એમ જ છે. ભલે બોબની અભિવ્યકિતનું મુખ્ય માધ્યમ તો સંગીત અને ગાયન હોય, પણ એમનાં ગીતો જ્યારે છપાઈને સામે આવે છે ત્યારે કડક વિવેચકોને ય આ રચનાઓના બંધારણ અને લયમાં, ભાષા અને શબ્દોના બહેલાવમાં, સેન્સિબિલિટી અને કૌશલ્યમાં નખશિખ કવિતાનાં દર્શન થાય છે.
બોબ ડિલન જન્મે અમેરિકન છે. રોબર્ટ એલન ઝિમરમન, એમનું સાચું નામ. કોલેજમાં માંડ એકાદ વર્ષ ભણ્યા હશે, પછી આગળ ભણવાનું પડતું મૂકયું ને કામે લાગી ગયા. ૧૯૬૨માં, એકવીસ વર્ષની ઉંમરે તેમનું પહેલુંં મ્યુઝિક આલબમ બહાર પડયું. બોબની તેજસ્વિતા પહેલાં જ આલબમથી પ્રસ્થાપિત થઈ ગઈ હતી. સાઠના દાયકામાં બોબે લખેલા ગીતો સૌથી અસરકારક પુરવાર થયા, પણ એમના લેટેસ્ટ ગીતો પણ ખાસ્સા પ્રભાવશાળી છે. બોબની કરિઅર અડધી સદી કરતાંય વધારે સમય અંતરાલમાં પ્રસરેલી છે. એમના ગીતોમાં અમેરિકાનો સમકાલીન સામાજિક-રાજકીય માહોલ અને જનતાનો મૂડ સતત ઝિલમિલાતો રહે છે. બોબ એમના ‘પ્રોટેસ્ટ સોંગ્સ’ એટલે કે અન્યાયનો વિરોધ કરતાં વિદ્રોહી ગીતો માટે ખાસ જાણીતા છે.
બોબની કરિઅરના શરૂઆતના વર્ષોમાં જે ગીત સૌથી વધારે ગાજ્યું તે હતું, ‘બ્લોઇંગ ઇન ધ વિન્ડ’. તેના કેટલાક અંશોને પહેલાં અંગ્રેજીમાં માણો-
હાઉ મેની યર્સ કેન અ માઉન્ટન એકિઝસ્ટ
બિફેર ઇટ’સ વોશ્ડ ઇન ધ સી?
હાઉ મેની યર્સ કેન સમ પીપલ એકિઝસ્ટ
બિફેર ધે આર અલાઉડ ટુ બી ફ્રી?
હાઉ મેની ટાઈમ્સ કેન અ મેન ટર્ન હિઝ હેડ
એન્ડ પ્રિટેન્ડ ધેટ હી જસ્ટ ડઝન્ટ સી?
હાઉ મેની ઇયર્સ મસ્ટ વન મેન હેવ
બિફેર હી કેન હિઅર પીપલ ક્રાય?
એન્ડ હાઉ મેની ડેથ્સ વિલ ઇટ વિલ ટેક ટિલ હી નોઝ
ધેટ ટૂ મેની પીપલ હેવ ડાઈડ?
ધ આન્સર માય ફ્રેન્ડ ઇઝ બ્લોઇંગ ઇન ધ વિન્ડ
ધ આન્સર ઇઝ બ્લોઇંગ ઇન ધ વિન્ડ.
ગીત યુદ્ધમાં થતી ખાનાખરાબી, રંગભેદ અને અન્યાયની વાત કરે છે. કહે છે, એક પહાડને ઘસાઈ ઘસાઈને દરિયામાં ભળી જવા માટે કેટલાં વર્ષો-સદીઓ જોઈએ? કેટલાં વર્ષનો કારાવાસ ભોગવીએ તો દમનકારીને લાગે કે બસ, હવે બહુ થયું, હવે આને આઝાદ કરી દેવો જોઈએ? કયાં સુધી પીઠ ફેરવીને, નજર હટાવી લઈને જાણે અમારું અસ્તિત્વ જ નથી એવું નાટક કરતા રહેશો? તમારા બહેરા કાનો પર અમારો અવાજ પડે તે માટે અમારે હજુ કેટલું વધારે આક્રંદ કરવું પડશે? હજુ કેટલી વધારે લાશો પડે તો તમને લાગે કે ઘણાં માણસો મરી ગયા છે? આનો જવાબ છે, મારા દોસ્ત, બ્લોઇંગ ઇન ધ વિન્ડ… બ્લોઇંગ ઇન ધ વિન્ડ.
‘બ્લોઇંગ ઇન ધ વિન્ડ’ એટલે એકઝેકટલી શું? બોબ ડિલનના આ શબ્દપ્રયોગનું જુદા જુદા લોકોએ જુદું જુદું અર્થઘટન કર્યું છે. એક અર્થ એમ છે કે, આ બધી ફ્રિયાદો કરવાનો કશો અર્થ નથી. સત્તાસ્થાને બિરાજેલા લોકો નીંભર છે, સંવેદનહીન છે. તમારી વેદના સાથે એમને કશી લેવાદેવા નથી. તમારા શબ્દો, તમારો આક્રોશ બારીમાંથી જેમ હવા વહી જાય તેમ અદશ્ય થઈ જશે અને કોઈને કશો ફ્રક નહીં પડે. ‘બ્લોઇંગ ઇન ધ વિન્ડ’નો બીજો અર્થ એવો થાય છે કે દુનિયામાં અન્યાયો તો થતા જ રહેવાના, પણ તમારે મસ્ત રહેવાનું, દુઃખી નહીં થવાનું. ત્રીજો મતલબ એવો થાય છે કે જો તમે ઇચ્છતા હો કે આ જે કંઈ ચાલી રહૃાું છે તે બધું બંધ થાય તો તમારે જ પગલાં ભરવા પડશે. યુ બી ધ ચેન્જ!
બોબ ડિલનના ગીતો ઓપન-એન્ડેડ હોય છે, તેના એક કરતાં વધારે વિશ્લેષણ થઈ શકે છે. તેથી જ આટલાં વર્ષોમાં બોબ ડિલનના ગીતોનંુ અર્થઘટન કરનારાઓની આખી કમ્યુનિટી અસ્તિત્વમાં આવી ગઈ છે! બોબના ગીતોની કેટલીય પંક્તિઓ અથવા એકસપ્રેશન્સ અંગ્રેજી ભાષામાં કહેવત કે રૂઢિપ્રયોગ બની ગયા છે. બોબ ડિલનનું એક બીજું બહુ જ જાણીતું ગીત છે, ‘ધ ટાઈમ્સ ધે આર અ-ચેન્જિંગ’.
બોબ ડિલનના ગીતો ઓપન-એન્ડેડ હોય છે, તેના એક કરતાં વધારે વિશ્લેષણ થઈ શકે છે. તેથી જ આટલાં વર્ષોમાં બોબ ડિલનના ગીતોનંુ અર્થઘટન કરનારાઓની આખી કમ્યુનિટી અસ્તિત્વમાં આવી ગઈ છે! બોબના ગીતોની કેટલીય પંક્તિઓ અથવા એકસપ્રેશન્સ અંગ્રેજી ભાષામાં કહેવત કે રૂઢિપ્રયોગ બની ગયા છે. બોબ ડિલનનું એક બીજું બહુ જ જાણીતું ગીત છે, ‘ધ ટાઈમ્સ ધે આર અ-ચેન્જિંગ’.
કમ ગેધર ‘રાઉન્ડ પીપલ વ્હેરેવર યુ રોમ
એન્ડ એડમિટ ધેટ ધ વોટર્સ અરાઉન્ડ યુ હેવ ગ્રોન
એન્ડ એકસેપ્ટ ધેટ સૂન યુ વિલ બી ડ્રેન્ચ્ડ ટુ ધ બોન
ઇફ્ યોર ટાઈમ ટુ યુ ઇઝ વર્થ સેવિંગ
ધેન બેટર સ્ટાર્ટ સ્વિમિંગ
ઓર યુ વિલ સિન્ક લાઈક અ સ્ટોન
ફેર ધ ટાઈમ્સ ધે આર અ-ચેન્જિંગ.
કમ મધર્સ એન્ડ ફધર્સ થ્રુ આઉટ ધ લેન્ડ
એન્ડ ડોન્ટ ક્રિટીસાઈઝ વોટ યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ
યોર સન્સ એન્ડ યોર ડોટર્સ આર બિયોન્ડ યોર કમાન્ડ
યોર ઓલ્ડ રોડ ઇઝ રેપિડલી એજિંગ
પ્લીઝ ગેટ આઉટ ઓફ્ ધ ન્યુ વન
ઇફ્ યુ કાન્ટ લેન્ડ યોર હેન્ડ
ફેર ધ ટાઇમ્સ ધ આર અ-ચેન્જિંગ.
‘ઓ ગાંવવાલો! કાન ખોલ કર સુન લો…’ પ્રકારના મિજાજમાં બોબ ડિલન આ ગીતમાં કહે છે કે સાવધાન, સમય ઝપાટાભેર બદલાઈ રહૃાો છે. પાણીની સપાટી ઉત્તરોત્તર વધી રહી છે. જો તરતા નહીં શીખો તો વહી જશો, પથ્થરની જેમ ડૂબી જશો. દેશના રાજકારણીઓ અને બુદ્ધિજીવીઓને ઉદેશી લીધા પછી અમેરિકાના માતા-પિતાઓને સંબોધીને કહે છે કે, તમારા દીકરાઓ અને દીકરીઓ તમારું કહૃાું બધું જ માની લેશે એવું હવે નહીં બને. જો તમને નવા જમાનાના, નવી પેઢીના તોર-તરીકા સમજાતા ન હોય તો મહેરબાની કરીને ટીકા કરવાનું બંધ કરો અને ચુપ રહો. જો તમે એમની મદદ કરી શકો તેમ ન હો કમસે કમ તેમના માર્ગમાં અવરોધરુપ તો ન બનો! યુદ્ધરેખાઓ ખેંચાઈ ચૂકી છે. આજનો વર્તમાન કાલે અતીત બની જવાનો છે. આજે જે માણસ ધીમો લાગે છે તે આગળ જતાં એવી ગતિ પકડશે કે તમારું માથું ચકરાઈ જશે. આજે જે સૌથી આગળ ઊભો છે તે શકય છે કે આવતી કાલે કતારમાં સૌથી છેલ્લો ખડો હોય… કારણ કે દોસ્તો, જમાનો ઝપાટાભેર બદલાઈ રહૃાો છે!
કેટલું મજાનું ગીત. આવા જોશીલા શબ્દોવાળા અને પોતાનાં મનની વાત ક્રતાં ગીતો પબ્લિકને પાગલ ન કરે તો જ નવાઈ. ઇન્ટરનેટ પર બોબ ડિલનના ગીતોનો આખો ખજાનો ઉપલબ્ધ છે. અગિયાર-અગિયાર ગ્રેમી એવોર્ડ્ઝ અને એક ઓસ્કાર એવોર્ડ જીતીને બેઠેલા બોબ ડિલનને હવે સાહિત્યનું નોબલ પ્રાઈઝ પણ જીતી લીધું છે. જીવનના અંતિમ તબક્કા સુધી ઉત્તમોત્તમ કામ કરતાં રહીને પોતાનાં ક્ષેત્રમાં સતત રિલેવન્ટ રહેવું તે આનું નામ!
0 0 0
0 0 0
No comments:
Post a Comment