Sunday, June 15, 2014

મલ્ટિપ્લેક્સ : નયે સૂર, નયે ગીત

Sandesh - Sanskaar Purty - 15 June 2014
મલ્ટિપ્લેક્સ

કોરસ સિંગર જેવા, માત્ર ફુસફુસાઈને ગાઈ શકતા, અંગ્રેજીને બદલે ભૂલથી હિન્દીમાં ગાવા માંડયા હોય તેવો ભાસ કરાવતા ગાયકોના અવાજોથી સંતોષ થતો નથી. જાવેદ અલી, કમાલ ખાન, તોચી  રૈના જેવાં જાનદાર સિંગરોને વધારે ગીતો આપો. સોનુ નિગમ અને શાનને કહો કે પ્લીઝ, આમ પ્રિમેચ્યોર રિટારમેન્ટ લઈને ગાયબ ન થઈ જાય. અરે, ઉદિત નારાયણ-કુમાર સાનુ-અભિજિત જેવા જૂના જોગીઓને પાછા ખેંચી લાવો... પણ મહેરબાની કરીને આ મિકા સિંહ-હની સિંહના આતંકમાંથી મુક્તિ અપાવો!
Arijit Singh

મે ઘરેથી ઓફિસ જવા નીકળો છો અને તમારી કારમાં એફએમ રેડિયો ઓન કરતાં જ 'ચાર બોટલ વોડકા... કામ મેરા રોજ કા...' શરૂ થઈ જાય છે. યો-યો હની સિંહનો અવાજ સાંભળતાં જ તમે ફટાક કરતાં ચેનલ ચેઇન્જ કરી નાખો છો. અહીં મિકા સિંહનું ગીત વાગી રહ્યું છે, 'તૂ મેરી અગલબગલ હૈ... મૈં તેરી અગલબગલ હૂં...' તમે નિઃશ્વાસ ફેંકીને, માથું ધુણાવીને ફરી રેડિયો સ્ટેશન બદલો છો. અહીં હની સિંહ બોમ્બ જેવી દેખાતી છોટી ડ્રેસવાળી છોકરીને જોઈને લાળ ટપકાવી રહ્યો છે, એટલે સ્ટેશન બદલ્યા વગર છૂટકો નથી. પાછો મિકા સિંહ અથડાય છે, 'કહાં ચલ દી, કહાં ચલ દી... પ્યાર કી પૂંગી બજા કે...' પૂંગી સાંભળવામાં તમનેે કોઈ રસ નથી એેટલે એક ઔર એફએમ ચેનલ. અહીં પણ હની સિંહ ધૂણી રહ્યો છે, 'અંગરેઝી બીટ દે...' તમે આખરે ત્રાસીને રેડિયો બંધ કરી દો છો. તમને થાય છે કે આપણે શું મિકા સિંહ-હની સિંહના યુગમાં જીવી રહ્યા છીએ? જવાબ જો 'હા' હોય તો થઈ ગયું કલ્યાણ ફિલ્મી સંગીતનું...
ફિલ્મી સંગીત જો જે-તે સમયનું પ્રતિબિંબ પાડતું હોય તો આ બહુ ખરાબ પ્રતિબિંબ છે. મિકા-હનીનાં અમુક ગીતો ક્યારેક હળવા મૂડમાં ઝૂમવા માટે કદાચ ઠીક છે, પણ પછી તરત તે અબખે પડી જાય છે ને જોતજોતામાં એની રીતસર એલર્જી થઈ જાય છે. ના, મોહમ્મદ રફી-કિશોરકુમારને મિસ કરવાનો કોઈ ઇરાદો નથી - એ જમાનાની તો વાત પણ થાય એમ નથી. તકલીફ એ થઈ રહી છે કે આ હની સિંહો અને મિકા સિંહોને લીધે સોનુ નિગમ અને શાન જેવા યુવાન ગાયકો પણ એક તરફ ધકેલાઈ ગયા છે. સોનુ ખૂબ સિલેક્ટિવ થઈ ગયો હોવાથી અને શાન ફિલ્મી હીરો બનવામાં ફોકસ કરી રહ્યો હોવાથી એમનાં ગીતો ઓછાં થઈ ગયાં છે કે પછી તેમની ડિમાન્ડ જ ઘટી ગઈ છે?
કોરસ સિંગર જેવા, માત્ર ફુસફુસાઈને ગાઈ શકતા, અંગ્રેજીને બદલે ભૂલથી હિન્દીમાં ગાવા માંડયા હોય તેવો ભાસ કરાવતા ગાયકોના અવાજોથી સંતોષ થતો નથી. જિંગલની જેમ ગવાતાં આ ગીતો કાન પાસે અટકી જાય છે. એ હૃદય સુધી પહોેંચી શકતાં નથી. તકલીફ ત્યારે થાય છે જ્યારે કમોસમી માવઠા જેવા ગાયકો ઇન્ડસ્ટ્રી ગજાવે છે અને તગડો શાસ્ત્રીઝ બેઝ ધરાવતા જાવેદ અલી જેવા ટેરિફિક સિંગર્સની અવગણના થાય છે. જાવેદે કેટલીય સુપરહિટ ફિલ્મોમાં સુપરહિટ ગીતો આપ્યાં છે - 'તૂ મેરી અધૂરી પ્યાસ પ્યાસ' (ગજિની), 'કહને કો જશ્ન-એ-બહારાં હૈ' (જોધા અકબર), 'નગાડા નગાડા બજા' (જબ વી મેટ), 'કુન ફાયા કુન' (રોકસ્ટાર). અફકોર્સ, છેલ્લે 'જબ તક હૈ જાન' અને 'ગુંડે'માં એકાદ ગીત ગાયું, પણ એ ઠીકઠાક રહ્યાં. જાવેદના અવાજમાં સોનુ નિગમનો ગાઢ શેડ છે.

ગયા વર્ષે પ્લેબેક સિંગિંગમાં એકાએક કોઈ નામ ગાજ્યું હોય તો એ છે 'આશિકી-ટુ' ફેમ અરિજિત સિંહ. ૨૦૦૫માં 'ફેમ ગુરુકુલ' નામનો એક રિયાલિટી શો ટીવી પર આવતો હતો. એમાં અરિજિત ટોપ-સિક્સ સુધી પહોંચી ગયેલો. પછી એણે પ્રીતમના આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું અને 'આશિકી-ટુ' પછી તો એ સ્ટાર બની ગયો છે. એક તરફ આ ફિલ્મનાં રોમાન્સ અને વિષાદભર્યાં ગીતો છે, તો બીજી બાજુ 'તૂ મેરા હીરો'નું 'તેરા ધિયાન કિધર હૈ... પલટ' ગીત છે. અરિજિતનું વોકલ પરફોર્મન્સ જુઓ. વરુણ ધવન સ્ક્રીન પર જે કરતો હોય, એ પણ આ ગીતમાં અરિજિતે પોતાના અવાજમાં જ એટલી બધી મસ્તી છલકાવી છે કે મજા આવી જાય. અરિજિતનો અવાજ બોલિવૂડની યંગ જનરેશનના લગભગ બધા હીરો પર ફિટ બેસે એવો છે. આ લાંબી રેસનો ઘોડો દૂર સુધી જવાનો.
'બરફી'માં હીરો રણબીર કપૂર મૂંગો હતો, પણ એના માટે નિખિલ પોલ જ્યોર્જે ગાયેલું 'ઉફ મૈં ક્યા કરું... ક્યાં કરું....' ગીત બહુ મીઠું છે. 'બરફી' પછી નિખિલનાં ગીતોની તડી બોલશે એવું લાગતું હતંુ, પણ એવું બન્યું નહીં. રણબીર માટે બેની દયાલે 'યે જવાની હૈ દીવાની'માં બે સુપરહિટ ગીતો ગાયાં - 'બદ્તમીઝ દિલ' અને 'બલમ પિચકારી'. દક્ષિણમાં મૂળિયાં ધરાવતા બેની દયાલે અમીત ત્રિવેદી, વિશાલ-શેખર, પ્રીતમ, સલીમ-સુલેમાન જેવા ટોચના કમ્પોઝરો સાથે ઘણાં ગીતો ગાયાં છે.
આગામી 'હમશકલ'નું 'કોલરટયૂન'વાળું ગીત આજકાલ બહુ સંભળાય છે. અગાઉ 'બોમ્બે વાઇકિંગ' ગ્રૂપના હિસ્સા રહી ચૂકેલા નીરજ શ્રીધરે તે ગાયું છે. નીરજનો અવાજ સૈફ અલી ખાનને સરસ સૂટ થાય છે. 'લવ આજકલ'ના 'ચોર બઝારી' અને 'આંહુ આંહુ' ગીત નીરજ શ્રીધરે ગાયાં હતાં. 'કોકટેલ' અને 'એજન્ટ વિનોદ'માં એનાં ગીતો હતાં.
 'યે જવાની હૈ દીવાની'નું શ્રેષ્ઠ ગીત 'કબીરા' હતું, જે તોચી રૈના અને રેખા વિશાલ ભારદ્વાજે ગાયું હતું. સચીન-જિગરે કમ્પોઝ કરેલા 'શોર ઇન ધ સિટી'ના યાદગાર ગીત 'સાઇબો'માં તોચી રૈનાએ શ્રેયા ઘોષાલ સાથે રંગ જમાવ્યો હતો. 'વેકઅપ સિડ'ના 'ઇકતારા' ગીતનું મેલ વર્ઝન તોચીએ બહુ અસરકારક રીતે ગાયંુ હતું. જોકે કવિતા શેઠે ગાયેલું આ જ ગીતનું ફિમેલ વર્ઝન વધારે પોપ્યુલર બન્યું.
તોચીની માફક દિલથી ગાતો ઔર એક સિંગર હોય તો તે છે, કમાલ ખાન. એ સારેગામાપા ટેલેન્ટ શોની પ્રોડક્ટ છે. 'ધ ડર્ટી પિક્ચર'માં સ્ક્રીન પર વિદ્યા બાલને ધમાલ મચાવી તો પ્લેબેક સિંગિંગમાં કમાલ ખાને ધ્યાન ખેંચ્યું. એણે ગાયેલું 'મેરા ઇશ્ક સૂફિયાના' ગીત એટલું અસરકારક છે કે સુનિધિ ચૌહાણના સ્વરમાં રેકોર્ડ થયેલું તે જ ગીતનું ફિમેલ વર્ઝન સાવ ફિક્કું પડી જાય છે. કમાલ ખાનનું તે પછી કોઈ સુપરહિટ ગીત આવ્યું નથી. એ કદાચ પંજાબી ફિલ્મો ભણી વળી ગયો છે તે કારણ હોઈ શકે.
શફાકત અમાનત અલી ખાન પાકિસ્તાનથી થયેલી સૂરીલી ઇમ્પોર્ટ છે. એણે ગાયેલાં 'જન્નત-ટુ'નું 'તૂ હી મેરા', 'રા.વન'નું 'દિલદારા' કે 'ડોર'નું 'યે હૌંસલા' ગીત સાંભળો. શફાકત બોલિવૂડમાં ઝળક્યા હતા 'કભી અલવિદા ના કહના'ના 'મિતવા' સોંગથી. પાકિસ્તાની સિંગર આતિફ અસલમની માફક પ્લેબેક સિંગર કેકેનાં ગીતોની સંખ્યા પણ ખાસ્સી ઘટી ગઈ છે. આ વર્ષે 'તુને મારી એન્ટ્રિયાં' (ગુંડે) સિવાય કેકેનું એક પણ હિટ ગીત આવ્યું નથી. થેન્ક ગોડ, બોલિવૂડમાં મોહિત ચૌહાણ જેવા ગાયકો પણ છે, જેની પાસે એ.આર. રહેમાન 'રોકસ્ટાર'નું આખેઆખું આલબમ ગવડાવી શકે છે, પણ 'રોકસ્ટાર' પછી મોહિતનાં એ કક્ષાનાં કયાં સુપરહિટ ગીતો આવ્યાં?
વચ્ચે વચ્ચે રાહત ફતેહ અલી ખાનનાં ગીતો ધોમધખતા તાપમાં જાણે શેરડીનો મસ્તમજાનો ચિલ્ડ રસ પીવા મળ્યો હોય તેવી રાહત આપી જાય છે. 'આજ દિન ચડેયા' (લવ આજ કલ), 'ઓ રે પિયા' (આજા નચ લે), 'દિલ તો બચ્ચા હૈ જી' (ઇશ્કિયા) - આ બધાં વારંવાર સાંભળવા ગમે તેવાં સુંદર અને યાદગાર ગીતો છે.


Palak Muchhal

હવે ગાયિકાઓની વાત કરીએ. 'આશિકી-ટુ'થી  અરિજિતની સાથે પલક્ મુછાલ પણ પ્રકાશમાં આવી. એણે ગાયેલાં 'મેરી આશિકી' અને 'ચાહુ મૈં યા ના' જેવાં ગીતો મસ્ત છે. આ પ્રકારનાં ગીતોમાં પલક્ જો શ્રેયા ઘોષાલની વિક્લ્પ બની શકે તેમ હોય તો શિલ્પા રાવ ક્દૃાચ સુનિધિ ચૌહાણ પ્રકારનાં ગીતો માટે ક્ન્સિડર થઈ શકે. અગાઉ 'બચના અય હસીનો' માટે 'ખુદૃા જાને' ગાઈ ચુકેલી શિલ્પાનું છેલ્લું હિટ સોંગ 'ધૂમ-થ્રી'નું 'મલંગ... મલંગ' છે. આમ જોવા જઈએ તો શાલ્મલી ખોડગડે ('મૈં પરેશાં.. પરેશાં' -ઈશક્ઝાદૃે)નો અવાજ પણ આ જ  ફેમિલીનો ગણાય. એનું 'બલમ પિચક્ારી' (યે જવાની...) અને 'લત લગ ગઈ' (રેસ-ટુ) મસ્તીભર્યાં છે. 



 આ સિવાય નીતિ મોહન છે. નીતિ એટલે 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ શો'ની વિનર અને આજકાલ 'ઝલક્ દિૃખલા જા'માં દૃેખાતી શકિત મોહનની મોટી બહેન. 'ઈશ્ક્ વાલા લવ' (સ્ટુડન્ટ ઓફ ધ યર) ગીત એને સારું ફળ્યું છે. એનું 'તૂને મારી એન્ટ્રીયાં' (ગુંડે) હિટ થયું છે અને એ.આર. રહેમાને કમ્પોઝ કરેલું 'જીયા રે' (જબ તક્ હૈ જાન) ગીત પણ ક્ંઈક્ અંશે ધ્યાનાર્ક્ષક્ બન્યું છે.

 વચ્ચે વચ્ચે એક્દૃમ પ્રકાશીને પછી ગાયબ થઈ જતાં ઘણાં નામો છે.  જેમ કે, 'રા.વન'માં નંદિૃની 
શ્રીકર 'ક્યું રુઠે મોસે મોહન'. જેવું અફલાતૂન ગીત ગાયા પછી ('એજન્ટ વિનોદૃ'નું 'દિૃલ મેરા મુફ્ત કા' જેવું ટિપિક્લ આઈટમ સોંગ બાદૃ કરીએ તો) લગભગ અદૃશ્ય થઈ ગઈ છે. આ સિવાય પણ ભુમિ ત્રિવેદૃી અને ચિન્મયી શ્રીપદૃા જેવાં બીજાં ઘણાં નામો છે જેનાં ઉલ્લેખ સ્થળ સંક્ોચને ક્ારણે કરી શક્ાય તેમ નથી. 
સો વાતની એક વાત. જાવેદ, કમાલ, તોચી જેવાં જાનદાર સિંગરોને વધારે ગીતો આપો. સોનુ નિગમ અને શાનને કહો કે પ્લીઝ, આમ પ્રિમેચ્યોર રિટારમેન્ટ લઈને ગાયબ ન થઈ જાય. અરે, ઉદિત નારાયણ-કુમાર સાનુ-અભિજિત જેવા જૂના જોગીઓને પાછા ખેંચી લાવો... પણ મહેરબાની કરીને આ મિકા સિંહ-હની સિંહના આતંકમાંથી મુક્તિ અપાવો!
શો-સ્ટોપર

મ્યુઝિક કંપોઝર જ્યારે ખુદ ગાયક હોય ત્યારે બન્ને વચ્ચે કમ્યુનિકેશન આસાન થઈ જાય છે. નવી જનરેશન સિંગર અરિજિત સિંહ શ્રેષ્ઠ છે.
- હરિહરન

No comments:

Post a Comment