Thursday, May 12, 2016

'મુક્તિ-વૃતાંત': એક વિદૂષીની નિસર્ગ-કથા


 ચિત્રલેખા - 16 મે 2016
 કોલમ: વાંચવા જેવું


 ક સર્જક પોતાની આત્મકથા લખે ને એમાં ખુદનાં સર્જનો તેમજ સિદ્ધિઓનો ઉલ્લેખ કરવાની પરવા સુદ્ધાં ન કરે, એવું બને?

જીવનમાં એવા કોઈ પ્રચંડ નાટ્યાત્મક આરોહ-અવરોહ આવ્યા ન હોય, જેનુંનેમ-ડ્રોપિંગકરી શકાય એવાં ગ્લેમરસ નામો સાથે ઉઠકબેઠક ન હોય, મલાવી મલાવીને કહેવાના જલસા પડે એવી રસપ્રસૂચર ઘટનાઓ લગભગ ગાયબ હોય એમ છતાંય આવી વ્યક્તિની આત્મકથા દિલ-દિમાગમાં કાયમ માટે ઘર કરી જાય એવી જબરદસ્ત હોય, એવું બને?

હા. જો એ સર્જક હિમાંશી શેલત હોય તો જરુર બને. તેઓ જીવનને બને એટલું સહજ રાખીને જીવતી વિદૂષી સ્ત્રી છે. લખે છે:

આમ તો હું પ્રાકૃત અને નૈસર્ગિક વૃત્તિઓથી દોરાતી સ્ત્રીની તરફેણમાં. જો  મારી પસંદગી પેલી નિસર્ગ-કન્યા હોય તો એની એવી જ કુદરતી, અકુંશવિહોણી અને આદિમ જાતીયવૃત્તિઓની તરફેણમાં મારું હોવું સહજ ગણાય. પરંતુ એમ નથી થયું. એક બાજુ હૃદયની દોરવણીથી જીવવાનું, તો બીજી બાજું શુદ્ધ બૌદ્ધિક, તર્કશુદ્ધ વિચારો અને બારીક નિરીક્ષણ સાથે નક્કર અનુભવોનો પ્રભાવ. આવા પ્રબળ પ્રભાવ હેઠળ જીવતી સ્ત્રીની સતત નિગરાની અને ધારદાર ટિપ્પણીને કારણે પેલી પ્રાકૃત અને નૈસર્ગિક વૃત્તિઓ ધરાવતી માદા ભૂગર્ભમાં પેસી ગઈ હશે. એ કારણે જ સ્ત્રીઓ માટે જે રસક્ષેત્રોમાં પ્રવેશ સહજ ગણાય એમાં મારો પ્રવેશ થયો જ નહીં.... ગૃહસામાજ્ઞી બની મંગલ માતૃત્વના ગાણાંની ઈચ્છા એનો સમય આવે એ પહેલાં મરી પરવારી અને એની અંત્યેષ્ટિ પણ થઈ ગઈ. આ કારણે, અથવા તો પછી અન્ય કોઈ કારણે, સામાન્ય અને સ્વીકૃત અર્થમાં જેને પ્રેમસંબંધ કહેવાય એવા સંબંધો બંધાયા નહીં.’

 અલબત્ત, જાત સાથે એવું જરુર નક્કી કર્યું હતું કે મૈત્રી અને પ્રેમવશ કોઈ પુરુષ સાથે રહેવાનું પસંદ પડે, અને માત્ર એ કારણે લગ્ન થાય, તોયે બાળક તો નહીં જ કરવાનું

Himanshi Shelat

 એવું જ બન્યું. છેક સુડતાલીસમા વર્ષે કે જ્યારે એકલાં રહેવાનું અનુકૂળ આવી ગયું હોય, અંગત આદતો બદલી ન શકાય એ હદે સુદઢ બની ચુકી હોય ત્યારે લગભગ અજાણી પણ ઉત્તમ વ્યક્તિ સાથે લગ્ન કર્યા. એનું નામ નીલમણિ અથવા વિનોદ ઝવેરચંદ મેઘાણી. પહેલાં રહસ્યમય રીતે નિકટતા જાગી અને પછી એટલી જ રહસ્યમય રીતે બન્ને વચ્ચે અંતર ફેલાતું ગયુંં. નીલમણિ સાથેના સંબંધમાં આવેલા ચડાવઉતાર અને એમાંથી પ્રગટેલાં સત્યો વિશે લેખિકાએ બહુ જ સંવેદનશીલ રીતે લખ્યું છે.
  
પરંગપરાગત રીતે જોઈએ તો, પિતા અને પતિ સ્ત્રીનાં જીવનના સૌથી મહત્ત્વનાં પુરુષપાત્રો ગણાયપરંપરાગત જીવન ન જીવેલાં હિમાંશી શેલતે જોકે પિતા વિશે પણ પારદર્શકતાપૂર્વક લખ્યું છે. એમના પિતાજી સ્વભાવે અત્યંત ઋજુ, પણ વ્યવહારજગતમાં શૂન્ય. ઘર-પરિવારની આર્થિક જવાબદારી ઉપાડી શકવા માટે અશક્ત. પિતાનાં વ્યક્તિત્ત્વની આ નબળાઈ લેખિકાને ત્રાસજનક લાગતી. એમને લાગતું કે પિતાજીનું સાધુપણું ખરેખર તો એમની અક્ષમતાનું જ બીજું નામ છે. લેખિકા અંદરથી ચચર્યા કરે, પણ આ ચચરાટ કોઈની સાથે વહેંચી ન શકાય એટલે ઊંડી પીડા રુપે જમા થતી જાય. આખરે એક એવી ઘટના બની, અથવા કહો કે, એવી ક્ષણ આવી જ્યારે વર્ષોેથી ધરબાયેલો ધૂંધવાટ, અજંપો, અસંતોષ, ફરિયાદ અને અશાંતિ વિસ્ફોટ સાથે ઊછળીને બહાર ધસી આવ્યા. લખે છે:

 ‘આ ઘટનાએ મને અત્યંત ક્ષુબ્ઘ બનાવી મૂકી. સંબંધની ગરિમા અને આમન્યા - બન્ને ખરડાયા હતાં. મારા ભવિષ્યની કોઈને પડી નથી એ સભાનતા વેઠવાનું મને ભારે પડ્યું હતું. આમ જુઓ તો આ કોઈ મોટો અન્યાય નહોતો, એમાં મારે મારી ઉપેક્ષા પણ જોવાની નહોતી. એક વાસ્તવિક મર્યાદા હતી, જેને કેવળ હકીકતરુપે જોઈ શકાઈ હોત. છતાં આ બધું ઘટના બાદ સમજાયું. એક અણધાર્યા અને નજીવા બનાવે મારા સ્વભાવની કચાશ, ત્વરિત પ્રતિભાવનું અનિચ્છનીય લક્ષણ, અને નાદાની સાફ દેખાડ્યાં. ધારો કે એક ભલી અને સાલસ વ્યક્તિ કુટુંબની કે સંતાનોની બધી અપેક્ષાઓ ન સંતોષી શકે, અથવા એ પરત્વે પૂરતું ધ્યાન ન આપી શકે, તો શું એ બહુ મોટો અપરાધ કહેવાય?’

 પેલી વિસ્ફોટક પળ આવી એનાં ઘણાં વર્ષો પહેલાં એક નાનકડો કિસ્સો બનેલો. રેલવે સ્ટેશન પર ત્રણ નાના બેઘર છોકરાઓ ઘસઘસાટ સૂતા હતા. પિતાજીએ એમની ખુલ્લી હથેળીઓમાં એક-એક સિક્કો મૂકી દીધેલો. કહે, ‘જાગશે ને જોશે ત્યારે મજા પડશે એમને!’ લેખિકાએ પૂછ્યું કે કોઈ લેશે તો? તો જવાબ મળેલો, ‘કોઈ નહીં લે. એવું કોઈ કરે નહીં.’

 સામેની વ્યક્તિની સારપમાં આવો ભરોસો રાખવાની અને કોઈકના આનંદની કલ્પનાથી રોમાંચ અનુભવવાની પિતાજીની તત્પરતા લેખિકાને કાચી વયે સમજાઈ નહોતી, પણ વર્ષો પછી અહેસાસ થયો કે માણસ પાસે ભલે બીજી કોઈ ક્ષમતા ન હોય, પણ એએક્ટ્સ ઓફ રેન્ડમ કાઈન્ડનેસતો કરી જ શકે છે. એની પાસે અપેક્ષાહીનસાવ સહજભાવે વ્યક્ત થતો સ્નેહ, સદભાવ અને કરુણા - આટલું તો હોઈ જ શકે છે.

 લેખિકા જ્યારે અભાવગ્રસ્ત બાળકો સાથે, પ્રાણીઓ સાથે અને અકથ્ય પીડાથી ઘેરાયેલી સ્ત્રીઓનાં ઉત્થાન માટે સક્રિય બન્યાં ત્યારે તેમની ભીતર પડેલા પિતાજી તરફથી મળેલા આએેક્ટ્સ ઓફ રેન્ડમ કાઈન્ડનેસના સંસ્કાર બળપૂર્વક બહાર આવ્યા. પિતા, પછી એ ભલે ગમે એટલોનિષ્ફળકેમ ન હોય, સંતાનને કશુંક અત્યંત મૂલ્યવાન આપી જ જતો હોય છે

 લેખિકાએ જીવનનાં બીજાં કેટલાંય પાનાં નિર્દંભ રીતે છતાંય ગરિમાપૂર્વક ખોલ્યાં છે. જે લાગણી જેટલી માત્રામાં અને જે શેડમાં દેખાડવી હોય એક્ઝેક્ટલી એ જ રીતે વ્યક્ત કરી શકવાનું એમનું કૌશલ્ય કાબિલે તારીફ છે. ગુજરાતી આત્મકથા સાહિત્યમાંમુક્તિ-વૃતાંતએ સમૃદ્ધ ઉમેરો કર્યો છે. વહેલી તકે આ પુસ્તક વાંચજો. આવું કસદાર સાહિત્ય રોજ-રોજ સર્જાતું નથી!                                      0 0 0 

                                                                       
                                     મુક્તિ-વૃતાંત 
                                                                                    લેખિકાહિમાંશી શેલત                                                                                           પ્રકાશનઅરુણોદય પ્રકાશન
 ગાંધી રોડઅમદાવાદ-
 ફોન: (૦૭૯૨૨૧૧ ૪૧૦૮
 કિંમત:  ૧૮૦ રુપિયા
  પૃષ્ઠ૧૯૨


 ‘’

   ૦ ૦ 





 ૦ ૦ ૦ ‘’, ‘’



Monday, May 9, 2016

મલ્ટિપ્લેક્સઃ કબીરકથા

Sandesh - Sanskar Purti - 8 May 2016
મલ્ટિપ્લેક્સ
'ઘણી વાર મીડિયામાં પ્રોજેક્ટ કરવામાં આવતી ઈમેજ અને ગ્રાઉન્ડ રિયાલિટી વચ્ચે જમીન-આસમાનનો ફરક હોય છે. આપણે વેસ્ટર્ન મીડિયાની આંખે દુનિયા જોવાની કોઈ જરૂર જ નથી. વિશ્વના રાજકીય-સામાજિક પ્રવાહો સમજવા માટે આપણી પાસે આપણો ખુદનો એટલે કે ભારતીય યા તો એશિયન દષ્ટિકોણ હોવો જોઈએ.'

ફિલ્મમેકર કબીર ખાન આજકાલ ન્યૂઝમાં છે. એક તો, તાજેતરમાં રાષ્ટ્રપતિભવનમાં એમણે ડિરેક્ટ કરેલી 'બજરંગી ભાઈજાન'ને નેશનલ અવોર્ડ અેનાયત થયો. એની પહેલાં પેલો કરાંચીકાંડ બની ગયો. બન્યું એવું કે કોઈ સેમિનારમાં ભાગ લેવા કબીર ખાન કરાંચી ગયા હતા. મુંબઈની વળતી ફ્લાઈટ પકડવા માટે તેઓ એરપોર્ટ પહોંચ્યા ત્યારે કેેટલાક સ્થાનિક વિરોધીઓ એકઠા થઈને માંડયા એમને દબડાવવા. એક જણો તો હાથમાં ચપ્પલ પકડીને ધસી આવ્યો હતો. સૌને કબીરની ગયા વર્ષે રિલીઝ થયેલી ફ્લ્મિ 'ફેન્ટમ' સામે વાંધો હતો. 'ફેન્ટમ'માં સૈફ્ અલી ખાન અને કેટરીના કૈફ્ પાક્સ્તિાનમાં ઘૂસીને આતંકવાદીઓને ઉડાવી દેવાનું ગુપ્ત મિશન હાથ ધરે છે. પેલાં તોફાની ટોળાને વાંધો એ વાતનો હતો કે પાક્સ્તિાન ભૂંડું દેખાય એવી ફ્લ્મિ બનાવી જ કેમ. ખેર, કબીર દલીલબાજીમાં પડયા વિના ઝપાટાભેર એરપોર્ટની અંદર ઘૂસી ગયા એટલે મામલો બિચકયો નહીં.
કબીર ખાને આજ સુધીમાં પાંચ ફ્લ્મિો બનાવી છે - 'કાબુલ એકસપ્રેસ', 'ન્યુયોર્ક', 'એક થા ટાઈગર', 'બજરંગી ભાઈજાન' અને 'ફેન્ટમ'. આમાંથી એક 'ફેન્ટમ'ને બાદ કરતાં બાકીની ચારેય ફ્લ્મિો સફળ છે. એમાંય સલમાન ખાનને ચમકાવતી 'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાને' તો બોક્સ ઓફ્સિ પર તોતિંગ બિઝનેસ ર્ક્યો છે. પિસ્તાલીસ વર્ષના ક્બીર ખાન આજે હિન્દી ફ્લ્મિ ઈન્ડસ્ટ્રીના એક હિટ-એન્ડ-હેપનિંગ ડિરેક્ટર ગણાય છે.    
ક્બીર ખાનની પાંચેય ફ્લ્મિોમાં આંતરરાષ્ટ્રીય રાજકારણ અને આતંકવાદનું બેકગ્રાઉન્ડ છે એનું કારણ ડોક્યુમેન્ટરી ફ્લ્મિમેકર તરીકે થયેલું તેમનું ઘડતર છે. એમની કરીઅરે જે રીતે આકાર લીધો છે તે આખી વાત રસ પડે એવી છે. દિલ્હીની જામિયા મિલિયા યુનિવર્સિટીમાં તેઓ ફ્લ્મિમેક્ગિંનું ભણ્યા છે. શાહરુખ ખાન એમના સિનિયર. ક્બીર ર્ફ્સ્ટ યરમાં હતા ત્યારે ફ્લ્મિમાં હીરો બનવા માટે તેમને ઓફર મળી હતી. શાહરુખની જેમ કબીર પણ ખાન છે ને વળી બન્ને જામિયા મિલિયાની પ્રોડક્ટ છે એટલે પ્રોડયુસરને થયું હશે કે આ છોકરા પર દાવ લગાડવાનું જોખમ લેવામાં વાંધો નથી. જોકે ફ્ટાફ્ટ શૂટિંગ શરૂ કરી દેવાનું હતું એટલે કબીરે ના પાડી દીધીઃ મને પહેલાં મારો ફ્લ્મિમેક્ગિંનો કેર્સ પૂરો કરી લેવા દો. પછી બીજી વાત. આમ, હીરો બનવાની શકયતા ત્યાં જ કાયમ માટે દફ્ન થઈ ગઈ ને કબીર ખાનની ફ્લ્મિમેકર બનવા તરફ્ની યાત્રા આગળ વધી.
ફ્લ્મિોનો કીડો તો જોકે નાનપણમાં જ કરડી ચૂકયો હતો. કબીર દસેક વર્ષના હતા ત્યારનો એક ક્સ્સિો છે. તેઓ દિલ્હીમાં સાયક્લ પર કશેક જઈ રહૃાા હતા. (ક્બીરના પિતાજી દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી - જેએનયુના ફાઉન્ડર પ્રોફેસરોમાંના એક છે). કબીરે જોયું કે આગળ રસ્તો બંધ છે ને ગણ્યા ગણાય નહીં એટલી સંખ્યામાં માણસોનાં ટોળેટાળાં ઊમટી રહૃાાં છે. ખબર પડી કે રિચર્ડ એટનબરોની 'ગાંધી' ફ્લ્મિનું શૂટિંગ ચાલી રહ્યું છે. ગાંધીજીની અંતિમ યાત્રાનાં દશ્યનું શૂટિંગ હતું. આજે તો ચિક્કાર ભીડનાં દશ્યો સ્પેશિયલ ઈફેક્ટસથી તૈયાર કરવામાં આવે છે, પણ અગાઉ અસલી માણસોની મેદની એકઠી કરવી પડતી. કબીરને થયું કે ચાલો, આપણે ય ભીડમાં ભળી જઈએ. દૂર ઝાડના થડ સાથે ચેઈનથી સાઈક્લને લૉક કરીને એ આગળ વધ્યા તો કેઈ ક્રૂ મેમ્બરે એમને રોકયા, 'છોકરા, આવાં રંગબેરંગી કપડાં નહીં ચાલે. તારે શૂટિંગમાં ભાગ લેવો હોય તો સફેદ કપડાં પહેરવા પડશે.' કબીર સાઈકલ પર સવાર થઈને રમરમાટ કરતાં ઘર તરફ ઉપડયા, સફેદ શર્ટ પહેર્યું ને પાછા લોકેશન પર પહોંચી ગયા. આ વખતે ટોળામાં એન્ટ્રી મળી ગઈ.
“'ગાંધી' ફ્લ્મિની શરૂઆતમાં જ અંતિમ યાત્રાવાળા સીનમાં માણસોનો જે મહાસાગર લહેરાતો દેખાય છે એમાં કયાંક હું પણ છું!” ક્બીર ખાન એક મુલાકાતમાં કહે છે, 'ફ્લ્મિ રિલીઝ થઈ ત્યારે હું હોંશે હોંશે જોવા ગયો હતો. વોટ અ ફ્લ્મિ! તેનું ડિરેક્શન,અભિનય, સંગીત, જે વિરાટ સ્કેલ પર તે બનાવવામાં આવી છે... 'ગાંધી' ફ્લ્મિે મારા પર જેટલી તીવ્ર અસર કરી છે એટલી બીજી કોઈ ફ્લ્મિે કરી નથી.'
     
જામિયા મિલિયામાંથી કોર્સ પૂરો ર્ક્યા બાદ તેઓ સઈદ નકવી નામના દિલ્હીના સિનિયર પત્રકાર સાથે જોડાયા. દેશ-વિદેશના ટોચના પબ્લિકેશન્સ માટે કામ કરી ચૂકેલા સઈદ નક્વીએ વિઝ્યુઅલ મીડિયમમાં પણ સરસ કમ ર્ક્યું છે. ક્બીરે ક્હૃાું: સર, હું તમારી ડોકયુમેન્ટરીઓને શૂટ કરી આપીશ, એડિટ ક્રી આપીશ. મને તમારી ટીમમાં લઈ લો. એવું જ થયું. 
'અગાઉ વિદેશના સમાચાર જાણવા માટે આપણી પાસે બે જ વસ્તુ હતી - બીબીસી અને સીએનએન,' ક્બીર ક્હે છે, 'બસ, આ બે ચેનલો જે દેખાડે તે બ્રહ્મસત્ય. ઘણી વાર મીડિયામાં પ્રોજેક્ટ કરવામાં આવતી ઈમેજ અને ગ્રાઉન્ડ રિયાલિટી વચ્ચે જમીન-આસમાનનો ફરક હોય છે. આપણે વેસ્ટર્ન મીડિયાની આંખે દુનિયા જોવાની કોઈ જરૂર જ નથી. વિશ્વના રાજકીય-સામાજિક પ્રવાહો સમજવા માટે આપણી પાસે આપણો ખુદનો એટલે કે ભારતીય યા તો એશિયન દષ્ટિકોણ હોવો જોઈએ. સઈદ નકવી આ જ આશય સાથે દુનિયાભરમાં ફરીને રિસર્ચ કરતા, પુસ્તકો લખતાં, ડોકયુમેન્ટરી બનાવતા. એમની સાથે પાંચ-છ વર્ષ દરમિયાન હું સાઠ દેશો ઘૂમી વળ્યો હતો.'
આમાં અફઘાનિસ્તાન, બોસ્નિયા, કોસોવો જેવા લોહિયાળ દેશો પણ આવી ગયા. એક ડોકયુમેન્ટરીમેકર - પત્રકાર તરીકે કબીર અત્યંત સંવેદનશીલ વિસ્તારોમાં જઈ શકતા, ચાવીરૂપ લોકોને મળી શકતા. કબીર પાસે આ અનુભવોની વાતોનો ખજાનો છે. જેમકે આ એક કિસ્સો, દુનિયાભરના પત્રકારો અફ્ઘાનિસ્તાન જવા માટે પેશાવરનો રૂટ પકડતા, પણ  ક્બીર ખાન અને તેમનો હમઉમ્ર દોસ્ત ઉઝબેક્સ્તિાન સુધી હવાઈ માર્ગે પહોંચીને ત્યાંથી રોડ રસ્તે ક્ઝાક્સ્તાન સુધી પહોંચી ગયેલા. અહીંથી હવે ગમે તેમ કરીને અફ્ઘાનિસ્તાન પહોંચવાનું હતું. તેમણે જોયું કે એક હોલિકોપ્ટર અફ્ઘાનિસ્તાન જવાની તૈયારીમાં હતું. જુગાડુ ભારતીયની લાક્ષાણિક અદાથી કબીરે રશિયન પાયલટને સાઈડમાં લઈ જઈને ક્હૃાું: હું તને આટલા ડોલર આપીશ, અમને તારા હોલિકોપ્ટરમાં બેસાડીને અફઘાનિસ્તાન લઈ જા. પેલો માની ગયો. 
અફઘાનિસ્તાનની બોર્ડર ક્રોસ ર્ક્યા પછી કોઈ વેરાન પહાડી ઈલાકામાં હેલિકોપ્ટર નીચે લઈ જઈને પેલો કહેઃ હેલિકોપ્ટર લેન્ડ નહીં થાય. અહીંથી કૂદી પડો! ક્બીર અને તેમનો દોસ્ત કેમેરા અને અન્ય સરંજામ સાથે પંદર-વીસ ફૂટથી રીતસર જમીન પર પટકયા! બન્નેને નોધારા છોડીને હેલિકેપ્ટર ઊડી ગયું.
'ખરી મજા તો પછી આવી,' ક્બીર કહે છે, 'અમે જોયું કે દૂરથી સાડાછ ફૂટ ઊંચો એક મશીનગનધારી અફ્ઘાન અમારી તરફ આવી રહૃાો છે. મને થયું કે બસ, હવે ખતમ. મારું મોત આ જ રીતે લખાયું છે. પેલો પાસે આવ્યો. એની ભાષા તો અમને આવડે નહીં. હું અને મારો દોસ્ત 'હિન્દુસ્તાની... હિન્દુસ્તાનીએમ બોલતા રહૃાા. અમે ઈન્ડિયન છીએ તેની ખબર પડતાં જ અચાનક પેલો માણસ ગાવા લાગ્યોઃમેરી સપનોં કી રાની કબ આયેગી તૂ...' કેન યુ બિલીવ ઈટ? અફ્ઘાનિસ્તાનના ખોફ્નાક માહોલમાં કોઈ વેરાન પહાડી પર આ માણસ હિન્દી ફ્લ્મિનું ગીત ગાઈ રહૃાો હતો! એણે અમને જવા દીધા. મને હિન્દી સિનેમાના તાકાતનો પરચો મળી ગયો. મને થયું કે બોસ, લાઈફ્માં કરવા જેવું કામ તો આ જ છે - હિન્દી ફ્લ્મિો બનાવવાનું!'

ક્બીરની પહેલી હિન્દી ફ્ચિર ફ્લ્મિ 'કાબુલ એકસપ્રેસ'માં એમના ખુદના અફ્ધાનિસ્તાનના અનુભવો વણાયેલા છે. તેમાં જોન અબ્રાહમ અને અરશદ વરસી પણ આ જ રીતે હવામાંથી કૂદકો મારીને અફ્ઘાનિસ્તાનની ભૂમિ પર એન્ટ્રી લે છે. ક્બીર ખાનને પોતાના જાતઅનુભવોને ફ્લ્મિની સ્ક્રિપ્ટમાં ઢાળતા ત્રણેક મહિના થયા હતા. પછી પ્રોડયુસરોની ઓફિસોના ચક્કર મારવાનું શરૂ થયું. આ અરસામાં બનેલી એક ઘટના ક્બીર ખાનની ફેવરિટ છે, જે એ પોતાના બધા ઈન્ટરવ્યુમાં અચૂક ક્હે છે. 
બન્યું એવું કે ક્બીર એક ટોચના પ્રોડયુસરને મળ્યા. ટૂંકમાં વાર્તા સંભળાવી. પ્રોડયુસર ક્હેઃ 'સો વોટ ડુ યુ પ્રપોઝ?' ક્બીર ક્હેઃ 'આ  પ્રપોઝ ટુ મેક અ ફ્લ્મિ બેઝ્ડ ઓન ધિસ સ્ટોરી.' પ્રોડયુસર કહેઃ 'એમ નહીં. તમારી પ્રપોઝલ શું છે? કોણ સ્ટાર હશે? કેટલું બજેટ થશે? ટેરિટરી દીઠ કેટલામાં ફ્લ્મિ વેચાશે? પૈસા શી રીતે રિકવર થશે?' કબીર ડઘાઈ ગયા. કહેઃ સર, લાઈફ્માં પહેલી વાર હું ફ્લ્મિ બનાવવા જઈ રહૃાો છું. મને આવી બધી વાતોમાં શી ખબર પડે?' પ્રોડયુસરે સમજાવ્યું: 'જો ભાઈ, બે પ્રકારની ફ્લ્મિો હોય. એક તો 'પ્રપોઝલ' ટાઈપની ફ્લ્મિો, જેનો ખર્ચ રિલીઝ થયા તે પહેલાં જ રિક્વર થઈ જાય. બીજી તમારા પ્રકારની ફ્લ્મિ, જે સારી હોય ને વર્ડ-ઓફ્-માઉથ પબ્લિસિટીથી ચાલી જાય તો જ ખર્ચો કાઢી શકે. સોમથી શુક્ર હું પ્રપોઝલ માટે મીટિંગો કરું છું ને શનિવાર બીજા ટાઈપની ફ્લ્મિ માટે મીટિંગ ગોઠવું છું. તમે એક કામ કરો. આવતા શનિવારે આવો'. ક્બીર ગયા. વિસ્તારપૂર્વક નરેશન આપ્યું. પ્રોડયુસરને ગમ્યું ય ખરું પણ ફ્લ્મિ બનાવવા તૈયાર ન જ થયા.
એક વર્ષમાં આવા ઘણા અનુભવો થયા. એ અરસામાં ક્બીર ખાનનો એક દોસ્ત યશરાજ બેનરમાં એકિઝકયુટિવ પ્રોડયુસર તરીકે કામ કરતો હતો. એમણે આદિત્ય ચોપડાને ઈમેઈલ પર 'કાબુલ એકસપ્રેસ'ની સ્ક્રિપ્ટ મોક્લી. આદિત્યને તે ગમી ગઈ. એક સુંદર સવારે યશરાજની ઓફ્સિમાંથી ક્બીરને ફોન આવ્યોઃ 'મિસ્ટર આદિત્ય ચોપડા વોન્ટ્સ ટુ મીટ યુ.' 
ક્બીરની પત્ની મિની માથુર તે ગાળામાં એમટીવી પર વીજે તરીકે કામ કરતી હતી. ક્બીરે માની લીધું આ નક્કી 'એમટીવી બકરા'ની ટીમમાંથી કોઈએ મને બકરો બનાવવા માટે ફોન ર્ક્યો છે. બાકી સ્વિત્ઝર્લેન્ડમાં શિફોનની સાડી લહેરાવતી હિરોઈનોની ફ્લ્મિો બનાવતા યશરાજ બેનરને 'કાબુલ એકસપ્રેસ' જેવી નોન-ગ્લેમરસ પોલિટિક્લ થ્રિલરમાં શું કામ રસ પડે? છતાંય ક્બીર નક્કી કરેલા સમયે યશરાજની ઓફ્સિે પહોંચી ગયા. મામલો જેન્યુઈન નીકળ્યો. આદિત્ય ચોપડા સાથે સાચે જ મીટિંગ થઈ. આદિત્ય ક્હેઃ 'મને કાબુલ એકસપ્રેસની સ્ક્રિપ્ટ ગમી છે. બોલો, કયારે ફ્લ્મિ શરૂ કરવા માગો છો?'
ઐસા ભી હોતા હૈ. યશરાજ જેવું બેનર સામેથી ફોન કરીને સાવ નવાનિશાળિયા ડિરેક્ટરને લોન્ચ કરી શકે છે! 'કાબુલ એકસપ્રેસ' બોકસઓફ્સિ પર ખાસ ન ચાલી, પણ વખણાઈ અને ટાર્ગેટ ઓડિયન્સ સુધી જરૂર પહોંચી. યશરાજે ક્બીર સાથે ત્રણ ફ્લ્મિોનો કેન્ટ્રેકટ ર્ક્યો. આ તબક્કે યશરાજ શિફેન સાડીની ઈમેજમાંથી બહાર આવીને જુદા પ્રકારની ફ્લ્મિો તરફ્ નજર દોડાવી રહ્યું હતું. આદિત્યે એક વાર ક્બીરને ક્હૃાું: 'અમેરિકના નાઈન-ઈલેવનના એટેક્ના બેક્ગ્રાઉન્ડમાં ત્રણ દોસ્તારોની સ્ટોરીવાળી ક્મર્શિયલ ફ્લ્મિ વિચારી શકે છો?' આ રીતે બની જોન અબ્રાહમ-કેટરીના કૈફ્ - નીલ નીતિન મુકેશને ચમકાવતી 'ન્યુયોર્ક'. ફ્લ્મિ અપેક્ષા કરતાં કયાંય વધારે સફ્ળ થઈ.
ત્યાર બાદ આવી 'એક થા ટાઈગર'. સલમાન જેવા સુપરસ્ટાર સાથે ક્બીર પહેલી વાર કામ કરી રહૃાા હતા. આ ફ્લ્મિનો આઈડિયા પણ તેમને ડોકયુમેન્ટરીવાળાં વર્ષો દરમિયાન જ મળ્યો હતો. ફ્લ્મિની વાર્તાને સલમાનના સુપરસ્ટારડમ અનુસાર ખાસ્સી ઘમરોળવામાં આવી. ક્દાચ એટલે જ આ ફ્લ્મિમાં લોજિક્નો ડૂચો વળી ગયો હતો. ખેર, 'એક થા ટાઈગર' બમ્પર હિટ ગઈ એટલે બધા ગુના માફ્ થઈ ગયા. તે પછીની 'બજરંગી ભાઈજાને' સૌનું દિલ જીતી લીધું. આ ફ્લ્મિ એટલી હ્ય્દયસ્પર્શી બની કે જેમને સલમાન ખાન જિંદગીમાં કયારેય ગમ્યો નહોતો એવા લોકો પણ એના ફેન બની ગયા. ત્યાર બાદ સૈફ્-કેટરીનાવાળી 'ફેન્ટમ' ન આમજનતાને ગમી કે ન ક્ડક સમીક્ષકેને પસંદ પડી. જોઈએ, ક્બીર ખાનની નેકસ્ટ ફ્લ્મિ જોઈને ઓડિયન્સ એને ફૂલમાળા પહેરાવે છે કે પેલા કરાંચીવાસી તોફાનીઓની માફ્ક્ (પણ સાચાં કારણસર) રોષે ભરાય છે.
0 0 0 

Wednesday, May 4, 2016

ટેક ઓફ: 'મારેય લેખક બનવું છે. શું કરવું?'

Sandesh - Ardh Saptahik purti - 4 May 2016
ટેક ઓફ  
વાંચો-વાંચો-વાંચો. આ છે પહેલો મંત્ર. અને અંગત ડાયરીમાં લખ-લખ-લખ કરીને ભાષા તેમજ શૈલીની સમજ કેળવો. આ બીજો મંત્ર. જ્યાં સુધી આ બે પૂર્વશરતોનું પાલન ન થાય ત્યાં સુધી કશુંય લખીને છપાવી નાંખવાની ઉતાવળ નહીં કરવાની.

'મેં ૭૦-૮૦ પાનાંની એક લવસ્ટોરી લખી છે. તો મારે એને ક્યાં એને કેવી રીતે છપાવવી?'  
એક યુવાન વાચક ફોન પર પૃચ્છા કરે છે. વાતચીત પરથી એ ઉત્સાહી અને સિન્સિયર લાગે છે. મુગ્ધ તો ખરો જ. આ યુવાન એના જેવા બીજા અસંખ્ય વાચકોનું પ્રતિનિધિત્વ કરે છે જેમને લખવાનો શોખ છે અને લેખક બનવાનું સપનું જુએ છે. કોઈને પોતાની વાર્તા-કવિતા છપાવવી છેકોઈને કોલમ્નિસ્ટ બનવું છેકોઈને ધારાવાહિક નવલકથા લખવી છેકોઈને પુસ્તક પ્રગટ કરવું છે. તેઓ ફોન કરે,ઈમેઈલ મોકલેવોટ્સએપ અને ફેસબુક પર મેસેજ મૂકેપોતાની કૃતિ વાંચી આપવા માટે વિનંતી કરે.  


તેમના અપ્રોચમાંવર્તન-વ્યવહારમાંવાત કરવાની રીતમાં એક પ્રકારની નિર્દોષતા હોય છે. તેમનું લખાણ સારું છે કે તદ્દન બાલિશ છે તે બીજા નંબરની વાત થઈ. તેમની પાર વગરની અધીરાઈઉત્કંઠાડર અને ક્યારેક નાદાનીયત સમજી શકાય તેવાં હોય છેકેમ કે એક સમયે આપણે પણ અમુક અંશે આવા જ હતાલગભગ આવી જ લાગણીઓ અનુભવતા હતા. પ્રત્યેક લેખક સૌથી પહેલાં તો વાચક હોય છે અને આ પ્રકારના તબક્કામાંથી પસાર થઈ ચૂક્યો હોય છે.  
અમારા જેવા લેખકોને સૌથી વધારે પૂછાતો અથવા મોસ્ટ ફ્રિક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન (એફએક્યુ) આ હોય છેઃ મને લખવાનો બહુ શોખ છે. મારેય રાઈટર બનવું છે. તો મારે શું કરવુંલેખક બનવાની ઇચ્છા જાગે એટલે સૌથી પહેલાં પોતાની જાતને આ સવાલ ક્રવાનોઃ શું હું ઉત્તમ વાચક છુંભૂખ્યો ડાંસ માણસ જેમ ભોજન પર તૂટી પડે તે રીતે તમે વાચનસામગ્રી પર તૂટી પડો છો?વાંચવું એટલે માત્ર છાપું અને પૂર્તિની કોલમો વાચંવી એમ નહીં. આ બધું તો ખરું જપણ તે સિવાય તમે બીજું શું શું વાંચો છો?અઠવાડિયેમહિનેબે મહિનેવરસે તમે પાંસ-દસ-વીસ-પચ્ચીસ પુસ્તકો વાંચી નાંખો છોતમને જેમાં ખૂબ રસ પડે છે તે વિષયનાં પુસ્તકોપછી તે નવલકથાઓવાર્તાસંગ્રહોકવિતાની ચોપડીઓજીવનકથાઓસાયન્સ ફ્ક્શિનનોન-ફ્ક્શિન કંઈ પણ હોઈ શકે.  
ઉત્તમ વાચક બનતાં પહેલાં લેખક બનવાનું વિચારવાનું પણ નહીં. કાર ચલાવવાનો ભયંકર શોખ હોય તોય આપણે સીધા ડ્રાઈવિંગ સીટ પર બેસીને હાઈવે પર નીકળી પડતા નથીરાઈટપહેલાં એક્સલરેટર-બ્રેક-ક્લચ કોને કહેવાય તે જાણીએ છીએ,ડ્રાઈવિંગના ક્લાસ લઈએ છીએટેસ્ટ આપીએ છીએપ્રેક્ટિસ કરીએ છીએ અને પછી જ ધીમે ધીમે ટ્રાફિકમાં જવાનું શરૂ કરીએ છીએ. લેખક બનવા માટે પણ આવું જ.  
તમે એક સારું વાક્ય તો જ લખી શકશો જો દસ હજાર સારાં વાક્યો વાંચ્યાં હશે. એક સારી વાર્તા કે લેખ તો જ લખી શકશો જો તમે પાંચસો સારી વાર્તાઓ કે લેખો વાંચ્યાં હશે. તમે નવલકથા લખવાનું તો જ વિચારી શકો છો જો તમે તમે દોઢસો સારી નવલકથાઓ વાંચી હશે. તરુણાવસ્થામાં જ આ વાત દિમાગમાં છપાઈ ગઈ હતીલેખક બનવા માગતા ઉત્સાહીઓએ સહેજ પણ દલીલબાજી ર્ક્યા વગર આ ફન્ડા સ્વીકારી લેવાના છે. 
મારે વાર્તા-નવલકથા લખવી છે એવું કોઈ કહે એટલે એની સામે ફટાક કરતું આ લિસ્ટ ધરી દઉં છું: શું તમે ઓલરેડી પન્નાલાલ પટેલઝવેરચંદ મેઘાણીકનૈયાલાલ મુનશીચુનીલાલ મડિયાધૂમકેતુચંદ્રકાંત બક્ષીમધુ રાયને વાંચી કાઢયાકુંદનિકા કાપડિયાવીનેશ અંતાણીધ્રુવ ભટ્ટનેઆ સિવાય પણ ખૂબ બધાં નામો છે. ઓકેઆ સૌનું સમગ્ર સાહિત્ય ભલે ન વાંચ્યું હોય તોપણ તેમનાં કમસે કમ બેસ્ટ પાંચ-સાત-દસ પુસ્તકો વાંચ્યાંકવિતા લખવાનો શોખ હોય તો આપણા ભાષાના ગઈ કાલના અને આજના ઉત્તમોત્તમ કવિઓનાં સંગ્રહોમાંથી પસાર થયાતેમાં રમમાણ રહૃાાઆપણે સવારે જે વાંચ્યું હોય તે સાંજે પણ યાદ હોતું નથીપણ એવું તે શું છે આ સાહિત્યકારોનાં લખાણમાં કે લોકો પચીસ-પચાસ-સો વર્ષ પછી પણ ભારે રસથી વાંચે છેઅને વાંચીને જબરદસ્ત આંતરિક સમૃદ્ધિનો અનુભવ કરે છેઆ પ્રશ્નોનો જવાબ જાતઅનુભવથી મેળવ્યો?  

વાંચતાં વાંચતાં આપણો ટેસ્ટ કેળવાતો જાય છે. ક્યા પ્રકારના લેખકો અને ક્યાં પ્રકારનાં પુસ્તકો આપણને વધારે અપીલ કરે છે તે સમજાતું જાય છે. શક્ય છે કેતમને ગ્રામ્ય કથાઓ ઓછી અને શહેરી મિજાજવાળું સાહિત્ય વધારે સ્પર્શે. આના કરતાં ઊલટું પણ બને. શક્ય છે કે કોઈ મધુ રાય પાછળ ગાંડા ગાંડા થઈ જાય તો કોઈને મધુ રાય બધુ અઘરા લાગે. ફેર ઈનફ. જ્યાં સુધી વાંચનભૂખ અકબંધ છે ત્યાં સુધી બધું જ માફ. વાંચનની રીતસર ઘેલછા જાગવી જોઈએ. રાત-રાત જાગીને ચોપડી પૂરી કરી નાંખવીવાંચવામાં એવા ખૂંપી જવું કે ભૂખ-તરસ-ટીવી-ફેસબુક-વોટ્સએપનું ભાન ન રહેવુંમનગમતાં પુસ્તક ખરીદવા બીજાં ખર્ચ પર કાપ મૂકવો - જો તમારામાં આ બધાં લક્ષણો દેખાય તોકોન્ગ્રેચ્યુલેશન્સ! તમે સાચા રસ્તે જઈ રહૃાા છો.  
ગુજરાતી સાહિત્ય પછી હિન્દી અને અંગ્રેજી ભાષા તરફ્ નજર દોડાવવી. અંગ્રેજી પુસ્તકો વાંચવાની ટેવ ખાસ કેળવવી. આગળ જતાં તમારું ગુજરાતી વાંચન મર્યાદિત થઈ જાય અને અંગ્રેજી પુસ્તકોનું વાંચન મોટા ભાગનો સમય રોકી લે એવુંય બને.  
ગોલ્ડન રૂલ નંબર ટુ. લખવાનો રિયાઝ શરૂ કરો. શરૂઆત ડાયરીથી કરો. સરસ મજાનો બસ્સો પાનાંનો ફુલસ્કેપ ચોપડો લઈ આવો. રોજ એમાં કંઈક ને કંઈક લખો. એક પાનુંબે પાનાંત્રણ પાનાં. કંઈ પણ લખો. મનમાં ઘુમરાતા વિચારો વિશેદોસ્તો -પરિવારના સભ્યો - સગા-સંબંધી વિશેસમાજમાં ને દેશમાં બનતી ઘટના વિશેજે પુસ્તક વાંચી રહૃાા હો તેના વિશેસરસ ગમી ગયેલા લેખ વિશેમનગમતી ફ્લ્મિ-ટીવી શો-નાટક વિશેકંઈ પણ. રોજેરોજ નિયમિતપણે શિસ્તપૂર્વક લખતા રહેવાથી ધીમે ધીમે ભાષા ઘડાતી જશેલખાણમાં સફાઈ આવતી જશેવ્યાકરણ અને જોડણી આવડતાં જશેઅભિવ્યક્તિની સમજ અને કૌશલ્ય કેળવાતાં જશેઆત્મવિશ્વાસ દઢ બનતો જશે. પત્રલેખન પણ એક સરસ એક્ટિવિટી છેપણ આ ડિજિટલ જમાનામાં તે અપ્રસ્તુત બની ગઈ છે.  
તોવાંચો-વાંચો-વાંચો. આ પહેલો મંત્ર. અને અંગત ડાયરીમાં લખ-લખ-લખ કરીને ભાષા તેમજ શૈલીની સમજ કેળવો. આ બીજો મંત્ર. જ્યાં સુધી આ બે પૂર્વશરતોનું પાલન ન થાય ત્યાં સુધી કશુંય લખીને છપાવી નાંખવાની ઉતાવળ નહીં કરવાની. સદ્નસીબે નાની ઉંમરે જ આ મંત્રો આપોઆપ મળી ગયા હતાજે આજની તારીખેય કામ આવે છે.  
ઓકે. ફાયનલી તમે વાર્તા (કે લેખકવિતા કે કંઈ પણ) લખવાના તબક્કા સુધી પહોંચો છો. જે લખ્યું છે તેને ફરી ફરીને લખવાનું,બે-ત્રણ-ચાર કે તેનાથીય વધારે ડ્રાફ્ટ લખીને લખાણને બને એટલું સુરેખ બનાવવાની કોશિશ કરવાનું. જેમના પર તમને ભરોસો હોય તેવા મિત્ર કે પરિચિતના અભિપ્રાય અનુસાર તમારાં લખાણમાં નવેસરથી સુધારાવધારા કરો. યાદ રાખોઆળસ કરવાથી નહીં ચાલે. છાપાં મેગેઝિનમાં ગમતા લેખકને પોતાની કૃતિ ભલે મોકલોપણ 'વાંચી આપો... વાંચી આપોએમ કરીને પાછળ નહીં પડવાનું. કેમ કે પ્રોફેશનલ લેખકો પાસે પોતાનાં કામના સંદર્ભમાં એટલું બધું વાંચવાનું કાયમ પેન્ડિંગ પડયું હોય છે કે ઈરાદો હોય તોપણ તેમની પાસે તમારું કાચુંપાકું લખાણ વાંચી આપવાનો સમય ન હોય તેવું બિલકુલ બને. ખૂબ ધીરજ જાળવીનેસહિષ્ણુતાપૂર્વકભલે મોડો તો મોડો પણ જવાબ આપવાનું લેખક માટે સહેલું હોતું નથી તે અનુભવે સમજાય છે. ક્યારેક કોઈ લેખક તરફથી જવાબ ન મળે તો ખોટું નહીં લગાડવાનું. જો સૂચનો મળે તો પૂરી નિષ્ઠાથી પાલન કરવાનું.  
ક્યાં ક્યાં છાપાં-મેગેઝિનમાં ટૂંકી વાર્તા-કવિતા વગેરે છપાય છે તેની તમને ખબર હોવી જોઈએ. ખબર ન હોય તો લાઈબ્રેરીમાં જઈને વ્યવસ્થિત સમજી લેવાનું. અમુક છાપાં-મેગેઝિન દિવાળી અંક અને વાર્ષિક અંકમાં ખૂબ બધી વાર્તાઓ પ્રકાશિત કરે છે. બસતેમને સુંદર-સુઘડ અક્ષરમાં લખેલી અથવા પ્રિફરેબલી ટાઈપ કરેલી કૃતિ મોકલો અને જવાબની રાહ જુઓ. અમેરિકા-ઇંગ્લેન્ડ જેવા દેશોમાં નવોદિતો માટે પણ લિટરરી એજન્ટ્સ હોય છેજે તમારી કૃતિની છપાવવાની માથાકૂટ સંભાળી લે છે. આપણે ત્યાં આવી લકઝરી નથી એટલે બધું જાતે જ કરવું પડશે. કૃતિ 'સાભાર પરતથાય તો નિરુત્સાહી બિલકુલ નહીં બનવાનું. ભલભલા લેખકોની કૃતિઓ શરૂઆતમાં સાભાર પરત થઈ હતી. અરેજાણીતા બની ગયા પછી પણ થાય છે. પાછી ફરેલી કૃતિને અન્ય પ્રકાશનમાં ટ્રાય કરો. હિંમત નહીં હારવાની. અહીં જ તમારામાં કેવુંક ઝનૂન અને લગની છે તેની કસોટી થશે. મેઈનસ્ટ્રીમ છાપાં-મેગેઝિનોમાં છપાતી વાર્તાઓની ગુણવત્તા કાયમ ટનાટન હોય છે તે જરૂરી નથી. 'પરબ'-'શબ્દસૃષ્ટિજેવાં સાહિત્યિક સામયિકોની વાત અલગ છે. આવી કોઈ જગ્યાએ તમારી વાર્તા-કવિતા છપાય તો સમજવાનું કે તમને હવે ખરેખર લખતા આવડવા માંડયું છે. ચિયર્સ!  

હવે જોકેફેસબુકને કારણે ઊભરતા લેખકોની 'સાભાર પરત'ની પીડા ખાસ્સી ઓછી થઈ ગઈ છે. અહીં તો સૌ પોતાનું લખાણ દુનિયા સાથે શૅર કરી શકે છે. લખાણ કાલુંઘેલું ન હોય તો પણ લાઈક્સ અને 'વાહ વાહમળવા લાગે છે. સોશિયલ મીડિયા પર મળી જતી આ ઈન્સ્ટન્ટ સ્વીકૃતિ ખતરનાક નીવડી શકે છે. નબળું લખનારો ભ્રમમાં જીવ્યા કરે છે અને પોતે કેટલા છીછરા પાણીમાં ઊભો છે તેનો એને અંદાજ આવતો નથી. આથી આપણે પોતે જ પોતાના અત્યંત કડક જજ બનવાનું છે. સોશિયલ મીડિયાના પ્લસ પોઈન્ટ્સ પણ છે. શૅર થયેલી કૃતિને યોગ્ય વ્યક્તિઓ દ્વારા મળતી કમેન્ટ્સ ચોક્કસ ઉપયોગી બને છે. ફેસબુક પર અવારનવાર મુગ્ધ થઈ જવાય એવાં સુંદર લખાણ આપણે સૌએ જોયાં છે. આ જ પૂર્તિ પર તમે જેમને વાંચો છો એ પ્રતિભાશાળી સાથી કોલમ્નિસ્ટ અભિમન્યુ મોદી ફેસબુકની ડિસ્કવરી છે. અક્ષય આંબેડકર નામના યુવાનની અફ્લાતૂન ફેસબુક પોસ્ટ્સ વાંચો તો તમને થાય કે આ કોઈ ઘડાયેલા ફિલ્મ કોલમ્નિસ્ટનું લખાણ છે. અભિષેક અગ્રાવત પોતાની ક્ષિતિજ વિસ્તારશે તો એમને ફુલફ્લેજ્ડ લેખક-વાર્તાકાર તરીકે પ્રસ્થાપિત થતાં કોઈ રોકી શકવાનું નથી. અવનિ દલાલ અને જિતેશ દોંગાની નવલકથા પહેલાં ડિજિટલ માધ્યમમાં વખણાઈ હતી. પછી તેનું પ્રિન્ટ વર્ઝન બહાર પડયું. જેન્યુઈન પ્રતિભા હશેખૂબ મહેનત કરવાની તૈયારી હશે અને સ્વસ્થ સેલ્ફ્-જજમેન્ટ હશે તો ફેસબુક એક અસરકારક લોન્ચિંગ પેડ બની શકે છે.  
પુસ્તક શી રીતે છપાવવું તે પાછો અલગ અને કોમ્પ્લિકેટેડ વિષય થયો. તેના વિશે ફરી ક્યારેક. સો વાતની એક વાત એ કે લેખક બનવા માટે કોઈ શોર્ટ કટ્સ નથી. લેખનકળા સાધના અને પરિશ્રમનો વિષય છે. જો આ બે વસ્તુ કરી શકતા હોઈએ તો જ મેદાનમાં ઊતરવાનું. કુદરતી પ્રતિભા તો ખરી જ. આ એક એવી સાધના છે જે કોઈ પણ ઉંમરે કરી શકાય છે. તકલીફો અને અવરોધો આવે તો (આવશે જ) ફરિયાદો નહીં કરવાની. કોઈએ આપણાં લમણે બંદૂક ધરીને લેખક બનવાની ફરજ પાડી નહોતી,ખરુંઓલ ધ બેસ્ટ.