Thursday, October 26, 2017

એક ઘા ને બે કટકા

ચિત્રલેખા - અંક મે ૨૦૧૭ 

કોલમ: વાંચવા જેવું 

એક ધર્મ વિશે આકરું લખ્યું એટલે હવે તટસ્થ દેખાવા બીજા ધર્મ વિશે પણ ધરાર આકરું લખવું એ નગીનદાસ સંઘવીની તાસીરમાં નથી. એમની તટસ્થતામાં કન્વિક્શન પણ છે અને મૌલિકતા પણ છે. તેઓ લખે છે કે, ‘તમામ ધર્મના અગ્રણીઓ અને તમામ ધર્મના પ્રવચનકારોમાં એક તત્ત્વ સમાન ભાવે છે. એમનો અભિગમ બુદ્ધિને જાગ્રત કરવા તરફ નથી, પણ બુદ્ધિને હાલરડાં ગાઈને ઊંઘાડી દેવા તરફ હોય છે. આ (ધર્મ) ભાવજગત છે એ અને એમાં બુદ્ધિનિષ્ઠાને સ્થાન હોઈ શકે નહીં અથવા બુદ્ધિનું સ્થાન આ ક્ષેત્રમાં ઊતરતું હોવું જોઈએ એવી રજૂઆત સાચી નથી, એટલું જ નહીં, એમાં ભયંકર જોખમ રહેલું છે.’  

                                                                       



 ર્મ જેવા અતિ સંવેદનશીલ વિષય પર સંપૂર્ણપણે તટસ્થ રહીને નિર્ભિકપણે લખવું અત્યંત પડકારભર્યું તેમજ મુશ્કેલ કામ છે. બહુ ઓછા લેખકો તે અધિકારપૂર્વક કરી શકે છે. આથી જ નગીનદાસ સંઘવી જેવી અનુભવસમૃદ્ધ અને અભ્યાસુ વ્યક્તિએ લખેલા ધર્મ વિશેના ચુનંદા લેખો સંગ્રહ સ્વરુપે બહાર પડે ત્યારે એને ગંભીરતાથી લેવું પડે. 

 આજે જેના વિશે વાત કરી રહ્યા છીએ તે ‘ધર્મ’ પુસ્તક વાસ્તવમાં ‘તડ અને ફડ’ શ્રેણીનો એક મણકો છે. આ શ્રેણીના અન્ય મણકા એટલે ‘રાજનીતિ’, ‘સમાજ’, ‘ઇતિહાસ’, ‘ભારત’, ‘વિશ્ર્વ’, ‘જીવન’ અને ‘સંસ્કૃતિ’. ‘ધર્મ’ પુસ્તકમાં ‘ચિત્રલેખા’ સહિત અલગ અલગ પ્રકાશનોમાં પ્રગટ થયેલા ૩૭ જેટલા લેખોનો સમાવેશ થયો છે. જગ્યાનો પૂરેપૂરો ઉપયોગ કરવા માટે પ્રકાશકે અડધા અને એકાદ પાનાનાં વધારાનાં લખાણો પણ આવરી લીધા છે.

 એક જગ્યાએ નગીનદાસ સંધવી લખે છે:

 ‘વેદસાહિત્યમાં વિમાન, ટેલીવિઝન, અણુશસ્ત્રોની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે અને પરદેસીઓ આ ગં્રંથોને ચોરી ગયા હોવાથી તેમણે આ સાધનો બનાવ્યાં છે એવો મૂર્ખ પ્રચાર કટ્ટર આર્યસમાજીઓ કરતા હોય છે. જગતનું તમામ જ્ઞાન કુરાનમાં હોવાથી અન્ય કોઈ ગ્રંથ કે અભ્યાસની જરુર જ નથી એવું ધર્માંધ મુલ્લાઓ જોરશોરથી કહે છે. ખ્રિસ્તી ધર્મના જડ મિશનરીઓ અને જૈન કે બૌદ્ધ પંથના બેવકૂફ ધર્માચાર્યો પણ આવું જ કહેતા હોય છે. આવા મત તદ્ન બિનપાયાદાર હોવાથી કોઈ તટસ્થ કે સમજદાર માણસ તેનો સ્વીકાર કરતો નથી.’

 આટલું કહીને લેખક ઉમેરે છે:

 ‘ભૌતિક વિજ્ઞાનની ચર્ચાવિચારણા ધર્મસ્થાનોમાં કરવી ન જોઈએ, કારણ કે ધર્મસ્થાનોનું વાતાવરણ શ્રદ્ધામય હોવાથી આવી છણાવટ માટે યોગ્ય નથી.’

 એક ધર્મ વિશે આકરું લખ્યું એટલે હવે તટસ્થ દેખાવા બીજા ધર્મ વિશે પણ ધરાર આકરું લખવું એ લેખકની તાસીરમાં નથી. એમની તટસ્થતામાં કન્વિક્શન પણ છે અને મૌલિકતા પણ છે. નગીનદાસ સંઘવી લખે છે કે, ‘તમામ ધર્મના અગ્રણીઓ અને તમામ ધર્મના પ્રવચનકારોમાં એક તત્ત્વ સમાન ભાવે છે. એમનો અભિગમ બુદ્ધિને જાગ્રત કરવા તરફ નથી, પણ બુદ્ધિને હાલરડાં ગાઈને ઊંઘાડી દેવા તરફ હોય છે. આ (ધર્મ) ભાવજગત છે એ અને એમાં બુદ્ધિનિષ્ઠાને સ્થાન હોઈ શકે નહીં અથવા બુદ્ધિનું સ્થાન આ ક્ષેત્રમાં ઊતરતું હોવું જોઈએ એવી રજૂઆત સાચી નથી, એટલું જ નહીં, એમાં ભયંકર જોખમ રહેલું છે.’


 થિયોસોફીકલ સોસાયટી વિશે લેખકે આ સૂરમાં અવારનવાર સોઇ ઝાટકીને લખ્યું છે:

 ‘આજે દેશમાં ધર્મને નામે જે બનાવટી વિજ્ઞાનવાદ (સ્યુડો સાયન્ટીફિસીઝમ) ચાલે છે એનું મૂળ થિયોસોફીમાં છે. આ સંસ્થાએ જેટલાં ધતિંગ ચલાવ્યાં એટલાં બીજાં કોઈ ધર્મે ચલાવ્યાં નથી.’

 સહિષ્ણુતા અને સમભાવ વચ્ચે લેખકે સરસ ભેદરખા દોરી છે. સહિષ્ણુતામાં સહન કરી લેવાનો, અણગમતી કે અગવડરુપ બાબત સાંખી લેવાનો ભાવ છે. સહિષ્ણુતા સ્વૈચ્છિક નથી, પણ સંજોગોને કારણે અનુભવાતી લાચારી છે, જ્યારે સમભાવ પસંદગીપૂર્વક થાય છે. સહિષ્ણતા નહીં, પણ બધા ધર્મો માટે સમ-ભાવ અને સમ-આદર રાખવો એવો અભિગમ ગાંધીજીએ અપનાવ્યો હતો. જોેકે લેખક કહે છે કે હિંસા અને બ્રહ્મચર્યની જેમ ગાંધીજીનો સર્વધર્મ સમભાવનો આદર્શ પણ અવ્યાવહારિક છે. 

 બધા ધર્મોમાં સબળાં અને નબળાં બન્ને પાસાં હોવાનાં. બધાં શુભ તત્ત્વોને જોડી દઈને એક સત્યધર્મ - દીને ઇલાઈ - સ્થાપવાનો અકબરી પ્રયાસ ચાલ્યો નથી. લેખક યોગ્ય જ કહે છે કે લોકોને સાચું નથી જોઈતું, રાબેતા મુજબનું, ટેવ પ્રમાણેનું જોઈએ છે. વિદ્વાનો, કથાકારો, લેખકો ધર્મના આધ્યાત્મિક સ્વરુપની વાતો કરે છે, લખે છે તે બધું લેવામાં આવે છે, પણ લોકો ધર્મના આધ્યાત્મિક કે તાત્ત્વિક સ્વરુપને આધારે ચાલતા નથી. હિંદુત્વ અંગેનો જે ઊહાપોહ ચાલી રહ્યો છે, એમાં ખાસ તો હિંદુ સમાજનાં મંદિરો, મિલકત, એની સત્તા અને એના કાયદાકાનૂન અગર એના રીતિરિવાજોની જ વાત હોય છે. હિંદુત્વની બાંગ પોકારનાર આગેવાન ધર્મનિષ્ઠ હોય પણ ખરો અને ન પણ હોય. એ જ પ્રમાણે, મુસ્લિમ કોમવાદના પ્રખર પુરસ્કર્તા લેખાતા મહમ્મદઅલી ઝીણા કે લિયાકતઅલી ખાન ઇસ્લામના જાણકાર ન હતા અને એમની રહેણીકરણીને મુસલમાની તત્ત્વજ્ઞાન જોડે કશી લેવાદેવા નહોતી.

 લેખક નોંધે છે કે કોમવાદ, પ્રદેશવાદ, ભાષાભક્તિ વગેરે સંકુચિત મનોવૃત્તિ આપણે ત્યાં જ છે અને આપણાં પછાતપણાની નિશાની છે એવી હીણપત અનુભવવાની જરુર નથી. તમામ દેશોમાં ઓછાવધતા પ્રમાણમાં આવા ઝઘડાઓ ચાલતા જ હોય છે. અમેરિકામાં સમાજ કાળા-ગોરાના વાંશિક ધોરણે વિભાજિત થયો છે. હિટલરે યહૂદીઓનું સત્યાનાશ કાઢી નાખ્યું એમાં ધર્મઝનૂન છે. કેનેડામાં ફ્રેન્ચ અને અંગ્રેજી ભાષીઓ વચ્ચેનો વિખવાદ દેશના ભાગલા પાડવાની હદે આવી પહોંચ્યો છે. ધાર્મિક ઝઘડાને કારણે યુરોપમાં કત્લેઆમ ચાલેલી અને સામાજિક-આર્થિક દષ્ટિએ આખું યુરોપ પાયમાલ થઈ ગયેલું. એ ભયાનક કક્ષાએ તો હજુ આપણે પહોંચ્યા નથી.

 ગોળ-ગોળ બોલાયેલી વાત કે મોળાં-સુષ્ઠુ સુષ્ઠુ લખાણને બદલે સોંસરવો લક્ષ્યવેધ કરતા વિચારો તેમજ વેધક ભાષા આપણને હંમેશાં વધારે અપીલ કરે છે. ‘ધર્મ’ પુસ્તકનો આ સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે. વિચારવાની નવી દિશા ખોલી આપતું આ એક પુસ્તક જ નહીં, પણ આખી તડ અને ફડ શ્રેણી ગમે એવી છે. 

  ૦ ૦ ૦
ઘર્મ (તડ અને ફડ શ્રેણી) 
                           
લેખક: નગીનદાસ સંઘવી
પ્રકાશક: કે બુક્સ, રાજકોટ-૧
ફોન: ૯૮૨૪૨ ૧૯૦૭૪
 મુખ્ય વિક્રેતા: ગુજરાત પુસ્તકાલય સહાયક
 સહકારી મંડળ લિ., અમદાવાદ-૧
 ફોન: (૦૭૯)૨૫૫૦ ૬૯૭૩
 કિંમત:  Rs ૯૫ /-
  પૃષ્ઠ: ૧૩૦

Sunday, October 22, 2017

હવે તમે પુસ્તકોને નહીં, પુસ્તકો તમને વાંચશે!


ટેક ઓફ

ત્યાવીસ વર્ષનો એક સોફિસ્ટિકેટેડ અમદાવાદી યુવાન છે. એમબીએ કર્યા બાદ કોઈ સરસ કંપનીમાં ઊંચા પગારે જોબ કરી રહૃાો છે. આજે એને જૂના અમદાવાદની કોઈ પોળમાં જવાનું છે. સાબરમતીની ‘પેલી બાજુ’ જવાનો એને હંમેશાં કંટાળો આવે છે, કેમ કે આખી જિંદગી એણે સાબરમતીની ‘આ બાજુ’ જ ગાળી છે. સી.જી. રોડ પરથી કારમાં રવાના થતાંની સાથે જ એ પોતાના મોબાઇલમાં ફ્ટાક કરતી જીપીએસ (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) ઓન કરી નાખે છે. જીપીએસ-મહિલા મીઠા અવાજમાં દિશા દેખાડતી જાય તે પ્રમાણે એ સ્ટીયરિંગ ઘુમાવતો રહે છે. અમુકતમુક જગ્યાએ પહોંચ્યા પછી જમણી બાજુ વળવાનું છે એવું એને આછુંપાતળું યાદ છે, પણ જીપીએસબેન ‘ટર્ન લેફ્ટ.. ટર્ન લેફ્ટ’ કર્યા કરે છે. યુવાન જોખમ લેવા માગતો નથી. હજુ ગયા અઠવાડિયે બરોડામાં એક જગ્યાએ એ યાદશકિતના આધારે શોર્ટકટ લેવા ગયેલો ને ભયંકર ટ્રાફ્કિમાં ફ્સાઈ ગયો હતો. એની પહેલાં પણ એકાદ-બે વાર એ આ રીતે ખોટી જગ્યાએ અટવાઈ ગયેલો. આથી એણે નક્કી કરી નાખ્યું છે કે યાદશકિતને આધારે ચાન્સ લેવાનો જ નહીં, એને બદલે જીપીએસ કહે તે પ્રમાણે ડાબે-જમણે વળી જવાનું. આ વખતે એ એમ જ કરે છે અને આસાનીથી ગંતવ્યસ્થાન પર પહોંચી જાય છે.
આ જ વાત છે. ઇન્ટરનેટવાળો મોબાઇલ આવી ગયા પછી આપણને હવે રસ્તા યાદ રાખવાની જરૂર નથી. ખુદની યાદશકિત કરતાં આપણને જીપીએસની દોરવણી પર હવે વધારે ભરોસો બેસે છે. યુવલ હરારી નામના લેખકના ‘હોમો ડુસ’ (એટલે કે સુપરહૃાુમન, મહામાનવ) નામના પુસ્તકમાં લેખકે દાખલાદલીલ સહિત આ જ સમજાવ્યું છે કે જીપીએસ તો એક નાનકડી શરૂઆત છે. ત્રીસેક વર્ષમાં એવો સમય આવશે કે જ્યારે દુનિયા પર આલ્ગોરિધમ (અર્થાત્ કમ્પ્યૂટર સમજે તેવી ભાષામાં રચાયેલી ફોર્મ્યુલાઓ, સમીકરણો કે પ્રોગ્રામ્સ)નું રાજ ચાલશે, આલ્ગોરિધમનાં નેટવર્ક સર્વોપરી બની જશે.
પણ કેવી રીતે? આજે તમે એક પણ રૂપિયો ખર્ચ્યા વગર છૂટથી ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા વાપરો છો, યુ-ટયૂબ પર વીડિયો જુઓ છો. મોબાઇલની ટચસ્ક્રીન પર આંગળી ફેરવતાં ફેરવતાં ફ્ટાફ્ટ ટ્રેન કે પ્લેનની ટિકિટો બુક કરો છો. તમે કિંડલ પર કિફાયતી ભાવે ડિજિટલ પુસ્તકો વાંચો છો, ઘરમાં ટેસથી પગ લાંબા કરીને નેટફ્કિકસ કે હોટસ્ટાર જેવાં પ્લેટફોર્મ્સ પર દુનિયાભરની ફ્લ્મિો અને ટીવી શોઝ જુઓ છો. એમેઝોન કે ફ્લિપકાર્ટ જેવાં ઇ-સુપરસ્ટોરમાંથી જાતજાતની ચીજો ઓનલાઇન ઓર્ડર કરો છો. આ બધું જ – તમારો પર્સનલ ડેટા, તમારી સોશિયલ મીડિયા પરની એકિટવિટી, તમારી પુસ્તકો-વીડિયો-ફ્લ્મિો-ટીવી શોઝની પસંદગી, તમારા ઓનલાઇન ઓર્ડર્સ – આ સઘળો ડેટા રાક્ષસી કદનાં સર્વરોમાં સ્ટોર થતું રહે છે. ભવિષ્યમાં આપણાં તન-મન-વિચાર-વ્યવહાર વિશે કલ્પના કરી શકાય એટલો ગંજાવર ડેટા અલગ-અલગ રીતે સર્વરોમાં જમા થતો રહેવાનો અને અને તેના આધારે વધારે ને વધારે એકયુરેટ આલ્ગોરિધમ્સ તૈયાર થતા જવાના.
આજે ખાસ ગંભીર બીમારીથી પીડાતા ન હોય એવા અમુક લોકો પણ વેરેબલ સેન્સર્સનો ઉપયોગ કરવા લાગ્યા છે, જે કયાં તો કાંડા ઘડિયાળની જેમ અથવા તો અન્ડરવેરની સાથે પહેરાયેલાં હોય અથવા સ્માર્ટફોન સાથે જોડાયેલાં હોય. શરીર સાથે જડાયેલાં રહેતાં આ ઉપકરણ હૃદયના ધબકારા અને બ્લડપ્રેશર જેવી બાયોમેટ્રિક વિગતો નોંધતા રહીને હેલ્થની સ્થિતિ સતત મોનિટર કરતાં રહે છે. વચ્ચે ગૂગલ અને દવા બનાવતી કંપની નોવરાટીસે સંયુકતપણે ખાસ પ્રકારના કોન્ટેકટ લેન્સ બનાવ્યા હતા. આ લેન્સ કીકી પર ચડાવી લો એટલે આંખની સપાટીની ભીનાશ પરથી તમારા શરીરમાં ગ્લુકોઝના લેવલ શી રીતે ઉપર-નીચે થઈ રહૃાું છે તે થોડી થોડી સેકન્ડે નોંધાતું રહે. આ પ્રકારના ડેટા પછી કમ્પ્યૂટરમાં ફીડ કરવામાં આવે, જેના આધારે કમ્પ્યૂટર તમને સલાહ આપે કે જો તબિયત ટનાટન રાખવી હશે તો ખાનપાનમાં અને રોજિંદી એકિટવિટીઝમાં આટલા-આટલા ફેરફાર કરવા પડશે.

હોલિવૂડની સુપરસ્ટાર એન્જલિના જોલીનો કિસ્સો જાણવા જેવો છે. એન્જલિનાની મમ્મી અને નાની બંને બ્રેસ્ટ કેન્સરને લીધે પ્રમાણમાં નાની ઉંમરે મૃત્યુ પામ્યાં હતાં. એન્જલિનાએ ડીએનએ ટેસ્ટિંગ કરાવ્યું તો ખબર પડી કે એના શરીરમાં પણ બીઆરસીએ-વન નામનું ખતરનાક જનીન છે જ. જે સ્ત્રીના જનીનતંત્રમાં બીઆરસીએ-વન નામનું આ જનીન હોય એને સ્તન કેન્સર થવાની શકયતા ૮૭ ટકા જેટલી હોય છે. એન્જેલિનાને જ્યારે આ હકીકતની ખબર પડી ત્યારે એની તબિયત રાતી રાયણ જેવી હતી. ડોકટરોએ કહૃાું કે તને ભલે આજે કેન્સર નથી, પણ તારા જનીનતંત્રમાં પેલું ખતરનાક જનીન બેઠું બેઠું ટિક ટિક કરી રહૃાું છે. ટાઇમબોમ્બની જેમ તે ગમે ત્યારે વિસ્ફોટ કરી શકે તેમ છે. આથી એન્જેલિનાએ ૨૦૧૩માં મોટો નિર્ણય લીધો. એણે સર્જરી કરાવીને બંને સ્તન કઢાવી નાખ્યાં. એક સ્ત્રી માટે, અને એમાંય એન્જેલિના જોલી જેવી હોલિવૂડની સેક્સીએસ્ટ સુપરસ્ટારોમાં સ્થાન પામતી અભિનેત્રી માટે સ્તનહીન બની જવાનો નિર્ણય કેટલો વિકટ હોવાનો! યાદ રહે, એન્જલિનાનાં શરીરમાં કેન્સર હોવાનું હજુ ડિટેકટ સુદ્ધાં થયું નહોતું, છતાંય અગમચેતીના ભાગરૂપે એણે આ પગલું ભર્યું.
આપણા શરીરમાં શું છે, શું નથી ને શું થઈ શકે તેમ છે તે વિશે મશીનો આપણા કરતાં વધારે જાણે છે તેથી જ આપણે મશીનોએ કરેલા નિદાન પર ભરોસો કરીએ છીએ.
યુવલ હરારી પોતાના પુસ્તકમાં લખે છે તેમ, કમશઃ એક એવી સ્થિતિ આવશે જ્યારે તબિયત જ નહીં, બલકે આપણા સ્વભાવ, ઇચ્છાઓ, લાગણીઓ અને વૃત્તિઓ વિશે પણ આપણે જેટલું જાણીએ છીએ એના કરતાં પેલા રાક્ષસી સર્વરોમાં જમા થયેલા ડેટાના આધારે રચાયેલાં આલ્ગોરિધમ વધારે જાણવા લાગશે. આપણાં વર્તન-વ્યવહાર આખરે શંુ છે? દિમાગમાં ઝરતાં જાતજાતનાં રસાયણો અને અંતઃસ્ત્રાવોની ધમાચકડીને કારણે નીપજતું પરિણામ.
નજીકના ભવિષ્યમાં મશીનો આપણા વતી કેવા કેવા નિર્ણયો લેતું થઈ જશે તે સમજાવવા યુવલ હરારીએ માઇક્રોસોફ્ટની કોર્ટાના સિસ્ટમ વિશે વાત કરી છે. બિલ ગેટ્સની માઇક્રોસોફ્ટ કંપની હાલ કોર્ટાના નામની આર્ટિફ્શિયલ ઇન્ટેલિજન્સ ધરાવતી પર્સનલ આસિસ્ટન્સ સિસ્ટમ વિકસાવી રહી છે. બધું સમુસૂતરું પાર પડશે તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમના ભાવિ વર્ઝન દ્વારા કોર્ટાના ઘરે-ઘરે, ટેબલે-ટેબલે અને મોબાઇલે-મોબાઇલે પહોંચી જવાનું. સૌથી પહેલાં તો કોર્ટાના તમારા વર્ચ્યુઅલ સેક્રેટરી તરીકે કામ કરશે. તે તમારા મોબાઇલ કે કમ્પ્યૂટરની સ્ક્રીન પર મેસેજ ફ્લેશ કરીને યાદ કરાવશે કે ભાઈ, બે દિવસ પછી તારી વાઇફ્ની બર્થડે આવે છે, ગિફ્ટ લેવાનું ભૂલતો નહીં. તમે ડિનર કરવા બેસો ત્યારે રિમાઇન્ડ કરાવશે કે તારે જમતા પહેલાં ફ્લાણી બીમારી માટેની દવા લેવાની છે તે લઈ લીધી? એ ટકોર કરશે કે રાતનો દોઢ વાગી ગયો છે, હવે તારે વીડિયો જોવાનો બંધ કરીને સૂઈ જવું જોઈએ કેમ કે કાલે સવારે દસ વાગે તારે બહુ જ મહત્ત્વની બિઝનેસ મિટિંગ અટેન્ડ કરવાની છે. બિઝનેસ મિટિંગ શરૂ થાય તેની પંદર મિનિટ પહેલાં કોર્ટાના તમને ચેતવણી આપશે કે અત્યારે તારું બ્લડપ્રેશર બહુ હાઇ છે અને તારું ડોપામાઇન (દિમાગમાં ઝરતું એક કેમિકલ)નું લેવલ ઘટી ગયું છે. ભૂતકાળનો ડેટા બતાવે છે કે આવી સ્થિતિમાં તેં બિઝનેસને લગતા જે નિર્ણયો લીધા છે તેને લીધે તને નુકસાન જ થયું છે. આથી અત્યારની મિટિંગમાં કોઈ મોટું ડિસીઝન ન લેતાે, ડિસ્કશન બને ત્યાં સુધી અધ્ધરતાલ રાખજે!
પછીના તબક્કામાં કોર્ટાના તમારો એજન્ટ બનીને તમારા વતી કામ કરશે. ધારો કે તમારે મિસ્ટર મહેતા સાથે આવતા અઠવાડિયે મિટિંગ કરવાની છે તો તમારે કે મહેતાભાઈએ એકબીજાને ફોન કે મેસેજ કરીને સમય-સ્થળ નક્કી કરવાની જરૂર નથી. તમારું કોર્ટાના અને મહેતાનું કોર્ટાના એકબીજા સાથે કમ્યુનિકેટ કરશે. બંને કોર્ટાના પોતપોતાના માલિકના શેડ્યુલ ચેક કરીને, આપસમાં ડિસ્કસ કરીને સમય-સ્થળ નક્કી કરી લેશેે. ધારો કે તમે કોઈ કંપનીમાં જોબ માટે અપ્લાય કરવા માગો છો. કંપનીનો અધિકારી કહેશે કે તમારે બાયોડેટા મોકલવાની કે ઇન્ટરવ્યૂ આપવાની કોઈ જરૂર નથી. તમે ફ્ક્ત તમારા કોર્ટાનાનો એક્સેસ મને આપી દો. તમારા વિશે મારે જે કંઈ જાણવું છે તે હું તમારા કોર્ટાના પાસેથી જાણી લઈશ! 
વાત હજુય આગળ વધારો. ધારો કે તમે કોઈ યુવતીના પ્રેમમાં છો અને તેને લગ્ન માટે પ્રપોઝ કરવાનું વિચારો છો. કોર્ટાના તમને કહેશેે: મેં છોકરીનો, એના ફેમિલીનો, એના ફ્રેન્ડ્ઝનો અને એકસ-લવરનો ડેટાબેઝ ચેક કર્યો છે. તને ભલે અત્યારે છોકરી પ્રત્યે પ્રેમ હોય, પણ તમારા બંનેની વર્તણૂક, લાઇફ્સ્ટાઇલ અને જિનેટિક સ્ટ્રકચરના ડેટા પરથી હું કહું છું કે જો તમે લગ્ન કરશો તો ડિવોર્સ થઈ જવાના ચાન્સ ૭૪ ટકા જેટલા છે! એવુંય બને કે તમે કોલેજમાં એડમિશન લો તે સાથે જ તમારું કોર્ટાના કોલેજની બધી છોકરીઓના કોર્ટાના ચેક કરી, તમારી જાણ બહાર કેટલીયને રિજેકટ કરી નાખે અને પંદર કન્યાઓને શોર્ટલિસ્ટ કરી તમને સલાહ આપે કે આટલી જ છોકરીઓ તારી ગર્લફ્રેન્ડ બનવા માટે સ્યુટેબલ છે!
2013માં રિલીઝ થયેલી હોલિવૂડની 'હર' ફિલ્મની યાદ આવી ગઈને? હૃદય વલોવી નાખે એવી આ અફલાતૂન રોમાન્ટિક સાયન્સ ફિક્શનમાં એકલવાયો હીરો એની કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમના પ્રેમમાં પડે છે!  આ લેખમાં વર્ણવી એવી વિજ્ઞાનકથા જેવી વાતોને વાસ્તવમાં પલટાતાં ઝાઝા દસકા પસાર નહીં થાય. માઇક્રોસોફ્ટની કોર્ટાના ઉપરાંત ગૂગલ નાઉ અને એપલની સિરી સિસ્ટમ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આ જ દિશામાં આગળ વધી રહી છે. આ પરિસ્થિતિ વધારે રોમાંચક છે કે વધારે ભયાવહ? આનો જવાબ તો સમય આવ્યે જ સમજાશે.
0 0 0 

Sunday, October 15, 2017

ડાક્ણ, આત્મા, છૂટાછેડા ને એવું બધું...

સંદૃેશ - સંસ્ક્ાર પૂર્તિ - રવિવાર  - ૧૫ ઓકટોબર ૨૦૧૭

મલ્ટિપ્લેક્સ
મુંબઇ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે ૪૯ દૃેશોની ૫૧ ભાષામાં બનેલી કુલ ૨૨૦ ફિલ્મોનું સ્ક્રીનિંગ થવાનું છે. આમાંથી એવી ક્ઈ ક્ઈ ફિલ્મો છે જે ફિલ્મરસિયાઓ કોઈ પણ ભોગે મિસ કરવા માગતા નથી? 

Mother!


તો, ઓગણીસમો મુંબઇ ફિલ્મ ફેસ્ટિવલ  વાજતેગાજતે શરુ થઈ ચુક્યો છે. બારમી ઓક્ટોબરે શરુ થયેેલો આ હાઇ-પ્રોફાઇલ ફિલ્મોત્સવ અઢારમી સુધી ચાલવાનો છે. આ આઠ દિૃવસ દૃરમિયાન ૪૯ દૃેશોની ૫૧ ભાષામાં બનેલી કુલ ૨૨૦ ફિલ્મોનું સ્ક્રીનિંગ થવાનું છે. આટલી ઢગલાબંધ ફિલ્મોમાંથી ચુંટેલી ક્ઈ ક્ઈ ફિલ્મો છે જેને જોવા માટે ફિલ્મરસિયાઓ ઊંચાનીચા થઈ રહ્યા છે? આવો, આ વખતની સૌથી હાઇપ્ડ ફિલ્મોની ઝલક્ જોઈ લઈએ.

આઇ એમ નોટ અ વિચ: ફિલ્મનું ટાઇટલ જ કેટલું ઇન્ટરેસ્ટિંગ છે - હું ડાક્ણ નથી! આમાં આફ્રિકાના કોઈ અંતરિયાળ ક્સ્બામાં વસતી નવ વર્ષની બાળકીની વાત છે. નામ છે એનું શુલા. એક્ વાર કાગનું બેસવું ને ડાળનું પડવું જેવી મામૂલી ઘટના બને છે જેના પરિણામે ગામલોકોના મનમાં એક્ વાત ઘર કરી જાય છે કે આ છોકરી નોર્મલ નથી, એ તો સાક્ષાત ડાક્ણ છે! નિર્દૃોષ શુલાને ગામથી દૃૂર ‘વિચ-કેમ્પ'માં ધકેલી દૃેવામાં આવે છે. અહીં એના જેવી ઘણી ડાક્ણો છે. શુલાને ધમકાવીને ક્હેવામાં આવે છે: ખબરદૃાર, અહીંથી ભાગવાનું વિચાર સુધ્ધાં ર્ક્યો છે તો! જો તારો ટાંટિયો આ જગ્યામાંથી બહાર પડ્યો તો તું બકરી બની જઈશ! આ ડાક્ણ-કેન્દ્રમાં એક્ સરકારી માણસ પણ છે. એ પોતાનો ઉલ્લુ સીધો કરવા શુલાની માસૂમિયતનો ગેરફાયદૃો ઉઠાવે છે. શુલા સામે હવે બે વિક્લ્પ છે: કેમ્પમાં રહીને આ નાલાયક્નો અત્યાચાર સહેવો કે અહીંથી ભાગીને બકરી બની જવું? આખરે એ શું પગલું ભરે છે તો જાણવા માટે ફિલ્મ જોવી પડે.


આ વાર્તા સાવ ક્પોળક્લ્પિત નથી, આફ્રિકાના જુદૃા જુદૃા ભાગોમાં આજેય આ પ્રકારની ઘટનાઓ સતત બનતી રહે છે. અવોર્ડવિનિંગ મહિલા ડિરેક્ટર રુંગાનો ન્યોનીએ ફિલ્મ બનાવતાં પહેલાં રિસર્ચના ભાગ રુપે ઘાનાના એક્ ડાક્ણ-કેન્દ્રમાં આખો મહિનો વીતાવ્યો હતો. દૃુનિયાનો સૌથી જૂનો ગણાતો આ વિચ-કેમ્પ બસ્સો કરતાંય વધારે વર્ષોથી ધમધમે છે. આ ફિલ્મનું પ્રિમિયર આ વખતના વિશ્ર્વવિખ્યાત  કાન ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું.       

ધ ફ્લોરિડા પ્રોજેક્ટ: ભારતના અતિ ગરીબ સ્લમડોગ જોઈને, મુંબઈસ્થિત ધારાવી જેવી ઝૂંપડપટ્ટીઓમાં કીડીમકોડાની જેમ ખદૃબદૃતાં માનવજંતુડાંને જોઈને પશ્ર્ચિમના લોકોના મનમાં જે લાગણી જાગે છે તેમાં સહાનુભૂતિના વાઘાંમાં છૂપો સેડિસ્ટિક્ આનંદૃ છૂપાયેલો હોય છે તે આપણે જાણીએ છીએ. તો શું તમારે અમેરિકાની ગરીબી જોઈને સહાનુભૂતિ-કમ-સેડિસ્ટિક્ પ્લેઝરની લાગણી અનુભવવી છે? અમેરિકાનું પોવર્ટી પોર્ન જોવું છે? જવાબ હા હોય તો તક મળે ત્યારે ‘ઘ ફલોરિડા પ્રોજેક્ટ ફિલ્મ જોઈ કાઢવી.


યુએસએ જેવા મહાશકિતશાળી અને અતિ તવંગર ગણાતા દૃેશમાં ય બેઘર લોકો છે જ.  બંધ પડવાને વાંકે  ચાલતી ખખડધજ મોટેલોમાં એ બાપડા જેમતેમ દિૃવસો પસાર કરતા હોય છે. મોટેલનો માલિક્ તગેડી મૂકે  એટલે આવું બીજું કોઈ ઠેકાણું શોધી લે. ‘આઇ એમ નોટ અ વિચ'ની માફક્ આ ફિલ્મના કેન્દ્રમાં પણ મૂની નામની છએક્ વર્ષની નાનક્ડી બેબલી છે. એની મા માંડ બાવીસ વર્ષની છે. સિંગલ મધર છે. બાપનો કોઈ અતોપતો નથી. મા-દૃીકરી જે મોટેલમાં રહે છે ત્યાં એમના જેવા બીજા ઘણા ગરીબ લોકો રહે છે. મૂની જેવાં ટાબરિયાઓ ભેગા થઈને મોટેલના મેનેજરને બહુ હેરાન કરતા રહે છે. આ મેનેજર ફિલ્મનું મહત્ત્વનું  કિરદૃાર છે. આ ફિલ્મ ડિરેક્ટ કરનારા શૉન બેકરે ભૂતકાળમાં ઘણી ઓફબીટ ફિલ્મો બનાવી છે ને અવોર્ડ્ઝ પણ જીત્યા છે.

લવલેસઃ એક્ રશિયન ક્પલ છે - હેન્યા અને બોરિસ. બન્નેને એક્બીજા સાથે ઊભું બનતું નથી એટલે તેઓ ડિવોર્સ લઈને છૂટાં પડવાં માગે છે. નફરત અને ફ્રેસ્ટ્રેશનના અસહ્ય માહોલમાંથી રાહત મેળવવા બન્નેએ પોતપોતાની રીતે લવર શોધી લીધાં છે. બન્નેને થાય છે કે ક્યારે આનાથી છૂટું ને ક્યારે નવેસરથી ઘર માંડું. જોકે આસાનીથી છૂટું પડાય એવું નથી, કારણ કે એમનો બાર વર્ષનો એક્ દૃીકરો છે. પતિ-પત્ની બન્નેમાંથી એકેેયને દૃીકરા પ્રત્યે લાગણી નથી. તેઓ એટલાં સ્વકેન્દ્રી અને સ્વાર્થી બની ગયાં છે કે સગા સંતાનની જવાબદૃારી પણ માગતા નથી. એક્ રાત્રે તેમની વચ્ચે ભયંકર ઝઘડો થાય છે. દૃીકરો આ બધું જુએ છે, સાંભળે છે અને ત્રાસીને ઘર છોડીને ગાયબ થઈ જાય છે.


ડિરેક્ટર આન્દ્રે ઝ્વીઆજીન્તસેવ (કેવી ભયંકર અટક છે, નહીં?) પહેલી ફિલ્મ ‘ઘ રિટર્ન' ભૂતકાળમાં વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં વિજયપતાકા લહેરાવી ચુકી છે. ‘લવલેસ' વિશે એ ક્હે છે, ‘લગ્ન પડી ભાંગે અને નવો (કે નવી) પાર્ટનર આંખ સામે હોય ત્યારે સૌને એવી જ આશા હોય કે બસ, અગાઉ જે સહન કરવું પડ્યું એમાંનું ક્શું જ આ વખતે સહેવું નહીં પડે. એમને જોકે મોડે મોડે સમજાય છે કે આખરે તો માણસે પોતે જ બદૃલાવું પડે છે. માણસમાં ખુદૃમાં પરિવર્તન લાવે તો જ આસપાસની પરિસ્થિતિ બદૃલાતી હોય છે.'

‘મધર!':  આ ફિલ્મના ડિરેક્ટર છે, ડેરેન અરોનોફ્સ્કી, જેની ઓસ્કારવિનિંગ અદૃભુત ફિલ્મ ‘બ્લેક્ સ્વાન' (૨૦૧૦)થી આપણે જબરદૃસ્ત ઇમ્પ્રેસ થઈ ચુક્યા છીએ. ‘બ્લેક્ સ્વાન'ની માફક્ ‘મધર!' પણ એક્ સાઇકોલોજિક્લ થ્રિલર છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટનો પહેલો ડ્રાફ્ટ એમણે પાંચ જ દિૃવસમાં લખી નાખ્યો હતો. ફિલમનું કાસ્ટિંગ સુપર્બ છે: હોલિવૂડની સ્વીટહાર્ટ જેનિફર લોરેન્સ ઉપરાંત જેવિયર બર્ડેમ અને મિશેલ ફાઇફર ફિલ્મમાં મુખ્ય ભુમિકાઓ ભજવે છે. જેનિફર અને જેવિયર પતિ-પત્ની છે. ‘લવલેસ કરતાં અહીં બિલકુલ વિપરીત પરિસ્થિતિ છે. પતિ-પત્ની એક્બીજાના પ્રેમમાં ઊંધેકાંધ છે. એક્ દિૃવસ અચાનક્ એમના ઘરે એક્ વણનોતર્યુ. યુગલ આવી પડે છે. તે સાથે જ શાંત જળમાં જાણે મોટી શિલા પછડાઈ હોય એવાં વમળો સર્જાય છે. ભેદૃભરમથી ભરપૂર એવી એવી ઘટનાઓ બને છે કે ઓડિયન્સના શ્ર્વાસ અધ્ધર થઈ જાય છે.

ઇટ ક્મ્સ એટ નાઇટ: ખોફનાક્ ફિલ્મ તો આ પણ છે. સ્ટોરી એવી છે કે પૃથ્વી પર મહાવિનાશ સર્જાયા બાદૃ માત્ર બે જ પરિવારો બચ્યા છે. બન્ને પરિવાર પર શેતાની શકિતઓનો ખતરો ઝળુંબે છે.


આ શકિતઓથી બચવા માટે સૌએ એક્ છત નીચે રહ્યા વગર ચાલે એમ નથી... પણ એમને ક્યાં ખબર છે કે બહારનાં તત્ત્વોથી ડરવાની જરુર નથી, ખરો ખતરો તો ચાર દૃીવાલોની વચ્ચે જ છે! ટ્રે એડવર્ડ શુલ્ટ્સ નામના ડિરેક્ટરે બનાવેલી આ અમેરિક્ન ફિલ્મના ઓલરેડી ખૂબ વખાણ થઈ રહ્યા છે.   

ઓન બોડી એન્ડ સોલ: આ એક્ હંગેરીઅન ફિલ્મ છે. એક્ ક્તલખાનું છે, જેમાં મારિયા નામની કવોલિટી ઇન્સપેક્ટર જાંચ કરવા આવે છે. અજબગજબની વાત એ છે કે મારિયા અને ક્તલખાનાના માલિક્ આન્દ્રે એક્બીજા માટે તદ્દન અજાણ્યાં છે, છતાંય બન્નેને રોજ રાતે એક્સરખાં સપનાં જ આવે છે. ડિટ્ટો ટુ ડિટ્ટો! મોટાં ભાગનાં સપનામાં બન્ને કોઈ બર્ફીલા પ્રદૃેશમાં હરણ બનીને વિહરતાં હોય ને એક્બીજાને પ્રેમ કરતાં હોય! સવાલ એ છે કે સપનામાં તો બન્ને વચ્ચે સારી કેમિસ્ટ્રી છે, પણ અસલી જીવનમાં તેઓ એક્બીજા માટે પરફેક્ટ છે ખરાં? ફિલ્મના મલ્ટિપલ અવોર્ડવિનિંગ ડિરેક્ટર ઇલડિકો એન્યેડીનું હંગેરીમાં બહુ મોટું નામ છે.



વેલ, મુંબઇ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે આના સિવાય પણ કેટલીય ઇન્ટરેસ્ટિંગ ફિલ્મો છે. ઓપિંનગ ફિલ્મ ‘મુક્કાબાઝ અનુરાગ ક્શ્યપે ડિરેક્ટ કરી છે. આ એક્ હાર્ડહિટિંગ સ્પોર્ટ્સ મૂવી છે. અનુરાગનો આગ્રહ હતો કે શૂટિંગ શરુ કરતાં પહેલાં ફિલ્મના મેઇન એક્ટર વિનીત કુમારે અસલી કુસ્તી શીખવી જ પડશે. એક આખું વર્ષ ચાલેલી કુસ્તીની ટેનિંગમાં બાપડા વિનીતની પિદૃૂડી નીક્ળી ગઈ હતી. આ સિવાયની ભારતીય ફિલ્મોની વાત કરીએ તો ‘હરામખોરફેમ શ્ર્લોક્ શર્માની ‘ઝૂ, સનલ શશીધરનની વાયડું ટાઇટલ ધરાવતી ‘સેક્સી દૃુર્ગા, રિમા દૃાસની ‘વિલેજ રોક્સ્ટાર્સ અને દૃેવાશિષ મખીજાની ‘અજ્જી -  આ બધી મહત્ત્વની ફિલ્મો છે. ‘આસ્ક્ ધ સેક્સપર્ટ નામની ડોક્યુમેન્ટરી ફિલ્મમાં જાણીતા અંગ્રેજી ટેબ્લોઇડમાં લોકોને સેક્સવિષયક્ સમસ્યાઓનો જવાબ આપતા ૯૦ વર્ષીય મુંબઇવાસી સેક્સોલોજિસ્ટ ડો. માહિન્દ્ર વત્સા કેન્દ્રમાં છે. વિખ્યાત ઇરાનિયન ફિલ્મમેકર અબ્બાસ કિઆરોસ્તામીની ‘ટ્વેન્ટીફોર ફ્રેમ્સ, સાઉથ કોરિઅન ફિલ્મ ‘ઓન ધ બીચ એટ નાઇટ અલોન અને બ્લેક્-એન્ડ-વ્હાઇટ ‘નવેમ્બર  માટે પણ ખાસ્સું કુતૂહલ ફેલાયેલું છે.

આ લેખમાં ઉલ્લેખ પામેલી ફિલ્મો થિયેટરમાં, નેટફ્લિક્સ - એમેઝોન પ્રાઇમ - હોટસ્ટાર જેવાં વેબ પ્લેટફોર્મ પર અથવા જ્યાં મેળ પડે ત્યાં વહેલામોડી જોઈ લેવા જેવી છે એ તો ચોક્ક્સ.
 0 0 0 


Monday, October 9, 2017

ઓક્જાઃ સુપરપિગ… સુપર ફ્લ્મિ

Sandesh - Sanskaar purti - 1 October 2017
મલ્ટિપ્લેક્સ
 'ઓક્જા' નામની કોરિઅન-અમેરિકન ફિલ્મમાં લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવેલા એક મહાકાય ભૂંડ અને એને દિલોજાનથી ચાહતી તરુણીની કહાણી છે. અહીં રમૂજ પણ છે અને હ્ય્દય વલોવી નાખે એવી સંવેદનાઓ પણ છે.  ટોચના ફિલ્મ ફેસ્ટિવલોમાં ગાજી ચૂકેલી આ ફ્લ્મિ એટલી બધી એન્ટરટેઈનિંગ અને ગતિશીલ છે કે તમે જાણે સ્ટીવન સ્પિલબર્ગની સુપરડુપર હિટ ‘ઇ.ટી.’ કે ‘જુરાસિક પાર્ક’ જોતા હો એવી ફીલિંગ આવશે.

સુપરપિગ છે. મહાકાય ભૂંડ. અજીબોગરીબ દેખાવ છે એનો. લગભગ મધ્યમકદના હાથી જેવડું અથવા કહો કે ડાયનોસોરના બચ્ચા જેવડું એ દેખાય છે. એ ભૂંડ ભલે રહૃાું, પણ છે એકદમ સાફ્સૂથરું. વિરાટ પેટ અને તોતિંગ પીઠ, ધડના પ્રમાણમાં નાના કહી શકાય એવા પગ. સુપડા જેવા ઝુલતા કાન અને ઝીણી ઝીણી આંખો. આ આંખોમાં કોણ જાણે કેમ ઉદાસી છવાયેલી હોય એવું આપણને લાગ્યા કરે. જોકે એ છે ભારે રમતિયાળ. ભેખડ પરથી છલાંગ લગાવીને પાણીમાં ભૂસકા મારે, જલક્રીડા કરે, પછી ચારેય પગ હવામાં અધ્ધર રાખીને ઘાસ પર આળોટે. એ ખૂબ પ્રેમાળ પણ છે અને બુદ્ધિશાળી પણ.
આ માદા સુવ્વર વાસ્તવમાં જિનેટિકલી મોડીફાઇડ પ્રાણી છે એટલે કે સમજોને કે એને લેબોરેટરીમાં ‘તૈયાર’ કરવામાં આવ્યું છે. એના જનીનતંત્ર પર જાતજાતની વિધિઓ કરીને તેનો શારીરિક દેખાવ આવો અસાધારણ બનાવવામાં આવ્યો છે. એનું નામ છે, ઓક્જા. આજે આપણે જે કોરિઅન ફ્લ્મિ વિશે વાત કરવાના છીએ એનું ટાઇટલ પણ આ જ છે – ‘ઓક્જા’. પ્રતિષ્ઠિત કાન ફ્લ્મિોત્સવમાં ‘ઓક્જા’નું પ્રિમીયર યોજાયું હતું. ફ્લ્મિ પૂરી થઈ પછી આનંદિત થઈ ગયેલા ઓડિયન્સે તાળીઓના ગડગડાટથી ઓડિટોરિયમ ગજાવી મૂકયું હતું અને અહેવાલો કહે છે કે આ સ્ટેન્ડિંગ ઓવેશન ચાર મિનિટ જેટલું ચાલ્યું હતું.
માણસ જ્યારે સર્જનહાર બનવાના ચાળા કરે તો એનું શું પરિણામ આવે? માણસ જેટલો સ્વાર્થી છે એટલો સ્વકેન્દ્રી પણ છે. એનામાં કેમ એવો અહંકાર ડોકિયાં કરે છે કે જાણે આ આખી ધરતી એના પિતાશ્રીની જાગીર છે? એ શા માટે એવું માની લે છે કે બીજાં પશુ-પક્ષીઓ-સજીવો તદ્દન તુચ્છ છે, એમનાં જીવનનું કશું જ મૂલ્ય નથી અને પોતે એની સાથે ધારે તે કરી શકે છે? પૈસા અને પાવરની રાક્ષસી ભૂખ સંતોષવા માટે માણસ કેટલી હદે નીચે ઊતરશે? ‘ઓક્જા’ ફ્લ્મિમાં આ બધા પ્રશ્નો આડકતરી રીતે ચર્ચાયા છે. આ સવાલો ભલે ભારે હોય અને કાન ફ્લ્મિ ફેસ્ટિવલ ભલે ફેશનપરેડ ઉપરાંત ‘અઘરી અઘરી આર્ટ ફ્લ્મિો’ માટે જાણીતો હોય, પણ ‘ઓક્જા’ ફ્લ્મિ જરાય ભારેખમ કે અઘરી નથી. અરે, આ ફ્લ્મિ એટલી બધી એન્ટરટેઈનિંગ અને ગતિશીલ છે કે તમે જાણે સ્ટીવન સ્પિલબર્ગની સુપરડુપર હિટ ‘ઇ.ટી.’ કે ‘જુરાસિક પાર્ક’ જોતા હો એવી ફીલિંગ આવશે.

વાર્તા કંઈક એવી છે કે મિરાન્ડો કોર્પોરેશન નામની એક વિરાટ અમેરિકન કંપની છે. લિસ્સા સોનેરી વાળવાળી લ્યુસી કંપનીની સીઈઓ છે. વિચિત્ર અને માથાભારે બાઈ છે. ફ્લ્મિની શરુઆતમાં જ એ ઘોષણા કરે છે અમે જિનેટિકલી મોડીફઇડ ભૂંડ – સુપરપિગ – તૈયાર કરી રહૃાાં છીએ. આમાંથી જે બેસ્ટ છવ્વીસ સુવર હશે એને અમે દુનિયાભરમાં અલગ અલગ જગ્યાએ મોકલી આપીશું. દસ વર્ષ પછી આ છવ્વીસમાંથી એક સુવરને અમે વિજેતા ઘોષિત કરીશું. કંપનીનો ખરો ઉદ્દેશ એ છે કે એ લોકો સુપરપિગની સૌથી સારી ઓલાદ જેવાં બીજાં હજારો સુવરો પેદા કરી તેમને ફ્યુચરિસ્ટિક ફૂડ સોર્સ તરીકે ટ્રીટ કરશે. આ મહાકાય જનાવરોને કતલખાને મોકલી, એનું માંસ વેચી મિલિયન્સ કમાશે.
આ વાત હતી ૨૦૦૭ની. હવે વર્તમાનમાં આવી જાઓ, ટુ બી પ્રિસાઇઝ, દક્ષિણ કોરિયાના એક જંગલમાં કે જ્યાં હડમદસ્તા જેવડું થઈ ગયેલું પેલું જનાવર એક મીઠડી કિશોરી અને એના બુઢા દાદાજી સાથે મોજથી રહે છે. છોકરીનું નામ છે, મિજા. કન્યાને સુપરપિગ પ્રત્યે સુપરપિગને કન્યા પ્રત્યે એટલી બધી લાગણી છે કે વાત ન પૂછો. સુખ-શાંતિભર્યું જીવન જીવાઈ રહૃાું છે ત્યાં એક દિવસ અચાનક મિરાન્ડો કોર્પોરેશનનો ચક્રમ જેવો પ્રતિનિધિ મોકાણના સમાચાર લઈને આવે છેઃ તમારું સુપરપિગ વિજેતા ઘોષિત થયું છે. અમે એને અમારી સાથે ન્યુ યોર્ક લઈ જવા માટે આવ્યા છીએ.
છોકરીને ખબર પડે ત્યાં સુધીમાં તો ઓક્જા સોલ (અથવા સિઓલ, દક્ષિણ કોરિયાની રાજધાની) પહોંચી જાય છે. ઘાંઘી થઈ ગયેલી છોકરી મનોમન ગાંઠ વાળે છેઃ મને ઓક્જા જોઈએ એટલે જોઈએ. હું આકાશ-પાતાળ એક કરી નાખીશ, પણ ઓક્જાને પાછી લાવ્યા વગર નહીં રહું.
એ પોતાની પિગી બેન્ક તોડીને જેટલા પૈસા ભેગા કર્યા હતા તે બધા લઈને સોલ ભાગે છે અને પછી શરુ થાય છે જોરદાર ધમાચકડી. છોકરીનો ભેટો એનિમલ લિબરેશન ફ્રન્ટ (એએલએફ્) નામની પ્રાણીઓને બચાવવાનું કામ કરતી એક ટુકડી સાથે થઈ જાય છે. આ ગેન્ગના સભ્યો કહે છેઃ મિજા, અમે તારી સાથે છીએ, અમે તારી મદદ કરીશું. આ ટુકડીનો ઉદ્દેશ સારો હોવા છતાંય છબરડા તો વળે જ છે. ઓક્જા અમેરિકા પહોંચી જાય છે. એનું પગેરું દબાવતી છોકરી અને પ્રાણી-બચાવ ટુકડી પણ અમેરિકા પહોંચે છે.
દરમિયાન સુપરપિગે શોપિંગ મોલમાં ઘૂસીને જે રીતે ઉધામા મચાવ્યા હતા અને એને કાબૂમાં રાખવા માટે એના પર જે પ્રકારનો અત્યાચાર કરવામાં આવ્યો હતો એનો વિડીયો વાઇરલ થઈ જાય છે. મિરાન્ડો કોર્પોરેશનની ઇમેજ દાવ પર મૂકાઈ જાય છે. લુચ્ચી લ્યુસી હવે નવો દાવ અજમાવે છે. એ કહે છે કે છોકરી ભલે ઓક્જાની પાછળ પાછળ ન્યુ યોર્ક સુધી પહોંચી ગઈ. આપણી ખરડાઈ ગયેલી ઇમેજને સુધારવા માટે આપણે એનો જ ઉપયોગ પણ કરીશું. આપણે છોકરી અને ઓક્જાનું જાહેરમાં પુનર્મિલન કરાવવાનું નાટક કરીશું ને આખરે તો આપણું જ ધાર્યું કરીશું!

સદભાગ્યે, ધાર્યું લ્યુસીનું નહીં, પણ છોકરીનું થાય છે. કેટલાય ટિવસ્ટ્સ-એન્ડ-ટર્ન્સ પછી એ ઓક્જાને બચાવવામાં સફ્ળ નીવડે છે. એન્ડમાં ઓક્જા, મિજા અને એના બુઢા દાદાજી જંગલમાં ખાઈ-પીને રાજ કરે છે.
પચાસ મિલિયન ડોલરના ખર્ચે બનેલી ‘ઓકજા’ ફ્લ્મિ અડધી કોરિઅન ભાષામાં છે, અડધી અંગ્રેજીમાં. સિનેમાની દુનિયામાં ‘ઓક્જા’ના ડિરેકટર બોન્ગ જૂન-હૂનું નામ આદરથી લેવાય છે. ફ્લ્મિની જૉનર (પ્રકાર)નું નામ પાડવું જ હોય તો ‘ઓક્જા’ને સાયન્સ ફ્કિશન કહી શકાય, પણ અહીં એક્શન, એડવન્ચર અને થ્રિલ પણ ભરપૂર છે. ફ્લ્મિમાં પ્રેમ-મૈત્રી-અહિંસાની વાત જરાય ભાષણબાજી કર્યા વિના આડકતરી રીતે કહેવાઈ છે, મનુષ્ય અને પ્રાણીનાં સુમેળભર્યા સહજીવનની વાત છે, એક મા-બાપ વગરની કિશોરીની મેચ્યોર થવાની વાત છે. અહીં રમૂજ પણ છે અને હ્ય્દય વલોવી નાખે એવી સંવેદનાઓ પણ છે. ખાસ કરીને કતલખાનામાં મૂંગાં પ્રાણીઓ પર જે રીતે અત્યાચાર થાય છે તે દશ્યો કંપાવી દે તેવાં છે. સુપરપિગ ઓક્જા દેખીતી રીતે જ કમ્પ્યુટર પર તૈયાર કરવામાં આવ્યું છે, પણ એની મસ્તી, એની ભાગદોડ અને એની લાચારીનાં દશ્યો એટલાં અસરકારક બન્યાં છે કે મનુષ્ય-એકટરો કરતાં આપણને કમ્પ્યુટર-જનરેટેડ ઓક્જાનું પર્ફોર્મન્સ વધારે ચડિયાતું લાગે!
રાઇટર-ડિરેકટર બોન્ગ જૂન-હૂએ એક મિડીયા ઇન્ટરવ્યુમાં કહેલું કે, 'આ ફિલ્મ ભલે સાયન્સ ફ્ક્શિન લાગે, પણ આ કલ્પના બહુ જલદી વાસ્તવિકતામાં પલટાવાની છે. ઇન ફેક્ટ, કેનેડામાં સામન નામની ખાઈ શકાય એવી જિનેટિકલી મોડીફાઇડ મહાકાય માછલી ઓલરેડી બની ચુકી છે. સરકારના ફૂડ એન્ડ ડ્રગ્ઝ ખાતાએ એેને માન્યતા પણ આપી દીધી છે. હું આ ફ્લ્મિ માટે રિસર્ચ કરી રહૃાો હતો ત્યારે મને ખબર પડી કે પીએચડીનો એક વિદ્યાર્થી જિનેટિકલી મોડીફાઇડ પિગ ડેવલપ કરી રહૃાો છે. મેં એનો ઇન્ટરવ્યુ પણ લીધો હતો. ટૂંકમાં, ‘ઓકજા’ સાવ કપોળકલ્પિત નથી. ઇટ ઇટ એક્ચ્યુઅલી હેપનિંગ! આથી મેં આ ફ્લ્મિ બનાવવામાં ઉતાવળ કરી, કેમ કે સાચુકલું જિનેટિકલી મોડીફાઇડ ભૂંડ બને તે પહેલાં મારે ફ્લ્મિ રિલીઝ કરી નાખવી હતી.’
વાત અપ્રિય લાગે એવી અને વિચારતા કરી મૂકે એવી છે. ખેર, તમે ‘ઓક્જા’ જોજો. નેટફ્લિકસ પર તે અવેલેબલ છે. ઇન ફેકટ, નેટફ્લિકસે જ આ ફ્લ્મિ પ્રોડયુસ કરી છે.
0 0 0 

કાચા પૂંઠાની પાકી કહાણી

Sandesh - Ardh Saptahik purti - 4 Oct 2017
ટેક ઓફ
'પાકાં પૂંઠાનાં પુસ્તકો મોંઘાં હોય છે ને સામાન્ય માણસને તે ખરીદવા પોસાતા નથી. તો પછી સારા લેખકોનાં પુસ્તકોની સોંઘી આવૃત્તિ કેમ છાપી ન શકાય? એમણે વિચારી લીધું: હું સફ્ળ થઈ ચૂકેલાં પુસ્તકોની કાચા પૂંઠાની આવૃત્તિ બહાર પાડીશ અને ફ્કત છ પેન્સમાં વેચીશ.'

પુસ્તકનાં રંગરૂપના જાડા પ્રકાર પાડવા હોય તો આ બે વિભાગ પડે – હાર્ડ કવર અને પેપરબેક. હાર્ડ કવર એટલે સાદી ભાષામાં પાકા પૂંઠાનું પુસ્તક અને પેપરબેક એટલે કાચા પૂંઠાનું પુસ્તક. આજે આપણા હાથમાં આવતા અડધોઅડધ કરતાં વધારે પુસ્તકો કાચા પૂંઠાનાં હોય છે. પછી એ સાહિત્યનાં પુસ્તકો હોય, પાઠયપુસ્તકો હોય કે ટેલિફેન ડિરેકટરી પ્રકારનાં તોતિંગ થોથાં હોય. એક સમય એવો હતા જ્યારે પુસ્તકો કાચા પૂંઠાના પણ હોઈ શકે છે એવી કલ્પના સુદ્ધાં પ્રકાશકો કરી શકતા નહોતા.
પેપરબેક પુસ્તકોનો જન્મ ઈંગ્લેન્ડમાં થયો છે અને એના જનકનું નામ છે, એલન લેન (જન્મઃ ૧૯૦૨) નામના એક બ્રિટિશ પ્રકાશક. સોળ વર્ષની ઉંમરે તેઓ પ્રકાશનની લાઇનમાં આવી ગયેલા અને એકત્રીસ વર્ષે બોડલી હેડ નામની પબ્લિશિંગ કંપનીના મેનેજિંગ ડિરેકટર બની ગયેલા. આ પ્રકાશન સંસ્થા મૂળ એમના અંકલની જ હતી. એલેન એક વાર અગાથા ક્રિસ્ટીને મળવા ગયેલા. અગાથા ક્રિસ્ટી એટલે ક્રાઇમ-થ્રિલર્સ લખીને અમર બની ગયેલાં લેખિકા. મિટિંગ પતાવીને એલેન પાછા લંડન જવા રવાના થયા. ટ્રેનને ઉપડવામાં થોડો સમય હતો એટલે એલનને થયું કે લાવ, બુકસ્ટોલ પરથી કોઈ સારું પુસ્તક ખરીદી લઉં કે જેથી રસ્તામાં ટાઇમપાસ થાય. એલન બુકસ્ટોલ પર ગયા, પણ ત્યાં જે કોઈ પુસ્તકો દેખાયાં તે બધા દમ વગરનાં હતાં એટલે તેઓ કશુંય ખરીદ્યા વગર ટ્રેનમાં બેસી ગયા.
આ એ જમાનો હતો જ્યારે પ્રકાશકો કેવળ પાકાં પુસ્તકો જ બહાર પાડતાં. આખા રસ્તે એલેન વિચારતા રહૃાા: પાકાં પૂંઠાનાં પુસ્તકો મોંઘાં હોય છે ને સામાન્ય માણસને તે ખરીદવા પોસાતા નથી. તો પછી સારા લેખકોનાં પુસ્તકોની સોંઘી આવૃત્તિ કેમ છાપી ન શકાય? એમણે વિચારી લીધું: હું સફ્ળ થઈ ચૂકેલાં પુસ્તકોની કાચા પૂંઠાની આવૃત્તિ બહાર પાડીશ અને ફ્કત છ પેન્સમાં વેચીશ.
એલનની પ્રકાશન સંસ્થાના ડિરેક્ટરોને પેપરબેક આવૃત્તિ બહાર પાડવાનો વિચાર વાહિયાત લાગ્યો. છ પેન્સમાં તે કંઈ ચોપડી વેચાતી હશે? આવા પૈસા ગુમાવવાના ધંધા તે કંઈ કરાતા હશે? એલેન કહેઃ હું કરીશ! નથી કરવી મારે આ નોકરી, જાવ! હું મારી પોતાની પબ્લિકેશન કંપની સ્થાપીશ!
એલને પોતાના બંને ભાઈઓ જોન અને રિચર્ડ સાથે ચર્ચા કરીઃ જુઓ, મને પેપરબેક ચોપડીઓનું મોટું માર્કેટ દેખાય છે. તમે મને સાથ આપશો? બંનેમાંથી એકેય ભાઈને પ્રકાશનનાં કામકાજનો કશો અનુભવ નહોતો, પણ એલેનની વાતમાં એમને દમ લાગ્યો. બેય જણા પોતપોતાના નોકરી-ધંધા છોડીને એલેનની સાથે જોડાવા તૈયાર થઈ ગયા. સો પાઉન્ડની મૂડી જમા કરીને કમ શરૂ કર્યું. સૌથી પહેલાં તો ચોપડીનાં કદ, આકાર, છપાઈ, કાગળની કવોલિટી વગેરે વિશે બ્રેઈન સ્ટોર્મિંગ કયંર્ુ. જાણીતા પ્રકાશકોના સૂચિપત્રો જોઈ ગયાં અને તેમાંથી જે પુસ્તકોની પેપરબેક આવૃત્તિ બહાર પાડવા જેવી લાગી એનું અલગ લિસ્ટ બનાવ્યું. પછી એલને એક પછી એક પ્રકાશકને મળવાનું શરૂ કર્યું. કહૃાું: મને તમારાં ફ્લાણાં- ફ્લાણાં પુસ્તકોની પેપરબેક એડિશન છાપવાની પરવાનગી આપો. કોઈ તૈયાર ન થયું. એલન બધાને વારંવાર મળ્યા, સમજાવવાની કોશિશ કરી. આખરે પ્રકાશકોની એક સંયુકત મિટિંગ ગોઠવીને પોતાના મુદ્દા ફરી એક વાર રજૂ કર્યા કે જુઓ, પાકા પૂંઠાની મોંઘી ચોપડીઓ લોકોને પોસાતી નથી એટલે જે વાંચવાના શોખીન છે તેઓ કયાં તો લાઇબ્રેરીમાં જઈને વાંચી લે છે અથવા બીજા કોઈની ચોપડી માગીને વાચી લે છે. જો આપણે ફ્ક્ત છ પેન્સના ભાવે પુસ્તકો બહાર પાડીશું તો લોકોને ભારે નહીં પડે. સેંકડો-હજારો લોકો આ સોંઘાં પુસ્તકો ખરીદવા તૈયાર થઈ જશે. વળી, તમને હાર્ડકવર ઉપરાંત પેપરબેક આવૃત્તિમાંથી વધારાની આવક થશે.
પ્રકાશકોએ કહૃાું: જો સસ્સી કાચા પૂંઠાની ચોપડીઓ મળતી હોય તો કોઈ પાકા પૂંઠાની ચોપડીઓ શું કામ ખરીદે? આમાં તો ઊલટાનું અમારું વેચાણ ઘટશે. એલેને કહૃાું: નહીં ઘટે. હાર્ડકવર લેનારા હાર્ડકવર લેશે જ અને સાથે સાથે પેપરબેકની આખી નવી માર્કેટ પણ ખુલશે. વળી, હું છપાઈની ગુણવત્તા પણ એવી રાખીશ કે તમારાં પુસ્તકોની શાનને કોઈ આંચ નહીં આવે. દલીલો-પ્રતિદલીલો થઈ રહી. આખરે એક પ્રકાશક પોતાનાં અમુક પુસ્તકોની પેપરબેક આવૃત્તિના હકો એલેનને વેચવા તૈયાર થયો. એણે કહૃાંુ: તારા પૈસા ડૂબવાના છે તે નક્કી છે, પણ ઉઠમણું કરતાં પહેલાં મહેરબાની કરીને મારો હિસાબ ચૂકતે કરી દેજે. આ પ્રકાશકને જોઈને બીજા બે-ત્રણ પબ્લિશરોએ પણ સંમતી આપી.
એલન રાજી થયા. ચાલો, શરૂઆત તો થઈ! જે લેખકોનાં પુસ્તકોની પેપરબેક આવૃત્તિની પરવાનગી મળી હતી એમાં અર્નેસ્ટ હેમિંગ્વે અને અગાથા ક્રિસ્ટી જેવાં ચારેક ધરખમ નામો હતાં. એમનાં ટોટલ દસ પુસ્તકોની પેપરબેક આવૃત્તિ છાપવાનું નક્કી થયું. દરેક પુસ્તકની વીસ-વીસ હજાર નકલો છાપવાની. એમાંથી જો સત્તર હજાર નકલો વેચાય તો જ છાપકામ, કાગળ વગેરેનો ખર્ચ નીકળે એમ હતું.
Allen Lane
હવે સવાલ આવ્યો કે આપણે કંપની ખોલીને તો બેસી ગયા, પણ આપણી બ્રાન્ડનેમ જેવું કશુંક તો હોવું જોઈએને? શું બ્રાન્ડનેમ રાખીશું? એલનના સેક્રેટરીને તુક્કો સુઝ્યોઃ ‘પેંગ્વીન’ નામ રાખીએ? એલન કહેઃ હા, આ નામ સારું છે. લોકોને પેંગ્વીન પક્ષી ગમે પણ છે. ભલે ત્યારે, ‘પેંગ્વીન’ નામ ફાયનલ! એક કામ કરીએ, દરેક ચોપડીના કવર પર આપણે પેંગ્વીન પક્ષીનો ફોટો છાપીશું કે જેથી આપણાં પ્રકાશનોની આઇડેન્ટિટી ઊભી થાય. પછી પટાવાળાને હાંક મારીને બોલાવ્યો. ક્હૃાુું: અલ્યા, તને ચીતરતા સારું આવડે છેને? તો એક કામ કર. તું હમણાં જ પ્રાણી સંગ્રહાલય જા, ત્યાં એ લોકોએ ઘણાં પેંગ્વીન પક્ષીઓ રાખ્યાં છે, તેનું નિરીક્ષણ કર અને એક પેંગ્વીન પક્ષીનું ચિત્ર બનાવી લાવ!
પુસ્તકો છપાયાં. તેને વેચવા માટે હવે બુકસેલરો પણ તૈયાર થવા જોઈએને? બુકસેલરો કહેઃ આ કાચા પૂંઠાની ચોપડીઓ ગંદી થઈ જાય, ફાટી જાય. આવી ચોપડીઓને કોઈ હાથ પણ ન લગાડે. એલને એમને સમજાવ્યાઃ જુઓ, તમે આ સોંઘી ચોપડીઓ રાખશો તો અત્યારે સુધી જે લોકો તમારા બુકસ્ટોલમાં પગ પણ નહોતા મૂકતા તેઓ ચોપડીઓ ખરીદવા આવશે. તમે જથ્થાબંધ પુસ્તકો વેચી શકશો ને વધારાની કમાણી કરી શકશો.
બુકસેલરો ના-ના કરતા રહૃાા. આખરે માંડ થોડીક નકલો રાખવા તૈયાર થયા. તમામ નકલોનો સરવાળો માંડ સાત હજાર પર પહોંચતો હતો. ભાઈઓ કહેઃ જો બુકસ્ટોલવાળા આપણી ચોપડીઓ વેચશે જ નહીં તો છાપવાનો શો મતલબ છે? એલને આત્મવિશ્વાસપૂર્વક કહૃાું: જરૂર વેચશે. તમે જુઓ તો ખરા!
એલન પછી વુલવર્થ નામના સ્ટોરના માલિકને મળ્યા. આ સ્ટોરની શાખાઓ આખા ઈંગ્લેન્ડનાં શહેરો અને ગામોમાં હતી. અહીં જાતજાતની પરચૂરણ વસ્તુઓ છ-છ પેન્સમાં મળતી. વુલવર્થનો માલિક કહેઃ તમારાં પુસ્તકો સારાં છે, પણ ભારે માંહૃાલાં છે. અમારા ત્યાં જે પ્રકારના ગ્રાહકો આવે છે એને તો ફ્કત હલકીફ્ુલકી નવલકથાઓમાં જ રસ પડે. સદભાગ્યે સ્ટોરના માલિકની સાહિત્યરસિક પત્ની ત્યાં હાજર હતી. એ કહેઃ ના ના, આ સરસ પુસ્તકો છે અને આ લેખકોનું નામ પણ મોટું  છે. આવાં પુસ્તકોની સસ્તી એડિશનની તો ખાસ જરૂર છે. સ્ટોરનો માલિક કહેઃ એમ? તો ભાઈ એલન, લખી નાખ આપણો ઓર્ડર. દરેક પુસ્તકની દસ-દસ હજાર નકલો!
એલન રાજીના રેડ થઈ ગયા. જુલાઈ, ૧૯૩૫માં દસ પુસ્તકોની એલને તૈયાર કરેલી પેપરબેક આવૃત્તિ બજારમાં મુકાઈ. એમણે ચીવટપૂર્વક મુખપૃષ્ઠો તૈયાર કરાવ્યાં હતાં. નવલકથાનાં મુખપૃષ્ઠ ઓરેન્જ અને વ્હાઇટ રંગમાં તેમજ અપરાધકથા ગ્રીન અને વ્હાઇટમાં. દરેકની ઉપર પેલું પટાવાળાએ ચિતરેલું પેંગ્વીનનું ચિત્ર તો ખરું જ!
ધાર્યું હતંુ એવું જ થયું. આટલા મોટા લેખકોની ચોપડીઓ માત્ર છ જ પેન્સમાં મળતી જોઈને લોકોએ તડી બોલાવી. એક જ અઠવાડિયામાં વુલવર્થ સ્ટોરે દસેદસ હજાર પુસ્તકો વેચી નાખ્યાં અને વધારાનાં પુસ્તકોનો ઓર્ડર પણ મૂકી દીધો. ચાંપલા બુકસેલરો પણ જોયું કે મારી બેટી આ પેપરબેક ચોપડીઓ તો બહુ ખપે છે. એમણે પણ નવા ઓર્ડર મૂકયા. આટલા બધા ઓર્ડરોને પહોંચી વળવા પુસ્તકોનું તરત પુનઃ મુદ્રણ કરવું પડયું. જોતજોતામાં ઈંગ્લેન્ડનાં લગભગ તમામ બુકસ્ટોલ પર પેંગ્વીનનાં પુસ્તકો વેચાતાં થઈ ગયાં.
અત્યાર સુધી મોઢું ચડાવીને બેઠેલા પ્રકાશકોએ પણ હવે અભિપ્રાય બદલવો પડયો. તેઓ હવે પોતાનાં ટાઇટલ્સની પેપરબેક આવૃત્તિઓના અધિકારો વેચવા માટે સામેથી એલન પાસે ગયા. લેખકોને ચોપડી દીઠ ફ્કત પા પેનીની રોયલ્ટી ચૂકવવામાં આવી હતી, પણ પુસ્તકોનાં વારે વારે પુનઃ મુદ્રણો થતાં રહૃાાં એટલે રોયલ્ટીની રકમ પણ વધી. આથી લેખકો પણ રાજી રાજી!
એલનનો ધંધો પુરપાટ ઝડપથી વધતો ગયો. કોઈએ સલાહ આપી કે તમે બીજાં પ્રકાશકોએ ઓલરેડી છાપી ચૂકેલાં પુસ્તકોની જ પેપરબેક આવૃત્તિઓ જ શા માટે બહાર પાડો છો? તમારે મૌલિક પેપરબેક પુસ્તકો પણ છાપવાં જોઈએ. એલને કહૃાું: ડન! એમણે વિદ્વાન માણસોને વિજ્ઞાાન, ઇતિહાસ, કેળવણી વગેરે વિષયો પર ચોપડીઓ લખવાનું કામ સોંપી દીધું અને આ મૌલિક પેપરબેક ચોપડીઓને અલાયદું નામ આપ્યું- પેલિકન. પેંગ્વીનની જેમ પેલિકન પણ એક જળચર પક્ષી છે. ૧૯૫૬માં કંપનીને ૨૧ વર્ષ થયાં ત્યાં સુધીમાં એલને દેશ-વિદેશમાં એક કરોડ જેટલાં પુસ્તકો વેચી નાખ્યાં હતાં! ૧૯૭૦માં એમનું નિધન થયું ત્યાં સુધીમાં એમની કંપનીએ દસ હજાર ટાઇટલ્સ પ્રસિદ્ધ કરી નાખ્યાં હતાં. સો પાઉન્ડની મૂડીની શરૂ કરેલી કંપનીનું આર્થિક કદ એક્ કરોડ કરોડ પાઉન્ડ પર પહોંચી ગયેલું.
ખરેખર, એલન લેનની કહાણી આપણે સૌને પાનો ચડાવી દે તેવી છે. હવે જ્યારે કાચા પૂંઠાની પેપરબેક ચોપડી હાથમાં લો ત્યારે એલનને જરૂર યાદ કરજો!
0 0 0 

Thursday, October 5, 2017

વર્ષે પાંચ અબજ રૂપિયા કમાતા લેખકની વારતા

Sandesh - Ardh Saptahik purti - 27 Sept 2017
ટેક ઓફ
જેમ્સ પેટરસન સૌથી પહેલાં સાઠ-સિત્તેર પાનાંમાં આખી નવલકથાનું શરૂઆત-મધ્ય-અંત તેમજ ટ્વિસ્ટ્સ-ટર્ન્સ સહિતનું માળખું લખી નાખે. પછી ઓછા જાણીતા પણ સરસ લખી શકતા કોઈ લેખકને તે આપીને તેની પાસે આખું પુસ્તક લખાવે. અલબત્ત, સહલેખકે જે લખ્યું હોય તે જેમ્સ પેટરસન જરુર મઠારે. પુસ્તક બહાર પડે ત્યારે મુખપૃષ્ઠ પર જેમ્સ પેટરસનનું નામ મોટા અક્ષરોમાં મુકાય અને નીચે નાના અક્ષરમાં સહલેખકનું નામ છપાય. આ સહલેખનવાળી સિસ્ટમને કારણે જ વરસમાં જેમ્સ પેટરસનનાં દસ-દસ પુસ્તકો બહાર પાડીને વર્ષે અબજો રુપિયા કમાઈ શકે છે!
James Patterson
સૌથી પહેલી સ્પષ્ટતા એ કે લેખના શીર્ષક્માં ભલે વારતા શબ્દ વપરાયો હોય, પણ આ સત્ય હકીકત છે. બીજું, પાંચ અબજ રૂપિયાનો આંકડો કપોળ કલ્પિત નથી, સાવ સાચો છે. પાંચ અબજ રૂપિયા એટલે આશરે ૮૦ મિલિયન ડોલર થાય. આ એક વર્ષની કમાણી છે અને તે પણ કોઈ સફ્ળ બિઝનેસમેનની નહીં, એક લેખકની. જેમ્સ પેટરસન એનું નામ. ઉંમર વર્ષ ૭૦. દેશ અમેરિકા.
જેમ્સ પેટરસનનાં નામે ૧૪૭ નવલકથાઓ બોલે છે. એમાંથી ૬૭ નવલકથાઓ ‘ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ’ના બેસ્ટસેલિંગ લિસ્ટમાં નંબર વન પોઝિશન પર રહી ચૂકી છે. આ એક વર્લ્ડ રેકોર્ડ છે. અત્યાર સુધીમાં પેટરસન લિખિત પુસ્તકોની ૧૯ અબજ ૪૪ કરોડ કરતાં વધારે નકલો વેચાઈ ચૂકી છે. સ્ટિફ્ન કિંગ, જોન ગ્રિશમ, ડેન બ્રાઉન આંતરરાષ્ટ્રીય નામના ધરાવતા સુપરસ્ટાર લેખકોનાં જેટલાં પુસ્તકો વેચાય છે એના સરવાળા કરતાંય પેટરસન એકલાનાં પુસ્તકો વધારે વેચાય છે! એમની કુલ સંપત્તિનો આંકડો લગભગ ૪૫ અબજ ૩૬ કરોડ કરતાંય મોટો છે. ફ્લોરિડામાં દરિયાકાંઠે એમનો મહેલ જેવો બંગલો છે, જેમાં તેઓ પત્ની અને ટીનેજર દીકરા સાથે રહે છે. એક જમાનામાં વિખ્યાત સંગીતકાર જોન લેનન આ ઘરમાં રહેતા હતા. પેટરસને ૧૭.૪ મિલિયન ડોલર એટલે કે લગભગ એક અબજ તેર કરોડ રૂપિયામાં આ ઘર ખરીદ્યું અને બીજા ૧૪ મિલિયન (૯૦ કરોડ રૂપિયા કરતાં વધારે) રિનોવેશનમાં ખર્ચી નાખ્યા. આ સફ્ળતા જેમ્સ પેટરસનને શી રીતે મળી? એમને નાનપણથી લેખક બનવાના અભરખા નહોતા. મૂળ તેઓ એડવર્ટાઇઝિંગના માણસ. કોેલેજ કર્યા પછી તેઓ જે. વોલ્ટર થોમ્પસન નામની એડ એજન્સીમાં કોપીરાઇટર તરીકે જોડાયા હતા. ધીમેધીમે આ એડ એજન્સીના ક્રિયેટિવ ડિરેકટર અને પછી ચેરમેનના હોદ્દા સુધી પહોંચી ગયા. જાહેરાતોની સાથે સાથે તેઓ જેને વા-ર-તા કહી શકાય તેવું પણ સાઇડમાં લખ્યા કરતા. ધીમેધીમે એમને લખવામાંથી આનંદ મળવા લાગ્યો. એક સચ્ચાઈ તેમને તરત સમજાઈ ગઈ કે હું જે કંઈ લખું છું તે પ્રવાહી હોય છે, કદાચ બીજાઓેને વાંચવું ગમે તેવું પણ હોય છે, પણ મારું લખાણ કંઈ મહાન નથી. નોબલ પ્રાઇઝવિનર ગાબ્રિયલ ગાર્સિયા માર્કેઝની ‘વન હંડ્રેડ યર્સ ઓફ્ સોલિટયુડ’ જેવી ઉચ્ચ સાહિત્યિક ગુણવત્તા ધરાવતી સીમાચિહ્નરૂપ નવલકથા હું જિંદગીમાં કયારેય લખી શકવાનો નથી. હા, હું લોકપ્રિય બની શકે તેવી કમર્શિયલ ચોપડીઓ કદાચ લખી શકીશ…

આ માણસે’ધ થોમસ બેરીમેન નંબર’ નામની થ્રિલર પ્રકારની નવલકથા લખી. એમાં પોલિટિકલ મર્ડરની વાત હતી. એક પછી એક એકત્રીસ પ્રકાશકોએ આ નવલકથા રિજેકટ કરી નાખી. આખરે બત્રીસમો પ્રકાશક ચોપડી છાપવા તૈયાર થયો. ૧૯૭૬માં નવલકથા બહાર પડી. થોડા મહિના પછી એમને કોઈકનો ફેન આવ્યોઃ હું એડગર એવોર્ડ્સના આયોજકો વતી તમારી સાથે વાત કરી રહૃાો છું. અમે દર વર્ષે સૌથી સારી ક્રાઇમ ફ્ક્શિનને એવોર્ડ આપીએ છીએ. ફ્લાણી તારીખે અમારું એવોર્ડ ફ્ંક્શન છે. તમે આવી શકશો? પેટરસન ફ્ંક્શનમાં તો ગયા, પણ તેમને હજુય ભરોસો બેસતો નહોતો. આખરે વિજેતા તરીક્ે ખરેખર એમનું નામ ઘોષિત થયું. પરસેવે રેબઝેબ થતા તેઓ સ્ટેજ પર ગયા. એવોર્ડ સ્વીકારીને માઇક પર માંડ માંડ બોલ્યા કે, ‘હવે મને લાગે છે કે હું કદાચ લેખક બની ગયો છું!’
પછીના પંદર વર્ષમાં જેમ્સ પેટરસને પાંચ નવલકથાઓ લખી, બધી સામાન્ય હતી. પરિસ્થિતિમાં નાટ્યાત્મક પલટો આવ્યો ૧૯૯૨માં, ‘અલોંગ કેમ અ સ્પાઇડર’ નવલકથાથી. જેમ્સ પેટરસને આગ્રહ રાખ્યો કે આપણે આ નવલકથાની એડ્સ ટીવી પર ચલાવીશું. પ્રકાશક અને અન્યોએ બહુ વિરોધ કર્યો કે ચોપડીની જાહેરાત કંઈ ટીવી પર થોડી અપાતી હશે? જેમ્સ પેટરસને કહૃાું કે આમેય બુકના પ્રમોશન માટે આખા અમેરિકામાં ફ્રીને ટૂર કરવા જેટલા પૈસા આપણી પાસે નથી, તો એના કરતાં ત્રણ મોટાં શહેરોમાં સ્થાનિક ટીવી ચેનલો પર એડ્સ આપીએને! ન્યુ યોર્ક, શિકાગો અને વોશિંગ્ટનમાં ટીવી એડ્સ આપવામાં આવી. એનું પરિણામ જેમ્સ પેટરસને ધાર્યું હતું એવું જ આવ્યું. નવલકથાના વેચાણમાં એકાએક ઊછાળો આવ્યો. ઊછાળો એટલો મોટો હતો કે પુસ્તક બેસ્ટસેલર લિસ્ટમાં સ્થાન પામ્યું. કોઈપણ પુસ્તક બેસ્ટસેલર લિસ્ટમાં ચમકે પછી આમેય એને પબ્લિસિટીની બહુ જરૂર રહેતી નથી. આ લિસ્ટ પોતે જ પુસ્તકની સૌથી મોટી પબ્લિસિટી કરવાનું કામ કરે છે.
બસ, પછી પેટરસનની ગાડી પુરપાટ દોડવા લાગી. તેઓ લખવામાં ઝડપી એટલે ધડાધડ એક પછી એક નવલકથાઓ આવતી ગઈ. શરૂઆતની ચોપડીઓને પ્રમાણમાં સારા રિવ્યુઝ મળ્યા, પણ જેમ જેમ જેમ્સ પેટરસનની લોકપ્રિયતા અને ‘પ્રોડકિટવિટી’ વધતાં ગયાં તેમ તેમ મેઇનસ્ટ્રીમ અખબાર-સામયિકોએ એમની નવલકથાઓને હાથ લગાડવાની તસદી લેવાનું બંધ કર્યું. જેમ્સ પેટરસનની નવલકથાઓમાં ઊંડાણ કે શુધ્ધ સાહિત્યિક મૂલ્ય આમેય સાવ ઓછું હોય છે. અમેરિકાના અન્ય બેસ્ટસેલર લેખક સ્ટિફ્ન કિંગે તો એમને જાહેરમાં ‘અ ટેરિબલ રાઇટર’ (કચરપટ્ટી જેવું લખતા ભંગાર લેખક) કહીને ઉતારી પાડયા હતા. જેમ્સ પેટરસન ખૂબ વંચાય અને વેચાય છે એનું એક્ મોટુું કારણ એ કે એમની ચોપડીઓ નાની અને ‘પેજ ટર્નર’ હોય છે, સતત જકડી રાખે એવી હોય છે. ટૂંકા ટૂંકા વાકયો હોય ને ઘટનાઓનું ઘમાસાણ મચ્યું હોય. જેમ કે, જેમ્સ પેટરસનની એક નવલકથાનો ઉઘાડ અથવા તો પહેલું જ વાકય આવું છેઃ
‘તમે કોઈ ઘરના દરવાજે ટકોરા મારો ને તદ્દન નગ્ન યુવતી બારણું ખોલે એવું રોજેરોજ બનતું નથી.’
નવલકથાની શરૂઆત જ આવી ચટપટી હોય તો માણસ આગળ વાંચવાનો જને.

જેમ્સ પેટરસનની નવલકથાઓ, સમજોને, આપણે ત્યાં રેલવે સ્ટેશનો પર મળતી પેલી સસ્તી પોકેટબુકસ જેવી હોય છે. તમે અમદાવાદથી ટ્રેનમાં કે લકઝરી બસમાં ચોપડી વાંચવાનું શરૂ કરો તો રાજકોટ ઉતરો ત્યાં સુધીમાં આખી વંચાય જાય. ખાસ કરીને ખાસ કરીને જેમ્સ પેટરસનની એલેક્સ ક્રોસ સિરીઝનાં પુસ્તકો વિશેષ પોપ્યુલર બન્યાં. એલેક્સ ક્રોસ વોશિંગ્ટનમાં વસતો એક કાલ્પનિક ડિટેકિટવ છે, બ્લેક છે, સાઇકોલોજિસ્ટ પણ છે અને એ જાતજાતનાં પરાક્રમો કરતો રહે છે. જેમ્સ પેટરસનની વીમેન્સ મર્ડર કલબ નામની ઓર એક બેસ્ટસેલિંગ સિરીઝનું ધ્યાનાકર્ષક પાસું એ છે કે એ તેઓ ખુદ નથી લખતા, પણ અન્ય લેખકો પાસે લખાવે છે!
જબરી રસ પડે એવી વાત છે આ. જેમ્સ પેટરસન શું કરે કે સૌથી પહેલાં તેઓ સાઠ-સિત્તેર પાનાંમાં આખી નવલકથાનું શરૂઆત-મધ્ય-અંત તેમજ ટ્વિસ્ટ્સ-ટર્ન્સ સહિતનું માળખું લખી નાખે. પછી ઓછા જાણીતા પણ સરસ લખી શકતા કોઈ લેખકને તે આપે, એની સાથે વિગતવાર ચર્ચા કરે અને કહે કે આ મેં જે સંક્ષિપ્તમાં લખ્યું છે એને તમે વિસ્તારથી લખી આપો! પેલો લેખક દર બે અઠવાડિયે જેટલું લખાયું હોય એટલું જેમ્સ પેટરસનને ઇ-મેઇલમાં મોકલી આપે. જેમ્સ પેટરસન તે જોઈ જાય, જો લખાણ બરાબર હોય તો પેલા લેખકને આગળ વધવાની સૂચના આપે, લખાણ ઠીકઠાક ન હોય તો સૂચના આપે કે તમે જે પ્રકરણ મોકલ્યું છે એમાં ફ્લાણું-ફ્લાણું જામતું નથી, નવો ડ્રાફ્ટ મોકલી આપો! કયારેક જેમ્સ પેટરસન જાતે તે લખાણ મઠારી નાખે, કયારેક આખેઆખું નવેસરથી પણ લખે. તેમની પાસે સહલેખકોની આખી ટીમ છે એટલે આ પદ્ધતિથી
એકસાથે ત્રીસ-પાંત્રીસ જેટલી નવલકથાઓ સમાંતરે લખાતી હોય! જેમ્સ પેટરસનના બંગલના બે મોટા કમરામાં એમની ઓફ્સિ છે. એક કમરામાં કેટલાય ડ્રોઅર છે. પ્રત્યેક નવલકથા માટે એક અલાયદું ડ્રોઅર. જેમ જેમ નવલકથા લખાતી જાય તેમ તેમ એનાં પાનાં તે ડ્રોઅરમાં મૂકાતાં જાય. પુસ્તક બહાર પડે ત્યારે મુખપૃષ્ઠ પર જેમ્સ પેટરસનનું નામ મોટા અક્ષરોમાં મુકાય (કારણ કે તેઓ સફ્ળ બ્રાન્ડ છે) અને નીચે નાના અક્ષરમાં સહલેખકનું નામ છપાય. આ સહલેખનવાળી સિસ્ટમને કારણે જ વરસમાં જેમ્સ પેટરસનનાં દસ-દસ પુસ્તકો બહાર પડે છે!

આને કહેવાય કમર્શિયલ રાઇટિંગ! લક્ષ્મીદેવી જ્યારે ચાર હાથે આશીર્વાદ દેતાં હોય ત્યારે સરસ્વતીમાતાની સાધના થોડી થાય તો ચાલે! જેમ્સ પેટરસન થ્રિલર ઉપરાંત રોમેન્ટિક્ નવલક્થાઓ પણ લખે-લખાવે છે અને એમનાં પુસ્તકો પરથી ફ્લ્મિો અને ટીવી સિરિયલો પણ બની છે. હાલ તેઓ અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બિલ કિલન્ટનની સાથે મળીને ‘ધ પ્રેસિડન્ટ ઇઝ મિસિંગ’ નામની નવલકથા લખી રહૃાા છે જે આવતા વર્ષે જૂનમાં પ્રગટ થશે… અને આ વખતે પહેલી વાર એવું બનશે કે પુસ્તકનાં મુખપૃષ્ઠ પર જેમ્સ પેટરસનનું નામ નીચે હશે અને સહલેખકનું નામ ઉપર હશે!

0 0 0