Sunday, May 29, 2016

મલ્ટિપ્લેક્સ: નાગરાજ મંજુળેઃ વેદના, વાચા અને સિનેમા

Sandesh - Sanskar Purti - 29 May 2016

મલ્ટિપ્લેક્સ

બમ્પર હિટ મરાઠી ફિલ્મ સૈરાટ એકાએક જ અન્ય ભાષાના ડિરેક્ટરો - નિર્માતાઓ - લેખકો - અદાકારો માટે એક ટેક્સ્ટબુક સમાન ફિલ્મ બની ગઈ છે. જેમણે ફિલ્મ ડિરેક્શન વિશે ક્યારેક સપનું સુધ્ધાં જોયું નહોતું એવા નાગરાજ મંજુળે એક પછી એક જબરદસ્ત ફિલ્મો કઈ રીતે બનાવી જાણે છે? 



ચારે બાજુ એકાએક 'સેરાટ... સૈરાટથઈ રહ્યું છે. ફ્લ્મિ મરાઠી છે,પણ એના તીવ્ર તરંગો અન્ય ભાષાના ઓડિયન્સ તેમજ ઈન્ડસ્ટ્રીઓમાં પણ ફેલાઈ રહૃાા છે. એકઝેકટ એક મહિના પહેલાં ફ્લ્મિ રિલીઝ થઈ પહેલાં વીક્માં કુલ ૮૫૦૦ શોઝ થયા હતાપણ બીજું વીક પૂરું થતાં આ આંક્ડો ૧૪,૦૦૦  સુધી પહોંચી ગયેલો. મહારાષ્ટ્રમાં આ ફ્લ્મિનો ક્રેઝ એવો ફાટી નીક્ળ્યો છે કે અમુક અંતરિયાળ જગ્યાએ ડિમાન્ડને પહોંચી વળવા મધરાતે બારથી ત્રણ અને ત્રણથી છના શો ગોઠવવા પડયા છે! ચાર કરોડના ખર્ચે બનેલી આ ફ્લ્મિ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં ૬૫ કરોડ જેટલી ક્માણી કરીને મરાઠી સિનેમાના ઈતિહાસની સૌથી ક્માણી કરી ચુકેલી ફ્લ્મિ બની ચુકી છે. ગુજરાતી ફ્લ્મિ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય થઈ ગયેલા ઉત્સાહીઓને ક્હેવામાં આવે છે કે અર્બન-અર્બનના જાપ જપવાનું બંધ કરીને 'સૈરાટજોઈ આવો અને જરા જુઓ કે મરાઠી ફ્લ્મિમેકરો ગામડાના બેક્ગ્રાઉન્ડમાં પણ કેટલી અફ્લાતૂન ફ્લ્મિ બનાવી શકે છે. અરેસુભાષ ઘઈ જેવા હિન્દી ફ્લ્મિ ઈન્ડસ્ટ્રીના શોમેન સુધ્ધાં ક્હે છે કે આખા બોલિવૂડે 'સૈરાટજોવી જોઈએ અને ખાસ કરીને શહેરોમાં મોટા થયેલા ફ્લ્મિમેર્ક્સે આમાંથી ક્ંઈક શીખવું જોઈએ! એકએક જ સઘળા ડિરેકટરો-નિર્માતાઓ-લેખકે-અદાકારો માટે 'સૈરાટએક ટેકસ્ટબુક સમાન ફ્લ્મિ બની ગઈ છે. 


'સૈરાટ' શબ્દનો પોઝિટિવ અર્થ થાય છે મુકત, આઝાદ અને નકારાત્મક અર્થ થાય છે જિદ્દી, જડસુ, જંગલી, અવિચારી. જેમણે 'સૈરાટ' હજુ સુધી જોઈ નથી તેમની જાણ ખાતર ટૂંક્માં ક્હેવાનું કે આ ગામડાગામમાં આકર લેતીં એક લવસ્ટોરી છે. છોકરી સવર્ણ છે, છોકરો દલિત છે. કોલેજના ર્ફ્સ્ટ યરમાં ભણતી આ જોડી પ્રેમના આવેશમાં  ઘરેથી ભાગી જાય છે, ખૂબ હેરાન થાય છે, એ બન્નેની વચ્ચે પણ ઘણી સમસ્યાઓ ઊભી થાય છે, પણ આખરે સખળડખળ ચાલતી તેમની જિંદગી થાળે પડે છે ને પછી જે થવાનું હોય તે થાય છે. એક મસાલા કમર્શિયલ ફ્લ્મિમાં હોય તે બધું જ અહીં છે - રોમાન્સ, સ્લો-મોશનમાં દોડતાં હીરો-હિરોઈન, જાલિમ જમાના, ધમાકેદાર સંગીત, નાચ-ગાના, કોમેડી, રોના-ધોના, બધું જ. નવાઈની વાત એ છે કે આમ છતાંય આ ફ્લ્મિ ટિપિક્લ બનતી નથી. આનું પહેલું કારણ એ કે ક્લાકારોનો અભિનય એટલો રિયલિસ્ટિક છે જાણે શ્યામ બેનેગલની કોઈ ખૂબ વખણાયેલી આર્ટ ફ્લ્મિ જોઈ લો.  બીજું, ફ્લ્મિમેકરે ખરેખર તો લવસ્ટોરીના માધ્યમથી નાનાં ગામડાં-નગરોમાં આજની તારીખેય જે સજ્જડ વર્ણ વ્યવસ્થા અસ્તિત્ત્વ ધરાવે છે તેના વિશે ચીરી નાખે એવી ક્મેન્ટ કરી છે.    


'સૈરાટ'ના રાઈટર-ડિરેકટર છે, ૩૮ વર્ષીય નાગરાજ મંજુળે. એમના વિશે વિગતે જાણવા જેવું છે. ફ્કત એટલા માટે નહીં કે 'સૈરાટ' હવે હિન્દી ઉપરાંત ગુજરાતીમાં પણ બનવાની છે, પણ એટલા માટે કે નાગરાજની ખુદની ક્હાણી જબરી રસપ્રદ છે. નાગરાજ મંજુળે વડાર નામે ઓળખાતા દલિત સમાજમાંથી આવે છે. વણજારાની જેમ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટક્તી વડાર જાતિના લોકોનું મુખ્ય કામ પથ્થરો તોડવાનું છે. નાગરાજના પિતાજી પણ ક્ન્સ્ટ્રકશન સાઈટ્સ પર આ જ કામ કરતા. નાગરાજે 'સૈરાટ'ની પહેલાં 'ફેન્ડ્રી' નામની મલ્ટિપલ અવોર્ડ-વિનિંગ જબરદસ્ત ફ્લ્મિ બનાવી હતી તેમાં કૈકડી સમાજના ટીનેજ છોકરાની વાત હતી. પરંપરાગત રીતે કૈકડી અને વડાર આ બન્ને સમાજના લોકો ભૂંડ પાળે છે કે જેથી એનું માંસ ખાઈને પેટનો ખાડો પૂરી શકાય. (ફેન્ડ્રી એટલે ભૂંડ, સુવ્વર). ભૂંડ પોતે ગામલોકોના વિષ્ટા પર જીવતું પ્રાણી છે. આવા સુવ્વરનું માંસ ખાનારા કૈકડી - વડાર સમાજના લોકોને આથી અશ્પૃશ્ય-અછૂત ગણવામાં આવે છે. નાગરાજ મંજુળે આ પ્રકારના બેક્ગ્રાઉન્ડમાંથી આવે છે.
મહાનગરના ચક્ચક્તિ માહોલમાં ઊછરેલો સુંવાળો ફ્લ્મિમેકર દેશની સામાજિક વિષમતા પર ફ્લ્મિ બનાવે તે એક વાત થઈ. આમાં ક્શું જ ખોટું નથી. જો ફ્લ્મિમેકર ક્લાકર તરીકે જેન્યુઈન હોય તો એની ફ્લ્મિ સાચુક્લી લાગે છે, દર્શક્ના હૃદય સુધી પહોંચે છે. સત્યજિત રાય અને શ્યામ બેનેગલ જેવા ફ્લ્મિમેર્ક્સનું કામ આપણને એટલે જ ગમે છે. બીજો પ્રકાર એવા ફ્લ્મિમેકરોને છે જે ક્હેવાતી આર્ટ ફ્લ્મિ ફ્કત બનાવવા ખાતર, ફ્લ્મિ ફેસ્ટિવલોમાં ઘૂસવા ખાતર, શહેરી તેમજ વિદેશી ઓડિયન્સ પાસેથી 'ઓહ માય ગોડ... રિઅલી? આવું બધું પણ હોય છે? સો સેડ, નો?' પ્રકારના સિન્થેટિક રિએકશન ઊઘરાવવા ખાતર સામાજિક વિષમતાઓને 'વાપરે' છે. આવી ફ્લ્મિોમાં સતત અપ્રામાણિક્તા ગંધાતી  રહે છે. પેલી 'ધ ગુડ રોડ'ની નામની રેઢિયાળ ગુજરાતી ફ્લ્મિ આ કેટેગરીમાં આવે.

...અને ત્રીજો રેર પ્રકર નાગરાજ મંજુળે જેવા ફ્લ્મિમેકરોનો છે, જે ખુદ સામાજિક વિષમતાઓને જીવી ચુકયા છે, એમાંથી પસાર થઈ ચુકયા છે. એમની સામાજિક નિસ્બત છાપાં-મેગેઝિન વાંચીને કે ટીવીના કાર્યક્રમો-ફ્લ્મિો જોઈને નહીં પણ ખુદના અનુભવો અને અનુભૂતિમાંથી પ્રગટે છે. 'સૈરાટ'માં વર્ણવ્યવસ્થા, ઊંચ-નીચના ભેદભાવ અને તેને કરણે સર્જાતા તીવ્ર સામાજિક અસંતુલનની જે વાત થઈ છે તે નાગરાજનું ખુદનું વાસ્તવ અને અતીત છે.
'સૈરાટ'નું શૂટિંગ નાગરાજ પોતે જ્યાં ઊછરેલા છે એ સોલાપુર જિલ્લાના જેઉર નામના ગામમાં કરવામાં આવ્યું છે. પિતા પોપટરાવ મજૂરી કરે, અભણ માતા ઘર અને ચારેય દીકરાઓને સાચવે. નાગરાજના સમાજમાં આમ તો ભણતરનું જરાય મહત્ત્વ નહીં. છોકરો સમજણો થયો નથી ને મજૂરીએ લાગ્યો નથી. સદભાગ્યે પોપટરાવે છોકરાઓને ભણાવ્યા હતા. તેઓ દીકરાઓને એક જ વાત કરતાઃ' સાવલીતલી નોકરી કરા!' (એટલે કે છાયડામાં કામ કરવા મળે એવી ઓફ્સિની નોકરી કરજો, મારી જેમ  તડકામાં શેકાતા નહીં!)
નાગરાજને સાવ નાનપણમાં સમજાતું નહોતું, પણ જરાક સમજણા થયા એટલે ધીમે ધીમે ખબર પડવા માંડી કે પોેતે તદ્દન પછાત અને અછૂત ગણાતી દલિત જાતિમાં જન્મ લીધો છે, ગામના લોકો એમને અને એમના ભાઈઓને અલગ દષ્ટિએ જુએ છે, એમને જુદી રીતે ટ્રીટ કરવામાં આવે છે. એમને ભાન થવા માંડયું કે એમનું વ્યક્તિત્ત્વ પોતે ખરેખર શું છે ને શું કરી શકે છે માત્ર એના આધારે નહીં, પણ પોતે કઈ કોમમાં જન્મ્યા છે તેના આધારે ડિફાઈન કરવામાં આવે છે. તીવ્ર લઘુતાગ્રંથિ જન્માવી દે, આત્મવિશ્વાસનો ખુડદો બોલાવી દે એવી આ સભાનતા હતી.

આ પ્રકારના માહોલમાં ઊછરી રહેલા દલિત છોકરાને ફ્લ્મિમેકર બનવાનો વિચાર સુધ્ધાં કેવી રીતે આવે? હા, નાગરાજને નાનપણથી પિકચરો જોવાનો બહુ શોખ. અમિતાભ, જિતેન્દ્ર, મિથુનની મસાલા ફ્લ્મિોમાં એમને જલસો પડે. એમને માત્ર સ્ક્રીન પર દેખાતી રંગારંગ દુનિયામાં જ રસ. ફ્લ્મિોની આ જે તડક્ભડક છે તેની  પાછળ ડિરેકટર નામનું એક માનવપ્રાણી પણ હોય છે એવી ક્શી જ ગતાગમ નહીં. એ જમાનામાં નાનાં ગામ-નગરો સહિત બધે વિડીયો થિયેટરો ફૂટી નીક્ળેલાં.
એકાદ રુપિયાની ટિક્ટિ હોય. નાગરાજ સ્કૂલે બન્ક મારીને રોજની બબ્બે ફ્લ્મિો જોઈ નાખે. ક્દાચ એટલે જ એસએસસીમાં ફેલ થયા. ઘરે નવરા બેઠા બેઠા એમણે ડાયરી લખવાનું શરુ ર્ક્યું. 'આજે મેં આમ ર્ક્યું ને આજે મેં તેમ કર્યું' પ્રકારની રુટિન વાતો લખી લખીને ક્ંટાળો આવવા લાગ્યો એટલે ક્વિતા જેવું લખવાનું શરુ ર્ક્યું. એ વખતે એમને કયાં ખબર હતી કે આ જોડક્ણાં જેવું કાચું-પાકું લખાણ એમને ક્રમશઃ શુદ્ધ કવિતા તરફ્ લઈ જશે અને આગળ જતાં એમણે લખેલા 'ઉન્હાન્ચા ક્ટાવિરુધ' નામના કાવ્યસંગ્રહને સાહિત્યનો અવોર્ડ સુધ્ધાં મળશે!
નાગરાજનું ભણવાનું ચાલુ રહ્યું. મરાઠી સાહિત્ય સાથે પુના યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા. અમુક દોસ્તો અહમદનગરની ન્યુ આર્ટ્સ, સાયન્સ એન્ડ કેમર્સ કોલેજના માસ ક્મ્યુનિકેશન (માસ-કોમ)નો કોર્સ કરવા જઈ રહૃાા હતા એટલે નાગરાજને થયું કે ચાલો, આપણેય આ કોર્સ કરીએ. માત્ર એટલો અંદાજ હતો કે માસ-કોમમાં આ લોકો કંઈક સિનેમા, મિડિયા, પત્રકારત્વ ને એવું બધું ભણાવતા હોય છે. મા-બાપ માટે તો અમારો દીકરો કંઈક ભણી રહૃાો છે એટલી હકીક્ત જ પૂરતી હતી.

અહમદનગર જેવાં શહેરની સાવ સાધારણ કોલેજના માસ-કોમમાં એડમિશન લેવાની નાગરાજ ઘટના વણાંકરુપ સાબિત થઈ. માસ-કોમમાં એમની બેચ સૌથી પહેલી હતી એટલે ડિપાર્ટમેન્ટ પાસે દેખીતી રીતે જ ક્શો અનુભવ નહોતો. પુનાની ફ્લ્મિ ઈન્સસ્ટિટયુટ કે મુબઈની ફેન્સી ફ્લ્મિ સ્કૂલોમાં વ્યવસ્થિત માળખું હોય છે, પણ આવી સાધારણ સંસ્થાઓમાં જરુરી સાધનો ન હોય, સજ્જ ટીચરો ન હોય. વચ્ચે વચ્ચે બહારગામથી કોઈ વિઝિટિંગ ફેકલ્ટી આવે ત્યારે એમની પાસેથી થોડુંઘણું શીખવા મળતું. આજે જોકે અહમદનગરની આ કોલેજવાળા રોફ્થી ક્હેે છેકે મરાઠી સિનેમાનો સૌથી હિટ ડિરેકટર નાગરાજ મંજુળે અમારે ત્યાં ફ્લ્મિમેક્ગિં શીખ્યો હતો! આમાં સચ્ચાઈ પણ છે. વર્લ્ડ સિનેમાની તો વાત જ જવા દો, નાગરાજે સત્યજિત રાય જેવા મહાન ભારતીય ફ્લ્મિમેકરનું નામ પણ માસ-કોમમાં એડમિશન લીધા પછી પહેલી વાર સાંભળેલું! ધીમે ધીમે ફ્લ્મિ ડિરેકશન કોને ક્હેવાય, ફ્લ્મિ રાઈટિંગ કોને ક્હેવાય, સિનેમેટોગ્રાફી એટલે શું એ બધું સમજાતું ગયું ને દિમાગની બારીઓ ખુલતી ગઈ.
૨૦૦૯માં થર્ડ સેમેસ્ટર દરમિયાન એક શોર્ટ ફ્લ્મિ બનાવવાનું અસાઈન્મેન્ટ મળ્યું. નાગરાજે પોતાના જ જીવનના અનુભવોમાંથી પ્રેરણા લઈને 'પિસ્તુલ્યા' નામની પંદર મિનિટની ફ્લ્મિ બનાવી. એમાં વડાર જાતિનો આઠ વર્ષનો દલિત છોકરો છે. નાગરાજે એક અસલી દલિત છોકરાને એકિટંગ માટે તૈયાર ર્ક્યો હતો. ખુદ નાગરાજ અને એમની માતા પણ આ શોર્ટ ફ્લ્મિમાં સ્ક્રીન પર દેખાય છે. 'પિસ્તુલ્યા'ની સ્ટોરી એવી છે કે છોકરાની મા નાનાં-મોટાં કામ કરીને ને માગી-ભીખીને પોતાનું અને દીકરાનું પેટ ભરે છે. છોકરાને બીજાં બાળકોની જેમ સ્કૂલે ભણવા જવાની હોંશ છે. એક સ્કૂલમાં એને ક્હેવામાં આવે છે કે જો તું સ્કૂલના યુનિફોર્મ  અને પુસ્તકોનો મેળ કરી શકીશ તો એડમિશન આપીશું. એ છોકરો પછી કેવી રીતે સ્કૂલના યુનિફોર્મનો તોડ કાઢે છે? આનો જવાબ તમે ખુદ યુટ્યુબ પર આ શોર્ટ ફ્લ્મિ જોઈને જાણી લેજો. 
દોઢ લાખના ખર્ચે માત્ર બે દિવસમાં બનાવેલી 'પિસ્તુલ્યા'ને એટલી બધી સફ્ળતા મળી કે નાગરાજ સહિત એમનું આખું માસ-કોમ ડિપાર્ટમેન્ટ હેબતાઈ ગયું. આ ફ્લ્મિને નેશનલ અવોર્ડ જુદા જુદા ફ્લ્મિ ફેસ્ટિવલ્સમાં કુલ તેર અવોર્ડ્ઝ મળ્યા. નાગરાજમાં કોન્ફ્ડિન્સ આવ્યો. કાયમ શાંત અને સહમેલા રહેતા આ યુવાનને પોતાની લાગણીઓને વાચા આપવા માટે સશકત માધ્યમ મળ્યું. હવે એમને થયું કે લાઈફ્માં કરવા જેવું કામ તો આ જ છે - ફ્લ્મિો બનાવવાનું. આમ, 'પિસ્તુલ્યા'ની અણધારી સફ્ળતાને લીધે નાગરાજે ફ્લ્મિમેક્ગિંને કરીઅર તરીકે અપનાવવાનો નિર્ણય લીધો.

કોર્સ પૂરો થઈ ગયા પછી નાગરાજ 'પિસ્તુલ્યા' પરથી જ ફુલલેન્થ ફ્ચિર ફ્લ્મિ બનાવવા માગતા હતા. એમણે એક લવસ્ટોરી લખવાની કેશિશ કરી જોઈ, પણ એમાં ફાવટ ન આવી એટલે પડતી મૂકી (આ જ લવસ્ટોરી પછી 'સૈરાટ' બની). એમણે બીજી ફ્લ્મિ લખી - 'ફેન્ડ્રી'. આમાં તેર વર્ષનો એક દલિત છોકરો છે, જે ગામની સવર્ણ છોકરીના પ્રેમમાં પડે છે. 'ફેન્ડ્રી'ના મુખ્ય કિરદાર માટે સોમનાથ અવઘાડે નામના ૧૩ વર્ષના અસલી દલિત છોકરાને પસંદ ર્ક્યો કે જેણે જિંદગીમાં કયારેય ફ્લ્મિનો કેમેરા જોયો સુધ્ધાં નહોતો. 'ફેન્ડ્રી' રિલીઝ થતાંની સાથે જ ખૂબ વખણાઈ. નાગરાજને બેસ્ટ ડિરેકટર (ડેબ્યુ) અને સોમનાથને બેસ્ટ ચાઈલ્ડ એકટરનો નેશનલ અવોર્ડ મળ્યો. દેશ-વિદેશના બીજા ક્ંઈકેટલાય અવોર્ડ્ઝનો રીતસર વરસાદ વરસ્યો. નાગરાજ અગાઉ એવા ભ્રમમાં હતા કે અમિતાભ બચ્ચન કે મિથુન ચક્રવર્તી જેવા હીરો હોય તો જ પિકચર બને, પણ એમને અનુભવે સમજાઈ ગયું કે કેઈ પણ નોન-એકટર પાસે સારામાં સારી એકિટંગ કરાવી શકય છે ને મસ્તમજાની ફ્લ્મિ બનાવી શકય છે!
'ફેન્ડ્રી' ૨૦૧૩માં રિલીઝ થઈ તે પહેલાં જ 'સૈરાટ'નું પ્લાનિંગ શરુ થઈ ગયું હતું. તમે જોશો તો સ્પષ્ટપણે સમજાશે કે 'સૈરાટ' વાસ્તવમાં 'ફેન્ડ્રી'નું જ એકસટેન્શન છે. આ વખતે નાગરાજે નક્કી ર્ક્યું કે ફ્લ્મિની વાર્તા ભલે પોતાનાં  જીવન અને અનુભવો પર આધારિત હોય, પણ ફ્લ્મિનું ફોર્મેટ મેઈનસ્ટ્રીમ પોપ્યુલર પ્રકારનું હશે કે જેથી ફ્લ્મિ ફેસ્ટિવલની સરકિટમાંથી બહાર નીક્ળને મેઈનસ્ટ્રીમ ઓડિયન્સ સુધી પહોંચી શકાય. આ એક સ્માર્ટ સ્ટ્રેટેજી હતી, જે જબરદસ્ત કમિયાબ નીવડી. અગેન, એમણે ૨૧ વર્ષના આકાશ થોસર અને ૧૪ વર્ષની રિંકુ રાજગુરુ જેવાં નોન-એકટર્સને શોધી કઢયાં, તેમને ટ્રેનિંગ આપી અને જોરદાર અભિનય કરાવ્યો. નાના પાટેકરવાળી 'નટસમ્રાટ'ને પાછળ રાખીને 'સૈરાટ' હવે મરાઠી સિનેમાના ઈતિહાસની સૌથી સુપરડુપર કમર્શિયલ હિટ ફ્લ્મિ બની ચુકી છે, જેે હવે ગુજરાતી સહિત અન્ય ભાષાઓમાં પણ અવતરવાની છે.
મોર પાવર ટુ નાગરાજ મંજુળે!
0 0 0 

Tuesday, May 24, 2016

ટેક ઓફ: જિંદગી...મારી વહાલુડી!

Sandesh - Ardh Saptahik purti - 25 May 2016
ટેક ઓફ
તું, જિંદગી, બેઝિકલી આળસુની પીર છે. એક નંબરની પ્રમાદી છે. તને કાલ્પનિક વિષાદમાં સબડયા કરવાનો શોખ છે. તને બોચીએથી પકડીને, હચમચાવીને, બે લાફા મારીને સીધીદોર કરવાનો, તારી અસલિયત યાદ કરાવવાનો અને પછી ચાબુક ફ્ટકારીને ઘોડાની જેમ દોડતી કરવાનો સમય આવી ગયો છે.

જિંદગી... મારી વહાલુડી!
કેમ છે તું, દોસ્ત? મજામાં? મસ્ત? શ્યોર?
તને મારી ચિંતા થાય કે ન થાય પણ મને તારી ખૂબ ફ્કિર રહે છે. તું ખૂબ સારી રીતે જાણે છે મારી આ કમજોરી. અને એટલે જ તું મોઢે ચડાવેલાં એકના એક ચાગલા સંતાનની જેમ મન ફાવે તેમ વર્તવા લાગે છે. મને ક્ંઈ કહેવાનું નહીં, રોકવાનું નહીં, ટોકવાનું નહીં એવો તારો એટિટયુડ થઈ જાય છે. હું તારો આ એટિટયુડ ચલાવી પણ લઉં છું, રાધર, ચલાવી લેવો પડે છે. શું થાય! તને લાડ નહીં લડાવું તો કોને લડાવીશ? ખૂબ બદમાશ થઈ ગઈ છે તું, જિંદગી!
પણ કયારેક તું ઉદાસ બની જાય છે. ગુમસુમ થઈ જાય છે. જાણે તારી ઊર્જા શોષી લેવામાં આવી હોય તેમ તું તારું જીવંતપણું ગુમાવી બેસે છે. આવી સ્થિતિમાંય તું બહારથી હસતી-મુસ્કુરાતી રહે એટલે બીજાઓને ભલે ખબર ન પડે, પણ હું તો તારી રગ-રગથી વાકેફ્ છુંને! તું મારી સામે સબ સલામત હોવાનો દેખાવ ન કરી શકે. તને મૂરઝાયેલી જોઈને હું કારણ પૂછું એટલે તું ચિડાઈ જાય. 'જસ્ટ લીવ મી અલોન' એમ કહીને બધાં બારી-બારણાં બંધ કરીને બેસી જાય. તું અવસાદ અનુભવતી હો ત્યારે જ નહીં, પણ મદમસ્ત થઈને તોફાને ચડી હો ત્યારે પણ ઘણી વાર ક્મ્યુનિકેશન સાવ બંધ કરી નાખે છે. આવા સંજોગોમાં ન છૂટકે તને એકલી છોડી દેવી પડે છે.  
...પણ એક્ વાત યાદ રાખજે. મેં તને તોફાન કરવા છુટ્ટી મૂકી દીધી હોય કે પછી ઉદાસીમાં એક્લી છોડી દીધી હોય, પણ મારી નજર તારા પર હોય જ છે. ખાધાપીધા વગર ખુલ્લા પગે બહાર રમવા નાસી ગયેલાં ચંચળ ટાબરિયાની મા કે બાપ જેમ વચ્ચે વચ્ચે ચેક કરતાં રહેે કે મારું બચ્ચું હેમખેમ તો છેને, બસ એ જ રીતે મારું ધ્યાન તારા પર રહેતું જ હોય છે. તું નિરંકુશ બની ગઈ હો તે  હજુય કદાચ ચાલે, પણ તું હેમખેમ ન હો તે મને બિલકુલ નહીં ચાલે.
એક મિનિટ. હું કેમ તને સંતાનની જેમ ટ્રીટ કરું છું, જિંદગી? તારો જન્મ પણ એ જ ક્ષણે નહોતો થયો જે ક્ષણે મારો જન્મ થયો હતો? તો પછી? આ ન્યાયે તો આપણે બન્ને ટ્વિન્સ કહેવાઈએ. આનો સાદો અર્થ એ થયો કે જેમ હું તને લાડ લડાવું છું તેમ તું પણ મને લાડ લડાવે, તું પણ મારી સંભાળ રાખે અને તું પણ મારી ફિકર કરે એવી અપેક્ષા હું રાખું તો ટેકિનક્લી તેમાં ક્શું ખોટું નથી. વન-સાઈડેડ સંબંધોમાં ખૂબ પ્રોબ્લેમ ઊભા થાય છે તે તું કયાં નથી જાણતી. શું એવું બને કે તું પણ મને એટલો જ પ્રેમ કરતી હો, પણ તારી વહાલ કરવાની રીત સાવ નિરાળી  હોય ને મને સમજાતી ન હોય? 
સાચું ક્હું જિંદગી, તારી-મારી વચ્ચે ટ્વિન્સવાળાં સમીકરણ કરતાં વાલી-સંતાનવાળું સમીકરણ જળવાઈ રહે તે મને વધારે પસંદ છે. આ રીતે હું તારાથી સુપિરિયર છું, તને અંકુશમાં રાખી શકવા ક્વોલિફઈડ છું એવી જે સાચી-ખોટી ફીલિંગ આવ્યા કરે છે તે મને બહુ ગમે છે!
કયારેક મને સવાલ થાય છે જિંદગી, કે તારા વિશે હું જે વિચારો કરતો હોઉં છું એમાં ક્યો ભાવ અથવા તો કઈ અનુભૂતિ સૌથી વધારે જગ્યા રોકે છે? વિસ્મય, ગર્વ, આનંદનો ભાવ? નિશ્ચિંતતા, નિરાંત, વિશ્વાસનો ભાવ? ક્રોધ, ચિંતા, ડર, ત્રાસનો ભાવ? કે પછી મોહ, માયા, દયા, કરુણાનો ભાવ? સાવ સાચો જવાબ એ છે કે આ તમામ લાગણીઓ, અને આ સિવાયની અન્ય લાગણીઓના પણ બીજા કેટલાય શેડ્ઝ, વત્તી-ઓછી માત્રામાં અનુભવાતાં રહે છે. પેલી લબૂક્ઝબૂક્ કરતી ડિસ્કો લાઈટ ઘડીકમાં લાલ થાય, ઘડીકમાં લીલી થાય ને ઘડીકમાં બ્લુ થાય, તેમ હું તને જે રીતે સંવેદું છું, પર્સીવ કરું છું, તારી અનુભૂતિ કરું છું તેનો રંગ બદલાતો રહે છે. આની જ તો મજા છે, હેંને જિંદગી? તું એક જ રંગ ધારણ કરીને સ્થિર ઊભી રહી જાય તો કેટલી બોરિંગ બની જાય!

તું, જિંદગી, હવે એક જુદા જ ધરાતલ પર મુકાઈ ગઈ છે. સમયની સાથે તારી અનુભૂતિઓ, લાગણીઓ, ક્રિયાઓ, પ્રતિક્રિયાઓની ભ્રમણકક્ષા બદલાયાં છે. તારી નવી કક્ષા અગાઉની ક્ક્ષા કરતાં વધારે ઊંચાઈ પર છે કે નીચાણમાં છે તે શી રીતે નક્કી થાય? કયારેક લાગે છે, જિંદગી, કે તારુેં કામકાજ અવકાશ જેવું છે. અવકાશમાં ક્શુંય ઉપર-નીચે-ડાબે-જમણે જેવું હોતું નથી, દિશાના સંદર્ભો હોતા નથી એ વાત તને પણ એપ્લાય થાય છે. જોકે દિશાહીનતાની લક્ઝરી તને કયારેય માફ્ક આવી નથી તે વાત યાદ રાખવાની. 
તું, જિંદગી, આજકાલ શું વિચારે છે, માય સ્વીટહાર્ટ? મને તે જાણવામાં રસ છે. શું છે તારી લેટેસ્ટ ડિસ્ક્વરી? કયાં છે તારાં લેટેસ્ટ સત્યો? સત્યનો પોતાનો પ્રકાશ હોય છે. ગટ ઇન્સ્ટિંક્ટ કે અંતઃસ્ફૂરણા ખોટાં પડી શકે છે, પણ માંહૃાલો જુદી વસ્તુ છે. તું હવે કમસે કમ એટલી મેચ્યોર તો થઈ ગઈ છે કે ગટ ઈન્સ્ટિંક્ટ અને માંહૃાલા વચ્ચેનો ફર્ક સમજી શકે. આપણો માંહૃાલો સહેજ પણ શબ્દ ચોર્યા વગર આપણાં સત્યોને આપણી આંખ સામે મૂકી દે છે, પણ ઘણી વાર આપણામાં તે સત્યો તરફ્ જોવાની હિંમત હોતી નથી. કયારેક્ તે સત્યો તરફ્ નજર કરી લઈએ તોય એના પર વિશ્વાસ કરતા નથી. સ્વીકારવાની તો વાત જ દૂર રહી...પણ દોસ્ત, સત્ય સાથે દોસ્તી કરવી પડે છે. ભલે સમય લાગે, પણ વહેલા-મોડાં તેને સ્વીકારવાં પડે છે. મને ડર છે કે ન સ્વીકારાયેલાં સત્યો તને કયાંક તોડી ન નાખે. મારી એક વાત માનીશ? માંહૃાલાનાં સત્યોનો કમસે કમ વિરોધ કરવાનું બંધ કરીશ? દલીલ કર્યા વગર માંહૃાલો જે ક્ંઈ કહેતો હોય તે સાંભળતા શીખીશ, પ્લીઝ? બિલકુલ સ્વસ્થ રહીને તેનાં સત્યોનું નિરીક્ષણ કર. પછી ધીમે ધીમે એનો સ્વીકાર કરવાની હિંમત કેળવ.
તું સ્વીકારી લે, જિંદગી, કે જેમ પ્રેમની તીવ્રતા વધતી હોય છે તેમ પ્રેમના અભાવની તીવ્રતા પણ વઘતી હોય છે. હા, પ્રેમનો અભાવ તીવ્ર બનતો બનતો આખરે શૂન્યતામાં પરિણમે છે, ધિક્કારમાં નહીં. ધિક્કાર જરા જુદી વસ્તુ છે.
સાથે સાથે બીજું એક સત્ય પણ સમજી લે, જિંદગી. કે તું જેને પ્રેમ કરતી હોય તેના પ્રત્યે જજમેન્ટલ બને તો એ ક્ંઈ ભયંકર અપરાધ નથી. પ્રેમ કરવાનો અર્થ એવો નથી કે પ્રિયજનને સતત એક જ રંગના મુગ્ધ ચશ્માંથી જોતાં રહેવું. તે શકય પણ નથી. પ્રિયજનમાં શું સારું છે ને શું ખરાબ છે, એણે શું સાચું ર્ક્યું ને કયાં ભૂલો કરી તે આપણે સ્પષ્ટપણે વિચારી શકતા જ હોઈએ છીએ, મૂલ્યાંક્ન કરી શકતા હોઈએ છીએ. તટસ્થ બનીને ટીકા પણ કરી શકતા હોઈએ છીએ. એમાં ક્શુંય ખોટું નથી, બલ્કે, આ તો ઈચ્છનીય બાબત છે. આપણે બધું સમજતા હોઈએ ને છતાંય પ્રિયજનને પ્રેમ કરવાનું બંધ ન કરીએ એ કેટલી મજાની વાત છે. 
હજુ ઓર એક સત્ય સ્વીકારી લે. ખુદવફાઈનું સત્ય. ખુદવફઈ જેવી ખૂબસૂરત બીજી કોઈ ચીજ નથી. પોતાની જાત પ્રત્યે વફાદાર રહેવું અને માણસ તરીકેની ગરિમાની અૈસીતૈસી કરીને ક્રૂરતાપૂર્વક, અણધડ રીતે સ્વકેન્દ્રી બનવું આ બે વચ્ચે શું ભેદ છે તે તું બરાબર સમજે છે. બીજાઓની ચિંતા કરવાને બદલે સૌથી પહેલાં તું ખુદ ખુશ રહે. ખુદના સુખ પ્રત્યે વફાદાર રહે. ગિલ્ટનો ભાર ઊંચકીને ર્ફ્યા કરવાનો કોઈ મતલબ હોતો નથી. એ જ પ્રમાણે, પ્રેમની કે પ્રેમના અભાવની સો-કોલ્ડ સમસ્યાઓને વધુ પડતું મહત્ત્વ આપવાનો પણ કોઈ અર્થ નથી. શું કામ ગ્લેમરાઈઝ કરે છે આવી વસ્તુઓને? ચિલ માર, યાર. ઝમાને મેં ઔર ભી ગમ હૈ મહોબ્બત કે સિવા, ભૂલી ગઈ? કન્સિસ્ટન્સી, ફોર એક્ઝામ્પલ. સાતત્યનો અભાવ તારી એક મોટી સમસ્યા છે, જિંદગી. તું તારા સૌથી પ્રિય કામોમાં, તારા પેશનવાળાં ક્ષેત્રોમાં પણ સાતત્ય જાળવી ન શકે તે કેમ ચાલે? ફ્કિસ ઈટ ર્ફ્સ્ટ! જો તું ખુદવફાઈ અને સાતત્ય આ બે ગુણને આત્મસાત કરી લઈશ તો જંગ જીતી જઈશ!

તું, જિંદગી, બેઝિકલી આળસુની પીર છે. એક નંબરની પ્રમાદી છે. તને કાલ્પનિક વિષાદમાં સબડયા કરવાનો શોખ છે. તને બોચીએથી પકડીને, હચમચાવીને, બે લાફા મારીને સીધીદોર કરવાનો, તારી અસલિયત યાદ કરાવવાનો અને પછી ચાબુક ફ્ટકરીને ઘોડાની જેમ દોડતી કરવાનો સમય આવી ગયો છે.
જો ચાંપતી નજર ન રાખવામાં આવે ને લાંબા સમય સુધી રિમાઈન્ડ કરાવવામાં ન આવે તો તું ભૂલી જાય છે, જિંદગી, કે તું એક જાતવાન અશ્વ છે, આળસુ ઊંટ કે બેવકૂફ બકરી કે લુચ્ચુ શિયાળ નહીં. જો તને દોડાવવામાં ન આવે તો તને ફાવતું જડી જાય છે. તું આળસુ ઊંટની જેમ રણમાં ઊભી રહી જાય છે ને પછી ટેસથી રેતીમાં આળોટતાં આળોટતાં ઊંઘી જાય છે. સોરી ટુ યુઝ ધિઝ વર્ડ, પણ સાલી તારી જાત જ એવી છે - કમીની. નથી શું? ઓકે, કમીની શબ્દ વધુ પડતો લાગતો હોય તો જરા હળવો શબ્દ વાપરું - વાયડી. તું એક નંબરની વાયડી છે એટલું તો તું સ્વીકારે છેને,  જિંદગી?
બસ, તો હવે મચી પડ, આળસુડી જિંદગી. તારા ર્ક્મ્ફ્ટ ઝોનમાંથી બહાર આવીને દોટ મૂક્. તારી જાતને ટોપમોસ્ટ પ્રાયોરિટી આપ. ક્દાચ અમુક નૌટંકી જોવાની ને ભજવવાની બાકી રહી ગઈ હતી એટલે તારો છુટકારો થતો નહોતો, પણ હવે તો તેં બધા ડ્રામા જોઈ લીધા છે, જીવી લીધા છે, ઘણી બધી આંતરિક સ્પષ્ટતાઓ થઈ ગઈ છે. હવે તું તમામ પ્રકારના આંતર-બાહૃા અંતરાયોને અતિક્રમી જા. લક્ષ્ય તારી સામે છે, રસ્તો તું જાણે છે. નાઉ જસ્ટ ગો એન્ડ ગેટ ઈટ! 
તીવ્રતા, તીવ્રતા, તીવ્રતા. આ જ તો તારી ઓરિજિનાલિટી છે, મારી માવડી. ખુદની ઓરિજિનાલિટી સાથે, ખુદની માટી સાથે ટયુનિંગ રાખીને જીવ. સુખી થઈ જઈશ!
0 0 0 

Sunday, May 22, 2016

મલ્ટિપ્લેક્સ: કાનોત્સવ... એક બાર ફિર

Sandesh - Sanskar Purti - 22 May 2016

Multiplex


કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે શું શું થયું? કઈ ફિલ્મોએ સૌથી વધારે ધ્યાન ખેંચ્યું? કઈ ફિલ્મો આગામી કેટલાય મહિનાઓ સુધી અને 2017ના ઓસ્કર ફંકશન સુધી ગાજતી રહેવાની?




લખાઈ રહૃાું છે ત્યારે બાર દિવસીય કાન ફ્લ્મિ ફેસ્ટિવલ પૂરબહારમાં ખીલ્યો છે અને આ પૂર્તિ તમારા હાથમાં આવશે ત્યારે ફેસ્ટિવલનો અંતિમ દિવસ ચાલતો હશે. કાન (કાન્સ નહીં પણ કાન) ફ્રાન્સમાં દરિયાકાંઠે આવેલું રળિયામણું શહેર  છેજ્યાં દર વર્ષે  દુનિયાનો સૌથી મોટો અને સૌથી ગ્લેમરસ ફ્લ્મિ ફેસ્ટિવલ યોજાય છે. વિશ્વભરની ફ્લ્મિ ઈન્ડસ્ટ્રીની જાણીતી હસ્તીઓખાસ કરીને અભિનેત્રીઓઆંખો પહોળી થઈ જાય એવાં સુપરસ્ટાઈલિશ ક્પડાં પહેરીને રેડ કાર્પેટ પર મલપતી મલપતી ચાલે છે. આડશને પેલી બાજુ જમા થયેલા ઘેલા ચાહકો તરફ્ સેલિબ્રિટીઓ છુટ્ટી ફ્લાઈંગ ક્સિ ફેંકે છે ને હાથ મિલાવે છે. આ વખતે આતંકવાદી હુમલાનો ડર હોવા છતાં કાન ફ્લ્મિ ફેસ્ટિવલની શાનોશૌકતમાં કશો ફરક નહોતો પડયો. ફેસ્ટિવલના બાર દિવસ દરમિયાન દેખાડાયેલી કેટલીય ફ્લ્મિો હવે મહિનાઓ સુધી ગાજતી રહેવાની અને આગામી ગોલ્ડન ગ્લોબ તેમજ ઓસ્કર સહિતના અગત્યના આંતરરાષ્ટ્રીય અવોર્ડ્ઝ માટે દાવેદાર બનવાની. તો આ વર્ષે કાન ફ્લ્મિ ફેસ્ટિવલમાં કઈ કઈ ફ્લ્મિો ગાજીકઈ ફ્લ્મિો વિશે ખૂબ ચર્ચાઓ થઈ?


કોઈ પણ ઈન્ટરનેશનલ ફ્લ્મિોત્સવની પહેલી અને છેલ્લી ફ્લ્મિ વિશેષ મહત્ત્વની ગણાય છે. આ વખતે કાન ફ્લ્મિ ફેસ્ટિવલની ઓપનિંગ ફ્લ્મિ હતીવૂડી એલનની 'કેફે સોસાયટી'. અગાઉ વૂડીની 'હોલિવૂડ એન્ડિંગઅને 'મિડનાઈટ ઈન પેરિસ'  કાનમાં ઓપનિંગ ફ્લ્મિો બની ચૂકી છે. 'કેફે સોસાયટી'ના મસ્ત રિવ્યૂઝ આવ્યા છે. એંસી વર્ષના વૂડીદાદાની આ ઓગણપચાસમી ફ્લ્મિ છે! શું છે આ ફાંક્ડી રોેમેન્ટિક કોમેડીમાં
Cafe Society
૧૯૩૦ના દાયકાનો સમયગાળો છે. બોબી નામનો એક જુવાનિયો હોલિવૂડમાં નસીબ અજમાવવા માટે આવે છે. એ હાઈ સોસાયટીના લોકો સાથે હળેમળે છે અને ન્યુયોર્કની એક સોશ્યલાઈટના પ્રેમમાં પડે છે. ફ્લ્મિમાં ગ્લેમર વર્લ્ડનાં પાત્રો છેપ્લેબોય્ઝ છેરાજકરણીઓ છે અને ઈવન ગેંગસ્ટર પણ છે. ભલે વૂડી એલનની શ્રેષ્ઠતમ ફ્લ્મિોની હરોળમાં બેસી શકે એવી આ ફ્લ્મિ નથી,પણ વૂડીના ચાહકોને 'કેફે સોસાયટી'માં જલસો પડવાનો છે.
હોલિવૂડની આ વર્ષની એક મેજર ફ્લ્મિનું કાન ફેસ્ટિવલમાં પ્રિમીયર થયું. એ છે સ્ટિવન સ્પિલબર્ગની 'ધ બીએફ્જીએટલે કે બિગ ફ્રેન્ડલી જાયન્ટ. રોનાલ્ડ ડેલની મસ્તમજાની નવલક્થાઓ પરથી નાના-મોટા સૌને જોવી ગમે તેવી એકધિક ફ્લ્મિો બની છે. 'ધ બીએફ્જી'માં એક રાક્ષસી કદનું કિરદાર છેજે ડરામણું હોવા છતાં દોસ્તાર બનાવવાનું મન થાય એેવું મીઠડું છે અને જે બાળકેને સપનાં વહેંચવાનું કામ કરે છે. એ કેટલાક આસુરી તત્ત્વો સામે લડવા માગે છે અને આ કામ માટે એક કયુટ બેબલીને અનાથાશ્રમમાંથી ઉપાડી જાય છે. 'ધ બીએફ્જીપર સમીક્ષકે ન્યુયોર્ક - લોસ એન્જલસ ઓવારી ગયા નથીબટ હુ કેર્સસ્ટિવનસાહેબની પિકચર જોવાની એટલે જોવાની. 
The BFG
રસલ ક્રો અને રાયન ગોસલિંગને ચમકાવતી 'ધ નાઈસ ગાઈઝનામની મસાલા હોલિવૂડ ફ્લ્મિમાં બે અક્કલબઠ્ઠા ડિટેકિટવ્ઝનાં પરાક્રમોની વાત છેતો રોબર્ટ દ નીરોેને ચમકાવતી 'હેન્ડ્સ ઓફ્ મોન્સ્ટરબોકિંસગ મૂવી છે. હોલિવૂડમાં બોકિંસગ પણ એક જોનર છેફ્લ્મિનો આખેઆખો પ્રકાર છે.
હોલિવૂડની જ વાત નીક્ળી છે તો ભેગાભેગી 'મની મોન્સ્ટર'ની પણ વાત કરી લઈએ. આ ફ્લ્મિ યુરોપ-અમેરિક અને કાન ફ્લ્મિ ફેસ્ટિવલની ભેગાભેગી ઇન્ડિયામાં પણ રિલીઝ થઈ છે. કેવી મજા! જો ટિપિક્લ મસાલા એન્ટરટેઈનમેન્ટ જોઈતું હોય તો 'મની મોન્સ્ટરપરફેકટ ફ્લ્મિ છે. કાસ્ટિંગ સુપર છે - જ્યોર્જ કલૂની અને જુલિયા રોબર્ટ્સ. ફ્લ્મિ ડિરેક્ટર જુડી ફોસ્ટર સ્વયં ઉત્તમ અભિનેત્રી છે. ફ્લ્મિમાં જ્યોર્જ કલૂની એક ફયનાન્શિયલ ટીવી ચેનલ પર શેરબજારની આડીટેઢી ચાલ વિશે કમેન્ટ્સ આપતો હાઈ પ્રોફાઈલ મની એકસપર્ટ બન્યો છે. જુલિયા રોબર્ટ્સ એની પ્રોડયુસર છે. બને છે એવું કે એક હાઈટેક કંપનીના શેર રહસ્યમય રીતે અચાનક ગબડી પડે છે. આ ક્ંપનીમાં રોકાણ કરનારો એક ફાટેલા મગજનો આદમી ટીવી ચેનલના સ્ટુડિયોમાં ઘૂસી જઈને ચાલુ શોએ જ્યોર્જ કલૂની પર બંદૂક તાકીને ઊભો રહી જાય છે. દુનિયા આખી આ નાટક ટીવી પર લાઈવ જોઈ રહી છે અને આવી કટોક્ટીભરી પરિસ્થિતિમાં જુલિયા રોબર્ટ્સ પછી માર્ગ કાઢે છે. ફ્લ્મિ મહાન નથીપણ આ પ્રકારના થ્રિલરના રસિયાઓને આમાં મજા પડે એવું છે.
મસાલા ફ્લ્મિો તરફ્થી હવે આર્ટી-આર્ટી ફ્લ્મિો તરફ્ આવીએ. વર્ષો પહેલાં મુંબઈ ફ્લ્મિ ફેસ્ટિવલમાં 'ફ્શિ ટેન્ક્નામની તદ્દન લો-બજેટ ઓફ્બીટ ફ્લ્મિ જોઈ હતી. એક તદ્દન નિમ્નમધ્યવર્ગીય અને ડિસ્ફ્ંક્શનલ બ્રિટિશ પરિવારની વિદ્રોહી ટીનેજ છોકરીની એમાં વાત હતી. એન્દ્રીયા આર્નોલ્ડ નામની ડિરેક્ટરે બનાવેલી આ ફ્લ્મિ દિમાગ પર એવી ચોંટી ગઈ હતી કે મહિનાઓ સુધી ઊખડવાનું નામ નહોતી લેતી. સમજાતું નહોતું કે 'ફ્શિ ટેન્ક્'માં એવું તે શું હતું કે ભુલાતી નથીઆ વખતે કાન ફ્લ્મિોત્સવમાં એન્દ્રીયા આર્નોલ્ડની લેટેસ્ટ ફ્લ્મિ 'અમેરિકન હની'નું સ્ક્રીનિંગ થયું. આ એક રોડ મૂવી છે અને આમાં પણ વિદ્રોહી યૂથની વાત છે. આર્ટી-આર્ટી ફ્લ્મિો જોવાનો મહાવરો ન હોય એવા દશર્કેને એન્દ્રીયા આર્નોલ્ડની ફ્લ્મિ જોઈને એવું લાગી શકે કે એડિટિંગ થયા વગરનો સીધેસીધો રફ ક્ટ મૂકી દીધો છે કે શું.         
વર્લ્ડ સિનેમામાં સ્પેનિશ ફ્લ્મિમેકર પેડ્રો અલ્મોડોવરનું નામ બહુ મોટું છે. 'ઓલ અબાઉટ માય મધરએમની ઓલ-ટાઈમ-ગ્રેટ કલાસિક ફ્લ્મિ ગણાય છે. કાનમાં આ વખતે પેડ્રો અલ્મોડોવરની વીસમી ફ્લ્મિ 'જુલિએટા'નું સ્ક્રીનિંગ થયું. આ ફ્લ્મિ નોબલ પ્રાઈઝ વિનર સાહિત્યકાર એલિસ મુનરોની 'રનવેઝનામના વાર્તાસંગ્રહની ત્રણ નવલિકાઓ પર આધારિત છે. જુલિએટા નામની એક સ્ત્રી છેજેની દીકરી અઢાર વર્ષની થતાં વેંત કોણ જાણે કયાં ગાયબ  થઈ ગઈ હતી. કોઈ માહિતી નહીંકોઈ ખુલાસો નહીં. બાર વર્ષે અચાનક દીકરી સાથે એનો ભેટો થાય છે. મહાન હોય કે ન હોયપણ પેડ્રો અલ્મોડોવરના ચાહકોને મજા પડી જાય એવી આ ફ્લ્મિ છે.
Julieta
છેલ્લા ઓસ્કર ફ્ંક્શનમાં ક્ંઈ કેટલાય એવોર્ડ્ઝ ઉસરડી ગયેલી 'મેડ મેકસઃ ફ્યુરી રોડ'ની હિરોઈન ચાર્લીઝ થેરોન આજકલ ખૂબ હોટ-એન્ડ-હેપનિંગ ગણાય છે. એની લેટેસ્ટ ફ્લ્મિ 'ઘ લાસ્ટ ફેસમાટે દેખીતી રીતે જ કાનોત્સવમાં ખૂબ ઉત્સુક્તા ફેલાયેલી હતી. ફ્લ્મિ એના એકસ-બોયફ્રેન્ડ શૉન પેને ડિરેક્ટ કરી છે. ફ્લ્મિમાં ચાલીર્ઝ અને જેવિયર બર્ડેમ (અગેનઅફ્લાતૂન એકટર) યુદ્ધમાં ખુવાર થઈ ગયેલા આફ્રિકન દેશમાં ઘાયલોની સારવાર કરતાં માનવતાવાદી ડોકટરો બન્યાં છે. 
ઓકે. બહુ થઈ ગઈ વિદેશી ફ્લ્મિોની વાતો. હવે કાન-૨૦૧૬માં પ્રદર્શિત થયેલી ઇન્ડિયન ફ્લ્મિોની વાત કરીએ. સૌથી પહેલું નામ અનુરાગ ક્શ્યપની 'રામન રાઘવ ૨.૦'નું લેવું પડે. સાઠના દાયકમાં સિરિયલ ક્લિર રામન રાઘવે આતંક મચાવી દીધો હતો. ફ્લ્મિ તો ઠીકટચૂક્ડા પ્રોમો પરથી જ લાગે છે કે નવાઝુદ્દિન સિદ્દીકીએ ગજબનું પર્ફેર્મન્સ આપ્યું છે ટાઈટલ રોલમાં. 'બોમ્બે વેલ્વેટ'ની ભયંકર નિષ્ફ્ળતાનો ભાર વેંઢારી રહેલા અનુરાગ ક્શ્યપ માટે 'રામન રાઘવ ૨.૦સફ્ળ થાય અથવા એટલીસ્ટ વખણાય તે ખૂબ જરૂરી બની રહેવાનું.
ઐશ્વર્યા રાયનાં નામની પાછળ 'બચ્ચન'નું પૂંછડૂં લાગ્યું નહોતું ત્યારથીરાધરએનાં અનેક વર્ષો પહેલાંથી એ કાન ફ્લ્મિ ફેસ્ટિવલમાં  નિયમિતપણે હાજરી આપે છે. ઐશ્વર્યાની લેેટેસ્ટ ફ્લ્મિ 'સરબજિત'નું પ્રમોશન કાનમાં ન થયું હોત તો જ નવાઈ ગણાત.
Raman Raghav 2.0
આ ઉપરાંત ભારતની 'ધ સિનેમા ટ્રાવેલર્સનામની ડોકયુમેન્ટરી દેખાડાઈ હતી. ઝપાટાભેર લુપ્ત થઈ રહેલી હરતીફરતી ટોકીઝ પર શર્લી અબ્રાહમ અને અમિત મધેશીયા નામનાં બે ઉત્સાહીઓએ આઠ વર્ષ મહેનત કરીને આ ફ્લ્મિ બનાવી છે. કાનમાં આ વખતે સિનેમા હિસ્ટરી પર આખું સેકશન હતું જેમાં 'ધ સિનેમા ટ્રાવેલર્સસહિત દુનિયાભરની નવ ડોકયુમેન્ટરી પેશ થઈ હતી. આ સિવાય આદિત્ય વિક્રમ સેનગુપ્તાની 'મેમરીઝ ઓફ્ માય મધર', નેપાલી ભાષામાં બનેલી ડિપ્લોમા સ્ટુડન્ટ ફ્લ્મિ 'ગુધ' (સૌરવ રાય), 'બાહુબલિ' (ર્ફ્સ્ટ પાર્ટઆપણે સૌ જેની અધ્ધર જીવે રાહ જોઈ રહૃાા છીએ તે સેકન્ડ પાર્ટ નહીં)માઉન્ટ ઓફ્ એકસેલન્સ' (મૈત્રેયી બુદ્ધા પર બનેલી ડોકયુમેન્ટરી જેમાં ક્બીર બેદી સૂત્રધાર બન્યા છે) વગેરેનો સમાવેશ થાય છે.  આ સિવાય ભારતની ખૂબ બધી શોર્ટ ફ્લ્મ્સિનું સ્ક્રીનિંગ પણ થયું હતું. 
Aishwary Rai on red carpet
અચ્છાકાન ફ્લ્મિ ફેસ્ટિવલ ૨૦૧૬ની કલોઝિંગ ફ્લ્મિ કઈ છે જેનું આજે સ્ક્રીનિંગ થવાનું છે? 'ડોગ ઈટ ડોગ'. ડિરેક્ટરપોલ શકદર. એક્ટરનિકેલસ કેજ અને વિલિયન ડેફે. ફ્લ્મિના રસિયાઓએ આ લેખમાં ઉલ્લેખ પામેલી બધી ફ્લ્મિોનાં નામ નોંધી રાખીને તક મળે ત્યારે જોઈ કાઢવા જેવી છે.
શો-સ્ટોપર
૨૦૧૦ પહેલાં હું બહુ આદર્શવાદી એક્ટર હતો. સિનેમામાં અમુક વસ્તુ આવી જ હોવી જોઈએઅમુક વસ્તુ ન જ કરાય ને એવું બધું માનતો. મારા આવા એટિટયુડને કરણે હું ત્રણ વર્ષ સુધી ઘરે બેકાર બેસી રહૃાો ને મારા બધા વિચારોબધો આદર્શવાદ વરાળ થઈને હવામાં ઓગળી ગયા.
રંદીપ હૂડા
0 0 0 

Wednesday, May 18, 2016

ટેક ઓફ: સુખ-દુખ, આત્મા-પરમાત્મા અને ગૌતમ બુદ્ધ

Sandesh - Ardh Saptahik purti - 18 May 2016
ટેક ઓફ 
ગૌતમ બુ્દ્ધ વિશે બે ભ્રામક માન્યતાઓ દાયકાઓ-સદીઓ સુધી ફેલાયેલી રહી. એક તો એ કે બુદ્ધ દુખવાદી છે અને બીજી એ કે બુદ્ધ નાસ્તિક છે. જ્યારે મૂળ વાણી ઉપલબ્ધ ન હોય ત્યારે અજાણપણે ખોટું અર્થઘટન કરવાનું તેમજ ઈરાદાપૂર્વક દુષ્પ્રચાર કરવાનું સહેલું બની જતું હોય છે.  

ત્રણ દિવસ પછી, શનિવારે, બુદ્ધપૂર્ણિમા છે. આ નિમિત્તે ગૌતમ બુદ્ધ વિશે પ્રચલિત થયેલી ગેરમાન્યતા વિશે વાત કરવી છે. પહેલો ભ્રામક ખ્યાલ એવો છે કે ગૌતમ બુદ્ધનો ઉપદેશ દુખવાદી છે. આવું આપણે ત્યાં સદીઓથી ક્હેવાતું આવ્યું છે. બીજો ખ્યાલ એવો છે કે બુદ્ધ નાસ્તિક હતા. વિખ્યાત વિપશ્યના આચાર્ય સત્યનારાયણ ગોયન્કાએ આ બન્ને બાબતોને કેન્દ્રમાં રાખીને બે અલાયદાં પુસ્તકે લખ્યાં છે -'કયા બુધ્ધ દુખવાદી થે?' અને 'કયા બુદ્ધ નાસ્તિક થે?' આ અભ્યાસપૂર્ણ પુસ્તકોમાં એમણે આ બન્ને માન્યતાઓનું તર્કબદ્ધ રીતે ખંડન ર્ક્યું છે. સ્વ. સત્યનારાયણ ગોયન્કા એ વ્યકિત છે, જેમણે ભારતમાં સંપૂર્ણપણે લુપ્ત થઈ ચુકેલી બુદ્ધની વિપશ્યના વિદ્યા બર્મામાં એના શુદ્ધતમ સ્વરુપમાં શીખીને પહેલાં હિંદુસ્તાનમાં તેનું પુનઃ સ્થાપન ર્ક્યું અને ક્રમશઃ દુનિયાભરમાં પ્રચલિત કરી.
દુખવાદ એટલે જીવનમાં કેવળ દુખ જ દુખ છે, કયાંય સુખની આશાનું કિરણ સુદ્ધાં નથી એમ માનવું. ગોયન્કાજી ક્હે છે કે અજ્ઞાાનીઓએ અથવા પોતાનો મતલબ સિદ્ધ કરવા માગતા લોકોએ 'સર્વ દુખમ્ દુખમ્' આ ત્રણ શબ્દો ગૌતમ બુદ્ધના મોઢે મૂકી દઈને દાટ વાળ્યો છે. સેંક્ડો, હજારો વર્ષથી આ જુઠ ફરી ફરીને ક્હેવાતું રહૃાું અને બુદ્ધને અને તેમના ઉપદેશ પર લાંછન લગાડાતું રહૃાું. કેટલાક્ ઉચ્ચ ક્ક્ષાના ભારતીય વિદ્વાનો તેમજ પશ્ચિમના વિચારકો પણ આ મિથ્યા માન્યતાના શિકર બની ચુકયા છે. 'સત્યાર્થ પ્રકાશ' પુસ્તક્માં ખુદ દયાનંદ સરસ્વતીએ લખ્યું છે કે બુદ્ધની માન્યતા અનુસાર,  સર્વસ્ય સંસારસ્ય દુઃખાત્મક્ત્વં અર્થાત સમગ્ર સંસાર દુખમય છે. 'સત્યાર્થ પ્રકાશ'માં બુદ્ધના ઉપદેશના અન્ય દોષો વિશે પણ લખવામાં આવ્યું છે. ક્રાંતિકારી સમાજસુધારક દયાનંદ સરસ્વતી જેવી હસ્તી જ્યારે આવું ક્હે ત્યારે આમજનતામાં બુદ્ધ દુખવાદી હતા તેવી માન્યતા દઢ થવાની જ.
સ્વતંત્ર ભારતના બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને પણ લખ્યું છે કે, 'બુદ્ધ ને દુખવાદ કી પ્રબલ અતશિયોકિત કી હૈ... ચિંતન ક્ષેત્ર કે સમગ્ર ઈતિહાસ મેં માનવજીવન પર દુખ કી જિતની પ્રગાઢ કાલિમા બુદ્ધ ને થોપી હૈ, ઉતની ઔર ક્સિી ને નહીં થોપી. ઉન્હોંને દુખ કી કાલિમા કો અત્યંત અતિરંજિત કર કે દિખાયા હૈ...'
સત્યનારાયણ ગોયન્કાએ બુદ્ધની મૂળ વાણીનો ઊંડો અભ્યાસ ર્ક્યો અને બુદ્ધે સૂચવેલી વિપશ્યના વિદ્યાનો સઘન અનુભવ લીધો. ધીમે ધીમે તેમને સમજાતું ગયું કે બુદ્ધના ઉપદેશ પર સદીઓથી જે આરોપ લગાવવામાં આવે છે તે કેટલો આધારહીન છે. તેઓ લખે છે, 'બુદ્ધની મૂળ વાણીથી અપરિચિત રહેવાને કારણે તેના પર અવારનવાર આરોપ લાગતા રહૃાા. સમયની સાથે મિથ્યા ક્લંક્ની કાલિમાના લપેડા લાગતા જ રહ્યા. ક્રમશઃ આ કાલિમા એટલી ગાઢ બની ગઈ કે વાસ્તવિક્ સત્ય કયાંય અદશ્ય થઈ ગયું. હું નથી માનતો કે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણે જાણીજોઈને આવું લખ્યું હોય, પણ બુદ્ધ પર લાગેલું મિથ્યા ક્લંક કેટલું પ્રગાઢ હતું તે તેમના વિધાન પરથી સ્પષ્ટ થઈ જાય છે. મને લાગે છે કે આનું કરણ એ છે કે બુદ્ધ વાણી આપણા દેશમાંથી સંપૂર્ણપણે લુપ્ત થઈ ગઈ હતી અને અન્યોએ ક્હેલી કે સૂચવેલી વાતોને જ સત્ય માની લેવામાં આવ્યું.'   
જ્યારે મૂળ વાણી ઉપલબ્ધ ન હોય ત્યારે અજાણપણે ખોટું અર્થઘટન કરવાનું તેમજ ઈરાદાપૂર્વક્ દુષ્પ્રચાર કરવાનું સહેલું બની જતું હોય છે. બાકી જેમાં બુદ્ધનો ઓરિજિનલ ઉપદેશ સંગ્રહાયેલો છે એ પાલિ ભાષામાં લખાયેલા 'ધમ્મપદ' પુસ્તક્ના પ્રારંભમાં જ આ બે પદ આવે છે-
મનસા ચે પદુટ્ઠેન, ભાસતિ વા ક્રોતિ વા
તતો નં દુકખમન્વેતિ, ચક્કં વ વહતો પદં.
મનસા ચે પ્રસન્નેન, ભાસતિ વા ક્રોતિ વા
તતો નં સુખમન્વેતિ, છાયા વ અનપાયિની.
આનો અર્થ એવો થાય છે કે જ્યારે કોઈ વ્યકિત મેલા ચિત્તથી શરીર કે વાણીનું ર્ક્મ કરે છે ત્યારે દુખ તેની પાછળ એવી રીતે પડી જાય છે જે રીતે બળદની પાછળ જોડાયેલી ગાડી. એ જ રીતે, જ્યારે કોઈ વ્યકિત નિર્મળ કે પ્રસન્ન ચિત્તથી શારીરિક અથવા વાચિક ર્ક્મ ક્રે છે ત્યારે એની પાછળ સુખ એવી રીતે પડી જાય છે જાણે કયારેય સાથ ન છોડતો પડછાયો. મન મેલું હોય ત્યારે દુર્ષ્ક્મ થવાનું અને એનું ફ્ળ પણ દુખદ આવવાનું. પ્રસન્ન ચિત્તથી થયેલું ર્ક્મ સર્ત્ક્મ હોવાનું ને એનું પરિણામ સુખદ આવવાનું. આમ, 'ધમ્મપદ'નાં ઊઘડતા પાને જ દુખ અને બન્નેની વાત આવે છે.

બુદ્ધ દુખની ચર્ચા કરતી વખતે તેનાં કારણો સમજાવે છે, તેનાં નિવારણની વાત કરે છે અને સુખની ચર્ચા કરતી વખતે સુખનાં કારણો પર પ્રકાશ પાડી તેના સંવર્ધનની વાત કરે છે. જો બુદ્ધે દુખની મીમાંસા કરીને દુખથી દૂર રહેવાનો ઉપદેશ આપવાને બદલે એમ કહ્યું હોત કે દુખ તો સર્વત્ર છે અને કાયમ રહેવાનું છે, એમાંથી બહાર આવવાના પ્રયત્નો કરવાનું વ્યર્થ છે તેથી દુખ દૂર ક્રવાની ઈચ્છા કે મહેનત કરવાનાં જ નહીં, તો બુદ્ધ જરુર દુખવાદી ગણાત, નિરાશાવાદી ગણાત. જો આમ હોત તો સમગ્ર માનવજાત માટે ગૌતમ બુદ્ધનો દુખદાયી ઉપદેશ નુકસાનકારક બની જાત. વાસ્તવિક્તા એ છે કે બુદ્ધે કયારેય એવું કહ્યું નથી કે દુખથી છુટકારો મેળવવાનું અશકય છે. બલકે, એમણે તો દુખમાંથી બહાર આવવા માટે વિપશ્યનાનો સો ટકા પ્રેકિટક્લ અને કોઈ પણ માણસ વ્યવહારમાં એપ્લાય કરી શકે તેવો માર્ગ ચીંધાડયો.
બુદ્ધે કહ્યું હોય કે ન કહ્યું હોય, પણ જરા (બુઢાપો), વ્યાધિ (બીમારી), મૃત્યુ, પ્રિયજનનો વિયોગ, અપ્રિયનો સંયોગ, ઈચ્છિત વસ્તુ ન થવી - આ બધું દુખદાયક્ છે જ. વારે-વારે જન્મ લઈને મૃત્યુ પામતા રહેવાનું જે ચક્ર ચાલતું રહે છે તેને બુદ્ધે દુખનું મૂળ ગણાવ્યું. બૌદ્ધિઝમમાં પૂર્વજન્મોનાં સંસ્કારો અને જન્મ-મરણનાં ચક્રમાંથી છૂટકારાને ખૂબ મહત્ત્વ અપાયું છે. પૂર્વજન્મની વાતો અને થિયરીઓ ઘણાને અપીલ કરતી નથી, પણ એને અવગણીને પણ બુદ્ધના બાકીના ઉપદેશને, સુખ-દુખમાં સતત સમતા રાખવાની વાતને અપનાવી શકાય છે. 
એક થિયરી એવી છે કે સિદ્ધાર્થ ગૌતમે તો સત્ય વિશેનું પોતાનું કુતૂહલ સંતોષવા માટે યા તો ખુદના ક્લ્યાણ માટે ઘરસંસારનો ત્યાગ કર્યો  હતો. આથી ક્ંઈ તેમનો ગૃહત્યાગ સાર્થક ન ગણાય. સચ્ચાઈ એ હતી કે ઓગણત્રીસ વર્ષની ઉંમરે સિદ્ધાર્થે જ્યારે બુઢાપો, બીમારી અને મૃત્યુની સચ્ચાઈ જોઈ ત્યારે ભવિષ્યમાં પોતાની દશા પણ આવી જ થવાની છે એવું ભાન થવાથી વ્યાકુળ નહોતા બન્યા. તેમના મનમાં જીવ માત્ર માટે કરુણઆ જાગી હતી. એમના મનમાં સવાલ જાગ્યો કે શું જન્મ લેનાર તમામ જીવોએ આ દુખોમાંથી પસાર થવું જ પડે? તેમાંથી છૂટકારો મેળવવાનો કેઈ ઉપાય નથી? સાથે સાથે તેમને એમ પણ થયું કે -
યથાપિ દુકખે વિજ્જન્તે, સુખં નામા'પિ વિજ્જતિ.
અર્થાત, જ્યાં આટલાં બધાં દુખોનું અસ્તિત્ત્વ છે ત્યાં પરમ સુખનું અસ્તિત્ત્વ પણ હોવાનું જ. જ્યાં વારંવાર જન્મ લેવાનું વિદ્યમાન છે ત્યાં વાંછિત અજન્માવસ્થા પણ વિદ્યમાન છે જ. પાપજન્ય પીડાથી ઘેરાયેલા લોકો માટે મુકિતનો કોઈક મંગલમય માર્ગ હોવાનો જ. બુદ્ધને એવો માર્ગ શોધવો હતો જે જન્મજન્માંતરના ચક્રમાંથી સદાને માટે મુકિત અપાવે.     
બુદ્ધ પર એક આક્ષેપ એવો છે કે એમણે પોતાની સુંદર યુવાન પત્ની, નવજાત શિશુ તેમજ વૃદ્ધ માતા-પિતાનો ત્યાગ ર્ક્યો તે ઉચિત નહોતું. આની સ્પષ્ટતા એ છે કે બુદ્ધ પોતાના પરિવારને સાંસારિક સુખો આપી શકે તેમ હતા જ, પણ એમણે તો પરિવારજનોને આ સુખ કરતાંય અનેક્ગણું વધારે ચડિયાતું એવું ભવમુકિતનું સુખ વિપશ્યનાના માર્ગે આપ્યું. 
બુદ્ધ વિશે બીજી ગેરમાન્યતા એ ફેલાઈ છે કે તેઓ નાસ્તિક્ હતા. ઈન ફેકટ, આજે પણ વિપશ્યનાની શિબિરના પ્રારંભે જ સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે કે મેડિટેશન કરતી વખતે કોઈ ભગવાન, આકૃતિ, આકાર કે મંત્રનું સ્મરણ કરવાનું નથી, આ દસ દિવસ દરમિયાન કેઈ પૂજાપાઠ, જાપ કે ર્ક્મકાંડ કરવાના નથી. માદળિયાં, તાવીજ કે એવું ક્શુંય પહેર્યું હોય તો શરીર પરથી ઉતારી નાખવાનું છે. આથી ઘણા લોકેના મનમાં સંદેહ જાગતો હોય છે કે વિપશ્યનાના રંગે રંગાવાથી પોતે કયાંક્ જાણે-અજાણે નાસ્તિક તો નહીં બની જાયને.
નાસ્તિક એટલે? જે આત્મા અને પરમાત્માનું અસ્તિત્ત્વ સ્વીકારતો નથી એ. બુદ્ધવાદમાં આત્મા-પરમાત્માનો કોન્સેપ્ટ અપ્રસ્તુત છે. આથી સહેજે સવાલ થાય કે આત્મા અને પરમાત્માની આટલી સ્પષ્ટ સચ્ચાઈ ન સ્વીકારી શક્તા ગૌતમ બુદ્ધ ધાર્મિક્ કોવી રીતે હોઈ શકે?  જો આત્માનું અસ્તિત્ત્વ જ ન હોય તો વારંવાર કોનો પુનર્જન્મ થાય છે? જો કોઈ ઈશ્વરનું અસ્તિત્ત્વ જ ન હોય તો આવી વિસ્મયકારક સૃષ્ટિનું સર્જન કોણે ર્ક્યું? સીધો હિસાબ છે - આસ્તિક એટલે ધાર્મિક અને નાસ્તિક એટલે અધાર્મિક્, કુટિલ, ખલ, કામી.

સત્યનારાયણ ગોયન્કા લખે છે, 'વિપશ્યનાનો સ્પર્શ થયો નહોતો ત્યાં સુધી મારા મનમાંય જાતજાતની શંકા-કુશંકાઓ થયા કરતી હતી, પણ દસ દિવસની પહેલી શિબિરમાં જ મને સમજાઈ ગયું કે બુદ્ધના ઉપદેશમાં ભલે ઈશ્વરનો આધાર લેવાયો નથી, પણ આ વિદ્યા શીખનાર વ્યકિત નથી કુટિલ બનતી, નથી ખલ બનતી કે નથી કામી બનતી. બલકે એ તો સદાચારી બને છે, એનું મન સંતુલિત તેમજ શુદ્ધ થાય છે અને એ મૈત્રી તેમજ કરુણાની સદભાવનામાં તર-બ-તર રહે છે. જે વિદ્યા આટલી શુદ્ધ અને પાવન હોય તેમાં ઈશ્વરનો કોઈ આધાર નથી એમ ક્હીને કેવી રીતે અવગણી શકાય?'
ધીમે ધીમે સમજાતું ગયું કે જો શીલ, સમાધિ અને પ્રજ્ઞાાના અભ્યાસ દ્વારા મનોવિકારના બંધનમાંથી મુકિત મળતી હોય અને ચિત્ત નિર્મળ થતું હોય તો આત્માનું (જો તે હોય તો) ક્લ્યાણ જ થવાનું છે. ઘારો કે આત્મા જેવું ક્ંઈ ન હોય તો શા માટે એનો કાલ્પનિક્ બોજ લઈને ફરવાનું? એ જ રીતે, ધારો કે આ બ્રહ્માંડનું સર્જન કરનાર કેઈ પરમપિતા પરમાત્મા હોય અને એણે સંસારના નૈસર્ગિક્ તેમજ નૈતિક્ નિયમોનું પણ નિર્માણ ર્ક્યું હોય તો એ પોતાના આ નિયમોનું પાલન કરનારા સાધક્થી પ્રસન્ન જ થવાનો છે.  ધારો કે ભગવાન જેવું ક્ંઈ ન હોય તો શા માટે એનો કાલ્પનિક્ બોજ ઊંચકીને ફરવાનું?
આપણને ધર્મ અને પરંપરા વિશે વાંચ-વાંચ કરવાની અને ટીવી-વેબસાઈટ પર સાંભળ-સાંભળ કરવાની કે જો-જો કરવાની કુટેવ પડી ગઈ છે. આવું કરીને પછી આપણે સંતુષ્ટ થઈને બેસી જઈએ છીએ. આ ખોટું છે. 'સક્રિય અભ્યાસ ર્ક્યા વગર વાસ્તવિક્ લાભ કેવી રીતે મળશે?' સત્યનારાયણ ગોયન્કા સમાપન ક્રે છે, 'જો ધર્મજ્ઞાાનનો નક્કર અભ્યાસ કરીને તેને વ્યવહારમાં નહીં મૂકીએ તો આપણે કેવળ દાર્શનિક કે સાંપ્રદાયિક્ વિવાદોમાં જ ગૂંચવાયેલા રહીશું.'
આ જોખમસ્થાનથી આપણે સૌએ બચવા જેવું છે.
0 0 0 

Thursday, May 12, 2016

'મુક્તિ-વૃતાંત': એક વિદૂષીની નિસર્ગ-કથા


 ચિત્રલેખા - 16 મે 2016
 કોલમ: વાંચવા જેવું


 ક સર્જક પોતાની આત્મકથા લખે ને એમાં ખુદનાં સર્જનો તેમજ સિદ્ધિઓનો ઉલ્લેખ કરવાની પરવા સુદ્ધાં ન કરે, એવું બને?

જીવનમાં એવા કોઈ પ્રચંડ નાટ્યાત્મક આરોહ-અવરોહ આવ્યા ન હોય, જેનુંનેમ-ડ્રોપિંગકરી શકાય એવાં ગ્લેમરસ નામો સાથે ઉઠકબેઠક ન હોય, મલાવી મલાવીને કહેવાના જલસા પડે એવી રસપ્રસૂચર ઘટનાઓ લગભગ ગાયબ હોય એમ છતાંય આવી વ્યક્તિની આત્મકથા દિલ-દિમાગમાં કાયમ માટે ઘર કરી જાય એવી જબરદસ્ત હોય, એવું બને?

હા. જો એ સર્જક હિમાંશી શેલત હોય તો જરુર બને. તેઓ જીવનને બને એટલું સહજ રાખીને જીવતી વિદૂષી સ્ત્રી છે. લખે છે:

આમ તો હું પ્રાકૃત અને નૈસર્ગિક વૃત્તિઓથી દોરાતી સ્ત્રીની તરફેણમાં. જો  મારી પસંદગી પેલી નિસર્ગ-કન્યા હોય તો એની એવી જ કુદરતી, અકુંશવિહોણી અને આદિમ જાતીયવૃત્તિઓની તરફેણમાં મારું હોવું સહજ ગણાય. પરંતુ એમ નથી થયું. એક બાજુ હૃદયની દોરવણીથી જીવવાનું, તો બીજી બાજું શુદ્ધ બૌદ્ધિક, તર્કશુદ્ધ વિચારો અને બારીક નિરીક્ષણ સાથે નક્કર અનુભવોનો પ્રભાવ. આવા પ્રબળ પ્રભાવ હેઠળ જીવતી સ્ત્રીની સતત નિગરાની અને ધારદાર ટિપ્પણીને કારણે પેલી પ્રાકૃત અને નૈસર્ગિક વૃત્તિઓ ધરાવતી માદા ભૂગર્ભમાં પેસી ગઈ હશે. એ કારણે જ સ્ત્રીઓ માટે જે રસક્ષેત્રોમાં પ્રવેશ સહજ ગણાય એમાં મારો પ્રવેશ થયો જ નહીં.... ગૃહસામાજ્ઞી બની મંગલ માતૃત્વના ગાણાંની ઈચ્છા એનો સમય આવે એ પહેલાં મરી પરવારી અને એની અંત્યેષ્ટિ પણ થઈ ગઈ. આ કારણે, અથવા તો પછી અન્ય કોઈ કારણે, સામાન્ય અને સ્વીકૃત અર્થમાં જેને પ્રેમસંબંધ કહેવાય એવા સંબંધો બંધાયા નહીં.’

 અલબત્ત, જાત સાથે એવું જરુર નક્કી કર્યું હતું કે મૈત્રી અને પ્રેમવશ કોઈ પુરુષ સાથે રહેવાનું પસંદ પડે, અને માત્ર એ કારણે લગ્ન થાય, તોયે બાળક તો નહીં જ કરવાનું

Himanshi Shelat

 એવું જ બન્યું. છેક સુડતાલીસમા વર્ષે કે જ્યારે એકલાં રહેવાનું અનુકૂળ આવી ગયું હોય, અંગત આદતો બદલી ન શકાય એ હદે સુદઢ બની ચુકી હોય ત્યારે લગભગ અજાણી પણ ઉત્તમ વ્યક્તિ સાથે લગ્ન કર્યા. એનું નામ નીલમણિ અથવા વિનોદ ઝવેરચંદ મેઘાણી. પહેલાં રહસ્યમય રીતે નિકટતા જાગી અને પછી એટલી જ રહસ્યમય રીતે બન્ને વચ્ચે અંતર ફેલાતું ગયુંં. નીલમણિ સાથેના સંબંધમાં આવેલા ચડાવઉતાર અને એમાંથી પ્રગટેલાં સત્યો વિશે લેખિકાએ બહુ જ સંવેદનશીલ રીતે લખ્યું છે.
  
પરંગપરાગત રીતે જોઈએ તો, પિતા અને પતિ સ્ત્રીનાં જીવનના સૌથી મહત્ત્વનાં પુરુષપાત્રો ગણાયપરંપરાગત જીવન ન જીવેલાં હિમાંશી શેલતે જોકે પિતા વિશે પણ પારદર્શકતાપૂર્વક લખ્યું છે. એમના પિતાજી સ્વભાવે અત્યંત ઋજુ, પણ વ્યવહારજગતમાં શૂન્ય. ઘર-પરિવારની આર્થિક જવાબદારી ઉપાડી શકવા માટે અશક્ત. પિતાનાં વ્યક્તિત્ત્વની આ નબળાઈ લેખિકાને ત્રાસજનક લાગતી. એમને લાગતું કે પિતાજીનું સાધુપણું ખરેખર તો એમની અક્ષમતાનું જ બીજું નામ છે. લેખિકા અંદરથી ચચર્યા કરે, પણ આ ચચરાટ કોઈની સાથે વહેંચી ન શકાય એટલે ઊંડી પીડા રુપે જમા થતી જાય. આખરે એક એવી ઘટના બની, અથવા કહો કે, એવી ક્ષણ આવી જ્યારે વર્ષોેથી ધરબાયેલો ધૂંધવાટ, અજંપો, અસંતોષ, ફરિયાદ અને અશાંતિ વિસ્ફોટ સાથે ઊછળીને બહાર ધસી આવ્યા. લખે છે:

 ‘આ ઘટનાએ મને અત્યંત ક્ષુબ્ઘ બનાવી મૂકી. સંબંધની ગરિમા અને આમન્યા - બન્ને ખરડાયા હતાં. મારા ભવિષ્યની કોઈને પડી નથી એ સભાનતા વેઠવાનું મને ભારે પડ્યું હતું. આમ જુઓ તો આ કોઈ મોટો અન્યાય નહોતો, એમાં મારે મારી ઉપેક્ષા પણ જોવાની નહોતી. એક વાસ્તવિક મર્યાદા હતી, જેને કેવળ હકીકતરુપે જોઈ શકાઈ હોત. છતાં આ બધું ઘટના બાદ સમજાયું. એક અણધાર્યા અને નજીવા બનાવે મારા સ્વભાવની કચાશ, ત્વરિત પ્રતિભાવનું અનિચ્છનીય લક્ષણ, અને નાદાની સાફ દેખાડ્યાં. ધારો કે એક ભલી અને સાલસ વ્યક્તિ કુટુંબની કે સંતાનોની બધી અપેક્ષાઓ ન સંતોષી શકે, અથવા એ પરત્વે પૂરતું ધ્યાન ન આપી શકે, તો શું એ બહુ મોટો અપરાધ કહેવાય?’

 પેલી વિસ્ફોટક પળ આવી એનાં ઘણાં વર્ષો પહેલાં એક નાનકડો કિસ્સો બનેલો. રેલવે સ્ટેશન પર ત્રણ નાના બેઘર છોકરાઓ ઘસઘસાટ સૂતા હતા. પિતાજીએ એમની ખુલ્લી હથેળીઓમાં એક-એક સિક્કો મૂકી દીધેલો. કહે, ‘જાગશે ને જોશે ત્યારે મજા પડશે એમને!’ લેખિકાએ પૂછ્યું કે કોઈ લેશે તો? તો જવાબ મળેલો, ‘કોઈ નહીં લે. એવું કોઈ કરે નહીં.’

 સામેની વ્યક્તિની સારપમાં આવો ભરોસો રાખવાની અને કોઈકના આનંદની કલ્પનાથી રોમાંચ અનુભવવાની પિતાજીની તત્પરતા લેખિકાને કાચી વયે સમજાઈ નહોતી, પણ વર્ષો પછી અહેસાસ થયો કે માણસ પાસે ભલે બીજી કોઈ ક્ષમતા ન હોય, પણ એએક્ટ્સ ઓફ રેન્ડમ કાઈન્ડનેસતો કરી જ શકે છે. એની પાસે અપેક્ષાહીનસાવ સહજભાવે વ્યક્ત થતો સ્નેહ, સદભાવ અને કરુણા - આટલું તો હોઈ જ શકે છે.

 લેખિકા જ્યારે અભાવગ્રસ્ત બાળકો સાથે, પ્રાણીઓ સાથે અને અકથ્ય પીડાથી ઘેરાયેલી સ્ત્રીઓનાં ઉત્થાન માટે સક્રિય બન્યાં ત્યારે તેમની ભીતર પડેલા પિતાજી તરફથી મળેલા આએેક્ટ્સ ઓફ રેન્ડમ કાઈન્ડનેસના સંસ્કાર બળપૂર્વક બહાર આવ્યા. પિતા, પછી એ ભલે ગમે એટલોનિષ્ફળકેમ ન હોય, સંતાનને કશુંક અત્યંત મૂલ્યવાન આપી જ જતો હોય છે

 લેખિકાએ જીવનનાં બીજાં કેટલાંય પાનાં નિર્દંભ રીતે છતાંય ગરિમાપૂર્વક ખોલ્યાં છે. જે લાગણી જેટલી માત્રામાં અને જે શેડમાં દેખાડવી હોય એક્ઝેક્ટલી એ જ રીતે વ્યક્ત કરી શકવાનું એમનું કૌશલ્ય કાબિલે તારીફ છે. ગુજરાતી આત્મકથા સાહિત્યમાંમુક્તિ-વૃતાંતએ સમૃદ્ધ ઉમેરો કર્યો છે. વહેલી તકે આ પુસ્તક વાંચજો. આવું કસદાર સાહિત્ય રોજ-રોજ સર્જાતું નથી!                                      0 0 0 

                                                                       
                                     મુક્તિ-વૃતાંત 
                                                                                    લેખિકાહિમાંશી શેલત                                                                                           પ્રકાશનઅરુણોદય પ્રકાશન
 ગાંધી રોડઅમદાવાદ-
 ફોન: (૦૭૯૨૨૧૧ ૪૧૦૮
 કિંમત:  ૧૮૦ રુપિયા
  પૃષ્ઠ૧૯૨


 ‘’

   ૦ ૦ 





 ૦ ૦ ૦ ‘’, ‘’