Saturday, April 30, 2016

મલ્ટિપ્લેક્સઃ ઓસ્કરવિનર ફિલ્મ-રાઈટરો કેવી રીતે ફિલ્મો લખે છે?


Sandesh - Sanskar Purti - 1 May 2016


મલ્ટિપ્લેક્સ

'જે રીતે સારા નવલકથાકાર બનતાં પહેલાં ખૂબ બધી ઉત્તમ નવલકથાઓ વાંચવી પડે, એ જ રીતે સારા સ્ક્રિપ્ટરાઈટર બનવું હોય તો પણ ખૂબ બધી ઉત્તમ સ્ક્રિપ્ટ્સનો અભ્યાસ કરવો પડે. તમે ઉત્તમ સ્ક્રિપ્ટ્સ વાંચશો તો તમારુંં સ્ટાન્ડર્ડ તે પ્રમાણે ઘડાશે અને તમે પણ એવી જ ગુણવત્તાની સ્ક્રિપ્ટ લખવા પ્રેરાશો.'





'કોઈ પણ પ્રકારનું મેડિટેશન કરવા કરતાં ઉત્તમ પુસ્તક સાથેનો સંવાદ કરવાથી મને વધારે એન્લાઈટન્મેન્ટ યા તો આત્મજ્ઞાાન મળે  છે,' અમદાવાદ સ્થિત સિનિયર ફ્લ્મિમેકર અને કેટલીય સફ્ળ ટીવી સિરિયલોના ડિરેકટર સંદીપ પટેલે એક વાર પોતાની ફેસબુકની વૉલ પર આ પ્રમાણે લખીને પછી ઉમેર્યું હતું, 'આજકાલ હું ઓસ્કર વિનિંગ 'સ્ક્રીન રાઈટર્સ ઓન સ્ક્રીનરાઈટિંગ' નામનું અદભુત પુસ્તક વાંચી રહૃાો છું.'

બસ, ત્યારથી જોએલ એન્જલ નામના અમેરિકન પત્રકાર-લેખકે લખેલું આ પુસ્તક વાંચવાની ચટપટી ઉપડી
હતી. પુસ્તક ખરેખર અફ્લાતૂન છે. ઓસ્કર કક્ષાની ફ્લ્મિો લખી ચુકેલા હોલિવૂડના તેર ઉત્તમ ફ્લ્મિલેખકોની વિસ્તૃત મુલાકાતો આ પુસ્તકમાં છે. આ લેખક-લેખિકાઓએ ફિલ્મલેખન વિશેનું પોતાનું સઘળું જ્ઞાન, ટ્રિક્સ અને ટેકનિક્સ આ પુસ્તકમાં ઠાલવી દીધાં છે. ફ્લ્મિમેકિંગમાં રસ ધરાવનારાઓએ, એમાંય ખાસ કરીને ફ્લ્મિલેખક બનવા માગતા ઉત્સાહીઓએ આ અંગ્રેજી પુસ્તક ખાસ વાંચવા-વસાવવા જેવું છે. અમુક લેખકોના ફાંકડા ફિલ્મી ફન્ડા અહીં પ્રસ્તુત છેઃ  
બ્રુસ જોએલ રૂબિન ('ઘોસ્ટ', 'જેકબ્સ લેડર' વગેરે ફિલ્મોના લેખક) કહે છેઃ
# ઊભરતા ફ્લ્મિલેખકોને મારી એક જ સલાહ છે કે સૌથી પહેલાં તો તમારી સ્ક્રિપ્ટ આખેઆખી લખી નાખો. ભલે તે પરફેકટ ન હોય,ભલે તેમાં ખૂબ બધી કચાશ લાગતી હોય, ભલે લોજિક બેસતું ન હોય, ભલે પાત્રો તમે ધાર્યાં હોય તે રીતે ઊપસ્યાં ન હોય, ડોન્ટ વરી. એક વાર પહેલા સીનથી શરૂ કરીને ધી એન્ડ સુધીનું બધું જેવું લખાય એવું લખી કાઢો. તમે જ્યારે આ ડ્રાફ્ટ વાંચશો ત્યારે તમને સમજાશે કે ભલે આ લખાણમાં ખૂબ બધા લોચા છે, પણ સૂર સાચો પકડાયો છે. પછી તમે જ્યારે બીજો ડ્રાફ્ટ લખવા બેસશો ત્યારે આ જ કાચા લખાણમાંથી તમને સાચી દિશા સૂઝશે. તમારા આ કાચા ડ્રાફ્ટમાં જ પરફેકશન તરફ્ જવા માટેના પુષ્કળ કાચો મસાલો હોવાનો. હવે બીજો ડ્રાફ્ટ લખો. પછી ત્રીજો ડ્રાફ્ટ. પછી ચોથો...                                                      
# 'ઘોસ્ટ'ના ડિરેકટર જેરી ઝકર સાથે મારી પહેલી મિટીંગ થઈ ત્યારે એમણે સવાલ કરેલોઃ 'તમે જે ફ્લ્મિ લખી છે તે શાના વિશે છે?'મેં કહ્યું: 'એક માણસ છે જે મરી જાય છે અને પછી પોતાની પત્નીને બચાવવા ભૂત બનીને પાછો ફ્રે છે.' જેરી કહેઃ 'ના, એમ નહીં. આ તો તમે ઘટના કહી. ફ્લ્મિ શાના 'વિશે' છે તે મને કહો.' મને સમજાયું નહીં કે જેરી એકઝેકટલી શું પૂછી રહૃાા છે. ધીમે ધીમે મને ભાન થયું કે પ્રત્યેક ફ્લ્મિની એક થીમ હોવી જોઈએ,  કેન્દ્રિય સૂર હોવો જોઈએ. તમે ફ્લ્મિ દ્વારા પ્રેક્ષકોને આખરે શું કહેવા માગો છો? માત્ર વાર્તા હોવી પૂરતી નથી, એક પર્પઝ (હેતુ) પણ હોવો જોઈએ, એક થિમેટીક ડ્રાઈવ હોવી જોઈએ. અલબત્ત, એવી કેટલીય ફ્લ્મિો હોય છે જેનો હેતુ કેવળ મનોરંજનનો હોય છે. એમાંય કશું ખોટું નથી, પણ મારા માટે કેવળ મનોરંજનનું તત્ત્વ પૂરતું નથી. એક લેખક તરીકે તમને બે-અઢી કલાકનો સમય મળે છે. બહુ મોટી તક છે આ. આટલા સમયગાળામાં તમે ઓડિયન્સને એવું કશુંક કમ્યુનિકેટ કરી શકો છો જે તમને વ્યકિતગતપણે તીવ્રતાથી સ્પર્શતું હોય, જેની તમને ખેવના હોય, જે તમે દુનિયા સાથે શૅર કરવા માગતા હો.       
    - 
''Ghost'
                                                                 
 અર્નેસ્ટ લેહમન કે જેમણે 'ધ સાઉન્ડ ઓફ્ મ્યુઝિક', 'વેસ્ટ સાઈડ સ્ટોરી', 'હુ'ઝ અફ્રેઈડ ઓફ્ વર્જિનિયા વુલ્ફ્?' વગેરે ફિલ્મો લખી છે, તેઓ કહે છે:
# ફ્લ્મિ લખતી વખતે હું સતત એ વાતે સભાન રહું છું કે કેરેકટર જે વિચારે છે યા તો એનાં મનમાં જે રમે છે તે ઓડિયન્સ સુધી પહોંચી રહ્યું છે? શું સંવાદો ઉપરછલ્લા તો નથીને? સંવાદ ફ્કત મનોરંજન માટે જ છે કે તેના દ્વારા કોઈ કામની વિગત, ભાવ,વિચાર કે અન્ડર-કરન્ટ કમ્યુનિકેટ થઈ રહ્યાં છેે? કોન્ફ્લીકટ (પાત્રો વચ્ચે થતો ટકરાવ, પરિસ્થિતિમાં સંઘર્ષ) બરાબર ડેવલપ થઈ રહૃાો છેને? શું કિરદારો વચ્ચે જે ઘર્ષણ ઊભું થયું છે તે પૂરતું છે કે વધારે ઘૂંટવાની જરૂર છે? મને ગતિશીલતા પસંદ છે. એક જ સિચ્યુએશન લાંબા સમય સુધી ખેંચાવી ન જોઈએ. કશુંક બનતું રહેવું જોઈએ. હું હંમેશાં મારી જાતને આ પ્રશ્ન પૂછતો રહું છું: હવે આગળ શું બનવાનું છે તે જાણવાની પ્રેક્ષકની ઇંતેજારી જળવાઈ રહેશે? શું મારાં પાત્રો પોતાનાં કેરેકટરાઈઝેશન પ્રમાણે જ વર્તી રહ્યાં છે? કે પછી, રૂપરેખાની બહાર છટકીને ભળતાંસળતાં ડાયલોગ બોલી રહ્યાં છે ને એકશન કરી રહ્યાં છે?

# ઘણી વાર રાઈટર કે ડિરેકટર સ્ટોરીમાં વણાંક આપવા માટે પોતાની સગવડ પ્રમાણે પાત્રો પાસે અમુક વસ્તુ કરાવતા હોય  છે. કોઈ પણ પાત્ર જે બોલે કે કરે તે તર્કશુદ્ધ હોવું જોઈએ, જસ્ટિફય થવું જોઈએ. ઓડિયન્સને એવું બિલકુલ ન થવું જોઈએ કે, 'એક મિનિટ. શું? આ સાલું સમજાયું નહીં.' આવું એક વાર થાય એટલે પછી પ્રેક્ષકો ગોથાં ખાતાં રહે ને ફ્લ્મિ પોતાની પકડ ગુમાવી બેસે. પ્રેક્ષકો તમારી સાથે રહેવા જોઈએ. એ તમારાથી આગળ ભાગે એ તો બિલકુલ ન ચાલે.
# આલ્ફ્રેડ હિચકોક કાગળ પર આખેઆખી ફ્લ્મિનું શોટ ડિવિઝન તૈયાર થઈ જાય પછી જ શૂટિંગ શરૂ કરતા. અમે 'નોર્થ બાય નોર્થવેસ્ટ' ફ્લ્મિ બનાવી ત્યારે બન્નેએ સાથે મળીને આખી ફ્લ્મિના શોટ આગોતરા ડિઝાઈન કરી નાખ્યા હતા.
# ઓનેસ્ટલી, ફ્લ્મિરાઈટિંગને હું કળા કરતાં એક સ્કિલ યા તો ક્રાફ્ટ ગણું છું જેમાં તમારી કેટલીક અનકોન્શિયસ ક્ષમતા ઉમેરાતી હોય છે.
# ફ્લ્મિ લખતી વખતે તમને ખબર હોય કે વાર્તા શું છે, તમે શું કહેવા માગો છો, કઈ કઈ ઘટનાઓ બને છે, કયાંથી વાતની શરૂઆત થાય છે, કયાં પૂરી થાય છે... આ બધું ય સાચું, પણ આ બધાનાં સીન કેવી રીતે બનાવવાનાં? કેટલીય વાર એવું બને કે ફ્લ્મિ લખવાનું ચાલતું હોય ત્યારે હું હું સોફ પર આડો પડું, આંટાફેરા કરું, કલાકોનો કલાકો સુધી વિચારતો રહું, પણ કંઈ સમજ જ ન પડે. સાંજ પડી જાય એટલે ઓફ્સિેથી ઘરે જવા નીકળું. ઘરે મારો મૂડ સાવ ઊખડેલો હોય કેમ કે આખા દિવસમાં મેં દોઢ પાનું પણ લખ્યું ન હોય. સીન સોલ્વ કરવાનો હજુ બાકી જ હોય. લખવું એટલે આ જ - પ્રોબ્લેમ સોલ્વ કરવો. કેવી રીતે ખબર પડે કે મેં જે વિચાર્યુ ં છે તે સાચું જ છે? પણ આ જ વાત છે.


# તમે સોશ્યલ ફ્લ્મિ લખતા હો, થ્રિલર લખતા હો, કોમેડી લખતા હો કે કંઈ પણ લખતા હો, જો પ્રોબ્લેમ નહીં હોય, જો કેરેકટરાઈઝેશન કરતી વખતે સંકટ ઊભાં નહીં થાય તો સમજવાનું કે વાતમાં જમાવટ નથી. પ્રોબ્લેમ જેટલો મજબૂત હશે,સોલ્યુશન એટલું જ તગડું મળશે. કયારેક કેરેકટર અઘરું હોય, કયારેક સિચ્યુએશન.
'ઈન્ડીસન્ટ પ્રપોઝલ', 'બીથોવન', 'મિસ્ટિક પિઝા' જેવી ઉત્તમ ફિલ્મોની લેખિકા એમી હોલ્ડન જોન્સ શું કહે છે.? સાંભળોઃ
# જો તમે ફ્કિશન લખવા માગતા હો, ખાસ કરીને ફ્લ્મિ, તો મારી સલાહ છે કે એકિટંગ કલાસ જોઈન કરી લો. હું પહેલાં ડિરેકટર બની, પછી રાઈટર. મને એકિટંગનો 'એ' પણ આવડતો નથી, પણ છતાંય મેં ડિરેકશનની શરૂઆત કરી ત્યારે એકિટંગ કલાસ જોઈન કર્યા હતા. એકિટંગ કલાસમાં તમે સીન વાંચો, સમજો, ભજવો એટલે ધીમે ધીમે સમજાવા માંડે કે એકટરને જ્યારે કોઈ સીન આપવામાં આવે ત્યારે એના મનમાં કેવી પ્રોસેસ ચાલતી હોય છે. એકટર પહેલાં પાત્રને સમજે, સિચ્યુએશન સમજે અને પછી પાત્રમાં પ્રવેશ કરે. વળી, એકટરે તો જાતજાતનાં પાત્રો ભજવવાનાં હોય, જુદી જુદી પરિસ્થિતિઓમાં મૂકાવાનું હોય. એકટર પાત્રને ભીતરથી સમજવાની કોશિશ કરે છે. રાઈટરે પણ એકઝેકટલી આ જ તો કરવાનું હોય છે. એકટર સીનમાં શું શોધે છે તેની એને સમજણ હોય તો લખતી વખતે વધારે આસાની રહે છે. એકિટંગ કલાસને કારણે તમે માત્ર ટેકસ્ટ નહીં, સબ-ટેકસ્ટને પણ સમજો છો, મતલબ કે કેવળ સ્થૂળ ડાયલોગ કે સપાટી ઉપરની વાતો જ નહીં, બલ્કે પાત્રનાં મનની ભીતરની અવ્યકત લાગણીઓ અને અનેક જાતના અન્ડર-કરન્ટ્સને પણ સમજો છો. ખરાબ લખાણ એટલે કેવળ ટેકસ્ટ, સ્થૂળ લખાણ. એમાં સબ-ટેકસ્ટ કે અન્ડર-કરન્ટનાં નામે મીંડું હોય.   
# કેટલીય વાર ફ્લ્મિ રિવ્યુઅર્સ ભુલી જતા હોય છે કે ડિરેકટરે ફ્લ્મિ ડિરેકટ કરી તેની પહેલાં રાઈટરે સ્ક્રિપ્ટ લખી હતી. ઘણી વાર તેઓ રિવ્યુમાં રાઈટરનો ઉલ્લેખ સુધ્ધાં કરતા નથી. સ્ક્રીનપ્લેને વખોડતી વખતે તેમને ખબર નથી હોતી કે કાગળ પર જે લખાયંુ હતું તેના કરતાં સ્ક્રીન પર સાવ જુદું જ જોવા મળતું હોય, તે શકય છે.  આદર્શ રીત તો એ છે કે રિવ્યુઅર પહેલાં ફ્લ્મિની સ્ક્રિપ્ટ વાંચે અને પછી રિવ્યુ કરે.
# વાર્તામાં આગળ જતાં જે સમસ્યા કે કોન્ફ્લીકટ ઊભા થવાના છે તેનો અણસાર સ્ક્રિપ્ટના પેજ નંબર ટુથી આવવાનું શરૂ થઈ જવું જોઈએ. જો પાંચમા પાના સુધી કોન્ફ્લીકટનો અણસાર સુધ્ધાં ન આવે તો સમજવાનું કે લખાણમાં ગરબડ છે. સમસ્યાનાં બીજ શરૂઆતમાં જ રોપાઈ જવાં જોઈએ. ફ્લ્મિ શાના વિશે છે તે ઓડિયન્સને ઝડપથી સમજાઈ જવું જોઈએ.
# જે રીતે સારા નવલકથાકાર બનતાં પહેલાં ખૂબ બધી ઉત્તમ નવલકથાઓ વાંચવી પડે, એ જ રીતે  સારા સ્ક્રિપ્ટરાઈટર બનવું હોય તો પણ ખૂબ બધી ઉત્તમ સ્ક્રિપ્ટ્સનો અભ્યાસ કરવો પડે. તમે જે જોનરની ફ્લ્મિ લખવા માગો છો તે જોનરની કલાસિક ફ્લ્મિોની સ્ક્રિપ્ટ્સ ઝીણવટભેર વાંચી જાઓ, તેનો સ્ટડી કરો. જેમ કે મારે કોમેડી ફ્લ્મિ લખવી હતી તો મેં (ઓસ્કર) એકેડેમીની લાઈબ્રેરીમાં જઈને મારી ઓલ-ટાઈમ-ફેવરિટ કોમેડી ફ્લ્મિોની સ્ક્રિપ્ટ્સ વાંચી હતી. ફ્લ્મિ જોવી અને ફ્લ્મિની સ્ક્રિપ્ટ વાંચવી આ બન્ને તદ્દન અલગ બાબતો છે. તમે ઉત્તમ સ્ક્રિપ્ટ્સ વાંચશો તો તમારા સ્ટાન્ડર્ડ તે પ્રમાણે ઘડાશે અને તમે પણ એવી જ ગુણવત્તાની સ્ક્રિપ્ટ લખવા પ્રેરાશો.
 છેલ્લે, રોબર્ટ ટાઉની, કે જેમણે 'ચાઈના ટાઉન', 'ધ ર્ફ્મ' અને 'ડેઝ ઓફ્ થન્ડર' જેવી ફિલ્મો લખી છે, તેમની વાત સાંભળોઃ                                                 - 
# લેખકને સારી રીતે નરેશન આપતા (એટલે કે બીજાઓની સમક્ષ પોતાની ફ્લ્મિની વાર્તા કહી સંભળાવતા) આવડવું જોઈએ. અગાઉના જમાનામાં ચોપડીઓ નહોતી ત્યારે કથાવાર્તા આ રીતે જ કહેવાતી હતીને? તમે તમારી સ્ક્રિપ્ટ કે સ્ટોરી કોઈને નરેટ કરો ત્યારે એમાં કેવોક દમ છે તેનો પ્રાથમિક અંદાજ પણ આવી જતો હોય છે. તમને તરત ખબર પડી જાય કે તમારું ઓડિયન્સ કયાં કઈ રીતે રિએકટ કરે છે. જરૂર નથી કે તેઓ મોેટે મોટેથી હસે કે રડે, પણ તમને સમજાય કે સામેવાળાના મોઢા પર કંટાળો છવાઈ રહૃાો છે, એ બગાસું રોકવાની કોશિશ કરી રહૃાો છે કે પછી ટટ્ટાર થઈને ઉત્સુકતાથી તમને સાંભળી રહૃાો છે. આ પ્રકારના રિએકશન તમારી સ્ક્રિપ્ટને આખરી આકાર આપવામાં બહુ ઉપયોગી બનશે.

0 0 0 

Wednesday, April 27, 2016

ટેક ઓફ : ઝુબિન મહેતા, સિમ્ફ્ની અને લીલાં મરચાં

Sandesh - Ardh Saptahik Purti - 27 April 2016
ટેક ઓફ 
 એંશી વર્ષની ઉંમરે પણ માણસ ફિઝિકલી-મેન્ટલી-ઈમોશનલી ફિટ હોય, ભરપૂર સક્રિય હોય, પોતાનાં કાર્યક્ષેત્રમાં સતત રિલેવન્ટ હોય, એટલું જ નહીં, નવી પેઢીના ખેલાડીઓ દ્વારા પૂજાતો હોય તો એનાથી વધારે બીજું શું જોઈએ. પારસી ગુજરાતી ઝુબિન મહેતા આ કક્ષાના આંતરરાષ્ટ્રીય કલાકાર છે. 



ઝુબિન મહેતા બે દિવસ પછી એંશી વર્ષના થશે. આ એક એવા હાઈ પ્રોફાઈલ પારસી ગુજરાતી છે જેના વિશે મીડિયામાં પ્રમાણમાં ઓછું લખાય છે ને દર્શાવાય છે. એનું એક કારણ એ હોઈ શકે કે તેઓ ગ્લોબલ સેલિબ્રિટી ખરા પણ એમની કર્મભૂમિ ભારત નહીં, બલકે યુરોપ-અમેરિકા છે. તેઓ મ્યુઝિકલ કંડક્ટર છે. બીથોવન અને મોઝાર્ટ જેવા પશ્ચિમના મહાનતમ સંગીતકારોની રચનાઓ તેેઓ મંચ પરથી પેશ કરે છે. એમના ઓપેરા અને કોન્સર્ટ્સ દુનિયાભરમાં મશહૂર છે. મુંબઈમાં તાજેતરમાં એમના એંશીમા જન્મદિન નિમિત્તે બેક-ટુ-બેક ત્રણ કેન્સર્ટ્સ યોજાઈ ગઈ. પહેલી બે એનસીપીએમાં અને ત્રીજી બ્રેબોર્ન સ્ટેડિયમમાં. ટિકિટના ભાવ ૧૧૪૫ રૂપિયાથી શરૂ થતા હતા, સૌથી મોંઘી (એક) ટિકિટની કીમત ૧૭,૧૭૫ રૂપિયા હતી અને છતાં ત્રણેય કોન્સર્ટ્સ હાઉસફુલ હતી. કોણ કહે છે કે ભારતમાં વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિકના કદરદાનો નથી?  
એંશી વર્ષની ઉંમરે પણ માણસ ફિઝિકલી-મેન્ટલી-ઈમોશનલી ફિટ હોય, ભરપૂર સક્રિય હોય, પોતાનાં કાર્યક્ષેત્રમાં સતત રિલેવન્ટ હોય, એટલું જ નહીં, નવી પેઢીના ખેલાડીઓ દ્વારા પૂજાતો હોય તો એનાથી વધારે બીજું શું જોઈએ. આવી વ્યક્તિ આપોઆપ આદરણીય બની જતી હોય છે. એના ફ્લ્ડિ સાથે આપણો સીધો સંબંધ ન હોય તોપણ. ઝુબિન મહેતા આ કક્ષાના આંતરરાષ્ટ્રીય કલાકાર છે. કાચી ઉંમરે એમણે સંગીતને કરીઅર બનાવવાનો નિર્ણય લીધો ત્યારે એમનાં મમ્મીએ ચિંતાતુર થઈને જ્યોતિષીઓને કુંડળી બતાવી હતી. જ્યોતિષીઓનું વળગણ સાર્વત્રિક છે - ગામડાગામની મહિલાથી લઈને ઝુબિનનાં માતા જેવાં દક્ષિણ મુંબઈના પોશ ઈલાકામાં રહેતાં પારસી સન્નારી સુધીના સૌને જ્યોતિષશાસ્ત્રમાં સંકટ સમયની સાંકળ દેખાઈ શકે છે! જ્યોતિષીઓએ ઝુબિનનાં માતુશ્રીને સધિયારો આપ્યો કે તમારા દીકરાની કુંડળીમાં તો રાજયોગ લખ્યો છે. તમતમારે જવા દો એને મ્યુઝિકના ફિલ્ડમાં. એક દિવસ આખી દુનિયામાં એ નામ કાઢશે. એેવું જ થયું.  
સંગીત તો જોકે ઝુબિન મહેતાના લોહીમાં હતું. એમના દાદા સંગીતના શિક્ષક હતા એટલે ઘરે કાં તો કોઈ સંગીત શીખવા આવ્યું હોય અથવા દાદા ખુદ સંગીતનો રિયાઝ કરતા હોય. 'મેં સંગીત અને મારી માતૃભાષા ગુજરાતી સાથેસાથે જ શીખવાનું શરૂ કર્યું હતું,' - ઝુબિન મહેતા એક મુલાકાતમાં કહે છે. 
ઝુબિનના પિતાજી મેહિલ મહેતાએ આમ તો ઈન્કમટેક્સ  ડિપાર્ટમેન્ટમાં નોકરી લીધી હતી, પણ છાશવારે ક્રોફોર્ડ માર્કેટ જઈને ઇંડાંવાળા અને ચાના ગલ્લાવાળા પાસેથી ટેક્સ ઉઘરાવવાનાં કામથી એમને ભારે ત્રાસ થતો. સંગીતકાર બનવા મેહિલ મહેતાએ નોકરી છોડી દીધી. અમેરિકા જઈને ચાર વર્ષ સુધી વાયોલિનવાદનનું પદ્ધતિસરનું જ્ઞાાન લીધું. આ બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારની વાત છે. ૧૯૪૯માં તેઓ મુંબઈ પાછા ર્ફ્યા ત્યારે ઝુબિન તેર વર્ષના ટીનેજર હતા. મેહિલ મહેતા આખો દિવસ વાયોલિનની પ્રેક્ટિસ કરે, પોતે અમેરિકામાં શું શું શીખ્યા એની વાતો કરે, સંગીતના ખેરખાંઓની ખૂબીઓ વિશે ચર્ચા કરે. એમણે ઝુબિન મહેતા સામે વેસ્ટર્ન કલાસિક મ્યુઝિકની, ઓરકેસ્ટ્રા અને ઓપેરા અને સિમ્ફનીની આખી દુનિયા ખોલી આપી. પિતાજી તરફ્થી મળેલાં સંગીતના આ સંસ્કારોએ ઝુબિન મહેતાના જીવનનો નકશો દોરવાનું કામ કર્યું.  
મેહિલ મહેતા ઇચ્છતા હતા કે, દીકરો પિયાનો શીખે અને એ પણ પોતે જેમની પાસે શીખ્યા હતા એ જ ગુરુ પાસેથી. તકલીફ એ થઈ કે ગુરુ મુંબઈ છોડીને પૂના શિફ્ટ થઈ ગયા હતા. આથી ઝુબિન અઠવાડિયામાં એક વાર મુંબઈથી વહેલી સવારે ટ્રેન પકડી પૂના પહોંચે, ત્રણ ક્લાસ સુધી પિયાનોના ક્લાસ લે અને સાંજે વળતી ટ્રેનમાં પાછા આવે.  

તરુણ માણસ જુવાન બની રહૃાો હોય ત્યારે ઘણીવાર પોતાનાં પેશન, હોબી અને કરીઅર વચ્ચે ગોથાં ખાધા કરતો હોય છે. એને સમજાતું હોતું નથી કે જેના તરફ્ તીવ્રતાથી દિલ-દિમાગ ખેંચાય છે તે વસ્તુને માત્ર હોબી પૂરતી મર્યાદિત રાખવાની છે કે એમાં ઊંડા ઊતરવું છે. ઝુબિન મહેતાના કેસમાં પણ એવું જ બન્યું. તેમણે મેડિકલ કોલેજમાં એડમિશન લીધું હતું. બે વર્ષ ભણ્યા પણ ખરા, પણ આટલા સમયગાળામાં તેમને સમજાઈ ગયું કે આ આપણી લેન નહીં. આપણે તો રહૃાા નખશિખ મ્યુઝિકના માણસ. કરીઅર તો મ્યુઝિકમાં જ બનાવવાની હોય.  
પિતાજીનો પૂરેપૂરો સપોર્ટ હતો. માને શરૂઆતમાં ટેન્શન થઈ ગયું હતું, પણ જ્યોતિષીઓએ રાજયોગની વાત કરી એટલે એમના જીવને ઠીક ઠીક ટાઢક થઈ ગઈ હતી. માં-બાપને જોકે ફિકર એ વાતની હતી કે ભારતમાં પરંપરાગત શાસ્ત્ર્રીય રાગ-રાગિણી ચાલે, ફ્લ્મિી સંગીત ચાલે અને થોડું ઘણું સુગમ સંગીત ચાલે. આપણે ત્યાં વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિક જાણનારાઓનું ભવિષ્ય શું?ભારતમાં વેસ્ટર્ન ક્લાસિકલ સંગીતકારનું જીવન એકાકી અને અઘરું બની જાય છે એ મેહિલ મહેતા અનુભવે સમજ્યા હતા. બે છેડા ભેગા થતા નહોતા એટલે એમણે ખુદ અમેરિકા શિફ્ટ થઈ જવું પડયું હતું.  
ખેર, ઝુબિનની જીવનની દિશા નક્કી થઈ ચૂકી હતી એટલે એને વાલી તરીકે પોતાનાથી બનતું શ્રેષ્ઠ કરવા એમણે અઢાર વર્ષના ઝુબિનને વેસ્ટર્ન મ્યુઝિક ભણવા માટે વિએના મોકલ્યા. વિએના એટલે ઓસ્ટ્રિયાનું ખૂબસૂરત પાટનગર જ્યાં બીથોવન જેવી વિભૂતિનો જન્મ થયો હતો. મોઝાર્ટ પણ વિએનામાં જ સોળે કળાએ ખીલ્યા હતા. ઝુબિન મહેતાએ અહીં પહેલી વાર લાઈવ સિમ્ફ્ની ઓરકેસ્ટ્રા માણ્યું. અત્યાર સુધી માત્ર ગ્રામોફેનની રેકોર્ડ્ઝ સાંભળી હતી અને કયારેક મુંબઈના ઓપેરા હાઉસમાં બોમ્બે સિમ્ફ્નીનાં પર્ફોર્મન્સિસ જોયાં હતાં, જેમાં મોટે ભાગે તો નવાસવા શિખાઉ સંગીતકારો, ગોવાનીઝ પ્રોફેશનલ્સ અને ઈન્ડિયન નેવી બેન્ડના યનિર્ફોર્મધારી સભ્યોની ખીચડી રહેતી.  
 વિએનામાં ટીચરો અને અન્ય વિદ્યાર્થીઓને નવાઈ લાગતી કે, ઇન્ડિયાનો છોકરો શા માટે વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિક શીખવા માગે છે? જોકે, અહીં વાતાવરણ હૂંફાળું અને મૈત્રીભર્યું હતું. સૌથી મોટી તકલીફ ખાવાપીવાની હતી. યુરોપિયન ખાણું ભાવે નહીં ને પારસી ભાણું સતત યાદ આવ્યા કરે. આથી ઝુબિન જાતે રાંધવાના અખતરા કરે, મિક્સ-એન્ડ-મેચ કરે અને જેમતેમ ગાડું ગબડાવે.  
તેઓ ઝપાટાભેર સંગીતમાં કુશળતા પ્રાપ્ત કરતા ગયા. ચાર જ વર્ષમાં, બાવીસ વર્ષની ઉંમરે મ્યુઝિકલ કન્ડક્ટર તરીકે વિએનામાં પહેલું પર્ફોર્મન્સ આપ્યું. (મ્યુઝિક કંડક્ટર એટલે ચાલીસ-પચાસ-સો સાજિંદાઓ જાતજાતનાં વાદ્યો વગાડતા હોય ત્યારે એમની સામે એક માણસ ઝનૂનથી હાથ ઊંચાનીચા કરતો સૌને સાંકેતિક ઈન્સ્ટ્રક્શન્સ આપતો હોય, એ.) એ જ વર્ષે ઝુબિન લિવરપૂલમાં યોજાયેલી ઈન્ટરનેશનલ કન્ડક્ટિંગ કોમ્પિટિશન જીતી ગયા. રોયલ લિવરપૂલ ફ્લિહાર્મોનિક નામની પ્રતિષ્ઠિત મ્યુઝિક્ સ્કૂલમાં એમને આસિસ્ટન્ટ કંડક્ટર તરીકે જોબ મળી. ચોવીસ વર્ષની ઉંમરે મોન્ટ્રીઅલ સિમ્ફ્ની ઓરકેસ્ટ્રામાં ડિરેક્ટર બનાવવામાં આવ્યા. ક્રમશઃ યુરોપ-અમેરિકાના ક્લાસિકલ સંગીતનાં વર્તુળમાં આ પારસી ગુજરાતી છોકરાનું નામ થતું ગયું. આજકાલ પ્રિયંકા ચોપડાની ચારેકોર વાહવાહ થઈ રહી છે, કેમ કે અમેરિકાનાં ખ્યાતનામ 'ટાઈમ' મેગેઝિનનાં કવર પર એ અધિકારપૂર્વક ચમકી છે. ઝુબિન મહેતા આજથી ૪૮ વર્ષ પહેલાં, ૧૯૬૮માં  'ટાઈમ'નાં કવર પર ચમકી ચૂક્યા હતા અને તે પણ કોઈ લિસ્ટના ભાગરૂપ નહીં. 'ટાઈમ' મેગેઝિને  ઝુબિન મહેતા પર રીતસર કવરસ્ટોરી કરી હતી. તે વખતે એમની ઉંમર ફ્ક્ત ૩૨ વર્ષ હતી!  

સાત વર્ષ વિએનામાં રહૃાા પછી તેઓ ઈઝરાયલ આવી ગયા હતા. 'અહીંની ગલીઓ મને મુંબઈ જેવી લાગતી,' ઝુબિન મહેતા કહે છે, 'મુંબઈની જેમ અહીં પણ લોકો ઉતાવળે ભાગદોડ કરતા હતા. ગ્રૂપમાં હોય તો બધા એકસાથે બોલે અને એકને પૂછીએ તો ચાર જણા જવાબ આપે! એટલે મને અહીં એકદમ ઘર જેવું લાગ્યું! સમજોને કે ઈઝરાયલ સાથે મને લવ-એટ-ફર્સ્ટ સાઈટ જેવું થઈ ગયું હતું.' 

ઝુબિન ઈઝરાયલ ફિલહાર્મોનિક ઓરકેસ્ટ્રાના મ્યુઝિક ડિરેક્ટર બન્યા એ વાતને ચાલીસ કરતાંય વધારે વર્ષ થઈ ગયા છે. ૧૯૭૮થી ૧૯૯૧ સુધી લાગલગાટ તેર વર્ષ સુધી તેઓ ન્યુયોર્ક ફિલહાર્મોનિકના ડિરેક્ટર અને પ્રિન્સિપલ કંડક્ટર તરીકે પણ સક્રિય રહૃાા. આ બહુ જ મહત્ત્વની પોસ્ટ પર એક જ માણસ તેર-તેર વર્ષ સુધી રહૃાો હોય એવું ઝુબિન મહેતાની પહેલાંય નહોતું બન્યું ને પછીય નથી બન્યું. ઝુબિન મહેતાની કરીઅરમાં આવાં તો કેટલાંય કીર્તિમાનો સ્થપાયા છે.  
ઝુબિન મહેતાની આટલી બોલબાલા છે તે સાચું; પણ તેઓ કંઈ મૌલિકપણે સંગીત-સર્જન કરતા નથી. 'હું સંગીતને ક્રિએટ નહીં,પણ રી-ક્રિએટ કરું છું,' તેઓ કહે છે, 'બીથોવન અને મોઝાર્ટ જેવા મહાન સંગીતકારોની સિમ્ફ્નીઓને કંડક્ટ  કરવા માટે જ હું સંગીતકાર બન્યો છું. આ ખેરખાંઓની રચનાઓમાં એક કોમા કે ફુલસ્ટોપ પણ આમથી તેમ કરવાની ગુસ્તાખી કરતો નથી.' 
ઝુબિન મહેતા કહે છે કે, મ્યુઝિકલ કન્ડક્ટરો તો હિટલર કરતાંય બદતર હોય છે. સેંકડો સાજિંદાઓ પાસેથી ધાર્યું કામ લેવાનું હોય એટલે ક્યારેક એમને ધક્કા મારવા પડે, ક્યારેક કુનેહથી કામ લેવું પડે તો ક્યારેક કડકાઈ પણ દેખાડવી પડે.' પેલી અફલાતૂન ઓસ્કરવિનિંગ ફ્લ્મિ 'વ્હીપલેશ' યાદ આવે છે? જોકે, ઝુબિન મહેતા 'વ્હીપલેશ'ના શેતાન મ્યુઝિક્ ક્ંડક્ટર જેવો આતંક તો ન જ ગુજારી શકે કેમ કે મૂળ તો એ મીઠડા પારસી રહૃાાને!

ઝુબિન મહેતાની આત્મક્થા પહેલાં જર્મન ભાષામાં પ્રસિદ્ધ થઈ હતી. પછી અન્ય ભાષાઓમાં. તેમાં એમણે પોતાનાં બે લગ્નો (પહેલું ટૂંકજીવી, બીજું ચાર દાયકાથી અડીખમ), લગ્નબાહૃા સંબંધ થકી થયેલાં સંતાન વગેેરે વિશે પ્રામાણિકતાથી લખ્યું છે. આ ગ્લોબલ સિટીઝનનું ઓફિશિયલ એડ્રેસ લોસ એન્જલસ છે, પણ તેલ અવીવ, વિએના અને ફ્લોરેન્સને તેઓ પોતાનાં'સ્પિરિચ્યુઅલ હોમ્સ' ગણે છે. બે-અઢી વર્ષે મુંબઈ આવે છે ત્યારે ટિપિકલ બમ્બૈયા બની જાય છે. આજની તારીખે પણ એમણે આગ્રહપૂર્વક ઈન્ડિયન પાસપોર્ટ અને ઈન્ડિયન સિટીઝનશીપ જાળવી રાખ્યાં છે.  
'વિદેશમાં આટલા બધા દાયકા ગાળ્યા પછી પણ મારા અંગ્રેજી ઉચ્ચારો તો હિન્દુસ્તાની જેવા જ રહૃાા છે!' ઝુબિન મહેતા હસે છે, 'માં-બાપ ગુજરી ગયાં પછી ગુજરાતીમાં વાતચીત ક્રવાવાળું કેઈ રહૃાું નથી તે વાત મને કયારેક ખૂબ સાલે છે.'  
...અને યુરોપિયન-અમેરિકન ફ્ૂડ હજુ સુધી એમને માફક આવ્યું નથી! 'હું દુનિયાભરનાં શહેરોમાં કેન્સર્ટ્સ કરવા જાઉં છું ત્યારે પફેર્મન્સિસ પછી યજમાન અમને જે ફેન્સી વાનગીઓ પીરસે છે તે જોઈને મારું મોઢું બગડી જાય છે!' ઝુબિન મહેતા કહે છે, 'પણ આ સમસ્યાનો તોડ મેં શોધી કઢયો છે. હું લીલાં મરચાં હંમેશાં મારી સાથે રાખું છું! શું છે કે સાથે મરચાં હોય તો બેસ્વાદ ભોજન પણ જેમતેમ ગળે ઉતારી શકાય છે!' 
0 0 0 

Sunday, April 24, 2016

મલ્ટિપ્લેક્સ : ઈન્ડિયામાં ફેમસ

Sandesh - Sanskar Purti - 24 April 2016

મલ્ટિપ્લેક્સ

‘y{ËkðkË{kt Vu{‚’ ™k{™e s÷‚ku …zu yuðe zkufâw{uLxhe ƒ™kðe™u ŒksuŒh{kt ™uþ™÷ yðkuzo SŒe ÷u™kh nkrËoõ {nuŒk {¤ðk suðk {ký‚ Au. ðzkuËhk{kt {kuxku ÚkÞu÷ku yk yuÂLs™eÞh Þwðk™ ‘ykze ÷kE™u’ [ze™u xu÷uLxuz rVÕ{{uõh þe heŒu ƒ™e „Þku? 







ક્કી નેશનલ અવોર્ડ અને અમદાવાદ વચ્ચે કંઈક છે! તે સિવાય આવું ન બને. જુઓનેહજુ ગયા વર્ષે જ અમદાવાદના ત્રણ ટેલેન્ટેડ યુવાનાએ બનાવેલી ડોકયુમેન્ટરી ફિલ્મ 'ગૂંગા પહલવાન'ને નેશનલ અવોર્ડ મળ્યો હતો. (આ જ જગ્યાએ આપણે પ્રતીક ગુપ્તાવિવેક ચૌધરી અને મિત જાની તેમજ તેમણે બનાવેલી ફિલ્મ વિશે વિગતે વાત પણ કરી હતીયાદ છે?) આ વખતે ફરી એક વાર અમદાવાદ સાથે સોલિડ કનેકશન ધરાવતી ડોકયુમેન્ટરી રાષ્ટ્રીય સ્તરે સર્વશ્રેષ્ઠ ઘોષિત થઈ છે. આ વખતની ડોકયુમેન્ટરીનું ટાઈટલ છે, 'અમદાવાદમાં ફેમસ'. તેનો વિષય છેઅમદાવાદની ઉતરાણની સિઝનમાં અગિયાર વર્ષના એક છોકરાએ ધાબા પરથી પતંગ ચગાવવા માટે કરવો પડતો સંઘર્ષ. ફિલ્મ બનાવનાર પ્રતિભાશાળી ફિલ્મમેકરનું નામ છેહાર્દિક મુકુલ મહેતા.  


મુંબઈની ગ્લેમર ઈન્ડસ્ટ્રીનો ગઢ ગણાતા ઓશિવરા વિસ્તારની કેફે કોફી ડેમાં તમે હાર્દિકને મળો છો ત્યારે તમારા મનમાં સૌથી પહેલી વાત એ નોંધાય છે કેતેંત્રીસ વર્ષનો આ યુવાન ડિરેક્ટર કરતાં એક્ટર જેવો વધારે દેખાય છે. ઈમ્તિયાઝ અલીની યાદ અપાવે એવા લાંબા વાળપાતળિયો દેહ અને ખુશમિજાજ વ્યકિતત્વ.  
'આમ તો મને કાન ફ્લ્મિ ફેસ્ટિવલમાં ઈન્ટરનેશનલ અવોર્ડ મળ્યો હોત તોપણ મારી મમ્મીને એનું મહત્ત્વ ન હોત!હાર્દિક મુસ્કુરાઈને શરૂઆત કરે છે, ' પણ ઈટીવી ગુજરાતીમાં સમાચાર આવ્યા એટલે એને થયું કે, ના, નક્કી મારા દીકરાએ કંઈક સારું કામ કર્યુંં લાગે છે!'  

હાર્દિકની વાણીમાં આહ્લાદક કાઠિયાવાડી લહેકો સંભળાય છે. મુંબઈમાં જન્મેલા અને ચોથા ધોરણ સુધી ભણેલા હાર્દિકનું પછીનું મોટા ભાગનું જીવન વડોદરામાં વીત્યું છે એટલે ટેક્નિકલી એમને વડોદરાવાસી કહી શકાય. જોકેછેલ્લાં આઠેક વર્ષથી એમણે મુંબઈને પોતાની કર્મભૂમિ બનાવી છે. 'રોડ', 'લૂટેરા', 'મૌસમઅને 'કવીનજેવી ફ્લ્મિોનાં શૂટિંગ દરમિયાન સેટ પર સ્ક્રિપ્ટ સુપરવાઈઝર તરીકે સતત હાજર રહીને ફિલ્મમેકિંગનો તગડો ર્ફ્સ્ટ-હેન્ડ અનુભવ લેનાર હાર્દિક કહે છે, 'તમે માનશોપતંગ પાછળ ગાંડા થતા લોકો જોઈને ખીજ ચડતીકેમ કે મને ખુદને પતંગ ચગાવતાં આવડતું નથી. બન્યું એવું કે૨૦૧૪માં હું મારા કાકાની દીકરીનાં ઘરે અમદાવાદ ગયો હતો. મને તારીખ પણ યાદ છે - નવદસ અને અગિયાર જાન્યુઆરી. મને ફેટોગ્રાફીનો શોખ છે એટલે કેમેરા લઈને હું શહેરમાં એમ જ નીકળી પડેલો. ગીતામંદિરના ખાંચા સામે ઢાળની પોળ શરૂ થાય છે. ત્યાં મેં પહેલી વાર ઝૈદ નામના આ છોકરાને જોયો. પતંગો પકડવા માટે એ જે રીતે આકાશ તરફ્ મોં અધ્ધર કરીને રસ્તા પર ભાગતો હતોટ્રાફ્કિથી બચીને આમતેમ કૂદતો હતો ને મસ્જિદમાં ઘૂસી જતો હતો એ જોઈને મને બહુ જબરું કૌતુક થયું. હું દૂરથી એના ફોટા પાડવા લાગ્યો. ઉતરાણની સિઝન શરૂ થઈ ચૂકી હતી અને આખાં શહેર પર પતંગનું ગાંડપણ સવાર ગયું હતું. નવાઈની વાત છે કે અમદાવાદથી સાવ નજીક હોવા છતાંય વડોદરામાં પતંગનો આવો ક્રેઝ નથી. મને થયું કે અમદાવાદનો પતંગપ્રેમ કેમેરામાં કેપ્ચર કરવા જેવો છે.'  
હાર્દિકે પોતાના સિનેમેટોગ્રાફ્ર દોસ્ત પીયૂષ પુટીને ફેન કર્યો. 'લૂટેરાફિલ્મના શૂટિંગ દરમિયાન પીયૂષ બિહાઈન્ડ-ધ-સીન્સ શૂટ કરતા હતા ત્યારે બન્ને વચ્ચે દોસ્તી થયેલી. પછી તો બન્નેએ કેટલીક ટીવી ક્મર્શિયલ્સ માટે પણ સાથે કમ કર્યું હતું. હાર્દિકે ક્હૃાું: પીયૂષતું ફ્રી હો તો આજે જ શતાબ્દી એકસપ્રેસ પક્ડીને અમદાવાદ આવી જા! પીયૂષ પોતાનો સરંજામ લઈને અમદાવાદ પહોંચી ગયા.  
'શરૂઆતમાં અમે ઝૈદને ક્શું ક્હૃાું નહોતું,' હાર્દિક ક્હે છે, 'ટેલીફોટો લેન્સથી અમે દૂરથી જ ઝૈદને અને એના દોસ્તોને એક્ધારા શૂટ કરતા રહૃાા. એ વખતે અમારી પાસે સ્ટોરી નહોતીસાઉન્ડ નહોતોપણ ફૂટેજ ખૂબ ઈન્ટરેસ્ટિંગ મળ્યું હતું એટલે બીજા વર્ષે એટલે કે૨૦૧૫માં પ્રોપર શૂટિંગ કરવા માટે હું ફરી ઉત્તરાયણ પર અમદાવાદ આવ્યો. આ વખતે મારી પાસે આઠ લોકેની આખી ટીમ હતી. નચિકેત દેસાઈ મારા લાઈન પ્રોડયુસર તરીકે જોડાયાહર્ષબીર સિંહ નામનો બીજો એક નોન-ગુજરાતી કેમેરામેન પણ હતો. જુદાં જુદાં રાજ્યોમાંથી આવતા આ બન્ને કેમેરામેન ઉત્તરાયણના ક્લ્ચરથી બિલકુલ અજાણ્યા હતા એટલે તેઓ બિલકુલ ફ્રેશ પર્સપેક્ટિવથી માહોલને જોઈ શક્તા હતા.'  

હવે સૌથી પહેલું કામ ઝૈદને શોધવાનું હતું. પૂછપરછ કરતાં કરતાં હાર્દિક એની સ્કૂલે પહોંચી ગયા. તસવીર પરથી ઝૈદને ઓળખી કઢવામાં આવ્યો. પ્રિન્સિપાલે છોકરાને ઓફ્સિમાં બોલાવ્યો તો ગભરાટનો માર્યો બાપડો રડવા લાગ્યો. ખેરવાત કરતાં ખબર પડી કે આજે રાતે જ એ પતંગ માટે દોરો લેવા માટે જવાનો છે. હાર્દિક્ની ટીમ પણ એની સાથે ગઈ. રસ્તા પર રંગાતો માંજોદુકનદાર સાથે થતી રકઝક આ બધું સરસ રીતે શૂટ થઈ શકયું. કેઈ ગેરેજમાં મિકેનિક તરીકે કામ કરતા ઝૈદના પિતાજીની એટલી જ માગણી હતી કે શૂટિંગ માટે મારા દીકરાને દીવાલો કે ધાબાં કૂદવાનું ન કહેતા.  
ઝૈદનાં ઘરની છત નળીયાંવાળી છે એટલે પતંગ ચગાવવા માટે કોઈ ગેરકાયદે બંધાયેલા ધાબા પર જવું પડે તેમ હતું. ઝૈદને આમ કરતાં રોકવાવાળા નવાં કિરદાર કુદરતી રીતે જ ફુટી નીક્ળ્યા. નસીબ નામની વસ્તુ હાર્દિકની તરફેણમાં ઓવરટાઈમ કામ કરતું હતું એટલે ઉત્તરાયણના ત્રણ-ચાર દિવસ અનાયાસ એક પછી એક એવી ઈન્ટરેસ્ટિંગ ઘટનાઓ બનતી ગઈ કે ડોકયુમેન્ટરી માટે સુરેખ વાર્તા આપોઆપ આકાર લેવા માંડી. એમાંય વળી છેલ્લે અણધાર્યો ટ્વિસ્ટ પણ ઉમેરાયો!  
'મારી પાસે દસથી બાર ક્લાકનું ફુટેજ એકઠું થઈ ગયું હતું એટલે ખરું યુદ્ધ એડિટિંગ કરતી વખતે લડવાનું હતું,' હાર્દિક કહે છે, 'મેં બે મહિના માટે આઈ-મેક ક્મ્પ્યુટર ભાડે લઈ લીધું . દિવસ-રાત એક કરીને માંડયો એફ્સીપી (ફાયનલ કટ પ્રો) પર ફિલ્મ એડિટ કરવા. 
'ઈન અ ફિચર ફિલ્મ, રાઈટિંગ ઈઝ ઈક્વીવેલન્ટ ટુ ડિરેક્ટિંગ, ઈન અ ડોક્યુમેન્ટરી, એડિટિગં ઈઝ ઈક્વીવેલેન્ટ ટુ ડિરેક્ટિંગ,' હાર્દિક કહે છે, 'ડોકયુમેન્ટરી માટે એવી છાપ પડી ગઈ છે કે એ તો બોરિંગ અને શુષ્ક જ હોયજ્ઞાાન આપવા માટે હોય. ઈવન ડોકયુમેન્ટરી ફિલ્મમેકર્સ પણ ઘણી વાર ટીચરના રોલમાં આવી જતા હોય છે. મારો અપ્રોચ એક સાક્ષી તરીકેનો હતો. 'અમદાવાદમાં ફેમસ'માં કોઈ સૂત્રધાર નથીનીચે કોઈ લખાણ આવતું નથી. મારે એટલે કે હાર્દિક મહેતાએ અમદાવાદની ઉત્તરાયણ કેવી હોય એ દુનિયાને દેખાડવું હોય તે રીતે નહીંપણ ઝૈદ નામનો ટાબરિયો જાણે પોતાના ઉત્તરાયણના અનુભવો સૌની સાથે શેર કરતો હોય તે રીતે ફિલ્મ એડિટ કરી છે. જુદાં જુદાં કેટલાય વર્ઝન બન્યાં. આખરે આઠમું વર્ઝન લૉક કરવામાં આવ્યું.'  

કમાલનાં વિઝ્યુઅલ્સ છે ફિલ્મમાં. અઢી-ત્રણ મિનિટનું ટ્રેલર જોતાં જ આપણા ચહેરા પર સતત સ્માઈલ થીરકતું રહે છે. (આ લેખ પૂરો કરીને પહેલું કામ યુટ્યુબ પર 'અમદાવાદમાં ફેમસ'નું ટ્રેલર જોવાનું કરજો.) અધ્ધર જોઈને આમતેમ ચાલતા-ડોલતા-કૂદતા લોકેકપડાંમાં ભરાઈ જતા દોરાએક ધાબાથી બીજા ધાબા પર થતી બંદરછાપ કૂદાકૂદીસાંજે છત પર પર શરૂ થઈ જતા ગરબારાત્રે અસંખ્ય દૈદીપ્યમાન તુકલથી છલકાઈ જતું આકાશ...! ઝૈદ મસ્તીખોર અને જીવંત છોકરો છે. ગુજરાતી-હિંદી મિશ્રિત ભાષા એ બોલે છે. એક વાર એ કુદરતી રીતે જ સરસ બોલી ગયેલો કે, 'હાઈટ કમ હૈ પર ફાઈટ જ્યાદા હૈ!'  
'અમદાવાદમાં ફેમસજેણે જેણે જોઈ એ સૌને જલસો પડી ગયો છે. ગઈ ઉત્તરાયણમાં અમદાવાદમાં ખાસ શો રાખવામાં આવ્યો હતો ત્યારે ઝૈદ અને પોળના એના દોસ્તારો ત્રણ-ચાર રિક્ષામાં ઠાંસોઠાંસ ભરાઈને આવ્યા હતા. સ્ક્રીન પર ખુદના મસ્તીતોફાન જોઈને તેઓ હસી હસીને પાગલ થઈ ગયા હતા. પછી શરૂ થઈ ડોકયુમેન્ટરીની ફેસ્ટિવલ સિઝન. જ્યાં જ્યાં આ ફિલ્મ રજૂ થઈ ત્યાં દરેક જગ્યાએ તેણે છાકો પાડી દીધો. બુડાપેસ્ટમાં ઈન્ટરનેશન ડોકયુમેન્ટરી ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ શોટ ડોકયુમેન્ટરીનો અવોર્ડઅલ ઝઝીરા ઈન્ટરનેશનલ ડોકયુમેન્ટરી ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ શોટ ડોકયુમેન્ટરીની જ્યુરી પ્રાઈઝમુંબઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (એમઆઈએફ્એફ્)માં બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ એડિટર (હાર્દિક મહેતા)ના અવોર્ડ્ઝબેલગ્રેડ ફ્લ્મિ ફેસ્ટિવલમાં ગોલ્ડન પ્લેક અવોર્ડ અને ૬૩મા નેશનલ ફિલ્મ અવોર્ડ્ઝમાં બેસ્ટ નોન-ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર! બીજા કેટલાંય પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ્સમાં ભાગ લેવાનું હજુ તો બાકી છે!  
આણંદ એગ્રિક્લ્ચર યુનિવર્સિટીમાંથી ડેરી ટેક્નોલોજીમાંથી બી.ટેક. કરનારો હાર્દિક મહેતા નામનો એન્જિનિયર છોકરો ફિલ્મમેકર શી રીતે બની ગયોહાર્દિક હસે છે, 'મેં એક વાર ટ્વિટર પર કોઈનું ક્વોટ વાંચેલું કે ભારતમાં તમે પહેલાં એન્જિનિયર બની જાઓ છો અને પછી વિચારો છો કે હવે લાઈફ્માં આગળ શું કરવું છે! મારા કેસમાં એક્ઝેકટલી આવું જ બન્યું. મારા દાદાજી વિખ્યાત સંગીતકાર ખેમચંદ પ્રકાશ સાથે ગાયક તરીકે કામ કરવા મુંબઈ આવવા માગતા હતાપણ એમને અટકવવા માટે એમનાં બા ઉપવાસ પર ઉતરી ગયેલાં! દાદા તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કરીઅર ન બનાવી શકયાપણ મને લાગે છે કે એમની અધૂરી ઈચ્છા હું પૂરી કરી રહૃાો છું!'  

આણંદમાં ભણતી વખતે હાર્દિક અને એના રૂમમેટ ભરત પરમાર એક જ કામ કરતા - ગોપીતુલસીશિવાલય જેવાં સિંગલ સ્ક્રીન થિયેટરોમાં મેઈનસ્ટ્રીમ મસાલા ફિલ્મો જોવાનું. એમાંય રામગોપાલ વર્માની ફ્લ્મિો પાછળ તો બન્ને ગાંડા ગાંડા. એન્જિનિયરિંગ પૂરું ર્ક્યા પછી હાર્દિકે સુમુલ ડેરીમાં ટેક્નિકલ ઓફિસર તરીકે જોબ તો સ્વીકરીપણ આવા શુષ્ક કમમાં રસ શી રીતે પડેદોઢ જ મહિનામાં નોકરી છોડી દીધી ને કોગિન્ટો નામની એડ એજન્સીમાં કોપી રાઈટર તરીકે કામ કરવા માંડયું. ૨૦૦૫-૦૬ની આ વાત. દરમિયાન ટાઈમ વીડિયો નામની એક લાઈબ્રેરીના માલિક સાથે ભેટો થઈ ગયો. સિનેમાના એ ગજબના ચાહક. હાર્દિક આઈએમડીબી વેબસાઈટ પરની દુનિયાની ટોપ હન્ડ્રેડ ને ટોપ ટુ હન્ડ્રેડ બેસ્ટ ફ્લ્મિોની સૂચિઓમાંથી નામો શોધી શોધીને દુનિયાભરની ફિલ્મોની ડીવીડી ઘરે લઈ આવે. રોજની બબ્બે ફિલ્મો જુએ. આ જ લાઈનમાં આગળ વધવું છે એવી માનસિક સ્પષ્ટતા થઈ એટલે વિઝ્યુઅલ મીડિયમનું વિધિવત ભણતર લેવાં માટે કેટલીય જગ્યાએ અપ્લાય ર્ક્યું. દિલ્હીની જામિયા મિલિયા યુનિવર્સિટીના માસ ક્મ્યુનિકેશન ડિપાર્ટમેન્ટમાં એડમિશન મળ્યું ને જીંદગીને નિર્ણાયક દિશા મળી ગઈ.  
'મને જર્મન ફિલ્મમેકર વર્નર હર્ઝોગનું એક વાકય બહુ ગમે છેઃ એવરીવન હુ મેકસ ફ્લ્મ્સિ હેઝ ટુ બી અન એથ્લેટ ટુ અ સર્ટન ડિગ્રી બિકોઝ સિનેમા ડઝ નોટ ક્મ ફ્રોમ એકેડેમિક થિંક્ગિં. જો ફિલ્મો બનાવવી હશે તો અખાડામાં ઊતરવું પડશેહાથ-પગ ગંદા કરવા પડશે, કષ્ટ સહન ક્રવું પડશેદરેક પ્રકારનાં કામ જાતે કરવા પડશે. એક્લા એસ્થેટિકસથી કામ નહીં ચાલે. હર્ઝોગની આ વાતને મેં મારી ફિલોસોફી બનાવી દીધી છે,' હાર્દિક ક્હે છે.  

જામિયા મિલિયામાં ભણતી વખતે જ ભાવિ પત્ની આકાંક્ષા ઉપરાંત ફેક્લ્ટી તરીકે આવેલા ફિલ્મમેકર દેવ બેનેગલ સાથે સંપર્ક થયો. દેવે હાર્દિક્ને મુંબઈ બોલાવી લીધાઅભય દેઓલવાળી પોતાની 'રોડનામની ઓફ્બીટ ફિલ્મની  ટીમમાં જોડાવા માટે. હાર્દિક્ની બોલિવૂડયાત્રા આ રીતે શરૂ થઈ. પછી વિક્રમાદિત્ય મોટવાણેની 'લુટેરા' (રણવીર સિંહ - સોનાક્ષી સિંહા)પંક્જ ક્પૂરની 'મૌસમ' (શાહિદ ક્પૂર- સોનમ ક્પૂર) અને વિકાસ બહલની 'ક્વીન' (કંગના રનૌત)માં સ્ક્રિપ્ટ સુપરવાઈઝર તરીકે કામ કરીને ઓન-ધ-જોબ ખૂબ બધું શીખ્યા. 'વડોદરા - ધ બિગ લિટલ સિટીઅને 'સ્કિન ડીપનામની સુંદર શોર્ટ ફિલ્મ્સ બનાવી. 'અમદાવાદમાં ફેમસબનાવીને ચિક્કાર પ્રતિષ્ઠા મેળવી. બસહવે ઈન્ડિપેન્ડન્ટ ફિચર ફિલ્મમેકર તરીકે નવેસરથી ધડાકો કરે એટલી જ વાર છે.
ઓલ ધ બેસ્ટહાર્દિક!  
0 0 0 

Wednesday, April 20, 2016

ટેક ઓફઃ કોણ છે તમારો ફેવરિટ યુટ્યુબર?

Sandesh - Ardh Sapthik purti - 20 April 2016
ટેક ઓફ
એમટીવીનો દબદબો ભૂતકાળ બની ચુક્યો છે. જમાનો ડિજિટલ સ્ટાર્સનો છે. યુટ્યુબ પર પોતાની સુપરહિટ ચેનલ ચલાવતા સુપરસ્માર્ટ જુવાનિયા નવી પેઢીના લેટેસ્ટ રોલમોડલ બની ચુક્યા છે.
(From L to R) PewDiePie, Lilly Singh and Yo Yo Gujarati  

બાર-તેર વર્ષનો એક છોકરો  કેટલાય મહિનાઓથી અઘીરાઈપૂર્વક રાહ જોઈ રહૃાો છે કે કયારે એની એકઝામ પૂરી થાય ને કયારે સમર વેકેશન શરૂ થાય. નાએનાં મમ્મી-પપ્પાએ એને કોઈ ફેન્સી હિલસ્ટેશન પર કે ડિઝનીલેન્ડ લઈ જવાનું પ્રોમિસ આપ્યું નથી. વેકેશન માટેની એની ભયંકર તાલાવેલીનું કારણ જૂદું છે.  
'આઈ વોન્ટ ટુ બી અ સક્સેસફુલ યુટયુબર!છોકરો એક દિવસ થનગન થનગન થતો ઘોષણા કરે છે, 'જસ્ટ લાઈક પ્યુડીપાઈ એન્ડ સ્મોશ!  
છોકરાનાં મા-બાપ એકબીજાનાં મોં સામે તાકે છે. આ શું બોલે છે છોકરોપ્યુડીપાઈ અને સ્મોશ એટલેમાં-બાપ ખુદ ટીનેજમાંથી જુવાનીમાં પ્રવેશી રહૃાાં હતાં ત્યારે એમટીવી જનરેશનનો હિસ્સો હતાં અને માઈકલ જેક્સનમડોના અને મારિયા કૅરીનાં મ્યુઝિક પર ઝૂમતાં હતાં. આજે એમટીવીનો દબદબો ભૂતકાળ બની ચૂકયો છે. મડોનાનાં સમયના પોપસ્ટાર્સ હવે લગભગ અપ્રસ્તુત બની ચૂકયાં છે. આજે જમાનો પ્યુડીપાઈનો છે. પ્યુડીપાઈ એ છવ્વીસ વર્ષના ફિલિક્સ નામના એક જર્મન-બ્રિટિશ યુવાનનું તખલ્લુસ છે. એ પોપસ્ટાર કે રોકસ્ટાર નહીંપણ ડિજિટલ સ્ટાર છે. યુટયુબ પર એની ચેનલ ધમધમે છે. જાતજાતની વીડિયો ગેમ્સ રમતાં રમતાં એ રમૂજી ઢબથી કોમેન્ટરી આપે છે અને પોતાના આ વીડિયોને એ ખુદની યુટયુબ ચેનલ પર અપલોડ કરે છે. યુટયુબની આ નંબર વન ચેનલ છેજેને દુનિયાભરના ચાર કરોડ ત્રીસ લાખ કરતાં વધારે લોકોએખાસ કરીને ટીનેજર્સ-યંગસ્ટર્સેસબસ્ક્રાઈબ કરી છે. પ્યુડીપાઈ યુટયુબરો લેટેસ્ટ યુથ આઈકન છેનવી પેઢીનાે બ્રાન્ડ-ન્યુ રોલમોડલ છે. 
સ્મોશ એ ઈયાન અને એન્થની નામના બે અમેરિકન યુવાનોની જોડીનું સંયુકત નામ છે. તેઓ કોમેડિયન છે. જાતજાતના વિષય પર રમૂજી વીડિયો બનાવીને યુટયુબ પર શૅર કરતા રહે છે. યુટયુબની સૌથી પોપ્યુલર ચેનલના લેટેસ્ટ લિસ્ટમાં સ્મોશનો ક્રમ ચોથો છે. એના સબસ્ક્રાઈબર્સનો આંકડો બે કરોડ ૧૦ લાખ જેટલો છે. અમેરિકાના લોસ એન્જલસ શહેરમાં રહેતી લિલી સિંહ નામની એનઆરઆઈ પંજાબી યુવતીની સુપરવૂમન નામની ચેનલ પણ યુટયુબ પર સુપરહિટ છે. અઠવાડિયામાં બે વખત એ નવા નવા મસ્ત રમૂજી વીડિયો અપલોડ કરતી રહે છે. એણે ૨૦૧૦માં પોતાની ચેનલ શરૂ કરી હતી. પાંચ વર્ષમાં એના વીડિયોઝને કુલ એક અબજ વ્યૂ મળી ચૂકયા હતા (એટલે કે જોવાઈ ચૂકયા હતા) અને સબસ્ક્રાઈબર્સની સંખ્યા ૮૦ લાખ પર પહોંચી ચૂકી હતી. ૨૦૧૫માં 'ફેબર્સમેગેઝિને વર્લ્ડ્ઝ હાયેસ્ટ પેઈડ યુટયુબ સ્ટાર્સનુું લિસ્ટ જાહેર કરેલું જેમાં લિલી આઠમા ક્રમે હતી. ગયા એક વર્ષમાં એની કમાણી ૩ મિલિયન ડોલર એટલે કે લગભગ વીસ કરોડ રૂપિયા જેટલી હતી. સૌથી વધારે કમાણીઅફ્કોર્સનંબર-વન યુટયુબર પ્યુડીપાઈએ કરી હતી - પૂરા પંદર મિલિયન ડોલર્સ એટલે કેલગભગ ૮૦ કરોડ રૂપિયા! જુદી જુદી બ્રાન્ડ્સ સાથે થયેલા ટાઈ-અપ્સ તેમજ વીડિયો પર મૂકાતી એડ્સ આ કમાણી નક્કી કરે છે. 

ડિજિટલ ક્રાંતિએ મનોરંજનની દુનિયાનાં સમીકરણો બદલી નાંખ્યાં છે. આજે તમે ફિલ્મોમાં કામ કરો કે ટીવી પર દેખાઓ તો જ ફેમસ બની શકો તે જરૂરી નથી. આજે કોઈ પણ વ્યકિત સાદા વીડિયો-કેમેરા કે ઈવન સ્માર્ટફોનથી વીડિયો બનાવવાની શરૂઆત કરી શકે છે. જો એેનામાં ખરેખર ટેલેન્ટ હશે અને એકધારા અફ્લાતૂન વીડિયો બનાવી શકશે તો ઈન્ટરનેશનલ સ્ટાર બનીને એ કરોડો કમાઈ શકે છે! યુટયુબને લીધે એન્ટરટેઈન્મન્ટ વર્લ્ડમાં લોકશાહી સ્થાપાઈ ગઈ છે. તમારે હવે કોઈ પ્રોડયુસર-ડિરેકટર,ટીવી ચેનલમોટા બેનરમોટા બજેટનેટવર્ક કે કનેકશન્સના મોતાજ થવાની જરૂર નથી. તમે પોતે જ તમારું કન્ટેન્ટ લખોખુદના ઘરમાં ખુદના કેમેરાથી શૂટિંગ કરોસારી રીતે એડિટ કરો અને પછી એક પણ પૈસો ખર્ચ્યા વગર ઈન્ટરનેટ પર અપલોડ કરી દો. જો વીડિયોમાં દમ હશે તો તમને ઓડિયન્સ મળ્યા વગર રહેશે નહીં.  
જસ્ટિન બીબર તરુણાવસ્થામાં જ પોપસ્ટાર તરીકે વર્લ્ડફેમસ થઈ ચૂકયો હતો. જસ્ટિન યુટયુબની પેદાશ છે. એ સાવ નાનો હતો ત્યારથી સરસ ગાતો-વગાડતો. એની મમ્મી એના વીડિયો બનાવી-બનાવીને યુટયુબ પર અપલોડ કર્યા કરતી કે જેથી દોસ્તો અને સગાંવહાલાં તે જોઈ શકે. કોઈ મ્યુઝિક કંપનીના સાહેબનું ધ્યાન આ વીડિયો પર પડયું. એને છોકરામાં વિત્ત દેખાયું. મ્યુઝિક કંપનીએ જસ્ટિનને ઊંચકી લીધોએનું મ્યુઝિક આલબમ બહાર પાડયું. રેસ્ટ ઈઝ હિસ્ટ્રી!  
લેખની શરૂઆતમાં જેની વાત કરી એ પ્યુડીપાઈ સ્વીડનમાં જન્મ્યો છે ને મોટો થયો છે. એ સ્કૂલમાં ભણતો ત્યારે કલાસ બંક કરીને ઈન્ટરનેટ કાફેમાં જઈને કલાકો સુધી વીડિયો ગેમ્સ રમ્યા કરતો. ઈન્ડસ્ટ્રીઅલ ઈકોનોમિકસનું ભણવા એણે કોલેજમાં એડમિશન તો લીધુંપણ પછી ભણતર અધૂરું છોડીને ફુલટાઈમ યુટયુબર બની ગયો. ટેન્શનમાં આવી ગયેલાં એનાં મા-બાપને સમજાતું નહોતું કે છોકરો આખો દિવસ વીડિયો ગેમ્સ રમતાં રમતાં કેમેરા સામે શું બબડયા કરે છે. એના આ જ ગેમિંગ વીડિયોઝે એને ડિજિટલ વર્લ્ડનો સ્ટાર બનાવી દીધો.  
લિલી સિંહ કોલેજકાળમાં ડિપ્રેશનનો ભોગ બની ગઈ હતી. આ માનસિક બીમારીથી બચવા એણે રમૂજી વીડિયો બનાવી-બનાવીને યુટયુબ પર અપલોડ કરવાનું શરૂ કર્યું હતું. એ રોજબરોજના જીવનમાં બનતી નાની નાની ઘટનાઓને પોતાના વીડિયોના વિષય બનાવે છેજેમ કે, 'હાઉ ગર્લ્સ ગેટ રેડી' (છોકરીઓ તૈયાર થવામાં કેવી લપ કરતી હોય છે), 'ટાઈપ્સ ઓફ્ ફાર્ટ્સ' (અલગ અલગ પ્રકારની વા-છૂટ), 'હાઉ માય પેરેન્ટ્સ ફાઈટ' (મારાં મા-બાપ કેવી રીતે ઝઘડે છે. પોતાની ચેનલ પર મા-બાપનાં કેરેકટર્સ પણ લિલી પોતે જ ભજવે છે. આ પંજાબી કિરદાર પણ સારાં એવાં પોપ્યુલર છે)વગેરે. લિલી સ્ટેન્ડ-અપ કોમેડિયન પણ છે. સફ્ળ યુટયુબર બની ગયા પછી એ ગ્લોબલ પોપસ્ટાર્સની માફ્ક રીતસર વર્લ્ડટૂર કરતી થઈ ગઈ છે. શરૂઆત ભલે હોમ વીડિયોથી થઈ હોયપણ સફ્ળતા મળે પછી આ ટોચના ફુલટાઈમ યુટયુબર્સનો કારભાર સંભાળવા માટે આખી પ્રોફેશનલ ટીમ કામ કરતી થઈ જાય છે. 
યુટયુબ પર આંતરરાષ્ટ્રીય સ્તરે અંગ્રેજી ચેનલો જ સુપરહિટ થાય છે એવું નથી. હાલ દુનિયાનો બીજા નંબરનો સૌથી પોપ્યુલર યુટયુબર હોલાસોયજર્મન જર્મન ભાષામાં પોતાની ચેનલ ચલાવે છે.  

સૌથી વધારે જોવાતી ભારતીય યુટયુબ ચેનલ્સ કઈ છેલગભગ તમામ મુખ્ય એન્ટરટેઈનમેન્ટ ટીવી ચેનલો ઉપરાંત ટી-સિરીઝ જેવી કંપનીઓયશરાજ જેવાં બોલિવૂડનાં બેનરો વગેરે પોતપોતાની યુટયુબ ચેનલ ચલાવે છે, પણ વ્યકિતગત ધોરણે તૈયાર થતી મોસ્ટ પોપ્યુલર યુટયુબ કઈ કઈ છે?
એક ઘોષિત થયેલી સૂચિ પ્રમાણેએઆઈબી નિર્વિવાદપણે ભારતમાં નંબર વન છે. (એઆઈબીનું ફુલ ફોર્મ લખીશું તો ચોખલિયાઓની સુરુચિ ભંગ થઈ જશે!) એઆઈબીના મશ્કરાઓનું હૃાુમર ખરેખર ધારદાર હોય છે. આ ચેનલની નામના એટલી હદે વધી ગઈ કે ઈવન સ્ટાર પ્લસ અને સ્ટાર વર્લ્ડ ચેનલે વચ્ચે એમની પાસે 'ઓન એર વિથ એઆઈબીનામનો મસ્તમજાનો દ્વિભાષી વીકલી શો કરાવ્યો હતો. બીજા નંબર પર છે, 'ધ વાઈરલ ફીવર'. લાઈફસ્ટાઈલરાજકારણફ્લ્મિો વગેરે વિષયો પર તેઓ વ્યંગાત્મક વીડિયોઝ બનાવે છે. એકલા ૨૦૧૫માં તેના ૪,૩૬,૦૦૦ નવા સબસ્ક્રાઈબર્સ નોંધાયા હતા.  
યુટયુબ પર માત્ર ઠઠ્ઠામશ્કરી ને હાહાહીહી જ ચાલે છે એવું નથી. ભારતની ટોપ ટેન યુટયુબ ચેનલોમાંથી ત્રણ કૂકિંગને લગતી છે. તેમાં પહેલા છે સંજીવ કપૂર જે ઓલરેડી સેલિબ્રિટી સુપર શેફ્ તરીકે સ્થાપિત થઈ ચૂકયા છે. બીજા સંજય થુમ્મા નામના શેફ્ (વેનશેફ્) જે એનઆરઆઈ ઓડિયન્સમાં વધારે પોપ્યુલર છે. ત્રીજા નિશા મધુલિકાજે હિન્દીમાં આસાન વેજિટેરીઅન રેસિપીઓ પોતાની ચેનલ પર શૅર કરે છે. એન્જિનીયરમાંથી ફેશન બ્લોગર બનેલાં શ્રુતિ અર્જુન આનંદ નામનાં બીજાં માનુનીએ લગ્ન પછી પોતાની યુટયુબ ચેનલ શરૂ કરી હતી. તેમાં એે હેરસ્ટાઈલ અને મેકઅપ વિશે જાતજાતની ટિપ્સ આપે છે. ગીકી રંજિત નામની ચેનલ પર મોબાઈલવીડિયો કેમેરા જેવાં ગેજેટ્સનાં લેટેસ્ટ મોડલના રિવ્યૂ રજૂ થાય છે. ટોપ ટેન ઈન્ડિયન યુટયુબ ચેનલ્સમાં ટેક્નોલોજી સંબંધિત આ એકમાત્ર ચેનલ છે. મોબાઈલનું કયું મોડલ સારું ને કયું નકામું તે જાણવા માટે આ ચેનલ કામની છે. આ સિવાય વીર દાસ જેવા બીજા ઘણા યુટયુબર્સ પણ ખાસ્સા પોપ્યુલર છે.  
સંદીપ મહેશ્વરીના મોટિવેશનલ છતાંય હળવાફુલ હિન્દી વીડિયો ખૂબ જોવાય છે. આધ્યાત્મિક ચેનલોમાં પણ કેટલી બધી વેરાયટી જોવા મળે છે. જગ્ગી સદગુરુના પાંચ-દસ-પંદર મિનિટના વીડિયો બેેચેન બની ગયેલાં મન-હૃદયને શાંત કરી નાંખે એવા પાવરફુલ હોય છે.  
યુટયુબ પર યશરાજની અફલાતૂન 'બેન્ગ બાજા બારાત' (બેન્ડ નહીં પણ બેન્ગ) જેવી કેટલીય વેબ સિરીઝ પણ અવેલેબલ છે,પરંતુ વ્યક્તિગત ચેનલો અને વેબ સિરીઝ વચ્ચે કન્ફ્યુઝ થવા જેવું નથી. વેબ સિરીઝ વાસ્તવમાં ટીવી સિરીયલના વિકલ્પ જેવો ફિકશન શો છે. એનાં પ્રોડક્શનમાં ખૂબ બધી તામજામ હોય છે અને બજેટ મોટાં હોય છે  ઇન્ડિવિડયુલ યુટયુબર તો ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારા વીડિયો બનાવી જાણે છે.  

Brahma Raval manages Yo Yo Gujarati channel single handedly  

જેમ કેયો યો ગુજરાતી. અમદાવાદ સ્થિત બ્રહ્મ રાવલની યો યો ગુજરાતી ચેનલ ખડખડાટ હસાવી દે તેવી રમૂજી અને કલ્પનાશીલ છે. હોલિવૂડ અને બોલિવૂડની ફિલ્મોનાં દશ્યો પર તેઓ ટિપિકલ કાઠિયાવાડી-અમદાવાદી લહેકામાં બોલાયેલા હૃાુમરસ સંવાદો ફિટ કરે છે. એક જ વર્ષમાં આ ચેનલના પચાસેક જેટલા વીડિયોેને ૩૫ લાખ વ્યુઝ મળી ચૂકયા છે. વોટ્સએપ પર ફેરવર્ડ થતા વીડિયો જોનારાઓની સંખ્યા સંભવતઃ આના કરતાં ઘણી વધારે હોવાની.  
'સ્ક્રિપ્ટિંગથી માંડીને એડિટિંગ સુધીનું બધું જ હું જાતે કરું છું,' બ્રહ્મ રાવલ કહે છે,' ડબિંગ આર્ટિસ્ટોને હાયર કરવા પોસાય તેમ નથી એટલે તમામ કિરદારોનું ડબિંગ પણ હું જ કરી નાંખું છું. ઈવન સ્ત્રીપાત્રોનું ડબિંગ પણ! એક્ચ્યુઅલીહું મારા નોર્મલ અવાજમાં સંવાદો બોલું છું અને પછી અવાજને અલગ અલગ રીતે મોડયુલેટ કરું છું એટલે જાણે જુદી જુદી વ્યકિતઓએ ડાયલોગ ડબ કર્યા હોય એવી અસર ઊભી થાય છે.'  
યો યો ગુજરાતી ચેનલનો મોટો પ્લસ એ છે કેતેમાં કયાંય કશુંય અભદ્ર હોતું નથી. કોમેડી ફેકટરી નામની ગુજરાતી ચેનલ પણ ખાસ્સી જોવાય છે. ઐશ્વર્યા મઝુમદારની યુટયુબ ચેનલ એ કેવી કમાલની ગાયિકા છે તે હકીકતનું પ્રતીક છે. એની સંગીતમય ચેનલ પર તમે કલાકો સુધી રમમાણ રહી શકો છો. ઐશ્વર્યાએ જોકે પોતાની ચેનલને વધારે સારી રીતે મેનેજ કરવાની જરૂર છે,કેમ કે એના કેટલાય ઉત્તમ વીડિયો એની પર્સનલ ચેનલની બહાર અન્યત્ર વેરાયેલા છે.  

ફેસબુક અને ટ્વિટરની માફક યુટયુબ પણ બેધારી તલવાર જેવી વેબસાઈટ છે. અહીં ક્રિયેટિવિટીકલ્પનાશીલતાબુદ્ધિમત્તાવિસ્મયરમૂજ અને માહિતીનો આખો મહાસાગર ઊછળે છેતો સાથે સાથે અશ્લીલતાથી છલકાતું મટિરિયલ પણ વિપુલ માત્રામાં ખદબદે છે. પ્યુડીપાઈ જેવા દુુનિયાના નંબર વન યુટયુબર પર પણ સારાં એવાં માછલાં ધોવાઈ ચૂકયાં છે કેમ કે એ પોતાના વીડિયોઝમાં છૂટથી ગાળાગાળી કરતો હોય છે. યુટયુબ સાથે કામ પાર પાડતી વખતે સેલ્ફ સેન્સરશિપ જાળવીને સારા-નરસાનો ભેદ કરવો જરૂરી છે. ટીનેજરો અને જુવાનિયાઓએ ખાસ!
0 0 0 

Tuesday, April 12, 2016

ટેક ઓફ : જ્યારે ફાધર વાલેસના ઘરમાં અજાણ્યો માણસ ચાકુ લઈને ઘૂસી ગયો!

Sandesh - Ardh Saptahik Purti - 13 April 2016
ટેક ઓફ 
ફાધર વાલેસ માટે કોઈએ પરફેક્ટ શબ્દ પ્રયોજ્યો છે - 'ફાધર વ્હાલેશ'! ગુજરાતી ભાષામાં ચિક્કાર સર્જન કરીને બેસ્ટસેલર લેખક બની ચુકેલા ફાધર  વાલેસ આજકાલ પોતાનાં વતન સ્પેનમાં કેવું જીવન વીતાવે છે?

ગુડ ધેટ વી મીટ. ઓન સ્ક્રીન એન્ડ હાર્ટ. ઈન ઈલેકટ્રોનિક કંપની. ઈન પીસ એન્ડ જાેય.  
તમને કહેવામાં આવે કેઆ કાર્લોસની વેબસાઈટના હોમપેજ પર લખાયેલાં વાકયો છે તો તમે પૂછશોકાર્લોસ કોણનામ તો ઈટાલિયન માફિયા જેવું લાગે છે. માફિયાઓની વેબસાઈટ હોય?ધારો કે હોય તો ય એના હોમપેજ પર બહુ બહુ તો 'જોયશબ્દ હોઈ શકે (જોય ઓફ્ ફીલિંગ પીપલ!)પણ 'પીસતો ન જ હોય. આકેકાર્લોસ જી.વાલેસચાલો. હજુય ન સમજાયુંફઈન. ફાધર વાલેસ. હવેફાધર વાલેસનું મૂળ નામ કર્લોસ જી. વાલેસ છે તે યાદ આવતાં ચહેરા પર સ્માઈલ આવ્યું?  
ગુજરાતીઓની એક કરતાં વધારે યુવા પેઢી ફાધર વાલેસનાં લખાણો-પુસ્તકો વાંચીને જીવનના પાઠ શીખી છેવિચારતા શીખી છેખુદની માતૃભાષા પ્રત્યે સંવેદનશીલ બની છે. આજે ૯૦ વર્ષની ઉંમરે ફાધર વાલેસ પોતાનાં વતન સ્પેનમાં સુંદર અને સક્રિય જીવન જીવે છે. ફાધર ગુજરાતી નથીસ્પેનિશ છે એ વાત પ્રયત્નપૂર્વક યાદ રાખવી પડે છે! સ્પેનમાં જન્મેલા અને મોટા થયેલા એક યુરોપિયન છોકરાને ભારત મોકલવામાં આવેએ પહેલાં અંગ્રેજી શીખેપછી ગુજરાતી શીખવાનું શરૂ કરેગુજરાતને પોતાનું ઘર બનાવેઅમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિત ભણાવતાં ભણાવતાં ધીમે ધીમેપુષ્કળ મહેનત અને નિષ્ઠાથી ગુજરાતી ભાષા પર એવો અંકુશ મેળવે કે ગુજરાતીમાં લેખોપુસ્તકોકોલમો લખવાનું શરૂ કરેએટલું જ નહીંબેસ્ટસેલર લેખક પુરવાર થાય! આ આખી વાત આજેય ચમત્કારિક લાગે છે.  
ફાધર વાલેસનાં બા ૯૦ વર્ષનાં થયાં ત્યારે તેઓ ભારત છોડીને પાછા વતન ગયા. ગુજરાતીમાં ચિક્કાર સર્જન કરી ચૂકેલા ફાધરે પછી અંગ્રેજી અને સ્પેનિશમાં પણ ઘણાં પુસ્તક લખ્યાં. અગાઉ તેમનો વાચકવર્ગ માત્ર ગુજરાતી પ્રજા પૂરતો સીમિત હતોપણ હવે એમનાં સ્પેનિશ પુસ્તકો સાઉથ અમેરિકાનાં વીસેક દેશોમાં વંચાય છે ને વખણાય છે. ફાધર વાલેસને મિસ કરતા એમના ચાહકોએ એમની વેબસાઈટ www.carlosvalles.com પર શાંતિથી સમય પસાર કરવા જેવો છે. સ્પેનમાં હાલ ફાધરનું જીવન કેવું છે એની સરસ ઝાંખી આ અંગ્રેજી વેબસાઈટ પર મૂકાયેલાં લખાણોમાંથી મળે છે. ફાધરનું અંગ્રેજી લખાણ ગુજરાતી જેવું જ છે - અકદમ સરળપ્રવાહી અને આત્મીય.  
અેક જગ્યાએ તેઓ લખે છે (ફાધર વાલેસનાં લખાણનો અહીં ગુજરાતીમાં ભાવાનુવાદ કરતી વખતે રોમાંચ થાય છે!):  
'હું રોજ એક કલાક ચાલું છું. સવારે ઉઠયા પછી પહેલું કામ હું આ કરું છુંકેમ કે મને ખબર છે કે જો ચાલવાનું બપોર કે સાંજ સુધી મુલતવી રાખીશ તો સાવ રહી જશે. ચાલવાની કસરત શરીર માટે સારી છે... અને દિમાગ માટે પણ. હું ચાલવા નીક્ળ્યો હોઉં ત્યારે મને નવાં વિચારો આવે છેનવાં કામ સ્ફૂરે અને કામ કરવાની નવી રીતો સૂઝે છે.'  
ફાધર આ ઉંમરે પણ જીવનરસથી છલક-છલક થાય છે. તેઓ કહે છે તેમ વૉકિંગથી હૃદયના સ્નાયુઓને નિયમિતલયબદ્ધ અને અકધારી કસરત મળે છે જેેનાથી હૃદય વધારે કાર્યક્ષમ બને છે તેમજ એનું આયુષ્ય પણ વધે છે. ફાધર વૉક કરવા નીકળે ત્યારે એમના બન્ને હાથમાં અક-એક લાકડી હોય. આ લાકડીઓ પાછી વિશિષ્ટ છે. એમના જમીન તરફ્ના છેડે ટચૂકડાં શૂઝ જડેલાં છે! ફાધર આ જૂતાંવાળી લાઠી લઈને વૉક લેવા નીકળે એટલે નાનાં બાળકોને બહુ કૌતુક થાય. મોટેરાઓનું પણ ધ્યાન ખેંચાય. કોઈ વળી એમને અટકાવીને પૂછેય ખરાઃ કયાંથી ખરીદી આ સ્ટિક્સફાધર એમને ફિનલેન્ડની દુકાનનાં નામ સહિત પૂરી માહિતી આપે.  
વોકિંગ કરીને પાછા ફર્યા બાદ બ્રેકફાસ્ટ વગેરે પતાવીને ફાધર પોતાનાં કમ્પ્યુટર પર કામ કરવા બેસે. દુનિયાભરમાંથી આવેલા ઈમેઈલના જાતે જવાબ આપે. પછી પોતાની વેબસાઈટ - પુસ્તકોનું કામ કરે. બપોરે લંચ પછી થોડી વાર 'સિએસ્તાલે એટલે કે આડા પડે. ફાધર લખે છે, 'મારા ઇંગ્લિશ દોસ્તોને હું યાદ કરાવવા માગું છું કે સ્પેનિશ ભાષાએ અંગ્રેજીમાંથી ઘણા શબ્દો લીધા છે,પણ અંગ્રેજી ભાષાએ સ્પેનિશના જે બહુ ઓછા શબ્દો અપનાવ્યા છે એમાંનો એક શબ્દ 'સિએસ્તા' છે. ભારતમાં એને 'ડાબે પડખે સૂવું' (યા તો વામકુક્ષિ કરવી) એમ કહે છે. બપોરનો સમય વાંચવા માટે છે. સાંજે દોસ્તોને મળવાનું. દિવસનો આ શ્રેષ્ઠ સમય હોય છે. રાત્રે મારા 'લિટલ એન્જલ'ને છેલ્લી વાર પ્રણામ કરીને સૂઈ જવાનું. આ નન્હા ફરિશ્તા એવો છે જે મારો સાથ કયારેય છોડતો નથી.

ફાધર સંભવતઃ પોતાના પર્સનલ ગોડને અથવા માંહૃાલાને 'લિટલ એન્જલતરીકે સંબોધે છે. એની સાથે ફાધરનું સતત કમ્યુનિકેશન ચાલતું રહે છે. આ લિટલ એન્જલ અથવા લિટલ ગાર્ડિયનના સંદર્ભમાં ફાધરે એક સરસ કિસ્સો ટાંકયો છેઃ  
'દર રવિવારની સવારે હું અને મારાં બા સગાસંબંધીઓ-દોસ્તારોને મળતાંસાથે કોફી પીતાં ને નિરાંતે વાતો કરતાં. જીવનની વાતોપરિવારની વાતો. એક વખત અમે આ રીતે ગપ્પાં મારતા બેઠાં હતાં ત્યાં અચાનક હું ઊભો થઈ ગયો. હું માત્ર આટલું જ બોલ્યોઃ 'ખબર નહીં કેમ પણ મને લાગે છે કે મારે આ જ ઘડીએ ઘરે જવું જોઈએ.જાણે હું પાગલ હોઉં એમ મારો ભાઈ મને તાકવા લાગ્યો. એની આ નજર મને સમજાતી હતી કેમ કે મને ખુદને ખબર નહોતી કે હું શું કામ ઊભો થઈ ગયો છું. ખેરહું ઘરે આવી ગયો.  
'નીચેનો ગેટ અને અમારા ફ્લેટનો દરવાજો તો બરાબર દેખાતા હતા. હું ઘરમાં ગયોબધા રૂમમાં ફરી વળ્યો ને છેલ્લે મારી ડોરમેટરીમાં ગયો... ને ત્યાં મનેે એ દેખાયો. બાલ્કનીનો દરવાજો ખુલ્લો હતો. ઘરેથી નીકળ્યો ત્યારે મેં એને તાળું નહોતું માર્યુંપણ બંધ જરૂર કરેલું. મેં જોયું કે એક જુવાન માણસ ઉપર ચડીનેસરકીને અંદર આવવાની કોશિશ કરી રહૃાો છે. એ અડધો અંદર હતોઅડધો બહાર લટકી રહ્યો હતો ને એના હાથમાં ચાકુ હતું. હું ચૂપચાપ એના તરફ ગયો. એનું માથું ઝૂકેલું હતું એટલે મારા પગ એના નાક નીચે આવ્યાં ત્યાં સુધી એનું ધ્યાન ન ગયું. એણે મારા જૂતાં જોયાંમોઢું ઊંચું કર્યુંમને જોયોબાલ્કનીમાં ઊભો થયો અને મારી આમનેસામને થયો. અમારા બન્નેની વચ્ચે દરવાજો હતો. મેં શાંતિથી કહૃાું: 'જે રીતે આવ્યો હતો એ જ રીતે પાછો ચાલ્યો જા.
...અને હવે કોમેડી શરૂ થઈ. એ કરગરવા લાગ્યોઃ 'હું બાજુનાં ઝાડ પર ચડીને ઉપર પહોંચ્યો છું. પ્લીઝમને ઝાડનો સહારો લઈને નીચે ઊતરવાનું ન કહેતા કેમ કેઆધાર લઈ શકાય એવી ડાળીઓ હવે બચી જ નથી. મહેરબાની કરીને મને અંદર આવવા દો. હું ચૂપચાપ દરવાજામાંથી ઘરની બહાર ચાલ્યો જઈશ.મેં કહૃાું: 'તારું ચાકુ મને આપી દે.એણે આપી દીધું. તે કંઈ જોખમી હથિયાર નહોતું. રસોડામાં ઉપયોગમાં લેવાતું સાવ સાધારણ ચાકુ હતું. એ માણસ નાદાન દિશાહીન બાળક જેવો લાગતો હતો. મેં એને અંદર આવવા દીધો. પછી એની બાજુમાં ઊભો રહૃાો અને એના ખભે હાથ મૂક્યો. એ રડવા લાગ્યો. શાંત થયા પછી અટકી અટકીને તૂટક તૂટક વાક્યોમાં બોલવા લાગ્યોઃ 'તમને ખબર પડી જ ગઈ હશે. હું મન્કી નામની ડ્રગ લઉં છું હું. વિથડ્રોઅલ સિમ્પટમ. અત્યારે મારી પાસે ડ્રગ નથી. એના વગર મને ચાલતું નથી. મારે ડ્રગ લેવી જ પડે છે. હું સારા ઘરમાંથી આવું છું. અહીં બાજુમાં જ રહું છું. મારા ઘરમાં કોઈને ખબર નથી. મારી પાસે પૈસા નથી. હું ચોરી કરવા ઘૂસ્યો હતો. મને હતું કે ઘરમાંથી કંઈક તો મળી જ જશે. મને એમ કે અંદર કોઈ નથી. પ્લીઝ મને જવા દો.”  
ફાધર વાલેસ એ યુવાનની સાથે નીચે આવ્યા. છેક ગલીના નાકા સુધી એને મૂકી આવ્યા. એ જઈ રહૃાો હતો ત્યારે ફાધરે કહૃાું:'બધું ઠીક થઈ જશે. તારાં મા-બાપને વાત કર.બસઆટલું જ. આનાથી વધારે એક શબ્દ નહીં. ત્યાર બાદ ફાધર પાછા એમનાં બાભાઈ અને સંબંધીઓ-મિત્રો પાસે પહોંચી ગયા. સાૈને આખી વાત કહી સંભળાવી. આ વિચિત્ર કિસ્સો વર્ણવ્યા બાદ ફાધર વાલેસ ઉમેરે છેઃ  
'સવાલ હજુય ઊભો છે. મને ત્યારે શા માટે અચાનક એવી લાગણી થઈ હતી કે મારે ઘરે જવું જોઈએમારા ગાર્ડિઅન એન્જલ સાથે મારો અત્યંત ઘનિષ્ઠ નાતો છે. ચોક્કસપણે એ કોઈક રીતે મારામાં લાગણીઓ જગાડે છે અને મારી પાસે અમુક કામ કરાવે છે. આ ક્ષણે એ મસ્તીખોર સ્મિત કરતો હશે. એ બધું જાણે છે.'  
ફાધરને થઈ એવી અંતઃ સ્ફુરણા આપણને પણ કયારેક નથી થતી શુંઅમુક લાગણીઓસ્પંદનો કે ચેષ્ટાઓને તર્કથી માપી શકાતાં નથી.  

ફાધરનાં લખાણોમાં ભારત અને ગુજરાતનું સ્મરણ સતત થતું રહે છે. સ્વાભાવિક છે. પોતાનો 'ચાલશે'વાળો લેખ એમને ખૂબ પ્રિય છે. એમનો સાવ શરૂઆતનો આ લેખ. એનું પહેલું જ વાકય આ છેઃ ''ચાલશેજેવો કોઈ અપશુકનિયાળ શબ્દ ગુજરાતીમાં નથી.ફાધરે અમદાવાદમાં કરેલી વિહારયાત્રા ખૂબ જાણીતી છે. તેઓ ખાસ કરીને પોળ વિસ્તારમાં મિત્રોમિત્રોના મિત્રો અને પોતાના વાચકોના ઘરે મહેમાન બનીને એક-અેક અઠવાડિયું રહેતા. બિલકુલ ઘરના સભ્યની જેમ જ રહેવાનું. રસોડામાં જે કંઈ બન્યું હોય એ જમવાનું. કોઈ વિશેષ આગ્રહ કે માગણી નહીં. આ સિલસિલો વર્ષો સુધી ચાલ્યો હતો. આ રીતે અમદાવાદની પ્રજા સાથે જે અંતરંગ અનુભવો થયા હતા તેના આધારે ફાધરે સુંદર પુસ્તકો પણ લખ્યાં હતાં. આ સઘળું યાદ કરીને ફાધર પોતાની વેબસાઈટ પર લખે છેઃ  
'ભારતીયોની આતિથ્યસત્કારની ભાવના દંતક્થારૂપ છે એ સાચુંપણ મેં તો હદ જ કરી નાંખી હતી. એક વાર હું એક ઘરે રહેવા ગયેલો ત્યારે એક નાનકડી છોકરી મારી પાસે આવી. પૂરા અધિકારથી એણે મને લગભગ આદેશ આપ્યોઃ હું બાજુમાં જ રહું છુંઆવતાં અઠવાડિયે તમારે મારા ઘરે રહેવા આવવાનું છે. એનો રોફ એવો હતો કે ના કહી શકાય એમ હતું જ નહીં. હમણાં થોડા અરસા પહેલાં હું ભારત ગયેલો ત્યારે આ છોકરીને મળ્યો હતો ને આ કિસ્સો એને અને એના પરિવારને કહી સંભળાવ્યો હતો. બધા હસી પડેલાં. મેં છોકરીને કહેલું: 'એ વખતે તેં કેવાં કપડાં પહેર્યાં હતાં એ ય મને યાદ છેઃ તેં ટપકાં-ટપકાંવાળું ફ્રોક પહેરેલું.મેં જોયું કે આજે પુખ્ત સ્ત્ર્રી બની ગયેલી એ છોકરીની આંખો ભીંજાઈ ગઈ હતી. મારી આંખો પણ ભરાઈ આવી. ગોડ બ્લેસ યુરૂપા'  
ફાધર જેટલું સરસ ગુજરાતી લખે છે એટલું જ મીઠું ગુજરાતી બોલે છે. થોડાં વર્ષો પહેલાં ફાધર મુંબઈ આવેલા ત્યારે એમની મુલાકાત લેવાનો ને એમની સાથે થોડા કલાકો પસાર કરવાનો સરસ મોકો મળ્યો હતો. ત્યાર બાદ એ મુલાકાતનું શીર્ષક આપ્યું હતું- 'પ્રસન્નતાનો દરિયો'. યુટયુબ પર ફાધરના કેટલાક મસ્તમજાના વીડિયો છે. ફધરની વેબસાઈટ અને આ વીડિયો બન્ને જોજો. જલસો પડશે.
0 0 0