Sandesh - Sanskaaar Purti - 29 Sept 2013
મલ્ટિપ્લેક્સ
ભારતની ભેદી ઓસ્કર સિલેક્શન કમિટીએ 'ધ ગૂડ રોડ' નામની માંદલી કીડીની પીઠ પર સો મણની ગુણી લાદી દીધી છે. આ કમિટીમાં સ્થાન પામતાં મનુષ્યપ્રાણીઓ હવે ચિચિયારી પાડીને કીડીને પાનો ચડાવી રહ્યાં છેઃ ભાગ કીડી ભાગ.... દોડ, જોર લગાવ, સૌને પાછળ મૂકી દે ને વિજયી થા!
કમબખ્તી તો જુઓ. આપણી ભાષામાં બનેલી 'ધ ગૂડ રોડ' નામની ફિલ્મ ભારતભરની ફિલ્મોને પાછળ રાખી ઓસ્કર સુધી પહોંચી ગઈ ને આપણે હરખ પણ કરી શકતા નથી. ગુજરાતી ભાષા કે ગુજરાત રાજ્ય સાથે સંકળાયેલી કોઈ પણ કલાકૃતિ, વ્યક્તિ કે કંઈ પણ જ્યારે આંતરરાષ્ટ્રીય મંચ સુધીની મુસાફરી તય કરવામાં સફળ થાય ત્યારે ખરેખર તો આપણે ગર્વ અનુભવવાનો હોય. એને બદલે આપણા અફસોસનો પાર નથી. આપણું એક નંબરનું નપાવટ અને નાલાયક છોકરું પરીક્ષામાં ચોરી કરી કરીને જિલ્લા કક્ષાએ પહેલો નંબર લઈ આવે તો રાજી કેવી રીતે થવું? 'ધ ગૂડ રોડે' આપણી હાલત આ વંઠેલા છોકરાના પરિવારજનો જેવી વિચિત્ર કરી મૂકી છે.
પહેલો ઝટકો ત્યારે લાગ્યો હતો જ્યારે 'ધ ગૂડ રોડ' જેવી અતિ રેઢિયાળ, મહાકંગાળ અને કળાશૂન્ય ફિલ્મને નેશનલ એવોર્ડ આપી દેવામાં આવ્યો ('મલ્ટિપ્લેક્સ', ૧૪ જુલાઈ, ૨૦૧૩). અત્યાર સુધી 'ધ ગૂડ રોડ' ફક્ત એક ગુજરાતી ફિલ્મ હતી, જે ગુજરાતીઓની સુરુચિ તેમજ સેન્સિબિલિટી પર હથોડાના ઘા કરતી હતી. ઓસ્કર ૨૦૧૪ની બેસ્ટ ફોરેન લેંગ્વેજ કેટેગરી માટે ભારતની ઓફિશિયલ એન્ટ્રી બન્યા પછી 'ધ ગૂડ રોડ' ને એક રાષ્ટ્રીય કક્ષા મળી ગઈ છે. આમ તો એને નેશનલ એવોર્ડ મળ્યો ત્યારે જ રાષ્ટ્રીય કક્ષા મળી ગઈ હતી, પણ ઓસ્કર એન્ટ્રીની ઘોષણા પછી તેણે એકાએક આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. આ એ ફિલ્મ છે જેણે હવે ઓસ્કરના આંતરરાષ્ટ્રીય માહોલમાં ભારતીય સિનેમાનું પ્રતિનિધિત્વ કરવાનું છે. 'ધ ગૂડ રોડ' નામની માંદલી કીડીની પીઠ પર ભારતની ભેદી સિલેક્શન કમિટીએ સો મણની ગુણી લાદી દીધી છે. આ કમિટીમાં સ્થાન પામતાં મનુષ્યપ્રાણીઓ હવે ચિચિયારી પાડીને કીડીને પાનો ચડાવી રહ્યા છેઃ ભાગ કીડી ભાગ.... દોડ, જોર લગાવ, સૌને પાછળ મૂકી દે ને વિજયી થા!
આ વખતે આપણી પાસે ખરેખર બે જાતવાન અશ્વ હતા- 'શિપ ઓફ થિસિઅસ' અને 'ધ લન્ચબોક્સ'- જે રમરમાટ કરતા દોડીને સૌનું ધ્યાન ખેંચી શક્યા હોત. ઓસ્કરની બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ કેટેગરીની ફાઇનલ ફાઇવમાં શોર્ટ-લિસ્ટ થવું ને પછી એવોર્ડ જીતવો એ પછીની વાત થઈ. આવું થાત કે ન થાત એ આપણે જાણતા નથી, પણ કમસે કમ એ વાતનો સંતોષ જરૂર રહેત કે આપણે આપણાથી બનતા શ્રેષ્ઠ અને બુદ્ધિગમ્ય પ્રયત્નો કરી છૂટયા.
શું છે આ ઓસ્કર સિલેક્શન કમિટી? એ ક્યાંથી પ્રગટ થઈ? સિલેક્શન કમિટીની જનક ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા (એફએફઆઈ) છે. ભારતના અઢારેક હજાર નિર્માતાઓ, વીસેક હજાર ડિસ્ટ્રિબ્યૂટરો, બારેક હજાર એક્ઝિબિટરો (એટલે કે થિયેટરના માલિકો) તેમજ સ્ટુડિયો-ઓનર્સને સમાવી લેતી આ પ્રમુખ સંસ્થા છે. ભારતની ઓસ્કર એન્ટ્રી નક્કી કરતી સિલેક્શન કમિટી એપોઇન્ટ કરવાનું કામ એફએફઆઈ જ કરે છે. આ કમિટીમાં સ્થાન પામતાં મહાન સદસ્યો 'ધ ગૂડ રોડ' જોઈને ઝૂમી ઊઠયા અને પાંચ કલાક ચર્ચા કરીને એવા નિર્ણય પર પહોંચ્યા કે આ ગુજરાતી ચલચિત્રમાં તો ભારતના 'સાવ અજાણ્યા પાસા'ને ઉજાગર કરવામાં આવ્યો છે. તો 'શિપ ઓફ થિસિઅસ', 'ધ લન્ચબોક્સ', 'ભાગ મિલ્ખા ભાગ', 'ઇંગ્લિશ વિંગ્લિશ', કમલ હાસનનું 'વિશ્વરૂપમ', 'શબ્દો' (બંગાળી), 'સેલ્યુલોઇડ' (મલયાલમ) ને બીજી એકવીસ ફિલ્મોને નાખો વખારે ને પહેરાવી દો 'ધ ગૂડ રોડ'ના ગળામાં વરમાળા.
જાનમાં કોઈ જાણે નહીં ને હું વરરાજો પોતે. 'ધ ગૂડ રોડ'ની આ કરુણતા છે. બીજાં રાજ્યોની વાત જ જવા દો, કેટલા ગુજરાતીઓએ 'ધ ગૂડ રોડ' જોવાની તસ્દી લીધી છે? બાય ધ વે, ભારતનું કયું 'અજાણ્યું પાસું' જોઈને ઓસ્કર કમિટીવાળા મુગ્ધ થઈ ગયા? ફિલ્મમાં એક માથામેળ વગરનો બાળવેશ્યાઓનો ટ્રેક છે, જેને મૂળ વાર્તા સાથે કોઈ સંબંધ નથી. આ 'રિયાલિસ્ટિક' ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કચ્છના કોઈ હાઈ-વે પાસે ખુલ્લા મેદાનમાં રોજ રાતે વેશ્યાઓનો મેળો ભરાય છે. હજુ ઋતુકાળમાં પણ આવી ન હોય એવી દસ-બાર વર્ષની માસૂમ છોકરીઓ લાલી-લિપસ્ટિકના થથેડા કરીને એક શામિયાણા નીચે કતારમાં ગોઠવાઈ જાય. આ બધી બાળવેશ્યાઓ છે, જે મુંબઈના કમાઠીપુરાની વેશ્યાઓની જેમ ધંધો કરવા ઊભી છે. સામે ટોળાંમાં ઊભેલા પુરુષોમાંથી જેને જે છોકરી ગમી જાય તેના તરફ ઇશારો કરે એટલે દલાલ છોકરીને ઘરાકની સાથે અલગ તંબુમાં મોકલી આપે. આ છોકરીઓ દિવસે રમતી હોય ને કાનમાંથી કીડા ખરી પડે એવી ભૂંડાબોલી ગાળો બોલતી ઝઘડતી હોય. ફિલ્માં આ બધી જ ગાળો યથાતથ મૂકવામાં આવી છે.
સિલેક્શન કમિટીમાં સ્થાન પામતાં રહસ્યમય નરશ્રેષ્ઠો અને નારીરત્નો અપેક્ષા રાખીને બેઠાં છે કે ભારતનું (આમ તો ગુજરાતનું) આ 'અજાણ્યું પાસું' જોઈને ઓસ્કરની જ્યુરી આફરીન પોકારી જશે! 'સ્લમડોગ મિલિયોનેર'માં મુંબઈની ગંધાતી ઝૂંપડપટ્ટી અને મળની ટાંકીમાં ધુબાકો મારીને બહાર નીકળેલાં ટાબરિયાંને જોઈને પશ્ચિમના ઓડિયન્સને મજા પડી ગઈ હતી, એમ. એ 'પોવર્ટી પોર્ન' હતું. ભારતની કંગાલિયત જોઈને પશ્ચિમનું ઓડિયન્સ પોર્નોગ્રાફી જોઈ રહ્યા હોય તેમ ઉત્તેજિત થઈ જતું હોય તો 'ધ ગૂડ રોડ'માં તો રીતસર બાળવેશ્યાઓ દેખાડી છે. ભારતની આ ગંદી (અને ગુજરાતના સંદર્ભમાં તો બિલકુલ કપોળ કલ્પિત) તેમજ 'એક્ઝોટિક' છબિ જોઈને ગોરાઓ ગાંડા ગાંડા થઈ જશે એવું આપણી સિલેક્શન કમિટીનું વિશફુલ થિંકિંગ હશે?
'ધ ગૂડ રોડ' કે જેમાંથી સતત બેઈમાનીની વાસ આવ્યા કરે છે તે ઓસ્કર એન્ટ્રી તરીકે પસંદ થઈ તેની પાછળ આ ફિલ્મ એનએફડીસી (નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયા) એ બનાવી છે તે હકીકતની શી ભૂમિકા છે? એનએફડીસી પોતાની હાજરી બોલકી બનાવવા માટે ઘાંઘું થઈ ગયું છે? નેશનલ એવોર્ડ જીત્યો હોય એવી ફિલ્મ આપોઆપ ઓસ્કર એન્ટ્રી માટે વધારે લાયક બની જાય?
સવાલ હવે બાળવેશ્યાઓનાં દૃશ્યોનો પણ નથી. આ એક્ કાલ્પનિક્ ક્થા છે અને ફિલ્મ
હોય, નવલક્થા હોય કે બીજું ક્ોઈ પણ માધ્યમ હોય, ક્લાક્ાર ક્રિયેટિવ લિબર્ટી લઈને પોતાનું
આગવું વિશ્ર્વ રચી જ શકે છે. આ સ્વીકાર્ય દૃલીલ છે. ફિલ્મમેકર ધારે તો કાશ્મીરમાં
રણ બતાવી શકે છે ને અમદૃાવાદૃમાં સાબરમતીને બદૃલે ઊછળતો દૃરિયો બતાવી શકે છે. ફેર
ઈનફ. મુદ્દો આ છે: કાશ્મીરમાં રણ બતાવ્યા પછી અને અમદૃાવાદૃમાં દૃરિયો બતાવ્યા પછી
શું સમગ્ર ફિલ્મ યા તો ક્ૃતિ સત્ત્વશીલ બને
છે? ક્ળાના માપદૃંડો પર ખરી ઊતરે છે? અભિનય, ક્થાની ગૂંથણી, પાત્રાલેખન, સંવાદૃો અને
અન્ય ટેક્નિક્લ પાસાં થકી દૃર્શક્ને કે ભાવક્ના
મન-હૃદૃયને સંતોષનો અનુભવ કરાવી શકે છે? 'ધ ગુડ રોડ'ના સંદૃર્ભમાં આનો ઉત્તર છે: ના, બિલકુલ નહીં. આ ફિલ્મ સતત એક્ અધક્ચરા,
અર્ધદૃગ્ધ અને છીછરાં જોણાંની અનુભૂતિ કરાવતી રહે છે.જે ફિલ્મ પોતાનાં દૃેશની તો ઠીક્,
પોતાનાં રાજ્યની સારી ફિલ્મોની સામે પર બે પગે સીધી ઊભી રહી શક્તી નથી એને ઓસ્કર સિલેકશન
ક્મિટી આંતરરાષ્ટ્રીય ફિલ્મો સામે અખાડામાં ઊતારી દૃીધી છે.
સી ધ ફન. ધ ગુડ રોડની પસંદૃગી બાબતે
બહુ થઈ ગઈ એટલે ઓસ્કર સિલેકશન ક્મિટીના વડા ગૌતમ ઘોષે નિવેદૃન ફટકાર્યું: મને તો
છેેને ધ લન્ચબોકસ જ વધારે ગમી હતી, પણ છેને...
વાહ! શાબાશ, ઘોષબાબુ!
ગુજરાતમાં 'ધ ગુડ રોડ' વિરુદ્ધ જે દૃેખાવો
થયા તે અત્યંત મોડું છે. ફિલ્મને નેશનલ અવોર્ડ આપી દૃેવામાં આવ્યો ત્યારે, ફિલ્મને
ગુજરાતમાં નામ પૂરતી તો નામ પૂરતી પણ રિલીઝ કરવામાં આવી ત્યારે બૂમરાણ કેમ ન મચાવ્યું?
ભારતની ઓસ્કર એન્ટ્રી તરીકે લોક્ કરી દૃીધાં પછી વિરોધની આખી ક્વાયત અર્થહીન બની
જાય છે.
ભારતની સિલેક્શન કમિટી સૌથી લાયક ફિલ્મોને અવગણીને ભળતીસળતી ફિલ્મોને ઓસ્કરમાં મોકલવા માટે આમેય બદનામ છે,તેથી 'ધ ગૂડ રોડ'ની પસંદગી બદલ આશ્ચર્ય ન થવું જોઈએ. 'કેવી રીતે જઈશ?' ફિલ્મના મેકર અભિષેક જૈન સરસ વાત કરે છે, 'ફિલ્મ સારી છે કે ખરાબ એનો જવાબ હંમેશાં વ્યક્તિગત હોવાનો. ચાલો, 'ધ ગૂડ રોડ' ફિલ્મનું સિલેક્શન થવાથી આખા ભારતના મીડિયાએ ગુજરાતી સિનેમાની નોંધ તો લીધી. ગુજરાતી ભાષામાં પણ ફિલ્મો બને છે અને તે ઓસ્કર એન્ટ્રી તરીકે સિલેક્ટ સુધ્ધાં થઈ શકે છે એવી દેશની જનતાને ખબર તો પડી. ઓસ્કરમાં ગયા પછી 'ધ ગૂડ રોડ'નું જે થાય તે, પણ આ અવેરનેસ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ફાયદાકારક સાબિત થશે. હવે કદાચ ગુજરાતી ફિલ્મો બનાવવા વધારે ફાઇનાન્સરો આગળ આવશે.'શ્વાસ' ઓસ્કરમાં ગઈ પછી મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જીવ આવ્યો હતો, એના કાયાકલ્પની શરૂઆત થઈ હતી. 'ધ ગૂડ રોડ' ઓસ્કરમાં જવાની ઘટના ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કાયાકલ્પની શરૂઆત હોઈ શકે એવી ઉમ્મીદ કેમ ન રાખવી?'
બરાબર છે. આફ્ટરઓલ, ઉમ્મીદ પર તો દુનિયા કાયમ છે.
શો-સ્ટોપર
આજે સૌ કોઈ ફેસબુક અને ટ્વિટર પર એક્ટિવ છે, પણ હું આ બધાથી દૂર જ રહું છું. સોશિયલ મીડિયા પર લોકો તમારી વાહવાહી કરતા હોય ને શુભેચ્છાઓ આપતા હોય વગેરે, પણ આ બધું મને સતત બનાવટી લાગ્યા કરે છે.
- કંગના રનૌત