Sunday, June 5, 2016

શિશિર રામાવત:- અક્ષય આંબેડકરની નજરે...

મંગળવાર, 5 ફેબ્રુઆરી, 2013

શિશિર રામાવત:- અક્ષય આંબેડકરની નજરે...

આજનો મારો આ બ્લોગ હું એક એવા વ્યક્તિને સમર્પિત કરવા જઈ રહ્યો છું જેમનાથી હું ખરેખર પ્રભાવિત થયો છું..
"શિશિર રામાવત"..
યસ...બરાબર ઓળખ્યા તમે....'દિવ્ય-ભાસ્કર'ના વાચકો માટે આ નામ નવું નહિ હોય, અને 'ચિત્રલેખા' વાંચનારને તો ખબર જ હશે કે શિશિર સર કોણ છે...!!!!

આ લખવા જઈ રહ્યો છું ત્યાં સુધી ઘણો મૂંઝવણ અનુભવી રહ્યો છું. શરૂઆત ક્યારથી કરું એ સમજમાં નથી આવતું...આશા રાખું છું કે તમને મારો આજનો બ્લોગ પસંદ આવશે....

'શિશિર રામાવત' મેં જોયેલા ઘણા વ્યક્તિઓમાંથી આ માણસ અલગ જ તરી આવે છે. હું જલ્દીથી ખાસ કોઈનાથી એટલો પ્રભાવિત નથી થતો..પણ શિશિર સરના કિસ્સામાં મારા માટે અલગ જ બન્યું.





મને બરાબર યાદ છે, મેં જયારે દિવ્ય ભાસ્કરમાં શિશિર સરનો પેહલો આર્ટીકલ "મલ્ટીપ્લેક્ષ" વાંચ્યો ત્યારથી હું એમનો ફેન થઇ ગયો હતો.એ આર્ટીકલ માં એમને શાહરૂખ અને આમીર વિશે લખ્યું હતું. એ તેમનો પ્રથમ લેખ. બસ ત્યારથી લઈને આજ સુધી મે તેમની એક પણ કોલમ છોડી નથી.
બોસ..આટલી ઉત્સુકતા મને ક્યારેય કોઈ કોલમે નથી અપાવી જેટલી 'મલ્ટીપ્લેક્ષ'એ અપાવી છે. રવિવારની સવારે હું સૌથી પેહલા ઉઠીને જો કોઈને વાંચતો હોઉં તો એ 'શિશિર સર' છે.
અને કેમ ના હોય, એમના દરેક લેખ જ એટલા રસપ્રદ હોય છે કે વાંચવાની મજા આવે..!!


મલ્ટીપ્લેક્ષ'ની વાત કરું તો શિશિર સર ના આ કોલમ એક ફિલ્મ જેવી છે. જેમાં એક પાત્ર છે, ઈમોશન્સ છે, અભિવ્યક્તિ છે, ગુસ્સો, કોમેડી બધું જ છે. પબ્લિક ફિગરથી લઈને કોઈ ફિલ્મ વિશે કે પછી ઓસ્કાર અવોર્ડ, કે પછી કરંટ ઈસ્સ્યુંની વાત હોય, એટલી ચોટદાર રીતે કહે કે વાંચનારને એ નદી ના પ્રવાહ જેવી લાગે..જે સરસ રીતે આગળ વધી રહી છે. અને એમાય જયારે જયારે એ આપના પ્રિય "શાહરૂખ ખાન" વિશે લખે ત્યારેતો આપણને એટલું ગમે ને..!!!
'જબ તક હૈ જન' ની રીલીઝ પેહલા એમને શાહરૂખ ખાન ના ક્વોટસ પર આધારિત 'જબ તક હૈ જુબાન' કરીને આર્ટીકલ લખ્યો હતો. તમે નહિ માનો એ દિવસે મે એ ૬ થી ૭ વાર વાંચ્યો હશે અને કમ સે કમ ૧૦ થી ૧૫ જણાને વંચાવ્યો હશે..અને પછી પેપરમાંથી કટ કરીને હજી પણ સંભાળીને રાખ્યો છે.


તેઓ ગુણવત્તામાં મને છે..તમે ઓબ્સર્વ કર્યું હશે કે રાઉડી અને દબંગ જેવાને તો એ ચક્રમ જેવા ગણે છે.
આવી ફિલ્મો ને ઉતારી પાડવામાંતો એ ક્યારેય પાછીપાની કરતા નથી.એ કેહતા હોય ત્યારે આપણને એવું લાગે કે આપણે જ આ કહી રહ્યા છીએ. હું તો એમની દરેક વાત સાથે સેહમત થઉં છું.અને એ સાચું જ કહે છે. જયારે સારી ફિલ્મો બાબતે એમનો દ્રષ્ટિકોણ અલગ જ હોય.એવી ફિલ્મોના એ મન ભરીને વખાણ કરે...અને દરેક વખતે એક સસ્પેન્સ તો જળવાયી જ રહે છે કે આવતી વખતે કોના વિશે હશે..
અને હા "શો-સ્ટોપર" તો કેમ ભૂલાય.??? બોસ..આમાં તો શિશિર સર એવા ક્લાસિક ક્વોટસ લખે છે ને..પછી ભલે ને એ કોઈ સેલીબ્રીટી એ કહેલા કેમ ના હોય...એ પહોન્ચ્યા તો એમના ધ્વારા જ ને..!!!વચ્ચે એમને 'મુંબઈ ફિલ્મ ફેસ્ટીવલ'માં જઈને આવ્યા પછી "આમોર'' ફિલ્મની વાત કરી હતી..એ વાંચ્યા પછી મને આ ફિલ્મ જોવાની ઈચ્છા થઇ. ઈન્ટરનેટ પર ખાંખાખોળા કર્યા પછી છેવટે આ ફિલ્મ મે ડાઉનલોડ કરી..એ જોયા પછી એવું લાગ્યું કે ના યાર, શિશિર સર કેહતા હતા એ શત-પ્રતિશત સાચું હતું...ફિલ્મ છે જ એટલી મજેદાર...!!

"ફર્સ્ટ ઇમ્પ્રેસન ઈઝ લાસ્ટ ઇમ્પ્રેસન" આ કેહવત શીશીર સરના કિસ્સામાં એકદમ સાર્થક થાય છે.
અમે ફેસબુક પર ફ્રેન્ડ બન્યા આ વર્ષે ૧૩ જાન્યુઅરીના દિવસે..જે વ્યક્તિને આપણે રોજ વાંચતા હોઈએ એ આપની ફ્રેન્ડ રીક્વેસ્ટ એક્સેપ્ટ કરે ત્યારે કેવી લાગણી થાય.બસ એવી જ લાગણી મને એ દિવસે થઇ.
હું સખત મૂંઝવણમાં હતો.વાત કેવી રીતે શરુ કરું.? શું કહું? સામેથી કેવો પ્રતિભાવ મળશે..??
મન માં ગણ બધા સવાલ ઉઠતા હતા..આખરે હિંમત એકઠી કરીને મે મેસેજ કર્યો..જેમાં મે એમની કોલમ વિશે એમના વખાણ કર્યા.અને ઉપર જણાવ્યું તેમ 'આમોર' ફિલ્મ અને શાહરૂખ ખાનના લેખ વિશે કહ્યું..
મને એમ કે મને કોઈ રીપ્લાય મળશે નહિ..કારણ કે મને ફેસબુક પર એવા બહુ અનુભવ થયા છે.નામ નઈ લઉં એ લોકોના..પણ જયારે હું એમને મેસેજ કરું કે પછી એમની કોલમ વિશે મારો પ્રત્યુતર મોકલું તો એમના તરફથી કોઈ જ ફીડબેક મળે નહિ..ઇગ્નોર જ કરે આપણને.આવો અનુભવ થાય પછી કોઈ ફરીથી એમને મેસેજ કરવાનું ટાળે..પણ મારા આશ્ચર્યની સામે એમનો રીપ્લાય આવ્યો..એ મેસેજ એમને રાત્રે જ કર્યો હતો..જે મે બીજા દિવસે સવારે વાંચ્યો..

જેમાં એમને એકદમ નિખાલસપૂર્વક કહ્યું,"Thanks a lot dear. I believe you would like my other film-based column as well. It appears in Mumbai Samachar. It is called "Hollywood Hundred - 100 films you must watch before you die." If you check out my facebook wall or my blog you will find all of my articles. :)"
ત્યારે મને લાગ્યું કે ના અક્ષય, તું ખોટો હતો.મને થયું કે બોસ..આ માણસ ગજબના છે...મે પેહલાથી જે અભિપ્રાય બીજા લોકો માટે બાંધ્યો હતો એ શિશિર સરએ એક જ પલ માં તોડી નાખ્યો..
અને એમને શું વાંચવા ઓફર કર્યું:-  "Hollywood Hundred - 100 films you must watch before you die." વાંદરા ને નિસરણી મળી ગયી હોય મને આજ તો જોઈતું હતું...હોલીવુડની ફિલ્મોનો ચાહક છું અને એના વિશે જ વાંચવા મળે તો કોને ના ગમે...અને આમાં તો ગ્રેટેસ્ટ ફિલ્મોનો ઉલ્લેખ છે. હું પાછો વધારે ઉતાવળો થયો.હવે એક વાર કોઈ આપની સાથે આવી રીતે વાત કરે તો કોને ના ગમે.!!! મે પણ એમને પછી મારી પસંદગીની ફિલ્મો જણાવી.મને એમ કે હવે રીપ્લાય નહિ આવે.કોઈ થોડી રોજ રોજ જવાબ આપે.એ પણ બીઝી હોય.એમને પણ ઘણા કામ હોય.પણ અગેન આશ્ચર્ય...મે જે ૨૫ મુવીના નામ સૂચવ્યા હતા એમાંથી એમને કહ્યું કે આમાંની ગણી ફિલ્મો વિશે હું હવે પછીના અંકમાં કહીશ..કોણ આવું કહી શકે?? એ ધારત તો ખાલી થેન્ક્સ કહીને ચાલતા થાત..કે પછી રીપ્લાય જ ના આપત..પણ એમણે આમાંનું કશું જ ના કર્યું.
અહિયાં હું એક વાત કેહવા માંગીશ, ક્યારેય કોઈ પર્સનને નાનો ન સમજવો.અને ખાસ વાત તેને ક્યારેય ઇગ્નોર નાં કરવો..શિશિર સર માટે હું બીજાની જેમ જ એક સામાન્ય હતો.તેમને તો રોજના ઘણા ફ્રેન્ડ બનતા હશે અને ઘણા ફોલોઅર્સ હશે.તો પણ એમણે સમય કાઢીને મને રીપ્લાય કર્યો..આટલી નાની નાની વાત પણ જીવનમાં એક અલગ છાપ છોડી જતી હોય છે.શિશિર સર પાસેથી આ શીખવા મળ્યું...હું તો કહું છું કે દરેકે આ ગુણ કેળવવો જ જોઈએ.શા માટે તમે સામેવાળી વ્યક્તિને તુચ્છ કે નાના ગણો છો. એ પણ માણસ જ છે. કઈક તમારા પાસેથી શીખશે તો ભવિષ્યમાં પણ તમને યાદ કરશે..એન્ડ હેટ્સ ઓફ ટુ શિશિર સર..


હવે તમે કેહ્શો કે આટલા બધા વખાણ કેમ??? તો તમને કહી દઉં કે બ્લોગ લખવાની પ્રેરણા મને શિશિર સર પાસેથી મળી છે..એમના બ્લોગ વાંચીને મને પણ મારા પોતાના બ્લોગ લખવાનું મન થયું.
એટલે મે મારા એક મિત્ર "સ્પર્શ હાર્દિક"ની મદદ થી બ્લોગ બનાવ્યો. હવે સ્ભાવિક છે કે બ્લોગ લખતા હોઈએ એટલે એક વાત નું તો ખાસ ધ્યાન રાખવું પડે કે વાંચનારને ક્યાય કંટાળો ના આવવો જોઈએ.જો એ કંટાળી જાય કે પછી વાંચતા વાંચતા બગાસું આવે તો આપણું લખેલું વ્યર્થ છે..મે પણ આ જ વાતનું ધ્યાન રાખ્યું..અને શિશિર સરને ધ્યાનમાં રાખીને ગયી કાલે ફેસબુકના જન્મદિવસ પર એક બ્લોગ લખ્યો.
જેવી રીતે શિશિર સરની કોલમમાં હોય છે એમ પેહલા ટોપિક, કયા સંદર્ભમાં છે એ, થોડું હાસ્ય, અને હાસ્યની સાથે ગંભીર થઇ આપણી વાત કહી દેવી...સૌથી મહત્વની વાત એ છે કે તમે શું કેહવા માંગો છો એના પર જ આખા લખાણનો આધાર હોય છે.પછી તમે ટૂંકું લખું કો લાંબુલચક..ડઝંટ મેટર..?? વાત જ ના સમજાય તો લખેલાનો કઈ મતલબ જ નઈ ને.


જેમનામાંથી પ્રેરણા લઈને લખ્યું હોય એટલે એમણે તો સૌથી પેહલા બતાડવું જ પડે ને...!!એટલે મે મારો બ્લોગ સૌથી પેહલા શિશિર સરની ટાઇમલાઈન પર પોસ્ટ કર્યો...
હવે મારે તો બસ એમના જવાબની જ રાહ જોવાની હતી..રાત્રે એ ઓનલાઈન થયા.મે એમણે કહ્યું કે સર મે આવી રીતે બ્લોગ લખ્યો છે.આશા રાખું છું તમને પસંદ આવશે..એમણે કહ્યું શ્યોર ડિયર..હું વાંચીશ..
ફરીથી મનમાં સવાલ ઉઠવા લાગ્યા કે શિશિર સર એ કહ્યું તો ખરા કે વાંચીશ,પણ એમણે વાંચ્યું છે કે નહિ એવું કેવી રીતે ખબર પડે..વારંવાર તો એમણે મેસેજ કરાય નહિ..એટલે મે મેસેજ કર્યો નહી.
૧૦-૧૫ મિનીટ પછી કોમ્પુટરની નીચેની લાઈનમાં લાલ લાઈટ થઇ.તમે કલ્પી શકો છો એ કોનો મેસેજ હશે..યસ..શિશિર રામાવત.
અહિયાં હું મારું અને શિશિર સરનું કન્વરશેશન મુકીશ...

_______________________________________________________


Shishir Ramavat

hi Akshay

are u there?


9:13pm
Akshay Ambedkar

yes sir.. i am here..

9:14pm
Shishir Ramavat

read and commented on your blog already

now listen

There are few mistakes in your piece

in terms of language,

9:15pm
Akshay Ambedkar

ok tell me sir.. i want to learn
9:15pm
Shishir Ramavat

Though you have good flow of writing, you need to brush up jodani etc

9:16pm
Akshay Ambedkar

હું હજી નવો નવો છુ એટલે તમારા પાસે થી ગણું જાણવા માગું છુ...

9:17pm
Shishir Ramavat

for example, don't break the words

9:17pm
Akshay Ambedkar

હા સર.. એમાં બહુ ભૂલ પડે છે....અને ગણી વાર આપને જે શબ્દો કેહવા માંગીએ એ ભૂલી જવાય છે..

means?


9:17pm
Shishir Ramavat

Like, jotjotaMA - it is a single word

Not jotjota ma.

Got it?


9:17pm
Akshay Ambedkar

ahhha... ohkk..

yeah got it..


9:17pm
Shishir Ramavat

chahako ne ... wrong

chahakoNE, no space in between... correct

Zukerbergbhai -is has to be one word.

Dont use space between name and bhai.

Thing is, read a lot.

and observe,


9:19pm
Akshay Ambedkar

hmm...true... next time jarur yaad rakhish sir......

ohkk sir.. and sir overall kevu hatu.. jo thodi gani mistake ignore kariye to?


9:20pm
Shishir Ramavat

overall it is very good, dear.

I already told u so,

jo nani nani bhulo pan naa thaay toh sona ma sugandh bhale


9:21pm
Akshay Ambedkar

ahhhaa... સર.. અત્યારે અંદર થી એટલો આનંદિત થયી ગયો છુ કે કેહવા માટે શબ્દો નથી.....

9:22pm
Shishir Ramavat

jo! pacchi bhul kari!

"andar thi" ma vacche space nahi joie

ANDARTHI

9:23pm
Akshay Ambedkar

oops...sorry sorry sir..

તમે આવી જ રીતે મને એપ્પ્રીસીયેટ કરતા રહો અને મારી ભૂલો પર મારું ધ્યાન દોરો.....
હું વચન આપું છુ આવતી વખતે મારાથી બનતું ગણું સારું લખીશ....


9:24pm
Shishir Ramavat

i m sure :)

9:25pm
Akshay Ambedkar

thanks again sir.. :)

9:25pm
Shishir Ramavat

:)

_____________________________________________

એક સારા અને સાચા ક્રિટીક્સ એને જ કેહવાય જે આપણા વખાણની સાથે સાથે આપણી ભૂલો તરફ આપણું ધ્યાન દોરે...અને મને એ જ ઉમ્મીદ હતી. વખાણ તો સૌ કોઈ કરે છે. અને પછી ચણાના ઝાડ પર ચઢાવે છે..એકમાત્ર શિશિર સર અને મને બ્લોગ બનાવામાં જેને મદદ કરી એ સ્પર્શ હાર્દિકએ મને મારી ભૂલ બતાવી...હું જાણું છું કે મારા આજના બ્લોગમાં પણ ગણી ક્ષતિઓ તો છે જ.અને પાછળથી શિશિર સર મને એ વાત કેહ્શે જ..તો જ આપણામાં ઈમ્પ્રુવમેન્ટ લાવી શકાય ને..અને ત્યારે જ પરફેક્ટ બની શકીએ..

આજે શિશિર સર વિશે લખવાનું કારણ પણ એ જ છે કે જેને જોઇને આપણને લખવાની પ્રેરણા મળી હોય અને આપણે એમનો જ ઉલ્લેખ ના કરીએ તો બોસ..મારા લખેલાનો કોઈ મતલબ જ નથી...આવું લખેલું પણ શું કામનું..?? એટલે મારો આજનો આ બ્લોગ હું સંપૂર્ણપણે શિશિર સરને ટ્રીબ્યુટ કરું છું..હુ ક્યારેય શિશિર સરને પર્સનલી મળેલો નથી.પણ ભવિષ્યમાં જો મોકો મળશે તો એ કદાચ શ્રેષ્ઠ સમય હશે...



ઉપર આપેલ ફોટો એ "ચિત્રલેખા"માં આવતી શિશિર સરની નોવેલ "મને અંધારા બોલાવે, મને અજવાળા બોલાવે"નો છે..જો કે હું નિખાલસપણે કબુલુ છું કે મે આ નોવેલનો એક પણ અંક વાંચ્યો નથી.એનું એક કારણ એ છે કે મારા અંકલ તેમની ઓફીસમાંથી ચિત્રલેખા ઘરે લાવે એટલે એક વાર ઉપરથી જોઈ લઉં.પછી કોઈક વાર ના લાવે એટલે એમાંથી અમુક અંક મિસ પણ થઇ જાય. પણ હવે મારે ચિંતા કરવાની જરૂર નથી.આ નોવેલ બુક સ્વરૂપે આપણી સામે આવી રહે છે.મે બી ઇન ઇન થીસ મંથ, ફેબ્રુઆરી.ત્યારે હું અચૂક વાંચીશ..


હું શિશિર સરને એક વાત કેહવા માંગતો હતો..ગણા સમયથી કેહવાની કોશિશ કરતો હતો.આજે આ બ્લોગના દ્વારા એ વાત જણાવી જ દઉં..મને ખબર છે હું પ્રત્યક્ષ રીતે તો ક્યારેય નહિ શકું એટલે પરોક્ષ રીતે મારા બ્લોગમાં એ વાત નો ઉલ્લેખ કરું છું.કદાચ તમે પણ મારી આ વાત સાથે સેહમત થશો.

             શિશિર સર, તમારે એક ફિલ્મ ડીરેક્ટ કરવી જોઈએ.કોઈ પણ, હિન્દી, ગુજરાતી, શોર્ટ ફિલ્મ, ડોક્યુમેન્ટ્રી..ગમે તે..પણ તમારે આ દિશામાં પહેલ કરવી જ જોઈએ.આવું હું એટલા માટે નહિ કેહતો કે અમે તમને આ રૂપમાં જોવા માંગીએ છીએ પણ એટલા માટે કે તમારે ફિલ્મ 'બનાવવી જ જોઈએ'..જો તમે થોડું ડગલું આગળ વધશોને તો આઈ એમ શ્યોર બધા રસ્તા આપોઆપ થઇ જશે..એક સારું પ્રોડક્શન હાઉસ, સારા કલાકારો અને શિશિર રામાવત જેવા ડીરેક્ટર...અમારે બીજે શું જોઈએ...
અને તમારી જ ભાષામાં અમને સારું જોયાનો આનંદ પણ મળશે..અને હા જો તમે ફિલ્મ બનાવો તો મને ચોક્કસ યાદ કરજો.હું પણ એક સારો એક્ટર છું એવું સાબિત કરી દઈશ. એક્ટિંગનો કીડો તો મારામાં પેહલેથી જ છે. જે રોલ આપો એ એક્ટર, સપોર્ટીંગ એક્ટર, વિલન, ગેસ્ટ અપીરીયંસ, કેમિયો રોલ..તે ખુશી ખુશી સ્વીકારી લઈશ..હું પણ રોબર્ટ ડી નીરો, માર્લોન બ્રાન્ડો, રસેલ ક્રોવ કે ડેનીઅલ-ડે-લેવીસ જેવી એક્ટિંગ તો કરી જ લઉં છું..(અહંમ..અહંમ..અક્ષય બેટા..ઓછુ ફેક, અહિયાં તારી વાત નથી ચાલતી...શિશિર સરની વાત ચાલે છે..તારી વાત પછી કરજે.)

ઘણું બધું કેહવું છે પણ હવે હું મારી વાત અહિયાં જ પૂરી કરીશ..હું જાણું છું કે હું હજી પણ સારું નથી લખી શક્યો..નાના બાળકની જેમ પા પા પગલી માંડી છે.અને મારાથી બનતું સારું એવું લખવાનો પ્રયત્ન કરી રહ્યો છું..હું માનું છું કે આ બ્લોગ વાંચતા વાંચતા જો વાંચનાર ને કે પછી ખુદ શિશિર સરના ચેહરા પર એક સ્માઈલ આવી જાય તો પણ એ મારા માટે કોઈ અવોર્ડથી કમ નથી.

જો ક્યાય મારાથી ખોટું લખાયી ગયું હોય કે પછી કોઈની લાગણી દુભાયી હોય તો હું દિલથી માફી માગું છું..શિશિર સર,ભૂલચૂક થઇ હોય તો માફ કરજો...અમારે મન તમારે પ્રત્યે ગણી રીસ્પેક્ટ છે,ગણું માન છે.અને હમેશા રહેશે...આ લખનારને આટલું બધું લખવા પ્રેરવા બદલ તમારો ખુબ ખુબ આભાર...
અ બીગ થેન્ક્સ ટુ યુ શિશિર સર..

શો-સ્ટોપર:-
"_____________________________________________________"
( આ વિભાગ હું શિશિર સર માટે ખાલી રાખીશ, અને આ બ્લોગ પ્રત્યેનું તેમનું જેવું નિવેદન હશે એ વિધાઉટ એડીટીંગ હું અહિયાં પછીથી ઉમેરીશ. આ બ્લોગ નો અંત હું 'મલ્ટીપ્લેક્ષ' કોલમની જેમ કરવા માગું છું.જેવી રીતે થીએટરની સીટ છોડતા પેહલા આપણને કઈક સારું જોયાનું ફિલ થવું જોઈએ એવી રીતે મારો બ્લોગ વાંચ્યા પછી તમને પણ હું કઈક એવું જ ફિલ કરાવું એવી મારી ઈચ્છા.)

4 ટિપ્પણીઓ:

  1. Akshay, this is too much! Totally unexpected. And little embarrassing too! :) But it is beautiful! Also honest, sincere and heart-felt. You reminded me of myself - I too was very passionate for some of my most favorite writers when I was your age. (In fact, I still am!) But hey, they are/were great writers, the legends. I am no-where close to them.

    Thank you for your love and affection.

    Take care and be happy. :)
    જવાબ આપોકાઢી નાખો
  2. તારીફો કે પુલ બાંધ દિયે આપને જનાબ ! છતા શિશિરસર ભલે ન સ્વિકારે પણ તેઓ આજના વખારમાં લખતા ચીલાચાલું કેટલાયે કટારચીઓ કરતા ક્યાંય સારું લખે છે અને એમનાં લેખનું ફલક બંધિયાર નહી પણ વિશાળ છે, અને જોડણી-વ્યાકરણ જેવી ટેકનીકલ બાબત તો વાંચન વધશે એમ આપોઆપ સુધરશે. ઓવરોલ ધમાકેદાર શરુઆત !
    જવાબ આપો
  3. waahhh...Akshy Ambedkar....Tamara aa shishirsir saache j nasibdar che jene tamara jevo chahak malyo ...mane pan "Andhara Bolave " vaanchva nu mann thai gayu...Novel bahar pade teni raah joishhh
    જવાબ આપો
  4. અક્ષયભાઈ , આજે જ શિશિર સરના બ્લોગ પરથી અચાનક તમારા બ્લોગ પર આવવાનું થયું અને તમારી શિશિર સર પ્રત્યેની લાગણી જોઇને આનંદ થયો . . . શિશિર સરની કોલમ અમે પણ ખુબ જ રસથી વાંચીએ છીએ અને હવે તો આવનાર પુસ્તકની પણ રાહ જોવાશે . . . આપ ખુબ સુંદર લખો છો . નિરવ .

1 comment: