Showing posts with label Jio MAMI Film Club. Show all posts
Showing posts with label Jio MAMI Film Club. Show all posts

Tuesday, December 6, 2016

શું જોઈએ – સપનાં કે સંગાથ?

Sandesh - Sanskaar Purti - 4 Dec 2016

Multiplex

'લા લા લેન્ડ' ફિલ્મમાં એવું તે શું છે કે અમેરિકા-યુરોપના ઓડિયન્સ સુધી પહોંચે તે પહેલાં જ તે આગામી ઓસ્કર સિઝન માટે હોટ ફેવરિટ ગણાવા લાગી છે?



કંઈ પણ કહો, હોલિવૂડની જે નવીનક્કોર ફ્લ્મિને હજુ થોડાક ‘ગુણવાન’ લોકોએ જ જોઈ હોય, જે હજુ અમેરિકા-યુરોપમાં પણ રિલીઝ થવાની બાકી હોય અને એ એટલી દમદાર હોય કે અત્યારથી જ ઓસ્કરની રેસમાં સામેલ થઈ ગઈ હોય, એ ફ્લ્મિ તમને સાવ ઘરઆંગણે મસ્તમજાના મલ્ટિપ્લેકસમાં યોજાયેલા એકસકલુઝિવ શોમાં જોવાનો લહાવો મળે ત્યારે સાલી થ્રિલ તો થાય જ! એમાંય એ ફ્લ્મિ તમારા ટેસ્ટની નીકળે, તમારી ભીતર એ કોઈક એવો તાર ઝંકૃત કરી નાખે કે તમે પ્રસન્ન-પ્રસન્ન થઈ જાઓ ત્યારે મનોમન નાચવાનું મન થઈ જાય. નાચવાની ઇચ્છા થવાનું કારણ એ પણ હોઈ શકે કે આ ગીત અને નૃત્યોથી છલોછલ એવી એક્ મ્યુઝિક્લ ફ્લ્મિ છે.

વાત થઈ રહી છે,  ‘લા લા લેન્ડ’ વિશે. મુંબઈ ફ્લ્મિ ફેસ્ટિવલનું આયોજન કરતી મામી (મુંબઈ એકેડેમી ઓફ્ ધ મુવિંગ ઇમેજ) દ્વારા આ વર્ષે એક ફ્લ્મિ ક્લબ શરુ કરવામાં આવી છે. તાજેતરમાં ‘લા લા લેન્ડ’નું ઇન્ડિયન પ્રિમીયર આ ફ્લ્મિ ક્લબે ગોઠવ્યું હતું. અમેરિકન ફ્લ્મિ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી જ્યાં ફૂલીફલી છે એ લોસ એન્જલસ શહેર માટે લા લા લેન્ડ શબ્દપ્રયોગ કરવામાં આવે છે. તે દષ્ટિએ મુંબઈ ભારતનું લા લા લેન્ડ છે. લા લા લેન્ડનો બીજો અર્થ થાય છે, સપનાંની નગરી. ફેન્ટસીની મદહોશ દુનિયા જ્યાં બધંુ સરસ સરસ, સુખદ સુખદ અને રુપાળું રુપાળું હોય.  ‘લા લા લેન્ડ’ નામની આ રોમેન્ટિક મ્યુઝિકલનું પ્રિમીયર ગયા ઓગસ્ટમાં વેનિસ ફ્લ્મિ ફેસ્ટિવલમાં થયું ત્યારે એકઠા થયેલા ગુણીજનોએ કદાચ અપેક્ષા નહોતી રાખી કે આ ફ્લ્મિ તેમને આટલી હદે ‘અડી’ જશે. ૧૨૮ મિનિટને અંતે ફ્લ્મિ પૂરી થઈ ત્યાં સુધીમાં દુનિયાભરમાંથી એકઠા થયેલા હાઇપ્રોફઈલ રિવ્યુઅરોથી માંડીને ટોમ હેન્કસ જેવા મેગાસ્ટાર સુધીના સૌ ઝૂમી ઉઠયા હતા. હિરોઈન ઍમા સ્ટોન બેસ્ટ એકટ્રેસનો અવોર્ડ જીતી ગઈ. ટોરોન્ટો ફ્લ્મિ ફેસ્ટિવલમાં ડિરેકટર ડેમીન શઝેલને પીપલ્સ ચોઈસ અવોર્ડ મળ્યો. ત્રણ જ મહિનાના ગાળામાં આ સિવાય પણ બીજા કેટલાય અવોર્ડ્ઝ આ ફ્લ્મિ ઉસરડી ગઈ છે. જાણકારો છાતી ઠોકીને આગાહી કહે છે કે આગામી ઓસ્કરમાં આ ફ્લ્મિ, એનો ડિરેકટર, હિરોઈન અને હીરો રાયન ગોસલીંગ તરખાટ મચાવશે. વેલ, અવોર્ડ મળે છે કે નહીં પછીની વાત છે, પણ આ ફ્લ્મિને એકથી વધારે નોમિનેશન્સ તો પાકાં જ. 

શું છે આ ફ્લ્મિમાં? સાવ સાદી વાર્તા છે. ફ્લ્મિલાઈનમાં કામ કરવા માટે જેમ આપણે ત્યાં દેશના ખૂણેે ખૂણેથી જુવાન છોકરા-છોકરીઓ આંખોમાં સપનાં આંજીને મુંબઈ આવે છે તેમ હોલિવૂડમાં નામ બનાવવા માટે આખી દુનિયામાંથી પ્રતિભાશાળી ને મહત્ત્વાકાંક્ષી યંગસ્ટર્સ લોસ એન્જલસ આવે છે. મિઆ (ઍમા સ્ટોન) અને સબાસ્ટિઅન (રાયન ગોસલીંગ) પણ આવાં જ મુગ્ધ જુવાનિયાં છે. જ્યાં સુધી બ્રેક ન મળે ત્યાં સુધી ટકી રહેવા માટે થોડુંઘણું કમાવું તો પડે. આથી મિયાએ એક ફ્લ્મિ સ્ટુડિયોના પ્રિમાઈસિસમાં આવેલી કોફી શોપમાં સાધારણ નોકરી શોધી લીધી છે. આ રુપક્ડી અને ટેલેન્ટેડ છોક્રી ખૂબ બધાં ઓડિશન્સ આપતી રહે છે ને રિજેકટ થતી રહે છે, પણ હિંમત હારતી નથી. નાયક સબાસ્ટિઅનને એકિટંગમાં નહીં, પણ મ્યુઝિકમાં કરીઅર બનાવવી છે. એ બહુ જ સારો જૅઝ પિયાનિસ્ટ છે. સ્વભાવે ચોખલિયો અને આદર્શવાદી. હું અમુક જ પ્રકારનું મ્યુઝિક વગાડીશ, ચાલુ મ્યુઝિક નહીં જ વગાડું ને એવું બધું. સબાસ્ટિઅનનું સપનંું છે કે એની ખુદની મસ્તમજાની રેસ્ટોરાં હોય જ્યાં એ પોતાની પસંદગીનું સંગીત વગાડતો હોય. જોકે અત્યારે તો સ્ટ્રગલ પિરીયડ ચાલે છે એટલે બાપડાએ બીજાઓનાં ચિરકૂટ બાર-કમ- રેસ્ટોરાંઓમાં પિયાનો વગાડીને સંતોષ માની લેવો પડે છે. બારનો માલિક એને લાખ સમજાવે છે કે ભાઈ, તું કલાસી મ્યુઝિકને તડકે મૂક, લોકોને ગમે એવું પોપ્યુલર મ્યુઝિક વગાડ, પણ પેલો ધરાર ‘હાઇ લેવલ’ના સૂરો છેડે છે એટલે એની પૂંઠે લાત પડે.



મિયા અને સબાસ્ટિઅનનો આકસ્મિકપણે ભેટો થાય છે. શુરુ મેં તકરાર, ફ્રિ પ્યાર. બહુ જ મસ્ત રીતે બન્નેની લવસ્ટોરી આગળ વધે છે. બન્ને એકબીજાને પાનો ચડાવતા રહે છે, પણ એક તબક્કે અપ્રિય પરિસ્થિતિ આવીને ઊભી રહે છેઃ  શું જોઈએ છે – પ્યાર કે કરીઅર? સપનાં કે સંગાથ? કલા કે કોમર્સ? તેઓ પસંદગી કરે છે. સહેજ પણ કડવાશ વગરના, એક ખટમીઠા બિંદુ પર ફ્લ્મિ પૂરી થાય છે.

આટલું સાંભળીને સહેજે થાય કે, આમાં શું? આવી તો કેટલીય ફ્લ્મિો આવી ગઈ છે. સાચી વાત છે. માત્ર સ્ટોરીની વાત કરીએ તો એમાં કશું નવું નથી, પણ જલસો તેના ફેર્મેટમાં છે. સાદીસરળ વાતને નાવીન્યપૂર્ણ અને રોમાંચક રીતે પેશ કરવું જરાય સહેલું નથી, પણ ડિરેકટર ડેમીન શઝેલે આ કામ બખૂબી કરી બતાવ્યું છે. ડેમીનનાં કામથી આપણે ઓલરેડી પ્રભાવિત થઈ ચુકયા છીએ. યાદ કરો ૨૦૧૪માં આવેલી ટેલેન્ટેડ ડ્રમર છોકરો તેમજ તેના હિટલર જેવા ક્રૂર ગુરુની વાત કરતી અફ્લાતૂન ફ્લ્મિ, ‘વ્હિપલેશ’. એ ત્રણ ઓસ્કર જીતી ગયેલી – બેસ્ટ સપોર્ર્ટિંગ રોલ (જે.કે. સિમન્સ, જે ‘લા લા લેન્ડ’માં રેસ્ટોરાંના માલિકનો રોલ કરે છે), બેસ્ટ એડિટિંગ, બેસ્ટ સાઉન્ડ મિકિંસગ. આ સિવાય બીજાં બે નોમિનેશન્સ એને મળેલાં – બેસ્ટ પિકચર અને બેસ્ટ અડેપ્ટેડ સ્ક્રીનપ્લે. ડેમીન શઝેલે પોતાની જ એક શોર્ટ ફ્લ્મિ પરથી આ ફુલલેન્થ ફ્લ્મિ બનાવી હતી. (આ લેખ વાંચવાનો પૂરો ર્ક્યા પછી પહેલું કામ યુટયુબ પર જઈને આ શોર્ટ ફ્લ્મિ જોવાનું કરજો, જો હજુ સુધી ન જોઈ હોય તો.)

હાર્વર્ડ યુનિવર્સિટીમાં ફ્લ્મિમેકિંગનું ભણી ચુકેલા ૩૧ વર્ષીય ડેમીન શઝેલે ‘લા લા લેન્ડ’ છ વર્ષ પહેલાં લખી નાખી હતી. એ જ વર્ષે એ ખુદ લોસ એન્જલસ આવેલો, ફ્લ્મિલાઈનમાં રાઇટર-ડિરેકટર તરીકે કરીઅર બનાવવા. એ ડ્રમર પણ હતો, પણ એને સમયસર સમજાઈ ગયું હતું ડ્રમર તરીકે એ બહુ આગળ વધી શકે તેમ નથી. આથી એણે પાછું ફ્લ્મિો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ‘લા લા લેન્ડ’ને એ જૂની મ્યુઝિકલ શૈલીમાં બનાવવા માગતો હતો, જેમાં થોડી થોડી વારે ગીતો આવ્યાં કરે ને બધા લાંબા લાંબા શોટ્સમાં નાચ્યા કરે. પ્રચુર માત્રામાં મ્યુઝિક-ડાન્સ ઠાંસેલી આ પ્રકરની ફ્લ્મિો હોલિવૂડમાં જૂના જમાનામાં બનતી. આજે જેમ બ્લેક-એન્ડ-વ્હાઈટ ફ્લ્મિો બનતી નથી તેમ આવી મ્યુઝિકલ્સ પણ બનતી નથી (‘મુલાં રુઝ’ અને ‘શિકાગો’ જેવી ગણીગાંઠી ફ્લ્મિો આમાં અપવાદરુપ છે). ડેમીને અઢી કલાકની ‘લા લા લેન્ડ’માં પંદર ગીતો મૂકયાં છે! આવી ફ્લ્મિમાં પૈસા રોકવા હોલિવૂમાં આજનો કયો સ્ટુડિયો કે પ્રોડયુસર તૈયાર થાય? ‘લા લા લેન્ડ’ની સ્ક્રિપ્ટ કમ્પ્યુટરના ફેલ્ડર વર્ષો સુધી એમ જ પડી રહી.

Damien Chazelle


દરમિયાન ડેમીને ‘વ્હિપલેશ’ બનાવી. આ ફ્લ્મિે ઓસ્કર ઉપરાંત બોકસઓફ્સિ પર પણ તરખાટ મચાવ્યો. ત્રણેક મિલિયન ડોલરના બજેટમાં બનેલી ‘વ્હિપલેશ’એ પસાસેક મિલિયન ડોલરની કમાણી કરી. ચડતા સૂરજને સૌ પૂજે. એકાએક આખા હોલિવૂડને ડેમીન શઝેલ નામના આ છોકરડામાં રસ પડયો. ડેમીન ‘લા લા લેન્ડ’ પોતાની શરતો અને કન્વિકશન પ્રમાણે બનાવી શકે તેવો માહોલ રચાયો.  મુખ્ય ભુમિકાઓ માટે ઍમા સ્ટોન અને રાયન ગોસલીંગને પસંદ કરવામાં આવ્યાં. ઍમાને આપણે અગાઉ ‘ધ અમેઝિંગ સ્પાઇડરમેન’ સિરીઝની બે ફ્લ્મિો ઉપરાંત ‘ઝોમ્બીલેન્ડ’માં જોઈ ચુકયા છીએ. ઓસ્ક્રની રેસમાં ‘વ્હિપલેશ’ને જોરદાર ટક્કર આપીને તરંગો સર્જનાર ‘બર્ડમેન’માં પણ ઍમા હતી.

રાયનને ‘ધ નોટબુક’માં હીરો હતો. આ બન્ને અગાઉ ‘ક્રેઝી, સ્ટપિડ, લવ’ અને ‘ગેંગ્સ્ટર સ્કવોડ’માં ઓલરેડી સાથે કામ કરી ચુકયાં હોવાથી તેમની વચ્ચે દોસ્તી હતી.

‘લા લા લેન્ડ’માં ડાન્સની ભરમાર છે એટલે તૈયારીના ભાગ રુપે ડેમીને આ બન્ને પાસે ડાન્સનાં રિહર્સલ્સ કરાવીકરાવીને પિદૂડી કાઢી નાખી હતી.

ફ્લ્મિમાં રાયન પિયાનો વગાડતો હોય એવાં કેટલાંય સીન છે. કેમેરા રીતસર એની આંગળીઓ પર ફ્રે છે. મજાની વાત એ છે કે આમાં કયાંય કેમેરાની કરામત નથી કે ડુપ્લિકેટનો ઉપયોગ થયો નથી. રાયને મહિનાઓ સુધી પિયાનોની વગાડવાની પણ સખત ટ્રેનિંગ લીધી હતી. આખી ટીમની તૈયારી એવી તગડી હતી કે ફ્લ્મિનું શૂટિંગ માત્ર આઠ વીક્ ચાલ્યું.

લા લા લેન્ડ શબ્દપ્રયોગનો અર્થ ભલે સપનાંની દુનિયા એવો થતો હોય, પણ ડિરેકટરે ફ્લ્મિમાં લોસ એન્જલસને અતિ ગ્લેમરસ કે સ્વપ્નિલ બતાવ્યું નથી. અહીં શહેરના ઉપડખાબડ રસ્તા પર તિરાડો તેમજ ભયંકર ટ્રાફ્કિ જામ પણ દેખાય છે. ઇન ફેકટ, ફ્લ્મિની શરુઆત જ ટ્રાફ્કિ જામમાં ફ્લ્મિાવાયેલી એક્ જોશીલી વન-શોટ ડાન્સ સિકવન્સથી થાય છે. આ સિકવન્સ આખી ફ્લ્મિનો મૂડ સેટ કરી નાખે છે.

ફ્લ્મિ હજુ પૂરી થાય તે પહેલાં જ, શકય છે કે, તમારા મનમાં આ ફ્લ્મિના ઓફિશિયલ હિન્દી વર્ઝનની કલ્પના સળવળ સળવળ કરવા લાગે.  તમને થાય કે કોણ હોઈ શકે હિન્દી રીમેક્નાં હીરો-હિરોઈન? હીરો તરીકે  રણબીર કપૂર સિવાય બીજા કોઈને કલ્પી શકાતો નથી, પણ હિરોઈન? આલિયા ભટ્ટ? અને કયો ડિરેકટર આ વિષયને સૌથી વધારે ન્યાય આપી શકે? સંજય લીલા ભણસાલી? કે પછી, નવી પેઢીનો ફ્રહાન અખ્તર? એક મિનિટ, એક્ મિનિટ. બહુ તાનમાં આવી ભવિષ્યમાં દૂર પહોંચી જવાની જરુર નથી. ફ્લ્મિ ૯ અથવા ૧૬ ડિસેમ્બરે અમેરિકામાં અને સંભવતઃ આવતા વર્ષની શરુઆતમાં ઇંગ્લેન્ડમાં હજુ તો રિલીઝ થવાની છે. મ્યુઝિક્લમાં રસ પડતો હોય તો આપણે ત્યાં જ્યારે રિલીઝ થાય ત્યારે નજદિકી સિનેમાઘર તરફ્ દોટ મૂકવાનું ચુકતા નહીં.