Saturday, August 31, 2013

મલ્ટિપ્લેક્સ : એક બાર ફિર

Sandesh - Sanskaar Purti - 1 Sept 2013

મલ્ટિપ્લેક્સ 

'ત્યાગ્રહજેવી કેટલીય ફિલ્મોના તેજસ્વી મેકર પ્રકાશ ઝા અને દરજ્જેદાર સિનિયર એક્ટ્રેસ દીપ્તિ નવલ એક સમયે પતિ-પત્ની હતાંઆજે ઉત્તમ મિત્રો છે. જો બન્ને પાત્રોમાં ગરિમા અને પકવતા હોય તો સંબંધની મીઠાશ કોઈ ને કોઈ સ્વરૂપે જળવાઈ રહેતી હોય છે...



બિહારના બ્રાહ્મણ પરિવારમાં જન્મેલો છોકરો. પ્રકાશ એનું નામ. એના પિતાજી ઇચ્છે છે કે મોટો થઈને એ આઈએએસ કે આઈપીએસ બનીને સરસ મજાની સીધી લાઈનની ગોઠવાયેલી જિંદગી જીવે. ભારતના બીજા છેડે અમૃતસરમાં દીપ્તિ નામની બાળકી છે. સ્વભાવે શાંત. એની મમ્મી સારી ચિત્રકાર છે એટલે માતાપિતા તરફથી કળાના મામલામાં ખૂબ પ્રોત્સાહન મળે છે. છોકરો સૈનિક સ્કૂલના ભણતર પછી દિલ્હી યુનિવર્સિટીમાંથી બીએસ.સી. કરવાનું શરૂ કરે છે, જ્યારે છોકરીનો પરિવાર ન્યૂયોર્ક શિફ્ટ થાય છે. એ ન્યૂયોર્કની હન્ટર કોલેજમાં ફાઈન આર્ટ્સનું ભણવા લાગે છે. દીપ્તિના પપ્પા ઈચ્છે છે કે ગ્રેજ્યુએટ થયા પછી એણે પેરિસ જઈ રીતસર કોઈ સારા આર્ટ ઈન્સ્ટિટયૂટમાં એડમિશન લેવું ને પેઇન્ટિંગમાં આગળ વધવું, પણ એક સુંદર સાંજે છોકરી ઘોષણા કરે છે કે મોમ-ડેડ, મને પેઇન્ટિંગમાં નહીં પણ એક્ટિંગમાં વધારે રસ પડે છે! હિન્દી ફિલ્મોમાં અભિનય કરવાનું સપનું લઈને એ મુંબઈનું પ્લેન પકડે છે.
આ બાજુ, દિલ્હીમાં પેલો યુવાન ફર્સ્ટ યર માંડ પૂરું કરે છે. ભણવાનું પડતું મૂકીને એ પાછો ઘરે આવી જાય છે. માબાપને એ કહે છેઃ મને ફિઝિક્સ-બિઝિક્સમાં રસ પડતો નથી, મારે પેઇન્ટર બનવું છે. માબાપ ચકિત થઈ જાય છે. આખરે એક દિવસ ચિત્રકળામાં આગળ વધવા એ મુંબઈની ટ્રેન પકડી લે છે. ઓગણીસ વર્ષના પ્રકાશના ખિસ્સામાં ફક્ત ત્રણસો રૂપિયા છે.
હવે પ્રકાશ અને દીપ્તિ બન્ને મુંબઈમાં છે. બન્નેની સ્ટ્રગલ પૂરજોશમાં ચાલુ છે. 'જલિયાંવાલા બાગ' અને 'જુનૂન'માં નાના નાના રોલ કરી ચૂકેલી દીપ્તિને આખરે લીડ હિરોઈન બનવાની તક મળે છે. ફિલ્મનું નામ છે, 'એક બાર ફિર' (૧૯૮૦). વિનોદ પાંડેના ડિરેક્શનમાં બનેલી અને એકસ્ટ્રા મેરિટલ અફેરની થીમ ધરાવતી આ બોલ્ડ ફિલ્મ વિવાદ પેદા કરે છે. દીપ્તિનું સંવેદનશીલ પર્ફોર્મન્સ સૌનું ધ્યાન ખેંચે છે. દીપ્તિ નામની આ યુવતીની દીપ્તિ નવલ બનવાની આ મજબૂત શરૂઆત છે.
આ તરફ, બિહારી યુવાનને મૂળ તો જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં એડમિશન લેવું છે, પણ ગાડું ગબડાવવા માટે એણે જાતજાતનાં કામ કરવાં પડે છે. એ બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરની ઓફિસમાં એકાઉન્ટ્સના ચોપડા લખે, એક ગુજરાતી વેપારીને અંગ્રેજી વાંચતાં-લખતાં-બોલતાં શીખવે, એક રેસ્ટોરાંના કિચનમાં રાંધણકામ સુધ્ધાં કરે. એક દિવસ આકસ્મિક રીતે એ 'ધર્મા' ફિલ્મના સેટ પર જઈ ચડે છે. પ્રાણ, નવીન નિશ્ચલ, રેખા અને બિંદુ એનાં કલાકાર. અભિભૂત થઈ ગયેલા યુવાનને નવેસરથી બ્રહ્મજ્ઞાન લાધે છેઃ લાઇફમાં કરવા જેવું કોઈ કામ હોય તો આ જ છે - ફિલ્મો બનાવવાનું! જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સ પર ચોકડી મુકાઈ જાય છે. એ પૂનાના ફિલ્મ ઈન્સ્ટિટયૂટમાં એડમિશન લઈને એડિટિંગનો કોર્સ કરવા લાગે છે. કાળનું કરવું ને વિદ્યાર્થીઓની હડતાળને કારણે ઈન્સ્ટિટયૂટનું કામકાજ ઠપ્પ થઈ જાય છે. યુવાન પાછો મુંબઈ આવી જાય છે. બસ, મુંબઈ આવ્યો તે આવ્યો, એ પૂના પાછો ગયો જ નહીં. બીએસ.સી. (ફિઝિક્સ)ની માફક એણે એફ.ટી.આઈ.આઈ.માં એડિટિંગનો કોર્સ પણ પૂરો ન કર્યો. પણ એના નસીબમાં ફિલ્મમેકર બનવાનું લખાયું છે. ૧૯૮૪માં ડિરેક્ટર તરીકેની એની પહેલી ફિલ્મ રિલીઝ થાય છે. એનું ટાઈટલ છે, 'હિપ હિપ હુર્રે'. હિરોઈનનું નામ છે, દીપ્તિ નવલ. પ્રકાશ નામના આ યુવાનની પ્રકાશ ઝા બનવાની સફરના પ્રારંભમાં જ દીપ્તિ નવલનો સાથ મળે છે.
Prakash Jha and Deepti Naval : Those days... 

પ્રકાશ ઝા બિહારી બાબુ છે, દીપ્તિ નવલ ન્યૂયોર્કમાં મોટી થઈ છે, પણ તેમના જીવનના ગ્રાફની ગતિ લગભગ સરખી છે. બન્ને વચ્ચે બે બહુ જ મહત્ત્વની વસ્તુઓ કોમન છે - પેઇન્ટિંગનો શોખ અને સિનેમા પ્રત્યેનું પેશન. બન્ને એકબીજાં પ્રત્યે ન આકર્ષાય તો જ આશ્ચર્ય. ૧૯૮૫માં તેઓ લગ્ન કરે છે. એક સંવેદનશીલ અભિનેત્રી અને બીજો સામાજિક નિસબત ધરાવતો તેજસ્વી ફિલ્મમેકર. પરફેક્ટ મેચ છે. આદર્શ જોડી છે.
પણ લગ્ન બડી પેચીદી બાબત છે. પ્રેમી અને પ્રેમિકા લગ્નસંબંધમાં બંધાઈને પતિ-પત્ની બને ત્યારે ઘણું બધું અણધારી રીતે બદલાઈ જતું હોય છે. સ્ત્રીમાં, પુરુષમાં અને તેમના સંબંધમાં કલ્પ્યાં ન હોય તેવાં પરિવર્તનો થવા માંડે છે. લગ્નજીવનના એક જ વર્ષમાં પ્રકાશ ઝા અને દીપ્તિ નવલ બન્ને નિર્ભ્રાન્ત થવા માંડયાં. ખયાલો તૂટવા લાગ્યા. પ્રેમી તરીકે, પ્રફેશનલ્સ તરીકે બન્ને એકબીજાં સાથે ઉત્તમ હતાં, પણ લગ્ન થતાં કેમિસ્ટ્રી બદલાઈ ગઈ. સંબંધમાં તનાવ આવતો ગયો. લગ્નનાં બે વર્ષ માંડ થયાં ને બન્ને નોખાં થઈ ગયાં. એકબીજાંની સાથે રહીને દુઃખી થવાને બદલે, ખુદને અને સામેના પાત્રને કુંઠિત કરવાને બદલે અલગ અલગ જીવન જીવવું વધારે હિતાવહ હતું. કમસે કમ તે વખતે તો એવું લાગતું જ હતું.
"પ્રકાશજી ઓર મેરા કભી ભી ઝઘડા ભી નહીં હુઆ થા," વર્ષો પછી પોતાના લગ્નસંબંધનું વિશ્લેષણ કરતી વખતે દીપ્તિ નવલે એક વખત નિખાલસતાપૂર્વક કહ્યું હતું, "અમારા સંબંધમાં સહેજ પણ કડવાશ નહોતી આવી. અમને બન્નેને તે વખતે લાગતું હતું કે અમારા રસ્તા જુદા છે, એટલું જ. એ દિલ્હી જતા રહ્યા, જ્યારે મારી તો દુનિયા જ મુંબઈમાં હતી."
Prakash Jha with his adopted daughter, Disha
આજે દીપ્તિ નવલ એમના સંબંધને જુદા દૃષ્ટિકોણથી જોઈ શકે છે. એ કહે છે, "જો હું આજે અમારા લગ્નસંબંધનું પુનર્મૂલ્યાંકન કરું તો મને લાગે કે અગર ઉસ ટાઈમ થોડા સા વક્ત દે દિયા હોતા... હું અમેરિકાથી ઈન્ડિયા ફક્ત એક્ટ્રેસ બનવા આવી હતી. તે વખતે મને લગ્નજીવનની ગંભીરતા અને મૂલ્ય સરખી રીતે સમજાયાં હોત તો મેં કદાચ સંબંધને ટકાવવા વધારે પ્રયત્નો કર્યા હોત. મારી સામે પ્રકાશ ઝા જેવા ટેલેન્ટેડ અને સરસ માણસ હતા, પણ તે ઉંમરે મને મારા વિચારો અને નિર્ણયો સાચા લાગતા હતા. આજે હું વસ્તુસ્થિતિને અલગ રીતે જોઈ શકું છું પણ આજે હું જિંદગીમાં ઘણી આગળ વધી ગઈ છું. મારામાં સ્વતંત્રપણે નિર્ણય લેવાની અને એની કિંમત ચૂકવવાની હિંમત હતી એ વાતનો મને આનંદ છે."
પ્રકાશ ઝાથી અલગ થયા પછી વર્ષો બાદ દીપ્તિ નવલના જીવનમાં વિનોદ પંડિત નામના વોકલિસ્ટનું આગમન ગયું. દીપ્તિ માટે બહુ સંતોષકારક સંબંધ પુરવાર થયો એ. તેમણે સગાઈ કરી, જે વર્ષો સુધી અકબંધ રહી. લગ્ન કરવાનો બન્નેને ડર લાગતો હતો. ક્યાંક લગ્નના ચોકઠામાં બંધાઈ જવાથી અગાઉની જેમ રોમાન્સ અને મધુરતાનો સત્યાનાશ વળી જશે તો? પ્રકાશ ઝા સાથે ડિવોર્સ થઈ ચૂક્યા હતા છતાં તેમની સાથે દીપ્તિની દોસ્તી જરૂર હતી. બન્ને વચ્ચે એક મહત્ત્વનો સેતુ પણ હતો - તેમની દત્તક દીકરી, દિશા. એવું કેટલીય વાર બનતું કે પ્રકાશ ઝા, દીપ્તિ નવલ, વિનોદ પંડિત અને દિશા ચારેય સાથે ડિનર પર જાય, ફિલ્મો જોવા જાય, મજા કરે. સંબંધોનું આ એક આકર્ષક સમીકરણ હતું જેમાં સૌની પોતપોતાની જગ્યા હતી અને સૌને એકમેક માટે સન્માન હતું. દુર્ભાગ્યે વિનોદ પંડિત સાથે કાયદેસર લગ્ન થાય તે પહેલાં જ એમનું અકાળે નિધન થયું. દીપ્તિ પાછી એકલી પડી ગઈ. ના, સાવ એકલી નહીં. પ્રકાશ ઝા નામનો વિશ્વાસુ દોસ્ત હતો એની જિંદંગીમાં.
"જુઓ, સંબંધોને કેવી રીતે વાળવા તે હંમેશાં આપણા હાથમાં હોય છે," દીપ્તિ કહે છે, "હું સ્ત્રી-પુરુષના સંબંધની વાત કરું છું. એક સમીકરણ કામ ન કરે તો એનો અર્થ એવો નથી કે એ વ્યક્તિ પર હંમેશ માટે ચોકડી મૂકી દેવી. એ જ માણસ સાથે બીજું કમ્ફર્ટેબલ ઈક્વેશન બનાવી શકાતું હોય છે. હું અને પ્રકાશ પતિ-પત્ની નથી, પણ એ આજેય મારા જીવનનો મહત્ત્વનો હિસ્સો છે. આ વાતનો બહુ જ આનંદ છે મને.'
સંબંધ મહત્ત્વનો છે, બંધન નહીં. લગ્નનો તંતુ હોય કે ન હોય, જો બન્ને પાત્રોમાં ગરિમા અને પકવતા હોય તો સંબંધની મીઠાશ કોઈ ને કોઈ સ્વરૂપે જળવાઈ રહેતી હોય છે.
શો-સ્ટોપર

કાસ્ટિંગ પરફેક્ટ હોય તો અડધો જંગ તો તમે ત્યાં જ જીતી જાઓ છો. બાકીનો જંગ તમારી ક્રાફ્ટમેનશિપ જિતાડી આપે છે.
- સૂજિત સરકાર ('મદ્રાસ કેફે'ના ડિરેક્ટર)

Saturday, August 24, 2013

મલ્ટિપ્લેક્સ : આનંદયાત્રા


Sandesh - Sanskaar purti - 25 August 2013

Column : મલ્ટિપ્લેક્સ

'શિપ ઓફ થિસિઅસબનાવનાર આનંદ ગાંધી ક્યાંક વન-ફિલ્મ-વન્ડર તો નહીં બની રહેનેઆ તેજસ્વી ગુજરાતી યુવાનને નિરાંતે મળ્યા પછીએનું પેશન અને ઊંડાણ નજીકથી નિહાળ્યા પછી જે ઉત્તર મળે છે તે આ છેઃ ના.'શિપ ઓફ થિસિઅસ'ની સફળતા ફ્લ્યુક નથી. તેની અસાધારણ કરિયરની આ તો હજુ શરૂઆત છે.

નંદ ગાંધી અને એના લેટેસ્ટ ઘર વચ્ચે આકર્ષક વિરોધિતા છે. મુંબઈના અંધેરી-વેસ્ટ વિસ્તારના એક પોશ રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સમાં આવેલા એના ફ્લેટ સુધી પહોંચતા પહેલાં તમારે જડબેસલાક સિક્યોરિટીના સાત કોઠા ભેદવા પડે છે, પણ આ તેજસ્વી યુવાન ફિલ્મમેકરે પોતાના વ્યક્તિત્વની આસપાસ કોઈ કિલ્લાબંધી રાખી નથી. આનંદ ગાંધીની 'શિપ ઓફ થિસિઅસ' ફિલ્મ ભારતીય સિનેમામાં એક સાઇલન્ટ બોમ્બની જેમ ફાટી છે,જેના તરંગો આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયા છે.  ‘શિપ ઓફ થિસિઅસ એ નથી ‘ચેન્નાઈ એકસપ્રેસ ક્ે નથી ‘થ્રી ઈડિયટ્સ'. એ ટિપિક્લ આર્ટ ફિલ્મ તો નથી જ નથી.  આ ફિલ્મના કન્ટેન્ટ વિશે ખૂબ લખાઈ અને ચર્ચાઈ ચૂક્યું છે. તમને તો રસ છે આ ફિલ્મ બનાવનાર માણસને જાણવામાં. તમારે એ સમજવું છે કે વ્યક્તિની ખરી ઓળખ અને એની નિરંતર પરિવર્તનશીલતા વિશે આટલી દળદાર, દમદાર અને ગહન વાતને ખૂબસૂરતીથી પેશ કરી શકનાર આનંદ ગાંધી સ્વયં કઈ માટીમાંથી બન્યા છે?માણસના આંતરિક માળખાની વાત કરનાર આનંદ ગાંધીનું ખુદનું આંતરિક બંધારણ કેવું છે?
"આજે ‘શિપ ઓફ થિસિઅસ'ની આખી ટીવી પીવીઆર-જુહુ જવાની છે," આનંદૃ શરુઆત કરે છે, "આમિર (ખાન),  કિરણ (રાવ) અને મારું ફેમિલી પણ આવી રહ્યાં છે. અમે સૌ ઓર્ગન ડોનેશન માટેનું ફોર્મ સાઈન ક્રીશું. એવી ક્ંઈક્ વ્યવસ્થા થવાની છે કે ફિલ્મ જોવા આવનાર દૃરેક્ દૃર્શક્ને ટિક્ટિની સાથે ઓર્ગન ડોનેશન માટેનું ફોર્મ પણ મળશે."
એ જ એના ટ્રેડમાર્ક બની ગયેલા વાંકડિયા શ્વેત-શ્યામ વાળ, ત્રણ-ચાર દિવસની વધેલી અને કદાચ ટ્રિમ કરેલી દાઢી, એકવડિયા શરીર પર લૂઝ ટીશર્ટ અને બ્લૂ જિન્સ. આનંદ પાક્કા ગુજરાતી પરિવારનું ફરજંદ છે.
"મારું બાળપણ બહુ જ મજાનું વીત્યું," ૩૨ વર્ષીય આનંદ ગાંધી વાતચીતની શરૂઆત કરે છે, "સાવ નાનો હતો, છ વર્ષનો, ત્યારે મારે સાયન્ટિસ્ટ બનવું હતું. પછી એક્ટર બનવાની ઇચ્છા થઈ, પછી જાદુગર બનવાની. મારે આ બધંુ જ બનવું હતું! શરૂઆતમાં અમે મુંબઈમાં પ્રિન્સેસ સ્ટ્રીટમાં રહેતા હતા. હું સાત વર્ષનો થયો ત્યારે મારાં મમ્મી-પપ્પા અલગ થઈ ગયાં. હું અને મમ્મી નાના-નાનીના ઘરે રહેવા આવી ગયાં, બોરીવલી."
પોતાના અંગત જીવનનાં પાનાં ખોલતી વખતે આનંદ સંપૂર્ણપણે સહજ રહે છે.  એવી સહજતા, જે ફકત આત્મવિશ્ર્વાસ,  આત્મગૌરવ અને સશકત સેન્સ-ઓફ-સિક્યોરિટીમાંથી જ જન્મી શક્ે. આનંદના નાના દીનકર મહેતા પહેલાં પ્રિન્સેસ સ્ટ્રીટસ્થિત ગુજરાતી પુસ્તકોના પ્રકાશક આર.આર. શેઠની કંપનીમાં કામ કરતા. પછી સ્વતંત્રપણે પુસ્તકોના ઓર્ડર લઈને ઘરે-ઘરે જઈ ડિલિવરી આપવાનું શરૂ કર્યું. 'શિપ ઓફ થિસિઅસ'માં નાનાજી બે દૃશ્યોમાં દેખાય છે. નાનાજીની આર્થિક સ્થિતિ અત્યંત સાધારણ. બોરીવલીમાં એક ચાલીના પાછળના ભાગમાં ઊભી કરેલી નાનકડી ઓરડી એટલે એમનું ઘર. ઈંટની ચાર દીવાલો અને ઉપર પતરું. એક દીવાલમાંથી ઝાડનું થડ સોંસરવું પસાર થાય! આજે ભારતીય ઈન્ડિપેન્ડન્ટ સિનેમાના બ્લૂ-આઈડ-બોય બની ચૂકેલા આનંદ ગાંધીનું બચપણ અહીં પસાર થયું છે.  આર્થિક્ અભાવો ઘણી વાર વ્યકિતત્ત્વને કુઠિત કરી નાખતા હોય છે, પણ પરિવારમાં લાગણીની સભરતા અને હૂંફની સમૃદ્ધિ  એટલી ચિક્કાર માત્રામાં હતી કે નાણાભીડની ઝાળ આનંદૃને ક્યારેય ન લાગી. 

"મારી લોન્ગ-ટર્મ-મેમરી બહુ જ શાર્પ છે," આનંદૃ ક્હે છે, "હું 2 વર્ષનો હતો ત્યારની ઘટનાઓ પણ મને યાદૃ છે. પપ્પા વહેલી સવારે ક્ામ પર નીક્ળી જતા અને હું રાત્રે હું સૂઈ ગયો હોઉં ત્યારે પાછા ફરતા. એટલે મેં એમની સાથે બહુ સમય વીતાવ્યો જ નથી. શરૂઆતથી જ હું મમ્મી સાથે ખૂબ એટેચ્ડ છું. તેથી જ કદાચ દક્ષિણ મુંબઈ છોડીને નાના-નાની સાથે રહેવા ગયાં ત્યારે મને કશું અસામાન્ય નહોતું લાગ્યું. હા, મારે સ્કૂલ છોડવી પડી તેથી ટીચરો અને બચ્ચાં દુઃખી જરૂર થઈ ગયેલાં."

બોરીવલીમાં મહિને પાંચ રૂપિયા ફીવાળી એક સરકારી સ્કૂલમાં નાનકડા આનંદને દાખલ કરવામાં આવ્યો, અંગ્રેજી માધ્યમમાં. દીકરાને સારામાં સારી રીતે ઉછેરવા માટે મમ્મી જયશ્રીબહેન દિવસ-રાત ખૂબ મહેનત કરે. દીકરાને જાતજાતની એક્ટિવિટીઝમાં ભાગ લેવડાવે, એ લાઇબ્રેરીમાં વાંચતો હોય તો બહાર કલાકો સુધી બેસી રહે. દીકરાને કેવળ વાંચતા જ નહીં વિચારતા પણ શીખવે. એની જિજ્ઞાસાવૃત્તિ સતત સતેજ રહે અને સંતોષાતી રહે તે માટે એકધારા પ્રયત્નો કરે. સ્કૂલના ટીચરે શારીરિક શિક્ષા કરી હોય તો એની સાથે લડે, હાથ લગાડયા વગર પણ વિદ્યાર્થી સાથે કમ્યુનિકેટ કરી શકાય છે એવો આગ્રહ રાખે, દીકરાને પોતાના અધિકારોનું જ નહીં જવાબદારીઓનું પણ ભાન કરાવે.
"મારી મમ્મી ઈન્ટેલેકચ્યુઅલ તો નહીં, પણ વેલ-ઈન્ફોર્મ્ડ જરુર છે. એનો જીવનરસ ગજબનો છે," મમ્મી વિશે વાત તી વખતે આનંદૃના ચહેરા પર ખુશનુમા ચમક્ આવી જાય છે, "શી ઈઝ વેરી ક્યુરિયસ. ફિકશન વાંચવું બહુ જ ગમે એને. મમ્મી અને નાની ગુજરાતી સાપ્તાહિક્ોમાં ધારાવાહિક્ સ્વરુપે પ્રગટ થતી નવલક્થાઓના હપ્તા ક્ાપી ક્ાપીને સાચવી રાખે. મમ્મીને ગુજરાતી નાટક્ો જુએ, ખૂબ બધી હિન્દૃી ફિલ્મો જુએ. સ્વભાવે ક્લ્પનાશીલ. વિ બરક્ત વિરાણીને પરણવાની ખ્વાહિશ  હતી!"

આટલું ક્હીને આનંદૃ ખડખડાટ હસી પડે છે. પછી ઉમેરે છે, "મમ્મીને પ્રવાસ કરવો એટલો બધો ગમે કે  દૃર છ મહિને એક્-બે વીક્ માટે બહાર ફરવા જવું જ પડે. મને યાદૃ છે, વર્ષો પહેલાં એને નેપાળ જવાની ખૂબ ઈચ્છા થઈ હતી. તે વખતે આર્થિક્ પરિસ્થિતિ એવી તો હતી નહીં  કે આ ઈચ્છા પૂરી થઈ શક્ે. એટલે મમ્મી એક્ ટ્રાવેલ એજન્સીનો અપ્રોચ ર્ક્યો. ક્હ્યું  કે પગાર નહીં આપો તો ચાલશે, પણ મને નેપાળના પ્રવાસ દૃરમિયાન લોક્ોની વ્યવસ્થા સાચવવાનું ક્ામ આપો  કે જેથી મારે પણ નેપાળ ફરાઈ જાય! ટ્રાવેિલગનો આવો અદૃમ્ય શોખ!"
નાની ઈન્દુબહેન ખૂબ ધાર્મિક. તેઓ આનંદને ભજનમંડળીમાં લઈ જાય, ક્યાંય સપ્તાહ બેઠી હોય કે કથા ચાલતી હોય તો ત્યાં સાથે લઈ જાય, સાધુસંતોને પગે લગાડવા લઈ જાય. આ બધું જ - નાનાનો પુસ્તકો સાથેનો સહવાસ, નાનીની ધર્મભાવના અને જીવનરસથી છલછલતી માતાની દીકરા પ્રત્યેની નિષ્ઠા - આ તત્ત્વોથી આનંદનું 'આંતરિક માળખું' બનતું ગયું. એક નક્કર પાયો રચાતો ગયો જેના પર એનું ખુશખુશાલ બાળપણ જ નહીં બલકે ભવિષ્યનું વ્યક્તિત્વ પણ ઊભું રહેવાનું હતું.

"થર્ડ સ્ટાન્ડર્ડમાં મેં સ્ટુડન્ટ નોલેજ એન્સાઇક્લોપીડિયાના એકથી છ ભાગ વાંચ્યા હતા." આનંદ કહે છે, "મને આ બુક્સ એટલી બધી ગમી ગઈ કે મારે તે ખરીદવી હતી. એક-એક ભાગની કિંમત ૩૨થી ૪૦ રૂપિયા જેટલી. તે વખતે તો આટલી રકમ પણ પોસાય એમ નહોતી. આ ૧૯૮૮ની વાત છે. મેં કહ્યું કે મારે દિવાળીમાં ફટાકડા નથી ફોડવા. એ પૈસામાંથી મને એક ચોપડી લઈ આપો. આ રીતે ધીમે ધીમે કરતાં દોઢ વર્ષમાં છએ છ ભાગ મારી પાસે આવી ગયા. આજે વિચારું છું તો લાગે છે કે એ ચોપડીઓ મારી જિંદગીનો પહેલો મોટો ર્ટિંનગ પોઇન્ટ હતો. તે પછી મમ્મીએ મને ૪૦૦ રૂપિયાનો સ્ટીલ કેમેરા લઈ આપેલો. આ તો બહુ મોટી વાત હતી મારા માટે. મારી પાસે એવી વસ્તુ આવી ગઈ હતી જે બાજુની ચાલીમાં રહેતા છોકરાઓ પાસે પણ નહોતી!"

પેઈન્ટિંગ વર્કશોપમાં રંગોથી લપેડા કરવા, મોંઘેરા કેમેરાથી ફોટા પાડવા... આનંદ ગાંધીની વિઝ્યુઅલ્સ તરફની આ કદાચ પહેલી ગતિ હતી. આનંદ નાનપણથી જ સ્વભાવે ખૂબ બહિર્મુખ. પરફોર્મિંગ આટ્ર્સમાં ખૂબ રસ. ત્રીજા ધોરણમાં પહેલી વાર નાટક લખ્યું હતું અને ડિરેક્ટ પણ કર્યું હતું. નાચવું પણ ખૂબ ગમે. સાવ નાનકડા હતા ત્યારે નાની એક વાર મોરારીબાપુની કથામાં લઈ ગયેલાં. બાપુએ રામધૂન શરૂ કરી અને ટાબરિયો માંડયો ઊભો થઈને બિન્ધાસ્ત નાચવા. બીજા દિવસે એક ગુજરાતી અખબારમાં એ તસવીર છપાઈ. નીચે કેપ્શન હતું :

"શું આ છોકરો મોટો થઈને સંત બનશે?" 

છોકરાને તો મોટા થઈને ઘણું બધું બનવું હતું. એક્ વાર નાનાજીએ ગુજરાતી છાપામાં છપાયેલા યહૂદીઓ વિશેના લેખ મોટેથી વાંચી સંભળાવ્યો.યહૂદી મહાનુભાવો વિશે જાણીને આનંદૃ ક્હે: નાનાજી, મારે આ બધું જ બનવું છે. નાના ક્હે: ક્ેમ નહીં બેટા, તું મોટો થઈને ધારે તે બની શક્ે છે! વડીલોએ સાવ સહજભાવે ક્હેલી આવી નાની નિર્દૃોષ વાતો બાળમનમાં અંક્તિ થઈ જતી હોય છે, જે ભુલી શકાતી નથી. ગણિત સૌથી પ્રિય વિષય બની ગયો હતો. સ્ક્ૂલમાં વિદ્રોહી વિદ્યાર્થીની છાપ ઊપસી ચુકી હતી, કારણ કે ઘણીવાર ટીચર્સ કરતાં આ સ્ટુડન્ટની સજ્જતા વધારે રહેતી. દિમાગ હમઉમ્ર બચ્ચાં કરતાં ઘણી વધારે તેજીથી અને ઘણી વધારે દિશાઓમાં વિકસતું જતું હતું. વાંચનની ભૂખ જબરદસ્ત ઊઘડી ચૂકી હતી. 
આનંદ કહે છે, "૧૩થી ૧૫ વર્ષ દરમિયાન મેં ચિક્કાર વાંચ્યું. ગાંધી, વિવેકાનંદ, રમણ મહર્ષિ... એન રેન્ડની નવલકથા 'ફાઉન્ટનહેડ' વાંચીને મારું દિમાગ ચકરાઈ ગયું હતું. એન રેન્ડનું તમામ સાહિત્ય એ જ અરસામાં વંચાઈ ગયું. એક પુસ્તકની પ્રસ્તાવનામાં એણે એરિસ્ટોટલનો ઉલ્લેખ કર્યો હતો. તેથી મેં એરિસ્ટોટલનું જે કંઈ સાહિત્ય મળ્યું તે વાંચ્યું. એ વાંચતાં વાંચતાં પ્લેટો અને સોક્રેટિસ તરફ વળ્યો. બર્ટ્રાન્ડ રસેલ વાંચીને હું ઝૂમી ગયો હતો. રસેલનાં લખાણોમાં એક ધાર છે, જોશ છે. મને લાગે છે કે રસેલ વાંચ્યા પછી મારામાં એક પ્રકારનું આર્ટિક્યુલેશન આવ્યું. વેરવિખેર વિચારોને ચોક્કસ ઢાંચામાં વ્યવસ્થિત રીતે વ્યક્ત કરતાં આવડયું. મને બરાબર યાદૃ છે, એક્ વાર સ્ક્ૂલે જતી વખતે હું ચાલતા ચાલતા હું ક્શાક્ જાપ કરી રહ્યો હતો. એક્ાએક્  જાણે દિમાગમાં ભડકો થયો હોય તેમ બધું સ્પષ્ટ દૃેખાવા લાગ્યું, સમજાવા લાગ્યું. જે ક્ંઈ વાંચ્યું-વિચાર્યું હતું તેના છેડા અત્યાર સુધીમાં હવામાં અલગ અલગ લટક્તા હતા, પણ અચાનક્ તે સૌના અંકોડા એક્બીજામાં ભીડાઈને એક્ આખું ચિત્ર ઊપસવા લાગ્યું. મને સમજાયું કે જેમ ધર્મ મનુષ્ય-સર્જિત છે તેમ ઈશ્ર્વર પણ મનુષ્ય-સર્જિત છે. બીજા ક્ેટલાય ક્ોન્સેપ્ટ્સ સ્પષ્ટ થઈ ગયા. આ મારી યુરેક્ા મોમેન્ટ હતી. એ અલગ વાત છે  કે  યુરેકા મોમેન્ટ જેવું ક્શું હોતું નથી. વૈજ્ઞાનિકોએ તો એન્લાઈટન્મેન્ટ પાછળનું પણ સ્પષ્ટ કરી આપ્યું છે!"
Ship of Theseus team: (R to L) Anand Gandhi  with Sohum Shah ,  Anand Kabi and  Kiran Rao

ફિલોસોફિક્લ ફન્ડા તો મજબૂત થયા, પણ  જિંદગીમાં એક્ એવું પગલું ભરાઈ ગયું જેના માટે પછી અફસોસ કરવો પડ્યો. આનંદૃ ક્હે છે, "એસએસસી ર્ક્યા પછી મેં  કોમર્સ લાઈન લીધી. જિંદગીની આ મોટામાં મોટી ભુલ. મારે થિયેટર કરવું હતું અને પોદ્દાર ક્ોલેજમાં  કોમર્સ કરીશ તો આ પ્રક્ારની એકિટવિટી ખૂબ કરવા મળશે એવું વિચાર્યું હશે... પણ  કોમર્સમાં જવાને કારણે મારી યાત્રા પૉઝ થઈ ગઈ. કોમર્સના વિષયો મારા માટે તદ્દન નકામા હતા. મારી શીખવાની ભૂખ ભડકી ચુકી હતી જે અહીં બિલકુલ સંતોષાવાની નહોતી. તેથી ફર્સ્ટ યર પછી મેં  કોલેજ જવાનું બંધ ર્ક્યું. આઈ એમ એ કોલેજ ડ્રોપ-આઉટ. મારે પરિવારને સમજાવવું પડ્યું કે હું  કોલેજ નહીં જાઉં એનો અર્થ એ નથી કે હું હવે સમય વેડફીશ. મારી શીખવાની અને ભણવાની પ્રક્રિયા તો ચાલુ જ રહેશે. ફકત તે મારી રસરુચિ અને પસંદૃગી પ્રમાણેનું હશે, એટલું જ."
કોલેજમાં પ્રવેશ કર્યો તે પહેલાં જિંદગી ઔર એક કરવટ લઈ ચૂકી હતી. મમ્મીનાં પુનર્લગ્ન થવાથી બોરીવલીથી ઘાટકોપર શિફ્ટ થવાયું. સોળ વર્ષની ઉંમરે એક એનિમેશન-ગ્રાફિક્સ સ્ટુડિયો શરૂ કર્યો. ડ્રોપ-આઉટ થયા પછી આનંદે 'સબરંગ' નામ હેઠળ ચાલતા સેમિનાર એટેન્ડ કરવા શરૂ કર્યા. ગણિત, મેનેજમેન્ટ, શાસ્ત્રીય નૃત્યો, વેસ્ટર્ન મ્યુઝિક, ઇતિહાસ જેવા જુદા જુદા વિષયો પર દર અઠવાડિયે વિશેષજ્ઞાો ઈન્ટેકિટવ સેશન્સ લે.  આનંદૃની તાસીર સાથે આ બંધ બેસતું હતું. 'પાવર પ્લે' નામના એનરોનનો વિરોધ કરતા પુસ્તકના લેખક અને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજીના સ્કોલર અભય મહેતાની સાથે જોડાયા. આલોક ઉલફત નામના જાણીતા રંગકર્મી સાથે જોડાઈને થિયેટર કર્યું. 'સુગંધી', 'પ્રત્યંચા' જેવા કેટલાંય એકાંકીઓ લખ્યાં, ભજવ્યાં અને ઈનામો જીત્યાં.

લેખક્-રંગર્ક્મી રાજેશ જોશી સાથે ક્મસે ક્મ એક્ વાર  કામ કરવાની ખ્વાહિશ હતી, જે ‘ક્યું કિ સાસ ભી ક્ભી બહૂ થી'ની ટીમમાં જોડાઈને અને સંવાદૃો લખીને પૂરી ક્રી. આનંદૃનાં નાની ઈન્દૃુબહેન ‘ ક્યુંકિ...'ના  સેટ પર અવારનવાર આવતાં. એક્તા ક્પૂર સહિત સૌને તેઓ એટલા પસંદૃ પડી ગયાં કે  તેમના માટે ખાસ એક્ પાત્ર ઊભું કરવામાં આવ્યું - ‘અરરર... તક્યિાક્લામથી પ્રસિદ્ધ થઈ ગયેલાં Ketki દૃવે (દૃક્ષાચાચી)નાં જુનાગઢવાસી માસીનું! પછી તો નાનીએ ઘણી સિરિયલોમાં નાના-નાના રોલ્સ ર્ક્યા છે.  'ક્યૂં કિ...' અને 'કહાની ઘર ઘર કી' જેવી સિરિયલોમાં સંવાદ લખ્યા તે આનંદ ગાંધીની ઉંમર હતી ૧૯-૨૦ વર્ષ. ખુદને ઓળખવાનો, ખુદનો અવાજ શોધવાનો તે તબક્કો હતો. આનંદને હવે મુખ્યત્વે બે વિકલ્પો દેખાતા હતા. કાં તો થિયેટર એક્ટર-ડિરેક્ટર બનવું યા તો ફિલ્મમેકર બનવું. ૨૧ વર્ષે નિર્ણય લેવાઈ ગયોઃ ફિલ્મમેકર!

‘મને સમજાયું ક્ે જો હું ફિલ્મો બનાવીશ તો વૈજ્ઞાનિક્ બનવાના અને જાદૃુના ખેલ ક્રવાના મારા અભરખા પણ આડક્તરી રીતે પૂરા થઈ જશે,' આનંદૃ હસે છે. હસતી વખતે આનંદૃની તેજસ્વી આંખો ઝીણી થઈ જાય છે. ૨૦૦૩માં, ૨૩ વર્ષની ઉંમરે આનંદ પોતાની પહેલી શોર્ટ ફિલ્મ બનાવે છે - 'રાઈટ હિઅર રાઈટ નાઉ'. ૨૯ મિનિટની આ ફિલ્મમાં માત્ર એક્ જ ક્ટ છે. મતલબ કે ફકત બે લાંબા શોટ્સમાં આખી ફિલ્મ પૂરી થઈ જાય છે જેમાં ૧૨ લોકેશનો બદૃલાય છે અને ૧૯ પાત્રો ૮ ભાષામાં સંવાદૃો બોલે છે! આપણે ક્ો કોઈની સાથે સારું કે માઠું વર્તન કરીએ તેની અસરના પડછાયા ક્યાંના ક્યાં પહોંચતા હોય છે તેની આપણને ક્લ્પના પણ હોતી નથી. આ વાત ખૂબ જ મનોરંજક્ રીતે આ શોર્ટ ફિલ્મમાં ક્હેવાઈ છે. પુત્રનાં લક્ષણ પારણામાંથી. ‘રાઈટ હિઅર રાઈટ નાઉ ખૂબ વખણાઈ અને તેણે ખૂબ બધા નેશનલ-ઈન્ટરનેશનલ અવોર્ડ્ઝ જીત્યા. તે પછી ૨૦૦૬માં ઓર એક્ શોર્ટ ફિલ્મ આવી, ‘ક્ન્ટિન્યુઅમ'. આ અવોર્ડવિિનગ ફિલ્મમાં પણ એકાધિક્ પાત્રો અને સમષ્ટિ સાથેના તેમના આંતર-સંબંધની વાત છે. યુટ્યુબ પર જઈને આ બન્ને શોર્ટ ફિલ્મ્સ અચૂક્ જોવા જેવી છે. 


વિશ્ર્વના શ્રેષ્ઠતમ ફિલ્મમેર્ક્સના સિનેમાની અસરોને ઝીલવાનું વર્ષો પહેલાં શરુ થઈ ચુક્યું હતું. ત્યારબાદ આનંદે પહેલી ફુલલેન્થ ફિલ્મ બનાવી, 'શિપ ઓફ થિસિઅસ'. તે પછી જે કંઈ બન્યું તે, અંગ્રેજીમાં કહે છે તેમ, રેસ્ટ ઈઝ હિસ્ટ્રી.અંધ ફોટોગ્રાફર યુવતી, મૃત્યુ તરફ ધકેલાઈ રહેલા સિદ્ધાંતનિષ્ઠ સાધુ અને ક્ડિની કૌભાંડનું પગેરું શોધી રહેલો શેરદૃલાલ - આ ત્રણ પાત્રોની ત્રણ અલગઅલગ વાર્તાઓ, જીવન-મૃત્યુ-િહસા-રુંણા-ધર્મ-અસ્તિત્ત્વ-ઈન્સિંટકટ-સ્વઓળખ જેવા મુદ્દાની મીમાંસા અને આખરે અદૃભુત રીતે ત્રણેય વાર્તાઓનું એક્બીજામાં ભળી જવું. ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં ‘શિપ ઓફ થિસિઅસએ તરખાટ મચાવ્યો. ફિલ્મથી અભિભૂત થયેલી કિરણ રાવે આનંદૃ ગાંધીનો હાથ પક્ડ્યો. મેઈનસ્ટ્રીમ થિયેટરોમાં ફિલ્મ રિલીઝ થઈ અને આમદૃર્શકોને જુદૃો જ સિનેમેટિક્ અનુભવ થયો. 
"મને હંમેશા ખૂબ અને સતત પ્રેમ મળ્યો છે," આનંદૃ ક્હે છે, "પછી એ મારો પરિવાર હોય, હોય કે  મારું ક્ામનું ક્ષેત્ર હોય."

હવે શું? ‘શિપ ઓફ થિસિઅસને તો જાણે અક્લ્પ્ય પ્રેમ અને અટેન્શન મળી ગયા, પણ પછી? આનંદ ગાંધીનું નામ જે રીતે ગાજ્યું હતું તેના પરથી ઘણાના મનમાં સવાલ જાગ્યો હતો કે આ ગુજરાતી યુવાન વન-ફિલ્મ-વન્ડર તો નહીં બની રહેને? એવું તો નથીને નસીબના બળિયા આનંદને અઠ્ઠેગઠ્ઠે સફળતા મળી ગઈ છે? આનંદ ગાંધીને મળ્યા પછી, એની સાથે કલાકો ગાળ્યા પછી, એનું પેશન અને ઊંડાણ નજીકથી નિહાળ્યા પછી જે ઉત્તર મળે છે તે આ છેઃ ના, 'શિપ ઓફ થિસિઅસ'ની સફળતા ફ્લ્યુક નથી. આનંદ સાધારણ વ્યક્તિ કે ફિલ્મમેકર નથી.  તીક્ષ્ણ બુદ્ધિ ધરાવતા આ વિચક્ષણ યુવાને સામેના માણસને આંજી નાખવા કોઈ સ્થૂળ પ્રયત્નો કરવા પડતા નથી. એ કેવળ સ્વાભાવિક્ રહે તો પણ, ક્દૃાચ એટલે જ, સામેના માણસને એની અભ્યાસુ પ્રક્ૃતિનો, કોઈ વાત વાતના મૂળ સુધી પહોંચવાની સહજ વૃત્તિનો અંદાજ મળી જાય છે. 

અસાધારણ કરિયરની આ તો હજુ શરૂઆત છે. આનંદની પ્રોડક્શન કંપની રિસાઈકલવાલા ફિલ્મ્સ તરફથી હવે જે ફિલ્મ આવશે તેનું નામ છે 'તુમ્બાડ'. આ એક કાલ્પનિક ગામનું નામ છે. પોસ્ટ પ્રોડક્શન તબક્કામાંથી પસાર થઈ રહેલી આ 'ડાર્ક-ક્રીચર-પિરિયડ ફિલ્મ'માં ગ્રીડ (લાલચ) અને ઈવિલ (અશુભ તત્ત્વ)ની વાત છે. આ સિવાય બીજી બે ફુલલેન્થ ડોક્યુમેન્ટરી આવશે. આ ત્રણેય ફિલ્મો આનંદના સાથીઓ ખુશ્બુ રાંક્ા, વિનય શુકલા અને મેધા રામસ્વામીનું સર્જન છે. "મારી આગામી ફિલ્મોની વાત કરું તો, એક તો હું કિરણ રાવની ફિલ્મ લખી રહ્યો છું. મારી પોતાની બે ફિલ્મો પર પણ કામ ચાલુ છે. આમાંની પહેલી ફિલ્મનો વિષય મારો અત્યાર સુધીનો સરળ વિષય છે. નાયક અને એની મધર, ગ્રાન્ડમધર અને ગર્લફ્રેન્ડ સાથેના એના સંબંધો. બીજી ફિલ્મ 'સ્ટારવોર્સ' પ્રકારની સાયન્સ ફિક્શન હશે, જે બહુ જ મોટા સ્કેલ પર બનશે."
આ સિવાય આનંદ અને કિરણ રાવ સાથે મળીને મુંબઈમાં એક કલ્ચરલ સેન્ટર બનાવવાનું પણ ધારે છે. ઓલ ધ બેસ્ટ, આનંદ.                                                     0 0 0 

Friday, August 23, 2013

હોલીવૂડ હંડ્રેડ: હસતે હસતે કટ જાએ રસ્તે... જિંદગી યું હી ચલતી રહે


 મુંબઈ સમાચાર- મેટિની પૂર્તિ (શુક્રવાર) - હોલીવૂડ હંડ્રેડ - તા. ૨૩ ઓગસ્ટ ૨૦૧૩

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

પિતા-પુત્રના સંબંધ પર બનેલી શ્રેષ્ઠ ફિલ્મોની વાત આવે ત્યારે ‘લાઈફ ઈઝ બ્યુટીફુલ’ નામની આ ઈટાયન ફિલ્મ અનિવાર્યપણે મનમાં ઝબકે. જીવલેણ પરિસ્થિતિમાં સપડાઈ ગયા હોવા છતાં માસૂમ દીકરા પર નેગેટિવિટીનો ઓછાયો સુધ્ધાં ન પડે તે માટે મશ્કરો બાપ શું શું કરે છે? રમૂજથી ભરપૂર આ ફિલ્મ ઓડિયન્સને હસાવતા હસાવતા રડાવી નાખે છે.



ફિલ્મ નંબર ૩૬. લાઈફ ઈઝ બ્યુટીફુલ 

નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પના ભયાનક બેકગ્રાઉન્ડમાં કોમેડી ફિલ્મ બની શકે? રોબર્ટો બેનિની નામના ઈટાલિયન ફિલ્મમેકરે આ ફિલ્મથી પૂરવાર કર્યું છે કે હા, બિલકુલ બની શકે! બીજું વિશ્ર્વયુદ્ધ શરુ થયું તે પહેલાંની આ વાત છે. ગાઈડો (રોબર્ટો બેનિની) નામનો ઈટાલિયન જુવાનિયો કામની તલાશમાં શહેરમાં આવે છે. ગાઈડો ભારે મશ્કરો અને રમતિયાળ માણસ છે. લગભગ જોકર જ કહોને. જીવનરસથી છલોછલ. કાયમ હસતો ને હસાવતો હોય. નેગેટિવિટી એનાથી જોજનો દૂર રહે. એ ડોરા (નિકોલેટા બ્રાશ્ચી) નામની એક સ્કૂલ ટીચરને જોતાં જ એના પ્રેમમાં પડી જાય છે. તકલીફ એ છે કે ડોરાની સગાઈ ઓલરેડી એક ફાસિસ્ટ ઓફિસર સાથે થઈ ચુકી છે, પણ એટલી આસાનીથી હિંમત હારે તે ગાઈડો નહીં. એણે હવે કોઈપણ ભોગે ડોરાને પોતાના પ્રેમમાં પાડવી છે. આપણી બોલિવૂડની ફિલ્મોના હીરોની જેમ, ગાઈડો જાતજાતના ‘યોગાનુયોગ’ ઉપજાવી કાઢીને ડોરા સાથે ટકરાતો રહે છે ને પોતાના પ્રેમનો ઈઝહાર કરતો રહે છે. ડોરાને પણ આ છેલછબીલો યુવાન ગમી ગયો છે. આખરે ગાઈડો ડોરાની એંગેજમેન્ટ પાર્ટીમાં રીતસર લીલા રંગના ઘોડા પર સવાર થઈને એન્ટ્રી મારે છે અને ભરી મહેફિલમાંથી ડોરાનું અપહરણ કરી જાય છે!



ફિલ્મનો ફર્સ્ટ હાફ રોમાન્સ અને રમૂજથી ભરપૂર છે. તેની વચ્ચે વચ્ચે ગાઈડો એક જ્યુ (યહૂદી) છે તેમજ દેશની રાજકીય પરિસ્થિતિ ધીમે ધીમે પલટાઈ રહી છે એવી માહિતી ઓડિયન્સને મળતી રહે છે. ફિલ્મની વાર્તા હવે જમ્પ મારે છે. ગાઈડો અને ડોરાનો મીઠડો દીકરો જોશુઆ (જ્યોર્જીઓ કેન્ટેરીની) પાંચ વર્ષનો થઈ ગયો છે. બીજા વિશ્ર્વયુદ્ધ એની પરાકાષ્ઠાએ પહોંચી ચુક્યું છે. શહેરમાંથી યહૂદીઓને વીણી વીણીને, ટ્રેનમાં ભરી ભરીને કોન્સન્ટ્રેશન કેમ્પ તરફ ધકેલવાનું કામ પૂરજોશમાં ચાલુ છે. આ કેમ્પ્સ પહોંચનારાઓની કત્લેઆમ થઈ જવાની છે તે નિશ્ર્ચિત છે. આ ઘમાસાણમાં ગાઈડો અને એના દીકરાનો નંબર પણ લાગી જાય છે. ગાઈડો ઈચ્છતો નથી કે પોતે કેવી ભયાનક પરિસ્થિતિમાં ફસાઈ ચુક્યા છે એની ગંધ સુધ્ધાં માસૂમ બચ્ચાને આવે. એટલે એ ખુશખુશાલ હોવાનું નાટક કરતાં કહે છે: બેટા, તું ક્યારેય ટ્રેનમાં નથી બેઠોને? આહા! ટ્રેનમાં સફર કરવામાં કેવી મજા પડે! બધા એયને એકબીજાને ભીંસાઈને ઊભા હોય... ને ડબામાં સીટ તો હોય જ નહીં, બોલ! જો પેલી લાઈન જુએ છે? એ સૌને ટ્રેનમાં જવું છે. આપણે કેવા લકી છીએ એ તો જો, આપણને ટિકિટ પણ મળી ગઈ!

ડોરા યહૂદી નથી, પણ પતિ અને દીકરાની સાથે રહેવા એ પણ એક ડબામાં ચડી જાય છે. કોન્સન્ટ્રેશન કેમ્પમાં પહોંચી ગયા પછી ગાઈડો નાટક આગળ ધપાવે છે. આ જાણે એક મોટી રમત હોય એવી વાત એ દીકરા સામે ઊપજાવી કાઢે છે. એ કહે છે: ‘જો બેટા, છેને, આ એવી ગેમ છે જેમાં જે જીતશેને એને એક ટેન્ક ઈનામમાં મળશે. રમકડાંની ટેન્ક નહીં હં, પણ સાચુકલી ટેન્ક! કેવી મજા! પણ એ માટે તારે ૧૦૦૦ પોઈન્ટ્સ એકઠા કરવા પડશે. તું મમ્મી પાસે જવાની જીદ કરીશ કે ભૂખ લાગી છે... ભૂખ લાગી છે એવી ફરિયાદ કર્યા કરીશ તો ગેમમાંથી હારી જઈશ. બોલ, ગેમના બધા રુલ્સ તું પાળીશને?’ દીકરો રાજી થઈને હા પાડે છે. ગાઈડોનો એક જ ઉદ્દેશ છે. દીકરાના કુમળા મન પર ભયનો કે કોઈ પણ પ્રકારની નકારાત્મકતાનો પડછાયો પણ પડવો ન જોઈએ. જર્મન ઓફિસર ચિલ્લાતો હોય ત્યારે ગાઈડો એનો પોતાની ભાષામાં ખોટોખોટો અનુવાદ કરતો જાય કે જેથી જોશુઆને લાગે કે પેલો ગેમ વિશે જ કંઈક વાત કરી રહ્યો લાગે છે. જોશુઆ કેમ્પના ગાર્ડ્સની નજરે ન ચડે તે માટે તેને રીતસર સંતાડવો પડે છે. ગાઈડો આને પણ એક રમતનું સ્વરુપ આપી દે છે. કહે છે: જો, પેલા ગાર્ડલોકો આવે ત્યારે તારે બિલકુલ ચુપ થઈને ઉપર ચડીને ત્યાં સુઈ જવાનું. તને જોઈ લેશે તો પોઈન્ટ્સ કપાઈ જશે. એટલે તારે સહેજે હલવાનું પણ નહીં, બરાબર છે? ગાઈડોની વાતો એટલી કન્વિન્સિંગ છે કે દીકરાને શંકા સુધ્ધાં જતી નથી કે ડેડી નાટક કરી રહ્યા છે. આસપાસ જીવલેણ આતંક અને વેદના છે, પણ છોકરો એમ જ સમજે છે કે આ બધું પેલી ગેમના ભાગરુપે બની રહ્યું છે!




ગાઈડો છેક સુધી પોતાની વાર્તા ચાલુ રાખે છે. હવે કોઈ પણ ઘડીએ બાપ-દીકરોનો નંબર લાગી જાય એમ છે. ગાઈડો દીકરાને પોસ્ટઓફિસના ડબા જેવા દેખાતા જંક્શન-બોક્સ પાસે લઈ જઈને કહે છે: જોશુઆ, બધા તને શોધી રહ્યા છે. તું આમાં છુપાઈ જા. જ્યાં સુધી ગેમ પુરી ન થાય ત્યાં સુધી ભુલેચુકેય બહાર ન નીકળતો! ગાઈડો પછી એવા ઉધામા મચાવે છે કે જેથી જર્મન સૈનિકોનું ધ્યાન એના તરફ રહે ને દીકરો બચી જાય. એ જાણી જોઈનો પેલા જંક્શન-બોક્સ પાસેથી લેફ્ટ-રાઈટ-લેફ્ટ-રાઈટ કરતો નીકળે છે કે જેથી બાકોરામાંથી જોઈ રહેલા દીકરાને એમ જ લાગે કે આ પણ રમતનો જ ભાગ છે. એને અંદાજ નથી કે પોતે જીવતો રહે તે માટે બાપ પોતાનું બલિદાન આપી રહ્યો છે ને બાપને એ છેલ્લી વાર જોઈ રહ્યો છે. બીજે દિવસે જોશુઆ બોક્સમાંથી બહાર નીકળે છે. ચારેબાજુ સુનકાર છે. અચાનક સામેથી એક ટેન્ક આવતી દેખાય છે. ભોળિયો જોશુઆ ખુશખુશાલ થઈ જાય છે. ડેડીએ કહ્યું હતું એમ જ થયું. ટેન્ક સાચેસાચ આવી. એ ગેમ જીતી ગયો! એને પોતાની મમ્મી પણ દેખાય છે. અહીં ફિલ્મ પૂરી થાય છે.

 કથા પહેલાંની અને પછીની

નાઝી કત્લેઆમ પર ઘણી ફિલ્મો બની છે, પણ તે સૌમાં ‘લાઈફ ઈઝ બ્યુટીફુલ’ એટલા માટે સૌથી હટકે છે કે તે છે. આ ફિલ્મ હસતા હસતા રડાવી દે છે. કમાલ કરી છે રોબર્ટો બેનિનીએ. ફિલ્મના લેખક પણ એ છે, ડિરેક્ટર પણ એ છે અને મેઈન હીરો પણ એ છે. પત્નીનો રોલ નિભાવતી નિકોલેટા બ્રાશ્ચી રોબર્ટોની અસલી પત્ની છે. રોબર્ટોના પિતા નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પમાં ત્રણ વર્ષ રહી ચુક્યા હતા. આ રીતે આ ફિલ્મના વિષય સાથે રોબર્ટોનું વ્યક્તિગત અનુસંધાન છે. એ અસલી જીવનમાં ખરેખર ગાઈડો જેવા જ મશ્કરા અને મજાકિયા. ‘લાઈફ ઈઝ બ્યુટીફુલ’માં એેમણે પોતાની પર્સનાલિટી રેડી દીધી છે. અમુક અદાકારો અમુક પાત્રો એવી અદભુત રીતે ભજવી જતા હોય છે કે આપણને એમ જ લાગે કે આ માણસનો જન્મ જ આ રોલ માટે થયો હશે. રોબર્ટો બેનિની માટે આવું ગાઈડોની ભુમિકા માટે કહી શકાય.



‘લાઈફ ઈઝ બ્યુટીફુલ’ નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પની ગંભીરતા સહેજ ઓછી કરી નાખે છે તેવી થોડીઘણી ટીકા થઈ છે. પણ તે જરુરી હતું.  ‘લાઈફ ઈઝ બ્યુટીફુલ’માં ‘શિંડલર્સ લિસ્ટ’ જેવી તીવ્રતા બતાવાય તો હ્યુમર માટે અવકાશ જ ન રહે. ફિલ્મનો ઉદ્દેશ ઈતિહાસની ઘટનાને આલેખવાનો છે પણ નહીં. આ તો બાપ-દીકરાના સંબંધ વિષેની ફિલ્મ છે. દીકરાને નકારાત્મકતાથી બચાવવા બાપ કેટલી હદે જઈ શકે છે એનું હૃદય ભીંજવી નાખે એવી વાર્તા અહીં કહેવાઈ છે. ભયાનકમાં ભયાનક, ડેડ-એન્ડ જેવી પરિસ્થિતિમાં પણ ધારીએ તો હસતા-રમતા રહી શકાય છે તે પણ આ ફિલ્મનો મેસેજ છે.

‘લાઈફ ઈઝ બ્યુટીફુલ’ ખૂબ વખણાઈ. બોક્સઓફિસ પર પણ સરસ ચાલી. એને સાત ઓસ્કર નોમિનેશન્સ મળ્યાં, જેમાંથી ત્રણ એણે જીતી લીધાં: બેસ્ટ એક્ટર, બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ અને બેસ્ટ મ્યુઝિક - બેસ્ટ ઓરિજિનલ ડ્રામેટિક સ્કોર. પોતાના જ ડિરેક્શનમાં કોઈ એક્ટરે ઓસ્કર-વિનિંગ પર્ફોર્મન્સ આપ્યું હોય તેવું ભૂતકાળમાં એક જ વખતે બન્યું હતું. લોરેન્સ ઓલિવરની ફિલ્મ ‘હેમલેટ’ના કેસમાં. ૭૧મા ઓસ્કર સમારોહમાં પોતાના નામની ઘોષણા થઈ ત્યારે રોબર્ટો બેનિની અસલી રંગમાં આવી ગયા હતા. પોતાની જગ્યાથી સ્ટેજ સુધી  તેઓ સીટ્સ પર કૂદતા કૂદતા પહોંચ્યા હતા. ઓસ્કરના ઈતિહાસની કેટલીક સૌથી ખૂબસૂરત ક્ષણોમાંની આ એક મોમન્ટ છે. આખેઆખી ફિલ્મ જોવાઈ ગયા પછી યુટ્યુબ પર જઈને ઓસ્કર સમારોહની આ ક્લિપિંગ ખાસ જોજો.

 ‘લાઈફ ઈઝ બ્યુટીફુલ’ ફેક્ટ ફાઈલ 


ડિરેક્ટર           : રોબર્ટો બેનિની
સ્ક્રીનપ્લે          : રોબર્ટો બેનિની, વિન્સેન્ઝો કેરેમી
કલાકાર           : રોબર્ટો બેનિની, નિકોલેટા બ્રાશ્ચી, જ્યોર્જિયો કેન્ટેરીની    
રિલીઝ ડેટ        : ૨૦ ડિસેમ્બર ૧૯૯૭
મહત્ત્વના અવોર્ડઝ: બેસ્ટ એક્ટર, ફોરેન લેંગ્વેજ ફિલ્મ અને મ્યુઝિક માટેના ઓસ્કર અવોર્ડ્ઝ  ૦ ૦ ૦

Wednesday, August 21, 2013

વાંચવા જેવું : પપ્પા એટલે ઈશ્ર્વરે આપેલો ઓસ્કર અવોર્ડ!


 ચિત્રલેખા - અંક તા. ૧૪ મે ૨૦૧૨ 

કોલમ: વાંચવા જેવું 




ટેબલની એક તરફ ગુજરાતી પત્રકારત્વના દંતકથારુપ તંત્રી સ્વ. હસમુખ ગાંધી બિરાજમાન છે. સામે ‘સમકાલીન’ દૈનિકમાં જોડાવા માટે અધીરાઈ અનુભવી રહેલો એક ઉત્સાહી નવયુવાન બેઠો છે. ગાંધીભાઈના આકરા ઈન્ટરવ્યુ અને લિખિત પરીક્ષામાંથી એ પસાર થઈ ચુક્યો છે. બસ, હવે અપોઈન્ટમેન્ટ ઓર્ડરની રાહ જોવાઈ રહી છે. અચાનક પર્સોનેલ ડિપાર્ટમેન્ટના ક્લર્કે ફોર્મમાં વિગત ભરવા માટે પૂછે છે: પિતાનો વ્યવસાય? યુવાને જવાબ આપે છે: ‘પિતાજી!’ ગાંધીભાઈ હસી પડે છે: અલ્યા, તારા બાપાનો વ્યવસાય પૂછે છે! યુવાન સ્થિરતાથી કહે છે: ‘ઔપચારિકતા ખાતર ‘અધ્યાપક’ લખી શકો, બાકી હી ઈઝ અ ફુલટાઈમ ફાધર...’ આ યુવાન એટલે અજય દલપતસિંહ ઉમટ, જે આજે છવીસ વર્ષ પછી ટોચના પત્રકાર તરીકે જાણીતા છે. એમને જર્નલિઝમમાં પા-પા પગલી માંડનાર એમના પિતાજી પ્રોફેસર ડી.એસ. ઉમટ જ!

પાર્ટટાઈમ પિતૃત્વ જેવું કશુંય હોય છે? પ્રસિદ્ધ વાર્તાકાર ડો. જયંત ખત્રીએ કહ્યું છે એમ, બાળક ક્યારેય એકલું જન્મતું નથી, સંતાનની સાથે એક પિતાનો જન્મ પણ થતો હોય છે... અને પછી પિતૃત્વ જિંદગીના અંતિમ શ્ર્વાસ સુધી સતત પુરુષની સાથે રહે છે. માતૃત્વનો મહિમા ખૂબ થયો છે, હંમેશાં થતો રહ્યો છે. પિતૃત્વનો મહિમા કરવામાં આપણે પાછળ રહી ન જવાય કદાચ એટલા માટે જ રાજ ભાસ્કર ‘લવ યુ મમ્મી’ પછી ‘લવ યુ પપ્પા’ નામનું દળદાર સંપાદન લઈને આવ્યા છે. અહીં જુદાં જુદાં ક્ષેત્રની વ્યક્તિઓએ પોતાના પિતા વિશે દિલ ખોલીને લખ્યું છે.



આઈએએસ અધિકારી અનિતા કરવલે પંદર વર્ષનાં હતાં ત્યારે એક નિબંધસ્પર્ધામાં ભાગ લીધો હતો. એમણે પપ્પાને કહ્યું કે, તમારું ઈંગ્લિશ ખૂબ જ સરસ છે. મને આ એક નિબંધ લખી દેશો, પ્લીઝ? પપ્પાએ એમને બહુ સરસ જવાબ આપ્યો: ‘બેટા, તું જિંદગીમાં એક જ વખત જીતવા માગે છે કે પછી હંંમેશાં જીતવા માગે છે? જો તારે સ્કૂલમાં આ વર્ષ પૂરતા જ શ્રેષ્ઠ નિબંધલેખક બનવું હશે તો હું જરુર નિબંધ લખી આપીશ, પણ જો તારે જીવનમાં એક ઉત્તમ લેખક બનવું હશે તો એની શરુઆત આજથી જ કરવી પડશે!’

નાના-મોટા પ્રસંગે પિતાએ કહેલી આવી વાત કે એમના વર્તન-વ્યવહારમાંથી ઊપસતાં સત્યો પછી સંસ્કાર બનીને આજીવન આપણી સાથે રહેતાં હોય છે. અનિતા કરવલએ આગળ જઈને પછી પોતાના આઈએએસ અધિકારી પતિની સાથે મળીને ‘થિન્ક એવરેસ્ટ’ નામનું સુંદર પુસ્તક લખ્યું. પુત્રી ભલે પરણીને બીજા ઘરે જતી રહે, પણ પિતા સાથેનો એનો સંંબંધ ક્યારેય ભીનાશ ગુમાવતો નથી. દીકરી ભડભાદર થઈ જાય તોય પપ્પાની લાડલી જ રહે છે. એટલે જ સાહિત્યકાર રઘુવીર ચૌધરીનાં દીકરી દષ્ટિ પટેલે કહ્યું છે કે, પપ્પાની હાજરીમાં ઉંમરની દોરી સડસડાટ ફીરકીમાં પાછી લપેટાઈ જતી અનુભવાય! રેડિયો જોકી અદિતિએ તો પોતાના મોબાઈલની ફોનબુકમાં પપ્પાનું નામ જ ‘લવ યુ’ તરીકે સેવ કરેલું છે. ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ સિરિયલમાં શ્રીમતીજી અંજલિનું પાત્ર ભજવતી એક્ટ્રેસ નેહા મહેતા છલક-છલક થઈને કહે છે: મારા પપ્પા તો મને ઈશ્ર્વરે આપેલો ઓસ્કર અવોર્ડ છે!

પણ દીકરાની દુનિયા જુદી છે. દીકરા સાથે પિતાનું સમીકરણ પણ જરા જુદું હોય છે. પત્રકાર કાના બાંટવા કહે છે કે હું નાનપણમાં બાપાની આંગળી પકડીને ફર્યો હોઉં એવું પણ મને યાદ નથી. જૂની પેઢીમાં પુરુષોમાં કદાચ સંતાનને ખૂલીને વહાલ નહીં કરવાનો રિવાજ નહીં હોય! પિતા-પુત્ર વચ્ચે લાગણીની અભિવ્યક્તિ બોલકી રીતે પ્રગટ થઈ શકતી નથી. અધ્યાપક-કોલમનિસ્ટ મુકેશ મોદી શબ્દો ચોર્યા વગર કહે છે કે નાનપણમાં એમણે વર્ષો સુધી પોતાના સીધાસાદા પિતાજી અંગે ક્ષોભ અનુભવ્યો છે. એમને થાય કે એ બીજાઓના પપ્પા જેવા મોડર્ન અને સરસ જોબ કરતા સધ્ધર આદમી કેમ નથી? એવો પ્રસંગ જ ઊભો ન થવા દે કે બાપુજીએ સ્કૂલે આવવું પડે. ધોતિયું અને ખમીસ પહરેલા બાપા શાળાએ આવે તો કેવું લાગે! અલબત્ત, સમયની સાથે સમજદારી આવતી ગઈ અને પિતાજીને નિહાળતી દષ્ટિ બદલાતી ગઈ. એ લખે છે: ‘બાપુજી માટે ‘લવ યુ ડેડી’ એવો ભાવ નીકળતો નથી. મમ્મી માટે ‘લવ યુ મમ્મી’ સ્વાભાવિક હશે.પપ્પા માટે મને લવ કરતાં સેલ્યુટ શબ્દ વધુ નજીક અને યોગ્ય લાગે છે.’



હાસ્યકાર જગદીશ ત્રિવેદી બે-અઢી વર્ષના હતા ત્યારે પિતાજીના મોટા ભાઈ-ભાભી એમને પોતાની સાથે લઈ ગયા હતા ને પછી સગા દીકરાની જેમ મોટા કર્યા. એ પાંચ-સાત વર્ષના થયા ત્યારે કોઈ ખણખોદિયા બ્રાહ્મણે એમને કહી દીધું કે તુું જેને બા અને બાપા કહે છે એ તો તારા દાદા ને ભાભુ છે, તારાં સગાં મા-બાપ તો થાનગઢ રહે છે! બાળ જગદીશને પહેલાં આઘાત લાગ્યો અને પછી ડર બેસી ગયો: મને થાનગઢ લઈ જશે તો મારાં આ મા-બાપ વગર હું કેવી રીતે રહી શકીશ?  સદભાગ્યે એવું ન બન્યું. જગદીશ ત્રિવેદીની કુંડળીમાં મા-બાપની બબ્બે જોડીનો પ્રેમ લખાયો હતો. પિતા ક્યારેક બાપ ઉપરાંત પણ બીજું ઘણું બધું હોય છે. જેમ કે, ‘હિપ્નોટિઝમનું બીજું નામ’નું બિરુદ પામેલા ડો. પી.ટી. ભીમાણીને એમના સાઈકોલોજિસ્ટ પુત્ર ડો. પ્રશાંત ભીમાણી ગુરુ તરીકે નિહાળે છે.

તદ્દન ભીમાણી બાપ-બેટાની માફક તો નહીં, પણ સંજય છેલનું ફિલ્ડ એમના પપ્પાના કર્મક્ષેત્રથી નિકટ જરુર છે. એમના પપ્પા એટલે છેલભાઈ વાયડા. રંગભૂમિની વિખ્યાત આર્ટ-ડિરેક્ટર જોડી છેલ-પરેશમાંના એક. સંજય લખે છે કે, ‘એ ભાગ્યે જ મારી ફિલ્મો, સિરિયલો વગેરે જુએ છે અને જુએ છે ત્યારે ભાગ્યે જ એમને ગમે છે. પણ મારે એમનાં નાટકોની ટીકા નહીં કરવાની અને એમણે મારી ફિલ્મોની એવી અમારા વચ્ચે મૂંગી સમજૂતિ છે!’



કહે છેને કે માતા પગ ધરતી છે તો પિતા માથા પરનું આસમાન. શું પિતાનાં મૃત્યુ પછી ઘરનો મોટો દીકરો એમનું સ્થાન લઈ શકતો હોય છે? કદાચ, ના. અંગત અનુભવના આધારે પત્રકાર-લેખક નરેશ શાહનો આ જ નીચોડ છે કે સમજણથી, સાહસથી, નસીબથી કે મહેનતથી તમે ગમે તે બની શકો છો, પણ તમે તમારા ‘બાપ’ બની શકતા નથી! મૃત્યુ પામેલા પિતાનું સ્થાન ઘરમાં હંમેશાં ખાલી જ રહે છે! આટલું કહીને લેખક ઉમેરે છે કે, ‘મા લપાઈ જવા માટે હોય છે પણ લડાઈમાં પિતાથી મોટી પ્રેરણા કે શક્તિ બીજી કોઈ નથી.’

પુસ્તકમાં કુલ ૫૧ લેખો છે, જેમાં પિતા અને સંતાન વચ્ચેના સંબંધના ઘણા શેડ્ઝ આકર્ષક રીતે ઝિલાયા છે. આ પ્રકારના પુસ્તકનાં લખાણ પર મેલોડ્રામેટિક બની જવાનું અને ‘પિતૃ દેવો ભવ... મેરે ડેડી મહાન’ પ્રકારની લાગણીમાં વહી જવાનું મોટું જોખમ તોળાતું હોય છે. આ પુસ્તકની સારી વાત એ છે કે અમુક લેખોને બાદ કરતા ઘણાખરા કિસ્સામાં લેખકો સંયમિત રહી શક્યા છે અને ઈમોશનલ ઓવરડોઝથી બચી શક્યા છે. રિપીટેશન યા તો એકની એક ભાવસ્થિતિનું પુનરાવર્તન એ બીજું ભયસ્થાન છે. ખરેખર તો મા, દીકરી વગેરે સંબંધોને કેન્દ્રમાં રાખીને તૈયાર થતાં આ પ્રકારનાં સંપાદનો સ્વયં રિપીટેશનનો ભોગ બનીને નાવીન્ય ગુમાવી ચુક્યા છે. ખેર, સ્વતંત્રપણે ‘લવ યુ પપ્પા’ એક સુંદર અને ગમી જાય એવું સંપાદન બની શક્યું છે.                                                                                                                 0 0 0


 લવ યુ પપ્પા 


સંપાદક: રાજ ભાસ્કર

પ્રકાશક: બુકશેલ્ફ, અમદાવાદ-૯ અને નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ 

ફોન: (૦૭૯) ૨૬પ૬ ૩૭૦૬, (૦૨૨)૨૨૦૧ ૭૨૧૩ 

કિંમત:   ૩૫૦ /

પૃષ્ઠ: ૨૪૨





‘’

Tuesday, August 20, 2013

અનેક આઝાદી એન્જોય કરતું બોલિવૂડ


Sandesh - Independence Special - 15 August 2013

સિને-સફર 

પરિવર્તનનું બીજું નામ આઝાદી છે. સિનેમા જેવાં ગતિશીલ માધ્યમને આઝાદી ઔર વહાલી હોવાની. હિન્દી ફિલ્મો કેટલીય બીબાંઢાળ ચીજોમાંથી મુક્ત થઈ છે. જેમ કે...

ચરબીમાંથી આઝાદી 
યાદ કરો એ જમાનો જ્યારે મોટા ભાગના ફિલ્મી હીરો સ્ફૂર્તિલા કાચાકુંવારા યુવાનને બદલે કાયમ બે છોકરાંવના બાપ જેવા પાકટ દેખાતા. ઉદાહરણ તરીકે, બલરાજ સહાની, સુનીલ દત્ત, રાજેન્દ્ર કુમાર, મનોજ કુમાર અને બીજા કેટલાંય. એમનો લુક જ એવો હતો કે જાણે જુવાની એમની બાજુમાંથી બાય-પાસ થઈને પસાર થઈ ગઈ હોય. ઈવન દિલીપ કુમાર, રાજ કપૂર, રાજેશ ખન્નાથી અને અમિતાભ બચ્ચન જેવા સુપરસ્ટાર્સ ક્યારેય શરીર સૌષ્ઠવ કે લુક માટે જાણીતા નહોતા. જિમમાં જઈને શરીર-બરીર બનાવવાનો કોન્સેપ્ટ જ ક્યાં હતો એ વખતે. થેન્ક ગોડ, હિન્દી ફિલ્મોના હીરોને આ 'લેઝી લુક' માંથી મુક્તિ મળી. સલમાનની કસાયેલી છાતી અને બાવડાં તેમજ શાહરુખ ખાનના સિક્સ પેક્સને લીધે યંગસ્ટર્સ શારીરિક ચુસ્તીમાં સભાન બન્યાં. 'ભાગ મિલ્ખા ભાગ' માં ફરહાનનું બોડી જોઈને કેટલાંય જુવાનિયાઓએ જિમમાં નામ નોંધાવી દીધાં છે!
કિચનમાંથી આઝાદી 
હિન્દી સિનેમાની અબળા, લાચાર અને સતી સાવિત્રી બ્રાન્ડ નાયિકાએ હવે સાડીનો છેડો માથા પર ચોંટાડી રાખીને રસોડામાં ગોંધાઈ રહેવાની જરૂર નથી. ઈનફેક્ટ, આ બીબાંમાથી તો એને દાયકાઓ પહેલાં મુક્તિ મળી ગઈ હતી.'દામિની'માં મીનાક્ષી શેષાદ્રી બળાત્કારનો ભોગ બનેલી કન્યાને ન્યાય અપાવવા ખુદનાં સાસરિયાં સામે યુદ્ધે ચડે છે અને સગા દિયરને સજા અપાવે છે. આજની હિરોઈન હાથમાં ચા-નાસ્તાની ટ્રે ઝાલીને, શરમાતી શરમાતી બહાર આવીને એને જોવા આવનાર છોકરા સામે નજર ઝુકાવીને બેસતી નથી. એ પોતાની જિંદગી પોતાની રીતે, પોતાની શરતે જીવે છે. 'જિંદગી ના મિલેગી દોબારા'ની કેટરીના કૈફનો સ્પિરિટ જુઓ. એ એટલા માટે સ્કુબા ઈન્સ્ટ્રક્ટર બની છે કે આ કામમાંથી એને પૂર્ણ, લગભગ આધ્યાત્મિક કક્ષાનો સંતોષ મળે છે. ઊંધું ઘાલીને પૈસા કમાતા રિતિક રોશનને સલાહ આપી શકે છે કે સીઝ ધ મોમેન્ટ, માય ફ્રેન્ડ,વર્તમાનની ક્ષણમાં જીવ. મસ્તમૌલી કેટરીના બિન્ધાસ્ત બાઇક પર સવાર થાય છે, વિદાય લઈને રિતિકને રસ્તામાં આંતરે છે અને બધાની સામે એના હોઠ પર લાંબું ચુંબન કરી લે છે. પછી કહે છેઃ જો મેં આ ન કર્યું હોત તો આખી જિંદગી અફસોસ રહી ગયો હોત! સામાન્યપણે આવું બધું હીરો કરતા હોય છે, પણ બોલિવૂડની આજની હિરોઈન્સમાં પોતાની કુમાશ કે ગરિમા સાથે કન્વિક્શન પણ છે. 
ફોર્મ્યુલામાંથી આઝાદી 
બાપ કે ખૂન કા બદલા, કુંભ કે મેલે મેં બિછડા હુઆ ભાઈ, પ્યાર કા દુશ્મન ઝમાના...થેન્ક ગોડ! ચવાઈને ચુથ્થો થયેલી સ્ટોરીઓમાંથી હિન્દી ફિલ્મો બહાર આવી ગઈ છે. આજે અંગ્રેજી શીખવા માગતી મિડલક્લાસ ગૃહિણીની મૂંઝવણ જેવી તદ્દન સાદી અને લગભગ અશક્ય લાગતી થીમ પર 'ઈંગ્લિશ વિંગ્લિશ' જેવી અફલાતૂન ફિલ્મ બની શકે છે. આજનું ઓડિયન્સ વીર્યદાન કરતા 'વિકી ડોનર'ની સ્ટોરીથી ઝૂમી શકે છે. અલગ તરાહની ફિલ્મો અગાઉ પણ આવતી હતી પણ આજે દર્શકોની સ્વીકૃતિની રેન્જ ધરખમ વિકસી છે. તેથી ફિલ્મ-મેકર્સને ફિક્સ્ડ ફોર્મ્યુલામાંથી આઝાદી મળી છે.
મેઈન સ્ટ્રીમમાંથી આઝાદી
આ એક રીતે ફોર્મ્યુલામાંથી આઝાદીનું જ એક્સટેન્શન છે. '૭૦ના દાયકામાં આર્ટ ફિલ્મોનો દોર શરૂ થયો હતો, જેમાં શ્યામ બેનેગલ અને મૃણાલ સેન જેવા મેકરો નસીરુદ્દીન શાહ, ઓમ પુરી, શબાના આઝમી, સ્મિતા પાટિલ જેવાં તગડાં કલાકારોને લઈને રિઅલિસ્ટિક ફિલ્મો બનાવતા. આજે તોતિંગ બજેટ અને મોટાં બેનરની છત્રછાયા વગર સરસ મજાની ઈન્ડિપેન્ડન્ટ ફિલ્મો બનવા લાગી છે અને મલ્ટિપ્લેક્સીસમાં રિલીઝ પણ થવા લાગી છે. આજે 'શિપ ઓફ થિસિયસ' જેવી તદ્દન ઓફબીટ ફિલ્મ હાઉસફુલ થઈ શકે છે. માત્ર જોહરો કે ચોપડાઓ જ નહીં, બલકે તદ્દન અલગ મિજાજની હટકે ફિલ્મો બનાવતા અનુરાગ ક્શ્યપ પણ આજે સિનેજગતનું પાવરફુલ નામ છે. યો!
મધુર અવાજમાંથી આઝાદી
એક જમાનામાં સૂરીલો અવાજ એટલે લતા-આશા-રફી-કિશોર જેવો મધમીઠો અવાજ, પણ આજે પ્લેબેક સિંગિંગમાં જાતજાતના અવાજોની આખી દુનિયા ખૂલી ગઈ છે. આતિફ અસલમ જેવો પાતળા અવાજવાળો સિંગર સુપરહિટ ગીતોની કતાર ખડી દે છે. નિખિલ જેવા ટીનેજર છોકરા જેવા અવાજવાળો ગાયક 'બરફી!'નાં ગીતોથી ઓડિયન્સને મુગ્ધ કરી શકે છે. શાલ્મલી ખોલગાડેનો સાવ જ જુદો અવાજ 'મૈં પરેશાં' ગાઈને અવોર્ડ્ઝ જીતી શકે છે. આજે 'હીરો જૈસી વોઇસ' કે 'હિરોઈન જેવો વોઇસ'નો કોન્સેપ્ટ જ બદલાઈ ગયો છે.                                           0 0 0

Monday, August 19, 2013

મલ્ટિપ્લેક્સ : વન્સ અપોન અ ટાઇમ વિથ અક્ષય


Sandesh - Sanskaar Purti - 18 August 2013

Column : મલ્ટિપ્લેક્સ 

અક્ષયકુમાર પાસેથી એક વાત ખરેખર સૌએ શીખવા જેવી છે. ભલે ગમે તેટલી ગાળો પડે, ગમે એટલી ટીકા થાય, પણ એમાંનું કશું જ મન પર લીધા વગર ચૂપચાપ કામ કરતા રહેવાનું. ઉત્તમ પરિણામ મળશે જ!

ચોવીસ વર્ષ પહેલાંની આ વાત છે. દિલ્હીથી આવેલો વીસ-એકવીસ વર્ષનો એક જુવાનિયો મુંબઈમાં સ્ટ્રગલ કરી રહ્યો છે. માંડ માંડ એને મોડલિંગનું એક એસાઇન્મેન્ટ મળે છે. કોઈક એડના શૂટિંગ માટે છ વાગ્યાની ફ્લાઇટ પકડીને બેંગ્લોર જવાનું છે. યુવાન રાજી રાજી થઈ જાય છે. એક તો કામ મળ્યું ને ઉપરથી પ્લેનમાં બેસવાનો મોકો પણ મળ્યો. બીજા દિવસે વહેલી સવારે ઊઠીને એ રૂટિન પ્રમાણે કસરત કરતો હતો ત્યાં જ એનો લેન્ડલાઇન રણકી ઊઠયો. સામે છેડે મોડેલ કો-ઓર્ડિનેટર પાગલની જેમ ચિલ્લાઈ રહ્યો હતો, ક્યાં છે તું? પ્રોફેશનાલિઝમ જેવું કંઈ છે કે નહીં? પાંચ વાગી ગયા ને તારો કોઈ અતોપત્તો નથી? છોકરો ડઘાઈ જાય છે. એકાએક એને પોતાની ભૂલ સમજાય છે, '...પણ મને એમ કે સાંજના છ વાગ્યાની ફ્લાઇટ છે!' પેલો ઔર વિફરે છે. તારામાં દિમાગ નથી? સિક્સ એ.એમ. અને સિક્સ પી.એમ. વચ્ચેનો ફર્ક તને સમજાતો નથી?યુવાન શિયાવિયા થઈ જાય છે. આઈ એમ સોરી સર. બસ, હું આ જ ઘડીએ એરપોર્ટ આવવા ભાગું છું.
યુવાન ગાંડાની જેમ બાઇક ચલાવીને એરપોર્ટ પહોંચ્યો, પણ બહુ મોડું થઈ ચૂક્યું હતું. પ્લેન એને મૂકીને ઊડી ચૂક્યું હતું. યુવાન ઘરે આવીને માને વળગીને રડી પડયો. માએ માથે હાથ ફેરવીને સાંત્વન આપ્યું, કશો વાંધો નહીં બેટા. જે થયું તે થયું. ખોટો જીવ ન બાળ. તને આના કરતાં બહેતર મળી રહેશે. યુવાનના અફસોસનો પાર નહોતો. ખેર, મોડી બપોરે રૂટિન પ્રમાણે કામ શોધવા એ પોતાના ફોટા લઈને નટરાજ સ્ટુડિયો પહોંચી ગયો. અહીં એના જેવા કેટલાય સ્ટ્રગલરો આંટા મારતા હતા. કોઈ મેકઅપમેને આ યુવાનની તસવીરો જોઈ. એને સારી લાગી. એ કહે, તું અહીં ઊભો રહે. હું સાહેબને તારો ફોટા બતાવું છું. થોડી વાર પછી મેકઅપમેન વેનિટી વેનમાં બહાર આવ્યો. અંદર આવ, સાહેબ તને બોલાવે છે. યુવાન ઊંચા જીવે વેનમાં ગયો. અંદર પ્રમોદ ચક્રવર્તી નામના ફિલ્મ ડિરેક્ટર-પ્રોડયુસર બેઠા હતા, જેમણે 'લવ ઇન ટોકિયો', 'જૂગનુ' અને 'નાસ્તિક' જેવી કેટલીય ફિલ્મો બનાવી છે. એમણે યુવાનને કહ્યું, મને ગમ્યા તારા ફોટા. હું તને મારી ફિલ્મમાં મેઇન હીરો તરીકે લેવા માગું છું. આ લે ૫૦૦૧ રૂપિયાનું સાઇનિંગ અમાઉન્ટ!
યુવાન માની ન શક્યો. હું હિન્દી ફિલ્મનો હીરો? યોગાનુયોગ જુઓ. ડિરેક્ટરનો આભાર માનીને એ હરખાતો હરખાતો બહાર આવ્યો ત્યારે ઘડિયાળમાં સાંજના છ વાગ્યા હતા! આ યુવાન એટલે અક્ષયકુમાર અને પ્રમોદ ચક્રવર્તીની પેલી ફિલ્મ એટલે 'દીદાર'.


'આને કહેવાય નસીબ!' આ કિસ્સો યાદ કરીને અક્ષય એક મુલાકાતમાં કહે છે, 'જો તે દિવસે હું સવારની ફ્લાઇટમાં બેંગ્લોર ઊપડી ગયો હોત તો મને બોલિવૂડમાં હીરો તરીકે બ્રેક મળ્યો ન હોત! હું દૃઢપણે માનું છું કે આજે હું જ્યાં છું, જે કંઈ છું એમાં નસીબે બહુ મોટો ભાગ ભજવ્યો છે. સવા અબજની વસતી ધરાવતો આપણો દેશ. એક દાયકામાં માંડ ચાર-પાંચ જણા જ એવા નીકળે છે જે બોલિવૂડના સુપરસ્ટારના પદ સુધી પહોંચ્યા હોય. આજે હું ફિલ્મોના સ્ટુડિયોમાં કેટલાય સ્ટ્રગલર યુવાનોને જોઉં છું, જે મારા કરતાં ક્યાંય વધારે હેન્ડસમ અને અનેકગણા ટેલેન્ટેડ હોય છે. થિયેટર-બિયેટર કરીને આવ્યા હોય છે, પણ તેમની પાસે કદાચ લક હોતું નથી. લક ઉપરાંત કરેક્ટ ટાઇમ પર કરેક્ટ જગ્યાએ હાજર હોવું પણ મહત્ત્વનું છે.'
અક્ષયકુમાર નસીબનો બળિયો છે એ સાચું, પણ એણે પરિશ્રમ પણ એટલો જ ગજબનાક કર્યો છે. નસીબ પાધરું હોય તો બહુ બહુ તો બ્રેક મળી જાય, પણ બબ્બે દાયકા સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જેવી ભયાનક સ્પર્ધાત્મક જગ્યામાં વધારે ને વધારે ઊંચાઈ પર પહોંચતા જવું તે જબરદસ્ત મહેનત વગર શક્ય નથી. ચોક્કસ પ્રકારની ટેલેન્ટની પણ જરૂર પડવાની જ.
અક્ષયકુમાર કંઈ આમિર ખાન નથી. કબૂલ. એની પાસે શાહરુખ ખાન જેવો ચાર્મ કે સલમાન ખાન જેવો પ્રભાવ નથી. કબૂલ. એની ૯૭ ફિલ્મોમાંથી ભાગ્યે જ કોઈ 'મરતા પહેલાં અચૂક જોવી જ પડે એવી અદ્ભુત હિન્દી ફિલ્મો'ના લિસ્ટમાં સ્થાન પામી શકે એમ છે. ચાલો, આ વાત પણ કબૂલ, પણ સાથે સાથે તે વાત પણ એટલી જ સાચી કે અક્ષય વર્ષોથી એક અત્યંત સફળ સ્ટાર છે. એનો પણ વિશાળ ચાહકવર્ગ છે. એની ફિલ્મો કરોડો રૂપિયાનો બિઝનેસ કરે છે. અક્ષય એક્શન હીરો છે અને ખતરનાક સ્ટંટ્સ એ ઉત્તમ રીતે કરી શકે છે. એની કોમેડી પણ લાજવાબ છે. અક્ષય પોતાની શક્તિ અને મર્યાદા બન્નેથી સારી રીતે વાકેફ છે. લોકોને દેખાડી દેવાની લાયમાં ગાંડા કાઢવાને બદલે પછેડી જેટલા જ પગ લાંબા કરતા એને આવડે છે.
અક્ષયકુમાર ઇન્ડસ્ટ્રીમાં નવો હતો ત્યારે એના માટે ખરાબમાં ખરાબ શબ્દો વપરાતા. એને સ્કર્ટચેઝર એટલે કે લફડેબાજ કે ઐયાશનું બિરુદ મળ્યું. એને 'લાકડાંના ફર્નિચરની દુકાન' કહેવામાં આવતા. મતલબ કે નિર્જીવ લાકડાંમાં કોઈ સ્પંદનો ન જાગે એમ સીન ગમે તેવો ઇમોશનલ કેમ ન હોય, પણ અક્ષયનો ચહેરો લાકડાં જેવો સપાટ અને કોરોધાકોર જ રહે છે! આ વાતમાં તથ્ય પણ હતું, પણ અક્ષય ઓન ધ જોબ શીખતો ગયો. ધીમે ધીમે પર્ફોર્મન્સીસમાં નિખાર આવતો ગયો. અગાઉ ઘણી હિરોઇનો સાથે અક્ષયનું નામ જોડાયું હતું, પણ ટ્વિન્કલ ખન્ના સાથે લગ્ન થયાં પછી એ ડાહ્યાડમરો પત્નીવ્રતા થઈ ગયો. લગ્ન પછી છેલ્લાં બાર વર્ષમાં અક્ષયના નામે કોઈ અફેર ચડયું નથી. દીકરા આરવના જન્મ પછી જોખમી એક્શન ફિલ્મો કરવાનું બંધ કરીને અક્ષય કોમેડી તરફ વળ્યો. અક્ષયની કોમિક ટાઇમિંગ વખણાય છે. 'લાકડાંના ફર્નિચરની દુકાન' એ બધાં બિરુદો હવે ભૂતકાળ બની ગયાં છે. નવા નવા તગડા હીરો આવતા ગયા, પણ અક્ષયે ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવી રાખ્યું, એટલું જ નહીં, વધારે મજબૂત કર્યું. અક્ષય પર એક આક્ષેપ એવો થાય છે કે એક્ટર તરીકે એ જેવો હોય એવો, પણ 'એડિટર' તરીકે નંબર વન છે. મતલબ કે સાથી હીરોના રોલ એડિટ કરીને કાપી નાખતા એને સારું આવડે છે! ખેર, અક્ષયે હંમેશાં આ આક્ષેપને હસી કાઢયો છે. એની પાસેથી એક વાત ખરેખર આપણે સૌએ શીખવા જેવી છે. ભલે ગમે તેટલી ગાળો પડે, ગમે એટલી ટીકા થાય, પણ એમાંનું કશું જ મન પર લીધા વગર ચૂપચાપ કામ કરતા રહેવાનું. ઉત્તમ પરિણામ મળશે જ!

અક્ષય પાસેથી શીખવા જેવી બીજી મહત્ત્વની વસ્તુ છે, શિસ્તપાલન. અક્ષય ફિલ્મી પાર્ટીઓમાં ભાગ્યે જ જોવા મળશે. શરાબ અને સિગારેટથી જોજનો દૂર રહે છે. એ વહેલા સૂઈને વહેલો ઊઠનારો માણસ છે. ફિટનેસ એનું પેશન છે. રોજ ફિઝિકલ એક્સરસાઇઝ પાછળ કમસે કમ બે કલાક ખર્ચે છે. કદાચ એટલે જ અક્ષય આજની તારીખે પણ સૌથી ખૂબસૂરત અને ફિટ હીરોમાંનો એક ગણાય છે. અક્ષયની ઇમેજ શાંત માણસની છે. ઝઘડાથી એ દૂર ભાગશે. એ કોઈના વિશે ઘસાતું બોલીને કદી વિવાદો ખડા નહીં કરે. એના આ સ્વભાવનો ગેરલાભ પણ લેવાયો છે.
અક્ષયની ફિલ્મોની પસંદગી હંમેશાં વખાણવા જેવી હોતી નથી. 'વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ દોબારા'ના બોક્સઓફિસના નવા નવા આંકડા એકધારા આવી રહ્યા છે. રિવ્યૂ બહાદુરો ફેસબુક જેવાં માધ્યમો પર આ ફિલ્મ ગમી કે ન ગમી એની જોરશોરથી ચર્ચા કરી રહ્યા છે. હવે અક્ષયની 'બોસ', 'ગબ્બર', 'પિસ્તોલ' અને 'ઇટ્સ એન્ટરટેઇનમેન્ટ' જેવી ફિલ્મો આવશે. કદાચ 'હેરાફેરી-પાર્ટ ફોર' પણ આવે. કોને ખબર! 'વન્સ અપોન અ...' હિટ થાય તો એનો ત્રીજો ભાગ પણ આવી શકે છે. શું હોઈ શકે એનું ટાઇટલ? 'વન્સ અપોન અ ટાઇમ યેટ અગેઇન'!
શો-ટાઇમ

મારાં કરતાં સારું ફિગર ધરાવતી અને બહેતર પર્ફોર્મન્સીસ આપતી હિરોઇનોની મને ઈર્ષ્યા થાય છે. જીવનમાં આગળ વધવા માટે આવો પોઝિટિવ ઈર્ષ્યાભાવ જરૂરી છે.
- આલિયા ભટ્ટ

Sunday, August 11, 2013

મલ્ટિપ્લેક્સ : શાહરુખમાં 'કંઇક' છે!


Sandesh - Sanskaar Purti - 11 August 2013

Column : મલ્ટિપ્લેક્સ 

આ 'કંઈક'ને તમે ઓરા અથવા અદૃશ્ય આભા કહી શકો. ઓરાને પેદા કરી શકાતી નથી, એ માણસમાં હોય કાં તો ન હોય. શાહરુખની ફિલ્મો ગમે તેવી હોય, પણ એનું પોતાનું એક વિશિષ્ટ વાતાવરણ છે, જે એની આસપાસ સતત વીંટળાયેલું રહે છે.

શાહરુખ ખાન અને એની ફિલ્મો આ બન્ને તદ્દન જુદી વસ્તુઓ છે. એની ફિલ્મો અફલાતૂનથી મીડિયોકરથી બોરિંગ સુધીની કોઈ પણ કેટેગરીમાં મુકાઈ શકે છે, પણ શાહરુખ ખાન સ્વયં બડો ચાર્મિંગ માણસ છે. શાહરુખમાં 'કંઈક' છે. એવું કંઈક જે બીજા સુપરસ્ટાર્સમાં નથી. આ 'કંઈક'ને એના સ્ટેટસ સાથે કે ઇમેજ સાથે બહુ લાગતું-વળગતું નથી. તીક્ષ્ણ દિમાગ, વિચારોને શબ્દોમાં મૂકવાની સહજ આવડત, રમૂજવૃત્તિને કારણે એની પર્સનાલિટીને એક ધાર જરૂર મળે છે, પણ પેલું 'કંઈક' આ બધાથી ઉપર છે, અલગ છે. એને તમે ઓરા અથવા અદૃશ્ય આભા કહી શકો. ઓરાને પેદા કરી શકાતી નથી, એ માણસમાં હોય કાં તો ન હોય. શાહરુખનું પોતાનું એક વાતાવરણ છે, જે એની આસપાસ સતત વીંટળાયેલું રહે છે.
શાહરુખ વચ્ચે 'તારક મહેતા કા ઉલટા ચશ્માં' શોના ચારેક એપિસોડમાં દેખાયા હતા. 'તારક મહેતા...'માં શ્રીમતીજી અંજલિની ભૂમિકા ભજવનાર નેહા મહેતા કહે છે, "શાહરુખ વિશે અગાઉ હું કંઈક જુદું વિચારતી હતી, પણ 'ચેન્નાઈ એક્સપ્રેસ'ના પ્રમોશન માટે એ અમારા સેટ પર આવ્યા અને અમારી સાથે પાંચેક કલાક શૂટિંગ કર્યું. તે પછી એમના વિશેના મારા તમામ ખ્યાલ સદંતર બદલાઈ ગયા. એવું નહોતું કે એમણે અમારી સાથે ખૂબ ગપ્પાં માર્યાં હતાં કે બહુ મસ્તી કરી હતી, બટ આઈ ડોન્ટ નો... હી વોઝ મેસ્મેરાઇઝિંગ! શાહરુખના હોવામાત્રથી તમે જાણે વશીભૂત થઈ જાઓ છો. 'તારક મહેતા...'નાં પાંચ વર્ષ દરમિયાન જોન અબ્રાહમથી લઈને અજય દેવગણ સુધી અને અભિષેક બચ્ચનથી લઈને રણબીર કપૂર સુધીના કેટલાય સ્ટાર્સ સેટ પર આવી ચૂક્યા છે અને અમારી સાથે શૂટિંગ કરી ચૂક્યા છે, પણ શાહરુખે જે અસર છોડી, એની હાજરીમાં જે જાદુનો અનુભવ થયો એવો અગાઉ ક્યારેય નથી થયો. શાહરુખની હાજરીમાં જે વેવ્ઝ (તરંગો)નો અનુભવ થયો એ કંઈક જુદો જ હતો."
On the set of Tarak Mehta ka Oolta Chashma : Shahruk Khan greeting Neha Mehta as other actors look on
'એક્સ-ફેક્ટર' નામનો એક શબ્દપ્રયોગ અવારનવાર થાય છે. શો બિઝનેસમાં સફળ થવા માટે, બીજાઓથી અલગ તરી આવવા ટેલેન્ટ અને નસીબ ઉપરાંત કદાચ આ એક્સ-ફેક્ટરની પણ જરૂર પડતી હોય છે. ઓરા (આભા) અને એક્સ-ફેક્ટર પાસપાસેના શબ્દો છે. કદાચ અનુભવે દરેક સફળ સ્ટાર પોતાની ઓરાનો કેવી રીતે મહત્તમ ઉપયોગ કરવો તે શીખી લેતા હોય છે. નેહા કહે છે, "જુઓ, શાહરુખ એના ઘરની ચાર દીવાલો વચ્ચે શું કરે છે એની આપણને ખબર નથી. કોઈ પણ સેલિબ્રિટી અથવા તો વ્યક્તિ પોતાના ઘરમાં કેવી રીતે બિહેવ કરે છે એની આપણને ખબર હોતી નથી, પણ એ બીજા નંબરની વાત છે. મને એટલું સમજાયું છે કે શાહરુખને 'સ્ટાર શાહરુખ' પાસેથી સરસ કામ લેતા આવડે છે. સવારે શાવર લઈ, તૈયાર થઈને કામ પર જવા માટે ઘરની બહાર નીકળે અને પછી રાતે ઘરે પાછા ફરીને સૂતા પહેલાં શાવર લે. મને લાગે છે કે આ બે પળની વચ્ચેના તમામ સમય દરમિયાન એ 'સ્ટાર શાહરુખ'ને સતત પોતાના કંટ્રોલમાં રાખે છે. માત્ર એક્ટિંગ કરી લેવાથી સ્ટાર બની જવાતું નથી. સ્ટાર અ-લા-કાર્તે (મેનુમાં જોઈને ઓર્ડર કરવામાં આવતી છૂટક વાનગી) નહીં, પણ બુફે જેવો હોય છે. જેટલું કહેવામાં આવે એટલું જ કરવાનું,એમ નહીં. શાહરુખ જેવા સ્ટારનો એટિટયૂડ એવો હોય છે કે મારી પાસે બધું જ છે, ખાઈ લો તમારામાં તાકાત હોય એટલું. બુફે જેવા સ્ટાર હોવાનો મતલબ માત્ર વર્સેટાઇલ એક્ટર હોવું એમ પણ નહીં. બુફે જેવા હોવાનો અર્થ છે તમારું કામ કરવા ઉપરાંત આજુબાજુના લોકો અને ગતિવિધિઓ સાથે કનેક્ટેડ રહેવું, જાગ્રત રહેવું, આસપાસના વાતાવરણને સ્વીકારી તેમાં પોઝિટિવિટી ઉમેરતાં જવું. મને લાગે છે કે શાહરુખ આ સરસ કરી શકે છે અને એમની પાસેથી આ શીખવા જેવું છે."
અલબત્ત, શાહરુખે પણ નબળી પળોમાંથી પસાર થવું જ પડે છે. એ જાહેરમાં સ્ટેડિયમના સિક્યોરિટીના માણસ સાથે ગાળાગાળી કરી ધમાલ કરી શકે છે અને પાર્ટીમાં કોઈની ટીખળ સહન ન થતાં એને લાફો ઠોકી શકે છે. ઠીક છે, ભૈ માણસ છે. મિડ-લાઇફ ક્રાઇસીસ અને નિષ્ફળતાની અસર એને પણ થવાની જ. શાહરુખે ચાલીસ વર્ષની ઉંમરથી વાળને ડાય કરવાનું શરૂ કરી દીધું હતું,પણ મિડ-લાઇફ ક્રાઇસીસમાં એ માનતા નથી. અત્યારે એની ઉંમર ૪૭ વર્ષ છે. વચ્ચે એક વાર પોતાના દીકરા આર્યન સાથે એણે રેસ લગાડી. આર્યન વધારે ઝડપથી દોડીને જીતી ગયો. આ કિસ્સો યાદ કરીને શાહરુખ એક મુલાકાતમાં કહે છે, "આર્યનનું જીતવું સાવ અણધાર્યું હતું. એ મારા કરતાં વધારે ફાસ્ટ દોડી શક્યો એ જોઈને મને સારું લાગ્યું, પણ સાથે સાથે મને તકલીફ પણ થઈ ગઈ! નેક્સ્ટ ટાઇમ હું એને હરાવી દઈશ. હું પચાસનો થઈશ ત્યારેય મારો એટિટયૂડ આવો જ રહેશે!'
આર્યન પંદર વર્ષનો છે, દીકરી સુહાના તેર વર્ષની છે. સૌથી નાનો અબ્રાહમ તો હજુ ઘોડિયામાં ઝૂલે છે. શાહરુખ કહે છે, "મારાં મમ્મી-પપ્પા બહુ જલદી મૃત્યુ પામ્યાં, પણ એમની ખોટ આર્યન અને સુહાના પૂરી કરે છે. મને ઘણી વાર થાય કે જાણે એ બન્ને મારાં પેરેન્ટ્સ છે. નાની ઉંમરે અનાથ બની જવાથી કદાચ હું પરિપક્વ થયો જ નથી. મારાં બાળકોઓની સરખામણીમાં હું વધારે ચાઇલ્ડિશ છું, નાદાન છું. માણસ તરીકે એ બન્ને મારા કરતાં વધારે સારાં છે. મારાં સંતાનોએ ક્યારેય મારી મજબૂત બાજુ જોઈ નથી. એમણે મને દુઃખી જોયો છે, વાનખેડે સ્ટેડિયમમાં ધમાલ કરતો જોયો છે, પિક્ચર ફ્લોપ થયું હોય ત્યારે ધૂંધવાયેલો જોયો છે, 'રા.વન' માટે રાત-દિવસ મહેનત કરવા છતાંય નિષ્ફળ થતા જોયો છે. હું આર્યન સાથે મારા પ્રોબ્લેમ્સની ચર્ચા કરી એની સલાહ પણ લઉં છું. સારી વાત એ છે કે મારાં સંતાનો મારી નબળાઈઓને હળવાશથી લઈ શકે છે, એના પર હસી શકે છે. મને લાગે છે કે એ બન્નેએ મારી કમજોરીઓ જોઈ છે એટલે એમનામાં સારો સેલ્ફ કંટ્રોલ વિકસી ગયો છે. એક વાર મેં કહ્યું કે ચાલો, આપણે ફ્રેન્ડ્ઝને ઘરે બોલાવીને પાર્ટી કરીએ. આ સાંભળી આર્યન-સુહાનાએ તરત કહ્યું, તમારે ફ્રેન્ડ્ઝ છે જ નહીં, પાપા! મારાં સંતાનો જ એવાં છે જેમની સામે હું સંપૂર્ણપણે ખુશ, ખુલ્લો, પ્રામાણિક, બેશરમ અને ઇગોલેસ રહી શકું છું... અને એ બન્ને મારી સારામાં સારી કાળજી લે છે.'


'ચેન્નાઈ એક્સપ્રેસે' કેટલો ઉત્તમ યા તો અપેક્ષા કરતાં ઓછો બિઝનેસ કર્યો એના આંકડા આવવા માંડયા છે. આ ફિલ્મ કેટલી મીડિયોકર યા તો એન્ટરટેઇનિંગ છે એની ગરમાગરમ ચર્ચાઓ ચાલી રહી છે. હવે ફરાહ ખાનની 'હેપી ન્યૂ યર'નું કામ પૂરજોશમાં આગળ વધશે. છેલ્લા એક વર્ષથી શાહરુખ સાથે આશુતોષ ગોવારિકરની અલગ અલગ વિષયો ડિસ્કસ કરવા મિટિંગ થઈ રહી છે. સંજયલીલા ભણસાલી પાસે શાહરુખ માટે એક નહીં, પણ બે ફિલ્મોના આઇડિયા છે, જેમાંથી એક શાહરુખને ઓલરેડી બહુ પસંદ પડી ગયો છે. આ સિવાય વિશાલ ભારદ્વાજ છે, મનીષ શર્મા ('બેન્ડબાજાં બારાત') છે, રાહુલ ધોળકિયા ('પરઝાનિયા'વાળા... ઓહ નો!) છે. એમની સાથે પણ શાહરુખની ચર્ચા થતી રહે છે. અનુરાગ કશ્યપ સુધ્ધાં શાહરુખને લઈને ફિલ્મ બનાવવા માગે છે. શાહરુખે એને કહ્યું છે કે તારે ફિલ્મ બનાવવી હોય એના બે મહિના પહેલાં મને કહી દેજે કે મારા કેટલા દિવસ તારે જોઈશે. ફિલ્મની સ્ટોરી ન કહેતો, કારણ કે હું ઇચ્છું છું કે તું તારા ટાઇપની ફિલ્મ બનાવે, મારા ટાઇપની નહીં!
શાહરુખ જેવા સુપરસ્ટાર સાથે કામ કરવાની ઇચ્છા કયા ડિરેક્ટરને ન હોય! ઉપર જે નામો ગણાવ્યાં એમાંથી અમુકની ફિલ્મો બનશે, અમુકની નહીં બને. જે ફિલ્મો બનશે એમાંથી અમુક સારી ચાલશે, વખણાશે, અમુક ભોંયભેગી પછડાશે, એના પર માછલાં ધોવાશે. સફળતા મળે ત્યાં સુધી તો ઠીક છે, પણ નિષ્ફળતા મળશે એટલે શાહરુખ ફરી કમજોરી અનુભવશે, ઘાંઘો થશે, પોતાનાં સંતાનો સામે 'નબળા માણસ' જેવું વર્તન કરશે, પણ આ અસલી શાહરુખ છે, સવારના શાવર પહેલાંનો અને રાતના શાવર પછીનો. પોતાના ઘરમાં, પોતે જેવો છે એવો વ્યક્ત થતો શાહરુખ. આર્યન અને સુહાના કદાચ ફરી પાપાને શાંત કરશે, એમને સધિયારો આપશે. આ સગાં સંતાનો છે અને સંતાનોએ બાપની આભા કે એક્સ-ફેક્ટરનું પિષ્ટપેષણ કરવાની જરૂર હોતી નથી!
શો-સ્ટોપર

રણબીર કપૂર મારા કરતાં ચડિયાતી ફિલ્મો કરતો હોય તો એનાથી મને શું ફરક પડે છે? રણબીરના હાથમાં અત્યારે વધારે સારી ફિલ્મો છે એવું કહેવાનો શું મતલબ છે? હું મારા કામથી ખુશ છું. બીજા કોઈના કામ સાથે મને શું લાગેવળગે?
- ઇમરાન ખાન