Showing posts with label Mani Ratnam. Show all posts
Showing posts with label Mani Ratnam. Show all posts

Wednesday, April 5, 2017

રોજા જાનેમન

Sandesh - Sanskar Purti - 2 April 2017
મલ્ટિપ્લેક્સ 
  રહેમાન એવો સંગીતકાર છે, જે તમારી અપેક્ષા કરતાંય વધારે આઉટપુટ આપશે. જે રીતે ફ્લ્મિનો એક નિશ્ચિત સૂર નક્કી કરવો પડે તેમ ફ્લ્મિના સંગીતનો પણ એક ટોન પકડવો પડે. હું અને રહેમાન બન્ને એકબીજાની ક્રિયેટિવિટીને તીક્ષ્ણ કરતા જઈએ છીએ, એકમેકને વધારે સારું પરફોર્મ કરવા માટે પુશ કરીએ છીએ. રહેમાન સાથેનું મારું અસોસિયેશન ખૂબ ફ્ળદાયી રહૃાું છે.’



તો, આપણે ગયા રવિવારે વાત માંડી હતી મણિ રત્નમની કન્ટેમ્પરરી કલાસિક ફ્લ્મિ ‘રોજા’ની. ‘રોજા’નું આ સિલ્વર જ્યુબિલી યર છે. પચ્ચીસ વર્ષ જૂની આ ફ્લ્મિનાં ગીતો અને વિઝ્યુઅલ્સ આપણને આજે પણ મુગ્ધ કરી દે છે. ગીતો અને દશ્યો જ શું કામ, આખેઆખી ફ્લ્મિ આપણને જલસો કરાવે છે. 
‘રોજા’ ભલે દિગ્ગજ ફ્લ્મિનિર્માતા કે. બાલાચંદરના બેનર માટે બની રહી હતી, પણ તેનું બજેટ પાંખું હતું. ટેકિનશિયનો પોતપોતાની રેગ્યુલર ફી કરતાં સાવ ઓછા પૈસામાં કામ કરવા તૈયાર થઈ ગયા હતા. એ વખતે ફ્લ્મિ તમિલ ઉપરાંત તેલુગુ ઉપરાંત હિન્દીમાં પણ ડબ થશે ને આખા દેશમાં ધૂમ મચાવશે એવી કોઈએ કલ્પના પણ નહોતી કરી. જાણે નાનકડી એકસપેરિમેન્ટલ ફ્લ્મિ બનાવી રહૃાા હોય એવો સૌનો મૂડ હતો.
હીરો અરવિંદ સ્વામીની આ બીજી જ ફ્લ્મિ. હિરોઈન મધુ ‘ફૂલ ઔર કાંટે’ (અજય દેવગણે જે ફ્લ્મિથી બોલિવૂડમાં એન્ટ્રી મારી તે, ૧૯૯૧) સહિત અલગ અલગ ભાષાઓની પાંચેક જેટલી ફ્લ્મિો કરી ચુકી હતી. એકચ્યુઅલી, ‘રોજા’ના ટાઈટલ રોલ માટે મણિ રત્નમ સાઉથની ઐશ્વર્યા નામની એકટ્રેસને સાઈન કરવા માગતા હતા, પણ કોઈક વાતે એનો મેળ ન પડયો એટલે એની જગ્યાએ મધુ ગોઠવાઈ ગઈ. આતંકવાદીના રોલ માટે નાના પાટેકરની વરણી કરવાનો ઈરાદો હતો, પણ એમાંય વાત ન જામી એટલે તે ભુમિકા પંકજ કપૂરને સોંપવામાં આવી.
મણિ રત્નમે ખરો માસ્ટર સ્ટ્રોક ફ્ટકાર્યો સંગીતકારની પસંદગીમાં. એમની અગાઉની બઘી ફ્લ્મિો માટે દક્ષિણમાં બહુ મોટું નામ ધરાવતા ઇલિયારાજાએ સંગીત આપ્યું હતું, પણ ‘રોજા’ માટે મણિસરને અલગ પ્રકારના સાઉન્ડ્સ જોઈતા હતા. એમનો ભેટો એ. આર. રહેમાન નામના છવ્વીસ વર્ષના અજાણ્યા છોકરા સાથે થયો, જે તે વખતે ટીવીની જાહેરાતો માટે જિંગલ્સ ઉપરાંત ડોકયુમેન્ટરી માટે સંગીત કમ્પોઝ કરતો હતો. ફ્લ્મિો માટે સંગીત તૈયાર કરવાનો એને સહેજ પણ અનુભવ નહોતો. પોતાનાં કામની નાનકડી ઝલક આપતી એક ડેમોન્સ્ટ્રેશન ટેપ રહેમાને મણિસરને મોકલી આપેલી. તે મ્યુઝિકલ પીસની પહેલી જ નોટ સાંભળતા મણિ રત્નમ સતર્ક થઈ ગયા. તેઓ રહેમાનના મ્યુઝિક સ્ટુડિયો પર પહોંચી ગયા. રહેમાને થોડાં વધારે કમ્પોઝિશન્સ સંભળાવ્યાં, જે એમણે ખરેખર તો જુદી જુદી એડ્સ માટે કે બીજા કલાયન્ટ્સ માટે તૈયાર કર્યાં હતાં. મણિ રત્નમને ખાતરી થઈ ગઈ કે આ છોકરાના સંગીતમાં કંઈક અલગ જ જાદુ છે. એમણે નક્કી કરી નાખ્યૂં: રહેમાન ભલે સાવ નવો નિશાળીયો રહૃાો, પણ ‘રોજા’માં સંગીત તો એ જ પીરસશે!

‘આ છોકરો આગળ જતાં બહુ મોટી હસ્તી બનશે કે એવા કશા જ વિચારો હું તે વખતે કરતો નહોતો,’ મણિ રત્નમ એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘મને બસ એક જ વસ્તુ સાથે મતલબ હતો અને તે એ કે ‘રોજા’ માટે એ કેવું સંગીત કમ્પોઝ કરે છે. મેં જોયું કે ચીલાચાલુ ઢાંચાની બહાર આવીને કામ કરવા માટે એ તૈયાર છે. એને કશુંક અલગ કરવું હતું. હું ખરેખર લકી કહેવાઉં કે મને કરેકટ ટાઈમે કરેક્ટ માણસ મળી ગયો.’
મણિ રત્નમ પર હવે આક્ષેપ થાય છે કે તેઓ પોતાની ફ્લ્મિોમાં એ.આર.રહેમાનને જ રિપીટ કર્યા કરે છે. આના જવાબમાં મણિ રત્નમ કહે છે, ‘રહેમાન એવો સંગીતકાર છે, જે તમારી અપેક્ષા કરતાંય વધારે આઉટપુટ આપશે. રહેમાન સાથે વારે વારે કામ કરવાનું કારણ અમારું કર્મ્ફ્ટ ઝોન નથી. જે રીતે ફ્લ્મિનો એક નિશ્ચિત સૂર નક્કી કરવો પડે તેમ ફ્લ્મિના સંગીતનો પણ એક ટોન પકડવો પડે. અમે બન્ને એકબીજાની ક્રિયેટિવિટીને તીક્ષ્ણ બનાવતા જઈએ છીએ, એકમેકને વધારે સારું પરફોર્મ કરવા માટે પુશ કરીએ છીએ. રહેમાન સાથેનું મારું અસોસિયેશન ખૂબ ફ્ળદાયી રહૃાું છે.’
‘રોજા’ માટે સિનેમેટોગ્રાફી કરવાનું કામ સુપર ટેલેન્ટેડ સંતોષ સિવનને સોંપવામાં આવ્યું. મણિ રત્નમ કહે છે, ‘ફ્લ્મિ બનાવતી વખતે ડિરેક્ટરનો સૌથી નિકટનો કોઈ સાથી જો કોઈ હોય તો એ સિનેમેટોગ્રાફર છે. એ કંઈ માત્ર લાઈટિંગ અને કેમેરા એંગલ જ સંભાળતો નથી, આખેઆખી ફ્લ્મિ બરાબર બની રહી છે કે કેમ તે સુનિશ્ચિત કરવામાં પણ મને મદદ કરે છે. મારે કોઈને કશુંક પૂછવું હોય કે કોઈનો અભિપ્રાય જાણવો હોય તો સૌથી પહેલાં હું સિનેમેટોગ્રાફરને પૂછું છું. એકટરોનો અભિનય સૂરમાં છે કે કેમ તેની ચર્ચા પણ હું સિનેમેટોગ્રાફ્ર સાથે કરું છું. જેમ ફ્લ્મિ બનાવતી વખતે સૌથી નિકટનો સાથી સિનેમેટોગ્રાફર છે તેમ ફ્લ્મિ બની ગયા પછી સૌથી નિકટ એડિટર હોય છે. મને એવા સાથીદારોની જરુર હોય છે જે મારા કરતાં કશુંક અલગ વિચારી શકતા હોય, જે મારી વસ્તુમાં નવું ઉમેરી શકતા હોય. અમે બધા એકમેકને પૂરક હોવા જોઈએ.’
મજા જુઓ. ‘રોજા’માં કાશ્મીરના આતંકવાદની વાત છે, પણ ફ્લ્મિનું શૂટિંગ કાશ્મીરમાં થયું નથી. એ વખતે ત્રાસવાદીઓએ એવો ઉપાડો લીધો હતો કે મણિ રત્નમની ઇચ્છા હોવા છતાં નછૂટકે શૂટિંગ કુનૂર, ઉટી, મનાલી વગેરે સ્થળોએ કરવું પડયું. એક સાચુકલા એન્જિનીયરને કાશ્મીરી આતંકવાદીઓ ઉઠાવી ગયા હતા અને એની પત્નીએ ટેરરિસ્ટોને ઉદ્દેશીને ખુલ્લો પત્ર લખ્યો હતો તે ઘટનામાંથી મણિ રત્નમને ‘રોજા’નું વિચારબીજ સાંપડયું હતું તે સાચું, પણ ફ્લ્મિ લખતી વખતે એમના મનમાં સત્યવાન-સાવિત્રીની વાર્તા રમતી હતી. ‘રોજા’ એ આધુનિક સાવિત્રી જ છેને! પૌરાણિક કથાની સાવિત્રી યમદેવ પાસેથી પોતાના પતિને પાછો લઈ આવે છે, જ્યારે અહીં મધુ જમ જેવા આતંકવાદીઓની ચુંગાલમાંથી અરવિંદ સ્વામીને છોડાવી લાવે છે.
તમિલ ભાષામાં બનેલી આ ફ્લ્મિ હિન્દીમાં ડબ થઈ એમાં એક મોટી ગરબડ થઈ ગઈ. મૂળ ફ્લ્મિમાં ભાષાભેદનો અને કમ્યુનિકેશન ગેપનો મુદ્દો ખૂબ સરસ રીતે ઊપસ્યો છે. મધુને તમિલ સિવાય કોઈ ભાષા આવડતી ન હોવાથી એ કાશ્મીરમાં મિલિટરીના સાહેબોને અને અન્ય લાગતાવળગતા હિંદીભાષી લોકો સાથે સીધો સંવાદ કરી શકતી નથી. ફ્લ્મિની હિન્દીમાં ડબ થઈ એટલે મધુ સહિત તમામ પાત્રોના સંવાદો હિન્દીમાં રુપાંતરિત થઈ ગયા અને કમ્યુનિકેશન પ્રોબ્લેમવાળા આખા મુદ્દાનો છેદ ઊડી ગયો. આથી હિન્દી ‘રોજા’માં અમુક દશ્યો વિચિત્ર લાગે છે. આમ છતાં આખી ફ્લ્મિ એટલી પાવરફુલ છે કે આપણને આ ક્ષતિ નડતી નથી.

‘રોજા’ બની. રિલીઝ થઈ. મણિ રત્નમને સૌથી પહેલો ફેન ગુરુ-કમ-પ્રોડયુસર કે. બાલાચંદરનો આવ્યો. સાહેબ ધૂંઆફૂંઆ થતા બોલ્યાઃ મણિ, મેં થિયેટરમાં ઓડિયન્સનાં રિએકશન જોયાં. દેશભકિતવાળા સીનમાં લોકો સીટ પરથી ઊભા કેમ થતા નથી? થવા જોઈએ! ઊભા થઈને તાળીઓ પાડવી જોઈએ. આનો મતલબ એ કે તારી ફ્લ્મિ કાચી રહી ગઈ છે! 
બીજું રિએકશન મણિ રત્નમના ફ્લ્મિમેકર ફ્રેન્ડ રામગોપાલ વર્માનું આવ્યું. કહેઃ મણિ, તારી ફ્લ્મિ તો અસહૃા છે. હું તે અધૂરી છોડીને થિયેટરની બહાર ભાગી ગયો. શા માટે? કદાચ વર્માજીને લાગ્યું કે મણિ રત્નમે ફ્લ્મિમાં લાઉડ દેશભકિતનો અતિરેક કરી નાખ્યો છે. આ હતા મણિ રત્નમને મળેલા ‘રોજા’ના સૌથી પહેલા બે પ્રતિભાવ! એ વખતે કે. બાલાચંદર કે રામગાોપલ વર્મા તો શું, મણિ રત્નમે પણ સપને નહીં વિચાર્યું હોય કે આ ફ્લ્મિ ટૂંક સમયમાં દેશભરમાં તરખાટ મચાવીને ઓલટાઈમ કલાસિક બની જવાની છે!
બારદ્વાજ રંગન નામના સિનિયર પત્રકારે ઓછાબોલા મણિ રત્નમ સાથે લાંબી લાંબી ચર્ચાઓ કરીને ‘કન્વર્સેશન્સ વિથ મણિ રત્નમ’ નામનું અફ્લાતૂન અંગ્રેજી પુસ્તક લખ્યું છે. મણિ રત્નમ અને એમના ચાહકોએ આ પુસ્તક ખાસ વાંચવું જોઈએ.
0 0 0 

Monday, March 27, 2017

મણિ રત્નમે 'રોજા' કેવી રીતે બનાવી?

Sandesh - Sanskaar Purti - 26 March 2017
મલ્ટિપ્લેક્સ
નાચ-ગાના-રોના-ધોના-રોમાન્સ-ફાઈટિંગ જેવાં તમામ કમર્શિયલ મસાલાઓનો ભરપૂર ઉપયોગ કરીને પણ અર્થપૂર્ણ, મનોરંજક, એસ્થેટિક્સની દષ્ટિએ ઉત્કૃષ્ટ અને બોક્સઓફિસ છલકાવી દે તેવી મલ્ટિપલ અવોર્ડવિનિંગ ફિલ્મ કેવી રીતે બનાવી શકાય છે તે મણિ રત્નમે 'રોજા' દ્વારા ફિલ્મમેકરોની એક કરતાં વધારે પેઢીઓને શીખવી દીધું છે. 

જીવનના ચોક્કસ સમયગાળાને યાદ કરવા માટે ફ્લ્મિો કરતાં બહેતર રેફ્રન્સ પોઈન્ટ કોઈ ન હોઈ શકે! મણિ રત્નમની ‘રોજા’ ફ્લ્મિને પચ્ચીસ વર્ષ થવા આવ્યાં. પચ્ચીસ વર્ષ! જો તમારી ઉંમર થર્ટીફઈવ પ્લસ હશે તો બરાબર યાદ હશે કે ‘રોજા’ પહેલી વાર થિયેટરમાં જોઈ હતી ત્યારે આ ‘પડદા પરની કવિતા’ જોઈને આપણે સૌ કેવા અભિભૂત થઈ ગયા હતા.
‘રોજા’ આમ તો તમિળ ફ્લ્મિ છે, જે હિન્દીમાં ડબ થઈ હતી. મણિ રત્નમના ડિરેકશનમાં બનેલી આ અગિયારમી ફ્લ્મિ, પણ આપણે માટે આ સાઉથ ઇન્ડિયન ફ્લ્મિમેકરનું નામ નવું હતું. એ. આર. રહેમાન નામના જાદુગરનું નામ તો આખા દેશ માટે નવું હતું. આ આખી ફ્લ્મિમાં અને ખાસ ક્રીને ગીતોમાં હોઠની મૂવમેન્ટ્સ અને ઉચ્ચારાતા શબ્દો વચ્ચે તાલમેલ બેસતો નથી તે સ્પષ્ટ જોઈ શકાતું, છતાંય આ સઘળું અવગણીને આપણે ટીવી પર ‘યે હસીં વાદીયાં યે ખુલા આસમાં’, ‘રોજા જાનેમન’, ‘દિલ હૈ છોટા સા છોટી સી આશા’ અને ‘રુકિમણી રુકિમણી… શાદી કે બાદ કયા કયા હુઆ’ જેવાં ગીતોનું સંગીત, વિઝ્યુઅલ્સ, કોરિયોગ્રાફી અને લાઈટિંગ જોતા-સાંભળતા આપણે થાકતા નહોતા. મધુ નામની ચબી ચિકસ હિરોઈને જાદુ કર્યો હતો, પણ એના કરતાંય વધારે ક્રેઝ અરવિંદ સ્વામીએ પેદા કર્યો હતો. આપણે ઉત્તર ભારતીયોએ જિંદગીમાં પહેલી વાર કોઈ ગોરો-ચીટ્ટો સાઉથ ઈન્ડિયન હીરો જોયેેલો. આખા ભારતની સ્ત્ર્રીઓ સાગમટે આ હેન્ડસમ હીરોના પ્રેમમાં પડી ગઈ હતી.

આ ફ્લ્મિ બનાવી ત્યારે મણિ રત્નમ ૩૬-૩૭ વર્ષના હતા અને એ.આર. રહેમાન હતા માંડ પચ્ચીસના. ‘રોજા’ એક કલાસિક ફ્લ્મિ છે. નાચ-ગાના-રોના-ધોના-રોમાન્સ-ફઈટિંગ જેવાં કમર્શિયલ ફ્લ્મિોમાં હોય તે બધા જ મસાલાનો ભરપૂર ઉપયોગ કર્યા પછી પણ અર્થપૂર્ણ, એન્ટરટેઈનિંગ, એસ્થેટિકસની દષ્ટિએ ઉત્કૃષ્ટ અને બોકસઓફ્સિ છલકાવી દે તેવી મલ્ટિપલ એવોર્ડવિનિંગ ફ્લ્મિ કેવી રીતે બનાવી શકાય છે તે મણિ રત્નમે ‘રોજા’ દ્વારા ફ્લ્મિમેકરોની એક કરતાં વધારે પેઢીઓને શીખવી દીધું. ‘રોજા’એ ભારતની મેઈનસ્ટ્રીમ ફ્લ્મિોની ગુણવત્તાનો માપદંડ એટલો ઊંચો કરી નાખ્યો કે બીજાઓ તો ઠીક, ખુદ મણિ રત્નમને તે ઊંચાઈ સુધી ફ્રીથી પહોંચવા માટે પછી સ્ટ્રગલ કરવી પડતી હતી.
આગળ વધતાં પહેલાં ‘રોજા’ની કહાણી ઝપાટાભેર રિફ્રેશ કરી લઈએ. તામિલનાડુના નાનકડા ગામડાના રોજા (મધુ) નામની પતંગિયા જેવી મસ્તમૌલી છોકરી રહે છે. ઉંમર અઢાર વર્ષ. રિશી કુમાર (અરવિંદ સ્વામી) નામનો એક શહેરી બાબુ રોજાની ઉંમરલાયક મોટી બહેનને જોવા આવે છે. બહેન કોઈ સાથે છુપો પ્રેમસંબંધ ધરાવે છે. એ રિશીને કહે છે કે તું પ્લીઝ વડીલોને કહી દેજે કે મને આ છોકરી પસંદ નથી. અરવિંદ મોટી બહેનનું માગું તો નકારે છે, પણ સાથે ધડાકો કરે છે કે મને નાની બહેન એટલે કે રોજામાં રસ છે! એક બાજુ રોજાના રિશી સાથે અને બીજી બાજુ મોટી બહેનના એના પ્રેમી સાથે લગ્ન થાય છે. રોજાને પતિદેવ પર ખૂબ રોષ છે, પણ આખરે એને રિશીએ મોટી બહેનનું માગું શા માટે ઠુકરાવ્યું તેની ખબર પડે છે અને રોજાને પતિદેવ સાથે પ્રેમ થઈ જાય છે.

પતિદેવ રિશી ક્રિપ્ટોલોજિસ્ટ છે એટલે કે દેશના દુશ્મનોનું સાંકેતિક કમ્યુનિકેશન ઉકેલવામાં નિષ્ણાત છે. એને નોકરીના ભાગરુપે કાશ્મીર મોકલવામાં આવે છે. આ એ સમય છે જ્યારે કાશ્મીરમાં ઉગ્રવાદીઓએ ભયંકર ઉત્પાત મચાવ્યો હતો. રિશી પોતાની નવપરિણીત પત્ની સાથે કાશ્મીર જાય છે, સ્વર્ગ જેવા પ્રદેશમાં થોડા દિવસો મોજમસ્તી પણ કરે છે, પણ એક કમનસીબ દિવસે આતંકવાદીઓ એનું અપહરણ કરી જાય છે. તેઓ સરકાર સામે શરત મૂકે છે કે રિશીને જીવતો પાછો જોઈતો હોય તો અમારો એક ખૂંખાર સાથી, જેને તમે પકડીને જેલમાં પૂરી રાખ્યો છે, એને છોડી મૂકવો પડશે. રોજા માટે બર્ફિલો પહાડ તૂટી પડે છે, પણ એ હિંમત હારતી નથી. એ દોડધામ કરીને પોલીસ અને મિલિટરીથી લઈને રાજકારણીઓ સુધીના સૌને મળે છે અને કોઈ પણ ભોગે પોતાના પતિને છોડાવવા માટે કાકલૂદી કરે છે. એક મોટી તકલીફ્ એ છે કે રોજાને હિન્દીનો ‘હ’ પણ આવડતો નથી, જ્યારે આ લોકો તમિલનો એક શબ્દ સમજી શકતા નથી. ખેર, રોજાના અથાક પ્રયત્નો આખરે રંગ લાવે છે. આતંકવાદીઓના અડ્ડામાંથી રિશી જીવતો પાછો ફરે છે અને બેઉ મા’ણા ખાઈ પીને રાજ કરે છે.
મણિ રત્નમને આ ફ્લ્મિનો આઈડિયા એક સત્ય ઘટના પરથી મળ્યો હતો. કેટલાક આંતકવાદીઓએ શ્રીનગરમાં ખરેખર એક એન્જિનીયરનું અપહરણ કર્યું હતું. એને છોડાવવા માટે એની પત્નીએ મરણિયા પ્રયત્નો કર્યા હતા. એણે આતંકવાદીઓને એક ખુલ્લો પત્ર પણ લખ્યો હતો. ‘રોજા’માં નાયિકા બંદીવાન આતંકવાદીને મળવા જેલમાં જાય છે ત્યારે એને આક્રોશપૂર્વક કહે છે કે મારા વરે તમારા લોકોનું શું બગાડયું છે? એ તો બિચારો ભલોભોળો માણસ છે. એને તમે શું કામ મારી નાખવા માગો છો? આ બધું જ પેલા અસલી એન્જિનીયરની પત્નીએ ઓપન લેટરમાં લખ્યું હતું. મણિ રત્નમને આ આખી વાત ભારે સ્પર્શી ગઈ. એન્જિનીયરની પત્ની અને એની કાકલૂદીમાંથી એમને ‘રોજા’ની કાચી વાર્તા જડી ગઈ.

મણિ રત્નમે આ વાર્તા પોતાના એક ડિરેકટર મિત્રને સંભળાવીને કહૃાું કે જો, હું અત્યારે મારા બેનર હેઠળ ‘અંજલિ’ નામની ફ્લ્મિ બનાવવાની વેતરણમાં છું. તું એક કામ કર. આ એન્જિનીયરની પત્નીવાળી ફ્લ્મિને તું ડિરેકટ કર. મિત્રે ના પાડી. એણે કહૃાું કે હું મારી ખુદની વાર્તા પરથી ફ્લ્મિ બનાવવા માગું છું. મણિ રત્નમ કહે, ઓકે. દરમિયાન કે. બાલાચંદરે મણિ રત્નમનો સંપર્ક  ર્ક્યો. કે. બાલાચંદર (કેબી) એટલે તમિલ ફ્લ્મિ ઇન્ડસ્ટ્રીના બહુ મોટા ગજાના ફ્લ્મિમેકર. એમની ફ્લ્મિો જોઈજોઈને જ મણિ રત્નમને આ લાઈનમાં આવવાની પ્રેરણા મળી હતી. કે. બાલાચંદરે કહૃાું કે મણિ, તું મારા બેનર માટે એક ફ્લ્મિ ડિરેકટ કર. કેબીને ના પાડવાનો સવાલ જ નહોતો. મણિ રત્નમે એમને ‘રોજા’ની સ્ટોરી સંભળાવી. કેબીને પ્લોટ તો ગમ્યો, પણ ‘રોજા’ ટાઈટલ પસંદ ન પડ્યું. તમિલ ભાષામાં રોજા એટલે ગુલાબ. મણિ રત્નમ ગુલાબના ફુલને કાશ્મીરની તત્કાલીન પરિસ્થિતિના પ્રતીક તરીકે જોતા હતા. ગુલાબ ખૂબસૂરત હોવા છતાં અણીદાર કાંટા ધરાવે છે તેમ કાશ્મીર પણ સ્વર્ગ જેવું સુંદર હોવા છતાં આતંકવાદના શૂળ ધરાવતું હતું. કેબીને ‘રોજા’ શીર્ષકમાં મજા ન આવી એટલે મણિ રત્નમે બીજું ટાઈટલ સજેસ્ટ કર્યું: ‘ઇરુધી વારાઈ’. તમિલ ભાષામાં આનો અર્થ થાય છે, ‘અંત સુધી’. કેબી કહે, આના કરતાં તો ‘રોજા’ ટાઈટલ જ બરાબર છે.
મણિ રત્નમે ‘રોજા’નું કામકાજ શરુ કરી દીધું. એમણે મનોમન નકકી કરી નાખ્યું હતું કે ફ્લ્મિ કે. બાલાચંદરના બેનર હેઠળ બની રહી છે એટલે તે કેબીના સ્ટેટસને છાજે એવી સારા માંહૃાલી જ બનવી જોઈએ. મણિ રત્નમે સ્ક્રિપ્ટ લખતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખ્યું? કેવી રીતે અફ્લાતૂન ટીમ ઊભી કરી? આટલી સુંદર ફ્લ્મિ બની હોવા છતાં કે. બાલાચંદર કેમ મણિ રત્નમ પર ગુસ્સે થઈ ગયા? કેમ સાથી ફ્લ્મિમેકર રામગોપાલ વર્મા ‘રોજા’ અધૂરી છોડીને થિયેટરમાંથી નાસી ગયા?

ભારે ઇન્ટરેસ્ટિંગ સવાલો છે આ. એના વિગતવાર ઉત્તર આવતા રવિવારે મેળવીશું, કેમ કે જો ઉતાવળ કરીને વાતનું ફ્ડિંલું વાળી દઈશું તો ‘રોજા’ જેવી માસ્ટરપીસનું અપમાન થઈ જશે. દરમિયાન તમે હોમવર્ક તરીકે, જો શક્ય હોય તો, ફ્લ્મિ જોઈ કાઢજો અને એનાં ગીતો અલગથી માણજો. સોલિડ જલસો પડશે. યુટયુબ પર આખેઆખી ‘રોજા’ ફ્રીમાં વેલેબલ છે તે તમારી જાણ ખાતર.
0 0 0 

Monday, June 13, 2016

મલ્ટિપ્લેક્સ: મણિ રત્નમે પોતાની પહેલી ફ્લ્મિ શી રીતે બનાવી?

Sandesh - Sanskar Purti - 12 June 2016

મલ્ટિપ્લેક્સ

જો સ્ક્રિપ્ટ ખરેખર સારી હોય, માણસ જેન્યુઈન હોય અને તેના ઈરાદામાં ક્શી ખોટ ન હોય તો સિનિયર અને અનુભવી કલાકારો પણ ન્યુક્મર સાથે કામ કરવા તૈયાર થઈ જતા હોય છે. મણિ રત્નમ સાથે એક્ઝેક્ટલી આવું જ બન્યું હતું. 




મહિને મણિ રત્નમ બાસઠમા વર્ષમાં પ્રવેશ્યા. મણિ રત્નમ વિશે વાત માંડીએ ત્યારે આ મહાશય એટલે કોણ એવું જણાવવાની જરૂર હોય છે ખરીચાલોઔપચારિક્તા ખાતર અને એમના વિશે ક્શું જ ન જાણતા હોય એવા સંભવિત વાચકો ખાતર નોંધી લઈએ કે મણિ રત્નમ એટલે વર્તમાન ભારતીય સિનેમાના સર્વોત્તમ ફ્લ્મિમેકરોમાંના એક જેે દેશના ઓલ-ટાઈમ-ગ્રેટ ડિરેકટર્સની સૂચિમાં પણ ઝળક્વા લાગ્યા છે. આ સાઉથ ઈન્ડિયન ફ્લ્મિમેકરની 'રોજા', 'બોમ્બે', 'દિલ સે', 'યુવાઅને 'ગુુરુજેવી ફ્લ્મિોને ભારતભરના ઓડિયન્સે ખૂબ માણી છે. ક્મર્શિયલ મેઈનસ્ટ્રીમ ફ્લ્મિ વિઝ્યુઅલ એસ્થેટિકસની દષ્ટિએ કેટલી રુપકડી હોઈ શકે છે તે મણિ રત્નમે ફ્લ્મિમેકરોની એક કરતાં વધારે પેઢીઓને શીખવ્યું છે.


અત્યાર સુધીમાં જુદી જુદી ભાષાઓમાં ૨૪ ફ્લ્મિો ડિરેકટ કરનાર અને ૨૬ ફ્લ્મિો લખનાર મણિ રત્નમ આમ તો ફ્લ્મિી પરિવારના ફરજંદ. એમના પિતાજી એસ.જી. રત્નમ આખી જિંદગી ફ્લ્મિ ડિસ્ટ્રીબ્યુટર તરીકે પ્રવૃત્ત રહૃાા. એમના અંક્લ વિનસ કૃષ્ણમૂર્તિ પ્રોડયુસર હતા. વક્રદષ્ટાઓ ક્હેશે કે ફ્લ્મિી ફેમિલીમાં જન્મેલો માણસ ફ્લ્મિલાઈનમાં નામ કાઢે તો એમાં શી મોટી વાત. વેલ, જરુરી નથી. અત્યંત અનુકૂળ માહોલમાં જન્મેલા અને ઊછરેલા હોવા છતાંય આખી જિંદગી ક્શું જ ન ઉકાળી શકેલા ફ્લ્મિી ફરજંદો વિશે આપણે કયાં નથી જાણતા. 'ક્ન્વર્સેશન્સ વિથ મણિ રત્નમ' નામનાં લગભગ આત્મક્થાની ગરજ સારે એવાં મસ્તમજાના પુસ્તક્માં મણિસર ક્હે છે, 'નાના હતા ત્યારે સમજોને કે અમને ફ્લ્મિો જોવાની લગભગ મનાઈ જેવું હતું. હા, ફાધર કે અંક્લ જેની સાથે સંક્ળાયેલા હોય તેવી ઘરની ફ્લ્મિો જોવામાં વાંધો નહીં. કયારેક અમને પિકચરોનું શૂટિંગ જોવા લઈ જવામાં આવતા. હું સેટ પર ભયંકર ક્ંટાળી જતો. મને સમજાતું નહીં કે આ લોકો એક્નો એક ડાયલોગ કેમ વારેવારે બોલ્યા કરે છે, કેમ એક્ની એક એકશન ર્ક્યા જ કરે છે... ર્ક્યા જ કરે છે. ફ્લ્મિનું શૂટિંગ મને દુનિયાનું સૌથી બોરિંગ કામ લાગતું. મને નવાઈ લાગે છે કે મોટો થઈને હું ફ્લ્મિમેકર કેવી રીતે બની ગયો!'
ગુડ કવેશ્ચન. ફ્લ્મિોના સેટ પર સખત બોર થનારો આ મદ્રાસી છોકરો આગળ જતાં ખુદ ફ્લ્મિમેકર કેવી રીતે બની ગયો?
મોટા થઈ રહૃાા હતા તે વર્ષોમાં મણિ રત્નમે ફ્લ્મિો બનાવવાનું સપનું કયારેય નહોતું જોયું. તેથી કોઈ ફ્લ્મિ ડિરેકટરના આસિસ્ટન્ટ બનીને કે ફ્લ્મિ ઈન્સ્ટિટયુટમાં દાખલ થઈને વ્યવસ્થિત તાલીમ લેવાનો સવાલ જ ઊભો થતો નહોતો.  હા, ટીનેજર બન્યા પછી ફ્લ્મિો જોવામાં એમને ભારે મોજ પડવા લાગી હતી. સ્કૂલનાં વર્ષોમાં તેઓ હોસ્ટેલમાં ભણતા ત્યારે દોસ્તારો સાથે રાત્રે ચુપચાપ વંડી ઠેકીને પિકચરો જોવા નીક્ળી જતા. એ જમાનામાં હરતીફરતી સિનેમાવાળા તંબૂ બાંધીને તમિલ  અને અંગ્રેજી ફ્લ્મિો વારાફરતી દેખાડતા. સિંગલ પ્રોજેકટર હોય એટલે એક રીલ પૂરી થાય પછી વીસ મિનિટનો ઈન્ટરવલ પડે. પછી બીજી રીલ શરુ થાય. આખી રાત આવું નાટક ચાલ્યા કરે. કયારેક તો હોસ્ટેલના વોર્ડન પોતે લુંગી-બનિયાનમાં ફ્લ્મિ જોવા પહોંચી ગયા હોય. વોર્ડનને ખબર હોય કે છોકરાઓ પિકચર જોવા બેઠા છે તોય અજાણ્યા હોવાનો દેખાવ કરે. છોકરાઓ પણ જોયું - ન જોયું કરે. તેરી બી ચુપ મેરી બી ચુપ. મણિ રત્નમને ફ્લ્મિો જોવાનો ચસકો ૧૪-૧૫ વર્ષની ઉંમરે લાગી ગયો હતો, પણ ઘરમાં કયારેય કેઈ ફ્લ્મિોની ચર્ચા ન કરે. ફ્લ્મિો જોવાની વસ્તુ છે, એના વિશે વાતો શું કરવાની - એવો ઘરનાઓનો એટિટયુડ હોય.
ચેન્નાઈમાં બી.કોમ. ર્ક્યા પછી મણિ રત્નમે એમબીએ કરવા મુંબઈની જમનાલાલ બજાજ ઈન્સ્ટિટયુટ ઓફ્ મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી એડમિશન લીધું. ફાયનાન્સ એમનો મુખ્ય વિષય. આજે ફ્લ્મિો બનાવતી વખતે મણિ રત્નમ જે રીતે બજેટની ઐસીતૈસી કરી નાખે છે તે જોતાં એમનો કોઈ ફાઈનાન્સર માનવા તૈયાર નથી કે આ માણસે એક જમાનામાં ફયનાન્સના સ્પેશિયલાઈઝેશન સાથે એમબીએ ર્ક્યું હશેે! ૧૯૭૭માં ડિગ્રી મેળવ્યા પછી મણિ રત્નમે એક મેનેજમેન્ટ ક્ન્સલ્ટન્સીમાં જોબ લઈ લીધી. ફ્લ્મિો સાથેનો એમનો નાતો હજુય કેવળ એક પ્રેક્ષક્ તરીકેનો જ હતો. ઓફ્સિમાં જાતજાતના રિપોર્ટ્સ બનાવવાના કામમાં મજા આવતી નહોતી એટલે તેઓ જોબ બદલવાનું વિચારતા હતા. એમની ઈચ્છા માર્કેટિંગ એકિઝકયુટિવ અથવા કોઈ મેન્યુફેકચરિંગ કંપનીમાં ક્ન્સલ્ટન્ટ તરીકે કામ કરવાની હતી.
આ અરસામાં એક્ વાત બની. મણિ રત્નમનો એક દોસ્ત રવિ શંકર પોતાની પહેલી ફ્લ્મિ બનાવવાનું પ્લાનિંગ કરી રહૃાો હતો. રવિના પિતાજી સાઉથમાં સફ્ળ ફ્લ્મિમેકર હતા. મણિ રત્નમ, રવિ અને રમણ નામનો ત્રીજો એક દોસ્તાર (કે જેના પિતાજીનું ર્ક્ણાટક્ સંગીતમાં મોટું નામ છે) સાથે મળીને રવિની ફ્લ્મિની સ્ક્રિપ્ટ પર ચર્ચા કરતા. હરામ બરાબર ત્રણમાંથી કોઈને ફ્લ્મિની સ્ક્રિપ્ટ કેવી રીતે લખાય એની સહેજ પણ ગતાગમ પડતી હોય તો! છતાંય જાણે તીસમારખાં હોય એમ ત્રણેય જણા ઊછળી ઊછળીને 'આ જ ચાલે, બે... આવું ન ચાલે, અલા ચૂપ બેસ... આ આમ જ હોય, અરે પણ આ આવું ના કરાય' પ્રકારની દલીલબાજી ર્ક્યા કરતા.
'ઘણી વાર માણસના આત્મવિશ્વાસનું કારણ એની અજ્ઞાાનતા હોય છે!' મણિ રત્નમ હસે છે, 'એને કેટલા વીસે સો થાય એની ખબર જ ન હોય એટલે પોતે બધું જ કરી શક્શે એવા ફાંકામાં હોય! રવિની સ્ક્રિપ્ટ પર કામ કરતી વખતે અમે ત્રણેય સતત બાખડયા કરતા. મેં લાઈફ્માં અગાઉ કયારેય ક્શુંય ક્રિયેટિવ લખ્યું નહોતું. હોસ્ટેલનાં વર્ષોમાં ફાધરને 'પૈસા ખલાસ થઈ ગયા છે, સમયસર મોક્લી આપજો' એ ટાઈપના લેટરો કયારેક લખતો એટલું જ, પણ તોય રવિ, રમણ અને હું રોજ સાંજે સ્ક્રિપ્ટ લખવાના ચાળા કરવામાં ક્લાકોના ક્લાકો પસાર કરી નાખતા. ફ્લ્મિમેકર બનવાનો વિચાર હજુ સુધી મારા મનમાં ફરકયો નહોતો, પણ કોઈ સીનની ક્લ્પના કરીને તેને કગળ પર સાકાર કરવાની આખી પ્રોસેસ ધીમે ધીમે મને બહુ એકસાઈટિંગ લાગવા માંડી હતી. મનમાં વિચાર ક્શોક વિચાર આવે, લડી-ઝઘડીને બન્ને દોસ્તારોના ભેજામાં વાત ઊતારવાની  અને આ બધું ચાલતું હોય ત્યારે દિમાગના કોઈ ખૂણામાં પેલો આઈડિયા એની મેેળે ડેવલપ થઈ રહૃાો હોય - આ આખી વાત મને બહુ જબરદસ્ત લાગતી હતી. મને ચિક્કાર આનંદ મળતો હતો આ પ્રોસેસમાંથી. બંધાણીને નશાનું બંધાણ થઈ જાય એવી મારી હાલત હતી. ફ્લ્મિલાઈન તરફ્ આગળ વધવાનું આ મારું પહેલું બેબી-સ્ટેપ હતું.'



એક બાજુ મિત્રની સ્ક્રિપ્ટ લખવાનું કામ પૂરું થયું ને બીજી બાજુ મણિ રત્નમે ઓફ્સિમાં બેસી રહેવાની જોબ બદલીને માર્કેટિંગ એકિઝકયુટિવ તરીકે નવી નોકરી કરવાનો નિર્ણય લીધો. એ અરસામાં પેલી સ્ક્રિપ્ટ પરથી ક્ન્નડ ફ્લ્મિ બનાવવાની તજવીજ થઈ રહી હતી એટલે મણિ રત્નમને થયું કે લાવને, નવી જોબ શરુ કરતાં પહેલાં ત્રણેક મહિનાનો બ્રેક લઈને શૂટિંગમાં ભાગ લઉં. ત્રિપુટીએ સ્ક્રિપ્ટ અંગ્રેજીમાં લખી હતી એટલે મણિ રત્નમે સેટ પર ડાયલોગ રાઈટર સાથે બેસીને અંગ્રેજી સંવાદોને ક્ન્નડમાં ટ્રાન્સલેટ કરાવવાની જવાબદારી ઉપાડી લીધી.
આ બધું કામ કરવાની એમને એટલી મજા આવી કે પહેલું શેડયુલ પૂરું થયું ત્યાં સુધીમાં મણિ રત્નમનો નિર્ણય બદલાઈ ગયોઃ કોર્પોરેટ જોબને મારો ગોળી, આપણે તો હવે ફ્લ્મિલાઈનમાં આગળ વધવું છે. લાઈફ્માં કરવા જેવું કોઈ કામ કેઈ હોય તો તે આ જ છે! તેમણે વિચાર્યું કે હું ફ્લ્મિો લખીશ, મોટા પ્રોડયુસરો કે ડિરેકટરોને સ્ક્રિપ્ટ વેચીશ અને આ રીતે ફ્લ્મિમેક્ગિંનાં જુદાં જુદાં પાસાં પણ શીખતો જઈશ. ધારો કે મને મજા ન આવી, ન ફાવ્યું ને ફ્લ્મિલાઈન છોડવી પડી તો ય શું? મારી પાસે એમબીએની ડિગ્રી તો છે જ, હું પાછો જોબ કરવા માંડીશ. ક્મસે ક્મ ભૂખે તો નહીં જ મરું.  
૧૯૮૦માં મણિ રત્નમે પોતાની પહેલી ફ્લ્મિની પટક્થા લખી. એનું ટાઈટલ રાખ્યું, 'પલ્લવી અનુ પલ્લવી'. મણિ રત્નમના વિચારોની ભાષા અંગ્રેજી છે એટલે આ સ્ક્રિપ્ટ પણ એમણે અંગ્રેજીમાં જ લખી હતી. એ વર્ષોમાં તમિલ ફ્લ્મિ ઈન્ડસ્ટ્રીમાં ફેકટરીમાંથી ઊતરતા માલની જેમ બીબાંઢાળ ફ્લ્મિો બન્યા કરતી હતી. ન કોઈ જાતની તાજગી, ન કોઈ પ્રયોગ. ફ્કત બાલાચંદર, ભારતીરાજા અને મહેન્દ્રન જેવા ગણ્યાગાંઠયા ફ્લ્મિમેકરોની ફ્લ્મિોમાં જ ક્ંઈક નવીનતા દેખાતી. મણિ રત્નમ પોતાની સ્ક્રિપ્ટની ફાઈલ લઈને વારાફરતી આ ત્રણેયને મળ્યા. સ્ટ્રગલરો માટે ફ્લ્મિ ઈન્ડસ્ટ્રીનાં મોટાં માથાંની અપોઈન્ટમેન્ટ મેળવીને તેમને મળવાનું કામ જ બહુ અઘરું હોય છે, પણ મણિ રત્નમને આ તબક્કે પોતાના પરિવારના ફ્લ્મિી ક્નેકશન્સનો લાભ જરુર મળ્યો. પેલા ત્રણેય મોટા ડિરેકટરો સાથે પ્રમાણમાં સરળતાથી મિટીંગ  થઈ શકી. જોકે મણિ રત્નમની સ્ક્રિપ્ટ પરથી ફ્લ્મિ બનાવવામાં કોઈને રસ ન પડયો. 
સહેજે સવાલ થાય કે મણિ રત્નમના ભાઈ જી. વેંક્ટેશ્વરન ખુદ ફ્લ્મિ ફયનાન્સર તરીકે સક્રિય હતા તો એમણે સીધા ભાઈને જ કેમ ક્હૃાું નહીં કે તું મારી ફ્લ્મિ બનાવ? 'મારું ફેમિલી ફ્લ્મિલાઈનમાં હતું તે વાત સાચી, પણ એમનું મુખ્ય કામ ફ્ન્ડિંગનું અને ડિસ્ટ્રિબ્યુશનનું, ફ્લ્મિો પ્રોડયુસ કરવાનું નહીં,' મણિ રત્નમ ક્હે છે, 'અને ધારો કે ભાઈ મારી સ્ક્રિપ્ટ પરથી ફ્લ્મિ પ્રોડયુસ કરવા ઈચ્છતો હોત તો એણે મને ક્હૃાું હોત, રાઈટ?'
દરમિયાન મણિ રત્નમને પોતાની સ્ક્રિપ્ટ પ્રત્યે માયા બંધાઈ ગઈ હતી. એમના મનમાં લાલચ જાગી ગઈ કે ના, આ સ્ક્રિપ્ટ પરથી તો પોતે જ ફ્લ્મિ ડિરેક્ટ કરશે. તેઓ કોઈ મોટા ફ્લ્મિ ડિરેકટરના આસિસ્ટન્ટ બનવા માગતા નહોતા, કેમ કે આસિસ્ટન્ટ ડિરેકટરમાંથી મેઈન ડિરેકટર બનવામાં વર્ષોનાં વર્ષો નીક્ળી જતાં હોય છે.
દરમિયાન બન્યું એવું કે લક્ષ્મી નામની સાઉથની જાણીતી હિરોઈનને પોતાની ફ્લ્મિની વાર્તા સંભળાવવાનો મણિ રત્નમને મોકો મળ્યો. લક્ષ્મી એટલે મણિ રત્નમના દોસ્ત રવિએ જે ફ્લ્મિ બનાવી હતી તેની નાયિક. મણિ રત્નમથી એ ઓલરેડી પરિચિત હતી. એમણે લખેલી વાર્તા લક્ષ્મીને ગમી ગઈ એટલે એ ક્હેઃ શ્યોર, આ ફ્લ્મિમાં કામ કરવું મને ગમશે. લક્ષ્મીએ ક્દાચ ધારી લીધેલું કે મણિ રત્નમના ફ્લ્મિી ક્નેકશન્સ છે એટલે એની પાસે પ્રોડયુસર ઓલરેડી તૈયાર છે. લક્ષ્મીની હા આવતાં જ મણિ રત્નમ પોતાના પ્રોડયુસર અંક્લ વિનસ ક્રિષ્ણમૂર્તિ પાસે પહોંચી ગયા. ક્હેઃ અંક્લ, લક્ષ્મી જેવી મોટી હિરોઈન મારી ફ્લ્મિમાં કમ કરવા રેડી છે. હવે તમે મારી ફ્લ્મિ બનાવો! અંક્લ તૈયાર થઈ ગયા. આ રીતે મણિ રત્નમની પહેલી ફ્લ્મિને ગ્રીન સિગ્નલ મળ્યું. 
'Pallavi Anu Pallavi'

'પલ્લવી અનુ પલ્લવી' એક્ અન્ક્ન્વેશનલ લવસ્ટોરી છે, જેમાં લક્ષ્મી ઉપરાંત આપણા અનિલ ક્પૂર (હીરો તરીકેની એમની પહેલી ફ્લ્મિ) અને કિરણ વૈરાલે નામની એકટ્રેસ (જે મહેશ ભટ્ટની 'અર્થ'માં દેખાયેલી) પણ છે. મણિ રત્નમ એક વાત સ્પષ્ટ હતા કે હું ભલે નવો નિશાળિયો રહૃાો, પણ મારા ટેકિનશિયનો અનુભવી અને કાબેલ હોવા જોઈએ. સૌથી પહેલાં તેઓ લેનિન નામના ટોચના એડિટરને મળ્યા. તે એમના પાડોશી હતા અને બન્ને વચ્ચે ઠીક ઠીક દોસ્તી હતી. મણિ રત્નમ ક્હેઃ સર, મને ડિરેકટર તરીકે બ્રેક્ મળ્યો છે. તમે પ્લીઝ મારી ફ્લ્મિ એડિટ કરી આપજો. લેનિને હા પાડી. પછી મણિ રત્નમ ફ્લ્મિસંગીતની દુનિયામાં ખૂબ મોટું નામ ગણાતા ઈલિયા રાજાને મળ્યા. ફ્લ્મિની સ્ટોરી ટૂંક્માં સંભળાવીને મણિ રત્નમે ક્હૃાું: સર, હું તમને તમારી માર્કેટ પ્રાઈઝ કરતાં માંડ ચોથા ભાગની ફી આપી શકીશ, પણ તોય હું ઈચ્છું છું કે મારી ફ્લ્મિનું સંગીત તમે આપો. ઈલિયા રાજાએ આંખનું મટક્ું માર્યા વગર જવાબ આપ્યોઃ ભલે, ડન! સિનેમેટોગ્રાફ્ર અને પ્રોડકશન ડિઝાઈનર તરીકે પણ ધરખમ વ્યકિતઓ આ ફ્લ્મિમાં કમ કરવા તૈયાર થઈ ગયા. જો સ્ક્રિપ્ટ ખરેખર સારી હોય, માણસ જેન્યુઈન હોય અને તેના ઈરાદામાં ક્શી ખોટ ન હોય  સિનિયર વ્યકિતઓ પણ ન્યુક્મર સાથે કામ કરવા તૈયાર થઈ જતી હોય છે.
આ રીતે મણિ રત્નમે પોતાની સર્વપ્રથમ ફ્લ્મિ 'પલ્લવી અનુ પલ્લવી' બનાવી. તે બોકસઓફ્સિ પર ચાલી ગઈ, ખૂબ વખણાઈ, ઘણા અવોર્ડ્ઝ જીત્યા. એક્ સ્ટાર ડિરેકટરનો જન્મ થયો.. એન્ડ રેસ્ટ ઈઝ હિસ્ટ્રી!   

0 0 0 

Saturday, June 1, 2013

મલ્ટિપ્લેક્સ : ટુ મણિસર વિથ લવ


Sandesh - Sanskar Purti - 2 June 2013
મલ્ટિપ્લેક્સ 

હોલિવૂડની નકલ કર્યા વિનાગીત-સંગીત-ડાન્સ જેવાં ભારતીયોને સ્પર્શતાં તત્ત્વોને અકબંધ રાખીને અને ટેકનિકલ ઊંચાઈ હાંસલ કરીને અદ્ભુત ફિલ્મો કેવી રીતે બનાવી શકાય એ મણિ રત્નમે્ ફિલ્મમેકરોની એક આખી પેઢીને શીખવ્યું છે

ણિ રત્નમ્નો આજે હેપી બર્થ ડે છે. આજે એમણે ૫૭ વર્ષ પૂરાં કર્યાં. સિનેમાના રસિયાઓને મણિ રત્નમ્ એટલે કોણ એ સમજાવવાનું ન હોય. હિન્દી ફિલ્મ જોતાં દર્શકોને મણિ રત્નમ્નાં નામ અને કામથી સૌથી પહેલો પરિચય ૧૯૯૨માં રિલીઝ થયેલી 'રોજા' નામની ડબ્ડ ફિલ્મથી થયો. આપણને ચકિત કરી નાખ્યા હતા આ ફિલ્મે. શું સ્ટોરીટેલિંગ!, શું વિઝ્યુઅલ્સ!, શું સંગીત! ત્યાર બાદ એક પછી એક ફિલ્મો આવતી ગઈ - 'બોમ્બે', 'દિલ સે','સાથિયા', 'યુવા', 'ગુરુ', 'રાવણ'. આ તો કેવળ હિન્દી ઓડિયન્સે જોયેલી ફિલ્મો થઈ. દક્ષિણ ભારતીય ભાષાઓમાં બનેલી ફિલ્મોને ગણતરીમાં લઈએ તો અત્યાર સુધીની મણિ રત્નમે્ કુલ ૩૧ ફિલ્મો બનાવી. ૩૦ વર્ષની કરિયરમાં ૩૧ ફિલ્મો.


બારદ્વાજ રંગન નામના નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ ક્રિટિક અને પત્રકારે મણિ રત્નમ્ની પ્રલંબ મુલાકાતો લઈને એક અફલાતૂન પુસ્તક લખ્યું  છે - 'કન્વર્સેશન્સ વિથ મણિ રત્નમ્'. મણિસરની છાપ આમ તો ઓછાબોલા માણસ તરીકેની છે, પણ આ પુસ્તક માટે એમણે મન મૂકીને પોતાની ફિલ્મો વિશે વાતો કરી છે. પ્રસ્તાવના એ.આર. રહેમાને લખી છે. આપણા માટે 'રોજા' ખરેખર તો ડબલ બોનાન્ઝા જેવી પુરવાર થઈ હતી, કારણ કે આ ફિલ્મ થકી પેન-ઇન્ડિયન ઓડિયન્સને મણિ રત્નમ્ ઉપરાંત એ. આર. રહેમાન નામની એક ઔર સુપર ટેલેન્ટ પણ મળી હતી.

રહેમાનની આ સૌથી પહેલી ફિલ્મ 'રોજા'નાં ગીતો બનાવ્યાં ત્યારે એમની ઉંમર માંડ ૨૬ વર્ષ હતી. અગાઉ તેમણે જિંગલ્સ બનાવ્યાં હતાં અને ડોક્યુમેન્ટરી ફિલ્મો માટે સંગીત તૈયાર કર્યું હતું. અત્યાર સુધી મણિ રત્નમ્ની બધી ફિલ્મોમાં લેજેન્ડ ગણાતા ઇલિયારાજાએ સંગીત આપ્યું હતું. આ વખતે પહેલી વાર તેઓ બીજા કોઈ સંગીતકારને ટ્રાય કરી રહ્યા હતા. રહેમાન જેવા નવાનિશાળિયા માટે 'રોજા' બહુ મોટો બ્રેક હતો. 'પણ મારે બહુ હરખાઈ જવું નહોતું કે જેથી મારાં ગીતો નાપાસ કરીને મણિસર બીજા કોઈ મ્યુઝિક કમ્પોઝર પાસે જતાં રહે તો બહુ દુઃખી ન થવું પડે,' રહેમાન કહે છે, 'હું રિજેક્શન માટે પૂરેપૂરો તૈયાર હતો.'
Mani Ratnam with A.R. Rehman

સદ્ભાગ્યે એવું ન થયું. બન્નેની ક્રિએટિવ એનર્જી ગજબનાક પરિણામ લાવી. 'રોજા' થકી રહેમાન ફિલ્મસંગીતના ક્ષેત્રમાં બોમ્બની જેમ ફાટયા. પછી જે થયં તે ઇતિહાસ છે. રહેમાને લગભગ 'ગજિની' સુધીની પોતાની તમામ ફિલ્મોનાં ગીતો ફાઇનલાઇઝ કરતાં પહેલાં મણિસરને મોકલ્યાં છે. એક શિષ્ય પોતાના ગુરુ પાસે પોતાની કૃતિ મોકલતો હોય એમ. એ ગીતો અન્ય ફિલ્મમેકરો માટે બનાવ્યાં હોય તોપણ મણિ રત્નમ્ ધ્યાનથી ગીતો સાંભળે,પોતાનો અભિપ્રાય આપે. 'આવું સરસ ગીત તેં મને કેમ ન આપ્યું?' કહીને મીઠી મજાક કરે અથવા તો 'નહીં, આ ગીત જામતું નથી, તું વધારે સરસ કરી શકે એમ છે' એવી ટિપ્પણી કરીને આને બદલે આ ટ્રાય કર, પેલું ટ્રાય કર એમ કહીને સૂચનો કરે. મણિ રત્નમ્ સાથે કામ કરતાં કરતાં રહેમાન ઘણી નવી વાતો શીખતા જતા હતા. જેમ કે,આ બન્ને એક વાતે સહમત થયા હતા કે 'બોમ્બે' ફિલ્મમાં 'હમ્મા હમ્મા' પ્રકારનું જોશીલું ગીત ઉમેરવું જ પડશે, કેમ કે તો જ 'કહના હૈ ક્યા' જેવું સંવેદનશીલ ગીતને સંતુલન મળશે. ગીતોમાં વેરાઇટી હોય, જુદા જુદા શેડ્ઝનાં કમ્પોઝિશન્સ હોય તો જ આલબમ વધારે વેચાય.


'દિલ સે'માં મણિ રત્નમે્ ઔર એક ક્રિએટિવ ટેલેન્ટ સાથે કામ કર્યું - ગુલઝાર. આ વખતે મણિ રત્નમ્ પહેલી વાર ફિલ્મ સીધી હિન્દીમાં શૂટ કરી રહ્યા હતા. સંવાદો તમિલમાં લખાયા હતા. એનું વાયા અંગ્રેજી થઈને હિન્દીમાં અનુવાદ થતો. હિન્દીકરણ કરવાનું કામ કરનાર ઉત્સાહી યુવાનનું નામ હતું, તિગ્માંશુ ધુલિયા! 'રોજા' અને 'બોમ્બે'ની જેમ 'દિલ સે'નાં ગીતો પણ આપણાં ફેવરિટ છે. મણિરત્નમ્નું આ પર્સનલ ફેવરિટ આલબમ છે. 'તૂ હી તૂ સતરંગી રે' ગીત તૈયાર કરતી વખતે તેમણે સાંજે રહેમાનને પ્રેમના સાત તબક્કા વિશે વાત કરી. સવારે ધૂન રેડી હતી! ગુલઝાર પણ ચેન્નાઈમાં જ ડેરા-તંબુ તાણીને બેસી ગયા હતા. એમણે ટયૂન પરથી ગીતના શબ્દો લખ્યા. ત્રણ પ્રતિભાશાળી વ્યક્તિઓ વચ્ચે કેમિસ્ટ્રી જામે એટલે જાદુ થવાનો જ.

મણિ રત્નમ્ને હિન્દીના આજની તારીખેય ફાંફાં છે, પણ ફિલ્મો બનાવતી વખતે અપરિચિત ભાષા ક્યારેય અંતરાય બનતી નથી. તમિલભાષી મણિ રત્નમ્ની પહેલી જ ફિલ્મ 'પલ્લવી અનુ પલ્લવી' કન્નડમાં હતી, જેણે એવોડ્ર્સ જીત્યા. 'દિલ સે' વખતે પોતાને એક્ઝેક્ટલી શું જોઈએ છે તે ગુલઝાર સાથે વ્યવસ્થિત રીતે કમ્યુનિકેટ કરી લેતા હતા. જેમ કે, ફિલ્મમાં વિસ્ફોટક માહોલમાં એક લવસોંગ આવે છે. મણિ રત્નમ્ ઇચ્છતા હતા કે ગીતમાં પ્રેમની વાત ભલે હોય, પણ તે સીધેસીધી ન આવવી જોઈએ. ગીતની પેટર્ન સહેજ અસુરેખ અને એબ્સટ્રેક્ટ હોવી જોઈએ. ભારતીયાર નામના એક રાષ્ટ્રવાદી તમિલ કવિ છે. મણિરત્નમે્ એમની કેટલીક કવિતાઓનો હિન્દી-અંગ્રેજીમાં અનુવાદ કરીને ગુલઝારને સંભળાવ્યો અને કહ્યું કે મારે આવું કશુંક જોઈએ છે. ગુલઝારસાહેબે પછી ગીત લખ્યું અને રહેમાને તે કમ્પોઝ કર્યું. આ ગીત એટલે 'દિલ સે રે... દિલ સે રે'.
રહેમાને લતા મંગેશકર પાસે એક સરસ ગીત ગવડાવ્યું - 'જિયા જલે', જે પ્રીતિ ઝિન્ટા પર ફિલ્માવાયું. આખી 'દિલ સે' ફિલ્મમાં હળવું સેક્સ્યુઅલ એલિમેન્ટ આ એક જ ગીતમાં આવે છે. શબ્દો આમ તો સીધાસાદા છે, પણ રહેમાને આ હિન્દી ગીતમાં મલયાલમ કોરસ ઉમેરી દીધું. તેને લીધે ગીત અનકન્વેન્શનલ અને 'હટકે' બની ગયું. 'દિલ સે'નું સૌથી પહેલું રેકોર્ડ થયેલું ગીત જોકે 'છૈયા છૈયા' હતું, જે એની ટયૂન, શબ્દો અને વિઝ્યુઅલ્સ ત્રણેયને કારણે યાદગાર બની ગયું છે.

મણિરત્નમ્ની છેલ્લી અભિષેક-ઐશ્વર્યાવાળી હિન્દી ફિલ્મ 'રાવણ' ખાસ જામી નહોતી. એમની આગામી હિન્દી ફિલ્મ વિશે જુદી જુદી વાતો સંભળાય છે. એક રિપોર્ટ એવો છે કે એમની હવે પછીની ફિલ્મ ભારત-પાકિસ્તાનના ભાગલા પર આધારિત હશે અને 'રંગ દે બસંતી'ના લેખક રેન્સિલ ડી સિલ્વા તે ઓલરેડી લખી રહ્યા છે. બીજી વાત એવી છે કે મણિરત્નમ્ની નેક્સ્ટ હિન્દી ફિલ્મ એકતા કપૂર પ્રોડયુસ કરવાની છે. ખેર, નવી હિન્દી ફિલ્મ આવે ત્યારે ખરી. દરમિયાન મણિસરની સાઉથ ઇન્ડિયન ફિલ્મો સબટાઇલ્સના સહારે ડીવીડી પર માણવા જેવી છે.

શો-સ્ટોપર

લગ્ન પહેલાં હું  સાવ વેરવિખેર માણસ હતો. લગ્ન પછી ટ્વિન્કલે મને નાના બાબાની જેમ 'ઉછેર્યો' છે! 

–અક્ષયકુમાર .