દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ - 21 સપ્ટેમ્બર 2012
સ્લગ: મલ્ટિપ્લેક્સ
ઉમેશ શુક્લ
ઉત્કટતાના માણસ છે. પહેલાં તેમણે ‘કાનજી વિરુદ્ધ
કાનજી’ જેવા સીમાચિહ્નન નાટક આપ્યું, પછી તેના આધારે
બનેલી ફિલ્મનું ડિરેક્શન કર્યું. આવતા શુક્રવારે રિલીઝ થઈ રહેલી ફિલ્મ ‘ઓહ માય ગોડ!’ માત્ર એક નાટકનું નહીં, પણ ખરેખર તો સમગ્ર્ રંગભૂમિનું
એક સિનેમેટિક સેલિબ્રેશન છે.
એક નખશિખ નાસ્તિક માણસ ભગવાનના અસ્તિત્ત્વને નકારે, એટલું જ નહીં, એને છેક અદાલતમાં ઘસડી જાય એ કલ્પના જ
કેટલી રોમાંચક છે! અમુક વિષય જ એટલા બળકટ હોય છે અને એની અપીલ
એટલી તીવ્ર હોય છે કે તે પોતાનો વ્યાપ વધાર્યા વગર રહી ન શકે. એટલે જ તો સીમાચિહ્ન ‚પ બની ગયેલું ગુજરાતી નાટક ‘કાનજી વિરુદ્ધ
કાનજી’ અન્ય ભાષાઓમાંથી પસાર થતું થતું આખરે બિગ સ્ક્રીન સુધી પહોંચ્યુને!
આવતા શુક્રવારે રિલીઝ થઈ રહેલી ફિલ્મ ‘ઓએમજી - ઓહ માય ગોડ!’ ખરેખર તો સમગ્ર્ રંગભૂમિનું એક સિનેમેટિક સેલિબ્રેશન છે.
‘ઓહ, પણ નાટક કરતાં આ ફિલ્મનું ફલક ઘણું મોટું છે,’ મુંબઈ સ્થિત પૃથ્વી થિયેટરના કાફેટેરિયામાં બ્લેક ટી પીતાં પીતાં ડિરેક્ટર ઉમેશ શુક્લ વાતચીતની
શ‚આત
કરે છે, ‘ફિલ્મ
વર્ઝનમાં એટલા બધા ફેરફાર અને ઉમેરા કરવામાં આવ્યા છે કે બે-ત્રણ વખત નાટક જોઈ ચૂકેલા પ્રેક્ષકોને પણ ‘ઓહ માય
ગોડ’ જોતી વખતે નવી જ અનુભૂતિ થશે. આ વિષય કોઈ એક ધર્મની સીમારેખામાં
બંધાઈ રહે એવો નથી. અલબત્ત, નાટક ઘણું કરીને
હિંદુ ધર્મના સંદર્ભમાં આકાર લે છે, પણ ‘ઓહ માય
ગોડ’ બનાવતી વખતે અમારી પાસે ઘણી મોકળાશ હતી, વિશાળ વ્યાપ
હતો, તેથી ફિલ્મમાં અમે બધા જ મુખ્ય ધર્મોને આવરી લેવાની કોશિશ
કરી છે.’
સી ધ ફન. તેજસ્વી યુવા લેખક
ભાવેશ માંડલિયાએ ‘કાનજી વિરુદ્ધ કાનજી’ માટે ગુજરાતી રંગભૂમિના
કેટલાય મોટા નિર્માતાઓને અપ્રોચ કર્યો હતો, પણ કોઈને આ ‘અતરંગી’ વિષયમાં રસ નહોતો પડ્યો. આખરે એ પ્રોડ્યુસર-ડિરેક્ટર ઉમેશ શુક્લ પાસે પહોંચ્યો અને પછી, અંગ્ર્ોજીમાં
કહે છે તેમ, રેસ્ટ ઈઝ હિસ્ટ્રી! આ ફિલ્મ
ભાવેશ અને ઉમેશ શુક્લ બન્નેએ સંયુક્ત રીતે લખી છે. બે વર્ષના
ગાળામાં નહીં નહીં તોય આ સ્ક્રિપ્ટના 16 ડ્રાફ્ટ બન્યા છે.
ઉમેશ શુક્લ ઉમેરે છે, ‘નાટકમાં
તમારે માત્ર આઠ સીનમાં આખી વાર્તા કહી દેવાની હોય, જ્યારે ફિલ્મમાં
સાઠ-સિત્તેર દ્શ્યો હોય. નાટકમાં તમે વર્બોઝ
બનો (એટલે કે વધી પડતી શબ્દાળુતા અપનાવો) તે ચાલી જાય, કારણે કે અહીં તમારે લગભગ બધી જ વાત બોલીને
કહેવાની છે. ફિલ્મનું ગ્ર્ામર જુદું છે. અહીં માત્ર એક જ શોટમાં એક પણ શબ્દ બોલ્યા વિના ઘણું વ્યક્ત થઈ જતું હોય છે.’
નાટકની હિન્દી આવૃત્તિમાં પરેશ રાવલ નાસ્તિકની કેન્દ્રિય
ભુમિકા ભજવે છે. આ નાટક જોઈને પ્રભાવિત થયેલા અક્ષય
કુમારે ફિલ્મ આવૃત્તિમાં કેવળ સૂટેડ-બૂટેડ ભગવાનનો રોલ જ નથી
કર્યો, બલકે પરેશ રાવલ અને અશ્વિની યાર્ડીની સાથે ફિલ્મના સહનિર્માતા
પણ જોડાયા. ‘હાઉસફુલ-ટુ’ અને ‘રાઉડી રાઠોડ’ જેવી ફિલ્મો કર્યા પછી ઓડિયન્સ
પોતાને ભગવાનના ‚પમાં સ્વીકારશે કે કેમ એવો ઉચાટ અક્ષયને રહેતો હોય તો
એ સ્વાભાવિક હતો.
‘અક્ષયે
આ ફિલ્મ માટે ખૂબ મહેનત કરી છે,’ ઉમેશ શુક્લ કહે છે, ‘સવારે સાડા
પાંચથી નવ સુધી અમારી વર્કશોપ ચાલતી. પરેશ રાવલ સાથે
એણે ઘણી ફિલ્મો કરી છે, પણ ‘ઓહ માય
ગોડ’માં
ઓડિયન્સને એમની વચ્ચેની કેમિસ્ટ્રીનો નવો જ રંગ જોવા મળશે. આ બન્નેમાંથી કોઈ મેથડ એક્ટર નથી. બન્ને સ્પોન્ટેસિયસ
છે. તેથી શૂટિંગ દરમિયાન કેટલીય વાર અચાનક કોઈક સરસ મોમેન્ટ મળી
જતી.’
Umesh Shukla with Akshay Kumar |
ફિલ્મમાં આ બે સિવાય પણ મિથુન ચક્રવર્તી, ઓમ પુરી, ગોવિંદ નામદેવ જેવા નામી અદાકારો છે.
ઉમેશ શુક્લ સ્મિતપૂર્વક કહે છે, ‘1994માં મેં ‘યાર ગદ્દાર’ નામની ફિલ્મ કરી હતી.
એમાં મિથુનદા હીરો હતા અને મારો નેગેટિવ રોલ હતો. એ પછી સીધા ‘ઓહ માય ગોડ’ વખતે અમે પહેલી વાર મળ્યા!
ગોવિંદ નામદેવ કમાલના ફોર્સથી કામ કરે છે. ઓમ પુરીની
વાત કરું તો એમણે પહેલી જ ડાયલોગ્ઝ એવી રીતે વાંચેલા કે હું નવાઈ પામી ગયો હતો.
આપણને થાય કે ઓમજીએ ક્યારે આ પાત્રને આત્મસાત કરી લીધું?’
Umesh Shukla with Mithun Chakraborty |
‘ઓહ
માય ગોડ’માં
પુષ્કળ હ્યુમર છે તો સાથે સાથે દર્શક વિચારમાં પડી જાય એવી નક્કર વાતો પણ છે. ઓડિયન્સને કેટલાંક પાત્રોનાં કેરેકટરાઈઝેશન પર શ્રી શ્રી રવિશંકર, રાધેમા, બાબા રામદેવ જેવી હસ્તીઓની હળવી અસર પણ દેખાય.
ફિલ્મમાં ક્રાઉડનાં ખૂબ બધાં દશ્યો છે. અમુક દશ્યો
માટે બસ્સો-અઢીસો જેટલા અસલી સાધુ-બાવાઓને
કાસ્ટ કરવામાં આવ્યા હતા! આખેઆખી ફિલ્મનું શૂટિંગ કુલ
60 દિવસમાં પૂરું થયું, જેમાંથી લગભગ વીસેક દિવસ
દરમિયાન સાધુઓની સેટ પર હાજરી રહી. તેમને બસોમાં બેસાડીને જુદા જુદા મંદિરોમાંથી
તેડાવવામાં આવતા. સાચુકલા સાધુ હોય એટલે ના કોસ્ચ્યુમની ઝંઝટ,
ન મેકઅપની ચિંતા. સેટ પર એમને તૃપ્ત થઈ જવાય એટલું
ભોજન મળે. વળી, ચાના કપ અને બિસ્કિટની ટ્રે
સતત ફરતાં હોય. શ‚આતમાં તેઓ કેમેરા જોઈને કોન્શિયસ
થઈ જતા હતા, પણ ધીમે ધીમે સરસ ‘પર્ફોર્મ’ કરવા લાગ્યા હતા!
‘ઓહ
માય ગોડ’નું
મ્યુઝિક હિમેશ રેશમિયા, સચિન-જીગર અને
અંજાન-મીટ બ્રધર્સે આપ્યું છે. ‘ફિલ્મમાં
‘ગો
ગો ગો... ગોવિંદા’ ગીત ઉમેરવાનો આઈડિયા અક્ષયનો
હતો,’ ઉમેશ શુક્લ ઉમેરે છે, ‘અક્ષયે ‘રાઉડી રાઠોડ’માં પ્રભુ
દેવા અને સોનાક્ષી સિંહા સાથે તાજું તાજું કામ કયુર્ર્ં હતું એટલે આ ગીતમાં એ બન્નેને
લેવામાં આવ્યાં. ફિલ્મમાં કૃષ્ણ ભગવાનની વાત છે એટલે
જન્માષ્ટમી અને દહી-હાંડી થીમ સાથે બંધબેસતાં હતાં. આ ગીતને કારણે ફિલ્મમાં સરસ વેલ્યુ-એડિશન થયું છે.’
ઉમેશ શુક્લ ઉત્કટતાના માણસ છે. પોતાનાં જૂનાં નાટકોની વાત કરતી વખતે કે કોઈ ફિલ્મનાં ગમતાં દશ્યોની વાત કરતી
વખતે એમની બોડી લેંગ્વેજમાં આવેશ ઉમેરાઈ જાય છે, ચહેરો અને આંખો
તરલ થવા માંડે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી તેમના માટે નવી નથી.
આઠેક ફિલ્મોમાં તેઓ જુદા જુદા સ્તરે સંકળાઈ ચૂક્યા છે. અગાઉ તેમણે ‘ઢૂંઢતે રહ જાઓગે’ નામની ફિલ્મ ડિરેક્ટ
કરી હતી, જે સફળ થઈ શકી નહોતી. ‘એ નિષ્ફળતાને
કારણે મારા હાથમાં બે ફિલ્મો જતી રહી હતી,’ તેઓ સ્વસ્થતાથી કહે છે, ‘એક ફિલ્મ બીજા કોઈ ડિરેકટરને આપી
દેવામાં આવી, જ્યારે બીજી ફ્લોર પર જ ન ગઈ. આ પીડાદાયી
તબક્કો હતો, પણ રંગભૂમિએ મને ટકાવી રાખ્યો. ઓડિટોરિયમના અંધકારમાં મારાં નાટકો જોતાં ઓડિયન્સની તાળીઓ સાંભળતો ત્યારે થતું
કે ના, બધું હેમખેમ છે, કશું જ ખોવાયું
નથી!’
આજકાલ બોલીવૂડમાં ‘100 કરોડ ક્લબ’ની બહુ
બોલબોલા છે. આ માપદંડના પાયામાં તોતિંગ બિઝનેસ છે, સિનેમાની ગુણવત્તા નહીં. ‘પણ મને આ ક્લબમાં સામેલ થવાના કોઈ
અભરખા નથી,’ ઉમેશ શુક્લ સમાપન કરે છે, ‘મારી ફિલ્મ લાખો લોકોના દિલ સુધી
પહોંચે એટલે ભયો ભયો!’
શો-સ્ટોપર
તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના હસ્તે મને ‘ચાંદની
બાર’ માટે નેશનલ અવોર્ડ એનાયત થયો ત્યારે સપનાં જેવું લાગતું હતું, કારણ કે હજુ થોડા મહિના પહેલાં હું બસની લાઈનમાં ઊભો રહેતો હતો અને મારી ટિકિટ
પણ બીજું કોઈ કપાવી આપતું હતું!
- મધુર ભંડારકર (ફિલ્મમેકર)
Divya Bhaskar e-paper :
http://epaper.divyabhaskar.co.in/magazine/sunday-bhaskar/57/23092012/0/1/
Continuation:
http://epaper.divyabhaskar.co.in/magazine/sunday-bhaskar/57/23092012/0/1/
http://epaper.divyabhaskar.co.in/magazine/sunday-bhaskar/57/23092012/0/1/
Continuation:
http://epaper.divyabhaskar.co.in/magazine/sunday-bhaskar/57/23092012/0/1/