Showing posts with label જિતેન્દ્ર પટેલ. Show all posts
Showing posts with label જિતેન્દ્ર પટેલ. Show all posts

Wednesday, August 22, 2018

અનુભવ એટલે? દરેક માણસે પોતાની ભૂલોને આપેલું નામ!


સંદેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - 22 ઓગસ્ટ 2018 
ટેક ઓફ
ઊભા થઈને બોલવામાં જેમ મર્દાનગી છે તેમ નીચે બેસી જઈને સાંભળવામાં પણ મર્દાનગી છે.

જીવનના વહેણની દિશા પલટી નાખવા માટે ક્યારેક માત્ર એક વાત, ટિપ્પણી કે પ્રેરણા પૂરતાં થઈ પડતાં હોય છે. વિચારની આ તાકાત છે. કલ્પના કરો, જ્યારે ૧૦૧ અનોખા વ્યક્તિત્ત્વોની ૩૦૦૦ કરતાંય અધિક વિચારકણિકાઓ એક જ પુસ્તકમાં સંગ્રહિત થાય ત્યારે સત્ત્વશીલતાનો કેવો ગજબનાક ગુણાકાર થાય! હમણાં જિતેન્દ્ર પટેલ લિખિત વ્યક્તિ, વિચાર ને પ્રેરણા નામના પુસ્તક સાથે ભેટો થઈ ગયો, જેમાં વિચારમેળો બરાબરનો જામ્યો છે. વિશ્વના જુદાંજુદાં બિંદુએ પ્રગટેલા અને સમયની સપાટી પર સતત તરતા રહેલા તેજલિસોટા જેવા આ વિચારોમાં સદીઓનું ડહાપણ અને ચિંતન સમાયેલું છે.

આ ૧૦૧ મહાનુભાવોની યાદી ઈન્ટરેસ્ટિંગ છે. અહીં એક છેડે પ,૦૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલા વિદુરછે તો સામેના છેડે પર ૧૯૯૦માં નિધન પામેલા ઓશો છે. આ બે અંતિમોની વચ્ચે જન્મવર્ષ અનુસાર ચડતા ક્રમમાં ગુજરાતના, ભારતના અને દુનિયાભરના નોંધપાત્ર વિચારકો, સંતો-મહંતો, સાહિત્યકારો વગેરેનાં અવતરણોને આવરી લેવામાં આવ્યાં છે. 

 કંગાળ લોકો નહીં, પણ સુખી લોકો નિર્ધનતાની ખાઈમાં સરી પડે છે ત્યારે ક્રાંતિ કરવા તૈયાર થાય છેઆ સર્વકાલીન સત્ય છેક ઈસવી સન પૂર્વે ૪૨૮માં જન્મેલા પ્લેટોએ ઉચ્ચાર્યુ હતું. પ્લેટોના શિષ્ય હતા એરિસ્ટોટલ અને એરિસ્ટોટલના શિષ્ય હતા વિશ્વવિજેતા સિકંદર. ગરુશિષ્યની આ કેવી ભવ્ય જોડીઓ! એરિસ્ટોટલે કહે છેઃ ગુસ્સો કરવો સામાન્ય બાબત છે, પણ યોગ્ય વ્યક્તિ પર, યોગ્ય સમયે, યોગ્ય પ્રમાણમાં, યોગ્ય કારણથી, યોગ્ય રીતે ગુસ્સે થવું એ કામ સરળ નથી.’ 

ક્રોધ જન્મે છે શા માટે? આનો ઉત્તર તત્ત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી મણિલાલ નભુભાઈ દ્વિવેદી આ રીતે આપે છેઃ માણસ પોતાના અંતરાત્માને પ્રસન્ન રાખવાનું ભૂલી અંતઃકરણના જુદા જુદા વેગોને સંતોષવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેમાં ક્રોધ પેદા થાય છે.ક્રોધ પહેલાંના તબક્કા વિશે મૂછાળી માતરીકે જાણીતા થયેલા ગિજુભાઈ બધેકા કહે છેઃ દુર્બળ માણસ પ્રથમ બીજાનું અનુકરણ કરે છે. અનુકરણ કરવામાં ફાવતો નથી ત્યારે તેની ઈર્ષ્યા કરે છે. ઈર્ષ્યા કરવાથી કશું વળતું નથી ત્યારે તેની નિંદા કરે છે. નિંદામાંથી પણ કંઈ વળતું નથી ત્યારે હાંસી કરે છે. હાંસીમાંથી પણ હારી જાય છે ત્યારે ક્રોધ કરે છે.ક્રોધ પછીની સભાનતાનું ઘણું મહત્ત્વ છે. એટલે જ ગુજરાતના ચાણક્યનું બિરુદ પામેલા પ્રભાશંકર પટ્ટણી કહે છે,‘ગુસ્સે થઈ ગયા પછી જે માણસ બીજી જ ક્ષણે એમ વિચારે કે અરે, આ મને શું થઈ ગયું? તો સમજવું કે પ્રભુકૃપાની દષ્ટિ તેના પર છે.’ 

પુસ્તકમાં પ્રત્યેક હસ્તીનો ટૂંકો પરિચય પણ આપવામાં આવ્યો છે. તેથી મૌન માત્ર કળા નથી, વાકપટુતા પણ છેએવું કહેનાર સિસરો રોમન બંધારણના ઘડવૈયા હતા તેની વાચકને જાણકારી મળે છે. મૌન વિશે બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન વિન્સટન ચર્ચિલે પણ સરસ વાત કરેલીઃ ઊભા થઈને બોલવામાં જેમ મર્દાનગી છે તેમ નીચે બેસી જઈને સાંભળવામાં પણ મર્દાનગી છે.બ્રિટિશ ઈતિહાસવિદ થોમસ કુલર કહે છે, ‘ જીભ પર સંયમ રાખ્યા વિના કોઈ સારો વક્તા બની શકતો નથી.’ થોમસ કુલરની આ સ્માર્ટ વનલાઈનર જુઓઃ ચતુરાઈ એ ઈમાનદારી અને બેઈમાની વચ્ચેની દીવાલ છે, જેના વિશે એ કહેવું મુશ્કેલ છે કે એ કોની સંપત્તિ છે!


દુનિયાની એવી ક્ઈ એકમાત્ર વ્યક્તિ છે, જેણે નોબલ પ્રાઈઝ અને ઓસ્કર અવોર્ડ બણે જીત્યા હોય? ઉત્તર છે, જ્યોર્જ બર્નાડ શો. તેમણે સરસ કહ્યું છેઃ તક આવે છે એના કરતાં જતી રહે છે ત્યારે એ મોટી લાગે છે.લાઓ ત્સે કહે છેઃ ભાગ્ય પર બધું છોડી દેનાર લોકો સામે આવેલી તકોને ઓળખી શકતા નથી.તક એ સમયનું જ એક પાસું થયું. લેખક-પત્રકાર વજુ કોટક એટલે જ કહે છે ને કે, ‘સમય ચૂકી જનારાઓએ હંમેશા સમયની રાહ જોવી પડે છે.’ 
 એક સાથે અનેક વિભૂતિઓની વિગતો એક જ લસરકામાં સામે આવતી હોવાથી ઘણી રસપ્રદ બાબતો આપોઆપ ઉપસી આવે છે. જેમ કેશેક્સપિયરનો ૧૫૬૪માં જન્મ થયો ત્યારે રામચરિતમાનસના રચયિતા તુલસીદાસ બત્રીસ વર્ષના યુવાન હતા. મોહમ્મદ પયગંબરના જન્મ છઠ્ઠી સદીમાં થયો, જ્યારે મહાકવિ કાલિદાસ એમની પહેલા એટલે કે પાંચમી સદીમાં થઈ ગયા. ઈસવી સનની ગણતરીની શરૂઆત ક્યારે થઈ? જો તમારો જવાબ ઈશુ ખ્રિસ્તના જન્મવર્ષ સાથેએવો હોય તો તે ખોટો છે, કારણ કે ઈશુ ખ્રિસ્તનો જન્મ ઈસવી સન પૂર્વે પાંચમાં થયો હતો! ઈસવી સન પૂર્વે ૫૫૧ થી ૨૫૦ વચ્ચે થઈ ગયેલા કોન્ફ્યુશિયસ, ચાણક્ય, સોક્રેટિસ તો આ બધા કરતાં ઘણા સિનિયર ગણાય! 

મહાનુભાવોની વિચારકણિકાઓ ખરેખર ટાઈમલેસ હોય છે. પ્લેટો કહે છે, વેર લેવું છે? તો તામારા સદગુણો વધારી દો!’ ટાગોરનું કહેવું છે કે, ‘ભૂલોને રોકવા માટે દરવાજા બંધ કરી દેશો તો સત્ય પણ બહાર રહી જશે.’ ‘ભ્રમણા એક મોટામાં મોટો આનંદ છેએવું કહેનાર ફ્રેન્ચ લેખક અને ફિલોસોફર વોલ્તેર કહે છે કે,‘જિંદગીની મુસીબતો ઓછી કરવા માગતા હો તો અત્યંત વ્યસ્ત રહો.તો સેમ્યુઅલ જ્હોન્સન કહે છેઃ તમે નવરા હો તો એકલા રહેશો નહીં અને એકલા હો તો નવરા રહેશો નહીં.

આ પ્રકારના પુસ્તકની મજા એ છે કે તમે એને હાથમાં લઈને કોઈ પણ પાનું ફેરવીને વાંચી શકો છો, એકથી અધિક વખત વાંચી શકો છો અને દર વખતે તે નવાં નવાં સ્પંદનો અનુભવી શકો છો.

બાય ધ વે, લેખના શીર્ષકમાં વંચાતું અવતરણ ધારદાર રમૂજ માટે જાણીતા ઓસ્કર વાઈલ્ડનું છે!

0 0 0 


Tuesday, July 26, 2016

ટેક ઓફ: જશને બદલે જૂતાં: ચોખ્ખા માણસે હારવા માટે તૈયાર રહેવું!

Sandesh - Ardh Saptahik Purti - 27 July 2016
ટેક ઓફ
આપણા વડાપ્રધાન જવાહરલાલ નેહરુનું સમગ્ર ધ્યાન સતત મુસ્લિમોનાં હિતોનું રક્ષણ કરવામાં ખર્ચાય છે. શું ભારતમાં કેવળ મુસ્લિમોને જ રક્ષણની જરુર છે?દલિતોને અને ભારતીય ખ્રિસ્તીઓને પ્રોટેકશનની જરુર નથીખરેખર તો મુસ્લિમો કરતાં આ સમુદાયોની વધારે સંભાળ લેવાની જરુર છેએમના પર વધારે ધ્યાન આપવાની જરુર છેપણ નેહરુજી કેમ તેમના પ્રત્યે કયારેય કશી દરકાર દેખાડતા નથી?” 

ગુજરાતમાં દલિત-શોષણનો મુદ્દો ચગતાં જ રાહુલ ગાંધીમાં એવી કરુણા જાગ્રત થઈ કે તેઓ ધડાધડ ઊના ધસી આવ્યા. એના બીજા દિવસે અરવિંદ કેજરીવાલે સંપૂર્ણ મીડિયાની હાજરીમાં પીડિતના ખબરઅંતર પૂછવા ઊના દોડી આવવાનો કાર્યક્રમ બનાવી નાખ્યો. આ સાથે જ જાણે આવતા વર્ષે યોજાનારી ગુજરાત વિધાનસભા ચુંટણીની સિઝનની વિધિવત શરુઆત થઈ ગઈ.  
દર વખતની જેમ આ વખતે પણ અમુક સ્વચ્છ અને બાહોશ ઉમેદવારોથી લઈને ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા કલંકિત ઉમેદવારો ચૂંટણી લડશે... અને દર વખતની જેમ આ વખતે પણ કેટલાય સારા કેન્ડિડેટ્સ હારશેતેમની સામે નકામા ને નઠારા ઉમેદવારો જીતી જશે.  
આ કંઈ નવી વાત નથી. ઊંડી કર્તવ્યનિષ્ઠા ધરાવતોબુદ્ધિશાળીધીરગંભીર અને સમાજ માટે સારું કામ કરી શકતો ચોખ્ખો ઉમેદવાર સ્વતંત્ર ભારતની પહેલી ચૂંટણીથી હારતો આવ્યો છે. આનાં અનેક ઉદાહરણો છે. અત્યારે ફ્કત બે જ જોઈશું. પહેલું દષ્ટાંત છેભારતીય બંધારણના રચયિતા અને દલિત નેતા ડો. ભીમરાવ રામજી આંબેડકરનું.  
દલિત મહાર જ્ઞાાતિમાં જન્મેલા ડો. આંબેડકર દરિદ્ર માબાપનું તેઓ ૧૪મા નંબરનું સંતાન હતા. સમજણા થયા ત્યારથી તીવ્ર આભડછેટનો ભોગ બનતા રહૃાા. સતત અપમાન થયા કરે. નિશાળમાં શિક્ષક એને બ્લેકબોર્ડને અડવા ન દે. એનું લેસન ન તપાસે. કોઈ તેને રમાડે નહીં. વિદ્યાર્થીઓ સાથે પાણી ન પી શકે. અરેપરબ પર પણ પાણી પીવાની છૂટ નહીં. સંસ્કૃત ભણવાની તીવ્ર ઈચ્છાપણ શૂદ્રોથી સંસ્કૃત ન ભણી શકાય” એમ કહીને માસ્તર ના પાડી દે. વિદેશમાં ભણવું આજે પણ લકઝરી ગણાય છેપણ આંબેડકરે આવી કપરી પરિસ્થિતિમાંય પોતાના બુદ્ધિબળે અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં આજથી સો વર્ષ પહેલાં એડમિશન લીધું હતું. પછી ઇંગ્લેન્ડ અને થોડા સમય માટે જર્મનીમાં પણ ભણ્યા. ભયાનક અશ્પૃશ્યતા વચ્ચે ઉછરેલો ગરીબ ઘરનો દલિત છોકરો એ જમાનામાં પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંથી એમ.એ.પીએચ.ડીડી.સી.એસ. જેવી ઊંચી ડિગ્રીઓ મેળવી શકે તે અકલ્પ્ય બાબત હતી.  
ભારત આઝાદ થયો પછી ડો. આંબેડકર જેવા બિન-કોંગ્રેસીને પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું તેની પાછળ ગાંધીજીનું સૂચન કામ કરી ગયું હતું. સર્વપ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને સંભવતઃ આંબેડકર કરતાં બહેતર કાયદાપ્રધાન મળ્યો ન હોત. જોકે નેહરુ-આંબેડકરનો સથવારો લાંબો ન ચાલ્યો. વિખવાદનાં ઘણાં કારણોમાંનું એક હિન્દુ કોડ બિલ હતુંજે તૈયાર કરવાની જવાબદારી આંબેડકરને સોંપવામાં આવી હતી. હિન્દુ ધર્મના તમામ શાસ્ત્ર્રોપુરાણોસ્મૃતિઓ વગેરેનો અભ્યાસ કરીનેધર્મને સહેજ પર હાનિ ન પહોંચે તે રીતે તેમણે હિન્દુ સ્ત્રીને પુરુષ સમાન અધિકાર આપતું હિન્દુ કોડ બિલ તૈયાર કર્યુ. રુઢિવાદી હિન્દુઓ ખફા થઈ ગયા. ડો. આંબેડકરને તેમણે હિન્દુવિરોધી ગણ્યા અને બિલનો જબરો વિરોધ કર્યો. આ કદાચ અપેક્ષિત હતુંપણ નેહરુ રંગ બદલશે એવી અપેક્ષા આંબેડકરે નહોતી કરી. નેહરુજી મૂળ તો હિન્દુ કોડ બિલના સમર્થક હતાપણ ખરેખરો અમલ કરવાનો સમય આવ્યો ત્યારે ફરી ગયા. નેહરુની આ નીતિથી નારાજ થઈને આંબેડકરે પ્રધાનમંડળમાંથી રાજીનામું આપી દીધું.  
નેહરુજી જે રીતે દલિતોની ઉપેક્ષા કરતા હતા તે પણ ડો. આંબેડકરને ખટકતું હતું. ૨૭ સપ્ટેમ્બર ૧૯૫૧ના રોજ ડો. આંબેડકરે વિદાય થઈ રહેલા કાયદાપ્રધાન તરીકેની પોતાની લાંબી રેઝિગ્નેશન સ્પીચમાં ચોખ્ખું કહ્યું હતું કે, આપણા વડાપ્રધાન જવાહરલાલ નેહરુનું સમગ્ર ધ્યાન સતત મુસ્લિમોનાં હિતોનું રક્ષણ કરવામાં ખર્ચાય છે. શું ભારતમાં કેવળ મુસ્લિમોને જ રક્ષણની જરુર છે?દલિતોને અને ભારતીય ખ્રિસ્તીઓને પ્રોટેકશનની જરુર નથીખરેખર તો મુસ્લિમો કરતાં આ સમુદાયોની વધારે સંભાળ લેવાની જરુર છેએમના પર વધારે ધ્યાન આપવાની જરુર છેપણ નેહરુજી કેમ તેમના પ્રત્યે કયારેય કશી દરકાર દેખાડતા નથી?” 
આઝાદ થઈ ગયેલા ડો. આંબેડકરે પછી ૧૯૫૨માં ભારતની સર્વપ્રથમ લોકસભાની ચૂંટણીમાં શિડયુલ કાસ્ટ ફેડરેશન તરફ્થી મુંબઈમાં ઉમેદવારી કરી. એ વખતે આચાર્ય કૃપલાણી જેવા કેટલાક સમાજવાદીઓ પણ ચુંટણી લડી રહૃાા હતા. કોંગ્રેસે તેમની સામે ઉમેદવાર ઊભા ન રાખ્યાપણ ડો. આંબેડકર સામે નારાયણરાવ સદોબા કજરોલકરને ખડા કરી દીધા. આંબેડકરને હરાવવા કોંગ્રેસે દલિતોમાં પેટા જ્ઞાાતિવાદ વકરાવ્યો હોવાનું પણ કહેવાય છે. જેમના માટે આંબેડકરે લોહી-પાણી એક કર્યા હતા એ દલિતોએ જ એમને ખૂલીને મત ન આપ્યા. પરિણામે આંબેડકર ૧૪,૨૭૪ મતથી ચૂંટણી હારી ગયા.  
૧૯૫૪માં ભાંડારાની પેટાચૂંટણીમાં ડો. આંબેડકરે ફરી ઉમેદવારી કરી. કોંગ્રેસે આ વખતે ભાઉરાઉ બોરકરને પોતાના ઉમેદવાર બનાવીને તેમને જીતાડવા ખૂબ મહેનત કરી. ડો.આંબેડકર ફરીથી હાર્યા. કોંગ્રેસ કદાચ પૂરવાર કરવા માગતી હતી કે ભાઉરાવ જેવો સાત ચોપડી પાસ માણસ પણ આંંબેડકરને હરાવી શકે છે! 
આપણા સમાજસુધારકો” પુસ્તકમાં લેખક  ટિપ્પણી કરે છે, “પોતાને દલિતોનાજિતેન્દ્ર પટેલ મસીહા તરીકે ઓળખાવતા આજના કોંગ્રેસીઓ તેમના આ (આંબેડકરને ધરાર હરાવવાના) કૃત્ય પર પડદો પાડે છે. જનસંઘે ડો. આંબેડકર સામે ઉમેદવાર ઊભો નહોતો રાખ્યોએટલું જ નહીંદત્તોપંત ઠેંગડી જેવા સંઘના પ્રચારકોએ તેમના માટે ચૂંટણીપ્રચારનું કાર્ય કરેલું. ડો. આંબેડકર ભાંડારાની પેટાચૂંટણી પણ હારી ગયાકારણ કે ત્યારે જનસંઘ અને અન્ય પક્ષોનો પ્રભાવ ખૂબ ઓછો હતો.” 
દેખીતી રીતે જ નારાયણરાવ કજરોલકર અને ભાઉરાવ બોરકર બન્ને કરતાં ડો. આંબેડકર અનેકગણા લાયક ઉમેદવાર હતાછતાં તેઓ પરાજિત થયા. 

બીજું ઉદાહરણ ડો. વસંત પરીખનું છે.  
ડો. વસંત પરીખ (૧૯૨૯-૨૦૦૭) આંખોના ડોકટર હતા. દોઢ વર્ષની ઉંમરે અનાથ થઈ ગયા પછી કાકા-કાકી પાસે પહેલાં મુંબઈ અને પછી વડનગરમાં ઉછર્યા. ખૂબ સંઘર્ષ કર્યો. આંખના ડોકટર બન્યા. એમના દવાખાનાની બહાર પાટિયું લગાડવામાં આવ્યું હતું: કોઈ માણસ પૈસાના અભાવે અહીંથી સારવાર લીધા વગર પાછો ન જાય”! પોતાનાં બહેનની સ્મૃતિમાં એમણે એક ટી.બી. હોસ્પિટલ પણ શરુ કરી હતી. ડો. પરીખનો માનવીય અભિગમ વડનગરની આસપાસના વિસ્તારમાં જાણીતો બન્યો. તેમની લોકચાહના જોઈને મિત્રોએ સલાહ આપીઃ ડોકટર થઈને તમે ફ્કત દર્દીઓની જ સેવા કરી શકો છો. તમારે આખા સમાજની સેવા કરવા જાહેરજીવનાં પ્રવેશવું જોઈએ.  
ડો. વસંત પરીખના ગળે વાત ઉતરી. ૧૯૬૭માં વિધાનસભાની ચૂંટણીમાં તેઓ પોતાના ખેરાલુ મતવિસ્તારમાં અપક્ષ ઊભા રહૃાા. પ્રચાર માટે ફ્કત છ હજાર રુપિયા ખર્ચ કર્યો. આ રકમ પણ મિત્રો-શુભેચ્છકો પાસેથી ઉઘરાવી હતી. તેઓ જીતી ગયા. વિધાનસભામાં પોતાના વિસ્તારના પ્રશ્નોની તેમણે સરસ રજૂઆત કરી. ધરોઈ ડેમ ડો. પરીખની કલ્પના હતી. તેને સાકાર કરવા માટે ડો. પરીખે ગાંધીનગરથી ૧૬૮ કિલોમીટરની પદયાત્રા કરી હતી. ઈન્દિરા ગાંધી પાસે મજબૂત રજૂઆત કરીને ડેમ માટે મંજૂરી મેળવી. આજે ધરોઈ ડેમને લીધે ઊંઝા અને આસપાસના વિસ્તારના ખેડૂતોને પાણી મળે છે તેની પાછળ ડો. પરીખની મહેનત છે.  
મજા જુઓ. પહેલાં ડોકટર તરીકે અને પછી ધારાસભ્ય તરીકે માનવકલ્યાણના આટલાં બધાં કામ કર્યા હોવા છતાં ડો. વસંત પરીખ ૧૯૭૨ તેમજ ૧૯૯૫ની ચૂંટણીમાં હાર્યા. કારણપટેલવાદ. ગુજરાતનું રાજકારણ જ્ઞાાતિવાદથી ખરડાઈ ચૂકયું હતું. જે લોકોની દિવસ-રાત સેવા કરી હતી તે જ લોકોએ ડો. પરીખને મત ન આપ્યા. દલિતોે જે રીતે ડો. આંબેડકરને મત આપવામાં પાછળ પડયાતેમ.  
પરાજય થયા પણ ડો. પરીખનું સેવાકાર્ય અવિરત ચાલતું રહૃાું. વડનગર નાગરિક મંડળભણસાળી ટ્રસ્ટ અને રાધનપુરના સર્વોદય આરોગ્યનિધિના નેત્રયજ્ઞાોમાં તેમણે આજીવન સેવા આપી. તેમણે અને તેમની ટીમે કરેલાં આંખનાં ઓપરેશનોનો આંકડો દોઢ લાખ કરતાં વધી જાય છે. ૧૯૮૪થી બિહારના બોધિગયામાં દર બાવીસ વર્ષ સુધી તેેઓ નિયમિત સેવા આપવા જતા. ૭૮ વર્ષની પાકી ઉંમરે તેઓ નવ-નવ કલાક ઊભા રહીને દર્દીઓનું નિદાન અને ચિકિત્સા કરતા. ડો. વસંત પરીખ જેવો કર્મઠ માણસ ચૂંટણી જીતીને લોકોનું અનેકગણું વધારે ભલું કરી શકયા હોત તે સમજી શકાય છે.  

ઉમેદવાર દલિત હોય કે સવર્ણચૂંટણીમાં સારા અને સાચા માણસ હારે છે અને ગુનાહીત બેકગ્રાઉન્ડ ધરાવતા નઠારા ઉમેદરવારની જીતવાની શકયતા હંમેશાં વધારે રહે છે. આપણી મહાન લોકશાહીની આ કમનસીબી છે.  
0 0 0