Showing posts with label વિપશ્યના. Show all posts
Showing posts with label વિપશ્યના. Show all posts

Thursday, May 18, 2017

આધ્યાત્મિકતાનો સ્પર્શ જુવાનીમાં જ થઈ જવો જોઈએ

સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - બુધવાર  - ૧૭ મે ૨૦૧૭

ટેક ઓફ

શરીરમાં હણહણતા અશ્ર્વ જેટલી તાકાત હોય, હોર્મોન્સ ઊછળકૂદૃ કરતા હોય, િંજદૃગીની ઈમારતનો નકશો આકાર લઈ રહ્યો હોય, મનમાં સ્વપ્નો અને મહત્ત્વાકાંક્ષાઓ તરંગો સર્જ્યાં કરતાં હોય, સંબંધોની સમૃદ્ધિ તેમજ સંબંધોની ક્રૂરતામાંથી પસાર થવાનું હજુ બાકી હોય અને િંજદૃગીનાં સત્યો-માપદૃંડો-હદૃરેખાઓ-વિચારધારાઓ ડિફાઈન થઈ રહ્યાં હોય ત્યારે માણસને આધ્યાત્મિકતાની સૌથી વધારે જરુર પડે છે.




માણસે કયારે આધ્યાત્મિક બનવું જોઈએ? જીવનના કયા તબક્કે માણસને આધ્યાત્મિકતાનો સ્પર્શ થઈ જવો જોઈએ? આધ્યાત્મિકતાને કઈ રીતે ડિફાઈન કરી શકાય? આધ્યાત્મિક હોવું અને ધાર્મિક હોવું - આ બન્ને એક જ વસ્તુ છે કે અલગ અલગ? જિંદૃગીમાં એક સમય આવે છે જ્યારે આપણું મન આ બધા પ્રશ્ર્નોના ઉત્તર તીવ્રતાથી ઝંખવા માંડે છે.

મા-બાપે કે દૃાદૃા-દૃાદૃીએ શીખવ્યું હતું એટલે ભગવાનની મૂર્તિ સામે યાંત્રિકપણે અગરબત્તી-દૃીવા કરી નાખવા કે ઘરમાંથી બહાર પગ મૂક્તાં પહેલાં ભગવાન સામે માથું નમાવીને ફટાફટ નીકળી જવું તે ધાર્મિકતા નથી. રુદ્રાક્ષની માળા હાથમાં લઈને સમજ્યા વગર બંધ આંખે જાપ જપવા બેસી જવું તે પણ ધાર્મિકતા નથી. સાચા ધર્મ અને અધ્યાત્મને બાહ્ય વિધિઓ સાથે ક્યાં કશો સંબંધ હોય છે? સ્વામી વિવેકાનંદૃે યોગ્ય જ કહ્યું છે કે, ‘યજ્ઞયાગ, સાષ્ટાંગ દૃંડવત પ્રણામ, અસ્પષ્ટ મંત્રોચ્ચાર એ કંઈ ધર્મ નથી. જો તેનાથી આપણા વિચારો ઊચ્ચ થાય કે આપણે ઈશ્ર્વરી પૂર્ણતાનો સાક્ષાત્કાર કરી શકીએ અને સુંદૃર તથા સાહસિક કાર્યો કરવાને પ્રરાઈએ, તો જ આ બધામાં કંઈ સાર છે. જ્યાં સુધી ‘મને અડકશો નહીં' એ તમારો પંથ છે અને રસોડાનું હાંડલું તમારો દૃેવ છે ત્યાં સુધી આધ્યાત્મિક વિકાસ અસંભવિત છે.'

પ્રચલિત રીતે જેને ‘ધર્મ' કહેવામાં આવે છે તેનો સંદૃર્ભ ખરેખર તો સંપ્રદૃાયો સાથે હોય છે. હિંદૃુ ઘરમાં જન્મેલું બાળક આપોઆપ હિંદૃુ બને છે. ખ્રિસ્તી કે મુસ્લિમ પરિવારમાં જન્મેલું બાળક આપોઆપ ખ્રિસ્તી કે મુસ્લિમ બને છે. આ અર્થમાં સંપ્રદૃાય માણસને વારસામાં મળે છે, પણ અધ્યાત્મ માણસે ખુદૃ ડિસ્કવર કરવું પડે છે. સંપ્રદૃાય પરંપરાગત રસ્તે થઈને આપણે જેને ઈશ્ર્વર કે પરમપિતા પરમાત્મા કહીએ છીએ તેની નજીક લઈ જવાનું કામ કરે છે, જ્યારે અધ્યાત્મ માણસને પોતાની જાતની નજીક લઈ જાય છે, એને પોતાની પ્રકૃતિ અને વૃત્તિઓ પ્રત્યે જાગૃત બનાવે છે. ધર્મ અને અધ્યાત્મ વાસ્તવમાં ઇન્ટરચેન્જેબલ બાબતો છે. આ બન્નેની વચ્ચે વ્યાખ્યાઓની ઊંચી દૃીવાલ ચણવાની જરુર નથી. તમે ધર્મ કહો કે અધ્યાત્મ, બન્નેનો ઉદ્દેશ આખરે તો એક જ છે - માણસને જીવન જીવવાની કળા શીખવવાનો. જે વસ્તુ માણસને જીવન જીવવાની કલા શીખવી શકતી નથી તે નથી ધર્મ કે નથી અધ્યાત્મ.  

અમુક લોકોના મનમાં એક તદ્દન ફાલતુ માન્યતા ઊભી થઈ ગઈ છે કે આધ્યાત્મિકતા ને એવું બધું તો બુઢાપામાં કરવાનું હોય. જુવાની અને આધ્યાત્મિક્તાને શું લાગેવળગે? આ માન્યતામાંથી ત્વરિત બહાર આવી જવાનું છે. સિનિયર સિટીઝનનું લેબલ લાગી ચુક્યું હોય, શરીર ખખડી ગયું હોય, આંખ-કાન-જીભ ક્ષીણ થવા લાગ્યાં હોય અને જીવનમાં હવે કરવા માટે હવે બીજું કશું બચ્યું ન હોય ત્યારે માણસ સ્પિરિચ્યુઅલ બને તોય શું ને ન બને તોય શું. મોટા ભાગનું જીવન જીવાઈ ગયું હોય પછી જીવન જીવવાની કલા આવડે તોય શું, ન આવડે તોય શું. આધ્યાત્મિકતા કંઈ નવરા બુઢા લોકો માટેની ટાઈમપાસ એકિટવિટી નથી.



જીવનમાં આધ્યાત્મિકતાનો સ્પર્શ યુવાનીમાં જ થઈ જવો જોઈએ. જ્યારે શરીરમાં હણહણતા અશ્ર્વ જેટલી તાકાત હોય, હોર્મોન્સ ઊછળકૂદૃ કરતા હોય, જિંદૃગીની ઈમારત ઊભી કરવાનો નકશો આકાર લઈ રહ્યો હોય, મનમાં સ્વપ્નો અને મહત્ત્વાકાંક્ષાઓ સતત તરંગો સર્જ્યાં કરતાં હોય, કરીઅર અને લગ્ન જેવાં જીવનના સૌથી મહત્ત્વના નિર્ણયો હજુ લેવાયા ન હોય અથવા તાજા તાજા લેવાયા હોય, સંબંધોની સમૃદ્ધિ તેમજ સંબંધોની ક્રૂરતામાંથી પસાર થવાનું બાકી હોય અને જિંદૃગીનાં સત્યો-માપદૃંડો-હદૃરેખાઓ-વિચારધારાઓ ડિફાઈન થઈ રહ્યાં હોય ત્યારે માણસને આધ્યાત્મિકતાની સૌથી વધારે જરુર પડે છે. જો યુવાનીમાં આધ્યાત્મિકતાના ક્ષેત્રે સાચી દિૃશામાં કદૃમ માંડી દૃીધાં હશે તો અગાઉ ક્યારેય થઈ નહોતી થઈ એવી આંતરિક સ્પષ્ટતાઓ થવા માંડે છે. જીવનનાં નાનામાં નાનાથી લઈને મોટામાં મોટાં યુદ્ધો લડવામાં ખૂબ મદૃદૃ મળે છે. માણસને આધ્યાત્મિકતા યુવાનીમાં સૌથી વધારે શોભે છે.

... અને તેથી જ અધ્યાત્મના ક્ષેત્રમાં પગ મૂકી રહેલા યુવાનોને જોઈને ખૂબ પ્રસન્નતા થાય છે. દૃુનિયાભરમાં પાંડુરંગ શાસ્ત્રી પ્રેરિત સ્વાધ્યાય પરિવારનાં આશરે ૨૫,૦૦૦ યુવા કેન્દ્રો તેમજ યુવતી કેન્દ્રો સક્રિય છે. દૃર અઠવાડિયે ૧૬થી ૩૦ વર્ષની એજગ્રપુમાં સ્થાન પામતા લાખો યંગસ્ટર્સ આ કેન્દ્રોમાં એકત્રિત થઈને શારીરિક-માનસિક-બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસના પાઠ શીખે છે. ગૌતમ બુદ્ધે વિશ્ર્વને જેની ભેટ આપી છે વિપશ્યનાની સાધના  ખાસ્સી ચેલેન્જિંગ અને કઠિન છે, પણ વિપશ્યનાની શિબિરોમાં યુવાનોની બહુમતી જોઈને પુલકિત થઈ જવાય છે. આધ્યાત્મિક ગુરુ મોરારીબાપુના બહુ વખણાતા અસ્મિતા પર્વ નામના સાંસ્કૃતિક ઉત્સવોમાં યુવાનો ઉત્સાહભેર ભાગ લે છે. અર્બન અપીલ ધરાવતા પદ્મવિભૂષણ જગ્ગી સદૃગુરુ અધ્યાત્મક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી રહ્યા છે અને યુવાનોમાં તેઓ વિશેષ લોકપ્રિય છે. આવાં અનેક ઉદૃાહરણો છે.

આધ્યાત્મિક સાધના શીખ્યા પછી તેનો ગંભીરતાપૂર્વક નિયમિત રિયાઝ કરતા યુવાનોની જીવનશૈલીમાં અને વર્તન-વ્યવહારમાં આશ્ર્ચર્ય થાય એવાં નક્કર પરિવર્તનો જોઈ શકાય છે. તેઓ પોતપોતાના ક્ષેત્રમાં ઊત્તમ કામગીરી કરશે એવી અપેક્ષા રાખવાનું પણ મન થાય છે. એવી ખાતરી તો મળે જ છે કે આ યંગસ્ટર્સ આગળ જતા મહાન કામો કરે કે ન કરે, પણ કમસે કમ તેઓ ભ્રષ્ટ, લબાડ અને ચરિત્રહીન તો નહીં જ બને.    

આધ્યાત્મિક હોવું એટલે ભગતડા બની જવું એમ નહીં. આધ્યાત્મિક હોવું એટલે નીરસ બની જવું એમ પણ નહીં. આધ્યાત્મિકતાનો ઉપયોગ પ્રમાદૃી કે પલાયનવાદૃી બનવા માટે બિલકુલ કરવાનો નથી. મહેનત કરવાના સમયે જો તમે પલગં પર લાંબા થઈને, સાઈડમાં લેપટોપ ખોલીને, યુટ્યુબ પર ક્લાકો સુધી આધ્યાત્મિક પ્રવચનોના વિડીયો જોયા કરો તે ન ચાલે. જવાબદૃારીથી ભાગીને  ‘ના હોં, મારો મેડિટેશનનો ટાઈમ થઈ ગયો' એમ કહીને તમે પલાંઠી વાળીને બેસી જાઓ તે પણ ન ચાલે. મોરારીબાપુ ક્હે છે તેમ, ક્થામાં તો ઘણા લોકો બેસે છે, પણ લોકોમાં ક્થા બેસતી નથી! આધ્યાત્મિક્તાના મામલામાં પણ આવું જ.

ઘણા લોકોને સ્પિરિચ્યુઆલિટીનું વ્યસન થઈ જાય છે. તેઓ ગંગામાં ધૂબાકા લગાવશે, હૃષિકેશ-હરિદ્વાર જઈને યોગસાધનાના કરી આવશે, વિપશ્યનાની દૃસ-દૃસ દિૃવસની શિબિરો કરશે, આનંદૃમૂર્તિ ગુરુમાના ગન્નોર ખાતે આવેલા રિશી ચૈતન્ય આશ્રમમાં દિૃવસો પસાર કરશે, ગાંજો પીતા પીતા જોરશોરથી ઓશો રજનીશ વિશે તાત્ત્વિક ચર્ચાઓ કરશે ને અઘોરીઓ પાસેથી ભેદૃી વિદ્યા શીખવા જંગલોમાં ડાફરિયા પણ મારશે. આવા લોકોે સ્પિરિચ્યુઅલ જન્કી છે. આપણે એમના જેવા તો જરાય બનવાનું નથી. આપણે અધ્યાત્મમાં સક્રિય બનવાનું છે, આધ્યાત્મિક મનોરંજનમાં નહીં. અધ્યાત્મ હોય કે જીવનનું કોઈ પણ ક્ષેત્ર હોય, જો વિવેકબુદ્ધિ અને સંતુલન ન જળવાય તો બધું નકામું છે.  

સ્વામી વિવેકાનંદૃે વર્ષો પહેલાં યુવાનોને ઉદ્દેશીને જે ક્હેલું તે આજે પણ એટલું જ પ્રસ્તુત છેઃ ‘આપણા દૃેશમાંં હજી ધર્મ અને આધ્યાત્મિકતા છે. ધર્મ અને આધ્યાત્મિકતાના પ્રવાહોએ દૃુનિયા પર પૂરજોશમાં વહેવું પડશે અને દૃુનિયાને તરબતર કરી દૃેવી પડશે... દૃરેક જીવાત્મામાં દિૃવ્યતા સુપ્ત રુપે રહેલી છે. બાહ્ય અને આંતર પ્રકૃતિ પર કાબૂ મેળવી અંદૃર રહેલી દિૃવ્યતા પ્રગટ કરવી એ લક્ષ્યસ્થાન છે. કર્મ, ભકિત અથવા પ્રાણાયામ કે તત્ત્વજ્ઞાન આમાંથી એકથી વધારેની અથવા બધાંની મદૃદૃ લઈને એ કરો અને મુકત થાઓ. આમાં બધો ધર્મ આવી જાય છે. મતમતાંતર, માન્યતાઓ, વિધિઓ, ગ્રંથો, મંદિૃરો, બાહ્ય આચાર - આ બધી ગૌણ વાતો છે.'

0 0 0 

Wednesday, May 18, 2016

ટેક ઓફ: સુખ-દુખ, આત્મા-પરમાત્મા અને ગૌતમ બુદ્ધ

Sandesh - Ardh Saptahik purti - 18 May 2016
ટેક ઓફ 
ગૌતમ બુ્દ્ધ વિશે બે ભ્રામક માન્યતાઓ દાયકાઓ-સદીઓ સુધી ફેલાયેલી રહી. એક તો એ કે બુદ્ધ દુખવાદી છે અને બીજી એ કે બુદ્ધ નાસ્તિક છે. જ્યારે મૂળ વાણી ઉપલબ્ધ ન હોય ત્યારે અજાણપણે ખોટું અર્થઘટન કરવાનું તેમજ ઈરાદાપૂર્વક દુષ્પ્રચાર કરવાનું સહેલું બની જતું હોય છે.  

ત્રણ દિવસ પછી, શનિવારે, બુદ્ધપૂર્ણિમા છે. આ નિમિત્તે ગૌતમ બુદ્ધ વિશે પ્રચલિત થયેલી ગેરમાન્યતા વિશે વાત કરવી છે. પહેલો ભ્રામક ખ્યાલ એવો છે કે ગૌતમ બુદ્ધનો ઉપદેશ દુખવાદી છે. આવું આપણે ત્યાં સદીઓથી ક્હેવાતું આવ્યું છે. બીજો ખ્યાલ એવો છે કે બુદ્ધ નાસ્તિક હતા. વિખ્યાત વિપશ્યના આચાર્ય સત્યનારાયણ ગોયન્કાએ આ બન્ને બાબતોને કેન્દ્રમાં રાખીને બે અલાયદાં પુસ્તકે લખ્યાં છે -'કયા બુધ્ધ દુખવાદી થે?' અને 'કયા બુદ્ધ નાસ્તિક થે?' આ અભ્યાસપૂર્ણ પુસ્તકોમાં એમણે આ બન્ને માન્યતાઓનું તર્કબદ્ધ રીતે ખંડન ર્ક્યું છે. સ્વ. સત્યનારાયણ ગોયન્કા એ વ્યકિત છે, જેમણે ભારતમાં સંપૂર્ણપણે લુપ્ત થઈ ચુકેલી બુદ્ધની વિપશ્યના વિદ્યા બર્મામાં એના શુદ્ધતમ સ્વરુપમાં શીખીને પહેલાં હિંદુસ્તાનમાં તેનું પુનઃ સ્થાપન ર્ક્યું અને ક્રમશઃ દુનિયાભરમાં પ્રચલિત કરી.
દુખવાદ એટલે જીવનમાં કેવળ દુખ જ દુખ છે, કયાંય સુખની આશાનું કિરણ સુદ્ધાં નથી એમ માનવું. ગોયન્કાજી ક્હે છે કે અજ્ઞાાનીઓએ અથવા પોતાનો મતલબ સિદ્ધ કરવા માગતા લોકોએ 'સર્વ દુખમ્ દુખમ્' આ ત્રણ શબ્દો ગૌતમ બુદ્ધના મોઢે મૂકી દઈને દાટ વાળ્યો છે. સેંક્ડો, હજારો વર્ષથી આ જુઠ ફરી ફરીને ક્હેવાતું રહૃાું અને બુદ્ધને અને તેમના ઉપદેશ પર લાંછન લગાડાતું રહૃાું. કેટલાક્ ઉચ્ચ ક્ક્ષાના ભારતીય વિદ્વાનો તેમજ પશ્ચિમના વિચારકો પણ આ મિથ્યા માન્યતાના શિકર બની ચુકયા છે. 'સત્યાર્થ પ્રકાશ' પુસ્તક્માં ખુદ દયાનંદ સરસ્વતીએ લખ્યું છે કે બુદ્ધની માન્યતા અનુસાર,  સર્વસ્ય સંસારસ્ય દુઃખાત્મક્ત્વં અર્થાત સમગ્ર સંસાર દુખમય છે. 'સત્યાર્થ પ્રકાશ'માં બુદ્ધના ઉપદેશના અન્ય દોષો વિશે પણ લખવામાં આવ્યું છે. ક્રાંતિકારી સમાજસુધારક દયાનંદ સરસ્વતી જેવી હસ્તી જ્યારે આવું ક્હે ત્યારે આમજનતામાં બુદ્ધ દુખવાદી હતા તેવી માન્યતા દઢ થવાની જ.
સ્વતંત્ર ભારતના બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને પણ લખ્યું છે કે, 'બુદ્ધ ને દુખવાદ કી પ્રબલ અતશિયોકિત કી હૈ... ચિંતન ક્ષેત્ર કે સમગ્ર ઈતિહાસ મેં માનવજીવન પર દુખ કી જિતની પ્રગાઢ કાલિમા બુદ્ધ ને થોપી હૈ, ઉતની ઔર ક્સિી ને નહીં થોપી. ઉન્હોંને દુખ કી કાલિમા કો અત્યંત અતિરંજિત કર કે દિખાયા હૈ...'
સત્યનારાયણ ગોયન્કાએ બુદ્ધની મૂળ વાણીનો ઊંડો અભ્યાસ ર્ક્યો અને બુદ્ધે સૂચવેલી વિપશ્યના વિદ્યાનો સઘન અનુભવ લીધો. ધીમે ધીમે તેમને સમજાતું ગયું કે બુદ્ધના ઉપદેશ પર સદીઓથી જે આરોપ લગાવવામાં આવે છે તે કેટલો આધારહીન છે. તેઓ લખે છે, 'બુદ્ધની મૂળ વાણીથી અપરિચિત રહેવાને કારણે તેના પર અવારનવાર આરોપ લાગતા રહૃાા. સમયની સાથે મિથ્યા ક્લંક્ની કાલિમાના લપેડા લાગતા જ રહ્યા. ક્રમશઃ આ કાલિમા એટલી ગાઢ બની ગઈ કે વાસ્તવિક્ સત્ય કયાંય અદશ્ય થઈ ગયું. હું નથી માનતો કે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણે જાણીજોઈને આવું લખ્યું હોય, પણ બુદ્ધ પર લાગેલું મિથ્યા ક્લંક કેટલું પ્રગાઢ હતું તે તેમના વિધાન પરથી સ્પષ્ટ થઈ જાય છે. મને લાગે છે કે આનું કરણ એ છે કે બુદ્ધ વાણી આપણા દેશમાંથી સંપૂર્ણપણે લુપ્ત થઈ ગઈ હતી અને અન્યોએ ક્હેલી કે સૂચવેલી વાતોને જ સત્ય માની લેવામાં આવ્યું.'   
જ્યારે મૂળ વાણી ઉપલબ્ધ ન હોય ત્યારે અજાણપણે ખોટું અર્થઘટન કરવાનું તેમજ ઈરાદાપૂર્વક્ દુષ્પ્રચાર કરવાનું સહેલું બની જતું હોય છે. બાકી જેમાં બુદ્ધનો ઓરિજિનલ ઉપદેશ સંગ્રહાયેલો છે એ પાલિ ભાષામાં લખાયેલા 'ધમ્મપદ' પુસ્તક્ના પ્રારંભમાં જ આ બે પદ આવે છે-
મનસા ચે પદુટ્ઠેન, ભાસતિ વા ક્રોતિ વા
તતો નં દુકખમન્વેતિ, ચક્કં વ વહતો પદં.
મનસા ચે પ્રસન્નેન, ભાસતિ વા ક્રોતિ વા
તતો નં સુખમન્વેતિ, છાયા વ અનપાયિની.
આનો અર્થ એવો થાય છે કે જ્યારે કોઈ વ્યકિત મેલા ચિત્તથી શરીર કે વાણીનું ર્ક્મ કરે છે ત્યારે દુખ તેની પાછળ એવી રીતે પડી જાય છે જે રીતે બળદની પાછળ જોડાયેલી ગાડી. એ જ રીતે, જ્યારે કોઈ વ્યકિત નિર્મળ કે પ્રસન્ન ચિત્તથી શારીરિક અથવા વાચિક ર્ક્મ ક્રે છે ત્યારે એની પાછળ સુખ એવી રીતે પડી જાય છે જાણે કયારેય સાથ ન છોડતો પડછાયો. મન મેલું હોય ત્યારે દુર્ષ્ક્મ થવાનું અને એનું ફ્ળ પણ દુખદ આવવાનું. પ્રસન્ન ચિત્તથી થયેલું ર્ક્મ સર્ત્ક્મ હોવાનું ને એનું પરિણામ સુખદ આવવાનું. આમ, 'ધમ્મપદ'નાં ઊઘડતા પાને જ દુખ અને બન્નેની વાત આવે છે.

બુદ્ધ દુખની ચર્ચા કરતી વખતે તેનાં કારણો સમજાવે છે, તેનાં નિવારણની વાત કરે છે અને સુખની ચર્ચા કરતી વખતે સુખનાં કારણો પર પ્રકાશ પાડી તેના સંવર્ધનની વાત કરે છે. જો બુદ્ધે દુખની મીમાંસા કરીને દુખથી દૂર રહેવાનો ઉપદેશ આપવાને બદલે એમ કહ્યું હોત કે દુખ તો સર્વત્ર છે અને કાયમ રહેવાનું છે, એમાંથી બહાર આવવાના પ્રયત્નો કરવાનું વ્યર્થ છે તેથી દુખ દૂર ક્રવાની ઈચ્છા કે મહેનત કરવાનાં જ નહીં, તો બુદ્ધ જરુર દુખવાદી ગણાત, નિરાશાવાદી ગણાત. જો આમ હોત તો સમગ્ર માનવજાત માટે ગૌતમ બુદ્ધનો દુખદાયી ઉપદેશ નુકસાનકારક બની જાત. વાસ્તવિક્તા એ છે કે બુદ્ધે કયારેય એવું કહ્યું નથી કે દુખથી છુટકારો મેળવવાનું અશકય છે. બલકે, એમણે તો દુખમાંથી બહાર આવવા માટે વિપશ્યનાનો સો ટકા પ્રેકિટક્લ અને કોઈ પણ માણસ વ્યવહારમાં એપ્લાય કરી શકે તેવો માર્ગ ચીંધાડયો.
બુદ્ધે કહ્યું હોય કે ન કહ્યું હોય, પણ જરા (બુઢાપો), વ્યાધિ (બીમારી), મૃત્યુ, પ્રિયજનનો વિયોગ, અપ્રિયનો સંયોગ, ઈચ્છિત વસ્તુ ન થવી - આ બધું દુખદાયક્ છે જ. વારે-વારે જન્મ લઈને મૃત્યુ પામતા રહેવાનું જે ચક્ર ચાલતું રહે છે તેને બુદ્ધે દુખનું મૂળ ગણાવ્યું. બૌદ્ધિઝમમાં પૂર્વજન્મોનાં સંસ્કારો અને જન્મ-મરણનાં ચક્રમાંથી છૂટકારાને ખૂબ મહત્ત્વ અપાયું છે. પૂર્વજન્મની વાતો અને થિયરીઓ ઘણાને અપીલ કરતી નથી, પણ એને અવગણીને પણ બુદ્ધના બાકીના ઉપદેશને, સુખ-દુખમાં સતત સમતા રાખવાની વાતને અપનાવી શકાય છે. 
એક થિયરી એવી છે કે સિદ્ધાર્થ ગૌતમે તો સત્ય વિશેનું પોતાનું કુતૂહલ સંતોષવા માટે યા તો ખુદના ક્લ્યાણ માટે ઘરસંસારનો ત્યાગ કર્યો  હતો. આથી ક્ંઈ તેમનો ગૃહત્યાગ સાર્થક ન ગણાય. સચ્ચાઈ એ હતી કે ઓગણત્રીસ વર્ષની ઉંમરે સિદ્ધાર્થે જ્યારે બુઢાપો, બીમારી અને મૃત્યુની સચ્ચાઈ જોઈ ત્યારે ભવિષ્યમાં પોતાની દશા પણ આવી જ થવાની છે એવું ભાન થવાથી વ્યાકુળ નહોતા બન્યા. તેમના મનમાં જીવ માત્ર માટે કરુણઆ જાગી હતી. એમના મનમાં સવાલ જાગ્યો કે શું જન્મ લેનાર તમામ જીવોએ આ દુખોમાંથી પસાર થવું જ પડે? તેમાંથી છૂટકારો મેળવવાનો કેઈ ઉપાય નથી? સાથે સાથે તેમને એમ પણ થયું કે -
યથાપિ દુકખે વિજ્જન્તે, સુખં નામા'પિ વિજ્જતિ.
અર્થાત, જ્યાં આટલાં બધાં દુખોનું અસ્તિત્ત્વ છે ત્યાં પરમ સુખનું અસ્તિત્ત્વ પણ હોવાનું જ. જ્યાં વારંવાર જન્મ લેવાનું વિદ્યમાન છે ત્યાં વાંછિત અજન્માવસ્થા પણ વિદ્યમાન છે જ. પાપજન્ય પીડાથી ઘેરાયેલા લોકો માટે મુકિતનો કોઈક મંગલમય માર્ગ હોવાનો જ. બુદ્ધને એવો માર્ગ શોધવો હતો જે જન્મજન્માંતરના ચક્રમાંથી સદાને માટે મુકિત અપાવે.     
બુદ્ધ પર એક આક્ષેપ એવો છે કે એમણે પોતાની સુંદર યુવાન પત્ની, નવજાત શિશુ તેમજ વૃદ્ધ માતા-પિતાનો ત્યાગ ર્ક્યો તે ઉચિત નહોતું. આની સ્પષ્ટતા એ છે કે બુદ્ધ પોતાના પરિવારને સાંસારિક સુખો આપી શકે તેમ હતા જ, પણ એમણે તો પરિવારજનોને આ સુખ કરતાંય અનેક્ગણું વધારે ચડિયાતું એવું ભવમુકિતનું સુખ વિપશ્યનાના માર્ગે આપ્યું. 
બુદ્ધ વિશે બીજી ગેરમાન્યતા એ ફેલાઈ છે કે તેઓ નાસ્તિક્ હતા. ઈન ફેકટ, આજે પણ વિપશ્યનાની શિબિરના પ્રારંભે જ સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે કે મેડિટેશન કરતી વખતે કોઈ ભગવાન, આકૃતિ, આકાર કે મંત્રનું સ્મરણ કરવાનું નથી, આ દસ દિવસ દરમિયાન કેઈ પૂજાપાઠ, જાપ કે ર્ક્મકાંડ કરવાના નથી. માદળિયાં, તાવીજ કે એવું ક્શુંય પહેર્યું હોય તો શરીર પરથી ઉતારી નાખવાનું છે. આથી ઘણા લોકેના મનમાં સંદેહ જાગતો હોય છે કે વિપશ્યનાના રંગે રંગાવાથી પોતે કયાંક્ જાણે-અજાણે નાસ્તિક તો નહીં બની જાયને.
નાસ્તિક એટલે? જે આત્મા અને પરમાત્માનું અસ્તિત્ત્વ સ્વીકારતો નથી એ. બુદ્ધવાદમાં આત્મા-પરમાત્માનો કોન્સેપ્ટ અપ્રસ્તુત છે. આથી સહેજે સવાલ થાય કે આત્મા અને પરમાત્માની આટલી સ્પષ્ટ સચ્ચાઈ ન સ્વીકારી શક્તા ગૌતમ બુદ્ધ ધાર્મિક્ કોવી રીતે હોઈ શકે?  જો આત્માનું અસ્તિત્ત્વ જ ન હોય તો વારંવાર કોનો પુનર્જન્મ થાય છે? જો કોઈ ઈશ્વરનું અસ્તિત્ત્વ જ ન હોય તો આવી વિસ્મયકારક સૃષ્ટિનું સર્જન કોણે ર્ક્યું? સીધો હિસાબ છે - આસ્તિક એટલે ધાર્મિક અને નાસ્તિક એટલે અધાર્મિક્, કુટિલ, ખલ, કામી.

સત્યનારાયણ ગોયન્કા લખે છે, 'વિપશ્યનાનો સ્પર્શ થયો નહોતો ત્યાં સુધી મારા મનમાંય જાતજાતની શંકા-કુશંકાઓ થયા કરતી હતી, પણ દસ દિવસની પહેલી શિબિરમાં જ મને સમજાઈ ગયું કે બુદ્ધના ઉપદેશમાં ભલે ઈશ્વરનો આધાર લેવાયો નથી, પણ આ વિદ્યા શીખનાર વ્યકિત નથી કુટિલ બનતી, નથી ખલ બનતી કે નથી કામી બનતી. બલકે એ તો સદાચારી બને છે, એનું મન સંતુલિત તેમજ શુદ્ધ થાય છે અને એ મૈત્રી તેમજ કરુણાની સદભાવનામાં તર-બ-તર રહે છે. જે વિદ્યા આટલી શુદ્ધ અને પાવન હોય તેમાં ઈશ્વરનો કોઈ આધાર નથી એમ ક્હીને કેવી રીતે અવગણી શકાય?'
ધીમે ધીમે સમજાતું ગયું કે જો શીલ, સમાધિ અને પ્રજ્ઞાાના અભ્યાસ દ્વારા મનોવિકારના બંધનમાંથી મુકિત મળતી હોય અને ચિત્ત નિર્મળ થતું હોય તો આત્માનું (જો તે હોય તો) ક્લ્યાણ જ થવાનું છે. ઘારો કે આત્મા જેવું ક્ંઈ ન હોય તો શા માટે એનો કાલ્પનિક્ બોજ લઈને ફરવાનું? એ જ રીતે, ધારો કે આ બ્રહ્માંડનું સર્જન કરનાર કેઈ પરમપિતા પરમાત્મા હોય અને એણે સંસારના નૈસર્ગિક્ તેમજ નૈતિક્ નિયમોનું પણ નિર્માણ ર્ક્યું હોય તો એ પોતાના આ નિયમોનું પાલન કરનારા સાધક્થી પ્રસન્ન જ થવાનો છે.  ધારો કે ભગવાન જેવું ક્ંઈ ન હોય તો શા માટે એનો કાલ્પનિક્ બોજ ઊંચકીને ફરવાનું?
આપણને ધર્મ અને પરંપરા વિશે વાંચ-વાંચ કરવાની અને ટીવી-વેબસાઈટ પર સાંભળ-સાંભળ કરવાની કે જો-જો કરવાની કુટેવ પડી ગઈ છે. આવું કરીને પછી આપણે સંતુષ્ટ થઈને બેસી જઈએ છીએ. આ ખોટું છે. 'સક્રિય અભ્યાસ ર્ક્યા વગર વાસ્તવિક્ લાભ કેવી રીતે મળશે?' સત્યનારાયણ ગોયન્કા સમાપન ક્રે છે, 'જો ધર્મજ્ઞાાનનો નક્કર અભ્યાસ કરીને તેને વ્યવહારમાં નહીં મૂકીએ તો આપણે કેવળ દાર્શનિક કે સાંપ્રદાયિક્ વિવાદોમાં જ ગૂંચવાયેલા રહીશું.'
આ જોખમસ્થાનથી આપણે સૌએ બચવા જેવું છે.
0 0 0