Showing posts with label Goonga Pehalwan. Show all posts
Showing posts with label Goonga Pehalwan. Show all posts

Sunday, April 24, 2016

મલ્ટિપ્લેક્સ : ઈન્ડિયામાં ફેમસ

Sandesh - Sanskar Purti - 24 April 2016

મલ્ટિપ્લેક્સ

‘y{ËkðkË{kt Vu{‚’ ™k{™e s÷‚ku …zu yuðe zkufâw{uLxhe ƒ™kðe™u ŒksuŒh{kt ™uþ™÷ yðkuzo SŒe ÷u™kh nkrËoõ {nuŒk {¤ðk suðk {ký‚ Au. ðzkuËhk{kt {kuxku ÚkÞu÷ku yk yuÂLs™eÞh Þwðk™ ‘ykze ÷kE™u’ [ze™u xu÷uLxuz rVÕ{{uõh þe heŒu ƒ™e „Þku? 







નક્કી નેશનલ અવોર્ડ અને અમદાવાદ વચ્ચે કંઈક છે! તે સિવાય આવું ન બને. જુઓને, હજુ ગયા વર્ષે જ અમદાવાદના ત્રણ ટેલેન્ટેડ યુવાનાએ બનાવેલી ડોકયુમેન્ટરી ફિલ્મ 'ગૂંગા પહલવાન'ને નેશનલ અવોર્ડ મળ્યો હતો. (આ જ જગ્યાએ આપણે પ્રતીક ગુપ્તા, વિવેક ચૌધરી અને મિત જાની તેમજ તેમણે બનાવેલી ફિલ્મ વિશે વિગતે વાત પણ કરી હતી, યાદ છે?) આ વખતે ફરી એક વાર અમદાવાદ સાથે સોલિડ કનેકશન ધરાવતી ડોકયુમેન્ટરી રાષ્ટ્રીય સ્તરે સર્વશ્રેષ્ઠ ઘોષિત થઈ છે. આ વખતની ડોકયુમેન્ટરીનું ટાઈટલ છે, 'અમદાવાદમાં ફેમસ'. તેનો વિષય છે, અમદાવાદની ઉતરાણની સિઝનમાં અગિયાર વર્ષના એક છોકરાએ ધાબા પરથી પતંગ ચગાવવા માટે કરવો પડતો સંઘર્ષ. ફિલ્મ બનાવનાર પ્રતિભાશાળી ફિલ્મમેકરનું નામ છે, હાર્દિક મુકુલ મહેતા.  


મુંબઈની ગ્લેમર ઈન્ડસ્ટ્રીનો ગઢ ગણાતા ઓશિવરા વિસ્તારની કેફે કોફી ડેમાં તમે હાર્દિકને મળો છો ત્યારે તમારા મનમાં સૌથી પહેલી વાત એ નોંધાય છે કે, તેંત્રીસ વર્ષનો આ યુવાન ડિરેક્ટર કરતાં એક્ટર જેવો વધારે દેખાય છે. ઈમ્તિયાઝ અલીની યાદ અપાવે એવા લાંબા વાળ, પાતળિયો દેહ અને ખુશમિજાજ વ્યકિતત્વ.  
'આમ તો મને કાન ફ્લ્મિ ફેસ્ટિવલમાં ઈન્ટરનેશનલ અવોર્ડ મળ્યો હોત તોપણ મારી મમ્મીને એનું મહત્ત્વ ન હોત!' હાર્દિક મુસ્કુરાઈને શરૂઆત કરે છે, ' પણ ઈટીવી ગુજરાતીમાં સમાચાર આવ્યા એટલે એને થયું કે, ના, નક્કી મારા દીકરાએ કંઈક સારું કામ કર્યુંં લાગે છે!'  

હાર્દિકની વાણીમાં આહ્લાદક કાઠિયાવાડી લહેકો સંભળાય છે. મુંબઈમાં જન્મેલા અને ચોથા ધોરણ સુધી ભણેલા હાર્દિકનું પછીનું મોટા ભાગનું જીવન વડોદરામાં વીત્યું છે એટલે ટેક્નિકલી એમને વડોદરાવાસી કહી શકાય. જોકે, છેલ્લાં આઠેક વર્ષથી એમણે મુંબઈને પોતાની કર્મભૂમિ બનાવી છે. 'રોડ', 'લૂટેરા', 'મૌસમ' અને 'કવીન' જેવી ફ્લ્મિોનાં શૂટિંગ દરમિયાન સેટ પર સ્ક્રિપ્ટ સુપરવાઈઝર તરીકે સતત હાજર રહીને ફિલ્મમેકિંગનો તગડો ર્ફ્સ્ટ-હેન્ડ અનુભવ લેનાર હાર્દિક કહે છે, 'તમે માનશો, પતંગ પાછળ ગાંડા થતા લોકો જોઈને ખીજ ચડતી, કેમ કે મને ખુદને પતંગ ચગાવતાં આવડતું નથી. બન્યું એવું કે, ૨૦૧૪માં હું મારા કાકાની દીકરીનાં ઘરે અમદાવાદ ગયો હતો. મને તારીખ પણ યાદ છે - નવ, દસ અને અગિયાર જાન્યુઆરી. મને ફેટોગ્રાફીનો શોખ છે એટલે કેમેરા લઈને હું શહેરમાં એમ જ નીકળી પડેલો. ગીતામંદિરના ખાંચા સામે ઢાળની પોળ શરૂ થાય છે. ત્યાં મેં પહેલી વાર ઝૈદ નામના આ છોકરાને જોયો. પતંગો પકડવા માટે એ જે રીતે આકાશ તરફ્ મોં અધ્ધર કરીને રસ્તા પર ભાગતો હતો, ટ્રાફ્કિથી બચીને આમતેમ કૂદતો હતો ને મસ્જિદમાં ઘૂસી જતો હતો એ જોઈને મને બહુ જબરું કૌતુક થયું. હું દૂરથી એના ફોટા પાડવા લાગ્યો. ઉતરાણની સિઝન શરૂ થઈ ચૂકી હતી અને આખાં શહેર પર પતંગનું ગાંડપણ સવાર ગયું હતું. નવાઈની વાત છે કે અમદાવાદથી સાવ નજીક હોવા છતાંય વડોદરામાં પતંગનો આવો ક્રેઝ નથી. મને થયું કે અમદાવાદનો પતંગપ્રેમ કેમેરામાં કેપ્ચર કરવા જેવો છે.'  
હાર્દિકે પોતાના સિનેમેટોગ્રાફ્ર દોસ્ત પીયૂષ પુટીને ફેન કર્યો. 'લૂટેરા' ફિલ્મના શૂટિંગ દરમિયાન પીયૂષ બિહાઈન્ડ-ધ-સીન્સ શૂટ કરતા હતા ત્યારે બન્ને વચ્ચે દોસ્તી થયેલી. પછી તો બન્નેએ કેટલીક ટીવી ક્મર્શિયલ્સ માટે પણ સાથે કમ કર્યું હતું. હાર્દિકે ક્હૃાું: પીયૂષ, તું ફ્રી હો તો આજે જ શતાબ્દી એકસપ્રેસ પક્ડીને અમદાવાદ આવી જા! પીયૂષ પોતાનો સરંજામ લઈને અમદાવાદ પહોંચી ગયા.  
'શરૂઆતમાં અમે ઝૈદને ક્શું ક્હૃાું નહોતું,' હાર્દિક ક્હે છે, 'ટેલીફોટો લેન્સથી અમે દૂરથી જ ઝૈદને અને એના દોસ્તોને એક્ધારા શૂટ કરતા રહૃાા. એ વખતે અમારી પાસે સ્ટોરી નહોતી, સાઉન્ડ નહોતો, પણ ફૂટેજ ખૂબ ઈન્ટરેસ્ટિંગ મળ્યું હતું એટલે બીજા વર્ષે એટલે કે, ૨૦૧૫માં પ્રોપર શૂટિંગ કરવા માટે હું ફરી ઉત્તરાયણ પર અમદાવાદ આવ્યો. આ વખતે મારી પાસે આઠ લોકેની આખી ટીમ હતી. નચિકેત દેસાઈ મારા લાઈન પ્રોડયુસર તરીકે જોડાયા, હર્ષબીર સિંહ નામનો બીજો એક નોન-ગુજરાતી કેમેરામેન પણ હતો. જુદાં જુદાં રાજ્યોમાંથી આવતા આ બન્ને કેમેરામેન ઉત્તરાયણના ક્લ્ચરથી બિલકુલ અજાણ્યા હતા એટલે તેઓ બિલકુલ ફ્રેશ પર્સપેક્ટિવથી માહોલને જોઈ શક્તા હતા.'  

હવે સૌથી પહેલું કામ ઝૈદને શોધવાનું હતું. પૂછપરછ કરતાં કરતાં હાર્દિક એની સ્કૂલે પહોંચી ગયા. તસવીર પરથી ઝૈદને ઓળખી કઢવામાં આવ્યો. પ્રિન્સિપાલે છોકરાને ઓફ્સિમાં બોલાવ્યો તો ગભરાટનો માર્યો બાપડો રડવા લાગ્યો. ખેર, વાત કરતાં ખબર પડી કે આજે રાતે જ એ પતંગ માટે દોરો લેવા માટે જવાનો છે. હાર્દિક્ની ટીમ પણ એની સાથે ગઈ. રસ્તા પર રંગાતો માંજો, દુકનદાર સાથે થતી રકઝક આ બધું સરસ રીતે શૂટ થઈ શકયું. કેઈ ગેરેજમાં મિકેનિક તરીકે કામ કરતા ઝૈદના પિતાજીની એટલી જ માગણી હતી કે શૂટિંગ માટે મારા દીકરાને દીવાલો કે ધાબાં કૂદવાનું ન કહેતા.  
ઝૈદનાં ઘરની છત નળીયાંવાળી છે એટલે પતંગ ચગાવવા માટે કોઈ ગેરકાયદે બંધાયેલા ધાબા પર જવું પડે તેમ હતું. ઝૈદને આમ કરતાં રોકવાવાળા નવાં કિરદાર કુદરતી રીતે જ ફુટી નીક્ળ્યા. નસીબ નામની વસ્તુ હાર્દિકની તરફેણમાં ઓવરટાઈમ કામ કરતું હતું એટલે ઉત્તરાયણના ત્રણ-ચાર દિવસ અનાયાસ એક પછી એક એવી ઈન્ટરેસ્ટિંગ ઘટનાઓ બનતી ગઈ કે ડોકયુમેન્ટરી માટે સુરેખ વાર્તા આપોઆપ આકાર લેવા માંડી. એમાંય વળી છેલ્લે અણધાર્યો ટ્વિસ્ટ પણ ઉમેરાયો!  
'મારી પાસે દસથી બાર ક્લાકનું ફુટેજ એકઠું થઈ ગયું હતું એટલે ખરું યુદ્ધ એડિટિંગ કરતી વખતે લડવાનું હતું,' હાર્દિક કહે છે, 'મેં બે મહિના માટે આઈ-મેક ક્મ્પ્યુટર ભાડે લઈ લીધું . દિવસ-રાત એક કરીને માંડયો એફ્સીપી (ફાયનલ કટ પ્રો) પર ફિલ્મ એડિટ કરવા. 
'ઈન અ ફિચર ફિલ્મ, રાઈટિંગ ઈઝ ઈક્વીવેલન્ટ ટુ ડિરેક્ટિંગ, ઈન અ ડોક્યુમેન્ટરી, એડિટિગં ઈઝ ઈક્વીવેલેન્ટ ટુ ડિરેક્ટિંગ,' હાર્દિક કહે છે, 'ડોકયુમેન્ટરી માટે એવી છાપ પડી ગઈ છે કે એ તો બોરિંગ અને શુષ્ક જ હોય, જ્ઞાાન આપવા માટે હોય. ઈવન ડોકયુમેન્ટરી ફિલ્મમેકર્સ પણ ઘણી વાર ટીચરના રોલમાં આવી જતા હોય છે. મારો અપ્રોચ એક સાક્ષી તરીકેનો હતો. 'અમદાવાદમાં ફેમસ'માં કોઈ સૂત્રધાર નથી, નીચે કોઈ લખાણ આવતું નથી. મારે એટલે કે હાર્દિક મહેતાએ અમદાવાદની ઉત્તરાયણ કેવી હોય એ દુનિયાને દેખાડવું હોય તે રીતે નહીં, પણ ઝૈદ નામનો ટાબરિયો જાણે પોતાના ઉત્તરાયણના અનુભવો સૌની સાથે શેર કરતો હોય તે રીતે ફિલ્મ એડિટ કરી છે. જુદાં જુદાં કેટલાય વર્ઝન બન્યાં. આખરે આઠમું વર્ઝન લૉક કરવામાં આવ્યું.'  

કમાલનાં વિઝ્યુઅલ્સ છે ફિલ્મમાં. અઢી-ત્રણ મિનિટનું ટ્રેલર જોતાં જ આપણા ચહેરા પર સતત સ્માઈલ થીરકતું રહે છે. (આ લેખ પૂરો કરીને પહેલું કામ યુટ્યુબ પર 'અમદાવાદમાં ફેમસ'નું ટ્રેલર જોવાનું કરજો.) અધ્ધર જોઈને આમતેમ ચાલતા-ડોલતા-કૂદતા લોકે, કપડાંમાં ભરાઈ જતા દોરા, એક ધાબાથી બીજા ધાબા પર થતી બંદરછાપ કૂદાકૂદી, સાંજે છત પર પર શરૂ થઈ જતા ગરબા, રાત્રે અસંખ્ય દૈદીપ્યમાન તુકલથી છલકાઈ જતું આકાશ...! ઝૈદ મસ્તીખોર અને જીવંત છોકરો છે. ગુજરાતી-હિંદી મિશ્રિત ભાષા એ બોલે છે. એક વાર એ કુદરતી રીતે જ સરસ બોલી ગયેલો કે, 'હાઈટ કમ હૈ પર ફાઈટ જ્યાદા હૈ!'  
'અમદાવાદમાં ફેમસ' જેણે જેણે જોઈ એ સૌને જલસો પડી ગયો છે. ગઈ ઉત્તરાયણમાં અમદાવાદમાં ખાસ શો રાખવામાં આવ્યો હતો ત્યારે ઝૈદ અને પોળના એના દોસ્તારો ત્રણ-ચાર રિક્ષામાં ઠાંસોઠાંસ ભરાઈને આવ્યા હતા. સ્ક્રીન પર ખુદના મસ્તીતોફાન જોઈને તેઓ હસી હસીને પાગલ થઈ ગયા હતા. પછી શરૂ થઈ ડોકયુમેન્ટરીની ફેસ્ટિવલ સિઝન. જ્યાં જ્યાં આ ફિલ્મ રજૂ થઈ ત્યાં દરેક જગ્યાએ તેણે છાકો પાડી દીધો. બુડાપેસ્ટમાં ઈન્ટરનેશન ડોકયુમેન્ટરી ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ શોટ ડોકયુમેન્ટરીનો અવોર્ડ, અલ ઝઝીરા ઈન્ટરનેશનલ ડોકયુમેન્ટરી ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ શોટ ડોકયુમેન્ટરીની જ્યુરી પ્રાઈઝ, મુંબઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (એમઆઈએફ્એફ્)માં બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ એડિટર (હાર્દિક મહેતા)ના અવોર્ડ્ઝ, બેલગ્રેડ ફ્લ્મિ ફેસ્ટિવલમાં ગોલ્ડન પ્લેક અવોર્ડ અને ૬૩મા નેશનલ ફિલ્મ અવોર્ડ્ઝમાં બેસ્ટ નોન-ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર! બીજા કેટલાંય પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ્સમાં ભાગ લેવાનું હજુ તો બાકી છે!  
આણંદ એગ્રિક્લ્ચર યુનિવર્સિટીમાંથી ડેરી ટેક્નોલોજીમાંથી બી.ટેક. કરનારો હાર્દિક મહેતા નામનો એન્જિનિયર છોકરો ફિલ્મમેકર શી રીતે બની ગયો? હાર્દિક હસે છે, 'મેં એક વાર ટ્વિટર પર કોઈનું ક્વોટ વાંચેલું કે ભારતમાં તમે પહેલાં એન્જિનિયર બની જાઓ છો અને પછી વિચારો છો કે હવે લાઈફ્માં આગળ શું કરવું છે! મારા કેસમાં એક્ઝેકટલી આવું જ બન્યું. મારા દાદાજી વિખ્યાત સંગીતકાર ખેમચંદ પ્રકાશ સાથે ગાયક તરીકે કામ કરવા મુંબઈ આવવા માગતા હતા, પણ એમને અટકવવા માટે એમનાં બા ઉપવાસ પર ઉતરી ગયેલાં! દાદા તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કરીઅર ન બનાવી શકયા, પણ મને લાગે છે કે એમની અધૂરી ઈચ્છા હું પૂરી કરી રહૃાો છું!'  

આણંદમાં ભણતી વખતે હાર્દિક અને એના રૂમમેટ ભરત પરમાર એક જ કામ કરતા - ગોપી, તુલસી, શિવાલય જેવાં સિંગલ સ્ક્રીન થિયેટરોમાં મેઈનસ્ટ્રીમ મસાલા ફિલ્મો જોવાનું. એમાંય રામગોપાલ વર્માની ફ્લ્મિો પાછળ તો બન્ને ગાંડા ગાંડા. એન્જિનિયરિંગ પૂરું ર્ક્યા પછી હાર્દિકે સુમુલ ડેરીમાં ટેક્નિકલ ઓફિસર તરીકે જોબ તો સ્વીકરી, પણ આવા શુષ્ક કમમાં રસ શી રીતે પડે? દોઢ જ મહિનામાં નોકરી છોડી દીધી ને કોગિન્ટો નામની એડ એજન્સીમાં કોપી રાઈટર તરીકે કામ કરવા માંડયું. ૨૦૦૫-૦૬ની આ વાત. દરમિયાન ટાઈમ વીડિયો નામની એક લાઈબ્રેરીના માલિક સાથે ભેટો થઈ ગયો. સિનેમાના એ ગજબના ચાહક. હાર્દિક આઈએમડીબી વેબસાઈટ પરની દુનિયાની ટોપ હન્ડ્રેડ ને ટોપ ટુ હન્ડ્રેડ બેસ્ટ ફ્લ્મિોની સૂચિઓમાંથી નામો શોધી શોધીને દુનિયાભરની ફિલ્મોની ડીવીડી ઘરે લઈ આવે. રોજની બબ્બે ફિલ્મો જુએ. આ જ લાઈનમાં આગળ વધવું છે એવી માનસિક સ્પષ્ટતા થઈ એટલે વિઝ્યુઅલ મીડિયમનું વિધિવત ભણતર લેવાં માટે કેટલીય જગ્યાએ અપ્લાય ર્ક્યું. દિલ્હીની જામિયા મિલિયા યુનિવર્સિટીના માસ ક્મ્યુનિકેશન ડિપાર્ટમેન્ટમાં એડમિશન મળ્યું ને જીંદગીને નિર્ણાયક દિશા મળી ગઈ.  
'મને જર્મન ફિલ્મમેકર વર્નર હર્ઝોગનું એક વાકય બહુ ગમે છેઃ એવરીવન હુ મેકસ ફ્લ્મ્સિ હેઝ ટુ બી અન એથ્લેટ ટુ અ સર્ટન ડિગ્રી બિકોઝ સિનેમા ડઝ નોટ ક્મ ફ્રોમ એકેડેમિક થિંક્ગિં. જો ફિલ્મો બનાવવી હશે તો અખાડામાં ઊતરવું પડશે, હાથ-પગ ગંદા કરવા પડશે, કષ્ટ સહન ક્રવું પડશે, દરેક પ્રકારનાં કામ જાતે કરવા પડશે. એક્લા એસ્થેટિકસથી કામ નહીં ચાલે. હર્ઝોગની આ વાતને મેં મારી ફિલોસોફી બનાવી દીધી છે,' હાર્દિક ક્હે છે.  

જામિયા મિલિયામાં ભણતી વખતે જ ભાવિ પત્ની આકાંક્ષા ઉપરાંત ફેક્લ્ટી તરીકે આવેલા ફિલ્મમેકર દેવ બેનેગલ સાથે સંપર્ક થયો. દેવે હાર્દિક્ને મુંબઈ બોલાવી લીધા, અભય દેઓલવાળી પોતાની 'રોડ' નામની ઓફ્બીટ ફિલ્મની  ટીમમાં જોડાવા માટે. હાર્દિક્ની બોલિવૂડયાત્રા આ રીતે શરૂ થઈ. પછી વિક્રમાદિત્ય મોટવાણેની 'લુટેરા' (રણવીર સિંહ - સોનાક્ષી સિંહા), પંક્જ ક્પૂરની 'મૌસમ' (શાહિદ ક્પૂર- સોનમ ક્પૂર) અને વિકાસ બહલની 'ક્વીન' (કંગના રનૌત)માં સ્ક્રિપ્ટ સુપરવાઈઝર તરીકે કામ કરીને ઓન-ધ-જોબ ખૂબ બધું શીખ્યા. 'વડોદરા - ધ બિગ લિટલ સિટી' અને 'સ્કિન ડીપ' નામની સુંદર શોર્ટ ફિલ્મ્સ બનાવી. 'અમદાવાદમાં ફેમસ' બનાવીને ચિક્કાર પ્રતિષ્ઠા મેળવી. બસ, હવે ઈન્ડિપેન્ડન્ટ ફિચર ફિલ્મમેકર તરીકે નવેસરથી ધડાકો કરે એટલી જ વાર છે.
ઓલ ધ બેસ્ટ, હાર્દિક!  
0 0 0 

Saturday, April 4, 2015

મલ્ટિપ્લેક્સ : સંઘર્ષ અને સપનાં


Sandesh - Sanskaar Purti - 5 April 2015

મલ્ટિપ્લેક્સ 
પ્રતિભાથી છલકાતા અમદાવાદના ત્રણ જુવાનિયાઓએ 'ગૂંગા પહેલવાન' નામની ડોક્યુમેન્ટરી 
બનાવતી વખતે ક્લ્પના ય કેવી રીતે કરી હોય કે તેમની આ પહેલીવહેલી ફિલ્મ 
નેશનલ અવોર્ડ જીતીને છાકો પાડે દેશે! શું છે આ ગૂંગા પહેલવાનની દાસ્તાન 
અને કોણ છે તેજીલા તોખાર જેવા આ યંગસ્ટર્સ?
                                                   
હજુ ગયા અઠવાડિયાની જ વાત. અમદાવાદના ખાનપુર વિસ્તારમાં વિવેક અને 
પ્રતીક નામના ચોવીસેક વર્ષના બે યુવાનો પોતાની ઓફિસમાં બિઝી બિઝી છે. 
ટીવી પર આ વર્ષના નેશનલ એવોર્ડ્ઝ વિજેતાઓનાં નામ એક પછી એક ઘોષિત 
થઈ રહ્યાં છે. 'ક્વીન' માટે કંગના રનૌતને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ, 'મેરી કોમ'ને 
બેસ્ટ પોપ્યુલર ફિલ્મનો એવોર્ડ, 'હૈદર'ને બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન, સિંગર વગેરે 
માટે એવોર્ડ્ઝ... વિવેક કહે છે, "અલ્યા પ્રતીક, નેશનલ એવોર્ડ માટે તો આપણે 
બી એન્ટ્રી મોકલી હતી." 
પ્રતીક માથું ઊંચું કર્યા વિના કહી દે છે, "છોડને લ્યા! ડેડલાઇન માથા 
પર છે. કામ કરને! એવોર્ડવિનર્સનાં નામ પછી જોઈ લઈશું."
વિવેક ડાહ્યોડમરો થઈને પાછો કામમાં ગૂંથાઈ જાય છે. દરમિયાન પ્રતીકનો મોબાઇલ
રણકે છે. સામે છેડે 'બે યાર' અને 'કેવી રીતે જઈશ' જેવી ખૂબ ગાજેલી ગુજરાતી
ફિલ્મના મેકર અભિષેક જૈન છે. પ્રતીકને એકદમ યાદ આવે છે કે અભિષેકનો
કેમેરા અમારી પાસે ક્યારનો પડયો છે, જે હજુ સુધી પાછો અપાયો નથી. મોબાઇલ
કાને માંડીને પ્રતીક કશું સાંભળ્યા વિના કહેવા માંડે છે, "બોસ, બસ, પંદર જ
મિનિટ આપો. મારા માણસને કેમેરા લઈને અબ્બી હાલ તમારી ઓફિસે મોકલું છું." 
અભિષેક કહે છે, "અબ્બે ચૂપ હો જા. કોન્ગ્રેટ્સ." 
પ્રતીક ગૂંચવાય છે, "કેમ?" 
"શું કેમ? તમારી ડોક્યુમેન્ટરીએ નેશનલ એવોર્ડ જીતી લીધો છે!"
"બસ, એ પછીનો અડધો કલાક શું થયું એ મને બિલકુલ યાદ નથી!" પ્રતીક આ કિસ્સો
યાદ કરીને ખડખડાટ હસી પડે છે. કેવી રીતે યાદ હોય! દોસ્તારોની સાથે મળીને જિંદગીમાં
પહેલી જ વાર ડોક્યુમેન્ટરી બનાવી હોય એને ભારતનો સૌથી પ્રતિષ્ઠિત ગણાતો નેશનલ
એવોર્ડ મળી જાય તે ઘટના સપના જેટલી અવાસ્તવિક નથી શું!

                                             
Talented trio: (L to R) Prateek Gupta, Mit Jani and Vivek Chaudhary
'ગૂંગા પહેલવાન' નામની ૪૫ મિનિટની ડોક્યુમેન્ટરીને 'બેસ્ટ ડેબ્યૂ ફિલ્મ ઓફ અ ડિરેક્ટર' (નોન-ફિક્શન) કેટેગરીમાં નેશનલ એવોર્ડ ઘોષિત થયો અને તે સાથે જ આ ફિલ્મને ડિરેક્ટ કરનાર આ ત્રણ ટેલેન્ટેડ યુવાનોનું નામ રાષ્ટ્રીય કક્ષાએ ઊપસી આવ્યું- મીત જાની, પ્રતીક ગુપ્તા અને વિવેક ચૌધરી. મીત મૂળ સુરેન્દ્રનગરનો. પ્રતીક અને વિવેક આમ તો મારવાડી પરિવારના ફરજંદ,પણ એ છે અમદાવાદમાં જન્મીને મોટા થયેલા સવાયા ગુજરાતી. એમના વિશે વધારે વાત કરતાં એ જાણી લઈએ કે ગૂંગા પહેલવાન છે કોણ? આવો સવાલ પૂછવો પડે છે તે એક કમબખ્તી છે. ડોક્યુમેન્ટરીનો એક સૂર આ પણ છે. ગૂંગા પહેલવાન એટલે હરિયાણાના સસરોલી ગામમાં જન્મેલો વિરેન્દર સિંહ, જે કુસ્તીબાજ યા તો રેસ્લર છે, મૂક-બધિર છે અને જેણે ભારતને આંતરરાષ્ટ્રીય કક્ષાના પાંચ-પાંચ મેડલ્સ અપાવ્યા છે. ૨૦૦૫ અને ૨૦૧૨માં અનુક્રમે મેલબોર્ન તેમજ બલ્ગેરિયામાં યોજાયેલા ડેફલિમ્પિક્સ (ખાસ મૂક-બધિરો માટે યોજાતી વિશ્વ ઓલિમ્પિક્સ)માં બંનેમાં ગોલ્ડ મેડલ, ૨૦૦૮માં તાઇવાનમાં આયોજિત ડેફલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ ઉપરાંત ૨૦૦૮ અને ૨૦૧૨માં અનુક્રમે આર્માનિયા તેમજ બલ્ગેરિયાના વર્લ્ડ ડેફ રેસલિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ.

Dangal king : Virender Singh
'ગૂંગા પહેલવાન' ડોક્યુમેન્ટરીમાં વિરેન્દરના સંઘર્ષ અને સપનાંની વાત અફલાતૂન રીતે પેશ થઈ છે. ફિલ્મ એટલી બધી રસપ્રદ બની છે કે જાણે દિલધડક થ્રિલર જોતા હોઈએ એમ આપણે સીટ પર ખોડાઈ જઈએ છીએ. અત્યંત પ્રવાહી નરેટિવ, દર્શકનાં દિલ-દિમાગમાં યોગ્ય જગ્યાએ ઊઠતાં યોગ્ય સ્પંદનો, શ્રેષ્ઠ કક્ષાનું એડિટિંગ, સંગીત અને પૂરક વિઝ્યુઅલ્સનો બુદ્ધિપૂર્વકનો ઉપયોગ, અનુભવી પત્રકારની માફક થયેલું પાક્કું ઇન્વેસ્ટિગેશન - આ બધું જોઈને કલ્પના કરવી મુશ્કેલ થઈ પડે છે કે આ ડોક્યુમેન્ટરી સાવ નવા નિશાળિયાઓએ બનાવી છે. ડુંગળીનાં પડ એક પછી એક ઊતરી રહ્યાં હોય તેમ દર્શકની સામે ધીમે ધીમે ૩૧ વર્ષના ગૂંગા પહેલવાન એટલે કે વિરેન્દર સિંહનું જીવન ક્રમશઃ ઊઘડતું જાય છે. વિરેન્દરનું શરીર બોલિવૂડના હીરોલોગને લઘુતાગ્રંથિનો એટેક આવી જાય એવું સ્નાયુબદ્ધ છે. કમ્યુનિકેટ કરતી વખતે એના હાથની મુદ્રાઓ અને ચહેરાના હાવભાવ એટલાં બોલકાં હોય છે કે સ્ક્રીન પર એનું આખું વ્યકિતત્વ આકર્ષક રીતે જીવંત થઈ ઊઠે છે. એના ચહેરા પર બાળક જેવી નિદોષતા છે અને આંખોમાં ગજબની ચમક છે. મસ્તમૌલા અને ખુશમિજાજ વિરેન્દરની હળવી ફુલ પર્સનાલિટીમાં બિચારાપણું, ફરિયાદ કે સહાનુભૂતિ ઊઘરાવવાની વૃત્તિનો અંશ માત્ર નથી. મોટિવેશનલ કવોલિટી આ ડોક્યુમેન્ટરીનો એક મોટો પ્લસ પોઈન્ટ છે.


"આ ડોક્યુમેન્ટરીની અમારી સફરની શરૂઆત વિવેકે ગૂંગા પહેલવાન વિશે એક લેખ વાંચેલો હતો ત્યારથી થઈ હતી." પ્રતીક કહે છે, "સપ્ટેમ્બર ૨૦૧૨માંં 'મિન્ટ' અખબારની લાઉન્જ પૂર્તિમાં 'ટફ-ઈનફ' નામનો આ લેખ છપાયો હતો. વિવેકે તે લેખ અમારી સાથે શેર કર્યો. અમને આખી વાત બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી. અમે ગૂગલ સર્ચ કરી જોયું. તમે માનશો,ગૂગલ પર તે વખતે ગૂંગા પહેલવાન વિશે ફક્ત એક જ લેખ અને એક જ ફોટો હતા. ધેટ્સ ઇટ. બહુ નવાઈ લાગે એવી આ વાત હતી. ડોક્યુમેન્ટરી બનાવવા માટે અમને ગૂંગા પહેલવાન પરફેક્ટ વિષય લાગ્યો."
હજુ આગલા વર્ષે જ અમદાવાદની એચ.એલ. કોલેજમાંથી કોમર્સ ગ્રેજ્યુએટ થયેલા આ છોકરાઓ ડોક્યુમેન્ટરીના રવાડે કેવી રીતે ચડી ગયા? વિવેક કહે છે, "કોલેજમાં અમારું નવેક જણાનું ગ્રૂપ ફર્સ્ટ યરથી જ એક્સ્ટ્રા-કરિક્યુલર એક્ટિવિટીઝમાં ભાગ લેવા માંડયું હતું. નિરમા કોલેજના હોરાઇઝોન ફેસ્ટિવલમાં કેટલીય કોમ્પિટિશનમાં ભાગ લઈને અમે બેસ્ટ કોલેજ ઓફ ધ યરનો એવોર્ડ સુધ્ધાં જીતી લાવેલા. અમારા માટે આ આખો અનુભવ ર્ટિંનગ પોઇન્ટ જેવો બની રહ્યો. સેકન્ડ યરમાં સૌમ્ય જોશીના ડિરેક્શનમાં'કેમ અને ક્યાં સુધી?' નામનું સ્ટ્રીટ પ્લે ભજવ્યું, આઈઆઈએમમાં મહેશ દત્તાણીનું ગે-લેસ્બિયનની થીમવાળું 'ઓન અ મગી નાઇટ ઇન મુંબઈ' નામનું ઇંગ્લિશ પ્લે પર્ફોર્મ કર્યું. અમે આખો દિવસ કોલેજ કેમ્પસમાં જ હોઈએ, પણ કલાસમાં લેકચર નહીં ભરવાના. ફર્સ્ટ યરમાં મારી અટેન્ડન્સ ૨૦ ટકા હતી, સેક્ન્ડ યરમાં ૧૧ ટકા અને થર્ડ યરમાં ૯ ટકા! છતાંય અમે સારી રીતે પાસ તો થઈ જ જતા."

                                         
આ વર્ષોમાં જ તેઓ દૃષ્ટિ મીડિયા આર્ટ્સ ફોર હ્યુમન રાઇટ્સ નામની એનજીઓ સાથે સંકળાયા. આ એનજીઓ અમદાવાદમાં દર વર્ષે ડોક્યુમેન્ટરી ફિલ્મ ફેસ્ટિવલ યોજે છે. કોલેજનાં ત્રણેય વર્ષો દરમિયાન મીત, વિવેક, પ્રતીક એન્ડ પાર્ટીએ પૂરજોશથી આ ઇવેન્ટમાં ઝુકાવી દીધું. મહેમાનોને એરપોર્ટ પર રિસીવ કરવાથી માંડીને જ્યુરી મેમ્બર બનવા સુધીની કામગીરી બજાવી. જાતજાતના વિષયો પર બનેલી દુનિયાભરની શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી જોવાનો તેમને મોકો મળ્યો. આ એક્સપોઝર તેમના માટે નિર્ણાયક સાબિત થયો. દુનિયાને જોવાની-સમજવાની તેમની
 દૃષ્ટિ ખૂલતી ગઈ. કોલેજના થર્ડ યર દરમિયાન જ તેમણે લગભગ નક્કી કરી નાખ્યું હતું: કંઈ પણ થાય, આપણે પણ એકાદ ડોક્યુમેન્ટરી તો બનાવીશું જ! સદભાગ્યે દષ્ટિમાં તેમને ડોક્યુમેન્ટરી મેકિંગની ટેક્નિકલ ટ્રેનિંગ મળી શકી. ૨૦૧૨માં મીત, પ્રતીક અને આયુષ નામના ઓર એક દૃોસ્તે સાથે મળીને 'મિંયા મહાદેવ' નામની શોર્ટ ફિલ્મ ડિરેકટ કરી. ગોધરાકાંડ પછી અમદાવાદમાં પેદા થયેલી કોમી પરિસ્થિતિ પર અને પછી ઉત્તરપ્રદેશના લેન્ડ માફિયા પર ફિલ્મ બનાવવાનો વિચાર ર્ક્યો હતો, પણ મીત-પ્રતીક-ગૌરવની ત્રિપુટીની પહેલી ડોક્યુમેન્ટરીની કુંડળીમાં ગૂંગો પહેલવાન લખાયો હતો. આ સબ્જેકટ કામ કરવાનું શરૂ કર્યું ત્યારે મીત અને પ્રતીક સીએની ફાઇનલ એક્ઝામ ક્લિયર કરી ચૂક્યા હતા, જ્યારે વિવેક દિલ્હીની પ્રતિષ્ઠિત ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાં એમબીએનું ભણી રહ્યો હતો.

                                     
Directors at work
રિસર્ચ શરૂ થયું. 'મિન્ટ'માં પેલો લેખ લખનાર રુદ્રનીલ સેનગુપ્તા નામના પત્રકારે (કે જે રેસ્લિંગના વિષય પર પુસ્તક્ લખી રહ્યા છે) પોતાના કોન્ટેક્ટ્સનું આખું લિસ્ટ આ ત્રિપુટી સાથે શેર ર્ક્યું.  વિષયને વ્યવસ્થિત સમજવા માટે શરૂઆતમાં તેઓ કેમેરા વગર અલગ અલગ લોકોને મળ્યા. ગૂંગા પહેલવાનના પરિવારના સભ્યો (એના પિતા અને કાકા પણ કુસ્તીબાજ છે), બબ્બે વાર ઓલિમ્પિક મેડલ જીતી લાવનાર કુસ્તીબાજ સુશીલ કુમાર, સુશીલ કુમારના અર્જુન એવોર્ડવિજેતા રેસ્લર ગુરુ સતપાલ સિંહ, કુસ્તીના જુદા જુદા અસોસિએશનના પદાધિકારીઓ, સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીના સાહેબો, અમલદારો વગેરે. જડબેસલાક માહિતી મેળવવા માટે તેમણે રાઇટ-ટુ-ઇન્ફર્મેશન એક્ટનો ઉપયોગ કર્યો અને એકાદ જાહેર હિતની અરજી પણ ફટકારી. સરકારી સાહેબલોકોનો ઉપેક્ષાભર્યો અભિગમ તેમજ અજ્ઞાાન ચોંકાવનારા હતા. મૂક-બધિર કુસ્તીબાજોએ મુખ્ય ઓલિમ્પિક્સમાં ભાગ લીધો હોય તેવા એક કરતાં વધારે કિસ્સા બની ચૂક્યા છે,છતાં ગૂંગા પહેલવાનને ઓલિમ્પિક્સમાં ન જ મોકલવામાં આવ્યો. હરિયાણાના તત્કાલીન મુખ્યપ્રધાન ભૂપેન્દરસિંહ હુડાએ વચન આપ્યું હતંુ કે જો વિરેન્દર ૨૦૧૨ના ડેફલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતી લાવશે તો સરકારી પોલિસીના ભાગ રૂપે પાંચ કરોડ રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવશે. આ નાણું હજુય કેવળ કાગળ પર જ છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ બબ્બે વખત સુવર્ણપદક જીતનાર વિરેન્દરે આજની તારીખેય છત્રસાલ સ્ટેડિયમના અખાડામાં બીજા ચૌદ કુસ્તીબાજો સાથે ગંદો રૂમ શેર કરવો પડે છે.
                             
                                   
 
                                           
પ્રતીક કહે છે, "શરુઆતમાં અમારા મનમાં ડોક્યુમેન્ટરીનો ટોન ગૂંગા પહેલવાન પ્રત્યે લોકોને સહાનુભૂતિ ઊપજે એ પ્રકારનો રાખવાનો હતો, પણ વિરેન્દરની સાથે સમય વિતાવ્યા પછી અમને લાગ્યું કે એના જેવા રમતિયાળ, જીવંત અને બિન્ધાસ્ત માણસની ડોક્યુમેન્ટરી સેડ હોઈ જ ન શકે. આથી અમે ફિલ્મનો ટોન ઉદાસીભર્યો નહીં, પણ આશાભર્યો રાખ્યો."
 દૃષ્ટિ મીડિયા ડોક્યુમેન્ટરીનું ઓફિશિયલ પ્રોડયુસર બન્યું. જોકે, તેના તરફથી મળેલા સાડાત્રણ લાખ રૂપિયા પૂરતા નહોતા એટલે ચારેક લાખ ખિસ્સામાંથી કાઢવા પડયા. એપ્રિલથી ઓગસ્ટ-૨૦૧૩ દરમિયાન ભરપૂર શૂટિંગ થયું. લગભગ ૮૩ કલાકનું ફૂટેજ હતું, જે ફર્સ્ટ ક્ટમાં એક ક્લાક ત્રણ મિનિટ જેટલું સંકોચવામાં આવ્યું. અગાઉ શોર્ટ ફિલ્મ્સ બનાવી ચુકેલા પ્રતીક્ પાસે  એડિિંટગનો થોડોઘણો અનુભવ અને સૂઝ બન્ને હોવાથી આ કામ એ જ કરે એવું નક્કી થયું હતું. જિમી દેસાઈ નામના પ્રોફેશનલ એડિટર તેની સાથે જોડાયા. ફિલ્મનો બીજો ક્ટ ૫૩ મિનિટનો બન્યો.
કેરળના બે અલગ-અલગ પ્રતિષ્ઠિત ડોક્યુમેન્ટરી ફેસ્ટિવલમાં દેશવિદેશના ટોચના ડોક્યુમેન્ટરી મેકર્સની ફિલ્મોની સાથે સાથે સુંદર મોટિવેશનલ ક્વોલિટી ધરાવતી 'ગૂંગા પહેલવાન'નું સ્ક્રીનિંગ થયું. ફિલ્મ ખૂબ વખણાઈ. નંદન સકસેના નામના બબ્બે વખતે નેશનલ અવોર્ડ જીતી ચુકેલા ડોક્યુમેન્ટરી મેકરથી લઈને રાજકુમાર હિરાણી સુધીના મહત્ત્વના લોકોના ફીડબેક તેમજ માર્ગદર્શન મળ્યું. ડોક્યુમેન્ટરી ઓર ટૂંકાવીને ૪૫ મિનિટમાં સમેટી લેવામાં આવી.  આજ સુધીમાં કુલ પાંચ દેશોના કુલ ૧૩ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં 'ગૂંગા પહેલવાન'નું સ્ક્રીનિંગ થઈ ચૂક્યું છે. નેશનલ એવોર્ડ માટે એન્ટ્રી મોકલી ત્યારે ડેડલાઇન લગભગ ચુકાઈ જવાની અણી પર હતી,પણ સદભાગ્યે એન્ટ્રી સ્વીકારાઈ અને પછી જે બન્યું તે ઇતિહાસ છે.

                                             
Artist and their muse: (L to R) Vivek Chaudhary, Goonga Pehalwan, Prateek Gupta and Mit Jani
મીત, પ્રતીક અને વિવેક અમદાવાદમાં 'વીડિયોવાલા' નામની કંપની ચલાવે છે, કોર્પોરેટ ફિલ્મ્સ બનાવે છે. ચાર્ટર્ડ અકાઉન્ટન્સી અને એમબીએ હવે હાંસિયામાં ધકેલાઈ ગયા છે. નેચરલી. મીત કહે છે, "નેક્સ્ટ ડોક્યુમેન્ટરી માટે અમે બે-એક વિષય હાલ પૂરતા શોર્ટલિસ્ટ કરી રાખ્યા છે, પણ એનું રિસર્ચ વગેરે ૨૦૧૬માં શરૂ કરીશું. ફિલ્મ બનાવતા પહેલાં પૈસા પણ કમાવા પડશેને!"
બિલકુલ. કદાચ થોડાં વર્ષો પછી ફિક્શન તરફ પણ ગતિ થાય. નેક્સ્ટ લોજિકલ સ્ટેપ તો ફીચર ફિલ્મ જ છે. ઓલ ધ બેસ્ટ!

0 0 0