Sandesh - Sanskaar purti - 1 October 2017
મલ્ટિપ્લેક્સ
'ઓક્જા' નામની કોરિઅન-અમેરિકન ફિલ્મમાં લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવેલા એક મહાકાય ભૂંડ અને એને દિલોજાનથી ચાહતી તરુણીની કહાણી છે. અહીં રમૂજ પણ છે અને હ્ય્દય વલોવી નાખે એવી સંવેદનાઓ પણ છે. ટોચના ફિલ્મ ફેસ્ટિવલોમાં ગાજી ચૂકેલી આ ફ્લ્મિ એટલી બધી એન્ટરટેઈનિંગ અને ગતિશીલ છે કે તમે જાણે સ્ટીવન સ્પિલબર્ગની સુપરડુપર હિટ ‘ઇ.ટી.’ કે ‘જુરાસિક પાર્ક’ જોતા હો એવી ફીલિંગ આવશે.
એ સુપરપિગ છે. મહાકાય ભૂંડ. અજીબોગરીબ દેખાવ છે એનો. લગભગ મધ્યમકદના હાથી જેવડું અથવા કહો કે ડાયનોસોરના બચ્ચા જેવડું એ દેખાય છે. એ ભૂંડ ભલે રહૃાું, પણ છે એકદમ સાફ્સૂથરું. વિરાટ પેટ અને તોતિંગ પીઠ, ધડના પ્રમાણમાં નાના કહી શકાય એવા પગ. સુપડા જેવા ઝુલતા કાન અને ઝીણી ઝીણી આંખો. આ આંખોમાં કોણ જાણે કેમ ઉદાસી છવાયેલી હોય એવું આપણને લાગ્યા કરે. જોકે એ છે ભારે રમતિયાળ. ભેખડ પરથી છલાંગ લગાવીને પાણીમાં ભૂસકા મારે, જલક્રીડા કરે, પછી ચારેય પગ હવામાં અધ્ધર રાખીને ઘાસ પર આળોટે. એ ખૂબ પ્રેમાળ પણ છે અને બુદ્ધિશાળી પણ.
આ માદા સુવ્વર વાસ્તવમાં જિનેટિકલી મોડીફાઇડ પ્રાણી છે એટલે કે સમજોને કે એને લેબોરેટરીમાં ‘તૈયાર’ કરવામાં આવ્યું છે. એના જનીનતંત્ર પર જાતજાતની વિધિઓ કરીને તેનો શારીરિક દેખાવ આવો અસાધારણ બનાવવામાં આવ્યો છે. એનું નામ છે, ઓક્જા. આજે આપણે જે કોરિઅન ફ્લ્મિ વિશે વાત કરવાના છીએ એનું ટાઇટલ પણ આ જ છે – ‘ઓક્જા’. પ્રતિષ્ઠિત કાન ફ્લ્મિોત્સવમાં ‘ઓક્જા’નું પ્રિમીયર યોજાયું હતું. ફ્લ્મિ પૂરી થઈ પછી આનંદિત થઈ ગયેલા ઓડિયન્સે તાળીઓના ગડગડાટથી ઓડિટોરિયમ ગજાવી મૂકયું હતું અને અહેવાલો કહે છે કે આ સ્ટેન્ડિંગ ઓવેશન ચાર મિનિટ જેટલું ચાલ્યું હતું.
માણસ જ્યારે સર્જનહાર બનવાના ચાળા કરે તો એનું શું પરિણામ આવે? માણસ જેટલો સ્વાર્થી છે એટલો સ્વકેન્દ્રી પણ છે. એનામાં કેમ એવો અહંકાર ડોકિયાં કરે છે કે જાણે આ આખી ધરતી એના પિતાશ્રીની જાગીર છે? એ શા માટે એવું માની લે છે કે બીજાં પશુ-પક્ષીઓ-સજીવો તદ્દન તુચ્છ છે, એમનાં જીવનનું કશું જ મૂલ્ય નથી અને પોતે એની સાથે ધારે તે કરી શકે છે? પૈસા અને પાવરની રાક્ષસી ભૂખ સંતોષવા માટે માણસ કેટલી હદે નીચે ઊતરશે? ‘ઓક્જા’ ફ્લ્મિમાં આ બધા પ્રશ્નો આડકતરી રીતે ચર્ચાયા છે. આ સવાલો ભલે ભારે હોય અને કાન ફ્લ્મિ ફેસ્ટિવલ ભલે ફેશનપરેડ ઉપરાંત ‘અઘરી અઘરી આર્ટ ફ્લ્મિો’ માટે જાણીતો હોય, પણ ‘ઓક્જા’ ફ્લ્મિ જરાય ભારેખમ કે અઘરી નથી. અરે, આ ફ્લ્મિ એટલી બધી એન્ટરટેઈનિંગ અને ગતિશીલ છે કે તમે જાણે સ્ટીવન સ્પિલબર્ગની સુપરડુપર હિટ ‘ઇ.ટી.’ કે ‘જુરાસિક પાર્ક’ જોતા હો એવી ફીલિંગ આવશે.
વાર્તા કંઈક એવી છે કે મિરાન્ડો કોર્પોરેશન નામની એક વિરાટ અમેરિકન કંપની છે. લિસ્સા સોનેરી વાળવાળી લ્યુસી કંપનીની સીઈઓ છે. વિચિત્ર અને માથાભારે બાઈ છે. ફ્લ્મિની શરુઆતમાં જ એ ઘોષણા કરે છે અમે જિનેટિકલી મોડીફઇડ ભૂંડ – સુપરપિગ – તૈયાર કરી રહૃાાં છીએ. આમાંથી જે બેસ્ટ છવ્વીસ સુવર હશે એને અમે દુનિયાભરમાં અલગ અલગ જગ્યાએ મોકલી આપીશું. દસ વર્ષ પછી આ છવ્વીસમાંથી એક સુવરને અમે વિજેતા ઘોષિત કરીશું. કંપનીનો ખરો ઉદ્દેશ એ છે કે એ લોકો સુપરપિગની સૌથી સારી ઓલાદ જેવાં બીજાં હજારો સુવરો પેદા કરી તેમને ફ્યુચરિસ્ટિક ફૂડ સોર્સ તરીકે ટ્રીટ કરશે. આ મહાકાય જનાવરોને કતલખાને મોકલી, એનું માંસ વેચી મિલિયન્સ કમાશે.
આ વાત હતી ૨૦૦૭ની. હવે વર્તમાનમાં આવી જાઓ, ટુ બી પ્રિસાઇઝ, દક્ષિણ કોરિયાના એક જંગલમાં કે જ્યાં હડમદસ્તા જેવડું થઈ ગયેલું પેલું જનાવર એક મીઠડી કિશોરી અને એના બુઢા દાદાજી સાથે મોજથી રહે છે. છોકરીનું નામ છે, મિજા. કન્યાને સુપરપિગ પ્રત્યે સુપરપિગને કન્યા પ્રત્યે એટલી બધી લાગણી છે કે વાત ન પૂછો. સુખ-શાંતિભર્યું જીવન જીવાઈ રહૃાું છે ત્યાં એક દિવસ અચાનક મિરાન્ડો કોર્પોરેશનનો ચક્રમ જેવો પ્રતિનિધિ મોકાણના સમાચાર લઈને આવે છેઃ તમારું સુપરપિગ વિજેતા ઘોષિત થયું છે. અમે એને અમારી સાથે ન્યુ યોર્ક લઈ જવા માટે આવ્યા છીએ.
છોકરીને ખબર પડે ત્યાં સુધીમાં તો ઓક્જા સોલ (અથવા સિઓલ, દક્ષિણ કોરિયાની રાજધાની) પહોંચી જાય છે. ઘાંઘી થઈ ગયેલી છોકરી મનોમન ગાંઠ વાળે છેઃ મને ઓક્જા જોઈએ એટલે જોઈએ. હું આકાશ-પાતાળ એક કરી નાખીશ, પણ ઓક્જાને પાછી લાવ્યા વગર નહીં રહું.
એ પોતાની પિગી બેન્ક તોડીને જેટલા પૈસા ભેગા કર્યા હતા તે બધા લઈને સોલ ભાગે છે અને પછી શરુ થાય છે જોરદાર ધમાચકડી. છોકરીનો ભેટો એનિમલ લિબરેશન ફ્રન્ટ (એએલએફ્) નામની પ્રાણીઓને બચાવવાનું કામ કરતી એક ટુકડી સાથે થઈ જાય છે. આ ગેન્ગના સભ્યો કહે છેઃ મિજા, અમે તારી સાથે છીએ, અમે તારી મદદ કરીશું. આ ટુકડીનો ઉદ્દેશ સારો હોવા છતાંય છબરડા તો વળે જ છે. ઓક્જા અમેરિકા પહોંચી જાય છે. એનું પગેરું દબાવતી છોકરી અને પ્રાણી-બચાવ ટુકડી પણ અમેરિકા પહોંચે છે.
દરમિયાન સુપરપિગે શોપિંગ મોલમાં ઘૂસીને જે રીતે ઉધામા મચાવ્યા હતા અને એને કાબૂમાં રાખવા માટે એના પર જે પ્રકારનો અત્યાચાર કરવામાં આવ્યો હતો એનો વિડીયો વાઇરલ થઈ જાય છે. મિરાન્ડો કોર્પોરેશનની ઇમેજ દાવ પર મૂકાઈ જાય છે. લુચ્ચી લ્યુસી હવે નવો દાવ અજમાવે છે. એ કહે છે કે છોકરી ભલે ઓક્જાની પાછળ પાછળ ન્યુ યોર્ક સુધી પહોંચી ગઈ. આપણી ખરડાઈ ગયેલી ઇમેજને સુધારવા માટે આપણે એનો જ ઉપયોગ પણ કરીશું. આપણે છોકરી અને ઓક્જાનું જાહેરમાં પુનર્મિલન કરાવવાનું નાટક કરીશું ને આખરે તો આપણું જ ધાર્યું કરીશું!
સદભાગ્યે, ધાર્યું લ્યુસીનું નહીં, પણ છોકરીનું થાય છે. કેટલાય ટિવસ્ટ્સ-એન્ડ-ટર્ન્સ પછી એ ઓક્જાને બચાવવામાં સફ્ળ નીવડે છે. એન્ડમાં ઓક્જા, મિજા અને એના બુઢા દાદાજી જંગલમાં ખાઈ-પીને રાજ કરે છે.
પચાસ મિલિયન ડોલરના ખર્ચે બનેલી ‘ઓકજા’ ફ્લ્મિ અડધી કોરિઅન ભાષામાં છે, અડધી અંગ્રેજીમાં. સિનેમાની દુનિયામાં ‘ઓક્જા’ના ડિરેકટર બોન્ગ જૂન-હૂનું નામ આદરથી લેવાય છે. ફ્લ્મિની જૉનર (પ્રકાર)નું નામ પાડવું જ હોય તો ‘ઓક્જા’ને સાયન્સ ફ્કિશન કહી શકાય, પણ અહીં એક્શન, એડવન્ચર અને થ્રિલ પણ ભરપૂર છે. ફ્લ્મિમાં પ્રેમ-મૈત્રી-અહિંસાની વાત જરાય ભાષણબાજી કર્યા વિના આડકતરી રીતે કહેવાઈ છે, મનુષ્ય અને પ્રાણીનાં સુમેળભર્યા સહજીવનની વાત છે, એક મા-બાપ વગરની કિશોરીની મેચ્યોર થવાની વાત છે. અહીં રમૂજ પણ છે અને હ્ય્દય વલોવી નાખે એવી સંવેદનાઓ પણ છે. ખાસ કરીને કતલખાનામાં મૂંગાં પ્રાણીઓ પર જે રીતે અત્યાચાર થાય છે તે દશ્યો કંપાવી દે તેવાં છે. સુપરપિગ ઓક્જા દેખીતી રીતે જ કમ્પ્યુટર પર તૈયાર કરવામાં આવ્યું છે, પણ એની મસ્તી, એની ભાગદોડ અને એની લાચારીનાં દશ્યો એટલાં અસરકારક બન્યાં છે કે મનુષ્ય-એકટરો કરતાં આપણને કમ્પ્યુટર-જનરેટેડ ઓક્જાનું પર્ફોર્મન્સ વધારે ચડિયાતું લાગે!
રાઇટર-ડિરેકટર બોન્ગ જૂન-હૂએ એક મિડીયા ઇન્ટરવ્યુમાં કહેલું કે, 'આ ફિલ્મ ભલે સાયન્સ ફ્ક્શિન લાગે, પણ આ કલ્પના બહુ જલદી વાસ્તવિકતામાં પલટાવાની છે. ઇન ફેક્ટ, કેનેડામાં સામન નામની ખાઈ શકાય એવી જિનેટિકલી મોડીફાઇડ મહાકાય માછલી ઓલરેડી બની ચુકી છે. સરકારના ફૂડ એન્ડ ડ્રગ્ઝ ખાતાએ એેને માન્યતા પણ આપી દીધી છે. હું આ ફ્લ્મિ માટે રિસર્ચ કરી રહૃાો હતો ત્યારે મને ખબર પડી કે પીએચડીનો એક વિદ્યાર્થી જિનેટિકલી મોડીફાઇડ પિગ ડેવલપ કરી રહૃાો છે. મેં એનો ઇન્ટરવ્યુ પણ લીધો હતો. ટૂંકમાં, ‘ઓકજા’ સાવ કપોળકલ્પિત નથી. ઇટ ઇટ એક્ચ્યુઅલી હેપનિંગ! આથી મેં આ ફ્લ્મિ બનાવવામાં ઉતાવળ કરી, કેમ કે સાચુકલું જિનેટિકલી મોડીફાઇડ ભૂંડ બને તે પહેલાં મારે ફ્લ્મિ રિલીઝ કરી નાખવી હતી.’
વાત અપ્રિય લાગે એવી અને વિચારતા કરી મૂકે એવી છે. ખેર, તમે ‘ઓક્જા’ જોજો. નેટફ્લિકસ પર તે અવેલેબલ છે. ઇન ફેકટ, નેટફ્લિકસે જ આ ફ્લ્મિ પ્રોડયુસ કરી છે.
0 0 0
No comments:
Post a Comment