Sunday, May 29, 2016

મલ્ટિપ્લેક્સ: નાગરાજ મંજુળેઃ વેદના, વાચા અને સિનેમા

Sandesh - Sanskar Purti - 29 May 2016

મલ્ટિપ્લેક્સ

બમ્પર હિટ મરાઠી ફિલ્મ સૈરાટ એકાએક જ અન્ય ભાષાના ડિરેક્ટરો - નિર્માતાઓ - લેખકો - અદાકારો માટે એક ટેક્સ્ટબુક સમાન ફિલ્મ બની ગઈ છે. જેમણે ફિલ્મ ડિરેક્શન વિશે ક્યારેક સપનું સુધ્ધાં જોયું નહોતું એવા નાગરાજ મંજુળે એક પછી એક જબરદસ્ત ફિલ્મો કઈ રીતે બનાવી જાણે છે? 



ચારે બાજુ એકાએક 'સેરાટ... સૈરાટથઈ રહ્યું છે. ફ્લ્મિ મરાઠી છે,પણ એના તીવ્ર તરંગો અન્ય ભાષાના ઓડિયન્સ તેમજ ઈન્ડસ્ટ્રીઓમાં પણ ફેલાઈ રહૃાા છે. એકઝેકટ એક મહિના પહેલાં ફ્લ્મિ રિલીઝ થઈ પહેલાં વીક્માં કુલ ૮૫૦૦ શોઝ થયા હતાપણ બીજું વીક પૂરું થતાં આ આંક્ડો ૧૪,૦૦૦  સુધી પહોંચી ગયેલો. મહારાષ્ટ્રમાં આ ફ્લ્મિનો ક્રેઝ એવો ફાટી નીક્ળ્યો છે કે અમુક અંતરિયાળ જગ્યાએ ડિમાન્ડને પહોંચી વળવા મધરાતે બારથી ત્રણ અને ત્રણથી છના શો ગોઠવવા પડયા છે! ચાર કરોડના ખર્ચે બનેલી આ ફ્લ્મિ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં ૬૫ કરોડ જેટલી ક્માણી કરીને મરાઠી સિનેમાના ઈતિહાસની સૌથી ક્માણી કરી ચુકેલી ફ્લ્મિ બની ચુકી છે. ગુજરાતી ફ્લ્મિ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય થઈ ગયેલા ઉત્સાહીઓને ક્હેવામાં આવે છે કે અર્બન-અર્બનના જાપ જપવાનું બંધ કરીને 'સૈરાટજોઈ આવો અને જરા જુઓ કે મરાઠી ફ્લ્મિમેકરો ગામડાના બેક્ગ્રાઉન્ડમાં પણ કેટલી અફ્લાતૂન ફ્લ્મિ બનાવી શકે છે. અરેસુભાષ ઘઈ જેવા હિન્દી ફ્લ્મિ ઈન્ડસ્ટ્રીના શોમેન સુધ્ધાં ક્હે છે કે આખા બોલિવૂડે 'સૈરાટજોવી જોઈએ અને ખાસ કરીને શહેરોમાં મોટા થયેલા ફ્લ્મિમેર્ક્સે આમાંથી ક્ંઈક શીખવું જોઈએ! એકએક જ સઘળા ડિરેકટરો-નિર્માતાઓ-લેખકે-અદાકારો માટે 'સૈરાટએક ટેકસ્ટબુક સમાન ફ્લ્મિ બની ગઈ છે. 


'સૈરાટ' શબ્દનો પોઝિટિવ અર્થ થાય છે મુકત, આઝાદ અને નકારાત્મક અર્થ થાય છે જિદ્દી, જડસુ, જંગલી, અવિચારી. જેમણે 'સૈરાટ' હજુ સુધી જોઈ નથી તેમની જાણ ખાતર ટૂંક્માં ક્હેવાનું કે આ ગામડાગામમાં આકર લેતીં એક લવસ્ટોરી છે. છોકરી સવર્ણ છે, છોકરો દલિત છે. કોલેજના ર્ફ્સ્ટ યરમાં ભણતી આ જોડી પ્રેમના આવેશમાં  ઘરેથી ભાગી જાય છે, ખૂબ હેરાન થાય છે, એ બન્નેની વચ્ચે પણ ઘણી સમસ્યાઓ ઊભી થાય છે, પણ આખરે સખળડખળ ચાલતી તેમની જિંદગી થાળે પડે છે ને પછી જે થવાનું હોય તે થાય છે. એક મસાલા કમર્શિયલ ફ્લ્મિમાં હોય તે બધું જ અહીં છે - રોમાન્સ, સ્લો-મોશનમાં દોડતાં હીરો-હિરોઈન, જાલિમ જમાના, ધમાકેદાર સંગીત, નાચ-ગાના, કોમેડી, રોના-ધોના, બધું જ. નવાઈની વાત એ છે કે આમ છતાંય આ ફ્લ્મિ ટિપિક્લ બનતી નથી. આનું પહેલું કારણ એ કે ક્લાકારોનો અભિનય એટલો રિયલિસ્ટિક છે જાણે શ્યામ બેનેગલની કોઈ ખૂબ વખણાયેલી આર્ટ ફ્લ્મિ જોઈ લો.  બીજું, ફ્લ્મિમેકરે ખરેખર તો લવસ્ટોરીના માધ્યમથી નાનાં ગામડાં-નગરોમાં આજની તારીખેય જે સજ્જડ વર્ણ વ્યવસ્થા અસ્તિત્ત્વ ધરાવે છે તેના વિશે ચીરી નાખે એવી ક્મેન્ટ કરી છે.    


'સૈરાટ'ના રાઈટર-ડિરેકટર છે, ૩૮ વર્ષીય નાગરાજ મંજુળે. એમના વિશે વિગતે જાણવા જેવું છે. ફ્કત એટલા માટે નહીં કે 'સૈરાટ' હવે હિન્દી ઉપરાંત ગુજરાતીમાં પણ બનવાની છે, પણ એટલા માટે કે નાગરાજની ખુદની ક્હાણી જબરી રસપ્રદ છે. નાગરાજ મંજુળે વડાર નામે ઓળખાતા દલિત સમાજમાંથી આવે છે. વણજારાની જેમ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટક્તી વડાર જાતિના લોકોનું મુખ્ય કામ પથ્થરો તોડવાનું છે. નાગરાજના પિતાજી પણ ક્ન્સ્ટ્રકશન સાઈટ્સ પર આ જ કામ કરતા. નાગરાજે 'સૈરાટ'ની પહેલાં 'ફેન્ડ્રી' નામની મલ્ટિપલ અવોર્ડ-વિનિંગ જબરદસ્ત ફ્લ્મિ બનાવી હતી તેમાં કૈકડી સમાજના ટીનેજ છોકરાની વાત હતી. પરંપરાગત રીતે કૈકડી અને વડાર આ બન્ને સમાજના લોકો ભૂંડ પાળે છે કે જેથી એનું માંસ ખાઈને પેટનો ખાડો પૂરી શકાય. (ફેન્ડ્રી એટલે ભૂંડ, સુવ્વર). ભૂંડ પોતે ગામલોકોના વિષ્ટા પર જીવતું પ્રાણી છે. આવા સુવ્વરનું માંસ ખાનારા કૈકડી - વડાર સમાજના લોકોને આથી અશ્પૃશ્ય-અછૂત ગણવામાં આવે છે. નાગરાજ મંજુળે આ પ્રકારના બેક્ગ્રાઉન્ડમાંથી આવે છે.
મહાનગરના ચક્ચક્તિ માહોલમાં ઊછરેલો સુંવાળો ફ્લ્મિમેકર દેશની સામાજિક વિષમતા પર ફ્લ્મિ બનાવે તે એક વાત થઈ. આમાં ક્શું જ ખોટું નથી. જો ફ્લ્મિમેકર ક્લાકર તરીકે જેન્યુઈન હોય તો એની ફ્લ્મિ સાચુક્લી લાગે છે, દર્શક્ના હૃદય સુધી પહોંચે છે. સત્યજિત રાય અને શ્યામ બેનેગલ જેવા ફ્લ્મિમેર્ક્સનું કામ આપણને એટલે જ ગમે છે. બીજો પ્રકાર એવા ફ્લ્મિમેકરોને છે જે ક્હેવાતી આર્ટ ફ્લ્મિ ફ્કત બનાવવા ખાતર, ફ્લ્મિ ફેસ્ટિવલોમાં ઘૂસવા ખાતર, શહેરી તેમજ વિદેશી ઓડિયન્સ પાસેથી 'ઓહ માય ગોડ... રિઅલી? આવું બધું પણ હોય છે? સો સેડ, નો?' પ્રકારના સિન્થેટિક રિએકશન ઊઘરાવવા ખાતર સામાજિક વિષમતાઓને 'વાપરે' છે. આવી ફ્લ્મિોમાં સતત અપ્રામાણિક્તા ગંધાતી  રહે છે. પેલી 'ધ ગુડ રોડ'ની નામની રેઢિયાળ ગુજરાતી ફ્લ્મિ આ કેટેગરીમાં આવે.

...અને ત્રીજો રેર પ્રકર નાગરાજ મંજુળે જેવા ફ્લ્મિમેકરોનો છે, જે ખુદ સામાજિક વિષમતાઓને જીવી ચુકયા છે, એમાંથી પસાર થઈ ચુકયા છે. એમની સામાજિક નિસ્બત છાપાં-મેગેઝિન વાંચીને કે ટીવીના કાર્યક્રમો-ફ્લ્મિો જોઈને નહીં પણ ખુદના અનુભવો અને અનુભૂતિમાંથી પ્રગટે છે. 'સૈરાટ'માં વર્ણવ્યવસ્થા, ઊંચ-નીચના ભેદભાવ અને તેને કરણે સર્જાતા તીવ્ર સામાજિક અસંતુલનની જે વાત થઈ છે તે નાગરાજનું ખુદનું વાસ્તવ અને અતીત છે.
'સૈરાટ'નું શૂટિંગ નાગરાજ પોતે જ્યાં ઊછરેલા છે એ સોલાપુર જિલ્લાના જેઉર નામના ગામમાં કરવામાં આવ્યું છે. પિતા પોપટરાવ મજૂરી કરે, અભણ માતા ઘર અને ચારેય દીકરાઓને સાચવે. નાગરાજના સમાજમાં આમ તો ભણતરનું જરાય મહત્ત્વ નહીં. છોકરો સમજણો થયો નથી ને મજૂરીએ લાગ્યો નથી. સદભાગ્યે પોપટરાવે છોકરાઓને ભણાવ્યા હતા. તેઓ દીકરાઓને એક જ વાત કરતાઃ' સાવલીતલી નોકરી કરા!' (એટલે કે છાયડામાં કામ કરવા મળે એવી ઓફ્સિની નોકરી કરજો, મારી જેમ  તડકામાં શેકાતા નહીં!)
નાગરાજને સાવ નાનપણમાં સમજાતું નહોતું, પણ જરાક સમજણા થયા એટલે ધીમે ધીમે ખબર પડવા માંડી કે પોેતે તદ્દન પછાત અને અછૂત ગણાતી દલિત જાતિમાં જન્મ લીધો છે, ગામના લોકો એમને અને એમના ભાઈઓને અલગ દષ્ટિએ જુએ છે, એમને જુદી રીતે ટ્રીટ કરવામાં આવે છે. એમને ભાન થવા માંડયું કે એમનું વ્યક્તિત્ત્વ પોતે ખરેખર શું છે ને શું કરી શકે છે માત્ર એના આધારે નહીં, પણ પોતે કઈ કોમમાં જન્મ્યા છે તેના આધારે ડિફાઈન કરવામાં આવે છે. તીવ્ર લઘુતાગ્રંથિ જન્માવી દે, આત્મવિશ્વાસનો ખુડદો બોલાવી દે એવી આ સભાનતા હતી.

આ પ્રકારના માહોલમાં ઊછરી રહેલા દલિત છોકરાને ફ્લ્મિમેકર બનવાનો વિચાર સુધ્ધાં કેવી રીતે આવે? હા, નાગરાજને નાનપણથી પિકચરો જોવાનો બહુ શોખ. અમિતાભ, જિતેન્દ્ર, મિથુનની મસાલા ફ્લ્મિોમાં એમને જલસો પડે. એમને માત્ર સ્ક્રીન પર દેખાતી રંગારંગ દુનિયામાં જ રસ. ફ્લ્મિોની આ જે તડક્ભડક છે તેની  પાછળ ડિરેકટર નામનું એક માનવપ્રાણી પણ હોય છે એવી ક્શી જ ગતાગમ નહીં. એ જમાનામાં નાનાં ગામ-નગરો સહિત બધે વિડીયો થિયેટરો ફૂટી નીક્ળેલાં.
એકાદ રુપિયાની ટિક્ટિ હોય. નાગરાજ સ્કૂલે બન્ક મારીને રોજની બબ્બે ફ્લ્મિો જોઈ નાખે. ક્દાચ એટલે જ એસએસસીમાં ફેલ થયા. ઘરે નવરા બેઠા બેઠા એમણે ડાયરી લખવાનું શરુ ર્ક્યું. 'આજે મેં આમ ર્ક્યું ને આજે મેં તેમ કર્યું' પ્રકારની રુટિન વાતો લખી લખીને ક્ંટાળો આવવા લાગ્યો એટલે ક્વિતા જેવું લખવાનું શરુ ર્ક્યું. એ વખતે એમને કયાં ખબર હતી કે આ જોડક્ણાં જેવું કાચું-પાકું લખાણ એમને ક્રમશઃ શુદ્ધ કવિતા તરફ્ લઈ જશે અને આગળ જતાં એમણે લખેલા 'ઉન્હાન્ચા ક્ટાવિરુધ' નામના કાવ્યસંગ્રહને સાહિત્યનો અવોર્ડ સુધ્ધાં મળશે!
નાગરાજનું ભણવાનું ચાલુ રહ્યું. મરાઠી સાહિત્ય સાથે પુના યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા. અમુક દોસ્તો અહમદનગરની ન્યુ આર્ટ્સ, સાયન્સ એન્ડ કેમર્સ કોલેજના માસ ક્મ્યુનિકેશન (માસ-કોમ)નો કોર્સ કરવા જઈ રહૃાા હતા એટલે નાગરાજને થયું કે ચાલો, આપણેય આ કોર્સ કરીએ. માત્ર એટલો અંદાજ હતો કે માસ-કોમમાં આ લોકો કંઈક સિનેમા, મિડિયા, પત્રકારત્વ ને એવું બધું ભણાવતા હોય છે. મા-બાપ માટે તો અમારો દીકરો કંઈક ભણી રહૃાો છે એટલી હકીક્ત જ પૂરતી હતી.

અહમદનગર જેવાં શહેરની સાવ સાધારણ કોલેજના માસ-કોમમાં એડમિશન લેવાની નાગરાજ ઘટના વણાંકરુપ સાબિત થઈ. માસ-કોમમાં એમની બેચ સૌથી પહેલી હતી એટલે ડિપાર્ટમેન્ટ પાસે દેખીતી રીતે જ ક્શો અનુભવ નહોતો. પુનાની ફ્લ્મિ ઈન્સસ્ટિટયુટ કે મુબઈની ફેન્સી ફ્લ્મિ સ્કૂલોમાં વ્યવસ્થિત માળખું હોય છે, પણ આવી સાધારણ સંસ્થાઓમાં જરુરી સાધનો ન હોય, સજ્જ ટીચરો ન હોય. વચ્ચે વચ્ચે બહારગામથી કોઈ વિઝિટિંગ ફેકલ્ટી આવે ત્યારે એમની પાસેથી થોડુંઘણું શીખવા મળતું. આજે જોકે અહમદનગરની આ કોલેજવાળા રોફ્થી ક્હેે છેકે મરાઠી સિનેમાનો સૌથી હિટ ડિરેકટર નાગરાજ મંજુળે અમારે ત્યાં ફ્લ્મિમેક્ગિં શીખ્યો હતો! આમાં સચ્ચાઈ પણ છે. વર્લ્ડ સિનેમાની તો વાત જ જવા દો, નાગરાજે સત્યજિત રાય જેવા મહાન ભારતીય ફ્લ્મિમેકરનું નામ પણ માસ-કોમમાં એડમિશન લીધા પછી પહેલી વાર સાંભળેલું! ધીમે ધીમે ફ્લ્મિ ડિરેકશન કોને ક્હેવાય, ફ્લ્મિ રાઈટિંગ કોને ક્હેવાય, સિનેમેટોગ્રાફી એટલે શું એ બધું સમજાતું ગયું ને દિમાગની બારીઓ ખુલતી ગઈ.
૨૦૦૯માં થર્ડ સેમેસ્ટર દરમિયાન એક શોર્ટ ફ્લ્મિ બનાવવાનું અસાઈન્મેન્ટ મળ્યું. નાગરાજે પોતાના જ જીવનના અનુભવોમાંથી પ્રેરણા લઈને 'પિસ્તુલ્યા' નામની પંદર મિનિટની ફ્લ્મિ બનાવી. એમાં વડાર જાતિનો આઠ વર્ષનો દલિત છોકરો છે. નાગરાજે એક અસલી દલિત છોકરાને એકિટંગ માટે તૈયાર ર્ક્યો હતો. ખુદ નાગરાજ અને એમની માતા પણ આ શોર્ટ ફ્લ્મિમાં સ્ક્રીન પર દેખાય છે. 'પિસ્તુલ્યા'ની સ્ટોરી એવી છે કે છોકરાની મા નાનાં-મોટાં કામ કરીને ને માગી-ભીખીને પોતાનું અને દીકરાનું પેટ ભરે છે. છોકરાને બીજાં બાળકોની જેમ સ્કૂલે ભણવા જવાની હોંશ છે. એક સ્કૂલમાં એને ક્હેવામાં આવે છે કે જો તું સ્કૂલના યુનિફોર્મ  અને પુસ્તકોનો મેળ કરી શકીશ તો એડમિશન આપીશું. એ છોકરો પછી કેવી રીતે સ્કૂલના યુનિફોર્મનો તોડ કાઢે છે? આનો જવાબ તમે ખુદ યુટ્યુબ પર આ શોર્ટ ફ્લ્મિ જોઈને જાણી લેજો. 
દોઢ લાખના ખર્ચે માત્ર બે દિવસમાં બનાવેલી 'પિસ્તુલ્યા'ને એટલી બધી સફ્ળતા મળી કે નાગરાજ સહિત એમનું આખું માસ-કોમ ડિપાર્ટમેન્ટ હેબતાઈ ગયું. આ ફ્લ્મિને નેશનલ અવોર્ડ જુદા જુદા ફ્લ્મિ ફેસ્ટિવલ્સમાં કુલ તેર અવોર્ડ્ઝ મળ્યા. નાગરાજમાં કોન્ફ્ડિન્સ આવ્યો. કાયમ શાંત અને સહમેલા રહેતા આ યુવાનને પોતાની લાગણીઓને વાચા આપવા માટે સશકત માધ્યમ મળ્યું. હવે એમને થયું કે લાઈફ્માં કરવા જેવું કામ તો આ જ છે - ફ્લ્મિો બનાવવાનું. આમ, 'પિસ્તુલ્યા'ની અણધારી સફ્ળતાને લીધે નાગરાજે ફ્લ્મિમેક્ગિંને કરીઅર તરીકે અપનાવવાનો નિર્ણય લીધો.

કોર્સ પૂરો થઈ ગયા પછી નાગરાજ 'પિસ્તુલ્યા' પરથી જ ફુલલેન્થ ફ્ચિર ફ્લ્મિ બનાવવા માગતા હતા. એમણે એક લવસ્ટોરી લખવાની કેશિશ કરી જોઈ, પણ એમાં ફાવટ ન આવી એટલે પડતી મૂકી (આ જ લવસ્ટોરી પછી 'સૈરાટ' બની). એમણે બીજી ફ્લ્મિ લખી - 'ફેન્ડ્રી'. આમાં તેર વર્ષનો એક દલિત છોકરો છે, જે ગામની સવર્ણ છોકરીના પ્રેમમાં પડે છે. 'ફેન્ડ્રી'ના મુખ્ય કિરદાર માટે સોમનાથ અવઘાડે નામના ૧૩ વર્ષના અસલી દલિત છોકરાને પસંદ ર્ક્યો કે જેણે જિંદગીમાં કયારેય ફ્લ્મિનો કેમેરા જોયો સુધ્ધાં નહોતો. 'ફેન્ડ્રી' રિલીઝ થતાંની સાથે જ ખૂબ વખણાઈ. નાગરાજને બેસ્ટ ડિરેકટર (ડેબ્યુ) અને સોમનાથને બેસ્ટ ચાઈલ્ડ એકટરનો નેશનલ અવોર્ડ મળ્યો. દેશ-વિદેશના બીજા ક્ંઈકેટલાય અવોર્ડ્ઝનો રીતસર વરસાદ વરસ્યો. નાગરાજ અગાઉ એવા ભ્રમમાં હતા કે અમિતાભ બચ્ચન કે મિથુન ચક્રવર્તી જેવા હીરો હોય તો જ પિકચર બને, પણ એમને અનુભવે સમજાઈ ગયું કે કેઈ પણ નોન-એકટર પાસે સારામાં સારી એકિટંગ કરાવી શકય છે ને મસ્તમજાની ફ્લ્મિ બનાવી શકય છે!
'ફેન્ડ્રી' ૨૦૧૩માં રિલીઝ થઈ તે પહેલાં જ 'સૈરાટ'નું પ્લાનિંગ શરુ થઈ ગયું હતું. તમે જોશો તો સ્પષ્ટપણે સમજાશે કે 'સૈરાટ' વાસ્તવમાં 'ફેન્ડ્રી'નું જ એકસટેન્શન છે. આ વખતે નાગરાજે નક્કી ર્ક્યું કે ફ્લ્મિની વાર્તા ભલે પોતાનાં  જીવન અને અનુભવો પર આધારિત હોય, પણ ફ્લ્મિનું ફોર્મેટ મેઈનસ્ટ્રીમ પોપ્યુલર પ્રકારનું હશે કે જેથી ફ્લ્મિ ફેસ્ટિવલની સરકિટમાંથી બહાર નીક્ળને મેઈનસ્ટ્રીમ ઓડિયન્સ સુધી પહોંચી શકાય. આ એક સ્માર્ટ સ્ટ્રેટેજી હતી, જે જબરદસ્ત કમિયાબ નીવડી. અગેન, એમણે ૨૧ વર્ષના આકાશ થોસર અને ૧૪ વર્ષની રિંકુ રાજગુરુ જેવાં નોન-એકટર્સને શોધી કઢયાં, તેમને ટ્રેનિંગ આપી અને જોરદાર અભિનય કરાવ્યો. નાના પાટેકરવાળી 'નટસમ્રાટ'ને પાછળ રાખીને 'સૈરાટ' હવે મરાઠી સિનેમાના ઈતિહાસની સૌથી સુપરડુપર કમર્શિયલ હિટ ફ્લ્મિ બની ચુકી છે, જેે હવે ગુજરાતી સહિત અન્ય ભાષાઓમાં પણ અવતરવાની છે.
મોર પાવર ટુ નાગરાજ મંજુળે!
0 0 0 

1 comment:

  1. following your review, watched Sairat. it looked liked a full length commercial cinema with low budget crew (but good music, too many songs). but the pace of the film was terribly slow till the last scene. almost felt like leaving the cinema hall after 1.5hrs when nothing was going beyond love story. second half was also slow and predictable..

    ReplyDelete