Wednesday, August 23, 2017

કોઠાસૂઝ અને અંત: સ્ફૂરણાનું પોગ્રામિંગ : માણસ કરતાં મશીન વધારે બુદ્ધિશાળી બને એ ગુડ ન્યુઝ છે કે બેડ ન્યુઝ?

સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - બુધવાર  - ૯ - ૨૩ઓગસ્ટ ૨૦૧૭ 

કોલમ: ટેક ઓફ

 વર્તમાન સમયની સૌથી લોકભોગ્ય ટેકનોલોજી એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એમાંય ખાસ કરીને મશીન લર્નિંગ (એમએલ). આવનારા દૃાયકાઓમાં મેન્યુફેકચિંરગ અને મનોરંજનથી લઇને ભણતર તેમજ હેલ્થ સુધીનાં લગભગ તમામ ક્ષેત્રોમાં મશીન લર્નિંગને લીધે મોટાં પરિવર્તનો આવવાનાં છે. સમગ્ર દૃુનિયાના અર્થતંત્રની કાયાપલટ કરવાની તાકાત આજની તારીખે મશીન લર્નિંગ સિસ્ટમ્સમાં જોવાય છે.




ધારો કે તમે કોઈ શહેરમાં નવા નવા શિફટ થયા છો. કોઈ મહેમાનને તેડવા તમારે એરપોર્ટ જવાનું છે, પણ એરપોર્ટનો રસ્તો તમે જાણતા નથી. ટેકસી કે રિક્ષા નથી જ કરવી એવું તમે નક્કી કરી નાખ્યું છે. તો હવે તમે શું કરશો? સિમ્પલ. તમારી કારમાં ગોઠવાઈને તમે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ) સિસ્ટમ ઓન કરશો અથવા સ્માર્ટફોનમાં ગૂગલ નાઉ એપ ઓન કરીને, ફોનને સહેજ ચહેરા પાસે લાવીને બોલશો, ‘હાઉ કેન આઇ ગો ટુ ધ એરપોર્ટ?' તરત જ સ્ક્રીન પર તમારા ઘરથી એરપોર્ટ સુધીનો રસ્તો બતાવતો નકશો ખૂલી જશે અને ગૂગલબેન મીઠા અવાજમાં અવાજ  પટ્ પટ્ કરતી તમને દિૃશાસૂચન કરવા લાગશે. ક્યાંય અટકયા વગર, એક પણ કાળા માથા માનવીને પૂછ્યા વગર તમે આસાનીથી એરપોર્ટ પહોંચી જશો.  

ધારો કે તમને અરિજિત સિંહનાં ગીતોનું લાઈવ પર્ફોર્મન્સીસ જોવાનું મન થાય છે. તમે યુટ્યુબ પર જઈને અડધી-એક કલાક સુધી તમે આ બધા વિડીયોઝ જોતાં જોતાં ઝુમતા રહો છો. બે દિૃવસ પછી ફરી પાછા આ વેબસાઇટ પર જશો તો તમારી પસંદૃગી જાણી ચુકેલા યુટ્યુબભાઈ વગર કહ્યે  હિન્દી ફિલ્મી ગીતો ગાતા અરિજિત અને અન્ય ગાયકોનાં ગીતોનાં લાઇવ પર્ફોર્મન્સીસના નવા વિડીયોઝ તમારી સ્ક્રીન પર પાથરીને તમને જોવાની ભલામણ કરશે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનાં આ સાદૃાં ઉદૃાહરણો છે. આપણને ખબર પણ ન પડે તે રીતે મોબાઈલ ફોન આપણા પર્સનલ આસિસન્ટન્ટ તરીકેની નોકરી કરવા માંડ્યો છે. ક્રમશ: એની કામગીરી વધતી જવાની છે. આપણે એવા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ કે આ પ્રકારના પર્સનલ આસિસ્ટન્સ વગર આપણને ચાલશે નહીં. બહુ જલદૃી મશીન-ટુ-મશીન કમ્યુનિકેશન આપણા રોિંજદૃા જીવનનો હિસ્સો બની જવાનું છે. જેમ કે, તમે શેવિંગ કરતાં કરતાં તમારા ફોનને આદૃેશ આપો કે ‘ચિરાગ ભાવસારને ‘શેડ્યુલ ફોર સપ્ટેમ્બર' નામની ફાઈલ ઇમેઇલ કરી નાખો, તો તમારું કહ્યાગરું ગેજેટ આપોઆપ ચિરાગભાઈનું ઇમેઇલ આડી શોધશે. પછી જે-તે ફોલ્ડરમાં પડેલી પેલી સપ્ટેમ્બર મહિનાના શેડ્યુલવાળી એકસેલ ફાઇલ ઊંચકીને, અટેચ કરીને ચિરાગ ભાવસારને મોકલી આપશે. એટલું જ નહીં, સામે છેડેથી ચિરાગ ભાવસારનું ગેજેટ ‘તમારો ઇમેઇલ મળી ગયો છે, થેન્કયુ' એવા મતલબનો વળતો ઇમેઇલ પણ આપોઆપ મોકલી દૃેશે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) કંઇ નવી વસ્તુ નથી. આ શબ્દૃપ્રયોગ સૌથી પહેલાં છેક ૧૯૫૫માં જોન મેક્કાર્થી નામના ગણિતના અમેરિકન પ્રોફેસરે કર્યો હતો. ૧૯૫૭માં હર્બર્ટ સિમોન નામના અર્થશાસ્ત્રીએ આગાહી કરી હતી કે દૃસ વર્ષની અંદૃર કમ્પ્યુટર એટલું ઇન્ટેલિજન્ટ બની જશે કે તે ચેસમાં માણસને હરાવી દૃેશે. વાસ્તવમાં કમ્પ્યુટરને આ મહારત હાંસલ કરવામાં ચાલીસ વર્ષ લાગી ગયાં. આજથી ત્રીસેક વર્ષ પહેલાં પણ ભારતની એન્જિનીયિંરગ કોલેજોમાં કમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓને રીતસર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વિષય ભણાવવામાં આવતો હતો. સ્ટીવન સ્પીલબર્ગે ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નામની ફિલ્મ બનાવી હતી તે વાતનેય સોળ વર્ષ થઈ ગયાં. ટૂંકમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો કોન્સેપ્ટ જરાય નવો નથી. આપણો ફોન, કમ્પ્યુટર, કાર, બેન્ક વગેરેે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ ઓલરેડી કરી રહ્યા છે.

એરિક બ્રિન્જોલફ્સોન નામના મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (એમઆઇટી) સાથે સંકળાયેલા એક નિષ્ણાતે આ વિષય પર મસ્તમજાની વાતો કહી છે. તેઓ કહે છે કે છેલ્લાં અઢીસો વર્ષથી ટેકનોલોજી ક્ષેત્રે થયેલી નવી નવી શોધો આર્થિક વિકાસનું મુખ્ય ચાલકબળ બનતી આવી છે. ટેકનોલોજી જેટલી વધારે લોકભોગ્ય, અર્થતંત્ર પર એની અસર એટલી વધારે પ્રગાઢ. વરાળથી ચાલતું સ્ટીમ એન્જિન, ઇલેકિટ્રસિટી અને ઇન્ટરનલ કમ્બક્શન એન્જિન - આ ત્રણમાંથી જાતજાતની કેટલીય લોકભોગ્ય વસ્તુઓ આપણને મળી. ઇલેકિટ્રસિટી વગરનું જીવન આજે આપણે વિચારી પણ શકતા નથી. ઇન્ટરનલ કમ્બક્શન એન્જિનના પ્રતાપે આપણને કાર, ટ્રક, એરોપ્લેન વગેરે મળ્યાં. ઇલેકટ્રોનિક ઉપકરણો, કમ્પ્યુટર, મોબાઇલ ફોન વગેરેનાં મૂળમાં સેમીકંડકટર મટીરિયલમાંથી બનેલી ઇન્ટીગ્રેટેડ સર્કિટની શોધ છે. આ સર્ક્ટિને સાદૃી ભાષામાં આપણે માઇક્રોચિપ અથવા ફકત ચિપ કહીએ છીએ. આંગણીના વેઢા જેવડી આ ટચુકડી ચિપે આપણી સામે વિરાટ દૃુનિયા આપણી સામે ખોલી નાખી છે.



વર્તમાન જગતની સૌથી લોકભોગ્ય ટેકનોલોજી એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એમાંય ખાસ કરીને મશીન લર્નિંગ  (એમએલ). મશીન લર્નિંગ એટલે? માણસની સીધી દૃરમિયાનગીરી વગર પોતાનું પર્ફોર્મન્સ સતત સુધારતા જવાની મશીનની ક્ષમતા. સંશોધકોએ એવી સિસ્ટમો બનાવી છે જે અમુક-તમુક કામ કેવી રીતે કરવાં તે જાતે શીખી લે છે. મશીન જાતે પોતાની રીતે નવું નવું શીખવા માંડે એ કલ્પના રોમાંચક છે કે ભયાવહ?

આપણે (એટલે કે માણસો) એવું ઘણું બધું કરી શકીએ છીએ જે શબ્દૃોમાં સમજાવી શકાતું નથી. જેમ કે, આપણને સેંકડો-હજારો ચહેરા શી રીતે યાદૃ રહે છે? જે વસ્તુ આપણે સમજાવી શકતા ન હોઈએ તે કોઈને શીખવવું કેવી રીતે? એમાંય ખાસ કરીને મશીનને? મશીન લર્નિંગ સિસ્ટમને લીધે હવે આ શકય બન્યું છે. આ સિસ્ટમ્સ ડિજિટલ કૌભાંડો પકડી પાડવાથી માંડીને બીમારીઓના નિદૃાન કરી શકવા સુધીની કંઈકેટલીય પ્રવૃત્તિઓમાં સુપરહ્યુમન કક્ષાનું પર્ફોર્મન્સ આપી શકે છે. જાણકારો કહે છે કે સ્ટીમ એન્જિન અને ઇલેકિટ્રસિટી જેવી લોકભોગ્ય શોધોને કારણે તે જમાનામાં જે રીતે સમગ્ર દૃુનિયાના અર્થતંત્રની કાયાપલટ થઈ ગઈ હતી એવી જ તાકાત આજની તારીખે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ સિસ્ટમ્સ પાસે છે. આવનારા દૃાયકાઓમાં મેન્યુફેકચિંરગ, રિટેિંલગ, ટ્રાન્સપોર્ટ, ફાયનાન્સ, મનોરંજન, ભણતર, એડવર્ટાઇિંઝગ, હેલ્થ, સમજોને કે લગભગ તમામ ક્ષેત્રોની કામ કરવાની પદ્ધતિ તેમજ બિઝનેસ મોડલ્સમાં મશીન લર્નિંગને લીધે મોટાં પરિવર્તનો આવવાનાં.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આજની સ્થિતિ શી છે? આજે મશીન આપણે જે અંગ્રેજી અને બીજી કેટલીક ભાષાઓ બોલીએ છીએ તે સમજી જાય છે (સ્પીચ રેકગ્નિશન). આ વાત આપણે લેખની શરુઆતમાં જ કરી. આસપાસ ઘોંઘાટ થઈ રહ્યો તો પણ મશીન તેને ઉદૃેશીને ઉચ્ચારેલા શબ્દૃો સમજી લે છે. અલબત્ત, હજુ ઘણી બધી ભાષાઓ મશીનને ‘શીખવવાની' બાકી છે, પણ અંગ્રેજીની વાત કરીએ તો આપણે બોલીએ કંઈ ને મશીન સમજે કંઈ એવું હવે ઓછું બને છે. એકયુરસીનું લેવલ ઉત્તરોત્તર વધી રહ્યું છે. ઇમેજ રેકગ્નિશન પણ ખાસ્સું સુધરી રહ્યું છે. ફેસબુક પર આપણે કોઈ ફોટો પોસ્ટ કરીએ  ત્યારે સિસ્ટમ હવે અમુક ફ્રેન્ડ્સના ચહેરા ઓળખી લઈને સામેથી તેમને ટેગ કરવાનું સામેથી સૂચન કરે છે તે તમે નોંધ્યું? કોર્પોરેટ કંપનીઓના મકાનમાં એન્ટ્રી લેતી વખતે કર્મચારીઓએ આઈકાર્ડ કાં તો સ્વાઈપ કરવું પડે છે અથવા મેગ્નેટિક  ઉપકરણને અડાડવું પડે છે, પણ અમુક કંપનીઓના હેડકવાર્ટર્સમાં હવે આ માથાકૂટ બંધ થઈ ગઈ છે. તમે એન્ટ્રી મારો એટલે ઇમેજ રેક્ગ્નિશન સિસ્ટમ તમારો ચહેરો ઓળખી લે અને ફટાક કરતો દૃરવાજો ખોલીને તમને અંદૃર પ્રવેશવા દૃે. સેલ્ફ-ડ્રાઇવિંગ કાર એટલે કે ડ્રાઈવર વગરની પોતાની મેળે ચાલતી કાર બનાવવાના અખતરા લાંબા સમયથી થઈ રહ્યા છે. આ પ્રકારની કારની વિઝન સિસ્ટમ આપોઆપ આસપાસનો માહોલ સેન્સ કરી લે છે અને તે પ્રમાણે કાર આગળ વધે છે. આમાં ઘણા છબરડા થતા હતા, પણ હવે ઇમેજ રેકગ્નિશન ટેકનોલોજીમાં નોંધપાત્ર પ્રગતિ થવાને કારણે ભુલોની સંખ્યા ઓછી થઈ રહી છે. અલબત્ત, સ્પીચ રેકગ્નિશનમાં જેટલી ઝપાટાભેર પ્રગતિ થઈ રહી છે તેની તુલનામાં ઇમેજ રેકગ્નિશનના મામલામાં  પરફેકશન આવતા ઘણી વધારે વાર લાગવાની છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગની કલ, આજ ઔર કલ વિશેની ઓર કેટલીક રસપ્રદૃ વાતો આવતા બુધવારે.  

0000000000000000

માણસ પાસે કોઠાસૂઝ, અંત: સ્ફૂરણા, પ્રેરણા અને લાગણીઓ છે જેનો ઉપયોગ એ કામ કરતી વખતે કરે છે. શું એવું શકય છે કે ભવિષ્યમાં એવી કશીક સિસ્ટમ્સ વિકસે જેના લીધે કોઠાસૂઝ-અંત: સ્ફૂરણા વગેરેને લીધે માણસને જે ફાયદૃા થાય છે એવા જ ફાયદૃા મશીનને પણ મળવા લાગે? આ સવાલના જવાબમાં આખી દૃુુનિયાના ભાવિ અર્થતંત્રની દિૃશા તેમજ આવનારાં દૃાયકાઓમાં આપણી લાઇફસ્ટાઇલ અને જીવનની ગુણવત્તા કેવી હશે તે નકકી થવાનું છે.


તો, વાત વર્તમાન સમયની સૌથી લોકભોગ્ય ટેકનોલોજી વિશે ચાલી રહી હતી. આ ટેકનોલોજી એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ (એમએલ). મશીન લર્નિંગ એટલે માણસની દૃરમિયાનગીરી વગર મશીન જાતે જ પોતાનું પર્ફોર્મન્સ સતત સુધારતા જવાની ક્ષમતા કેળવી લે, તે. સંશોધકોએ એવી સિસ્ટમો બનાવી છે જે કામ વધારે સારી રીતે કેવી રીતે કરવાં તે પોતાની મેળે શીખી લે છે. દૃુનિયાભરની કેટલીય કંપનીઓએ મશીન લર્નિંગ ટેકનોલોજી અપનાવી લીધી છે યા તો અપનાવી રહી છે.

એમેઝોન જેવી ઓનલાઇન રિટેલર કંપનીનું ઉદૃાહરણ લો. તમે કપડાં, ઘરવખરીનો સામાન કે પુસ્તકોની ઓનલાઇન ખરીદૃી કરો અથવા સર્ફિંગ કરીને જુદૃી જુદૃી પ્રોડકટ્સ માત્ર ચેક કરો છો તો તેના આધારે ફટાક કરતાં આવા મતલબના સૂચનો સ્ક્રીન પર ઊપસી આવે છેઃ તમને ફલાણી ચીજમાં રસ પડ્યો છે તો શકય છે તમને એના જેવી એકસ-વાય-ઝેડ વસ્તુઓમાં પણ રસ પડશે. એકસ-રે તેમજ અન્ય મેડિકલ ઇમેજીસને ચકાસીને દૃર્દૃીને કેન્સર હોવાની શકયતા છે કે કેમ તેનું નિદૃાન કરવા માટે પણ હવે મશીન લર્નિંગ સિસ્ટમ્સનો ઉપયોગ થવા લાગ્યો છે. આવાં  ઘણાં દૃષ્ટાંતો છે.  

એવાં અસંખ્ય કામો છે જે આજે માણસ કરતાં મશીન વધારે સારી રીતે કરી શકે છે. આની સામે એવાં કેટલાંય કામો એવાં છે, જેના માટે મશીન પર આધાર ન જ રાખી શકાય, તે માણસે જ કરવા પડે. આપણી પાસે કોઠાસૂઝ છે, અંત: સ્ફૂરણા છે, પ્રેરણા છે, લાગણીઓ છે જેનો ઉપયોગ આપણે અમુક કામ કરતી વખતે કરીએ છીએ. મશીન પાસેથી કોઠાસૂઝ કે અંત:પ્રેરણાની અપેક્ષા કેવી રીતે રાખવી? તો આનો સાદૃો અર્થ એવો જ થયોને કે આપણે ગમે તેટલા સ્માર્ટ મશીનો બનાવીએ, પણ માણસ મશીન કરતાં કાયમ ચઢિયાતો જ રહેવાનો.આખરે યંત્ર, યંત્ર છે. તે બનાવનારા પણ આપણે જને? શું તે શકય છે કે કોઠાસૂઝ, અંત: સ્ફૂરણા, પ્રેરણા જેવી વસ્તુઓ ભવિષ્યમાં માણસ માટે ‘એકસકલુઝિવ' ન પણ રહે? ભવિષ્યમાં એવી કશીક સિસ્ટમ્સ વિકસે કે જેના લીધે કોઠાસૂઝ-અંત: સ્ફૂરણા વગેરેને લીધે આપણને જે ફાયદૃા થાય છે એવા જ ફાયદૃા મશીનોને પણ મળવા લાગે, એવું બને? આ સવાલના જવાબમાં આખી દૃુુનિયાના ભાવિ અર્થતંત્રની દિૃશા તેમજ આવનારાં વર્ષોમાં માણસની લાઇફસ્ટાઇલ અને જીવનની ગુણવત્તા કેવી હશે તે નકકી થવાનું છે.

પોલેનીઝ પેરેડોક્સ તરીકે ઓળખાતી એક થિયરી જાણવા જેવી છે. માઇકલ પોલેની નામના એક યુરોપિયન અર્થશાસ્ત્રી અને વિચારક થઈ ગયા. એેમણે ૧૯૬૬માં લખેલું ‘ટેસિટ ડાયમેન્શન' નામનું પુસ્તક વિશેષપણે વખણાયું છે. ટેસિટ એટલે વગર કહ્યે સમજી જવું, એવી સમજણ અથવા એવું ડહાપણ જે આપણામાં સહજપણે વિકસેલાં છે.  પુસ્તકનો સૂર એવો છે કે માણસનું મોટા ભાગનું જ્ઞાન અને ક્ષમતાઓ ખરેખર તો ઉત્ક્રાંતિ, સંસ્કૃતિ અને પરંપરાઓની નીપજ છે. વી કેન નો મોર ધેન વી કેન ટેલ. માણસની પ્રગટપપણે વ્યકત કરી શકવાની ક્ષમતા સીમિત છે. આપણે જેટલું વ્યક્ત કરી શકીએ છીએ એના કરતાં ઘણું વધારે આપણે જાણતા હોઈએ છીએ. અગાઉ કહ્યું તેમ એવાં કેટલાંય કામ છે જે કરવા માટે આપણે કોઠાસૂઝ અને અંત: સ્ફૂરણા પર આધાર રાખીએ છીએ અને કોઠાસૂઝ-અંત: સ્ફૂરણા એવાં તત્ત્વો છે જેનું કોડિંગ કે પ્રોગ્રામિંગ કરી શકાતું નથી.


આજનાં અમુક સંશોધકો અને વૈજ્ઞાનિકો કહે છે કે ના, મશીન લર્નિંગ વડે યંત્રોની આ મર્યાદૃાને અતિક્રમી શકાય છે. કેવી રીતે? મશીનને એક્સપર્ટ માણસની ‘નકલ' કરતાં શીખવી દૃો. એને પુષ્કળ ડેટા ‘ખવડાવો'. મશીનને એવી તાલીમ આપો કે ટ્રાયલ-એન્ડ-એરર દ્વારા એ જાતે પોતાના નિયમો અને ફોર્મ્યુલા બનાવવા માંડે. આઇબીએમ કંપનીએ ૨૦૧૧માં વોટ્સન નામનું કમ્પ્યુટર બનાવ્યું હતું. આ કમ્પ્યુટર ખાસ ‘જેપર્ડી' નામના કિવઝ શોને ધ્યાનમાં રાખીને ડેવલપ કરવામાં આવેલું. વોટ્સનમાં ૨૦ કરોડ પાનાં જેટલી માહિતી ફીડ કરવામાં આવી હતી, જેમાં આખેઆખા વિકીપિડીયાનો ડેટા પણ આવી ગયો. પછી વોટ્સનને ઇન્ટરનેટથી ડિસકનેકટ કરીને કિવઝ રમાડવા માટે મેદૃાનમાં ઉતારવામાં આવ્યું. એની સામે હરીફાઈમાં કોણ હતા? બ્રેડ રટર અને કેન જેનિંગ્સ નામના ભૂતકાળમાં આ કિવઝ શો જીતી ચુકેલા ચેમ્પિયનો. પરિણામ? વોટ્સન નામના આ કમ્પ્યુટરે બન્ને ચેમ્પિયનોને હરાવી દૃીધા! ૨૦૧૩માં આઇબીએમ ક્ંપનીએ વોટ્સનની સોફ્ટવેર સિસ્ટમ માર્કેટમાં મૂકી. તેનો પહેલો ઉપયોગ ન્યુ યોર્કના વિખ્યાત મેમોરિઅલ સ્લોન કેટરીંગ કેન્સર સેન્ટરમાં ફેંફસાના કેન્સરનું નિદૃાન કરવાની પ્રક્રિયામાં થયો. સ્વર્ગસ્થ નરગીસ અને મનીષા કોઇરાલાની કેન્સર ટ્રીટમેન્ટ આ હોસ્ટિપટલમાં કરવામાં આવી છે.

આજે કેટલાય સંશોધકો માને છે કે જેમ જેમ મશીનોનો કમ્પ્યુિંટગ પાવર વધતો જશે અને ટ્રેનિંગ ડેટાબેટ વિશાળ થતો જશે તેમ તેમ મશીનોની કોમ્પ્લિકેટેડ કામો કરવાની ક્ષમતા માણસ જેટલી થઈ જશે અથવા માણસ કરતાંય વધી જશે. આની સામે કેટલાંય સંશોધકોનું એવુંય કહેવું છે કે ભલે ડેટાબેઝ ગમે  એટલો મોટો થાય, પણ મશીન લર્નિંગનાં આલ્ગોરિધમ્સ માણસની કોઠાસૂઝ સામે તો કાયમ પાણી જ ભરશે.
આજે ગૂગલ, એમેઝોન, માઇક્રોસોફ્ટ, સેલ્સફોર્સ જેવી કંપનીઓ કલાઉડ દ્વારા શકિતશાળી મશીન લર્નિંગ ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપલબ્ધ કરાવે છે. મોડર્ન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે જરુરી આલ્ગોરિધમ્સ તેમજ હાર્ડવેર આજે ખરીદૃી શકાય છે કે ભાડે લઈ શકાય છે. સ્પર્ધાને કારણે મશીન લર્નિંગ કેપેબિલીટીઝ વધતી જવાની છે અને ભવિષ્યમાં પ્રમાણમાં સોંઘી પણ બનવાની છે. મશીન માણસ કરતાં ચડિયાતું બને કે ન બને પણ એક વાત નિશ્ર્ચિત છે, જે કરીઅર પસંદૃ કરવામાં મૂંઝવણ અનુભવી રહેલા જુવાનિયાઓ માટે કામની છે. તે એ કે આજની તારીખે ડેટા સાયન્ટિસ્ટ્સ અને મશીન લર્નિંગ એકસપર્ટ્સની કમી છે. ભવિષ્યમાં આ બન્નેની ડિમાન્ડ ખૂબ વધવાની છે.

0 0 0

Tuesday, August 22, 2017

સ્ટીવન સ્પિલબર્ગની આજ-કાલ

સંદૃેશ - સંસ્કાર પૂર્તિ - રવિવાર - ૨૦ ઓગસ્ટ ૨૦૧૭

કોલમ: મલ્ટિપ્લેકસ

 ગજબ છે સ્ટીવન સ્પિલબર્ગનું દિૃમાગ. એક-એકથી ચડિયાતી કેટલીય ફિલ્મોની ખિચડી એકસાથે એમના  ફળદ્રુપ ભેજામાં રંધાતી રહે છે. દૃુનિયાના સૌથી સફળ ફિલ્મમેકર ગણાતા સ્પિલબર્ગની કઈ ફિલ્મો આપણને આગામી બે-અઢી વર્ષ દૃરમિયાન જોવા મળશે? 



સ્ટીવન સ્પિલબર્ગ એક ફિલ્મમેકર તરીકે એટલી ઊંચાઈ પર પહોંચી ગયા છે કે એમણે ડિરેકટ કરેલી ધમાકેદૃાર નવીનક્કોર ફિલ્મ રિલીઝ થવાની હોય ત્યારે જ નહીં, બલ્કે એમના જીવન પર આધારિત ડોક્યુમેન્ટરી રિલીઝ થવાની હોય ત્યારે પણ ફિલ્મરસિયાઓ પુલકિત થઈ જાય છે. જેમ કે, સુસાન લેસી નામના અવોર્ડવિનિંગ ડિરેકટરે સ્પિલબર્ગના જીવનના ચઢાવઉતાર આલેખતી એક દૃસ્તાવેજી ફિલ્મ બનાવી છે, જેનું વર્લ્ડ પ્રિમીયર સાતમી ઓકટોબરે એચબીઓ ચેનલ પર ગોઠવાયું છે. આ દિૃવસ ભુલી ન જવાય તે માટે સ્પિલબર્ગના ચાહકોએ કેલેન્ડર પર આ તારીખ ફરતે ઓલરેડી મોટું ચકરડું કરી નાખ્યું છે!

૭૦ વર્ષના સ્પિલબર્ગ દૃુનિયાના સૌથી સફળ ફિલ્મમેકર્સના લિસ્ટમાં શિરમોર છે. એમની ફિલ્મોએ કરોડો નહીં, અબજો રુપિયાની કમાણી કરી છે. ગજબની છે એમની રેન્જ. એક તરફ તેઓ ‘ઇટી', ‘જોઝ' અને ‘જુરાસિક પાર્ક' જેવી રોમાંચક બ્લોકબસ્ટર ફિલ્મો પેશ કરે છે તો બીજી, આપણા દિૃલના તાર ઝણઝણી ઉઠે એવી ‘શિંડલર્સ લિસ્ટ' તેમજ ‘સેવિંગ પ્રાઇવેટ રાયન' જેવી ઓસ્કરવિનિંગ વોર-ફિલ્મો બનાવે છે.

આવડો મોટો ફિલ્મમેકર પોતાની ઇમેજ વિશે કેવો સભાન હોય, પણ સ્ટીવન સ્પિલબર્ગે પોતાના પર બની રહેલી ડોક્યુમેન્ટરીની ગતિવિધિઓમાં સહેજ પણ દૃખલ કરી નથી. એમણે માત્ર ડાહ્યાડમરા થઈને ડિરેક્ટર સુસાન લેસીને પોતાના બાળપણથી લઈને અત્યાર સુધીના અનુભવો વિશે દિૃલ ખોલીને ચર્ચા કરી છે. આ મુલાકાતોનું ફૂટેજ જ ત્રીસ કલાક જેટલું છે. આ ઉપરાંત સુસાને ટોમ હેન્કસ, ડેનિયલ ડે-લેવિસ, ડસ્ટિન હોફમેન, બેન કિંગ્સ્લે, લિઆમ નિસન, લિયોનાર્ડો દૃકેપ્રિયો, ડ્રુ બેરીમોર, ફ્રાન્સિસ ફોર્ડ કપોલા, માર્ટિન સ્કોર્સેઝી, જયોર્જ લુકાસ વગેરે જેવા સ્ટીવન સાથે કામ કરી ચુકનારા કંઈકેટલાય સેલિબ્રિટી કલાકારો અને સમકાલીનોની મુલાકાતો પણ લીધી છે. સ્ટીવન સ્પિલબર્ગ જે રીતે સિનેમાના માધ્યમને પચાવી ગયા છે અને ફિલ્મ મેકિંગની પ્રક્રિયાને સમજી શકયા છે એનાથી આ સૌ પ્રભાવિત છે.

આ અઢી કલાકની ડોક્યુમેન્ટરી તો આપણે જોઈશું જ પણ આ સિવાય સ્ટીવન સ્પિલબર્ગનું બીજું શું શું નજીકના ભવિષ્યમાં આવવાનું છે?

સ્પિલબર્ગ હાલ જેના પર કામ કરી રહ્યા છે એ ‘રેડી પ્લેયર વન' નામની ફિલ્મ આવતા વર્ષે ૩૦ માર્ચે રિલીઝ થશે. સાયન્સ ફિકશન બનાવવાની સ્પિલબર્ગને હંમેશા ખૂબ મોજ પડી છે. આ ફિલ્મ અર્નેસ્ટ ક્લાઈન નામના લેખકની આ જ ટાઈટલ ધરાવતી નવલકથા પર આધારિત છે. અર્નેસ્ટ ક્લાઈને ફિલ્મની સ્ક્રિપ્ટનું સહલેખન પણ કર્યુંં છે. ‘રેડી પ્લેયર વન'માં 27 વર્ષ પછીની દુનિયાની વાત છે.  સ્ટોરી એવી કંઈક આવી છે. 27 વર્ષ પછી વસતી એટલી બધી વધી ગઈ છે અને પર્યાવરણનો એવો ખો નીકળી ગયો છે કે દૃુનિયાનાં મોટાં ભાગનાં શહેરો વિરાટ ઝુંપડપટ્ટી જેવાં બનાં ગયાં છે. હાડમારીઓથી બચવા માટે લોકો ઓએસિસ નામની વર્ચ્યુઅલ દૃુનિયાનો સહારો લે છે. કામકાજ, ભણતર, મનોરંજન આ બધું વર્ચ્યુઅલ રિયાલિટીના માધ્યમમાં જ થાય છે.

વર્ચ્યુઅલ રિયાલિટી (વીઆર)નાં ઉપકરણો અને ગેમ્સ આજે 2017માં પણ ખૂબ પોપ્યુલર છે. મનોરંજનની દૃુનિયામાં વર્ચ્યુઅલ રિયાલિટી એ થ્રી-ડાયમેન્શન પછીનું મોટું પગલું છે. આમાં મોટા ડાબલાં જેવાં ચશ્માં પહેરી લો એટલે તમારી આંખ સામે નહીં, પણ તમારી ચારે તરફ નવી દૃુનિયા ખૂલી જાય. તમે એ દૃુનિયામાં ‘પુરાઈ' જાઓ, તેનો હિસ્સો બની જાઓ. તમારી સામે ડાયનોસોર દૃોડતું દૃોડતું આવે ને તમે કાંપી ઉઠો. તમને ખબર પડે કે તમે દૃોઢસો માળની ઇમારતની અગાસીની સાવ ધાર પર ઊભા છો અને તમારો શ્ર્વાસ અધ્ધર થઈ જાય. તમે ડાબે-જમણે-ઉપર-નીચે-આગળ-પાછળ ગરદૃન ઘુમાવો એમ દૃશ્યો બદૃલાતાં જાય ને રોમાંચ ઘૂંટાતો જાય.

Ready Player One


‘રેડી પ્લેયર વન'ની વર્ચ્યુઅલ દૃુનિયા દૃેખીતી રીતે જ આના કરતાંય ક્યાંય વધારે એડવાન્સ્ડ હોવાની. એક ટીનેજર છોકરો ફિલ્મનો હીરો છે. એ અવારનવાર ઓએસિસ નામના પેલા વર્ચ્યુઅલ વર્લ્ડની મુલાકાત લે છે. અહીં આવીને ‘એનોરેક્સ ગેમ' નામની દિૃલધડક રમત રમવાનું એને ખૂબ પસંદૃ છે. એની જેમ કેટલાય લોકો આ ગેમ રમવા આવે છે, કેમ કે વિજેતાને ૨૪૦ બિલિયન ડોલર્સનું તોિંતગ ઇનામ મળવાનું છે. છોકરો ધીમે ધીમે ગેમમાં આગળ વધતો જાય છે ને પછી થવા જેવું અને ન થવા જેવું ઘણું બધું બને છે. મસ્ત વિષય છે ‘રેડી પ્લેયર વન'નો. (આજકાલ જેની બહુ ચર્ચા ચાલી છે તે જીવલેણ બ્લુ વ્હેલ ઓનલાઈન ગેમની યાદૃ આવી ગઈ, ખરું?) યુટ્યુબ પર જઇને આ ફિલ્મનું ટ્રેલર જોજો. ફિલ્મ તો ઠીક, આ ટ્રેલર પણ જલસો કરાવે એવું બન્યું છે.

હવે દૃુનિયાભરમાં વર્ચ્યુઅલ રિયાલિટીનાં માધ્યમમાં ફિલ્મો બનવાનું શરુ થયું છે. આ વખતના પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સુધ્ધાં આ વખતે પહેલી વાર અલ્હાન્દ્રો ઇનારીટુ નામના મોટા ગજાના ડિરેક્ટરે બનાવેલી એક વીઆર ફિલ્મનું સ્ક્રીિંનગ થયું હતું. સ્ટીવન સ્પિલબર્ગ જોકે આ માધ્યમથી બહુ ખુશ નહોતા. એમણે કહેલું કે વીઆર એક ખતરનાક માધ્યમ છે, કારણ કે આમાં તમે દૃર્શકને વધુ પડતી છૂટ આપી દૃો છો. ટુ-ડી કે થ્રી-ડી ફિલ્મમાં તો ડિરેક્ટર જે દૃેખાડે એ જ ઓડિયન્સે જોવું પડે, પણ વર્ચ્યુઅલ રિયાલિટીમાં પ્રેક્ષક મોઢું સહેજ આગળ-પાછળ કે આમતેમ ઘુમાવે એટલે ફટાક કરતું દૃશ્ય બદૃલી જાય. શક્ય છે કે એ પોતાને અનુકૂળ હોય એવી દિૃશામાં જ જોયા કરે અને તેને લીધે જે વાત કહેવાઈ રહી હોય એની તીવ્રતા બદૃલી જાય, ડિરેક્ટર દૃર્શકના મનમાં જે અસર ઊભી કરવા માગતા હતા તે ન થાય અને આ રીતે ડિરેક્ટરનો પાવર ઓછાં થઈ જાય. ખેર, હાલ પૂરતો તો સ્પિલબર્ગે વર્ચ્યુઅલ રિયાલિટીને જ પોતાની ફિલ્મનો વિષય બનાવી નાખ્યો છે.


ઓકે, આ સિવાય બીજી કઈ કઈ ફિલ્મો પર સ્પિલબર્ગસાહેબ કામ કરી રહ્યા છે? એક્ છે, ‘ધ કિડનેિંપગ ઓફ એડગર્ડો મોર્ટારા'. સ્પિલબર્ગના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મના ડિરેક્ટર પણ તેઓ ખુદૃ છે. ડેવિડ કર્ટઝર નામના પુલિત્ઝર પ્રાઇઝ વિજેતા લેખકનાં પુસ્તક પર આધારિત આ ફિલ્મમાં ૧૮૫૮નો સમયગાળો છે. ઇટાલીમાં રહેતા એક યહૂદૃી છોકરાનું શી રીતે અપહરણ કરીને બળજબરીથી ખ્રિસ્તી બનાવી નાખવામાં આવે છે, શી રીતે એનાં મા-બાપ એને છોડાવવા માટે સંઘર્ષ કરે છે અને શી રીતે આખી વાત રાજકીય રંગ પકડી લે છે એની વાત આ પુસ્તક્ અને ફિલ્મમાં છે. સ્પિલબર્ગની ‘ધ બ્રિજસ ઓફ સ્પાઈઝ' ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એકટરનો ઓસ્કર જીતનાર માર્ક રાયલન્સ આમાં સર્વોચ્ચ ખ્રિસ્તી પાદૃરી બન્યા છે. રાયલન્સ, બાય ધ વે, ‘રેડી પ્લેયર વન'માં ઓએસિસ વર્ચ્યઅલ વર્લ્ડના કર્તાધર્તા બન્યા છે. ‘ધ કિડનેિંપગ ઓફ એડગર્ડો મોર્ટારા' કયારે રિલીઝ થશે તે વિશે હજુ સ્પષ્ટતા થઈ નથી.

સુપરડુપર ઇન્ડિયાના જોન્સ  સિરીઝનો પાંચમો ભાગ બનાવવાનો જ્યારથી સ્પિલબર્ગે ઘોષણા કરી છે ત્યારથી આ શૃંખલાના ચાહકોને રાહ જોવાનું શરુ કરી દૃીધું છે. આ ફિલ્મ છેક ૨૦૧૯માં રિલીઝ થશે. ‘ઇન્ડિયાના જોન્સ - પાર્ટ ફાઈવ' પછી સ્પિલબર્ગ કદૃાચ ‘ઇટ્સ વોટ આ ડુ' નામની ઓર એક ઐતિહાસિક ફિલ્મ બનાવશે.  ‘રોબોપોકેલિપ્સ' નામનો એક પ્રોજેક્ટ પણ ચર્ચાઈ રહ્યો છે. આ, અગેન, એક સાયન્સ ફિકશન છે, જેમાં ઓસ્કરવિનર જેનિફર લોરેન્સ નાયિકા બનશે. આમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અમેરિકાના મૂળ આદિૃવાસીઓ રેડ ઇન્ડિયન્સ વચ્ચેના યુદ્ધની વાત છે. શકય છે કે આ ફિલ્મ સ્પિલબર્ગ માત્ર પ્રોડ્યુસ કરે, ડિરેકશન બીજા કોઈને સોંપી દૃે.



ટૂંકમાં, સ્પિલબર્ગસાહેબ બિઝી બિઝી છે. ગજબ છે એમનું દિૃમાગ. એક-એકથી ચડિયાતી કેટલીય ફિલ્મોની ખિચડી એકસાથે તેમાં રંધાતી રહે છે. વચ્ચે એક ઇન્ટરવ્યુમાં સ્ટીવન સ્પિલબર્ગે કહેલું કે, ‘મારી પાસે આજે કઈ ફિલ્મો બનાવવી ને કઈ ન બનાવવી તે નક્કી પૂરેપૂરી કરવાની સ્વતંત્રતા છે. આ સ્થિતિને હું મારા જીવનની સૌથી મોટી સિદ્ધિ ગણું છું. મારું લક્ષ્ય હંમેશાં એ જ રહ્યું હતું કે સફળતાના એવા સ્તર પર પહોંચી જવું કે જ્યાં હું મારી રીતે, કોઈની દૃખલઅંદૃાજી વગર, મારે જે વાર્તાઓ પડદૃા પર પેશ કરવી છે તે કરી શકું. એટલેસ્તો મેં મારો ખુદૃનો સ્ટુડિયો ઊભો કર્યો છે. મારા માટે આર્ટિસ્ટિક ફ્રીડમ કરતાં વધારે મૂલ્યવાન બીજું કશું જ નથી.'

બિલકુલ.

0 0 0



Sunday, August 20, 2017

‘ઘારો કે છોકરી લગ્નની ના પાડે તો છોકરાને બળાત્કારની ફરિયાદ કરવાનો હક આપણે આપીશું?’


ચિત્રલેખા - અંક ઓગસ્ટ ૨૦૧૭
 કોલમ: વાંચવા જેવું 

 ‘પરસ્પર પ્રેમ અને સંમતિથી સેકસ સંબંધ બંધાતો હોય તો એમાં કોઈ કાળે બળાત્કારની ફરિયાદને અવકાશ રહેતો નથી. પ્રેમમાં જો છોકરી સંબંધ પછી લગ્નની ના પાડે તો છોકરાને પણ એટલું જ દુખ થઈ શકે છે. આપણે સ્ત્રીઓ જો શરીરથી ઉપર ઊઠવાની કોશિશ કરીશું તો પુરુષો પણ આપણને ફકત શરીર તરીકે નહીં જોઈ શકે.’ 





 ‘સ્ત્રી એટલે ત્યાગ, સમર્પણ અને દયાન દેવી એ માનવું ક્યારેય ગમ્યું નહોતું. સ્ત્રીનો એક વ્યક્તિ તરીકે સ્વીકાર થાય એવો આગ્રહ બાળપણથી જ મનમાં રોપાયો હતો.’

 ‘આજની નારી’ની પ્રસ્તાવનામાં આવું વિધાન કરીને લેખિકા દિવ્યાશા દોશી આખા પુસ્તકનો ટોન અને મૂડ સ્થાપિત કરી દે છે. મહિલાકેન્દ્રી પુસ્તક લખવું ખરેખર પેચીદું કામ છે. જો સભાનતા અને સંતુલન સહેજ પણ તૂટે તો પુસ્તકને લાઉડ, પ્રચારાત્મક કે ઝંડાધારી નારીવાદીઓના કાગારોળ જેવું બની જતાં વાર ન લાગે. ‘આજની નારી’ આ તમામ સંભવિત જોખમસ્થાનોથી સફળતાપૂર્વક દૂર રહી શકયું છે એનું કારણ લેખિકાની તટસ્થ વિચારસરણી છે.

 નાના નાના ૧૩૪ લેખોમાંથી એક ઉદાહરણ લઈએ. સ્ત્રીઓનાં રક્ષણ અને સશક્તિકરણ માટે બનાવવામાં આવેલા કાયદાના ગેરઉપયોગ થાય છે એ જાણીતું સત્ય છે. યુવક-યુવતી પ્રેમમાં હોય, પણ યુવક પછી લગ્ન માટે તૈયાર ન થાય અથવા કોઈ પણ કારણસર પ્રેમસંબંધ લગ્ન સુધી ન પહોંચે એટલે કેટલીક સ્ત્રીઓ બળાત્કારની ફરિયાદ કરતી હોય છે. લેખિકા પૂછે છે:  

 ‘ઘારો કે છોકરાને બદલે છોકરી લગ્નની ના પાડે તો છોકરાને પણ ફરિયાદ કરવાનો હક આપણે આપીશું? પરસ્પર પ્રેમ અને સંમતિથી સેકસ સંબંધ બંધાતો હોય તો એમાં કોઈ કાળે બળાત્કારની ફરિયાદને અવકાશ રહેતો નથી. પ્રેમમાં જો છોકરી સંબંધ પછી લગ્નની ના પાડે તો છોકરાને પણ એટલું જ દુખ થઈ શકે છે. આપણે સ્ત્રીઓ જો શરીરથી ઉપર ઊઠવાની કોશિશ કરીશું તો પુરુષો પણ આપણને ફકત શરીર તરીકે નહીં જોઈ શકે.’

 લેખિકા, અલબત્ત, સ્ત્રીઓની નક્કર સમસ્યાઓ પ્રત્યે વિશેષપણે સંવેદનશીલ છે જ. સ્ત્રીઓ પર થતી અનેક પ્રકારની હિંસા વિશેના લેખમાં એ લખે છે કે છાપા-મેગેઝિનમાં બળાત્કારના સમાચાર વાંચતી વખતે દરેક સ્ત્રીનાં મન-હૃદય બળાત્કાર અને અત્યાચારની વેદના અનુભવતાં હોય છે. એમની ચીસ દબાઈ ગઈ છે, પણ જો તમામ સ્ત્રી એકસાથે ચીસ પાડે તો બ્રહ્માંડ પણ હલી જાય.

 અગાઉ ‘દિવ્ય ભાસ્કર’માં કોલમ સ્વરુપે પ્રકાશિત થયેલા આ લેખોમાં જોવા મળતી માહિતી અને આવશ્યક વિગતોની ગૂંથણી તરત ધ્યાન ખેંચે છે. પુસ્તકમાં કેટલીય સફળ સ્ત્રીઓ વિશે ખૂબ બધા લેખો છે. જેમ કે, સુનિતા વિલિયમ્સ. અવકાશમાં ૪૪ કલાક અને બે મિનિટ સુધી સ્પેસવોક કરીને રેકોર્ડ સ્થાપનાર સુનિતા વિલિયમ્સનું નામ સાંભળીને માત્ર ગુજરાતીઓની જ નહીં, બલકે સમગ્ર ભારતીયો અને અમેરિકનોની છાતી પણ ગજ ગજ ફુલે છે. ગુજરાતના ઝુલાસણ ગામમાં મૂળિયાં ધરાવતી સુનિતા અમેરિકન નાગરિક છે. સુનિતાએ કરીઅરની શરુઆત અમેરિકન નેવીમાં હેલિકોપ્ટરના પાઈલટ બનીને કરી હતી. એક જહાજથી બીજા જહાજ સુધી ઈંડાથી માંડીને બોમ્બ સુધીની ચીજવસ્તુઓ પહોંચાડવાનું કામ એ કરતાં. પછી એમણે એન્જિનીયરિંગ મેનેજમેન્ટમાં માસ્ટર્સ કર્યું. ૧૯૯૮માં નાસાના એસ્ટ્રોનોટ ટ્રેનિંગ માટે એમની પસંદગી થઈ. દિવ્યાશા દોશી આગળ લખે છે:

 ‘સુનિતા વિલિયમ્સની એક વાત દરેક મહિલાએ ગોખી લેવા જેવી છે. એણે એક મુલાકાતમાં એસ્ટ્રોનોટ હોવું એટલે શું એવા સવાલના જવાબમાં કહ્યું હતું કે, ‘તમે આ નહીં કરી શકો’ એવો વાક્યપ્રયોગ કોઈને પણ તમારા માટે કરવા ન દો. મને એક સ્કવોડ કમાન્ડરે કહ્યું હતું કે માત્ર જેટ વિમાનના પાયલટ જ અવકાશયાત્રી બની શકે છે હેલિકોપ્ટર ચાલક નહીં, પણ તમારે શું કરવું છે એ તમે જાણતા હો તો તમારે એને શ્રેષ્ઠ રીતે કરવાની રીત શોધીને પછી જ એ ક્ષેત્રમાં પ્રવેશ કરવો જોઈએ... તમારે પ્રયત્ન કરતા રહેવું પડે. એવુંય બને કે સતત પ્રયત્ન કરતા રહો ને તમને કોઈ તક ન પણ મળે. આથી જે પણ કામ કરો તેનો આનંદ ઉઠાવો. ક્યારેક બોનસ જેવી તક મળી જાય તો ઝડપી લો.’



 સુનિતા વિલિયમ્સની આ વાત કેવળ મહિલાઓએ જ નહીં, પુરુષોએ પણ ગોખી રાખવા જેવી નથી શું? એક ઊંચાઈ સુધી પહોંચી ચુકેલી સફળ વ્યક્તિ, પછી એ સ્ત્રી હોય કે પુરુષ, બધા માટે પ્રેરણાદાયી બની જતી હોય છે. સુનિતા વિલિયમ્સની માફક સેલિબ્રિટી લેખિકા અનિતા દેસાઈના પિતા પણ ભારતીય અને માતા યુરોપિયન છે. પદ્મભૂષણ અનિતા દેસાઈની ત્રણ-ત્રણ નવલકથાઓ બૂકર પ્રાઈઝ માટે નોમિનેટ થઈ ચુકી છે. ચાર બાળકોની માતા બન્યાં પછી પણ એમણે લેખનકાર્ય ચાલુ રાખ્યું હતું. અનિતા દેસાઈ કહે છે કે મા માટે ટોપ પ્રાયોરિટી એના સંતાનો જ હોય. આથી બાળકો સ્કૂલે જતાં ત્યારે એ લખવા બેસતાં અને ઘરે પાછા આવે એટલે લખવાનું કામ આટોપી લેતાં.

 આખી દુનિયામાં એકલાં ફરી વળનાર મહિલાઓ વિશેના લેખમાં લેખિકાએ સરસ વાત કહી છે:

 ‘આપણે શું કામ ફરવા જતાં હોઈએ છીએ? આપણામાં રહેલી નવી વ્યક્તિને મળવા માટે. પ્રવાસમાં આપણે એ જ નથી રહેતા જે ઘરમાં હોઈએ છીએ. નવા પ્રદેશમાં લોકોય આપણને નવી દષ્ટિએ જુએ છે અને જ્યારે આપણે પાછા ફરીએ છીએ તો આપણું જ શહેર, આપણું જ ઘર નવું લાગે છે. આપણે જે છોડીને ગયા હોઈએ છીએ તે જ વાતાવરણ હવે નથી હોતું, કારણ કે આપણી ભીતર બદલાવ આવ્યો હોય છે.’

 મિલ્સ એન્ડ બૂનની અતિ રોમેન્ટિક નવલકથાઓ મહિલા વાચકોને ધ્યાનમાં રાખીને લખાયેલી છે એવી છાપ છે, પણ ચેન્નાઈમાં ઓનલાઈન લાયબ્રેરી શરુ કરનારી ચાર સખીઓ વિશેના લેખમાં કહેવાયું છે કે આ નવલકથાઓ સ્ત્રીઓ કરતાં પુરુષો વધારે વાંચે છે! પુસ્તકમાં આવાં કેટલાંય રસપ્રદ નિરીક્ષણો સંગ્રહાયેલાં છે.

 સ્ત્રીઓ વિશે કરતી વખતે પુરુષોની ગરિમાને સતત જાળવી રાખવી અને સ્થૂળ નારીવાદની જર્જરિત થઈ ગયેલી તમામ બીબાંઢાળ માન્યતાથી દૂર રહી શકવું - ‘આજની નારી’ પુસ્તકનાં આ સૌથી મોટાં પ્લસ પોઈન્ટ્સ છે.

પ્રવાહી ભાષામાં લખાયેલું અને વાંચવું-વંચાવવું ગમે એવું સુંદર પુસ્તક.
   
                                                    ૦ ૦ ૦

 આજની નારી 
લેખિકા: દિવ્યાશા દોશી
પ્રકાશન: રંગદ્વાર પ્રકાશન, નવરંગપુરા, અમદાવાદ
ફોન: (૦૭૯) ૨૭૯૧૩૩૪૪
 કિંમત:  Rs ૨૫૦ /
 પૃષ્ઠ: 2૮૬

Friday, August 18, 2017

ફિલ્મ રિવ્યુઅરની કક્ષા કેવી હોઈ શકે?

સંદૃેશ - સંસ્કાર પૂર્તિ - 16 જુલાઈ 2017

મલ્ટિપ્લેક્સ

આપણે ત્યાં પેઈડ રિવ્યુ લખનારા એટલે પૈસા લઈને વખાણ કરી આપતા બજારુ ફિલ્મ સમીક્ષકોની એક આખી નિર્લજ્જ  જમાત ખદૃબદૃે છે. જનતાને જોકે આવા રિવ્યુઅર્સને પારખવામાં વાર લાગતી નથી. લોકો ખરાબ ફિલ્મોની સાથે ખરાબ સમીક્ષકોને પર મસ્ત રીતે ધીબેડી નાખતા હોય છે. આજે આમદૃર્શક નવી ફિલ્મ જોઈને તરત ફેસબુક પર તેના વિશે પોસ્ટ લખે છે. પેલા બજારુ રિવ્યુઅર્સ કરતાં આ આમદૃર્શકની કમેન્ટ્સ વધારે પ્રમાણભૂત હોય છે.

Roger Ebert

હેલાં સલમાન ખાનની ‘ટ્યુબલાઈટ' અને પછી શાહરુખ ખાનની ‘જબ હેરી મેટ સેજલ' ભારે ધૂમધડાક્ા સાથે રિલીઝ થઈ ને ભુલાઈ પણ ગઈ.  એમાં ન તો ઓડિયન્સ સમરકંદૃ-બુખારા ઓવારી ગયું કે ન ફિલ્મ રિવ્યુઅર્સને મજા આવી. આ બન્ને હાઇ-પ્રોફાઇલ ફિલ્મો કરતાં લોકોને  રાજકુમાર રાવ અને આયુષ્યમાન ખુરાનાની 'બરેલી કી બરફી'માં વધારે મજા આવી રહી છે.  ફિલ્મ રિવ્યુઝ વાંચવાની આપણને સૌને મજા આવે છે. આપણે કંઈ દૃર વખતે રિવ્યુ વાંચ્યા પછી જ ફિલ્મ જોવી કે ન જોવી તે નક્કી કરતાં નથી, પણ છતાંય કઈ ફિલ્મને કેટલા સ્ટાર મળ્યા તે જાણવાની ઉત્સુકતા જરુર રહે છે. આપણે સ્ટાર્સને ચાહનારાઓ છીએ. મનગમતા સિતારાની ગમે તેવી ફિલ્મ જોવા એના અઠંગ ચાહકો થનગન થનગન થતા હોય છે (‘આમિર ખાનની ફિલ્મ જોવાની એટલે જોવાની... હુ કેર્સ અબાઉટ ધ રિવ્યુ?). સામે પક્ષે, આપણા અણગમા પણ એટલા જ તીવ્ર હોઈ શકે છે (‘ફલાણો હીરોે? અરર, એ તો મને દૃીઠો ગમતો નથી. એની પિક્ચર હું ધોળે ધરમેય ન જોઉં. એ બસ્સો કરોડનો બિઝનેસ કરે કે બે હજાર કરોડનો, શો ફરક પડે છે?). રિવ્યુ કરનારો માણસ જો ભરોસોપાત્ર હોય તો તેના લખાણ પરથી ફિલ્મ કેવી હશે તેનો વધતો-ઓછો અંદૃાજ મળી જતો હોય છે. ક્યારેક અવઢવમાં હોઈએ, ફલાણી ફિલ્મ જોવી કે ન જોવી તે નક્કી થઈ શકતું ન હોય તેવા કેસમાં એક કરતાં વધારે રિવ્યુ પર નજર ફેરવી લેવાથી નિર્ણય લેવામાં આસાની રહે છે.

છાપાંમાં દૃર અઠવાડિયે આ ફિલ્મ જોવા જેવી છે કે આ ફિલ્મ સાવ બકવાસ છે તે પ્રકારની સમીક્ષા લખતો લેખક ગુજરી જાય પછી દૃેશનો વડો એને અંજલિ આપે તેવી સ્થિતિ ભારતમાં કલ્પી શકો છો? અમેરિકામાં એવું બન્યું હતું. રોજર ઈબર્ટ નામના સિનિયર ફિલ્મ ક્રિટિકનું ચાર વર્ષ પહેલાં ૭૦ વર્ષે અવસાન થયું. જેવા આ સમાચાર ફેલાયા કે થોડી જ કલાકોમાં હોલીવૂડના અન્ય માંધાતાઓની સાથે તત્કાલીન પ્રેસિડન્ટ બરાક ઓબામાએ પણ ટ્વિટર પર સદૃગતને અંજલી આપી: ‘ધ મુવીઝ વિલ નોટ બી ધ સેમ વિધાઉટ રોજર. મતલબ કે રોજર ઈબર્ટ વગર ફિલ્મોને માણવાનો અનુભવ હવે પહેલા જેવો નહીં રહે. કલ્પના કરો, ઓબામા જેવા ઓબામા જેનો આટલો આદૃર કરતા હોય તે માણસનો હોલીવૂડમાં અને દૃુનિયાભરના સિનેમાપ્રેમીઓમાં કેટલો દૃબદૃબો હોવાનો.

રોજર ઈબર્ટ એવા રિવ્યુઅર હતા કે જેમના તરફથી ‘ટુ થંબ્સ અપ' મેળવવા હોલીવૂડના ભલભલા ફિલ્મમેકરોને તાલાવેલી રહેતી. રોજર બન્ને હાથના અંગૂઠા ઉંચા કરવાનો સંકેત કરે તેનો મતલબ એમ કે હાઈક્લાસ ફિલ્મ છે, મિસ ન કરતા.  એમણે ‘શિકાગો સન-ટાઈમ્સ નામના ડેઈલી ટેબ્લોઈડમાં ૧૯૬૭થી ફિલ્મ રિવ્યુઝ લખવાનું શરુ કર્યું હતું. વફાદૃાર પતિની જેમ મૃત્યુપર્યંત તેઓ આ એક જ અખબારને વરેલા રહ્યા. તેમના રિવ્યુની સિન્ડિકેટેડ કોલમ જોકે દૃુનિયાભરના ૨૦૦ કરતાંય વધારે છાપાંમાં છપાતી રહી. તેમણે ૨૦ જેટલાં પુસ્તકો લખ્યાં છે. ફિલ્મ રિવ્યુઝના કેટલાય સંગ્ર્ાહો પ્રકાશિત થયા છે. રોજર ઈબર્ટ પહેલા ફિલ્મ ફિલ્મ ક્રિટિક છે, જેમને અતિ પ્રતિષ્ઠિત પુલિત્ઝર પ્રાઈઝ મળ્યું હોય. તેમણે બે-ત્રણ ફિલ્મોની સ્ક્રિપ્ટ પણ લખી છે.

રોજર ઈબર્ટના રિવ્યુમાં લખાવટ એકદૃમ પ્રવાહી હોય. ૨૦૦૭માં ‘ફોર્બ્સ મેગેઝિને ભલે તેમને ‘ધ મોસ્ટ પાવરફુલ પંડિત ઈન અમેરિકા'નો ખિતાબ આપ્યો હોય, પણ તેમના લખાણમાં કદૃી બોલકી પંડિતાઈ જોવા ન મળે. વાંચનારાને અભિભૂત કરી નાખવાના પ્રયાસ ન હોય. ખાલિદૃ મોહમ્મદૃ જેવા અંગ્ર્ોજીમાં લખતા આપણા સિનિયર ફિલ્મ ક્રિટિક કેવળ રમૂજ પેદૃા કરવા શબ્દૃોનો તોડવા-મરોડવા અને ભાષા પાસે ગુંલાટીઓ ખવડાવવા માટે જાણીતા છે. રોજર ઈબર્ટના રિવ્યુમાં આવી કોઈ શબ્દૃ-રમત ન હોય. પોતાને જે કહેવું છે તેની તીવ્રતા ઘટાડ્યા વિના તેઓ લખાણમાં સાદૃગી જાળવી રાખતા. તેમની પાસે સિનેમાનો ઊંડો અભ્યાસ હતો, સિનેમાના ઈતિહાસના હાથવગા સંદૃર્ભો હતા. તેથી તેમનાં રિવ્યુ ચોક્કસ પરિપ્રેક્ષ્યમાં લખાતા. (હા, રોજરનાં લખાણમાં આવા ‘પરિપ્રેક્ષ્ય' જેવા ભારેખમ શબ્દૃો પણ ક્યારેય ન હોય!) સિરિયસ માસ્ટરપીસ વિશે લખવાનું હોય કે ચાલુ બ્લોકબસ્ટર વિશે, તેમની સિન્સિયારિટીમાં કશો ફર્ક ન પડે.



સારો રિવ્યુઅર ફિલ્મ સારી છે કે ખરાબ છે એટલું કહીને અટકી નહીં જાય, એ દૃર્શકને તર્કબદ્ધ રીતે સમજાવશે કે ફિલ્મ શા માટે ઉત્તમ છે કે નઠારી છે. રિવ્યુઅર માત્ર સિનેમાપ્રેમી હોય એટલું પૂરતું નથી, એની પાસે ઊંડો અભ્યાસ અને સમજ હોવા જોઈએ. ફિલ્મ રિવ્યુઅર વ્યક્તિગત ગમા-અણગમાથી પર હોવો જરુરી છે. તો જ તે ડંખ વગર યા તો એક્સ્ટ્રા સુગર ઉમેર્યા વગર પ્રામાણિકતા લખી શકે. રાજકારણ, સમાજજીવન કે અન્ય કોઈ પણ વિષય પર લખતા ખરા પત્રકારની જેમ ફિલ્મ રિવ્યુઅર પણ ભ્રષ્ટ ન હોઈ શકે. રોજર ઈબર્ટે કહ્યું છે, ‘મેં જિંદૃગીમાં ક્યારેય હોલીવૂડના સ્ટુડિયોઝને નથી ક્યારેય એડવાન્સમાં ક્વોટ આપ્યા કે નથી મારા ફિલ્મ રિવ્યુ વંચાવ્યા. મારા ફિલ્મ રિવ્યુઝ વાચવાનો સૌથી પહેલો અધિકાર મારા વાચકોનો છે, પ્રોડ્યુસર-ડિરેક્ટર કે એક્ટરનો નહીં.'

કમનસીબે આપણે ત્યાં પેઈડ રિવ્યુ લખનારા એટલે પૈસા લઈને વખાણ કરી આપતા બજારુ ફિલ્મ સમીક્ષકોની એક આખી નિર્લજ્જ  જમાત ખદૃબદૃે છે. જનતાને જોકે આવા રિવ્યુઅર્સને પારખવામાં વાર લાગતી નથી. લોકો ખરાબ ફિલ્મોની સાથે ખરાબ સમીક્ષકોને પર મસ્ત રીતે ધીબેડી નાખતા હોય છે. અગાઉ ફિલ્મ રિવ્યુઝ ફક્ત છાપાં-મેગેઝિન પૂરતાં સીમિત હતા. હવે શુક્ર-શનિ-રવિ દૃરમિયાન ટીવી, વેબસાઈટ્સ, એફએમ રેડિયો અને સોશિયલ વેબસાઈટ્સ પણ ફિલ્મ રિવ્યુઝથી ધમધમતાં રહે છે. આજે આમદૃર્શક ફિલ્મ જોઈ આવીને તરત ફેસબુક પર તેના વિશે પોસ્ટ લખે છે. પેલા બજારુ રિવ્યુઅર્સ કરતાં આ આમદૃર્શકની કમેન્ટ્સ વધારે પ્રમાણભૂત હોય છે.      

રોજર ઈબર્ટે એક કરતાં વધારે પેઢીઓને ફિલ્મ જોતાં શીખવ્યું છે, એમનો ટેસ્ટ કેળવ્યો છે.  તેમની માત્ર લખાવટ જ નહીં, બોલી પણ આકર્ષક હતી. જીન સિસ્કેલ નામના ઓર એક રિવ્યુઅર સાથે તેમણે જોડી જમાવી હતી. ટીવી પર તેઓ ‘એટ ધ મુવીઝ' નામનો શો હોસ્ટ કરતા. એમાં જે-તે ફિલ્મ વિશે બન્ને ચર્ચા કરે, તંદૃુરસ્ત દૃલીલબાજી કરે અને છેલ્લે થંબ્સ-અપ કે થંબ્સ-ડાઉન કરી ચુકાદૃો આપે. આ શો ખૂબ પોપ્યુલર બન્યો હતો.  શિકાગોમાં સીબીએસ સ્ટુડિયોઝની પાસેના એક રસ્તાને સિસ્કેલ એન્ડ ઈબર્ટ વે એવું નામ આપવામાં આવ્યું છે. જીન સિસ્કેલનું નિધન ઈબર્ટની પહેલાં થઈ ગયું. તબિયત લથડતાં રોજરે ટેલીવિઝનને ભલે અલવિદૃા કહેવી પડી, પણ તેમણે લખવાનું છેક સુધી ચાલુ રાખ્યું. અંગ્ર્ોજી ફિલ્મના ચાહકો તેમની વેબસાઈટ www.rogerebert.com પર કલાકો સુધી પડ્યાપાથર્યા રહે છે. આ વેબસાઈટની લોકપ્રિયતા જુઓ કે રોજર ઈબર્ટના મૃત્યુના ચાર વર્ષ પછી પણ તે પૂરજોશથી ધમધમે છે. કાળજીપૂર્વક પસંદૃ કરવામાં આવેલા લગભગ વીસેક જેટલા કન્ટ્રીબ્યુટર્સ કાયદૃેસર રીતે નવી નવી ફિલ્મોના રિવ્યુઝ અને વિડીયોઝ આ વેબસાઈટ પર અપલોડ ક્રતા રહે છે. ટૂંક્ સમયમાં વેબસાઈટ પર રોજર ઈબર્ટ ફેન ક્લબ નવેસરથી લોન્ચ થવાની છે અને મોબાઈલ એપ પણ સક્રિય બનવાની છે.  

વિવેચક આમ તો બોિંરગ માણસ ગણાય, પણ રોજર ઈબર્ટની વાત અલગ છે. તેમણે દૃેખાડી આપ્યું કે ફિલ્મ વિશે વાંચવામાં ફિલ્મ જોવા જેટલી જ મજા આવી શકે છે. હોલીવૂડમાં રોજર ઈબર્ટને હંમેશા એક ફિલ્મસ્ટાર જેવા માનપાન અમસ્તા નથી મળ્યાં.

રોજર ઈબર્ટને ખુદૃને કોના ફિલ્મ રિવ્યુઝ વાંચવાની મજા આવતી? પૌલીન ક્ેલ નામનાં સિનિયર ક્રિટિક્ના રિવ્યુઝ. પૌલીન ૨૦૦૧માં મૃત્યુ પામ્યાં ત્યારે ઈબર્ટે એમને શ્રદ્ધાંજલિ આપતા લખેલું કે, ‘છેલ્લા ત્રણ દૃાયકામાં હોલીવૂડના ફિલ્મી માહોલ પર પૌલીન કેલે જે પ્રકારનો હકારાત્મક્ પ્રભાવ પેદૃા કર્યો છે એવો બીજી કોઈ વ્યકિત કરી શકી નથી.'

પૌલીન કેલ વિશે વધારે વિગતવાર વાતો ફરી ક્યારેક.

0 0 0



Saturday, August 12, 2017

‘મારી ભીતર રહેલી સ્ત્રી જ મને મર્દૃાના બનાવે છે'

સંદૃેશ - સંસ્કાર - બુધવાર  - ૧૩ ઓગસ્ટ ૨૦૧૭

કોલમ: ટેક ઓફ 

શાહરુખ ખાન કહે છે કે મારી ફિલ્મોને સારા રિવ્યુ મળે કે ન મળે, કમસે કમ મારા ઇન્ટરવ્યુને તો ફાઇવસ્ટાર રિવ્યુ મળે જ છે! સાચી વાત છે. શાહરુખની ફિલ્મો કરતાં એની મુલાકાતો અનેકગણી વધારે અસરકારક હોય છે.





ચાલો, એક વાત ફરી એક વાર પૂરવાર થઈ ગઈ કે શાહરુખ ખાનના ઇન્ટરવ્યુ એની ફિલ્મો કરતાં અનેકગણા વધારે અસરકારક, મનોરંજક અને જકડી રાખે એવા હોય છે. ‘જબ હેરી મેટ સેજલ'ના પ્રમોશન દૃરમિયાન સિનિયર પત્રકાર અનુપમા ચોપડાને મુલાકાત આપતી વખતે શાહરુખ ખાન ખુદૃ બોલ્યો હતો કે, મારી ફિલ્મોને સારા રિવ્યુ મળે કે ન મળે, કમસે કમ મારા ઇન્ટરવ્યુને તો ફાઇવસ્ટાર રિવ્યુ મળે જ છે! સાચી વાત છે. તો ચાલો, હેરી-સેજલની પિષ્ટિંપજણ કર્યા વગર જેમાં મજા પડવાની ગેરંટી છે એવી શાહરુખની કેટલીક તાજી મુલાકાતોના ચટાકેદૃાર અંશોમાંથી પસાર થઈએ. ઓવર ટુ શાહરુખ -

- હું મારી જાતને રોમેન્ટિક હીરો ગણતો જ નથી. પર્સનલી હું ‘રઇસ', ‘ફેન', ‘ચક દૃે ઇન્ડિયા' પ્રકારની ભુમિકાઓ સાથે વધારે આઇડેન્ટિફાય કરી શકું છું. મને ખબર નથી કે પ્રેમનો અભિનય કેવી રીતે કરાય. મારા આંતરિક વ્યકિતત્ત્વનો એક મોટો હિસ્સો સ્ત્રી જેવો છે. પ્રત્યેક પુરુષમાં કંઇક અંશે એક સ્ત્રી અને પ્રત્યેક સ્ત્રીમાં એક પુરુષ જીવતો હોય છે. મને લાગે છે કે મારામાં રહેલી સ્ત્રી બહુ સ્ટ્રોન્ગ છે. કદૃાચ એટલે જ હું લવરબોયની ભુમિકા વધારે સંવેદૃનશીલતાપૂર્વક નિભાવી શકું છું.

- મને રોમેન્ટિક ડાયલોગ્ઝમાં ગતાગમ પડતી નથી. ‘તુમ નહીં સમજોગી અંજલિ, કુછ કુછ હોતા હૈ...' આ પ્રકારના ડાયલોગમાં એવું તે શું મહાન છે હું સમજી શકતો નથી. ડિરેકટર મને સમજાવે ત્યારે હું એમના દૃષ્ટિકોણ પ્રમાણે  પર્ફોર્મ કરી નાખું છું. મારી ભીતર છુપાયેલી પેલી બળવાન સ્ત્રી આવા બધા ડાયલોગ્ઝ બોલતી વખતે સક્રિય બની જાય છે. મારી અંદૃર છુપાયેલી એ સ્ત્રી જ મને મર્દૃાના બનાવે છે.

- રોમાન્સની મારી પોતાની કોઈ ખાસ સ્ટાઇલ કે બ્રાન્ડ નથી. હું તો માત્ર મારા ડિરેકટરો કહે તે પ્રમાણે કરતો રહું છું કેમ કે પ્રેમ વિશે મારા ખુદૃના કોઈ આઇડિયાઝ છે જ નહીં. યશ ચોપડા, આદિૃત્ય ચોપડા, કરણ જોહર, સંજય લીલા ભણસાલી આ બધા મને ચોકકસ દૃષ્ટિથી જુએ છે, પ્રેમ કે રોમાન્સ વિશે તેઓ નિશ્ર્ચિત વિચારો કે માન્યતાઓ ધરાવો છે ને હું તેમના ચીંધાડેલા રસ્તે ચાલ્યા કરું છું.

 -  મને હંમેશાં લાગ્યું છે કે લવસ્ટોરી જો નાયિકાના દૃષ્ટિકોણથી કહેવામાં આવે તો સરસ બને છે. ‘દિૃલવાલે દૃુલ્હનિયા લે જાયેંગે' આજેય જોવી ગમે છે, કેમ કે એની વાર્તા કાજોલના દૃષ્ટિકોણથી કહેવાઈ છે. ‘મેરે ખ્વાબોં મેં વો આએ...થી વાત શરુ થાય ને પછી સપનોં કા રાજકુમાર એની જિંદૃગીમાં આવે, કાજોલ જે રીતે પરિવારની વાત માને છે, જે રીતે પરંપરાઓનું પાલન કરે છે, જે રીતે પ્રેમીની પડખે ઊભી રહે છે... ટૂંકમાં, આ કાજોલની વાર્તા છે.



 - આટલી બધી લવસ્ટોરી કરવાને લીધે આજે હું સ્ત્રીઓને વધારે સારી રીતે સમજી શકું છું. ના, ‘સમજી શકવું'  ખોટો શબ્દૃપ્રયોગ છે. મને કહેવા દૃો કે હું સ્ત્રીઓને વધારે સારી રીતે ‘ફીલ' કરી શકું છું, તમામ સ્તરે. સ્ત્રીનો દૃેખાવ હવે મારા માટે ગૌણ બની ગયો છે. ‘વાઉ... આનું ફિગર પરફેકટ છે, ટેન આઉટ ઓફ ટેન' આ બધું હવે ભૂતકાળ બની ગયું છે. હું હવે સ્ત્રીઓનો વધારે આદૃર કરું છું. શું હું વધારે સારો પાર્ટનર બન્યો છું? આઈ ડોન્ટ નો.

- હું મારા માટે કોઈ ફિલ્મ ડિઝાઇન કરી શકતો નથી. મારા શુભેચ્છક અને જેની સાથે મેં હજુ સુધી કામ કર્યું નથી એવા એક ડિરેકટર વચ્ચે મને એક પાર્ટીમાં મળી ગયા. મને કહે, યાર શાહરુખ, કંઈક વિચારને...  કુછ હટ કે બનાતે હૈ. મૈં કહ્યું, હું નહીં વિચારું, તમે જ વિચારો. જો તમને લાગે કે તમારા વિઝનમાં હું ફિટ બેસું છું તો મને તમારી ફિલ્મમાં  મને લો, મારી પાસેથી કામ કઢાઓ. મને લાગે છે કે આ જ મારી વર્સેટાલિટી છે.

- રોજ સેટ પર શૂિંટગ કરવા જાઉં ત્યારે એવું કશુંક હોવું જોઈએ જેના માટે એક્સાઈટ થઈ શકાય. જેમ કે, મને થાય કે યાર... આજે હું સેટ પર જઇને ઇમ્તિયાઝ અલીએ જેવી કલ્પના કરી છે અદ્લ એવો હીરો બનીને દૃેખાડીશ. ઇમ્તિયાઝ ઇચ્છે છે એવી એક મોમેન્ટ પણ મારા પર્ફોર્મન્સમાં આવી ગઈ તો હું ખૂબ ખુશ થઈ જઈશ. આખેઆખી અઢી કલાકની ફિલ્મ હું ડિરેકટરની અપેક્ષા પ્રમાણે પર્ફોર્મન્સ આપી શકવાનો નથી, હું એવો દૃાવો પણ કરતો નથી, પણ જો માત્ર પંદૃર સેકન્ડ પણ અસલી આવી ગઈ તો એટલુંય મારા માટે ઘણું છે.

- ધારો કે મને પેલી પંદૃર સેકન્ડ ન મળી તો પણ હું રાજી તો થઈશ જ. માનો કે એક હવેલીનો બંધ કમરો છે, જેમાં તમે ક્યારેય પગ મૂક્યો નથી. કદૃાચ તમે ત્યાં જવા માગતા નથી. તમને ત્યાં જવાની કલ્પના માત્રથી ડર લાગે છે. તમે ધારી લીધું છે કેે એ ઓરડામાંથી ગંદૃી હવડ વાસ આવતી હશે. પણ પછી (હું જ્યારે ટિપિકલ અર્બન, કૂલ, ભણેલાગણેલા લવરબોય પ્રકારની ભુમિકાઓથી વેગળા જઈને ‘ફેન', ‘ચક દૃે ઇન્ડિયા' કે ‘રઇસ' જેવી ફિલ્મો કરું છું ત્યારે) મને થાય છે કે ચાલો, મેં પેલા અજાણ્યા ઓરડાનો દૃરવાજો ખોલીને અંદૃર જવાની કોશિશ તો કરી. શક્ય છે કે મને એ ઓરડો ન ગમ્યો અથવા અંદૃર ઘૂસી જ ન શકયો, પણ તેથી શું? અંદૃર ડોકિયું કરીને જોઈ તો લીઘું.

- હું વિદૃેશી કે ભારતીય ફિલ્મો જોઉં છું ત્યારે કોઈ એકટરનો ઉત્તમ અભિનય જોઈને ‘અરે યાર, આ તો જબરદૃસ્ત એકિટંગ કરે છે...' આવું કરતાં મને ન આવડે એવું વિચારીને વામણાપણું અનુભવતો નથી, કેમ કે હું જાણું છું કે હું સારો એક્ટર નથી. મને પહેલેથી ખબર છે કે અમુક વસ્તુઓ કરતાં મને નથી જ આવડતી. હું સારો એકટર નથી એ કંઈ મારા માટે ન્યુઝ નથી. તમને જ્યારે તમારી મર્યાદૃાઓની ખબર હોય ત્યારે એક એકટર તરીકે, એક પર્ફોર્મર તરીકે તમારી કેટલી પહોંચ છે તે તમે જાણતા જ હો છો.

- એક એકટર તરીકે હું અત્યંત અનશ્યોર હોઉં છું. હા, મને મારા ડાયલોગ્ઝ બરાબર આવડતા હોય છે અને તેને કારણે મારું ગાડું ગબડી જાય છે, પણ જે-તે સીનમાં હું ધારી અસર પેદૃા કરી શકયો કે નહીં એની મને ખબર હોતી નથી. છેલ્લાં દૃસ-પંદૃર વર્ષથી મેં ધારી અસર પેદૃા કરવાની કોશિશ કરવાનું સુધ્ધાં છોડી દૃીધું છે. મને જિંદૃગીમાં ક્યારેય લાગ્યું નથી કે હું અમેઝિંગ એકટર છું. પચીસ વર્ષની મારી કરીઅરમાં મારી તમામ ફિલ્મોના શૂટિંગ દૃરમિયાન હું સતત નવર્સ રહ્યો છું, ભયભીત રહ્યો છું.

- બીજાઓનાં પર્ફોર્મન્સીસ કરતાં બીજાઓનાં લખાણ મને વધારે ચમકાવી મૂકે છે. અમુક લેખકો પાત્રને ઊપસાવવા માટે જે રીતે લખે છે તે વાંચીને મને થાય કે અરે યાર, આવા વિચાર મને કેમ નથી આવતા? આણે કેવી રીતે કિરદૃારમાં આવા શેડ્ઝ, આવી સૂક્ષ્મતાઓ, આવું ઊંડાણ ઉમેર્યું?

- હું મારી જાતને ગંભીરતાથી લેતો નથી એટલે બીજાઓ પણ મને ગંભીરતાથી લેતા નથી! વર્ષો પહેલાં એક ઇન્ટરવ્યુમાં હું બોલી ગયો હતો કે મને પાંચ જ એકસપ્રેશન્સ કરતાં આવડે છે. આજ સુધી લોકો કહ્યા કરે છે કે આ તો આ પાંચ જ એકસપ્રેશન કરી જાણે છે! મને આજની તારીખેય કેમેરા સામે હસતા આવડતું નથી. બહુ જ અઘરું છે અસલી હાસ્ય કરવું.

- હું એવા લોકોની ફિલ્મો કરવા માગું છું, જેમની સાથે કામ કરવાની મને મજા આવે. હું એમને પૂછતો રહું છું: આપ ખુશ હો ના? મને લાગે છે કે એક્ટરે આટલા જ સ્વાર્થી અને આટલા ઉદૃાર બનવું જોઈએ - પોતાને ગમે એવા લોકો સાથે કામ કરવું અને ડિરેક્ટર ખુશ રહે એવું પર્ફોર્મન્સ આપવું. જો હું ડિરેક્ટરના પ્રેમમાં ન પડી શકું તો એકાવન-બાવન વર્ષની ઉંમરે કામ કરવાનો કોઈ મતલબ નથી.

0 0 0 

ગુજરાતીઓ ભારતની સૌથી સેક્સી પ્રજા છે?


કોકટેલ ઝિંદગી - અંક જુલાઈ ૨૦૧૭

Column: ફન @ ફેસબુક



 Cocktail Kumar
 3 hr
 
ભારતમાં સૌથી વધારે સેક્સ ટોય ગુજરાતમાં વેચાય છે, બોલો! 

 Jignesh Popat, Ankur Nanavati and 450 others                                              62 Commetns 37 Shares

 Pratham Vaishnani   Whaaat??!!  
 Like . Reply  2   .   3 hr ago      
   
 Dipak Kapadia   લાયા... લાયા...કોકટેલકુમાર આજે કંઈક નવું લાયા!
 Like . Reply  4     .   3 hr  ago    

 Amrish Ved આને નવું નહીં, અળવીતરું કહેવાય!
 Like . Reply  4     .   3 hr  ago

 Rakesh G. Gandhi તમને કેવી રીતે ખબર પડી, Cocktail Kumar? તમે સેક્સ ટોય્ઝની ફેકટરી નાખી કે શું?
 Like . Reply 1   .    3 hr ago
 
 Hiren Jadhav આખા ભારતમાં Cocktail Kumarનું નેટવર્ક ધમધમે છે. તો જ આખા ઇન્ડિયામાં કેટલાં સેક્સ ટોય વેચાય છે એની ખબર પડેને. સાંજે પડે એટલે બધાં શહેરોમાં Cocktail Kumarના ફેરિયાઓ સેકસ ટોય્ઝ વેચવા ગલીઓમાં નીકળે છે: એઈઈઈ.... સેક્સ ટોય લ્યો કોઈ સેક્સ ટોઓઓય... જુવાન-બુઢા-સાજા-માંદા સૌને માટે, સસ્તા-સુંદર-ટિકાઉ...સેક્સ  ટોઓઓઓઓય!! રાઈટ, Cocktail Kumar? હા-હા-હા!!!  
  Like .  Reply  3  .    3 hr ago

 
  Priya Prajapati ((ખિખિયાટા કરતાં ત્રણ સ્માઈલી))
 

  Rakesh G. Gandhi ((એક સાદું સ્માઈલી))
 
  Cocktail Kumar LOLz... ROFL... ((એક આંખ મીચકારતું સ્માઈલી))
 

 A. J. Anandpara આજે તારું આવી બન્યું છે, Cocktail Kumar. આવા વાયડા સ્ટેટસ ફેસબુક પર મૂકાય જ નહીં.
  Like . Reply  3   .   3  hr ago


 Sanjay Maru   એણે જાણી જોઈને આવું સ્ટેટસ મૂક્યું છે, A. J. Anandpara. એને બરાબર ખબર છે કે સૌથી વધારે કમેન્ટ અને લાઈક્સ ઊઘરાવવી હોય તો ફેસબુક પર આવું સેક્સનું કશુંક ઊંબાડિયું કરી નાખવાનું. સિમ્પલ.
  Like . Reply  2   .   3 hr  ago

 
 Cocktail Kumar અરે ભાઈલોગ, એક વેબસાઈટે ઓનલાઈન સર્વે કરાવ્યો હતો. એના પરથી તારણ નીકળ્યું કે ભારતમાં સેક્સ ટોઝ્યની સૌથી વધારે ડિમાન્ડ ગુજરાતમાં રહે છે. સેક્સ ટોય્ઝનો સૌથી મોટો માર્કેેટ શેર - ૧૭ ટકા - એકલા ગુજરાતનો છે. છેલ્લાં અઢી વર્ષ દરમિયાન આ પોર્ટલ પરથી ૩૫ હજાર સેક્સનાં રમકડાં વેચાયાં, જેમાંથી મેક્ઝિમમ રમકડાં ગુજરાતીઓએ ઓર્ડર કર્યા હતા. બીજા નંબરે ગોવા અને ત્રીજા નંબરે કેરલાનું નામ છે.
 
  Like . Reply   20  .     3 hr ago

 Mihir Mahajan   ભાઈ, ભાઈ! શું વાત છે! ગર્વ સે કહો હમ ગુજરાતી હૈં!
  Like . Reply   1   .     3 hr ago

 Monish Kankhara ગુજરાતીઓ જેવી ‘રમતિયાળ’ પ્રજા બીજી એકેય નહીં, કાં? મોટા થઈ ગયા પછીય રમકડેથી રમવાનું છોડતા નથીે!
  Like . Reply  5   .     3 hr ago

 Mihir Mahajan ગુજરાતીઓ ‘રમતિયાળ’ અને ‘કામઢા’, બન્નેે છે!
  Like . Reply  5   .     3 hr ago

 Suresh C. Virani શું કંઈ બી ફેંકાફેંક કરો છો, Cocktail Kumar.  કેવો  સર્વે? કેવી વેબસાઈટ? આવી ફાલતુ ઇન્ફર્મેેશન શું કામ ફેસબુક પર શેર કરો છો?
  Like . Reply  1   .     2 hr ago

 Jayantilal Mota   આ તમારી પોસ્ટ હમણાં જ ડિલીટ કરી નાખો, Cocktail Kumar. લોકોને બગાડવાનું બંધ કરો.
  Like . Reply  1   .     2  hr  ago

 Mihir Mahajan Suresh C. Virani અને Jayantilal Mota, તમે બેય ફેસબુક પડતું મૂકીને ચુપચાપ આસ્થા ચેનલ જુઓ બેસી જાઓ તો!  
  Like . Reply   8   .     2 hr ago

 Monish Kanakhara ફેસબુક પર એક વાક્યનું સ્ટેટસ લખવાથી લોકો બગડી જાય? શાબાશ!
  Like . Reply   4   .     2 hr ago

 Vivek Bhati કાકાઓની સુરુચિનો ભંગ થઈ ગયો!
  Like . Reply   5   .     2 hr ago

 Padmkant Bhimani   તમતમારે  ચલાવો, Cocktail Kumar. મજા આવે છે.
  Like . Reply  1   .     2 hr ago

 Kinnar Galaiya સેકસ ટોયની વાત નીકળી એટલે મને કંગના રાણાવતની ‘ક્વીન’ ફિલ્મનો પેલો સીન યાદ આવી ગયો. એ ફોરેનમાં એકલી હનીમૂન મનાવવા જાય છે અને ભૂલથી કોઈ સેકસ શોપમાં ઘૂસી જાય છે. એને છેક સુધી ખબર પડતી નથી કે દુકાનમાં નકરા સેકસ ટોય્ઝ જ વેચાય છે.
  Like . Reply   5   .     2 hr ago

 Ekta A. ઘોઘી નંબર વન!
  Like . Reply   2   .     2 hr ago

 Kuntal Jani Lolz...
  Like . Reply   5   .     2 hr ago

 Nishith Gosarani એ સીનમાં એવું કંઈક છેને કે કંગના વાઈબ્રેટરને મસાજર સમજી બેસે છે ને બધા માટે જાતજાતનું શોપિંગ કરી નાખે છે!

 Sheetal Nayak Lolz.... That was a brilliant scene!
  Like . Reply   5   .     2 hr ago

 Prachi Pujara I looove Kangana! I loooved Queen!!! My most favorite film....!!!
  Like . Reply   5   .     2 hr ago
 


 Bhavesh Mehta અરે ભાઈ, કંગના રાણાવત નહીં, પણ કંગના રનૌત.
  Like . Reply  ((થમ્સ અપનું નિશાન)) 5   .     2 hr ago

 Pathak Prem કોઈ ગુજરાતી છાપાવાળા તો ‘રણોટ’ એવો ઉચ્ચાર કરે છે. સાચું શું છે? ભારે ક્ધફ્યુઝન છે.
  Like . Reply  1   .     2 hr ago
 
 Bhavesh Mehta અટકની માથાઝીંક શું કામ કરો છો? ખાલી કંગના જ રાખોને. આખા ઇન્ડિયામાં એક જ કંગના છે.
  Like . Reply   3   .     2 hr ago

 Bhavika Mamtora   કોણે કીધું? હજુ ગયા અઠવાડિયે જ મારી માસીની બેબીનું નામ કંગના પાડ્યું. એના વાળ કર્લી છે એટલે.  
  Like . Reply   5   .     2 hr ago

 Shweta Shah   Even my cousin's name is Kangana Shah.
  Like . Reply   5   .     2 hr ago

  Kangana Shah  Hey Shweta!!! What's up? Long time no see! Still in Australia?

 Anurag  Mehta કંગનાનાને રિઅલ લાઈફમાં ઢગલાબંધ લવઅફેર થઈ ગયાં છે તે આખી દુનિયા જાણે છે, અગાઉની ફિલ્મોમાં પણ એણે કેટલાય હીરો સાથે લવમેકિંગ-સીન કર્યાં છે, પણ તમે જુઓ કે ‘ક્વીન’ ફિલ્મની પહેલીં પાંચ જ મિનિટમાં એ ઓડિયન્સને કન્વિન્સ કરી નાખે છે કે એ વર્જિન છે! તમને લાગે કે પડદા પરની આ ઇનોસન્ટ છોકરીએ ક્યારેય કોઈ છોકરા સાથે કિસનો અનુભવ પણ લીધો નહીં હોય. આને કહેવાય એક્ટિંગ.
  Like . Reply  5   .     2 hr ago

 Ekta A. Good observation.  
  Like . Reply  2   .     2 hr ago


 Mihir Mahajan ‘ક્વીન’ જેવી ફેમિલી ફિલ્મમાં સેકસ ટોયવાળા આખેઆખા સીન સામે સેન્સર બોર્ડ સહિત કોઈને સહેજ અમથોય વાંધો નહોતો પડ્યો, પણ અહીંયા ફેસબુક પર કોઈ સેક્સ ટોય વિશે નિર્દોેષ વાત કરે છે તો લોકોને વાંધા પડી જાય છે!
  Like . Reply  7   .     2 hr ago

 Monish Kanakhara   નિર્દોેષ વાત... વાહ!
  Like . Reply  5   .     2 hr ago

 Preeti Bhojani   બાય ધ વે, કંગના અને હૃતિક રોશન વચ્ચે થોડા સમય પહેલાં જોરદાર યુદ્ધ ફાટી નીકળ્યું હતું એનું પછી શું થયું?
  Like . Reply  5   .     2 hr ago


  Mihir Mahajan   કશું નહીં. કંગના અને હૃતિકે એકબીજા પર પોલીસ કેસ કર્યા હતા પણ પછી આખો કેસ રફેદફે થઈ ગયો. કશું પૂરવાર જ થયું નહીં. બેમાંથી કોણ કેટલું સાચું બોલતું હતું ને કેટલું ખોટું બોલતું હતું એની છેક સુધી ખબર જ ન પડી.
  Like . Reply  2   .     1 hr ago


  Cocktail Kumar  ‘ઇન્ડિયા ટુડે’ મેગેઝિનવાળા દર વર્ષે ‘નિર્દોેષ’ સેક્સ સર્વે કરાવતા હોય છે તે ભારે મજેદાર હોય છે.
  Like . Reply  11   .     2 hr ago


 B. L. Kotak મેં ક્યાંક વાંચ્યું હતું કે ‘કામસૂત્ર’ ના લેખક વાત્સાયન મુનિ ગુજરાતી હતા.
  Like . Reply  5   .     2 hr ago

 Manish Kikani ઓહો! વર્લ્ડફેમસ ‘કામસૂત્ર’ પુસ્તકના લેખક વાત્સાયન ગુજરાતી? વાહ! એટલેસ્તો ભારતમાં સૌથી વધારે સેક્સ ટોય ગુજરાતમાં વેચાય છે.
  Like . Reply  4   .     2 hr ago

 Monish Kanakhara કેમ, ફેમસ સેક્સોલોજિસ્ટ ડો. પ્રકાશ કોઠારી પણ ગુજરાતી જ છેને.
  Like . Reply  5   .     1 hr 55 minutes ago

 Jayendra Shelat અરે ભાઈ, વાત્સાયન મુનિ ગુજરાતના નહોતા. તેઓ બિહારમાં થઈ ગયા, ભારતમાં ગુપ્ત વંશનું સામ્રાજ્ય ફેલાયેલું હતું એ વખતે. એટલે કે પ્રાચીન કાળમાં.
  Like . Reply  5   .     2 hr ago

 B. L. Kotak Jayendra Shelat, હું શરત મારવા તૈયાર છું. વાત્સાયન સો ટકા ગુજરાતી જ હતા. મેં પોતે કોઈક છાપાની પૂર્તિમાં વાંચ્યું છે. મને બરાબર યાદ છે.
  Like . Reply  5   .   2 hr ago

 Savan Pithadiya વાત્સાયન મુનિ ગુજરાતી હતા, એમ? તો તો સની લિઓની પણ ગુજરાતી છે! ((આંખ મિચકારતું સ્માઈલી))  
  Like . Reply  2   .   2 hr ago

 Rohit Patel હા હા, કેમ નહીં. સની લિઓની મૂળ અમારા કાઠિયાવાડ બાજુની! ((ખિખિયાટા કરતાં ત્રણ સ્માઈલી))  
  Like . Reply  3   .   2 hr ago

 Purvi Andharia LOLs...    
  Like . Reply  3   .  2 hr ago


 Hitesh Jobanputra   Are there any Gujarati stars in Bollywood who can be labeled as 'sexy'?    
  Like . Reply  5   .   2 hr ago

 Ekta A. બોલિવૂડમાં ગુજરાતી સ્ટાર્સ છેજ કયાં?
  Like . Reply  5   .   2 hr ago


 Binit Vora Dimple Kapdia is sexy. Jackie Shroff is sexy. Amisha Patel is cute, not sexy. Asha Parekh was quite glamorous in her youth.  
  Like . Reply  5   .   2 hr ago

 Anant Adani ડિમ્પલ કાપડિયા અને જેકી શ્રોફ બુઢાં થઈ ગયાં. હા, એમના જમાનામાં બેય સેક્સી ગણાતાં ખરાં.
  Like . Reply  5   .   2 hr ago

 Bipin Bhatt આલિયા ભટ્ટ.
  Like . Reply  1   .   2 hr ago

 Anant Adani આલિયા ભટ્ટ માત્ર નામની ગુજરાતી છે, રાધર, એની ખાલી અટક ગુજરાતી છે. એનાં દાદા-દાદી ગુજરાતી જરુર હતાં, પણ મને નથી લાગતું કે આલિયા ભટ્ટમાં ગુજરાતીપણાનો છાંટો પણ હોય.
  Like . Reply   2     .  2hr ago

 Mihir Mahajan આલિયા શું, એના પપ્પા મહેશ ભટ્ટમાં ય ગુજરાતીપણાનો છાંટો નથી.
  Like . Reply  5   .   2 hr ago

 Bijal Popat ઉપેન પટેલને ગુડલુકિંગ કહી શકાય. ભલે ફ્લોપ હીરો છે, પણ દેખાવડો ખરો.
  Like . Reply  3  .   2 hr ago

 Binit Vora Prachi Desai is cute. Daisy Shah is definitely sexy.
  Like . Reply  5   .   2 hr ago

 Anant Adani Daisy Shah who?  
  Like . Reply  1   .   2 hr ago

 Binit Vora ‘જય હો’ની હિરોઈન. આ સલમાન ખાનની ફ્લોપ પિક્ચર.      
  Like . Reply  4   .   2 hr ago

 Chirag  Morparia આ રહી. જોઈ લ્યો.    
  Like . Reply  7   .   2 hr ago




 Bijal Popat   શર્મન જોશીએ વચ્ચે કંઈક કોઈક વિચિત્ર સેક્સી ફિલ્મ કરી હતી. અત્યારે નામ યાદ નથી આવતું. એમાં પણ ડેઝી શાહ હતી.  
  Like . Reply  5   .   2 hr ago

 Binit Vora   Hate something.    
  Like . Reply   3   .   2 hr ago


 Bijal Popat Yess...! ‘Hate Story-3’. મને હજુય સમજાતું નથી કે શર્મન જેવા સશક્ત અભિનેતાએે આવી ભંગાર બી કે સી ગ્રેડની સેક્સી ફિલ્મમાં શા માટે કામ કરવું જોઈએ?        
  Like . Reply  3   .   2 hr ago

 Avnish Bhayani ભાઈ B. L. Kotak, વાત્સાયન ગુજરાતી નહોતા જ. તમે મનહર ગઢિયાએ પ્રોડ્યુસ કરેલા ‘સાત તરી એકવીસ’ નામના નાટકની વાત કરતા લાગો છો. આઈ થિંક, સાત-આઠ વર્ષ પહેલાં આ નાટક આવેલું. એમાં સાત જુદા જુદા લેખકોએ લખેલી સાત એકોક્તિઓ હતી. સાત ડિરેકટરોએ તે ડિરેકટ કરી હતી અને સાતેયમાં અલગ અલગ એકટરોએ એક્ટિંગ કરી હતી.
  Like . Reply  8   .   2 hr ago

  Prachi Pujara I loooved this concept!  
  Like . Reply  2   .   2 hr ago

 Avnish Bhayani આ સાતમાંની એક એકોક્તિનું ટાઈટલ ‘વાત્સાયન ગુજરાતી હતા’ (અથવા ‘વાત્સાયન ગુજરાતી છે’) એવું હતું. સંજય છેેલે તે લખી હતી, મનોજ શાહે ડિરેકટ કરી હતી અને શ્યામ પાઠકે એમાં અભિનય કર્યો હતો. શ્યામ પાઠક એટલે ‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’માં પત્રકાર પોપટલાલનું પાત્ર ભજવે છે, એ. તમારા દિમાગમાં આ નાટક ફિટ થઈ ગયું લાગે છે એટલે ગેરસમજ કરો છે.  
  Like . Reply  11   .   2 hr ago

 B. L. Kotak મીન્સ કે નાટકમાં વાત્સાયન ગુજરાતી છે એવી જે વાત હતી તે આખી કાલ્પનિક હતી?
  Like . Reply  1   .   2 hr ago

 Avnish Bhayani હા, ભાઈ, હા.
  Like . Reply  2   .   2 hr ago

 B. L. Kotak Ok.
  Like . Reply  1   .   2 hr ago

 Manish Kikani શું યાર, Avnish Bhayani. કામસૂત્રના રાઈટર ગુજરાતી હતા એવું વાંચીને હું તો ફોર્મમાં આવી ગયો હતો. તમે બધી હવા કાઢી નાખી. થોડી વાર ચલાવવા દેવું હતુંને.  
  Like . Reply  5   .   2 hr ago

 Avnish Bhayani ‘સાત તરી એકવીસ’ની ત્રીજી એડિશન મુંબઈમાં ગયા મહિને જ ઓપન થઈ. આ વખતે સાતેય મોનોલોગમાં મહિલા કલાકારો એક્ટિંગ કરે છે અને સાતેય મોનોલોગના ડિરેક્ટર એક જ છે - પ્રતીક ગાંધી. એમનું ડિરેક્ટર તરીકેનું પહેલું નાટક.
 
  Like . Reply  6   .   2 hr ago


 Ramesh Kanubhai Vaishnani મને નાટકમા એકટીગ કરવાનો સોખ છે. નાટક બનાવાવાળાના મોબાઈલ નબર આપો.
  Like . Reply  1   .   2 hr ago

 Cocktail Kumar ‘ઇન્ડિયા ટુડે’ મેગેઝિને સેક્સ સર્વે કરાવ્યો હતો એમાંથી બહાર આવ્યું હતું કે અમદાવાદ ભારતનું સૌથી ઈરોટિક સિટી છે.  
  Like . Reply  15   .   2 hr ago

 Prashant Mehta   ઇરોટિક એટલે? Cocktail Kumar, કમસે કમ આવી ચટાકેદાર વાત કરતી વખતે સમજાય એવી સાદી ભાષા વાપરો.
  Like . Reply  1   .   2 hr ago

 Cocktail Kumar ઇરોટિક એટલે કામુક. સાદી ભાષામાં કહું તો, ‘ઇન્ડિયા ટુડે’ ના રાષ્ટ્રવ્યાપી સર્વે પ્રમાણે અમદાવાદીઓ ભારતની સૌથી સેક્સી પ્રજા છે.
  Like . Reply  22   .   1 hr ago ago

 Apurva F. Shah Girish Krishnan, Shiva Subramanyam, Vyanktesh Swamy, Rakesh Pandey, Daljeet Singh.... Attention! Yo!!
  Like . Reply  2   .   1 hr ago

 Cocktail Kumar સર્વેનાં તારણો  કહે છે કે અમદાવાદના ૬૯ ટકા પુરુષો પોતાની સેક્સલાઈફથી સંતુષ્ટ છે. ૫૯ અમદાવાદીઓ કહ્યું હતું કે ઓરલ સેક્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ૮૮ ટકા અમદાવાદી પુરુષો પોતાની પાર્ટનર પરાકાષ્ઠા પર પહોંચે જ એની ખાસ તકેદારી રાખે છે. ભારતભરનાં શહેરોમાં થયેલા સર્વેનાં પરિણામોમાં આ સૌથી ઊંચી ટકાવારી છે.
  Like . Reply  27   .   1 hr ago


 Manish Kikani અમદાવાદે તો તબલાં તોડી નાખ્યાં! ભુક્કા કાઢી નાખ્યા!
  Like . Reply  5   .   58 minutes ago

 B. V. Shashtri Ahmedabad is always number # 1! Proud of being Amdavadi.. !!
  Like . Reply  3   .   58 minutes ago

 Cocktail Kumar લાઈફમાં સેક્સ કેટલું મહત્ત્વનું છે એવા સવાલના જવાબમાં ભારતની સ્ત્રીઓએ જે જવાબ આપ્યા તેનું નેશનલ એવરેજ ઝીરોથી પાંચના સ્કેલ પર ૩.૫ છે, પણ અમદાવાદની સ્ત્રીઓનો રિસ્પોન્સ ઝીરોથી પાંચના સ્કેલ પર ૪ છે. નેશનલ એવરેજથી વધારે.
  Like . Reply  25   .   55 minutes ago

 Jay Sutaria ઝક્કાસ!
  Like . Reply  3   .   54 minutes ago

 Shailesh Sangani   ઓહોહો...!
  Like . Reply  5   .  54 minutes ago
 
 Atul Bhatia અલ્યા Sandeep Sonpara સંદીપીયા, તેં પેલી છોકરી સાથે બ્રેકઅપ કર્યું એ અમદાવાદની જ હતીને?
  Like . Reply  3   .   50 minutes ago

  Sandeep Sonpara હા યાર.

  Atul Bhatia મોટી ભુલ કરી નાખી તેં!

  Sandeep Sonpara આ વાંચીને હવે મનેય એવું લાગે છે! ((રડતા ચહેરાનું સ્માઈલી))

  Atul Bhatia બીજી શોધી લે.

  Sandeep Sonpara અહીં બેંગલોરમાં અમદાવાદી છોકરી ક્યાંથી શોધવી?

  Atul Bhatia પાછો અમદાવાદ શિફ્ટ થઈ જા.

  Sandeep Sonpara ના યાર. ભલભલા રાક્ષસ સાથે મને ફાવશે, પણ મારા ફાધર સાથે એક ઘરમાં રહેવાનું આ લાઈફમાં તો નહીં જ ફાવે.  

 Suresh C. Virani આ કઈ ટાઈપનું ડિસ્કશન ચાલી રહ્યું છે? કોઈની બહેન-દીકરી વિશે આવી અભદ્ર ભાષામાં કેવી રીતે લખી શકાય? Cocktail Kumar, જવાબ આપો.
  Like . Reply     .   47 minutes ago

 Yogesh Panwala   અમદાવાદ સિવાયનાં ગુજરાતનાં બીજાં શહેરોનું શું રિઝલ્ટ છે?
  Like . Reply  9   .   47 minutes ago

 Cocktail Kumar ના, સર્વે માટે આખા ગુજરાતમાંથી એકલું અમદાવાદ જ પસંદ કરવામાં આવેલું.
  Like . Reply  5   .   46 minutes ago

 Yogesh Panwala ફાલતુ સર્વે છે. હકીકતમાં અમદાવાદીઓ કરતાં સુરતીઓ વધારે સેક્સી છે.
  Like . Reply  4   .   44 minutes ago

 B. V. Shashtri આવું તું શી રીતે કહી શકો? સાબિતી આપો.
  Like . Reply  2   .   43 minutes ago

 Yogesh Panwala સાબિતી અહીં ફેસબુક પર જાહેરમાં આપી શકાય એવી નથી.
  Like . Reply  1   .   42 minutes ago

 Apurva F. Shah Personal experiences!
  Like . Reply  5   .   41 minutes ago

 Ramesh Kanubhai Vaishnani મને નાટકમા ઉતરવુ છે. મને એકટીગનો સોખ છે. નીરમાતાના નબર આપો.
  Like . Reply  ((થમ્સ અપનું નિશાન)) 2   .   38 minutes ago

 Mahesh Dwivedi ભારતમાં એકલું ગુજરાત જ એવું રાજ્ય છે, જ્યાં મૈત્રી કરાર છેક ૧૯૯૦ના દાયકાના મધ્ય સુધી કાયદેસર ગણાતું હતું.
  Like . Reply  17   .   38 minutes ago


 Anuj Kumar   Maitri karaar means?  
  Like . Reply  2   .   36 minutes ago

 
  Mahesh Dwivedi In simple terms, Maitri karaar means a legal contract that allows live-in relationships.

  Anuj 'Kavi' Okay. Thanks.
 

 S. V. Paleja   ગુજરાતીઓ ફરતી પ્રજા છે. ગુજરાતીઓ જેટલું ટ્રાવેલિંગ કરે છે એટલું ભારતની બીજી કોઈ પ્રજા કરતી નથી. દેશ-વિદેશમાં ખૂબ ફરવાને કારણે ગુજરાતીઓ જાતજાતની વસ્તુઓ શીખી લાવે છે. એમાં સેક્સ પણ આવી ગયું.
  Like . Reply  5   .   32 minutes ago

 Bhavya Bhaumik ફરતી પ્રજા.... LOL!!!  ((ખિખિયાટા કરતાં ત્રણચાર સ્માઈલી મૂકવા)))
  Like . Reply  3   .   31 minutes ago


 Anuradha Kanani   ગુજરાતીઓના રાસ-ગરબા શું છે? કૃષ્ણ અને ગોપીની રાસ-લીલાનું પ્રતીક. ગુજરાતીઓ સૌથી રસિક પ્રજા છે એ વાતની ના નહીં.
  Like . Reply  6   .   29 minutes ago



 Atul Bhatia અમદાવાદી છોકરા-છોકરીઓ વધુ પડતી રાસ-લીલા કરતાં હતાં એટલે જ સરકારે નવરાત્રિ પર ટાઈમ-લિમિટ લાગુ પાડી દીધી.
  Like . Reply  4   .   27 minutes ago

 Dr. Rashesh Zaveri ગુજરાતીઓ દંભી છે. આમ જાપ જપશે ને ખાનગીમાં શરાબની રેલમછેમ કરશે. આમ પોતાને શાકાહારી કહેડાવશે ને બીજી બાજુ નોનવેજ રેસ્ટોરાંની બહાર લાઈનો લગાડશે.  
  Like . Reply   2   .   27 minutes ago


 Rohit Sinha There are big red light areas in Mumbai, Kolkata etc, but I believe there is not a single red light area in Ahmedabad. Still the public of Ahmedabad is considered to be the sexiest in India? Really?

  Like . Reply  8   .   25 minutes ago

 Suresh C. Virani Cocktail Kumar, તમે તમારી ફેસબુક વોલ પર વેશ્યાઓની ચર્ચા કરો છો? હદ થાય છે.
  Like . Reply  1   .   24 minutes ago

 Jayantilal Mota Cocktail Kumar, છેલ્લી વાર ચેતવણી આપું છું. બે મિનિટમાં આ પોસ્ટ ડિલીટ નહીં કરો તો તમને બ્લોક કરી નાખીશ.
  Like . Reply  1   .   22 minutes ago

 Manhar Rajput ગુજરાતી પ્રજા તો દંભી નથી, પણ આ બે જણા Jayantilal Mota અને Suresh C. Virani સો ટકા સુપર દંભી છે. સેક્સની ચર્ચા શરુ થઈ ત્યારના વાંધા કાઢ્યા કરે છે ને મારા બેટા એકેએક કમેન્ટ રસથી વાંચે છે. અલ્યા સાહેબો, તમને આ ડિસ્કશનમાં આટલી બધી તકલીફ પડતી હોય તો લોગ-આઉટ કરીને જતા કેમ રહેતા નથી?  
  Like . Reply  21   .   20 minutes ago

 Bhavya Bhaumik Cocktail Kumar, Block these two jokers.
  Like . Reply  10   .   20 minutes ago

 Ramesh Kanubhai Vaishnani મને સીધાર્થભાઈ રાદેરીયાનો નંબર આપો. મને ગુજુભાય નાટક બવ ગમે છે બવ કોમેડી છે. મને નાટકમા કામ કરવુ ચે
  Like . Reply  2   .   18 minutes ago

 
 Sameer Palanpuri   અરે આ કનુભાઈના દીકરાને મોબાઈલ નંબરો આપીને ચુપ કરો. ક્યારનો ત્રાસ કરે છે.
  Like . Reply  5   .   16 minutes ago

 Manhar Rajput ભાઈ Ramesh Kanubhai Vaishnani, પહેલાં થોડું ગુજરાતી શીખ. નાટકમાં આવા અભણ જેવા ડાયલોગ બોલીશ?
  Like . Reply  10   .   14 minutes ago

 Yusuf Ulfat અમદાવાદ કરતાં રાજકોટની પબ્લિક વધારે સેક્સી છે. કાઠિયાવાડીઓ બધી વસ્તુઓમાં બેસ્ટ છે.
  Like . Reply  4   .   14 minutes ago

 Cocktail Kumar એક સ્પષ્ટતા કરવાની રહી ગઈ. મેં આ જે ‘ઇન્ડિયા ટુડે’ ના સર્વેેની વાત કરી તે ૨૦૦૪નો સર્વે છે.
  Like . Reply  2   .   13 minutes ago

 Milind Nayak   What?
  Like . Reply  2   .   12 minutes ago

 Bhavya Bhaumik WTF...
  Like . Reply  5   .   12 minutes ago

 Monish Kankhara શું યાર Cocktail Kumar. આ વાત પહેલાં કહેવી જોઈએને. મૂરખ બનાવ્યા તમે તો.  
  Like . Reply  2   .   12 minutes ago

 Yogesh Panwala મેં તો પહેલાં જ કહ્યું હતું કે ગુજરાતમાં સૌથી વધારે સેકસપાવર અમદાવાદીઓ પાસે નહીં, સુરતીઓ પાસે છે.
  Like . Reply  5   .   11 minutes ago

 Bhavesh Mehta અમદાવાદીઓ જો ૧૩ વર્ષ પહેલાં આટલા સેક્સી હતા તો કલ્પના કરો કે આજે વાત ક્યાં પહોંચી હશે!
  Like . Reply  12   .   10 minutes ago


 Cocktail Kumar એક મિનિટ, એક મિનિટ. અમદાવાદીઓ સૌથી સેક્સી ઇન્ડિયન્સ છે તે સર્વે ભલે જૂનો રહ્યો, પણ પેલો સેક્સ ટોયવાળો સર્વે તાજો છે. ૨૦૧૭નો. ભારતમાં સૌથી વધારે સેક્સ ટોય્ઝ આજની તારીખે ગુજરાતમાં વેચાય છે એનો એક અર્થ એ જ થયોને કે ભારતની સૌથી કામાતુર પ્રજા ગુજરાતીઓ જ છે!
  Like . Reply  15   .   10 minutes ago

 Hiren Lakhani સેક્સ્યુઅલી એડવાન્સ્ડ પ્રજા!
  Like . Reply  5   .   9 minutes ago

 Cocktail Kumar ફ્રેન્કલી, કોઈ પણ જાતના સર્વેને બહુ ગંભીરતાથી લેવાના ન હોય. એમાં કમર્શિયલ ને બીજા જાતજાતના એંગલ સંકળાયેલા હોય છે. કોઈ પણ સર્વેેના આંકડાઓને અને તારણોને આસાની તોડીમરોડી શકાતા હોય છે. આઈ મીન, આપણે સેક્સ સર્વેેની વાત કરીએ તો આવડા વિરાટ દેશમાંથી તમે ફક્ત પાંચ-સાત-દસ હજાર રેન્ડમ લોકોને પકડીને સેમ્પલ સર્વે કરાવો તો એનાં તારણોમાં કેટલી વાસ્તવિકતા હોઈ શકે?
  Like . Reply  5   .   8 minutes ago

  N.M. Mehta Cocktail Kumar બેય બાજુ ઢોલકી વગાડે છે.
  Like . Reply   5   .   7 minutes ago


 Kaushik Rupala   પણ આવું બધું વાંચવાની મજા બહુ આવે. પ્યોર એન્ટરટેઈનમેન્ટ.
  Like . Reply  5   .   7 minutes ago

 Cocktail Kumar Absolutely! એટલેસ્તો મેં ફેસબુક પર આ પોસ્ટ મૂકી.  
  Like . Reply  5   .   7 minutes ago



 Sarvesh Nagar   ‘ઇન્ડિયા ટુડે’એ પંદરેક વર્ષના સેક્સ સર્વેની આખી બુક બહાર પાડી છે. મસ્ત છે.
  Like . Reply  ((થમ્સ અપનું નિશાન)) 5   .   6 minutes ago

 Cocktail Kumar સો વાતની એક વાત એટલી જ કે સેક્સ ઓવર-રેટેડ વસ્તુ પણ છે અને અન્ડર-રેટેડ વસ્તુ પણ છે. આ એક વિચિત્ર વિરોધાભાસ છે. સૌએ પોતપોતાની રીતે સમજી લેવાનું છે કે પોતે સેક્સને જરુર કરતાં વધારે મહત્ત્વ આપે છે કે જરુર કરતાં ઓછું.    
  Like . Reply  16   .   5 minutes ago

 Manhar Rajput ...અને આટલું સમજાય જાય એટલે પછી સૌએ પોતપોતાની સેક્સલાઈફનું જરુરિયાત પ્રમાણે ફાઈન ટ્યુનિંગ કરી નાખવાનું, રાઈટ?
  Like . Reply   7   .   4 minutes ago

 Cocktail Kumar સત્ય વચન!
  Like . Reply  ((થમ્સ અપનું નિશાન)) 10   .   2 minutes ago

 0 0 0

 (નોધ:  આ કોલમમાં ઉલ્લેખ પામેલાં તમામ નામો કાલ્પનિક છે.)

 -----------------------------


વેબ સિરીઝના વંટોળમાં જ્યારે ક્રિકેટનું કમઠાણ ઉમેરાય છે...

સંદૃેશ - સંસ્કાર  પૂર્તિ - રવિવાર  - ૬ ઓગસ્ટ ૨૦૧૭ 

મલ્ટિપ્લેકસ 

ફરહાન અખ્તરે પ્રોડ્યુસ ક્રેલી ‘ઇનસાઇડ એજ 'નામની ધમાકેદૃાર વેબ સિરીઝ આજકાલ ચર્ચામાં છે. ટી-ટ્વેન્ટી ટુનાર્મેન્ટની અંદૃરની વાતો કરતો શો ભલે માસ્ટરપીસ ન હોય, પણ એની ટ્રીટમેન્ટ એટલી રસાળ છે કે રસિયાઓ ઉજાગરા કરીનેય એના દૃસેદૃસ એપિસોડ્સ સામટા જોઈ કાઢે છે! 





સિનેમા વિશેની આ કોલમમાં આજે, ફોર અ ચેન્જ, એક નવીનકકોર અને ધમાકેદૃાર ઇન્ડિયન વેબ સિરીઝ વિશે વાત કરવી છે. નેટફ્લિક્સ અને એમેઝોન વિડીયો - આ બન્ને અમેરિકન બ્રાન્ડ્સનાં નામ ડિજિટલ એન્ટરટેઇનમેન્ટના દૃીવાનાઓને વહાલાં લાગે છે. ફિલ્મો તેમજ ટીવી શોઝની વિરાટ ઓનલાઈન લાયબ્રેરી ધરાવતી આ બન્ને કંપનીઓના બાયોડેટામાં અફલાતૂન ગુણવત્તા ધરાવતી કેટલીય ઓરિજિનલ વેબ સિરીઝ પણ બોલે છે. આ બન્ને કંપનીઓ વિધિવત રીતે ભારતમાં ગયા વર્ષથી સક્રિય બની. નેટફ્લિકસ જાન્યુઆરીમાં, એમેઝોન પ્રાઈમ ડિસેમ્બરમાં. બન્નેમાંથી કોણ સૌથી પહેલી ઓરિજિનલ ઇન્ડિયન વેબ સિરીઝ બનાવીને દૃર્શકોની સામે ડિજિટલ તાસકમાં ધરી દૃે  છે તે જાણવામાં સૌને રસ હતો. તો પહેલો ઘા એમેઝોનરાણાએ માર્યો છે - ‘ઇનસાઇડ એજ' નામની અંગ્રેજીમિશ્રિત હિન્દૃી સિરીઝ બનાવીને. નેટફ્લિકસવાળાઓની ‘સેક્રેડ ગેમ્સ' નામની સિરીઝ હજુ તો પ્રી-પ્રોડકશન તબકકામાં છે. વિક્રમ ચંદ્રાની આ જ ટાઈટલ ધરાવતી નવલકથા ધરાવતી પરથી આ વેબ સિરીઝ બની રહી છે. સૈફ અલી ખાન, નવાઝુદ્દીન સિદ્દીકી અને રાધિકા આપ્ટે એમાં અભિનય કરવાનાં છે.

એમેઝોન પ્રાઈમની દૃસ એપિસોડ ધરાવતી  ‘ઇનસાઇડ એજ'  વેબ સિરીઝ ૧૦ જુલાઈએ લોન્ચ થઈ. ઓનલાઈન થતાં જ આ શોએ તરખાટ મચાવ્યો. ઓડિયન્સને એટલી બધી મજા પડી ગઈ કે પહેલાં જ અઠવાડિયામાં ‘ઇનસાઈડ એજ' એમેઝોન પ્રાઇમ વિડીયોનો મોસ્ટ-વોચ્ડ શો બની ગયો. અમુક ચાંપલા રિવ્યુઅર્સને બાદૃ કરતાં મોટા ભાગના સમીક્ષકોએ શોને વખાણ્યો.  ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ (આઈએમડીબી) પર એને ઓવરઓલ ૮.૩ જેટલું રેિંટગ મળ્યું જે ઘણું સારું કહેવાય. એમેઝોન ઓરિજિનલ શોઝના ચાર વર્ષના ટચુકડા ઇતિહાસમાં હોમ માર્કેટમાં આના કરતાં વધારે રેિંટગ અન્ય એક જ સિરીઝને મળ્યું છે - ઇંગ્લેન્ડના ‘ધ ગ્રાન્ડ ટુર' નામના શોને. કેટલાય દૃર્શકોને ‘ઇનસાઈડ એજનું એવું બંધાણ થઈ ગયું હતું કે રાત જાગીને પિસ્તાલીસ-પિસ્તાલીસ મિનિટના દૃસેદૃસ એપિસોડ એમણે બેક-ટુ-બેક જોઈ કાઢ્યા. વધુ પડતો સારો પ્રતિસાદૃ મળ્યો એટલે શો લોન્ચ થયાને ત્રણ અઠવાડિયાં પૂરાં થાય તે પહેલાં જ નિર્માતાઓ દ્વારા ઘોષણા કરી દૃેવામાં આવી: યેસ, ‘ઇનસાઇડ એજ'ની બીજી સિઝન આવી રહી છે... બહુત જલ્દૃ!

એવું તે શું છે આ શોમાં? ‘ઇનસાઇડ એજ' અસલી સંદૃર્ભોને ઉપયોગમાં લઈને બનાવવામાં આવેલો કાલ્પનિક્ શો છે, જેમાં ટી-ટ્વેન્ટી ક્રિકેટ ટૂર્નામેન્ટ કેન્દ્રમાં છે. આ અતિ ગ્લેમરસ અને હાઈ પ્રોફાઈલ રમતની પાછળ કેવી કેવી રમતો રમાતી હોય છે? મેચ-ફિિંકસગ, સટ્ટો, રાજકારણ, છળકપટ, સેકસ, ડ્રગ્ઝ, ચૂંથાયેલા સંબંધો અને ચકકર આવી જાય એટલો બધો પૈસો... આ બધા શોનાં મુખ્ય એલિમેન્ટ્સ છે. વિષય જૂનો છે, પણ કલાકારોનો અભિનય, ટ્રીટમેન્ટ અને પ્રોડકશન વેલ્યુ મસ્ત છે. ક્રિકેટમાં રસ પડતો હોય તો જ આ શોમાં રસ પડે એવું જરુરી ખરું? ના, જરાય નહીં. ઇન ફેકટ, ક્રિકેટમાં રન કરવાના હોય કે ગોલ કરવાના હોય એટલીય ગતાગમ ન પડતી હોય તો પણ આ શો મજા જોવાની મજા આવશે. અત્યંત પ્રવાહી શૈલીમાં લખાયેલી દિૃલધડક ધારાવાહિક નવલકથાનું રસપ્રચુર પ્રકરણ પૂરું થાય પછી રસિક વાચકને જેમ આગલો હપ્તો વાંચવાની જોરદૃાર ચટપટી ઉપડે એવું જ કંઈક ‘ઇનસાઇડ એજ'ના એપિસોડ્સ જોતી વખતે થાય છે.



રિચા ચઢ્ઢા ટોચની ફિલ્મસ્ટાર બની છે જેની કરીઅરના વળતાં પાણી શરુ થઈ ગયાં છે. પ્રીતિ ઝિન્ટા જેમ અસલી જીવનમાં આઈપીએલની િંકગ્સ ઇલેવન પંજાબ ટીમની કો-ઓનર છે તેમ રિચા ચઢ્ઢા આ શોમાં મુંબઈ મેવરિકસ ટીમની માલિકણ બની છે. એનું ફાઈવસ્ટાર જીવન અંદૃરથી બોદૃું છે. બાપડીએ તમાચા મારીને અને મરાવીને ગાલ લાલ રાખવા પડે છે. અંગદૃ બેદૃી (જેને આપણે ‘પિન્કમાં જોયો છે) મુંબઈ મેવરિકસ ઉપરાંત ઇન્ડિયન ક્રિકેટ ટીમનો પણ કેપ્ટન છે. ઘીરગંભીર, સિન્સિયર પણ અંગત જીવનમાં દૃારુડિયણ પત્નીને કારણે દૃુખી. રતિ અગ્નિહોત્રીનો સુપુત્ર તનુજ વિરવાણી તેજતર્રાર સ્ટાર-બેટ્સમેન છે. એના દિૃમાગમાં એટલી હદૃે કામાગ્નિ છવાયેલો રહે છે કે ફિલ્ડ પર જવાની થોડી મિનિટો પહેલાં નશીલી દૃવા સૂંઘીને ચીયરલીડરના ગોરા શરીરનો જનાવરની જેમ ઉપભોગ કરવાનું એ ચુકતો નથી. સયાની ગુપ્તા એની  ઇન્ટેલિજન્ટ બહેન બની છે, જે ટીમની ચીફ એનેલિસ્ટ તરીકે કામ કરે છે. અમિત સયાલ સ્પિનર છે, જે સતત કાનમાંથી અળસિયા-વાંદૃા-કરોળિયા ખરી પડે એવી ભૂંડાબોલી ગાળો બોલ્યા કરે છે. સિદ્ધાર્થ ચતુર્વેદૃી નામનો નવોદિૃત એક્ટર યુપીથી આવેલો ઊભરતો, ભીરુ, દૃલિત બોલર બન્યો છે. સંજય સુરી ટીમનો કોચ છે, જે એક જમાનામાં ખુદૃ મોટો ક્રિકેટર રહી ચુકયો છે. ટી-ટ્વેન્ટીના નામે આખો જે હોબાળો ચાલી રહ્યો છે તેની પાછળ વિવેક ઓબેરોયનું માસ્ટરમાઇન્ડ કામ કરે છે. એ નીતિમત્તાવિહોણો, તુંડમિજાજી અને વિકૃત બિઝનેસમેન છે, જે મેચો ફિકસ કરાવીને અધધધ કહી શકાય એવી રકમની બેનંબરી કમાણી કરે છે. શોમાં આ સિવાય પણ નાનામોટાં ઘણાં કિરદૃારો છે.  
Karan Anshuman: The writer - director of the show

શો સાથે સંકળાયેલા સૌથી મહત્ત્વની બે ટેલેન્ટ એટલે ફરહાન અખ્તર અને કરણ અંશુમાન. ફરહાને પોતાના મેરિટથી એવી ઇમેજ ઊભી કરી છે કે એ જે પણ કંઈ કરે - એક્ટિંગ, ડિરેક્શન, પ્રોડક્શન, એન્કિંરગ, કંઈ પણ - એની ગુણવત્તા સારી જ હોવાની એવી એક ધરપત આપણને આગોતરી મળી જાય છે.  ‘ઇનસાઈડ એજ શો એણે પોતાના જુના જોડીદૃાર રિતેશ સિધવાણીના સંગાથમાં પોતાના બેનર એક્સેલ એન્ટરટેઇનમેન્ટ હેઠળ પ્રોડ્યુસ કરીને એમેઝોન પ્રાઇમના પ્લેટફોર્મ પર મૂક્યો છે. આ શો ફરહાન અને એના બેનરને છાજે એવો બન્યો છે.

કમ્પ્યુટર એન્જીનિયિંરગ પડતું મૂકીને અમેરિકામાં ફિલ્મમેિંકગનું ભણી આવેલા કરણ અંશુમાન આ સિરીઝના યુવાન રાઇટર-ડિરેકટર છે. ભારત આવીને સૌથી પહેલાં તો એમણે મોબાઈલ અને વેબ એપ્સ બનાવતું ડ્રીમસ્કેપ નામનું સ્ટાર્ટ-અપ શરુ કર્યું હતું. અપરસ્ટોલ ડોટકોમ નામનું મૂવી પોર્ટલ બનાવીને એમાં તેઓ ફિલ્મ વિષયક લેખો અને ફિલ્મ રિવ્યુઝ લખતા. પછી ‘મુંબઇ મિરર' અખબાર માટે ફિલ્મ ક્રિટીક બનીને લાગલગાટ ત્રણ વર્ષ સુધી ફિલ્મોનાં અવલોકનો લખ્યા. ત્યાર બાદૃ એ ખુદૃ ફિલ્મમેકર બન્યા. રિતેશ દૃેશમુખ અને પુલકિત સમ્રાટને લઈને ‘બંગિસ્તાન' (૨૦૧૫) નામની ફિલ્મ બનાવી, જે ન ચાલી. આ ફિલ્મ ફરહાનના બેનરે જ પ્રોડ્યુસ કરી હતી.

‘ઇનસાઇડ એજમાં કરણ અંશુમાનને રમવા માટે મોકળું મેદૃાન મળ્યું છે. એકટરોને પણ. તમામ પાત્રોનો પોતાનો આગવો ગ્રાફ છે. આટલા બધા કલાકારો વચ્ચે સિદ્ધાર્થ ચતુર્વેદૃી નામનો નવો નિશાળિયો એક્ટર અને મનોજ બાજપાઈની યુવાન આવૃત્તિ જેવો દૃેખાતો અમિત સયાલ સૌથી વધારે ધ્યાન ખેંચે છે. આ શો પછી સિદ્ધાર્થ ચર્તુવેદૃીની એકિટંગની દૃુકાન ધમધોકાર ચાલવાની. તમે લખી રાખો! શોમાં જુદૃા જુદૃા ટ્રેક્સની સરસ ગૂંથણી થઈ હોવાથી એક પણ એપિસોડ સહેજે ઢીલો પડતો નથી. કરણ અંશુમાન એક સ્ટોરીટેલર તરીકે ખાસ્સા પ્રભાવશાળી પૂરવાર થયા છે એ તો નક્કી.

Siddharth Chaturvedi (left) with Farhan Akhtar


ઇન્ટરનેટ પર મૂકાતા કોન્ટેન્ટ માટે સેન્સર સર્ટિફિકેટની જફામાં પડવાનું હોતું નથી. વેબ સિરીઝ એટલે ભરપૂર ગાળાગાળી અને સેક્સનો સરવાળો આવું જે સમીકરણ બની ગયું છે એનું કારણ આ જ. ‘ઇનસાઇડ એજમાં આ પ્રકારનું ‘એડલ્ટ' કોન્ટેન્ટ છૂટથી ભભરાવેલું હોવાથી કાચી વયના દૃર્શકોએ સંભાળવું. આમ જુઓ તો ‘ઇનસાઇડ એજનાં પાત્રો સ્ટીરિયોટાઈપ છે. એ જ જુવાની વટાવી ચુકેલી ફિલ્મી નટી, એ જ છેલછોગાળો ક્રિકેટર, એ જ વિલન ટાઈપનો બિઝનેસમેન, એ જ ભ્રષ્ટ રાજકારણી. મજાની વાત એ છે કે આમ છતાંય કોઈ કિરદૃાર કાર્ડબોર્ડ કટઆઉટ જેવું સપાટ બની જતું નથી. ફક્ત એક વિવેક ઓબેરોયનું પાત્ર વધારે પડતું ફિલ્મી અને લાઉડ બની ગયું હોવાથી કઢંગી રીતે અલગ તરી આવે છે.

‘ઇનલાઇડ એજ કંઈ કલાસિક કે માસ્ટરપીસ નથી. વિદૃેશમાં બનતી ‘નાર્કોઝ' જેવા અફલાતૂન ગુણવત્તાવાળા વેબ શોઝની તુલનામાં ‘ઇનસાઇડ એજ' સાવ મામૂલી ગણાય. આપણે ત્યાં ઇન્ટરનેટ, ટેલીવિઝન અને ઇવન ફિલ્મી પડદૃા પર મનોરંજના નામે જે કંઈ પિરસવામાં આવે છે એમાં સ્તરહીન જોણાંની ભરમાર હોય છે. તેની તુલનામાં ‘ઇનસાઇડ એજ' ઘણું સારું અને જોવા જેવું પ્રોડકશન છે.

‘ઇનસાઇડ એજ'ને કેટલા સ્ટાર મળે, એમ? પાંચમાંથી સાડાત્રણ.

0 0 0