પુસ્તક આવી ગયું, ફાયનલી! મને આ વાત શર
કરતાં અત્યંત આનંદ થઈ રહ્યો છે કે ‘ચિત્રલેખા’માં ધારાવાહિક ફોર્મેટ
છપાયેલી મારી નવલકથા ‘મને અંધારાં બોલાવે... મને
અજવાળાં બોલાવે’ પુસ્તક સ્વરુપે પ્રગટ થઈ
ચુકી છે. પ્રકાશક છે, નવભારત સાહિત્ય મંદિર. નવલકથાનાં
બે ભાગમાં ફેલાયેલી છે. ગુજરાતી ચોપડીઓ વેચતી ઘણીખરી બુકશોપ્સ પર પુસ્તક ઓલરેડી
પહોંચી ગયું છે. નહીં પહોંચ્યું હોય તો બે-એક દિવસમાં પહોંચી જવાનું. booksonclick.com નામની સરસ મજાની વેબસાઈટ પર પણ તે ઉપલબ્ધ છે.
મને રોમાંચ એ વાતને થઈ રહ્યો છે કે નવલકથા હવે
પુસ્તકાકારે સાવ નવા વાચકવર્ગ સામે મુકાયું છે. હવે લેખક તરીકે નવા ભાવકો સાથે
સંબંધ બંધાશે. મને સમજાઈ રહ્યું છે કે આ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ સંબંધ જ લેખકની
સૌથી મોટી મૂડી હોય છે! કોઈ પણ કથાને હપ્તે હપ્તે વાંચવામાં અને સળંગ વાંચવામાં
જુદી અનુભૂતિ થઈ હોય છે. બન્નેની આગવી મજા છે. પુસ્તક આવ્યું એટલે લાગે છે કે ચાલો, નવલકથા-લેખનની
પ્રક્રિયા તેના લોજિકલ એન્ડ સુધી પહોંચી ગઈ. જાણે એક ચક્ર પૂરું થયું. પણ
પ્રક્રિયા એમ ક્યાં પૂરી થતી હોય છે? કદાચ પ્રત્યેક નવો વાચક નવલકથાના ભાવવિશ્વમાં, એની ચેતનામાં કશુંક
ઉમેરતો હોય છે! નવી પ્રતિક્રિયાઓનો, નવા ફીડબેકનો, નવા મંતવ્યોનો ઈંતજાર રહેશે... 0 0 0
શિશિરભાઈ, મને અંધારા બોલાવે.. ના પ્રાગટ્યટાણે અભિનંદન. કોમેન્ટસમાં નિયમિતતા નથી જાળવી શકતો, પણ આપને વાંચુ છું. લખતા રહેશો. આપની પ્રગતિ માટે દિલથી શુભેચ્છાઓ.
ReplyDelete@Bharatkumar Zala: Thanks dear.
ReplyDelete"મને અંધારા બોલાવે................" માટે CONGRATS
ReplyDelete