Wednesday, September 20, 2017

ન્યુ યોર્ક... ન્યુ યોર્ક!

 સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - બુધવાર  - ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૭ 

ટેક ઓફ
શહેર એટલે શું? માત્ર ટુરિસ્ટ સ્પોટ્સ? ત્યાંની બિલ્ડિંગો અને રસ્તા? ના. શહેર એટલે સૌથી પહેલાં તો ત્યાંના લોકો. કોઈ પણ નગરનો આત્મા, એની તાસીર અને એનું ચરિત્ર એમાં વસતા લોકો ઘડે છે.



‘તમારી પાસે મારું એડ્રેસ તો લખેલું છેને - થ્રી-ઓ-થ્રી વેસ્ટ, સેવન્ટીફોર્થ સ્ટ્રીટ, ફાઇવ-એફ?'
ફોન પર તમને પ્રશ્ર્ન પૂછનારી વ્યકિતનું નામ જોઆના છે. એની અટક તમે જાણતા નથી. ઇન ફેકટ, એના વિશે તમે કશું જ જાણતા નથી. એની ટચૂકડી, ખિલખિલાટ હસતી વ્હાઇટ અમેરિકન તસવીર પરથી લાગે છે કે એ ત્રીસ-પાંત્રીસની હોવી જોઈએ. હવે પછીના બે દિૃવસ દૃરમિયાન તમે ન્યુ યોર્કમાં એના ઘરે રહેવાના છો, એના પેઇંગ ગેસ્ટ બનીને. ન્યુ જર્સીમાં કામકાજ પતાવીને શિકાગો જતા પહેલાં વચ્ચે બે દિૃવસ તમે ન્યુ યોર્કમાં ગાળવાના છે. વિકીપિડીયા જેેને ઓનલાઇન માર્કેટપ્લેસ એન્ડ હોસ્પિટાલિટી સર્વિસ તરીકે ઓળખાવે છે તે એરબીએનબી વેબસાઇટ પરથી તમને અફલાતૂન ડીલ મળી છે. આશ્ર્ચર્ય થાય એટલા કિફાયતી દૃરે, આપણાં કુલુ-મનાલી-ગોવાની હોટલો કરતાંય ઓછા ભાવે તમને ન્યુ યોર્કમાં રહેવા માટે સરસ જગ્યા મળી ગઈ છે. આ જગ્યા એટલે જોઆનાનું ઘર. ન્યુ યોર્કના સૌથી ધબકતા અને સંભવત: સૌથી પોપ્યુલર એવા મેનહટન વિસ્તારમાં સેન્ટ્રલ પાર્કની તદ્દન બાજુમાં જોઆના રહે છે. તમે એ સમજવા માગો છો કે પાડોશી શહેર ન્યુ જર્સીથી મેનહટનમાં જોઆનાના ઘર સુધી એકઝેકટલી પહોંચવું કઈ રીતે. કઈ ટ્રેન, કઈ સબવે લાઇન... અને જો ટેકસીમાં આવવું હોય તો -

‘ના ના, ટેકસી કરવાની કશી જરુર જ નથી,' કહીને જોઆના સમજાવવા માંડે છે, ‘તમને પેન સ્ટેશન તો ખબર જ છે, રાઇટ? બસ, ત્યાં ઉતરીને અપટાઉન જતી બે નંબરની સબવે લઈ લેજો. બે સ્ટોપ પછી ઉતરી જવાનું, સેવન્ટીફોર્થ સ્ટ્રીટ સ્ટેશન પર. બસ, ત્યાંથી બહાર આવીને નોર્થ તરફ બે બ્લોક પસાર કરીને લેફટ વળી જશો એટલે ચારેક મિનિટમાં મારું ઘર.'

જોઆનાની સૂચનાઓ પરફેકટ છે એટલે કશી જ મુશ્કેલી વગર તમે એની બિહ્લિડંગ સુધી પહોંચી જાઓ છો. એણે ફકત એટલું કહ્યું નહોતું કે એડ્રેસમાં ‘ફાઇવ-એફનો અર્થ ફિફ્થ ફ્લોર એવો થાય છે અને પાંચ માળની એની  બિલ્ડિંગમાં લિફ્ટ નથી! સદૃભાગ્યે તમારી પાસે ઝાઝાં બેગબિસ્તરાં નથી. જૂની પર વ્યવસ્થિત મેન્ટેઇન થયેલી  ઇમારતની જાડી કાર્પેટ બિછાવેલાં વૂડન પગથિયાં ચડીને તમે જોઆનાના ઘરે પહોંચો છો.

જોઆના એની ટચૂકડી તસવીરમાં દૃેખાતી હતી એના કરતા અસલિયતમાં ઘણી નાની છે. કોલેેજિયન કન્યા જેવી લાગતી જોઆનાએ રાઉન્ડ નેક ટીશર્ટ અને બર્મ્યુડા પહેર્યાં છે. માથા પર થોડા દિૃવસોના ઊગી ગયેલા સાવ બારીક વાળ પરથી લાગે છે કે થોડા દિૃવસો પહેલાં એણે માથું સફાચટ મૂંડાવ્યું હોવું જોઈએ. પહેલી નગરે ટોમબોય જેવી દૃેખાતી જોઆના છે નાજુકડી અને ક્યુટ. એ તમને તમારો રુમ દૃેખાડે છે. કમરો ખાસ્સો મોટો, ચોખ્ખાચણક, સરસ રીતે સજાવેલો છતાંય સાદૃગીભર્યો છે. ફાયરપ્લેસ છે. વિશાળ બારીમાંથી દૃૂર ઇમારતો દૃેખાય છે. તો આ જ છે મહાન ફિહ્લમમેકર વૂડી એલનનું ‘મેનહટન', રાઇટ?



‘ઓહ યેસ, એબ્સોલ્યુટલી!' જોઆના હસી પડે છે. કેવળ નિર્દૃંભ વ્યકિતનું જ હોઈ શકે એવું સ્વચ્છ અને નિર્દૃોષ એનું હાસ્ય છે. એ ફરી પાછું બધું સમજાવવા માગે છે. જુઓ, આ કિચન છે. ફ્રિજમાં વધારે તો કશું નહીં હોય પણ ફ્રુટ્સ છે અને ખૂબ બધી બિયરનો બોટલ્સ પડી છે જે તમે લઈ શકો છો. ત્યાં વોશરુમ છે. આ ત્રણ ચાવીઓ. એક બિલ્ડિંગના મેઇન એન્ટ્રેન્સની ચાવી અને આ બે ફ્લેટની ચાવી. રાત્રે ઠંડી લાગે તો ત્યાં એકસ્ટ્રા બ્લેન્કેટ પડ્યો છે... પછી ન્યુ યોર્કમાં તમને શું શું જોવાની ઇચ્છા છે તે જાણીને કાચો પ્લાન તૈયાર કરી આપે છે કે જેથી તમારા દૃોઢ-બે દિૃવસનો મહત્તમ ઉપયોગ થઈ શકે. આખા શહેરમાં ફેલાયેલું સબવેના નેટવર્ક વિશે સમજાવીને જોઆના ઉમેરે છે, ‘કયારેય પણ જરુર પડે તો મને ફોન કરજો. અત્યારે હું થોડી વાર બહાર જાઉં છું. મારી આ બે બિલાડીઓ તમને સરસ કંપની આપશે!'

જોઆના આ ઘરમાં એકલી રહે છે? દૃીવાલ પર પરિવારની ખુશખુશાલ તસવીરો જડેલી છે, પણ બીજા બે બંધ કમરાઓમાં માનવવસ્તી હોય એવું જણાતું નથી. કદૃાચ મા-બાપ બીજા શહેરમાં રહેતાં હોય. કદૃાચ ભાઈ, બહેન, દૃોસ્તાર કે પાર્ટનર સાથે રહેતાં હોય. કદૃાચ કોઈ વૃદ્ધ વ્યકિત હોય અથવા કદૃાચ જોઆનાને કંપની આપવા માટે માત્ર આ જાડ્ડીપાડ્ડી બિલાડીઓ જ હોય. એ જે હોય તે, પણ જોઆનાની એસ્થેટિક સેન્સ તરત તમારું ધ્યાન ખેંચે છે. કમરાની નાનીમોટી વસ્તુઓની સાથે બુકશેહ્લફમાં ગોઠવાયેલાં એનાં પુસ્તકો પણ કલર-કોઓર્ડિનેટેડ છે - સૌથી ઉપલા ખાનામાં બ્લુ કવરવાળાં પુસ્તકો, વચ્ચેના ખાનામાં સફેદૃ કવરવાળાં પુસ્તકો અને નીચે બ્લેક કવરવાળાં. ઓરડામાં વચ્ચે મોટી લાકડાની ટિપોઈ પર ન્યુ યોર્ક વિશેની એક કોફીટેબલ બુક, શહેરનો નકશો ઉપરાંત વાઇફાઇ માટેનું લોગ-ઇન અને પાસવર્ડ પણ એક કાગળ પર લખી રાખ્યાં છે. માણસનું ઘર જો એના વ્યકિતત્ત્વનો આયનો ગણાતું હોય તો કદૃાચ શિસ્ત અને ચોકસાઈ જોઆનાના પ્રમુખ ગુણ હોવા જોઈએ.

રવાના થવાના દિૃવસે તમારા મનમાં સતત એ વિચાર રમતો હતો કે સમયસર જોઆનાના ઘરે પહોંચી તરત નીકળી જવું પડશે, કેમ કે મેનહટનથી જોન એફ. કેનેડી એરપોર્ટ ઘણું દૃૂર છે. સમય પર ન પહોંચાય તો શિકાગોની ફ્લાઇટ મિસ થઈ જાય. ટેકસી લેેવાને બદૃલે તમે સબવેથી જ એરપોર્ટ જવા માગો છો, કેમ કે તે સોંઘા કરતાંય ઝડપી વિકલ્પ છે. તમે બેગ લઇને સેવન્ટીસેકન્ડ સ્ટ્રીટ સ્ટેશનથી ડાઉનટાઉન તરફ જતી સબવે લો છો. એરપોર્ટ શી રીતે પહોંચવું તે તમે લગભગ સમજી લીધું છે છતાંય કન્ફર્મ કરવા માટે બાજુમાં બેઠેલા યુવાનને પૃચ્છા કરો છો.



‘શ્યોર!' યુવાન ઉત્સાહપૂર્વક કહે છે, ‘લાવો તમારી ડાયરી આપો. હું તમને લખીને સમજાવું છું.' પછી એ તમારી નાનકડી ડાયરીમાં આકૃતિઓે બનાવતો બનાવતો બોલવા લાગે છે, ‘તમારે હવે ફોર્ટીસેકન્ડ સ્ટ્રીટ સ્ટેશન પર ઊતરવાનું છે. ત્યાંથી અપટાઉન અને કવીન્સ તરફ જતી ‘ઈ' સબવે લાઈન લઈ લેજો. એ તમને સીધી જેએફકે એરપોર્ટ સુધી લઈ જશે. તમારે સેકન્ડ લાસ્ટ સ્ટોપ ઊતરવાનું છે. લાસ્ટ નહીં, પણ સેકન્ડ લાસ્ટ, ઓકે? પેલો બોર્ડ પર સ્ટેશન્સનાં નામ જુઓ. ‘સટફિન બુલેવાર્ડ આર્ચર જેએફકે એરપોર્ટ' વંચાય છે? બસ, એ તમારું સ્ટોપ. સાવ સિમ્પલ છે. ત્યાંથી તમારે બીજી ટ્રેન લેવી પડશે. એને એ લોકો એરટ્રેન કહે છે. એરટ્રેન તમને સીધા જેએફકેનાં ટર્મિનલ પર પહોંચાડી દૃેશે. કઈ એરલાઇન્સ છે તમારી?'

- ડેલ્ટા એરલાઇન્સ, શિકાગો માટે.

‘ડેલ્ટા એરલાઇન્સ માટે... આઇ થિંક, તમારે ટર્મિનલ નંબર ટુ પર જવું પડશે.'

એટલામાં બાજુમાં ઊભા ઊભા તમારી વાતચીત સાંભળી રહેલા એક-બે મધ્યવયસ્ક ન્યુ યોર્કવાસીઓ ચર્ચામાં ઝુકાવે છે. એક કહે છે, ડેલ્ટા એરલાઇન્સ હવે બે નહીં ત્રણ નંબરના ટર્મિનલ પર આવે છે. બીજો કહે છે, એ તો તમે એરટ્રેનની ટિકિટ લો ત્યારે કન્ફર્મ કરી લેજો. યુવાન કહે છે, ‘ધારો કે તમારાથી ટર્મિનલ ચુકાઈ જાય તોય ચિંતા ન કરતા. તમે સાચા ટર્મિનલ પર આસાનીથી જઈ શકશો.'

ફોર્ટીસેકન્ડ સ્ટ્રીટ સ્ટેશન આવે છે. તમે યુવાનને થેન્કયુ કહીને ઊભા થાઓ છો. એ કહે છે, ‘અરે, મારે પણ અહીં જ ઊતરવાનું છે. ચાલો મારી સાથે.'

ભુલભલામણી જેવા સબવે સ્ટેશનમાં આમથી તેમ ચડઉતર કરતાં કરતાં તમે વાતોએ વળગો છો. યુવાનનું નામ બ્રાઉલીઓ પેરાલ્ટા છે. પાક્કો વ્હાઇટ ન્યુ યોર્કર છે એ. ન્યુ યોર્કમાં જ જન્મ્યો છે અને અહીં જ મોટો થયો છો. અઠ્ઠાવીસ વર્ષની એની ઉંમર છે. ગણિતનો ટીચર છેે. સાથે સાથે બે-ત્રણ સ્કૂલોમાં ફૂટબોલનું કોચિંગ પણ કરે છે. તમે કહો છો કે આ શહેર અને એના લોકોનો એટિટ્યુડ તમને બહુ હૂંફાળો તેમજ ફ્રેન્ડલી લાગ્યો. ખાસ કહીને ટુરિસ્ટો પ્રત્યે. બ્રાઉલીઓ કહે છે, ‘એ તો એમ જ હોયને. બે દિૃવસ પહેલાં જ હું કેેનેડાથી આવ્યો. મારો ભાઈ ત્યાં શિફ્ટ થયો છે તો એને મળવા ગયો હતો. કેનેડામાં હું પણ ટુરિસ્ટ હતો અને તમારી જેમ લોકોને રસ્તા પૂછતો હતો. ધેટ્સ હાઉ યુ મીટ પીપલ એન્ડ મેક ફ્રેન્ડ્ઝ, રાઇટ?'

આખરે તમે કવીન્સ વિસ્તાર તરફ જતી અપટાઉન ‘ઇ' લાઇનવાળા પ્લેટફોર્મ પર પહોંચો છો. બ્રાઉલીઓ બહુ રસપૂર્વક તમારા વિશે, તમારા કામ વિશે જાણે છે. પોતાનું ઇમેઇલ આઇડી ડાયરીમાં લખી આપે છે અને તમારી વિગતો પણ લખી લે છે. દૃૂરથી ટ્રેન આવતી દૃેખાય છે. ‘જુઓ, આ તમારી ટ્રેન. તમારે આમાં બેસવાનું છે. છેલ્લેથી બીજા સ્ટોપે ઊતરવાનું છે, યાદૃ છેને?'

- કેમ, તમારે પણ આ ટ્રેનમાં નથી આવવાનું?

‘ના, ના. મારે તો બીજી ટ્રેન પકડવાની છે. પેલી બાજુના પ્લેટફોર્મ તરફની. અહીં તો હું તમને ફકત મૂકવા આવ્યો હતો.'  


 તમે હૃદૃયપૂર્વક એનો આભાર માનો છો. ટ્રેન ઉપડી ન જાય ત્યાં સુધી બ્રાઉલીઓ ઊભો રહે છે. કાચની બારીમાંથી એ તમને હાથ હલાવીને ગુડબાય કહે છે. તમે વિચારો છો કે અજાણ્યા પ્રવાસીની આવી તકેદૃારી રાખતા બ્રાઉલીઓ જેવા નિ:સ્વાથ અને સેવાભાવી લોકો તો તમે તમારા શહેરમાંય જોયા નથી.

શહેર એટલે શું? માત્ર ટુરિસ્ટ સ્પોટ્સ? ત્યાંની બિહ્લિડંગો અને રસ્તા? ના. શહેર એટલે સૌથી પહેલાં તો ત્યાંના લોકો. કોઈ પણ નગરનો આત્મા, એની તાસીર અને એનું ચરિત્ર એમાં વસતા લોકો ઘડે છે. કોણે કહ્યું કે ન્યુ યોર્કના જુવાનિયાઓ તદ્દન વંઠેલ છે અને શરીરે ટેટુ ચિતરાવીને, વાળા લીલા-પીળા રંગીને તેઓ દિૃવસરાત ડ્રગ્ઝમાં રચ્યાપચ્યા રહે છે? જોઆના અને બ્રાઉલીઓ તમારા માટે હંમેશાં ન્યુ યોર્કના પ્રતિનિધિ બની રહેવાનાં છે. તમારી ચિત્તમાં ન્યુ યોર્ક શહેરની બહુ મીઠી અને પોઝિટિવ સ્મૃતિ જળવાઈ રહેવાની છે અને એનું એક મોટું કારણ જોઆના, બ્રાઉનીઓ અને એના જેવા બીજા કેટલાય ન્યુ યોર્કર્સ છે!

0 0 0

No comments:

Post a Comment