સંદૃેશ - સંસ્કાર પૂર્તિ - રવિવાર - ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૭
મલ્ટિપ્લેકસ
‘કર્ઝ'ની નિષ્ફળતાનું ફ્રસ્ટ્રેશન રિશી ક્પૂરે પોતાની સગર્ભા પત્ની નીતુ પર ઉતાર્યું: મેં તારી સાથે લગ્ન કયાર્ર્ એટલે જ મારો હીરો તરીકેનો ચાર્મ ખતમ થઈ ગયો... જો તને પરણ્યો ન હોત તો મારી આવી હાલત ન થઈ હોત!
૬૫ વર્ષની ઉંમરે પણ માણસ ઉત્સાહથી કેટલો થનગનતો હોઈ શકે? સિનિયર સિટીઝન બની ગયા પછી પણ માણસ ભયંકર સ્પર્ધાત્મક એવા પોતાના કાર્યક્ષેત્રમાં કેટલી હદૃે રિલેવન્ટ રહી શકે? આ બન્ને સવાલનો એક જ જવાબ છે- રિશી કપૂર જેટલો! ચોથી સપ્ટેમ્બરે એમનો બર્થડે હતો. ‘પટેલ કી પંજાબી શાદૃી'ના રાઇટર-ડિરેકટર સંજય છેલે સ્વાભાવિકપણે માની લીધું હતું કે ડબિંગના કામકાજમાં રિશીસર આજે રજા રાખશે, પણ તેઓ આવ્યા. રોજની જેમ ડબિંગ કર્યું ને કામ આટોપાયું પછી જ ઘરે પાછા ફર્યા. જન્મદિૃવસ-બન્મદિૃવસ તો આવ્યા કરે, કામ પહેલાં!
‘પટેલ કી પંજાબી શાદૃી' આ શુક્રવારે રિલીઝ થઈ. આજે રિશી કપૂરની ખુદૃની શાદૃીની, નીતુ િંસહ-કપૂર સાથેનાં એમનાં લગ્નજીવનની વાત કરવી છે. રિશી કપૂર અને બન્ને નીતુ કપૂર બન્ને પાક્કાં પંજાબી છે. ‘રિશી કપૂર અનસેન્સર્ડ - ખુલ્લમ્ખુલ્લા' શીર્ષક ધરાવતી આ આત્મકથામાં રિશી કપૂરે આશ્ર્ચર્ય થાય એટલી પ્રામાણિકતાથી ચિક્કાર વાતો કરી છે. આત્મકથા લખવાની હોય, મિડીયાને ઇન્ટરવ્યુ આપવાના હોય કે ટ્વિટર પર સાંપ્રત ઘટનાઓ પર ટિપ્પણી કરવાની હોય - રિશી કપૂર શબ્દૃો ચોરવામાં માનતા નથી. એટલેસ્તો રિશી કપૂર ઓન-સ્ક્રીન જ નહીં, ઓફ-સ્ક્રીન પણ ભરપૂર એન્ટટેિંનગ પૂરવાર થાય છે.
રિશી કપૂરે ૨૮ વર્ષની ઉંમરે લગ્ન કર્યાં હતાં. નીતુ સિંહ કંઈ એમનો ‘ફર્સ્ટ લવ નહોતાં. રિશીની પહેલી ‘સિરીયસ' ગર્લફ્રેન્ડ યાસ્મિન મહેતા નામની એક પારસી ગુજરાતી કન્યા હતી. એ પેરિસમાં રહેતી હતી. રિશી કપૂરની સૌથી પહેલી ફિલ્મ ‘બોબી' ૧૯૭૩માં આવી એના ઘણા સમય પહેલાંથી બન્ને વચ્ચે ઇલુ-ઇલુ ચાલતું હતું. ‘બોબી' ધૂમ મચાવી રહી હતી તે અરસામાં ‘સ્ટારડસ્ટ' માસિકે એવા મતલબનો લેખ છાપ્યો કે રિશી અને ડિમ્પલ કાપડિયા વચ્ચે કશુંક રંધાઈ રહ્યું છે. આજે તો છાપાં રોજેરોજ પાનાં ભરીભરીને ફિલ્મી ગપસપ છાપે છે, ટીવી ચેનલો ચોવીસે કલાક ધમધમતી રહે છે અને વેબસાઇટ્સ તેમજ સોશિયલ મિડીયા તો ટીવી કરતાંય વધારે શોરબકોર કરે છે એટલે ‘સ્ટારડસ્ટ બિચારું સાવ રાંક ઘેટા જેવું ઇર્રિલેવન્ટ ફિલ્મી ચોપાનિયું બનીને રહી ગયું છે, પણ એ જમાનામાં ‘સ્ટારડસ્ટ'ની જબરી ધાક હતી. રિશી સાથે અફેરની વાત ઉડી ત્યારે ડિમ્પલે ઓલરેડી રાજેશ ખન્ના સાથે લગ્ન કરી લીધાં હતાં. આ ગોસિપ ડિમ્પલે તો પચાવી લીધી, પણ યાસ્મિને રિશી કપૂર સાથેનો સંબંધ તોડી નાખ્યો. રિશીએ મનાવવાની બહુ કોશિશ કરી, પણ પારસી બાનુ ન માની તે ન જ માની.
રિશી સાથે બધું બરાબર ચાલતું હતું ત્યારે યાસ્મિને એમને એક વીંટી આપી હતી. વીંટી કંઈ ખાસ કિમતી નહોતી, પણ રિશી માટે એનું સેન્ટિમેન્ટલ વેલ્યુુ ઘણી હતી. ‘બોબી'ના શૂિંટગ દૃરમિયાન ડિમ્પલે એક વાર રમતરમતમાં રિશીની આંગળી પરથી તે વીટીં કાઢીને પોતાની આંગળી પર પહેરી લીધી. આ વીંટી પછી ડિમ્પલે રિશીને ક્યારેય પાછી આપી જ નહીં. રાજેશ ખન્નાએ પ્રપોઝ કર્યું તે વખતે પણ ડિમ્પલે આ વીંટી પહેરી હતી. તે રિશી ક્પૂરની વીંટી છે એવી ખબર પડતાં રાજેશ ખન્ના નારાજ થઈ યા. ડિમ્પલની આંગળી પરથી િંરગ કાઢીને એમણે ફેંકી દૃીધી. આ ઘટના પણ ન્યુઝ બની ગયા: ‘રાજેશ ખન્નાએ રિશીની વીંટી જુહુના દૃરિયામાં ફેંકી દૃીધી'! અસર એવી ઊભી થઈ કે વીંટી જાણે રિશીના ડિમ્પલ પ્રત્યેના પ્રેમની નિશાની હતી. હકીકતમાં રિશી-ડિમ્પલ વચ્ચે ક્યારેય રોમેન્ટિક સંબંધ હતો જ નહીં. ‘જોકે હોત તો મને ગમ્યું હોત! રિશી કપૂર આજે હસતા હસતા કહેતા હોય છે, ‘અને હા, પેલી વીંટી હું આજની તારીખેય જુહુ બીચ પરથી શોધી રહ્યો છું!
યાસ્મિનની જેમ નીતુ ક્પૂર માટે પણ બોબીગર્લ અસલામતીનું કારણ બની ગયેલી. વાત ‘સાગર' (૧૯૮૫) બની તે અરસાની છે. ડિમ્પલનાં લગ્નજીવન પર પૂર્ણવિરામ મૂકાઈ ચુક્યું હતું. ‘બોબી' પછી બાર વર્ષે રિશી- ડિમ્પલની સુપરહિટ જોડી ફરી પાછી મોટા પડદૃે પહેલી વાર દૃેખાવાની હતી અને તે પણ રમેશ સિપ્પીની ફિલ્મમાં. ‘સાગર'માં રિશી-ડિમ્પલ વચ્ચે કિસિં ગ સીન્સ પણ ઘણાં હતાં. એ જમાનામાં ચુંબનનાં દૃશ્યો નવી નવાઈનાં ગણાતાં. આ કાસ્ટિંગ અને આ રોમેન્ટિક દૃશ્યોને લઈને ખાસ્સી ઉત્તેજના ફેલાઈ હતી. રિશી કપૂર પોતાની આત્મકથામાં લખે છે: ‘નીતુએ ઘણા સમય બાદૃ મને કહેલું કે આટલાં વર્ષોનાં લગ્નજીવનમાં એણે એક જ વાર અસલામતીની લાગણી અનુભવી છે અને તે ડિમ્પલને કારણે, ‘સાગર' વખતે. વાસ્તવમાં નીતુએ ટેન્શન લેવા જેવું કશું હતું જ નહીં. ડિમ્પલ મારી દૃોસ્ત છે. હા, ‘બોબી' વખતે એ દૃોસ્ત કરતાં થોડી વધારે હતી. અમે ‘સાગર'માં કામ કર્યું ત્યારે એ બે દૃીકરીઓની મા બની ગઈ હતી. આ બાજુ મારે પણ બે સંતાનો હતાં, હું ફેમિલીલાઇફમાં હું પૂરેપૂરો સેટલ થઈ ગયો. નીતુ નાહકની ઇન્સિકયોર થઈ ગયેલી.'
ઇન્સિક્યોરિટી તો રિશી કપૂરે પણ ક્યાં નહોતી અનુભવી? અલબત્ત, પર્સનલ નહીં, પ્રોફેશનલ લાઇફમાં. સિલ્વર સ્ક્રીન પર રિશી-નીતુની જોડી જામી ચુકી હતી એટલે બન્નેને ઘણી ફિલ્મો સાથે ઓફર થતી હતી. આમાંની એક ફિલ્મ એટલે યશ ચોપડાની ‘કભી કભી' (૧૯૭૬). રિશી કપૂરે આ ફિલ્મ માટે લગભગ ના પાડી દૃીધી હતી. શા માટે? એક કારણ એ હતું કે તેઓ અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન શર કરીને ઢંકાઈ જવા નહોતા માગતા. બીજું કારણ હતું, નીતુ! ફિલ્મમાં રિશી કરતાં નીતુનો રોલ વધારે મહત્ત્વનો હતો. ‘કભી કભી'માં વહીદૃા રહેમાનનાં લગ્ન પૂર્વેના સંબંધથી થયેલી દૃીકરીની વાત છે. રિશીએ યશ ચોપડાને કહ્યું કે જો તમે દૃીકરીને બદૃલે દૃીકરો કરી નાખો અને એ રોલ મને ઓફર કરો તો હું કામ કરું! યશજી મૂંઝાયા. આ રીતે પાત્રનું જાતિ પરિવર્તન કેવી રીતે કરવું? આખરે શશી કપૂર વચ્ચે પડ્યા (‘કભી કભી'માં તેમણે અમિતાભની ભૂતપૂર્વ પ્રેમિકા રાખીના પતિ અને રિશીના પિતાનો રોલ કર્યો છે). એમણે રિશીને સમજાવ્યા ત્યારે માંડ તેઓ ‘કભી કભી'માં કામ કરવા તૈયાર થયા.
૧૯૮૦માં રિશી- નીતુનાં લગ્ન થયાં અને એ જ વર્ષે ‘કર્ઝ' આવી. સુભાષ ઘાઈએ ડિરેકટ કરેલી ‘કર્ઝ'ને આજે આપણે એક યાદૃગાર કલ્ટ ફિલ્મ ગણીએ છીએ, પણ તે રિલીઝ થયેલી ત્યારે બોકસઓફિસ પર જરાય નહોતી ચાલી. આમેય ‘બોબી'થી ધમાકેદૃાર શરુઆત કર્યા બાદૃ રિશી કપૂરની કરીઅર નરમગરમ જ ચાલતી હતી. ‘કર્ઝ'ની નિષ્ફળતાએ એમને લગભગ ડિપ્રેશનમાં ધકેલી દૃીધા. વાત એટલી હદૃે વણસી ગઈ કે તેઓ ઘરની બહાર નીકળતા ત્યારે કારની પાછલી સીટ પર છૂપાઈ જતા કે જેથી કોઈ એમને જોઈ ન જાય! તે સમયે ‘નસીબ', ‘પ્રેમરોગ' જેવી કુલ પાંચેક ફિલ્મોનાં કામકાજ ચાલી રહ્યાં હતાં. રિશીએ શૂિંટગમાં જવાનું બંધ કરી દૃીધું. ‘કર્ઝ'ની નિષ્ફળતા માટે તેઓ નીતુને જવાબદૃાર ગણાવવા લાગ્યા: મેં તારી સાથે લગ્ન કર્યા એટલે જ મારો હીરો તરીકેનો ચાર્મ ખતમ થઈ ગયો... જો તને પરણ્યો ન હોત તો મારી આવી હાલત ન થઈ હોત! નીતુ એ વખતે સગર્ભા હતાં, દૃીકરી રિદ્ધિમા એમના ગર્ભમાં હતી. આવી નાજુક હાલતમાં પતિ તરફથી આ પ્રકારના મેણાંટોણાં સાંભળવા પડે ત્યારે સ્ત્રીની કેવી હાલત થાય. માંડ માંડ આ કપરો કાળ પસાર થયો.
લગ્ન પછી નીતુ કપૂરે ફિલ્મો સદૃંતર છોડી દૃીધી એટલે કપૂર ખાનદૃાનમાં વહુ-દૃીકરીઓને ફિલ્મોમાં કામ કરવાની પરવાનગી આપવામાં આવતી નથી એવી છાપ વધારે દૃઢ થઈ હતી કે. રિશી કહે છે, ‘હું હૃદૃય પર હાથ રાખીને કહું છું કે મેં નીતુ પર કયારેય કરીઅર છોડવાનું દૃબાણ નહોતું કર્યું,' રિશી આત્મકથામાં લખે છે, ‘લગ્ન પહેલાં જ અમે નકકી કરેલું કે બાળકો થશે ત્યારે અમારા બેમાંથી એકે કમાવાનું અને બીજાએ બચ્ચાં સંભાળવાનાં. હા, એક વાત હું કબૂલીશ કે મેં નીતુને ફરી કામ કરવા માટે ક્યારેય કન્વિન્સ પણ નહોતી કરી. ઇન ફેક્ટ, હું ઇચ્છતો હતો કે નીતુ બહાર કામ કરવા જવાને બદૃલે ઘરમાં જ રહે. મારા બચાવમાં હું એટલું કહી શકીશ કે મારા આ વિચારો પછી બદૃલાયા હતા.'
રિશી કપૂર જેવા ક્રોધી અને ખૂબ દૃારુ ઢીંચતા માણસ સાથે જીવવું સહેલું નથી. કપિલ શર્માએ પોતાના શોમાં નીતુને પૂછેલું: મેમ, તમને ક્યારેય એવો વિચાર આવેલો ખરો કે આ માણસને મૂકીને જતી રહું? એક પળનો પણ વિચાર કર્યા વિના નીતુએ જવાબ આપેલો: હા, રોજ. રિશીને છોડીને જતા રહેવાનો વિચારી મને રોજ આવે છે! ત્યાર બાદૃ હસતાં હસતાં નીતુએ ઉમેર્યું હતું કે પછી મને થાય કે ના ના, આ માણસમાં બુરાઈઓ હશે, પણ એનામાં પ્લસ પોઇન્ટ્સ પણ ઘણાં છે. રિશી કપૂર ખુદૃ કબુલે છે કે મારા જેવા માણસ સાથે આટલાં વર્ષો સંબંધ નિભાવવા બદૃલ નીતુને અવોર્ડ આપવો જોઈએ.
પટેલ શાદૃી કરે કે પંજાબી શાદૃી કરે, સૌનાં લગ્નજીવન તો આવાં જ હોવાનાં - ખાટા-મીઠા, કડવા-મધુરા અને લાકડાના લાડુ જેવાં, ખરું?
0 0 0

No comments:
Post a Comment