Wednesday, September 28, 2016

ટેક ઓફ: તૂ ખુદૃ કી ખોજ મેં નિકલ... તૂ કિસ લિયે હતાશ હૈ


સંદશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૬

ટેક ઓફ

જીવનમાં ક્યારેક ફોકસ ગુમાવી બેસીએ ત્યારે જાતને ઢંઢોળીને પૂછવું પડે છે કે મારે મૂળ ક્યાં જવું હતું? શું પામવું હતું? પ્રવાસ શરુ કર્યો ત્યારે નજર સામે ક્યાં લક્ષ્યો હતાં? તેને બદૃલે આ શું કરી રહ્યો છું અત્યારે? પોતાની આંખોમાં ખુદૃની નવી ઓળખ, સાચી ઓળખ, આત્મવિશ્ર્વાસથી છલકતો મિજાજ અને લક્ષ્ય પર ફોકસ થઈ ગયેલી સઘળી શકિતઓ... આના કરતાં વધારે ખૂબસૂરત બીજું કશું હોતું નથી.

‘પિ'ન્ક ફિલ્મ પૂરી થાય ત્યાં સુધીમાં તમે આ કહાની, પાત્રો, ફિલ્મનો મેસેજ અને રજૂઆતથી એટલી હદૃે અસ્થિર થઈ ચુક્યા હો છો કે ‘ધી એન્ડ' થતાંની સાથે તમે તરત જ ઓડિરોટિયમના એકિઝટ ગેટ તરફ ચાલવાનું શરુ કરી શકતા નથી. એન્ડ ક્રેડિટ્સ સ્ક્રોલ થઈ રહ્યા હોય તે દૃરમિયાન હજુ પણ તમારી સીટ પર જ બેઠા હો છો ત્યારે તમને એક અણધાર્યું બોનસ મળે છે. તે છે તનવીર ગાઝીએ લખેલી અને અમિતાભ બચ્ચનના ઘેઘૂર અવાજમાં ગૂંજતી એક અફલાતૂન કવિતા. ઢીલા પડી ગયેલા માણસને ધનુષ્યના પણછની  જેમ તંગ કરી દૃે એવી, પોતાને શકિતહીન માનવા લાગેલી વ્યકિતના શરીરની રગેરગમાં નવો જોશ અને નવી ઉર્જાનો સંચાર કરી દૃે તેવી આ રચના છે.  આને ભુલેચુકેય ફેમિનિસ્ટ કે નારીવાદૃી કવિતા ન ગણશો. આ માનવવાદૃી કવિતા છે. તે સૌને એકસરખી તીવ્રતાથી અપીલ કરે છે. આવો, આ કવિતાને આખેઆખી માણીએ.  

કવિ કહે છે -

તૂ ખુદૃ કી ખોજ મેં નિકલ
તૂ કિસ લિયે હતાશ હૈ
તૂ ચલ, તેરે વજૂદૃ કી સમય કો ભી તલાશ હૈ
સમય કો ભી તલાશ હૈ...

જીવન આસાન હોતું નથી. ઘારો કે આસાન લાગતું હોય તોય આ સ્મૂધ તબક્કો આખી િંજદૃગી ટકવાનો હોતો નથી. કેટલાંય પરિબળો, આસપાસની પરિસ્થિતિઓ અને જેની સાથે આપણે ઇચ્છાપૂર્વક કે અનીચ્છાએ જોડાયેલા છીએ તેવી વ્યકિતઓ આપણા જીવન પર અસર કરતાં હોય છે. આને લીધે આપણે ક્યારેક આપણું ફોકસ ગુમાવી બેસીએ છીએ.  જાતને ઢંઢોળીને પૂછવું પડે છે કે મારે મૂળ ક્યાં જવું હતું? શું પામવું હતું? પ્રવાસ શરુ કર્યો ત્યારે નજર સામે ક્યાં લક્ષ્યો હતાં? તેને બદૃલે આ શું કરી રહ્યો છું અત્યારે? આ કયો રસ્તો પકડી લીધો છે? બરાબર સમજાય છે કે ખોટી દિૃશામાં ફંટાઈ ગયા છીએ તો પણ કેમ અટકી જતા નથી? શા માટે ખોટા વહેણમાં ઢસડાયા કરીએ છીએ? શું એટલા માટે કે લાંબા સમયથી પકડી રાખેલો  રસ્તો ભલે ખોટો હોય તોય હવે એક ‘કમ્ફર્ટ ઝોન' બની ગયો છે? એમાં જીવવાની આદૃત પડી ગઈ છે? આ ઝોનમાંથી બહાર નીકળવાનો હવે ડર લાગે છે? એક સમાધાન કરી લીધુું છે જાત સાથે કે જે છે તે આ જ છે ને હવે આ જ રીતે િંજદૃગી પૂરી કરી નાખવાની છે?
એકધારું જૂઠ જીવ્યા કરવાથી આપણો માંહ્યલો, આપણો આત્મા પીડાયા કરે છે. એ ચીસો પાડીને આપણને કશુંક કહેતો હોય છે, પણ કાં તો આપણે જાણી જોઈને ધ્યાન-બહેરા થઈ જઈએ છીએ અથવા તો માંહ્યલાને ધમકાવીને ચુપ કરી દૃઈએ છીએ. આ સ્થિતિમાં જો સમયસર પરિવર્તન ન આવે તો શક્ય છે કે એટલે આપણી જ નજરમાં અપરિચિત બનવા લાગીએ. આપણું સત્ત્વ, આપણું સ્વત્ત્વ ગુમાવવા માંડીએ. આ સ્થિતિ તીવ્ર હતાશા જન્માવતી હોય છે. આથી જ કવિ કહે છે કે, તું શા માટે આટલો બધો ઉદૃાસ થઈને બેઠો છે, ભાઈ (અથવા બહેન)? તું શા માટે તારી અસલિયતને, તારી ઓરિજીનાલિટીને, તારા મૂળ વ્યકિતત્ત્વને ભુલી ગયો છે? તેને શોધતો કેમ નથી તું? કોણે બાંધી રાખ્યો છે તને?

દૃુનિયામાં બનાવટી માણસોનો તોટો નથી. કોમ્પ્રોમાઈઝ કરીને જીવી જીવનારાઓ ઊભરાઈ રહી છે આ ધરતી. આવી સ્થિતિમાં જરુર હોય છે સાચુકલું જીવન જીવી શકતા જેન્યુઈન માણસોની. આપણે ખુદૃનું વજૂદૃ શોધીશું અને કુદૃરતી રિધમ પ્રમાણે જીવીશું તો કેવળ આપણી જાત પર જ નહીં, લાંબા ગાળે આસપાસના માહોલ અને સમાજ પણ પણ ઉપકાર કર્યો ગણાશે.    

તનવીર ગાઝી આગળ લખે છે -

જો તુઝસે લિપટી બેડીયાં... સમજ ના ઇનકો વસ્ત્ર તૂ
યે બેડીયાં પિઘલા કે... બના લે ઇનકો શસ્ત્ર તૂ
બના લે ઇનકો શસ્ત્ર તૂ.

તૂ ખુદૃ કી ખોજ મેં નિકલ
તૂ કિસ લિયે હતાશ હૈ
તૂ ચલ, તેરા વજૂદૃ કી સમય કો ભી તલાશ હૈ 
સમય કો ભી તલાશ હૈ...આપણને બાંધી રાખતી ઝંઝીરોથી, બેડીઓથી ઘણી વાર આપણને પ્રેમ થઈ જતો હોય છે. આપણે સમજવું અને સ્વીકારવું પડશે કે આ બેડી જીવનરસને સૂકવી નાખતું બંધન છે, તે કોઈ આભૂષણ નથી. વસ્ત્ર તો બિલકુલ નથી. આપણને બાંધી રાખતી વસ્તુઓને તોડીફોડી નાખવાની હોય. અત્યાર સુધી જે ચીજ આપણને અવરોધરુપ બનીને ગૂંગળાવતી હતી તેને જ જો અસ્ત્ર કે  શસ્ત્ર તરીકે ઉપયોગ કરી શકીએ, કોઈક રીતે તેને આગળ વધવા માટેનો સ્ટેિંપગ સ્ટોન બનાવી શકીએ તો એના જેવું ઉત્તમ બીજું કશું નથી. ઘારો કે એમ ન થઈ શકે અને ખુદૃને આ હાનિકારક બંધનમાથી આઝાદૃ કરી શકીએ તોય ઘણું છે. તો હવે ઊભા છો શું? ચાલવા માંડો તમારી મંઝિલ તરફ. એકલા તમને જ મંઝિલ સુધી પહોંચવાની તાલાવેલી છે એવું નથી, મંઝિલ પણ ક્યારની તમારી રાહ જોઈને ઊભી છે.

ચરિત્ર જબ પવિત્ર હૈ... તો કયૂં હૈ યે દૃશા તેરી
યે પાપીયોં કો હક નહીં...કિ લેં પરીક્ષા તેરી.
કિ લેં પરીક્ષા તેરી....

તૂ ખુદૃ કી ખોજ મેં નિકલ
તૂ કિસ લિયે હતાશ હૈ
તૂ ચલ, તેરા વજૂદૃ કી સમય કો ભી તલાશ હૈ.
સમય કો ભી તલાશ હૈ...

કવિ પૂછે છે કે કઈ વાતની બીક ડરે છે તને ? જ્યારે તારો કશો વાંક જ નથી, તું નિર્દૃોષ - નિષ્પાપ - પવિત્ર છે, તારું મન સાફ છે તો પછી તું શા માટે આટલો સહમેલો અને ડરેલો રહે છે? અમુક માણસો વધારે પડતા સીધા અને સરળ હોય છે. તેમને છળકપટ કરતાં કે માઈન્ડ-ગેમ્સ રમતાં આવડતું નથી. સ્વભાવગત ભીરુતાને કારણે સામેવાળા દૃુષ્ટ કે અતિ ચાલાક માણસને એ ખોંખારો ખાઈને અટકાવી શકતો નથી, એનો વિરોધ કરી શકતા નથી. ઢીલો માણસ ચુપચાપ સહન કરી લે છે, મનમાં ને મનમાં પીડાયા કરે છે, ધૂંધવાયા રાખે છે. સામેવાળો આપોઆપ સુધરી જશે, વહેલામોડી એને પોતાની ભુલ સમજાશે ને પછી સૌ સારાં વાનાં થઈ જશે એવા વિશફુલ િંથિંકગમાં જીવ્યા કરે છે. આ રાહમાં ને રાહમાં વર્ષો વીતી જાય છે, િંજદૃગી વેડફાઈ જાય છે.
સ્વભાવના ‘સારા હોવું એક વાત છે, પણ નમાલા હોવું, દૃુર્બળ હોવું તે તદ્દન જુદૃી વાત છે. જો માણસ નિર્દૃોષ અને સાચો હોય તો એણે દૃુર્બળ બનવાનું કોઈ કારણ નથી. સચ્ચાઈ સ્વયં એક તાકાત છે અને સાચા માણસના વ્યકિતત્ત્વ અને વર્તન-વ્યવહારમાં તે ઝળકવી જ જોઈએ. શું ઈમાનદૃાર માણસે લબાડ દૃુર્જનોની દૃયા પર જીવવાનું છે? શું  બેશરમ પાપીઓ એની પરીક્ષા લેશે? એનું મૂલ્યાંકન કરશે? એણે કઈ રીતે જીવવું તે નક્કી કરી આપશે? ઔકાત શું હોય છે આ નફ્ફટ નૈતિકતાહીન છછૂંદૃરોની?

Tanveer Ghazi


વારંવાર આંખ આડા કાન કર્યા પછી પણ, વારંવાર માફ કરી દૃીધા પછી પણ, વધારે પડતું સહન કરી લીધા પછી પણ જો સામેવાળો ન સુધરે તો આ પ્રકારની સ્પષ્ટતા અને વિદ્રોહી જીદૃ પ્રગટી જવા જોઈએ. આત્મવિશ્ર્વાસનો અભાવ હશે તે નહીં જ ચાલે. કોન્ફિડન્સ વગરનો માણસ સાચો હોય તોય હેરાન થતો રહે છે. પોતાની જેન્યુઈન કાબેલિયત પર વિશ્ર્વાસ રાખવો જ પડે, પોતાની જાત પ્રત્યે શ્રદ્ધા પ્રગટાવવી જ પડે. જરુર હોય છે પોતાની અંદૃર ઝાંકવાની અને કાહ્લપનિક ડરથી પીછો છાડાવવાની. ભયમુકત થયા પછી -

જલા કે ભસ્મ કર ઉસે જો ક્રૂરતા કા જાલ હૈ
તૂ આરતી કી લૌ નહીં... તૂ ક્રોધ કી મશાલ હૈ
તૂ ક્રોધ કી મશાલ હૈ.

ચુનર ઉડા કે ધ્વજ બના... ગગન ભી કપકપાયેગા
અગર તેરી ચુનર ગીરી... તે એક ભૂકંપ આયેગા
એક ભૂકંપ આયેગા...

એકધારો અન્યાય સહન કરી રહેલા માણસનો પુણ્યપ્રકોપ વહેલામોડો પ્રગટતો હોય છે. એક પરાકાષ્ઠા પછી એના ક્રોધનો જ્વાળામુખી ફાટે છે. પૂજાની થાળીમાં ટમટમતી પવિત્ર જ્યોત મશાલની માફક ભડભડવા લાગે છે. ‘ઇનફ ઇઝ ઇનફ કહીને એ જ્યારે પ્રચંડ ત્રાડ પાડે છે ત્યારે અત્યાર સુધી એનું દૃમન કરવાની ચેષ્ટા કરનારો ભયથી કાંપી ઉઠે છે.

પોતાની આંખોમાં ખુદૃની નવી ઓળખ, સાચી ઓળખ, આત્મવિશ્ર્વાસથી છલકતો મિજાજ અને લક્ષ્ય પર ફોકસ થઈ ગયેલી સઘળી શકિતઓ... આના કરતાં વધારે ખૂબસૂરત બીજું કશું હોતું નથી. એટલે જ તો કવિ પુન: એક જ વાત ભારપૂર્વક કહે છે કે -        

તૂ ખુદૃ કી ખોજ મેં નિકલ
તૂ કિસ લિયે હતાશ હૈ
તૂ ચલ, તેેરે વજૂદૃ કી સમય કો ભી તલાશ હૈ
સમય કો ભી તલાશ હૈ...
                                                                             0 0 0 

1 comment:

  1. Shishirbhai... very well explained poem essence in detail. superb inspiring article & movie as well.

    ReplyDelete