Monday, July 4, 2016

મલ્ટિપ્લેક્સ: બેડ, અગ્લી અને શોકિંગ

Sandesh - Sanskaar Purti - 3 July 2016

મલ્ટિપ્લેક્સ

બોલિવૂડમાં તદ્દન ફૂવડ કક્ષાની સેક્સ કોમેડીથી માંડીને દિલ્હી બેલી જેવી પ્રમાણમાં વેલ-મેઈડ કહી શકાય એવી ફિલ્મો બનતી રહે છે. જુદા જુદા માધ્યમોને કારણે ફિલ્મમેકરો સામે હવે એટલી બધી મોકળાશ વધી ગઈ છે કે આપણે ત્યાં એક્સટ્રીમ સેક્સ કોમેડી નામનો નવો પ્રકાર ઈન્ટ્રોડ્યુસ થઈ ગયો છે. વેલ, ઓલમોસ્ટ. 'બ્રાહ્મણ નમન' ને આ પ્રકારની પહેલી ફિલ્મ ગણી શકાય.  જો ડિજિટલ મીડિયામાં આ ફિલ્મ  હહુ જોવાશે અને ચર્ચાશે તો એક્સ્ટ્રિમ સેક્સ કોમેડી જોનરમાં આ પ્રકારની ફ્લ્મિોની તડી બોલવાની છે. અમુક લોકો માટે આ ગુડ ન્યુઝ છે, અમુક માટે બેડ ન્યૂઝ અને અમુક માટે અગ્લી! 

રાતનો સમય છે. સમજો ને કે બાર-એક વાગ્યા હશે. અઢાર-વીસ વર્ષનો એક કોલેજિયન છોકરો પથારીમાંથી બેઠો થાય છે. પોતાના કમરામાંથી ધીમા પગલે બહાર આવે છે. ઘર મધ્યમવર્ગીય અને જૂના ઢબનું છે. પરસાળની પેલી બાજુ મમ્મી-પપ્પા એમના કમરામાં સૂતાં છે. પપ્પાનો નસકોરાંનો એકધારો અવાજ આવી રહૃાો છે. છોકરો હળવેથી મમ્મી-પપ્પાના બેડરૂમનું બારણું બહારથી બંધ કરે છે. છોકરાને જોવાવાળું ઘરમાં હવે કોઈ નથી. જુવાનિયો ક્ચિનમાં આવે છે. ફ્રીઝ પાસે જાય છે. પછી લેંઘાનું નાડું ખોલીને એ શરીરનો નીચેનો ભાગ ખુલ્લો કરી નાખે છે.

એક મિનિટ. આગળ વધતાં પહેલાં એક ક્ડક ચેતવણીઃ હવે પછીનું લખાણ સુરુચિ ભંગ થાય એવું છે. આથી જો તમે સુગાળવા હો તો મહેરબાની કરીને અહીં જ અટકી જજો. જો તમારી સુરુચિ લોંઠકી હોય તો જ આગળ વાચજો.
ઓલરાઈટ. તમે આગળ વાંચવાનું નક્કી  કર્યું જ છે તો સાંભળી લો કે પેલા અડધા નિર્વસ્ત્ર થઈ ગયેલા છોકરાને પોતાનો કામાવેગ શમાવવો છે. રેફ્રિજરેટરનું બારણું થોડુંક ખુલ્લું રાખીને એ ફ્રીઝમૈથુન કરે છે. પછી હળવોફુલ થઈ પોતાના ઓરડામાં જતો રહે છે.
'બ્રાહ્મણ નમનનામની ફ્લ્મિનો આ પહેલો જ સીન છે. ખાસ્સો લાંબો સીન છે આ. ઓડિટોરિયમમાં બેઠેલું આમંત્રિત ઓડિયન્સ પહેલાં તો સ્તબ્ધ થઈને જોયા કરે છે. આ શું ચાલી રહ્યું છે સ્ક્રીન પર? સીન પૂરો થતાં જ ઓચિંતા બધા ભાનમાં આવ્યા હોય તેમ હાસ્યનું મોજું ફરી વળે છે. અફ કોર્સ! આ કયુ નામના માથાફરેલા ભારતીય ફ્લ્મિમેકર ફ્લ્મિ છે. એ ય પાછી સેકસ-કેમેડી. આ તો શરૂઆત છે. આગળ આ સીનને સભ્ય અને સહ્ય ક્હેવાં પડે તેવાં અને અહીં લખી ન શકાય એવાં ખતરનાક દશ્યો આવે છે. આપણને થાય કે રાઇટર-ડિરેક્ટરનાં ભેજામાં આવા વિકૃત આઈડિયા કયાંથી આવતા હશે!
આ આખી વાતને 'વિકૃતશબ્દના લેન્સમાંથી જોતાં પહેલાં સમજી લો કે રેગ્યુલર ફ્લ્મિોના રસિયાઓ માટે કયુનું નામ ભલે અજાણ્યું હોયપણ સમાંતર ભારતીય સિનેમાની દુનિયામાં એ ખાસ્સા જાણીતા ફ્લ્મિમેકર છે. ભલે નાની સખ્યામાં તો નાની સંખ્યામાંપણ કયુના ચાહકો  જરૂર છે જેમને એમની તમામ ગતિવિધિઓમાં બહુ રસ પડતો હોય છે. 
ગયા સોમવારે મામી ફ્લ્મિ ક્લબ દ્વારા મુંબઈનાં એક ફેન્સી મલ્ટિપ્લેકસમાં એમની આ 'બ્રાહ્મણ નમન' નામની ફ્લ્મિનું પ્રિમીયર યોજાયું હતું. 'મામીએટલે 'મુંબઈ એકેડેમી ઓફ મૂવિંગ ઈમેજિસ'નું શોર્ટ ફોર્મ. ઊંચી પ્રતિષ્ઠા ધરાવતા મુંબઈ ફ્લ્મિ ફેસ્ટિવલનું આયોજન દર વર્ષે આ મામી દ્વારા કરવામાં આવે છે. મામીવાળાઓએ વિચાર્યું કે ફ્લ્મિ ફેસ્ટિવલ તો વર્ષમાં એક જ વાર યોજવાનો હોય. બાકીના દિવસોનું શુંઆથી આ વર્ષે 'મામી ફ્લ્મિ ક્લબ'ની સ્થાપના કરવામાં આવીજે રાઉન્ડ-ધ-યર જુદી જુદી ઈવેન્ટ ર્ક્યા કરશે. જેમ કે સિનેમાને લગતી  વર્કશોપ્સટોચના ફ્લ્મિમેકરો - એક્ટરો - ટેક્નિશિયનો સાથે માસ્ટરકલાસ (એટલે કે જાહેર ઈન્ટરવ્યૂ - પ્રશ્નોત્તરી)દુનિયાભરની ઉત્તમ અને અનસેન્સર્ડ ફ્લ્મિોનું સ્ક્રીનિંગ વગેરે.
મે મહિનામાં મામી ફ્લ્મિ કલબની પહેલી ઈવેન્ટ થઈ. બ્રિટનથી સર ઈઆન મેક્કેલન જેવા મોટું નામ ધરાવતા સિનિયર એક્ટરને ખાસ તેડાવવામાં આવ્યા (આપણે એમને 'લોર્ડ ઓફ ધ રિંગ્સ', 'એકસ-મેન'  વગેરે જેવી કેટલીય ફ્લ્મિોમાં જોયા છે). આ ઈવેન્ટમાં આમિર ખાને સર ઈઆન મેક્કેલન સાથે જાહેર પ્રશ્નોત્તરી કરી હતી ત્યારે  ઓડિયન્સમાં આખું બોલિવૂડ બેઠું હતું. મામી ફ્લ્મિ ક્લબની બીજી ઈવેન્ટ એટલે આ 'બ્રાહ્મણ નમન'નું ઇન્ડિયન પ્રીમિયર. અહીં 'ઈન્ડિયનશબ્દ જરૂરી છેકેમ કે 'બ્રાહ્મણ નમન' આ વખતના સનડાન્સ ફ્લ્મિ ફેસ્ટિવલ (અમેરિકા)માં ઓલરેડી દેખાડાઈ ચૂકી છે. અનુરાગ ક્શ્યપ બ્રાન્ડ ફ્લ્મિો યા તો ક્હો કે ફ્લ્મિ ફેસ્ટિવલ ટાઈપની સ્મોલ બજેટ ઇન્ડિયન ફ્લ્મિો સાથે સંક્ળાયેલા કેટલાંય ક્લાકાર-ક્સબીઓસિનેમાના સ્ટુડન્ટ્સઅઠંગ ફ્લ્મિપ્રેમીઓ અને મીડિયાની હાજરીને કારણે પ્રિમીયર ખાસ્સું હિટ-એન્ડ-હેપનિંગ પુરવાર થયું.   
Cast and crew of Brahman Naman

આમિર ખાનનાં પત્ની કિરણ રાવ 'મામી'નાં ચેરપર્સન છે. 'બ્રાહ્મણ નમન' આવતા શુક્રવારે નેટફ્લિકસ દ્વારા ડિજિટલ મીડિયમમાં રિલીઝ થવાની છેપણ એની પહેલાં મોટી સ્ક્રીન પર એનું સ્ક્રીનિંગ થઈ રહૃાું હોવાથી કિરણ રાવ ઉત્સાહથી થનગન થનગન થઈ રહૃાાં હતાં. 'બ્રાહ્મણ નમન'નો મેઈન હીરો શશાંક અરોરા છે. શશાંક અરોરા એટલે પેલી ખાસ્સી ચર્ચાયેલી 'તિતલી' ફ્લ્મિમાં જેણે ટાઈટલ રોલ ર્ક્યો હતો એ કઢંગી બોડી-લેંગ્વેજ ધરાવતો એકટર. 'તિતલી' જોયા પછી જ કયુએ શશાંક્ને આ ફ્લ્મિ માટે કાસ્ટ ર્ક્યો હતો. કયુનું આખું અને સાચું નામબાય ધ વેકૌશિક મુખર્જી છે. કૌશિક્નો સ્પેલિંગ જોકે તેઓ વિચિત્ર રીતે કરે છેઃ કયુ-એ-યુ-એસ-એચ-આઈ-કયુ. કયુની આખી પર્સનાલિટી જ વિચિત્ર છે. 'બ્રાહ્મણ નમન'નાં પ્રિમીયરમાં તેઓ લેધરનું સ્લીવલેસ ટીશર્ટ અને પીળી ફ્રેમવાળાં તોતિંગ ચશ્માં પહેરીને આવ્યા હતા.  
બંગાલી બાબુ કયુ મૂળ તો એડવર્ટાઈઝિંગ ફ્લ્ડિના માણસ. એમની 'ગાંડુ' (૨૦૧૦) નામની ફ્લ્મિે ફેસ્ટિવલ સરકિટમાં ખાસ્સા તરંગો સર્જ્યા હતા. બંગાળી ભાષામાં બનેલી અને ફ્રન્ટલ ન્યુડિટીવાળાં ગ્રાફિક સેક્સ સીન્સ ધરાવતી આ ફ્લ્મિને ન્યુયોર્કમાં યોજાયેલા સાઉથ એશિયન ઈન્ટરનેશનલ ફ્લ્મિ ફેસ્ટિવલમાં ગ્રાન્ડ જ્યુરી પ્રાઈઝ અને બેસ્ટ ડિરેક્ટરના અવોર્ડ્ઝ મળ્યા હતા. ઊભરતા ફ્લ્મિમેકરોએ બનાવેલી લો-બજેટ ઈન્ડિપેન્ડન્ટ ફ્લ્મિોને પ્લેટફોર્મ આપવા માટે સ્લેમડાન્સ ફ્લ્મિ ફેસ્ટિવલનું આયોજન પણ અમેરિકામાં થાય છે. તેમાં પણ 'ગાંડુ'એ ધ્યાન ખેંચ્યું હતું. સ્લેમડાન્સ ફ્લ્મિ ફેસ્ટિવલનું ય સારું નામ છે. ક્રિસ્ટોફર નોલન ('ઈન્સેપ્શન', 'ઈન્ટરસ્ટેલર') જેવા હોલિવૂડના ધરખમ ફ્લ્મિમેકર સૌથી પહેલાં આ ફેસ્ટિવલમાં ડિસ્ક્વર થયા હતા. 
કયુએ આઠેક ફ્લ્મિો બનાવી છે. આમાંની મોટા ભાગની બંગાળી છે. 0બ્રાહ્મણ નમન અંગ્રેજીમાં છે. શું છે ફ્લ્મિમાં૧૯૮૦ના દાયકો છેદક્ષિણ ભારત ફ્લ્મિનું લોકાલ છે (કારણ કે લેખક નમન રામચંદ્રન સાઉથ ઇન્ડિયન છે). ફ્લ્મિનો નાયક નમન જનોઈધારી તામ-બ્રામ અર્થાત તમિલ બ્રાહ્મણ છે. જુવાની ફૂંફડા મારી રહી હોવાથી કામાવેગને શાંત પાડવા દિમાગ કામ ન કરે એવાં અખતરા એ કરતો રહે છે. નમનના  દોસ્તારો પણ એના જેટલા જ મહાડેસ્પરેટ છે. ર્સ્ક્ટ પહેરેલી છોકરીને જોઈને તેમની ડાગળી ચસકી જાય છે. પોતાની વર્જિનિટીનો ભંગ કરવા તેઓ ઘાંઘા થયા છે. આ ટોળકી આમ પાછી ઈન્ટેલિજન્ટ છે. ક્વિઝ કેમ્પિટિશનમાં હંમેશા અવ્વલ આવે છે. તેથી છોકરીઓમાં તેમની છાપ સેફ છોકરાઓની છે! આ નમૂનાઓ છે ય એવા. દર વખતે અણીના સમયે ફસકી પડે છે. એક વાર તેમને નેશનલ લેવલની ક્વિઝ કેન્ટેસ્ટમાં ભાગ લેવાતેમને ક્લકત્તા જવાનો મોકો મળે છે. એમના મનમાં હવે બે જ વસ્તુ છે- ક્લકતા જઈને ક્વિઝ જીતી આવવાની અને કોઈ પણ ભોગે ખુદના કૌમાર્યનો ભંગ કરી આવવાનો. 
ફ્લ્મિમાં ઘણી બધી કન્યાઓ છે... અને સરપ્રાઈઝસરપ્રાઈઝ! રાજમાન રાજેશ્રીઇંગ્લેન્ડ નિવાસી શ્રી શ્રી વિજય માલ્યાનો સુપુત્ર સિદ્ધાર્થ માલ્યા પણ છે. ફ્લ્મિમાં ગાળોસેક્સિએસ્ટ ડાયલોગ્ઝ અને નગ્નતાની ભરમાર છે. આવી ભમરાળી ફ્લ્મિનાં ટાઈટલમાં જ બ્રાહ્મણ શબ્દ વપરાયો છે એટલે ક્ન્ટ્રોવર્સી પેદા કરવાનો ભરપૂર મસાલો પણ છે. ફ્લ્મિ જોકે કંઈ સતત કોમેડી કરવામાં સફળ રહેતી નથી. બૌદ્ધિક બનવાની લાહ્યમાં ફ્લ્મિના ડાયલોગ્ઝમાંથી ઘણી વાર કૃત્રિમતાની વાસ આવતી રહે છે.      
કોઈને ગમે કે ન ગમેપણ સેક્સ કોમેડી સિનેમાના અનેક પ્રકારોમાંનો એક પોપ્યુલર પ્રકાર છે એ તો સ્વીકારવું પડે. ભારતીય સિનેમામાં સેકસ કોમેડી અને ડબલ મીનિંગ ડાયલોગ્ઝ સંભવતઃ મરાઠી એક્ટર-પ્રોડયુસર દાદા કોંડકેએ પ્રચલિત કર્યા હતા. છેક ૧૯૪૦ના દાયકમાં બનેલી 'ધ મિરેક્લ ઓફ મોર્ગન્સ ક્રીક' હોલિવૂડની પહેલી પ્રોપર સેક્સ કેમેડી મનાય છે. આપણે ત્યાં બોલિવૂડમાં તદ્દન ફૂવડ કક્ષાની સેકસ કોમેડીથી માંડીને 'દિલ્હી બેલીજેવી વેલ-મેઈડ રમજી સેક્સી ફિલ્મો બનતી રહે છે. હવે કયુએ 'બ્રાહ્મણ નમન' બનાવીને ભારતીય સિનેમામાં એક્સ્ટ્રિમ સેકસ કોમેડી નામનો નવો પ્રકાર ઈન્ટ્રોડયુસ કરી નાખ્યો છે!

કયુની વેશભૂષા ભલે વિચિત્ર હોયપણ પ્રિમીયર વખતે સ્ક્રીનિંગ બાદ થયેલી પ્રશ્નોત્તરીમાં એમણે ઓડિયન્સને મજા કરાવી હતી. 'હું મારી જાતને ફ્લ્મિમેકર માનતો જ નથી,' તેઓ ક્હી રહૃાા હતા, 'મેં જે ક્ંઈ બનાવ્યું છે તે ક્ંગાલિયતમાં બનાવ્યું છે. ન પૈસા હોય,પૂરતા માણસો હોયઅરેસ્ક્રિપ્ટ પણ ના હોય. આ વખતે પહેલી વાર મારી પાસે બાઉન્ડ સ્ક્રિપ્ટ હતી!'        
'બ્રાહ્મણ નમનજેવી ફ્લ્મિ દ્વારા ફ્લ્મિમેકર શું કહેવા માગતો હોય છેક્શું જ નહીં. સિનેમા અભિવ્યકિતનું માધ્યમ છેસંદેશા આપવાનું માધ્યમ થોડું જ છે! અંતરંગી ફ્લ્મિમેકરો પાસે આમેય સમાજને સંદેશો આપવા જેવું હોય પણ શુંઆ ફ્લ્મિ ભલે અતિ વાયડી અને વિકૃત લાગેપણ એને બનાવનારાઓ ઠાવકા છે. તેઓ જાણે છે કે તેઓ શું બનાવી રહૃાા છે. ડિજિટલ મીડિયાને કારણે સેન્સર બોર્ડની ઉપાધિ કરવાની તેમને જરૂર નથી. કયુની હવે પછીની ફ્લ્મિ અનુરાગ ક્શ્યપ એન્ડ પાર્ટીનાં બેનર હેઠળ બની રહી છે. એમની જ અગાઉની કેઈ ફ્લ્મિની તે હિન્દી રિમેક છે.
જો 'બ્રાહ્મણ નમન' ડિજિટલ મીડિયામાં બહુ જોવાશે અને  ચર્ચાશે તો એક્સ્ટ્રિમ સેક્સ કોમેડી જોનરમાં આ પ્રકારની ફ્લ્મિોની તડી બોલવાની છે. અમુક લોકો માટે આ ગુડ ન્યુઝ છેઅમુક માટે બેડ ન્યૂઝ અને અમુક માટે અગ્લી! દર્શકેનો એક વર્ગ ચોખલિયા કે જજમેન્ટલ બનશે તો પણ ફ્લ્મિમેકરોનો ક્શો ફરક પડવાનો નથી. જે રીતે નવાં નવાં માધ્યમોને કારણે ફ્લ્મિમેકરો તેમજ ઓડિયન્સ સામે શકયતાઓના દરવાજા ખૂલી ગયા છે તે જોતાં ભવિષ્યમાં આ પ્રકારની શોક વેલ્યુ ધરાવતી ફ્લ્મિો માટે માનસિક રીતે તૈયાર રહૃાા વગર છૂટકો નથી.
0 0 0 

No comments:

Post a Comment