Saturday, April 9, 2016

મલ્ટિપ્લેક્સ : ABCA... એનીબડી કેન એકટ!

Sandesh - Sanskar Purti - 10 April 2016

મલ્ટિપ્લેક્સ


 જો EQ (ઈમોશનલ ક્વોશન્ટ) સારો હોય અને IQ (ઈન્ટેલિજન્સ ક્વોશન્ટ) ઠીકઠાક હોય તો કોઈ પણ માણસ એક્ટર બની શકે છે! ગુજરાતી સિનેમાના સફળતમ કાસ્ટિંગ ડિરેક્ટર અભિષેક શાહની વાતો સાંભળવા જેવી છે.


વિવારની એ સાંજે મુંબઈનાં પૃથ્વી થિયટેરના કાફેટેરિયામાં રોજ કરતાં સહેજ વધારે ચહલપહલ છે. જોકે આ જગ્યા એટલી મસ્તમજાની છે કે અહીંની ભીડભાડ પણ મીઠી લાગે છે. અભિષેક શાહ અને તમે કાફ્ેટેરિયાની લગભગ વચ્ચોવચ્ચ ગોઠવાઓ છો. લેપટોપ બેગ સાઈડમાં મૂકી ચાની ચૂસકી લઈને અભિષેક શરૂઆત કરે છેઃ  


'આજે સવારે જ અમદાવાદથી આવ્યોએક બાઈલિંગ્વલ ફ્લ્મિનાં કાસ્ટિંગ માટે. હિન્દી અને ગુજરાતી બન્નેમાં બની રહી છે આ ફ્લ્મિ. આવતી કાલે ઓડિશન છે.'
અભિષેક શાહ એટલે ગુજરાતી ફ્લ્મિ ઈન્ડસ્ટ્રીના સૌથી પ્રોપર અને સૌથી સફ્ળ કાસ્ટિંગ ડિરેક્ટર. ('પ્રોપરશબ્દ નીચે અદશ્ય અન્ડરલાઈન.) આપણે જેને ન્યુ વેવ ગુજરાતી સિનેમા કહીએ છીએ એેમાં છેલ્લાં ચારેક વર્ષ દરમિયાન જે કેટલાંક સરસ નામો ઊપસ્યાં છે એમાંનું એક નામ અભિષેક શાહનું પણ છે. ફ્લ્મિના મુખ્ય કલાકારો ભલે ડિરેક્ટર-પ્રોડયુસર નક્કી કરેપણ પૂરક ભુમિકાઓ માટે કલાકારો શોધવાની જવાબદારી કાસ્ટિંગ ડિરેક્ટરને સોંપવામાં આવે છે. અભિષેક શાહના બાયોડેટામાં 'બે યારઅને 'છેલ્લો દિવસજેવી બબ્બે હિટ ગુજરાતી ફ્લ્મિો બોલે છે. આગામી મહિનાઓમાંં આ લિસ્ટમાં બીજી ચાર ફ્લ્મિો ઉમેરાઈ જવાની છે - નિધિ પુરોહિત જોશી અને અમિત પટેલના ડિરેકશનમાં બની રહેલી 'આઈ વિશ', નીરવ બારોટની 'થઈ જશે', અભિષેક જૈનના સિનેમેન પ્રોડકશન્સ બેનરની મિખિલ મુસળેના ડિરેકશનવાળી અનટાઈટલ્ડ ફ્લ્મિ તેમજ હમણાં જેનો ઉલ્લેખ કર્યો એ રોન નાગની દ્વિભાષી ફ્લ્મિ. 
'ફ્લ્મિમેકર જેન્યુઈન હોયવાર્તા સરસ હોય અને પ્રોજેકટ સારી રીતે પાર પડશે એવી ખાતરી હોય તો જ હું કાસ્ટિંગની જવાબદારી સ્વીકારું છું,' અભિષેક શાહ કહે છે, 'એનું કારણ એ છે કે આ ત્રણેય પાસાં બરાબર ન હોય તો આગળ જતાં ગુણવત્તામાં કોમ્પ્રોમાઈઝ થવાનું શરૂ થઈ જાય છે.
અભિષેકનો કેળવાયેલો અવાજભાષાશુદ્ધિ અને એની વાતને શબ્દોમાં મૂકવાની રીત તરત તમારંુ ધ્યાન ખેંચે છે. અભિષેકની વાક્છટાનાં બે કારણો છે. એક તોતેઓ મૂળ રંગભૂમિના માણસ છે. બીજુંઓલ ઇન્ડિયા રેડિયોના વિવિધભારતી-અમદાવાદમાં અનાઉન્સર તેઓ તરીકે નવેક વર્ષથી સક્રિય છે. કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે એમની કરીઅર અનાયાસ લોન્ચ થઈ એનો જશ એમણે અમદાવાદની થિયેટર સર્કિટમાં રાઈટર-ડિરેક્ટર તરીકે કરેલાં કામને મળવો જોઈએ. 'તું લડશે અનામિકા', 'પ્રિય મિત્રસહિતનાં એમનાં સાત એકાંકીઓે બધું મળીને ૪૨ જેટલાં અવોર્ડ્ઝ જીતી ચૂકયાં છે. ઈન્ટરકોલેજિયેટ કોમ્પિટિશન જેવાં માધ્યમ થકી અભિનયની દુનિયામાં ઊભરીને સામે આવી રહેલાં અમદાવાદ-વડોદરા-સુરત-રાજકોટનાં નવાં તેજસ્વી છોકરા-છોકરીઓ પર અભિષેક શાહની બાજનજર હોય છે.  

'રંગભૂમિ મને અપાર સુખ અને સંતોષ તો આપ્યાં જ છેપણ આ પંદર વર્ષમાં મેં જે સંપર્કો બનાવ્યા છે તે મને આજે એક કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે ખૂબ ઉપયોગી બની રહૃાા છે,' અભિષેક શાહ કહે છે, 'બન્યું એવું કે અભિષેક જૈનની 'કેવી રીતે જઈશ'માં મારી વાઈફ્ તેજલે ભાભીનો રોલ કર્યો હતો. આ ફ્લ્મિના મેકિંગ દરમિયાન મેં અભિષેક જૈનને નાની-મોટી મદદ કરી હતી. અમારી વચ્ચે સરસ ટયુનિંગ થઈ ગયેલું. 'બે યાર'નું કામકાજ શરૂ થયું ત્યારે એમણે મને કહૃાંુ કે આ પિકચરની કાસ્ટિંગનું કામકાજ તમે સંભાળી લો. અગાઉ કયારેય મેં ઓફિશિયલી કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કર્યું નહોતુંપણ અભિષેક જૈનનો આગ્રહ હતો એટલે મેં જવાબદારી ઉપાડી લીધી.
જવાબદારી માત્ર ઉપાડી નહીં પણ સરસ રીતે નિભાવી જાણી. મજાની વાત એ છે કે 'છેલ્લો દિવસમાટે અભિષેક શાહે માત્ર પૂરક પાત્રો નહીંબલ્કે મુખ્ય કલાકારોની પસંદગી કરવાનું કામ પણ કર્યું છે.  
'તમે માનશોરાઈટર-ડિરેક્ટર કૃષ્ણકુમાર યાજ્ઞિાકે 'છેલ્લો દિવસ'ની વાર્તા સંભળાવી હતી ત્યારે મને જરાય નહોતી ગમી,' અભિષેક હસે છે, 'મેં એમને સ્પષ્ટ કહેલું કે આવી ફ્લ્મિ ન બનાવાય! અને આ વાતમાં હું સદંતર ખોટો પડયો!
'છેલ્લો દિવસ'ની અણધારી સફ્ળતાએ સૌને ચકિત કરી મૂકયા છે. જુવાનિયાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી આ સહેજ'જોખમીફ્લ્મિ વડીલો અને બાળકો-તરૂણોએ પણ જબરદસ્ત માણી છે.  
'આ ફ્લ્મિની કાસ્ટિંગ પ્રોેસેસ બહુ મજાની હતી,' અભિષેક શાહ કહે છે, 'પાંચેય મુખ્ય છોકરાઓ - મલ્હાર ઠાકર (વિકી)યશ સોની (નિખિલ)મિત્ર ગઢવી (લૉય)આર્જવ ત્રિવેદી (ધૂલો) અને મયૂર ચૌહાણ (નરેશ) થિયેટર આર્ટિસ્ટ્સ છે. આ પાંચેય જણા મારા પરિચયમાં હતા. એમની ક્ષમતાતેઓ શું અને કેવું કરી શકે તેમ છે તે હું જાણતો હતો. હું સામાન્યપણે ઓપન ઓડિશન્સ લેવાનું પસંદ કરતો નથી. આથી સમજોને કે 'છેલ્લો દિવસ'ના લગભગ બધા કલાકારો હેન્ડ-પિકડ છે.'  

ઓપન ઓડિશન એટલે 'ફ્લાણી તારીખે ફ્લ્મિના ઓડિશન છે... રસ ધરાવનારાઓ ફ્લાણી જગ્યાએઆટલા વાગે પહોંચી જવું'પ્રકારની જાહેરાત કરવી ને પછી ઉમટી પહેલા કલાકારોની અભિનયપ્રતિભાની વારાફ્રતી ચકાસણી કરવી. અભિષેક શાહને આ પદ્ધતિ ઓછી પસંદ છે. વર્ષોના અનુભવના આધારે કયો એકટર કયા રોલમાં ફ્ટિ બેસશે એનું ગણિત તેમના મનમાં આપોઆપ રચાઈ જતું હોય છે. ઉદાહરણ તરીકે, 'અમો-તમોફેમ કેન્ટીનબોય નરેશ ઉફ્ર્ નરીયાના કિરદાર માટે અભિષેકે ફ્કત એક જ એકટરને ઓડિશન માટે બોલાવેલો - મયૂર ચૌહાણને. અભિષેક જાણતા હતા કે લાંબોલચ્ચ કોમ્પ્લિકેટેડ ડાયલોગ્ઝ આ ટેલેન્ટેડ જુવાનિયો ચપડી વગાડતા યાદ કરી નાખશે અને તે પણ પરફેક્ટ આરોહઅવરોહ સાથે. એવું જ થયું. ઓડિશન વખતે એણે'અમો-તમો'વાળો સંવાદ તો મસ્ત રીતે બોલી બતાવ્યો જપણ એ ઉપરાંત 'અકૂપારનાટકનો અઢી પાનાનો એક મોનોલોગ પણ અદભુત રીતે પર્ફેર્મ કરી દેખાડયો. મયૂર ચૌહાણનું ઓડિશન એટલું અસરકારક રહૃાું કે કૃષ્ણકુમાર યાજ્ઞિાક અને ફ્લ્મિના ક્રિયેટિવ પ્રોડયુસર વૈશલ શાહે રીતસર ઊભા થઈને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું! પ્રાપ્તિ અજવાળિયાના કેસમાં આ વાતનું પુનરાવર્તન થયું. ઓડિશન વખતે એણે 'મારા માટે કોફી કેમ મગાઈ?'વાળો હવે યાદગાર બની ગયેલો ડાયલોગ એટલો અફ્લાતૂન રીતે બોલી બતાવ્યો હતો કે એનેય સ્ટેન્ડિંગ ઓવેશન મળેલું.  
'જોકે કૃષ્ણકુમાર ફ્લ્મિના મેઈન લીડ મલ્હાર ઠાકર માટે બહુ કન્વિન્સ્ડ નહોતા,' અભિષેક કહે છે, 'તૈયારીના ભાગ રુપે વર્કશોપ્સ ગોઠવ્યા ત્યારે પણ કન્વિન્સ નહોતા અને શૂટિંગ શરુ થયું તેના બે દિવસ પહેલાં પણ અવઢવમાં હતા. મેં કૃષ્ણકુમારને ખાતરી આપી કે પ્લીઝ તમે ચિંતા કર્યા વગર આગળ વધોમલ્હાર સરસ કામ કરશે એની ગેરંટી મારી! ...અને શૂટિંગ શરુ થયું એના લગભગ પહેલાં જ વીકમાં કૃષ્ણકુમારનો ફેન આવ્યો કે યારશું દાદુ એકિટંગ કરે છે આ છોકરો! બીજા બધા એકટરોને એ ફાડી ખાવાનો!

અભિષેક શાહનેફેર ધેટ મેટરકોઈ પણ સારા કાસ્ટિંગ ડિરેક્ટરને સામાન્યપણે બે પ્રકારના ફોન આવતા હોય છે. એક તોશૂટિંગ ચાલતુ હોય ત્યારે સેટ પરથી ખુશખુશાલ ડિરેક્ટરનો ફોન આવે કે બોસતમે સરસ એકટર શોધી આપ્યો છે. બીજું, ફિલ્મ રિલીઝ થઈ જાય પછી બીજા લોકોના ફોન આવે કે યારતમે કયાંથી શોધી લાવો છો આવી ટેલેન્ટ્સને! બસઆ પ્રકારની પ્રતિક્રિયાઓ જ કાસ્ટિંગ ડિરેક્ટરની સફ્ળતાનું પ્રમાણ છે. આજે 'છેલ્લો દિવસ'ના લીડ એકટર્સ સ્ટાર બની ગયા છે અને રિબન કાપીને ઉદઘાટન કરવાના ચિક્કાર રુપિયા ચાર્જ કરે છે! અને હાઆ ફ્લ્મિ હવે હિન્દીમાં બની રહી છે એ તમારી જાણ ખાતર.  
સામાન્ય સંજોગોમાં ઓપન ઓડિશન્સ પ્રિફર ન કરતા અભિષેકે આગામી 'આઈ વિશમાટે એમણે પોતાના ફેસબુક પેજ પર અનાઉન્સમેન્ટ કરી હતીજેના રિસ્પોન્સમાં સેંકડો ઉત્સુક કલાકારો ઓડિશન આપવા આવ્યા હતા. ત્રીજો રસ્તો છે, ફિલ્મના પ્રોડયુસર-ડિરેક્ટર કે મુખ્ય ટીમમાંથી કોઈ સીધા રિકમન્ડ કરે કે ભાઈફ્લાણા એકટર કે એકટ્રેસનું ઓડિશન લઈ જુઓને. આ રીતે પણ કયારેક સરસ આર્ટિસ્ટ મળી જતા હોય છે.  
'ઝૂમ ચેનલ પર પ્લેનેટ બોલિવૂડ નામનો એક શો આવે છે જેનો એન્કર એક ગુજરાતી છોકરો છે - તિશે. 'આઈ વિશ'ના ઓડિશનમાં એ મારા એક દોસ્તની ભલામણથી આવ્યો હતો. એના ગોરો-ચીટ્ટો પંજાબી લૂકબોડી લેંગ્વેજએે જે રીતે મારી સામે બેઠો અને વાત કરવાની શરુઆત કરી... ઈન્સટિંકટીવલી મને સમજાઈ ગયું કે મેઈન લીડ માટે આ પરફેક્ટ છોકરો છે. જુઓજે લોકો સારા એકટર છેજેનામાં પર્ફેર્મ કરી શકવાની ટેલેન્ટ છે એ તરત પરખાઈ જતાં હોય છે. સાથે સાથે હું એમ પણ માનું છું કે કોઈ પણ વ્યકિત એકટર બની શકે છેઅગાઉ કોઈ પણ પ્રકારની તાલીમ કે અનુભવ ન લીધા હોય તો પણ! હાએનામાં બુદ્ધિશકિત હોવી જોઈએએ વિચારી શકતી હોવી જોઈએ અને એને પાત્ર-પરિસ્થિતિને સમજતાં આવડતું હોવું જોઈએ. એકટર બનવા માટે આટલું પૂરતું છે!
મતલબ કે ABCA... એનીબડી કેન એકટ! શરત એટલી જ કે EQ (ઈમોશનલ કવોશન્ટ) સારો હોવો જોઈએ અને IQ (ઈન્ટેલિજન્સ કવોશન્ટ) ઠીકઠાક હોવો જોઈએ.  
'એ સિન્સિયર હોય તે પણ એટલું જ અગત્યનું છે,' અભિષેક શાહ તરત ઉમેરે છે, 'ઘણી વાર ઓડિશન આપવા આવતા આર્ટિસ્ટો આખી પ્રોસેસને કેઝ્યુઅલી લેતા હોય છે. તેઓ પૂરી તૈયારી કરીને આવતા નથી. આ યોગ્ય નથી. અફ્ કોર્સઆર્ટિસ્ટ ઓડિશન આપવા આવેે ત્યારે એને ડાયલોગ આપવામાં આવે જ છેપણ તે ઉપરાંત પણ એની પાસે પર્ફેર્મ કરવા માટે બીજી એકાદ-બે આઈટમ રેડી હોય તેવી અપેક્ષા રહે છે. કયારેક એવું બને કે ત્રણ-ચાર મિનિટના ડાયલોગના આધારે એકટરમાં કેવોક દમ છે તેનો પૂરો અંદાજ ન પણ મળે. આવી સ્થિતિમાં એને એનાં ખુદનાં કોઈ નાટકનો ડાયલોગ કે એવું કશુંક પર્ફેર્મ કરવાનું કહેવામાં આવે તો તે તેના માટે એ રેડી હોવો જોઈએ.
ફ્લ્મિમાં કામ કરવા માગતાં યુવાન છોકરા-છોકરીઓના ઉત્સાહની તો વાત જ શી કરવી. એમના માટે કાસ્ટિંગ ડિરેક્ટર એટલે એકટર બનવાનું સપનું સાકાર કરનાર મજબૂત સીડી. 

'આ યંગસ્ટર્સનો અપ્રોચ ઘણી વાર બરાબર હોતો નથી,' અભિષેક શાહ કહે છે, 'સૌથી પહેલાં તો તેઓ ફ્ેસબુક પર યા તો કોઈક રીતે મારો નંબર શોધીને મારો કોન્ટેકટ કરશે. હું તેમને કહું કે તમારા ફેટોગ્રાફ્સ અને જરુરી વિગતો મને ઈમેઈલ કરી દોયોગ્ય પ્રોજેકટ આવશે ત્યારે મારી ટીમ તમારો કોન્ટેકટ કરશે... પણ કેટલાય યંગસ્ટર્સમાં એટલી ધીરજ હોતી નથી. ફેસબુક પર,વોટ્સએપ પર કે એસએમએસથી એમની ઈન્કવાયરી શરુ થઈ જાયઃ સરમારા ફેટા મળી ગયાહવે અમારે શું કરવાનું?ઓડિશન માટે કયારે બોલાવશોઅમુક ઉત્સાહીઓ પોતાના પાંત્રીસ-ચાલીસ ફેટા ઈમેઈલ કરશે અને પછી બધ્ધેબધ્ધા વોટ્સઅપ પર પણ મોકલશે! અમુક જણા પોતાના ફેટા અને સેલ્ફી થોડા થોડા દિવસે મોકલ્યા જ કરે.... અને પછી મેસેજ કરીને ત્રણત્રણ કવેેશ્ચનમાર્ક ટાઈપ કરીને સવાલો કરેઃ સરમારા ફોટા જોયા??? કેવા લાગ્યા??? આઈ મીનતમે શું જવાબ આપો આ લોકોને?અને હું કશું રિસ્પોન્ડ ન કરંુ એટલે અમુકને વળી માઠું લાગી જાયઃ સરતમે વોટ્સએપ પર એક જવાબ પણ આપી શકતા નથીઆ યંગસ્ટર્સને મારે એટલું કહેવાનું છે કે ધીરજ રાખોપ્લીઝ! આ રીતે એકધારી ઈન્કવાયરી કરતા રહેવાનો કશો મતલબ નથી.'  
વેલઅભિષેક શાહે હવે 'ABCA... એનીબડી કેન એકટએ મંત્ર જાહેર કરી દીધો છે એટલે એમની ઉપાધિ ઓર વધવાની છે. અગાઉ કયારેય એકિટંગ કરવાનું વિચાર્યું ન હોય એવા લોકો પણ હવે એમના પર તડી બોલાવવાના! 

ઓલ ધ બેસ્ટઅભિષેક! 
0 0 0 

No comments:

Post a Comment