Friday, October 1, 2010

ફિલ્મ રિવ્યુઃ અંજાના અંજાની

હાલો આપઘાત-આપઘાત રમીએરણબીર અને પ્રિયંકાના અફલાતૂન પર્ફોર્મન્સીસવાળી આ ફિલ્મમાં એ જ બધું જૂનું ને જાણીતું છેરેટિંગ ઃ અઢી સ્ટારિફલ્મના પહેલાં જ સીનમાં રણબીર કપૂર ન્યુ યોર્કના એક ઉચા બ્રિજની ધાર પર હાલકડોલક થતો ઉભો છે. તેણે સોએક માળ જેટલી ચાઈ પરથી નીચે ખાબકવું છે. બાજુમાં બિયરની બાટલી લઈને બેઠેલી પ્રિયંકા ચોપડા એને ટિપ્સ આપી રહી છે અને ચિઅરઅપ કરી રહી છે. આપણને થાય કે ‘ખતરોં કે ખિલાડી’ શો ટીવી પરથી બિગ સ્ક્રીન પર શિફ્ટ થઈ ગયો કે શું. રણબીરને જોકે સ્ટંટ સફળતાપૂર્વક પૂરો કરીને સેફ્ટી બેન્ડ મેળવવામાં કોઈ રસ નથી. એને તો મરવું છે. થોડી મિનિટોમાં આપણને ખબર પડે કે ઘરેથી હાઈક્લાસ તૈયાર થઈને નીકળેલી પ્રિયંકાનો આશય પણ આપઘાત કરવાનો જ છે, પણ ડિરેક્ટર આપણને લાંબીલચ્ચ કથા સંભળાવવાના મૂડમાં હોય એટલે મોત એટલું આસાનીથી કેવી રીતે આવે. બન્ને પોતપોતાના રસ્તે ચાલતાં થાય છે. અને ફિલ્મ પણ.વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ ‘અંજાના અંજાની’. એ અલગ વાત છે કે ફિલ્મમાં અંજાન એટલે કે અજાણ્યું કહી શકાય એવું ખાસ કશું નથી. લોકાલ, લવસ્ટોરી, લેંગ્વેજ સહિતનું મોટા ભાગનું જૂનું ને જાણીતું છે. હા, રણબીર કપૂર અને પ્રિયંકા ચોપડાની જોડી નવી છે, જે સૉલિડ જામે છે.એક મૈં ઔર એક તૂમહત્ત્વાકાંક્ષી રણબીર શેરબજાર ક્રેશ થતાં ખુવાર થઈ જાય છે. પોતે તો ડૂબે છે, સાથે પોતાના દોસ્તોને પણ ડૂબાડે છે. હવે તેણે બ્રિજ પરથી કૂદી પડીને લિટરલી ડૂબવું છે, પણ ત્યાં તેને, આગળ કહ્યું તેમ, પ્રિયંકા ભટકાઈ જાય છે. સતત બડબડ કર્યા કરતી પ્રિયંકા પ્રેમભંગ થઈ છે. બન્ને પોતપોતાનો જીવ લેવાની બહુ ટ્રાય કરે છે પણ મારાં બેટાં દર વખતે બચી જાય છે. તેઓ નક્કી કરે છે કે ઓકે, આજે અગિયાર તારીખ થઈ, વીસ દિવસ ખેંચી કાઢીએ અને થર્ટીફર્સ્ટ ડિસેમ્બરે એક્ઝેટ રાતે બાર વાગે પાછાં પેલા બ્રિજ પર જઈશું ને ઝંપલાવી દઈશું. આ વચ્ચેના વીસ દિવસોમાં તેઓ જાતજાતનાં કારનામાં કરે છે, ખખડધજ લાલ કાર લઈને અમેરિકામાં રોડટ્રિપ પર ઉપડી જાય છે, વગેરે. દરમિયાન નેચરલી, બન્નેને એકબીજા માટે પ્રેમ જાગવા માંડે છે અને આખરે જે થવાનું હોય છે તે થાય છે.રોમાન્સ-રમૂજની પિડિક્ટિબલ ખીચડીઓપનિંગ સિકવન્સ જોઈને જ તમે સમજી જાઓ છો કે ફિલ્મના અંતિમ દશ્યમાં શું થવાનું છે. આ બન્ને બિંદુઓની વચ્ચે રાઈટર-ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે એન્ટરટેનિંગ મસાલા ભરવાની કોશિશ કરી છે. પહેલી નજરે ટિપિકલ લવસ્ટોરી લાગતી આ ફિલ્મ એક રીતે જોખમી છે. કેટલાંય દશ્યો એવાં છે, જેમાં લાગે કે આપણે દ્વિપાત્રી નાટક જોઈ રહ્યાં છીએ છે કે શું. અહીં પૂરક પાત્રો બહુ જ ઓછાં છે. પ્રિયંકાના માતાપિતા, બોયફ્રેન્ડ (ઝાયેદ ખાન), ચીસો પાડ્યા કરતી બહેનપણી અને છોકરાના પક્ષે તેના શેરબજારીયા મિત્રો. આ બધાં હળવા લસરકાની જેમ આવીને જતાં રહે છે. આખી ફિલ્મનો ભાર પ્રિયંકા-રણબીરના ચાર્મ, કેમિસ્ટ્રી અને અભિનય પર આવી પડ્યો છે, જે તેઓ ઉપાડી શક્યાં છે.પ્રિયંકા અને રણબીર વચ્ચે પરફેક્ટ કેમિસ્ટ્રી ન હોત તો આ ફિલ્મ ધા મોંએ પછડાત. સદભાગ્યે એવું બનતું નથી. ફિલ્મમાં ઘણી અળવીતરી મોમેન્ટ્સ છે. એક દશ્યમાં રણબીર પ્રિયંકા સમક્ષ દિલની વ્યથા વ્યક્ત કરતાં કહે છે કે તે હજુ સુધી વર્જિન રહી ગયો છે અને એ કાચો કુંવારો મરવા માગતો નથી. આ સાંભળીને દાંત કાઢી કાઢીને બેવડી (બન્ને અર્થમાં) વળી ગયેલી પ્રિયંકા પેલાની વજિર્નીટી ભંગ કરાવવા ક્લબમાં લઈ જાય છે. એક વાર રણબીરને મધદરિયે ડૂબકાં ખાતી વખતે વખતે પીપી લાગે છે, તો બીજા એક દશ્યમાં પ્રિયંકાને કોઈ ઉજ્જડ રણ જેવી જગ્યાએ સૂસૂ લાગે છે. હળવા થતાં પહેલાં એ રણબીરને કહે છેઃ તું ધો ફરી જા, આંખો મીંચી દે અને કાન પણ બંધ કરી દે. ડિરેક્ટર જાણે છે કે આ પ્રકારની ફિલ્મમાં રમૂજનો માપસર ડોઝ હોવો જરૂરી છે, જે તેમણે આપ્યો છે. ડિરેક્ટરને પાણી પ્રત્યે જરા વધુ પડતો પ્રેમ લાગે છે. બાપડાં રણબીર-પ્રિયંકાને તેમણે આખી ફિલ્મમાં કોણ જાણે કેટલીય વાર પાણીમાં ઝબોળ્યાં છે.રણબીર સુપર્બ સ્ટાર-એક્ટર છે તે વાત હવે જૂની થઈ ગઈ. અહીં એ હકીકત ફરી એક વાર ઘૂંટાય છે. ચુલબુલી, ઉત્સ્ફૂર્ત અને સંવેદનશીલ નાયિકાને પ્રિયંકાએ અફલાતૂન રીતે ઉપસાવી છે. આ એવું કિરદાર છે જેમાં તમે પ્રિયંકા સિવાય માત્ર કરીના કપૂરની કલ્પના કરી શકો. (રણબીર કરીનાનો કઝિન થાય એટલે હીરો બદલી નાખવો પડે.) ઈન ફેક્ટ, આ ફિલ્મ તમને ઘણી વાર ‘જબ વી મેટ’ની યાદ અપાવતી રહે છે, ખાસ કરીને સેકન્ડ હાફમાં. જો કે ‘જબ વી મેટ’ ફિલ્મ હવે ઓલમોસ્ટ મોડર્ન ક્લાસિક ફિલ્મોની સૂચિમાં બેસી ગઈ છે. ‘અંજાના અંજાની’માં એવું સત્ત્વ કે એટલી તાકાત નથી.રણબીર અને પ્રિયંકા બન્ને એક નંબરનાં કડકાં છે, પણ તોય એમની ડિઝાઈનર વસ્ત્રસજ્જા પર ક્યારેય અસર થતી નથી. એનું કારણ છે. ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ યશ ચોપડા-કરણ જોહર સ્કૂલના વિદ્યાર્થી છે. સિદ્ધાર્થ આનંદે અગાઉ ‘સલામ નમસ્તે’ અને ‘બચના અય હસીનો’ ડિરેક્ટ કરી હતી. ગુણવત્તાની દષ્ટિએ ‘અંજાના અંજાની’માં તેઓ પોતાની આગલી ફિલ્મો કરતાં ખાસ વધારે ઉપર ઉઠી શક્યા નથી. ઈન ફેક્ટ, આગલી બે ફિલ્મો આના કરતાં વધારે એન્ટરટેનિંગ હતી. ધરાર અમેરિકામં શૂટ થયેલી ‘અંજાના અંજાની’ને ભારતમાં આસાનીથી પ્લાન્ટ કરી શકાઈ હોત અને રવિ કે. ચંદર જેવા કાબેલ સિનેમેટોગ્રાફર સ્થાનિક લોકેશન્સને પણ એટલાં જ રૂપાળાં દેખાડી શકત. એની વે. ફિલ્મનો સૌથી મોટો માઈનસ પોઈન્ટ તો એની પ્રિડિક્ટિબિલીટી છે. ક્યાંય કશુંય એવંુ બનતું નથી, જે તમારી અપેક્ષા બહારનું હોય. ફિલ્મની ગતિશીલતા ઓછી પડે છે અને તેથી તે લાંબી લાગે છે. વિશાલ-શેખરનું સંગીત સરસ છે.‘અંજાના અંજાની’માં માસ અપીલ ભલે ઓછી હોય, પણ જો તમે રણબીર-પ્રિયંકાને ફેન હો યા તો કશુંક રોમેન્ટિક જોવાના મૂડમાં હો તો આ ફિલ્મ જોઈ કાઢવામાં કશું ખોટું નથી.૦૦૦

No comments:

Post a Comment