સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - બુધવાર - ૨૪ મે ૨૦૧૭
ટેક ઓફ
કંઈ જ ન કરવા કરતાં થોડું થોડું કરતા રહેવું સારું.એક આખો કલાક ખાલી મળે તો જ જિમમાં જઈશ એવું ન વિચારો. અડધી કલાક માટે, અરે, પા કલાક માટે પણ જિમમાં જઈ શકાય. પરિવાર સાથે એક આખું અઠવાડિયું હિલસ્ટેશન પર ગાળવા ન મળે તો પણ પત્ની સાથે સાંજે અડધીક કલાક તો ચાલવા જઈ જ શકાય.
આપણે તપસ્વી બનીને કામ કરવાના મૂડમાં હોઈએ ત્યારે આપણું ધ્યાન ભંગ કરવા માટે આસપાસ એટલી બધી મેનકા જેવી વસ્તુઓ હોય છે કે વાત ન પૂછો. દૃર બીજી મિનિટે ટપકી પડતા વોટસએપ મેસેજ, ફેસબુક નોટિફિકેશન, ઈમેઈલ, એસએમએસ, કમ્પ્યુટર સ્ક્રીન પર ઓિંચતા ખૂલી જતી ભળતીસળતી વિન્ડોઝ, ફોનકોલ્સ ને એવું તો કેટલુંય. આમાં માણસ સિન્સિયરલી કેવી રીતે કામ કરે? કેવી રીતે આપણે આપણું પર્ફોર્મન્સ સુધારી શકીએ? કેવી રીતે કામ, તબિયત, પરિવાર અને મોજમજાનું સંતુલન સાધી શકીએ?
રોન ફ્રિડમેન નામના એક અવોર્ડવિનિંગ અમેરિકન સાઈકોલોજિસ્ટે મોટી કંપનીઓ અને ઓફિસો ચલાવતા દૃુનિયાભરના સફળ લોકોનો એક સર્વે કર્યો. એ સૌએ જે જાતજાતની સાદૃી પણ ઘણી ઉપયોગી ટિપ્સ આપી તેના પર નજર ફેરવવા જેવી છે. આમાંથી કઈ ટિપ કયા મહાનુભાવની છે એવી બધી વિગતોમાં આપણે ન પડીએ. આપણને તો મમ્-મમ્થી મતલબ છે, ટપ-ટપથી નહીં, રાઈટ? સાંભળો:
- વર્ષમાં બે વખત હવે પછીના છ મહિનામાં શું શું કરવાનું છે, ક્યાં કામ પતાવવાનાં છે, કયાં કયાં ટાર્ગેટ અચીવ કરવાનાં છે તે વિશે બબ્બે ફકરા લખો. આ લખતી વખતે આપોઆપ માનસિક સ્પષ્ટતા થતી જશે કે ધારેલાં પ્રોજેકટ્સ પૂરાં કરવામાં કયા સંભવિત અવરોધો આવી શકે તેમ છે અને તે અવરોધોને ઓળંગવા માટે કેવી આગોતરી તૈયારી કરવી પડશે. આપણે સામાન્યપણે કામ પૂરું કર્યા પછી કે પરિણામ આવ્યા પછી પોસ્ટમોર્ટમ કરતા હોઈએ છીએ. અહીં પ્રી-મોર્ટમ કરવાની વાત છે.
- મહત્ત્વનું કામ એક જ બેઠકમાં પૂરું કરી નાખવાનો આગ્રહ રાખવાને બદૃલે થોડુંક કામ બાકી રાખી દૃેવું. આમ કરવાથી ફાયદૃો એ થશે કે તમારા મનમાં તે કામ વિશેના વિચારો ઘુમરાતા રહેશે. શકય છે કે તેને લીધે કશાક નવા આઈડિયા સ્ફૂરે અને કામને તમે વધારે ક્રિયેટિવ રીતે પૂરું કરી શકો. યાદૃ રહે, કામ અધૂરું રાખવું એટલે આળસુ બનવું કે ડેડલાઈનને બને એટલી પાછળ ધકેલ્યા કરવી એમ બિલકુલ નહીં. અહીં મુદ્દો કામને બહેતર શી રીતે કરવું તેની વાત છે.
- હવે પછી તમને કયારેય કામ કરતાં કરતાં સ્ટ્રેસનો અનુભવ થાય તો એ કામ થોડી વાર માટે એક બાજુ મૂકીને તમે બીજાઓ માટે શું કરી શકો તેમ છો તે બાબત પર ધ્યાન કેન્દ્રિત કરો. આપણા પોતાના કશાક કામમાં અટવાઈ ગયા હોઈએ, પણ શક્ય છેે કે બીજા કોઈનું કામ ચપટી વગાડતા કરી શકતા હોઈએ. તો આવું આસાન કામ કરી નાખવું. આમ કરવાથી ફાયદૃો એ થશે કે પરિસ્થિતિની લગામ હું મારા હાથમાં રાખી શકું છું તેવી લાગણી નવેસરથી જાગશે અને તમારા પોતાના અટકી પડેલા કામને ઊકેલવા માટે તમને વધારાનું બળ મળશે.
- કઠિન કામ હાથમાં લીધું હોય અને અધવચ્ચે અટકી પડીએ અને આગળ વધવા માટે મથવું પડે ત્યારે આપણે ફ્રેસ્ટ્રેટ થઈ જઈએ. બીજી વાર આવું કામ કરવાનું આવે ત્યારે આપણે ડરીને શરુ જ કરતાં નથી, સતત પાછળ ઠેલતા જઈએ અને સરવાળે હેરાન થઈએ છીએ. આપણામાંથી ઘણા લોકોને કામને પાછળ ઠેલ્યા કરવાની બૂરી આદૃત હોય છે તેનું એક કારણ આ પણ હોઈ શકે. કામ પાછળ ઠેલ્યા કરવાની વૃત્તિ પર અંકુશ મેળવવા માટે નક્કી કરો કે આ કામ પાછળ હું એક બેઠકમાં આટલો જ સમય ફાળવીશ. જેવી એ સમયમર્યાદૃા પૂરી થાય કે તરત ઊભા થઈ જવાનું. બ્રેક લઈ લેવાનો. કઠણાઈ આવે ને આગળ વધી નહીં જ શકાય એવું લાગે ત્યારે જ ઊભા થવાનું, એમ નહીં. નકકી કરેલા સમયે વિરામ લેવાથી શું થશે કે તમે જ્યારે કામ આગળ વધારવા બીજી વાર બેસશો ત્યારે આગળનો રસ્તો સ્પષ્ટ દૃેખાતો હોવાથી ઉત્સાહનો અનુભવ થશે અને તમે ફટાફટ આગળ વધી શકશો.
- દિૃવસભર ઉત્સાહ અને એનર્જી ટકી રહે તે માટે કામની સાથે મોજ પડે તેવી કોઈ પ્રવૃત્તિને જોડી દૃો. ઉદૃાહરણ તરીકે, ઇમેઈલ જેવો ઈનબોકસમાં ફેંકાય કે તરત ખોલીને વાંચવાની જરુર નથી હોતી. રોજ ઇમેઈલ વાંચવા અને જવાબ આપવા માટે ધારો કે તમે બપોરે ત્રણથી ચાર વાગ્યાનો સમય નક્કી કર્યો છે. તો તમારી બપોરની ચા કે કોફીને આ એક કલાક સાથે જોડી દૃો. મસ્સાલેદૃાર ચા પીતા પીતા ઇમેઈલનો ઢગલો સર્ફ કરવાની મજા આવશે. વધારે એકાગ્રતાની જરુર ન હોય એવું હળવું કામ કરતી વખતે સાથે સાથે મ્યુઝિક સાંભળી શકાય.
- મલ્ટિટાસ્કિંગ (એક સાથે બે કે તેનાથી વધારે કામ કરવા) વિશે મતમતાંતર છે. એક થિયરી કહે છે કે મલ્ટિટાસ્કિંગ ટાળવું જોઈએ. એકસાથે બે કામ કરશો તો એકેયમાં ભલી વાર નહીં હોય. બીજી થિયરી કહે છે કે સ્માર્ટલી મલ્ટિટાસ્કિંગ કરવામાં કશો વાંધો નથી. જેમ કે, તમને સવારે વોકિંગ કે જોગિંગની આદૃત હોય તો કાનમાં ઇયરપ્લગ ભરાવીને મ્યુઝિક સાંભળવાને બદૃલેે તે અડધી-એક કલાકનો ઉપયોગ કામ સંબંધિત પ્લાનિંગ કરવામાં કે નવા આઈડિયાઝ વિચારવામાં કરી શકાય. જોગિંગ-વોકિંગ કરતી વખતે દિૃમાગની ઘણી નવી નવી બારીઓ ખૂલતી હોય તેવો અસંખ્ય લોકોનો અનુભવ છે. શારીરિક સાથે માનસિક પ્રવૃત્તિનું કોમ્બિનેશન કરી શકાય. હા, બે ફિઝિકલ કામ કે બે મેન્ટલ કામ એકસાથે કરવાનું ટાળવું.
- કામ સંબંધિત સવાલો પૂછાય ત્યારે માણસના મનમાં અસલામતી, ડર અને ક્યારેક અપમાન જેવી લાગણી જાગી જતી હોય છે. આથી જો કોઈને કામને લગતો પ્રશ્ર્ન પૂછવો હોય તો ‘આને બદૃલે આપણે આવું કર્યું હોત તો કેવું થાત?, ‘આને બદૃલે આપણે આ રીત અજમાવી જોઈએ તો? આ રીતે વાત કરવી. સામેના માણસને ધમકાવવાને બદૃલે કે ખખડાવી નાખવાને બદૃલે નરમાશથી કામ લેવું.
- આપણા ખુદૃના વર્તન પર સતત નજર રાખવી. ખુદૃનું તટસ્થ રહીને મૂલ્યાંકન કરવું. તો જ બીજાઓના પ્રતિભાવ આપણે યોગ્ય રીતે સમજી શકીશું.
- એક્સરસાઈઝને તમારા રુટિનનો હિસ્સો બનાવી દૃો. દૃાખલા તરીકે, એવો રુટ પકડો જેમાં તમારે સામાન્ય કરતાં વધારે ચાલવું પડે. અથવા, દિૃવસની બીજી ચા કે કોફી પીતાં પહેલાં દૃાદૃરો ચડવાની કે બિલ્ડિંગ ફરતે ચકકર લગાવવાની શારીરિક પ્રવૃત્તિ કરો.
- આઠ કલાકની પાક્કી ઊંઘ લેવા માટે તમારે પથારીમાં કમસે કમ સાડાઆઠ કલાક વીતાવવા પડે. એકદૃમ કટ-ટુ-કટ સમયે પથારીમાં ન પડો. અડધી કલાક વહેલાં બેડરુમમાં જતા રહો.
- કંઈ જ ન કરવા કરતાં થોડું થોડું કરતા રહેવું સારું. એક આખો કલાક ખાલી મળે તો જ જિમમાં જઈશ એવું ન વિચારો. અડધી કલાક માટે, અરે, પા કલાક માટે પણ જિમમાં જઈ શકાય. વાઈફ અને બાળકોને લઈને હિલસ્ટેશન પર એક આખું અઠવાડિયું ગાળવા મળે તો સારું જ છે, પણ તે શકય ન બને તો પત્ની સાથે સાંજે અડધીક કલાક ચાલવા જઈ જ શકાય. બચ્ચાઓ સાથે પથારીમાં પડીને ભલેને દૃસ મિનિટ માટે તો દૃસ મિનિટ માટે પણ ચોપડીમાંથી વાર્તા સંભળાવી શકાય.
- આ જરા અજબ ટિપ છે. સાંભળો. જો તમે સાવ નવો જ આઈડિયા વિચારવા માગતા હો તો તમારું ટેબલ ખાલી ન હોવું જોઈએ! ટેબલ પર અસ્તવ્યસ્ત પડેલી જાતજાતની વસ્તુઓ જોઈને ક્યારેક સારી ક્રિયેટિવ સ્ફૂરણા થતી હોય છે!
- માત્ર ‘કોન્ટેકટ' બનાવવાના સ્વાર્થ સાથે લોકોને ન મળો. જેમને પણ મળો તેમનામાં જેન્યુઈન રસ લો. એ વ્યકિતને જાણો, સમજો. નેટવર્કિંગ કરવાની આ સાચી રીત છે. ઉપરછલ્લી રીતે નવા નવા લોકોને મળવાને બદૃલે જો આ વર્તુળ વધારશો તો નવી નવી તકો આપોઆપ સામે આવતી જશે.
- દૃર વખતે સાચા જ હોવાનો આગ્રહ ન રાખવો. આવા આગ્રહથી તમારી ટીમ પર લીડર તરીકેનો તમારો પ્રભાવ ઘટે છે. ભલે ક્યારેક ભુલો પણ થતી. કશો વાંધો નથી. પોતાની ટીમની સામે ભુલ ખેલદિૃલીપૂર્વક ભુલ કબૂલ કરવાથી તમે એમની સામે વધારે માનવીય, જેન્યુઈન અને આદૃરણીય બનશો.
- તમે હેલ્દૃી ફૂડના આગ્રહી છો એવી ઓફિસમાં (સાચી) છાપ પાડો. આને લીધે શું બનશે કે ઓફિસના દૃોસ્તો ભજિયા કે વડાપાઉં કે એવું કંઈ જન્ક ફૂડ બહારથી મગાવશે યા તો બિલ્ડિંગમાંથી નીચે ઉતરીને રોડના ખૂણા પર પાણીપુરી ખાવા જશે ત્યારે તમને બહુ આગ્રહ નહીં કરે!
- તમે ઘરેથી કામ કરતા હો ત્યારે ઘરનો એક ઓરડો અથવા ઓરડાનો ચોકકસ હિસ્સો તમારાં કામ માટે અલાયદૃો રાખો. આ હિસ્સામાં માત્ર તમારી કામ-સંબંધિત પ્રવૃત્તિઓ જ થવી જોઈએ. અહીં કોઈને તમારી ચીજવસ્તુઓને સ્પર્શવાની પરવાનગી ન હોવી જોઈએ કે જેથી તમે તમારાં કાગળિયાં, ફાઈલો વગેરે ગોઠવાયાં વગરનાં પડ્યાં હોય તો પણ સલામત રહે.
- તમારા આખા દિૃવસને પ્રવૃત્તિઓથી ખીચોખીચ ભરી ન દૃો. થોડો સમય ફાજલ રાખવો. ઉત્તમોત્તમ વિચારો તમને આ ફાજલ સમયમાં જ આવશે.
- પ્રેઝન્ટેશન આપવાનું હોય ત્યારે માત્ર શબ્દૃો અને આંકડાથી કામ ન ચલાવો. તેમાં ચિત્રો અને આકૃતિઓ પણ મૂકો. લખાણ કરતાં વિઝ્યુઅલ્સ હંમેશાં લોકોનું વધારે ધ્યાન આકર્ષિત કરે છે.
- નિષ્ફળ ગયેલા પ્રોજેકટનું વારંવાર પિષ્ટિંપજણ કરતા રહેવાને બદૃલે તમે ખુદૃને અને તમારી ટીમને આ સવાલ પૂછો: આ જ પ્રકારનો પ્રોજેકટ ભવિષ્યમાં કરવાનો આવશે ત્યારે એવી કઈ કઈ બાબતો છે જેના વિશે આપણને ઓલરેડી ખબર છે? એવી કઈ બાબતો છે જેના પર મહેનત કરવાની વધારે જરુર પડશે?
આ સિવાય પણ બીજી કેટલીક્ ટિપ્સ છે. આવતા બુધવારે.
000000000000
સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - બુધવાર - ૩૧ મે ૨૦૧૭
તમે સવારે ફોર્મમાં હો છો કે તમે રાતના રાજા છો?
ટેક ઓફ
ઘણા લોકો મહેનત તો ખૂબ કરે છે, પણ તેમને કામનો પૂરો સંતોષ મળતો નથી. તેઓ કાયમ થાકેલા રહે છે અને મન ઉચાટમાં રહે છે. ઓફિસમાં વધારે કલાકો આપવા છતાં ધારી પ્રગતિ કેમ થઈ રહી નથી તે વાત એમને પીડા આપતી રહે છે. આવું શા માટે બને છે?
વાત કામ, તબિયત, પરિવાર અને મોજમજા વચ્ચે શી રીતે સંતુલન જાળવી રાખવું તેના વિશે થઈ રહી હતી. રોન ફ્રિડમેન નામના એક અવોર્ડવિિંનગ અમેરિકન સાઈકોલોજિસ્ટે બેસ્ટસેલર નોન-ફિકશન પુસ્તક લખ્યું છે, જેનું ટાઈટલ છે, ‘ધ બેસ્ટ પ્લેસ ટુ વર્ક: ધ આર્ટ એન્ડ સાયન્સ ઓફ ક્રિયેિંટગ અન એકસ્ટ્રાઓર્ડિનરી વર્કપ્લેસ'. રોન કહે છે કે આપણે છાપાંઓમાં અને મેેગિઝનોનાં મુખપૃષ્ઠો પર અવારનવાર મહાન સ્પોર્ટ્સમેનની, શ્રેષ્ઠ ફિલ્મસ્ટાર્સની કે સફળ સંગીતકારોની તસવીરો જોઈએ છીએ. આ બધા ‘પીક પરફોમર્સ છે. પોતાની કળા કે કૌશલ્યને શિખર સુધી લઈ જનારા લોકો છે. સવાલ એ છે ક્ે માત્ર આ કક્ષાના સેલિબ્રિટીઝ જ ખૂબ મહેનત કરે છે એવું થોડું છે? રોજેરોજ ઓફિસ જઈને સારામાં સારી કામગીરી ક્રવાની નિષ્ઠાપૂર્વક કોશિશ કરતા મારા-તમારા જેવા લોકોનું શું? આપણે સ્ટેજ પર કે કેમેરા સામે કે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં કે રમતના મેદૃાન પર પરફોર્મ કરવાનું હોતું નથી, પણ આપણે રોજ ઓફિસ જઈને દિૃમાગને કસવાનું હોય છે. પહેલવાનો જેમ અખાડામાં ઉતરીને ઉધમપછાડ કરે છે તેમ આપણે ઓફિસમાં સતત માનસિક કુસ્તી કરવાની હોય છે.
રોન ફ્રિડમેને દૃુનિયાભરના કેટલાય સફળ પ્રોફેશન્સનો અભ્યાસ કર્યો, તેમની સાથે વાતચીત કરીને શી રીતે ઉત્તમ પરર્ફોમર બની શકાય તેમજ વ્યાવસાયિક જીવન અને અંગત જીવન વચ્ચે સંતલન સાધી શકાય તે વિશેની ટિપ્સ મેળવી. આમાંની અમુક્ સાદૃી પણ બહુ જ કામની સલાહો આપણે ગયા બુધવારે જોઈ હતી. આજે થોડી વધારે જોઈએ:
- રુટિન બદૃલવાથી કયારેક વિચારવાની રીત કે પરિસ્થિતિને નિહાળવાની દૃષ્ટિ બદૃલાતી હોય છે. જેમ કે, તમે રોજ સવારે કોઈ ચોકકસ પાર્કમાં ચાલવા જતા હો તો કયારેક બીજા કોઈ પાર્કમાં અથવા બીજા કોઈ રસ્તે ચાલવા જાઓ. ચાલતાં ચાલતાં એક જ પ્રકારનું સંગીત સાંભળવાને બદૃલે એમાંય પરિવર્તન કરો. એકધારા રુટિનથી ટેવાઈ રહેલા મનને આ રીતે ચેન્જ મળશે, એ વધારે સતર્ક અને સક્રિય બનશે.
- આપણી ઓફિસમાં અમુક નમૂનાઓ એવા હોય છે જેમની વાતોમાંથી કાયમ નેગેટિવિટી ટપકતી હોય છે. એને સામેના માણસને નીચા દૃેખાડવાની ટેવ હોય છે. એની સાથે વાત કરતાં જ આપણો મૂડ ખરાબ થઈ જતો હોય છે. આવાં તત્ત્વો સાથે હળવામળવાનું ટાળવું. એની સાથે ઓછામાં ઓછો પનારો પાડવો.
- કામ પાર ન પડે અથવા નિષ્ફળતા મળે ત્યારે ખેલદિૃલીપૂર્વક જવાબદૃારી સ્વીકારી લેવી. દૃોષનો ટોપલો બીજાઓ પર ઢોળવાને લીધે જવાબદૃારી પોતાના પર લેવાથી આપણું ધ્યાન હવે પછીનો પ્રોજેકટમાં શી રીતે ઓછામાં ઓછી ભુલો કરીને વધુમાં વધુ સફળતા મેળવવા પર ફોકસ થશે.
- જે કામમાં તમારા ઇન્વોન્વમેન્ટની જરુર ન હોય અથવા જેને લીધે તમને ખુદૃને ખાસ ફાયદૃો થવાનો ન હોય તે બીજાઓને સોંપતા અથવા વહેંચતા શીખી જવું. જેમ કે, બિલો ભરવાનું કે ઘર અથવા ઓફિસ માટે નાનીમોટી ચીજવસ્તુઓ ખરીદૃવાનું કામ તમે આસાનીથી કરી શકો છો, પણ આવાં ઝીણાં ઝીણાં કામ ઘણો સમય ખાઈ જાય છે. શક્ય હોય તો આ પ્રકારનાં રુટિન કામ અન્યોને સોંપી દૃઈ તમે એવી વસ્તુઓમાં ધ્યાન કેન્દ્રિત કરો, જેમાં ખરેખર તમારી જરુર હોય અને જે સાચા અર્થમાં પ્રોડક્ટિવ હોય.
- અનેક વાર કહેવાઈ ગયેલી આ વાત વારેવારે દૃોહરાવીએ, કેમ કે તે ખૂબ મહત્ત્વની છે. કામ કરવા બેસો ત્યારે તમારા મોબાઈલનું ઇન્ટરનેટ કનેકશન ઓફ કરીને ફોન દૃૂર મૂકી દૃો. તમારો હાથ કે નજર ન પહોંચે એટલો દૃૂર. જો અર્જન્ટ કોલ આવવાનો ન હોય તો ફોન મ્યુટ કરી નાખવો ઉત્તમ. આવું જ કમ્પ્યુટરનું. કામ કરતી વખતે વાઈફાઈ બંધ કરી ક્મ્પ્યુટરને ઇન્ટરનેટની મુક્ત ક્રી દૃેવાનું કે જેથી વારે ઘડીએ ફેસબુક પર આંટો મારવાનું કે ઈમેઈલ ચેક કરવાનું મન ન થાય. મુખ્ય મુદ્દો આ છે: આપણું અટેન્શન મેનેજમેન્ટ મજબૂત હોવું જોઈએ.
- આ જ વાત કોઈએ જરા જુદૃી રીતે કોઈએ કહી છે. કામની ઊંચી ગુણવત્તા જાળવી રાખવા માટે દિૃમાગને પૂરતો આરામ આપવો પડે. તેથી કામના કલાકોની વચ્ચે એકાદૃ-બે નાના ઇન્ટરવલ રાખવા. આ ઇન્ટરવલ દૃરમિયાન ચાલવા જઈ શકાય. લંચબે્રક વખતે ઘણા લોકો ખાતાં ખાતાં કમ્પ્યુટર સ્ક્રીન પર કશુંક વાંચતા રહે છે. આવું ન કરવું. ભોજન વખતે ફક્ત ભોજન લેવું. ઓફિસ અવર્સ પૂરા થઈ ગયા પછી, જો કશી અરજન્સી ન હોય તો, કામ સંબંધિત ઇમેઈલ્સ કે મેસેજીસ ચેક ન કરવા. ઓફિસનું કામ અને ટેન્શન ઘરે ન લાવવાં. ઘરમાં હો એ સમય તમારા પોતાના માટે છે, તમારા પરિવાર માટે છે. ઘરમાં ફોન સતત ખિસ્સામાં કે હાથવગો રાખવાને બદૃલે શક્ય હોય તો બીજા ઓરડામાં મૂકી દૃેવો.
રોન ફ્રિડમેને પ્રોફેશનલ લાઈફ સાથે સંકળાયેલી કેટલીક ખોટી માન્યતાઓ વિશે પણ વાત કરી છે. ઘણા લોકો ખૂબ મહેનત કરે છે, પણ તેમને કામનો પૂરો સંતોષ મળતો નથી. તેઓ કાયમ થાકેલા રહે છે, એમનું મન ઉચાટમાં રહે છે, રોજ ઓફિસથી મોડા નીકળતા હોવા છતાં ધારી પ્રગતિ કેમ થઈ રહી નથી તે વાત એમને પીડા આપતી રહે છે. ઘરે પહોંચ્યા પછી એમનો મૂડ ઠેકાણે ન હોય એટલે ઘરના સભ્યો સાથે વાત કરવાનું કે એમની સાથે પૂરતો સમય પસાર કરવાનું મન ન થાય. આવી સ્થિતિ લાંબી ખેંચાય એટલે પારિવારિક સંબંધો પર માઠી અસર થવા લાગે.
આવું શા માટે થાય છે? કારણ એ નથી હોતું કે તેઓ પૂરતી મહેનત કરતા નથી, બલ્કે, કારણ કદૃાચ એ હોઈ શકે છે કે તેઓ જરુર કરતાં વધારે મહેનત કરતા હોય. શકય છે કે તેમની મહેનત કરવાની રીત સાચી ન હોય. રોન ફ્રિડમેન કહે છે કે અનેક સંશોધનો અને પ્રયોગો પરથી પૂરવાર થયું છે કે પ્રોડક્ટિવિટી અને બોડી ડિઝાઈન વચ્ચે સીધો સંંબંધ છે. અમુક લોકોનું શારીરિક તંત્ર એવી રીતે ડિઝાઈન થયું હોય છે કે એ સવારના ભાગમાં સારામાં સારું કામ કરી શકે છે. અમુક લોકો સાંજે ખરેખરા ફોર્મમાં આવતા હોય છે. કોઈ વળી રાતના રાજા હોય છે. દિૃવસ ઊગે એટલે સૌથી અગત્યનાં કે સૌથી અઘરાં કામ સૌથી પહેલાં કરી નાખવાં એવો કોઈ નિયમ નથી. તમે નક્કી કરો કે દિૃવસના કયા હિસ્સામાં તમારું દિૃમાગ સૌથી વધારે દૃોડે છે? દિૃવસમાં ક્યારે તમે સૌથી વધારે શાર્પ, એલર્ટ અને ક્રિયેટિવ હો છે? લંચટાઈમ પહેલાં? બપોરની ચા પીધા પછી? રાત્રે? આ જવાબના આધારે કયું કામ ક્યારે કરવું તે નક્કી કરો.
કાગળ પર મોટા અક્ષરે સ્કેચપેનથી આજે કરવાનાં કામોનું લિસ્ટ બનાવો. પછી આ લિસ્ટને તમારા ટેબલ પર એવી રીતે ગોઠવો કે જેથી તમારું ધ્યાન સતત તેના તરફ જાય અને તમને રિમાઈન્ડર મળતું રહે. મોબાઈલ અથવા કાંડાઘડિયાળમાં એલાર્મ પણ સેટ કરી શકાય. કામ શરુ કરવાનું હોય તે નહીં, પણ કામ પૂરું કરવાનું હોય તે સમય સેટ કરવો કે જેથી ખબર પડે કે જે-તે કામ કયારે અટકાવવાનું છે અને ક્યારે નવું કામ શરુ કરવાનું છે.
આપણે કઈ રીતે અને કેવી સ્થિતિમાં સારામાં સારું કામ કરી શકીએ છીએ તે આપણે જાણતા જ હોઈએ છીએ. બીજાઓની ટિપ્સ પર શા માટે આધાર રાખવો? આપણે ખુદૃના નિયમો બનાવવા અને તેને શિસ્તપૂર્વક વળગી રહેવાનું. સિમ્પલ.
0 0 0

No comments:
Post a Comment