Monday, July 25, 2016

મલ્ટિપ્લેક્સ: કરણ જોહરની કોલમમાં એવું તે શું છે?

Sandesh - Sanskar Purti - 24 July 2016

મલ્ટિપ્લેક્સ

એકાએક કરણ જોહરની બ્રાન્ડ-ન્યુ કોલમ ચર્ચામાં આવી ગઈ છે. ખાસ્સી પ્રામાણિકતાથી અને બહુ સ્માટર્લી એ કહેવા જેવું ને કહેવા જેવું ઘણું બધું પોતાની કોલમમાં લખે છે. 



બોલિવૂડને લખ-વા લાગુ પડયો છે કે શુંટ્વિન્કલ ખન્ના પછી હવે હવે ટોચના ફ્લ્મિમેકર-ડિરેકટર કરણ જોહર કોલમનિસ્ટ તરીકે મેદાનમાં ઉતર્યા છે. ડિજિટલ મીડિયામાં 'કરન્ટ અફેર્સનામે તરતી મૂકાતી એમની અંગ્રેજી કોલમ પહેલા જ લેખથી સુપરહિટ થઈ ગઈ છે. કાતિલ સેન્સ-ઓફ્-હૃાુમર ધરાવતા કરણ આશ્ચર્ય થાય એટલી પારદર્શકતાથી પોતાની કોલમ લખે છે. ફ્લ્મિ ઈન્ડસ્ટ્રી વિશેહાઈ સોસાયટી વિશેજેના વિશે સતત કાનાફૂસી થતી રહી છે અને જેના વિશે એણે હજુ સુધી સોઈઝાટકીને વાત કરી નહોતી એવી પોતાની સેકસ્યુઆલિટી વિશે. કરણના લેખોમાંથી કેટલાક રસપ્રદ અંશો અહીં પ્રસ્તુત છે. ઓવર ટુ કરણ જોહર...

સવારે ઊઠતાંની સાથે જ આપણે જૂઠું બોલવાનું શરુ કરી દઈએ છીએ. વચ્ચે મેં દિવસ દરમિયાન કેટલી વાર ખોટું બોલાય છે તે ગણવાની કોશિશ કરેલીપણ આંકડો એવો ઘડાઘડ વધતો જતો હતો કે મેં ગણવાનું બંધ કરી નાખ્યું.
લોકો મને પોતાની ફ્લ્મિોના ટ્રાયલમાં બોલાવતા હોય છે. ફ્લ્મિ પૂરી થયા પછી  'કેવી લાગી?' એવો સવાલ પૂછાય ત્યારે હું કયારેય સાચું બોલી શકતો નથી. હું વધારે પડતા વખાણ કરી નાખું છું. (મારી એક સમસ્યા છે. હું મારી જાતને 'મિસ કન્જિનિયાલિટીમાનું છું. હું બધાની ગુડ બુકસમાં જ હોઉં એવો મારો આગ્રહ હોય છે. આ લવ ટુ બી લવ્ડ.) જો હું પ્રિવ્યુ શોમાં બહુ ન બોલી શકું તો પછી ટ્વિટર પર એક લીટીનો  મધમીઠો રિવ્યુ લખીને પાછળ ચાર-પાંચ આશ્ચર્યચિન્હો ઠઠાડી દઉં છું. કયારેક મને થાય કે મને ફ્લ્મિ જેટલી ગમી હોય એટલા જ પ્રમાણમાં વખાણ કરવા જોઈએપણ પછી મને થાય કે આટલા વખાણ ઓછા પડશે તોએ લોકોને એવું લાગશે તો કે મને ફ્લ્મિ જરાય ગમી નથીમને શું લાગ્યું છે તે વિશે લોકોને કેવું લાગશે તે વિચારી-વિચારીને હું મારી જાતને રીતસર ટોર્ચર કરતો હોઉં છું. એટલે પછી હું જુઠું બોલ્યા જ કરું છુંબોલ્યા જ કરું છું.
મને આશ્વાસન માત્ર એ વાતનું છે કે આવું કરવાવાળો હું એકલો નથી. મારી આસપાસના બધા જ લોકો જુદા જુદા કારણસર જુઠું બોલતા હોય છે. જેમ કે -
'ઓહ બેબીશું અફ્લાતૂન એકિટંગ કરી છે તેં!' (નાસાવ ભંગાર એકિટંગ હતી તારી. હવે મહેરબાની કરીને ફોન મૂક એટલે મારો ફેવરિટ ટીવી શો જોઈ શકું.)
'કીપ ઈન ટચનો?' (મહેરબાની કરીને હવે પછી મને કયારેય મળતો (કે મળતી) નહીં. તું આ પૃથ્વી છોડીને જતો રહે કે બીજા બ્રહ્માંડમાં ટ્રાન્સફર થઈ જાઆઈ ડોન્ટ કેર. મરવું પડે તો મરી જા અને જો મરે તો હું બહારગામ ગયો હોઉં ત્યારે મરજે કે જેથી તારી સ્મશાનયાત્રામાં મારે લાંબા થવું ન પડે.)
'કેટલો સરસ ડ્રેસ પહેર્યો છે તેં...' (નાજરાય નહીં. આ ડ્રેસમાં તો તું દુનિયાની આઠમી અજાયબી નહીં પણ આઠમા બ્લન્ડર જેવી લાગે છે.)
'ઓહતું કેટલી (કે કેટલો) ફ્રેશ દેખાય છે! વેકેશન લીધું લાગે છેકેમ?' (જુવાન દેખાવા તું આઈબ્રોની આસપાસની સ્કિન ટાઈટ કરાવી આવી છે તે ચોખ્ખું દેખાય છે. તને નેણ અને કપાળ દુખતાં નથી બોટોકસ સર્જરીને લીધે?)
આપણે આપણા સ્વજનો અને પ્રિયજનો સામે પણ ખોટું બોલીએ છીએ. આપણને ડર હોય છે કે સાચું બોલીશું તો એનું દિલ દુભાશે યા તો ચિંતા કરશે. આ પ્રકારના જૂઠ સામેના માણસની ભલાઈ માટે હોય છે. શૂટિંગ વખતે કેટલીય એવું બને છે કે એકટરે સાવ ભંગાર શોટ આપ્યો હોય તોય હું એને કહું છું કે તેં સારો શોટ આપ્યોકેમ કે મને ચિંતા હોય છે કે હું સાચું બોલીશ તો એ સેટ છોડીને નાસી જશે ને મારું શૂટિંગ રઝળી પડશે. હું એ પણ જાણતો હોઉં છું કે જે કંઈ મારા મનમાં છે તે સઘળું યથાતથ બોલવાનું રાખીશ તો કોઈ સ્ટાર મારા ટોક-શોમાં નહીં આવેકોઈ મારી પિકચરોમાં કામ નહીં કરે અને મારી પાર્ટીઓમાં કાગડા ઊડશે. હું કંઈ પ્રામાણિકતા જેવી વસ્તુ માટે મારા સામાજિક સ્ટેટસનું  બલિદાન ન દઈ શકું. પ્રામાણિકતા ઉત્તમ ગુણ છેપણ મને લાગે છે કે તે ઓવર-રેટેડ છે.
                                                     0 0 0 

સ્ટ્રિયાની એક હેલ્થ કિલનિકની મુલાકાત લઈને હમણાં જ પાછો ર્ફ્યો છું ને મારા મનમાં હેલ્થને લગતા જે કોઈ ખ્યાલો હતા તે બધા ઉલટપૂલટ થઈ ચુકયા છે. હું ગયો ત્યારે મારાં આંતરડામાં ગરબડ હતીહિમોગ્લોબીન કાઉન્ટ ભયંકર ઓછો હતો. 

એ લોકોએ મારી સામે દયાભરી નજરે જોઈને કહૃાું કે તમને લેકટોઝ અને ફ્રુકટોઝ સદતા નથીગ્લટન (ઘઉં અને અન્ય ધાન્યમાંથી મળતો એક પ્રકારનો પ્રોટીન) તો તમારા માટે દુશ્મન સમાન છે. લોબોલો. આખી જિંદગી હું સાંભળતો આવ્યો છું કે વજન ગુમાવવા માટે આપણે સામાન્યપણે જે ખાતા હોય છે તે રોટલી અને શાક જ ખાવાંબીજું બધું છોડી દેવુંપણ ઓસ્ટ્રિયાની વિઝિટ પછી હવે રોટલી પર ચોકડી મૂકાઈ ગઈ છે કેમ કે રોટલી ઘઉંમાંથી બને છે અને હું ગ્લટન-ઈન્ટોલરન્ટ છું. મને કહેવામાં આવ્યું કે રોટલીને બદલે ભાત ખાવા. બ્રાઉન નહીં, પણ વ્હાઈટ રાઈસકેમ કે બ્રાઉન રાઈસ પચવામાં ભારે હોય છે. મતલબ કે છેલ્લા કેટલાય સમયથી થાળીમાંથી ગાયબ થઈ ગેયલા વ્હાઈટ રાઈસ પાછા ગોઠવાઈ ગયા છે. આખી જિંદગી હું બટાટાથી દૂર રહૃાો છુંપણ હવે મને કહેવામાં આવ્યું છે કે મારે બટેટા સાથે દોસ્તી કરવાની છે. અગાઉ ફ્રેન્ચ ફ્રાઈઝ (બટેટાની તળેલી ચીરીઓ)ને હું એવી રીતે જોતો જાણે તેે કોઈ મિસાઈલ હોય ને મારા પર અટેક કરીને તે મારી કમરને કમરો બનાવી નાખવાની હોય. હવે તમે જ કહો, મારે શું સાચું માનવું? અગાઉના નિયમોનેે કે નવા નિયમોને? મારે કયા સિદ્ધાંતોને અનુસરવું?  

લાગે છે કે ફૂડ સાથેનો મારો સંબંધ (અને એની સાથે સંકળાયેલી સમસ્યાઓ) એવા છે જેવા મોટા ભાગના લોકોને  સેકસમાં મામલામાં હોય છે! બેવફાઈ હવે એક સ્વીકૃત ઘટના બની ગઈ છે. બધાને બધી ખબર હોય છે પણ હવે કોઈ કંઈ બોલતું નથી કે ચુકાદો તોળતું નથી. જેમ ખાવાપીવાના મામલામાં કોઈ એક સિદ્ધાંત હોતો નથી તેવું જ પ્રેમના મામલામાં છે. કામવાસના અને નૈતિકતા આ બે વચ્ચેના યુદ્ધમાં વિજેતા કોણ છે તેનો જવાબ સ્પષ્ટ છેઃ કામવાસના. નૈતિકતાનું રામનામ સત્ય થઈ ગયું છે. ઉપવાસ દરમિયાન જે વસ્તુ ખાવાનું અલાઉડ હોતું નથી તે આપણને વધારે લલચાવે છે. શું આ વાત પ્રેમસંબંધને પણ લાગુ પડે છેતમે રિલેશનશિપમાં હો કે તમારાં લગ્ન થઈ ચુકયાં હોય ત્યારે ખુદના પાર્ટનર સિવાયનાં અન્ય સ્ત્ર્રી-પુરુષો કેમ એકાએક વધારે આકર્ષક લાગવા માંડે છેઉપવાસ પૂરો થતાં જ માણસ જેમ આંકરાતિયાની જેમ ખોરાક પર તૂટી પડે છે. કમિટેડ સંંબંધોના મામલામાં પણ આવું થતું હોય છે
                                                      0 0 0



મારો સાઈકો-થેરાપિસ્ટ નવા નવા ફેશનેબલ શબ્દો વાપરવામાં માહેર છે. એમ વાર મને કહેઃ શું તને ફેમો ફીલ થાય છેએફ-ઓ-એમ-ઓ ફેમો એટલે ફિઅર-ઓફ-મિસિંગ-આઉટ. બધા લઈ ગયા ને હું રહી ગયો એવી લાગણી. 

હું શું મિસ કરતો હતોવેલસેકસલાઈફ્. ૪૩ વર્ષની ઉંમરમાં મેં જેટલું સેકસ માણ્યું હોવું જોઈતું હતું એટલું માણી શકયો નથી. હું નાનો હતો ત્યારે મારા પંજાબી પિતાએ મને કયારેય સેકસ વિશે કશું સમજાવ્યું નહોતું. તેઓ આ વિષયના ઉલ્લેખ માત્રથી એટલા બધા ડરતા કે કેમ જાણે સગા દીકરાને સેકસ એજ્યુકેશન આપવાથી પોલીસ પકડી જવાની હોય! ન મારે મોટો ભાઈ હતો કે ન એવા દોસ્તારો હતો જે મને સેકસ વિશે વ્યવસ્થિત જ્ઞાાન આપી શકે. ટુંકમાંસેકસના મામલામાં હું સાવ અભણ રહી ગયેલો. હું પોર્ન ફ્લ્મિો ન જોતો કેમ કે મને તે જરાય સેકસી ન લાગતી. મને સમજાતું નહીં કે બીજા લોકોને સેકસ માણતા જોઈને લોકોને શું મજા આવતી હશે. પોર્ન જોઈને ઊલટાનો હું વધારે કોચલામાં ભરાઈ જતો. મને મારી નબળાઈઓનું ભાન વધારે તીવ્રતાથી થતું.  
છેક ૨૬ વર્ષની ઉંમરે મારું કૌમાર્યભંગ થયું. તે વખતે મારી પહેલી ફ્લ્મિ 'કુછ કુછ હોતા હૈરિલીઝ થઈ ચુકી હતી ને  હું થોડો થોડો ફેમસ થઈ ચુકયો હતો એટલે મારી શરમ થોડી ઘટી હતી. મને યાદ છેમારા શય્યાસાથીને મેં પૂછેલું કે, 'તો આપણે પ્રોસેસ શરુ કરીએ?' (શય્યાસાથી સ્ત્ર્રી હતી કે પુરુષ તે વિશે કરણે ચોખવટ કરી નથી). અગાઉ હું ખૂબ જાડો હતો. મને મારા શરીરની શરમ આવતીહું જે છું એ વાતની શરમ આવતી અને મને લગભગ ખાતરી થઈ ચુકી હતી હું કોઈને આકર્ષક લાગી શકું જ નહીં. એટલે જ સેકસના પહેલા અનુભવ પછી મેં મારા પાર્ટનરને 'થેન્કયુકહૃાું હતું. મારા મનમાં ત્યારે સેકસીપણું નહીં પણ આભારની લાગણી હતી. થેન્કયુ -  'જીવનમાં કરવાનાં કામો'નાં મારા લિસ્ટની એક આઈટમ પર પર ભલે મોડો તો મોડો પણ હું રાઈટનું ટિકમાર્ક કરી શકયો તે માટે મને સાથ આપવા બદલ!
મેં ઘણી વાર સાંભળ્યું છે કે 'આર યુ ગુડ ઈન બેડ?' ગુડ ઈન બેડ એટલે વળી શુંમારા માટે તોજો મને સાત કલાકની ગાઢ ઊંઘ આવે તો મને લાગે કે આઈ એમ ગુડ ઈન બેડ! જો આઠ કલાક એકધારો સૂઈ શકું તો મને લાગે કે આઈ એમ અમેઝિંગ ઈન બેડ!
મેં હવે સેકસના ધખારા છોડી દીધા છે. મેં સ્વીકારી લીધું છે કે મારી જિંદગી આવી જ રહેવાની - સેકસલેસ. જ્યારથી આ હકીકત મેં મારી જાત સામે સ્વીકારી લીધી છે ત્યારથી મને બહુ નિરાંતનો અનુભવ થાય છે. આઈ ફીલ લિબરેટેડ! હવે મને કોઈ ડર નથી. મેં ગર્વ સાથે મારા સાઈકો-થેરાપિસ્ટને કહી દીધું છે કે મને ફેમો નહીં પણો ઓમોની ફીલિંગ થાય છે. એ-ઓ-એમ-ઓ ઓમો એટલે એકસપ્ટન્સ-ઓફ-મિસિંગ-આઉટ. અમુક સુખ મને નથી જ મળવાનું એ સત્યની સ્વીકૃતિ! 
શો-સ્ટોપર
કરણ જોહરની કોલમને હું 'ગેટિંગ નેકેડ વિથ કરનએવું નામ આપીશકારણ કે પોતાની કોલમમાં કરણ સ્ટ્રીપટીઝ કરે છે. પોતાની જાતનેપોતાના આત્માને વાચકો સામે નગ્ન કરે છે. અલબત્તસંપૂર્ણ નહીં,  પણ લોકોની તેના વિશે વધારે જાણવાની ઉત્કંઠા બરકરાર રહે એટલી માત્રામાં.
- શોભા ડે  

No comments:

Post a Comment