Sandesh - Ardh Saptahik purti - 12 June 2013
Column: ટેક ઓફ
આ વિદેશી યંગસ્ટર્સ પાંચ-છ મહિના કમાઈને બાકીના મહિનાઓમાં ખભે થેલો ચડાવીને અડધી દુનિયા જોઈ આવે છે. સસ્તામાં સસ્તી જગ્યાઓ પર કરકસરપૂર્વક રહેતા અને પોતાના લઘરવઘર દીદારની પરવા ન કરતા આ બેકપેકર્સ પ્રવાસીઓ તરીકે કદાચ વધારે ઓથેન્ટિક છે.
ઉદયપુરના સિટી પેલેસમાં બાવીસ-પચીસ વર્ષની એક વિદેશી યુવતી હાથમાં કેમેરા લઈને ઘૂમી રહી છે. એણે ભારતીય શૈલીનાં સાદાં પણ લાલચટ્ટાક સલવાર-કમીઝ પહેર્યાં છે. ફરતાં ફરતાં વચ્ચે વચ્ચે તમારી સામે નજર પડે ત્યારે એ હૂંફાળું, મૈત્રીભર્યું સ્મિત કરી લે છે. તમારી પત્ની નોંધે છે કે આ છોકરી ગ્રૂપમાં નથી આવી,એકલી જ છે. પત્ની એની સાથે સ્ત્રીસહજ ઔપચારિક વાતચીત શરૂ કરે છે. યુવતી અમેરિકન છે, એનું નામ છે આઝાદે. એ સિએટલ શહેરમાં રહે છે. એણે હજુ સુધી ન્યૂ યોર્ક જોયું નથી, પણ ભારત સહિત એશિયાના કેટલાક દેશો જોવાની એને ભારે હોંશ છે. એ કહે છે, ન્યૂ યોર્કનું મને જરાય આકર્ષણ નથી. આઝાદે ઘર છોડયું એને અત્યારે ત્રીજો મહિનો ચાલે છે. તમારી પત્ની એને આમંત્રણ આપે છે, આજે અમે પણ ઉદયપુર ફરવાના છીએ, યુ કેન જોઈન અસ! આઝાદે તરત તૈયાર થઈ જાય છે. તે આખો દિવસ તમારા પરિવાર સાથે સાઇટ-સીઇંગ કરતી કરતી આનંદપૂર્વક વાતો કરતી રહે છે.
"હું અમેરિકન સૈન્યમાં કામ કરતી હતી-ક્રિપ્ટોગ્રાફિસ્ટ તરીકે." આઝાદે કહે છે, "મને અરેબિક ભાષા આવડે છે. હું ઇરાકમાં છ મહિના રહી આવી છું. મારા હસબન્ડ સાથે ઇરાકમાં જ મારો પરિચય થયો હતો." આઝાદે પરણેલી છે. પતિને ઘરે મૂકીને એ એકલી દુનિયા ઘૂમવા નીકળી પડી છે. "કેમ? એમાં શું? એ બિઝી હતો, મારી સાથે ટ્રાવેલ કરી શકે એમ નહોતો એટલે હું એકલી જ નીકળી પડી." આઝાદે સ્વાભાવિકતાથી કહે છે. રાજસ્થાનથી એ પછી ઉત્તર ભારત તરફ જવાની છે. તમે એને કહો છો કે મુંબઈ આવે ત્યારે હોટલમાં રહેવાની જરૂર નથી, તું અમારી મહેમાન બની શકે છે. ચારેક અઠવાડિયાં પછી ખરેખર એનો ફોન આવે છે, "હાઈ! હું મુંબઈ આવી ગઈ છું, તમારા ઘરે આવુંને? પ્રવાસમાં એક કેનેડિયન સાથે મારી દોસ્તી થઈ ગઈ છે. એને પણ મારી સાથે લાવી શકું?" તમે કહો છો, શ્યોર! અને એ કોલાબાથી ટેક્સી કરીને તમારા આંટીઘૂંટીવાળા એડ્રેસ પર પહોંચી જાય છે. એની સાથે સ્ટીવ નામનો જે શરમાળ યહૂદી દોસ્ત છે એ તો છ મહિનાથી દુનિયા ખૂંદવા નીકળ્યો છે. ચારેક દિવસ સુધી બન્ને તમારા પરિવારના સદસ્ય બનીને મોજથી રહે છે, હરેફરે છે, રાંધવાના અખતરા પણ કરે છે. સામાનના નામે બન્નેની પાસે ફક્ત એક-એક બેકપેક જ છે.
આ બેકપેકર્સ છે, ટિપિકલ ટૂરિસ્ટો નહીં. 'બેકપેકર ટૂરિઝમ' નામની વસ્તુ વિકસી ચૂકી છે. ફેન્સી હોટલ કે રિસોર્ટમાં ચેક-ઇન કરીને,એરકન્ડિશન્ડ કારમાં પ્રચલિત ટૂરિસ્ટ સ્પોર્ટ્સ પર ઊડતી મુલાકાત લઈને, પાછા હોટલ પર શરાબની સિપ લેતાં લેતાં સ્વિમિંગ પુલમાં છબછબિયાં કરીને પછી મોંઘું ડિનર લઈને ટીવી જોતાં જોતાં સૂઈ જવામાં એમને રસ નથી. તેમની પાસે આ બધા વૈભવ માટે પૈસા પણ હોતા નથી. તેઓ 'બજેટ ટ્રાવેલર્સ' છે. રહેવા-ખાવા-પીવામાં ખર્ચ કરવાને બદલે સસ્તામાં સસ્તી જગ્યાઓ પર કરકસરપૂર્વક રહીને આ વિદેશી યુવાન-યુવતીઓ વધુમાં વધુ સ્થળોએ ફરવાનો, જે-તે દેશની ભૂગોળ અને પ્રકૃતિને બને એટલા નજીકથી જોવાનો આશય ધરાવતાં હોય છે. સાઉથ મુંબઈમાં અમુક ડોરમેટરી જેવી 'હોસ્ટેલ' છે, જેમાં સુવિધાના નામે માત્ર બે માળિયા પલંગ જ હોય. આ બેકપેકર્સ આવી સસ્તી હોસ્ટેલ શોધી કાઢીને એમાં નિવાસ કરે છે. આ સ્માર્ટ ટ્રાવેલર્સ એક જ થેલામાં સમાય એટલો સામાન સમજી-વિચારીને ભરીને અડધી દુનિયા રખડી આવે છે. પોતે લઘરવઘર દેખાતા હોય તો એની એમને કોઈ પરવા હોતી નથી. આ બેકપેકર્સ કદાચ વધારે ઓથેન્ટિક પ્રવાસીઓ છે!
હિમાચલ પ્રદેશ જતી વખતે ટ્રેનના એસી કંપાર્ટમેન્ટમાં તમને આવું એક લઘરવઘર પણ તરવરિયું રશિયન કપલ મળી જાય છે. છોકરા-છોકરી બન્નેએ આઠેક વર્ષથી વાળ કપાવ્યા નથી. લાંબી સીંદરી જેવા વાળને તેમણે માથા પર જટાની જેમ બાંધી દીધા છે. મુંબઈ, ગોવા, હૈદરાબાદ, ઔરંગાબાદ, હેમ્પી (કર્ણાટકમાં આવેલા અને વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સ્થાન પામેલાં આ મંદિરોનાં નગર પ્રત્યે આપણને ખાસ આકર્ષણ નથી, પણ પશ્ચિમી બેકપેકર્સના લિસ્ટમાં હેમ્પી ટોચ પર હોય છે), કેરળ, વારાણસી, રાજસ્થાન તેઓ ઓલરેડી ફરી ચૂક્યાં છે. હવે તેઓ હિમાલયની પર્વતમાળામાં વસેલાં અફલાતૂન ટુરિસ્ટ સ્પોટ ધરમશાલા જઈ રહ્યાં છે. રશિયન યુવાનનું નામ એલન છે. એની મા ખ્રિસ્તી છે, પિતા મુસ્લિમ છે. "મને આ બન્ને ધર્મના કોન્સેપ્ટ ગમે છે, પણ હું એક પણ ધર્મ પાળતો નથી," એલન સરસ અંગ્રેજીમાં કહે છે, "હું મારો ધર્મ શોધી રહ્યો છું. છેલ્લાં પાંચ વર્ષથી અમે ઇન્ડિયા આવીએ છીએ. અહીં અમારા કેટલાય દોસ્તો છે." આ અપરિણીત યુગલને રશિયાનો કાતિલ શિયાળો પસંદ નથી, તેથી નવેમ્બરથી મે દરમિયાન તેઓ દેશ છોડીને નીકળી પડે,દુનિયા જુએ. સેન્ટ પીટ્સબર્ગમાં એમનો ફ્લેટ છે. જેટલા મહિના વિદેશ હોય એટલો સમય ફ્લેટ ભાડે આપી નાણાં ઊભાં કરી લે.
તમે મનાલીમાં નવ હજાર ફૂટની ઊંચાઈ પર એક ટ્રેકિંગ કેમ્પમાં છો, જ્યાં ભારતીયો લઘુમતીમાં છે. તમારી આસપાસ ટેન્ટ્સમાં યુવાન બ્રિટિશ, જર્મન અને ફ્રેન્ચ બેકપેકર્સ છે. પ્રવાસ દરમિયાન દોસ્ત બની ગયેલા આ જુવાનિયા આપસમાં ટ્રાવેલ ટિપ્સ એક્સચેન્જ કરશે, હિમાલયના બર્ફીલા પહાડો પર ટ્રેકિંગ કરશે, મનાલીથી લેહના અદ્ભુત પહાડી રસ્તા પર બાઇકિંગ કરશે,ઋષિકેશમાં રિવર રાફ્ટિંગ કરશે, જિમ કોર્બેટના જંગલમાં રખડશે અને તાજમહાલનું માનવસર્જિત સૌંદર્ય જોઈને ચકિત થશે.
આ બેકપેકર્સ પેલા બેજવાબદાર ગંજેરી હિપ્પી જેવા નથી અને પૈસાવાદી તો બિલકુલ નથી. ડિગ્રી લઈને, ફટાફટ નોકરીએ ચડીને જોરદાર કરિયર બનાવવાના એમને ધખારા હોતા નથી. તેમને કદાચ ગોઠવાયેલી જિંદગી જીવવી નથી. જીવન પ્રત્યેનો તેમનો એપ્રોચ જુદો છે. તેમને દુનિયા જોવી છે, જુદી જુદી લોકસંસ્કૃતિઓ સમજવી છે. ઠરીઠામ થવાની ઉતાવળ કોને છે? તેઓ છ-આઠ મહિના કામ કરીને કમાઈ લેશે, બચત કરશે, પછી બાકીના મહિના ખભે થેલો ચડાવીને ફરવા ઊપડી જશે. ભારત જેવા દેશોમાં ફરવું તેમને ખૂબ સસ્તું પડે છે. અહીં એમનો રોજિંદો સરેરાશ ખર્ચ માંડ ૨૦થી ૩૦ ડોલર જેટલો આવે છે. ખિસ્સામાં હજાર ડોલર હોય તો પાંચ-છ અઠવાડિયાં આરામથી ખેંચી શકે છે. કમનસીબે આપણે આવું કરી શકતાં નથી. આપણે યુરોપ-અમેરિકા જવું હોય તો રૂપિયામાં કમાઈને ડોલરમાં ગુણાકાર કરતા રહેવું પડે.
અલબત્ત, પૂરતા રૂપિયા હોય તોપણ આ રીતે અલ્લડ થઈને ફરવા માટે એક મિજાજ જોઈએ. આ બેકપેકર્સ પાસે ફરવાની કળા શીખવા જેવી છે, ખરેખર! 0 0 0
કદાચ અલ્લડ શબ્દ તેમના માટે જ શોધાયો અથવા તો લખાયો હશે . . . તેમની આંખોમાં એક અજબ જ આશ્ચર્ય / જીજ્ઞાશા અને હોંશ હોય છે . . . . કદાચ , ભારતીયો / ગુજરાતીઓ માટે વપરાતો તે શબ્દ " બેફીકર " હોઈ શકે , પણ અલ્લડ તો નહિ જ ;)
ReplyDeletehummm mane yad che mara school na divaso ma mara ghana mitro jyare Goa nu nam sambhalta tyare teo koi foreign country samajata hata... pan sachu kahu akhu india fari lidhu ane videsh ma pan farya ane apana gujarati mane darek jagyae malya che...
ReplyDeletehu to youth hostel no abhari chu...
http://www.youtube.com/watch?v=PxJ3DTZuIfI
aa clip che manoj bhai ni jemane seven summit sir kari che really i am happy to share with you..
આપણાં દેશમાં બહુ ઓછા લોકોને ફરવાનો શોખ હોય છે અને ફરવા જાય ત્યારે રાજાની જેમ રેહવા અને જમવાનું જોઇએ છીએ. મારાં સદનસીબે હું લગભગ ભારતનાં ૨૫૦ જેટલાં ગામો ફર્યો છું અને હજું પણ ફરવાની ખુબ ઇચ્છા છે. :)
ReplyDeleteખુબ સરસ શિશિરભાઈ...મને લાગતું જ હતું કે તમે પ્રવાસે જઈ આવ્યા બાદ, તમને મળેલી 'ખોપરીઓ' વિષે કંઈક લખશો જ! :) ખરેખર ભગવાન ને પ્રાર્થના કરવા જેવી છે..આવો "મિજાજ" કેળવાય એ માટે..કેમકે આપણા સહુના મોટા ભાગના દુઃખોનું કારણ કેરિયર, સંબંધો, કમાણી એન્ડ 'લોગ ક્યા કહેંગે' જેવી દુન્યવી બાબતો જ હોય છે ને!
ReplyDeleteits interesting....
ReplyDeleteહુ પણ આ રીતે ગુજરાત મા ઘણી જગ્યાએ ફરેલો છુ અને આ જ રીતે મારી ઇચ્છા ચીન ના ગામડા ફરવાની છે..સસ્તા મા વિદેશ ફરવાની થોડી ટીપ્સ આપશો તો ગમશે.
ReplyDeletetame couchsurfing.com join karo...
Deleteinternational level e sastama sastu travel karvana shokhino matej che... tema tame je te jagya na local person sathe contact ma aavi sakho n emna ghare free ma rokai pan sako....
aavi rite ghana badha loko aakhi duniya fari le che ane contacts pan ghana thay che...
tame local person na ghare hov to faydo e thay k accommodation, food ane guidance na charges na lage ane jo emni chutti hoy to e pan tamari sathe aavi ne tamne tyani farva jevi jagya e lai jay....
check it out...
https://www.couchsurfing.org/
good luck
It is amazing, Khushali. Very useful info. Thanks!
Deletethank you khushaliji
DeleteKeyur Savaliya, these backpackers have a very good habit of writing detailed blogs about their experiences. These blogs are full of tips and dos and dont's. Just google-search, you will find useful info for sure.
ReplyDeletekamnasibe apna ma avo josh n jusso ocho jova male che. bas kamavu ne lehar krvi.. pn comeon man.. avo ekad anubhav to leva jevo kharo... its already added in ma wishlist before..
ReplyDeleteશિશિરભાઈ, એમાં એવું છે ને કે મને અને તમને પણ એ લોકો જેવી લાઇફ જીવવાનું મન તો થાય પણ આ દેશમાં એમને ત્યાં છે એવી સોશિયલ સિક્યોરિટી સિસ્ટમ ખરી જેમાં સરકાર તમને બુઢાં થાવ ત્યારે આશ્રય અને જીવન નિર્વાહનો ખર્ચ આપે? તો આપણે પણ એમની જેમજ ચાર્વાક-સ્ટાઈલ ફરી શકીએ.
ReplyDeletetotal agree :-)
DeleteAdbhut!! :)
ReplyDeleteSaint Crook (what kind of name is that?!), Agreed. Also, they have far better prospects for employment. However, whether it is Indians or westerners, even if one is secured for lifetime, it does not necessarily ensures that s/he would automatically possess this kind of attitude. In India, we do have amazing wanderlusts around us, who follow their passion without bothering about old age security or stuff like that.
ReplyDeleteits really interesting to know about backpackers! when i read this article suddenelly 'bunny' (ye jawwani hai diwwani) playing in my mind!
ReplyDeleteમજા આવી ગઈ ...
ReplyDeleteGood Mr. Shishir Ramavat :-)
ReplyDeleteyour article made people thinking for outdoor planing ....
definitely...:)
Deleteભૈ વાહ ! ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા ની યાદ આવી ગઇ...ખુબ સરસ
ReplyDelete