Tuesday, May 30, 2017

સુપર શોર્ટ ફિલ્મ્સ: છોટા પેકેટ બડા ધમાકા

સંદૃેશ - સંસ્કાર પૂર્તિ - રવિવાર - ૨૮ મે ૨૦૧૭

મલ્ટિપ્લેકસ

 કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદૃગી પામેલી ‘આફટરનૂન ક્લાઉડ્સ' અને તાજેતરમાં નેશનલ અવોર્ડથી સન્માનિત થયેલી ‘કલ્પવૃક્ષ' - આ બન્ને શોર્ટ ફિલ્મ્સ એફટીઆઈઆઈના વિદ્યાર્થીઓએ બનાવી છે. 


'Kalpvriksh'

ફ્રાન્સમાં પૂરજોશમાં ચાલી રહેલા કાન ફિલ્મ ફેસ્ટિવલનો આજે (28મી મે) બારમો અને છેલ્લો દિૃવસ છે. અતિ ગ્લેમરસ કપડાં ધારણ કરેલી આપણી ઐશ્ર્વર્યા રાય બચ્ચન, દૃીપિકા પદૃુકોણ અને સોનમ કપૂરે અહીં રેડ કાર્પેટ પર લટકમટક કેટવોક કરીને ફોટોગ્રાફરોના ટોળાં સામે સ્ટાઈલથી પોઝ આપ્યા એ તો જાણે બરાબર છે, પણ આ વખતે કઈ કઈ ભારતીય ફિચર ફિલ્મો સ્પર્ધામાં ઉતરી હતી?

ઉત્તર છે: એક પણ નહીં! દૃુનિયામાં સૌથી વધારે ફિલ્મો બનાવતા આપણા દૃેશની એક પણ ફિલ્મ આ વખતે કાન ફેસ્ટિવલની મુખ્ય ચાર પૈકીની એક પણ કેટેગરીમાં કવોલિફાય ન થઈ શકી. આ ચાર કેટેગરી એટલે કોમ્પીટીશન, અન સર્ટન રિગાર્ડ (અર્થાત્, અ સર્ટન ગ્લાન્સ), ક્રિટીકસ વીક અને ડિરેકટર્સ ફોર્ટનાઈટ.
જોકે અમુક ઇન્ડિયાવાલે પોતપોતાની ફિલ્મો પ્રમોટ કરવા કાન જરુર પહોંચી ગયા હતા. જેમ કે, નંદિૃતા દૃાસે નવાઝુદ્દીન સિદ્દીકીને લઈને બનાવેલી ‘મન્ટો', અપર્ણા સેનની  ‘સોનાટા' (જેમાં શબાના આઝમી અને લિલેટ દૃૂબેએ અભિનય કર્યો છે) અને સુંદૃર સી. નામના સાઉથ ઇન્ડિયન ડિરેકટરે બનાવેલી ‘બાહુબલિ' ટાઈપની ભવ્યાતિભવ્ય તમિલ ફિલ્મ ‘સંઘમિત્રા'. એ.આર. રહેમાનના સંગીતવાળી અતિ ખર્ચાળ ‘સંઘમિત્રા'માં શ્રુતિ હસન, જયરામ રવિ અને આર્ય જેવાં કલાકારો છે. આ સિવાય ઓપન એર થિયેટરમાં સંજય લીલા ભણસાલીની ‘દૃેવદૃાસ'નું સ્ક્રીિંનગ થયું હતું. રીમા દૃાસ નામની એક આસામી ડિરેકટરની ‘વિલેજ રોકસ્ટાર્સ નામની ફિલ્મ પણ દૃેખાડાઈ હતી.

ભલું થજો પુનાની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા (એફટીઆઈઆઈ)ની ‘આફટરનૂન કલાઉડ્સ'  નામની સ્ટુડન્ટ શોર્ટ ફિલ્મનું કે જે ખુલ્લી હરીફાઈમાં ઉતરી શકી. દૃુનિયાભરમાંથી કુલ ૨૬૦૦ શોર્ટ ફિલ્મ્સ સબમિટ થઈ હતી, તેમાંથી ફકત ૧૬ જ ફિલ્મોને પસંદૃ કરવામાં આવી. આમાંની એક એટલે પાયલ ક્ાપડિયા નામની એફટીઆઈઆઈની સ્ટુડન્ટે બનાવેલી ‘આફટરનૂન કલાઉડ્સ'. શું છે એમાં?
સાઠ વર્ષની એ વિધવા સ્ત્રી છે. એના ઘરમાં એના સિવાય એેક નેપાળી કામવાળી પણ રહે છે. ૧૩ મિનિટની આ  ફિલ્મમાં કાળાડિબાંગ વાદૃળવાળી એક બપોર છે, મકાન છે, બે સ્ત્રીઓ છે અને નાની નાની શાંત ક્ષણોમાંથી ઊપસતો તેમનો સંબંધ છે. ઉષા નાઈક અને હમણાં નવાઝુદૃીન સિદ્દીકીવાળી ‘હરામખોર' ફિલ્મમાં આપણે જેને જોઈ હતી એ ત્રિમાલા અધિકારી નામની અભિનેત્રીએ ‘આફટરનૂન કલાઉડ્સ'માં અભિનય કર્યો છે.

'Afternoon Clouds'


એફટીઆઈઆઈમાં ભણતા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના ભાગ રુપે શોર્ટ ફિલ્મ બનાવવાની હોય છે. પાયલ કાપડિયાએ સેકન્ડ યરના પ્રોજેક્ટરુપે પંદૃર દિૃવસમાં ‘આફટરનૂન કલાઉડ્સ' બનાવી હતી. પોતાની ગ્રાન્ડમધરના જીવન પરથી પાયલને આ ફિલ્મનો આઈડિયા મળ્યો હતો. બાય ધ વે, પાયલ  વિખ્યાત કન્ટેમ્પરરી ચિત્રકાર નલિની માલિનીની દૃીકરી થાય.

એફટીઆઈઆઈના સાહેબો સારી ગુણવત્તા ધરાવતી સ્ટુડન્ડ્સ ફિલ્મોને જુદૃા જુદૃા ફિલ્મ ફેસ્ટિવલ્સમાં મોકલતા હોય છે. જોકે કાન ફેસ્ટિવલમાં કોઈ સ્ટુડન્ટ ફિલ્મ મોકલી હોય એવું એફટીઆઈઆઈના ઇતિહાસમાં આ વખતે પહેલી વાર બન્યું હતું. સદભાગ્યે પહેલા જ ધડાકે ફિલ્મ સિલેકટ થઈ ગઈ. પાયલ કાપડિયાને ‘આફટરનૂન કલાઉડ્સ' સિલેકટ થઈ છેક ત્યારે ખબર પડી કે સાહેબોએ એની ફિલ્મને કાન ફેસ્ટિવલ માટે સબમિટ કરી હોતી. આજનું અખબાર આપણા હાથમાં આવશે ત્યાં સુધીમાં ‘આફ્ટરનૂન કલાઉડ્સ'ને કાન ફિલ્મોત્સવમાં કોઈ અવોર્ડ મળ્યો કે નહીં તેની આપણને ખબર પડી ચુકી હશે.

આજે એક બીજી અવોર્ડવિિંનગ શોર્ટ ફિલ્મની વાત કરવી છે. એનું ટાઈટલ છે, ‘કલ્પવૃક્ષ'. થોડાં અઠવાડિયાં પહેલાં નેશનલ અવોર્ડ્ઝથી સન્માનિત થયેલી ફિલ્મોમાં એક ‘કલ્પવૃક્ષ પણ હતી. તેને બેસ્ટ સિનેમેટોગ્રાફી માટે રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો છે. ‘કલ્પવૃક્ષ'ના ટેલેન્ટેડ કાઠિયાવાડી ડિરેકટરનું નામ છે, અભિજીત ખુમાણ. હિન્દૃીમાં બનેલી ફિલ્મની અવોર્ડવિનિંગ  સિનેમેટોગ્રાફી અલ્પેશ નાગરે કરી છે. પાયલ કાપડિયાની માફક અભિજીત અને અલ્પેશ પણ એફટીઆઈઆઈના સ્ટુડન્ટ્સ છે. રાધર, હતા. તેમણે પણ ‘કલ્પવૃક્ષ' ઇન્સ્ટિટ્યુટમાં પ્રોજેક્ટના ભાગરુપે બનાવી હતી.

શું છે ‘કલ્પવૃક્ષ'માં? એક યુવતી છે, મેધા. એના પિતા મૃત્યુ પામ્યા છે. પિતા સાથેનો સંબંધ છેક સુધી સતત તંગદિૃલીભર્યો રહ્યો હતો. પિતાનું મૃત્યુ થઈ ગયું અને ઘણી વાતો કહેવાની રહી ગઈ. ઘણું અધૂરું રહી ગયું. ઘણા છેડા હવામાં અધ્ધર લટકતા રહી ગયા. ધારો કે મૃત પિતા સાથે એક વાર, ફકત એક જ વાર દિૃલ ખોલીને વાત કરવાની, ગિલા-શિકવા દૃૂર કરવાની તક મળે તો? શું આ શક્ય છે? તે માટે શું કરવું પડે? બસ, આ જ ‘કલ્પવૃક્ષનું કથાવસ્તુ છે. ફિલ્મનો કથાપ્રવાહ પૌરાણિક સંદૃર્ભોને સરસ રીતે વણી લઈને, વાસ્તવ - અતિવાસ્તવ અને કલ્પના વચ્ચે માર્ગ કરતો કરતો આગળ વધતો જાય છે.

'Kalpvriksh'


‘બાપ-દૃીકરી વચ્ચેના વણસેલા સંબંધની થીમ ઘણા સમયથી મારા મનમાં હતી,' ડિરેકટર અભિજીત ખુમાણ કહે છે, ‘એક વાર ‘ન્યુયોર્ક ટાઈમ્સ'નો એક લેખ મારા વાંચવામાં આવ્યો. એમાં એક સર્વેની વાત હતી. ૯૦ ટકા અમેરિકનોએ કહેલું કે જો વિકલ્પ આપવામાં આવે તો તેઓ મૃત્યુ પામેલા પોતાના સ્વજનોને એક વાર મળવાનું, એમની સાથે દિૃલ ખોલીને વાત કરવાનું, એમની સાથે સમય પસાર કરવાનું પસંદૃ કરે. મને આ વાત સ્પર્શી ગઈ. બાપ-દૃીકરીની સંંબંધને આ વાત સાથે જોડી, કલ્પવૃક્ષની સંકલ્પનાનો આધાર લીધો, તેમાં મેજિક્ રિયલિઝમ ઉમેર્યું અને આ રીતે ફિલ્મનું નરેટિવ સ્ટ્રકચર ઊભું થયું.'

આર્ટહાઉસ સિનેમાના મિની સેમ્પલ જેવી આ શોર્ટ ફિલ્મનો લૂક રુપકડો છે, પણ સમજવામાં બહુ અઘરી-અઘરી લાગે છે. પહેલી વાર ફિલ્મ જોતી વખતે ‘કવિ કહેવા શું માગે છે' એવો સવાલ જાગે અને ફિલ્મ લગભગ ન સમજાય, એમ બને. જોક્ે એક વાર થીમ સમજી લીધી પછી બીજી વાર ફિલ્મ ધીરજપૂર્વક જોઈએ તો તેનું સૌંદૃર્ય ક્રમશ: ઊઘડતું જાય છે. અભિજીત ફિલ્મનું સ્વરુપ થોડું સરળ અને લોકભોગ્ય ન રાખી શક્યા હોત?

‘એફટીઆઈઆઈમાં સિનેમાની અમુક શૈલીઓને વિશેષ ઉત્તેજન આપવામાં આવે છે,' અભિજીત કહે છે, ‘અમે ‘કલ્પવૃક્ષ'માં મેજિક રિયલિઝમનો ઉપયોગ કર્યો છે. જો દૃર્શકની આંગળી પકડીને એક-એક વસ્તુ સમજાવવામાં આવે અથવા સાદૃી નરેટિવ સ્ટાઈલમાં વાત કરવામાં આવે તો આખી જોનર જ બદૃલાઈ જાત.'

Abhijeet Khuman, director - 'Kalpvriksh'


અભિજીત ખુમાણ સાવરકુંડલા પાસે આવેલા અને માંડ ત્રણ હજારની વસતી ધરાવતા સેંજલ નામના નાનકડા ગામના વતની છે. અહીં અને બાજુમાં આવેલા પીઠવડી નામના ગામમાં સ્કૂલનું ભણતર પૂરું કર્યું, સાવરકુંડલામાં અગિયારમુ-બારમુ કર્યું, રાજકોટમાં કમ્પ્યુટર એન્જિનીયરીંગ અને એમબીએની ડિગ્રી લીધી, એક વર્ષ જોબ પણ કરી. દૃરમિયાન એમને બ્રહ્મજ્ઞાન લાધી ચુક્યું હતું કે પોતાનું દિૃલ-દિૃમાગ જે ક્ષેત્ર તરફ સતત આકર્ષાય છે તે તો સિનેમા છે.

‘એન્જિનીયરીંગનાં વર્ષો દૃરમિયાન મેં અને મારા મિત્ર બ્રિજેશ મૂલિયાએ સાવ કાચી કહેવાય એવી ત્રણેક શોર્ટ ફિલ્મ્સ બનાવી હતી. ઠીક ઠીક પ્રશંસા પણ મળી હતી. સુરતમાં જોબ કરતો હતો તે દૃરમિયાન મને સમજાયું કે કામના ભાગ રુપે બીજાઓ સામે મોટિવેશનલ  સ્પીચ આપવાનું સહેલું છે, પણ જો હું ખુદૃ મારા પેશનને ફોલો કરતો ન હોઉં, રિસ્ક લેતો ન હોઉં તો મતલબ શો છે? આથી મેં એફટીઆઈઆઈમાં ટેલીવિઝન ડિરેકશનના એક વર્ષના કોર્સમાં અપ્લાય કર્યું. ઇન્ટરવ્યુમાં પાસ થઈ ગયો ને કોર્સ કરવા પુના આવી ગયો.'

એફટીઆઈઆઈનો આખો માહોલ જ અલગ હતો. અહીં સમાન તાસીર ધરાવતા જોશીલા યંગસ્ટર્સનો મેળો લાગ્યો હતો. ગોડફાધર હોય કે તગડા સંપર્કો હોય તો જ ફિલ્મલાઈનમાં પગ મૂકવાની િંહમત કરાય એવા જે ખોટો ડર અગાઉ મનમાં ઘર કરી ગયેલો તે એફટીઆઈઆઈમાં જતાં જ ઓગળી ગયો. અહીં જ બેચમેટ અલ્પેશ નાગર સાથે દૃોસ્તી થઈ. મૂળ ઉદૃયપુરના પણ હવે વડોદૃરાના અલ્પેશે પણ ઇલેકટ્રોનિકસ એન્ડ કમ્યુનિકેશન બ્રાન્ચમાં એન્જિનીયરીંગ કર્યું છે.

Alpesh Nagar, cinematographer - 'Kalpvriksh'


‘એન્જિનીયરીંગ મેં માંડ માંડ પૂરું કર્યું હતું,' અલ્પેશ હસે છે, ‘મને મૂળ ડિઝાઈિંનગમાં રસ હતો. અમદૃાવાદૃની એનઆઈડીમાં મારે એડમિશન લેવું હતું, પણ મને સંગીત, કોસ્ચ્યુમ્સ, આર્ટ ડિઝાઈન, સ્ટોરીટેિંલગ આ બધામાં પણ ખૂબ રસ પડતો હતો. આ તમામનું જેમાં સંયોજન થતું હોય એવી એક જ વસ્તુ છે - સિનેમા! આથી મેં  એફટીઆઈઆઈમાં એક વર્ષનો કોર્સ ર્ક્યો.'

અહીં અભ્યાસક્રમના ભાગરુપે વિદ્યાર્થીઓને શોર્ટ ફિલ્મ બનાવે ત્યારે આઠ-આઠ કલાકની ત્રણ શિફટ અને બાર કલાકની એક શિફ્ટ એમ કુલ ૩૬ કલાકમાં શૂિંટગ પૂરું કરી નાખવું પડે. શૂટિંગ માટે ઈન્સ્ટિટ્યુટથી વધુમાં વધુ ૪૫થી ૫૦ કિલોમીટર  દૃૂર જઈ શકાય, તેનાથી વધારે નહીં. ચાર દિૃવસમાં એડિિંટગ અને પાંચ દિૃવસમાં સાઉન્ડ તથા મ્યુઝિક આટોપી લેવાનું. ઇન્સ્ટિટ્યુટ તરફથી કેમેરા અને ક્રેન જેવાં ઉપકરણો ઉપરાંત બાવીસ હજાર રુપિયા બજેટ પેટે આપવામાં આવે. જો બજેટ વધી જાય તો ખુદૃના ખિસ્સામાંથી નાણાં કાઢવાના.

અલ્પેશ કહે છે, ‘અમે ‘કલ્પવૃક્ષ' માટે બ્રાઉન અને રેડ કલર-પેલેટનો ઉપયોગ કર્યો છે. ભુખરો રંગ ઉદૃાસીનું પ્રતીક છે. નાયિકા લાલ રંગના કપડાં પહેરે છે. લાલ રંગ પિતા પ્રત્યેના એના ક્રોધનું પ્રતીક છે.'

સુંદૃર સિનેમેટોગ્રાફી નિ:શંક્પણે ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. ‘કલ્પવૃક્ષ'ની સિનેમેટોગ્રાફીને નેશનલ અવોર્ડ ઉપરાંત પુણે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ અવોર્ડ મળ્યો હતો. અત્યાર સુધીમાં દૃેશવિદૃેશના લગભગ અઢાર ફિલ્મોત્સવોમાં ‘કલ્પવૃક્ષનું સ્ક્રીિંનગ થઈ ચુકયું છે.

સો ફાર સો ગુડ. હવે પછી શું? ૨૦૧૬ના મધ્યમાં એફટીઆઈઆઈનો કોર્સ પૂરો થયા બાદૃ અભિજીત અને અલ્પેશ બન્ને મુંબઈ શિફટ થઈ ચુક્યા છે. તેઓ હવે એક ગુજરાતી ફિલ્મની તૈયારી કરી રહ્યા છે. અભિજીત કહે છે, ‘આમાં સેમી-નેરેટિવ શૈલીમાં ત્રણ અલગ અલગ કિરદૃારોની વાર્તાઓને સાંકળી લેવામાં આવી છે. ંએક ચારણ છે, એક દૃલિત ડોકટર છે અને એક પક્ષીવિદ્ છે. ત્રણેય વાર્તાઓમાં વિસ્થાપનનો મુદ્દો કેન્દ્રમાં છે. આ ફિલ્મનું ટાઈટલ અમે ‘પ્રબોધગાથા' રાખ્યું છે.'

...અને ‘પ્રબોધગાથા' સમજવામાં બહુ અઘરી-અઘરી નહીં જ હોય. પ્રોમીસ!


૦૦૦૦

Saturday, May 27, 2017

ફન @ ફેસબુક: અર્જુન, અડધી બેનપણી અને અયોધ્યા


કોકટેલ ઝિંદગી - અંક મે ૨૦૧૭

 કોલમ: ફન @  ફેસબુક 



કોકટેલકુમાર:
5 May at 2 pm
તમારામાંથી ‘હાફ ગર્લફ્રેન્ડ’ ફર્સ્ટ-ડે-ફર્સ્ટ-શોમાં કોણ કોણ જવાનું છે?
229 Likes 47 Commetns 11 Shares

Vinit Pandya:
 Me!!
5 May at 2.05 pm

નીરજ શાહ:
 ફર્સ્ટ-ડે-ફર્સ્ટ-શો તો નહી, પણ શનિ-રવિમાં પાક્કું.
5 May at 2.10 pm

Prachi Pujara:
I looove Arjun.... I looove Shraddha.... And I looove Chetan Bhagat. First-day-first-show for sure.
5 May at 2.11 pm 6 Replies

Ekta A.:
પ્રાચીને અર્જુન કપૂર ગમે છે, બોલો! પ્રાચી, તને મ્યુઝિયમમાં મૂકવી જોઈએ. અર્જુનના સાથળ જોયા? કેવા શેપલેસ છે.
Prachi Purara:
Shut uppp!!!
Saloni Patel:
Ekta A., તું વળી અર્જુનના સાથળ ક્યાં જોઈ આવી? LOLZZZ...
Sunny Sheth:
શ્રદ્ધા તો આપણનેય ગમે છે, પણ મને સમજાતું નથી કે શક્તિ કપૂર જેવા
વાંદરા જેવા દેખાતા આદમીએ આવી ક્યુટ છોકરી કેવી રીતે પેદા કરી?
કોકેટલકુમાર:
Sunny Sheth, માઈન્ડ યોર લેંગ્વેજ.
Sunny Sheth:
 Sorry.

અર્જુન વોરા:
Prachi Pujara, તમારું આઈ લવ અર્જુન અને આઈ લવ શ્રદ્ધા તો જાણે બરાબર છે, પણ આ આખી વાતમાં ચેતન ભગત ક્યાંથી આવી ગયો?
5 May at 2.15 pm

કાર્તિક મહેશ્ર્વરી:
 હાફ ગર્લફ્રેન્ડ ફિલ્મ ચેતન ભગતની આ જ નામની નોવલ પરથી બની છે.
5 May at 2.16 pm 2 Replies

Prachi Pujara:
 Thank you, કાર્તિક મહેશ્ર્વરી.
કાર્તિક મહેશ્ર્વરી: :)

સલોની પટેલ:
 ચેતન ભગતની ‘હાર્ફ ગર્લફ્રેન્ડ’ નોવેલનું સૌરભ શાહે ગુજરાતીમાં મસ્ત ટ્રાન્સલેશન કર્યું છે.
5 May at 2.20 pm

કિરણ મહેતા:
સૌરભ શાહે હાફ ગર્લફ્રેન્ડનું નહીં, વન ઇન્ડિયન ગર્લનું ગુજરાતીકરણ કર્યું છે. સુપર્બ છે. આ પણ ચેતન ભગતની જ નોવેલ છે.... અને એને ટ્રાન્સલેશન નહીં, ટ્રાન્સક્રિયેશન કહેવાય.
5 May at 2.27 pm


Sunny Sheth:
આપણેય જોઈએ છે અડધી બેનપણી.
5 May at 2.30 pm

Prachi Pujara:
What the hell is અડધી બેનપણી?
5 May at 2.33 pm

Sunny Sheth:
કેમ? હાફ ગર્લફ્રેન્ડનું ટ્રાન્સલેશન અડધી બેનપણી જ થાયને? ખી...ખી... ખી...
5 May at 2.36 pm 2 Replies
Prachi Pujara: ((ગુસ્સા સૂચક સ્માઈલી))

સલોની પટેલ: ((વિસ્ફારિત નેત્રોવાળું સ્માઈલી))
P.C. Chheda:
ચેતન ભગતે વચ્ચે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં સરસ લેખ લખ્યો હતો. અયોધ્યાના રામમંદિર વિશે.
5 May at 3.16 pm 5 Likes 2 Replies

અરજણ પટેલ:
લેખની લિન્ક મૂકો.
P.C. Chheda:
ઇન્ટરનેટ પર સર્ચ કરીને જાતે શોધી લો. મહેનત કરતાં શીખો.
Amit Adhyaru:
 I read that article in Sunday edition of Times. It was nice.
5 May at 3.20 pm

Vinit Pandya:
શું લખ્યું હતું ચેતન ભગતે આ લેખમાં?
5 May at 3.22 pm

P.C. Chheda:
એ જ કે અયોધ્યામાં રામમંદિર બનવું જ જોઈએ. કરોડો હિંદુઓની શ્રદ્ધાનો આ સવાલ છે. સદીઓથી આપણે આ વાત માનતા આવીએ છીએ. આટલું પૂરતુ છે, અયોધ્યામાં રામમંદિર બનાવવા માટે. એવું પણ લખ્યું હતું કે મુસ્લિમ સમુદાયે ઉદાર દિલ રાખીને, ઝઘડા કર્યા વિના હિંદુઓને
સામેથી આ જગ્યા મંદિર બનાવવા માટે આપી દેવી જોઈએ અને ઉત્તમ દાખલો બેસાડવો જોઈએ.
 5 May at 3.30 pm 15 Likes

Sanjay Morparia:
આ ચેતન ભગત આઈઆઈટીનો એન્જિનીયર છે કે લેખક છે કે પોલિટિશીયન છે? કેમ એ બધી વાતમાં ડબકાં મૂક્યા કરે છે? એને કહો કે ચુપચાપ ચોપડીઓ લખ. અયોધ્યા-બયોધ્યામાં ન પડ.
5 May at 3.37 pm

શીલા રેશમિયા:
કેમ ભાઈ? ચેતન ભગત આ દેશનો સ્વતંત્ર બુુદ્ધિ ધરાવતો નાગરિક છે. એનૈ પોતાના વિચારો રજૂ કરવાનો હક છે. એને રોકવાવાળા તમે કોણ?
 5 May at 3.40 pm 8 Likes

Prachi Pujara:
 Freedom of expression....!!!
5 May at 3.42 pm

Sanjay Morparia:
Freedom of expression, my foot.
5 May at 3.44 pm

અંધેરીનો અળવીતરો:
Chetan is Chu#%&ya.
5 May at 3.47 pm

કોકટેલકુમાર:
અંધેરીના અળવીતરા, આ કઈ પ્રકારની ભાષા છે? પ્લીઝ મારી વોલ પર અપશબ્દો ન લખવા.
5 May at 3.50 pm 28 Likes

શીલા રેશમિયા:
કોકટેલકુમાર, આવા માણસને તમે બ્લોક કેમ કરી દેતા નથી?
5 May at 3.53 pm 7 Likes

P.C. Chheda:
કોણ છે આ અંધેરીનો અળવીતરો?
5 May at 3.55 pm

Prathamesh Trivedi:
છે કોઈ વિકૃત માણસ. બધાની વોલ પર જઈ જઈને ગંદકી ચરક્યા જ કરે છે.
5 May at 3.57 pm 3 Likes

Prachi Pujara:
 He is an attention-seeker psycho. Just ignore him.
5 May at 4.05 pm 18 Likes

નેહલ પુરોહિત:
વચ્ચે પેલો રાજદીપ સરદેસાઈ એના શોમાં કહી રહ્યો હતો કે અયોધ્યામાં મંદિરની જગ્યાએ હોસ્પિટલ બનવી જોઈએ અને હિન્દુ-મુસ્લિમ બધાને સારવાર મળવી જોઈએ! કઈ ટાઈપનો જર્નલિસ્ટ છે આ?
5 May at 4.30 pm 11 Likes

P.C. Chheda:
આવા જર્નલિસ્ટો અને કહેવાતા બૌદ્ધિકોની આખી જમાત ખદબદે છે આ દેશમાં.
5 May at 4.40 pm 18 Likes



 શીલા રેશમિયા: 
મને યાદ છે, ૧૯૯૨માં બાબરીનો ઢાંચો તૂટ્યો ત્યારે ‘ઇન્ડિયા ટુડે’ મેગેઝિને કવરસ્ટોરી કરી હતી અને હેડિંગ આપ્યું હતું, ‘નેશન્સ શેઈમ’! મતલબ કે
ઢાંચો તૂટ્યો એટલે આખા દેશે શરમાવું જોઈએ. બોલો.
5 May at 4.42 pm

પુનિત રાબડિયા:
 મંંદિરની જગ્યાએ મૂતરડી બનાવવી જોઈએ એવું આ ‘ઇન્ડિયા ટુડે’વાળાઓએ જ લખ્યું હતુંને?
5 May at 4.46 pm

Meera Upadhyay:
 હાય હાય. આવું લખ્યુંતું?
5 May at 4.47 pm

Nishant Desai:
 આ રહ્યું ‘ઇન્ડિયા ટુડે’ નું એ કવરપેજ.
5 May at 4.48 pm 4 Likes

Prachi Pujara:
Oh my God! Really?
5 May at 4.50 pm

નેહલ પુરોહિત:
શીલા રેશમિયા, Please confirm.
 5 May at 4.51 pm

શીલા રેશમિયા:
 મૂતરડીવાળું તો મને અત્યારે યાદ નથી. સોરી.
5 May at 4.55 pm 2 Likes

અમૃતલાલ રાજપરા:
 તે વખતે ગુજરાતી ‘ઇન્ડિયા ટુડે’ પણ બહાર પડતુ હતું. ગુજરાતી એડિશનમાં કવર પર એ લોકોએ ‘દેશનું કલંક’ કે એવું કશુંક મથાળું માર્યું હતું.
5 May at 4.05 pm

P.C. Chheda:
એમાં તો ગુજરાતી ‘ઇન્ડિયા ટુડે’ બંધ થઈ ગયું. આઈ મીન, ગુજરાતી પ્રજાને આવું એન્ટિ-હિન્દુ ટાઈપનું થોડું ગમે?
 5 May at 5.10 pm 4 Likes

શીલા રેશમિયા:
પણ એ તો અંગ્રેજી એડિશનવાળા જે કરે એ જ બેઠ્ઠું ગુજરાતીમાં કરવું પડેને? એ જે હોય તે, બટ આઈ મિસ શીલા ભટ્ટ. કેવી બાહોશ જર્નલિસ્ટ.
Gujarati journalism's loss, English journalism's gain.
5 May at 5.15pm 6 Likes

Prachi Pujara:
 Does anybody has Sheela Bhatt's contact number? Pls inbox me.
 5 May at 5.17 pm 2 Likes

P.C. Chheda:
પેલો રાજદીપ સરદેસાઈ અત્યારે ઇન્ડિયા ટુડેની ન્યુઝચેનલમાં જ કામ કરે છેને.
5 May at 6.10 pm

કાર્તિક મહેશ્ર્વરી:
કોકટેલકુમારે હાફ ગર્લર્ફન્ડ વિશે સવાલ પૂછ્યો હતો. વાત ક્યાંની ક્યાં પહોંચી ગઈ.
5 May at 6.30 pm

Prachi Pujara:
I looove Arjun...
5 May at 6.35 pm

Ekta A.:
લે! આ પ્રાચીએ પાછું ચાલુ કર્યુ.
5 May at 6.45 pm 3 Likes

અવનીશ ચૌહાણ:
અર્જુન કપૂર અને મલ્લિકા અરોરાના અફેરનું પછી શું થયું? મલ્લિકાના હવે ડિવોર્સ થઈ ગયા છે એટલે હવે બેયને જલસા જ જલસા, નંઈ? મુંબઈ મિરર છાપાના ડાયરી પેજમાં નામ આપ્યા વગર એ લોકો ગોસિપ મૂકતા હોય છે. લગભગ એમાં જ મેં વાંચ્યું હતું કે મલ્લિકા અને
 અર્જુન ઈશ્ક-વિશ્ક કરવું હોય ત્યારે વર્લીની ફાઈવસ્ટાર હોટલમાં (ફોર સિઝન્સ?) રુમ બુક કરે છે.
5 May at 7.10 pm

રોમા પટેલ:
મલ્લિકા અરોરા નહીં, મલાઈકા અરોરા. અવનીશ ચૌહાણ, નામ તો સરખાં લખ.
5 May at 7.12 pm

કકળાટિયો કેતન:
લ્યો, આવી ગયો ગોસીપીયો. નવરોનાથો નંબર વન. અલ્યા અવનીસીયા, તું છાપામાં આવું જ બધું વાંચે છે? ન્યુઝ વાંચતો હો તો!
 5 May at 7.17 pm 4 Likes

અંધેરીનો અળવીતરો:
તે આ ન્યુઝ જ છેને.
5 May at 7.18 pm

સુહાના શ્રોફ:
કોકેટેલકુમાર, તું તો ‘હાર્ફ ગર્લફ્રેન્ડ’ ફર્સ્ટ-ડે-ફર્સ્ટ-શોમાં જોવાનો જ ને? ફેસબુક પર તરત રિવ્યુ લખજે.
5 May at 7.20 pm

કોકેટેલકુમાર: શ્યોર.
5 May at 7.22 pm 20 Likes
(સમાપ્ત)
(નોધ: આ કોલમમાં ઉલ્લેખ પામેલાં તમામ નામો કાલ્પનિક છે.)

 0 0 0 

Monday, May 22, 2017

Cannes 2017: મૃત પ્રેમિકા વીસ વર્ષે ભૂત બનીને પાછી ફરે ત્યારે...

 સંદૃેશ - સંસ્કાર પૂર્તિ - બુધવાર  - ૨૧ મે ૨૦૧૭ 

મલ્ટિપ્લેકસ 

એક સાથે કેટલીય સ્ત્રીઓને પ્રેમજાળમાં ફસાવતો છેલછોગાળો સૈનિક્, ક્ડિનેપ થઈ જતું મહાકાય પ્રાણી , ગામલોકો જેને ડાકણ ગણે છે એ નાનક્ડી બાળકી, પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહેલા રેફ્યુજીઓ... આ વખતના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં વિષય વૈવિધ્ય ઊડીને આંખે વળગે એવું છે.  

Ismael's Ghosts


ફ્રાન્સમાં કાન નામના રુપકડા શહેરમાં હાલ જગવિખ્યાત કાન ફિલ્મ ફેસ્ટિવલ પૂરજોશમાં ચાલી રહ્યો છે. (સ્પેિંલગ ભલે CANNES હોય, પણ તેનો ઉચ્ચાર કાન થાય, કાન્સ નહીં.) માત્ર વર્લ્ડ સિનેમામાં જ નહીં, ફેશન ઇન્ડસ્ટ્રીમાં પણ કાન ફિલ્મ ફેસ્ટિવલનો ભારે દૃબદૃબો છે. કાન ફેસ્ટિવલની આ સિત્તેરમી એડિશન છે. ૨૮ મેએ આ બાર દિવસીય ફેસ્ટિવલની પૂર્ણાહૂતિ થશે. અહીં જેનું સ્ક્રીિંનગ થઈ રહ્યું છે એમાંની કેટલીય ફિલ્મો આખી વર્ષ ગાજતી રહેશે અને છેક આગામી ઓસ્કર સુધી એના પડઘા સંભળાયા કરશે. આ વખતના કાન ફેસ્ટિવલમાં કઈ ફિલ્મોની સૌથી વધારે ચર્ચા છે? જોઈએ.

ઈસ્માઈલ્સ ઘોસ્ટ્સ: કોઈ પણ ફિલ્મ ફેસ્ટિવલની ઓપિંનગ ફિલ્મનું વિશેષ મહત્ત્વ હોય છે. આ વખતના કાન ફેસ્ટિવલનો શુભારંભ ‘ઈસ્માઈલ્સ ઘોસ્ટ્સ' નામની ફ્રેન્ચ ફિલ્મના પ્રિમીયરથી થયો. શું છે તેની સ્ટોરી? એક ફિલ્મમેકર છે. પહેલી નજરે તો એવું જ લાગે કે પોતાની પત્ની સાથે એ ઠીક ઠીક ખુશહાલ જિંદૃગી જીવી રહ્યો છે. એની નવી ફિલ્મનું શૂિંટગ શરુ થાય એટલી જ વાર છે, પણ કોણ જાણે ક્યાંથી એની ભૂતપૂર્વ પ્રેમિકા ઓિંચતાં એના જીવનમાં પાછી પાછો પ્રવેશે ક્રે છે. કરેકશન. એ  ભૂતપૂર્વ પ્રેમિકા નહીં, પણ પ્રેમિકાનું ભૂત છે, કેમ કે એ તો વીસ વર્ષ પહેલાં મૃત્યુ પામી હતી. ભૂતિયા ગર્લફ્રેન્ડની એન્ટ્રીથી ફિલ્મમેકરના સંબંધોમાં ભૂકંપ આવી જાય છે. એને હવે ભાન થાય છે કે પોતાની પ્રેમિકાને એ ક્યારેય ભુલ્યો જ નહોતો.

અરનોદૃ દૃીપ્લીશા નામના ડિરેકટરે બનાવેલી ફિલ્મના કલાકારોમાં એક નામ પરિચિત છે - શાર્લોટ ગેન્સબર્ગ કે જેણે ફિલ્મમેકરની પત્નીની ભુમિકા ભજવી છે. શાર્લોટને અગાઉ આપણે લાર્સ વન ટ્રિઆ નામના વિવાદૃાસ્પદૃ ડેનિશ ફિલ્મમેકરની ‘એન્ટિક્રાઈસ્ટ' (આ કોલમમાં આ ફિલ્મ વિશે આપણે વિગતે વાત કરી ચુકયા છીએ. મારા બ્લોગ પર જઈને સર્ચ મારો. મળી જશે.) અને ‘નિમ્ફોમેનિયાક' જેવી અતિ વિવાદૃાસ્પદૃ ફિલ્મોમાં ખતરનાક ભુમિકાઓમાં જોઈ ચુક્યા છીએ. અલેહાન્દ્રો ઇનારીતુની ખૂબ વખણાયેલી ‘ટ્વેન્ટીવન ગ્રામ્સ'માં પણ શાર્લોટનો સરસ રોલ હતો.

હેપ્પી એન્ડ: આ ફિલ્મના ડિરેકટર છે, માઈકલ હાનેકે. ૭૫ વર્ષની ઉંમર છે, પણ આ મૂળ ઓસ્ટ્રેલિયન ફિલ્મમેકર આ ઉંમરે પણ અફલાતૂન ફિલ્મો બનાવી જાણે છે. ૨૦૦૯માં એમને ‘ધ વ્હાઈટ રિબન' નામની ફિલ્મના નિર્દૃેશન બદૃલ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સર્વશ્રેષ્ઠ ડિરેકટરનો ગોલ્ડન પામ અવોર્ડ મળ્યો હતો. ૨૦૧૨માં ‘આમોર' નામની અદૃભુત ફિલ્મનું પ્રીમિયર યોજાયું હતું. આ ફિલ્મે પણ માઈકલને ગોલ્ડન પામ અવોર્ડ તો અપાવ્યો જ, પણ સાથે સાથે આ તેણે બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મનો ઓસ્કર અવોર્ડ પણ જીતી લીધો હતો. (ડિટ્ટો. આ કોલમમાં આપણે ‘આમોર' વિશે પણ વિગતવાર ચર્ચા કરી ચુકયા છીએ. મારા બ્લોગ પર જઈને Amour સર્ચ મારશો એટલે લેખ મળી જશે.) આ વખતના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં માઈક્લ હાનેકેની ‘હેપ્પી એન્ડ'નું સ્ક્રીિંનગ થવાનું છે. તેમાં ફ્રાન્સના એક નગરમાં રેફ્યુજી તરીકે કટોકટીનો સામનો કરી રહેલા પરિવારની વાત છે. ધારો કે ‘હેપ્પી એન્ડ' માટે પણ માઈકલ હાનેકેને સર્વશ્રેષ્ઠ ડિરેકટરનો અવોર્ડ મળે તો કાન ફિહ્લમ ફેસ્ટિવલના ઇતિહાસમાં ત્રણ-ત્રણ વાર ગોલ્ડન પામ અવોર્ડ જીતનારા પહેલા ડિરેકટર તરીકે એમનું નામ સુવર્ણાક્ષરે નોંધાઈ જશે.

Okja


ઓક્જા:  મિજા નામની એક કોરીઅન છોકરી છે. એના બેસ્ટ ફ્રેન્ડનું નામ છે, ઓક્જા. ઓક્જા ભયાનક દૃેખાવ અને રાક્ષસી કદૃ ધરાવતું વિરાટ પ્રાણી છે. જોકે બિચારું ડાહ્યું અને ફ્રેન્ડલી છે. એક દિૃવસ આ જાનવરને કોઈ ઉઠાવી જાય છે અને અમેરિકા મોકલી આપે છે. મિજા કોઈ પણ હિસાબે આ પ્રાણીને બચાવવા માગે છે, કેમ કે જો એ એમ ન કરે તો મોટી કોર્પોરેટ કંપની એના હાલહવાલ કરી નાખે. તો આ છે ‘ઓક્જા'નું કથાનક. કાન ફેસ્ટિવલમાં સામાન્યપણે આ  પ્રકારની ‘કમર્શિયલ' થીમ ધરાવતી ફિલ્મો ઓછી સિલેકટ થાય છે, પણ ‘ઓક્જાની વાત અલગ છે, કેમ કે આ ફિલ્મ બનાવનારા બોન્ગ જૂ-હૂ નામના ડિરેક્ટર વર્ષોથી કાન ફેસ્ટિવલના આયોજકોના ફેવરિટ રહ્યા છે.      

ધ બિગાઈલ્ડ: અંગ્રેજીમાં ટુ બિગાઈલ એટલે કોઈને મોહિત કરી દૃેવા. બિગાઈલ્ડ એટલે મોહિત થઈ ગયેલા. આ ફિલ્મ સોફિયા કપોલાએ બનાવી છે. સોફિયા કપોલા એટલે ‘ગોડફાધર સિરીઝ બનાવીને અમર થઈ ગયેલા ફિલ્મમેકર ફ્રાન્સિસ ફોર્ડ કપોલાની દૃીકરી. ૪૬ વર્ષીય સોફિયાના નામે ‘લોસ્ટ ઇન ટ્રાન્સલેશન' જેવી ખૂબ વખણાયેલી ફિલ્મ બોલે છે. એમને આ ફિલ્મનો ઓરિજિનલ સ્ક્રીનપ્લે લખવા બદૃલ ઓસ્કર મળેલો.

‘ઘ બિગાઈલ્ડ'માં શું છે? લગભગ દૃોઢસો વર્ષ પહેલાંના અમેરિકાનો સમયગાળો છે. માનવવસ્તીથી દૃૂર કોઈ અંતરિયાળ જગ્યાએ હવેલી જેવી લેડીઝ હોસ્ટેલ ઊભી છે. અહીં રહેતી છોકરીઓ સીધુંસાદૃું અને ગોઠવાયેલું જીવન જીવે છે. એક દિૃવસ અચાનક એક ઘાયલ સિપાહી (કોલિન ફરેલ) અહીં આવી ચડે છે. સૌથી સિનિયર સ્ત્રી (નિકોલ કિડમેન) એને ઘરમાં લાવે છે, એની સારવાર કરે છે. એ વખતે ક્યાં કોઈને ખબર હતી કે આ અજાણ્યા હેન્ડસમ પુરુષના આવવાથી સૌના જીવનમાં ભયંકર  ઉથલપાથલ થઈ જવાની છે. પુરુષ સ્વભાવે રસિક છે, ચાર્મિંગ છે. કામવાળી સહિત લગભગ બધી યુવતીઓ સાથે એ ઈશ્કના પેચ લડાવવા લાગે છે. સ્ત્રીઓ પણ સિપાહી પર મોહિત થઈ ગઈ છે. પેલો સૌને વારાફરતી રમાડ્યા કરે છે. સેક્સ્યુઅલ ટેન્શન, ઈર્ષ્યા, માલિકીભાવ અને બદૃલાની ભાવનાથી હોસ્ટેલનો માહોલ છલકાઈ જાય છે. બધી સ્ત્રીઓ સાથે વારાફરતી મજા કરતા સિપાહીએ જોકે આખરે ભયંકર િંહસાના ભોગ બનવું પડે છે.
થોમસ કલિનેલ નામના લેખકે લખેલી આ જ ટાઈટલવાળી નવલકથા પરથી આ ફિલ્મ બની છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી સોફિયા કપોલા ખાસ ફોર્મમાં નથી. બધાને એ જોવામાં રસ છે કે ‘ઘ બિગાઈલ્ડ'થી તેઓ પાછાં ફોર્મમાં આવે છે કે કેમ.

The Beguiled


 ફ્લેશ એન્ડ સેન્ડ: હમણાં થોડી વાર પહેલાં જ ઉપર જેનો ઉલ્લેખ કર્યો એ અલેહાન્દ્રો ઈનારીતુ એક એવા મેક્સિકન ડિરેક્ટર છે જેમની ફિલ્મોની દૃુનિયાભરના ફિલ્મી રસિયાઓ અધ્ધર શ્ર્વાસે રાહ જોતા હોય છે. ‘બેબલ', ‘બર્ડમેન' અને ‘ધ રેવનન્ટ' જેવી અદૃભુત ફિલ્મો આ માણસના બાયોડેટામાં બોલે છે. આમાંની છેલ્લી બે ફિલ્મો માટે એમણે  ૨૦૧૪ અને ૨૦૧૫માં બેક-ટુ-બેક બે વખત બેસ્ટ ડિરેક્ટરનો ઓસ્કર જીતી લીધો હતો. આ વખતના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઇનારીતુ ‘ફ્લેશ એન્ડ સેન્ડ' લઈને આવ્યા છે. ના, આ રેગ્યુલર ફિચરલેન્થ ફિલ્મ નથી, બલકે માત્ર સાડાછ મિનિટની વર્ચ્યુઅલ રિયાલિટી (વીઆર) ફિલ્મ છે. વીઆર ફિલ્મમાં તમારે તોતિંગ સાઈઝના ગોગલ્સ જેવું ઉપકરણ આંખો પર પહેરી લેવાનું હોય છે, જેના કારણે તમે માત્ર દૃર્શક બની રહેતા નથી, બલકે ખુદૃ જાણે ફિલ્મમાં ચાલતી ઘટમાળનો હિસ્સો હો એવો અનુભવ કરો છો. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં કોઈ વીઆર ફિલ્મ સિલેકટ થઈ હોય એવું આ વખતે પહેલી વાર બન્યું છે. આમાં ઇમિગ્રન્ટ અને રેફ્યુજી તરીકે જીવતા લોકોની કઠણાઈની વાત છે.

આ ફિલ્મ શૂટ કોણે કરી છે? ઇમેન્યુએલ લુબેઝ્કીએ. ઈમેન્યુએલ લુબેઝ્કી કોણ? બેક-ટુ-બેક ત્રણ વખત બેસ્ટ સિનેમેટોગ્રાફરનો ઓસ્કર જીતવાનો વર્લ્ડ રેકોર્ડ જેના નામે બોલે છે, તે. આ ફિલ્મો એટલે ‘ગ્રવિટી' (૨૦૧૩), ‘બર્ડમેન' (૨૦૧૪) અને ‘ધ રેવનન્ટ' (૨૦૧૫), જેનાં વિઝ્યુઅલ્સ  જોઈને આખી દૃુનિયા ઝુમી ઉઠી હતી. કલ્પના કરો, ઈનારીતુ અને લુબેઝ્કી જેવા બે જબરદૃસ્ત ટેલેન્ટેડ કલાકારોએ ભેગા થઈને જે વર્ચ્યુઅલ રિયાલિટી ફિલ્મ બનાવી છે તે કેટલી અફલાતૂન હશે!

બેઝ્ડ ઓન ટ્રુ સ્ટોરી: આ એક થ્રિલર છે જેને ડિરેકટ કરી છે, રોમન પોલન્સ્કીએ. ૮૩ વર્ષના રોમન પોલન્સ્કી એક માસ્ટર ફિલ્મમેકર છે. આપણને આજેય એમની ‘રોઝમેરીઝ બેબી' નામની યાદૃગાર હોરર ફિલ્મ જોવાનો જલસો પડે છે. એન્ડ યેસ, રોમન પોલન્સ્કી એ વિવાદૃાસ્પદૃ ફિલ્મમેકર છે, જેમના પર સગીર વયની બાળા સાથે શરીર સંબંધ બાંધવાનો આરોપ પૂરવાર થઈ ચુકયો છે. આ ગુના સબબ છેલ્લાં ૪૦ વર્ષથી તેઓ અમેરિકામાં પગ મૂકી શકયા નથી. ખેર, આપણે આ વિવાદૃમાં હાલ ન પડતાં એમની લેટેસ્ટ ફિલ્મ વિશે વાત કરીએ. ‘બેઝ્ડ ઓન ટ્રુ સ્ટોરી'માં એક એવી ભેદૃી સ્ત્રીની વાત છે, જે એક ફેમસ લેખકના જીવનમાં ધરાર ઘુસવાની કોશિશ કરે છે.  આ સ્ત્રીની ભુમિકા પોલન્સ્કીની પત્ની ઇમેન્યુએલ સિગનરે ભજવી છે.        

લવલેસ: આન્દ્રે ઝિવ્યાગિન્ટસેવ જેવું અટપટું નામ ધરાવતા રશિયન ફિલ્મમેકરની આ ફુલલેન્થ ફિલ્મ છે. ભૂતકાળમાં એમની ‘લેવિએન્થન' નામની ફિલ્મને બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મનું ઓસ્કર નોમિનેશન મળી ચુક્યું છે. આ વખતની ફિલ્મમાં એક એવા પરિવારની વાત છે જેમાં પતિ-પત્ની વચ્ચે સતત ઝઘડા થયા કરે છે. બન્નેને માત્ર ક્રોધ અને તિરસ્કાર વ્યક્ત કરતાં આવડે છે. પ્રેમ કેવી રીતે વ્યક્ત કરાય તે જાણે કે તેઓ શીખ્યાં જ નથી. આવા માંદૃલા માહોલમાં સંતાનનો ઊછેર કેવો થાય? આ કપલનો દૃીકરો ત્રાસીને ક્યાંક નાસી ગયો છે. આથી એનું પગેરું શોધવા પતિ-પત્નીએ નછૂટકે એકબીજા સાથે સંપીને પગલાં ભરવાં પડે છે. આ ફિલ્મ માટેય કાન ફેસ્ટિવલમાં આ વખતે ઠીક ઠીક હવા બની છે.
  
જેના વિશે ઉત્સુકતા ફેલાઈ છે એવી આ સિવાયની પણ બીજી ઘણી ફિલ્મો છે, જેમ કે, ‘વંડરસ્ટ્રક' (બે મૂકબધિર બાળકોની વાત, જે ક્રમશ: પચાસ વર્ષના અંતરાલમાં ફેલાય છે), ‘આઈ એમ નોટ અ વિચ' (જેમાં એક નવ વર્ષની બાળકીને ગામમાં બધા ડાકણ ગણે છે), ‘ધે' (આમાં તરુણાવસ્થા પાછળ ઠેલવા માટે હોર્મોન્સ લેતા ટ્રાન્સજેન્ડર ટાઈપના કિશોરની વાત છે), ‘ધ કિલીંગ ઓફ સેક્રેડ ડીઅર' (ખતરનાક ટીનેજરની વાત કરતી આ સાઈકોલોજિકલ થ્રિલરમાં ‘ધ બિગાઈલ્ડ'નાં બે કલાકારો રિપીટ થાય છે - કોલિન ફરેલ અને નિકોલ કિડમેન), ‘રિડાઉટેબલ' (આ ફિલ્મમાં મહાન ફ્રેન્ચ ફિલ્મમેકર ગોદૃાર્દૃ સાથે એન વિઆઝેમ્સ્કી નામની એકટ્રેસના રોમાન્સની વાત છે) વગેરે.

આ બધું તો જાણે બરાબર, પણ ભારતીય ફિલ્મોનું શું? આપણને જરાય ન ગમે એવી હકીકત એ છે કે આ વખતના કાન ફિલ્મ ફેસ્ટિવલની મુખ્ય કેટેગરીઝમાં ભારતની એક પણ ફુલલેન્થ ફિચર ફિલ્મનું સ્ક્રીનિંગ થવાનું નથી. સદૃભાગ્યે સમ ખાવા પૂરતી એક શોર્ટ ફિલ્મ સ્પર્ધામાં ઊતરશે, જેનું ટાઈટલ છે, ‘આફ્ટરનૂન ક્લાઉડ્સ'. પુનાની ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા (એફટીઆઈઆઈ)માં ભણતા સ્ટુડન્ટ્સે આ ફિલ્મ તૈયાર કરી છે. આ ઉપરાંત અન્ય એફટીઆઈઆઈ સ્ટુડન્ટ્સની ‘કલ્પવૃક્ષ' નામની એક ઓર શોર્ટ ફિલ્મ વિશે પણ વાત કરવી છે. આવતા રવિવારે.    

0 0 0



Thursday, May 18, 2017

આધ્યાત્મિકતાનો સ્પર્શ જુવાનીમાં જ થઈ જવો જોઈએ

સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - બુધવાર  - ૧૭ મે ૨૦૧૭

ટેક ઓફ

શરીરમાં હણહણતા અશ્ર્વ જેટલી તાકાત હોય, હોર્મોન્સ ઊછળકૂદૃ કરતા હોય, િંજદૃગીની ઈમારતનો નકશો આકાર લઈ રહ્યો હોય, મનમાં સ્વપ્નો અને મહત્ત્વાકાંક્ષાઓ તરંગો સર્જ્યાં કરતાં હોય, સંબંધોની સમૃદ્ધિ તેમજ સંબંધોની ક્રૂરતામાંથી પસાર થવાનું હજુ બાકી હોય અને િંજદૃગીનાં સત્યો-માપદૃંડો-હદૃરેખાઓ-વિચારધારાઓ ડિફાઈન થઈ રહ્યાં હોય ત્યારે માણસને આધ્યાત્મિકતાની સૌથી વધારે જરુર પડે છે.




માણસે કયારે આધ્યાત્મિક બનવું જોઈએ? જીવનના કયા તબક્કે માણસને આધ્યાત્મિકતાનો સ્પર્શ થઈ જવો જોઈએ? આધ્યાત્મિકતાને કઈ રીતે ડિફાઈન કરી શકાય? આધ્યાત્મિક હોવું અને ધાર્મિક હોવું - આ બન્ને એક જ વસ્તુ છે કે અલગ અલગ? જિંદૃગીમાં એક સમય આવે છે જ્યારે આપણું મન આ બધા પ્રશ્ર્નોના ઉત્તર તીવ્રતાથી ઝંખવા માંડે છે.

મા-બાપે કે દૃાદૃા-દૃાદૃીએ શીખવ્યું હતું એટલે ભગવાનની મૂર્તિ સામે યાંત્રિકપણે અગરબત્તી-દૃીવા કરી નાખવા કે ઘરમાંથી બહાર પગ મૂક્તાં પહેલાં ભગવાન સામે માથું નમાવીને ફટાફટ નીકળી જવું તે ધાર્મિકતા નથી. રુદ્રાક્ષની માળા હાથમાં લઈને સમજ્યા વગર બંધ આંખે જાપ જપવા બેસી જવું તે પણ ધાર્મિકતા નથી. સાચા ધર્મ અને અધ્યાત્મને બાહ્ય વિધિઓ સાથે ક્યાં કશો સંબંધ હોય છે? સ્વામી વિવેકાનંદૃે યોગ્ય જ કહ્યું છે કે, ‘યજ્ઞયાગ, સાષ્ટાંગ દૃંડવત પ્રણામ, અસ્પષ્ટ મંત્રોચ્ચાર એ કંઈ ધર્મ નથી. જો તેનાથી આપણા વિચારો ઊચ્ચ થાય કે આપણે ઈશ્ર્વરી પૂર્ણતાનો સાક્ષાત્કાર કરી શકીએ અને સુંદૃર તથા સાહસિક કાર્યો કરવાને પ્રરાઈએ, તો જ આ બધામાં કંઈ સાર છે. જ્યાં સુધી ‘મને અડકશો નહીં' એ તમારો પંથ છે અને રસોડાનું હાંડલું તમારો દૃેવ છે ત્યાં સુધી આધ્યાત્મિક વિકાસ અસંભવિત છે.'

પ્રચલિત રીતે જેને ‘ધર્મ' કહેવામાં આવે છે તેનો સંદૃર્ભ ખરેખર તો સંપ્રદૃાયો સાથે હોય છે. હિંદૃુ ઘરમાં જન્મેલું બાળક આપોઆપ હિંદૃુ બને છે. ખ્રિસ્તી કે મુસ્લિમ પરિવારમાં જન્મેલું બાળક આપોઆપ ખ્રિસ્તી કે મુસ્લિમ બને છે. આ અર્થમાં સંપ્રદૃાય માણસને વારસામાં મળે છે, પણ અધ્યાત્મ માણસે ખુદૃ ડિસ્કવર કરવું પડે છે. સંપ્રદૃાય પરંપરાગત રસ્તે થઈને આપણે જેને ઈશ્ર્વર કે પરમપિતા પરમાત્મા કહીએ છીએ તેની નજીક લઈ જવાનું કામ કરે છે, જ્યારે અધ્યાત્મ માણસને પોતાની જાતની નજીક લઈ જાય છે, એને પોતાની પ્રકૃતિ અને વૃત્તિઓ પ્રત્યે જાગૃત બનાવે છે. ધર્મ અને અધ્યાત્મ વાસ્તવમાં ઇન્ટરચેન્જેબલ બાબતો છે. આ બન્નેની વચ્ચે વ્યાખ્યાઓની ઊંચી દૃીવાલ ચણવાની જરુર નથી. તમે ધર્મ કહો કે અધ્યાત્મ, બન્નેનો ઉદ્દેશ આખરે તો એક જ છે - માણસને જીવન જીવવાની કળા શીખવવાનો. જે વસ્તુ માણસને જીવન જીવવાની કલા શીખવી શકતી નથી તે નથી ધર્મ કે નથી અધ્યાત્મ.  

અમુક લોકોના મનમાં એક તદ્દન ફાલતુ માન્યતા ઊભી થઈ ગઈ છે કે આધ્યાત્મિકતા ને એવું બધું તો બુઢાપામાં કરવાનું હોય. જુવાની અને આધ્યાત્મિક્તાને શું લાગેવળગે? આ માન્યતામાંથી ત્વરિત બહાર આવી જવાનું છે. સિનિયર સિટીઝનનું લેબલ લાગી ચુક્યું હોય, શરીર ખખડી ગયું હોય, આંખ-કાન-જીભ ક્ષીણ થવા લાગ્યાં હોય અને જીવનમાં હવે કરવા માટે હવે બીજું કશું બચ્યું ન હોય ત્યારે માણસ સ્પિરિચ્યુઅલ બને તોય શું ને ન બને તોય શું. મોટા ભાગનું જીવન જીવાઈ ગયું હોય પછી જીવન જીવવાની કલા આવડે તોય શું, ન આવડે તોય શું. આધ્યાત્મિકતા કંઈ નવરા બુઢા લોકો માટેની ટાઈમપાસ એકિટવિટી નથી.



જીવનમાં આધ્યાત્મિકતાનો સ્પર્શ યુવાનીમાં જ થઈ જવો જોઈએ. જ્યારે શરીરમાં હણહણતા અશ્ર્વ જેટલી તાકાત હોય, હોર્મોન્સ ઊછળકૂદૃ કરતા હોય, જિંદૃગીની ઈમારત ઊભી કરવાનો નકશો આકાર લઈ રહ્યો હોય, મનમાં સ્વપ્નો અને મહત્ત્વાકાંક્ષાઓ સતત તરંગો સર્જ્યાં કરતાં હોય, કરીઅર અને લગ્ન જેવાં જીવનના સૌથી મહત્ત્વના નિર્ણયો હજુ લેવાયા ન હોય અથવા તાજા તાજા લેવાયા હોય, સંબંધોની સમૃદ્ધિ તેમજ સંબંધોની ક્રૂરતામાંથી પસાર થવાનું બાકી હોય અને જિંદૃગીનાં સત્યો-માપદૃંડો-હદૃરેખાઓ-વિચારધારાઓ ડિફાઈન થઈ રહ્યાં હોય ત્યારે માણસને આધ્યાત્મિકતાની સૌથી વધારે જરુર પડે છે. જો યુવાનીમાં આધ્યાત્મિકતાના ક્ષેત્રે સાચી દિૃશામાં કદૃમ માંડી દૃીધાં હશે તો અગાઉ ક્યારેય થઈ નહોતી થઈ એવી આંતરિક સ્પષ્ટતાઓ થવા માંડે છે. જીવનનાં નાનામાં નાનાથી લઈને મોટામાં મોટાં યુદ્ધો લડવામાં ખૂબ મદૃદૃ મળે છે. માણસને આધ્યાત્મિકતા યુવાનીમાં સૌથી વધારે શોભે છે.

... અને તેથી જ અધ્યાત્મના ક્ષેત્રમાં પગ મૂકી રહેલા યુવાનોને જોઈને ખૂબ પ્રસન્નતા થાય છે. દૃુનિયાભરમાં પાંડુરંગ શાસ્ત્રી પ્રેરિત સ્વાધ્યાય પરિવારનાં આશરે ૨૫,૦૦૦ યુવા કેન્દ્રો તેમજ યુવતી કેન્દ્રો સક્રિય છે. દૃર અઠવાડિયે ૧૬થી ૩૦ વર્ષની એજગ્રપુમાં સ્થાન પામતા લાખો યંગસ્ટર્સ આ કેન્દ્રોમાં એકત્રિત થઈને શારીરિક-માનસિક-બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસના પાઠ શીખે છે. ગૌતમ બુદ્ધે વિશ્ર્વને જેની ભેટ આપી છે વિપશ્યનાની સાધના  ખાસ્સી ચેલેન્જિંગ અને કઠિન છે, પણ વિપશ્યનાની શિબિરોમાં યુવાનોની બહુમતી જોઈને પુલકિત થઈ જવાય છે. આધ્યાત્મિક ગુરુ મોરારીબાપુના બહુ વખણાતા અસ્મિતા પર્વ નામના સાંસ્કૃતિક ઉત્સવોમાં યુવાનો ઉત્સાહભેર ભાગ લે છે. અર્બન અપીલ ધરાવતા પદ્મવિભૂષણ જગ્ગી સદૃગુરુ અધ્યાત્મક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી રહ્યા છે અને યુવાનોમાં તેઓ વિશેષ લોકપ્રિય છે. આવાં અનેક ઉદૃાહરણો છે.

આધ્યાત્મિક સાધના શીખ્યા પછી તેનો ગંભીરતાપૂર્વક નિયમિત રિયાઝ કરતા યુવાનોની જીવનશૈલીમાં અને વર્તન-વ્યવહારમાં આશ્ર્ચર્ય થાય એવાં નક્કર પરિવર્તનો જોઈ શકાય છે. તેઓ પોતપોતાના ક્ષેત્રમાં ઊત્તમ કામગીરી કરશે એવી અપેક્ષા રાખવાનું પણ મન થાય છે. એવી ખાતરી તો મળે જ છે કે આ યંગસ્ટર્સ આગળ જતા મહાન કામો કરે કે ન કરે, પણ કમસે કમ તેઓ ભ્રષ્ટ, લબાડ અને ચરિત્રહીન તો નહીં જ બને.    

આધ્યાત્મિક હોવું એટલે ભગતડા બની જવું એમ નહીં. આધ્યાત્મિક હોવું એટલે નીરસ બની જવું એમ પણ નહીં. આધ્યાત્મિકતાનો ઉપયોગ પ્રમાદૃી કે પલાયનવાદૃી બનવા માટે બિલકુલ કરવાનો નથી. મહેનત કરવાના સમયે જો તમે પલગં પર લાંબા થઈને, સાઈડમાં લેપટોપ ખોલીને, યુટ્યુબ પર ક્લાકો સુધી આધ્યાત્મિક પ્રવચનોના વિડીયો જોયા કરો તે ન ચાલે. જવાબદૃારીથી ભાગીને  ‘ના હોં, મારો મેડિટેશનનો ટાઈમ થઈ ગયો' એમ કહીને તમે પલાંઠી વાળીને બેસી જાઓ તે પણ ન ચાલે. મોરારીબાપુ ક્હે છે તેમ, ક્થામાં તો ઘણા લોકો બેસે છે, પણ લોકોમાં ક્થા બેસતી નથી! આધ્યાત્મિક્તાના મામલામાં પણ આવું જ.

ઘણા લોકોને સ્પિરિચ્યુઆલિટીનું વ્યસન થઈ જાય છે. તેઓ ગંગામાં ધૂબાકા લગાવશે, હૃષિકેશ-હરિદ્વાર જઈને યોગસાધનાના કરી આવશે, વિપશ્યનાની દૃસ-દૃસ દિૃવસની શિબિરો કરશે, આનંદૃમૂર્તિ ગુરુમાના ગન્નોર ખાતે આવેલા રિશી ચૈતન્ય આશ્રમમાં દિૃવસો પસાર કરશે, ગાંજો પીતા પીતા જોરશોરથી ઓશો રજનીશ વિશે તાત્ત્વિક ચર્ચાઓ કરશે ને અઘોરીઓ પાસેથી ભેદૃી વિદ્યા શીખવા જંગલોમાં ડાફરિયા પણ મારશે. આવા લોકોે સ્પિરિચ્યુઅલ જન્કી છે. આપણે એમના જેવા તો જરાય બનવાનું નથી. આપણે અધ્યાત્મમાં સક્રિય બનવાનું છે, આધ્યાત્મિક મનોરંજનમાં નહીં. અધ્યાત્મ હોય કે જીવનનું કોઈ પણ ક્ષેત્ર હોય, જો વિવેકબુદ્ધિ અને સંતુલન ન જળવાય તો બધું નકામું છે.  

સ્વામી વિવેકાનંદૃે વર્ષો પહેલાં યુવાનોને ઉદ્દેશીને જે ક્હેલું તે આજે પણ એટલું જ પ્રસ્તુત છેઃ ‘આપણા દૃેશમાંં હજી ધર્મ અને આધ્યાત્મિકતા છે. ધર્મ અને આધ્યાત્મિકતાના પ્રવાહોએ દૃુનિયા પર પૂરજોશમાં વહેવું પડશે અને દૃુનિયાને તરબતર કરી દૃેવી પડશે... દૃરેક જીવાત્મામાં દિૃવ્યતા સુપ્ત રુપે રહેલી છે. બાહ્ય અને આંતર પ્રકૃતિ પર કાબૂ મેળવી અંદૃર રહેલી દિૃવ્યતા પ્રગટ કરવી એ લક્ષ્યસ્થાન છે. કર્મ, ભકિત અથવા પ્રાણાયામ કે તત્ત્વજ્ઞાન આમાંથી એકથી વધારેની અથવા બધાંની મદૃદૃ લઈને એ કરો અને મુકત થાઓ. આમાં બધો ધર્મ આવી જાય છે. મતમતાંતર, માન્યતાઓ, વિધિઓ, ગ્રંથો, મંદિૃરો, બાહ્ય આચાર - આ બધી ગૌણ વાતો છે.'

0 0 0 

Saturday, May 13, 2017

દૃીપ્તિ નવલ: પરફેક્ટ પ્રવાસી

સંદૃેશ - સંસ્કાર પૂર્તિ - ૧૩ મે ૨૦૧૭ 

મલ્ટિપ્લેકસ 

આ અફલાતૂન એક્ટ્રેસ અલગારી જીવ છે. એ હિમાલયના પહાડો ખૂંદૃે, લડાખની થિજેલી નદૃી પર દિૃવસોના દિૃવસો સુધી કૂચકદૃમ કરે. એમને વૈભવી પ્રવાસો નહીં, પણ કઠિન ટ્રેિંકગ કરવાનું ગમે છે અને તે પણ એકલાં! 
Deepti Naval at frozen Zanskhar Vally, Ladakh


દૃીપ્તિ નવલને આપણે ઉત્તમ અભિનેત્રી તરીકે ઓળખીએ છીએ. તમને ખબર ન હોય તો જાણી લો કે આ સિવાય દૃીપ્તિએ બે ફિલ્મો ડિરેકટ કરી છે, એક ટીવી સિરીયલનું લેખન અને દિૃગ્દૃર્શન કર્યું છે, તેમના બે કાવ્યસંગ્રહો અને એક વાર્તાસંગ્રહ પ્રગટ થઈ ચુક્યા છે અને તેમનાં પેઈન્ટિંગ્સ તેમજ ફોટોગ્રાફ્સનાં નિયમિત પ્રદૃર્શનો ભરાય છે, દીપ્તિની એક્ટિંગ અને અન્ય ટેલેન્ટની વાત ફરી ક્યારેક કરીશું. અત્યારે વેકેશન ભી હૈ,  મૌસમ ભી હૈ, મૌકા ભી હૈ અને દૃસ્તૂર ભી હૈ એટલે આજે માત્ર દૃીપ્તિની અલગારી રખડપટ્ટી વિશે વાત કરવી છે.

દૃીપ્તિ સાચા અર્થમાં પ્રવાસી છે. અનુભવી ટ્રેકર છે. ખાસ કરીને હિમાલયના પહાડોમાં એમણે પુષ્કળ ટ્રેિંકગ કર્યું છે. દૃીપ્તિ ભલે હવે તો સિનિયર સિટીઝન થઈ ગયાં, પણ તેઓ હજુય પોતાને દિૃલથી પહાડી કન્યા ગણે છે. તેઓ પંજાબના અમૃતસરમાં ઉછર્યાં છે. ઉનાળાના વેકેશનમાં એમનો પરિવાર પૂરા બે મહિના માટે કુલુમાં ધામા નાખતો. મમ્મી, નાનક્ડી દૃીપ્તિ અને બહેન મોજથી ‘એપલ લન્ચ' તૈયાર કરતાં. કુલુ-મનાલી બાજુ સફરજન બહુ સારાં મળે એટલે શાક પણ સફરજનનુ હોય અને કચુંબરમાં પણ સફરજન હોય. કુલુના આ બે મહિનાના આવાસ દૃરયિાન દૃીપ્તિનાં મમ્મી નવરાશની પળોમાં ચિત્રો બનાવતાં હોય અને પ્રોફેસર-રાઈટર પપ્પા શાંતિથી બેઠા બેઠા લખતા હોય. દૃીપ્તિમાં મા-બાપ બન્નેના ગુણ ઉતર્યા છે. પપ્પા દૃીકરીઓને લઈને ચાલવા ઉપડી જતા. કલાકો સુધી તેઓ ચાલ્યા કરતાં. નાનકડી દૃીપ્તિના દિૃમાગમાં પ્રશ્ર્ન જાગતો કે ચારે બાજુ દૃેખાતા આ પહાડોની પેલે પાર શું હશે? આમ, નાનપણથી જ દૃીપ્તિ નવલને પહાડો પ્રત્યે આકર્ષણ જાગ્યું હતું જે આજીવન ટકી રહ્યું.

‘હું જરા અલગ પ્રકારની પ્રવાસી છું,' દૃીપ્તિએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘મારા માટે અમુક-તમુક જગ્યાએ જઈને ફલાણી-ફલાણી જગ્યાઓ કવર કરી નાખવાનું મહત્ત્વ હોતું નથી. હું મુકતપણે રખડવામાં માનું છું. આખી જિંદૃગી મેં  ટ્રેકિંગ કર્યું છે. મુંબઈ જઈને ફિલ્મોમાં કામ કરવાનું શરુ કર્યું તે પછીય હું કાયમ ફરવા જવાના બહાનાની શોધમાં  રહેતી. એકસાથે ઝાઝા દિૃવસો ન મળે તો શોર્ટ ટ્રેકિંગ પર ઉપડી જતી. શૂટિંગ કે શેડ્યુલ કેન્સલ થયું નથી ને મેં દિૃલ્હીની ફ્લાઈટ પકડી નથી. દિૃલ્હીથી પછી લોકલ બસમાં બેસીને હિમાચલ પ્રદૃેશમાં મન ફાવે ત્યાં ઉપડી જવાનું. મારા માટે પ્રવાસ બહારની નહીં, પણ અંદરની વસ્તુ છે, આંતરિક બાબત છે. પોતાની જાત સાથે સમય વીતાવ્યા વગર મને ચેન ન પડે. મારી ખોપડીમાં મને મારો પોતાનો અવાજ સંભળાવો જોઈએ. મારા કાને પ્રકૃતિના ધ્વનિ પડવા જોઈએ. નાનપણથી હું પ્રકૃતિપ્રેમી છું. પ્રકૃતિ જ જાણે મને પોતાની પાસે આવવા સાદૃ દૃેતી હોય છે. મનમાં સ્ફૂરણા થાય એટલે ઉપડી જવાનું અને લકઝરી ટૂર નહીં, પણ એકદૃમ રૉ (કાચો, કુદૃરત સાથે જોડાયેલા) અનુભવો લેવાના.'

પ્રવાસીઓના એક્ પ્રકારમાં લોકોને પૂરેપૂરી સુખસુવિધાઓ જોઈએ, સરસ હોટલમાં બુકિંગ જોઈએ, સારું ખાવાપીવાનું જોઈએ, ફરવા માટે વાહન જોઈએ, શોપિંગ કરવા જોઈએ, સતત ફોટા અને સેલ્ફી પાડવા જોઈએ. શેડ્યુલ કે સગવડમાં સહેજ પણ ચૂક થાય તો એ ઘાંઘા થઈ જાય. બીજા પ્રકારના પ્રવાસીઓ માટે આ બધું ગૌણ છે. તેઓ પીઠ પર થેલો ભરાવીને ટ્રેકિંગ  કરશે, નવી નવી પગદૃંડીઓ પર ચાલશે, ભુલા પડશે, કુદૃરતનું સીધું સાન્નિધ્ય માણશે, રાત્રે ટેન્ટમાં રહેશે, સ્થાનિક ખાણું ખાશે, સ્થાનિક લોકો અને અન્ય પ્રવાસીઓ સાથે હળશેભળશે, શરીરને કષ્ટ આપવા તૈયાર રહેશે, અગવડ પણ એન્જોય કરશે. ત્રીજું જૂથ એવા લોકોનું છે, જેમને આ બન્ને પ્રકારના પ્રવાસો ગમે છે. જેવો મૂડ. દૃીપ્તિ નવલ સ્ટ્રિકટ્લી બીજા પ્રકારનાં પ્રવાસી છે.


‘સિમેન્ટ કોંક્રીટના જંગલમાંથી નીકળીને ફરી પાછા સિમેન્ટ કોંક્રીટના જંગલમાં (એટલે કે હોટલોમાં) જ રહેવાનું હોય તો ફરવા જવાનો મતલબ શો છે?' એ કહે છે, ‘મને તો જ્યાં સુધી પક્ષીઓનો કલબલાટ કાને ન પડે અને વૃક્ષોમાંથી ફૂંકાતી હવા શરીરને ન સ્પર્શે ત્યાં સુધી સંતોષ જ થતો નથી.'    

દૃીપ્તિ પાસે પ્રવાસની વાતોનો ખજાનો છે. ‘૨૦૦૩માં હું લડાખમાં દૃસ દિૃવસના ઝંસ્કાર રિવરના ટ્રેકિંગ માટે ગઈ હતી,' દૃીપ્તિ યાદૃ કરે છે, ‘આખી ઝંસ્કાર નદૃી થીજી ગઈ હતી અને તેના પર દૃસ દિૃવસ સુધી ટ્રેકિંગ કરવાનું હતું. તે વખતે મને ખબર નહોતી કે અહીં આ રીતે ટ્રેકિંગ કરનાર હું ભારતની પહેલી નોન-લડાખી સ્ત્રી હોઈશ! હું તદ્દન એકલી ગયેલી. મારી સાથે સામાન ઉપાડવાવાળા બે પોર્ટર હતા, બસ. હવે તો થીજીલી ઝંસ્કાર નદૃી એડવન્ચર ડેસ્ટિનેશન તરીકે પોપ્યુલર બની ગઈ છે. એને ‘ચાદૃર ટ્રેક' એવું નામ આપવામાં આવ્યું છે. આ ખાસ્સું અઘરું અને પડકારજનક ટ્રેકિંગ છે. તમારે બર્ફીલી નદૃી પર ૧૦૫ કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપવાનું હોય છે. નવાસવા કે બિનઅનુભવી ટ્રેકરોએ આ અખતરા ન કરવા. અહીં રસ્તામાં પદૃમ નામની બૌદ્ધ મોનેસ્ટરી આવે છે, જે આ વિસ્તારની સૌથી જુની મોનેસ્ટરી છે. ઝંસ્કાર વિસ્તારમાં તો ઉનાળામાં જીપ સફારી કરો તો પણ બહુ જ સરસ સીન-સિનેરી જોવા મળે.'
 
દૃીપ્તિનું બીજું એક ફેવરિટ સ્થળ છે, અરુ. એ કાશ્મીરમાં પહેલગામથી અડધા કલાકના અંતરે આવેલું છે. દૃીપ્તિએ  શ્રીનગરમાં ખાસ પોતાના માટે અલાયદૃી હાઉસબોટ વસાવી છે. શિકારામાં સવાર થઈને દૃાલ સરોવરમાં સહેલ કરવામાં દૃીપ્તિને ભારે મોજ પડે છે.

‘ઇટ ઇઝ થેરાપ્યુટિક! હું મારી નાનકડી શિકારામાં ફરતી રહું ને પછી મોડી મોડી પાછી મારી હાઉસબોટમાં આવીને કશુંક લખું-વાચું. રમઝાન મહિનામાં હું બે વાર ત્યાં ગઈ છું. આ સિઝનમાં ટુરિસ્ટો ઓછા હોવાથી બહુ શાંતિ હોય. ફકત સ્થિર પાણી હોય અને દૃૂર દૃૂર આઝાનના અવાજો સંભળાતા હોય...'

દૃીપ્તિને ખૂબ જલસો પડતો હોય એવી અન્ય જગ્યા છે, ઉત્તરાખંડમાં નૈનિતાલ જિલ્લામાં મુકતેશ્ર્વર તરફ આવેલું શીતળા એસ્ટેટ. અહીં રહેવા માટે કોઈ ફેન્સી હોટલો નથી, પણ ફરવા નીકળેલી દૃીપ્તિને આમેય કયાં ફાઈવસ્ટાર હોટલમાં રહેવાની જરુર હોય છે? હિમાચલ પ્રદૃેશમાં તિબેટની બોર્ડર નજીક સાંગલા વેલીમાં આવેલી બંજારા કેમ્પ્સ નામની જગ્યા પણ દૃીપ્તિને ખૂબ પસંદૃ છે. સાંગલા વેલીમાં જ આવેલું કિન્નુર અતિ ખૂબસૂરત સ્થળ છે. શિયાળામાં સર્વત્ર બરફની ચાદૃર બિછાઈ ગઈ હોય ત્યારે આ જગ્યા ઓર સુંદૃર બની જાય છે.

‘મેં ક્યારેય ગ્રુપ સાથે ટ્રેકિંગ કર્યું નથી,' દૃીપ્તિ કહે છે, ‘મારી પ્રકૃતિ જ એવી છે કે મને ગ્રુપમાં ઝાઝું ફાવે નહીં. મેં લાઈફમાં જેટલાં એડવન્ચર ટ્રેકિંગ કર્યા છે તે એકલાં જ કર્યા છે. હું બિન્દૃાસ ગમે ત્યાં એકલી ઉપડી જતી. ખુદૃની સલામતી માટે જરાય ફિકર કરવી પડતી નહીં. લોકો મને ઓળખી જાય એટલે પાસે આવે, સારી રીતે વાત કરે, ઇવન મને કોઈ વાતની તકલીફ તો નથીને એવો ખયાલ પણ રાખે. અત્યારે જોકે સમય એટલો ખરાબ આવી ગયો છે કે હું મહિલાઓને અંતરિયાળ જગ્યાઓએ એકલાં ફરવા જવાની સલાહ નહીં આપું. બંજારા કેમ્પ્સમાં ઘણી વાર સરસ ગ્રુપ્સ આવતાં હોય છે. આપણા જેવો એટિટ્યુડ અને શોખ ધરાવતા પ્રકૃતિપ્રેમી લોકો મળી જાય તો એમની સાથે ટ્રેિંકગ કરવાની મજા આવે.'

ફિલ્મમેકર પ્રકાશ ઝા સાથે છૂટાછેડા લીધા પછી દૃીપ્તિના જીવનમાં વિનોદૃ પંડિત નામના એક ઓછા જાણીતા એક્ટરનો પ્રવેશ થયો હતો. લાંબી ભરપૂર મૈત્રી બાદૃ તેમણે લગ્ન કર્યાં, પણ દૃુર્ભાગ્યે કેન્સરે વિનોદૃ પંડિતનો જીવ લઈ લીધો. સાથ ભલે લાંબો ન ચાલ્યો, આ પુરુષે દૃીપ્તિ નવલના જીવનને સુખ અને આનંદૃથી ભરી દૃીધું હતું. એને પણ હરવાફરવાનો, ટ્રેિંકગ કરવાનો ગાંડો શોખ હતો. કામ કરવાનું, કમાવાનું, પ્રવાસે ઉપડી જવાનું અને પૈસા ખલાસ થવા આવે એટલે પાછા ઘરે આવી જવાનું - દૃીપ્તિ અને વિનોદૃની આ લાઈફસ્ટાઈલ બની ગઈ હતી.  



‘કુલુ વેલીમાં હરિપુરમાં મારો નાનકડો સ્ટુડિયો છે,' દૃીપ્તિ કહે છે, ‘આમ તો પથ્થરનું બનેલું મકાન છે તે. મને અહીં રહેવાની બહુ મજા આવે છે. મારું બધું આર્ટ વર્ક અહીં પડ્યું છે.'

હિમાચલ અને ઉત્તરાખંડ તો સુંદૃર છે જ, પણ લેહ-લડાખ દૃીપ્તિ માટે અલ્ટિમેટ ટ્રાવેલ ડેસ્ટિનેશન છે. છ-છ વખત તેમણે અડધું ભારત ક્રોસ કરીને મુંબઈથી લડાખ સુધીનું અંતર જાતે ગાડી ડ્રાઈવ કરીને કાપ્યું છે! ‘ઈન સર્ચ ઓફ અનધર સ્કાય'  નામના એમના સૌથી પહેલા ફોટોગ્રાફી એકિઝબિશનની તસવીરો એમણે જાન્યુઆરી ૧૯૯૮ના લડાખપ્રવાસ દૃરમિયાન ખેંચી હતી. આ સમયે શિયાળો ચરમસીમા પર હોય. પ્રવાસીઓ શું, સ્થાનિક લોકો પણ સ્થળાંતર કરીને અન્યત્ર ચાલ્યા ગયા હોય. ફકત થોડા ધૂની વિદૃેશીઓ ક્યાંક દૃેખાતા હોય, જે કાં તો કશુંક લખતા-વાંચતા હોય અથવા મોનેસ્ટરીમાં મેડિટેશન કરતા હોય. આવા વિષમ માહોલમાં દૃીપ્તિ લેહ-લડાખ પહોંચી ગયેલાં. દૃીપ્તિ માટે આ પરફેકટ વેકેશન હતું! ટુરિસ્ટ સિઝનમાં તો સૌ કોઈ જાય, પણ ઓફ-સિઝનમાં, અક્લ્પ્ય અને અણધારી અગવડો વચ્ચે ધરતી ખૂંંદૃી વળે એ સાચો પ્રવાસી!

0 0 0


Thursday, May 11, 2017

બેકપેકર્સઃ અકેલે અકેલે કહાં જા રહે હો...

 સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - બુધવાર  - ૧૦ મે ૨૦૧૭ 

ટેક ઓફ

‘બેક્પેકર્સનો સાદૃો નિયમ છે - હોટલોમાં પૈસા નહીં બગાડવાના. હોસ્ટેલ કે ડોરમેટરીમાં જ રહેવાનું. બેક્પેકરનું એક ટિપિકલ લક્ષણ એ છે કે એ ગરીબ જ હોવાનો! એ જેટલો વધારે ગરીબ હોય એટલો વધારે સારો, વધારે ઓથેન્ટિક બેક્પેકર ગણાય! લાંબા પ્રવાસ દૃરમિયાન પૈસા ખતમ થઈ જાય તો કોઈ નાનીમોટી જોબ શોધીને પૈસા ઊભા કરી લેવાના.'



Yuval Ginor

નું નામ છે યુવલ. યુવલ ગિનોર. દૃેશ ઇઝરાયલ. ઉંમર હશે બાવીસ-ત્રેવીસ વર્ષ. પાતળો બાંધો, ઊંચું કદૃ.  એની તેજસ્વી આંખોમાં સતત ઉત્સુકતા અંજાયેલી રહે છે. મસ્તીખોર ટીનેજર જેવા એના ગોરા મિડલ-ઈસ્ટર્ન ચહેરા પર થોડા દિૃવસોની વધી ગયેલી સોનેરી દૃાઢી ચમકયા કરે છે. એ મોટે ભાગે ઢીલુંઢાલું હેરમ પેન્ટ અને મેિંચગ ટીશર્ટ પહેરી રાખે છે. એ બેક્પેકર છે. કમસે કમ, અત્યારે તો આ જ એની સાચી અને પ્રમાણભૂત ઓળખ છે.

બેક્પેકર એટલે બન્ને ખભા પર મોટો થેલો ભરાવીને દૃેશ-દૃુનિયામાં અલગારી રખડપટ્ટી કરવી નીકળી પડેલો બિન્દૃાસ પ્રવાસી. તોતિંગ સુટકેસોમાં સામાન ઠાંસીને, હોટલોના રુમ અને પિક-અપ કાર સહિતનું બધું જ અગાઉથી બુક કર્યા પછી જ પ્લેન કે ટ્રેન પકડતા, નક્કી કરી રાખેલા ટાઈમટેબલને જડતાથી વળગી રહેતા અને શરીરને જરાય કષ્ઠ ન પડે તે રીતે સાચવીસાચવી ફરવા નીકળેલા ટિપિકલ ટુરિસ્ટ કરતાં બેક્પેકર્સની તાસીર ઘણી જુદૃી હોય છે. પેરિસમાં પાતરાં કે રોમમાં રસપુરી ખાવાનો તેમનો ઉપક્રમ હોતો નથી. તેમને ઓછામાં ઓછા વૈભવ વચ્ચે વધુમાં વધુ ફરવું હોય છે. દૃુનિયાભરના દૃેશોમાંથી અસંખ્ય બેક્પેકર્સ પંખીઓનાં ટોળાંની જેમ ભારતમાં ઉતરી આવે છે અને દિૃવસો-અઠવાડિયાં-મહિનાઓ સુધી પહાડો પર, દૃરિયાકિનારે, દૃક્ષિણમાં, દૃેશના ખૂણેખૂણે ફરતા રહે છે.

યુવલ આ વિદૃેશી બેક્પેકર્સ કમ્યુનિટીના પરફેક્ટ પ્રતિનિધિ છે. એ નવ મહિનાથી ફરી રહ્યો છે. અહીં આવતા પહેલાં એ રશિયા, ચીન, કંબોડિયા, વિયેતનામ, ઇન્ડોનેશિયા, હોંગકોંગ અને થાઈલેન્ડ જેવા સાત દૃેશોમાં રખડપટ્ટી કરી ચુક્યો છે. ભારતમાં આ એનો ત્રીજો મહિનો છે.



બારમા ધોરણ પાસ કર્યા પછી તમામ છોકરા-છોકરીએ ફરજિયાત ત્રણ વર્ષ માટે મિલીટરીમાં દૃાખલ થવું પડે છે.  યુવલે પણ ત્રણ લશ્કરી તાલીમ લીધી છે. એણે કોમ્બેટ ફોટોગ્રાફીમાં સ્પેશિયલાઈઝેશન કર્યું છે. ‘આમાં તમારા હાથમાં ઘાતક ગન હોય, ગળે કેમેરા લટકતો હોય અને તમારે શૂટ કરવાનું હોય - ક્યારેક ગનથી તો ક્યારેક કેમેરાથી!' હિમાચલપ્રદૃેશના મેકલોડગંજમાં વિપશ્યના કેન્દ્રમાં મેડિટેશન કરવા આવેલો યુવલ કહે છે, ‘મારે જોેકે ક્યારેય બંદૃૂક ચલાવવાની જરુર નહોતી પડી, પણ મારા ઘણા ફ્રેન્ડ્ઝે ગનથી સાચુકલું શૂિંટગ કર્યું છે. તમારા ઇન્ડિયાની જેમ અમારે ઇઝરાયલમાં પણ સરહદૃ પર અથડામણો ચાલ્યાં જ કરતી હોય છે.'

મિલીટરીનાં ત્રણ વર્ષ પૂરાં થયાં પછી યુવલનાં મમ્મીપપ્પાએ એને કોલેજમાં દૃાખલ કરી દૃેવાની જરાય ઉતાવળ ન કરી. યુવલે એક વર્ષ સુધી નાનીમોટી જોબ કરી, પૈસા જમા કર્યા અને પછી નીકળી પડ્યો દૃુનિયા ઘુમવા.

ભારતીય સમાજમાં જુવાનીમાં પગ મૂકી રહેલાં છોકરાછોકરીઓ પર ભણવાનું અને કરીઅર બનાવવાનું એકધારું પ્રેશર રહેતું હોય છે. ચોવીસ-પચ્ચીસ વર્ષે  પણ યુવાન ગ્રેજ્યુએટ થયો ન હોય તો જાણે એના પર કલંક લાગી ગયું હોય એવો માહોલ ઊભો થાય છે. હાઈસ્કૂલ કે જુનિયર કોલેજનું ભણતર પૂરું કરનાર સત્તર-અઢાર વર્ષની કાચી ઉંમરે પોેતે જિંદૃગીમાં શું કરવા માગે છે અને કયાં ક્ષેત્રમાં આગળ વધવા માગે છે એની સ્પષ્ટતા કેવી રીતે હોય? જિંદૃગીનો આટલો મોટો નિર્ણય લેવા માટે  અનુભવ જોઈએ, પરિપકવતા જોઈએ, જે સોળ-સત્તર વર્ષનાં છોકરાછોકરીમાં ન જ હોય. આથી મા-બાપના કહેવાથી કે તેમના દૃબાણથી કે દૃોસ્તોને જોઈને તેઓ અમુકતમુક લાઈન પકડી લે છે. લાઈન તાસીરને અનુકૂળ હોય તો ઠીક છે, નહીં તો છોકરો હેરાનપરેશાન થઈ જાય છે. થોડીઘણી જાગૃતિ હશે તો જુવાનીનાં કિમતી વર્ષો વધારે વેડફાય તેની પહેલાં એ પોતાની પ્રકૃતિ અને પ્રતિભાને અનુરુપ ક્ષેત્રમાં જતો રહેશે, અન્યથા જીવનભર અણગમતાં ક્ષેત્રમાં સબડતો રહશે.



લાઈન પસંદૃ કરતા પહેલાં જુવાન માણસ ઘરનું સલામત વાતાવરણ છોડીને જરા બહાર ફરે, ઘાટઘાટનાં પાણી પીધેલા જાતજાતના લોકોને મળે, ખુદૃને નવી નવી પરિસ્થિતિઓમાં મૂકે, પોતાનાં વ્યકિતત્ત્વના પ્લસ-માઈનસ પોઈન્ટ્સ અને ગમા-અણગમા વિશે જાણે અને તે રીતે  જીવનમાં આગળ શું કરવું ગમશે કે શું ક્રવું નહીં જ ગમે તે વિશે અત્યંત મૂલ્યવાન કહી શકાય તેના વિશે સ્પષ્ટતા કેળવે તો એના જેવું ઉત્તમ બીજું કશું નથી. બેગપેકિંગ તમને આ તક્ આપે છે.

‘પ્રવાસ દૃરમિયાન પોતાની જાત વિશે જેટલું જાણવા મળે છે એટલું બીજું કોઈ રીતે જાણવા મળતું નથી,' યુવલ કહે છે, ‘મારા પપ્પા અને મોટો ભાઈ પણ નખશિખ બેક્પેકર્સ છે. બન્ને ઇન્ડિયામાં મહિનાઓ સુધી રહી ચુક્યા છે. જોબ કરતો હતો તે દૃરમિયાન મેં પુષ્કળ રિસર્ચ કર્યું હતુંં, અનુભવી દૃોસ્તારો સાથે ચર્ચાઓ કરી હતી અને કયા ક્યા દૃેશોમાં શું શું જોવું છે એની એક કાચી ગાઈડલાઈન બનાવી નાખી... ને બસ, નીકળી પડ્યો!'

ખભે થેલો ભરાવીને મહિનાઓ સુધી વિદૃેશની અજાણી ધરતી પર ફરવા નીકળી પડવું તે સંભવત: પશ્ર્ચિમની જીવનશૈલીનો ભાગ છે, પણ આપણે આ રીતે કામ-ધામ છોડીને મહિનાઓ સુધી નીકળતા નથી, નીકળી શકતા નથી. અમેરિકનો-યુરોપિયનોને ભારતમાં ફરવું ખૂબ સસ્તુ પડે છે, કેમ કે તેમને ડોલર-પાઉન્ડ-યુરોમાં કરેલી કમાણીને રુપિયામાં વાપરવાની હોય છે. આપણે પશ્ર્ચિમમાં જઈએ ત્યારે મામલો ઊલટો થઈ જાય છે.    



‘અમારે ત્યાં બે-ત્રણ મહિના માટે વિદૃેશ ફરવા નીકળી જવું કોમન છે,' યુવલ કહે છે, ‘પણ મારી જેમ નવ-નવ મહિના રખડનારા બેક્પેકર્સ તો અમારે ત્યાં પણ ઓછા જ હોય છે.'

ઓછામાં ઓછા સામાન લઈને વધુમાં વધુ શી રીતે ફરવું તે આ બેક્પેકર્સની જમાત પાસેથી શીખવા જેવું છે. યુવલ ઘરેથી નીકળ્યો ત્યારે એના થેલામાં કપડાંનાં નામે ફકત બે જીન્સ અને એક ટીશર્ટ હતું. આ સિવાય એક કેમેરા, એક ડાયરી અને બીજી કેટલીક અનિવાર્ય કહેવાય એવી ઝીણી ઝીણી ચીજો. હા, એને ગીતો લખવાનો અને કંપોઝ કરવાનો શોખ છે એટલે સાથે ગિટાર પણ લીધું હતું જે હજુ સુધી હેમખેમ છે.

‘અમે જ્યાં જઈએ ત્યાં રહેવા માટે સસ્તામાં સસ્તી જગ્યાઓ શોધીએ છીએ,' યુવલ કહે છે, ‘બેકપેકિંગનો આ સાદૃો નિયમ છે - પૈસા ટ્રાવેિંલગમાં, વધુમાં વધુ સ્થળો જોવામાં ખર્ચવાના. હોટલોમાં પૈસા નહીં બગાડવાના. હોસ્ટેલ કે ડોરમેટરીમાં જ રહેવાનું. ઇન્ડિયામાં જોકે મુંબઈ અને દિૃલ્લી સિવાય હોસ્ટેલ (જ્યાં એક રુમ ચારેક જણા શેર કરતા હોય છે) સિસ્ટમ નથી. બેક્પેકરનું ટિપિકલ લક્ષણ એ છે કે એ ગરીબ જ હોવાનો! એ જેટલો વધારે ગરીબ હોય એટલો વધારે સારો, વધારે ઓથેન્ટિક બેક્પેકર ગણાય! વી આર નોટ સુટકેસર્સ, વી આર બેક્પેકર્સ. લકઝરી અમને પોસાય જ નહીં. લાંબા પ્રવાસ દૃરમિયાન પૈસા ખતમ થઈ જાય એવુંય બને. આવી સ્થિતિમાં કોઈ નાની મોટી જોબ શોધીને પૈસા ઊભા કરી લેવાના. જેમ કે, મારા એક બેક્પેકર ફ્રેન્ડના પાસે પૈસા ખલાસ થઈ ગયા તો જે હોસ્ટેલમાં અમે ઊતર્યા હતા ત્યાં જ એણે રિસેપ્શનિસ્ટ તરીકે થોડા દિૃવસ કામ કર્યું. બદૃલામાં તેેનું લોિંજગ-બોર્ડિંગ ફ્રી કરી દૃેવામાં આવ્યું. બેક્પેકર બનીને નીકળ્યા હો ત્યારે રાત્રે સ્ટેશન પર સૂઈ જવાની તૈયારી પણ રાખવી પડે. મારો એક આઈરિશ બેક્પેકર દૃોસ્ત દૃક્ષિણ ભારતના કોઈ અંતરિયાળ વિસ્તારમાં હતો ને નોટબંધી દૃાખલ થઈ ગઈ. ત્યાં ન તો કોઈ બેન્ક હતી કે ન કોઈ એટીએમ. બાપડા પાસે સમ ખાવા પૂરતુંય કેશ નહોતું એટલે ખાવાના સાંસા થઈ ગયેલા. થોડા દિૃવસો ખૂબ હેરાન થયો એ. બેક્પેકર બનીને નીકળ્યા હોઈએ ત્યારે આ પ્રકારની અણધારી પરિસ્થિતિઓને શી રીતે હેન્ડલ કરવી એ જ તો શીખવાનું છે.

બેક્પેકર્સ એકબીજાની તકલીફોને સારી રીતે સમજતા હોવાથી તરત એકમેકની મદૃદૃ પહોંચી જતા હોય છે. દિૃવસો સુધી નહાયા-ધોયા વગર ગાંજો પીને પડ્યા રહેતા હિપ્પીઓ અલગ જમાત છે. વિદૃેશીઓને કુલુ-મનાલી-ધરમશાલા જેવાં ટુરિસ્ટ સ્પોટ્સ ખૂબ ગમે છે એનું એક મોટું કારણ એ પણ છે કે અહીં ગાંજો બહુ સારો મળે છે. આખા ભારતમાં હિમાચલ પ્રદૃેશનો ગાંજો શ્રેષ્ઠ ગણાય છે! ગોવામાં નશીલી ડ્રગ્ઝ આસાનીથી મળી રહે છે.

‘હા, અમુક્ ફોરેનર્સને ઇન્ડિયાનું ગાંજા ટુરિઝમ આકર્ષે છે તે હકીકત છે,' યુવલ કહે છે, ‘યુરોપમાં એમ્સટરડેમ ગાંજા માટે પ્રખ્યાત છે. ઇટ્સ ઓકે! ઇન્ડિયા પાસે તો ફોરેનર્સને ઓફર કરવા માટે ખૂબ બધું છે - આધ્યાત્મિકતા, કુદૃરતી સૌંદૃર્ય, સાંસ્કૃતિક વૈવિધ્ય... હજુ સુધી મને એવો એક પણ બેક્પેકર મળ્યો નથી જે ભારતના પ્રેમમાં ન હોય.'
Arjun Nair


આપણે ધારો કે બેક્પેકર બનીને યુરોપ-અમેરિકા ન રખડી શકીએ, પણ ભારતભ્રમણ તો કરી જ શકીએને. ભારતના એવા કેટલાય હિસ્સાઓ અને અંતરિયાળ વિસ્તારો છે જે આપણે હજુ જોયા નથી. બેક્પેકર જેવો સ્પિરિટ ધરાવતા ભારતીય જુવાનો પણ મળી જાય છે. જેમ કે, મૂળ કેરળનો પણ બેંગલુરુમાં સ્થાયી થયેલો ૨૯ વર્ષીય એડવોકેટ અર્જુન નાયર આઠ દિૃવસ માટે હિમાચલ પ્રદૃેશ આવ્યો છે.

‘મેં હમણાં જ મારી કોર્પોરેટ જોબ છોડી,' અર્જુન કહે છે, ‘નવી જોબ જોઈન કરતાં પહેલાં મારે થોડું એક્લા ફરવું હતું, થોડું આત્મમંથન કરવું હતું. આઈ નીડેડ માય ‘મી-ટાઈમ! મારી વાઈફને મારે ધન્યવાદૃ આપવા પડે કેમ કે એણે મને એકલા ફરવા જવાની તરત પરમિશન આપી દૃીધી!'

જો સ્માર્ટ પ્લાનિંગ કરીએ તો આપણા માટે પશ્ર્ચિમના દેશોમાં પણ રખડપટ્ટી કરવાનું બિલકુલ શક્ય છે. ફિલ્મ અને ટેલીવિઝન લાઈનમાં એડિટર તરીકે કામ કરતો દીપક શિરસત નામનો તરવરિયો યુવાન હમણાં જ ફ્રાન્સ અને જર્મનીનો બાવીસ દિવસનો પ્રવાસ કરી આવ્યો.  'અને તે પણ માંડ સિત્તર હજાર રુપિયામાં, ક્યાંય બિનજરૂરી કોમ્પોમાઈઝ કર્યા વિના,  કેન યુ બિલીવ ઇટ?' દીપક ઉત્સાહપૂર્વક કહે છે, 'જો તમે મહિનાઓ પહેલાં પ્લાનિંગ શરુ કરી દો તો સસ્તી એરટિકિટ મળી જતી હોય છે. airbnb.com જેવી ઓનલાઈન હોસ્પિટાલિટી સર્વિસ વડે તમને કિફાયતી દરે હોમ-સ્ટે માટેનાં સારાં ઠેકાણાં શોધી શકો છો. ઇટ્સ સુપર ફન!'

Deepak Shirsat

હોમ-સ્ટે એટલે મામૂલી ફી ચૂકવીને સ્થાનિક લોકોના ઘરમાં પેઈંગગેસ્ટની જેમ રહેવું. couchsurfing.com  નામની ઇન્ટરેસ્ટિંગ વેબસાઈટ દ્વારા તો તમે પૈસાની સહેજ પણ લેવડદેવડ વગર દુનિયાભરનાં શહેરોમાં યજમાન શોધી શકો છો, જોકે couchsurfingને શંકાની નજરે જોતા પ્રવાસીઓને આ ફ્રી સર્વિસ કરતાં વધારે ભરોસાપાત્ર લાગે છે.

યુવલ, અર્જુન અને દીપક આ ત્રણેયનાં  વ્યક્તિત્ત્વ હળવાફૂલ છે. તેઓ સહજપણે નવા અજાણ્યા માણસો સાથે ચપટી વગાડતાં દૃોસ્તી કરી શકે છે. માણસ બહિર્મુખ, વાતોડિયો અને રમૂજી હોય તો એના એકલપ્રવાસો ઓર ઇન્ટરેસ્ટિંગ બની જતા હોય છે. અલબત્ત, અંતર્મુખ અને શરમાળ પ્રકૃતિની વ્યકિત માટે પણ એકલપ્રવાસો ભરપૂર સંતોષકારક પૂરવાર થાય જ છે. શરત એટલી જ કે એનામાં નવું જાણવા-જોવાનો ઉત્સાહ અને ઉત્સુકતા હોવા જોઈએ.  



‘જોખમ? નો વે! જો તમે સાવચેત અને સતર્ક હો તો કોઈ જોખમનો સામનો કરવો પડતો નથી,' યુવલ સમાપન ક્રે છે, ‘વિપશ્યનાની શિબિર પૂરી કર્યા પછી હું શું કરીશ અને ક્યાં જઈશ તે વિશે મને અત્યારે તો કશી જ ખબર નથી.   કદૃાચ નેપાળ જઈશ. મારે સાઉથ ઇન્ડિયા જોવું હતું, પણ ગરમીની સિઝન છે એટલે આ વખતે નહીં જાઉં. નેકસ્ટ ટાઈમ! ઇન્ડિયા બીજી વાર આવવા માટે કશુંક બાકી પણ રાખવું જોઈએને!'

0 0 0

Monday, May 8, 2017

માનવજાતનું સુપર સિક્રેટ!

સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - બુધવાર  - ૨૬ એપ્રિલ ૨૦૧૭ 

ટેક ઓફ

માણસજાતને આજે ‘એક્સક્લુઝિવ' હોવાનો અને ધરતી પણ સર્વશ્રેષ્ઠ જીવ હોવાનો જબરો ફાંકો છે , પણ એક સમયે પૃથ્વીના પટ પર એકસાથે અનેક પ્રકારના હ્યુમન બીઈંગ્સ એકસાથે અસ્તિત્ત્વ ધરાવતા હતા. જેમ આજે આપણે અનેક જાતનાં કૂતરાં અને અલગ અલગ ઓલાદના ઘોડા જોઈએ છીએ તેમ ધરતી પર એક સમયે માણસજાતમાં પણ જુદૃી જુદૃી વરાઈટી જોવા મળતી હતી., તો ક્યાં અને કેવી રીતે ગાયબ થઈ ગયા આપણા એ બધા કઝિન હ્યુમન બીઈંગ્સ? 



તિહાસ ‘ભણવાનો' કંટાળો આવી શકે, ઇતિહાસ ‘ગોખવાનું' ત્રાસદૃાયક લાગી શકે, પણ ઇતિહાસ સ્વયં કંઈ કંટાળજનક કે ત્રાસજનક વિષય નથી. શરત એટલી કે તે રસાળ રીતે લખાયો હોવો જોઈએ. કન્સ્ટ્રક્શન સાઈટ પર ઊભેલા તોતિંગ ટ્રકમાંથી ખડડડ કરીને ઠલવાતા પથ્થરોની જેમ જો કેવળ ઠાલી વિગતોનો જ ખડકલો થતો હોય તો ઇતિહાસ શું, કોઈ પણ લખાણ વાંચવાનો કંટાળો આવે. વિષય જેટલો ભારે હોય, લખાણની શૈલી એટલી જ સરળ અને રસાળ હોવી જોઈએ. ઉદૃાહરણ તરીકે, યુવલ નોઆ હરારી નામના લેખકે લખેલું ‘સેપીઅન્સ: અ બ્રિફ હિસ્ટ્રી ઓફ હ્યુમનકાઈન્ડ' નામનું બેસ્ટસેલર પુસ્તક.

ઇઝરાયલમાં વસતા હરારી ઇતિહાસવિદ્ છે. હિબ્રુ યુનિવર્સિટી ઓફ જેરુસલેમમાં તેઓ વિદ્યાર્થીઓને ઇતિહાસ ભણાવે છે. ‘માનવજાતનો ઇતિહાસ' જેવા અતિ ગંભીર વિષય પર એમણે એટલી મસ્ત રીતે કલમ ચલાવી છે જાણે દિૃલધડક થ્રિલર જોઈ લો. આજે આ પુસ્તકમાંથી કેટલીક રસપ્રદૃ વાતો ટાંકવી છે.
માણસજાતનો ઉદ્ભવ કેવી રીતે થયો? આદૃમ અને ઈવની કલ્પના સરસ છે, પરમપિતા પરબ્રહ્માએ સમગ્ર સૃષ્ટિની સાથે આપણને પણ પેદૃા કર્યા તેવી ધાર્મિક શ્રદ્ધા પણ એની જગ્યાએ બરાબર છે, પણ નકકર સંશોધનો શું કહે છે? એક અંદૃાજ પ્રમાણે પૃથ્વી પર પ્રાણીઓની લગભગ ૮૭ લાખ જેટલી પ્રજાતિઓ છે. ૮૭ લાખ! આમાંના એક એટલે આપણે - હોમો સેપીઅન્સ. હોમો સેપીઅન્સ માનવજાત માટેનું વૈજ્ઞાનિક નામ છે. બ્રાહ્મણ, વાણિયા, સવર્ણ, દૃલિત, ગુજરાતી, મહારાષ્ટ્રિઅન, િંહદૃુ, મુસ્લિમ, ભારતીય, ફ્રેન્ચ, એશિયન, અમેરિકન આ બધાં વિભાજનો તો બહુ ઉપરઉપરનાં છે. મૂળ તો પૃથ્વી પર વસતો માણસ માત્ર હોમો સેપીઅન્સ છે.

પાસે પાસેનાં લક્ષણો ધરાવતી પ્રજાતિઓને ભેગી કરીએ એટલે તેમનું એક ફેમિલી બને. જેમ કે, િંસહ-ચિત્તા-વાઘ-બિલાડી આ બધાં કેટ ફેમિલીનાં પ્રાણીઓ ગણાય. વરુ-શિયાળ-લોમડી-શ્ર્વાન આ બધાં ડોગ ફેમિલીના સભ્યો ક્હેવાય. આપણા કિચનમાં ઘૂસી જઈને ચપ-ચપ કરતી દૃૂધ ચાટી જતી બીકણ બિલાડી અને ખૂંખાર સિંહ વચ્ચે ભલે આભજમીનનો ફર્ક્ લાગે , પણ છતાંય તેઓ એકબીજાના સગાં ક્હેવાય કેમ કે બન્નેના પૂર્વજો એક. સવાલ એ છે કે આપણા એટલે કે માનવજાત એટલે કે હોમો સેપીઅન્સના ફેમિલીમાં કોનો સમાવેશ થાય? ચિમ્પાન્ઝી આપણા સૌથી નજીકના સગા થાય તે આપણે જાણીએ છીએ. ગોરિલા અને ઉરાંગઉટાંગ આપણા રિલેટીવ ખરા, પણ સહેજ દૃૂરના. ફકત છ લાખ વર્ષ પહેલાં એક બંદૃરિયાએ બે દૃીકરીઓ જણી હતી, જેમાંથી બે ફાંટા પડ્યા. એક ફાંટો આગળ જઈને ચિમ્પાન્ઝી બન્યો અને બીજો ફાંટો આગળ જઈને માણસ બન્યો. આનો અર્થ એ કે છ લાખ વર્ષ પહેલાં આપણી ગ્રેટ-ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડમધર અને ચિમ્પાન્ઝીની ગ્રેટ-ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડમધર એક જ માની કૂખમાંથી જન્મેલી સગી બહેનો હતી!    

યુવલ નોઆ હરારી લખે છે કે આપણે હોમો સેપીઅન્સ એક મોટું સિક્રેટ છુપાવીને બેઠા છીએ. કેવું સિક્રેટ? આપણે માની લીધું છે કે પૃથ્વી પરની સમગ્ર જીવસૃષ્ટિમાં આપણે હ્યુમન બિઈંગ્સ સૌથી અનોખા છીએ. આપણો જોટો ક્યાંય જડતો નથી. આ વાત, અલબત્ત, સાવ ખોટી નથી. છેલ્લાં દૃસ હજાર વર્ષથી પૃથ્વી પર એકલા આપણે જ હ્યુમન બીઈંગ્સ છીએ, પણ સમયનું ચક્ર જરા પાછળ ફેરવીને જોતાં જે હકીકત સામે આવે છે તે એવી છે કે ભૂતકાળમાં ધરતી પર હોમો સેપીઅન્સ સિવાયના માનવો પણ વસતા હતા.

માનવજાત સૌથી પહેલાં પૂર્વ આફ્રિકામાં ઇવોલ્વ થઈ. બીજા શબ્દૃોમાં કહીએ તો, માનવજાતની ઉત્ક્રાંતિ સર્વપ્રથમ પૂર્વ આફ્રિકામાં નોંધાઈ, આજથી લગભગ પચ્ચીસ લાખ વર્ષ પહેલાં. તે પછીના પાંચ લાખ વર્ષો સુધી આ આદિૃમાનવો આફ્રિકામાં જ રહ્યા, પણ ત્યાર બાદૃ, વીસ લાખ વર્ષ પહેલાં તેઓ ફરતાફરતા નોર્થ અમેરિકા, યુરોપ અને એશિયા સુધી પહોંચી ગયા. જરા વિચારો, આદિૃમાનવોએ હજારો કિલોમીટરનું અંતર પગપાળા કેવી રીતે કાપ્યું હશે!

પૃથ્વી પર ફેલાઈ રહેલા આદિૃમાનવના સમુદૃાયો જુદૃી જુદૃી ઇવોલ્વ થતા ગયા. યુરોપ અને પશ્ર્ચિમ એશિયામાં વિકાસ પામેલી માનવજાત ‘હોમો નીએન્ડરથેલેન્સીસ' તરીકે ઓળખાઈ. આનો શાબ્દિૃક અર્થ થાય છે, ‘નીએન્ડર વેલીમાંથી આવેલો માણસ.' નીએન્ડર વેલી આજે જર્મનીનો હિસ્સો છે. હોમો નીએન્ડરથેલેન્સીસ અથવા ટૂંકમાં નીએન્ડરથેલ્સની કદૃકાઠી સેપીઅન્સ કરતાં વધારે મોટી, વધારે સ્નાયુબદ્ધ અને યુરોપની ભીષણ ઠંડીની ઝીંક ઝીલી શકે એવી મજબૂત. એશિયાના પૂર્વ તરફના હિસ્સામાં વિકસેલી માનવજાત ‘હોમો ઇરેક્ટસ (એટલે કે સીધો, ટટ્ટાર માણસ) તરીકે ઓળખાઈ. વીસ લાખ વર્ષ સુધી ટકી ગયેલી આ માનવજાતિ સૌથી લોંઠકી સાબિત થઈ.

  

આ બાજુ, ઇન્ડોનેશિયામાં ઇવોલ્વ થયેલા આદિૃમાનવો ‘હોમો સોલોએન્સિસ' (મેન ફ્રોમ સોલો વેલી) ક્હેવાયા. ઈન્ડોનેશિયામાં ફ્લોરીસ નામનો ટાપુ છે. એક સમયે અહીં દૃરિયાની સપાટી એટલી બધી નીચી હતી કે કેટલાક આદિૃમનુષ્યો મુખ્ય ભૂમિભાગથી આ ટાપુ પર આસાનીથી પહોંચી ગયેલા. દૃરિયાની સપાટી પાછી ઊંચક્ાઈ ગઈ એટલે તેઓ ફ્લોરીસ ટાપુ પર જ રહી ગયા. અહીં ખાવા-પીવાના ધાંધિયા હતા. ઘણા લોક્ો મૃત્યુ પામ્યા. જે કદૃમાં નાના હતા તેઓ વધારે જીવ્યા. કાળક્રમે અહીં ઠીંગુજી માનવોની પેઢીઓ બનતી ગઈ. તેઓ વધુમાં વધુ સવાત્રણ ફૂટ સુધી વધતા. શરીરનું વજન પચ્ચીસ કિલો કરતાં વધારે નહીં. આ માનવજાત ‘હોમો ફ્લોરીન્સીસ તરીકે ઓળખાઈ.

આ સિવાય પણ કેટલીક માનવજાતો હતી. હજુ સાતેક વર્ષ પહેલાં જ સાઈબિરીયામાંથી ‘હોમો ડીનીસોવા' નામની લુપ્ત માનવજાતના અવશેષો મળી આવ્યા હતા. એક બાજુ ઘણા માનવસમુદૃાયો યુરોપ અને એશિયામાં વિકસી રહ્યા હતા, તો બીજી બાજુ પૂર્વ આફ્રિકામાં મૂળ આદિૃમાનવોની ઉત્ક્રાંતિ પણ વણથંભી ચાલુ હતી. અહીં કાળક્રમે  ‘હોમો રુડોલફેન્સીસ' (મેન ફ્રોમ લેક રુડોલ્ફ) સમુદૃાય વિકસ્યો, ‘હોમો ઇરગેસ્ટર' (વર્કિંગ મેન) સમુદૃાર વિકસ્યો અને આખરે ‘હોમો સેપીઅન્સ એટલે કે આપણે ‘બન્યા. હોમો સેપીઅન્સનો શાબ્દિૃક અર્થ છે, શાણો માણસ. આપણે જ ફોઈબા બનીને તમામ માનવસમુદૃાયોનાં નામ પાડવાનાં હોય ત્યારે આપણું ખુદૃનું નામ શું કામ નબળું પાડીએ!

અમુક સમુદૃાયના માનવીઓ હટ્ટાકટ્ટા હતા, અમુક ઠીંગુજી હતા, અમુક શિકાર કરતા, તો અમુક ફળફૂલ ખાઈને ગુજારો કરતા. અમુક એક જ ટાપુ પર રહ્યા, જ્યારે અમુક આખી ધરતી પર ફરી વળ્યા. આ બધા જ આપણા જેવા મનુષ્યો હતા. કાયદૃેસરના હ્યુમન બીઈંગ્સ! બે લાખ વર્ષથી લઈને છેલ્લાં દૃસ હજાર વર્ષ પહેલાં સુધીના સમયગાળા દૃરમિયાન પૃથ્વીના પટ પર એકસાથે અનેક પ્રકારના હ્યુમન બીઈંગ્સ એકસાથે અસ્તિત્ત્વ ધરાવતા હતા. જેમ આજે આપણે લાબ્રાડોર, જર્મન શેફર્ડ વગેરે જેવી અનેક જાતનાં કૂતરાં જોઈએ છીએ, અલગ અલગ ઓલાદૃના ઘોડા જોઈએ છીએ તેમ ધરતી પર એક સમયે માણસજાતમાં પણ જુદૃી જુદૃી વરાઈટી જોવા મળતી હતી!

તો પછી બાકીના બધી માનવ પ્રજાતિઓનું શું થયું? એક આપણે હોમો સેપીઅન્સ જ કેમ ટકી ગયા? આપણા ક્ઝિન મનુષ્યો ક્યાં ગાયબ થઈ ગયા? આનો જવાબ આવતા બુધવારે.  
                     
                                                                ૦ ૦ ૦

સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - બુધવાર  - ૩ મે ૨૦૧૭

માણસ સહિષ્ણુ ક્યારેય નહોતો! 
આજે આપણે ભણેલાગણેલા અને સભ્ય સમાજના ક્હેવાઈએ છીએ તો પણ રંગભેદૃ, જાતિભેદૃ, ધર્મભેદૃ વગેરે જેવાં કારણોને લોહિયાળ હિંસાત્મક બનાવોે એકધારા બન્યા જ કરે છે. ૭૦ હજાર વર્ષ પહેલાંના આપણા બાપદૃાદૃા જેવા સેપીઅન્સ લોકો તો જંગલી પણ હતા. તેઓ કેટલી હદૃે આક્રમક અને અસહિષ્ણુ હશે!




‘સેપીઅન્સ: અ બ્રિફ હિસ્ટરી ઓફ હ્યુમનકાઈન્ડ.'

યુવલ નોઆ હરારી નામના એક ઇઝરાયલી વિદ્વાને લખેલા આ અફલાતૂન બેસ્ટસેલર પુસ્તકની વાત આપણે વાત ક્રી રહ્યા હતા. પૃથ્વીના પટ પર સૌથી પહેલાં પૂર્વ આફ્રિકામાં લગભગ પચ્ચીસ લાખ વર્ષ પહેલાં માનવજાતનું અસ્તિત્ત્વ નોંધાયું હતું. આ આદિૃમાનવો ઉત્ક્રાંતિના એક ચોકકસ તબક્કે હોમો સેપીઅન્સ કહેવાયા. માણસજાતનું આ વૈજ્ઞાનિક નામ છે. આપણે બધા જ હોમો સેપીઅન્સ છીએ. લેખક કહે છે કે સનાતન કાળથી ધરતી પર એકલા આપણે જ મનુષ્યો છીએ એવો ફાંકો રાખવાની જરાય જરુર નથી. આપણા સિવાય યુરોપ અને પશ્ર્ચિમ એશિયામાં હોમો નીએન્ડરથેલેન્સીસ હતા, પૂર્વ એશિયામાં હોમો ઇરેકટસ હતા, ઇન્ડોનેશિયામાં હોમો સોલોએન્સિસ અને હોમો ફ્લોરીન્સીસ હતા અને સાઇબિરીયામાં હોમો ડીનીસોવા હતા. આ સૌનાં રંગરુપ જુદૃાં હતાં, પણ આ તમામ કાયદૃેસર રીતે ‘મનુષ્ય' હતા, હ્યુમન બીઈંગ્સ હતા. હા, છેલ્લાં દૃસ હજાર વર્ષથી પૃથ્વી પર એકલા આપણે જ હ્યુમન બીઈંગ્સ બચ્યા છીએ. સવાલ એ છે કે તો પછી બાકીની બધી મનુષ્યજાતિઓ ક્યારે અને શી રીતે લુપ્ત થઈ?

એક અંદૃાજ એવો છે કે દૃોઢ લાખ વર્ષ પહેલાં આખી દૃુનિયામાં ગણીને પૂરા દૃસ લાખ માણસો પણ નહોતા. આમાં હોમો સેપીઅન્સ અને ઉપર ગણાવી તે બધી જ મનુષ્યજાતિઓ આવી ગઈ. જેનું પગેરું આપણને હજુ સુધી મળ્યું નથી તેવી આ સિવાયની સંભવિત મનુષ્યજાતિઓ પણ ગણનામાં લેવી. દૃોઢ લાખ વર્ષ પહેલાં પૂર્વ આફ્રિકામાં ઈવોલ્વ થયેલા હોમો સેપીઅન્સ લગભગ આજના મનુષ્યો જેવા જ હતા. અગ્નિની શોધ થઈ ચુકી હતી એટલે રાંધવાનું સરળ બની ગયું હતું. પોતાના પૂર્વજોની માફક તેમણે કાચેકાચો ખોરાક ચાવ-ચાપ કરવો પડતો નહોતો.  પરિણામે સેપીઅન્સનાં દૃાંત અને જડબાં નાનાં થઈ ગયાં અને દિૃમાગનું કદૃ ખાસ્સું વધીને હાલ આપણા દિૃમાગની સાઈઝ જેટલું થઈ ગયું હતું.

લગભગ ૭૦ હજાર વર્ષ પહેલાં હોમો સેપીઅન્સ પૂર્વ આફ્રિકાથી આપણે આજે જેને મિડલ ઇસ્ટ કહીએ છીએ ત્યાં સુધી પહોંચી ગયેલા. ત્યાંથી પછી તેઓ યુરોપ અને એશિયાના અન્ય પ્રદૃેશોમાં ફેલાયા. સેપીઅન્સે એન્ટ્રી મારી ત્યારે યુરોપ અને એશિયામાં અન્ય મનુષ્યજાતિઓ ઓલરેડી વસવાટ કરતી હતી. તેમનું શું થયું? આના જવાબમાં બે થિયરીઓ પેશ કરવામાં છે અને આ બન્ને થિયરીઓ એકબીજા વિરુદ્ધ સૂર છેડે છે.
પહેલી થિયરીનું નામ છે, ઇન્ટરબ્રીિંડગ થિયરી.  આ થિયરી ક્હે છે કે હોમો સેપીઅન્સ આફ્રિકાથી મિડલ ઇસ્ટ અને યુરોપ આવ્યા ત્યારે તેમનો ભેટો અહીં વસતા હોમો નીએન્ડરથેલેન્સીસ અથવા ટૂંકમાં નીએન્ડરથેલ્સ સાથે થયો હશે. સેપીઅન્સ કરતાં નીએન્ડરથેલ્સ વધારે હટ્ટાકટ્ટા. તેમના દિૃમાગની સાઈઝ પણ વધારે મોટી. બન્ને પ્રજાનાં સ્ત્રી-પુરુષો વચ્ચે આકર્ષણ પેદૃા થયું હશે. તેમનાં સંવનનને કારણે મિશ્ર પ્રજાતિ પેદૃા થઈ હશે. આનો અર્થ એ કે આજના યુરોપિયનો અને એશિયનો શુદ્ધ સેપીઅન્સ નથી. તેમનામાં નીએન્ડરથેલ્સના અંશો પણ છે. એ જ રીતે, સેપીઅન્સ પૂર્વ એશિયામાં સ્થાનિક હોમો ઇરેકટસ જાતિના મનુષ્યો સાથે ભળ્યા હશે. આ હિસાબે ચાઈનીઝ અને કોરીઅન લોકોના લોહીમાં સેપીઅન્સ અને હોમો ઇરેકટસ બન્નેનું લોહી છે.


બીજી થિયરીનું નામ છે, રિપ્લેસમેન્ટ થિયરી. તે પ્રમાણે હોમો સેપીઅન્સ અને અન્ય પ્રકારના મનુષ્યોની શરીરરચના, શરીરની ગંધ અને પ્રજનનશૈલી એકમેકથી એટલી બધી ભિન્ન હતી ક્ે ધારો કે સેપીઅન્સ અને નીએન્ડરથેલેન્સ વચ્ચે સેકસના સંબંધ થયા હોય તો પણ તેમનાં સંતાનો ફળદ્રુપ નહીં પાક્યાં હોય. ઘોડા-ગધેડાની વર્ણસંકર ઓલાદૃ એવા ખચ્ચર મોટે ભાગે નપુંસક હોય છે, એમ. બે પ્રજાતિઓનાં જનીનો વચ્ચે સંધાન થવું શકય જ ન  હોય ત્યારે સામાન્યપણે નપુંસક્ સંતતિ પેદૃા થાય છે. નીએન્ડરથેલેન્સ મૃત્યુ માપ્યા અથવા તેમને હણી નાખવામાં આવ્યા ને તેની સાથે તેમનો વંશવેલો પણ ખતમ થઈ ગયો. ટૂંકમાં, સેપીઅન્સ અન્ય પ્રકારના મનુષ્યોમાં ભળ્યા નહીં, તેમણે બાક્ીના સૌને રિપ્લેસ કરી નાખ્યા.

રિપ્લેસમેન્ટ થિયરી અનુસાર દૃુનિયાભરના તમામ મનુષ્યો એક જ શુદ્ધ સેપીઅન્સ કુળના વંશજો છે અને આપણા સૌનું ઓરિજિનલ વતન આફ્રિકા છે. જો ઇન્ટરબ્રીિંડગ થિયરીને સાચી ગણીએ તો આજના એશિયનો, આફ્રિકનો અને યુરોપિયનો મૂળથી જ એકબીજાથી ભિન્ન છે. રંગભેદૃને પુષ્ટિ આપે એવી અતિ સંવેદૃનશીલ આ વાત છે.  સદૃભાગ્યે અત્યાર સુધી જે કંઈ પૂરાવા મળ્યા છે તે ઇન્ટરબ્રીિંડગ નહીં, પણ રિપ્લેસમેન્ટ થિયરીની પુષ્ટિ કરે છે.

એક અંદૃાજ પ્રમાણે પચાસ હજાર વર્ષ પહેલાં સેપીઅન્સ, નીએન્ડરથેલેન્સ અને ડીનીસોવન્સ (ક્ે જેના અવશેષો સાઇબિરીયામાંથી મળી આવ્યા હતા) સહઅસ્તિત્ત્વ ધરાવતા હતા. ચાલો, માની લીધું ક્ે સૌ એકબીજામાં ન ભળ્યા, પણ પેલો સવાલ હજુય ઊભો છે ક્ે સેપીઅન્સ સિવાયના બાકીની બે મનુષ્યજાતિ લુપ્ત શા માટે થઈ ગઈ? સેપીઅન્સની બદૃમાશીને કારણે!  નીએન્ડરથેલેન્સની વસાહતોમાં આફ્રિકાથી આવી ચડેલા સેપીઅન્સના ધાડાઓએ ટિપિકલ આક્રમણખોરોની માફક ઉત્પાત મચાવ્યો હોય તે શક્ય છે. સેપીઅન્સ શિકાર કરવામાં વધારે હોશિયાર હતા. તેમનામાં સંપ પણ સારો હતો. બન્ને મનુષ્ય કોમ વચ્ચે િંહસક રમખાણ ફાટી નીકળ્યા હશે. લેખક યુઅલ હરારી લખે છે કે સહિષ્ણુતા સેપીઅન્સનો ગુણ ક્યારેય નહોતો. આજે આપણે ભણેલાગણેલા અને સભ્ય સમાજના ક્હેવાઈએ છીએ તો પણ રંગભેદૃ, જાતિભેદૃ, ધર્મભેદૃ વગેરે જેવાં કારણોને લોહિયાળ િંહસાત્મક બનાવોે એકધારા બન્યા જ કરે છે. વિચાર કરો કે પેલા સેપીઅન્સ લોકો તો આપણા બાપદૃાદૃા હતા ને પાછા જંગલી હતા! તેઓ કેટલા બધા આક્રમક હશે! શક્ય છે કે સેપીઅન્સોએ જાતિનિકંદૃનની પરંપરા સર્જીને બાકીની બધી મનુષ્યજાતિઓને હણી નાખી હોય.

હોમો સોલોએન્સિસ પ્રજાતિ ૫૦ હજાર વર્ષ પહેલાં લુપ્ત થઈ. તેના પછી હોમો ડીનીસોવન્સનું રામનામ સત્ય થઈ ગયું. નીએન્ડરથેલેન્સ ૩૦ હજાર વર્ષ પહેલાં નાશ પામ્યા. ઈન્ડોનેશિયાના ફ્લોરીસ ટાપુ પર રહેતા ઠીંગુજીઓ ૧૨ હજાર વર્ષ પહેલાં ગયા. પાછળ બચ્યા આપણે. સાવ એકલા, ભાઈભાંડુડા વગરના! છેલ્લાં દૃસ હજાર વર્ષથી ધરતી પર માણસજાતના નામે ફકત સેપીઅન્સ જ છે. આટલા લાંબા સમયથી આપણે બરોબરીવાળા કોઈને જોયા નથી તેથી મદૃમાં આવીને બોલ-બોલ કરતા રહીએ છીએ કે મનુષ્ય ઈશ્ર્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન છે!



રામાયણ અને મહાભારત આપણી શ્રદ્ધાના વિષયો છે. રામાયણકાળ અને મહાભારતકાળ વિશે મતમતાંતરો પ્રવર્તે છે. એક અંદૃાજ પ્રમાણે મહાભારતનું યુદ્ધ લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં થયું હતું અને  વાલ્મિકીએ રામાયણનું સર્જન સાત હજાર વર્ષ પહેલાં કર્યું હતું. કોઈ વળી રામાયણની રચના નવ હજાર વર્ષ પહેલાં થઈ હતી એવો દૃાવો કરે છે. સંપૂર્ણપણે  અધિકૃત સમયગાળો નક્કી કરવો ખૂબ કપરો છે, પણ અંદૃાજે એવું જરુર કહી શકાય કે રામાયણકાળ અને મહાભારતકાળ આવ્યો તેની ક્યાંય પહેલાં સેપીઅન્સ, નીએન્ડરથેલેન્સ વગેરે આદિૃમનુષ્યો અસ્તિત્ત્વ ટકાવી રાખવા માટેનાં જાતજાતનાં ઉધામા કરી ચુક્યા હતા, એટલું જ નહીં, સેપીઅન્સ સિવાયની માનવજાતો ધરતીને અલવિદૃા પણ કહી ચુકી હતી!

૦૦૦૦