Sunday, September 10, 2017

કંગના રનૌતને કેવી સમજવી?

  સંદૃેશ - સંસ્કાર પૂર્તિ - રવિવાર - ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૭ 

મલ્ટિપ્લેકસ 

શું આપણે કંગના રનૌત ત્રાગાં કરી રહી છે એમ સમજવું કે એ બિલકુલ ડર્યા વગર એ પોતાની ભરપૂર આંતરિક તાકાતનું પ્રદૃર્શન કરી રહી છે એમ સમજવું? એ ઝેર ઓકી રહી છે, જૂઠું ચિત્ર ઊભું કરી રહી છે કે સત્ય બોલી રહી છે? એ હૃતિક રોશનનું ચારિત્ર્યહનન કરી રહી છે કે બેખોફ બનીને પોતાની ગરિમાનું રક્ષણ કરી રહી છે?
તો, કંગના રનૌત કેવી છે? એક અભિનેત્રી તરીકે એ ઉત્તમ છે એ હકીકત તો એણે અવારનવાર પૂરવાર કરી છે. ત્રીસ વર્ષની ઉંમરમાં ત્રણત્રણ વખત નેશનલ અવોર્ડ જીતનાર એકટ્રેસની પ્રતિભા વિશે કેવી રીતે શંકા કરી શકાય, પણ એના આખા વ્યકિતત્ત્વ વિશે શું સમજવું? છેલ્લા કેટલાક દિૃવસોથી કંગનના ઇન્ટરવ્યુઝ અને કવોટ્સથી મિડીયા છલકાઈ રહ્યું છે. આ મુલાકાતો વાંચીએ અથવા ટીવી કે ઇન્ટરનેટ પર એના વિડીયો જોઈએ ત્યારે ચમકી તો જવાય.

આ આખી વાતને આપણે કઈ રીતે લેવી? પોતાની નવી ફિલ્મ રિલીઝ થઈ રહી છે એટલે પબ્લિસિટી ઊઘરાવવા માટે કંગના આ બધાં નાટક કરી રહી છે એમ સમજવું? સેલિબ્રિટીઓની અંગત જીવનની કૂથલીમાંથી ભરપૂર મનોરંજન મેળવીને, રસના ઘૂંટડા ભરીને આખી વાતને ભુલી જવું? કે પછી કંગનાની િંહમતને દૃાદૃ દૃેવી? શું આપણે કંગના ત્રાગાં કરી રહી છે એમ સમજવું કે એ બિલકુલ ડર્યા વગર એ પોતાની ભરપૂર આંતરિક તાકાતનું પ્રદૃર્શન કરી રહી છે એમ સમજવું? એ ઝેર ઓકી રહી છે, જૂઠું ચિત્ર ઊભું કરી રહી છે કે સત્ય બોલી રહી છે? એ કરોડો લોકોના ફેવરિટ એવા સુપરસ્ટાર હૃતિક રોશનનું ચારિત્ર્યહનન કરી રહી છે કે બેખોફ બનીને પોતાની ગરિમાનું રક્ષણ કરી રહી છે? કંગના તદ્ન નફ્ફટ અને બેશરમ છે એમ માનવું એ એનો ગજબનો આત્મવિશ્ર્વાસ જોઈને પ્રભાવિત થવું? કંગનાને ચારિત્ર્યહીન ગણવી કે પોતાના આત્મસન્માન ખાતર કરીઅરને દૃાવમાં મૂકી દૃેવાની િંહમત દૃેખાડનાર યુવતી તરીકે એને દૃાદૃ દૃેવી?    

શું સમજવું? કંગના રનૌત નામની આ યુવતીને કયા દૃષ્ટિકોણથી નિહાળવી? આ સવાલના કોઈ સ્પષ્ટ કે નકકર જવાબ ન હોઈ શકે. આપણે જેને અંગત ગણતા હોઈએ, જેમની સાથે વર્ષો વીતાવ્યાં હોય, જેમની સાથે જીવ્યા હોઈએ એવી વ્યકિતને પણ ક્યાં પૂરેપૂરા ઓળખી શકતા હોઈએ છીએ? બીજાઓનું છોડો, આપણને આપણું પોતાનું વર્તન પણ કયાં દૃર વખતે પૂરેપૂરું સમજાતું હોય છે?

કંગના અને હૃતિક જીવનના સારામાઠા અનુભવોમાંથી પસાર થઈ ચુકેલાં, સફળતા-નિષ્ફળતા જોઈ ચુકેલાં, સંબંધોના ચડાવઉતારમાંથી પસાર થઈ ચુકેલાં વયસ્ક લોકો છે. મસ્તફકીર કંગના અને બે સંતાનોના બાપ એવા હૃતિક વચ્ચે એક સમયે સંબંધ હતો. આ સંબંધ પ્રેમનો હતો એવું તો હવે કેવી રીતે કહેવાય? છેલ્લા પોણા બે વર્ષથી બન્ને પક્ષે જે ધજાગરા થઈ રહ્યા છે તે પ્રેમસંબંધનું પરિણામ ન હોઈ શકે. હા, એમના જિસ્માની સંંબંધમાં વચ્ચે વચ્ચે પ્રેમની કેટલીક ક્ષણો જરુર આવી હશે. એક તબકકા પછી તેમની વચ્ચે આ જિસ્માની સંબંધ પણ ન રહ્યો.

કંગના અને હૃતિક અફેર ચાલી રહ્યું હતું ત્યારે બન્નેમાંથી કોઈએ તેના વિશે એક શબ્દૃ નહોતો ઉચ્ચાર્યો. મિડીયા અને ઇન્ડસ્ટ્રીમાં થોડીઘણી ઘુસપુસ સંભળાતી હતી, પણ હજુ બાંધી મૂઠી લાખની હતી. સંબંધવિચ્છેદૃ પછી હૃતિકના મનમાં ડર પેસી ગયો કે મુંહફટ કંગના વટાણા વેરી નાખશે તો મારી સુષ્ઠુ સુષ્ઠુ ઇમેજનું શું થશે? સુઝેન સાથેના ડિવોર્સની જે કાર્યવાહી ચાલી રહી છે તેના પર માઠી અસર પડશે? વિવાદૃ ફાટ્યો પછી કંગનાને એ ડર હતો કે હૃતિક્ પાસે પડેલી એની બહુ અંગત કહેવાય એવી તસવીરો અને વિડીયો કિલપ્સ એ લીક કરી નાખીને મને સાવ બેઆબરુ કરી નાખશે તો? બ્રેકઅપ થયા પછી જો સ્ત્રી અને પુુરુષ બન્નેના મનમાં ફફડાટ રહેતો હોય કે સામેનું પાત્ર અંગત વાતો જાહેર કરીને મને બદૃનામ કરી નાખશે, તો આ ડર એમનો સંબંધ કેટલો છીછરો હતો તેનું માપ દૃર્શાવે છે.ગયા વર્ષે જાન્યુઆરીમાં કંગનાએ કરેલી ‘સિલી એકસ' (બેવકૂફ ભૂતપૂર્વ પ્રેમી)વાળી સાવ મામૂલી કમેન્ટ પર હૃતિકે આકરી પ્રતિક્રિયા આપી ન હોત તો આ આખો હોબાળો થયો જ ન હોત. બન્યું એવું હતું કે ‘આશિકી-થ્રી' બનાવવાનું પ્લાિંનગ ચાલી રહ્યું હતું. એમાં હૃતિક અને કંગનનાને હીરો-હિરોઈન તરીકે લેવામાં આવશે એવી ચર્ચા શરુ થઈ હતી, પણ એકાએક કંગનાનું પત્તું કપાઈ ગયું. હૃતિકની સામે સોનમ કપૂર દૃેખાશે એવી વાતો સંભળાવા લાગી. આ વિશે કોઈ પત્રકારે પૃચ્છા કરતાં કંગનાએ એવા મતલબને જવાબ આપ્યો કે હું તો ફિલ્મ કરવાની જ હતી, પણ મારા બેવકૂફ પ્રેમીએ મને ફિલ્મમાંથી કઢાવી નાખી. આકળવિકળ થઈ ગયેલા હૃતિકે કંગના પર કાયદૃેસરની નોટિસ ફટકારી દૃીધી: તેં મને ‘સિલી એકસ' કહ્યો તે બદૃલ જાહેરમાં મારી માફી માગ! હકીકત તો એ હતી કે કંગનાએ હૃતિકનો સીધો નામોલ્લેખ કર્યો જ નહોતો. એ માત્ર ‘સિલી એકસ એવું મભમમાં બોલી હતી. હૃતિકની પહેલાં પણ કંગનાના જીવનમાં એકાધિક પુરુષો આવી ચુકયા હતા, પણ હૃતિકે બંધબેસતી પાઘડી પહેરી લીધી.

નોટિસ મળતાં જ કંગના વિફરી. બાંધી મૂઠી ખૂલી ગઈ. હૃતિકને ડર હતો એના કરતાં ઘણી વધારે અંગત વિગતો ધડાધડ સામે આવવા માંડી. સામસામી લિગલ નોટિસ, મિડીયામાં બેફામ આક્ષેપબાજી, પોલીસ, સાઇબર ક્રાઈમ, કંગનાએ અસલી હૃતિકને નહીં પણ કોઈ બનાવટી માણસને હૃતિક સમજીને હજાર કરતાંય વધારે ઇમેઇલ મોકલ્યા હતા એવી થિયરી... મામલો અતીશય પેચીદૃો અને ગંદૃો બનતો ગયો. ખેર, આખરે આખી વાત સંકેલાઈ ગઈ અને કોણ કેટલું સાચું બોલતું હતું ને કેટલું ખોટું બોલતું હતું તે વિશે છેક સુધી કોઈ સ્પષ્ટતા ન જ થઈ. લોકો આ બધું ભુલવા માંડ્યા હતા, પણ ‘સિમરન ફિલ્મની રિલીઝ નિમિત્તે કંગનાએ  ધડાધડ ઇન્ટરવ્યુઝ આપ્યા અને તેમાં એ આક્રમક બનીને હૃતિક વિશે નવેસરથી ખૂબ બધું બોલી. આ વખતે વધારે અંગત, વધારે કદૃરુપી વિગતો બહાર આવી.          

કંગનાને પહેલી વાર લિગલ નોટિસ મોકલી ત્યારે હૃતિકને કદૃાચ એમ હતું કે કંગના ડરી જશે. થયું એનાથી સાવ વિપરિત. કંગનાના જીવનનાં પાનાં ખોલીએ તો તરત સ્પષ્ટ થાય છે કે એનો મૂળભૂત સ્વભાવ જ વિદ્રોહનો છે. રુઢિચુસ્ત રાજપૂત પરિવારમાં ગુંગણામણ અનુભવતી કંગના તરુણ વયે વિદ્રોહ કરીને હિમાચલ પ્રદૃેશના પહાડોમાંથી પહેલાં ચંડીગઢ અને પછી દિૃલ્હી પહોંચી ગયેલી. આજે એ મુલાકાતોમાં હસતાં હસતાં કહી શકે છે કે ફર્સ્ટ લવ વિશે જે રોમેન્ટિક ઇમેજ ઊભી કરવામાં આવી છે તે તદ્દન બકવાસ છે. કંગનાનો પહેલો પ્રેમી ચંડીગઢનો કોઈ યુવાન હતો. એ હશે ઓગણત્રીસનો અને કંગના માંડ પંદૃરેકની. મુંબઈ આવીને ‘ગેંગસ્ટર' ફિલ્મ કરી તે અરસામાં લગભગ ત્રણેક વર્ષ સુધી એનો પોતાની પિતાની ઉંમરના આદિૃત્ય પંચોલી (સૂરજ પંચોલીના એકટર-પપ્પા) સાથે સંબંધ રહ્યો. આ સંબંધ એટલો વિસ્ફોટક બની ગયો કે આદિૃત્યની મારપીટ અને નજરકેદૃથી બચવા કંગનાએ પોલીસમાં એફઆરઆઈ નોંધાવવી પડી.

અકિરા કુરોસાવાની અદૃભુત જાપાનીઝ ફિલ્મ ‘રશોમોન'ને યાદૃ કરવા જેવી છે. પહેલી નજરે લાગે કે ખૂન અને બળાત્કારની ઘટના બની છે, પણ અલગ અલગ લોકો એના અલગ અલગ વર્ઝન પેશ કરે છે. આમાં સત્ય બિચારું ચૂંથાાઈ જાય છે. સૌની પોતપોતાની કહાણી છે. કંગનાનું પોતાનું સત્ય છે. એ જેની સામે યુદ્ધે ચડી છે તે પુરુષોનાં પણ પોતપોતાનાં સત્યો હોઈ શકે છે.

માણસ િંહમત કરીને સમાજ સામે પોતાના જીવનનાં સારાં-નરસાં બધાં પાનાં ખુલ્લાં કરી નાખે ત્યારે એ મોટા બોજમાંથી મુક્ત થઈ જતો હોય છે. બદૃનામી થાય, જૂતાં ખાવાં પડે, પણ માણસ જો મકકમ રહે, પોતાની જાત પર શ્રદ્ધા રાખે તો ધીમે ધીમે બધું થાળે પડી જતું હોય છે અને જો એ ખરેખર દૃમદૃાર અને પ્રતિભાવાન હશે તો મુક્તિનો અહેસાસ એને ઊંચાઈ સુધી લઈ જવામાં મોટું બળ પૂરું પાડે છે. કંગના વાત કરતી હોય છે ત્યારે એના સ્વરમાં શાંત મકકમતા રણકતી હોય છે. હૃતિક્ સાથેના સંબંધનું સત્ય જે હોય તે, પણ કંગના પોતાની જાત પ્રત્યે પૂરેપૂરી પ્રામાણિક છે તે સત્ય એની આંખોમાં ઝળકતું હોય છે. કંગનાના જીવનમાંથી એ શીખવાનું નથી કે પોતાની વૃત્તિઓને શમાવવા માટે બેફામ બની જવું કે પરિણીત પુરુષો સાથે પણ લફરાં કરવાં, પણ કંગનાની યાત્રામાંથી કદૃાચ એ શીખવાનું છે કે પોતાનું સત્ત્વ કે આત્મસન્માન જોખમાતું હોય તો પાણીમાં રહીને મગરના ઝુંડ સાથે પણ વેર કરી શકવાની તાકાત પણ ક્ેળવવી.

કંગનાનો ખરી તાકાત એની પ્રતિભા છે. એણે જે ક્ષેત્ર પસંદૃ કર્યું છે એમાં એ દિૃલચોરી કરતી નથી. અભિનયના મામલામાં એ વન-ઓફ-ધ-બેસ્ટ પૂરવાર થઈ છે. માણસ પ્રતિભાવાન હોય તો એના ઘણા ગુના માફ થઈ જતા હોય છે. કંગના ક્રમશ: ફિલ્મ-ડિરેક્ટર બનવા તરફ આગળ વધી રહી છે. એની હવે પછીની યાત્રા પણ ભારે રસપ્રદૃ પૂરવાર થવાની. અત્યારે ઘણાને કંગના નાટકબાજ ઔરત લાગે છે, પણ આ જ સ્ત્રી લેજન્ડ-ઇન-મેકિંગ પણ હોઈ શકે છે!

0 0 0        No comments:

Post a Comment