Friday, September 16, 2016

ટેક ઓફઃ તમે ઈમોશનલી ઈન્ટેલિજન્ટ માણસ છો?

સંદેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ  - ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૬

ટેક ઓફ

તમને લોકોને ‘વાંચતા' આવડે છે? સામેનો માણસ કેવી માનસિક હાલતમાંથી પસાર થઈ રહ્યો છે તે તમે કળી શકો છો? તમને મૂરખ બનાવવા અઘરા છે? સામેની વ્યકિતનું કૃત્રિમ વર્તન  અથવા જૂઠ તમે સૂંઘી શકો છો? જો આ સવાલોના જવાબ હા હોય તો તમે ખાસ્સા ઈમોશનલી ઈન્ટેલિજન્ટ છો.


મેરિકન ‘ટાઈમ' મેગેઝિનની વેબસાઇટ પર વાંચેલો એક હલકોફુલકો અને મજાનો રિસર્ચ-બેઝ્ડ લેખ આજે તમારી સાથે શર કરવો છે. વાત EQઅથવા ઈમોશનલ ઈન્ટેલિજન્સ વિશે છે. EQ એટલે જીવન અને પરિસ્થિતિઓ વિશેની, લાગણીઓ અને માનવીય સંબંધો વિશેની ઉપયોગી તેમજ સાચી સમજણ. જ્યારથી સંશોધકોએ પૂરવાર કર્યું છે કે જીવનમાં સફળ થવા માટે ઊંચા બુદ્ધિઆંક (IQ, ઈન્ટેલિજન્સ કવોશન્ટ) કરતાં EQ ઘણો વધારે મહત્ત્વનો ભાગ ભજવે છે, ત્યારથી ઘણી બધી ગૂંચવણો ઉકલી ગઈ છે. સ્કૂલ-કોલેજમાં ભણવામાં સાવ સાધારણ ગણાતો વિદ્યાર્થી આગળ જતાં જીવનમાં ખૂબ કામિયાબ થાય, જ્યારે ગણિતમાં કાયમ ૧૦૦માંથી ૯૫-૯૮ માર્કસ લાવનારો ટોપર લાઈફમાં કશું જ ઉકાળી શક્યો હોય એવું આપણે ઘણી વાર જોયું છે. આવું એેટલા માટે થાય છે કે પેલા  ટોપરનો IQ સારો હોઈ શકે, પણ એનું EQ નિશ્ર્ચિતપણે કંગાળ હોવાનું. સામે પક્ષે, ભણતરમાં મામૂલી પણ અસલી જીવનમાં હીરો પૂરવાર થયેલા પેલા છોકરાનું ઈમોશનલ ઈન્ટેલિજન્સ ખૂબ ઊંચું હોવાનું. જ સરસ અને સરસ નું કોમ્બિનેશન થયું હોય તો માણસને જીવનમાં આગળ વધતા કોઈ અટકાવી ન શકે.

તો કેવા હોય ઈમોશનલ ઈન્ટેલિજન્ટ માણસો? ક્યાં છે એનાં લક્ષણો? સાંભળો:

લાગણી વ્યકત કરતા શબ્દૃોનું ભંડોળ

 આપણા મનમાં જાતજાતની લાગણીઓ પેદૃા થતી રહે છે, પણ મોટા ભાગના લોકો આ લાગણીને નામ આપી શકતા નથી. જેમ કે, આપણે ઘણી વાર સાંભળતા હોઈએ છીએ કેે ‘આજે  સવારથી મને મજા નથી આવી રહી... આઈ એમ ફીલીંગ બેડ.'  હવે મજા ન આવવી કે બેડ ફીલ કરવું એટલે એકઝેટલી શું? આવું ગોળ-ગોળ વાક્ય બોલવાને બદૃલે ઈમોશનલી ઈન્ટેલિજન્ટ માણસ પોતાની માનસિક અવસ્થાનું ચોક્કસ શબ્દૃોમાં વર્ણન કરશે. જેમ કે, ‘આજ સવારથી હું બહુ ચિડીયો થઈ ગયો છું' અથવા ‘આજે મને માનસિક તાણ જેવું લાગી રહ્યું છે' અથવા ‘આજે મારું મન ઉચાટમાં છે' વગેરે. જો લાગણી પર નામનું વ્યવસ્થિત લેબલ નહીં ચિપકાવીએ તો ગેરસમજ કે વગર જોઈતી તકલીફો પેદૃા થવાના ચાન્સ વધી જશે. આથી ઈમોશનલ વોકેબ્યુલરી યાને કે લાગણીઓ સંબંધિત શબ્દૃભંડોળ વધારવું.

માણસો વિશે જાણવાની ઉત્સુકતા

વાત ઉત્સુકતાની થઈ રહી છે, કૂથલીની નહીં. ઈમોશનલી ઈન્ટેલિજન્ટ વ્યકિતને પોતાની આસપાસના લોકોને જાણવા - સમજવામાં સાચુકલો રસ હોય છે. આ રસનું કારણ અન્ય લોકો પ્રત્યે એના દિૃલમાં રહેલો સદૃભાવ હોય છે. આપણે જેમની સાથે અવારનવાર સંપર્કમાં આવીએ છીએ, જેમની સાથે કામ કરીએ છીએ કે દિૃવસની અમુક કલાકો પસાર કરીએ છીએ એ લોકો સમગ્રપણે કેવા છે? એમની લાઈફસ્ટાઈલ કેવી છે? એમને કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે?  તેઓ કઈ વાતે સુખી કે દૃુખી થાય છે? તમને એ લોકોની જેટલી વધારે દૃરકાર હશે એટલી એમના વિશે વધારે ઉત્સુકતા જાગશે. યાદૃ રહે, આપણે કોઈની લાઈફમાં માથું મારવાનું નથી, કોઈમાં વધારે પડતો રસ લઈને એમને અકળાવી નાખવાના નથી.  આ ભેદૃરેખા વિશે હંમેશાં સ્પષ્ટ રહેવાનું છે અને મર્યાદૃા કદૃી ઓળંગવાની નથી.

નેગેટિવ વિચારોને મારો ગોળી

આપણું મન ક્યારેક નેગેટિવ વિચારોના ચક્રમાં એવું ફસાઈ જાય છે કે એમાંથી આસાનીથી બહાર આવી શકતું નથી. જે ઘટના ક્યારેય બની નથી કે બનવાની નથી એના વિશે વિચાર-વિચાર કર્યા કરવાનો શો મતલબ છે? ઈમોશનલી ઈન્ટલિજન્ટ માણસ હંમેશાં કલ્પના અને હકીકત વચ્ચે સ્પષ્ટ ભેદૃરેખા દૃોરી રાખે છે. નકારાત્મક વિચારોના કુંડાળામાંથી બહાર નીકળીને પોતાની શકિતઓને હકારાત્મકતાની દિૃશામાં વાળતા તેને સારી રીતે આવડે છે. કોઈના પ્રત્યે નેગેટિવ લાગણીઓ સંગ્રહી રાખીશું તો સામેના માણસને નુકસાન થાય કે ન થાય, આપણને તો નુકસાન થવાનું જ છે. ઈમોશનલી ઈન્ટેલિજન્ટ માણસને સામેની વ્યકિતને માફ કરીને આગળ વધી જાય છે. એ જાણે છે કે કોઈએ આપેલી પીડા કે દૃગાબાજીને મનમાં સતત મમળાવ્યા કરીશ તો શારીરિક તેમજ માનસિક હેલ્થ પર વહેલામોડી માઠી અસર થયા વગર રહેવાની નહીં.            

ઝેરીલા લોકોથી દૃૂર રહેવું: 

અમુક માણસો એટલા બધા વાયડા, ઝેરીલા અને નેગેટિવ હોય છે કે તેમની સાથે કામ પાર પાડતી વખતે લોહીનું પાણી થઈ જતું હોય છે. ઈમોશનલી ઈન્ટેલિજન્ટ માણસ આવા નમૂનાઓ સાથે કામ પાર પાડતી વખતે ગુસ્સાને સતત કાબૂમાં રાખે છે. તેઓ વાયડા માણસના દૃષ્ટિિંબદૃુને સમજવાની પણ કોશિશ કરશે અને બન્ને પક્ષને અનુકૂળ હોય એવો ઉકેલ શોધી કાઢશે.મારું જીવન, મારો આનંદ

શું તમારે આનંદિૃત થવા માટે કે સંતોષનો અનુભવ કરવા માટે બીજાઓના અભિપ્રાય અથવા અપ્રુવલ પર આધાર રાખવો પડે છે? તો એનો સાદૃો અર્થ એ થયો કે તમારાં સુખદૃુખની લગામ તમે બીજાઓને સોંપી દૃીધી છે. ઈમોશનલી ઈન્ટલિજન્ટ માણસને કોઈના અભિપ્રાયનો મોથાજ હોતો નથી. બીજા લોકો ગમે એટલું નીચું દૃેખાડવાની કોશિશ કરે તો પણ એ ખલેલ પામ્યા વગર સ્વસ્થ અને મસ્ત રહી શકે છે. આપણી નજરમાં આપણું મૂલ્ય ક્યારેય ઘટવું ન જોઈએ. બીજાઓના મંછતવ્યોના કારણે તો બિલકુલ નહીં.

ખુદના પ્લસ અને માઈનસ પોઈન્ટ વિશે સભાનતા

આપણી જાતને આપણા કરતાં વધારે સારી રીતે બીજું કોણ સમજી શકવાનુ છે? ઈમોશનલી ઈન્ટેલિજન્ટ વ્યકિતને પાકા પાયે ખબર હોય છે કે પોતાના પ્લસ પોઈન્ટ્સ કયાં છે, કઈ બાબતોમાં પોતે શ્રેષ્ઠ છે, કઈ બાબતોમાં ઠીકઠાક છે અને કયા મામલાઓમાં ભયંકર ખરાબ છે. તેઓ જાણતા હોય છે કે પરિસ્થિતિમાં પોતે કેવું વર્તન કરશે, કયા પ્રકારના લોકો સાથે એને ફાવશે, કયા પ્રકારના નમૂના એનું દિૃમાગ ખરાબ કરી નાખશે. ઊંચાં ઈમોશનલ ઈન્ટેલિજન્સનો મતલબ જ એ છે કે પોતાની શકિતઓ અને આવડતોનો વધુમાં વધુ ફાયદૃો લેવો અને નબળાઈઓ પર મજબૂત લગામ રાખવી.

લોકોની પરખ

તમને લોકોને ‘વાંચતા' આવડે છે? સામેનો માણસ કેવી માનસિક હાલતમાંથી પસાર થઈ રહ્યો છે તે તમે કળી શકો છો? તમને મૂરખ બનાવવા અઘરા છે? સામેની વ્યકિતનું કૃત્રિમ વર્તન  અથવા જૂઠ તમે સૂંઘી શકો છો? જો આ સવાલોના જવાબ હા હોય તો તમે ખાસ્સા ઈમોશનલી ઈન્ટેલિજન્ટ છો. સમય અને અનુભવની સાથે ઈમોશનલી ઈન્ટેલિજન્ટ વ્યકિતની લોકોને પારખવાની શકિત તીવ્ર બનતી જાય છે. એ તરત જ સામેના માણસનો ખરો ઈરાદૃો પકડી પાડે છે, સપાટી ખોતરીને અંદૃરની સચ્ચાઈ જાણી જાય છે. પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં આવી ક્ષમતા ધરાવતો માણસ સફળ ન થાય તો જ આશ્ર્ચર્ય.

ડોન્ટ ફીલ બેડ, હં!

જો આપણે ખુદૃની વાસ્તવિકતાને, પોતાની નબળાઇ-સબળાઈને સારી રીતે સમજતા હોઈએ, તો કોઈ ગમે તે કહે કે કરે, આપણી માનસિક શાંતિ છિન્નભિન્ન નહીં થાય. ઈમોશનલી ઈન્ટેલિજન્ટ માણસને પોતાની જાત પર ભરપૂર આત્મવિશ્ર્વાસ હોય છે. તેને લીધે તે જાડી ચામડીનો થઈ જતો હોય છે! અહીં ‘જાડી ચામડીને સારા અર્થમાં લેવાની છે. એ પોતાની મજાક કરી શકે છે. બીજાઓ ટાંગિંખચાઈ કરતા હોય તો એ માઠું લગાડીને બેસી નહીં જાય. ઈમોશનલી ઈન્ટેલિજન્ટ વ્યકિત નિર્દૃોષભાવે થતી મશ્કરી અને મજાકના ઓઠા હેઠળ કરવામાં આવતા અપમાન વચ્ચેનો ફર્ક સ્પષ્ટપણે સમજી શકતી હોય છે.

ના પાડવાની કળા

માત્ર બીજાઓને જ ના પાડવાની નથી હોતી, ખુદૃને પણ અમુક વસ્તુઓ કરતાં અટકાવવી પડતી હોય છે. પોતાની જાતને ના પાડવી કદૃાચ વધારે અઘરી છે. મામલો સેલ્ફ-કંટ્રોલનો છે. ઈમોશનલી ઈન્ટેલિજન્ટ માણસ ક્ષણિક સંતોષ માટે અવિચારીપણે કોઈ પગલું નહીં ભરે. જો ના પાડતા નહીં શીખીએ તો સ્ટ્રેસ, ખાલી થઈ ગયાની લાગણી અને ડિપ્રેશન સુધ્ધાંનો શિકાર બનવા તૈયાર રહેવું પડે. ઓલરેડી કામથી લદૃાયેલાં હોઈએ ત્યારે નવાં અસાઈન્મેન્ટ્સ, નવી ઓફર ગમે તેટલાં લલચામણાં હોય તો પણ ના પાડી દૃેવાની કે જેથી જૂનાં કમિટમેન્ટ્સને સારી રીતે નિભાવી શકાય.
ભુલોને ભુલી જવી

ઈમોશનલી ઈન્ટેલિજન્ટ માણસ ભૂતકાળની ભુલોનો ભાર વેંઢારીને ફયાર્ર્ નહીં કરે, બલ્કે તેમાંથી જે શીખવા જેવું છે તે શીખીને આગળ વધી જશે. આપણે જો ભૂતકાળની ભુલોને જ વાગોળ્યા કરીશું તો કોચલામાં ભરાતા જઈશું. આખી ઊલટું, જો ભુલોને સાવ ભુલી જઈએ તો એની એ મિસ્ટેકસ ફરી થવાના ચાન્સ વધી જશે. આથી સંતુલન જાળવવું.

અપેક્ષા વગર આપવું

કોઈ આપણા માટે કશીય અપેક્ષા વગર કશુંક કરે છે ત્યારે તે ચેષ્ટાની અસર ઘણી ઊંડી થાય છે. જેમ કે, તમે કોઈ દૃોસ્તના હાથમાં રહેલાં પુસ્તકમાં સહજપણે રસ દૃેખાડો ને એ દૃોસ્ત ઓનલાઈન બુકશોપ પર જઈને કુરિયરમાં તે પુસ્તકની નકલ તમને ગિફ્ટ રુપે મોકલી આપે તો કેવો જલસો પડે! ઈમોશનલી ઈન્ટેલિજન્ટ માણસ કોઈ પણ પ્રકારની છૂપી ગણતરી વિના કેવળ પ્રેમભાવે બીજા લોકોને શું ગમશે, એમને કઈ વાતે આનંદૃ આવશે એનો વિચાર કરતા હોય છે. એમના આવા એટિટ્યુડને લીધે તેઓ લોકો સાથે મજબૂત સંબંધો વિકસાવી શકે છે.

મહેરબાન...કદરદાન

ઈમોશનલી ઈન્ટેલિજન્ટ માણસ પોતાની પાસે શું નથી તેના પર નહીં, પણ ઉપરવાળાએ પોતાને કેટલું બધું આપ્યું છે તેના પર ફોકસ કરે છે. આ રીતે તને મૂડ, એનર્જી અને તબિયત ત્રણેય સારાં રહે છે.

વિરામ અને નિદ્રા:

ઈમોશનલી ઈન્ટેલિજન્ટ માણસ બરાબર જાણતો હોય છે કે મોબાઈલ ફોન, ઈમેઈલ, સોશિયલ મિડીયા વગેરે જેવી સમય અને શકિત ખાઈ જતી વસ્તુઓના ગુલામ થવાની જરાય જરુર નથી. વચ્ચે વચ્ચે કામમાંથી બ્રેક લઈને વેકેશન માણવાથી સ્ટ્રેસ લેવલ અકુંશમાં રહે છે. એકાગ્રતા વધારવા, યાદૃશકિતને સાબૂત રાખવા તેમજ થાકી ગયેલા દિૃમાગને રીચાર્જ કરવા માટે પૂરતી ઊંઘ ખૂબ જરુરી છે. ઈમોશનલી ઈન્ટેલિજન્ટ માણસ સામાન્ય સંજોગોમાં સૂવાના કલાકોમાં બાંધછોડ કરતા નથી.      


હવે તમે જ નક્કી કરો કે તમે કેવાક ઈમોશનલી ઈન્ટેલિજન્ટ છો અને તમારા ઈક્યુને વઘારે તગડો બનાવવા માટે ખુદૃના વ્યકિતત્ત્વમાં કેવા કેવા ફેરફાર કરવા પડે તેમ છે.


૦૦૦No comments:

Post a Comment