Monday, August 29, 2016

મલ્ટિપ્લેકસ : શબાના વિરુદ્ધ શબાના

સંદેશ - સંસ્કાર પૂર્તિ -૨૮ ઓગસ્ટ ૨૦૧૬ 

સિનેમામાં ઘાક જમાવ્યા બાદૃ સ્ટેજપ્રવેશ કરનાર અદૃાકાર રંગભૂમિને કયા નવા શેડ્ઝ આપી દૃેતો હોય છે? શબાના આઝમી ફિલ્મ એકટ્રેસ તરીકે જેટલાં જબરદૃસ્ત એટલાં જ પ્રભાવશાળી મંચ પર પણ છે. આમ તો મંચ અદૃાકારને ખૂબ મોકળાશ આપતો હોય છે, પણ ‘બ્રોકન ઈમેજિસ' નાટકમાં  શબાનાએ સજ્જડ રીતે બંધાયેલું રહેવું પડે છે, કેમ કે... 
રંગભૂમિ પરથી સિનેમામાં આવેલો કલાકાર મૂઠી ઉંચેરો પૂરવાર થતો હોય છે તે સર્વસ્વીકૃત હકીકત છે, પણ સિનેમામાં ઘાક જમાવ્યા બાદૃ સ્ટેજપ્રવેશ કરનાર અદૃાકાર રંગભૂમિને કયા નવા શેડ્ઝ આપી દૃેતો હોય છે? વાત આજે શબાના આઝમીની કરવી છે. ફારુખ શેખ સાથે ‘તુમ્હારી અમૃતા' જેવું યાદૃગાર નાટક આપનાર શબાનાના લેટેસ્ટ નાટક ‘બ્રોકન ઈમેજીસ' શોઝ હજુય નિયમિતપણે થતા રહે છે.

ગિરીશ કર્નાર્ડે લખેલું ‘બ્રોકન ઈમેજિસ' મૂળ કન્નડમાં લખાયું હતું. માર્ચ ૨૦૦૫માં ઓપન થયા બાદૃ કન્નડ, અંગ્રેજી અને હિન્દૃીમાં એના કેટલાય શોઝ થઈ ચુક્યા હતા. નાટકનાં આ તમામ વર્ઝનને દૃર્શકો અને વિવેચકોએ ખૂબ વખાણ્યાં. આથી અલેક પદૃમસીએ જ્યારે નાટકને અંગ્રજીમાં ફરીથી રિવાઈવ કર્યું ત્યારે સૌ એ જોવા ઉત્સુક હતા કે હવે શબાના આઝમી આ રોલમાં કેવીક કમાલ કરી દૃેખાડે છે. અને શબાનાએ કમાલ કરી દૃેખાડી. શબાના જેવી આંતરરાષ્ટ્રીય કક્ષાની અભિનેત્રી પાસેથી તમે બીજી શી અપેક્ષા રાખી શકો!

‘હું ચાર મહિનાની હતી ત્યારે મારી મા (શૌકત આઝમી) મને કાખમાં ઊંચકીને પોતાનાં નાટકનાં રિહર્સલોમાં લઈ જતી, શબાના આઝમી એક મુલાકાતમાં કહેતાં હતાં, 'મારી અમ્મી અલેક પદૃમસી સાથે પણ દૃાયકાઓ પહેલાં કામ કરી ચુકી છે. હું તો રહી મૂળ ફિલ્મ એકટ્રેસ, જ્યારે નસિરુદ્દીન શાહ નખશિખ થિયેટર એકટર છે. એ માણસ સ્ટેજ પર ઉતરે એટલે સ્ટેજ જાણે પોતાનું રજવાડું હોય તે રીતે અભિનય કરે છે. કિતની આસાની સે સાંસ લેતે હૈ વો! અદૃભુત છે એ માણસ. હું એમનાં સ્ટેજ પર્ફોર્મન્સીસ બેક-ટુ-બેક લૂપમાં જોઉં તો પણ ન ધરાઉં.'

શબાના ભલે વધુ પડતી નમ્રતા દૃેખાડે, પણ ‘બ્રોકન ઈમેજિસ'માં તેઓ પણ સ્ટેજનાં જન્મજાત સમ્રાજ્ઞી હોય તે રીતે જ પર્ફોર્મ કરે છે. શું છે આ નાટકમાં? વ્યાખ્યામાં બાંધવું હોય તો કહી શકાય કે આ નાટક એક સાઈકોલોજિકલ થ્રિલર છે. વળી, તે વન-વુમન શો છે. મંચ પર શરુઆતથી લઈને અંત સુધી માત્ર એક જ અદૃાકારની ઉપસ્થિતિ રહે છે - શબાના આઝમીની. હા, તેમને કંપની આપવા માટે સ્ટેજ પર એક એલઈડી ટીવીનો વિશાળ સ્ક્રીન જરુર છે. આ સ્ક્રીન પર જે  વ્યકિત ઉપસે છે તે પણ શબાના આઝમી જ છે. આ બન્ને શબાનાઓ વચ્ચે બોલાતી સંવાદૃોની રમઝટ અને તેમની વચ્ચે થતી છીનાઝપટી નાટકનો યુએસપી એટલે કે યુનિક સેિંલગ પોઈન્ટ છે.મંજુલા શર્મા (શબાના) એક સેલિબ્રિટી લેખિકા છે. એની નવલકથા આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાઈ ચુકી છે. એક વાર ઈન્ટરવ્યુ આપવા એ કોઈ ટીવી ચેનલના સ્ટુડિયોમાં આવી છે અને અહીંથી નાટકનો ઉઘાડ થાય છે. મંજુલા ટીવી કેમેરા સામે ગોઠવાઈને કહે છે કે આ નવલકથાની પ્રેરણા મારી બહેન માલિનીએ આપી છે. જન્મથી અપંગ માલિનીનું કમરથી નીચેનું શરીર આજીવન ચેતનાહીન રહ્યું. મા-બાપે સતત એની ખૂબ સેવા કરી. એ ગુજરી ગયાં પછી મંજુલા બહેનને પોતાનાં ઘરે લઈ આવી. સદૃભાગ્યે મંજુલાના પતિ સાથે માલિનીને સારું બનતું હતું. હજુ ગયા વર્ષે માલિનીનું નિધન થયું. માલિનીની પીડા, એની અસહાયતા મંજુલાએ નિકટથી જોઈ હતી. તેનું આલેખન તેણે એક નવલકથામાં કર્યું, જે સુપરહિટ પૂરવાર થઈ. આ વાત કરતાં કરતાં મંજુલા રડી પડે છે. આંસુ લૂછીને, સ્વસ્થ થઈને તે પોતાનું વકતવ્ય પૂરું કરે છે.

જેવી મંજુલા ઊભી થઈને ટીવી સ્ટુડિયોમાંથી બહાર નીકળવા પગલાં ભરે છે કે જાણે જાદૃુ થાય છે. પેલી ટીવી સ્ક્રીન પર બીજી શબાના આઝમી ઉપસે છે. એણે મંજુલા જેવાં જ વસ્ત્રો પહેયાર્ર્ છે. સ્ક્રીન પર દૃેખાતી સ્ત્રી કહે છે કે મારાથી ગભરાય છે શું કામ. તું તો મને સારી રીતે ઓળખે છે. હું ‘તું જ છું - મંજુલા!'

સ્ક્રીન પર દૃેખાતી સ્ત્રી મંજુલાનો અંતરાત્મા છે. એનો માંહ્યલો. મંજુલા ધીમે ધીમે રિલેકસ થવા માંડે છે. પછી બન્ને મંજુલાઓ વચ્ચે ગોઠડી મંડાય છે. શરુઆત તો હળવાશથી થાય છે. ધીમે ધીમે સ્ક્રીનવાળી સ્ત્રીના સવાલો વ્યંગાત્મક અને વધુને વધુ  અણિયાળા બનતા જાય છે. ડુંગળી પરથી એક પછી એક પારદૃર્શક પડ ઉખેડાતાં જતાં હોય તેમ ધીમે ધીમે મંજુલાના વ્યકિતત્ત્વના અને જીવનના નવાં નવાં પાસાં બહાર આવતા જાય છે. કોણ સાચું છે? થોડી વાર પહેલાં પોતાની અપંગ બહેનને યાદૃ કરીને આસું સારી રહેલી મંજુલા કે અત્યારે ખુદૃના અંતરાત્માની આકરી પૂછપરછથી બેબાકળી બની ગયેલી મંજુલા? પતિ સાથે એના ખરેખર મધુર સંબંધો છે કે પછી વાસ્તવિકતા કંઈક જુદૃી જ છે? માહોલ સ્ફોટક બનતો જાય છે. નાટકનો અંત એકઝેકટલી શું છે તે તમને નહીં કહીએ. હા, એટલું જરુર કહીશું કે નાટકનો એન્ડ જોઈને તમે સીટ પરથી ઊછળી પડશો એ તો નક્કી.નાટક એક લાઈવ આર્ટ છે. ઈમ્પ્રોવાઈઝ કરવું, કશુંક નવું કે અણધાયુર્ર્ કરવું, ઓડિયન્સની પ્રતિક્રિયા પ્રમાણે પોતાનાં પર્ફોર્મન્સમાં ફેરફાર કરવા એ રંગભૂમિની મજા છે. મંચ એ રીતે કલાકારને ખાસ્સી મોકળાશ આપતો હોય છે. ‘બ્રોકન ઈમેજિસ'ની વાત તદ્દન જુદૃી છે. અહીં મંચ એકટ્રેસને સજ્જડ બાંધી દૃે છે. સ્ક્રીન પર દૃેખાતી શબાનાનું શૂટિંગ આગોતરું થઈ ગયું છે અને દૃરેક શોમાં તે એકસરખું  રહે છે. મંચ પર પર્ફોર્મ કરી રહેલી શબાનાએ તે રેકોર્ડિંગ અનુસાર, તેની સાથે સંપૂર્ણપણે સિન્ક્રોનાઈઝ થઈને, એકેએક સેકન્ડ પાક્કો હિસાબ રાખીને અભિનય કરવાનો છે. બન્ને સ્ત્રીઓ વચ્ચેના સંવાદૃોમાં સતત દૃલીલબાજી થતી રહે છે, સામસામી ચાબૂક વીંઝાતી રહે છે. વાતો કરતાં કરતાં બન્ને એકમેકને તાળી આપે છે, એક છીંક ખાય તો બીજી ડાયલોગ અટકાવીને તરત ‘ગોડ બ્લેસ યુ કહે છે. આ બધું જ ઘડિયાળના કાંટે થાય તો જ ધારી અસર ઉપજે. માત્ર સંવાદૃો જ નહીં, કોરિયોગ્રાફીમાં  પણ સતત સમતુલા જાળવી રાખવી પડે. મંચ પરની શબાના ચાલતી ચાલતી સ્ટેજ પર ડાબેથી જમણે જાય તો એની સાથે સાથે સ્ક્રીન પરની શબાનાની આંખો પણ ડાબેથી જમણી તરફ ફરે. ટૂંકમાં, ઈમ્પ્રોવાઈઝેશનનો અહીં કોઈ સ્કોપ જ નથી. એક-સવા કલાક સુધી જીવંત અભિનય અને ટેકનોલોજી વચ્ચે કમાલની જુગલબંધી ચાલતી રહે છે.

છતાંય આ તો મંચ છે. કલ્પ્યાં ન હોય એવા અણધાર્યા બનાવો તો બનવાના જ.  નાટક પૂરું થયા પછી શબાના મંચ પરથી ઓડિયન્સ સાથે આ નાટક વિશે ગોઠડી માંડે ને અમુક પ્રસંગો શેર કરે એટલે આપણને જાણે અણધાર્યું બોનસ મળ્યું હોય તેવો આનંદૃ થાય. નાટકમાં એક મોમેન્ટ એવી આવે છે કે શબાના ડાયલોગ બોલતા બોલતા ટીવીની પાછળથી પસાર થાય, ફરી આગળ આવે અને સંવાદૃ પૂરો કરે. અમેરિકાના એક શોમાં એક વાર બન્યું એવું કે શબાના ટીવીની પાછળથી પસાર થઈ રહ્યાં હતો ત્યારે તેમનો પગ અચાનક કેબલ પર પડતાં પ્લગ નીકળી ગયો અને ટીવી પરનું ચિત્ર ગાયબ થઈ ગયું! શબાનાએ સમયસૂચકતા વાપરી. તેઓ સંવાદૃ બોલતાં બોલતાં ફરી પાછા ટીવીની પાછળ ગયાં પ્લગમાંથી નીકળી ગયેલો વાયર ફિટ કરી દૃીધો. તરત સ્ક્રીન પર ચિત્ર ઊપસી આવ્યું અને નાટક વિના વિઘ્ને આગળ વધ્યું.

'મજાની વાત એ છે કે ઓડિયન્સને આ ગરબડની ખબર જ ન પડી, શબાનાએ કહ્યું, ‘લોકોએ તો એમ જ માની લીધું કે આ બધું નાટકનો જ એક હિસ્સો હશે! બીજો કિસ્સો રોહતકમાં બન્યો. ૧૮૦૦ની કેપિસિટી ધરાવતું ઓડિટોરિયમ. નાટક શરુ થાય એની વીસ મિનિટ પહેલાં આયોજન મને કહે છે, મેડમ, એવું છેને કે  અહીંના એંસી ટકા ઓડિયન્સને અંગ્રેજી આવડતું નથી. તમે જરા હિન્દૃીમાં બોલજોને! મને તેના ગાલ પર કચકચાવીને લાફો ઠોકવાની ઈચ્છા થઈ ગઈ. ભલા માણસ, આ તું છેક છેલ્લી ઘડીએ બોલે છે? પણ મેં િંહમત ન હારી. સ્ટેજ પર ટાઈિંમગ સાચવતાં સાચવતાં હું મંજુલાના ડાયલોગ્ઝનું મારી રીતે  હિન્દૃી કરતી ગઈ અને બોલતી ગઈ. ભગવાનનો પાડ કે શો ખૂબ સરસ રહ્યો અને ઓડિયન્સે ખૂબ એન્જોય કર્યું... પણ સાચું માનજો, તે દિૃવસે ઈગ્લિંશમાંથી હિન્દૃીમાં ઈન્સ્ટન્ટ અનુવાદૃ મેં કઈ રીતે કરી નાખ્યો તે મને આજ સુધી સમજાયું નથી!'
'Tumhari Amrita'


અણધાર્યા પડકારોથી ગભરાયા વગર આગળ વધીને રસ્તો કાઢી લેવો એ જ તો મહાન અદૃાકારની નિશાની છે! શબાનાએ અત્યાર સુધીમાં દૃસેક જેટલાં સ્ટેજ પ્રોડકશન્સ કરી ચુકયાં છે. એમાંનું એક છે હેરલ્ડ પિન્ટરનું ‘બિટ્રેયલ'. િંસગાપુર રિપર્ટરી થિયેટર દ્વારા ભજવાયેલાં  નાટકમાં ‘પતિ, પત્ની ઔર વો'વાળી થીમ છે. હેનરીક ઈબ્સન લિખિત વિખ્યાત નાટક્ ‘અ ડોલ્સ હાઉસ'નું ઈન્ગમાર બર્ગમેનવાળું ત્રિઅંકી વર્ઝન ‘નોરા' શબાનાએ કર્યું છે. આ ઉપરાંત તનિકા ગુપ્તાએ નેશનલ થિયેટર લંડન માટે તૈયાર કરેલું ‘ધ વેઈિંટગ રુમ', એમ.એસ. સથ્યુનું ‘સફેદૃ કુંડલી' અને અફકોર્સ ‘તુમ્હારી અમૃતા' જેવાં નાટકો પણ શબાનાના બાયોડેટામાં બોલે છે. ‘બ્રોકન ઈમેજીસ'ના ઓલરેડી ખૂબ બધા શોઝ થઈ ચુક્યા છે. નાટક હજુ સુધી ન જોયું હોય તો જોજો. જલસો પડશે.

શો-સ્ટોપર

‘ભલે અત્યાર સુધીમાં હું સેંકડો વાર સ્ટેજ પર્ફોર્મન્સીસ આપી ચુકી હોઉં, પણ હજુય દૃર વખતે મંચ પર પગ મૂકતાં પહેલાં મારા પેટમાં પતંગિયાં ઉડતાં હોય છે અને આ પતંગિયાની સાઈઝ હાથી જેવડી હોય છે!

- શબાના આઝમી


No comments:

Post a Comment