Saturday, May 14, 2016

મલ્ટિપ્લેક્સ : કરોગે યાદ તો હર બાત યાદ આએગી...

Sandesh - Sanskar Purti - 15 May 2016

મલ્ટિપ્લેક્સ

'કભી કભી'નું ટ્રાયલ જોઈને ફાયનાન્સર ગુલશન રાયે અભિપ્રાય આપ્યો હતો કે આ ફિલ્મ એક દિવસ પણ નહીં ચાલે! હકીકત એ છે કે સુપરડુપર હિટ નીવડેલી 'કભી કભી આજે' હિન્દી સિનેમામાં એક માઈલસ્ટોન ગણાય છે. આજીવન અપરિણીત રહેનારા સાગર સરહદી 'કભી કભી' અને 'સિલસિલા' જેવી સ્ત્રી-પુરુષના સંબંધોની જટિલતાને ખૂબસૂરતીથી પેશ કરતી ફિલ્મો કેવી રીતે લખી શક્યા?સાગર સરહદી ગયા બુધવારે ૮૩ વર્ષના થયા. સાગર સરહદી એટલે હિન્દી ફ્લ્મિ ઈન્ડસ્ટ્રીનું ધરખમ નામ. કેટલી બધી યાદગાર ફ્લ્મિો આ નામ સાથે જોડાયેલી છે. 'ક્ભી ક્ભી', ''સલસિલા', 'ચાંદની', 'અનુભવ', 'દીવાના', 'ક્હો ના... પ્યાર હૈજેવી ફ્લ્મિો તેમણે લખી છેતો સ્મિતા પાટિલ-નસીરુદ્દીન શાહ-ફારુક્ શેખ-સુપ્રિયા પાઠકના અભિનય અને ખય્યામના અદભુત સંગીતવાળી 'બાઝારતેમણે લખી છે અને ડિરેકટ પણ કરી છે.

સરહદીસાહેબ મુંબઈના એક્ સીધાસાદા, હજારો પુસ્તકો ધરાવતો અને સ્ત્રીની ગેરહાજરીવાળા ફ્લેટમાં એક્લા રહે છે. સાગર સરહદીએ લગ્ન ર્ક્યાં નથી એનો અર્થ એવો નહીં કે તેઓ સ્ત્રીઓથી દૂર રહૃાા છે. 'ક્ભી ક્ભીઅને 'સિલસિલાજેવી જબરદસ્ત રોમેન્ટિક્ ફ્લ્મિો લખનારો માણસ ખુદ પ્રેમની તીવ્રતાઓમાંથી પસાર થયો ન હોય તેવું શી રીતે બને. એમના જીવનમાં કેટલીય સ્ત્રીઓ આવીભરપૂર રોમેન્ટિક્ સંબંધો બંધાયાપણ એ તમામ સ્ત્રીઓ તેમને છોડીને જતી રહીકેમ કે પોતે જિંદગીમાં કયારેય લગ્ન નહીં જ કરે તે વાતે સરહદીસાહેબ શરૂઆતથી સ્પષ્ટ હતા.
એકલતા પોતાની સાથે કેટલીય અપ્રિય વસ્તુઓ ખેંચી લાવે છે. ભરપૂર આંતરિક સમૃદ્ધિ ધરાવતા સ્વસ્થ માણસના જીવનમાં પણ ડિપ્રેશનનો તબક્કો આવી શકે છે. સરહદીસાહેબના જીવનમાં પણ આવ્યો. હળવા ડિપ્રેશનથી બચવા તેઓ રોજ મુંબઈની બબ્બે લોક્લ ટ્રેનો બદલીને અને પછી બસ પકડીને પોતાના ફ્લ્મિમેકર ભત્રીજા રમેશ તલવારની ઓફિસે જાય છે. એવું નથી કે તેમને કાર પરવડતી નથીપણ પાક્કા માર્ક્સવાદી રહી ચૂકેલા સાગર સરહદીને લોકોની વચ્ચેલોકોથી બને તેટલા નિકટ રહેવું હંમેશાં વધારે ગમ્યું છે. લોકલ ટ્રેન-બસોમાં પ્રવાસ કરે એટલે સતત નવા ચહેરા આંખ સામે આવેમેટ્રોપોલિટન અવાજો કાને પડેજીવાતું જીવન આસપાસ ઊછળતું રહે. આને કરણે ડિપ્રેશન સામે મુકાબલો કરવામાં મદદ મળે છે.

સાગર સરહદીનો જન્મ પાકિસ્તાનના નાનકડા અંતરિયાળ ગામમાં થયા હતો. એમનું મૂળ નામ ગંગાસાગર તલવાર. ચાર-પાંચ વર્ષના હતા ત્યારે મા ટીબીનો ભોગ બનીને ગુજરી ગઈ. પ્રેમાળ ભાભીએ એમને જતનપૂર્વક મોટા ર્ક્યા. તેમનો એક ભાઈ ગામમાં રામલીલા થાય ત્યારે હંમેશાં તેમાં ભાગ લે. સાગરસાહેબ પણ નાનપણમાં એક વાર નાટક્માં ઉતર્યા હતા. સ્ટેજ પર આવ્યા તો ખરા, પણ જનમેદનીને જોઈને ગળામાંથી અવાજ જ ન નીકળ્યો. આ રીતે એક્ટિંગ પર હંમેશ માટે ચોક્ડી મુકાઈ ગઈપણ નાટક્નો રંગ જરૂર લાગી ગયો.
૧૯૪૭માં દેશના ભાગલા પડયા. લાખો વિસ્થાપિતોની સાથે સાગર સરહદીનો પરિવાર પણ મૂળથી ઊખડીને ભારતમાં ફેંકાયો. પહેલાં શ્રીનગરપછી દિલ્હીપછી મુંબઈ. વિસ્થાપિત થવાની અને બેઘર બનવાની વેદના હંમેશ માટે સરહદીસાહેબના ચિત્તનો મોટો હિસ્સો બની રહી. 'મારા અંદર ક્રોધ ખૂબ હતો,' સરહદીસાહેબ એક મુલાકાતમાં કહે છે, 'પણ આ ક્રોધને હું મારી પૂંજી સમજતો હતો. મારા ગુસ્સાને એકસપ્રેશન જોઈતું હતું. હું લખવા તરફ્ વળ્યો તેનું કારણ આ જ.'
દિલ્હીથી મુંબઈ આવ્યા પછી ખાલસા કોલેજમાં એડમિશન લીધું. કોલેજમાં ગુલઝાર તેમના સિનિયર. તેમની વિદ્વત્તાભરી વાતો સાંભળીને સાગર સરહદી મુગ્ધ થઈ જાય. ગુલઝારની જીભેથી અવારનવાર ગાલિબનું નામ નીક્ળ્યા કરે. સાગર સરહદીને અહેસાસ થયો કે હું તો ક્શું જ જાણતો નથી. જો લેખક બનવું હશે તો ખૂબ વાંચવું પડશે. તેમણે અકરાંતિયાની જેમ વાંચવાનું શરૂ ર્ક્યું.

'મેં ખૂબ વાંચ્યુ. સાઈકોલોજી, માર્ક્સવાદ, ફાસીવાદ, ફેમિનીઝમ વગેરે. આજની તારીખે પણ હું ચિક્કાર વાંચું છું. હું ક્ડક શિસ્તમાં માનવાવાળો માણસ છું. સવારે ચાર-પાંચ વાગે ઊઠીને વાંચવાનું શરૂ કરી દઉં તે છેક અગિયાર વાગ્યા સુધી સતત વાંચું. વાંચનથી અને લખવાના રિયાઝથી માણસમાં કોન્ફ્ડિન્સ આવે છે. હું ભણવામાં હોશિયાર કયારેય નહોતોજિંદગીમાં જે કંઈ હાંસલ કર્યું છે તેની પાછળ મારો ભરપૂર પરિશ્રમ કારણભૂત છે.'
કોલેજનાં વર્ષોમાં મૂળ નામ ગંગાસાગર તલવારને તિલાંજલિ આપીને 'સાગર સરહદીતખલ્લુખ રાખીને વાર્તાઓ લખવાનું શરૂ ર્ક્યું. પોતાને સ્થાપિત કરવાનોખુદની આગવી ઓળખ ઊભી કરવાનો સંઘર્ષ પૂરજોશમાં ચાલી રહૃાો હતો. 
મુંબઈમાં એ સમયે માર્ક્સવાદીઓની મીટિંગો થતીજેમાં સાહિર લુધિયાનવીમજરુહ સુલતાનપુરીઈસ્મત ચુગતાઈક્શિન ચંદર, ફૈઝ અહમદ ફૈઝ જેવી વ્યકિતઓ વક્તવ્યો આપતી. સાગર સરહદી એમને સાંભળવા જતા ને પ્રભાવિત થતા. એમનાં લખાણોમાં માર્ક્સવાદના આદર્શો ઝળકવા માંડયા. તેઓ કહે છે કે માર્ક્સવાદે તેમની સમગ્ર સર્જનાત્મકતાને મજબૂત રીતે ડિફઈન કરી છે. ઉર્દૂ પત્રિકાઓમાં એમની વાર્તાઓ છપાવા લાગી. રેડિયો પર પઠન માટે પણ તેમની વાર્તાઓને સ્વીકરાવા લાગી. સરહદીસાહેબને વાર્તાલેખક અને નાટયલેખક તરીકે પ્રસ્થાપિત થવાની ખ્વાહિશ હતી. ધીમે ધીમે નાટકો લખવાનું કામ પુરજોશમાં શરૂ થયું. પહેલાં એકાંકીપછી ફુલલેન્થ.
'મુંબઈ આવીને હું જે પણ ક્ંઈ શીખ્યો છું તે મરાઠી થિયેટરમાંથી શીખ્યો છું,' સાગર સરહદી કબૂલે છે, 'મારાં હિન્દી-ઉર્દૂ નાટકો હું જ પ્રોડયુસ કરતો. આમાં બે પૈસા ક્માવાનું તો એક્ બાજુ રહૃાુંનુકસાન વધારે થતું. મોટા ભાઈની ઈચ્છા એવી હતી કે મારે ક્લર્ક બનીને બાંધેલા પગારવાળી સરકારી નોકરી લઈ લેવીપણ મને એ મંજૂર નહોતું. મારે સપનાં પણ જોવાં હતાંમહેનત પણ કરવી હતી અને કામિયાબ પણ બનવું હતું. આ ત્રણેય વસ્તુ બેલેન્સ કરવી બહુ અઘરી પડતી હતી.'
ધીમે ધીમે પણ મક્કમપણે સાગર સરહદીનું નાટયકાર તરીકે નામ થતું ગયું. એમનાં નાટકોને અવોર્ડ્ઝ મળવા લાગ્યા. રંગભૂમિએ શોહરત અને કામિયાબી અપાવ્યાંપણ પૈસા દૂર જ રહૃાા.

'ફ્લ્મિી દુનિયાથી હું ડરતો હતોસરહદીસાહેબ કહે છે, 'મને ડર હતો કે આ લાઈનમાં હું ખોવાઈ જઈશ. વળીમારામાં નમ્રતાનો ગુણ નથી. નાનપણથી વિદ્રોહીભાવ આવી ગયો હતો. હું પ્રકૃતિને પૂજવાવાળો, ભગવાનમાં ન માનવાવાળો માણસ. હું કોઈની ઓથોરિટી સ્વીકારતો નથી. મને નમસ્તે કરતાં કે વિશ કરતા આવડતું નથી. મારા માર્ક્સવાદી મિજાજને ફ્લ્મિી દુનિયા અનુકૂળ આવે તેમ નહોતીપણ મજબૂરીને ખાતરરોટીને ખાતર મારે આ લાઈનમાં જવું પડયું.'
શરૂઆત થઈ બાસુ ભટ્ટાચાર્યની ફ્લ્મિ 'અનુભવ' (૧૯૭૨)થીસહ-સંવાદલેખક્ તરીકે. ગુલઝારસાહેબે આ ફ્લ્મિનાં ગીતો લખ્યાં હતાં. ફ્લ્મિોમાં જવું જ હતું એટલે ગંભીરપણે સિનેમાનો અભ્યાસ શરૂ ર્ક્યો. આનંદમ નામની ફ્લ્મિ સોસાયટીના સભ્ય બનીને દુનિયાભરની ફ્લ્મિો જોવાનું શરૂ ર્ક્યું. નાટયલેખક્ તરીકે તેઓ ઓલરેડી મશહૂર થઈ ચુકયા હતા. યશ ચોપડાએ તેમને  'કભી કભીલખવાનું આમંત્રણ આપ્યું. સ્ક્રીનપ્લે લખવા માટે પંચગની જઈને સરદહીદસાહેબે દસ-પંદર દિવસ માટે હોટલનો કમરો બુક ર્ક્યો.
'પંચગની ગયા પછી મને એકાએક ભાન થયું કે મને તો ફ્લ્મિરાઈટિંગના ક્ક્કાનો 'પણ આવડતો નથી!સાગર સરહદી કહે છે, 'નાટક્ લખવું એક વાત છેપણ ફ્લ્મિની સ્ક્રિપ્ટ  તદ્દન જુદી વસ્તુ છે. 'ક્ભી ક્ભીમોટી ફ્લ્મિ હતી. અમિતાભ બચ્ચનરાખીશશી ક્પૂરવહીદા રહેમાનરિશી ક્પૂરનીતૂ સિંહ જેવાં મશહૂર ક્લાકરો એમાં હતાં. હું સખત ગભરાઈ ગયો. પંદર દિવસને બદલે બે દિવસમાં પંચગીની પાછો મુંબઈ ભાગી આવ્યો. મારી તે વખતની ગર્લફ્રેન્ડને ક્હૃાું: તું મારી સાથે ચારેક દિવસ રહી જાતારી હૂંફ્ અને નૈતિક ટેકો મળશે તો ક્દાચ લખી શકીશ. ધીમે ધીમે કોન્ફ્ડિન્સ આવ્યો. થોડું થોડું લખાતું ગયું. પાછો પંચગીની ગયો ને 'ક્ભી ક્ભી'ની આખી સ્ક્રિપ્ટ પૂરી કરવાનું વીસ દિવસનું કામ ફક્ત સાડાત્રણ દિવસમાં કરી નાખ્યું.'
મુંબઈ આવીને ફાઇનલ ડ્રાફ્ટ પ્રોડયુસર-ડિરેક્ટર યશ ચોપડાને વાંચી સંભળાવ્યો. યશ ચોપડાને સ્ક્રિપ્ટ ખૂબ ગમી. શૂટિંગ શરૂ થયું. ફ્લ્મિ તૈયાર થઈ ગઈ. ટ્રાયલ જોઈને ફાયનાન્સર-ડિસ્ટ્રિબ્યુટર ગુલશન રાયે અભિપ્રાય આપ્યોઃ 'આ ફ્લ્મિ એક્ દિવસ પણ નહીં ચાલે. તદ્દન બુક્શિ છે (એટલે કે વાર્તાની ચોપડીની જેમ લખાઈ છે). આખી ફ્લ્મિ સ્ક્રેપ કરી નાખો. આવી ફ્લ્મિ રિલીઝ કરાય જ નહીં.'
પણ યશ ચોપડાને ફ્લ્મિમાં શ્રદ્ધા હતી. તેમણે સાગર સરહદીને ક્હૃાું: તમે આખી ફ્લ્મિ તટસ્થપણે જુઓ અને કહો કે કેવી બની છે. સરહદીસાહેબે ફ્લ્મિ જોઈને ક્હૃાું: 'ફ્લ્મિની શરૂઆત અને એન્ડનો પોર્શન તો બરાબર છેપણ વચ્ચેના દસ-બાર સીનમાં જરા ગરબડ લાગે છે. જો એ વચ્ચેનો હિસ્સો ઉડાડી દઈને એની જગ્યાએ ત્રણ નવાં સીન મૂકી દઈશું તો ફ્લો સરસ થઈ જશે.યશ ચોપડા કહે, 'તો લખી આપો નવાં સીન.નવાં દશ્યો લખાયાં. નવેસરથી કશ્મીરમાં શૂટિંગનું શેડયુલ ગોઠવાયું. નવેસરથી ફ્લ્મિ એડિટ થઈ. 'ક્ભી ક્ભી'એ ૧૯૭૬માં રિલીઝ થતાંની સાથે જ તરખાટ મચાવ્યો. જે ફ્લ્મિ માટે એક્ દિવસ પણ નહીં ચાલે એવી કાળવાણી ઉચ્ચારવામાં આવી હતી તે ફ્લ્મિ સીમાચિહનરૂપ પુરવાર થઈ. આજે રોમેન્ટિક્ હિન્દી ફ્લ્મિોની વાત નીકળે ત્યારે  'કભી કભી'ના ઉલ્લેખ વગર ચર્ચા અધૂરી રહી જાય છે.

'કભી કભી'ની બમ્પર સફ્ળતા પછી સાગર સરહદી સ્ટાર-રાઈટર બની ગયા. ઓફર્સનો વરસાદ વરસ્યોપણ એમણે ચાલીસ ફ્લ્મિો રિજેક્ટ કરી, જેમાં રાજ ક્પૂર અને દેવ આનંદની ફ્લ્મિો પણ આવી ગઈ. સાગર સરહદી કહે છે,' હું લેખક્ છું. હું કોઈ ક્હે તે પ્રમાણે કે હીરોના ઈમેજ પ્રમાણે ફરમાસુ લખાણ ન લખી શકું. મારી લખેલી સ્ક્રિપ્ટમાં કોમા અને ફુલ-સ્ટોપ પણ યથાવત રહે છે. વળીઅંડરવર્લ્ડનાં પાત્રોવાળી કે આઉટ-એન્ડ-આઉટ કોમેડી ફ્લ્મિો હું ન જ લખી શકું. જેમ કેમને 'ડોનલખતાં ન જ આવડે.  આ મામલામાં હું બિલકુલ સ્પષ્ટ હોઉં છું.'
'કભી કભીપછી 'સિલસિલા', 'ચાંદની', શાહરુખ ખાનની પહેલી ફ્લ્મિ 'દીવાના',  હૃતિક રોશનની પહેલી ફિલ્મ 'કહો ના... પ્યાર હૈ' સહિતની કેટલીય ફ્લ્મિો આવી. હૈદરાબાદ અને બીજાં વિસ્તારોમાં જે રીતે ગરીબ ઘરની છોકરીઓને લગ્નનાં નામે વેચવામાં આવે છે તે હકીક્તમાં ક્લ્પનાના રંગો ઉમેરીને  'બાઝાર' (૧૯૮૨) લખી. એને બનાવતા જોકે બે વર્ષ લાગ્યાં. અનક્ન્વેન્શનલ પાત્રો ધરાવતી આ ફ્લ્મિ આજે પણ જોવાની મજા પડે છે. નસીરુદ્દીનનું પાત્ર સરહદીસાહેબે પોતાના પરથી ઘડયું હતું. ખય્યામનું યાદગાર સંગીત ધરાવતી આ આખેઆખી ફ્લ્મિ યુટયુબ પર અવેલેબલ છે. ન જોઈ હોય તો જરુર જોજો. 
સરહદીસાહેબ બાદશાહની જેમ જીવ્યા છે. ખૂબ પાગલપણુંખૂબ મસ્તી કરી છે. કોઈ વાતનો અફ્સોસ નથી એમને. આજની તારીખેય તેઓ 'બાઝાર'ની સિક્વલ તેમજ ક્રાંતિકારી અશફક્ઉલ્લા ખાન પરથી ફ્લ્મિ બનાવવાનું સપનું જુએ છે. 
લોંગ લિવ સાગર સરહદી!
0 0 0 

1 comment:

  1. મજા પડી ગઈ શિશિરભાઈ

    ReplyDelete