Wednesday, October 1, 2014

ટેક ઓફ : મારાં સપનાંના પડછાયા મારી ઉંમર જેટલા જ લાંબા છે...

Sandesh - Ardh Saptahi Purty - 1 Oct 2014

ટેક ઓફ 

મશહૂર પંજાબી કવયિત્રી અને લેખિકા અમૃતા પ્રીતમને કહેવામાં આવ્યું કે સાહિર અને ઇમરોઝ સાથેના તમારા સંબંધ વિશે કંઈક કહો. અમૃતાએ જવાબ આપ્યો, "દુનિયા મેં રિશ્તા એક હી હોતા હૈ - તડપ કા, વિરહ કી હિચકી કા ઔર શહનાઈ કા, જો વિરહ કી હિચકી મેં ભી સુનાઈ દેતા હૈ. યહી રિશ્તા સાહિર સે ભી થા, ઇમરોઝ સે ભી હૈ..."જીવન આત્મકથાનું મોહતાજ હોતું નથી. આત્મકથાએ એક બિંદુ પર અટકવું પડે છે, પણ જિંદગી આત્મકથાનાં અંતિમ પૃષ્ઠ ફાડીને આગળ વધી જાય છે. પોતાના લયમાં, પોતાની મસ્તીમાં. નવા અનુભવો, નવી અનુભૂતિઓ, નવાં સત્યો ઉમેરાતાં રહે છે. ક્યારેક જૂનાં સત્યો અપ્રસ્તુત થઈને ખરી પડે છે, ક્યારેક વધારે ઘૂંટાઈને ઊભરે છે.
મશહૂર પંજાબી કવયિત્રી અને લેખિકા અમૃતા પ્રીતમની આત્મકથા'રસીદી ટિકિટ' અથવા 'રેવન્યુ સ્ટેમ્પ' ગુજરાતી વાચકોએ પણ ખૂબ માણી છે. ૧૯૭૭માં આત્મકથા છપાઈ ત્યારે અમૃતા ૫૮ વર્ષનાં હતાં. ૧૯૯૧માં પુસ્તકનું નવું સંસ્કરણ બહાર પડયું, જેમાં વચ્ચેનાં વર્ષોેનો અર્ક ઉમેરાયો હતો. નવી સામગ્રીને અમૃતાએ શીર્ષક આપ્યું હતું, 'હુજરે કી મિટ્ટી'. સૂફી સંત જે જગ્યાએ બેસીને સાધના કરે છે તેને હુજરા કહે છે. સંત મહાત્માએ વર્ષો સુધી એક જ સ્થળે લગાતાર સાધના કરી હોવાથી તે જગ્યા પવિત્ર થઈ જાય છે. તેમાં સત હોય છે, ભક્તિનાં સ્પંદનો હોય છે. અમૃતાએ એક જગ્યાએ લખ્યું છે કે, "મૈં અપને હુજરે કી મિટ્ટી હૂં, અર્થાત્ હું મારા જ સ્થાનકની માટી છું." અમૃતા સાધનાને પ્રચલિત અર્થમાં નહીં, પણ અંતર્મનની યાત્રાના સંદર્ભમાં લે છે.
અમૃતા પ્રીતમ ૮૬ વર્ષ જીવ્યાં. ભરપૂર જીવ્યાં, ઘટનાપ્રચુર જીવ્યાં. એમની આત્મકથા જુદાં જુદાં નામે લંબાતી ગઈ. 'લાલ ધાગે કા રિશ્તા' (૧૯૮૯), 'અજ્ઞાાત કા નિમંત્રણ' (૧૯૯૨) અને તે પછીનાં 'દરવેશોં કી મેંહદી' નામનાં પુસ્તકોમાં અમૃતાએ પોતાની અંતરંગ આધ્યાત્મિક અનુભૂતિઓની વાતો લખી છે. આ સિવાય પણ એક પુસ્તક છે - 'અક્ષરોં કે સાયે' જેને અમૃતા પ્રીતમની બીજી આત્મકથા ગણવામાં આવે છે. જેમને અમૃતાની 'રેવન્યુ સ્ટેમ્પ' સ્પર્શી ગઈ છે તેમને આ પુસ્તક પણ ગમશે.
અમૃતા પ્રીતમ લખે છે, "મારાં સપનાંના પડછાયા મારી ઉંમર જેટલા જ લાંબા છે. હું આખી જિંદગી આ પડછાયાની ખામોશીને જોતી રહી અને ક્યારેક ક્યારેક કોણ જાણે ક્યાંકથી આવી જતા એના અવાજને પણ સાંભળતી રહી."
સાવ નાનાં હતાં ત્યારથી અમૃતા પ્રીતમે ઘરની દીવાલો પર મોતના લંબાતા પડછાયા જોયા છે. ત્રણ વર્ષનાં હતાં ત્યારે ભાખોડિયા ભરીને ચાલતો નાનો ભાઈ મૃત્યુ પામ્યો. અગિયાર વર્ષનાં થયાં ત્યાં માનું નિધન થયું. પછી પિતા ન રહ્યા. મૃત્યુ એક નક્કર ઘટના છે, પણ પૂર્વજન્મ?

Amruta Pritam with Sahir Ludhianvi

અમૃતાએ સાહિર લુધિયાનવીને ભરપૂર પ્રેમ કર્યો અને એક જુદા જ સ્તર પર ઇમરોઝને એટલી જ તીવ્રતાથી ચાહ્યા. ઇમરોઝે સતત અમૃતાનો સાથ નિભાવ્યો, એમની કાળજી લીધી, બીમારીમાં ચાકરી કરી. 'અક્ષરોં કે સાયે' પુસ્તકમાં અમૃતાએ પોતે યુવાન બની રહ્યાં હતાં તે અરસાની એક સરસ વાત લખી છે. એક દિવસ લાહોર અને અમૃતસર વચ્ચે વિકસી ગયેલા પ્રીતનગર નામની જગ્યાએ ઉર્દૂ અને પંજાબી શાયરોનું સંમેલન યોજાયું હતું. કાર્યક્રમ પછી લાહોર પાછા ફરવા માટે બસ પકડવાની હતી. અમૃતા બસસ્ટેન્ડ તરફ પગપાળા ચાલી રહ્યાં હતાં. ચોમાસાની ઋતુ હતી, પણ તે સાંજે હળવો તડકો નીકળ્યો હતો. કાચા રસ્તા, આખી રાત વરસેલા વરસાદને કારણે ભરાઈ ગયેલાં ખાબોચિયાં, ક્યાંક કીચડ. અમૃતાની આજુબાજુ પંદરેક માણસો ચાલી રહ્યા હતા. "જિનમેં એક કોઈ વહ થા, જિસે પિછલી રાત સે મૈંને અકસર ખામોશ-સા દેખા થા..." અમૃતા લખે છે, "એનો પાતળો અને લાંબો પડછાયો જ્યાં જ્યાં પડતો હતો એને હું જોયા કરતી ને પછી શાંતિથી એની સાથે સાથે ચાલવા માંડતી. બસ, આટલી અમથી વાત,પણ ચેતન મનથી હું બિલકુલ સમજી શકી નહોતી કે આવનારાં વર્ષોનાં વર્ષો સુધી મારે આ પડછાયાની સાથે ચાલવું પડશે..."
સમયચક્ર ફરતું રહ્યું. ઇમરોઝ એમની જિંદગીમાં આવ્યા. પછી પેલી બહુ જાણીતી વાત. ઇમરોઝને મુંબઈ જવાનું થયું. ગુરુદત્તને ત્યાં નોકરી, રહેવાની જગ્યા બધાની વ્યવસ્થા થઈ ગઈ હતી. દિલ્હીને અને અમૃતાને છોડીને ઇમરોઝ મુંબઈ જતા રહ્યા, પણ કોણ જાણે શું થયું કે ત્રીજે જ દિવસે અમૃતાને ફોન કરીને કહ્યું: હું દિલ્હી પાછો આવી રહ્યો છું! અમૃતા લખે છે, "આ તકદીરનું કોઈ રહસ્ય હતું, જે એણે પોતાની આંગળીઓથી ખોલી નાખ્યું... અને મને સમજાયું કે વીસ વર્ષોથી મને જે એક પડછાયા જેવું દેખાયા કરતું હતું તે ઇમરોઝનો પડછાયો હતો, કોણ જાણે કયા જન્મનો, જે હવે હકીકત બનીને ધરતી પર ઊતરી આવ્યો હતો."
Amruta Pritam with Imroz

ઘણી વાર આપણને અચાનક કોઈક એવું નથી મળી જતું જે થોડા જ સમયમાં એટલી હદે આત્મીય થઈ જાય કે આપણને લાગે કે જાણે આપણે એને વર્ષોથી ઓળખીએ છીએ! આપણને થાય કે નક્કી આ ગયા ભવનું સંધાન હોવાનું, એ સિવાય આટલા ઓછા સમયમાં આટલી તીવ્ર લાગણી કેવી રીતે થાય? અમૃતાએ કદાચ આવી જ કોઈ લાગણીની વાત કરી છે. ઇમરોઝ સાથે સહજીવન શરૂ થઈ ગયું તે પછી એક વાર સાહિર દિલ્હી આવેલા. એમણે અમૃતાને મળવા બોલાવ્યા, અમૃતા અને ઇમરોઝ બન્નેને. સાહિર જે હોટલમાં ઊતરેલા ત્યાં બન્ને પહોંચી ગયાં. સાહિરે વ્હિસ્કી મંગાવી રાખી હતી. ટેબલ પર ત્રણ ગ્લાસ પડયા હતા. બે-અઢી કલાક પછી રાત ઘેરાવા લાગી એટલે અમૃતા-ઇમરોઝે વિદાય લીધી. લગભગ મધરાતે અમૃતાને એમનો ફોન આવ્યો. સાહિરે કહ્યું, "અબ ભી તીન ગિલાસ પડે હૈં ઔર મૈં તીનોં ગિલાસોં મેં સે બારી-બારી સે પી રહા હૂં ઔર લિખ રહા હૂં..."
આટલું કહીને અમૃતા ઉમેરે છે, "આ કેવળ કુદરત જ જાણે છે કે આ કોઈ તંતુ હતો, ખબર નહીં કયા જન્મનો, જે આ ભવમાં પણ અમારા ત્રણેયની આસપાસ વીંટળાયેલો રહ્યો..."
૧૯૯૦માં જલંધર દૂરદર્શને અમૃતાના જીવન પર દસ્તાવેજી ફિલ્મ બનાવી હતી. એમને કહેવામાં આવ્યું કે સાહિર અને ઇમરોઝ સાથેના તમારા સંબંધ વિશે કંઈક કહો. અમૃતાએ જવાબ આપ્યો, "દુનિયા મેં રિશ્તા એક હી હોતા હૈ - તડપ કા, વિરહ કી હિચકી કા ઔર શહનાઈ કા, જો વિરહ કી હિચકી મેં ભી સુનાઈ દેતા હૈ. યહી રિશ્તા સાહિર સે ભી થા, ઇમરોઝ સે ભી હૈ..."
પ્રેમસંબંધથી પ્રત્યક્ષ રીતે જોડાયેલા હોઈએ તેમની સાથે જ નહીં, બલકે જેની સાથે કેવળ શબ્દ કે સૂર કે કળાનો નાતો છે એવી વ્યક્તિ સાથે પણ અજબ સંધાનની અનુભૂતિ થઈ શકે છે. અમૃતા પ્રીતમ એક વાર રશિયા ગયેલાં. તેમને મહાન રશિયન સાહિત્યકાર લિયો ટોલ્સટોયના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યાં. આ મકાનને સ્મારક તરીકે કાળજીપૂર્વક સાચવી રાખવામાં આવ્યું છે. અમૃતા કહે છે, "ટોલ્સટોયના બાવીસ હજાર પુસ્તકોવાળા કમરામાં હું ખામોશ બેઠી હતી. પુસ્તકો પણ ખામોશ હતાં. પછી હું પાસેના ઓરડામાં ગઈ કે જે ટોલ્સટોયનો સુવાનો કમરો હતો. ત્યાં દીવાલ પર એક સફેદ ખમીસ ટિંગાતું હતું. ટોલ્સટોય અંતિમ દિવસોમાં આ ખમીસ પહેરતા. એટલામાં બારીમાંથી હવાની લહેરખી આવી. ખમીસ હલ્યું ને એનો એક છેડો ધીમેથી મને અડક્યો. મારા આખા શરીરમાંથી એક તીવ્ર કંપન પસાર થઈ ગયું. લાગ્યું, ટોલ્સટોયે જાણે પોતાનો હાથ લંબાવીને મારા ખભાને સ્પર્શ કર્યો છે... અને પછી જંગલમાં જ્યાં તેમને દફનાવ્યા હતા તે જગ્યાએ હું ક્યાંય સુધી બેઠી રહી. વૃક્ષો પરથી સૂકાં પાન ખરી રહ્યાં હતાં. હું એક પાંદડું ઊંચકીને મારી સાથે લેતી આવી, જે હજી સુધી મેં સાચવી રાખ્યું છે."
જો મન-હૃદયની પ્રવાહિતા અને માસૂમિયત અકબંધ રાખી હોય તો આવી ક્ષણો આવી જતી હોય છે જીવનમાં. એક વાર મૌન ધારણ કરીને એકલા બેઠેલા સાહિરને રૂમાલની જરૂર પડી. અમૃતાએ એમને નવો રૂમાલ આપ્યો અને એમનો જૂનો વપરાયેલો રૂમાલ સાચવીને પોતાની પાસે રાખી લીધો!
ઘણી વાતો છે અમૃતા પ્રીતમની જે એક લેખમાં પૂરી ન થાય. વધારે આવતા બુધવારે.
0 0 0 

2 comments:

 1. તમે તમારી સાઇટ કે બ્લોગ ની મદદ થી પૈસા કમાઇ શકો છો.

  મે તમારી સાઇટ વિઝીટ કરેલ છે.તમે બહુ સરસ રીતે સાઇટ ચલાવી રહ્યા છો.સાઇટ ની ડીઝાઇન અને લખાણ બહુ જ સરસ છે.

  તમે તમારી સાઈટ મા અમારી KACHHUA ની એડ મુકી ને પૈસા કમાઇ શકો છો.આ માટે તમારે અમારી સાથે રજીસ્ટ્રેશન કરવાનુ હોય છે.રજીસ્ટ્રેશન કરાવ્યા પછી અમારી એડ તમારી સાઈટ મા મુકવાની હોય છે.તમારી સાઇટ દ્રારા અમારા જેટલા courses વેચાય છે એ ના માટે તમને per sell 20% commission મળે છે.
  અમે કેવી રીતે ચુકવીએ છીએ??

  દર મહીના ની 5મી તરીખે અમે તમારા bank account મા જ પૈસા જમા કરાવી એ છીએ.એ માટે તમારુ commission 500 /- રૂપિયા થી વધારે થતુ હોવુ જોઇએ.


  KACHHUA શુ છે??

  કછુઆ એ વિદ્યાર્થીઓને રાહત દરે તમામ પરીક્ષાની તૈયારી માટે પરીક્ષાનો પ્રેક્ટિકલ અનુભવ મળી રહે તે માટે કાર્ય કરે છે. વિવિધ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ કછુઆ માં પોતાનું એકાઉન્ટ બનાવે છે અને કોઈ એક કે બે કોર્ષ(GPSC-UPSC-SSC-PSI-IBPS-SBI-JEE-GujCet-CPT-Std 6 to 10-TET-TAT-HTAT-CMAT-CAT-NET-SLET વગેરે ) સબસ્ક્રાઇબ કરાવે છે જે માટે વાર્ષિક લવાજમ ભરવાનું હોય છે, આ લવાજમની રકમ કછુઆના વિકાસ માટે વાપરવામાં આવે છે.
  આ સેવાનો ઉદેશ્ય વિદ્યાર્થીઓને ઓછા ખર્ચે ઉત્તમ શૈક્ષણિક સેવા મળી રહે તે છે, તેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ સેવાનો લાભ લે તે જરૂરી છે.

  અમારા webpartners

  અત્યાર સુધી અમારી સાથે 300 થી વધૂ webpartners જોડાયેલા છે.અમે 30 થી વધુ કોર્ષ પુરા પાડીયે છીએ.


  તો આજે જ અમારી સાથે જોડાવા માટે અહી રજીસ્ટ્રેશન કરાઓ.

  http://www.kachhua.com/webpartner

  For further information please visit follow site :

  http://kachhua.in/section/webpartner/

  તમારી સાઇટ નો ઉપયોગ કરી વધુ ને વધુ પૈસા કમાવા આજે જ અમારો સપક કરો.
  Please contact me at :
  Sneha Patel
  Kachhua.com
  9687456022
  help@kachhua.com

  www.kachhua.com | www.kachhua.org | www.kachhua.in

  ReplyDelete