Tuesday, November 26, 2013

ટેક ઓફ : નીડ કા નિર્માણ ફિર ફિર


Sandesh - Ardh Saptahik Purti - 27 Nov 2013

ટેક ઓફ 

કવિ હરિવંશરાય બચ્ચન કહે છે કે આપણા મનનું ધાર્યું થાય તો સારું છેપણ મનનું ધાર્યું ન થાય તો વધારે સારું છે. કોને ખબર જેને આપણે દુઃખ સમજી લીધું છે તેની ભીતર કેવા શુભ સંકેતો છુપાયા હોય!

રિવંશરાય બચ્ચન જીવતા હોત તો આજે એમનો ૧૦૬મો બર્થડે હોત. હિન્દી ભાષાના આ શીર્ષસ્થ કવિ વિશે આપણે આ બે વિગતો ફટાક કરતા બોલી જઈએ છીએ. એક, તેઓ અમિતાભ બચ્ચનના પિતાજી છે અને બીજું, એમની કવિતાના એક પ્રસિદ્ધ પુસ્તકનું નામ 'મધુશાલા' છે. 'મધુશાલા' કાવ્યસંગ્રહ નથી, પણ ૧૩૫ રુબાઈઓવાળું સળંગ કાવ્ય છે, જેણે હરિવંશરાય બચ્ચનને સર્વાધિક પ્રતિષ્ઠા અપાવી છે. 'મધુશાલા' લખી ત્યારે તેઓ ૨૮ વર્ષના હતા. તેમના નામ પર કવિતાનાં ૨૪ પુસ્તકો, પાંચ આત્મકથનાત્મક પુસ્તકો અને અનુવાદો-સંકલનો સહિત અન્ય ૨૮ પુસ્તકો બોલે છે. ૯૫ વર્ષના દીર્ઘ જીવનમાં કુલ ૫૭ પુસ્તકો.
અમિતાભ નૈનિતાલમાં ભણતા હતા તે વર્ષોમાં બીમારીને કારણે એક વાર એક્ટિંગ કોમ્પિટિશનમાં ભાગ નહોતા લઈ શક્યા. બહુ ઉદાસ થઈ ગયા હતા એ. દીકરાનું દુઃખ ઓછું કરવા હરિવંશરાયે એમને સંદેશો મોકલ્યો, "ગર તુમ્હારે મન કા હો તો અચ્છા, ગર ન હો તો ઔર ભી અચ્છા." આ પંક્તિ અમિતાભના દિમાગમાં કોતરાઈ ગઈ છે. વિપરિત પરિસ્થિતિમાં બળ આપતું આ ક્વોટ અમિતાભે પોતાના ઇન્ટરવ્યૂઝથી માંડીને 'કૌન બનેગા કરોડપતિ?' જેવા શોઝમાં અસંખ્ય વખત ક્વોટ કર્યું છે.
હરિવંશરાયનાં કેટલાંય કાવ્યો એવાં છે જે કોઈ પણ ઉદાસ માણસને પાનો ચડાવી દે, તેને ટકાવી રાખે, તેના તૂટી રહેલા આત્મવિશ્વાસના ટુકડાને બાંધી રાખે. આ કવિતાઓમાંથી પસાર થવા જેવું છે. ના, 'અગ્નિપથ... અગ્નિપથ... અગ્નિપથ' જેવી પ્રચલિત રચનાની વાત નથી કરવી. એમ તો હરિવંશરાયે "મૈં જીવન મેં કુછ કર ન સકા" જેવી વિષાદી કવિતા પણ લખી છે,પણ અત્યારે એની વાત અફકોર્સ નથી જ કરવી. 'નીડ કા નિર્માણ' શીર્ષકધારી રચનામાં તેઓ શું કહે છે?
યહ ઉઠી આંધી કિ નભ મેં છા ગયા સહસા અંધેરા,
ધૂલિધૂસર બાદલોં ને ધરતી કો ઇસ ભાંતી ઘેરા.
રાત-સા દિન હો ગયા ફિર રાત આઈ ઔર કાલી,
લગ રહા થા અબ ન હોગા ઇસ નિશા કા ફિર સવેરા.
રાત કે ઉત્પાત-ભય સે ભીત જન જન ભીત કણ કણ,
કિન્તુ પ્રાચી સે ઉષા કી મોહિની મુસ્કાન ફિર ફિર,
નીડ કા નિર્માણ ફિર ફિર.

નાશ કે નિર્માણ સે કભી દબતા નહીં નિર્માણ કા સુખ,
પ્રલય કી નિઃસ્તબ્ધતા મેં સૃષ્ટિ કા નવગાન ફિર ફિર,
નીડ કા નિર્માણ ફિર ફિર.

Harivanshrai  Bachchan with his elder son, Amithabh
જીવનમાં ક્યારેક એવી ભીષણ પરિસ્થિતિ સર્જાઈ જાય છે કે તે પીડાદાયી તબક્કામાંથી ક્યારેય બહાર નીકળી નહીં શકાય એવું લાગે. બધું જ છીનવાઈ ગયું હોય, છિન્નભિન્ન થઈ ગયું હોય. એવું કશુંક ભયાનક બને કે જિંદગીભર ટીપે ટીપે જમા કરેલી પ્રતિષ્ઠા,મૂડી બધું જ નામશેષ થઈ ગયું હોય. કવિ કહે છે કે હિંમત ન હારો. રાત ભલે ગમે તેટલી કાળી હોય, પણ સવાર થતાં પ્રાચી એટલે કે પૂર્વ દિશામાંથી સૂરજ ઊગશે જ. ફરી મહેનત કરીશું, એક-એક તણખલું ભેગું કરીને નવેસરથી માળો બાંધીશું. નીડ એટલે માળો. આ જ કુળની હરિવંશરાયની બીજી એક ખૂબસૂરત રચના જુઓ :
કલ્પના કે હાથ સે કમનીય મંદિર બના થા,
ભાવના કે હાથ સે જિસમેં વિતાનોં કા તના થા.
સ્વપ્ન ને અપને કરોં સે થા જિસ રુચિ સે સંવારા,
સ્વર્ગ કે દુષ્પ્રાપ્ય રંગોં સેરસોં સે જો સના થા.
ઢહ ગયા વહ તો જુટાકર ઈંટપત્થર કંકડોં કો
એક અપની શાંતિ કી કુટિયા બનાના કબ મના હૈ
હૈ અંધેરી રાત પર દીયા જલાના કબ મના હૈ?
ક્યા હવાએં થી કિ ઉજડા પ્યાર કા વહ આશિયાના,
કુછ ન આયા કામ તેરા શોક કરનાગુલ મચાના. 
નાશ કી ઉન શક્તિયોં કે સાથ ચલતા જોર જિસકા
કિન્તુ અય નિર્માણ કે પ્રતિનિધિતુઝે હોગા બતાના. 
જો બસે હૈં વો ઉજડતે હૈં પ્રકૃતિ કે જડ નિયમોં સે
પર કિસી ઉજડે હુએ કો ફિર સે બસાના કબ મના હૈ
હૈ અંધેરી રાત પર દીયા જલાના કબ મના હૈ?
કેટલી બધી મહેનત કરી હતી સપનાંનું ઘર બનાવવામાં. કેટલો પ્રેમ, કેટલી અપેક્ષા, કેટલી માવજત રેડાયાં હતાં. કંઈકેટલીય યાદો વણાયેલી છે તેમાં, પણ કશુંક બન્યું ને તે ઘર યા તો સંબંધ કે કારકિર્દી નષ્ટ થઈ ગયાં. સઘળું હતું ન હતું થઈ ગયું. પણ તેથી શું? ક્યાં સુધી શોક કરતા બેઠા રહીશું? કાટમાળ બની ગયેલા ઘરને ક્યાં ફરીથી ઊભું કરી શકાતું નથી? અને ફરીથી પહેલાં જેવું જ ઘર ન બને તોપણ શું? નાનકડી કુટિર બનાવીને તેમાં આશાનો દીવો પ્રગટાવતા કોણ રોકવાનું છે આપણને?
ચાલો, ઘર પુનઃ બની ગયું. સમજોને કે પૈસા ને પ્રતિષ્ઠાય પાછાં મળી ગયાં, પણ જેને ગુમાવી ચૂક્યા છીએ એ સ્વજનનું શું?જેના વગર જીવી નહીં શકાય એવું લાગતું તે પ્રિયજન હવે પોતાનું નથી રહ્યું એ હકીકતની વેદના શી રીતે સહન કરવી? આનો ઉત્તર સંભવતઃ આ કવિતામાં છે. ધ્યાનથી સાંભળજોઃ
જીવન મેં એક સિતારા થા,
માના બેહદ વો પ્યારા થા.

યહ ડૂબ ગયા તો ડૂબ ગયા,
અંબર કે આનન કો દેખો,

કિતને ઇસકે તારે ટૂટે,
કિતને ઇસકે પ્યારે છૂટે.

જો છૂટ ગયે ફિર કહાં મિલે?
પર બોલો ટૂટે તારોં પર,

કબ અંબર શોક મનાતા હૈ?
જો બીત ગઈ સો બાત ગઈ.

કેટલી સરસ વાત! મૃત્યુ સ્વજનને આપણાથી દૂર કરી દે અથવા તો સંબંધ વિચ્છેદને કારણે પ્રિયજન પરાયું થઈ જાય ત્યારે કદાચ પ્રકૃતિ આપણને સંતુલિત રહેવાનું બળ આપી શકે. કવિ કહે છે કે આકાશમાં રોજ કેટલાય તારા ખરી પડે છે તો શું આકાશ રડારોળ મચાવે છે? બગીચામાં રોજ કેટલીય કળીઓ મૂરઝાઈ જાય છે તો શું બાગ રોકકળ કરે છે? જે ગયું તે ગયું. જો બીત ગઈ સો બાત ગઈ. હજુય જે કંઈ બચ્યું છે, હજુય જે સાથે છે એનો ઉત્સવ મનાવો. આગળ જુઓ, નવી શક્યતાઓ તરફ, નવા સંબંધ તરફ. આપણા મનનું ધાર્યું થાય તો સારું છે, પણ મનનું ધાર્યું ન થાય તો વધારે સારું છે. કોને ખબર જેને આપણે દુઃખ સમજી લીધું છે તેની ભીતર કેવા શુભ સંકેતો છુપાયા હોય!     000       

No comments:

Post a Comment