Friday, November 4, 2011

માર ખાતા રહેવું એ હિન્દુ પ્રજાનો સ્વભાવ છે?


 ચિત્રલેખા - અંક તા. ૧૪ નવેમ્બર ૨૦૧૧ 


કોલમઃ વાંચવા જેવું 
     
                                                                                    

મયચક્રને ઊલટું ઘુમાવો અને તેરમી સદીના અંતિમ વર્ષોમાં સ્થિર કરો. દિલ્હીનો સુલતાન અલ્લાઉદ્દીન ખિલજી વિશાળ સેના લઈને ગુજરાત પર આક્રમણ કરવા નીકળ્યો છે. રસ્તામાં આવતા બધા રાજાઓએ કશી જ રોકટોક વગર સેનાને પસાર થવા દે છે, પણ રાજસ્થાનના ઝાલોર નામના એક નાનકડા રાજ્યના રાજા કાન્હડદે ચૌહાણે અલ્લાઉદ્દીને અટકાવે છે. કાન્હડદે બિલકુલ સ્પષ્ટ છેેઃ ગુજરાતનો રાજા મારો હિન્દુ ભાઈ છે, તેના પર આક્રમણ કરવાનો ઈરાદો ધરાવનારને હું મારા રાજ્યમાંથી પસાર થવા નહીં દઉં! કાન્હડદે ધારત તો અલ્લાદ્દીનની કૃપાદષ્ટિ મેળવીને પછી બીજાં કેટલાય રાજ્યો મેળવી શક્યો હોત, પણ એને બદલે કાન્હડદે ખુદ, એનો દીકરો, ભત્રીજો અને અનેક રાણીઓ ઉપરાંત અસંખ્ય સૈનિકો અલ્લાઉદ્દીન સામેના ઘર્ષણ દરમિયાન ખપી જાય છે...

ઈતિહાસના આ એક ગર્વાન્વિત પ્રકરણ પછી એક સીધો સવાલઃ ‘ગુજરાતે કાન્હડદેના આ બલિદાનની શી કદર કરી? આજે ગુજરાતમાં ભાગ્યે જ કોઈ તેના નામથી પરિચિત છે, કારણ કે અહીં નથી તેના નામનું કોઈ સ્મારક કે નથી રાજ્યનાં પાઠ્યપુસ્તકોમાં કાન્હડદેનાં પરાક્રમનો નાનો ઉલ્લેખ. આ નગુણાપણામાંથી આપણે ક્યારે બહાર આવીશુ?’

આ અને આના જેવાં બીજા કેટલાંય અણિયાળા પ્રશ્નો જિતેન્દ્ર પટેલનું ‘આપણા સમ્રાટો’ પુસ્તક ખડા કરે છે. આ પુસ્તકમાં આજથી ૨૪૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલા પોરસથી લઈને અઢારમી સદીમાં જન્મેલા શીખ રાજા રણજિતસિંહ સુધીના બાવીસ રાજવીઓની બહુરંગી કથાઓ અહીં પ્રવાહી શૈલીમાં આલેખવામાં આવી છે. સ્વામી સચ્ચિદાનંદે વિસ્તૃત પ્રસ્તાવનામાં પોતાની ધારદાર શૈલીમાં લખ્યું છેઃ

Khaibar Ghat 

‘ભૂતકાળની બાબતે મોટા ભાગના ભારતીયો એમ માનતા આવ્યા છે કે આપણે ખૂબ મહાન હતા. આત્મગૌરવ હોવું એ ઉત્તમ વસ્તુ કહેવાય, પણ જો તે વાસ્તવિકતાની જગ્યાએ કલ્પના આધારિત હોય તો તે ખુમારીની જગ્યાએ ખોટો નશો ઊભો કરે, જે વાસ્તવિક પ્રસંગોમાં પરપોટાની માફક ફૂટી જાય... હું ચીનના પ્રવાસે ગયો અને ચાર હજાર માઈલ લાંબી દીવાલ જોઈ ત્યારે મારા મનમાં પહેલો વિચાર આવ્યો કે ચીનની પ્રજા મંગોલોના ધાડાંઓને ખાળવા આવી ભવ્ય દીવાલ બાંધી શકતી હોય તો આપણે ખૈબરઘાટ અને બોલનઘાટનાં બાકોરાં કેમ ન પૂરી શક્યાં? આ બાકોરાં પૂરવાં માટે વધુમાં વધુ પચ્ચીસ માઈલ દીવાલ બાંધવી પડી હોત. તો વિદેશી આક્રમકો દૂર સુધી ઘૂસી શક્યા ન હોત અને ભારત સુરક્ષિત રહી શક્યું હોત. પરંતુ આપણે એવું કરી ન શક્યા.’

Bolan Ghat 


વાત ખરેખર વિચારવા જેવી છે. ભારતનો સમ્રાટોએ વિજય કરતાં પરાજયો વધારે જોયા છે. લેખક કહે છે કે મોટા ભાગના સમ્રાટોના પરાજયમાં આ જ કારણો જોવા મળ્યાં છેઃ આંતરકલહ, પડોશી રાજાની ગદ્દારી, વધારે પડતો આત્મવિશ્વાસ, ભાગતા શત્રુ પર પ્રહાર ન કરવાની વૃત્તિ, શત્રુની પ્રથમ હારને અંતિમ હાર માની લેવી, શત્રુના દગાનો ભોગ બનવું, અકુશળ સૈન્યસંચાલન, હાર્યા પછી હતપ્રભ થઈને આત્મહત્યા યા કેસરિયાં કરવાં. કલિંગના યુદ્ધમાં થયેલા ભયાનક સંહારથી સમ્રાટ અશોકનું હૃદય કકળી ઉઠ્યું હતું અને એણે ફરી ક્યારેય યુદ્ધ ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી તે જાણીતી વાત છે. ત્યાર બાદ હર્ષવર્ધને પણ સૈન્ય વિસર્જન કર્યું હોવાનું કહેવાય છે. જોકે હર્ષના આ નિર્ણયની ભારતે બહુ મોટી કિંમત ચૂકવવી પડેલી એટલું કહીને લેખક ઉમેરે છેઃ

‘જે સમયે હર્ષે ભારતમાં પોતાનું સૈન્યવિસર્જન કર્યું હતું એ જ સમયે અરબસ્તાનમાં ઈસ્લામ ધર્મની સ્થાપના થઈ હતી. પછી આ જ ઘર્મના કટ્ટરવાદી આક્રમકો એક હાથમાં કુરાન અને બીજા હાથમાં તલવાર લઈને ભારત પર તૂટી પડેલા. કોઈ એક વિચારધારાના પ્રભાવમાં આવીને લેવાયેલા નિર્ણયનાં પરિણામો પાછળની પેઢીને ક્યાં સુધી ભોગવવા પડે છે એ બોધપાઠ સમ્રાટ હર્ષના આ પ્રકરણમાંથી લેવો જ રહ્યો.’

૧૧૯૨માં પૃથ્વીરાજ ચૌહાણના નેતૃત્વ તળે હિન્દુ શાસનનો અંત આવ્યો એના ૭૪૫ પછી છેક ૧૯૪૭માં જવાહરલાલ નહેરુ ભારતના વડાપ્રધાન બન્યા. આટલા લાંબા સમયગાળામાં દિલ્હીની ગાદી પર આવનાર વિક્રમાદિત્ય હેમુ સમ ખાવા પૂરતો એકમાત્ર હિન્દુ રાજા હતો. એનું શાસન જોકે માંડ ચારછ મહિના જેટલું અલ્પકાલીન રહ્યું. અલબત્ત, પેશવાઓ મરાઠી પ્રજામાં રહેલી સંઘભાવનાને કારણે ૧૭૧૪ થી ૧૭૯૬ એટલે કે આઠ દાયકા સુધી અડધા ભારત પર રાજ કરી શક્યા હતા. સ્વામી સચ્ચિદાનંદ નોંધે છે કે ઈસ્લામ એક એવો ધર્મ છે જે માત્ર રાજકીય વિજયથી સંતુષ્ટ થતો નથી. તેની મૂળ અભિલાષા તો ધાર્મિક વિજયની અને ધાર્મિક પ્રચારપ્રસારની હોય છે. સ્વામીજીએ પ્રસ્તાવનામાં શબ્દ ચોર્યા વગર સ્પષ્ટ કહ્યું છેઃ

‘મુસ્લિમોનું રાજ્ય સ્થપાયું ત્યારે સમગ્ર ભારતમાં મુસ્લિમોની સંખ્યા અડધા ટકો પણ નહોતી. અડધો ટકા પ્રજા ૯૯.૫૦ ટકા પ્રજા પર રાજ કરે તો ગૌરવ કોણે લેવું? ખરેખર તો આપણે ડૂબી મરવું જોઈએ. અડધો ટકો પ્રજા આવડી મોટી બહુમતી પર રાજ કરી ગઈ.’

લેખક જિતેન્દ્ર પટેલ ‘ચિત્રલેખા’ને કહે છે, ‘ઈન્ટનેટ અને મોબાઈલ પર રચીપચી રહેતી આજની પેઢી ઈતિહાસને ફાલતુ વિષય ગણે છે. ઘણા તો સવાલ કરતા હોય છે કે સદીઓ પહેલાં બની ગયેલી ઘટનાઓ વિશે અત્યારે ભણવાનો શો ફાયદો? ભારતની પ્રજાએ ઈતિહાસમાંથી થોડોઘણો પણ બોધપાઠ લીધો હોત તો દેશ અત્યારે જે આતંકવાદી હુમલાઓનો ભોગ બની રહ્યું છે તે ન થાત. નોબલ પારિતોષિક વિજેતા  વી. એસ. નાયપોલે યોગ્ય જ કહ્યું છે કે માર તો દુનિયામાં ભૂતકાળમાં ઘણી પ્રજાએ ખાધો છે, પણ પરંતુ માર ખાધા પછી પણ કોઈ બોધપાઠ લીધો ન હોય એવી એક માત્ર હિન્દુ પ્રજા એક જ છે.’

પુસ્તકમાં હિન્દની પ્રજા અને સમ્રાટોની નબળાઈઓ પર જ ફોકસ કરવામાં આવ્યું છે તેવું માની લેવાની ભૂલ કરવા જેવી નથી. સમ્રાટોની વીરતા વિશે પણ અહીં પાક્કી નોંધ લેવાઈ છે. લેખકની શૈલી સરળ અને રસાળ છે. પુસ્તકમાં તસવીરો, રેખાંકનો અને નક્શાઓનો પણ ઉચિત ઉપયોગ કરવામાં આવ્યો હોત તો તે ઓર સમૃદ્ધ બનત. હિન્દુસ્તાનના અતીતને જ નહીં, તેના વર્તમાનને પણ સમજવા માગતા વાચકોને ખૂબ પસંદ પડી જાય તેવું સુંદર પુસ્તક.                                                                                                    0 0 0


( ભારતના સમ્રાટો 


લેખકઃ જિતેન્દ્ર પટેલ
પ્રકાશકઃ પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ -  ૧
ફોનઃ (૦૭૯) ૨૫૩૫ ૬૯૦૯

કિંમતઃ  રૂ. ૧૮૫ /

પૃષ્ઠઃ ૨૪૪)

                                     


4 comments:

 1. આડધો ટકા પ્રજા ૯૯.૫૦ ટકા ઉપર રાજ કરે એ વાતમાં દમ જરુર છે. પૃથ્વીરાજ ચૌહાણ લંપટ હતો અને જયંચદે અપમાનનો બદલો લેવા મુહમદ ગોરીને આમંત્રણ આપ્યું. આ હકીકત હોવા છતાં જે પ્રજા પૃથ્વીરાજના નાટક ભજવે એની હાલત તો એજ થાય.

  હવે આવીયે શીવાજી ઉપર. શીવાજીએ સુરતને ૨૦ દીવસ લુંટ્યું એ દુનીયાની મોટામાં મોટી લુંટ હતી. અત્યાચારો પણ કરેલ. હવે કોઈ કહેતું નથી આ શીવાજીને આલમગીર ઔરંગઝેબના દરબારમાં માથું ટેકાવવાની જરુર શી પડી? મહારાષ્ટ્રમાં ચોથા ધોરણમાં આખું પુસ્તક શીવાજી ઉપર છે પણ શીવાજીના બાપ કે પુત્ર વીશે ૪-૬ લાઈન પણ નથી. એટલે કે ઈતીહાસ છુપાવીને વાંચવું એ હકીકત છે. આ શીવાજીને કારણે ઔરંગઝેબે ધર્મ પરીવર્તનને હથીયાર બનાવ્યુ અને શરીયતનો અમલ થયો. ઔરંગઝેબના આ અત્યાચાર એટલા વધ્યા કે મોગલ રાજનો અંત આવ્યો અને એ ફીટકારને કારણે પોતાના પુત્રનું નામ કોઈ ઔરંગઝેબ રાખતું નથી. આ મરાઠાઓએ ચોથની પ્રથા દાખલ કરી ઠગ અને લુંટારાથી ચડીયાતું કામ કર્યું એ કોઈ ઈતીહાસ શીખવા તૈયાર નથી.

  મુર્તી પુજામાં રચ્યા પચ્યા રહેતા માટે મુહમ્મદ ગજનવીને ઠેઠ ગજનીથી સોમનાથ સુધી આવવું પડયું કે આમંત્રણ આપી લાવવું પડયું.

  ઉપરમાં જવાહર નેહરુનો ઉલ્લેખ છે. સરદાર વલ્લભાઈના જન્મ દીવસના ઘણાં લેખ આવ્યા. છેવટે સરદારે પણ સોગંદ તો સોમનાથ મંદીરના નીર્માણ માટે કર્યા. ટેકો આપ્યો ગાંધીજી અને કનૈયાલાલ મુનશીએ.

  ઈતીહાસને હમેંશા મોડી મચડી વાંચવાનો આપણને શોખ છે એટલે તો ચાર બાંસ ચૌબીસ ગજ, અંગુલ અષ્ટ પ્રમાણ. ઐતે પર સુલ્તાન હૈ, મત ચુકો નીશન આપણને યાદ છે પ્ણ મુહમ્મદ ગોર તો પૃથ્વીરાજની કતલ પછી ઘણાં વર્ષ સુધી જીવેલ એ ચંદ બારોટ કે એના પુત્રને ખબર ન પડી તે આજ દીવસ સુધી ન પડી...

  ReplyDelete
 2. એ અડધો તકો પ્રજા માં એટલી હિંમત હતી કે ભાલ ભલા ચમરબંધીઓ ઉભી પૂછડી એ યુદ્ધ મુકે ને ભાગતા હતા. અને રહી વાત ધર્મ પરિવર્તન ની તો એ જમાનામાં સૌથી વધુ બૌદ્ધ ધર્મ પ્રસાર હતો નહિ કે મુસ્લિમ. ઈતિહાસ તો કાયમ વિકૃત જ રહેવાનો અને સત્ય બહાર આવાનું જ નથી.

  ReplyDelete
 3. આવા વાહિયાત પુસ્તકો જ ઇતિહાસ ને વિકૃત બનાવે છે. સ્વામી સચ્ચિદાનંદ પણ એક હરામી ઓલાદ જ લાગે છે. જેની માતા કોઈ બૌદ્ધ ભિક્ષુક ના સાથે ચાલુ હોય તે જ સચ્ચિદાનંદ કેહવાય.

  ReplyDelete
 4. ક્લ્પેશJanuary 1, 2012 at 9:33 AM

  "આવા વાહિયાત પુસ્તકો જ ઇતિહાસ ને વિકૃત બનાવે છે. સ્વામી સચ્ચિદાનંદ પણ એક હરામી ઓલાદ જ લાગે છે. જેની માતા કોઈ બૌદ્ધ ભિક્ષુક ના સાથે ચાલુ હોય તે જ સચ્ચિદાનંદ કેહવાય"

  આ કોઇ ચુ..... હિજડો લાગે છે.નામ નથી લખતો.પાછી અડ્ઘો ટકા પ્રજા ની હિંમત ની વાત કરે છે.

  ReplyDelete